મૂળી કરતા વ્યાજ વહાલું
આ શબ્દ આપણે ઘણી વખત ઘણા ના મોઢાં થી સાંભળ્યું હશે પણ આ શબ્દ સાચે ખુબજ મજાનો છે ઘરમાં જયારે નાનું બાળક આવે છે ત્યારે બાળક ના દાદા દાદી ની આજ લાગણી જોવા મળે છે કે મૂળી કરતા વ્યાજ વહાલું
ઘરમાં જયારે પુત્રવધુ ને બાળક આવવા નું છે તે વાત સાંભળતાજ ઘરના વડીલ કહેવાતા માતા પિતા ખુબજ આંદિત થયને પુત્રવધુ નું ખુબજ ધ્યાન રાખે છે કાચની પુતળી સમાન તે પુત્રવધુને સાચવે છે અને સપનાઓ સજાવે છે
આવાજ એક દાદા ની વાત કરું તો તે પોનાતા જીવન માં જાણે પોતાનું નાનપણ પાછું આવી ગયું હોય તેમ રાજી થય જાય છે તે દાદા પોતાની છળી ને બાજુ પર ફેકી દેછે અને કહે છે કે મને ટેકો આપનાર બાળક હવે ટુક સમય માજ આવાનું છે અને તે દાદા પોતાના પુત્ર ના આવવા વાળા બાળક માટે એક પત્ર લખે છે
દાદા કહે લખે છે કે મારા બાળક તું મારા કુળ નું વંશ છો દીકરો છોકે દીકરી મને કશું ફેર નથી પડતો મારા માટે તું મારું અંશ અને પ્રાણ થી પણ પ્રિય છો બેટા ૯ માસ પછી તારો જન્મ થશે તું આ જગત માં આવીશ બેટા આ જગત ખુબજ સુંદર મજાનું છે બેટા અહિયાં તું જેમ જીવીશ તેવું જગત છે આ, બેટા આ જગત માં સારી વાત પણ છે અને ખરાબ વાત પણ છે પણ તારે સુ સ્વીકારવું એ તારા પર નિર્ભર હશે, બેટા આ જગત માં ઘણી વસ્તુ આવી છે કે તારે શીખવા જેવી છે તારી પાસે સમય ઘટશે બેટા કારણકે જિંદગી નાની હોય છે અને ઉમર પ્રમાણે કર્યો વધારે હોય છે, પણ બેટા તું ચિંતા ના કરીશ બસ સાચા અને સારા ભાવ થી તારું કર્મ કરજે , બેટા આ જગત માં કોણ સુ કહે છે અને કોણ સુ બોલશે તે વિચાર ના કરીશ બેટા તારી પાસે તારી જિંદગી નો જે કોઈ સમય હોય તે સારા કર્યો માં વાપરજે બેટા કોઈની મદદ કરવામાં વાપરજે બેટા આ જગત માં તું સારા કર્મ કરીશ તો તને સરાજ ફળ મળશે
બેટા જિંદગી માં બાળપણ એક જ વાર આવે છે બેટા તેને મન ભરીને માણજે, પણ તે બાળપણ ને ધ્યાન માં રાખીને તારી આખી જિંદગીને માણજે બેટા તારી ઉંમર થશે એટલે તને શાળા એ પણ મોકલ્શું બેટા ત્યાં મન ભરીને ભણજે અને ખુબજ તોફાન કરજે બેટા કોઈ પણ ભૂલ એવી નથી હોતી કે તમે કરો છો પણ થાય જાય છે બેટા તો નિરાશ ના થઈશ કેમકે ભૂલ તેનીજ થાય છે જે લોકો કૈક કરે છે કઈ ના મળે ભલે બેટા અનુભવ તો મળશે બેટા આ જગત માં નિરાશા માટે જગ્યા નથી બેટા કોઈ દિવસ નિરાશ ના થજે એક એક પલ ને મન ભરીને જીવજે કારણ કે આ જગત ખુબજ સુંદર છે અને બેટા યાદ રાખજે ચમત્કાર આ જગતમાં માણસ પણ કરી શકે છે કઈ પણ ના થાય તેવું નથી બેટા જે ક્ષેત્ર માં