માધયાના બાપુ
સપ્ત પાર ગામ!
સૌરાષ્ટમાં સોમનાથથી પૂર્વ દિક્ષણે દસેક િક.મી.દુર
દિરયાની ગોદમાં રમતું નાનકડું ગામ.સપ્ત પાર એટલે સાત પારા
(ભાગ).ગામમા઼ં સાત ઼ઞાતી કારડીયા,કોળી,આિહર,કુંભાર,
દરબાર,મુસ્લીમ અને હિરજન બાકી ઈતર ઞાિતનાં છુટાછવાયા
ખોરડાં.દિક્ષણે દિરયા િકનારે સ્મસાન ત્યાંથી થોડે દૂર માઁ
નવદુર્ગાનું મંિદર ને પછી ગામ એકાદ િકલોિમટરે,
બસ કઈંક આવુ જ સપ્તપાર ગામ.
૮૦'ના દાયકાની વાત છે,િવકાસના વાયરાથી
અછૂત આ ગામ પોતાની મસ્તીમાં િલપ્ત થઈ િજવતું
અને એથીય િનરાળું િજવન હતું મંગા,રુડી અને માધ્યાનુ
. ધંધો બકાલાનો.મંગો રોજ ખેતરું ખુંદે જરુર પડે
રુડીને લઈ શેહરમાં જાઈને બકાલું આણીયાવે.રુડી વાછરડા ડાડાનાં
મંિદર પાસેના પોતાના ઘરનું આગણું વાળી ચુલે રોટલાં શાક બનાવે ત્યાં
મંગો યુનુસની સા આણે.આ સાનો કોટો સડે પછ
મંગો ખભે કોથરા નાખે, રુડી કઈડમાં માધ્યો ને માથે
ભારો નાખી સરકારી દવાખાનાની િદવાલની ઓથે
આવેલી બકાલાની બેઠકે જાય.પછીનું કામ પણ રુડીનું.
અાખો િદ' બકાલું વેચે ને પાછા બાંધ્યા ગરાક.રુડી જ
કહે 'ઈ' તો 'રુડીના સાચા તોલ ને મીઠાં બોલની કમાલ સે'.
સમયના વહેણ વહેતાં ગયાં ધાવણો માધ્યો હવે આઠનો થયો,રુડીએ મેડી બંધ મકાન કીરાં.માધ્યાને િનહાળે મેલ્યો.પણ રુડીને મંગાના આ સખને કોઈક ની નજરું લાગી.રુડીને તાવ મિહના દીથી ઉતરતો જ નથી,દોરા ધાગા, દવા દારુ ભૂત ભારાડી સંધુય કીધું.હવે તો પગે સોજા ચઢયાં ત્યારે શહેરના મોટા દાકટરે કીંધું કે રુડીને અમદાવાદ મોટી સરકારી દવાખાને લઈ જાવ.મંગા માથે તો આભ ફાટયું.એક તો બકાલાનો ધંધો બંઘ થયો,માધ્યો નાનો ને એમાં આત્મ ને પ્રાણ સમી માંદી રુડીને લઈ છેક અમદાવાદ લગણ જાવાનું.
મર્દ મંગો ભાંગી પડયો,કોળીવાડામાં કાળો કેર થયો પણ રુડી તો રુડી જાણે ભગવાને સાત મ્રદ ભાંગી બનાવી હોય એવી િહમતવાળી.
તાવ ભર્યુ શરીર અને સ્વાશ છતાં રુડી બોલી" માધયાના બાપુ,એમ કાંઈ, મર્દ થઈ ભાંગી જવાય,તારી રુડી માંદી છે કાંઈ મરી નથી ગઈ".
"પણ રુડી છેક અમદાવાદ લગણ જાવાનું ને પાછો માધ્યો નાનો,આપણને તાં વરતે કોન?,પાછા ગર્થે કાવડીયા પણ નથ".મંગાએ એકસામટી મુંજવણ બહાર કાઢી.
"તે બહું મુંજાય તો કોક ડાહયા માણહને પુસીએ સમજ્યો,તે હાલ આતાશેઠ પાસે".
રુડીના આ સુચનને બધાએ વધાવ્યું.એક્કામાં રુડીને સુવારી ભવનાથ શંકરના મંિદરના ચોકમાં આવેલી વાિણયા ઓતમચંદ શેઠની હવેલીએ હાલરું પહોંચ્યું.
