Hu Gujarati 10 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati 10

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

Hu Gujarati 10

હું ગુજરાતી - ૧૦

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી — સિદ્ધાર્થ છાયા

૨.કલશોર — ગોપાલી બૂચ

૩.હ્મદ્વરઇપીંછ — કાનજી મકવાણા

૪.કૌતુક કથા — હર્ષ પંડ્યા

૫.માર્કેટિંગ મંચ — મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી — આકાંક્ષા ઠાકોર

૭.ભલે પધાર્યા — મેગી આસનાની

૮.ગ્લોબલ મેનેજમેન્ટ — દીપક ભટ્ટ

૯.સંજય દ્રષ્ટિ — સંજય પીઠડીયા

૧૦.મિર્ચી ક્યારો — યશવંત ઠક્કર

૧૧.પ્રાઈમ ટાઈમ — હેલી વોરા

૧૨.બોલીવુડ બઝ — સિદ્ધાર્થ છાયા

૧૩.લઘરી વાતો — વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદ

એડિટરની અટારીએથી

સિદ્ધાર્થ છાયા

એડિટરની અટારીએથી

ક્રિકેટની રમતમાં ૧૦નું બહુ મહત્વ છે અને એનું એટલુંબધું મહત્વ છે જેટલું કે સેન્ચુરીનું મહત્વ આ રમતમાં હોય છે. કેવી રીતે? વેલ, જો તમે ખરેખર ક્રિકેટનાં રસીયા હોવ તો ઘણીવાર એવું બનતું હોય છે કે એક આખી ટીમ, ઇવન ઇન્ટરનેશનલ મેચોમાં પણ સાવ ૫૦-૬૦ રને ઓલ આઉટ થઇ જતી હોય છે (ગુજરાતી છાપાંઓની ભાષામાં કહીએ તો તંબુભેગી થઇ જતી હોય છે). આવા સંજોગોમાં આ ૧૦ની સંખ્યાનું મહત્વ ખુબ વધી જતું હોય છે અને કમેન્ટેટર્સ આવી સસ્તામાં ઓલ આઉટ થઇ જતી ટીમનાં કેટલા મેમ્બર્સ ‘ડબલ ફિગર’ એટલેકે ૧૦નાં આંકડા સુધી કે એને વટાવી શક્યા એ ગણવા માંડે છે. ટૂંકમાં ટીમનાં આટલા નાના સ્કોરમાં પણ જે ખેલાડી ૧૦ કે એથી આગળ વધ્યો હોય એનું મહત્વ આપોઆપ વધી જતું હોય છે.

‘હું ગુજરાતી’ ની ઇનિંગ જોકે લાંબી ચાલવાની છે કારણકે એને મળતાં અદ્ભુત ડાઉનલોડઝ અને કમેન્ટ્‌સ એનું ટોનિક છે પરંતુ તેમ છતાંય આજે અમે ડબલ ફિગર એટલે કે ૧૦ માં અંકમાં પહોંચ્યા છીએ જેનો ટીમનાં કપ્તાન તરીકેનો આનંદ શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. ગુજરાતી મોબાઈલ ઈ-મેગેઝીન નો વિચાર જ સાવ નવો હતો એટલે અમે એને ટેસ્ટ કરવા પુરતું મહીને એકવાર બહાર પાડવું એમ નક્કી કર્યું હતું. પરંતુ પ્રથમ બે અંકોને જ એટલો જોરદાર પ્રતિસાદ મળ્યો કે ત્રીજે અંકેથી જ અમે મહિનામાં બે વાર આપની સેવામાં આવવા લાગ્યા. અમારી ટીમમાં પણ ક્રિકેટ ટીમની જેમજ ફેરફારો થયા પણ લગભગ ૮૦% જેટલી ટીમ ઓરીજીનલ જ હોવાનો ગર્વ પણ અત્યારે થઇ રહ્યો છે.

જો કે હજી તો ફક્ત છ મહિના જ વીત્યા છે ‘હું ગુજરાતી’નાં જન્મ લીધાને એટલે મોટી મોટી વાતો કરવાથી અમે દુર રહીએ છીએ, પણ એટલી આશા જરૂર છે કે આપ આપનો પ્રેમ જાળવી રાખશો જેથી આ ૧૦ ને ૧૦૦ અને ૧૦૦ ને ૧૦૦૦ થવામાં કોઈ તકલીફ ન પડે અને ૧૦૦૦ની આગળ પણ અમારી સફર જારી રહે.

આભાર.....

કલશોર

ગોપાલી બૂચ

‘‘જો ભી હૈ યહી એક પલ હૈ’’

પ્રેમનું પગેરું શોધવા નીકળીએ તો અચૂક ‘‘મે પ્રેમ્કા પ્યાલા પી આયા,મે પી આયા ,મે પી આયા....‘‘ગાતા ગાતા પ્રેમની અલગારી મસ્તીમા મગન કોઈ હ્‌રદયનું સરનામુ મળી આવે.કોઇ રાધા ઘેલો કાન કે કોઇ શ્યામદિવાની મીરા પ્રેમ નામના તત્વમા સત્વ શોધતા આપણને જડશે જ.

પ્રેમ તો જડીબૂટ્ટી છે ,એક હ્‌રદયથી બીજા હ્‌રદય સુધી પહોચવાની.જીવનનુ મૂળભુત રસાયણ છે.પ્રેમ મંઝીલ નથી પણ પંથ છે.એકમેકનો હાથ પકડી વિશ્વાસ અને સમજદારીનુ ભાથું બાંધી ચાલ્યા કરવાની અનંતયાત્રા છે.પ્રેમ એ કંઇ ભરતી કે ઓટ નથી,એકધારો વહેતો ખળખળતો પ્રવાહ છે.જેમા ડુબવા કરતા તરતા રહેવાનુ મહત્વ વધારે છે.

પ્રેમ એ કેવળ પ્રેમ છે.એક ઘૂઘવતો દરિયો છે.એમા તરવાની મજા ત્યારે જ આવે જ્યારે એની સાથે વર્તમાન ક્ષણ જોડાયેલી હોય.બસ...અત્યારે તુ છે અને હું છું.તું મારી આજ છે.કાલ શું હતું એની સાથે મારે નિસ્બત નથી અને ભવિષ્યની મને ખબર નથી.કશું પણ છે તો અત્યારની ક્ષણ.આજ-વર્તમાન !

એ પ્રેમનો રંગ ચડે અને દિલદિમાગ તરબતર થઈ જાય ત્યારે તું ભી ગુલાબી,મૈં ભી ગુલાબી.....

માત્ર પ્રેમ માટેજ નહી પણ જીવનના હકારાત્મક દ્રષ્ટિકોણ માટે પણ વર્તમાનમા જીવવું જરુરી છે.

કવયિત્રિ જયા મહેતા પ્રેમને વર્તમાન સાથે જોડતી ઉત્કટ ક્ષણો લઈને આવ્યા છે.સ્નેહની ક્ષણોને વાસ્તવિકતા સાથે જોડવામા તે સફળ રહ્યાં છે.

કવિતા...

હું તને ચાહું છું,એક માત્ર તને જ.

અને આ સૂરજનાં ઝળહળાં અજવાળાં ઝંખવાઈ જશે પછી પણ

અને આ મંદ-મધુર વહેતો પવન થાકીને સ્થિર થઈ જશે પછી પણ

અને આ વાંભ વાંભ ઊછળતાં મોજાંની અગણિતમાયા સમેટઐ જશે પછી પણ

અને વરાહના એક દાંત પર સમતુલા જાલવીને પૃથ્વી ઊભી થશે પછી પણ.

હું તને ચાહ્યા કરીશ,તને જ ,એક માત્ર તને જ

એમ માનવાની ભૂલ કરતો નહી

મારા પ્રિયતમ

આજે હું તને ચાહું છું,તને જ.એક માત્ર તને જ.

આવતી કાલે...આવતી કાલે....

પન મારી આજ સાચી છે.

મારાં હાડમાંસ અને નસમા વહેતા લોહી જેટલી

સાચી છે મારી આજ.

એટલે કહુ છું

ધર્મરાજાની આંગળી પકડીને સ્વર્ગમાં પુનઃપ્રવેશ કરતા

યમરાજાની સાક્ષી એ કહું છું ,

આજે હું તને ચાહું છું,તને જ એક માત્ર તને જ.

મારા પ્રિયતમ

અને આવતી કાલને....આવતી ક્ષણને પણ ...હું ઓલખતી નથી.

જયા મહેતા

ઊડીને આમ્ખે વળગે એવુ તત્વ એ છે કે એક સ્ત્રી લાગણીના ચોખલિયાવેડાથી મુક્ત થઈને વ્યવહારુ અભિગમ સમાજ સમક્ષ આવી છે.આમ સ્ત્રીઓ વિશે એવી માન્યતા સમાજમા પ્રવર્તતી હોય કે પ્રેમમા પાગલ થાય,વેદિયણ હોય.રડતી હોય ...વિગેરે...વિગેરે.પણ એવુ હોતું નથી.સ્ત્રી પોતાના વિચારો માટે સંપૂર્ણ સજાગ છે અને એ હિંમતભેર રજૂ પણ કરી શકે છે.એકરુપતાથી ચાહવા છત્તાં ‘‘આજે સાથે છીએ,કાલની ખબર નથી‘‘એવું કહેવા અને સ્વિકારવાની આવડત અને તાકાત બન્ને સ્ત્રીમાં પણ છે જ.

હા ,આજે મારા જીવનમા તું જ તું છે.હું તને જ ચાહું છું અને ચાહીશ,પૃથ્વી એના સમગ્ર અસ્તિત્વ સાથે કાયાપલત કરી જશે તો પન મારા મન-હ્‌રદયમા તારુ જ અસ્તિત્વ છે અને રહેશે.પણ એટલે માત્ર તને જ ચાહીશ એવું પણ નથી.(નહી ચાહું એવું પણ નથી)પન એ મારી આજ પુરતું.આજ એટલે મારો વર્તમાન.પ્રિયતમની ચાહત,એની તીવ્ર ઝંખના અને સાથે સાથે વ્યવહારું અભિગમ પણ ખરો જ.એક વાત એ પણ છે કે પ્રેમનું સાર્થક્ય ત્યારે જ છે જ્યારે પ્રેમ વ્યક્તિ પુરતો સિમિત ન રહેતા વૈશ્વિક બને.પ્રિય પાત્રા માતે પાંગરેલી કૂંપળ ધીરે ધીરે પ્રત્યેક જીવ માટે પ્રેમના સુક્ષમ સહજ ભાવ સ્વરુપે વિસ્તરે.જ્યારે આપને કોઇને પ્રેમ કરીએ ત્યારે ‘‘હું સમગ્ર જગતને પ્રેમ કરું છું’’ એ પરીસ્થિતી નિર્માણ થવી જોઇએ.

અહી કાવ્યમા ભવોભવના પ્રેમ્બંધનોનું ચોખલિયાપણુ ક્યાય નથી અને છત્તાં પણ મૃત્યુંના દરવાજે યુધિષ્ઠીરની આંગળી પકડી યમરાજાની સાક્ષીએ પોતાના પ્રિયતમને ચાહવાનુ વચન પન છે.હાથ ઝાલ્યો તો પણ કોનો ?સત્યનો પર્યાય સમા ધર્મરાજાનો.એટલું સત્ય પોતાના પ્રેમમા છે .અને તો પણ આવતી કાલની કોઈ ક્ષણ માટે કશુ જ કહેવાની વાત નથી.એ પળની ઓળખાણ જ નથી.ભાવીની અકળતા વિશે કવયિત્રી કશુ જ કહેવાનું ટાળી જાય છે.કારણ એમને માટે જે કંઈ છે એ માત્ર ‘‘આજ’’ છે.

