Hu Gujarati 11 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati 11

Featured Books
Categories
Share

Hu Gujarati 11

હું ગુજરાતી - ૧૧

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી — સિદ્ધાર્થ છાયા

૨.કલશોર — ગોપાલી બૂચ

૩.હ્મદ્વરઇ પીંછ — કાનજી મકવાણા

૪.કૌતુક કથા — હર્ષ પંડ્યા

૫.માર્કેટિંગ મંચ — મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી — આકાંક્ષા ઠાકોર

૭.ગ્લોબલ મેનેજમેન્ટ — દીપક ભટ્ટ

૮.સંજય દ્રષ્ટિ — સંજય પિઠડીયા

૯.મિર્ચી ક્યારો — યશવંત ઠક્કર

૧૦.પ્રાઈમ ટાઈમ — હેલી વોરા

૧૧.બોલીવુડ બઝ — સિદ્ધાર્થ છાયા

૧૨.લઘરી વાતો — વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી...

સિદ્ધાર્થ છાયા

એડિટરની અટારીએથી...

મોડે મોડે પણ શિયાળાએ દસ્તક દઈ જ દીધી. જો તમે બરાબર નોંધ્યું હશે તો આ વર્ષે એવું લાગી રહ્યું છે કે ૠતુચક્ર એક મહિનો મોડું ચાલે છે. ગરમી આ વર્ષે એક મહિનો વધુ એટલે કે છેક ઓગસ્ટ સુધી ચાલી અને વરસાદ તો નવરાત્રીને પણ હાકોટા પાડીને ડરાવી રહ્યો હતો. હજી પરમ દિવસે જ દક્ષીણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, પણ બે-ત્રણ દિવસથી ઠંડીએ રંગ જમાવ્યો છે. બેટર લેઇટ ધેન નેવર, એવી અંગ્રેજી કહેવત આપણા બધાના જીવન માટે ખુબ જરૂરી છે.

ઘણીવાર એવું બને કે સમયની મર્યાદાને લીધે આપણે કોઈ કામ સમયસર પૂરું ન કરી શકીએ તો એ કામ સોંપનાર આપણને શું કહેશે એની ફિકરમાં આપણે એ અધૂરું કામ ત્યાંજ મૂકી દેતા હોઈએ છીએ. પણ મોડું મોડું પણ એ કામ કરીને આપીએ, હા પેલા વ્યક્તિના ગુસ્સાનો સામનો જરૂર કરવો પડે, પણ જો એ કામ પૂરું કરીએ એપણ દિલ દઈને તો એ વ્યક્તિનું દિલ ફરીથી જીતી શકાય છે. જો કે એનો મતલબ એમ જરાય નથી કે સમયનું પાલન ન કરવું. બને ત્યાં સુધી સમયસર કામ કરવું અને જે કોઈને પણ મળવા જતા હોઈએ ત્યાં સમયસર પહોંચવું પણ મોડું થઇ ગયું છે એટલે એ કામનું કોઈ મહત્વ નથી રહ્યું એવું તો વિચારાય જ નહીં. જસ્ટ વિચારો કે જો મોડો પડેલો વરસાદ આવું વિચારીને સાવ આવ્યો જ ન હોત તો? ખેડૂતો પર અને પશુઓ પર માઠી બેસી હોત ને?

અત્યારે આપણે જે શિયાળો માણવાની શરૂઆત કરી છે જો એ આવ્યોજ ન હોત તો ગરમાગરમ ઓળો કે ઊંધિયું કે ગાજરનો હલવો અથવાતો પોંક ખાવાની મજા લુટી શકાઈ હોત કે? મોડું પડવામાં ઘણાં લોકોના જીવ પણ બચી ગયા છે એના દાખલા પણ ઇતિહાસમાં નોંધાયા છે. જસ્ટ બે સેકન્ડ વિચારો કે ઓસ્ટ્રેલીયાઈ ખેલાડી ફિલ હ્યુજ શોન એબોટ્ટના બાઉન્સરને રમવા માટે જો બે સેકન્ડ મોડો ઝૂક્યો હોત તો પણ કદાચ એનો જીવ બચી ગાયો હોત કારણકે દડો એના માથાની પાછળની સાઈડ નહીં પણ કદાચ એની હેલ્મેટની સાઈડમાં લાગીને નીચે પડી ગયો હોત અને હ્યુજ કદાચ આપણી વચ્ચે હોત.

સમયને પૂરું માન આપવું આપણી જવાબદારી છે જ પણ સમય જો વીતી ગયો હોય તો પણ એનું માન રાખીને કામ કરવામાં આપણું ગુમાવેલું માન ફરી જળવાય છે, એપણ એટલુંજ સત્ય છે.

શુભેચ્છાઓ!

કલશોર

ગોપાલી બૂચ

‘‘.....મેરા મુજમે ક્યા હૈ’’

બેહદ બેચેની હે લેકિન મકસદ જાહીર કુછ ભી નહી,

પાના ખોના હસના રોના ક્યાહે આખિર કુછ ભી નહી.

અપની અપની કિસ્મત હે ઔર અપના અપના હિસ્સા હે,

જિસ્મકે ખાતીર લાખો સામાન,રૂહકી ખાતિર કુછ ભી નહી.

ઉસકી બાજી,ઉસકે મહોરે,ઉસકી ચાલે,ઉસકી જીત,

ૌસકે આગે સારે કાદિર,માહિર,શાતિર કુછ ભી નહી.

દુનિયા સે જો પાયા ઉસને દુનિયા હી કો સોંપ દ

બેહદ બેચેની હે લેકિન મકસદ જાહીર કુછ ભી નહી,

બેહદ બેચેની હે લેકિન મકસદ જાહીર કુછ ભી નહી,

ગઝલે,નઝમે દુનિયાકી હે,ક્યા હે શાહિર કુછ ભી નહી.

ઉસકા હોના ,યા ના હોના ખુદમે જાહિર હોતા હે,

ગર વો હે તો ભીતર હી હે,ક્યા હે બાહિર કુછ નભી નહી.

દિપ્તી મિશ્રા.

‘બરફમે પલતી હુઈ આગ’ અને ‘હે તો હે ‘જેવા ગઝલસંર્ગ્હની હિન્દી-ઉર્દુ સાહિત્યને ભેટ ધરનાર દિપ્તી મિશ્રાની આ ગઝલ જીવનના સત્યને પ્રમાણિક સ્વરુપે એક અલગ અંદાજમા રજૂ કરે છે.

અંતરમા વેરાન વસતું હોય,ચારે તરફ દુન્યવી કોલાહલ મંડરાતો હોય અને છતાં પણ ગાઢ ધુમ્મસની વચ્ચે નહી દેખાતા રસ્તા જેવો વેરાન સન્નાટો હ્‌રદયને કોતરી -ખોતરીને લોહીલુહાણ કરતો ઉભો હોય એવી એક અવસ્થા,એવો સમય કે જેમા કરવાનું ઘણું હોય અને છત્તાં કશું જ સુજે નહી,આવતી પ્રત્યેક સાંજ એક ઘેરી ઉદાસી સાથે આવતી હોયવે સમયે મન ,હ્‌રદય અને શરીર કોઇ અજાણ્યા કળતરથી તારતાર તુટતું હોયએવી બેચેન અવસ્થા,ભીતરને હચમચાવી નાખતો અજંપો ચારે તરફથી ઘેરી વળે અને પછી એમાથી ઉદય પામતો વૈરાગ્ય.આવે વખતે જીવન જાણે આપણી સાથે ગોઠડી માંડી ધારદાર રીતે કહી જ નાખે‘‘પાના ખોના હસના રોના ક્યા હે આખિર કુછ ભી નહી‘‘.કમનસિબી એ છે કે આ અવસ્થા પછી પણ,બધું જાણ્યાં સમજ્યાં પછી પણ’’ પાગલ મનવા સોચમે ડૂબે એક નયા સંસાર લીયે‘‘થી છુટાતું નથી.પણ સબ કુછ મેરા હે ની માયાજાળ માથી મુક્ત થઈ ‘કુછ ભી નહી’ સુધીના સત્યને આત્મસાત કરવાની સમજણ સુધી પહોંચી જઈએ તો મન અંતરમા મીરાબાઈનો એકતારો ગૂંજી ઊઠે અને ‘‘કુછ લેના ના દેના મગન રહેના‘‘ની સૂરીલી સરગમને આત્મસાત કરી શકીએ.

પણ આપણી કરુણતા એ છે કે જીવનના અંતિમ પડાવે પહોચ્યા પછી પણ આપણને તો બધું જ લુટી લેવું છે.હું -હું ની માયા મુકાતી નથી એટલે આપણે સુધી પહોચાતું નથી.‘‘કોઈ હાથમાથી લઈ જશે પણ નસિબ માથી નથી લઈ જવાનું‘‘એવું વારંવાર બોલવા છતાં કોઈકના હાથમાથી કોળિયાં જુટવવાની લાલસામાં ભૌતિકતાવાદ તરફ ઢસડાતાં આપણાં જીવનની આળપંપાળને ત્યાગી શકતાં નથી.એમા પણ શરીરનો મોહ આપણને જકડી રાખે છે.શરીર,ઘર,કુટુંબ,સમાજ આ બધામા સ્થુળભાવે રહેલું શરીર અને સુક્ષ્મભાવે કેન્દ્રસ્થાને રહેલો ‘‘હું‘‘આપણને આપણી જ અંદર રહેતા પરમતત્વ વિશે વિચારવાનો સમય જ આપતું નથી.

ભગવતગીતામા આત્મા વિશેનું સત્ય સમજાવ્યું છે.‘‘નૈંનં છિન્દન્તિ શસ્ત્રાણી,નૈનં દહતિ પાવક,નચૈનં ક્લેદયન્તિચાપી ન શોષયતિ મારુત‘‘(શસ્ત્ર,અગ્નિ,વાયુ કે જળ આત્માનો નાશ કરી શકતા નથી).શરીર નાશવંત છે,પણ આત્મા અમર છે.આપણે નશ્વર શરીરની આળપંપાળમા એટલાં વ્યસ્ત છીએ આપણી અંદર બેઠેલા અમર તત્વ માટે વિચારવાનો સમય જ નથી મળતો.

ગઝલનો ત્રીજો શેર હિન્દી ફીલ્મ આનંદના એક સંવાદની યાદ અપાવી ગયો.હમ સબ ઉપરવાલેકે હાથકી કઠપુતલિયાં હે.અને સાચું જ તો છે.આસ્તિક હોઈએ તો ઈશ્વરને અને નાસ્તિક હોઈએ તો કોઈ અગમ્ય સુપ્રિમ પાવરને સ્વિકારવો તો રહ્યો જ.

નરસિંહ મહેતા લખે કે ‘‘જેહના ભાગ્યમા જે સમયે જે લખ્યું,તેહને તે સમયે તે જ પહોંચે‘‘આ જ સનાતન સત્ય છે.આપણા ધમપછાડા,આપણી આવડત ,આપણી હોશિયારી,આપણો ‘હું‘કશું જ નથી કરતા.મેં કર્યું ની સમજણ ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે‘થી વિશેશ કશું જ નથી.કશુક છે,કોઈક છે જે બધુ કરાવે છે અને આપણને નિમિત બનાવે છે.

દુનિયા સે જો પાયા ઉસને દુનિયા હી કો સોંપ દીયા,

ગઝલે,નઝમે દુનિયાકી હે,ક્યા હે શાહિર કુછ ભી નહી.

અહીંયા કવયિત્રીની ખુમારીનો પરિચય થાય છે.ગઝલમા ઢાળેલો કોઈ વિચાર,કોઈ તત્વા આખરે તો આપણી આસપાસની દુનિયા માથી જ મળતું હોય છે.ત્યાંથી જ લીધું અને ત્યાં જ સોંપ્યું તો પોતાનું શું હતું ?

‘‘મેરા મુજમે ક્યા હૈ,જો કુછ હે સો તેરા,

તેરા તુજકો અર્પણ ,ક્યા લાગેગા મેરા ?કબિરનો આ સમર્પિતભાવ અહી જોવા મળે છે.