ઓતમચંદ ગાંધી વાડી વજીફા વાળો ગામનો વિણક.ઉદાર, ખાનદાન અને ડાહયો માણસ.કરેલી સખાવતોનો િહસાબ નિહ.પણ શેર માટીની ખોટ ,આતાશેઠ અને મોંધીમાંએ આધાત્મ તરફ િદલ વાળી લીધેલું.ગામની કે કોઈની અંગત મુશ્કેલીમાં શેઠ અને માં હંમેશા સાથે હોય.ચોકમાં કોલાહાલ સાંભળી શેઠ હવેલીની બેઠકની બહાર આવ્યાં.શેઠને જોઈ મંગાએ દોટ મેલી,શેઠના પગ પકડી નાના બાળકની માફક ધીધીયારી મુકી મોકળા મને રડયો,પાછળ ગભરાયે માધ્યો 'બાપુ,બાપુ'બાપુ 'કરતો મંગાના પીખડીએ ટીંગાંણો.
અવાજ સાંભળી મોંઘીમાં રસોડામાંથી દોટ મુકી ફળી વટાવી શેઠની બેઠકમાંથી બહાર આવી બોલી ઉઠયાં'રે રે શું થયું મંગાભાઈ?"
પણ જવાબ કોણ આપે!પાછળ ઉતાવળે દરવાજાની ખડકીએથી મહારાજ(રસોયો) બટુકભાઈ બહાર આવ્યા.શેઠે મહાપરાણે લગભગ બથાવીને મંગાને ફળીમાં લીધો.પાછળ ટોળુ શેઠની મદદની અપેક્ષાએ ટપોટપ ફળીમાં ઉભળક પગે ગોઠવાયાં.સૌની પાછળ મોંઘીમા રુડીનો હાથ જાલી ધરમાં પર્વેશ્યાં.
આવા પર્સંગોથી ટેવાયેલ મહારાજે નેતરની ખુરશીઓ ફળીમાં આગળ ધરી.શેઠ અને શેઠાણીએ સ્થાન લીઘું.બધાને મહારાજે પાણી પાયું.ફળીમાં િનરવ શાંિત.શેઠે સ્વસ્થતા પૂર્વક બધા પર નજર નાખી.મંગો તો વાત કરવાના હોશ હવાશમાં ન હતો.તેના સાખ પાડોશી કાળુ સામે સુચક દિષ્ટ કરતાં કરતાં કાળુ એક સ્વાસે જાણે કે ઠલવાયો.
તેની વાતનાં અંતને જીલતાં રુડી મહાપરાણે બોલી"શેઠ મુને મોતની પણ ભે નથ પણ આ માધ્યો નાનો ને મંગો આમ કોચવાય ઈ નથ િજરવાતું બાપ,હવે તમેજ મારગ કરો,તમે કો તો મેડી લખી આલું અને કો' તો આ માધ્યો પણ".ત્યાં તો મંગાએ પાછો ઠુઠવો મુકયો ને પાછળ માધ્યાએ જીલ્યો.સૌની આંખો નમ થઈ.મોઘીમાંએ માધ્યાને તેડી લીધો.
શેઠે હવે વાતનો દોર હાથમાં લીઘો"અલ્યાં મંગા આટલાં દી' કાં મુંજાય મર્યો, ને રુડી મારા ચોપડે કેના ગીરે લીધાં છે કે તારા લઈશ,બુન.હું તમને િચઠ્ઠી કરી દવ ઈ લઈ કાલના મેલમાં અમદાવાદ ઉપડો ત્યાં બધુય થઈ પડશે,હા વજેશંકર સાથે આવશે."
ત્યાં મોંઘી મા બોલ્યાં"માધ્યો અિહં મારી પાસે રહેશે,તેની િફકર છોડો નાના બાળને દવાખાને ન મોકલાય".
સૌ વાતમાં મંડાયા માધ્યો આમતો મોંઘીમાનો હેવાયો એટલે એ પણ સહમત થયો.હૈયે હામ લઈ સૌ િવખરાયા.રાતે રુડી અને મંગાએ માધ્યાને ખુબ વ્હાલ કર્યું,જાણે િજવતરની છેલ્લી રાત હોય.