પ્રેમના સૂક્ષ્મ ઊંડાણને પામવા માત્ર અને માત્ર વર્તમાનમા જીવવાનો અભિગમ સુખ સાથેનું સીધું અનુસંધાન છે.હકારાત્મક વિચારશૈલી છે.

વધુ પડતી લાગણીશિલતા ભાવનાત્મક સ્તરે જાત સાથેની ,સમય સાથેની મોટી ઠગાઈ છે એમ મને લાગે છે.ભુતકાળની સુખદ કે દુખદ સ્મૃતિ અને ભવિષ્યનો કાલ્પનિક વૈચારિક વિહાર વર્તમાનને હંમેશાં ગેરહાજર રાખે છે.કોઇ પણ ક્ષણ જીવંત હોય તો તે માત્ર અત્યારની ક્ષણ છે.

હું આજે તને ચાહું છું એટલે એમ નથી કે કાલે જીવનમા કોઈ બીજું પણ હોય...અને વળી એ વાત નકારી પણ ન શકાય.પણ મારું આજનું સત્ય તો તુ જ છે.અને પ્રત્યેક આવતિ કાલ આજ જ તો બનતી હોય છેને !

બસ,પ્રેમનું કેવલ એક જ સત્ય કે હું તને ચાહું છું.

દિપ્તી મિશ્રાના એક મને ગમતા શેર સાથે વર્તમાનને માણીએ..

‘‘વો નહી મેરા,મગર ઉનસે મુહોબત હૈ તો હૈ,

યે અગર રસ્મો-રિવાઝોસે બગાવત હૈ તો હૈ...’’

ગોપાલી બુચ.

હ્મદ્વરઇ-પીંછ

કાનજી મકવાણા

હ્મદ્વરઇ-પીંછ

કૌતુક કથા

હર્ષ પંડ્યા

‘એક્સ્પેક્ટો પેટ્રોનમ- હેરી અને હમ’

મિત્રો, આ વખતે જરા જુદા પ્રકારની વાત કરવી છે. આ અંક જયારે આપના હાથમાં આવશે ત્યારે લગ્નની સીઝન શરુ થઇ ચુકી હશે. નવયુગલ થવા થનગનતા મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ આપીને આપણી વાત શરુ કરીએ. ઉપર લખ્યું એ ટાઈટલ હેરી પોટર ફિલ્મ અને નવલકથામાં આવતો એક સ્પેલ (બોલે તો મંત્ર !!) છે. એમ તો હેરી પોટર નવલકથામાં એવા અઢળક મંત્રો છે પણ આ મંત્ર જરા વિશિષ્ટ છે. આ મંત્ર પાછળની કહાની અને એની આપણી સૌની લાઈફ પર પડતી અસર વિષે જાણવું છે? વેઇટ એન્ડ રીડ.

મૂળ વાત તો એમ હતી કે જોઆન કેથરીન રોલિંગ એટલે કે જે.કે. રોલિંગે એક કોફીહાઉસમાં લખવાની શરુ કરેલી અજાયબ સૃષ્ટિવાળી નવલકથા નામે હેરી પોટરના સાતેય ભાગમાં અઢળક સ્પેલ્સ મુક્યા છે. હેરીને આપણા કૃષ્ણની જેમ કંસનુમા વિલન વોલ્ડેમોર્ટ સામે લડવાનું છે. એના માટે અનેક કોઠાઓ પાર કરતા જવાના છે. એક ભલો પ્રોફેસર છે જેને વેરવુલ્ફ થવાનો શ્રાપ છે. એ પ્રોફેસર ડાર્ક મેજિકથી બચાવવાનો વિષય ભણાવે છે. આવા જ ક્રિસમસના શિયાળામાં હોગવર્ટઝ સ્કુલના બધા બાળકોને ઘેરથી પેરેન્ટ્‌સના લેટર આવે છે પરંતુ હેરીને ઘેરથી કોઈ લેટર આવતો નથી કેમકે એના મમ્મી પપ્પા તો એને વોલ્ડેમોર્ટથી બચાવતા બચાવતા મૃત્યુ પામી ચુક્યા છે અને માસી-માસાને તો હેરી દીઠો ય ગમતો હોતો નથી. આવામાં એ પ્રોફેસર એને એક સ્પેલ શીખવે છે જે ભૂતાવળ જેવા દેખાતા ડેમેન્ટર્સ થી એને બચાવે છે. આ ડેમેન્ટર્સ આઝ્‌કાબાન નામના ટાપુ પર ભયાનક ગુનાની સજા ભોગવતા કેદીઓની જેલના રખેવાળ હોય છે જેને એ ખબર નથી હોતી કે કોણ અપરાધી છે ને કોણ નિર્દોષ. એમનું કામ એક જ. વ્યક્તિના મનમાંથી ખુશી-હેપીનેસની યાદો ચૂસી લેવાની. એટલે વધે માત્ર દર્દનાક-પીડાની યાદો જે માણસનું જીવવું ઝેર જેવું કરી મુકે. કેવી અફલાતૂન પોએટિક વાત છે, નહીં?

હવે સ્પેલની વાત. પેટ્રોનસ ચાર્મ એટલે તમારે તમારી જીંદગીની સૌથી વધુ ખુશીપ્રદ યાદને યાદ કરી, પેલો મંત્ર બોલી, જાદુની લાકડી ધરી, એ ડેમેન્ટર્સ ની આંખમાં જોવાનું. એનાથી પોઝીટીવ ફોર્સ પેદા થાય જે એમને ભગાડી દે. જેટલી વધુ ખુશીપ્રદ યાદ, એટલી જ એ સ્પેલની અસર વધુ. આપણી જીંદગીમાં ય આપણે ઘણીવાર પીડાની યાદોને કુરેદ કુરેદ કરતા રહેતા હોઈએ છીએ. એટલા માટે નહીં કે આપણને એ ગમે છે, પરંતુ કમબખ્ત દિલ એમાંથી બહાર આવવા માંગતું જ નથી હોતું. લગ્નગાળો માથા પર છે. નવા યુગલો પહેલા દિલતામાં અને પછી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા હોય ત્યારે તો ખાસ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ભલે હેરી પોટર બાળકો માટેની નોવેલ છે, પરંતુ એડલ્ટ મિત્રો માટે ય એ એટલી જ ઉપયોગી છે. નોવેલમાં કેટલીય કસોટીઓમાં હેરી તરફડે છે. એક વખત તો ખુદ વોલ્ડેમોર્ટ સાથે એની મુઠભેડ થાય છે. પણ વોલ્ડેમોર્ટ ફાવતો નથી કેમકે હેરી એને કહે છે. ’’ તું મારા કરતા શક્તિશાળી હોઈશ, પણ તારી પાસે એ નથી જે મારી પાસે છે. એ છે ફ્રેન્ડસ અને લવ.’’ વોલ્ડેમોર્ટનું બાળપણ પણ હેરીની જેમ જ અનાથ અવસ્થામાં પસાર થયું હોય છે. એની બેક સ્ટોરી એવી છે કે વોલ્ડેમોર્ટની મમ્મી ટોમ રીડલ નામના છોકરાને ચાહતી હતી. પણ પેલાને એવી લાગણી જન્મી નહોતી. એટલે પેલીએ લવ પોશન નામનું દ્રવ્ય બનાવ્યું જેની અસર હેઠળ વ્યક્તિ સામેવાળાને ચાહવા લાગે. જે વસ્તુ આપમેળે થાય/થવી જોઈએ એની અસર વોલ્ડેમોર્ટની મમ્મી એ જાદુથી પેદા કરી. આમ ને આમ એની મમ્મી સગર્ભા થઇ. પછી એમ થયું કે ટોમ ને સાચું કહી દઉં. સાચું કહ્યું, પણ ટોમે એને દગાખોર કહીને તરછોડી દીધી. એક સમયની સાલાઝાર કુળની વંશજ એવી વોલ્ડેમોર્ટની મમ્મી દર દર ભટકવા માંડી. એક દિવસે બાળકને જન્મ આપ્યો. એને અનાથાશ્રમમાં મુક્યો અને કહ્યું, આનું નામ ટોમ માર્વોલો રીડલ રાખજો. એ પછી બાળકને ઉછેરવાને બદલે એણે આપઘાત કર્યો. એકલો ટોમ અતડો રહીને ઉછર્યો. જન્મજાત જીનીયસ એવા ટોમે હોગવર્ટઝમાં પ્રવેશ મેળવ્યો અને અનેક જાદુ વિદ્યાર્થીકાળમાં જ સિદ્ધ કર્યા. પણ, મૂળમાં તો એને પ્રેમ નહોતો મળ્યો એટલે કુણી લાગણીઓ એમ પણ મરી પરવારી હતી જે ડાર્ક સાઈડ તરફ જવા માટેના રસ્તાના પહેલા પગથીયા જેવી હતી.

જમ્પ ટુ હેરી. હેરીને મારવા માટે આવેલા વોલ્ડેમોર્ટને એની મમ્મીએ પડકાર્યો. વોલ્ડેમોર્ટ એ ઓફર આપી, આને મારવા દે તો હું તારા પતિ જેમ્સને જીવતો કરીશ (કંસ સ્ટાઈલ). હેરીની મમ્મી લીલી એ હેરીને મારવા માટેનો અવાડા કેવાડ્રાનો ડેથ સ્પેલ પોતાના પર ઝીલી લીધો. લીલીના જીવ સાટે બનેલા એ બલિદાને હેરીને અન-કન્ડીશનલ લવનું અભેદ્ય કવચ આપ્યું જે કાયમ વોલ્ડેમોર્ટને હેરીથી દુર રાખતું રહ્યું.

અહીં સુધીની કથા વાંચ્યા પછી અન-કન્ડીશનલ લવની તાકાત સમજાય છે માય લોર્ડ? મુદ્દો માતા-પુત્રના પ્રેમનો નથી. મુદ્દો છે તમે જેની સાથે જીવન ગાળવાના છો એના પ્રત્યેના પ્રેમનો. આપણે સૌ જાણીએ છીએ કે તમામ પસંદગીઓમાંથી આપણે આપણા પતિ/પત્ની તરીકે જે-તે વ્યક્તિને પસંદ કર્યા છે. એ પછી લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ. પ્રારંભિક તબક્કો જુદો હોવા સિવાય પછી તો સરખી જ સફર અને એના પડાવ હોવાના. એટલે જીંદગીમાં પણ, કડવી યાદો હશે જ, પરંતુ આપણા સૌના પેટ્રોનસ ચાર્મ આપણી પાસે જ છે યાદ રહે એટલે ભયો ભયો. લાઈફમાં તકલીફ આવે ત્યારે બોલને કા...

એક્સ્પેકટો પેટ્રોનમ.

તોલ મોલ કે ગોલ...ગોલ મોલ કે તોલ!

ડઅરઇ તદ્વ લાવઇ તહઇ લાફઇ યદ્વઉ હઅવઇ દરઇઅમઇદ ફદ્વર યદ્વઉરસઇલફ.

ઘદ્વ ફદ્વરદ્યઅરદ અનદ મઅકઇ યદ્વઉર દરઇઅમસ ચદ્વમઇ તરઉઇ.

— ત્અલપહ દ્રઅલદદ્વ ઈમઇરસદ્વન (૧૮૦૩-૧૮૮૨)

ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-

હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો.

આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત

એ.આર રહેમાન જેવું ફ્‌યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્‌યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત

અંગ્રેજી ‘અવતાર’ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત

કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત

‘ઘર ઘરમાં કોમ્પ્યુટર’ તો આપણે પણ બિલ ગેટ્‌સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત

ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત

‘નીલ’ રહીને હાથમાં ‘કેશ’ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત.

ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી’ પણ હોત!

સચિન તો શતક ચાહે એટલા કરે હવેએવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!

