mara unadu vekeshan no anero kemp in Gujarati Travel stories by Bansi Dave books and stories PDF | mara unadu vekeshan no anero kemp

Featured Books
Categories
Share

mara unadu vekeshan no anero kemp

મારા ઉનાળુ વેકેશન નો અનેરો કેમ્પ

મારા આઠમાં ધોરણ ના ઉનાળુ વેકેશન ની આં વાત છે, હું સાચું કહું તો શાળા એ જવાની ચોર હતી, કોઈ દિવસ લેશન પૂરું ના કર્યું હોય અને રોજ શિક્ષકોનો માર ખાવો પડતો અને ગણિત વિજ્ઞાન તો જાણે, મારા માટે યમરાજા અને ચિત્રગુપ્ત સમાન હતા, હા ગણિત ની વાત ઉચારી છે તો એક અનુભવ કહેવા માગીશ, મારા પપ્પા એ એક વાર મને તેની બાજુ માં બેસાડી પપ્પા એ થોડા દાખલા ઓ આપ્યા મને કે આલે આ મને આના સાચા જવાબ શોધીને આપ, અને હું........ શું કહું મનમાં તો સાચે એમ થયું કે આજે તો ગ્યા....... પપ્પા ને થોડું કામ આવી ગયું તો તે બાર ગયા પણ મને કહીને ગયા કે આ દાખલા પુરા કરીને જ રમવા જજે, મેં કહ્યું હા પપ્પા, જીવ માં જીવ આવ્યો પણ દાખલા તો હજી આવડતા નથી અને ગણવા તો પડશે બાકી પપ્પા..... મારો...... ધોલઈપાક.... કરશે તે તો નકી જ છે ધીરે... ધીરે.... પપ્પા ના રૂમ માં જઈને તેનું કેલ્ક્યુલેટર કાઢ્યું અને જેમ ને તેમ કરીને દાખલા ગણી નાખ્યા, હાશ..... જાન છૂટી અને હું ડાહી ડમરી થયને રમવા પણ ના ગઈ અને બેસી ગઈ પપ્પા બાર થી આવ્યા મને ડાહી ડમરી બેસેલી જોઇને તે પણ વિચારવા લાગ્યા કે હું કોઈ બીજાના ઘરમાં તો નથી પ્રવેશી ગયોને, ના ના ઘરતો મારુ જ છે, પણ..... મને ત્યાં બેસેલી જોઇને પપ્પા એ કહ્યું બેટા.. મેં તમને કાઈક કહ્યું હતું અને હું ફૂગા માં જાણે હવા ભરાયને ફુલાય તેમાં ફુલાતી ફુલાતી પપ્પા પાસ ગય પપ્પા મારા દાખલા થાય ગયા જોવોને પપ્પા બધા સાચા છેને પણ તે તો મારા પણ પપ્પા હતાને, દાખલા તો સાચા છે પણ, અને હું સમજી ગય કે મારાના... પપ્પા એ પણ મારા આ નાદાન તોફાન ને જતા કર્યા હશે કેમકે હું તો રમવા ભાગી જ ગય કે માર પડે તે પેલા ભાગો... રમીને ઘરે આવી પપ્પા કઈ ના બોલ્યા પણ હજુ તે દાખલા ની વાત આવે એટલે ખુબજ બીક લાગે છે કે ૨૮ વર્ષે ધોલાઈપાક ના થાય જાય, આવા ગંભીર હાલતમાંથી મને વેકેશન મળ્યું, અને મારી તો તે ખુશીની વાતજ ના થાય ઝવેરચંદ મેધાણીજી ની રચના મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ગાતા ગાતા હૂતો થનગાટ કરવા લાગી પણ મને ક્યાં ખબર હતી કે આફત આવાની તો બાકી છે,

