Anjaam Chapter-11 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | Anjaam Chapter-11

Featured Books
Categories
Share

Anjaam Chapter-11

અંજામ—૧૧સાવ અચાનક જ રઘુની નજર ગેહલોત ઉપર પડી. બુલેટ પર સવાર થઇને તે હજુ થોડો જ આગળ વધ્યો હશે કે એક વળાંક આગળ તેણે ગેહલોતને જોયો... ક્ષણભર માટે તેની અને ગેહલોતની નજર આપસમાં ટકરાઇ અને તે આગળ વધી ગયો. સાવ સાહજીક રીતે જ આ થયું હતુ. રઘુનું એમાં કોઇ “ઇન્ટેન્શન” નહોતુ.... તેમ છતા તેનુ માથુ ઠનક્યુ હતુ. ગેહલોતનુ અહી હોવુ તેને ગમ્યુ નહોતુ. એક અકળ લાગણી તેને ઘેરી વળી. તે હજુ કંઇ સમજે, વિચારે એ પહેલા તો તે ગેહલોતથી ઘણો દુર નીકળી ચૂક્યો હતો. તેના બુલેટના ફાયરીંગનો અવાજ તેની જ છાતી ધબકાવી રહ્યો હતો.આવુ જ કંઇક ગેહલોતના જહેનમાં થયુ હતુ. તે ચુપચાપ રઘુ પાછળ ચાલ્યો હતો. તેણે રઘુને દારૂની દુકાનના ઓટલથી નીચે ઉતરીને બાજુની ગલીમાં જતો જોયો એટલે તે થોડો બહાર નીકળી એ તરફ ચાલ્યો... કે સાવ અચાનક જ રઘુ તેનુ બુલેટ લઇને ગલીમાંથી બહાર નીકળ્યો હતો. તે સાવધાની વર્તવા માંગતો હતો પરંતુ ઘણુ મોડુ થઇ ચુક્યુ હતુ. રઘુ બરાબર તેની સામે જ આવી રહ્યો હતો. તેની અને રઘુની નજર અલપ-ઝલપ મળી અને તે ત્યાંથી પસાર થઇ ગયો. ગેહલોત અચંભીત બનીને બે સેકન્ડ માટે ત્યાંજ સ્થિર થઇ ગયો હતો. તેને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે રઘુએ તેને બરાબર જોયો હતો... અને માત્ર જોયો જ ન હતો પરંતુ તે ચમક્યો પણ હતો. હવે ગેહલોત પાસે કોઇ રસ્તો બચતો નહોતો.તે સાવધાનીથી રઘુ શું કરે છે અને ક્યાં જાય છે એ જોવા માંગતો હતો પરંતુ હવે એ શક્ય બનવાનું નહોતુ. ગુનેહગારો અને પોલીસવાળઓની એક ખાસિયત હોય છે કે એક જ નજરે તેઓ સામેની વ્યકિતના મનમાં ચાલતા વિચારોને વાંચી લે છે. કદાચ આ ખાસીયત તેમનામાં તેઓના વ્યવસાયને લીધે વિકસી હશે... ગેહલોતને પણ સમજાયુ હતુ કે તેણે ખુલં-ખુલ્લા રઘુનો પીછો કરવો પડશે...તે પોતાની જીપ તરફ દોડયો. તેજીથી તે જીપની ડ્રાઇવર સીટમાં ગોઠવાયો અને જે તરફ રઘુનું બુલેટ ગયુ હતુ એ રસ્તે જીપ ભગાવી. થોડી જ વારમાં તેણે નખીલેકનું બજાર વટાવ્યુ હતુ અને તે દેલવાડાના પ્રખ્યાત જૈન મંદિર તરફ જતા રસ્તે ચડ્યો હતો... સામે આવતા વાહનો વચ્ચેથી રસ્તો કરતો તે આગળ વધી રહ્યો હતો. તેની નજર દુર જતી વાહનોની બેક-લાઇટોને જોઇ રહી હતી અને તેમાં રઘુની બુલેટને શોધી રહી હતી... અને તેને એ દેખાઇ પણ ખરી... લગભગ બસ્સો મીટર દુર રઘુ તેની મોટર સાઇકલ પર જઇ રહ્યો હતો. આટલે દુરથી પણ તેના બુલેટનું જોરદાર ફાયરીંગ સંભળાતુ હતુ. ગહલોતે લીવર દબાવ્યુ.