અરે સાહેબ!.સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત

ઓફ્‌ફ્‌ફ્‌ફ!..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોતયાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!..

પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા.

કેમ?શું કામ?શા માટે?

એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.

આપણે હોતહોત..હોતનું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.

કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે

‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે. વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે ચલાવી લેવામાં નાનમ નથી કે પત્ની ખીજાવાની નથી. પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

નાનકડો જવાબઃ કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં.માત્ર એક જ પગલુંજસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.

જેમ કે,-

મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈનએક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.

બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.

નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.

ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!.તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.

અરે!.નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં ‘‘સર! નોકરી છોડી રહ્યો છું.’’નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?

ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજોઃ દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી

પિતાશ્રી‘પંચ’

‘‘ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે.શબ્દ-બોલ!હવે એટલુંયે ન થઈ શકે તો પછીકોઈ ક્યા કરે!?!?!?!

આમેય‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.’’ — કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

‘સૂપ’

કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર હોઈએ છીએ, ઈનફેક્ટ આપણે ઠંડીમાં આવી જ વસ્તુને પ્રાયોરીટી આપીએ છીએ — મહેમાન હોઈએ ત્યારે પણ અને મેજબાન હોઈએ ત્યારે પણ! આવી જ એક ગરમાગરમ વસ્તુ આપણને ગમતી થઇ છે એ છે સૂપ. આપણે બહાર જમવા જઈએ છીએ ત્યારે સરુઆત સૂપથી જ કરીએ છીએ — શિયાળો હોય કે ઉનાળો.

પરંપરાગત રીતે, સૂપને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે : ક્લીઅર સૂપ અને થીક સૂપ. થીક સૂપને તેના થીકનીંગ એજન્ટના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છેઃ વેજીટેબલ સૂપ્સને શાકની પ્યોરી અને સ્ટાર્ચથી થીક કરવામાં આવે છે તો ક્રીમ સૂપને બેકામેલ સોસ થી ઘટ્ટ બનાવવામાં આવે છે. આ સિવાય બીજા પોપ્યુલર થીકનીંગ એજન્ટ્‌સ છેઃ ઈંડા, દાળ, લોટ, ચોખા,બટાટા અને ગાજર.

સૂપના અસ્તિત્વ પુરાવા છેક ઈ.સ. પૂર્વે ૨૦,૦૦૦ સુધી મળી શકે છે. ઉકાળવું એ વોટરપ્રૂફ કન્ટેનર - જે કદાચ માટી વાસણો સ્વરૂપે આવ્યા - ની શોધ નહોતી થઇ ત્યાં સુધી તે એક સામાન્ય રસોઈ ટેકનીક ન હતી. તે સમયે પાણી ગરમ કરવા માટે ગરમ પથ્થરોનો ઉપયોગ થતો હતો. આજે સૂપને ઘણીવાર મુખ્ય ભોજન પહેલાં સ્ટાર્ટર, ફર્સ્ટ કોર્સ, અથવા ઓન્ત્રે તરીકે સર્વ કરવામાં આવે છે.

કેટલાક સૂપ લીક્વીડમાં શાકના મોટા ટુકડા નાખીને પીરસી દેવામાં આવે છે, તો બ્રોથ એ ફ્‌લેવર્ડ લીક્વીડમાં શાકને લાંબા સમય સુધી પકવીને બનાવવામાં આવે છે. જયારે પોટાજ એ થીક સૂપ કે પોરિજનો પ્રકાર છે જેમાં શાકને લાંબા સમય સુધી ઉકાળી એક ઘટ્ટ મિશ્રણ રૂપે પીરસવામાં આવે છે. ‘બીસ્ક્સ’ એ હેવી ક્રીમ સાથે બનાવવામાં આવતો સી-ફૂડ બેઝ્‌ડ સૂપ છે તો ક્રીમ સૂપ ડેયરી બેઝ્‌ડ સૂપ છે. ચાઉડર એ બીસ્ક્સની માફક એક ઘટ્ટ સૂપ છે પણ તેને સ્ટાર્ચની મદદથી ઘટ્ટ કરવામાં આવે છે.

ગાઝ્‌પેચો જેવા કેટલાક સૂપ માત્ર ઠંડા સર્વ કરવામાં આવે છે, તો અન્ય સૂપને વૈકલ્પિક રીતે ઠંડા સર્વ કરી શકાય છે.

સૂપ બનાવવામાં સહેલા હોય છે અને પોષક તત્વોથી ભરેલા હોય છે. આજે આપને આવા જ કેટલાક સૂપની રેસિપી જોઈશું, જે તમને આ શિયાળામાં મદદરૂપ થઇ પડેઃ

આફ્રિકન પીનટ સૂપઃ

સામગ્રીઃ

૩ કપ વનસ્પતિ સ્ટોક અથવા પાણી

૨ (૧૫ ઔંશના) કેન નાળિયેર દૂધ

૧ કપ સમારેલા કાંદા

૧/૨ કપ સમારેલી સેલરિ

૪ મોટી લસણની કળી, દબાવેલી

૧ ચમચી બી કાઢીને સમારેલા મરચા

૪ કપ મીઠી બટાકાની અદલાબદલી (૧/૨-ાનચહ ટુકડાઓ)

૧ ૧/૨ કપ સમારેલા ટમેટા

૨ નાની, અથવા સ્વાદ અનુસાર ચમચી મીઠું

૧/૪ ચમચી કાળા મરીનો પાઉડર

લાલ મરચું ચપટી

૧ ચમચો અન્ય સોયા સોસ (વૈકલ્પિક)

૩/૪ કપ પીનટ બટર

૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર

૧/૨ કપ સજાવટ માટે, શેકેલા મગફળી

રીતઃ

એક પેનમાં મધ્યમ તાપ પર વનસ્પતિ સ્ટોક મૂકો.તેમાં પીનટ બટર, કોથમીર અને મગફળી સિવાય તમામ બાકીના ઘટકો ઉમેરો.

વચ્ચે વચ્ચે હલાવતા રહી, ૧૫ મિનિટ માટે રાંધો.

લગભગ ૧ કપ જેટલું પ્રવાહી કાઢી અને એક નાની વાટકી માં મૂકો.

તેમાં પીનટ બટર ઉમેરી ક્રીમી થાય ત્યાં સુધી બરાબર ભેળવો. હવે આ મિશ્રણને પાછુ પેનમાં ઉમેરી દો. અને બરાબર હલાવો.

પાંચ મિનીટ સુધી રંધાવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

કોથમીર ઉમેરીને બરાબર ભેળવો. પીરસતાં પહેલાં મગફળીથી સજાવી, ગરમાગરમ પીરસો.

બીન એન્ડ પાસ્તા સૂપઃ

સામગ્રીઃ

૧/૨ કપ બેકડ બીન્સ (તૈયાર)

૧ મધ્યમ ડુંગળી સમારેલી,

૨ કળી લસણ સમારેલું,

૧ કપ સમારેલા ટમેટાં

૧/૪ કપ મેક્રોની અથવા કોઇ નાના પાસ્તા

૧ ટેસ્પૂન કોર્નફલોર

૧ ટીસ્પૂન સૂકા ઓરેગાનો

૨ ટેસ્પૂન તાજા ક્રીમ

૨ ટેસ્પૂન ટોમેટો કેચઅપ

૨ ટેસ્પૂન બટર

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં લસણ અને ડુંગળી, ડુંગળી અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં બેક્ડ બીન્સ, ટામેટા, મેક્રોની, મીઠું અને ૩ કપ ગરમ પાણી ઉમેરો અને તેને ઉકાળવા દો. મેક્રોની પકી ના જાય ત્યાં સુધી ઉકાળવા દેવું (લગભગ ૮ થી ૧૦ મિનીટ)

૧ ૧/૨ ચમચી પાણીમાં કોર્નફલોર ભેળવી તેને સૂપમાં ઉમેરો.

તેમાં ઓરેગાનો, ક્રીમ, ટોમેટો કેચઅપ, મીઠું અને મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ચીઝથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

વોટરમેલન ગાઝ્‌પેચોઃ

સામગ્રીઃ

૧ લાલ ડુંગળી, આશરે ૧/૨ કપ સમારેલી, આશરે ૧/૨ કપ ઝીણી સમારેલી

૧-૨ લાલ કેપ્સીકમ, આશરે ૧ કપ સમારેલી, આશરે ૩/૪ કપ ઝીણી સમારેલી

૧-૨ કાકડીઓ, ૧ કપ આશરે સમારેલી, ૧ કપ ઝીણી સમારેલી

૧ હલાપેનીઓ, ૧ ટેસ્પૂન આશરે સમારેલી, ૧ ટેસ્પૂન ઝીણી સમારેલી (સ્વાદમુજબ બધું કે ઓછી વાપરવી)

૨ કપ તાજા ટામેટાં સમારેલા

૬ થી ૭ કપ બીજ કાઢેલા તડબૂચ

૧/૪ કપ સમારેલી કોથમીર

૧/૪ થી ૧/૨ કપ સરકો માટે (તરબૂચ અને ટામેટાંના મીઠાસ પર આધાર રાખીને, સ્વાદમુજબ વધુ કે ઓછા)

૧ ટેસ્પૂન મીઠું

૧ ટેસ્પૂન ઓલિવ ઓઈલ

સજાવટ માટેઃ

સાવર ક્રીમ

કોથમીર

રીતઃ

એક બ્લેન્ડર માં સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કાકડી, હલાપેનીઓ અને કોથમીર મૂકો. (ઝીણા સમારેલા શાકભાજી. પાછળથી ઉમેરવા માટે રાખી મૂકવા) તેમાં ટામેટાં ઉમેરો અને પ્યોરી થાય ત્યાં સુધી તેને ફેરવો.

તેમાં તરબૂચ ઉમેરો અને પ્યોરી થાય ત્યાં સુધી ફરીથી ફેરવો. મિશ્રણને એક મોટા બાઉલમાં રેડો.

ગાઝ્‌પેચો ચાખો અને તેમાં જરૂર મુજબ વિનેગર ઉમેરો. મીઠું અને ઓલીવ ઓઈલ પણ ઉમેરો.

તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો.

ગાઝ્‌પેચોને ઓછામાં ઓછો એક કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા મૂકો (આખી રાત રાખો તો સૌથી સારું) જેથી બધા સ્વાદ બરાબર ભળી જાય.

સાવર ક્રીમ અને કોથમીરથી સજાવીને એકદમ ઠંડો પીરસો.

ભલે પધાર્યા

મહેમાન લેખિકાઃ મેગી આસનાની

‘તું મારી ગઝલ છે - મેગી આસનાની ની ગઝલો’

૧.

ખોખલી સંભાળ પર જીવી ગયું.

આ હૃદય પંપાળ પર જીવી ગયું.

હુંફ ના આપી શક્યું મન દંભને,

શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ? નહોતી ખબર,

એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,

સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,

માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,

એટલે દુષ્કાળ પર જીવી ગયું .

૨.

તિમિરને ઢોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

સૂરજને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે.?

કરી દો જે સજા કરવી હો, બસ આ પ્રેમના નામે,

ભૂલો વાગોળવાનું તો હવે મારું ગજું ક્યાંછે?

જરા આવો અહી તો જોઈ લઉં હું જાતને મારી,

મને ઢંઢોળવાનું તો હવે મારું ગજું ક્યાંછે?

ભલે થાતી, થવા દો આંખ ભીની હાલના ગમ પર,

ખુશીને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

આ દરિયો મન ભરીને જોવો છે તેથી અહી આવી,

ચરણને બોળવાનું તો હવે મારું ગજું ક્યાંછે?

