Trushna : Part-4 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Trushna : Part-4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Trushna : Part-4

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણાવિષય : નવલકથા

પ્રકરણ : 4

પ્રશાંતનુ ધ્યાન પડતા તે બોલ્યો,”જય શ્રી કૃષ્ણ આન્ટી” રાજેશ્વરીએ પણ તેને જય શ્રી કૃષ્ણ કહેતા પુછ્યુ, “બેટા તુ પ્રશાંત છો ને?”

“હા,આન્ટી અને તમે રાજેશ્વરી મામી છો,રાઇટને” પ્રશાંતે કહ્યુ. “હા બેટા પણ તુ મને કેમ ઓળખે છે?

“જેમ તમે મને ઓળખો એમ,એટલે કે નિકિતા આન્ટી તમારા અને દેવાંશ મામા વિશે ઘણી બધી વાતો કરી હતી” પ્રશાંતે રાજેશ્વરીના પ્રશ્નનો જવાબ આપ્યો.

“સારુ બેટા તને મળીને આનંદ થયો.કેમ છો દીકરા? હવે તુ શુ કરે છે? આઇ મીન સ્ટડી?”રાજેશ્વરીએ પુછ્યુ. “આન્ટી હુ કોલેજના થર્ડ યરમાં છુ સાથે માર્કેટિગ ફાયનાન્સનો કોર્સ પણ ચાલુ છે.આજે કોલેજથી આ બાજુથી નીકળ્યો તો થયુ કે નિકિતા આન્ટી અને અંકલને મળતો જાઉ.બપોરનો સમય હતો તેથી એમ થયુ કે બધા આરામ કરતા હશે આથી હોલમાં બેસીને ટી.વી.જોતો હતો.ઓહ નો! સોરી આન્ટી ટી.વી.નુ વોલ્યુમ થોડુ વધારે હતુ.તમારી ઉંઘ તો મેં બગાડી નથી ને?” દોડીને ઝડપથી ટી.વી.નુ વોલ્યુમ ઓછુ કરતા પ્રશાંતે કહ્યુ. “ના બેટા આમેય મારે બહાર જવાનુ છે એટલે ઉઠવાનુ જ હતુ.તે તો મારી હેલ્પ કરી છે બાય ધ વે નિકિતા અને વિકાસ તો કુળદેવતાના હવન માટે બાપુનગર ગયા છે અને હવન પછી તેના ફ્રેન્ડના ઘરે રોકાશે કાલે આવશે” રાજેશ્વરીએ કહ્યુ ત્યાં તો એકાએક પ્રશાંતએ કહ્યુ,”ઓહ હુ તો ભુલી જ ગયો આજે હવન છે.આન્ટી હુ નીકળુ છુ.પપ્પાએ ચાર વાગ્યે બાપુનગર પહોચવાનુ કહ્યુ હતુ.સારુ યાદ કરાવ્યુ બાય આન્ટી” પ્રશાંત દોડીને જતો રહ્યો.રાજેશ્વરી પણ ઝ્ડપથી તૈયાર થવા રૂમમાં ગઇ.તૈયાર થઇને નીચે આવીને સર્વન્ટ કવાર્ટરમાં જઇને હેડ સર્વન્ટ ભલાકાકાને ઘરની જવાબદારી સોંપીને પોતે પણ નીકળી.એક કાર એકસ્ટ્રા જ હતી તે લઇને પોતે અતુલભાઇ અને વિભાબહેનને મળવા નીકળી.તેને કયારેય તેઓનુ ઘર જોયુ ન હતુ.વળી અમદાવાદ પણ તેના માટે અજાણ્યુ શહેર હતુ આથી ડ્રાઇવરને પણ સાથે લઇ લીધો. કારમાં બેસીને રાજેશ્વરીએઅતુલભાઇને ફોન કરીને એડ્રેસ લઇ લીધુ.અતુલભાઇને ફોન કર્યો એટલે તેઓ ખુબ જ ખુશ બન્યા.ડ્રાઇવરને એડ્રેસ આપીને અતુલભાઇ સાથે શુ વાત કરવાની છે તેના વિશે તેણે વિચાર કરી લીધો.દસ મિનિટમાં તો અતુલભાઇનુ ઘર આવી ગયુ. અતુલભાઇને પણ વિશાળ બંગલો હતો.અતુલભાઇનો બંગલો ખુબ જ સુંદર દેખાતો હતો.આગળ સુંદર મજાનો બગીચો હતો જેમાંથી જાતજાતના ફુલોની સોડમ આવતી હતી.પ્રવેશ્દ્વારની બરોબર સામે એક નાનો હોજ અને તેમા ફુવારો ચાલુ હતો.પ્રથમ વાર જોનાર માણસની આંખો ઠરે તેવો સુંદર બંગલો બનાવ્યો હતો.ચોકીદારને અતુલભાઇએ વાત કરી લીધી હતી આથી ચોકીદાર રાજેશ્વરીને લઇને સીધો હોલમાં ગયો.અંદર હોલ પણ ખુબ જ કલાત્મક રીતે સજાવેલો હતો.અતિ સુંદર શ્રીજી બાવા ની ભવ્ય છબી હોલમાં હતી.અતુલભાઇ અને વિભાબહેન રાજેશ્વરીને જોઇ દોડીને સામે સ્વાગત કરવા આવ્યા.વિભાબહેન તો રાજેશ્વરીને વળગી જ પડયા અને રડી પડ્યા. “અરે,તુ કેમ રડે છે? આ તો ખુબ જ ખુશીની વાત છે કે આજે રાજેશ્વરી બહેન આપણા ઘરે આવ્યા છે અને તુ આવા ખુશીના મોકા પર રડે છે?”.અતુલભાઇ ખુબ ઉતાવળથી બોલી ગયા.