હવે રઘુ ખરેખર ગભરાયો હતો. પહેલા તો તેને માત્ર શક પડયો હતો કે ઇન્સ. ગેહલોત તેની પાછળ આવ્યો છે... પરંતુ અત્યારે તેને પાક્કી ખાતરી થઇ ગઇ હતી.બુલેટના બેક મીરરમાં તેને પોલીસજીપ તેની પાછળ આવતી સ્પષ્ટ દેખાતી હતી. રઘુએ બુલેટને રેઝ કર્યુ અને લીવર આપ્યુ... બુલેટ ગોળીની જેમ આબુના વળાંકવાળા રસ્તે ભારે વેગથી ભાગી. આ રસ્તાનો તે ભોમીયો હતો. આબુના એકે- એક વળાંકથી તે પરીચીત હતો એટલે જો તે ધારે તો માત્ર પાંચ મીનીટમાં ગેહલોતને ચકરાવે ચડાવી તેની નજરોથી ઓઝલ થઇ શકે એમ હતો... તેણે એમ જ કર્યુ... નખીલેકથી દેલવાડાના મંદિર તરફ જતા રસ્તામાં એક ફાંટો પડે છે. રઘુએ એ ફાંટામાં બુલેટ વાળી અને ઉભો રહ્યો. આ એક કાચો –ધુળીયો ગાડા રસ્તા હતો... અહીથી પર્વતના ઉપરવાસમાં જવાતુ. સામાન્યતઃ અહી રહેતા ભરવાડો –પશુપાલકો પોતાના ઢોર-ઢાંખર ચરાવવા તેનો ઉપયોગ કરતા... રઘુએ એ ધુળીયા ગાડા રસ્તે એક ઝાડની આડાશે તેનું બુલેટ ખડુ કર્યુ હતુ અને જેવો ગેહલોત મુખ્ય રસ્તેથી તેની આગળથી પસાર થયો કે તરત તેણે બુલેટને ફરી ધમધમાવ્યુ. આ કાચા રસ્તેથી પણ નખીલેકની ઉપરવાસમાં આવેલી સુંદરવન હવેલીએ પહોંચી શકાય તેમ હતુ. પોતાની આ ચાલાકી પર તે ખુશ થયો. ગેહલોતને તેણે ચકમો આપી પીછો છોડાવ્યો હતો એ વાતે તેની છાતીમાં ગર્વ ભરાયો હતો. ફુલસ્પીડથી બુલેટને તેણે એ કાચા રસ્તે ભગાવ્યુ. અહીથી તેની મંઝીલ સુંદરવન હવેલી હતી... આજે કોઇપણ સંજોગોમાં સુંદરવન હવેલીનું પ્રકરણ પુરુ કરવાનું તેણે મન બનાવી લીધુ હતુ.****************************************************હાંફતો-પરસેવે નીતરતો માધોસીંહ સુંદરવન હવેલીના તોતીંગ દરવાજે પહોચ્યો... આકરી ઠંડીમાં પણ તેને પરસેવો ઉભરાયો હતો....હવેલીના દરવાજે પહોંચી તેણે રઘુને ખોળવા ચારે તરફ નજર ઘુમાવી.