સપ્તપારમાં પર્ાગઢ ફુટયા,મંગો અને રુડી તો કયારના જાગી ગયેલાં,બલ્કે નીંદરજ કોને આવેલી.જુની બેગને સાફ સફાઈ કરી મંગાએ કપડા ભર્યા. પગ ભાંગી પડેલાં,હાથ ધર્ુજે પણ શું થાય...પર્ાણ પ્યારી રુડીના જીવતરનો સવાલ છે.માધ્યો પણ ઉઠી ગયો,ઓસીયાળા મો એ બધુ જોતો રહ્યો.ઉડે ઉડે શેઠની હવેલીએ રહેવાનો રોમાંચ હતો.ત્યાતો યુનુસ ખુદ સા લઈને હાજર થયો.િચંતામાં આજ મંગો ચા પણ ભુલી ગયો.યુનુસને જોઈ મંગાની આંખમાં નમી આવી રુડી અને મંગાએ યંત્રવત ચા પીધી,મંગો પૈસા આપવા ગયો પણ યુનુસ નીચા મોએ માધ્યાને માથે હાથ મુકતો ત્યાંથી સરી ગયો.ખામોશી તદન ખામોશી...
સમય થયો કાળુ એકો જોડી આવ્યો,એક િનશ્રવાસ સાથે મંગાએ સામાન એકામાં મુકયો,રુડી મહાપરાણે એકામાં બેઠી મંગાએ માધયાને બેસાડી મકાન બંધ કર્યું.એકો ભવનાથ મંિદરના ચોકમાં પહોચ્યો,મંગાએ એકો ઉભો રખાવ્યો દોડી શંકરને સાષ્ટાંગ વંદન કરે છે,આજ માધવ પણ શંકરને વંદે છે.કદાચ આજ દુઆ કામ આવશે.રુડી દુરથી નમન કરે ત્યાંતો હવેલીએથી વજેશંકર બુમ પાડે છે,"એ હાલો હવે મોડુ થશે".કાળુ એક્કો હાકવા માડે છે,પાછળ મંગો માધયો લગભગ દોડવાં માંડયાં.
હવેલી પાસે શેઠની એમ્બેસેડર ઉભી હતી.ડર્ાઈવર ગણપત અને વજેશંકર આગળ ગોઠવાય ગયેલાં.રુડી અને મંગો બેગ લઈ મોટર પાસે ઉભા,ત્યાંતો ઓતમચંદ શેઠ નવકાર મંત્રનું સ્મરણ કરતાં બહાર આવ્યા.પાછળ મોઘીમાં દેખાયાં.વજેશંકરનો માભો આજે કઈંક ઓર જ હતો,આજ િદવસ સુઘી તો શેઠની સાથે અમદાવાદ જતો પણ આજે સુકાન તેના હાથમાં હતું.શેઠે મોટરનો દરવાજો ખોલી રુડી અને મંગાને અંદર બેસાડવા મંડયા,ત્યાતો શરમાયને વજેશંકર નીચે ઉતર્યો.માધયાને બુચકારતાં નમ આંખે બન્ને અંદર ગોઠવાયાં.મોઘીમાંએ માધયા માથે હાથ મુકયો જાણે લક્ષિમ અને સરસ્વિતએ માધયાને આિશષ આપ્યા.
મા બોલ્યા," હવે માધયાની જવાબદારી મારી હો મંગાભાઈ,રુડીબેન.ઝટ સાજા તાજા થઈ આવો,માં જગદંબા સૌની રક્ષા કરે."
બધા મોટરમાં ગોઠવાયા પછી શેઠે વજેશંકરને કહયું,"વજુશેઠ!મારા દર્દી જવાબદારી તમારી છે હો,જરુર પડે પોષ્ટઓફીસે ફોન કરજો,મેં માસ્તરને કીધેલું છે.ને પહોચીને તાર મેલજો.લ્યો ત્યારે જયિજનેન્દર્."
મંગા ને રુડીએ શેઠને હાથ જોડયા,આંખોમાં ભવોભવનાં એહસાનનો એહસાસ સાથે અક્ષુઓથી છલકાઈ ગઈ.વજેશંકર નીચું જોઈ રહયો ને ગણપતે મોટર મારી મુકી.માધયો િવહવળતાથી મુક દર્શક બની જતી મોટરને જોઈ રહયો.
