Trushna : Part-2 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Trushna : Part-2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Trushna : Part-2

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણાવિષય : નવલકથા

પ્રકરણ : 2

નિકિતા આગ્રહ કરીને રાજેશ્વરીને નીચે જમવા માટે લઇ આવી.રાજેશ્વરીને જરાય ઇચ્છા ન હતી પરંતુ નિકિતાના આગ્રહને વશ થઇને તે નીચે આવી.નીચે આવીને ડાઇનિંગ ટેબલ પર બંન્ને સાથે જમવા બેઠી.

જમતા જમતા રાજેશ્વરીએ નિકિતાને પુછયુ, “વિકાસ ઘરે નથી? કયારે આવશે?” “ના ભાભી વિકાસ તો બિઝનેશ માટે આઉટ ઓફ સ્ટેશન ગયા છે.બે ચાર દિવસ પછી આવશે” નિકિતાએ જવાબ આપતા કહ્યુ. રાજેશ્વરી થોડી નિરાશ થઇ ગઇ. “કાંઇ જરૂરી કાર્ય છે વિકાસનુ તો આપણે વેબકેમ ચાલુ કરીને વાત કરી લઇએ” નિકિતાએ પુછ્યુ. “ના એવુ કોઇ ખાસ કામ નથી તે આવશે પછી જરૂરી ચર્ચા કરવી છે” રાજેશ્વરીએ કહ્યુ. “અરે ભાભી તમે મને પણ બધુ જણાવી શકો છો.વિકાસ ખુબ જ વ્યસ્ત વ્યકિત છે તે આવશે તો પણ તેને બિઝનેશના ઘણા કામ હશે.તે આવશે ત્યારે હુ તેમને બધુ જણાવી આપીશ.આપણે બે સખીઓ ખુલ્લા દિલથી ચર્ચા કરી શકીએ છીએ”

નિકિતાએ આગ્રહ કર્યો એટલે રાજેશ્વરીએ કહ્યુ કે “ઓ.કે. નિકિતા હું તને બધુ કહીશ પરંતુ આજે હુ જરા ડિસ્ટર્બ છું. લાંબી મુસાફરી પછી થોડોક થાક લાગ્યો છે.કાલે સવારે ચર્ચા કરીશુ.હુ થોડોક આરામ કરી લેવા માંગુ છુ” “ઓ.કે. ભાભી તમે લાંબી મુસાફરી કરીને આવ્યા છો પુરતો આરામ કરી લો.વાતો કરવા માટે તો દિવસો ઘણા છે.હવે તમારે કાયમ અહીં જ રહેવાનુ છે.નિકિતાએ રાજેશ્વરીના હાથ પર હળવુ દબાણ આપીને આઁખોથી સંમતિ આપીને કહ્યુ.રાજેશ્વરીએ જમ્યા બાદ હાથ ધોઇને કહ્યુ, “દીદી હું હવે આરામ કરવા માંગુ છે એટલે હું ઉપરના રૂમમાં જાઉ છુ,આપણે પછી બધી વાતો કરીશુ.” “ઓ.કે.ભાભી પુરતો આરામ કરી લેજો.સવારે પણ જયારે ઉંઘ ઉડે ત્યારે નીચે આવી જજો.કાંઇ પણ જરૂરિયાત પડે તો ઇન્ટરકોમ પર કહેજો.ગુડનાઇટ ભાભી” રાજેશ્વરી પણ ગુડનાઇટ કહીને ઉપર ગઇ.ઉપરના રૂમમાં તો આવી ગઇ પરંતુ તેને ખબર જ હતી કે ઉંઘ આવવાની જ ન હતી.તેની અધુરી તૃષ્ણા તેને હવે જંપવા દેતી ન હતી.તે તો નિકિતા સાથે અત્યારે ચર્ચા કરવા માંગતી ન હતી તેથી જ ઝડપથી ઉપર આવી ગઇ હતી.કોઇ સાથે ચર્ચા કરતા પહેલા તે થોડુ મનોમંથન કરવા માંગતી હતી. રૂમમાં પહોંચી ત્યારે ઘડિયાલમાં અગિયાર વાગી ચુક્યા હતા.તેનો રૂમ ખુબ જ વિશાળ હતો પુજા રૂમની બાજુનો રૂમ નિકિતાએ તેમના બંન્ને માટે ખાસ રાખ્યો હતો.બીજા મહેમાનો માટે સામેની બાજુ ત્રણ રૂમ રાખ્યા હતા.આ રૂમ ખાસ દેવાંશ અને પોતા માટે જ હતો.રૂમમાં બધી જ સગવડ હતી.ટી.વી, એ.સી., એક નાનકડુ ફ્રિજ, લાયબ્રેરી, બાથરૂમ પાછળની બાજુએ એક મોટો રવેશ જેમા ઝુલો અને આરામખુરશી રાખેલા હતા.