છેલાં શેરમા સૃષ્ટિનું સનાતન સત્ય રજુ થયું છે.મારામા કે તમારામા કે પ્રત્યેક જીવ માત્રમા જેને આપણે ‘માહ્યલો‘કહીએ છીએ.એક પરમ અંશ,ઇશ્વરિય અંશ જે આપણને ‘‘વસુધૈવ કુટુંબકમ‘‘નું સત્ય નિર્દેશ કરે છે.કારણ એ પરમતત્વ એક છે.અને એ આપણી જ અંદર છે.ી તત્વ વારંવાર કોઇનેકોઇ રીતે આપણને કહેતું આવયું છે કે ‘‘મોકો કહાં ઢુંઢે રે બંદે,મૈં તો તેરે પાસ રે’’ એ આપણા દુર્ભાગ્ય છે કે આપણને એ સંભળાતું નથી.જે સત્યા આપણી અંદર સમાયેલું છે એને બહાર શોધવાની મથામણ મિથ્યા છે.અહંકારના હુંને નાથીને પરમાર્થના હું ને પ્રગટાવીએ તો ભીતરનું ઝળહળ સમગ્ર સૃષ્ટિને ઉજ્જવળ કરી શકે એ નિર્વિવાદ છે.

ગોપાલી બુચ.

હ્મદ્વરઇ પી ંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડ્યા

‘‘યે બર્કે તજલ્લી અંધેરો કો ચીરતી...’’

‘આપ કાનુન કે બારે મેં કિતના જાનતે હૈ?’

‘ઉતના હી યોર ઓનર, જીતના આપ કલા કે બારે મેં’

ઉપરનો તાળીમાર ડાયલોગ એવી જ અફલાતૂન ફિલ્મ ‘રંગરસિયા’ નો છે જે ઘણા બની બેઠેલા કહેવાતા કલાપારખુંઓના સુંદર વદન પર કચકચાવીને થતો હસ્તપ્રહાર છે (ટૂંકમાં, તમાચો છે !!). આખરે કલા અને એનું સર્જન શું સમાજના ચોક્કસ ચોકઠામાં જ થઇ શકે? જેને ભગવો અને કેસરી રંગ સરખા લાગે છે એ નામુરાદ બુડથલ કોઈ કલા સમાજને ઉપયોગી છે કે કેમ એના વિષેનો નિર્ણય લઇ લેશે? કલામાં ઉપયોગીતા શોધવી જ શું કામ જોઈએ? એ કલા છે એટલું એના માટે પુરતું છે. એનું અસ્તિત્વ, એનું હોવાપણું જ કલાકાર માટે સાર્થક છે. પછી એની વેલ્યુ શોધવી એ બીઝનેસનો મુદ્દો થયો. લાહોલ્વુલ્લાકુવ્વત !!

‘યે કૌન લોગ હૈ ફૈસલા કરને વાલે મેરી કલા કે બારે મેં?’

કમનસીબે એમ.એફ.હુસૈન સાહેબ ઉપરનો પ્રશ્ન પૂછી નહોતા શક્યા કેમકે એમને આ ઘેટાના ધણ કરતાય વધુ અશિસ્તપ્રિય પબ્લિકની ઓળખ હતી. અને એટલે જ એ મહાન ચિત્રકારને અંજલિ આપવા અને આપણે જે એની અને રાજા રવિ વર્મા સાથે કર્યું છે એનું તર્પણ કરવા કેતન મહેતા એ ઉપરનો ડાયલોગ મુક્યો હશે. દરેક આઇકોન સમય કરતા વહેલો જન્મે છે, અને એટલે જ આઇકોન બને છે. ૧૧ ડીસેમ્બર એવા જ એક આઇકોનની જન્મ જયંતી છે. આચાર્ય રજનીશની. ઓશો તો ભક્તસમુદાયે બનાવેલા કેરેક્ટરનું નામ છે જે રજનીશ જેવા કોઈ રીતે નહોતા. કૃષ્ણ, મહાવીર વગેરેને આપણે જોયા નથી, પણ રજનીશ તો હજીય ડીજીટલ દુનિયામાં જીવે છે. એના જ એક વિડીઓ અનુસાર એની પાસે દોઢ લાખ પુસ્તકો હતા. જેમાંના બધા જ એમણે વાંચી લીધેલા.એમની પાસે તત્વજ્ઞાન થી લઈને સાયકોલોજી, ધર્મથી લઈને અધ્યાત્મ અને પુરાણો સુધીનું બહુ જ વેરાયટીવાળું કલેક્શન હતું. આપણે ત્યાં પુસ્તકો વસાવીને લેખકની સામે ફાંકો મારીને ભાવક બની જનારાઓનો તોટો નથી. પ્રવચનમાં લોજીક અને હ્યુમરની ગોળી ભેળવી તમને શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતે સબ્જેક્ટની છણાવટ કરતા. રજનીશની સાથે ય એજ થયું જે રાજા રવિ વર્મા સાથે થયું. એની કલાને લોકોએ પહેલા અચંબા થી જોઈ અને પછી સ્થાપિત હિતોને ન ગમ્યા એટલે એની વિરુદ્ધ કારસો ઘડાઈ ગયો અને ચારેબાજુથી દબાવી દેવાના પ્રયાસો થયા. પણ આઇકોન એ જ દબાવી દેવાના પ્રયત્નોમાંથી જન્મી જતો હોય છે.

ભારત ઉત્સવોનો અને રંગોનો દેશ છે. અહિયાં કોઈ પત્થરને સિંદુરથી રંગી નાંખો તો કોઈને એ સમજાવવાની જરૂર નથી કે એ હનુમાનજીનું પ્રતિક છે. (કર્ટસી- જય વસાવડાના પ્લેનેટજેવી બ્લોગનો મર્હુમ એમ. એફ. હુસૈન સાહેબ પરનો આર્ટીકલ). ફિલ્મમાં એક જગ્યાએ રાજા રવિ વર્મા કહે છે કે ભારત વાર્તાઓનો બહુ મોટો ખજાનો છે. એને ક્યારેય ચિત્રસ્થ કરવાનો પ્રયત્ન થયો નથી. અને એટલે જ એ આખા ભારતના પ્રવાસો કરે છે. ફિલ્મ જો કે એમના પર લખાયેલ નોવેલ પર આધારિત છે પરંતુ ફિલ્મનો અન્ડરકરંટ કલાની સમાજ દ્વારા થતી ઠેકડી છે. કેવી રીતે સામ,દામ,દંડ,ભેદ દ્વારા કોઈ એક ક્રાંતિકારી કલાકારને હેરાનગતિ થતી હોય છે એ કેતન મહેતા એ સરસ ઉપસાવ્યું છે.

આપણે વાત થાય છે આઇકોનની. બહુ દૂરનું જોઈ શકતો વ્યક્તિ અકળાય છે, પીડાય છે કેમકે એને જે દેખાઈ રહ્યું હોય છે એ બીજા જોઈ શકતા નથી. તમે કોઈ પણ તમને ખબર હોય એવા આઇકોનને પકડો. એની વાર્તા પીડાની, સ્વજનોથી વિખુટા પડ્યાની, ભીતર બહારના સંઘર્ષની જ હશે. ટેલેન્ટ હોય પણ બીઝનેસ માઈન્ડ ન હોય ત્યારે સ્ટીવ જોબ્સને પણ એપલ છોડવી પડેલી. કૃષ્ણને ય આ જ વસ્તુઓ સહન કરવી પડેલી. નહીંતર જે માણસે ધર્મ સંસ્થાપના કરી હોય એ પોતાના યાદવ સમાજમાં શાંતિ અને એકતા નહોતા સ્થાપી શકતા? પણ એમણે જોઈ લીધું હતું કે હવે એમનો નાશ નિશ્ચિત છે, એટલે જ અંદરના સંઘર્ષોથી થાકીને એમણે એમાં રસ ન લીધો અને સાવ ગુપચુપ રીતે પોતાની જીવનલીલા સંકેલી લીધી. આઇકોન બનવાની સફરમાં બધા છુટા પડતા જાય છે. અને એકલો પીડાતો કલાકાર એના જ સ્વાનસોંગથી વલોવાતો જાય છે. પહેલા એ પોતાની કલાને મશાલ બનાવીને સમાજ માટે પેટ્રોનસ ચાર્મ ધરે છે, લોકોને ઝકઝોરી નાંખે છે, અને લોકો એને પસંદ કરે એ પહેલા જ...

બસ.

પાપીની કાગવાણીઃ

થેંક્યું રાજા રવિ વર્મા, કૃષ્ણ, એમ.એફ., રજનીશ...લીસ્ટ અનંત છે. પણ બધાનું સરનામું એક જ છે.

નિર્વિવાદ રીતે- મારો ભારત.

ટાઈટલ ક્રેડીટઃ એમ.એફ. હુસૈનનું લખેલું ગીત, ફિલ્મઃ મીનાક્ષી- અ ટેલ ઓફ થ્રી સીટીસ

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

‘‘સફેદ રંગની ભેંર્સીંભૂરા રંગની ગાય!’’

થોડાં મહિનાઓ પહેલા અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું.

કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર,.. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

થયુ એમ ર્કેીંપાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીર્ઓીં.શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ.

મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્‌યા.

એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. એનું અસલ નામ હતું લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યુંઃ ‘‘દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?’’

‘‘સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?’’ — લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

‘‘સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની..ને બીજી ભુરીનું નોંર્મીં શવિતા. ર્આીંશફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની.’’

‘‘એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?’’

‘‘હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનુર્ીંંત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો.’’

‘‘અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે.’’ શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ.’’ પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

‘‘ઓહ એમ તાહ’રે? પણ હું એમ કવ સુ કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!’’

‘‘તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

‘‘એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રર્ઈીંપણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!’’

‘‘ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હર્વેીં એક છેલ્લો સવાલઃ રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?’’

‘‘એ વખતે નવું નામ, નવો રંર્ગીંનવી ઓરર્ખીંએને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!!’’

મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં..અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

‘‘અવધી ક્વીઝીન’’

ફૂડ સફારીના આ સફરમાં આજે આપણે જોઈશું અને જાણીશું નવાબોના ખાનપાન વિષે, એટલે કે એક એવું ક્વિઝીન જેના વિષે એટલું લખાયું નથી કે જેને એટલું જાણવામાં નથી આવ્યું. એક એવું ક્વિઝીન જે એની રીચનેસ માટે જાણીતું છે, એટલેકે ‘નવાબી’ વિસ્તાર એવા લખનૌનું ક્વિઝીન - ‘અવધી’ ક્વિઝીન. અવધી ક્વીઝીનની રીચનેસ માટે જવાબદાર છે તેના ઇન્ગ્રેડીએન્ટસ અને વિસ્તૃત ટેકનીક્સ કે જેનો ઉપયોગ દાયકાઓથી કરવામાં આવી રહ્યો છે.

પહેલી નજરે અવધી ખાનપાન અનન્ય માંસલોથી બનાવેલ અને સુકા મેવાથી સજાવેલ ઘણી બધી શાકાહારી અને માંસાહારી વાનગીઓના એક વિશાળ સંગ્રહ જેવું લાગે છે. આજે સમગ્ર દેશમાં મૂલતઃ ‘કબાબ’ ને જ અવધી ક્વિઝીન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે તો ફક્ત એક શરૂઆત છે. કબાબ ઉપરાંત, અવધી ક્વિઝીન કોરમા, કુલ્ચા, શીરમાલ અને પુલાવ વગર અધૂરું છે.અવધી ક્વિઝીનની રીચનેસ તેના તીખા ને ચટાકેદાર ફૂડને લીધે જ નથી, મીઠાઈઓ પણ તેનો એક અભિન્ન ભાગ છે.