લઈને રાતની બસ એક પળ સપનું બનીને આવ,

હકીકત ડહોળવાનું તો હવે મારું ગજું ક્યાંછે ?

૩.

શબદની સફરછે, તું મારી ગઝલ છે.

ને અર્થો સભર છે, તું મારી ગઝલ છે.

લખું કે લખું ના , પ્રગટ થાય કે નાં,

બધાને ખબર છે, તું મારી ગઝલ છે.

ભલે નાં કહે પણ મને છે ખબર કે,

તને પણ ખબર છે, તું મારી ગઝલ છે.

હવે ક્યા ફિકર છે,કવન પૂર્ણતાની !

રહી ક્યાં કસર છે, તું મારી ગઝલ છે.

જો મારો આ અંદાઝ કહેવાય ઉત્તમ ,

તો તારી અસર છે, તું મારી ગઝલ છે.

૪.

હમણાં કશું લખાતું નથી, એવું કેમ છે ?

ખુદને મળી શકાતું નથી, એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઉડી જઈશ હું છતાં,

એ ફૂલને અડાતું નથી, એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા,

ને તોય ત્યાં તકાતું નથી, એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ,

અંતર હજુ મપાતું નથી, એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જઈશ છે ખબર છતાં,

એની ગલી વળાતું નથી, એવું કેમ છે ?

બસ, આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું,

નાપૂછ, કે હસાતું નથી, એવું કેમ છે ?

૫.

જીવતરનો સાર હોવો જોઈએ.

ભીંતને આકાર હોવો જોઈએ.

એકલા આવ્યા, જવાનું છે છતાં,

કોઈ તો આધાર હોવો જોઈએ.

કોઈ છે ચોક્કસ કે જે મારો જ છે,

ભીતરે કે બ્હાર હોવો જોઈએ.

ચાલવા માંડો તો ક્યારેક પ્હોચશો

ક્યાંક તો એ દ્વાર હોવો જોઈએ.

રાતભર ચમકે છે અઢળક તારલા

આભમાં સંસાર હોવો જોઈએ ..

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

કંપનીના મેનેજમેન્ટ સલાહકારની ફરજો

કંપનીઓ પોતાની પ્રોડક્ટની ગુણવતા સુધારવા, નફાકારકતામાં વધારો કરવા, સેલ્સને બમણો કરવા, આંતરિક સમસ્યાઓને ઓળખવા માટે અને તેના ઉકેલો મેળવવા માટે મેનેજમેન્ટ સલાહકારોની નિમણુક કરતી હોય છે. કંપની માટે મેનેજમેન્ટના સલાહકારોને પસંદ કરવાનો સૌથી મહત્વનો ઉદ્દેશ કંપનીની કાર્યવાહીને બહારના વ્યક્તિ દ્વારા સ્ટ્રીમલાઈન કરવાનો હોય છે.

આખા વિશ્વમાં આજે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટસનો બીઝનેસ વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે કેમ કે આજે દરેક કંપની નવા ઉમેદવારની ભરતી કરવાને બદલે જે તે કામનું આઉટ સોર્સિંગ કરી દે છે જેનાથી કંપનીના ખર્ચમાં ઘટાડો થાય છે. જેમ કે, એકલા અમેરિકામાં જ અંદાજીત દસ હજાર જેટલા મેનેજમેન્ટના નિષ્ણાતો પોતાનો બીઝનેસ વિકસાવીને બેઠા છે. જાણીતી એક સોશિયલ મીડિયા વેબસાઈટ ઉપર વિશ્વભરના પચાસ હજાર કરતાં પણ વધુ કન્સલ્ટન્ટસ દરરોજ પોતાના વિચારો અને કાર્ય અંગે પોસ્ટ રજુ કરે છે. જયારે કોઈ કંપની નવા વ્યવસાયોને હસ્તગત કરે કે તેને એકરૂપતાનો લાભ લેવા માટે સમાવેશ કરે ત્યારે તેમને પણ જે તે કંપની વિશે સંપૂર્ણ માહિતી લેવા આ પ્રકારના મેનેજમેન્ટ સલાહકારોનો સંપર્ક સાધે છે.

એક બહુરાષ્ટ્‌રીય મેનેજમેન્ટ કોર્પોરેશનના સલાહકારે કહ્યું છે કે, જયારે તમે કોઈ કંપનીની ચોક્કસ સમસ્યાના લક્ષણને શોધવા માટે જઈ રહ્યા છો ત્યારે સૌથી વધુ સમય તમારે એ સમસ્યા કેવી રીતે ઉદભવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. આજના લેખમાં આપણે એ જોઈશું કે એક સફળ મેનેજમેન્ટ સલાહકાર તરીકે તમારે કેવી સ્કીલ ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી કંપનીને તેનો મહતમ લાભ મળી શકે.

વિશ્લેષનાત્મક કુશળતાઃ અસરકારક સલાહકારો સામાન્ય રીતે પોતાની કામ કરવાની પદ્ધતિ અને બીઝનેસની તકોને મોટા પ્રમાણમાં માહિતી દ્વારા જ જાણી લે છે. અને આ માહિતીમાંથી દોરેલા તાર્કિક કારણો તેમની ભલામણોનો આધાર બને છે. કંપનીમાં સારા બીઝનેસ લીડરો પણ માહિતી આધારિત નિર્ણયો અને મંતવ્યો લેવા માટે વિશ્લેષણાત્મક કુશળતાનો ઉપયોગ કરે છે. પ્રખ્યાત કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ આનું ઉત્તમ ઉદાહરણ છે. સ્ટીવ જોબ્સ હંમેશા માનતા કે ગ્રાહકો પાસે તમે શું માંગો છો તે બાબતને બજાર સંશોધનથી વિકસાવો અને તેનું પરિણામ આજે તમે એપલની પ્રોડકસની વિવિધ રેન્જ જોઇને કહી શકો છો.

વિશ્વાસપાત્રતાઃ મેનેજમેન્ટના સલાહકારો કંપનીને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારવા અથવા તેમને નવા પ્રોજેક્ટ અંગે માહિતી પૂરી પાડવા જેવી કાર્યવાહી કરતા હોય છે. અને આ કરવા માટે તેમણે કંપનીના કર્મચારીઓ સાથે કોઈ પણ જાતના દોષિત પ્રચાર કે લાગણી વગર ભાવનાત્મક જોડાણ કરવું પડે છે. નકારાત્મક સ્વભાવ ધરાવતા લોકો હંમેશા કંપનીમાં પોતાની વિશ્વાસપાત્રતા જાળવી શકતા નથી અને પરિણામે કંપનીનો વિકાસ થતો નથી. જનરલ ઇલેક્ટ્રિકના સી. ઈ. ઓ. રહી ચુકેલા જેક વેલ્ચ કહે છે કે, કંપનીના ટોપ મેનેજમેન્ટે હાર્ડ સ્વભાવનું અને સોફ્‌ટ દિલનું હોવું જરૂરી છે. તો જ કંપની ઉચ્ચ કક્ષાએ વિકાસ પામશે.

જવાબદારી સ્વીકારવીઃ મેનેજમેન્ટના સલાહકારોએ માત્ર કામ મેળવવાની અપેક્ષાએ કે વધુ પૈસાની લાલચમાં કંપની સાથે જોડાણ કરવું જોઈએ નહિ. એક બહારના વ્યક્તિ તરીકે કંપનીમાં જવાબદારીપૂર્ણ નેતૃત્વ કરવું તે એક ચેલેન્જીંગ કામ છે. હંમેશા યાદ રાખો, જે કામ માટે તમે કંપનીના કન્સલ્ટન્ટ બન્યા છો તે કામની સંપૂર્ણ જવાબદારી તમારે હસ્તગત કરી લેવી જોઈએ. કંપની હંમેશા વળતા પરિણામની અપેક્ષાએ જ તમને કામ આપતી હોય છે તો એ સમયે અંગત જવાબદારી સમજીને તમે કંપનીને સારામાં સારું પરિણામ આપી શકો છો અને કંપનીના ટોપ મેનેજમેન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકો છો. એક સારો સલાહકાર માત્ર કંપનીની પ્રોડક્ટની ગુણવતા સુધરે, કંપની તેના પરિણામોને હાંસલ કરે અને સમસ્યામાંથી છુટકારો મળે તેવી વ્યૂહરચનાનું આયોજન કરતો હોય છે.

જો તમે ઉપર દર્શાવેલી ત્રણ લાક્ષણિકતાઓને અનુસરશો તો તમે એક ઉમદા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સાબિત થઇ શકો છો. જો તમે કારકિર્દી તરીકે મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને પ્રાધાન્ય આપતા હોય તો તમારે તમારી દરેક ક્ષમતાનું આગોતરું આયોજન અને તેનું અમલીકરણ કરવું પડશે. દરેક વિષયનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી નથી, માટે તમને જો એમ લાગતું હોય કે જે કામ તમને કંપનીએ આપેલું છે તેમાં જે તે વિષયના નિષ્ણાત વ્યક્તિની જરૂર પડશે તો તે વિષયના કન્સલ્ટન્ટનો સંપર્ક કરીને તમારી સાથે જોડવા માટે આમંત્રણ આપી શકો છો.

માર્કેટમાં જે રીતે કોમ્પીટીશન વધે છે તે રીતે કન્સલ્ટન્ટે પણ વ્યાપારના વિવિધ વિસ્તારોમાં સંશોધન કરવાની વધુ જરૂર હોય તેમ લાગે છે. ઘણી વખત એફ. એમ. સી. જી. કંપનીઓ તાત્કાલિક પરિણામો માંગતી હોય છે અને તેવા સંજોગોમાં જો સલાહકાર રીસર્ચ કરવા બેસે તો એ ઘણી વખત કંપનીઓ માટે માથાનો દુઃખાવો બની જતો હોય છે. તમે જે વસ્તુ વિશે સંશોધન કરવા માંગો છો તેનો છેલ્લા પાંચ વર્ષનો ડેટા તમારી પાસે હાજરમાં હોવો જોઈએ જેથી કરીને તમારો અને કંપની બંનેનો સમય બચે. સાથે સાથે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એક કુશળ અને ચતુર કોમ્યુનીકેટર પણ હોવો જોઈએ. આ ફિલ્ડમાં તમને આવક ભલે થોડી મળે પરંતુ તમારો અનુભવ એકદમ બહોળો થશે.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

‘‘અથ શ્રી મહાભારત કથા’’

ન્યુઝ ઇન યુઝઃ ‘મહાભારત’ અને ‘બાગબાન’ જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ આપનાર રવિ ચોપ્રાનું ૬૮ વર્ષની વયે નિધન!

ૂૂૂૂ

;નક ;નક ફગ /કઇૃળ; જ્ઞયકફઉહ્યકૃદ્વફર હ્યકકજર સ્

વહ્ય;ઠત્ધકકઉઇ/કઇૃળ; રનકત્ઇકઉઅ લ્‌તકઈ;ગઇશ્ર સ્સ્

ાફજ=ક.કક; લક/કદ્યઉકઅ ફદ્વઉક‘કક; પ નઠ’—રકઇશ્ર સ્

/કઇૃલઅળધકકાઉકધકકૃ; લઈહ્યકદ્વકફઇ ;ઠક્ષસ ;ઠક્ષસ સ્સ્

સાલ - ૧૯૮૫

સ્થળ - માહિતી પ્રસારણ મંત્રાલયની મિટીંગ

મિટીંગમાં થયેલો આદેશઃ આપણા પ્રાચીન મૂલ્યો, તત્ત્વજ્ઞાન, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની વાતો પીરસતી શ્રેણીઓ પ્રસારિત કરો.

આદેશ આપનારઃ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી

મિટીંગના મહત્ત્વના સભ્યોઃ કેન્દ્રીય મંત્રી વી.એન.ગાડગીલ અને સેક્રેટરી એસ. એસ. ગીલ.