રૂમમાં સુવા માટે મોટા બેડ ઉપરાંત બેસવા માટે આરામદાયક સોફા પણ રાખેલા હતા.નિકિતાએ પોતાના ભાઇ-ભાભી માટે ખુબ જ સુંદર રૂમ બંનાવ્યો હતો.જેનો આજે પહેલીવાર રાજેશ્વરી એકલી ઉપયોગ કરતી હતી.પચ્ચીસ વર્ષ સુધીમાં કયારેય તેઓ બંને નિકિતાના ઘરે આવી શક્યા ન હતા. રાજેશ્વરીએ સોફા પર બેસીને ટી.વી. ઓન કર્યુ પરંતુ તેને થોડી જ વારમાં કંટાળો આવવા લાગ્યો.તેને પહેલેથી ટી.વી.નો કોઇ શોખ જ ન હતો. તેને હમેંશા વાંચન નો શોખ હતો આથી તે લાયબ્રેરીમાંથી એક પુસ્તક લઇને બેડ પર આડી પડી.એકાદ લીટી હજુ વાંચી ત્યાં તો ભુતકાળ નજર સમક્ષ તરવરવા લાગ્યો. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પશ્ચિમ છેડે આવેલા યાત્રાધામ દ્વારિકા નગરી જયાં રોજ હજારો આસ્થાવાન વ્યકિતઓ પોતાની આસ્થા સાથે ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવે છે.આવી પવિત્ર નગરીના રેલ્વે સ્ટેશન પર રહેલા વાઘેર પરિવારમાં રાજીનો જન્મ થયો.કડવીબહેન અને દિનેશભાઇની પહેલી દીકરી રાજીનો જન્મ રાતના બે વાગ્યે રસ્તા પર થયો હતો.દાદી જમુનાબહેનને દીકરી આવી તે ગમ્યુ નહિ.પરંતુ તેની માતા કડવીબહેનને તો પોતાની રાજીને ખુબ જ વહાલી હતી.રાજીનો પરિવાર રસ્તા પર ભીખ માંગીને, નાની-મોટી ચોરી કરીને અને મજુરીકામ મળે તો મજુરી કરીને ગુજરાન ચલાવતો હતો.આમ અત્યંત ગરીબીમાં તેઓ રસ્તા પર રહેતા હતા.તેમનુ કોઇ મકાન ન હતુ પરંતુ એક નાનકડુ ઝુંપડુ રેલ્વે સ્ટેશન પર બાંધેલુ હતુ અને રેલ્વે સ્ટેશનના બાંકડા તેમના ખાટલા હતા જેમા રાત્રે તેઓ સુઇ જતા હતા.કોઇ પણ સુખ સુવિધા વગરનુ તેમનુ જીવન ખુબ જ કપરુ હતુ.છતાંય તેઓ જીવતા હતા દરરોજ સંઘર્ષ કરીને તેઓ પોતાનુ જીવન વિતાવતા હતા. રાજીના જ્ન્મ બાદ કડવીબહેને અઢળક ભાઇ-બહેનોને જન્મ આપ્યો.પરંતુ છતાંય કડવીબહેનને રાજી પ્રત્યે કુદરતી રીતે વિશેષ લાગણી હતી.આટલા બધા ભાઇ-બહેનો પાસે અંગ ઢાકવા પુરતા પણ કપડાં ન હતા.એક એક ચીથરા જેવુ કપડું વીટી શરીર ઢાંકતા હતા.એ પણ યાત્રાળુ અને સ્ટેશન માસ્તર તથા રેલ્વે સ્ટાફની દયાથી મળતા હતા.આખો પરિવાર ફાટેલા તુટેલા કપડા પહેરીને ચલાવતો હતો. રાજી ધીરે ધીરે મોટી થવા લાગી.કોઇક દિવસ પેટ ભરીને જમવા મળતુ તો કોઇક દિવસ બે-ત્રણ દિવસ ભુખ્યા રહેવુ પડતુ.અડધી રોટલી જમવા મળતી તો જાણે સ્વર્ગનુ સુખ પણ ઓછુ લાગતુ.મજુરીકાર્ય તો બારેમાસ મળતુ ન હતુ.ભીખ માંગીને ચલાવવુ પડતુ.રાજી બધા ભાઇ બહેનમાં મોટી હતી આથી તે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતી અને તેના માતા પિતાએ થોડી ચોરીની કરતબ શીખવાડી હતી તેના દ્વારા આવતા જતા મુસાફરો પાસેથી કાંઇક મળી રહેતુ નાના ભાઇ બહેનો મંદિર પાસે ભીખ માંગતા હતા.તેમાંથી જે મળતુ તેનાથી તેની માતા કડવીબહેન રસોઇ બનાવતી અને બધાને ભાગ પાડીને વહેચતી હતી.