વેકેશન હતું બધા ભાન્ડુઓ ભેગા થયા મારા એક ફાય ની દીકરી પણ આવીતી બધા ખુબજ ધમાલ મસ્તી કરતા અને મજા કરતા આમ આમ થોડા દિવસો વીત્યા એટલા માંથી અમને ખ્યાલ આવ્યો કે જુનાગઢ માં પર્વતા રોહણ ની તાલીમ ચાલુ છે ૧૦ દિવસ છે ત્યાજ રેવાનું તંબુ માં અને મજા કરવાની, અને હું મારી જાત સાથે વાત કરતા [ સાલું આ સુછે એ તો નથી ખબર પણ ચાલને જુનાગઢ તો ફરાસે] અને મેજ જીદ કરવાનું ચાલુ કર્યું પપ્પા જવું છે મોકલો જવું છે બસ ..... પણ તેતો મારા પપ્પા હતા કીધું જા બેટા અનુભવ કરીલે ભગવાન તારું ભલું કરે... એમ બોલતા બોલતા તે તો ચાલ્યા, મને એમ થયું હાશ પપ્પા માની ગયા પણ તેતો મારા પપ્પા... મનમાં રાજી થતી થતી હું તો પછી ઉડવા લાગી ગીતો ગાતી ગાતી સપનાઓ જોવા લાગી ત્યાં કોઈ કેવાવાડું નઈ હોય, હું તોફાન કરીશ જલસા કરીશ તેમ સપનાઓ જોતી બિચારી હું..... અને બીજા દિવસે નીકળ્યા હું,મારા ફાયની દીકરી, મારો ભાઈ, મારા મામા ની દીકરી, બધા ગયા ત્યાં પોહ્ચ્યા અને હું તો સપનાની દુનીયામજ રાચતી હતી ખુશ હતી પણ ત્યાં જઈને તો.....

સામાન રાખ્યો તંબુ માં અને ત્યાં એક જગ્યા એ ભેગું થવાનું હતું તો અમે બધા ત્યાં ગયા અને મારા તો મનમાં દુખ ના માર્યા ગીતો વાગતતા [ક્યા સે ક્યાં હો ગયા ...] જેમ તેમ કરીને ત્યાં ધ્યાન આપ્યું ત્યાના જે હેડ હતા તે સુચનાઓ આપતા હતા, તે સુચના સાંભળીને તો ગણિત વિજ્ઞાન સહેલા લાગવા માંડ્યા,

સુચનાઓ

૧ સવારે ૪ વાગ્યે જાગી જવાનું

૨ હાથ મોઢું ધોઈને ૪:૩૦ એ નકી કરેલ જગ્યા પર ભેગું થવું

૩ સવારે ૩ કિલોમીટર જોગીંગ કરતા કરતા નકી કરેલ પર્વત પાસ

પર્વત પાસ પોહ્ચવું

૪ ત્યાં પોહ્ચીને કસરતો ઉપર ધ્યાન આપવું અને સાથે સાથે કરસત કરવી

આ સાંભળીને હું ........તો ગમ માં ડૂબી ગય પણ સુ થાય ભોગવો એમ કરીને મન નું સમાધાન કર્યું પોતાની જાતને આવી મુશ્કિલ માં જોઇને મને મરીજ ઉપર દયા આવવા લાગી પણ કઈ થાય તો નઈ