રઘુ હજુ આવ્યો ન હતો... ચો-તરફ રાતની નીરવ ખામોશી છવાયેલી હતી. આસ-પાસ ફેલાયેલી ગાઢ વનરાજી વચ્ચે ખામોશ ઉભેલી હવેલી કોઇ પુરાણી ભુતીયા હવેલી જેવી ભાસતી હતી. જંગલ વિસ્તારમાંથી આવતા પશુ પંખીઓના ચિત્ર-વિચીત્ર અવાજો કોઇ એકલા માણસના છાતીના પાટીયા બેસાડી દેવા પુરતા હતા. હજુ તો રાત્રીની શરૂઆત થઇ હતી. લગભગ દસ વાગ્યાનો સમય થયો હતો છતાં જાણે અહી મધરાત વીતી ચૂકી હોય એવો માહોલ હતો... માધોસીંહ ગેટ પાસે ઉભો હતો. આકાશમાં ઉગી નીકળેલા ચંદ્રના આછા અજવાસમાં નહાઇ ઉઠેલી સુંદરવન હવેલી અજીબ દિસતી હતી.માધોસીંહને મનમાં ડર તો લાગતો જ હતો એમાં અહીના માહોલે તેને વધુ થથરાવી દીધો. ઝટ રઘુ આવી જાય તો સારુ એવુ તેણે વિચાર્યુ....અચાનક માધોસીંહના કાને એક ઘર-ઘરાટીનો અવાજ સંભળાયો. તેને લાગ્યુ કે રઘુ આવ્યો હશે.પરંતુ તે ખચકાયો... રઘુ આવ્યો હોય તો જરૂર તેના બુલેટ પર આવ્યો હોય પરંતુ આ અવાજ બુલેટનો નથી. કોઇ મોટુ વાહન કે જીપના એન્જીનનો અવાજ હતો તે... અહીના ખામોશ વાતાવરણમાં એ અવાજ બહુ સ્પષ્ટ રીતે સંભળાતો હતો... માધોસીંહ ગેટ પાસેથી હટીને ત્યાં રોડની કિનારીએ ઉગી નીકળેલા એક તોતીંગ ઝાડના થડ પાછળ લપાયો. ચોક્કસ તેને લાગ્યુ હતુ કે આ રઘુની બુલેટનો અવાજ નથી એટલે એક સાવધાની ખાતર જ તે ઝાડની પાછળ સંતાયો...*********************************************ગેહલોતે જીપ અટકાવી.આગળ રસ્તો સુમસાન હતો અને હવે તેને રઘુના બુલેટના ફાયરીંગનો અવાજ પણ સંભળાતો ન હતો.મતલબ સાફ હતો કે રઘુ તેના હાથમાંથી છટકી ગયો છે.પરંતુ એવુ કેમ બને...? તેણે રઘુનો બરાબર પીછો કર્યો હતો તો પછી એ તેની નજરથી ઓઝલ કેવી રીતે થયો...? ભારે નીરાશાથી ગેહલોતે માથુ ધુણાવ્યુ. હવે આગળ વધવાનો સવાલ જ નહોતો. જરૂર રઘુ રસ્તામાં જ કયાંક અટક્યો હોવો જોઇએ. ગેહલોતે જીપને રીવર્સમાં ઘુમાવી અને ફરી નખીલેક જવાના રસ્તે વાળી. તેને પોતાની ઉપર ગુસ્સો આવતો હતો. તેણે બરાબર ધ્યાન રાખવાની જરૂર હતી. જો તેણે થોડી વધુ સાવચેતી રાખી હોત તો રઘુ તેના હાથમાંથી છટક્યો ન હોત એવા વિચારો તેના મનમાં ઉઠ્યા. જાત ઉપરની ખીજ જાણે જીપ ઉપર ઉતારતો હોય તેમ ભારે વેગમાં જીપને રોડ ઉપર ભગાવી... કે સાવ અચાનક જ તેણે પોતાની પુરી તાકાતથી બ્રેક ઉપર પગ દાબ્યો. “ચી...ઇ..ઇ..ઇ..” ના અવાજ સાથે ટાયરો રોડ સાથે ઘસડાયા... રબ્બર બળવાની સુંગધ ફેલાઇ અને એક ધક્કા સાથે એ ખખડધજ જીપ રસ્તા ઉપર ખોડાઇ ગઇ... ગનીમત હતુ કે જીપની પાછળ કોઇ વાહન આવતુ ન હતુ નહિતર જે સ્પીડમાં ગેહલોતે જીપને અટકાવી હતી એ જોતા પાછળ આવતુ વાહન જરૂર જીપ સાથે ભયંકર રીતે ટકરાયુ હોત...