રાજી આમને આમ રખડતા ભટકતા દસ વર્ષની થઇ ગઇ.શાળા તો સપનામાં પણ જોઇ ન હતી.ઘરના નામે પણ નાનકડુ ઝુપડું હતુ અને આખો દિવસ બધા ભાઇ-બહેનો ભીખ માંગે નાની મોટી ચોરી કરે અને રેલ્વેમાં કોઇક નાનકડુ કામ સોંપે તો તે કરવા લાગે.રાત પડે એટલે રસ્તા પર સુઇ જાય અને સ્ટેશનના બાંકડા પર સુઇ જાય.આખા દિવસની રઝડપટ્ટી પછી એવી ઉંઘ આવતી કે મચ્છર કે કુતરાના ભોંકવાનો અવાજ સંભળાતો પણ નહિ.આમ ને આમ સમય જતો હતો.જીવનમાં કયારેય કાંઇ નવુ જોવા કે શીખવા મળતુ હતુ નહી.બસ એ જ તુચ્છકાર ભરેલી જીંદગી હતી. બે વર્ષ બાદ એક દિવસે રાજીના મા-બાપ અને દાદી મજુરી ગયા હતા.રાજી અને બધા ભાઇ-બહેનો ભીખ માંગતા હતા ત્યાં બાજુના ઝુંપડામાં રહેતો આધેડ મગન ચોકલેટ લઇ રાજી પાસે આવ્યો.રાજીને ચોકલેટ આપી એટલે રાજી તો ખુબ જ ખુશ થઇ ગઇ.રાજીને ચોકલેટ ખુબ ભાવતી હતી પણ તેને કોણ ચોકલેટ આપે? કયારેક કોઇક દયાળુ કોઇક વાર આપી જતુ બાકી રેલ્વેની કેન્ટિનમાં ચોકલેટના ડબ્બા જોઇ ખુશ થઇ જતી હતી. રાજીને ઘણી બધી ચોકલેટની લાલચ આપીને દુર દુર ખેતરમાં લઇ ગયો.ઘણી બધી ચોકલેટની લાલચ થઇ એટલે રાજી તેની સાથે ગઇ બાકી રાજી કયારેય ભીખ માંગવાનુ છોડીને ક્યાંય જતી નહી.ખેતરમાં કોઇ હતુ નહી.ઉનાળાના દિવસો હતા તેથી બધુ સુમસાન હતુ.રાજીને ખુબ જ બીક લાગતી હતી.મગને તેને ધમકાવીને તેના હાથ પગ બાંધી દીધા અને કપડાં કાઢીને તેનો રેપ કર્યો.રાજીને થોડુ દર્દ પણ થયુ અને થોડી મજા પણ પડી.બાર વર્ષની રાજીને શું થયુ કાંઇ ખબર પણ ન પડી.મગને રાજીને ફોસલાવી પટાવી ધમકાવીને કહ્યુ કે કોઇને કાંઇ પણ વાત ન કરે.રાજીએ કોઇને વાત પણ ન કરી પછી મગન વારંવાર આવુ કરવા લાગ્યો.એકાદ બે દિવસે રાજીને ચોકલેટ આપીને દુર ખેતરે લઇ જતો. બે ત્રણ મહિના બાદ રાજીને એક દિવસ ઉલટીઓ થવા લાગી.પેટમાં ખાધેલુ પણ કાંઇ પણ જ ટકતુ જ ન હતુ.અનુભવી જમુનાબહેનને રાજીની હાલત જોઇને બધી ખબર પડી ગઇ.તેણે કડવીબહેનને કહ્યુ કે રાજી માં બનવાની છે.બાર વર્ષની નાનકડી ફુલ જેવી તેની દીકરી રાજી માં બનવાની છે તે સાંભળી કડવીબહેનના પગ નીચેથી જમીન સરકી ગઇ. રાજીને તેના પિતા અને માતાએ ખુબ માર મારીને ધમકાવીને પુછ્યુ, તો રાજીએ બાલ સહજભાવે બધુ કહી દીધુ.