svapnshrusti Novel - 6 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Svpnsrusti Novel ( Chapter - 6 )

Featured Books
  • इश्क दा मारा - 25

    राजीव की हालत देख कर उसे डैड घबरा जाते हैं और बोलते हैं, "तु...

  • द्वारावती - 71

    71संध्या आरती सम्पन्न कर जब गुल लौटी तो उत्सव आ चुका था। गुल...

  • आई कैन सी यू - 39

    अब तक हम ने पढ़ा की सुहागरात को कमेला तो नही आई थी लेकिन जब...

  • आखेट महल - 4

    चारगौरांबर को आज तीसरा दिन था इसी तरह से भटकते हुए। वह रात क...

  • जंगल - भाग 8

                      अंजली कभी माधुरी, लिखने मे गलती माफ़ होंगी,...

Categories
Share

Svpnsrusti Novel ( Chapter - 6 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૬ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૬

સોનલ હવે શાંત બેસી ગઈ હતી અને સુનીલ મલમની ડબ્બી લઇ એના પાછળના ભાગમાં સોફાની વધેલી જગ્યામાં બેઠો જ્યાંથી સોનલનું એ ઝખ્મનું ચકામુ સ્પષ્ટ દેખાતું હતું. સોનલ બધુંજ જાણે ચુપચાપ બેસીને જોઈ રહી હતી એ જાણતી હતી કે સુનીલ એની એક પણ વાત આજે સાંભળશે એવું લાગતું નથી. સોનલના વાળ એણે ખાભા પરથી આગળ તરફ સરકાવીને સુનીલે પોતાના સ્પર્શનો જાણે સોનલને ઉપહાર આપી દીધો. એનો એ પીઠ પાછળનો વિશાળ ભાગ સુનીલ સામે ઉગાડો પડ્યો એણે થોડીક શરમ અનુભવી એક વિચિત્ર લાગણી એને ઘેરી વળી પણ એ વિરોધ ના કરી શકી એ જાણે સુનીલમાજ આમ ખોવાઈ ગઈ હતી. સુનીલનો હળવો હાથ એની પીઠ પર મલમ લગાવવા ફરી રહ્યો હતો અને હલકી સિસ્કારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું અને એનો એ સ્પર્શ પામી સોનલતો ક્યાય પાંખો ફફડાવીને ઉડી ગઈ હતી જાણે સ્વર્ગની સીડીઓમાં સરી પડી હોય એવો અદભુત આનંદ એ અનુભવી રહી હતી. એનું મન અને દિલ જાણે સુનીલ નામના સાગરમાં પોતાની ભાવનાઓ અને લાગણીઓને મન ભરીને ઠાલવી રહ્યા હતા એ ક્યાય ખોવાઈ ગઈ હતી. એના મનનું એ આનંદ પંખેરું અદભુત સંસારમાં જાણે ઊછળકૂદ કરી રહ્યું હતું, એના દિલમાં વાદળો ગર્જના કરતા હતા વીજળીના કડાકા ચારે તરફ ગુંજી રહ્યા હતા અને પ્રેમની વર્ષા મન મુકીને વરસી રહી હતી અને જુમી રહી હતી. પ્રેમ અને વર્ષા જાણે વાતાવરણમાં અહલાદક્તા ફેલાવે તેમ એની સુગંધ અનુભવી શકાતી હતી અને એ જાણે ભાન ભૂલીને એમાં મસ્ત થઇ રહી હતી. એ હાલતો બસ સુનીલનો સ્પર્શ માણી રહી હતી કદાચ અત્યારે એને કોઈ સમાજ કે સોસાયટીની ચીંતા નહિ સતાવી શકતી હોય. એ રોમાંચિત થઇ રહી હતી એના શરીર પર જાણે સુનીલનો હાથ મૃત સંજીવનીનું કામ કરી રહ્યો હતો અને એ રોમે રોમમાં જુમતી હતી. કદાચ એ સમ્પૂર્ણ પણે ખોવાઈ ચુકી હતી એના મન અને દિલની દુનિયામાં એ બસ અવિરત પણે અને મુક્ત રીતે મહાલતી હતી કદાચ એ દુનિયા ના આચાર અને વીચારથી અલગ થઇ ચુકી હતી કઈ સમજવું કે કરવું એના માટે મુશ્કેલ હતું.

