પહેલા ખોળાની દીકરી
“સુરી તો મારા પહેલા ખોળાની દીકરી છે ને....?! ચલો જલદી જલદી એક રોટલી પુરી કરો”
“મમ્મી... બસ હવે નહી” પણ મમ્મીએ રોટલી પુરી કરાવી જ લીધી. “ચલ હવે લેસન કરી લે સાંજે આપણે બગીચે જઇશુ તારે હિંચકે બેસવુ છે ને ?” સુરીને જરાય મન ન હતુ લેસન કરવાનુ, પરંતુ સાંજે બગીચામાં જવાની વાત મમ્મીએ કરી એટલે ઝટપટ લેસન કરવા બેસી ગઇ. સુરી તેના મમ્મી પપ્પાની લાડકી અને એકમાત્ર છોકરી હતી. જુનિયર કેજીમાં ભણતી હતી. સુંદર, રમતીયાળ, શાંત સ્વભાવની સુરી ભણવામા પણ બહુ જ રસ ધરાવતી હતી. એબીસીડી બહુ જ જલદી ગ્રહણ કરી લીધા હતા. વન ટુ હંડ્રેડ પણ આવડતા હતા. પોએમ્સ, રાઇમ્સ તો તરત મોંઢે કરી લે. કાકા, ફઇ, મામા, માસી બધાની લાડકી. સુરીની બધી જ ફરમાઇશ તરત જ પુરી થઇ જાય. કાકા બધે ફરવા લઇ જાય, ફઇ તો નવા નવા કપડા પહેરાવી તૈયાર કરી દે, મામાના ઘરે જાય એટલે તો સુરીની સામે ચૉકલેટનો ઢગલો થઇ જાય, માસી તો મમ્મી જેવો જ પ્રેમ કરતી. હવે તો સુરી પણ સમજવા લાગી હતી કે બધા જ પોતાને બહુ જ લાડ લડાવે છે. પોતાના વિશ્વમાં એ ખુબ જ ખુશ હતી. કંઇ પણ જીદ્દ કરે જો સુરીને પ્રેમથી કોઇ કહે “પહેલા ખોળાની દીકરી છે ને?!” એટલે પરી જેવી નાનકી સુરી બધુ માની જતી.
છેલ્લા બે દીવસથી ઘરમા બહુ ભાગમભાગ થતી હતી, કોઇ સુરી પર ધ્યાન આપતુ જ નહોતુ. બધા મમ્મીની આગળ પાછળ ફરતા હતા, પપ્પા પણ બે દીવસથી સ્કુલમા મુકવા આવતા નહોતા, બાજુવાળા ચીંટુ અને એની મમ્મીની સાથે સ્કુલમા જવું પડતુ હતુ. એક ખુણામાં બેસીને સુરી રોઇ રહી હતી કાકા જોઇ ગયા એટલે વ્હાલથી તેડી લીધી અને પુછયુ, “કેમ બેટા શું થયુ રોવે છે ટીચર વઢયા કે ?” સુરીને ઘણુ સારુ લાગ્યુ પુરા બે દીવસે કોઇએ પોતાની માટે સમય આપ્યો હતો તે બોલી, “કાકા મને કોઇ પ્રેમ નથી કરતુ પપ્પા નથી આવતા સ્કુલે મમ્મી કયા ગઇ?” અને ફરી રોવા લાગી. કાકા બોલ્યા, “”મારી સુરી આમ રોવાનુ નહી જો સાંભળ મમ્મી તારી માટે ભાઇ લેવા ગઇ છે”. “હે.... ભાઇ!!!!” સુરી આશ્ચર્યથી બોલી. “હા” કાકાએ કહયુ, “તુ એની સાથે રમજે એની સંભાળ રાખજે એને તારે રાખડી બાંધવાની.” રોતી સુરી એકદમ ખુશ થઇ ગઇ. “કાકા મને પણ જોવો છે ભાઇ હુ એેને મારા રમકડાં પણ આપીશ!!” “શાબાશ બેબી આજે તને ભાઇ ઘરમા જ મળી જશે”. કાકા બોલ્યા.