પરંપરાગત કબાબો સરખામણીમાં અવધિ કબાબો ની વિશેષતા એ છે કે તેમાં ગ્રીલીંગ તાન્દૂરને બદલે ચૂલા પર થાય છે. શામી કબાબ, કાકોરી કબાબ, ગલાવત અથવા ગલોટી કબાબ, બોટી કબાબ અને સીખ કબાબ લોકપ્રિય કબાબ છે. ઘણાં રેસ્ટોરાંમાં ‘‘તુંડે કબાબ’’ વેચે છે. મૂળ તુંડે કે કબાબને આ નામ આપવામાં આવ્યું છે એ રસોઈયા પરથી જેણે આ વાનગી બનાવી છે, આ રસોઈયાને એક જ હાથ હતો પરિણામે આ વાનગીનું નામે પડ્યું ‘તુંડે કે કબાબ’. તેની મૂળ રેસીપી રહસ્ય છે અને માત્ર તે એક પરિવાર જ જાણે છે. આ અવધિ રાંધણકળામાં રાજમા ગલોટી કબાબ, કઠલ કે કબાબ અને દાલચા કબાબ જેવી શાકાહારી કબાબનો પણ સમાવેશ થાય છે.

શીરમાલ, રુમાલી રોટી, અને નિહારી-કુલ્ચા અવધિ રાંધણકળાની લોકપ્રિય અને અનન્ય બ્રેડ વાનગીઓ છે. શીરમાલને, મેંદાના લોટ ની કણક (દૂધ, ખાંડ અને ઘી સાથે) માંથી તૈયાર કરવામાં આવે છે. તેને કેવડા અને કેસર જળથી સ્વાદયુક્ત કરી, તંદૂરમાં પકવવામાં આવે છે. તેને ઘી અને કબાબ સાથે પીરસવામાં આવે છે.

કોરમા એ અવધી ક્વીઝીનમાં ગ્રેવી આધારિત મેઈન ડીશ છે. કોરમાનું ટેક્સચર રીચ હોય છે અને એની ફ્‌લેવર વિવિધ સૂકામેવા, બટર, ક્રીમ અને મસાલેદાર સોસને આભારી છે. કોરમા રીચ હોવા છતાં મોળા હોય છે, કારણકે તેમાં મરચાની તીખાશ નથી હોતી. ‘નવરાતના કોરમા’ એક જાણીતી શાકાહારી કોરમા વાનગી છે.

પુલાવ અને બિરયાની આ અવધી રાંધણકળાનો પરંપરાગત ભાગ છે. કહેવાય છે કે, નવાબી શાસન દરમિયાન, એક વિશિષ્ટ પ્રકારનો પુલાવ દરરોજ બનાવવામાં આવતો જેમાં ૩૪ પ્રકારના માંસનો સમાવેશ થતો. આ પુલાવ પેટ માટે સ્વાદિષ્ટ તેમજ હલકો ગણવામાં આવતો હતો, અને ચોખા મોઢામાં પીગળી જતા. અવધી બિરયાની, એ ૩ સ્તરીય અદભૂત બિરયાની છે પરંતુ તેને બનાવવાની પ્રક્રિયા એટલી જટિલ છે કે આપણે અહિયાં એની વિસ્તૃત ચર્ચા નહિ કરીએ.

કોઈ પણ ક્વિઝીન ડીઝાર્ત વિના અપૂર્ણ છે. ફિરની, શીર બ્રુંજ અથવા બીરંજી અને ખીર અવધી ખાનપાનની લોકપ્રિય મીઠાઈઓ છે. હલવા, કે જે ભારતના અન્ય પ્રદેશોમાં પણ બને છે તે પણ અહિયાં વિવિધ સ્વાદ અને સામગ્રી સાથે પોતાના સ્થાને અડીખમ ઉભા છે.

નવરત્ન કોરમાઃ

સામગ્રીઃ

૨ મધ્યમ ગાજર, ૧/૨ ઇંચ ક્યુબમાં સમારેલા૨ મધ્યમ બટાકા, ૧/૨ ઇંચ ક્યુબમાં સમારેલા

૬-૮ કળી ફ્‌લાવર

૫-૬ ફણસી ૧/૨ ઇંચના ટુકડાઓમાં સમારેલી

કપ લીલા વટાણ

કપ કાજુ ૨ ચમચી + તળવા માટે તેલ ૨ લવિંગ૪ કાળા મરી૧ તજ

૨ લીલી એલાયચી

૧ કપ બાફેલી ડુંગળીની પેસ્ટ

૧ ચમચો લસણની પેસ્ટ ૧ ચમચો આદુ પેસ્ટ

૧/૨ કપ દહીં

૨-૩ સમારેલી લીલા મરચાંસ્વાદ મુજબ મીઠું૭૫ ગ્રામ પનીર ૧/૨ ઇંચ ક્યુબમાં સમારેલા

૧/૨ કપ ફ્રેશ ક્રીમ ૧ ચમચો કિસમિસ

રીતઃ

દસ મિનિટ માટે ગરમ પાણી અડધા કપ માં અડધા કાજુ પલાળો.

પાણી નીતારી તેની પેસ્ટ કરો. બાકીના કાજુ સમારી લો.

ત્રણ કપ પાણીમાં મીઠું ઉમેરી, તે ઉકળે એટલે તેમાં ગાજર, ફ્‌લાવર, ફણસી, બટાકા અને લીલા વટાણા બરાબર ચઢી જાય ત્યાં સુધી ઉકળવા અને પછી ઠંડા પાણીમાં નાખવા. તેને નીતારીને બાજુ પર રાખવા.

એક કડાઇ માં તેલ બે ચમચી ગરમ કરો. તેમાં લવિંગ, મરી, તજ અને એલાયચી ઉમેરો.

મસાલા કકડવા લાગે એટલે એમાં બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો. પાંચથી આઠ મિનિટ માટે ડુંગળી રાંધો.

આદુ-લસણની પેસ્ટ અને દહીં ઉમેરો અને સારી રીતે ભેળવો.

સમારેલા લીલા મરચાં અને કાજુની પેસ્ટ ઉમેરો. પાંચ મિનિટ માટે ધીમા તાપ પર રાંધો.

બાફેલા શાકભાજી ઉમેરો. બે થી ત્રણ મિનિટ માટે પકવવા દો.

મીઠું અને ૩/૪ કપ પાણી ઉમેરો.

તેમાં પનીર ટુકડાઓ ઉમેરો અને બરાબર હલાવો.

અડધી મિનિટ માટે રંધાવા દો. એક ઉભરો આવે એટલે ક્રીમ ઉમેરો.

સમારેલી કાજુ અને કિસમિસ સાથે સુશોભિત કરી ગરમાગરમ પીરસો.

રાજમા ગલોટી કબાબઃ

સામગ્રીઃ

૨ કપ રાજમા ૧૫ કાજુ૨ ચમચી ચારોળી૧ ૧/૨ ચમચી ખસખસ ૧ ચમચી શાહી જીરા૮ લીલી એલાયચી૬ કાળી એલાયચી૪ લવિંગ૨ તજ એક ચપટી કેસર૧/૨ ચમચી કેવડાનું પાણી૨ ચમચી + શેલો ફ્રાય માટે શુદ્ધ ઘી૧ ઇંચ ટુકડો આદુ સમારેલું૧૦ કળી લસણ સમારેલી૬ લીલા મરચાં ઝીણી સમારેલી૪ ચમચી ખમણેલો માવો ૧ ચમચી સફેદ મરી પાવડરસ્વાદ મુજબ મીઠું૧ ચમચો લીંબુનો રસ૧-૨ ડાળખી તાજા ફુદીનાના પાન૨ મધ્યમ ડુંગળી ગોળ કાપી

રીતઃ

રાજમાને પાંચ કપ પાણીમાં રાતભર પલાળી.

જરૂર પૂરતું પાણી ઉમેરી નરમ થાય ત્યાં સુધી બાફો. પાણી નીતરી બાજુ ઉપર રાખો.

કાજુ, ચારોળી અને ખસખસને સૂકા શેકો. થોડું પાણી વાપરી તેની બારીક પેસ્ટ કરો.

શાહી જીરા, લીલા અને કાળા એલાયચી, લવિંગ અને તજને સૂકા શેકો. ઠંડા પાડી તેનો બારીક પાવડર બનાવો. કેવડાના પાણીમાં કેસર પલાળો.

એક પેન માં બે ચમચી ઘી ગરમ કરો. તેમાં થોડીવાર માટે આદુ અને લસણ ઉમેરી સાંતળો. લીલા મરચાં ઉમેરી એક મિનિટ માટે સાંતળો. રાજમા ઉમેરો અને ત્રણ ચાર મિનિટ માટે રંધાવા દો.

કાજુની પેસ્ટ ઉમેરો અને ચાર થી પાંચ મિનિટ માટે સાંતળો. માવો, સફેદ મરી પાવડર અને મીઠું ઉમેરો, ચાર થી પાંચ મિનિટ માટે સાંતળો.

ગેસ પરથી દૂર કરો. રાજમાં ઠંડા પડે એટલે એને છૂંદીને એની એક સ્મૂધ પેસ્ટ બનાવો. પાવડર કરેલા મસાલા અને કેસર નાખો. જરૂર પડે તો મીઠું ઉમેરો. લીંબુનો રસ ઉમેરીને બરાબર ભેળવો.

મસાલા કકડવા લાગે એટલે એમાં બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો. પાંચથી આઠ મિનિટ માટે ડુંગળી રાંધો.

સમાન બોલમાં માં મિશ્રણને વહેંચો અને થોડું તેમને દબાવો.

પેનમાં ઘી ગરમ કરી ટીક્કી બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.

ફુદીનાના પાન અને ડુંગળીથી સજાવીને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

મેનેજમેન્ટમાં ફોર આરની ફોર્મ્યુલા

મહાન લેખક વિક્ટર હ્યુગોએ એક વક્તવ્યમાં કહ્યું છે કે, જિંદગી ખૂબ જ ટૂંકી છે અને તેમાંય આપણે તેને બેદરકારીથી વેડફીને વધુ ટૂંકી કરીએ છીએ. એમાં કોઈ કંપનીના ઊંચા પદ પર બેસેલા વ્યાવસ્થાપક તો પોતે પણ પોતાને એ હક આપી શકે નહીં કે તે સમય વેડફે. કારણ કે તેના સમય સાથે તેની કંપનીના અનેક કર્મચારીઓનો સમય પણ જોડાયેલો હોય છે. સમયના બચાવ સાથે ડેડલાઇનમાં કામ કરવાની ક્ષમતા એક કુશળ મેનેજરે કેળવવી જ પડે છે. કુશળ મેનેજમેન્ટ માટે ફોર આર ખૂબ જ મહત્ત્વના છે એની પર મેનેજરે એક નજર નાંખી જવાની ટેવ હંમેશાં રાખવી જોઈએ.

રિવિઝન

વ્યવસ્થાપક એ કંપનીના અરીસા સમાન હોય છે. તેથી જ કંપનીની કોઈ નાની મિટિંગમાં પણ જ્યારે મેનેજરે કંઈ આયોજન કરવાનું હોય તો તેણે એ મિટિંગ પહેલાં મિટિંગના મુદ્દાઓ અંગે રિવિઝન કરવું જરૂરી છે. કંપનીનું પ્રતિનિધિત્વ જ્યારે અન્ય કોઈ વ્યાવસાયિક મુલાકાતમાં કરવાનું હોય ત્યારે તો તેણે સંલગ્ન મુદ્દાઓ અંગે વધુમાં વધુ રિવિઝન કરી લેવું જરૂરી બની જાય છે. ટૂંકમાં કહી શકાય કે મેનેજરે ક્યાંય પણ પોતાની જાતને કંપની વતી મૂકતાં પહેલાં અનેક મુદ્દાઓનું રિવિઝન કરી લેવું જોઈએ. રિવિઝન કરતી વખતે મેનેજરે પોતાની જાતને એક વિદ્યાર્થીની જેમ જ મૂલવવો જોઈએ. સ્પર્ધાત્મક યુગમાં કુશળ વિદ્યાર્થી કોઈ પણ પરીક્ષા આપતાં પહેલાં આકરી તૈયારી કરતા હોય છે. પરીક્ષામાં જતા પહેલાં દરેક પ્રશ્ન પર નજર કરવી એવી આદત રાખે છે. એ પ્રશ્ન કેવી રીતે પરીક્ષામાં લખવો એની પણ પદ્ધતિ વિકસાવે છે. મેનેજરે પણ એક વિદ્યાર્થી બનીને મિટિંગમાં સમાવિષ્ટ મુદ્દાઓને રિપ્રેઝેન્ટ કરવા માટે તૈયારી કરી લેવી જોઈએ. આ ઉપરાંત મિટિંગમાં ક્યા મુદ્દાઓ ઊઠી શકે છે. એ અંગેનો વિચાર અને તેનું નિરાકરણ પણ પહેલેથી જ વિચારી રાખવું જોઈએ.