“અરે,આ તો ખુશી ના આંસુ છે.તમે શું સમજો આ આ આંસુની ભાષા? એ તો અમારા સ્ત્રીઓ વચ્ચેની વાત છે.” વિભાબહેન બોલ્યા.

“ઠીક છે,પણ હવે આમ જ રડતી ઉભી રહેશે કે પછી રાજેશ્વરી બહેનને બેસવા માટે પણ કહીશ??” અતુલભાઇ વિભાબહેન ની મજાક કરતા બોલ્યા. રાજેશ્વરીને હોલમાં સોફા પર બેસવાનુ કહીને વિભાબહેન પોતે શરબત લેવા ગયા.રાજેશ્વરીનુ પ્રિય કાચી કેરીનુ શરબત લઇને તેઓ આવ્યા.તે જોઇ રાજેશ્વરી ખુબ જ ખુશ થઇ.શરબત પી લીધા પછી અતુલભાઇએ વાતની શરૂઆત કરતા કહ્યુ, “રાજેશ્વરીબહેન તમે પહેલીવાર અમારી ઘરે આવ્યા છો હવે તો થોડા દિવસ રોકાઇને જ જવાનુ છે” “ના ના અતુલભાઇ હુ તો નિકિતાના ઘરે રોકાઇ છુ આ તો તમને મળવા અને તમારુ ખાસ કામ છે એટલે આવી છુ.” “બોલોને રાજેશ્વરીબહેન વિના સંકોચે કહો જે પણ કામ હોય તે વિના સંકોચે કહો.તમે અમારા ઘણાં કામો કર્યા છે આજે મોકો મળ્યો છે થોડોક બદલો વાળવાનો,તો નિરાંતે કહો.અમે અમારાથી બનતુ બધુ જ કરી છુટીશુ” અતુલભાઇએ કહ્યુ. “અરે અતુલભાઇ તમે પણ એવુ બધુ કયા ગણવા બેઠા છો.તમે ક્યાં ઓછુ કર્યુ છે અમારા માટે અને શા માટે ઉલટુ બોલો છો” “એકબીજા પ્રત્યેનો પ્રેમ જ મહત્વની વસ્તુ છે રાજેશ્વરી બહેન.આપણે ક્યાં કાંઇ સાથે લઇ જવાનુ છે” વિભાબહેન નાસ્તાની પ્લેટ લઇ આવતા બોલ્યા. “અરે બહેન આટલુ બધુ ન હોય તમેય અહીં બેસો તમારુ પણ કામ છે” વિભાબહેનને સોફા પર બેસાડતા રાજેશ્વરીએ કહ્યુ. “કામ પછી પહેલા નાસ્તો લઇ લો પહેલીવાર અમારા ઘરે આવ્યા છો” અતુલભાઇએ કહ્યુ. “હા ચોક્કસ લઇ લઉ છુ પરંતુ આટલો બધો નહિ ચાલે” થોડોક નાસ્તો બીજી પ્લેટમાં કાઢીને રાજેશ્વરીએ નાસ્તાની પ્લેટ લીધી. નાસ્તો કરીને અતુલભાઇએ કહ્યુ, “ખુલ્લા દિલથી વાત કરજો બહેન જરા પણ સંકોચ રાખતા નહિ” “હા અતુલભાઇ એટલે તો અહી આવી છુ.તમને તો ખબર છે હુ રસ્તે રઝળતા પરિવારમાંથી આવી છુ.દેવાંશ અને તેના પ્રેમે મને અહીં સુધી પહોચાડી છે.બાકી તો આજે પણ હુ ક્યાક રઝડતી જ હોત.હુ એવા પરિવારમાંથી આવી છુ એથી મને ખબર છે કે ગરીબ, નિ:સહાય લોકોની પરિસ્થિતિ કેવી હોય છે. આથી આજે જયારે મારી પાસે અઢળક સંપતિ છે ત્યારે હુ એવા લોકોની મદદ કરવા ઇચ્છુ છુ.મારી તથા દેવાંશની કેટલાય વર્ષોથી ભારતમાં આવીને આવા લોકોની મદદ કરવાની ઇચ્છા હતી.પરંતુ દેવાંશની બિમારીને કારણે અમે કયારેય અહી આવી ન શકયા.દેવાંશની અંતિમ ઇચ્છા પણ હતી કે હુ ત્યા બધુ વેચીને ભારતમાં આવીને રહુ અને આવા રસ્તે રઝડતા લોકોની મદદ કરુ અને તેમને એક સારુ જીવન જીવવા માટે મદદરૂપ થાઉ” વાત કરતા કરતા રાજેશ્વરીની આંખ ભરાઇ ગઇ.પોતાના મનને સંભાળીને તે વચ્ચે પાણી પીવા રોકાઇ પાણી પીને ફરીથી વાત કરતા કહ્યુ “અતુલભાઇ અને વિભાબહેન તમે તો ઘણા વર્ષોથી ભારતમાં જ રહો છો.મારે મારા આ ભગીરથ કાર્ય માટેતમારી સલાહની જરૂર છે.હુ અમારા બંન્નેની વર્ષોની કમાણીને વેડફી નાખવા માંગતી નથી.હુ જરૂરિયાતમંદ લોકોની વ્યવસ્થિત મદદ કરવા ઇચ્છુ છુ.મારા માટે આજનુ ભારત અને ગુજરાત બન્ને ખુબ જ અજાણ્યા છે.હુ જ્યારે અહી રહેતી ત્યારની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં જમીન આસમાનનો તફાવત અત્યારે મને દેખાય જ છે.તમને તો અહીની પરિસ્થિતિની તો ખબર જ હશે.મને કાંઇક સલાહ આપો કે હુ મારુ કામ કંઇ રીતે કરુ?કાર્યની સરૂઆત ક્યાંથી કરુ?” રાજેશ્વરીએ પોતાની વાત પુરી કરી એટલે અતુલભાઇએ કહ્યુ “બહેન તમે મારી સલાહ અને મદદ માંગો છો તો હુ એમ જ કહીશ કે ગમે તેવા જરૂરિયાતમંદ લોકો હોય તેઓને દાનમાં ધન કે કોઇ વસ્તુ આપવાથી થોડા જ સમયમાં વપરાય જાય છે.ફરીથી તેઓની પરિસ્થિતિ હતી તેવી જ બની જાય છે.તેઓને શિક્ષણ અને કામ-ધંધો આપવાથી ધીરે ધીરે તેઓની પરિસ્થિતિમાં કાયમી સુધારો શક્ય બને છે.આપણે ગરીબ અને કચડાયેલા વર્ગ માટે ખાસ શાળાઓ શરૂ કરવી જોઇએ જેમાં તેઓ મફત અને અસરકારક શિક્ષણ મેળવી શકે.વળી તેમના કમાણીના સ્ત્રોતો ઉભા કરવા જોઇએ જેથી કરીને મહેનતની કમાણી મળતા તેઓને તેની કિંમત સમજાશે અને દાનમાં મળેલા મફત પૈસાની જેમ ઉડાડશે નહિ.વળી વડીલોને પણ શાળામાંથી જરૂરી શિક્ષણ મળી રહે તેવા વર્ગો ચલાવવા જોઇએ જેથી તેઓ સમાજમાં કદમ સાથે કદમ મિલાવી શકે.અને એક મહ્તવની વાત કે જ્યાં શિક્ષણ નથી ત્યાં દારૂ,નશો જુગાર આવી બધી બદીઓ ખુબ જ વ્યાપક પ્રમાણમાં રહેલી જોવા મળે છે તો આવા લોકોને આવા વ્યસન અને બદીઓ માથી છુટકારો મળી રહે તે માટે તેને સમજાવવા જોઇએ”