સાંજે મમ્મીને ભાઇ સાથે જોઇ સુરી ખુશ થઇ ગઇ, પણ કોઇ ભાઇની નજીક ન જવા દે, દુરથી જ જોવાનુ કહે. વહાલથી મમ્મીને વળગવાનું મન થયુ પરંતુ મમ્મી તો ભાઇને ખોળામાં લઇને બેઠી હતી. થોડા દીવસ થઇ ગયા હવે સુરી સ્કુલ બસમા જતી આવતી થઇ ગઇ. ઘરે મામા માસી આવતા પણ ભાઇને રમાડવામાં મશગુલ હોય. સુરીથી રમકડું તુટી ગયુ તો મામા બોલ્યા, “આટલી મોટી થઇ ગઇ અને આમ તોડફોડ કરે છે” ઘરે આવતા મહેમાનો કહેતા દીકરો આવ્યાની વધાઇ સુરીના કાનો પર બધુ જ પડતુ. ન ભાવતી વસ્તુ પણ ડબ્બામાં લઇ જવી પડતી હતી. પહેલા મમ્મી કેટલુ સારુ દેતી હતી ટીફીનમા. પપ્પા તો હવે ગમે ત્યારે વઢી લેતા હતા. સુરીને ભાઇ જરાય ગમતો નહતો. એણે મમ્મીને પુછયુ “આ ભાઇ તુ કયાથી લાવી?” પોતાના કામમાં વ્યસ્ત હતી પણ બોલી, “સુરી ભગવાન પાસેથી જા તુ લેસન કર પહેલા પછી વાતો કરીશુ?” “હે મમ્મી ભગવાન આપણી વાત માને?” કંટાળીને જવાબ મળ્યો, “હા સુરી તારે લેસન કરવુ છે કે પપ્પાને ફરીયાદ કરુ?” ડરતા ડરતા સુરી ત્યાથી ભાગીને ઘરમા આવેલા મંદીર સામે ઉભી રહીને પ્રાર્થના કરી, “ભગવાન મને પહેલા ખોળાની દીકરી નહી પણ દીકરો બનાવી દો ને”.
મમ્મીનો દીકરો
ખન્ન......... કરતો અવાજ થયો અને ઉષા એકદમ જાગી ગઈ. લાઇટ કરી રસોડામા ગઇ, જોયુ તો દુધ ઢોળાઇ ચુકયુ હતુ. ઉષા અકળાઇ ઉઠી આજે ફરી ઘરની બારીઓ બંધ કરવાનું ભુલી ગઇ એટલે બિલાડી ઘરમા ઘુસીને દુધ પી ગઇ. એણે રસોડું સાફ કયુ બારી બંધ કરી પથારીમા પડવા ગઇ ત્યાં નજર બાજુ પર પડી. બાજુમા કાચના ટુકડા પડયા હતા. ઉષા હવે ખરેખર કંટાળી ગઇ. દુધ ઢોળાઇ ગયુ હતુ એટલે વહાલસોયા પુત્રને વગર દુધ પીવરાવ્યે સ્કુલમા મોકલવો પડશે. પોતે ચાલીમા રહેતી હતી અને તેથી દુધવાળાની સેવા લઇ શકાય એવી પરિસ્થતિ નહોતી. ઉપરથી ઘરનો એકમાત્ર નાનકડો અરિસો હતો તે પણ બિલાડએ તોડી નાખ્યો હતો. કાચ ઉપાડયો અને સુતા હતા તે ખંડની બારી પણ બંધ કરી. રાતના બે વાગ્યા હતા એટલે ઉંઘવાનો પ્રયત્ન કયો.
સવારે નાનકડા લયને પટાવી દીધો અને કહયુ સ્કુલેથી આવશે એટલે ચોકકસ દુધ આપશે. લયે જીદ્દ કરી પરંતુ પછી માની ગયો ઉષા ઝટપટ તૈયાર થવા લાગી. લયને સ્કુલે મુકવા જવાનો હતો ન્હાઇને સાડી પહેરી વાળ ઓળ્યા અને ચાંદલો લગાડવા અરિસા સામે આવી.... ઓહ અરીસો તો રાતે તુટી ચુકયો હતો. અંદાજે ચાંદલો લગાડયો અને નીકળી ગઇ. લયને લઇને જેવા સ્કુલમા પહોચ્યા કે તરત લય બોલ્યો, “મમ્મી રુપિયો આપને..” “કેમ બેટા ડબ્બો છે ને આજે ..” ઉષાને આશ્ચર્ય ઉપજયુ . “પણ મમ્મી આજે દુધ પીધુ નથીને એટલે” સાંભળીને અજુગતુ લાગયુ પણ રુપિયો આપી દીધો બીજે દીવસે પણ લયે રુપિયો માગ્યો સ્કુલબેલ વાગી ચુકયો હતો, એટલે સમય જ ન રહયો આનાકાની કરવાનો અને રુપિયો આપી દીધો.