પહેલા દિવસ ની વહેલી સવારે ૪ વાગ્યે જાગી તયાર થયાને નકી કરેલ જગ્યા ઉપર પોહ્ચ્યા અને ત્યાં પણ મને અઘરો આઘાત લાગ્યો પણ સુ થાય અમે ૪ મામા ફાયના ભાન્ડુઓ ગયાતા અમે ૪ ને અલગ પાડીને ૪ વર્ગ માં વહેચી દીધા, અને હું બિચારી એકલી અટૂલી સુ કરું ક્યાં જાઉં કશું સમજાતું નહોતું,અને આગળ ની વેદના તો સાંભળો મારી ૩ કિલોમીટર નું જોગીંગ તો બકીજ હતું હવે હું ત્યારે ૩૦ કિલોની હતી અને આ જોગીંગ કરું તો બે ચમચી શરીર માં લોહી છે એ પણ ના બચે એમ વિચારતા વિચારતા ચાલુ તો કર્યું પણ સુ થાય જેમ તેમ કરતુ પૂરું કર્યું જોગીંગ અને ત્યાં તો કસરત તો બકીજ ઉભીતી કસરત પણ કરી અને પછી પર્વત પર ચડવાનું હતું બેસતા ઉઠતા જેમ તેમ પર્વત પણ ચડી ગય, અને ત્યાં મોટી એક ટેકરી હતી ત્યાં બધાને તાલીમ આપવાનું શરુ કર્યું દોરડા બાંધીને બધાને તાલીમ આપતાતા કે પર્વત ના અમુક ભાગમાં કેમ ચડવું, સાલું દુર થી જોઇને સેલુ લાગ્તુતું કે આમાં સુ આરામ થી થય જાય એમ વિચાર્તીતી અને એક સારી જગ્યા પકડીને ત્યાં વિસામો ખાતીતી એટલામાં મારું નામ બોલ્યા અને હું ત્યાં ગય કમર માં દોરડું બાંધવાનું હતું ત્યાં તે દોરડાને રોપ તરીકે ઓળખતા પણ આપણે તો દેસી માણસ અને આવા મન ના ઘાવથી ભરપુર આઘાતોના માર્યા રોપ કયો કે દોરડું સુ ફેર પાડવાનો હતો, તે રોપ બાંધીને ચડવાનું ચાલુ કર્યું ધીરે ધીરે હાથ પગને તસ્દી આપીને અડધે પોચી થાકી પણ ગયતી પણ આગળ બોવ્જ અઘરું હતું એટલે બીક પણ લાગ્તીતી તો પણ ચાલુ રાખ્યું અને પગ લપસ્યો........... અને કમર ના રોપ માં અડધે લટકતીતી અને મારી હાલત મન માં કેતીતી કે ક્યાં જન્મ ની સજા આપો છો ભગવાન અને જોર જોર થી બુમો લગાવ્તીતી ઉતારો કોક ઉતારો હું રોજ લેસન કરીશ તોફાન નઈ કરું કોક ઉતારો મને માથું નીચે અને પગ ઉપર હતા, અને પપ્પા ના શબ્દો યાદ આવ્તતા કે [ભગવાન તારું ભલું કરે] અને ત્યાં બીજા લોકો ને તો મારી આવી હાલત જોઇને મજા આવતીતી હસ્તતા અને પેલી કહેવત છેને કે કાગડા ભાઈને રમત થાય અને દેડકાનો જીવ જાય આવી ગંભીર પરિસ્થિતિ બીજા ૯ દિવસ ચાલી અને ધીરે..ધીરે મને પણ રોજ બાના નવા માળીજ જતા કે આજે પેટમાં દુખે છે અને આજે માથું દુખે છે અને તેમાં પણ છેલો દિવસ સવારે હું સુતીતી અને મારા ચેહરા ઉપર કોક કોલગેટ લગાડીને વાયુગ્યું અને હું જાગી તો બધા મારી મસ્તી કરતા હતા આવી મારી હાલત ખરાબ કોને કહું પણ ઘરે જવાના નજીક દિવસો મને હિમત આપી જતા હતા

બસ આવું મારું વેકેશન અંતે મને સમજ માં આવીગ્યુતું કે ગણિત વિજ્ઞાન ઘણા સેલા હતા

આજે પણ જીવન માં જયારે કપરી પરિસ્થિતિ આવે છે ત્યારે અને જયારે એકાંત મળે છે ત્યારે અમ થાય છે કે નાનપણ માંજ સ્વર્ગ હતું અધૂરા ચોપડા અને તે માર આજના કુવાક્યો કરતા સારા હતા આજના આ ફેસબુક અને વોટસ્પ કરતા ત્યારે શાળા ના વર્ગમાં કંટાળીને ચીઠી ઓ થી વાતો કરતા તેની મજા અનેરી હતી આજના આ જ્યુસ કરતા પાવલીના ચણીયા બોર માં અખો દિવસ નીકળી જતો અને બોર ના ઠળિયા કોક ને મારવામાં પણ કામ આવતા

આપણું બાળપણ તો વીતી ગયું પણ આપણી અંદર હજી તે બાળક જીવંત હશે તો દુનિયાની બધી મુશ્કિલ ને આપણે ચાનીયાબોર ના ઠળિયા થી દુર ભગાડી શકશું