જીપ ઉભી રાખીને છલાંગ મારી ગેહલોત જીપમાંથી નીચે ઉતર્યો અને રોડની સામેની સાઇડમાં ચાલ્યો. રોડની એ બાજુ એક કાચો રસ્તો જંગલમાં જતો હતો. સાવ અચાનક જ ગેહલોતને ખ્યાલ આવ્યો હતો કે રઘુ જરુર એ રસ્તેજ વળ્યો હોવો જોઇએ. રસ્તો ઓળંગીને તે એ ગાડા કેડે આવ્યો અને નીચે નમીને ત્યાની ધુળમાં પડેલા નીશાનો તપાસ્યા....ઘોર અંધકારમાં પણ તેની આંખો ચમકી ઉઠી અને તેના જીગરમાં આનંદ વ્યાપ્યો...” યસ્સ...” તે બબડી ઉઠયો. જમીન પર ધુળમાં હજુ હમણા તાજા જ પડેલા ટાયરોના નીશાન હતા અને એ નીશાનો કોઇ બુલેટ જેવી ભારે વજનની મોટર-સાયકલના હોવા જોઇએ એ સમજતા તેને વાર ન લાગી. મતલબ કે રઘુ ચોક્કસ આ રસ્તે વળ્યો છે. તે ઝડપથી દોડીને ફરી જીપમાં ગોઠવાત, જીપ સ્ટાર્ટ કરી ફુલ સ્પીડમાં એ ધુળીયા રસ્તે ભગાવી....***************************પુરોહીતે જીપની લાઇટો બંધ કરાવી.નખીલેકવાળા રસ્તેથી તેઓ સુંદરવન પહોચવા આવ્યા હતા એટલે સાવધાની ખાતર તેણે લાઇટો બંધ કરાવી હતી જેથી માધોસીહ અહી હોય તો ચેતી ન જાય...તેમછતા તે પોલીસજીપ ના અવાજનું કંઇ કરી શકે તેમ ન હતો..શાંત, સુમસાન, એકાંત જંગલ વિસ્તારમાં જીપની ઘરઘરાટીનો અવાજ ગુંજી ઉઠયો હતો.એ અવાજ સાંભળીને જ માધોસીહ ઝાડની આડાશે છુપાયો હતો...તેને રઘુના આવવાની રાહ હતી પરંતુ રઘુના બદલે કોઇ બીજુ આવ્યુ હતુ. માધોસીહ થડકી ઉઠયો. અહી અત્યારે આ સમયે કોણ આવ્યુ હશે..? તેના મનમાં સવાલોનું વાવાઝાડુ ફુંકાયુ. શ્વાસ થંભાવીને, કાન તંગ કરીને તે દુર સંભળાતી ઘરઘરા ઘરઘરાટીને પકડવા મથી રહયો. “ જીપ અહી જ ઉભી રાખ.....” પુરોહીતે જીપ ચલાવતા કોન્સ્ટેબલને કહ્યુ. તેઓ હવેલીના ગેટથી માત્ર એકાદ ફલાંગ જ દુર હતા. કોન્સ્ટેબલે જીપ થોભાવી. “ આપણે અહીથી જુદી-જુદી દીશામાં જવાનું છે....હવેલીને ચો-તરફથી ધેરવાની છે...મારુ અનુમાન છે કે માધોસીહ ચોક્કસ અહી જ હશે. આપણને ખબર નથી કે તેના સીવાય બીજા કેટલા માણસો હશે એટલે તકેદારી રુપે સાવઘાનીથી આગળ વધવાનું છે. અને હાં, એકપણ વ્યક્તિ છટકવો ન જોઇએ...સમજી ગયા...?” પુરોહીતે જીપની આગળની સીટમાં બેઠા-બેઠા પાછળ ગરદન ઘુમાવીને બધાને સંબોધતા કહયુ. “ જી સાહેબ......” બધા એક અવાજે બોલી ઉઠયા. “ ગુડ....અબ્દુલ, તું જમણી બાજુ જા...રણજીત, તું અબ્દુલ સાથે જમણી તરફથી હવેલીની પછીતે પહોંચ....જાનું, તું ડાબી બાજુથી પાછળનો એરીયા કવર કર....