રસાલો ટર્ેન રસ્તે અમદાવાદ પહોચ્યાે.મંગો તો જાણે અજનબી દુિનયામાં આવી ગયો.રુડીનું દર્દ વધતુ જતું હતું.વટ હતો વજેશંકરનો શેઠની િચઠઠીએ સેનેટોરીયમાં જગ્યા મલી.શેઠને તાર મેલ્યો.
વજેશંકર મંગાને ંઉપદેશ આપતા જાય કે"મંગા, આતો હું ભણેલો ને શેઠયા ભેગો ફરેલો એટલે આપણું કામ ટેમ ટુ ટેમ કામ થાય બાકી તારું આવડા મોટા ગામમાં કામ નિહં."
મંગો અહોભાવથી કહેતો જાય "સાચી વાત બાપા".
સેનેટોરીયમના સંચાલકે ઞાતીના મોવડીને જાણ કરી તુરંત પૈસાની વ્યવસ્થા કરી.બપોરે રુડી અમદાવાદ િસિવલમાં દાખલ કરવા લઈ ગયા.એ ભીડ અને દવાખાનાની િવશાળતા જોઈ મંગોતો હબકી ગયો.પણ ઊંડે ઊંડે આશા બંઘાણી કે હવે રુડી બચી જશે.આગળ વજેશંકર ને પાછળ મંગો ને રુડી અિહં તિહં ભટકી આખરે રુડીને દાખલ કરી પણ સ્ટાફ પાસે વજેશંકરનો માભો ન ચાલ્યો.
રુડીને દાખલ કરતાં તેણે પણ જાણે હાશકારો અનુભવતા બોલ્યો "હાશ માંડ જગ્યા મળી.મારા બેટા મને પણ જવાબ નથી દેતા."
બે િદવસની મેરેથોન ચેકઅપ પછી રુડીને િકડની િવભાગમાં ખસેડી.
ડોકટર પિરિક્ષત આયંગરે આખરે મંગા અને વજેશંકરને ચેમ્બરમાં બોલાવ્યા"બેસો ભાઈ, હવે જુવો મંગાભાઈ રુડીબેનની બનેં િકડની ફેલ છે.તેમને ડાયાિલિસસ પર રાખીએ છીએ પણ તે બદલાવવી પડશે.ઓપરેશન અને દવાઓ અિહંથી આપીશું પણ િકડની દાતા તમે શોધો."મંગો વચ્ચે કુધ્યો"સાહેબ,અમારા શેઠે કીધુ સે કે ખરસો જે થાય ઈ આપસેઈ.તો તમ તમારે દવા કરો."
ડો.વજેશંકર સામે સૂચક નજરે જોતાં તે હાથ જોડી ઉભા થયાં.સાથે મંગો અનુસર્યો.
"સાયબ તો ભગવાન જેવા છે"મંગો બોલ્યો પણ વજેશંકરની તંગ ભૂક્ટી જોઈ િચંિતત સ્વરે બોલ્યો"સાયબે શું કીધું હેં વજુભાઈ,રુડી કયારે સાજી થાહે".
"આપણે શેઠને ફોન કરીએ"વજેશંકરે જવાબ દીધો.હવે મંગાએ વાતની ગંિભરતાં સમજયો.પાછો સુન થઈ ગયો.
મંગાને રુડી પાસે મોકલી વજેશંકરે પોષ્ટમાસ્ટરને ફોન જોડયો.પછી ઘણા સમયે ફરી ફોન લાગ્યો,શેઠ સાથે વાત થઈ.શેઠે અફસોસ વ્યક્ત કરી મંગાને સાચી વાતથી વાકેફ કરવાને િહંમત રાખી રુડીની બનતી સેવા કરવા સુચના આપી.
આખરે બપોરે મંગાને જમાડી વજેશંકરે વાત માંડી,"જો મંગા આપણે મર્દ કહેવાય,આપણી ઉપર દુ:ખના પહાડ તુટી પડે તો પણ આંશુનો સાગર પી જઈ આપણે કુંટુંબ કિબલાને ટકાવવું પડે.મકાનનો મોભ,વહાણનો કુવાસ્થંભ અને કુંટુંબના મોટેરા મર્દનો હાર દેખાડવાની છુટ નથી."
