Be Drashtant Katha in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | Be Drashtant Katha

Featured Books
Categories
Share

Be Drashtant Katha

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : બે દ્રષ્ટાંત કથા

શબ્દો : 820

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા


  • ક્રોધ સારો કે સંયમ ?
  • એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે.



    માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું !



    છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો ઠોકવો.



    પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં.



    એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’



    બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું.



    જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે.



    બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.



    તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો.



    તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો !

    2. દિકરી નામે ભાર કે ઈશ્વરનો આભાર ?

    નાનકડા એક ગામમાં એક બાપ-માં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ એક ટંક નું ભોજન મેળવી ગુજરાન કરતુ હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટ માં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા.



    એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..??? બાપ પણ વિચારમાં પડ્યો. બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ.



    બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી.



    માતા ચુપ થઇ માત્ર રડવા લાગી. તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા. માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ.



    એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું.



    ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું. તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ???



    હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ.ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..



    મિત્રો, દીકરી તો વ્હાલનો દરિયો કહેવાય. તે સાપનો ભારો નથી પણ આખા ઘરનો ભાર પોતાને માથે લઇ ફરતી ઘરની લક્ષ્મી કહેવાય.

    શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
    ઈમેઈલ : Mobile : 9408478888