મિટીંગનું પરિણામઃ ‘રામાયણ’ અને ‘મહાભારત‘ને ટી.વી.ના ટચૂકડા પડદે શ્રેણી રૂપે રજૂઆત અને ભવ્ય સફળતા

જી હાં! સન ૧૯૮૫માં બિનસાંપ્રદાયિકતાને પ્રાધાન્ય આપતું માધ્યમ ‘દૂરદર્શન’ અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા ગીલ અને ગાડગીલ. ગીલની રામ-કૃષ્ણમાં શ્રધ્ધા લગભગ નહિંવત્‌ અને એ સમયે કોઈ એક ધર્મગ્રંથનું પ્રક્ષેપણ કરતાં કાર્યક્રમો પ્રસારિત થાય એ એક અજીબ વાત લેખાતી. પરંતુ ‘બૉસ’ રાજીવ ગાંધીના આદેશનું અર્થઘટન જુદી રીતે થયું અને તે વખતના બે મોટા બેનરના માલિક - બી.આર.ચોપડા અને રામાનંદ સાગરનો સંપર્ક કરવામાં આવ્યો. બંને બેનરે આ ઑફર સ્વીકારી એન્ડ ધ રેસ્ટ ઈઝ હીસ્ટ્રી!

આજ સુધીમાં મહાભારત અને ગીતાના વિષયો પર કેટકેટલાંય પુસ્તકો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાતાં રહેશે પરંતુ (ખાસ કરીને ભારતની જનતાના) જનમાનસ પર ‘મહાભારત‘ની જે એક અનૂઠી છાપ ઊપસી છે એમાં સ્વ. રવિ ચોપ્રાનો ફાળો અમૂલ્ય રહ્યો છે. સુંદર અને સચોટ રજૂઆત દ્વારા ૧૮ પર્વમાં લખાયેલા આ મહાકાવ્યમાંથી સામાન્ય જનતાના ઘર અને મન સુધી પહોંચવાનું ભગીરથ કામ એમણે સન ૧૯૮૮માં કરી બતાવ્યું. ૯૪ હપ્તામાં વહેંચાયેલી શ્રેણી ‘મહાભારત’ દૂરદર્શન પર ૨ ઓક્ટોબર ૧૯૮૮ થી ૨૪ જૂન ૧૯૯૦ સુધી પ્રસારિત થઈ. સ્વ. રવિ ચોપ્રા પોતાના નિર્દેશન દ્વારા એ સમયે પ્રત્યેક હપ્તાના સરેરાશ ૨૦ કરોડ દર્શકોને ખેંચીને એક અલગ રેકોર્ડ સ્થાપિત કરવામાં સફળ રહ્યાં. યુ.કે.માં બી.બી.સી.(૨) પર પ્રસારિત થનારી ‘મહાભારત’ એકમેવ શ્રેણી તરીકે પ્રસિદ્ધ થઈ. દર રવિવારે પ્રસારિત થતી શ્રેણી માટે લોકો ઘરે જ રહેતા. જો ઘરે ટી.વી. ન હોય તો પડોશીને ત્યાં ધામા નાખતાં. આ સમયે લગ્ન કે કોઈપણ પ્રસંગો માટેના મુહુર્તો નીકાળાતા જ નહોતા. જાહેર રસ્તાઓ પર કરફ્‌યુ જેવો માહોલ સર્જવામાં મહાભારત ખૂબ જ સફળ નીવડી.

અથ શ્રી મહાભારત કથા...(૨)

કથા હૈ પુરુષાર્થ કી યેહ સ્વાર્થ કી પરમાર્થ કી..

સારથિ જિસકે બને, શ્રી કૃષ્ણ ભારત પાર્થ કી..

શબ્દ દિગઘોષિત હુઆ, જબ સત્ય સાર્થક સર્વથા...(૨)

આ શ્રેણીએ લોકોમાં વધુ ઉત્સુકતા જગાડી કારણકે એનો સૂત્રધાર ખુદ સમય હતો. ‘મૈં સમય હું‘ના ધ્રુવવાક્યથી હરીશ ભિમાણીની ઓળખ અને કમાણી વધ્યાં. આ વાક્ય બોલાતું ત્યારે ટી.વી. સ્ક્રીન પર બ્રહ્માંડ, ગ્રહો અને એક ચક્ર દેખાડવામાં આવતું, જે આજ સુધી લોકોના સ્મૃતિપટલ પર અંકિત થયેલું છે. ‘અથ શ્રી મહાભારત કથા....’ આ શબ્દોથી મહેન્દ્ર કપૂરે ગાયેલું શિર્ષકગીત એક સાથે તમામ ઘરો, સોસાયટીઓ અને શેરીઓમાં ગુંજવા લાગ્યું અને કોરસ બન્યું. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજની વાંસળીના સૂર એ હદે લોકોના મનમાં વસી ગયા કે એમને બીજા કોઈ રોલમાં લોકોએ સ્વીકાર્યા જ નહીં. અર્જુન તરીકે ફિરોઝ ખાન, ભીમ તરીકે પ્રવીણકુમાર, યુધિષ્ઠિર તરીકે ગજેન્દ્ર ચૌહાણ, દ્રોપદી તરીકે રૂપા ગાંગુલી, દુર્યોધન તરીકે પુનિત ઇસ્સાર (બીગ બોસ સીઝન ૯ ના એક સદસ્ય), કર્ણ તરીકે પંકજ ધીર, શકુની તરીકે ગુફી પેઈન્ટલ, ભીષ્મ તરીકે મુકેશ ખન્ના વગેરે તમામ કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કરીને આ પાત્રોને લોકોના માનસપટ પર અમીટ છાપ ઉપસાવી. લોકો આ કલાકારોને તેમના સાચા નામને બદલે આ પાત્રોના નામથી ઓળખવા લાગ્યા.

‘ધ હિન્દુ’ અખબારના પ્રસિદ્ધ લેખિકા સેવંતી નિનાન પોતાના એક પુસ્તક ‘થ્રુ ધ મેજીક વિન્ડો’ દ્વારા એક અલગ તારણ રજૂ કરે છે. એ વખતે ‘રામાયણ’ અને ‘મહાભારત’ આ બે ધાર્મિક શ્રેણીઓને કારણે ભારતભરના નાગરિકો અને તેમના માનસ પર હકારાત્મક અસર થઈ. કમોડીટી પ્રોડક્ટ માટે જે જાહેરાતો આ શ્રેણીઓ દ્વારા લોકો સમક્ષ રજૂ થઈ એમને એક નવી દ્રષ્ટિ અને નવું બજાર મળ્યું. ૧૦ સેકંડની જાહેરાતનો ભાવ અંદાજે ૧ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. દરેક પ્રોડક્ટના વેચાણને વેગ મળ્યો. એ સિવાય ટી.વી. સેટના વેચાણમાં પણ ભવ્ય ઉછાળો થયો. ‘પોલિટિક્સ આફ્‌ટર ટેલિવિઝન’ નામના પુસ્તકમાં અરવિંદ રાજગોપાલે એક રસપ્રસ તારણ આપ્યું કે મહાભારત અને રામાયણ જેવી શ્રેણીએ ભારતમાં ધર્મ અને શ્રધ્ધામાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો. મંદિરોની આવક વધી અને ધર્મ એ ધંધો થવા માંડ્યો. સ્વ. ગુલશન કુમારે આ ધાર્મિક બહેતી ગંગામાં પોતાના હાથ પણ ધોયા અને ભક્તિગીતો દ્વારા જબ્બર ધંધો કર્યો. શ્રીકૃષ્ણ અને શ્રીરામ બંને સમાજમાં લોકનાયક, ઉદ્ધારક, અને ગૌરવવંતા ભગવાન તરીકે ઉપસી આવ્યાં. એક નવો વળાંક દેશમાં આકાર પામ્યો. જો કે એ સમય હતો અને આજનો સમય છે - નેતાઓ રામ-કૃષ્ણ જેવા સપનાઓ દેખાડીને રાવણ અને કૌરવો જેવા કર્મો કરતા આવ્યાં છે.

ટૂંકમાં, ‘ઝમીર’ ફિલ્મથી નિર્દેશક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સ્વ. રવિ ચોપ્રાએ થોડી, પણ તોડી નાખે એવી, કૃતિઓ આપી છે. ‘ધ બર્નિંગ ટ્રેન‘, ‘બાગબાન‘, ‘બાબુલ’ અને ‘મહાભારત’ એ એમની પ્રસિદ્ધ થયેલી કૃતિઓમાં સ્થાન પામે.

પડઘોઃ

સીતા અને દ્રોપદીના સ્વભાવ વચ્ચે ફેર શું?

સીતાનું મહેનત કરતા માણસને પુરુષાર્થમાં મળેલી છે અને દ્રોપદી ઈર્ષ્યાની આગમાંથી પ્રગટાવવામાં આવી છે. સીતા સહન કરે છે અને દ્રોપદી યુદ્ધ છે. સીતા શાંતિ આપે છે અને દ્રોપદી વાચાળ છે. સીતાને પરણવા માટે ધનુષને ભાંગવાં પડ્યાં હતાં અને દ્રોપદીને પરણવા માટે ધનુષને ચડાવવા પડ્યા હતા. સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આજે દુનિયાને રામાયણ ન મળી હોત અને દ્રોપદી એક પણ જગ્યાએ મહાભારતમાં મૂંગા રહ્યા હોત તો આજે દુનિયાને મહાભારત ન મળી હોત.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

‘‘મોબાઇલ! માનવદેહનું મુખ્ય અંગ?’’

હવે એ વાતમાં તો શંકાને કોઈ સ્થાન નથી કે, આજના યુગમાં મોબાઇલ એ માણસ માટે હવા,પાણી અને ખોરાક જેટલી જ અગત્યની જરૂરિયાત થઈ પડી છે. એથી આગળ વધીને એવું પણ કહી શકાય કે ભવિષ્યમાં માણસ હવા વગર જેટલો વખત જીવી શકશે એટલો વક્ત મોબાઇલ વગર નહીં જીવી શકે. આજે આપણે જોઈએ છીએ કે, કેટલાક માણસો સંજોગોવશાત મોબાઇલથી અળગા થાય છે ત્યારે એમની હાલત કેવી કફોડી થઈ જાય છે! એ લોકો એટલી બધી ગભરામણ અનુભવવા લાગે છે કે જો તાત્કાલિક એમના હાથમાં ગમે ત્યાંથી, ગમે એનો મોબાઇલ પકાડાવી દેવામાં ન આવે તો એ લોકો બેભાન પણ થઈ જાય! વાઈના દર્દીને ડુંગળી સુંઘાડવા જેવી વાત છે. માછલી પાણીમાં રહે છે શ્વાસ લેવા માટે વારંવાર પાણીની બહાર ડોકું કાઢે છે એમ જ આજના કેટલાક માણસ આ દુનિયામાં રહે છે પણ વારંવાર મોબાઇલમાં ડોકું નાખે છે. એટલું જ નહી, રસ્તા પર ચાલુ વાહને પણ મોબાઇલ કાને ન ધરે તો એમને જીવનું જોખમ લાગે છે! પછી ભલે મોબાઇલ કાને ધરીને પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી દેતા હોય.