અતુલભાઇએ પોતાની વાત પુરી કરી એટલે રાજેશ્વરીબહેન એકદમ ખુશ થતા બોલ્યા, “અતુલભાઇ તમારી વાત એકદમ સાચી છે કાયમી બદલાવ માટે તમે સુચવેલ રસ્તો ખુબ જ સુંદર અને કારગત નીવડે એમ છે.થેન્ક્યુ વેરી મચ અતુલભાઇ” “અરે બહેન એમાં થેન્ક્યુ શેનુ.તમે આવડુ મોટુ બીડુ ઝડપ્યુ છે તો અમે આંગળી ચિંધવાનુ પુણ્ય પણ ન કમાય શકીએ અને અમે બંને નિવૃત છીએ.મારો મોટો દીકરો આયુષ અને તેની પત્ની વિદ્યા અમેરિકામાં માર્કેટિંગમાં જોબ કરે છે અને ત્યાં જ સેટલ છે.નાનકડો દીકરો વેંદાત અને તેની પત્ની માધવી ફાયનાન્સ ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયામાં જોબ કરે છે અને ત્યાં તેઓ સેટલ છે.મારે કોઇ દીકરી તો છે જ નહિ.અમે કયારેક કયારેક દીકરાઓના ઘરે રોકાવા જઇએ છીએ.બાકી શરીર ચાલે ત્યાં સુધી વતનમાં રહેવાનો જ વિચાર છે.અમે અહીં સાવ નિવૃત જીવન ગાળીએ છીએ.આથી તમારા આ કાર્યમાં અમે આજથી જ તમારી સાથે જોડાઇ ગયા છીએ તેમ સમજો અને વળી અમારું બગીચાનુ “યંગ ઓલ્ડ ગૃપ” પણ તમારા આ કાર્યમાં સાથે જ છે.તમારે માત્ર હુકમ જ કરવાનો છે.અમે બધા દોડી દોડીને તમારા કાર્ય કરી આપીશુ.”