"ઈ તો સાચુ વજુભાઇ, આ તો હારુ રુડીનો પ્રેમ ઇવો કે સાસરીનું ભાંગી પડાય,પણ હે મારી રુડીને થયુુ સે સુ?ઇ 'તો કો બાપલાં,મુને તો પેટમાં બરે છે ને કોરીયા ગળે નથ ઉતરતાં."મંગો સ્વાસ ભેર બોલી ગયો.
"જો મંગા આપના લોહીને ચોખ્ખુ કરે ને પેશાબ બનાવે ઇને િકડની કે'વાય.ઇ બે હોય,હા ઇ બેય િકડની રુડી બગડી ગઇ છે.હવે જેનું લોહી ચેક કરતાં ખબર પડે કે લોહી રુડી જેવું છે, ઇ જો એક િકડની આપે તો રુડીબેન બચે.પણ એવું કોણ
હોય કે રડી માટે પોતાનો િજવ જોખમમાં મેલે ,એટલે બધુ આમ છે મંગા."વજેશંકરે પૂરી વાત મંગાને કરી.
મંગો આમતો હેબત ખાઈ ગયો, મનમંા શંકા હતી તો સાચી પડી.પણ હવે મર્દ થવાની ગાંઠ વાળી એટલે આશું પી ગયો.
"તે હેં વજુભાઈ,મારી કડની નો હાલે?"મંગા એ છેલ્લો દાવ જાણે િજંદગી ંબાજી લગાવતો હોય એમ કર્યો.
"પણ મંગાભાઈ લોહી ચેક કરવું પડે ને ઇ રુડી જેવું હોવું જોેએ"વજેશંકરે જમીને ઉઠતાં છણકાં સાથે કહ્યું.મંગો ગમ ખાઇ ગયો.પણ એણે તો પોતાની કડની દઇને રુડીને બચાવવાનો િનર્ધાર કરી લીધેલો.
બે િદવસ ડાયાિલિસસ પછી ડો.પિરિક્ષત આયંગર વજેશંકર અને મંગાને ચેમ્બરમાં બોલાવે છે.નર્સ બનેંને સાહેબ સુધી દોરી જાય છે.ઉતાવળા ડગલે બહાવરો મર્દ મંગો વજેશંકર પહેલાં ચેમ્બરમાં ઘુસ્યો,પાછળ વજેશંકર.
"કોઇ ડોનર મળ્યો વજુભાઇ."વજેશંકર િનરુતર રહયાં.
"જુઓ આપણી પાસે સમય ઓછો છે."ડોકટરે થોડી ચેતવતાં સ્વરે કહયું.
ગભરાંતા પણ મકકમ અવાજે કહયું "હું મારી કડની આપીશ, સાહેબ."
"એમ ન થાય મંગા,તું બેસ શાંિતથી."વજેશંકરે મંગાને વાર્યો.
"હું પર્યાસ કરીશ"એમ કહી વજેશંકર ડોકટરને હાથ જોડી ઉભા થયાં,પણ મંગો ન હટયો.વજેશંકર મંગાનો હાથ ખેચે એ પહેલાં
"સાહેબ,મારી રુડી બેજીવી હતી તારે દાકતરે મારું લોહી ચેક કરેલું ને કીધંુહતું કે રુડીને તારું લોહી દે'શુ,ં સાહેબ એક વાર જોવો તો ખરા કે મારી કડની કેમ ન હાલે,મારે મારી રુડીને બસાવી સે.સાહેબ કઈંક કરો".મંગાએ ફાટેલાં સાદે ગોકીરો કર્યો.
વજેશંકર અકળાયો પણ ડોકટરની આંખ આ વાત સાંભળી ચમકી"યસ,મંગાભાઈ,આપણે ચેક કરીએ".ડો.બોલી ઉઠયાં.
આખરે મંગાને દાખલ કરી બઘા ટેસ્ટ કરાવ્યાં.ડોકટરે વજેશંકરને બોલાવ્યાં" હા તો ભાઈ હવે ડોનર પણ છે, અને દર્દી પણ,તો આપણે વઘુ રાહ ન જોવી જોઈએ."
વજેશંકર સઆનંદ બોલ્યો,"સાહેબ,હું તો મંગાની વાતને બકવાસ સમજતો હતો પણ આ તો ..."