રિવ્યુ

એક મેનેજરે મિટિંગ માટે રિવિઝન કર્યા બાદ પોતાની જાતનો સૌ પ્રથમ રિવ્યુ કરવો જોઈએ. મિટિંગ પહેલાં જે પણ મુદ્દા વિશે તેણે વિચાર કર્યો છે તે અમલમાં મૂકી શકાય તેમ છે કે નહીં તે અંગે વિચારી જોવું જોઈએ. આમ તો મેનેજરે પોતાને ક્યાં અને કેવી રીતે રજૂ કરવા છે એ અંગે અન્યોને પૂછવા કરતાં પોતે જ પોતાને સમજીને નિર્ણય કરવો બહેતર રહેશે, પણ જો એવું ન થાય અને પોતાના નિર્ણયો અંગે જો મેનેજરને શંકા હોય તો તેણે જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

રિમૂવ

દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી. ખામી દરેક વ્યક્તિમાં હોય છે, પણ પોતાનામાં રહેલી ખામીને જાણીને તેને રિમૂવ કરી શકે એ જ સફળ વ્યક્તિ બની શકે. આ વાક્ય જેટલું વ્યાવસાયિક જીવનમાં લાગુ પડે છે તેટલું જ અંગત જીવનમાં પણ તાદૃશ છે. મેનેજરે કોઈ પણ પ્રોજેક્ટ અંગે રિવિઝન અને રિવ્યુ બાદ રિમૂવની પદ્ધતિને અપનાવવી જોઈએ. પ્રોજેક્ટ કે પ્લાન માટે પોતે બનાવેલી બ્લુ પ્રિન્ટ માટે ખુદને રિવ્યુ કર્યા બાદ ચકાસી જુઓ કે તમારે ખરેખર જેવા પ્લાનની જરૂરિયાત છે એવી જ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ છે કે નહીં ? તમારો પ્લાન કે સ્ટ્રેટેજી જે તે પ્રોજેક્ટ માટે કામ લાગી શકે તેમ છે કે નહીં? કોઈ ખેતરમાંથી ખેડૂત નિંદામણ કાઢીને બહાર ફેંકી દે તેમ બિનજરૂરી પ્લાન્સ અને મુદ્દાઓને તમારી બ્લુ પ્રિન્ટમાંથી રિમૂવ કરી નાંખો.

રિફ્‌લેક્શન

આગલા દિવસે અથવા અગાઉ રિવિઝન થયેલા મુદ્દાઓ નિશ્ચિત મિટિંગમાં રિફ્‌લેક્ટ થવા પણ ખૂબ જ જરૂરી છે. માત્ર કોઈ મિટિંગ પૂરતું જ આ જરૂરી નથી, પણ વ્યાવસાયિક જીવનમાં આ મુદ્દો અતિમહત્ત્વનો છે. જિંદગી પ્રત્યેનું, શિક્ષણ પ્રત્યેનું, કારકિર્દી અંગેનું વિઝન જ્યારે ચોખ્ખું હોય અને યોગ્ય હોય તો તે રિફ્‌લેક્ટ થવું જ જોઈએ એટલે કે તમારા વિચારનો અન્યો સામે સતર્ક નિચોડ રિફ્‌લેક્ટ થવો જોઈએ. જો તમે એ માર્ગે ન હો તો તમે જે માર્ગે છો એ બદલવાની જરૂર છે. અથવા પોતાનામાં પરિવર્તન લાવવાની - વ્યાવસાયિક દૃષ્ટિએ જાતને બદલવાની જરૂર છે એ સમજી લેજો. મૂળ મુદ્દે તો તમે સામેની વ્યક્તિને જે સમજાવવા માગો છો એ સબળ રીતે સમજાવી શકો એવા રિફ્‌લેક્ટ થવા જોઈએ.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

‘‘સચ-ઈન, બાકી સબ-આઉટ’’

‘‘દીકરા, જીવન એક પુસ્તક છે, જેમાં હજારો પ્રકરણો હશે. અનુભવની એરણ પર રહેલા આ જીવનનું લોલક ચાર મુખ્ય છેડા વચ્ચે ઝૂલતું રહેશે - સુખ, દુઃખ, સફળતા અને નિષ્ફળતા! પણ દુઃખ અને નિષ્ફળતા આ બંને તારા જીવનના મહત્વના શિક્ષકો બની રહેશે. તું ભારત દેશનું ‘‘એક ક્રિકેટર’’ તરીકે પ્રતિનિધિત્વ કરે એ તો જીવનનું એક નાનું પ્રકરણ છે. તું વધારેમાં વધારે કેટલા વર્ષ ક્રિકેટ રમીશ? ૨૦ વર્ષ? બહુ બહુ તો ૨૫ વર્ષ? અને જીવીશ કેટલા વર્ષ? ૭૦ થી ૮૦ વર્ષ? તાળો મેળવીએ તો તારા જીવનનો મોટો ભાગ તું એક ક્રિકેટર તરીકે નહીં પણ માણસ તરીકે જીવીશ! અર્થાત જીવનમાં ક્રિકેટ જ બધું નથી, એ સિવાય પણ જીંદગી છે! એક વાલી તરીકે ભવિષ્યમાં ‘સચિન એક મહાન ક્રિકેટર છે’ એવું સાંભળવા કરતાં ‘સચિન એક સારો માણસ છે’ એવું સાંભળવું મને વધુ પસંદ પડશે.’’ આ શબ્દો છે રમેશ તેંડુલકરના! સચિન તેંડુલકરના પિતા અને મરાઠી સાહિત્યના ખ્યાતનામ કવિ, વિવેચક અને પ્રોફેસર! આ વિચારો અને સંસ્કારો જો સંતાનને મળે અને સંતાન આ સંસ્કારોને ડગલે ને પગલે સાચવી રાખે તો એના માતા-પિતાને કેટલો ગર્વ થતો હશે? આવા જ છે આપણો લીવીંગ લીજેન્ડ, ધ વન એન્ડ ઓન્લી સચિન તેંડુલકર!!! સચિન વિશે શું લખું? હજારો લોકોએ એના વિશે લખ્યું છે. સચિન એ ક્રિકેટર નથી પણ એક કાળખંડ છે, એક જમાનો છે, એક દંતકથા છે. મલયાયમ કવિ સી.પી. સુરેન્દ્રને એક ટચૂકડી કવિતામાં લખ્યું છે ‘‘ક્રિકેટના મેદાન પર બેટસમેન એકલો જતો હોય ર્છેીંર્ીંપણ તેંડુલકર નહિ! જ્યારે જ્યારે તેંડુલકર ક્રીઝ પર જતો હોય છે, ત્યારે આખો ભારત દેશ એની સાથે ચાલતો હોય છે!’’ આહાહાહા...આ કવિતા નથી, વાસ્તવિકતા છે! તાજેતરમાં સચિનની આત્મકથા (પ્લેઈંગ ઈટ માય વે - માય ઓટોબાયોગ્રાફી) લોકો સમક્ષ આવી અને આજે મારે એ આત્મકથાની વાત કરવી છે. સચિને આ આત્મકથામાં ઘણાં એવા અંગત ખુલાસાઓ કર્યા છે જેની મીડિયાને કે જાહેર જનતાને લગભગ જાણ નથી.

૧) સચિને એક વાર પાકિસ્તાનની ટીમમાં ફિલ્ડીંગ પણ કરી છે. વાત એમ છે કે ૧૯૮૭માં મુંબઈની ટુકડીમાં સામેલ થયો હોવા છતાં સચિનનો અંતિમ-૧૧માં સમાવેશ ન થયો. છતાંય રણજી-ટ્રોફીમાં થોડો ટેસ્ટ તો થયો. બ્રેબોર્ન સ્ટેડીયમમાં ભારત પાકિસ્તાનની એક ફેસ્ટીવલ મેચમાં કપિલ દેવ બેટીંગ કરતા હતા અને પાકિસ્તાનના બે પ્લેયર જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર એ સમયે લંચ માટે ગયા હતા. એ વખતે પાકિસ્તાનના સ્કીપર ઈમરાન ખાને સચિનને ‘એઝ અ સબ્સ્ટીટ્યુટ’ રાખ્યો હતો અને સચિન કપિલ દેવનો એક કેચ પકડી શક્યો ન હતો.

૨) યોર્કશાયરમાં સચિને કાર-ડ્રાઈવિંગ મામલામાં ઘણા અખતરા કર્યા હતા.૧૯૯૨માં એક વાર યોર્કશાયરમાં જતીન પરાંજપે અને સચિન બંને લોંગ ડ્રાઈવ પર ગયા અને ડ્રાઈવિંગ કરતાં કરતાં અતિશય થાકી ગયા. બીજે દિવસે મેચ હતી અને સવારે ઊઠીને જોયું તો સચિનનું મુખ એક ઝોંબી જેવું અને સોજેલું હતું. છતાં પણ એ મેચમાં સચિને ૧૦૦ રન ફટકાર્યા. મજાની વાત એ કે બેટીંગ કરતી વખતે અને ફિલ્ડીંગ વખતે પણ એ દરેક ઓવર વચ્ચે ‘૧૦ સેકંડ’ ના ટચૂકડા ઝોકાં ખાઈ લેતો.

૩) સચિનને ‘બેટ‘ના સપના આવતાઃ ૧૯૮૯માં સિઆલકોટમાં ટેસ્ટ મેચ પહેલા સચિન અને એના સાથીદારોને પાકિસ્તાનની પ્રખ્યાત બેટ બનાવનારી કંપની એમ.બી. મલિક તરફથી આમંત્રણ મળ્યું. એ વખતે સચિન બેટ બનાવનારી બીજી કોઈ પણ કંપની સાથે સંધિમાં ન હતો, એટલે કે એ કોઈ પણ મેચમાં એનું મનપસંદ કોઈ પણ બેટ લઈ રમી શકતો. આમંત્રણ આવ્યું એટલે એમ.બી.મલિક પાસેથી ૨-૩ બેટ લઈ આવ્યો. પણ સૂઈ ગયા પછી લગભગ મધરાત્રે રૂમની બહાર આવીને ‘મારું બેટ ક્યાં છે? મને મારું બેટ આપી દ્યો’ એવું બોલવા લાગ્યો. રમણ લાંબા અને મનીંદર સિંઘે કહ્યું, તેરે બેટ્‌સ તો તેરે પાસ હી હૈ. પણ સચિને કોઈ રીસ્પોન્સ ન આપ્યો. ત્યારે રમણને લાગ્યું કે આ તો ઊંઘમાં ચાલે છે. તરત જ બંને જણાએ સચિનને એની રૂમમાં સૂવડાવવાની મહેનત કરી.

૪) નવેમ્બર-૧૯૯૧માં ઓસ્ટ્રેલિયા સાથેની મેચ હતી. મેલબર્નની મેચ વખતે બ્રુસ રીડની બૉલિંગ વખતે જ્યારે સચિનને વાગ્યું હતું ત્યારે તેના ઉદરની નીચેના ભાગમાં મૂકવામાં આવેલા સુરક્ષા-કવચના તૂટીને ત્રણ ટૂકડા થઈ ગયેલા. અને એ સચિનને જ્યારે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં આવ્યો ત્યારે ખબર પડી.