હું અહી ગેટ ઉપર નજર રાખુ છુ....જો સહેજ પણ હલચલ દેખાય તો તરત સેલફોનથી એકબીજાનો કોન્ટેક્ટ કરી સુચના આપજો...આપણે એકસાથે હલ્લો કરીને અહી જેટલા માણસો હોય એ તમામને ગીરફતાર કરવાના છે. એકપણ વ્યક્તિ છટકવો ન જોઇએ...ખાસ કરીને માધોસીહ તો નહી જ....સમજ્યા...?” પુરોહીતે સ્ટ્રેટેજી સમજાવી. “ હુકુમ સાહેબ....” કહીને ધડા-ધડ કરતા બધા કોન્સ્ટેબલો જીપમાંથી નીચે ઉતર્યા અને હવેલીની દિશામાં આગળ વધ્યા. અબ્દુલ અને રણજીત હવેલીની જમણી બાજુ સાવધાનીથી સરકયા. એ જ સમયે જાનુ નામનો કોન્સ્ટેબલ અને ખુદ પુરોહીત હવેલીની ડાબી તરફ એટલે કે જે બાજુ માધોસીહ ઝાડની આડાશે છુપાયો હતો એ બાજુ પોતાની પોઝીશન લેવા આગળ વધ્યા.“ હે ભગવાન...” અનાયાસે જ માધોસીંહના મોંઢામાંથી શબ્દો નીકળ્યા. ચંદ્રના આછા અજવાળામાં તેણે પુરોહીતને બરાબર ઓળખ્યો હતો. તે આંખો ખેંચીને જે દિશામાં ઘરઘરાટી સંભળાતી હતી એ દિશામાં જોઇ રહ્યો હતો કે અચાનક જ તેની નજર પુરોહીત પર પડી. પુરોહીત તેની તરફ જ આવી રહ્યો હતો. માધોસીંહના હ્રદયમા.ફફડાટ વ્યાપ્યો... અત્યારે આ સમયે તેને અહી જોઇને માધોસીંહ ગભરાઇ ગયો... તેના પેટમા ફાળ પડી કે જરૂર પોલીસખાતાને તેમના કારનામાની બાતમી મળી ગઇ હશે અને એટલે જ પુરોહીત તેને પકડવા આવ્યો હશે... એક તો તેના મનમાં પહેલેથી જ ગભરાહટ હતી એમાં પુરોહીતને તેની પાછળ આવેલો જોઇને તે વધુ ગભરાયો... એ જ ગભરાહટમાં તે થોડો પાછળ ખસવા ગયો તેમાં તે જે પથ્થર પર પગ ટેકવીને ઉભો હતો એ પથ્થર ખસક્યો અને નીચે ગગડ્યો... રાતના ખામોશ વાતાવરણમાં પથ્થર ગગડવાનો અવાજ દુર સુધી ગુંજી ઉઠ્યો... માધોસીંહના મોતીયા મરી ગયા. એ અવાજે તેને છળાવી મુક્યો... તે જે ઝાડ પાછળ છુપાયો હતો ત્યાંથી નીચે તરફ પહાડીનો ઢોળાવ શરૂ થતો હતો એટલે એ બાજુ તો તે ભાગી શકે તેમ ન હતો. તેની પાસે ભાગવાના બે જ રસ્તા હતા... એક તો જે તરફથી તે આવ્યો હતો એ હવેલીની પાછળની પહાડીનો રસ્તો અને બીજો, પુરોહીત જે બાજુથી તેની તરફ આવી રહ્યો હતો એ હવેલીની આગળ વાળો રસ્તો... પુરોહીતની સામે તે જઇ શકે તેમ નહોતો કારણકે સામે ચાલીને મોતનાં મુખમાં કોણ જાય. અરે, પોલીસવાળાને જોઇને તેનું હ્રદય ઠંડુ પડી ગય હતુ એમાં એ લોકોનો સામનો કરવાની તો તેની ત્રેવડ જ નહોતી... એટલે તે મુઠ્ઠીઓ વાળીને હવેલીની પાછળની દિશામાં ભાગ્યો... કંઇપણ સમજ્યા, વિચાર્યા વગર તે બસ મુઠ્ઠીઓ વાળીને દોડ્યા હતો...