“ હેય સોનલ હવે કેમ લાગે...” અચાનક સોનલના વાળ ફરી પોતાના હાથ વડે આગળ સરકાવતા વ્યવસ્થિત રીતે ઠીક કરતા સુનીલે પોતાના હાથની ચપટી એના કાન પાસે વગાડતા કહ્યું. સોનલ અચાનક ઝબકીને જાગી ગઈ પણ શરમના કારણે ઊંચું જોવાની હિમ્મત પણ કદાચ એ એજ સમયેના કરી શકી સુનીલે બે એક વાર પૂછ્યું છતાય સોનલ કઈ જવાબ આપવાને બદલે એના વિશાળ કપાળ અને એની આંખોમાં ખોવાઈ રહી હતી. એક વિચિત્ર પોતીકાપણું એને સુનીલની આંખોમાં દેખાતું હતું એના દિલમાં એક આકર્ષણ હતું જે એને સુનીલમાં સમાઈ જવા માટે સમજાવતું હતું.

“ સોનલ...” સુનીલે થોડાક સમય બાદ ફરી એના ખભા પર હળવો ધક્કો મારી પૂછ્યું અને એની આંખોમાં જોઈ રહ્યો.

“ હા તો આપણે ક્યાં હતા...” અચાનક હોશમાં આવતા જાણે સોનલ બબડી.

“ તું ક્યાં ખોવાઈ છો...આ બધું શું ?”

“ અરે બસ એમજ... ચલતું જમી લેજે... સવારનો ભૂખ્યો હોઈશને એટલે..” સોફા પરથી ઉભા થઇ સોનલે પોતાની સાડીનો પલ્લું ઠીક કર્યો અને થાળી તરફ ઈશારો કરતા બોલી. એની આંખો એક વિચિત્ર ભાવના સાથે પ્રેમ રાગમાં હળવી લાગણીઓ વહાવી રહી હતી એના ચહેરા પર આજ ઘણા દિવસો બાદ એક પ્રશન્નતા હતી, ખુશી હતી, તેઝ હતું અને આંખોમાં એક ચમક પણ.

“ નથી જમવું મારે... સોનલ...”

“ પણ સુનીલ કેમ ?”

“ એક શરતે જમીશ બોલ... માનીશ... ?”

“ શરત ? એ વળી શેની... અને જમવામાં પણ શરતો હોય...” શરતની વાત સાંભળી એના ચહેરા પર ચિંતાની એક પાતળી રેખા ઉપસી આવી.

“ હા શરત... તો છે...”

“ જલ્દી બોલને મને મોડું થાય છે રાત માથે ચડી રઈ છે..”

“ આ બધું કેટલા દિવસોથી ચાલે છે સોનલ ? મને સાચે સાચું કઈ દે ?..”

“ ક્યારનું ચાલે છે એટલે..?” સીડીઓ તરફ ચાલતી સોનલે અચાનકજ પાછળ ફરીને કહ્યું પણ મનેતો કે તું શેના વિશેની વાત કરે છે. આટલું બોલી જાણે સપનામાં છવાઈ ગઈ. અચાનક આવેલું જાણે એ રંગીન સ્વપ્ન હતું અને એમાં રચાયેલી એ વિચિત્ર સ્વપ્ન સૃષ્ટિ એના મનસપટ પર છવાઈ ગઈ.