૫) ૧૯૯૨માં દ્રસ્છસ્માં બનેલો એક બનાવ સચિન માટે પરાકાષ્ઠા અને સ્પર્ધાત્મકતાનો પાઠ બની ગયો. ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે સચિને બોલને ફટકાર્યા પછી રન લેવાનો કોઈ ચાન્સ ન હતો. માટે બોલને પોતે ઉપાડીને ઓસ્ટ્રેલિયાના કપ્તાન એલન બોર્ડરને આપવા ગયો. જેવો બોલ લેવા એ વળ્યો, એલન જોરથી બરાડ્યો, ‘‘ડદ્વન’ત યદ્વઉ દઅરઇ તદ્વઉચહ તહઇ બઅલલ (બોલ ઉપાડવાની હિંમત પણ નહીં કરતો).’’ એલન અને સચિનની કોઈ દુશ્મની ન હતી, પણ આ આંતરરાષ્ટ્‌રીય રમતના નિયમો છે અને દરેક રમતવીરે આ નિયમો પાળવા જરૂરી! આ વાતને સચિને પોતાના ક્રિકેટ-કરિયરમાં હંમેશા યાદ રાખ્યું.

૬) ૧૯૯૩ના હીરો-કપની સેમીફાઈનલ ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. દ્રક્ષિણ આફ્રિકા સામેની એ મેચમાં ભારતને જીતાડવામાં એક મંગૂસ(નોળિયા) નો ખૂબ મોટો ફાળો રહ્યો. દ્રક્ષિણ આફ્રિકાની પાળી વખતે જ્યારે જ્યારે એ મંગૂસ મેદાનમાં આવતો ત્યારે બેટ્‌સમેનનું ધ્યાન તૂટી જતું અને એ નોળિયો એક વિકેટનો કોળિયો કરી જતો. આ એક સંયોગ જ હતો પણ ભારત માટે લકી સાબિત થયો.

૭) તમે ગેમમાં છો એ દરેકને ખબર હોવી જોઈએ તો જ ગેમમાં મજા આવે અને એક વાર તમે લોકોમાં જાણીતા થાઓ પછી તમારી એક આગવી ઓળખ રાખવી જરૂરી છેઃ સચિને જ્યારે ટેસ્ટમેચમાં પહેલી વાર ૧૦૦ રન ફટકાર્યા ત્યારે સ્ટેડીયમમાં બેસેલા લોકોએ સ્ટેંડીંગ ઓવેશન આપ્યું. પણ સચિને એ વખતે ખૂબ જ અનકંફર્ટેબલ ફીલ કર્યું અને પોતાનું બેટ ઊંચકવામાં એને શરમ લાગી. સચિને લખ્યું છે કે ‘‘ઈવઇરય તામઇ િ લદ્વદ્વક બઅચક અત તહઇ ફદ્વદ્વતઅગઇ દ્વફ મય ફારસત ચઇનતઉરય, િ રઇઅલાઝઇ તહઅત ચઇલઇબરઅતાનગ દ્યઅસ નદ્વત સદ્વમઇતહાનગ તહઅત ચઅમઇ નઅતઉરઅલલય તદ્વ મઇ. ‘ષરઇસઇનચઇ’ ાસ અચતઉઅલલય વઇરય ામપદ્વરતઅનત ાન ાનતઇરનઅતાદ્વનઅલ સપદ્વરત. તિ ાસ દ્વનઇ તહાનગ જઉસત બઇાનગ તહઇરઇ ાન તહઇ માદદલઇ, બઉત ાત ાસ અનદ્વતહઇર મઅકાનગ પઇદ્વપલઇ અદ્યઅરઇ દ્વફ યદ્વઉર ‘પરઇસઇનચઇ’. તિ ાસ અબદ્વઉત બદ્વદય લઅનગઉઅગઇ અનદ રઅદાઅતાનગ ચદ્વનફાદઇનચઇ, સદ્વમઇતહાનગ તહઅત તહઇ દ્રઇસત નિદાઅન બઅતતાનગ લઇગઇનદ શ્વાવ તચહઅરદસ દ્યદ્વઉલદ પઇરસદ્વનાફય. દ્રાતહ મઇ ાત હઅપપઇનઇદ અફતઇર િ હઅદ સચદ્વરઇદ અ ફઇદ્ય હઉનદરઇદસ અનદ ફઇલત મદ્વરઇ ઇસતઅબલાસહઇદ ાન ાનતઇરનઅતાદ્વનઅલ ચરાચકઇત. સ્સ િ ગરઇદ્ય મદ્વરઇ અસસઉરઇદ દ્વફ મય પરઇસઇનચઇ, િ ચઅમઇ ઉપ દ્યાતહ મય દ્વદ્યન સાગનઅતઉરઇ સતયલઇ દ્વફ ચઇલઇબરઅતાનગ અન અચહાઇવઇમઇનત બય સહદ્વદ્યાનગ તહઇ બઅત તદ્વ તહઇ દરઇસસાનગ રદ્વદ્વમ.’’ એ જ મેચમાં જ્યારે એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે એક શેંપેન ની બોટલ પણ આપવામાં આવી. પણ ૧૮ વર્ષનો ન હોવાથી એ વખતે પણ થોડું પ્રતિકુળ લાગ્યું.

૮) બી.સી.સી.આઈ. એ મગનું નામ મરી ન પાડ્યુંઃ શારજાંહની હાર પછી ભારત શ્રીલંકા સામે ત્રણ સીરીઝ હારી ગયું. એ પછી કોઈ પણ પ્રકારના સમારોહ વગર સચિનને સુકાની પદ પરથી કાઢી નાખવામાં આવ્યો. જ્યાં સુધી મીડિયામાંથી કોઈએ કહ્યું કે ‘તું હવે કેપ્ટન નથી રહ્યો’ ત્યાં સુધી બી.સી.સી.આઈ. માંથી કોઈએ એ વાત સચિન સુધી પહોંચાડવાની તસદી પણ ન લીધી. આ વાતથી સચિનને લાગી આવ્યું પણ આ બનાવને કારણે જ સચિન અંદરથી વધુ મજબૂત બન્યો.

આ સિવાય - શું સચિન અને એના કૌટુંબિક સભ્યો અંધશ્રદ્ધાળુ હતાં? કપિલ દેવ અને ગ્રેગ ચૅપલ - અ બંને કોચ વિશે સચિનના મનમાં શો સંકોચ હતો? શા માટે અખબારમાં ‘તેંડુલકર’ને બદલે ‘એંડુલકર’ છપાયું? ‘મન્કીગેટ’ યાદ છે? કોનો વાંક હતો ‘મન્કીગેટ‘માં? કોણે, ક્યારે અને શા માટે સચિન પર ‘બોલ ટેમ્પરીંગ‘નો આરોપ લગાવ્યો હતો? ૧૦૦મી સેન્ચુરી અને ૨૦૦મી મેચ વખતે ક્યા વિઘ્નો નડ્યાં‘તાં? આ બધું અને ‘ફાઈનલ સ્પીચ’ વખતે સચિનના હાથમાં જે લિસ્ટ હતું એમાં કોના કોના નામ હતા? જાનને કે લિયે પઢિયે ‘હું ગુજરાતી‘કા બારહવાં એપિસોડ (એટલે કે અંક)!! ત્યાં સુધી શટસ્થ ટઊણઈડ!!

પડઘોઃ

‘‘એવી કોઈ આત્મકથા નથી જેમાં લેખક પોતાની દરેક નાની બાબત વિશે લખે. ઈટ્‌સ ઈમ્પોસિબલ! જીવનમાં ઘણાં એવા મુદ્દા હોય છે જેને કોઈ અંગત અથવા તો સંવેદનશીલ કારણોસર આત્મકથામાં ન સમાવી શકાય. મેં અહીં સમાવેલા પ્રસંગોમાંથી ઘણાં ખરા જાહેર જનતાને ખબર હશે પણ થોડા એવા પણ મુદ્દાઓ છે જે મેં આજ સુધી લોકોની સમક્ષ લાવ્યા નથી. મને આશા છે કે તમને એ પ્રસંગોમાં રસ પડશે.’’ - ‘‘પ્લેઈંગ ઈટ માય વે - માય ઓટોબાયોગ્રાફી‘‘ની પ્રસ્તાવનામાં સચિને લખેલા શબ્દો

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

મતપ્રદર્શનથી મનભેદ! વાયા મતભેદ!

‘‘કોઈની સાથે ભલે ગમે એટલા મતભેદ હોય પણ મનભેદ ન હોવો જોઈએ.’’ અવારનવાર આ સુવિચાર આપણને સાંભળવા મળે છે. અવારનવાર આપણે પોતે પણ આ સુવિચારનો પવિત્ર ઉચ્ચાર કરીએ છીએ. મતભેદના પ્રકોપના કારણે કોઈની સાથેનો સંબંધ તૂટી જવાની હદે પહોંચી જાય છે ત્યારે આ સુવિચારનો ઉચ્ચાર અનિવાર્ય બની જાય છે. વળી, એ પણ સિદ્ધ થઈ ચૂકેલું સત્ય છે કે, આ સુવિચારનો પવિત્ર ઉચ્ચાર થાય તે પહેલાં જ મોટાભાગના કિસ્સાઓમાં મનભેદ થઈ ચૂક્યો હોય છે. એ રીતે વિચારીએ તો ‘‘કોઈની સાથે ભલે ગમે એટલા મતભેદ હોય પણ મનભેદ ન હોવો જોઈએ’’ એ સુવિચાર એક એવું થીગડું છે જે ફાટેલા આચાર-વ્યવહાર પર લગાડવામાં આવે છે. આ સુવિચારનો ઉચ્ચાર કરનાર એ વાતનો છૂપો સ્વીકાર કરે છે કે ‘મનભેદ થઈ ચૂક્યો છે.’

તો શું મતભેદને એક રોગ કહી શકાય? જરૂર કહી શકાય. એટલું જ નહિ, એ પણ સમજવું જરૂરી છે કે, જેમ એક વખત કમળો થયા પછી પૂરતી દરકાર રાખવામાં ન આવે તો કમળી થઈ જવાની શક્યતા રહે છે એમ જ મતભેદ થયા પછી એ વકરે નહિ એ માટે દરકાર ન રાખવામાં આવે તો મનભેદ થવાની પૂરી શક્યતા છે. અર્થાત, મનભેદ એ મતભેદ પછીની જોખમી સ્થિતિ છે. મતભેદ થયા પછી આ રોગ એટલી ઝડપથી વકરે છે કે મોટાભાગના કિસ્સાઓમાં મતભેદ થયા પછી મનભેદ થયા વગર રહેતો નથી.

આ તબક્કે કોઈને એવી સુંદર કલ્પના કરવાનું મન થાય કે ‘દરેક વ્યક્તિ મતહીન હોય તો કેવું સારું? મતભેદ થવાનો સવાલ જ ન રહે.’ પરંતુ આ આદર્શ પરિસ્થતિ શક્ય નથી કારણ કે, કોઈ વ્યક્તિ તો જ મતહીન હોઈ શકે જો એ મતિહીન હોય. મતને ઉત્પન્ન થવા માટે મતિ અથવા મન ખૂબ જ અનુકૂળ પ્રદેશ છે. પોતે મતિ નામે પ્રદેશનો માલિક ન હોય એવું કોણ ઇચ્છે? પોતાની પાસે પોતાના ભાગ્ય મુજબની મતિ હોવી એ દરેક માણસની નિયતિ છે. અને, એ મતિના ફળસ્વરૂપે પોતાના મત હોવા એ પણ એની નિયતિ છે.

આમ, આ જગતમાં દરેક માણસ મતધારી છે. દરેકની પાસે યથાશક્તિ મત હોય છે. જેમ હથિયાર અનેક પ્રકારનાં હોય છે એમ મત પણ અનેક પ્રકારના હોય છે. સમસ્યાની શરૂઆત મતપ્રદર્શનથી થાય છે. માતની હાકલ પડેને શૂરવીર ઝાલ્યા ન રહે એમ મતની હાકલ પડે ત્યારે ભાગ્યે જ કોઈ મતધારી ઝાલ્યો રહે છે. એ પોતાનો મત દાખવ્યા વગર રહેતો નથી. સમય અને સંજોગો જ એવા ઊભા થતા હોય છે કે એને પોતાના મતનું પ્રદર્શન કરવાની વૃત્તિ થાય જ. વળી, કુદરતે દરેક માણસને એક સરખી મતિ આપી નથી એટલે જાણ્યે અજાણ્યે એ મતભેદ તરફ આગળ વધી જાય છે. એ રીતે જોઈએ તો કહી શકાય કે, ‘જેમ પ્રેમ કર્યો કરાતો નથી પરંતુ થઈ જાય છે એમ જ, મોટાભાગે મતભેદ પણ આપોઆપ થઈ જાય છે.’