ઉષાનો પતિ મજુર હતો કાળીમજુરી પછી બે પૈસા મળતા પણ બધાની જેમ પોતાના પુત્રને ભણાવી ગણાવીને મોટો અફસર બનાવવો હતો. ચાલીમા ભાડે ઘર હતુ ઉષા થોડી સમજદારી વાપરીને મોંઘવારીમા પણ ઘર ચલાવતી હતી. સ્કુલેથી આવેલા લયે કહયુ, “મમ્મી મારી પેન્સિલ ખલાસ થઇ ગઇ”. “અરે કાલે તો આપી હતી” નવી લય કંઇ બોલ્યો નહી. બીજે દીવસે બોલ્યો મિત્રો સાથે મળીને ઉજાણી કરવાના છે તો પાંચ રુપિયા આપ. ઉષાની ચિંતા વધે જાતી હતી આમને આમ લયના ખર્ચા વધશે તો ઘર કેમ ચાલશે? વળી ખરાબ મિત્રોના સંગાથનો ડર લાગતો હતો એટલે પૈસા આપવાની ઘસીને ના પાડી. એટલે લય તો રોવા જ માડયો. પતિએ દબાણ કયુ એટલે નાછુટકે આપવા પડયા. હવે કોઇને કોઇ કારણસર લય ત્રણ દીવસથી પૈસા માગતો હતો પણ ઉષાએ સ્પષ્ટ ભાષામા ના પાડી. એકવાર તો તમાચો પણ મારી દીધો આમ કંઇ બધી જીદ પુરી કરે તો ઘર કેમ ચાલે અને એમ કરતા પુત્ર પૈસાનુ તો મુલ્ય સમજે. લય પણ ચાલાક હતો હવે પપ્પા પાસેથી રુપિયો માગવાનુ ચાલુ કર્યુ બે વખત આપીને પપ્પાએ પણ ના પાડી દીધી. માબાપ બન્ને ચિંતા કરતા હતા. લયનુ દફતર ફંફોસ્યુ પણ કંઇ જ હાથ ન આવ્યુ.
રોજ સ્કુલેથી ફરતી વખતે નારાજ રહેતો લય આજે ખુશ હતો. સ્કુલેથી ફરતી વખતે લયે દફતર પણ પોંતે જ ખભા પર રાખેલુ નહી, તો રોજ ઉષા જ દફતર ઉપાડતી. ઘરે પહોચીને તરત જ લય દફતર લઇને બેસી ગયો. ઉષા નવાઇ પામી રોજ તો આવીને નાસ્તો કરવા બેસી જતો અથવા દોસ્તો સાથે રમવા ભાગી જતો. ઉષા રસોડામાં ગઇ એટલે થોડીવારમા પાછળ લય આવ્યો એના હાથમા એક બોકસ હતુ ઉપર રંગીન કાગળ લપેટાયેલો હતો “મમ્મી..... “ કહેતો લય ઉષા સામો ઉભો રહયો, “શું છે?” થોડા ગુસ્સા સાથે ઉષા ફરી. “મમ્મી આ તારા માટે” ઉષા આભી બની ગઇ આમ અચાનક લય શું લાવ્યો હશે? કંઇક વિચારતા વિચારતા રંગીન બોકસ હાથમા લઇ ખોલ્યું. લય ખુબજ ઉત્સુકતાથી મમ્મીના ચહેરાને નીહાળી રહયો હતો, અને કદાચ પ્રતિસાદની પ્રતિક્ષામા પણ હતો. ઉષાએ હળવેકથી બોકસ ખોલ્યુ ખોલીને તરતજ આંસુથી ખરડાયેલો ચહેરો દેખાયો. પોતાના વ્હાલા લયે નાનકડો અરિસો ખરીદીને ભેટમા આપ્યો હતો. ઉષાએ અરિસો જોયો કે તરત જ ખ્યાલ આવી ગયો આટલા દીવસથી પૈસા માંગતો લય અરિસો ખરીદવાની તજવીજ કરતો. હતો અને પોતે ફકત દીકરાને ધમકાવ્યો, માર્યો અને શક જ કર્યો હતો લય બોલ્યો, “મમ્મી આ અરિસો તારા માટે તને ચાંદલો કરવામાં અગવડ પડતી હતી ને માટે ?” ઉષા લયને છાતી સરસો ચાપીને ખુલ્લા મને રડી ઉઠી. બે હાથ પહોળા કરી લય બોલ્યો, “મમ્મી મોટો થઇશ ને ત્યારે આવડો મોટો અરિસો લઇ દઇશ જેવો ફિલ્મોમા દેખાડે છે ને એવો...” બે ઘડી પહેલા અફસોસ વ્યકત કરીને રોતી ઉષાની આંખોમાં હવે હર્ષનાં આંસુ હતા!!!!!