કોન્સ્ટેબલ ભવાની પુરોહીતે પણ કયાંક પથ્થરો ગગડવાના અવાજો સાંભળ્યા હતા અને તે સાબદો થયો હતો. જીપમાંથી ઉતરતી વખતે તેણે જીપનાં ડેશ-બોર્ડમાંથી ટોર્ચ સાથે લીધી હતી. તેણે અવાજની દિશામાં ઝડપથી આગળ વધતા ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ ફેંક્યો...એ ટોર્ચના તેજ લીસોટામાં જ તેણે એક આદમીને ઝાડ પાછળથી નીકળી હવેલીની ડાબી તરફ દોડતો જોયો અને ... પુરોહીતે રાડ નાંખી...“ જાનું... દોડ જલ્દી અને પકડ પેલાને...” તેણે પાછળ આવતા કોન્સ્ટેબલ જાનુંને કહ્યુ અને તે પણ દોડ્યો. માત્ર ચંદ સેકન્ડોમાં જ એ ખેલ ભજવાયો હતો. માધોસીંહ હાથમાં લઠ્ઠ લઇને હવેલીની ડાબી તરફની કંમ્પાઉન્ડ વોલને સમાંતર પાછળની પહાડી તરફ ભાગી રહ્યો હતો અને તેની બરાબર પાછળ ભવાની પુરોહીત હાથમાં ટોર્ચ લઇને દોડ્યો હતો. પુરોહીતની પાછળ કંઇપણ સમજ્યા વગર કોન્સ્ટેબલ જાનું દોડ્યો હતો. ઘડીવારમાં તો હવેલીનું શાંત વાતાવરણ ખળભળી ઉઠ્યુ હતુ. ઝાડ પર જંપીને બેઠેલા પંખીઓમાં પણ એ અવાજોના કારણે ફફડાટ વ્યાપ્યો હતો અને તેઓએ ભારે કલબલાટ કરી મુક્યો. સુંદરવન હવેલી અને તેની આસપાસના વાતાવરણમાં જાણે એકા-એક ભુતાવળ જાગી ઉઠી હોય અને ત્યાં ઉભેલા ઝાડવાઓમાં જાણે જીવ આવ્યો હોય તેમ ભારે ખળભળાટ વ્યાપી ગયો.ચારેય દિશાઓ જાણે જીવંત થઇ ઉઠી હતી.“ સબૂર માધોસીંહ ...” પુરોહીતે ભાગતા જતા માધોસીંહને ઓળખ્યો હતોઅને તેણે રાડ નાંખી હતી. પરંતુ માધોસીંહ રોકાયો નહી.તેને તો બસ અહીંથી દુર ભાગી જવુ હતુ. તે પુરોહીતના હાથમાં પડવા માંગતો ન હોય તેમ જોશભેર ભાગતો જતો હતો. પુરોહીતને અહી જોતા જ તે સમજી ગયો હતો કે તેઓનો ખેલ હવે ખલાસ થઇ ચૂક્યો છે . પોલીસને તેઓના ઇરાદાઓની ભનક લાગી ચુકી છે એટલે જ તેઓ તેની પાછળ આવ્યા છે. હવે રોકાવામાં ગનીમત નહોતુ. થોડી જ વારમાં તે આડ-બીડ ઉગી નીકળેલા ઝાડવાઓની વચ્ચેથી રસ્તો કરતો હવેલીની પાછળનો પહાડ ચડવા માંડ્યો હતો. પુરોહીત અને જાનું પણ બરાબર તેની પાછળ આવ્યા હતા. પુરોહીત તેની તમામ તાકાત લગાવીને દોડી રહ્યો હતો. ભારેખમ શરીરના કારણે તેને હાંફ ચડવા માંડ્યો હતો પરંતુ હવે તે કોઇપણ ભોગે માધોસીંહને છટકવા દેવા માંગતો નહોતો. તેણે પોતાની ઝડપ વધારી...