“થેન્ક યુ વેરી મચ અતુલભાઇ થેન્ક્યુ સો મચ તમે આવુ કહીને મારામાં નવી શકિત ઉમેરી દીધી છે. નહી તો ભારત આવી ત્યારથી એ જ દ્વિધામા હતી કે આવુ મોટુ કાર્ય શરૂ ક્યાંથી કરવુ અને તેને કેમ સફળ બનાવવુ?” રાજેશ્વરીએ કહ્યુ. “એ તો અમારી પણ ફરજ છે રાજેશ્વરીબહેન કરવી સારા કાર્યમાં કોઇની મદદ કરવી એ દરેકની ફરજ છે.એમાં આભાર માનવાની જરૂર નથી.તમારુ દરેક કાર્ય આપણે બધા સાથે મળીને પુરુ કરીશુ.અને દેવાંશની જે આખરી ઇચ્છા હતી આપણે તેને ખરા અર્થમાં પાર પાડીને જ જંપ લઇશુ.” અતુલભાઇએ કહ્યુ પછી વિભાબહેને રાજેશ્વરીને કહ્યુ,”તમારે અહીથી જમીને જવાનુ છે.એમાં હવે ના ન પાડતા” “ના નહિ પાડું બહેન તમારી સાથે વધારે સમય રહીને મને પણ આનંદ આવશે” રાજેશ્વરી રાત સુધી અતુલભાઇ અને વિભાબહેનના ઘરે રોકાઇ.રાતે જમીને દસ વાગ્યે ઘરે જવા નીકળી. ઘરે પહોંચીને આજે હોલમાં બેસીને ટી.વી.જોવાનુ મન થયુ.હોલમાં સોફા પર બેસીને રાજેશ્વરીએ ટી.વી.ના સમાચાર ચાલુ કર્યા.વર્ષોથી એક ને એક એવા ને એવા જ સમાચાર હતા.લૂટ-ફાટ,ચોરી,આતંકવાદી હુમલા આવા સમાચારથી તે કંટાળી ગઇ હતી..આથી ચેનલ બદલાવી પરંતુ બોરિંગ સિરિયલોમાં તેનુ મન લાગ્યુ નહિ.ટી.વી.બંધ કરી નિકિતાનુ ઘર જોવા લાગી.હોલમાં સોફાની બંન્ને બાજુની દિવાલ પર મોટા મોટા ચિત્રો ટીંગાળેલા હતા. એક બાજુ વિકાસના ફેમિલીનુ ચિત્ર હતુ.વિકાસના મમ્મી-પપ્પા, નિકિતા અને વિકાસના ભાઇભાભી નુ વિશાળ ચિત્ર હતુ.ચિત્રમાં ખુબ જ સમજુ અને પ્રેમાળ પરિવાર લાગતો હતો.બીજી બાજુ જોતા કામિનીબહેન,હર્ષદભાઇ,દેવાંશ અને નિકિતાનુ ચિત્ર હતુ.કામિનીબહેનની આભા જોઇને રાજેશ્વરીને ફરીથી તે દિવસ યાદ આવી ગયા. રાજીને ઘરનુ કામકાજ શીખવાડવા માટે શાંતીબહેન અને કારીબહેન તેને નાનુ મોટુ કામ સોપતા.ઘરના જવાબદારીભર્યા કામ માટે તેઓ રાજી સાથે જ રહેતા હતા.એક દિવસ ઓંચિતા વેવાઇપક્ષના મહેમાનો આવવાના હતા.એટલે બધા નોકરો દોડાદોડી અને સફાઇ અને આગતાસ્વાગતાના કાર્યમાં વ્યસ્ત હતા. શાંતીબહેન અને પર્સીકાકાને રસોડાની જવાબદારી હતી.કારીબહેન,વેજીકાકી અને રમલા માથે હોલ, આંગણુ, બગીચો તથા ગેસ્ટરૂમની સફાઇ અને સજાવટની જવાબદારી હતી.બધા એકદમ વ્યસ્ત હતા આથી શાંતીબહેને રાજીને કહ્યુ કે તેણી કામિનીબહેન, દેવાંશ તથા નિકિતાના રૂમ સાફ કરી આપે.આમ તો સવારે જ શાંતીબહેને બધાના રૂમની સફાઇ કરી હતી.પરંતુ ખાસ મહેમાનો આવવાના હતા માટે રાજીને સફાઇ માટે મોકલી.રાજી કામિનીબહેનના રૂમની સફાઇ માટે પહોંચી.રૂમ ખુબ જ વિશાળ હતો રૂમમાં કબાટો, અરીસા અને વિવિધ ફર્નિચરની આભા જોઇ રાજી તો દંગ જ થઇ ગઇ.રૂમ આખો ચોખ્ખો ચણાક અને સુંગધથી મઘમઘતો હતો.તેને સફાઇનુ કાર્ય સોપ્યું હતુ આથી તેણીએ સફાઇ કરવા માંડી.કચરો વાળી પોતા કરવા હતા આથી પંખાની સ્વિચ શોધી પરંતુ રાજીને કયાંય મળી નહી.આથી તેણીએ વિચાર્યુ કે હમણા સુકાઇ જશે ફટાફટ પોતુ કરી લઉ.હજી પોતુ કરીને તેણી નીકળી ત્યાં જ કામિનીબહેન વેવાણ સુભદ્રાબહેનને લઇને ઉપર આવ્યા.કામિનીબહેનને આવતા જોઇ રાજી ગભરાઇ ગઇ અને પંખાને સ્વિચ ઓન કરતા જ ભુલી ગઇ અને ઉતાવળથી નીચે જતી રહી. કામિનીબહેન અને તેમના વેવાણ વાતો કરતા કરતા આવતા હતા તો તેમનુ ધ્યાન રૂમમાં પોતુ કરેલુ છે તે બાજુ પડ્યુ જ નહી અને જેવા કામિનીબહેન રૂમમાં પ્રવેશ્યા કે તેમનો પગ લપસ્યો અને પડી ગયા.ખાસ કાંઇ વાગ્યુ પણ નહોતુ અને મહેમાન સાથે હતા આથી તે રાજીને કાંઇ પણ બોલ્યા નહિ.પરંતુ જેવા મહેમાનો સાંજે નીકળ્યા એવા જ કામિનીબહેને બધા નોકર-ચાકરો, હર્ષદભાઇ, નિકિતા તથા દેવાંશને હોલમાં એકઠા કર્યા.બધાની વચ્ચે જઇ ગુસ્સાપુર્વક બોલ્યા, “નિક્કી, આ ભીખારણને તમે કયાંથી રસ્તા પરથી ઉપાડી લાવ્યા? કાંઇ સેન્સ નામની ચીજ છે એનામાં કાઢ એને ઘરની બહાર.મારે એક પણ સેકન્ડના જોઇએ આ ભીખારણ.” “કામ ડાઉન કામિની તારુ બી.પી.વધી જશે.” હર્ષદભાઇ બોલ્યા ત્યાં તો કામિનીબહેન તાડુકી ઉઠયા, “તમે તો ચુપ જ રહેજો.તમે જ આ બંન્ને લાડ કરીને બગાડયા છે.સમજ વિચાર કર્યા વિના આ ભીખારણને રસ્તા પરથી ઉપાડી લાવ્યા.એય ભીખારણ બાંધી લે બિસ્તરા પોટલા.દેવાંશ એના ગામની ટિકિટ પકડાવી ચડાવી દે ટ્રેનમાં એને” “મમ્મી પ્લીઝ તને ખબર તો છે અમે આને શા માટે લાવ્યા છીએ ડેન્સીના સ્વભાવની તો તને ખબર જ છે ને.”દેવાંશે કહ્યુ. કામિનીબહેને દેવાંશને પણ ખખડાવતા કહ્યુ, “લગ્ન કરતા પહેલા ખબર ન હતી તારી ગોરીના સ્વભાવની? હવે તારે આ ભીખારણને લંડન લઇ જવી છે? જરાય જરૂરિયાત નથી.એને પહેલા જલ્દી અહીંથી રવાના કર.” નિકિતા પણ મમ્મીને સમજાવતા કહ્યુ, “મમ્મી પ્લીઝ હજુ તે આપણા ઘરમાં નવી છે.તેને યોગ્ય ટ્રેનિગ આપતા તે ટ્રેઇન્ડ થઇ જશે.કામ ડાઉન મમ્મી તુ આટલો ગુસ્સો રહેવા દે તારી તબિયત બગડશે.મારા હવે દસ જ દિવસમાં લગ્ન છે.તુ આ બધી ચિંતા રહેવા દે આ બધુ અમે મેનેજ કરી લઇશુ.ફરીથી તેને આવુ કામ નહિ સોપીએ.”