"એના બોલવામાં જ ઈસ્વરનો સંકેત હતો, વજુભાઈ.ખેર એના પરે્મે રુડીબેન બચી જશે,હાં તમે િકડની ટર્સફરના પેપરમાં અને ઓપરેશન પેપરમાં સહી કરશોને કે કોઈ ઘરના સભ્યને બોલાવો.હવે તમારું રોકાણ મિહનાનું.દવા િવગેરેના રુપીયાની સગવડતા કરો."ડો.રે વાત પુરી કરી.
વજેશંકર બે િદવસની મુદત માંગી ફોન કરવા ભાગ્યો.ઘણીવારે શેઠ સાથે પોષ્ટ ઓિફસે વાત થઈ.કાલે વાત કરું કહી શેઠે ફોન મુકી દીધો.વજેશંકર મુજાઈ પાછો સેનેટોરીયમ પર આવ્યો.
મંગાના આનંદનો કોઈ પાર ન હતો.પોતે રુડીને બચાવી લેશે.તેણે ઉત્સાહમાં રુડીને કહી દીધુ.
"બસ,માધ્યાના બાપુ બસ,ઈમ કાંઈ ધણીની કડની એ જીવતર કાઢવાં કરઈતાં તો સોહાગણ મરવું સારું,હાલો આપણે ઘેર પાછા ,મારે ઈવા ફતુર નથ કીરવાં".
"ઈમ નો હાલે ડાઈની,મરવાની વાતું કાવ કરે રુડી.માંડ કરી તારા જીવતરનો જુગાડ થીયો સે.હવે મંુગી રહેજે હાં.બાકી મારા હમ સે".મંગો ફાટતાં અવાજે મર્દાનગી બતાવતો બોલ્યો.
"ઇમ તો નહી જ કરું,ધણીની કડની લઈ કી ભવ છુટુ,ને તુને કઈ થાય તો મારુ ને માધ્યાનું સુ થાહે"રુડીએ િજદ પકડી.
"ને કડની નઈ લે તો તારા વન મારું ને માધ્યાનુ ં સુ"મંગાએ સવાલ કર્યો.
રાત ખામોસ ગઈ.મંગાને રુડીનો પાસેનો પલંગ અપાયો.
સવારે ડોકટરની િવિઝટ સમયે રુડીએ ફરી એજ રાગ આલાપ્યો."મુને મરવા દો,મુને ધણીની કડની લઈ કીયા ભવ સુટવુ".
"છુટવા માટે લગ્ન કર્યાતાં રુડીબેન?"
"ના,પણ મુને ઈની િસન્તા થાય,સાજા સારા જણને ઈમ કાંઈ અધમુઓ કરાય સાહેબ?"રુડીએ જવાબમાં ડોકટરને વ્યથા કહી.
ા" તમને કે તમારા જણ મંગાભાઈને કાંઈ નહી થાય એનો મારા પર િવશ્વાસ રાખો ને ઈશ્વરમાં શ્રધ્ધા રાખેા"ડોકટર આસ્વાસન આપે ત્યાતો લોબીમાંથી અવાજ આવ્યો કે
"ને રુડી ખાત્રી હું આપું,બેન" હા, ઓતમચંદ શેઠ પોતાના રસાલા સાથે અંદર ધસ્યા સાથે મોઘીમાં,કાળુ,માધ્યો અને િકડની િવભાગના મોટા ડોકટર, દાતાશ્રી .
સરસ નવા કપડા, બાબરી પાડેલાં વાળ,બુટ સાથે નો માધ્યો આજે' માધવ'' લાગતો હતો.દોડી રુડીને વળગ્યો.રુડી ને મંગાની આંખો જાણે શ્રાવણ ભાદરવો.બધાની આંખો નમ થઈ.ડોકટર સાથે ઓળખાણ થઈ.વજેશંકરને હાશ થઈ.
આપણાં રુડીબેનનું ઓપરેશન થાય છે, મોધીમાં અને શેઠની સમજાવટથી રુડીબુનની કડની બદલાય, પાંચ કલાકના મેરેથન ઓપરેશન અને આઈસીયુ પછી રુડી અને મંગો સલામત જાહેર થયાં.શેઠ તેમના રસાલા સાથે પાછા ફર્યા.હવે સ્પેિશયલ રુમ,નર્સ તેમજ પૈસાની છુટને લીધે વજેશંકર મોજથી સેવા કરે છે.