આજનું બાળકને મોબાઇલનું મહત્ત્વ એ માના કોઠામાં હોય ત્યારથી સમજાઈ જતું હોય છે! કારણ કે માના હાથમાં સતત રહેતા મોબાઇલના પ્રભાવથી એ મુક્ત કેવી રીતે રહી શકે? આવા પ્રભાવ સાથે જન્મેલું બાળક શરૂઆતથી જ મોબાઇલ તરફ આસક્તિ ધરાવતું થઈ જાય છે! વળી, એ આ દુનિયામાં પધારે અને પોતાની આંખો ખોલે છે ત્યારે પ્રથમ કોને જુએ છે? મોબાઇલધારી વ્યક્તિને જુએ છે! પછી એ ડોકટર હોય, નર્સ હોય, પપ્પા હોય કે મમ્મી હોય! એને ખ્યાલ આવી જ જાય છે કે આ ચીજ બહુ મસ્ત મસ્ત છે! એની મોબાઇલ તરફની આસક્તિમાં વધારો કરવા માંગતાં હોય એમ એના મમ્મી-પપ્પા એના હાથમાં મોબાઇલનું રમકડું પકડાવે છે! કેટલાંક મમ્મી-પાપ્પા તો સાચુકલો મોબાઇલ પકડાવે છે અને ગૌરવથી કહે છે કેઃ ‘અમારા ટેણીયાને સાચો મોબાઇલ જ જોઈએ. રમકડાંના મોબાઇલને તો એ હાથ પણ ન લગાડે!’ એ જ ટેણીયું મોટું થઈને સાચા પણ જૂના મોબાઇલને હાથ નથી લગાડતું ત્યારે એ જ મમ્મી-પપ્પાને વસમું લાગી જાય છે. મમ્મી-પપ્પા એ હકીકત ભૂલી જાય છે કે એમણે જ પોતાના ટેણીયામાં મોબાઇલપ્રેમ વારસામાં આપ્યો હોય છે.

આજે યુવાન કે યુવતી માટે મોબાઇલ એટલે મોટા અને નાના મગજ પછીનું એનું ત્રીજું મગજ! ડગલે ને પગલે મોબાઇલ એનો માર્ગદર્શક! પિત્ઝાનું સેન્ટર શોધવાથી લઈને તે સગા મામાનું ઘર શોધવા માટે એને મોબાઇલનો સહારો લેવો પડે છે! એ કશું યાદ રાખવા માંગતાં જ નથી! જે યાદ રાખવું હોય તે મોબાઇલ યાદ રાખે! બાકી હતું તે હવે મોબાઇલમાં કૅમરા હોય છે. એટલે એ કોઈ પણ દૃશ્યને પોતાના હૈયામાં સમાવવાનામાં બદલે પોતાના મોબાઇલમાં સમાવવાનું વધારે પસંદ કરે છે. દૃશ્યની ક્યા વાત છે! તેઓ પોતાના પ્રિયપાત્રને પણ હૈયામાં સમાવવાના બદલે મોબાઇલમાં સમાવવાનું વધારે પસંદ કરે છે. કારણ કે, હૈયામાં સમાવેલા પાત્રને હટાવવું મુશ્કેલ છે પરંતુ મોબાઇલમાં સમાવેલુ પાત્ર એક જ ક્ષણમાં હટાવી શકાય છે. આમ, હૈયા પરનો ભાર હળવો કરવામાં પણ મોબાઇલનો ફાળો જેવોતેવો નથી. વળી આજના યુવાન કે યુવતીને સક્રિય રાખવામાં પણ મોબાઇલ અગત્યનો ભાગ ભજવે છે. આજે ભાગ્યે જ કોઈ યુવાન કે યુવતી સાવ નિષ્ક્રિય જોવા મળશે. કાંઈ નહીં તો છેવટે એ મોબાઇલ સાથે સક્રિય હશે. ક્યારેક તો સામે જીવતો જાગતો માણસ હોવા છતાં એ મોબાઇલમાંથી માથું બહાર કાઢતાં નથી. એમને મોબાઇલમાંથી જેવો આનદ પ્રાપ્ત થાય છે એવો આનંદ માણસમાંથી પ્રાપ્ત થતો નથી. અત્રે શ્રી મેઘાણીએ લખેલી પંક્તિઓ યાદ આવે છે... ‘ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ પરંતુ આજે પરિસ્થિતિ કેવી છે? ... ‘નવલા મોબાઇલ થનગને એ પર વીંઝે હાથ, રંગ બદલતી ભોમ પર યૌવન ફોડે આંખ!’

નાનાંમોટાંની આવી દશા છે તો ઘરડાંની દશા પણ કાની જુદી નથી. હા, મોબાઇલના આગમન સમયે તેઓ મોબાઇલ તરફ આશંકાની નજરે જોતાં હતાં. એમને લાગતું હતું કે આ સાધન એમને ફાવે એવું નથી. કેટલાંક ઘરડાં તો મોબાઇલ જાણે સળગતો કોલસો હોય એમ એને હાથ પણ નહોતાં લગાડતાં. પણ ધીરે ધીરે મોબાઇલે એમને પણ ઝપાટામાં લઈ લીધાં છે. પહેલાં ઘરડાંના હાથમાં માળા શોભતી હતી પણ હવે મોબાઇલ શોભે છે! એમને પ્રભુભજન કરવું હોય તો પણ મોબાઇલનું માધ્યમ જ વધારે ઉપયોગી થાય છે. કારણ કે મોબાઇલમાં ઘંટડીથી લઈને ભજનો સુધીની તમામ સામગ્રી હાજર હોય છે. પ્રભુને રીઝવવા માટે બીજું શું જોઈએ? અને, હવે તો સ્વર્ગસ્થ માતાપિતાનાં આત્માની શાંતિ માટે મોબાઇલનું દાન કરનારા પણ પડ્યા છે!

ત્રણે ત્રણ પેઢી પર પ્રભાવ પાથરનાર મોબાઇલ ડગલે ને પગલે જ નહીં શ્વાસે ને શ્વાસે કામનો છે. ‘ઊડ ઊડ પત્ર ઉતાવળો..’ એવી શાયરીઓ હવે વાસી થઈ ગઈ છે. કાગળ, હાથ બગાડતી પેન, લટકતી ટપાલપેટી અને ઘેર ઘેર ભટકતો ટપાલી એ બધું જાણે કાળની ગર્તામાં ધકેલાઈ ગયું છે. સંદેશો રવાના કરવો, પહોંચાડવો કે વળતો સંદેશો મેળવવો એ હવે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક ક્રિયા થઈ ગઈ છે. સંદેશાના અભાવે વિખૂટા પડેલાં પ્રેમીઓની વાતો આવનારી પેઢીઓને માનવમાં પણ નહીં આવે. ફોટો પડાવવો એ જીવનનો મહામૂલો પ્રસંગ ગણાતો હતો. હવે ફોટો પાડવો કે પડાવવો એ કોઈ નવી નવાઈનું કામ નથી ગણાતું. મચ્છરો ઊડતા હોય એમ છોકરા છોકરીઓના બાયોડેટા મોબાઇલમાં ઊડ ઊડ કરે છે. મોબાઇલ દ્વારા ભલભલા ઓપરેશન પાર પડી જાય છે. પછી ભલે એ ઓપરેશન શરીરનું હોય કે સંબંધોનું હોય. ટપોરીથી લઈને મોટા તત્ત્વજ્ઞાની સુધી સહુને મોબાઇલ ઉપયોગી છે. સવાલ એ નથી કે, મોબાઇલનો ઉપયોગ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે થઈ શકે. સળગતો સવાલ એ છે કે, મોબાઇલનો ઉપયોગ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ન થઈ શકે. ભલભલા વિદ્વાનો માટે એ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે. કેટલાંક ઉદાહરણ જોઈએ...

ગોર મહારાજ યજમાન પાસે વિધિની શરૂઆત કરાવતાં પહેલાં કડક સૂચના આપે છે કેઃ ‘હવે ધ્યાન વિધિમાં જ હોવું જોઈએ. દુનિયાદારીની બીજી વાતો ભૂલી જાવ. નહીં તો વિધિનો કોઈ અર્થ રહેશે નહીં.’ આ સૂચનાને માન આપીને યજમાન પોતાનું ચિત્ત એકાગ્ર કરે ન કરે ત્યાં તો ગોર મહારાજનો પોતાનો જ મોબાઇલ રણકે છે અને એમનુ પોતાનું જ ચિત્ત અસ્થિર થઈ જાય છે! અને સમગ્ર વિધિ દરમ્યાન થતું રહે છે. આ જોઈને યજમાન પણ પોતાના મોબાઇલને અશાંત રાખે છે.

ભાવિક ભક્ત મંદિરમાં પ્રભુ સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે. દરમ્યાન એનો મોબાઇલમાં સંગીતમય રિંગ વાગે છેઃ ‘ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય...’ પરિણામે ભક્તિરસનો અને શૃંગારરસનો અનેરો સંગમ થઈ જાય છે!

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં સૂચના આપવામાં આવે છે કેઃ ‘આપના બાળકો અને મોબાઇલને શાંત રાખજો. વક્તા શ્રી એમનું પ્રવચન શરૂ કરવા જઈ રહ્યા છે.’ શ્રોતાઓ એમના મોબાઇલને શાંત સ્થિતિમાં રાખી દે છે પણ વક્તાશ્રી એમનું પ્રવચન કરતાં હોય એ દરમ્યાન જ એમનો મોબાઇલ પોતાની ફરજ બજાવે છે! અને વક્તાશ્રી ‘વળગણ મુક્ત જીવન’ એ વિષય પરનું પોતાનું પ્રવચન અટકાવીને મોબાઇલ કાને લગાડે છે.

મોંઘી ટીકીટ લઈને ફિલ્મ જોવા બેઠેલા લોકોને અચાનક જ ફિલ્મમાં સમાવેશ ન થયો હોય એવો સંવાદ સાંભળવા મળે છેઃ ‘એલાવ...આજે જ માલ રવાના કરી દીધો છે. બે દિવસમાં મળી જશે. અને હા, આ વખતે ચેક મોકલવામાં મોડું ન કરતાં. પૈસાની બહુ જરૂર છે.’ અને રસભંગ થયેલો કોઈ પ્રેક્ષક પોતાનો વ્યંગબાણ છોડે છેઃ ‘ઓ ભાઈ, તમને પૈસાની જરૂર છે પણ અમને શાંતિની જરૂર છે.’

ભોજન કરી રહેલા માણસનો મોબાઇલ માણસનાં હાથમાં રહેલો કોળિયો પાછો ભાણામાં મુકાવી દે છે. બત્રીસ જાતના ભોજન પર બત્રીસ લક્ષણો મોબાઇલ હાવી થઈ જાય છે.

સ્વર્ગસ્થના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર અપાઈ ચૂક્યા છે. સહુ ગંભીર વદને ઊભા છે અને કોઈના ગજવામાંથી અવાજ આવે છેઃ ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે...’ ઘડી બેઘડીના વૈરાગ્યમાંથી મુક્ત થઈને એ માણસ ગજવામાંથી મોબાઇલ બહાર કાઢતાં કાઢતાં થોડે દૂર જાય છે અને મોબાઇલમાં જવાબ આપતાં કહે છેઃ ‘થોડી વારમાં જ આવું છું. પતવા આવ્યું છે.’

મોબાઇલનો ઉપયોગ વિવેક માંગે છે અને વિવેક તો વિવેક કોહલી જેવો છે જે કાબુમાં રહેવા માંગતો નથી.

માણસ મોબાઇલને પોતાના દેહથી અળગો નથી કરી શકતો એ જોઈને લાગે છે કે ભવિષ્યમાં મોબાઇલ એક સાધન નહીં હોય પણ માનવદેહનું એક મુખ્ય અંગ હશે. હા, જરૂર કોઈ પ્રસૂતિગૃહમાં એવો ચમત્કાર પહેલોવહેલો થશે અને નર્સ બાળકના પપ્પાને હોંશે હોંશે ખુશખબરી આપશે કે : સરસ મજાની બેબી આવી છે અને મોબાઇલ સાથે આવી છે!’