નિકિતાની વાત સાંભળીને કામિનિબહેન આવેશમાં આવીને બોલી ઉઠયા, “નિક્કી તુ બંધ જ થા.આવા ફાલતુ આઇડિયા તારા જ છે મને ખબર છે.ભીખારી હોઇ તે ભીખારી જ રહે તે કોઇ દિવસ ટ્રેઇન્ડ ન થાય.મારે હવે કાંઇ સાંભળવુ નથી આને અત્યારે અહીંથી રવાના કરી દો.લગ્નમાં મારે હવે બીજી કોઇ ભાંજગડ ના જોઇએ” કામિનીબહેન પોતાનો હુકમ છોડીને જતા રહ્યા અને તેમના ઘરમાં કામિનીબહેનના હુકમનુ કોઇ ઉલ્લઘંન કોઇ પણ ના કરી શકે.આથી નિકિતા અને દેવાંશ મુંઝાઇ ગયા.નિકિતાએ બધા નોકર ચાકરોને કામ માટે મોકલી દીધા પછી હર્ષદભાઇ પાસે જઇને કહ્યુ, “પપ્પા તમે મમ્મીને જરાક સમજાવોને પ્લીઝ તમને તો ભાભીના સ્વભાવની ખબર જ છે ને.અત્યારે કોણ ભાઇ સાથે એમ ને એમ લંડન જાય.માંડ એક રાજીને શોધી છે.મમ્મી તેને પણ મોકલી દેવાનુ કહે છે.પપ્પા પ્લીઝ કાંઇક કરોને” હર્ષદભાઇને કામિનીબહેનના સ્વભાવની વર્ષોથી જાણ હતી.તેની “ના” ની “હા” કે “હા” ની “ના” કયારેય પણ થતી ન હતી તેથી તેમણે પણ લગ્નજીવન સુખરૂપ ચલાવવા માટે પોતાનો એક સ્વભાવ બનાવી લીધો હતો કે પોતે કયારેય કામિનીબહેનની વાતમાં વચ્ચે પડતા નહી.કામિનીબહેનના નિર્ણય વિરુધ્ધ કાંઇ પણ બોલતા નહી.આથી હર્ષદભાઇએ કહ્યુ, “પ્લીઝ મને બક્ષી દો.તમે જાણો અને તમારી મમ્મી જાણે.આમાં હુ કયાંય વચ્ચે નહિ પડુ.મારે અત્યારે અગત્યનુ કામ છે હુ નીકળુ છુ”

વધુ આવતા અંકે..................