વેળ વંકાયા પ્રેમના
“ઓ મમ્મા આ ખાખરા ઢોકળા નથી ભાવતા મને ફ્રેંકી અને બર્ગર જોઇએ છે શરમ આવે છે આવુ ટીફીન લઇ જતા. મારા ફ્રેંડ્સ કેટલું યમી ટીફીન લાવે છે. યુ નો મમ્મા દીપ તો આજે પિત્ઝા લાવેલો હાઉ ટેસ્ટી ઈટ વોઝ !!!” અંશ કંટાળીને બોલ્યે જતો હતો અને દિશા પ્રેમથી ફરીયાદ સાંભળી રહી હતી. સ્કુલમાં ભણતો અંશ ભણવામાં તેજ હતો. બ્રાંડેડ ટીશર્ટ, જીન્સ, વૉચેઝનો ક્રેઝ હતો ફ્રેંડસર્કલમાં એનો વટ પડતો હતો. પણ અંશ એની મમ્મીથી થોડો નારાજ હતો કારણ કે મમ્મી હંમેશા દરેક વસ્તુ માટે રાહ જોવડાવતી. બધાના પપ્પા બધાને તરત જ લઇ આપતા. જયારે મમ્મી તરત કંઇ જ ન આપતી. સાઇકલ તો માંડ હમણા અપાવી અંશે જીદ કરી કે સ્કુલે જઇશ તો સાઇકલ પર જ સ્કુલબસમા જાય તો ફ્રેંડ્સ ચિડાવતા હતા. એટલો દિશા પાસે કંઇ જ રસ્તો નહતો સાઇકલ અપાવી દેવી પડી. અંશ હતો તો નાનો પણ સપના બહુ મોટા અને ઉંચા હતા.
દિશા સિંગલ મૉમ હતી. દિશા અને શશાંકના માબાપે ગોઠવેલા લગ્ન હતા શશાંકનો પોતાનો બિઝનેસ હતો. મોટુ એંપાયર બનાવેલુ હતુ, પરતુ હંમેશા ઓફીસની છોકરીઓ સાથે લફરા ચાલુ જ હોય. પહેલા તો દિશાને ખબર પડતા આઘાત લાગ્યો. પ્રેમથી સમજાવાની ઘણી કોશિષ કરી ગુસ્સો પણ કર્યો નાના મોટા ઝગડા થવા લાગ્યા પણ વ્યર્થ જ હતુ બન્નેના માબાપે મધસ્થી લીધી કંઇ જ સારુ પરીણામ ન આવ્યું આખરે કટાળીને ડીવોર્સ ફાઇલ કોર્ટમાં નાખી હતી તારીખ પર તારીખ પડતી હતી. સાથે સાથે દીકરા અંશની કસ્ટડી માટે પણ કેસ ચાલતો હતો હતી .પાછુ માબાપના ઘરે જઇ શકાય એમ નહોતુ કારણ કે ભાઇ ભાભીને દિશા સાથે રહેં એ પસંદ નહોતુ બીજી વખત લગ્ન કરી બીજો અનુભવ લેવો જ નહતો એની જીંદગીમાં ફકત અંશ જ હતો. એની જરુરીયાત ફરીયાદમા જ જીવન પસાર કરવાનુ દિશાએ નકકી કરી નાખ્યુ હતુ
મા-દીકરો ભાડાની રુમમાં રહેતા હતા. દિશાના ઘરમાલીક એની પરિસ્થિતીથી પરિચિત હતા એટલે ભાડુ આગળ પાછળ થાય એ ચલાવી લેતા હતા પોતે ભણેલી ગણેલી હોવાથી સારી જૉબ કરતી હતી દિશાને સારો પગાર હતો પરંતુ ઘરનુ ભાડુ કોર્ટની ફી, સ્કુલનો ખર્ચો, અંશની માગો, ઘર ચલાવવુ, બચત કરવી એ બધા સામે પગાર ટુંકો પડતો. કયારેક અંશની માગો મોડી પુરી થતી તો કયારેક ભાડુ મોડુ ભરાતુ. ઓફીસની સહર્ક્મચારી મનિષા પાસે પોતાનો ઉભરો ઠાલવતી ત્યારે થોડી હળવી થતી હતી અંશ હવે વિચારતો થઇ ગયો હતો કે આગળ શું કરવુ નાનકડો અંશ પણ મમ્મીને મદદ કરવા અત્યારથી મમ્મીની ઓફીસમા જતો અને બધા સાથે ખુબ વાતો કરતો યોગ્ય વ્યકિત સાથે ચર્ચા પણ કર તો થઇ ગયો હતો ત્યારે મનિષા કહેતી દિશા તારા દુ:ખના દીવસો હવે પુરા થવા આવ્યા છે.