માધ્યેા હવે નવા રંગ રુપ અને સંસ્કાર સાથે નવી શાળાએ જવા માડયો,નવા િમત્રો સાથે ગોઠી ગયું પણ કયારેક રુડી ને મંગો યાદ આવે તો જાણે સમય અટકી જતો. વધુ તો શેઠના ધંધાના કામમાં મદદ કરવાની મજા પડતી પણ મોઘીંમા પરાણે ભણાવતા અને ટયુશને પણ જવું પડતું.મા કહેતાં,"મોટો થઈ ડોકટર થા,ગામની સેવા કર,તને હું ભણાવીશ,જો અિહં ડોકટર હોત તો રુડીને અમદાવાદ જવું ન પડત."બસ આ વાત માધ્યાના િદલમાં ઠસી ગઈ.
તર્ણેક મિહના થયા રુડીને મંગો જાણે કે નવા અવતારે સપ્ત પાર ગામે વજેશંકર સાથે પાછા ફરે છે. પણ હવે મજુરી જેવા ભારે કામ માટે અસમર્થ છે.શેઠની સલાહ ને મદદથી બકાલાની દલાલીનો ધંધો ચાલું થાય છે.પણ િજવતરને જાણે થીંગડું લાગ્યું.શેઠ સાથેના સંબંધો વધારે પર્ગાઢ થયાં કારણ બન્યો માધ્યો.
રુડી ને મંગો જ ઈચ્છતા હતા કે માધ્યો માેંધીમાંની નજર હેઠળ ઉછરે.
મંગો રુડીને કહેતો"ભલેને માધ્યો માંના આશ્રે મોટો થાય,કઈંક સારું શીખશે ને ઈનું િજવતર સુધરશે.હવે આપણા દેહનો શું ભરોશો".જાણે કે ભિવષ્ય ભાળતો હોય કે મોતની ભે ભાળી ગયો હોય.
"ઈ તો હું કેતી'તી મંગા,પણ તું ન માઈનો"રુડીને તો જાણે િજવતર ભારરુપ થયું.
પાંચ વર્સનો સમય િવતી ગયો સપ્ત પારના િકનારે મોજાએ કઈંક પછડાતો મારી.માધ્વ હવે હાઈસ્કુલમાં જવા લાગ્યો.દુિનયા દારીની સમજ થોડી વહેલી પાંગરી.ડૉકટર થવાની વળેલી ગાંઠે હવે ભણવામાં અલ્વર રહેવા માંડયો.
પણ તે દીનો સુરજ કઈક અલગ જ મંડાણો.સવારે દલાલીએ ગયેલો મંગો સાંજ સુધી ઘેર ન આવ્યો,રુડીનાં રાંધેલાં ધાન રઝળી પડયાં.છેક આથમતી બપોરે કાળુ ને માધ્યાને સમાચાર મળ્યા કે સપ્ત પાર આવતાં બકાલાનો છકડો પલટી ખાઈ ગયો અને મંગા સિહત બીજા બેને ખુબ વાગ્યુ છે,છેક રામગઢ લઈ ગયા છે.ગામમાં ગોકીરો થયો, કાળુએ રુડીને અને માધ્યાએ મોઘીમાંને વાત કરી.વાત શેઠના કાને પહોંચી.ટાંકણે ગણપત પણ ન'હતો.શેઠ ખુદ મોટર ચલાવી માં,રુડી,માધંયો અને વજેશંકરને લઈ િનકળી પડયાં.પાછળ ખટારામાં ગામના માણસો.
િચંતાતુાર મા બોલ્યા"માંડ શાંિત હતી મંગાભાઈને",
"કરમમાં કાણાં હોઈને તો કોથરામાંથી કરડે તે આનું નામ,મોંઘી"શેઠ લંબાતે અવાજે ને મોટા િનશ્રવાસે બર્ેક મારતાં બોલ્યાં.
રામગઢ િસિવલના આઈસીયુમાં મંગો ઓકસીજન પર હતો.ડૉકટરે શેઠને કહયું કે"માત્ર એક જ િકડની છે અને તે પણ ઈજાથી ફેલ છે.નો ચાન્સ ટું સરવાઈવ.તમે મળો, સમય ઓછો છે".