સુનીલ જાણે બસ એક વિચિત્ર ભાવો સાથે એના તરફ વધી રહ્યો હતો જાણે સોનલ એને રોકવાનો કેટલોય પ્રયત્નો કરતી હતી પણ એ નિષ્ફળ જઈ રહી હતી. સુનીલે આવતાની વેત એને કમરથી પકડી અને પોતાની તરફ ખેંચી લીધી સોનલ એકા એક જાણે સ્તબ્ધ બનીને જોઈ રહી. એ કઈ પણ કહી, બોલી કે વિરોધ પણ ના કરી શકી એ અજાણતા છતાં એના તરફ આકર્ષાઈ રહી હતી એવું કેમ થતું હતું એ સમજવું પણ જાણે મુશ્કેલ હતું. આ વખતે એને જાણે પોતાને એના હાથમાંથી છોડવાની કોશીશ પણ ના કરી કદાચ હવે એ વધુ છુપાવવા નહતી માંગતી. એણે પણ સુનીલને વધુ તાડપાવવો ના હતો અને હવે કોઈની પરવા કરીને આમ તડપીને જીવવું ના હતું એ બસ એની બાહોમાં વીંટળાઈ રહી હતી સુનીલની પકડ એની કમરમાં જાણે વીંટળાઈને એક અનોખો આનંદ આપી રહી હતી એ રોમાંચિત થઇ રહી હતી. અજાણે એનો સાથ આપી રહી હતી બંને એકબીજામાં ખોવાઈ રહ્યા હતા. સુનીલ સોનલના હાવભાવ સમજી રહ્યો હતો એના હાથ એના યૌવનના એ ઉભારો પર સળવળીને આમતેમ વીંટળાઈ રહ્યા હતા એને રોકનાર જાણે હવે કોઈના હતું. એનું દિલ મન મુકીને એને સાથ આપતું હતું જાણે વર્ષોના દુકાળ બાદ આજે વર્ષા વર્ષી રહી અને એ વર્ષોથી સુકો ભઠ્ઠ પડેલો વિસ્તાર આજે પાણીના વહેંણ સાથે પલળીને ભીનો થઈને મહેકી રહ્યો હતો. એની મીઠી સુગંધ ચારેકોર પથરાતી હતી એની આ પ્રેમ વર્ષામાં સોનલ મન મુકીને ન્હાયી રહી હતી અને જુમી રહી હતી. સુનીલના બરછટ હોઠ એના ભીના હોઠો પર અડકી રહ્યા હતા સોનલ પણ હવે એને જાણે વધુ ઇન્તજાર કરાવવા નહતા માંગતા. બંનેના શ્વાસ એકબીજામાં ભળીને એક થઇ રહ્યા હતા એમની એ ગરમ લાગણીઓ વાતાવરણમાં પ્રસરીને એક પ્રેમભર્યો રાગ રેલાવી રહી હતી. જાણે ચારેકોર ફૂલોની બહાર ખીલી રહી હતી ભ્રમરો આમ તેમ ડોકિયા કાઢતા હતા અને પવનની લહેરો એક મીઠો અહેસાસ આપી જતી હતી. એના એ સોનલ ફરતે વીંટળાયેલા હાથ એને પોતાના તરફ ખેચી રહ્યા હતા બંનેના અંગો એકબીજાને ચોટી રહ્યા હતા દુરીઓ સંપૂર્ણ પણે પૂરી થઇ ચુકી હતી. સોનલના એ ઉભરતા આકાર સુનીલની શારીરિક રેખાઓમાં જાણે એકાકાર થઇ રહ્યા હતા. એના ભીના અને તરસથી તડપતા હોઠ એ બરછટ હોઠોને પણ પોતાના રસથી તરબોળ કરવા તરસી રહ્યા હતા. એના એ ભીના હોઠ સુકા અને સુનીલના બરછટ હોઠો પર મળી રહ્યા હતા જાણે મદિરાની જાયફત જામી હોય તેમ બંને એકબીજાના એ રસપાનને મન ભરીને પી રહ્યા હતા. સુનીલનો હાથ એના કમરથી ઉપર તરફ સરકવા લાગ્યો હતો એના ઉભારો પર એક અનોખો આનંદ આપતો હતો એ પોતાનું ભાન જાણે ભૂલીને સુનીલમાંજ ખોવાઈ ગઈ હતી અચાનક કોઈક અવાજ થયો અને એની એક હળવી ચીખ નીકળી “ બસ કર સુનીલ હવે બસ કર” બસ કદાચ આખી ઘટના બાદના છેલ્લા શબ્દો હતા. આંખો સામે વર્તમાન હતો સુનીલ એની સામે ઉભો હતો એની તડપમાં વ્યાપેલી સ્વપ્નસૃષ્ટિ વર્તમાનમાં અદ્રશ્ય થઇ ગઈ અને વાસ્તવિકતા એની સામે ખડખડાટ હસી રહી હતી.