સેકંન્ડોમાં પુરોહીત માધોસીંહની લગોલગ પહોંચી ગયો... માત્ર ત્રણ-ચાર ફુટના અંતરે માધોસીંહ પથ્થરો ઉપર પગ ટેકવતો ઉપર ચડી રહ્યો હતો. આટલી દડમજલમાં પણ માધોસીંહે હાથમાંથી લઠ્ઠ છોડ્યો નહોતો. એક હાથે લઠ્ઠનો ટેકો લેતો આગળ વધતો હતો... પોતે પકડાઇ જશે એનો અહેસાસ તો હવે માધોસીંહને પણ ચુક્યો હતો કારણ કે તેને પીઠ પાછળ પુરોહીત બહુ નજદીક આવી ચુક્યો હોય એવા ભણકારા સંભળાતા હતા. તેણે એક ખતરનાક નિર્ણય લીધો અને અચાનક તે જયાં હતો ત્યાં જ થંભીને ઝટકાથી પાછળ ફર્યો, સાથો-સાથ તેણે હાથમાં પકડેલો દેહાતી લઠ્ઠ પાછળ આવતા પુરોહીત ઉપર આડો વિંઝયો... પુરોહીત કંઇ સમજે, સંભાળે એ પહેલા તો ભારેખમ લઠ્ઠ તેની જમણી બાંહ ઉપર વાગ્યો અને તે લડખડાયો. તેના પગ જમીન પર છવાયેલા પથ્થરોના મુરમ પર લસર્યા અને તે છાતીભેર નીચે ઝીંકાયો. તેનુ માથુ જમીનમાં ખૂતેલા એક પથ્થર સાથે ટીંચાયુ અને તેના કપાળમાં લોહી ફુટી નીકળ્યુ. પુરોહીતને તમ્મર ચડી ગઇ. તેને ખ્યાલ નહોતો કે માધોસીંહ એકદમ તેની પર હુમલો કરી બેસશે અને એટલે જ તે થોડો અસાવધ હતો... પુરોહીતની બરાબર પાછળ કોન્સ્ટેબલ જાનું આવી રહ્યો હતો. માધોસીંહે પુરોહીત પર હુમલો કર્યો એ જોઇને તે ખચકાઇને ઉભો રહી ગયો હતો. તેના હાથમાં નેતરની સોટી હતી. ઘડીભર તે મુંઝાયો... તેને સમજમાં ન આવ્યું કે તે પુરોહીતને ઉભો કરે કે માધોસીંહનો સામનો કરે...સમય જાણે થંભી ગયો હોય તેમ તમામ સ્થિર થઇ ગયા હતા. સેકન્ડો એ જ દશામાં વીતી અને અચાનક માધોસીંહ જાનું તરફ આગળ વધ્યો. અચાનક તેનામાં જોમ આવ્યુ હોય તેમ તેણે જાનું ઉપર પણ બન્ને હાથે લઠ્ઠ ઉંચકાવીને હુમલો કરી દીધો. જાનુંએ એ જોયુ અને લઠ્ઠનો વાર ચૂકવવા તે પોતાની ડાબી તરફ કુદયો. “ધફફ...” અવાજ સાથે લઠ્ઠ જમીન સાથે ટકરાયો... એ સમય-દરમ્યાન જ જાનું એ પોતાના હાથમાં હતી એ નેતરની સોટી વીંઝી હતી અને તેનો ઘા માધોસીંહના પેટના ભાગે વાગ્યો. માધોસીંહે રાડ નાંખી. તેણે એકદમ જાડા કાપડનું બાંડીયુ પહેર્યુ હતુ અને તેની ઉપર ધાબળો વિંટયો હતો તેમ છતા તેલ પાયેલી નેતરની સોટી ભારે વેગથી તેના ફેફસાનાં ભાગે વાગી હતી. કોઇએ જાણે ફેફસા ઉપર ધગધગતા સળીયાનો ડામ દીધો હોય એવી બળતરા તેને ઉપડી. તે બેવડ વળી ગયો. એક હાથ તેણે પોતાના જમણા પડખે દાબ્યો અને બીજા હાથે લઠ્ઠ ઉઠાવ્યો... પરંતુ તે જાનું ઉપર લઠ્ઠ વીંઝે એ પહેલા જ જાનુંએ ફરી તેની સોટી ચમ-ચમાવી હતી. આ વખતે ઘા માધોસીંહના બરડામાં થયો... ફરી વખત માધોસીંહ ચીત્કારી ઉઠ્યો અને થોડો પાછળ હટ્યો. પાછળ હટવામાં તે નીચે ઉંધેકાંધે પડેલા પુરોહીતના પગ સાથે અથડાયો... તેના પગમાં આંટી પડી અને તે પણ બરાબર પુરોહીતની બાજુમાં પીઠભેર પછડાયો. માધોસીંહ કરાહી ઉઠ્યો. તેની આંખોમાં પાણી ઉભરાયુ. પર્વતના ઢોળાવ પર આડેધડ ખૂંપેલા પથ્થરો તેનીપીઠમાં વાગ્યા હતા... એ દરમ્યાન જ પુરોહીતને થોડી કળ વળી અને તે પોતાના બન્ને હાથ જમીન પર ટેકવી અધુક્ડો બેઠો થયો. તેના કપાળમાંથી નીકળતુ લોહી ચહેરા પર છવાયુ હતુ... લોહી નીંગળતી હાલતમાં તેનો ચહેરો ડરામણો લાગતો હતો. માધોસીંહ બરાબર તેની બાજુમાં પડ્યો-પડયો કરાહી રહ્યો હતો... પુરોહીતે કંઇપણ વિચાર્યા વગર ત્યાં પડેલો પથ્થર ઉઠાવ્યો અને માધોસીંહના ગોઠણે દઇ માર્યો....

“ ઓ બાપ રે....” માધોસીંહની દર્દનાક ચીખ ગુંજી ઉઠી. અધુકડા બેઠા થઇને તેણે બંને હાથે પોતાના પગનો ગોઠણ પકડી લીધો હતો. હવે તેના મોંમાથી રીતસરનાં ડુસકા નીકળવા માંડયા હતા. એ ભડભાદર આદમી પોક મુકીને રડવા માંડયો હતો... બરાબર એ જ વખતે જાનું ગોળ ફરીને માધોસીંહની પીઠ પાછળ પહોંચ્યો અને ફરી તેણે નેતરની સોટી તેની પીઠ પર ફટકારી હતી...આ માધોસીંહની સહનશકિત બહારનું હતુ. આટલો માર તેણે તેની આખી જીંદગીમાં કયારેય નહી ખાઘો હોય... તેનુ શરીર ધ્રુજવા માંડયુ હતુ અને ગળામાંથી અવાજ નીકળવો બંધ થઇ ગયો હતો.“ બસ...બસ બાપલીયા બસ... હું તમારી ગાય છુ. મને મારશો નહિ...” ત્રુટક શબ્દોમાં તેણે ધ્રુજતા બે-હાથ જોડ્યા અને રીતસરનો કરગરી ઉઠ્યો... માત્ર ચંદ મીનીટોમાં જ આ બનાવ બન્યો હતો... પરંતુ જાણે કલાકોથી તે માર ખાતો હોય એવી તેની હાલત થઇ હતી. જાણે એક જુગ વીતી ગયો હોય એવુ માધોસીંહને લાગતુ હતુ. તેની હામ તૂટી ગઇ હતી.“ જાનું... આને ઉચક અને જીપ સુધી લઇ જા... હાથ-પગ બાંધીને જીપમાં ઠુસ સાલાને...” પુરોહીતે ઉભા થતા કહ્યુ. તેના ચહેરા ફેલાયેલુ લોહી તેના મોંઢામાં આવ્યુ હતુ એટલે જોર કરીને તે જમીન ઉપર થુંક્યો. ઘડીભર તેને તમ્મર આવી ગયા હતા પણ હવે તે થોડો સ્વસ્થ થયો હતો...સુંદરવન હવેલીમાં મચેલી કત્લેઆમની આ પહેલી ગીરફતારી હતી... ભવિષ્યની ગર્તામાં હજુ તો ઘણા રહસ્યો ઢબુરાઇને પડ્યા હતા...(ક્રમશઃ) પ્રવિણ પીઠડીયા વોટ્સએપઃ ૯૦૯૯૨૭૮૨૭૮facebook: Praveenpithadiya@facebook.com