રાજીના પિતાજી દિનેશભાઇએ મગનના ઘરે જઇને તેને ખુબ ધમકાવ્યો અને મારી નાખવાની ધમકી સુધ્ધા આપી.આથી મગન ગભરાઇ ગયો અને તેની પત્ની તથા બાળકોને લઇ ટ્રેનમાં બેસી ત્યાંથી જતો રહ્યો.કડવીબહેન અને જમુનાબહેનને રાજીને ખુબ મારીને ધમકાવીને સમજાવી દીધી કે ફરીથી આવુ કયારેય કરવુ નહી.કોઇ ગમે તેવી લાલચ આપે તો પણ કોઇ સાથે જવુ નહી.આ વસ્તુ ખરાબ કહેવાય. “હવે શું કરવુ?” એ વિચારે કડવીબહેનને પરસેવો વળી ગયો.જમુનાબહેન એ કડવીબહેનને દેશી રસ્તો શીખવાડયો.કડવીબહેન રાત પડે તેની રાહ જોવા લાગ્યા.ખુબ મોડી રાત થઇ એટલે કડવીબહેન એક અણીદાર સળિયો લઇને આવ્યા પછી એ સળિયો રાજીના ગુપ્તાંગમાંથી અંદર નાખીને જોર જોરથી ફેરવ્યો.પુષ્કળ લોહી નીકળવા લાગ્યુ.રાજી દુ:ખાવાના હિસાબે ચીસો પાડવા લાગી.રાતનો સમય હતો તેની ચીસો સાંભળવા માટે કોઇ નવરુ ન હતુ.ચીસો પાડતા પાડતા દુ:ખાવો સહન ન થતા રાજી બેભાન બની ગઇ.તેની માતા કડવીબહેન પણ સળીયો ફેંકીની મોટે મોટેથી રડવા લાગી.પછી તે રાજીના પડખે જ બેસી રહી.સવાર પડી એટલે કડવીબહેન રાજી માટે દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ અને મજુરીના પૈસાથી લોટ લાવીને થોડો શીરો બનાવી દીધો.રાજીને જેમતેમ ઉઠાડીને થોડુ ખવડાવ્યુ. ખુબ જ દર્દ થાય છે એમ કહીને રાજી ફરીથી બેભાન બની ગઇ.કડવીબહેન થોડીવાર વિચાર કરીને દોડીને પાસે રહેતા નર્સબહેન ગીતાબહેન પાસેથી થોડી દુ:ખાવાની ગોળીઓ લઇ આવ્યા.રાજીને ઉઠાડીને તે દવા ખવડાવી દીધી.સાંજ સુધી તો રાજીને કાંઇ ભાન ન હતુ અને લોહી પણ વહેતુ જતુ હતુ વળી સાંજે પાછી બીજી ગોળીઓ નર્સબહેન પાસેથી લઇ આવ્યા રાજીને સાંજે ઉઠાડીને જમાડીને દવા આપી એટલે બીજે દિવસે લોહી વહેતુ બંધ થઇ ગયુ.પછી દાદી જમનાબહેન અને કડવીબહેન રોજ રાજીના પડખે જ રહેતા હતા.થોડા થોડા સમયે ઉઠાડીને રાજીને દવા અને જમવાનુ આપતા રહેતા હતા.રાજીને સારું સારું ખવડાવવા માટે કડવીબહેન, જમુનાબહેન અને દિનેશભાઇ અડધા ભુખ્યા રહેતા હતા.એકાદ બે દિવસમાં રાજીને સંપુર્ણ ભાન આવી ગયુ પરંતુ તેનાથી પથારીમાંથી ઉઠાતુ ન હતુ.રાજીને ભાન આવી ગયુ એટલે હવે બસ દાદી જમુનાબહેન જ તેની સાથે રહેતા હતા અને તેની માતા કડવીબહેન મજુરીએ જવા લાગ્યા.