“તું શું બોલે છે સોનલ..” સુનીલ એના અવાઝથી ઝબકયો અને બોલ્યો અચાનક સોનલ પોતાની સપનાની દુનિયા માંથી વાસ્તવિકતામાં આવી અને અનુભવેલું બધુજ બસ એક ફિકશનમાંજ વીત્યું હતું એ વાત એને સમજાઈ એની આંખો શર્મથી જુકી ગઈ એ ઉપર ના જોઈ શકી અને સ્વગત બબડી “ આ શું..?”

“ શું તું નથી જાણતી... કે... આ શું છે...” નકલી ગુસ્સો બતાવતા સુનીલે પૂછ્યું પણ સોનલ હજુય નીચી આંખ કરી એમજ ઉભી હતી. કદાચ એણે કરેલા વિચારો એને વધુ શરમની લાગણીઓમાં ધકેલીને નીચું જોવડાવી દેતા હતા.

કદાચ દુનિયાદારીના બંધનોમાં ઝકડાયેલી સોનલ પાસે એનો જવાબ આપવા માટેના કોઈજ પ્રકારના જવાબો ના હતા કે ના એને કહી શકવા માટેના શબ્દો એની પાસે હતા. દુનિયા છે અને સમાજમાં રહેવાનું છે તો પછી ક્યાં બધું કોઈને કહેવાય ? અને પોતાનાજ ઘરને વગોવાય કેમ એપણ પતિ ને ? અપણા સમાજ માતો પતી પત્ની સાથે જે ઈચ્છે વર્તન કરી શકે એમાં ક્યાં કોઈ નવી વાત છે પણ એનો મતલબ એવો નઈ કે પત્ની આખા પંથકમાં કઈ એની ફરિયાદો કરતી ફરે. સ્ત્રી જીવનમાં ઘણા તડકા છાયડા આવે પણ એને કોઈને કહેવાના ના હોય એને જીવી લેવાના હોય કઈ ઘરની વાતો ઉછાળવાની ના હોય. ઈતિહાસ સાક્ષી છે કે સ્ત્રીએ હમેશા અગ્નિ પરીક્ષાઓ આપવીજ પડે છે એટલે સુધી કે રાવણની લંકામાં રહ્યા બાદ સીતાએ પણ અગ્નિપરીક્ષા આપી હતી પણ એના પાછળના ધ્યેયને ક્યાં કોઈએ સમજ્યું છે. એ પરીક્ષા કઈ પારખા માટે ના હતી એતો સાચી સીતાને પછી મેળવવા માટેની હતી જે અગ્નિદેવ પાસે હતી પણ એનાથી કોઈને મતલબ નથી સમજે એ વાત કોઈને નથી કરી હોતી. ઘરની વાતો ઘરમાંજ રખાય આવી વાતો બધા સાથે ના કરાય પણ આતો સુનીલ ? અત્યાર સુધીના વિચારોય એને ઉપરથી નીચે સુધી હચમચાવી નાખી ને ત્યાજ ઢળી પડી એના શરીરની શક્તિ જાણે સંપૂર્ણ હણાઈ ગઈ. એના શ્વાસોશ્વાસ જાણે વધી રહ્યા હતા એની ધડકનો જાણે તેજ થઇ રહી હતી. થોડુ સ્વસ્થ થતા એણે પોતાના તોફાને ચડેલા સમુદ્રમાં જાણે અંકુશ જાળવીને કહ્યું “ જો સુનીલ નારી જાતિએ બધીજ વાતો કઈ બધાને ના કરાય પણ હા તું જમીલે અને જો રાતના સડા બાર થઇ રહ્યા છે મારે હવે જવું જોઈએ..”