મતભેદ ગમે તેની વચ્ચે થઈ શકે છે. ભાઈભાઈ વચ્ચે, બાપદીકરા વચ્ચે, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે, માલિક અને નોકર વચ્ચે, પ્રમુખ અને સભ્યો વચ્ચે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, સંચાલક અને કવિ વચ્ચે. માણસને પોતાની જાત સાથેના મતભેદથી માંડીને સમગ્ર વિશ્વ સાથે મતભેદ થઈ શકે છે. પરંતુ, પતિપત્ની વચ્ચેનો સંબંધ એ ‘સંભવિત મતભેદ સંબંધ’ તરીકે હંમેશા ઓળખાતો આવ્યો છે. પતિપત્ની વચ્ચે, સવારના નાસ્તામાં ચા સાથે તૈયાર ગાંઠિયાં ખાઈને પેટમાં ગેસ ઉત્પન કરવો કે પછી ઘેર ગરમ ગરમ થેપલાં બનાવીને બાટલામાંથી ગેસનું પ્રમાણ ઘરાડવું, એવી સામાન્ય વાત માટે પણ મતભેદ થઈ શકે છે. બંને વચ્ચેનો આવો મતભેદ વધતાં વધતાં મનભેદ સુધી પહોંચી જાય છે. મનભેદ પછી સંબંધભેદ કે સંબંધ વિચ્છેદ સુધી પણ એ લોકો પહોંચી જાય છે. સામાન્ય માનેલી ખાંસીમાંથી ટીબી થીજવા અજેવી વાત છે.

આ સંસારમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં માણસને મતભેદના ભોગ ન બનવું પડે. ઘર, પાર્કિંગ, ઓફિસ, પેટ્રોલપંપ, દવાખાનાં, રસ્તા, બગીચા, જ્ઞાતિમંડળો, જ્ઞાનીમંડળો વગેરે બધી જ જગ્યાઓ પર માણસ મતભેદનો શિકાર થઈ શકે છે. માણસ પોતાના જન્મધામથી માંડીને પોતાના અંતિમધામ સુધીની કોઈપણ જગ્યાએ મતભેદનો શિકાર થઈ શકે છે. એ મનની શાંતિ માટે અને કોઈની સાથે મતભેદ ન થાય એવા પવિત્ર ઉદ્દેશથી કોઈ આશ્રમમાં જાય તો ત્યાં પણ એ મતભેદનો શિકાર થઈ શકે છે.

મતભેદને સમયની પણ સીમા નથી. એ વહેલી સવારે કૂતરાને લઈને ફરવા જતી વખતે પણ થઈ શકે છે અને ભર બપોરે ઠંડા પીણાની બોટલ ખરીદતી વખતે પણ થઈ શકે છે. એ સાંજે મંદિરમાં આરતી વખતે પણ થઈ શકે છે અને મોડી રાત્રે કોઈ ચોકીદાર સાથે પણ થઈ શકે છે. મતભેદ ક્યારે થશે અને ક્યારે નહિ થાય એ માટે કોઈ ચોઘડિયાં હોતાં નથી. એ ગમે ત્યારે થઈ શકે છે. એ વર્ષો પછી પણ થાય અને ક્ષણમાં પણ થાય! એ જાગતાં પણ થઈ શકે છે અને સપનામાં પણ થઈ શકે છે.

મતભેદ થવાનાં કારણો એકથી માંડીને અનેક હોઈ શકે છે. એ કારણો આગળપાછળનો સંબંધ ધરાવતાં પણ હોઈ શકે અને પહેલી જ વાર એકબીજાને અકસ્માતે મળેલા મુસાફરો જેવાં પણ હોઈ શકે. એ કારણોને લાંબો ઇતિહાસ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એ કારણો વાસી પણ હોઈ શકે અને તાજાં પણ હોઈ શકે. મતભેદ કોની કોની વચ્ચે, ક્યાં ક્યાં અને ક્યારે કયારે અને કયા કયા કારણોસર થઈ શકે, એવી યાદી બનાવવી હોય તો એ કામ કોઈ વ્યવસાયિક સંસ્થાને સોંપવું પડે. આવી સંસ્થા આ ભગીરથ કાર્ય નિવૃત્ત લોકોની મદદથી સુપેરે પાર પાડી શકે. જો એ લોકો મતભેદનો શિકાર ન બને તો!

દરેક માણસ પાસે પોતપોતાના મત હોવાનો સ્વીકાર કર્યા પછી આપણી પાસે અણીદાર સવાલો એ રહે છે કેઃ ‘મતભેદથી કેમ બચવું? મત વધારે ઉછરે અને ઉછળે નહીં એ માટે કેવા ઉપાયો અજમાવવા?’ ઘણા લોકો પાસે મતભેદથી બચવા માટેના, માનસશાસ્ત્રીઓએ દર્શાવેલા અનેક ઉપાયો હોવા છતાં એ લોકો પણ મતભેદથી બચી નથી શકતા. કારણ કે મતભેદથી બચવા માટેના ઉપાયો બાબત ખુદ માનસશાસ્ત્રીઓ વચ્ચે પણ મતભેદ હોય છે.

હવે મારે મારા એક સ્નેહીજનની વાત કરવી છે. એમનું શુભ નામ છે શ્રવણકુમાર. એમને ભાગ્યે જ કોઈની સાથે મતભેદ થાય છે. શ્રવણકુમાર બને તેટલું વધારે સાંભળવાનો અને બને તેટલું ઓછું બોલવાનો ગજબનો ગુણ ધરાવે છે. પોતાનો મત દાખવવાથી કે બીજાના મતનો વિરોધ કરવાથી એ દૂર રહી શકે છે. શ્રવણકુમાર સામે કોઈ ગમે તેવું અસત્ય કહે તો પણ એ વિરોધ કરતા નથી. કોઈ, ભર ઉનાળામાં વગર વાદળાંએ ધોધમાર વરસાદ પડવાની વાત કરે તો પણ એ વિરોધ ન કરે. એમનો મનોમન મત એવો કે, ‘એમ કોઈના કહેવાથી વરસાદ પડવાનો નથી તો શા માટે મતભેદના રસ્તે આગળ જવું?’ વક્તાની વાત સાથે સહમત થવાનો એમેનામાં ગજબનો ગુણ છે. શક્ય અશક્ય બધું જ એ સાંભળી શકે છે! કદાચ એટલે જ એમને છાપાં કે ટીવીની સમાચાર ચેનલો તરફ ક્રોધ થતો નથી. પરિણામે એ કેટલીય બીમારીઓથી બચી શક્યા છે!

આપણે સહુ શ્રવણકુમાર તો નથી. એટલે મોટાભાગે આપણે આ જગતમાં વારંવાર મતભેદનો શિકાર થઈએ છીએ. કોઈનો મત સાંભળ્યો ન સાંભળ્યો ત્યાં તો આપણે આપણો મત સંભળાવવા તલપાપડ થઈ જઈએ છીએ. દાંડિયાથી દાંડિયો ભટકાડીને દાંડિયારાસ રમતા હોઈએ એમ આપણે ‘મતરાસ’ રમવા લાગીએ છીએ. વખત જતા આ ‘મતરાસ’ ‘મહાત્રાસ’માં ફેરવાઈ જાય છે.

મતભેદ માટે આ જીવતું જાગતું જગત ઓછું હોય એમ કેટલાક કુશળ ઘડવૈયાઓએ એક નવા જગત નું સર્જન કર્યું છે જે ‘વર્ચ્યૂઅલ્‌ જગત’ તરીકે ઓળખાય છે. આ જગતમાં વિવિધ સોશિયલ વેબસાઇટ સક્રિય છે. માહિતી અને મનોરંજનના ભંડાર જેવી આ વિવિધ વેબસાઇટ મતભેદ માટેના ઉછેરકેન્દ્રો તરીકે પણ ભાગ ભજવે છે. વેબસાઇટ પર મતપ્રદર્શન કરવું એટલે ફુલાવેલા ફુગ્ગાને સળી કરવા જેવી રમતવાત! અતિ દુર્બળ કાયા ધરાવનાર માણસ અહીં મોટા પહેલવાનની ટીકા કરી શકે છે. જેને રમકડાની પપૂડી પણ વગાડતાં ન આવડતી હોય એ અહીં જાણીતા સંગીતકારોના સંગીતને ‘બકવાસ’ કહી શકે છે. જે આડા ચાલતા પાડોશીમાં પરિવર્તન નથી લાવી શકતો એ અહીં સમાજના પરિવર્તન માટે હાકલા ને પડકારા કરે છે! ધર્મ, રાજકારણ, ક્રિકેટ, ફિલ્મ, સાહિત્ય વગેરેની ચર્ચા દરમ્યાન છૂટથી મતપ્રદર્શનની તકો હોવાથી અહીં મતભેદ અને પછી મનભેદ એ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા વિરલાઓ તો ‘મનભેદ થાય તો ભલે થાય’ એ તૈયારી સાથે જ મતપ્રદર્શન કરવા માટે સોશિયલ વેબસાઇટ પર ખાબકે છે અને પરિણામે અહીં છાશવારે ‘વર્ચ્યૂઅલ્‌ ધીંગાણાં’ પણ થઈ જાય છે. ‘ભગવાન છે કે નહીં’ એ વિષે ચર્ચા કરતાં કરતાં ચર્ચા કરનાર પોતે માણસ છે એ પણ ઘણી વખત ભૂલી જાય છે! જૂનાં મધુર ગીતોની ચર્ચા અહીં કડવી ભાષાથી થાય છે! પરિણામે ઘણી વખત મધુર ગીતો રહી જાય છે અને એની જગ્યાએ બિરાજમાન થવા માટે અપશબ્દો આવી ચડે છે. અહીં માણસ ‘બીજા લોકો શું કરે છે અને શું નથી કરતા’ એની ચિંતા કરવા કરતાં પોતે ‘શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ’ એ અગત્યની બાબત જ એ રીતે ભૂલી જાય છે કે જેવી રીતે આ લખાણ લખતી વખતે હું ભૂલી ગયો છું!

સમગ્ર વાતનો સાર એ છે કેઃ ‘સામાન્ય માણસ માટે મતભેદથી બચવું સૂક્ષ્મ જીવાણુંથી બચવા જેવું મુશ્કેલ કામ છે. મતભેદથી બચવું હોય તો એક જ માર્ગ છે કે મતપ્રદર્શનથી બચવું. અને, મતપ્રદર્શન ટાળી શકાય એમ ન હોય તો સહમતીના સહારે જવું. શું એ દરેક માણસ માટે દરેક વખતે શક્ય છે? કહેવું હોય તો એમ કહી શકાય કેઃ ‘માણસ માત્ર મતપ્રદર્શનને પાત્ર!’ મેં પણ અહીં મતપ્રદર્શનની ભૂલ કરી છે. કોઈની સાથે મતભેદ ન થાય એવી પ્રભુપ્રાર્થના સાથે અટકું છું.

