Paheli Nazar in Gujarati Short Stories by Krunal Darji books and stories PDF | Paheli Nazar

Featured Books
Categories
Share

Paheli Nazar

પેહલી નજર-

...આગલી રાત્રે મિત્રો સાથે મોડે સુધી માણેલી મેહફીલ ના હેન્ગઓવરના કારણે જયંતને માથા પર ભાર વર્તાતો હતો પણ લગ્ન ના ઘર માં ચાલતા ઘોંઘાટ અને વાંરવાર મળતી વેહલા ઉઠવા ની સુચના ના કારણે ના છુટકે જયંતે હુંફાળી પથારીને અલવીદા કહી ગેસ્ટરુમ ની બહાર ડગ માંડ્યા!

...એક તો ગામ માં છેવાડા નુ ઘર અને આજુબાજુ ચારેકોર ફેલાયેલી વનરાજી ના કારણે ડિસેમ્બર ની ઠંડી ત્યાં વધારે કાતિલ લાગતી હતી! મેહમાનો માટે નાહવાનુ પાણી ગરમ કરવા માટે ચુલા પર ચઢાવેલા મોટા હાંડા ની ફરતે ઠંડી ભગાવા માટે વિંટળાઇ વળેલા મેહમાનો ની વચ્ચે હળવેક થી જગ્યા કરી જયંતે પણ ચુલા ની બાજુ માં ઝંપલાવી હાથ શેકવા નુ શરુ કર્યુ!

....ઘરની ઓસરી ના ડેલા પાસે ઘર ના યજમાન વેહલી સવારે આવેલા મેહમાન ને આવકારવા ઉભેલા જોઇ જંયતે પણ એ બાજુ નજર દોડાવી અને ત્યાં જ આવેલા મેહમાનો વચ્ચે ઉભેલી એક દેહાકૃતિ પર એની નજર સ્થિર થઇ ગઇ ..!

...આહા! એકદમ નાજુક નમણો બહુ ગોરો નહી પણ થોડો ભીનેવાન ચેહરો,સમપ્રમાણ શરીર નો બાંધો,ડીપ નેકલાઇન ટોપ માંથી ડોકાતી ક્લી્વેજ ને આખીરાત ની મુસાફરી ને કારણે લાલ થયેલી એ માદક આંખો જોવા માં તલ્લીન થયેલા જયંતને ક્યારે ચુલા માંથી નિકળેલી ઝાળ અડી ગઇ એનુ ભાન પણ ના રહ્યુ! ઝાળ અડતા જ જયંત ના મોઢા માંથી બળતરાના કરણે એક ઝીણ ટીસ નિકળી ગઇ! જયંત નો અવાજ સાંભળતા જ ઓલી સુંદર માદક દેહાકૃતિ એના તરફ જોઇ હસી પડી ને સાથે જયંત પણ એના સુર માં સુર પુરવતા પ્રતિભાવ આપતા હસી પડ્યો અને બહાર કરતા હ્રદય લાગેલી એ રુપકડી ની ઝાળ એને વધારે દઝાવી ગઇ!

....જે મિત્ર ના લગ્ન માં આવ્યો હતો એતો કામ અને બીજી લગ્ન ની વિધી માં વ્યસ્ત હતો અને આ બાજુ એકલો પડેલો જયંત ઓલી મોહની દેહાકૃતિ ને મેહમાનો ના ટોળા માં આંખો ના દુરબીન થી શોધવા મથતો હતો!

"ચાલો જમવુ નથી?"

જયંત આંખ સામે ખાલી ડીશ ધરતો એક હાથ અને રણકતો અવાજ આવ્યો.

ઓહો! આતો એજ મોહની જંયત ના આશ્ચર્ય નો પાર ના રહ્યો.સાક્ષાત રુપ નો દરીયો એની આંખ સામે હિલોળા લેતો હતો, ખુશી અને નર્વસનેશ ના કારણે જંયત થોથવાવા લાગ્યો હતો એને શુ બોલવુ એજ સમજ નોહતુ આવતુ! તો પણ જયંતે હિમ્મત કરી થોડી સ્માઇલ સાથે કિધુ કે..

"ના હવે જમવુ નથી,

તમને જોઇને ધરાઇ ગયો.."

અને શરમ ના કારણે લાલ થયેલા ગાલ સાથે એ મોહની હળવુ સ્મિત વેરી ત્યાંથી દોડી ગઇ!

અને જયંતે હવા માં મુઠ્ઠી ઉછાળી ..યસ્સસસ..નો વિક્ટરી પોઝ બનાવી પોતાની જગ્યા પર જોર થી જમ્પ મારવા લાગ્યો! જંયત નુ મન હવે મિત્ર ના લગ્ન કરતા ઓલી મોહીની માંજ વધારે લાગેલુ હતુ એની નજર બધે એને જ શોધતી હતી!

એના મમ્મી પ્પપા અને બીજા સંબધીઓ સાથે સતત ઘેરાયેલી રેહવા ના કારણે જ્યંતને એની સાથે ખુલીને વાત કરવાનો મોકો જ નોહતો મળતો ! એ પછી બધા રાત્રે જાન માં જવા માટે અને લગ્ન ની બીજી તૈયારી માં લાગી ગયા અને જયંત પણ મિત્ર ને લગ્ન ને લગતી તૈયારી કરાવા માં મશગુલ થઇ ગયો!