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

‘શોખ બહુ ઘેલી વસ્તુ છે’

શોખ એ બહુ ઘેલી વસ્તુ છે. કોઈ તર્ક વિના કઈક ગમવું એટલે શોખ. અને કોઈક ગમવું એટલે પ્રેમ. કોક ને ખાવા નો શોખ હોય તો બસ એમજ હોય. એમાં ન સમય આડો આવે , ન સ્થળ, કે ન કોલેસ્ટ્રોલ. સારી ડીશ દેખાણી નથી કે ઝાપટી જ લેવાની. આપણે જુના સિક્કા જોઈ ને એનો ક્યાં નિકાલ લાવવો એ વિચાર આવે પણ એ જ જુના સિક્કા શોખીનો ને ‘જાનુ’ જેવા લાગે. એને જોઈ ને એમની આંખ માં ચમક આવી જાય. અને લાખ રૂપિયા નું પર્સ બાજુમાં મૂકી ને પહેલા ઓલા કટાયેલા સિક્કા ને સાચવી લે. તડકા માં શીતળતા નો અનુભવ કરાવે અને ઠંડી માં હુંફ આપે, પીડા ભુલાવી દે અને મોજ કરાવી દે એવી વસ્તુ છે શોખ. અને લાઈફ ની મજા લેવી હોય તો શોખ ને તો પાળવો જ જોઈએ. શોખ હોય તો ઝીંદગી જીવવાની લેવલ બદલી જાય. આવો એક બહુ કોમન અને વહાલો શોખ મને બાળપણ થી લાગુ પડ્યો છે. અને એ છે વાંચન. પાણી માં તો ડૂબાય પણ ચોપડીઓ માં ય ધુબાકા મારી ને ડૂબાય એની શોખીનો ને તો ખબર હશે. વાઈન કે વોડકા થી ય મસ્ત નશો હોય એનો. હિપ્નોટીઝમ નો અનુભવ લેવો હોય તો એક કડકડતી ચોપડી ઉપાડી જોજો. આઈ એગ્રી કે જે જીવન શીખવાડે છે એ પુસ્તક ન શીખવી શકે પણ કેટલાક પુસ્તકો ખરેખર જીવન માં પરિવર્તન લાવી શકે એટલી ઉત્કૃષ્ટ હોય છે. એક સરળ ભાષા માં લખાયલી અને બહુ સરળ છતાં સોલીડ વિચારો ને સીધે સીધા દર્શિત કરતું એક પુસ્તક છે રોબીન શર્મા નું ’ ધ મોન્ક હુ સોલ્ડ હીસ ફેરારી’. એક બેસ્ટ સેલર બુક ની કેટલીક મસ્ત વાતો આજે મમળાવીએ.

આપણે આપણા કડવા ભૂતકાળ બદલ હમેશા દુખી કે દિલગીર કે પછી અકળાયેલા હોઈએ છીએ. એના માટે રોબીન શર્મા કહે છે કે ’’ ક્યારેય તમારા ભૂતકાળ માટે પસ્તાવો ન રાખો પણ તેને પ્રેમ થી અપનાવો કારણકે તેણે તમારા માટે એક શિક્ષક નું કામ કર્યું છે.’’ ભૂતકાળ ની ભૂલો કે દુખદ ઘટનાઓ ને પ્રેમ થી સ્વીકારવા થી મન નું વજન હળવું થઇ જશે. ટ્રાય કરવા જેવું છે.

આપણી શહેરી લાઈફ સ્ટાઈલ માટે એક અચૂક વાક્ય લખ્યું છે બૂક માં. ’’ ઝડપ થી જીવી લ્યો અને જલ્દી મૃત્યુ પામો.’’ બહુ સાચું. આપને બધું આજે અને અત્યારે જ જોઈએ છે. બાઈક હોય તો કાર અને કાર હોય તો લક્ઝુરીયસ કાર, ઘર હોય તો મોટું ઘર અને મોટું હોય તો અફલાતુન ફર્નિચર. બસ એના માટે સતત દોડતા ને હાંફતા રહીએ.જરાય ધીરજ નું નામ ન મળે. પરિણામે નથી આપણે માણી શકતા કે નથી આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા. પરિણામે કાં તો જલ્દી શારીરિક મૃત્યુ અથવા માનસિક....

આપણા માં ના ઘણા ખરા આવો મર્મ લાઈફ ના કોઈક ને કોઈક તબક્કે પામી જાય છે પણ સાચું માર્ગદર્શન ઝંખતા હોય છે. એના માટે રોબીન કહે છે ‘‘જયારે વિદ્યાર્થી તૈયાર હોય ત્યારે જ શિક્ષક ઉપસ્થિત થાય છે.’’ બાકી તો આપણા માતા પિતા આપને કેટલુય રોજે રોજ કહેતા પણ આપણે કદી માન્યું છે? અણ ગમતા વિષય ના શિક્ષક ગમે તેવા મેઘાવી હોય પણ આપને તો ભેંસ આગળ ભાગવત. સામે બેઝીક ગ્રેજ્યુએટ ન થયેલા કે શાળા નું શિક્ષણ પણ અધૂરું છોડી દીધેલાઓ માં ના કેટલાય દુનિયા બદલાવી ચુક્યા છે. કેમ? કારણકે તેમના માં નો વિદ્યાર્થી તૈયાર હતો એટલે શિક્ષક ગમે ત્યાંથી મળવાનોજ હતો.

એક મને બહુ ગમતું વાક્ય.’’ક્યારેય સાદાઈ ની શક્તિ ને નજર અંદાજ ન કરવી.’’ યસ આપણે બહુ દેખાવડી દુનિયા નો હિસ્સો બની રહ્યા છીએ. લેટેસ્ટ કપડા કે એસેસરીઝ વગર આપણે બહાર નીકળવાનું નથી ફાવતું. દરેક વસ્તુ અપ ટુ ડેટ કે વૈભવી દેખાય એવો આપણો પ્રયાસ રહે છે. પણ સાદાઈ માં જે શક્તિ છે એ અબ્દુલ કલામ સાહેબ બનાવે છે જે આગામી મિસાઈલ કાર્યક્રમ ની ચર્ચા માટે કે એમના બહુમાન થવાના દિવસે પણ તદ્દન સામાન્ય વસ્ત્રો કે સ્લીપર્સ પહેરી ને ગયેલા. અદભૂત. મને મારા કોલેજ ના દિવસ ના અનુભવ યાદ આવે છે. જયારે મારી બધી ફ્રેન્ડસ કયા નવા ડ્રેસ પહેરવા કે સેન્ડલ લેવા કે હેર સ્ટાઈલ સેટ કરાવવી એ બાબતે એક્સાઈટેડ રહેતી ત્યારે હોસ્ટેલમાં ની ત્રણ છોકરીઓ જે લોકો ફેશન બાબતે કશું સમજે નહિ વાળ પર કાંસકો ફેરવી ને એના એ ડગલા જેવા ડ્રેસ ચડાવી મુકે એટલે તૈયાર. એમના પરિચય માં આવવાનું થયું ત્યારે એમને વંદન થઇ ગયા. એક ને તો બોલવાનું પસંદ જ નહોતું બસ સ્માઈલ થી જ કામ લે. તદ્દન સામાન્ય દેખાવ અને દુબળું શરીર ધરાવતી એ છોકરી ફીઝીક્સ ના બહુ અગ્ર ટોપિક પર પી.એચ.ડી. કરી રહી હતી. તો બીજી જે થોડા દિવસ માટે મારી રૂમ પાર્ટનર બની એ એમ.ફિલ. કરી રહી હતી તે પણ પારિવારિક જવાબદારીઓ સાથે. તેની માતા ની નાદુરસ્ત તબિયત ના હિસાબે તે ઘર નું અને બે નાના ભાઈ બહેનો નું બધું કામ કરતા અને ભણતા. ત્રીજી મારી મિત્ર બની ગયેલી છોકરી અમારા આશ્ચર્ય વચ્ચે પરિણીત હતી. સામાજિક પારિવારિક સંજોગો ને હિસાબે ફરી ભણવાનું શરુ કરેલ વર્ષો બાદ. ... સાદગી ની શક્તિ ના ઉદાહરણો.એનો અર્થ એ નહિ કે શોખીન અને અપ ટુ ડેટ રહેતા લોકો ડબ્બા હોય. પણ દેખાવે અને સ્વભાવે સાદા લોકો ની શક્તિ ને જરાય અવગણી ન શકાય.

પુસ્તક આવા અનેક અવતરણો થી ઉભરાય છે. બધું બહુ સારી રીતે કમ્પોઝ કરેલું છે. ક્યાય ઉપદેશ ના ઢગલા જેવું ન લાગે. કોઈ પણ સુચન એવું નહિ કે એમ થાય કે આતો સાધુ મહાત્માઓ નું કામ આપણા કામ નું નહિ. પુસ્તક ની વધુ કેટલીક સરસ વાતો આપને ચાલુ રાખીશું. નેક્સ્ટ એપિસોડ માં પણ. સી યુ ઓલ સુન. હેવ અ ગ્રેટ ટાઇમ ટીલ ધેટ.

બોલીવુડ બઝ

સિદ્ધાર્થ છાયા

‘‘આવી ફિલ્મો બનાવવાની જરૂર શું હતી?’’

તમને આ બધી ફિલ્મો વિષે જાણ છે? અરે આ ફિલ્મો... જેના નામ છે, ‘વાહ તાજ’, ‘ગોલુ ઔર પપ્પુ’, ‘૬+૫ = ૨’, ‘મની બેક ગેરંટી’? લે નથી ખબર? અરે આ બધી ફિલ્મો ગયાં અઠવાડિયે જ રીલીઝ થઇ છે અને તોય તમને નથી ખબર? કે પછી મારી જેમ ખાલી ‘કિલ દિલ’ કે ‘હેપ્પી એન્ડીંગ’ તરફજ તમે તમારું ધ્યાન રાખ્યું હતું? સાચું કીધું ને? બસ એક્ઝેક્ટલી! એક્ઝેક્ટલી આપણા આજના આ આર્ટીકલનો હેતુ પણ આ જ છે. આવી ફિલ્મો જયારે એના રીલીઝ થયા બાદ એક અઠવાડીએ પણ લોકોને એના નામસુદ્ધાં યાદ નથી હોતા તો એ રીલીઝ કેમ થતી હશે? અરે રીલીઝ કરવાની વાત તો દુર પણ એ બનતી પણ કેમ હશે? અજાણ્યા કલાકારોને લઈને બનતી આ નાની-નાની ફિલ્મો માત્ર મોટી સ્ટારકાસ્ટવાળી કે મોટાં બજેટની ફિલ્મો સામે રીલીઝ થઇ હોવાને કારણેજ નથી ચાલતી એવું નથી હોતું. પણ મોટેભાગે આ ફિલ્મની કથા, પટકથા કે અદાકારો કે નિર્દેશનમાં કશીજ ભલીવાર નથી હોતી અને એના કારણેજ આ ફિલ્મો બોક્સ ઓફીસ પર પાણી પણ પૂછ્યા વીના અરીહંત શરણ થઇ જાય છે.

આપણી પાસે વધુ માહિતી તો નથી પણ કદાચ આ ફિલ્મો શુક્રવારે રીલીઝ થયા બાદ રવિવાર પણ જોતી હશે કે કેમ એ બાબત પણ એક રીસર્ચ કરવા માટે અને ડોકટરેટની પદવી મેળવવા માટેનો વિષય બની જાય એવું છે. છેલ્લાં સાત — આઠ મહિનાથી મારી નજર આ બાબતે ખાસ દોડી રહી છે અને એમાં બે બાબતો પુરવાર થઇ છે. પહેલી બાબત એ કે દર મહીને એટલીસ્ટ એક અઠવાડિયું અથવાતો એક શુક્રવાર એવો હોય છે જયારે આવી નાની-નાની ફિલ્મો એક નહી, બે નહી પરંતુ સાત-સાત કે આઠ-આઠ ની સંખ્યામાં આપણા લમણે મારવામાં આવે છે. એટલું સારું છે કે ભારતમાં રીલીઝ થયેલી ફિલ્મો દરેક નાગરિકે જોવીજ પડે એવો કોઈ સરકારી નિયમ નથી નથી તો આપણે બધાં કેટલે પહોંચી વળત હે?