[સમાપ્ત]

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

‘‘મજ્જાની લાઈફ’’

એક વખત એક મુસાફર તેના હાથમાં વોટરબેગ લઈને રસ્તા પર જતો હતો. રોડ સાઈડ પર ફ્રી બેઠેલા એક જેન્ટલમેને પેલા મુસાફર ને બોલાવી ને પૂછ્યું કે તેની વોટરબેગ માં નાખવા માટે તે કઈક આપવા માંગે છે, પેલા મુસાફરે સરપ્રાઈઝ થઇ ને કહ્યું કે પોતાની મુસાફરી માટે પુરતું પાણી વોટરબેગ માં છે અને વોટરબેગ માં વધુ પાણી માટે જગ્યા પણ નથી.પેલા જેન્ટલમેને નમ્રતાપૂર્વક વોટરબેગ માગી . તેનું ઢાંકણું ખોલ્યું અને વોટરબેગ માં ખાંડ નાખી ને સસ્મિત ઢાંકણું બંધ કરી દીધું. અને પેલા મુસાફર ની મુસાફરી મીઠી થઇ ગઈ. બસ આવું જ કામ સરસ પુસ્તકો અને સારા લોકો કરે છે આપણી લાઈફ માં. આપણી સમજ પ્રમાણે આપણે પુરતું વિચારીએ અને કરીએ છીએ. આપણી વોટરબેગ ફુલ છે. ખાંડ જેવી વસ્તુ જરાય નવી જગ્યા રોક્યા વગર આપણા પાણી ને મીઠું બનાવી દે. એવી રીતે સારી વિઝડમ બુક્સ આપણા વિચારો ને આપણા દિલ અને દિમાગ ને સરસ સ્વાદ આપે છે. ગયા અંક માં શરુ કરેલી રોબીન શર્મા ના પુસ્તકની વાત આપણેઆગળ ચલાવીએ. પુસ્તક ના કેટલાક અદભૂત વાક્યો મમળાવીએ.

’’ તમારા દિમાગ ને એક ફળદ્રુપ બગીચા જેમ ઉછેરો. જો એમાં નીંદણ ને મુળિયા પેસાડવા દેશો તો તમને એ શાંતિ નો અનુભવ ક્યારેય નહિ થવા દે’’ આ નીંદણ એટલે નકારાત્મક વિચારો જેમકે ચિંતા, અદેખાઈ, ગુસ્સો, તણાવ......આપણે તો સાલા બગીચા નો ઉકેડો કરી નાખ્યો છે. એમાં ચિંતા ને ખોટા વિચારો ખરાબ યાદો ને અકળામણ સંઘર્યા કરીએ. નીંદણ નહિ પણ નીંદણ નું જંગલ ઉભું કરી મુકીએ.

’’ જીંદગી ને ભરપૂરજીવવી હોય તો દિમાગ ના દરવાજે પહેરો ભરો. માત્ર ઉત્તમ માહિતીઓ ને જ તેમાં પ્રવેશવા દ્યો. એક પણ નકામા વિચાર ને આવવા દેવું તમને પોષાશે જ નહિ.’’ કેટલું સરળ ને સરસ!

એક મસ્ત ક્વોટ તો અંગ્રેજી માં જ શેર કરવો પડશે. ’’ થષ્ઊત્‌ િ છસ્ણ શિ હ્મષ્ત્ઈ હ્મિષષ્ત્ટસ્ણટ ટહ્યસ્ણ થષ્ઊત્‌ િ.ઢ.’’ છે ને મસ્ત?

વધુ એક સરસ વાક્ય જે મને ભગવદ્‌ ગીતા થી પ્રેરિત હોય એવું લાગે. ’’ કોઈ પણ બનાવ ને સકારાત્મક કે નકારાત્મક રીતે તોળવા કરતા એ જેમ છે તેમ બસ એને અનુભવો. અને તેમાંથી શીખો.’’ એક અંગ્રેજી શબ્દ છે ‘જજમેન્ટલ’. મતલબ કે કોઈ વ્યક્તિ કે બનાવ ને મૂલવવા કરવાની આદત. આપણું વ્યક્તિત્વ જ જજમેન્ટલ થતું જાય છે. એમાં એન્જોય કરવાનું તો રહી જ જાય.

એક બહુ ઉત્સાહ પ્રેરક વાક્ય ’’ આજ રાત થી ભૂતકાળ ને ભૂલી જાઓ.અને હિંમત કરી ને વિચારો કે તમે સંજોગો ના સરવાળા કરતા વિશેષ છો. ઉત્તમ ની આશા રાખો.’’ યસ આપણું ટૂંકો પરિચય એટલે આપણા સંજોગો નો સરવાળો.

‘‘સપના પર થી ધૂળ ખંખેરવાની હિમ્મત કરો.જીવન ને નવેસર થી માણો.’’ આવી કલ્પના થી પણ મજ્જા પડી જાય. કે નવી ઘોડી ને નવો દાવ. હકીકત ઘણી બરછટ હોય છે. પણ સપના ની દિશામાં ચાલવાની કોશિશ તો કરવા જેવી ખરી જ.

એક માસ્ટર પીસ.’’ દિમાગ શરીર ના અન્ય સ્નાયુઓ જેવુજ છે, કાં એને વાપરો અથવા ગુમાવો.’’ આપને એમ વિચારીએ કે પૈસાની જેમ એને બચાવીએ તો એનું વ્યાજ નહિ આવે. પણ મૂડી એ જશે.

સાચું કે ખોટું એ તો ખબર નથી પણ એક વાર કોશિશ કરવાની પ્રેરણા આપે એવું એક વાક્ય.’’જો તમારું કોઈ સપનું છે તો એનો અર્થ એ કે એને પૂરું કરવાની ક્ષમતા પણ તમારા માં છે જ.’’

‘‘થાક એ માનસિક ઉપજ છે. થાક એવી વ્યક્તિઓ પર રાજ કરે છે જે લોકો ના જીવન માં કોઈ દિશા કે કોઈ સપનાઓ નથી હોતા.’’ આ કૈક એવી રીતે સમજી શકાય કે ઘર માં લગ્ન હોય તો ઊંઘ આવે છે? ગમે એવા પગ દુખતા હોય તોય બે કલાક ગરબા રમી નાખીએ. અને અંત માં મજા આવે થાક ન લાગે. જયારે ઓફીસ માં અણગમતું કામ આવી જાય ત્યારે? આખી દુનિયાની એસીડીટી, ગેસ, શરદી, જુલાબ બધું પહોચી આવે.

‘‘જયારે તમે તમારા ભય પર જીત મેળવો ત્યારે તમે તમારી જીંદગી પર જીત મેળવી લો છો.’’ આપને તારે ઝમી પર ના ગીત જેવા છીએ. ’’ યુ તો મેં બતલાતા નહિ, પર અંધેરે સે ડરતા હુ મેં માં’’ બોલીએ ભલે નહિ પણ કોઈ ને કોઈ આંતરિક ભય સતાવ્યા કરે. એ ડર થી આગળ જવાની વાત છે. બહુ સારું છે પણ અમલ માં મુકવા માં ફીણ આવશે મોઢે એ વાત નક્કી.

’’ હમેશા હાસ્ય ની શક્તિ ને યાદ રાખો. એ એક અદભૂત ટોનિક છે જીવન ની મુશ્કેલીઓ અને તણાવ સામે લડવા માટે.’’ એટલે એમ કે મારું આર્ટીકલ દર વખતે વાંચતા રહેવાનું. હા હા હા... ’’ મુક્ત હાસ્ય હૃદય ને ખોલે છે અને આત્મા ને રાહત આપે છે. જીવન ને એટલું ગંભીરતા થી ક્યારેય ન લ્યો કે મુક્ત રીતે હસી પણ શકો.’’

બસ આ બુક જેવી જ રીફેર્શિંગ આપની જીંદગી બની જાય તો મજ્જો પડી જાય. કોઈ ઉચાટ કરાવે એવો વિચાર જ ન આવે. તડકા માં ગરમી ની મજા લઈએ અને ટાઢ માં ઠંડક ની. બસ જીવન એટલે આપણે અને આપણા સપનાઓ અને સપનાઓ તરફ આપણા કર્મો. બીજા કોઈની વ્યાધિ જ નહિ. ઉત્સાહ અને આનંદ થી આપણે રહીએ અને અન્યો ને રાખીએ.(અને અન્યો પણ આપને રાખે તો વધુ સારું.)બસ પોતા પર ભરપૂર વિશ્વાસ રાખવાનો અને મજાનું વિચારવાનું ને મજાનું કરવાનું. છે ને મજ્જા ની લાઈફ?

બોલીવુડ બઝ

સિદ્ધાર્થ છાયા

‘‘રાજકુમાર હિરાણી — એક દાદો દિગ્દર્શક’’

એવું બીલકુલ ન સમજતાં કે અમે રાજકુમાર હિરાણી પાસેથી પૈસા લઈને એમની આ શુક્રવારે આવનારી ફિલ્મ ‘પીકે’ ના પ્રમોશન કરવા માટે આ લેખ લખ્યો છે. હા એટલું જરૂર સ્વીકારીશું કે આ માત્ર સંયોગ નથી કે ‘પીકે’ ફિલ્મ આવી રહી છે અને અમે રાજકુમાર હિરાણી વિષે આર્ટીકલ લખ્યો છે. પણ નોર્મલી શું છે કે આપણે ત્યાં જેટલા દિવસ લગ્ન હોય એટલા દિવસજ વરરાજાના વખાણ થાય બાકી તો ‘ઠીક મારા ભૈ’ જેવી જ એની હાલત હોય, એટલે જયારે ‘પીકે’ વિષે આપણા સહુમાં ઉત્સુકતા વધી રહી છે ત્યારેજ એના નિર્દેશક રાજકુમાર હિરાણી વિષે બે-ચાર વાતો કરવાની તક શુંકામ ન ઝડપી લેવી? બરોબરને? પણ આજે આપણે રાજકુમાર હિરાણીનો બાયોડેટા ડિસ્કસ નથી કરવો આજે આપણે એમણે બનાવેલી ત્રણ મસ્ત-મસ્ત ફિલ્મો વિષે ટૂંકમાં ચર્ચા કરવી છે.

ભલે, બોલીવુડમાં રાજકુમાર હિરાણી કદાચ એમની પહેલી રીલીઝ ‘મુન્નાભાઈ એમ. બી. બી. એસ’ પહેલા પણ જાણીતાં હશે, પણ મારા-તમારા જેવા આકંઠ બોલીવુડ ફેન્સ પણ આ ફિલ્મની રીલીઝ વખતે એની ક્રેડિટ્‌સ વાંચતા બોલી ઉઠ્‌યા હતા કે ‘‘રાજકુમાર હિરાણી વ્હુ?’’ પણ જેવી થીયેટરમાં આ ‘મુન્નાભાઈ એમ. બી. બી. એસ’ ચાલુ થઇ અને ધીમેધીમે આગળ વધવા માંડી એની એક-એક મિનીટ માણવા લાયક બનવા લાગી. આમ કહીએ તો આ એક કોમેડી ફિલ્મ હતી પણ દિલને ટચ કરી જાય એવી એ ફિલ્મ હતી. પોતાના પિતાનાં અપમાનનો બદલો લેતા મુન્નાભાઈ જયારે સાવ ખોટી રીતે અને આમ કહીએ તો સાવ ઈલોજીકલી રીતે ડોક્ટર બની જાય તોપણ આપણને એ ગમે. દવા કે ઇન્જેક્શન ને બદલે આ ‘ડોક્ટર’ મુન્નાભાઈ દર્દીઓને ‘જાદુકી જપ્પી’ આપે ત્યારે આપણને એમ થાય કે બસ આ જ એક સચોટ ઈલાજ છે. અને, આ જ હોય છે નિર્દેશકની ખરી કસોટી અને એમાંથી હિરાણી સાહેબ ૧૦૦% માર્ક મેળવીને પાસ થયા.