અંશ કયારેક એના પપ્પાને મળવા પણ જતો ત્યારે દિશા ચિંતિત થઇ ઉઠતી શશાંક એને મોટી ભેંટ સોગાદ આપતો. મમ્મીએ ના પાડી છે માટે એ ના જ પાડી દેતો. શશાંક અંશનુ હમેશા બ્રેઇનવૉશ કરવાનો પ્રયત્ન કરતો હતો. પૈસા જ સર્વસ્વ છે એ કહેતો તારી મા મા સારી પત્નીના ગુણ જ નથી. એકવાર તો અંશ ભડકી ગયો મા મા સારી પત્નીના ગુણ નથી તો શું તમારામા સારા પતીના ગુણ હતા અને અત્યારે છે?
ઘણા વખતથી ચાલતા કેસની આજે છેલ્લી સુનાવણી હતી સવારના પહોરમાં શશાંકનો ફોન આવ્યો શુ સમજે છે તુ મહાન માતા પણ એક વાત યાદ રાખજે હું તને હરાવીને રહીશ દિશા આ પુરુષનો જમાનો છે તારા જેવી અબળા કંઇ જ ન કરી શકે તારા જેવી કેટલીક ને મે હતી નહતી કરી નાખી છે તો તુ શું ચીઝ છે ડરી ગઇ કંઇ જ બોલી શકી તરત જ ફોન કટ કરી લીધો મનિષાને વાત જણાવી તેણે પાણી આપી દિશાને શાંત કરી અને કહયુ જો દિશા અંશ તારો છે ને તારો જ રહેશે ડર નહી દિશા થોડી શાંત થઇ. કોર્ટ ભરાઇ અને એક પછી એક રજુઆત થવા લાગી આખરે આખરી સુનાવણી થઇ. અંશ તેની મા દિશા સાથે રહેશે. દિશા અંશ એકબીજાને ભેટી પડયા દિશાના માબાપ પણ ખુશ થઇ ઉઠયા શશાંકનું મો પડી ગયુ હતુ કોર્ટની બહાર પગ પછાડતો ચાલ્યો ગયો દિશા અંશ પણ થોડીવારે બહાર આવ્યા દિશાની ખુશીનો પાર નહતો પોતાની વરસોની તપસ્યાનો અંત આવ્યો હતો મા-દીકરાને કોઇ જ અલગ નહી કરી શકે હવે.
થોડીવારે શશાંકનો સેક્રેટરી આવ્યો અને કહયુ કે શશાંક અડધો કલાક માટે આખરી વાર મળવા માંગે છે. દિશાએ મંજુરી આપી થોડીવારે અંશ પાછો ફયો એનો ચહેરો પડી ગયો હતો દિશા બોલી પપ્પા શું બોલ્યાં બેટા શું થયુ કચવાતા મને નીચી આંખે અંશ બોલ્યો મમ્મી મારે તારી સાથે વાત કરવી છે દિશાનુ હૈયુ ફફડી ઉઠયુ હા બોલ અંશુ ખચકાતા દિશા બોલી નજર પહેલાની જેમ જ નીચે રાખી બોલ્યો મમ્મી હુ શું કરુ ? હાશકારો અનુભવતા દિશા બોલી આપણે ઘરે જઇને બેટા ચર્ચા કરીશુને તુ ચિંતા ન કર હુ છુ ને ના મમ્મી હુ કહુ મારે બિઝનેસ કરવો છે પપ્પાનુ એંપાયર કેટલુ મોટુ છે મને સ્ટ્રગલ વગર સકસેસ મળશે મારી કરીયર સેટ થશે તુ પણ ચાલ પપ્પા સાથે મારા સર્કલમા હું સૌથી આગળ હોઇશ શુ તુ એ જોઇને ખુશ નહી થા? જેની આશંકા હતી એ જ થયુ અચાનક પોતાને દુનિયામા એકલી અનુભવવા લાગી માંડ માંડ પોતાના આંસુ ખાળીને દિશા બોલી, “અંશુ બેટા તુ જા પપ્પાનુ એંપાયર સંભાળવા હુ તને નહી રોકુ દીકરા.” ખુશ થતો અંશ ફરી પપ્પાને ખબર આપવા ગયો કે પોતે આવી રહયો છે અહી મનિષાનો ફોન આવ્યો, “શુ થયુ દિશા કેસનુઆઈ હૉપ તુ જીતી ગઇ હોઇશ.... દિશા વિચારતી રહી કે શું જવાબ આપવો.....