બીજી એક ઉડીને આંખે વળગતી બાબત એ છે કે આવી ફિલ્મો ભલે નાની હોય એટલેકે નાના બજેટની હોય પરંતુ એમાં અદાકારો ઘણીવાર મોટી કક્ષાના અથવાતો વધુ જાણકાર હોય છે. જેમકે આ જ વર્ષની ૧૭મી ઓક્ટોબરે રીલીઝ થયેલી ફિલ્મ ‘સોનાલી કેબલ’ જેમાં અન્ય કલાકારો સાથે અનુપમ ખેર પણ હતા. જો કે ઓક્ટોબર-નવેમ્બરમાં ખેર સાહેબની સતત પાંચ ફિલ્મો પાંચ શુક્રવારે રીલીઝ થઇ હતી જેમાં માત્ર ‘હેપ્પી ન્યુ યર’ અને ‘ધ શૌકીન્સ’ જ બીગ બજેટની ફિલ્મો હતી. ‘સોનાલી કેબલ’ ની વાર્તા જોઈએ તો એટલી આકર્ષક હતી કે વાત ન પૂછો, પણ જો તમે એ ફિલ્મ જુવો તો એમ થાય કે હવે આ ફિલ્મ પતે તો સારું!

આવીજ એક ધ્યાનાકર્ષક ફિલ્મ આવી હતી ‘ચાર ફૂટિયા છોકરે’ જેમાં બાળ શોષણ જેવો મહત્વનો વિષય લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સોહા અલી ખાન, સીમા બિસ્વાસ અને મુકેશ રિશી જેવાં સારાએવાં જાણીતા કલાકારો પણ હતા, પણ થયું શું? ‘દળી દળીને ઢાંકણીમાં’ એવો ઘાટ થયો. આ ફિલ્મ ઉપર આવેલા કેટલાંય રીવ્યુઝમાંથી એક રીવ્યુ લખનાર રીવ્યુકારે તો એટલી હદે આ ફિલ્મની ટીકા કરી અને છેવટે લખ્યું હતું કે ‘‘તમે ફિલ્મો ઓડીયન્સને થીયેટરમાં બેસાડી રાખવા માટે બનાવો છો કે એમનાં પૈસા લઈને એમને ૧૫ મિનીટ પછી ભગાડવા માટે?’’ સલામ છે આ બધાં પ્રોફેશનલ રીવ્યુકારોને કે જે દર અઠવાડીએ, જો કોઈ મોટી અને સારી ફિલ્મ ન આવી હોય તો, આવા હથોડાઓ સહન કરે જ જાય છે!

એવું નથી કે આવી ફિલ્મો બધીજ ખરાબ હોય છે, અમુક સારી ફિલ્મો પણ બની જાય છે પણ તેમ છતાં એ બોક્સ ઓફીસ પર કમાલ દેખાડી શકતી નથી. આવીજ એક ફિલ્મ આવી હતી, ‘ઇક્કીસ તોપો કી સલામી’, જેમાં નવાં કલાકારો જ હતાં પણ એમાં વળી પાછાં અનુપમ ખેર પણ હતાં. ફિલ્મમાં વર્ષો સુધી સરકારી નોકરી કરીને રીટાયર થયેલા પિતાને એમનું યોગ્ય સન્માન અપાવવાની સુંદર વાત કરવામાં આવી હતી, પણ જેમ સુક્કા ભેગું લીલું બળે એમ એ અઠવાડીએ એકસાથે રીલીઝ થયેલી અન્ય છ ભંગાર ફિલ્મો સાથે આ ‘ઇક્કીસ તોપો કી સલામી’ પણ કચરા ટોપલીમાં જતી રહી.

ફિલ્મ બનાવવાની ટેકનોલોજી જરૂર વિકસી છે પણ તેની સાથે સાથે આવા બદહવાસ હથોડાઓ પણ ઝીંકાવાના શરુ થઇ ગયાં છે. આવી ફિલ્મોને મલ્ટીપ્લેક્સની સુવિધા હોવાને લીધે જરૂરી સંખ્યામાં સ્ક્રીન્સ તો આરામથી મળી જાય છે પણ સામે એનું ઓડીયન્સ નદારદ હોય છે. ભારતની વસ્તી ભલે વધુ હોય પણ એનો મતલબ એ નથી કે તમે એને મનોરંજનના નામે જે પીરસો એ બધુંજ એ ખરીદી લેશે! સરકારે ઉલટું આવી ફિલ્મો પર ડબલ ‘અમનોરંજન’ ટેક્સ વસુલ કરવો જોઈએ, સાચું ને?

ઃ રાસ્તા :

‘‘આજકાલ દરેક નિર્માતા-નિર્દેશક ૧૦૦ કરોડ રળવાની લાલચમાં ફિલ્મો બનાવે જ જાય છે. મેં જયારે ૨૦૦ ઉપરાંત પ્રિન્ટ્‌સ સાથે મિસ્ટર ઇન્ડિયા રીલીઝ કરી હતી ત્યારે લોકોએ મને ગાંડો કહ્યો હતો અને આજે છ થી સાત હજાર પ્રિન્ટ્‌સથી ઓછી કોઈ વાત કરતું જ નથી.’’

- જાણીતા નિર્દેશક શેખર કપૂર

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

બાળક હોવાની જાહોજલાલી

બાળક હોવું એક પ્રકારની જાહોજલાલી છે એમાં પણ ત્રણ વર્ષ થી નાના બાળક હોવું લોકો જાહેર હિત ની અરજી કરીને આપડા માટે લોકો લડે કે ત્રણ વર્ષ થી નીચેના બાળક ને સ્કુલે ભણવા નહિ મુકવાનું , અને કોર્ટ પણ આપણી ચિંતા સમજી ને આપણ ને ભણવાના ભારણ માંથી મુક્તિ અપાવે અને વગર લડે આપણી જીત થાય , કઈ પણ વસ્તુ જોઈતી હોય , કોઈ પણ ધાર્યું કામ કરાવવું હોય , તો ૨૪ કલાકમાં ધાર્યું કામ કરી આપનાર જ્યોતિષી કરતા પણ બાળક વધારે એટલેકે ૧૫૧ % ગેરેન્ટી આપી શકે દા.ત જમવું હોય , બાબા જવું હોય , ટી.વી જોવું હોય , દરેક જગ્યાએ આપણે બાળક તરીકે પોતાનું બ્રહ્માસ્ત્ર વાપરી શકીએ એટલે કે ભેકડો તાણી ને રડવાનું શરૂ કરી શકીએ દરેક સમાજ આપણે બાળક તરીકે નાં આ બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ નાં કરીએ એ બાબત ની ચિંતા કરીને આપડા રુદન રૂપી હથિયાર થી ડરી ડરીને જીવે આપણને ક્યાય પણ જવા નો ગબડી પડવાનો , ધૂળમાં રમવાનો હક્ક હોય , પરિવાર નો દરેક સદસ્ય આપણી સેવામાં હોય , એમાં પણ આપણ ને હજુ ચાલતા નાં આવડતું હોય અને લથડિયા ખાતા ચાલતા હોઈએ ‘’સામે આવેલી ભીત ‘’ પણ નાં દેખાય તોય કોઈ કઈ બોલી નાં શકે એમાં પણ આપણે જો ગબડી પડીએ તો લોકો આપણ ને ચુપ કરાવા નવા નવા ગતકડાં લાવે ચુપ કરાવાના જુદા જુદા નુસખા અને બાળ માનસ ની પ્રતિક્રિયા નીચે મુજબ હોઈ શકે

અલે માલો દીકલો ભમ થૈઇ ગયો ??

બાળક : પડી ગયો છુ તોય પુછો છો કે પડી ગયો ?

અને યાર ચોખ્ખુ બોલતા શીખો ને મને કાલુ કાલુ સાભળવુ પસંદ નથી.

અલે માલુ દિક્લું કૈઇ થયું નથી, જો કૈઇ નથી થયુ

બાળકઃ રડતા રડતા સાલુ આટલુ વાગ્યુ તોય કે છે કે કૈઇ નથી થયુ પોઝેટીવ થીંકીગ ની પણ હદ હોય.

અલે અલે જો રડીશ નહિ જો કીડી મરી ગૈઇ

બાળકઃ હુ પડી ગયો એમા બચારી કીડી ને શુ કામ મારી નાખી હવે કીડીના શોક મા પણ રોવુ પડશે.

જો જો ટી.વી મા શુ આયુ હીમેશ રેશમીયા, અને હનીસિઘ નુ ગીત આયુ

બાળક : હે ભગવાન પડ્યો અને વાગ્યુ એટલુ ઓછુ હતુ તે મારે હજુ હિમેશ અંકલ અને હની સિઘ નાં ગીત સાભળવાનાં હવે તો કોઈ હિસાબે ચુપ નાં થવાય રડવાનુ ચાલુ રાખવુ પડશે.

ચલો આપણે એકલેર્સ ચોકલેટ લેવા જૈઇએ

બાળક : સાલુ આટલુ રડુ છુ તોય એકલેર્સ માં પતાવાનુ આ રડવાના અવાજ પ્રમાણે અને લાંબા સમય સુધી ડૂસકા ભરવા નાં પારિતોષિક રૂપે ડેરીમિલ્ક તો મળવી જ જોઇએ.

જો ચુપ થઇ જા રડીશ નહિ નહિતો બાવો ઉપાડી જશે

બાળકઃ યાર છાપા વાંચવા નું રાખો રોજ બાવાઓને પોલીસ ઉપાડી જાય છે અને તમે મને હજુ પણ બાવા થી ડરાવો છો.

જો તું ચુપ થઇ જઈશ તો તને સાંજે બાબા લઇ જઈશું

બાળક : યાર ઓફર તો સારી લાવો એ બાબા તો તમે મને એમ ને એમ પણ લઇ જવાનો છો , ફેસબુક કે ટ્‌વીટર પર એકાઉન્ટ ખોલી આપીશું એવી કોઈ ડીજીટલ ઓફર આપો તો હું તરત ચુપ થઇ જવાનું પણ વિચારું .

તો બાળક ચુપ કરાવું એ કઈ બાળક નાં ખેલ નથી એના માટે ઘણા નુસખા જોઈએ બાળક ની આવી જાહો જલાલી ને કારણે જ એને ‘’બાળરાજા ‘’ કેહવાતું હશે કેમકે આપણે રાજા નાં આદેશો નું પાલન કરવાનું અને બાળરાજા નાં સલાહકાર તરીકે આપણે સલાહ આપ્યા સિવાય કઈ કરી શકીએ નહિ , આવી જાહોજલાલી નાં કારણે જ આખા જીવન નો એવો સમય કે જે આપણ ને જીંદગી ભર યાદ રહે છે અને લોકો મોટા થયા પછી પણ યાદ કરાવ્યા કરે છે ‘’ જો તું નાનો હતો ને ત્યારે આવું કરતો હતો ‘’ આ બધું આપણી બાળક તરીકે ની જાહોજલાલી ને કારણે હોય છે . તો પોતાના બાળપણ માં પાછા જઈને એક મિનિટ માટે વિચારો કે તમે કેટલી જાહોજલાલી ભોગવી છે .. કેમકે ફરી વાર બાળક બનાતું નથી એટેલ તમારા બાળક ને પણ આવી જાહોજલાલી ભોગવવા દો.