..બીજી બાજુ અચાનક ઓલી મોહની ના રીલેટીવ માં મરણ થઇ જવાનો ફોન આવતા જ પ્રસંગ અધુરો મુકી ત્યાંથી અચાનક નિકળવુ પડે એમ હતુ આ બાજુ જયંત પણ કોઇ કામથી બહાર ગયો હતો એટલે મોહની ને મળી કે જતા જોઇ પણ ના શક્યો!

...કામ પતાવી પાછા આવતાજ જયંત ની નજર એને બધે શોધવા લાગી પણ ક્યાંય એ ના દેખાતા એ બહવરો બની ગયો અને હારી થાકી ઓટલા પર બેસી મનોમન વિચરવા લાગ્યો...

કોણ હતી એ?

ક્યાં ની હતી એ?

..અરે! એનુ નામ પણ પુછવા નુ ભુલી ગયો, આ બધા મનોમંથન ની વચ્ચે અચાનક....

"પપ્પા"

"પપ્પા"

...ઓફિસ જાવુ છું, ચાલો તમને લાઇબ્રેરી સુધી મુકી દવ."....લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર,

મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો !

...સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન ના પડ્યુ!

.. .એને હળવેક થી ઉભા થઇ મંદિર પરીસર માં પ્રવેશ કર્યો ત્યાં બધા જ એક પત્થર ની સ્થિર મુર્તિ સામે હાથ જોડી આંખો બંધ કરી કશુક જોર જોર થી બબડતા હતા એને પણ આંખો બંધ કરી હાથ જોડી બીજાઓ નુ અનુકરણ કરવા નો મિથ્યા પ્રયાસ કર્યો પણ ભુખ ને થાક ના કારણે એમાં એને રસ નહતો પડતો....!

....અચાનક એની નજર ઓલી સ્થિર મુર્તિ પાસે પડેલા થાળ પર ગઇ,

...ચકચકતી મોતી જેવા સુવર્ણ રંગી ઝીણી ઝીણી બુંદી ના લાડુ પર નજર સ્થિર થઇ,

એને હળેવક થી કોઇ નુ ધ્યાન ના પડે એમ થાળ માંથી લાડુ સેરવી લીધો પણ ત્યાં જ અચાનક ધ્યાન માં લીન પુજારી ની તંદ્રા તૂટી અને એને

...ચોર!!

...ચોર!!

ની બુમા બુમ થી બીજા ધ્યાનમગ્ન ભક્તો ની પણ તંદ્રા તોડી નાખી....!

.....બીજી બાજુ પોતે પકડાઇ ગયો છે અને હવે પછી શુ ? ના વિચાર માત્ર થી બાહવરા બની એને સીધા મંદીર પરીસર ની બહાર દોટ મુકી. ...!

એની પાછળ પાછળ પુજારી અને ઓલુ ટોળુ પુરુ તાકત થી એને આંબવા મથતુ હતુ ,

..ટોળા અને પોતાની વચ્ચે કેટલુ અંતર છે એ જોવા માટે પાછુ વળી ને જોવા ની લાહ્ય માં એ ક્યારે મુખ્ય રસ્તા ની વચોવચ દોડવા લાગ્યો એનુ પણ એને ભાન ના રહ્યુ અને અચાનક સામે થી આવતી પુરપાટ કાળમિંઢ ટ્રકે એને હવા માં ઉછાળ્યો અને એક ..ધબાક...ના અવાજ સાથે એ ડામર ની સડક પર જોર થી પટકાણો....!

...હાથ ની મુઠ્ઠી માં કચકચાવી ને પકડેલો પિળી ચટ્ટાક બુંદી નો લાડુ એના લોહી માં ભળી હવે લાલ થઇ ગયો હતો,એનો શ્વાસ ડચકા ખાઇ ખાઇ ધીમો પડી રહ્યો હતો ...!

..."ભિખારી લાગે છે"

.."ના, ના આ તો ચોર હતો મંદીર માંથી ચોરી કરી ભાગયો હતો"

..

.."ભાઇ અંહિ ના કર્યા અંહી જ ભોગવા પડે છે "

....એની આસપાસ ટોળે વળેલા લોકો પોત પોતાના મંતવ્યો માં તલ્લીન હતા ત્યાં જ કોક રાહગીરે ફોન કરી બોલાવેલી 108 એંમ્બ્યુલેન્સ માંથી સપાટાભેર ઉતરેલા ડૉક્ટરે એનુ કાંડુ હાથ માં પકડી કઇક સાંભળવા ની વ્યર્થ કોશીસ કરી અને કિધુ કે હ્રદય બંધ પડી ગયુ છે!

...એની

...અચાનક જ જયંતરાય ના દિકરા સાકેતે ભુતકાળ ના ટાઇમટ્રાવેલ માંથી જયંતને સીધોજ વાસ્તવિકતા ની ધરતી પર લાવી પટકી દીધો અને આરામ ખુરશી પર ઝુલતા ઝુલતા બે વાર મુંડી હલાવી પોતાની પરજ થોડુ હસી જયંતે ઉંભા થઇ લાઇબ્રેરી જવા માટે શૂ-રેક માંથી પોતાના ચંપલ શોધવા માંડ્યા....!!

-કૃણાલ દરજી