દાદી તેના સ્વભાવ મુજબ આખો દિવસ કચ કચ કર્યા કરતા હતા.રાજીને તો જરાય ગમતુ ન હતુ.તેની દાદીની કચ કચ સાંભળી તે ઉકળી જતી પણ ઉઠાતુ પણ નહોતુ તેથી કમને ખાટલો પકડી બેસી રહેવુ પડતુ હતુ.તેની આસપાસ રહેતી સખીઓ જે તેની સાથે ભીખ માંગવા આવતી તે દિવ્યા, મેનકા રોજ તેની ખબર પુછવા આવતી અને રાજી માટે કાંઇક ને કાંઇક નાસ્તો લઇ આવતી.કડવીબહેને આસપાસના લોકોને કહ્યુ હતુ કે રાજીનો અકસ્માત થયો છે.અને તેને ખુબ વાગ્યુ છે એટલે આરામ કરવાનો છે.તેની માતા તેના માટે રોજ દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ લઇ આવતી.આમ એકાદ મહિના બાદ રાજી ફરીથી હરતી ફરતી થઇ ગઇ અને ભીખ માંગવા લાગી.હવે તેના દાદી જમુનાબહેન પણ બાળકો સાથે જ ભીખ માંગતા અને તેઓની સાથે જ રહેતા.જેથી બાળકોનુ ધ્યાન રહી શકે. બે વર્ષ વિતી ગયા એટલે રાજીના પિતાએ રાજીના વિવાહ ગોઠવી દીધા.હજી રાજીને માંડ ચૌદ વર્ષ જ થયા હતા છતાંય તેના પિતાએ તેના વિવાહ તેનાથી ત્રણ ગણી મોટી ઉંમરના નાથા સાથે નક્કી કરી દીધા.નાથો પહેલા દ્વારકામાં જ તેની પાસે જ રહેતો હતો અને અત્યારે પાસેના ગામ જામ ખંભાલીયા રેલ્વે સ્ટેશન પર ઝુંપડુ બાંધીને રહેતો હતો.છ માસ બાદ રાજી અને નાથાના લગ્ન લેવાયા રાજી ખુબ જ રડી.લગ્ન એટલે શુ? ખબર નહોતી એ ઉંમરે લગ્ન લેવાઇ ગયા.ત્રણ પોટલા બાંધીને રાજીને કપડાં અને થોડો સામાન આપીને ટ્રેનમાં વિદાય આપી. રાજી નાથાની ચોથી પત્ની હતી.નાથાની પહેલી પત્ની આશા તેની ત્રીજી ડિલેવરીમાં મૃત્યુ પામી હતી.બીજી પત્ની મેઘના કોઇક સાથે ભાગી ગઇ હતી અને ત્રીજી પત્ની લાખીને નાથાએ કાઢી મુકી હતી.નાથાના માતા-પિતા કહેતા હતા કે લાખી ડાકણ છે એટલે નાથાએ તેને કાઢી મુકી.ચોથી પત્ની રાજીને લઇને નાથો ઘરે આવ્યો.ઘરમાં એક નાનકડુ ઝુંપડુ હતુ. ચુલો અને બીજી વસ્તુઓ ઘરની બહાર હતી.નાથો નાની મોટી મજુરી કરતો હતો.તેના ઘરડા મા-બાપ અને તેના ચાર સંતાનો ભીખ માંગતા હતા અને રેલ્વે સ્ટેશનના બાંકડે જ સુઇ જતા હતા.રાજી પરણીને આવીને સીધી ચાર સંતાનોની માતા પણ બની ગઇ હતી.સાસરે આવીને બીજે જ દિવસે નાથો રાજીને મજુરીકામે લઇ ગયો.રાજી અને નાથો આખો દિવસ મજુરીકામ કરે અને તેના માતા પિતા અને ચારેય સંતાનો ભીખ માંગે ત્યારે માંડ ખાવા પુરતુ મળી રહેતુ.આમ ને આમ વર્ષ વિતી ગયુ છતાંય રાજીને બાળક રહ્યુ નહિ એટલે નાથો રાજીને લઇ સરકારી દવાખાને ગયો. રાજીને જોઇ ડોકટર પહેલા તો ખુબ ખીજાયા કે રાજીની ઉંમર સાવ નાની જ દેખાય છે.નાની વયે લગ્ન કરવા બદલ અને બાળકની ઇચ્છા માટે ડોકટર સ્નેહલ તેને ખુબ જ ખીજાયા.ખરેખર રાજીને હજુ પંદર વર્ષ પણ પુરા થયા ન હતા.પરંતુ ડોકટર સામે નાથાએ ખોટુ બોલ્યે રાખ્યુ કે ઓગણીસ વર્ષની છે રાજી ઓગણીસ વર્ષની.રાજીએ પણ પતિની વાતમાં સુર પુરાવવો પડયો એટલે ડોકટરે ના છુટકે તપાસ કરવી પડી.