શેઠ,માં અને માધ્યો મંગાને મળે છે.માં તથા શેઠ હાથ જોડી મંગો માધવ તરફ ઈશારો કરે છે પણ બોલી નથી શકાતુ,રુડીની સામુ જોઈ જાણે આખરી િવજય િસ્મત કરે છે...બસ...ખુલ્લી આંખે હસતાં ચહેરે મંગો આખરી શ્રવાસ લે છે, બધાની આંખો ટપકે છે,અણનમ છે માત્ર રુડી એક િજવંત જડ મૂર્તી.
મંગાભાઇના િકર્યા કર્મ પતી ગયા,રુડી એમ જ જડ બની રહી.ડૉકટરોના મંતવ્યે ઊંડા આઘાતે આમ બન્યું છે.તેની માનિસક િસ્થિત અત્યંત બગડી શકે છે,રુડીને રડાવવાના તમામ પર્યાસો િનષ્ફળ ગયાં.હવે રુડી કાળુને ત્યાં ને માધવ શેઠને ત્યાં વસ્યાં.ગામ કહેતું કે કુદરતે એક માળો િવખી નાખ્યો.રુડીને માધ્યાનો મેાહ પણ છુટી ગયો.કયારેક માધ્યાને ધરમાંથી હાંકી કાઢતી તો કયારેક શેઠની હવેલી જઈ માધ્યાને ખૂબ પર્ેમ કરી આવતી.બાકી આખો િદવસ સ્મશાને આવેલાં શંકરના મંિદરે બેસી દિરયાના મોજાને અિનમેશ જોતી રહેતી,ન ખાવા હોશ ન કપડાના.માધવ ને મોંધીમાં દરકાર કરતાં, બાકી ગામ દયા ખાતું.
પણ િશયાળાની એ ઢળતી રાતે સપ્ત પારની ઉભી સડકે કાિતલ ટાઢમાં રુડી કીકીયારી કરતી રાડો પાડતી શેઠની હવેલીએ આવી"એ મારા માધ્યાના બાપુ મુને લેવા આયો,હુ જવાની,હું જવાની, માધ્યાના બાપુની હાઈરે કાલ જવાની".
િવસ્ફાિરત આખે મોંઘીમાં અને શેઠની સામે ચોકમા નાચતી કુદતી માધ્યાને પર્ેમ કરતી મોંઘી માંને સોંપતી ખુશખુશાલ ચહેરે ને ડરાવના ડોળે "લ્યો માં મારા મારા માધયાના બાપુની પરસાદી તમુને દીધી મોજ કરો" રુડી આજ છ મિહને બોલી પણ અલગ જ ગુલતાનમાં.
"માધ્યા માંને શેઠને સાસવજે મારા પેટ,આપણા ચામડા જોડા કરીને તો પણ એમના ગણ ઓછા પુડે,મારા પેટ".
માધવ આજે પહેલી વાર રુડીથી ડર્યો,મોઘીમાની પાછળ લપાયો.મંાએ રુડીને ખુબ વારી પણ ખુશહાલ ને ગુલતાન રુડી અંધારામાં ઓગળી ગઈ."કદાચ ઘર બાજુ ગઈ"માં એ િદલ વાળ્યું.
સપ્ત પારમાં હજુ પર્ાગડ ફુટયાં નથી,વજેશંકર આેમ નમ:િશવાય જપતાં ધોતીયુને શાલ વીટી ધર્ુજતા ઉતાવળે ડગલે ભવનાથ મંિદરે જાય છે.શેઠની હવેલીના બેઠકના ઓટલાં પર રુડીને સુતેલી જોઈ,
"રુડી એ રુડી ",ધીમા સાદ પાડી આગળ વધ્યાં,કઈંક સંચાર સાભળી શેઠે બેઠકનું બારણું ઉઘાડયું ને ફસડાય પડયાં"એ મોંઘી,એ માધવ".
હા રુડીબેન માધ્યાના બાપુ હારે હાલી િનકળ્યાં.
*** *** **** **** ****** ***** ****
આજે ડો.માધવ ઓતમચંદ ગાંધી ખ્યાતનામ યુરોલોિજસ્ટ સપ્ત પારમાં રુડી મેન્શનમાં ચાલતી ગાંધી હોિસ્પટલના ડાયરેકટર છે અને દર રિવવારે િકડની તપાસનાં કેમ્પ કરે છે.શેઠ તો હવે નથી રહયાં પણ માં હજુ દયા,દાન અને ધર્મની જયોિત પર્જવાળી બેઠા છે.
લ્યો ત્યારે જય સોમનાથ