આટલું કહીને સોનલ ફરી ઉઠી અને ફરી પાછી સીડીઓ તરફ ચાલવા લાગી પણ કદાચ સુનીલનું મન હજુય એના સવાલો જાણવા ઉતાવળું હોય એમ એણે સોનલનો હાથ પકડી લીધો. અને એણે પોતાની વાત શરુ કરી “ મને માફ કરજે સોનલ પણ આ દુનિયાના રીત-રીવાજો મને નથી સમજાતા કદાચ હું સમજવા પણ નથી માંગતો પણ હા એવુય બને તું મારાજ કારણે આટ આટલી મુશ્કેલીમાં પડી હોય પણ મને માફ કરજે હવે એકાદ મહીનોજ છે પછી તો હું પાછો જવાનોજ છું. એટલે તારી ચિંતાનું પણ જાતેજ નિરાકરણ આવી જશે...” એના મુખ પરના ભાવ બદલાઈ ગયા એના ચહેરા પર જવાબદારી અને લાગણીના ભાવ ભારોભાર છલકાઈ રહ્યા હતા. પણ કદાચ જે મુખ્ય વાત એને કરવાની હતી એતો રહીજ ગઈ કદાચ એ પોતાના મનની લાગણીનો ઈઝહાર તો કરીજ ના શક્યો, હિમ્મત એકઠી કરવામાજ કદાચ એ અસફળ રહ્યો હશે..

“ મહિના પછી... ? તું... જતો... રહીશ... ? પણ કેમ ?..” આમ અચાનક જવાની વાત થી જાણે સોનલનું મન ચીરાઈ ગયું એના મુખ પર ચિંતાના વાદળો ઘેરાઈ વળ્યા. એનું મન અને દિલ જાણે કેટલીયે વિમાષણમાં ફંગોળાઈ ગયા. કોઈજ જવાબ ના મળ્યો છેવટે એક નીશાશો નીકળ્યો અને શાંતિ છવાઈ ગઈ.

“ મારી કોલેજ પતિ ગઈ અને પરીણામોય આવી જવાના એટલે ભણતરનોય સબંધ પતવાનો અને કદાચ આ લાગણીઓનો પણ...” એની આંખો જાણે છલકાઈ રહી હતી એને પોતાના આંશુ છુપાવ્યા અને પાછળ જોઈ ગયો. મનમાં કેટલાય સવાલો હતા જે એને સાપની જેમ ડસી રહ્યા હતા પણ એ સવાલોનું ભાર એ સોનલના કાંધે વધારવા માંગતો ના હતો. સોનલના જીવનની મુશ્કેલીઓ એનાથી છુપીતો હતીજ નઈ કે એ સોનલના કાંધા પર વધુ મુશ્કેલીઓ નાખવા માંગતો ના હતો.

“ એટલે તું કહેવા શું માંગે છે કે હવે આપણી વચ્ચે કોઈજ લાગણીના સબંધો નઈ રહે ? અને હું એમજ તનેં આટલી રાત્રે જમવાનું આપવા આવી હોઈશ એ પણ આટલા બંધનોની પરવા કર્યા સિવાય ? હા કેમ નઈ હુજ તો મુર્ખ છુને તારી ચીંતા કરે રાખું ? પણ તારે શું તમ તમાર જાઓ..” અચાનક પોતાની ભુલાયેલી મર્યાદા યાદ આવી હોય એમ બોલતા બોલતા અટકી અને ચુપ થઈ ગઈ.

“ પણ તું તો...”

“ તું નહિ સમજે જવાદે પપ્પા નીચે ઊંગ્યા છે રાતનો એક વાગી રહ્યો છે રાત બઉ થઇ ગઈ છે હું અહી હોઉં એ સારું ના લાગે મને જવાદે...” સોનલે જાણે પોતાની લાગણીઓને સમેટી કાબુમાં કરીને પોતાનો પક્ષ મજબુત કર્યો.