ગાંધીજી કે એમના વિચારો સાથે આજની પેઢીને ઘણો મતભેદ છે અને આઝાદીથી લગભગ આઠેક વર્ષ પહેલા સુધી કેટલીય ગાંધી સંસ્થાઓના મોઢે ગાંધીજીના વિચારોને નવી પેઢીને સમજાવતા ફીણ આવી ગયા એ વિચારો રાજકુમાર હિરાણીએ એમની બીજી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’માં એટલી સરળતાથી સમજાવી દીધો કે આજે અન્યાયનો બદલો રોષથી નહીં પણ પ્રેમથી લેવાની રીત ને ભારતમાં ‘ગાંધીગીરી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘ગાંધીગીરી’ શબ્દ એ આ ફિલ્મની જ દેણ છે. અહિયાં પણ એક સીધીસાદી વાતને કોઈજ ભાષણ કે નિરર્થક ચર્ચા દ્વારા નહીં પણ હાસ્યની છોળો ઉડાડતા ઉડાડતા સમજાવી દેવામાં આવ્યો હતો. ગલીનાં બે ગુંડાઓ મુન્નાભાઈ અને સર્કીટ જયારે પ્રોફેસર મુરલી પ્રસાદ શર્મા અને સર્કેશ્વર બનીને ગાંધીજીનો મેસેજ ફેલાવતા જોવો ત્યારે તમને નવાઈ ન લાગે પરંતુ એલોકો જે કરે છે એ જ યોગ્ય રસ્તો છે એમ માનવા લાગો ત્યારે એ બીજું કાઈ નહીં પરંતુ ફિલ્મના નિર્દેશકની જીત છે.

પહેલી ફિલ્મમાં આપણા દેશની મેડીકલ સીસ્ટમ પર કટાક્ષ અને પછી એના છ વર્ષે ‘થ્રી ઈડિયટ્‌સ’ માં વાયા એન્જીનીયરીંગ શિક્ષણ, દેશની આખેઆખી ‘સડુ’ પ્લસ બોરીંગ શિક્ષણ પદ્ધતિ પર જોરદાર કટાક્ષ કરવામાં આવ્યો. સફળતા મેળવવા શિક્ષણ કરતા કાબેલીયત વધુ જરૂરી છે એ બાબત પર આ ફિલ્મમાં ‘હળવો’ ભાર મુકવામાં આવ્યો અને આ વાત લોકોને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. સંતાનો પ્રત્યે માતા-પિતાની આકાંક્ષા હોય જ અને એમાં કશું નવું નથી કે કશું ખોટું પણ નથી, પણ સંતાન પોતે શું ઈચ્છે છે એ મહત્વની બાબત આપણે બહુ સહેલાઈથી ઇગ્નોર કરતા હોઈએ છીએ અને બસ આ જ વાત રણછોડદાસ ચાંચડ ઉર્ફે રેંચો ઉર્ફે ફૂન્સુક વાંગડુ દ્વારા રાજકુમાર હિરાણીએ કરી. આ ફિલ્મ જોયા પછી કેટલાય માતા-પિતાઓએ પોતાના સંતાનોને એમના રસ ના વિષયોમાં આગળ વધીને કારકિર્દી બનાવવાની છૂટ આપી હશે અને આ વાત કોઈ આપણને આવીને કરે તો નવાઈ ન જ લાગવી જોઈએ અને એટલે આ રેસમાં પણ રાજકુમાર હિરાણી અવ્વલ આવ્યા!

તો શું છે રાજકુમાર હિરાણીની સફળતાનું રહસ્ય? એ કોઇપણ સબ્જેક્ટ પકડે અને એમાં સો ટકા સફળ જ થાય? વેલ, આપણે આમાટે છેક મંગળ ગ્રહ પર જવાની કોઈજ જરૂર નથી. ચોખ્ખી ને ચટ વાત છે કે દરેક ફિલ્મ પાછળ રાજકુમાર હિરાણી અતિશય મહેનત કરે છે. ખાસકરીને એની સ્ક્રીપ્ટ અને સંવાદો ઉપર જે આજની મોટાભાગની હિન્દી ફિલ્મોમાંથી નદારદ હોય છે. વત્તા રાજકુમાર હિરાણીને વિધુ વિનોદ ચોપરા જેવો એક કાબેલ નિર્માતા મળ્યો છે જેણે પોતે ઘણાં સારા નિર્દેશક હોવા છતાં રાજકુમાર હિરાણીના કોઇપણ કામમાં કદાચ ક્યારેય ચંચુપાત નથી કર્યો અને એમને પોતાની રીતે કામ કરવા દીધું છે. તો બીજી સાઈડ અભિજાત જોશી જેવો કાબેલ પટકથાકાર પણ રાજકુમાર હિરાણી સાથે એમની ચારેય ફિલ્મો સાથે અતુટ રીતે જોડાયો છે. આ બંનેની સંવાદો શોધવાની અને લખવાની કળા પણ અનોખી છે પણ એના વિષે ફરી કોઈવાર ચર્ચા કરીશું. આ બંને મહાનુભાવો સ્ક્રીપ્ટ ઉપર એટલી મહેનત કરે છે કે જાણે પેલું બજારમાં ઈન્સ્ટન્ટ શાકનું પેકેટ નથી મળતું? એવી રીતે. એટલેકે સ્ક્રીપ્ટ જ એટલી મહેનત કરીને બનાવી હોય કે પછી બાકીની ફિલ્મ બનાવવી કદાચ (કદાચ એટલા માટે કારણકે આપણને ફિલ્મ બનાવવાનો કોઈ અનુભવ નથી) સરળ બની જાય છે.

તો આ છે રાજકુમાર હિરાણી. ભવિષ્યમાં જયારે પણ હિન્દી ફિલ્મોના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ નિર્દેશકોનું કોઈ લીસ્ટ તૈયાર થશે તો રાજ કપૂર, ગુરુદત્ત, હૃષીકેશ મુખર્જી, સુભાષ ઘઈ પછી રાજકુમાર હિરાણીનું નામ જરૂર મુકાશે.

રસ્તા ્ર્ર

‘‘અગર બનના હૈ તો કાબીલ બન દોસ્ત, સકસેસ તો ફિર જખ માર કે પીછે આયેગી!’’

‘થ્રી ઈડિયટ્‌સ’ (સંવાદઃ અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી)

૧૧.૧૨.૨૦૧૪, ગુરુવાર

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

‘‘સત્કાર સમારંભ નું આંમત્રણ સાકાર ક્યારે થાય ??’’

લગ્ન ની કંકોત્રી કે રિસેપ્શન/ સત્કાર સમારંભ નું ઇન્વિટેશન કાર્ડ મળે એટેલે પેહલો પ્રશ્ન મગજમાં ઉદભવે કે ક્યાં હોલમાં છે ? અને જમવાનો ટાઈમીગ શું છે ? કેમકે આખા ઇનવીટેશન કાર્ડ માં ગમે તેટલા દર્શના અભિલાષી લખેલા હોય કે , ગમે તેટલા ટહુકા લખેલા હોય, ગમે તેટલી વાસણ પ્રથા બંધ લખેલી હોય , કવિતાઓ શેરો શાયરી લખેલા હોય પણ , જેમ અર્જુન ને ખાલી માછલી ની આંખ દેખાતી હતી એમ મારા એટલે કે લેખક જેવા પેટુંઓનું ધ્યાન ફક્ત જમણવાર નો સમય શું છે એના પર જ જાય છે કેમકે એજ મહત્વ નો મુદો હોય છે , ઘણીવાર લગ્ન સીઝન માં આપડે એટલી જગ્યાએ જમી આયા હોઈએ છીએ કે ખાલી જમવાની ડીશ જોઇને એનો પર ડીશ શું ભાવે પેડયો હશે એ પણ કહી શકીએ છીએ. અને લગ્ન નો ચાંલ્લો પણ ડીશ નાં ભાવ અને એમણે આપડા પ્રસંગ માં શું વ્યવહાર કર્યો હતો એનું ટેકનિકલ એનાલીસીસ કરી ને લાખાવિએ છીએ , લગ્ન માં તો હજુ પણ બહુ વાંધો નાં આવે કેમકે હસ્તમેળાપ નો સમય મૂહર્ત જોઇને નક્કી થયો હોય છે એટેલે જમવાનું સમયસર મળી જાય છે , પણ ખરી મુશ્કેલી તો રીસેપ્શનમાં ઉદભવે છે જયા આંમત્રણ માં સમય લખ્યો હોય છે સાંજે ૬ થી ૯ પણ આપડે વિચારિજ લઈએ છે કે ૬ થી ૯ છે તો આપડે ૭ વાગ્યા પછી જ જવું કેમકે ત્યાં સુધી તો છોકરા છોકરી સ્ટેજ પર પણ નહિ આવ્યા હોય જેમ મુવી માં હીરો ની એન્ટ્રી લેટ થાય તો ઓડિયન્સ ની ઉત્સુકતા વધે છે એમ રિસેપ્શન નાં સ્ટેજ પર નવ વિવાહિત કપલ બને એટલું લેટ એન્ટ્રી મારવાનું પસંદ કરે છે . અને પછી લાઈનો લાગે છે હાથ મળાવવા અને ફોટો પડાવવા કેમકે તો જ આપણી પ્રસંગ માં હાજરી હતી એવી હાજરીપત્રક માં નોધ પડે, ઘણા સાબુઓની જેમ તુમ્હારા ફોટોગ્રાફર સ્લો હૈ ક્યા એવા સ્લો ફોટોગ્રાફર નાં કારણે એક તો ૮ વાગે શરુ થયેલ ફંકશન માં લાઈનો વધતી જાય છે અને દરેક ને મુખ્ય કામ એટલે પેટ પૂજા કરી ઘરે જવાની ઉતાવળ હોય છે , હવે અહી તમારી ખરી પરીક્ષા શરુ થાય છે , તમે કબુતર ને કેટલા દાણા નાખ્યા , ગાય ને કેટલી રોટલી ખવડાઈ , કુતરાને કેટલા બિસ્કિટ નાખ્યા, કેટલા કિડીયારા પૂર્યા આ બધા પુણ્ય કાર્ય નું ફળ તમને અહી મળે છે જો તમે આ બધા પુણ્ય કાર્ય કર્યા હશે તો રીસેપ્શન નાં સ્ટેજ ની લાઈન માં તમારો આગળ નંબર આવશે અને ઝડપથી ફોટો પડાઈ ને જમવા તરફ તમે પ્રયાણ કરી શકશો પણ જો આવા કોઈ પુણ્ય કાર્ય નહિ કર્યા હોય તો ૬ થી ૯ નાં સત્કાર સમારંભ માં તમે ૧૦ વાગે જમવા ભેગા થશો . હવે જમવામાં તમારે એક વાત નું ખાસ ધ્યાન રાખવું મોટા પાર્ટી પ્લોટ માં જમતી વખતે એક વાર આખા ગ્રાઉન્ડ નું ચક્કર મારી આવવું કેમકે ઘણા લોકો એટલે દુર દુર જમવાના કાઉન્ટર ગોઠવાતા હોય છે કે રીક્ષા કરીને જવું પડે , એકવાર ચક્કર લગાવી આવવાથી દરેક જમવાની માહિતી તમને મળી રહશે અને ચક્કર મારી આવશો એટલે તબિયત થી જમી પણ શકાશે , હવે જો સૂપ નાં કાઉન્ટર પર ભીડ વધારે હોય તો મેઈન કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી દેવું કેમકે જે ભીડ સૂપ માટે છે એજ ભીડ થોડી વાર રહીને મેઈનકોર્સ નાં કાઉન્ટર પર હશે ફટાફટ જેટલું ભરાય એટલું ડીશ માં ભરી લેવું કેમકે , જમવાની લાઈન માં લાઈફ તમને ઘણીવાર એક જ ચાન્સ આપે છે એજ ચાન્સ પર બધું ડીશ માં ભરી લેવું , ડીશ ફૂલ થઇ જાય પછી એક એવો ખૂણો અથવા તો ખુરશી શોધીને બેસી જવું જયા , કોઈ નાં અથડાવાના , તમારા પર કશું ઢોળાવાનાં , બીજા મેહમાનો આપણ ને જમતી વખતે ખલેલ પહોચાડવાનાં ચાન્સ ઓછા હોય , ઘણીવાર તો તમને સત્કાર સમારંભ માં થી બધું જમીને, ચાંલ્લો લખાઈને ,ફોટો પડાઈને પાછા આવ્યા નો આનંદ કોઈ રણભૂમિ માં થી યુદ્ધ જીતીને આવ્યા હો તેટલો હોય છે.

‘’તો હે અર્જુન ઉઠાવ આમંત્રણ કાર્ડ હવે તો પેટ પૂજા એજ કલ્યાણ ‘’’

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.