ડોકટરે રાજીના શરીરની પુરતી તપાસ કરીને કહ્યુ કે રાજીને અકસ્માતમાં ગર્ભાશયને ખુબ જ નુકશાન થયુ છે અને બીજાશયની નળી ફાટી ગઇ છે.રાજી કેમ જીવિત છે તે આશ્ચર્ય છે! પણ હવે રાજી કોઇ દિવસ માં બની શકશે નહિ.રાજીને મગનનો કિસ્સો યાદ આવી ગયો.તે અંદરથી ફફડી ઉઠી.નાથો નિરાશ થઇને રાજીને ઘરે લઇ આવ્યો.નાથાએ રાજીને કાંઇ પુછ્યુ નહિ અને રાજીએ પણ કહ્યુ નહિ.બંન્ને ચુપચાપ મજુરીકામે લાગી ગયા.પાંચેક વર્ષ થયા ત્યાં તો નાથો અને તેના મા બાપ ક્ષય રોગમાં ગુજરી ગયા.રાજી તેના ચારેય સંતાનો સાથે એકલી પડી ગઇ.

તેની માતા કડવીબહેનને ખબર પડી એટલે તે રાજીને અને તેના ચારેય સંતાનોને લઇને દ્વારકા આવી ગઇ.રાજી ફરીથી તેના માતા પિતા સાથે દ્રારકા રહેવા લાગી.રાજી હજી માંડ વીસ વર્ષની જ હતી ત્યાં તો વિધવા બની ગઇ હતી.તેના દાદી જમુનાબહેન પણ ગયા વર્ષ ગુજરી ગુજરી ગયા હતા.હવે ઘરમાં કોઇ કચ કચ કરવા વાળુ પણ ન હતુ.રાજી હવે તેના માતા પિતાને મજુરીકામમાં મદદ પણ કરાવતી હતી. તેની માતાને તેની દયા આવતી હતી તેથી મોટેભાગે તેને ઘરે જ નાના બાળકોની દેખરેખ અને ઘરકામ માટે જ રહેવાનુ કહેતી.કયારેક જ તેને મજુરીકાર્ય માટે લઇ જતા હતા.રાજીને હવે ત્રણ ભાભીઓ પણ આવી ગઇ હતી આથી તેના નાના બાળકોને સાચવવા મોટેભાગે રાજી ઘરે રહેતી હતી.રાજી પોતાના આ જીવનથી ટેવાઇ ગઇ હતી.તેની આઁખમાં કોઇ સપના કે ઉમ્મીદો ન હતી.તેની જીંદગી રસ્તા પરથી શરૂ થઇ હતી અને તેના મતે રસ્તા પર જ પુરી થઇ જવાની હતી પરંતુ ઇશ્વરની લીલાની તેને ત્યારે કયાં ખબર હતી કે તેની જીંદગીમાં હવે નવો મોડ આવવાનો છે અને રસ્તા પરથી તે સીધી રાજમહેલમાં પહોંચી જવાની છે.................

વધુ આવતા ભાગમાં....