“ તું કેમ નથી સમજાવતી મને ? મારેતો તને સમજવી છે ? તારી પાસેથી સમજવું છે ? તનેજ તો ખીલખીલાતા જોવી છે ? પ્રથમ વખત જયારે અવેલો અને તારા મુખ પર જે ફરકતી એ સ્મિતની રેખાઓ જોઈ એજ તો જોવી છે. તારા દરેક પળમાં ઊછળકૂદ કરતા એ બાળકને જોવું છે, તારી આંખોમાં ઉભરતા અનહદ હાસ્યને જોવું છે, તારા હોઠો પર વહેતા માલકાટને જોવો છે, તારા સાથ અને સહકારને જોવો છે, તારા દરેકે દકેક ક્ષણમાં ઉભરાતી ખુશીને જોવી છે, તારા દિલની એ અઘાધ ઊંડી ગહેરાઈઓને જોવી છે, સમજાતું નથી પણ તારા દિલમાં છપાયેલી મારી તસ્વીરને જોવી છે,...” દિલમાં ચાલી રહેલું બધુજ સુનીલ બોલી ગયો અને જાણે ફરી પાછું કઈક ખોટું બોલી ગયો હોય તેમ પોતાના પલંગ તરફ ચાલ્યો. માફી માંગી સોનલને પોતાના રૂમમાં જવા ઈશારો આપીને બેસી ગયો. કદાચ એની આંખોમાં આવેલો પ્રેમ કે ઉભરતા નીર સોનલને દેખાયા હોય એમ કે પછી ભરતી ઓટને કાબુ કરવામાં એ સફળ રહ્યો હોય.

“ તારોજ મોબાઈલ ફોન એમના હાથમાં આવ્યો હતો અને તે કેપચર કરેલા મારા ફોટા કદાચ એમને જોયા હશે એનોજ તો ઝઘડો હતો બીજું કઈ નથી બસ આજ સાચું છે હવે તો જમીલે..” અચાનક સુનીલને આમ માયુસીમાં ઘર્કાવ થતા જોઈ થોડી હિમ્મત એકઠી કરી સોનલે બધું જેમ હતું એમજ કહી દીધું. કદાચ સુનીલના મનના સવાલોમાના સમૂહ માંથી એક પ્રશ્નનો જવાબ એને આપ્યો.

“ શું વાત કરે છે...” સુનીલ અચાનક બેઠો થઇ ગયો અને ગભરાતા અવાજે સુનીલ બોલ્યો મતલબ વિજયે મારો ફોન જોયો. અચાનક કહેલું સોનલનું સત્ય પણ એને ઓચિંતું અને નવું લાગ્યું સ્ત્રી સહજ મનને સમજવું લગભગ કોઈ પુરુષ માટે સહજ તો નથીજ.

“ હા..” સોનલે હકારમાં ડોકું ધુણાવ્યું.

“ પણ...”

“ પણ શું હવે ? સુનીલ...?”

“ એતો એમજ પાડેલા ફોટોઝ હતા અને ક્યારે ખેચ્યા એનીતો કદાચ તનેય ખબર નઈજ હોય તો પછી એમાં તારો શું વાંક ?” આંખો નીચી રાખીનેજ સુનીલ બબડ્યો.

“ એ બધું એ કઈના સમજે યાર...” સોનલ ટૂંકો જવાબ આપી ઉભી થઇ ગઈ.

“ કેમ ના સમજે ?”

“ મને શું ખબર ?”

“ તું એની પત્ની છે ને...? તોય... ?”

“ હા એટલેજ તો આટલું થયું..”

“ એને તારા પર વિશ્વાસ નથી એમ ?”

“ એ તો એજ જાણે ? અને એમનું કામ જાણે ?”

“ તો તે પણ જોયાજ હશે ને ? ફોટા ?”

“ હા એમણે બતાવ્યા હતા...”

“ તો શું વિચારે છે...”

“ તારા આ તો નો મારી પાસે કોઈજ જવાબ નથી પણ હા મારા મનમાં એક ઉલઝન છે જે મને સમજાતું નથી તું કહે તો એક વાત પૂછું ?”

[ વધુ આવતા અંકે.... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]