તને રસ પડે તેની ટોચ પર તું પહોચ્જે બેટા ઘણી વાર તું નાસીપાસ પણ થઈશ પણ હાર ના માનજે બેટા જીવન માં ઉતાર ચડાવ આવે છે પણ તારા દુઃખને અને સુખને બેયને માણજે બેટા તને મન થાય ત્યારે ખુબજ હસજે અને મન થાય ત્યારે રોઈપણ લેજે જયારે તારો જન્મ થશે અને તું રડીશ તેમ બેટા તારી આવાની હું ખુબજ રાહ જોઉં છું મારે ખુબજ રમવું છે તારી સાથે મારા બાળપણ ને મારે તારા બાળપણ માં માણવું છે બેટા તું આવીજા પછી હું કેટલો સમય હોઈશ મને નથી ખ્યાલ કારણકે મેં પહેલાજ કીધું કે જિંદગી ખુબ નાની હોય છે મનુષ્ય ને સીમિત સમય હોય છે કદાચ મારો એ સમય પૂરો થાય અને હું ચાલ્યો પણ જાવ બેટા મને યાદ કરીને નિરાશ થવાને બદલે મન ભરીને હસજે હું તને જોઇને ખુબજ રાજી થઈશ બેટા તારા માતા પિતા નો પણ તારી આ ખુશાલ જિંગદીમાં ઘણો ભોગ હશે બેટા તેથી તે લોકો દુખી થાય તેવું ના કરીશ બેટા તારી માતા એ રાત દિવસ એક કરીને તારું ધ્યાન રાખ્યું હશે બેટા તો તેના ગઢપણ માં તું તેને છોડી ના દઈશ તું પણ તેની સેવા કરજે જેમ તારા માતા પિતા મારી સેવા કરે છે મારું ધ્યાન રાખે છે તે જોઇને તું પણ સીખજે બેટા, એક સમય એવો પણ આવશે કે તારા માતા પિતાના જીવન નો સમય પણ વીતી જશે પણ તું નિરાશ ના થઈશ માતા પિતા કોઈ દિવસ તેના બાળક થી દુર નથી થતા તે તેના બાળક ના નામ માં હમેશા જીવંત રહે છે તે તારી આદતો માં જીવંત હશે તો ક્યાંક તારા બાળક ની આંખ માં પણ સંતાઈ ગયા હશે તેની જૂની યાદો જુના ફોટા માં પણ તે જીવંત છે તેના આપેલા તારા સંકારો માં તે જીવંત હશે તેના વધારેલા સંબંધ માં તે જીવંત હશે બેટા તારા બધા સંબંધ તેના સંબંધ ને આધીન હશે તું કોઈ નિરાશ ના થાય તેવી રીતે સંબંધ સાચવજે બેટા આ જગત ઘણું વિશાળ છે તેને રોજ સમજ જે રોજ તવું નવું જાણજે રોજ નવા કામો પર પડજે વ્યર્થ નો સમય ના વેડફ જે અને મન માં કઈ દુવિધા હોય તો યાદ રાખજે બેટા ના કરીને પસ્તાવું તેના કરતા કરીને પસ્તાવું સારું છે તને અનુભવ મળશે અને તે ઘણું છે બેટા તારો અનુભવ તને સાચા ખોટા માર્ગ માં તારો સાથ પુરાવશે પણ બેટા યાદ રાખજે કોઈ વસ્તુ ની આદત ના પડજે બેટા તું કઈ ભૂલ કર તો તેની જવાબદારી તું તારા પોતા ઉપર રાખજે તેને સુધારજે કોઈને પણ દોષ ના આપીશ અને બીજાની ભૂલને પ્રેમ થી માફ કરજે અને તેને પણ સુધારવાનો અવસર આપજે બધાને માન થી બોલાવજે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નો ભાવ ના રાખજે બેટા કેમકે તેમાં જીવન નો ખુબજ સમય વેડફાઈ છે બધાને માફ કરીદેવામાં ભલાઈ છે બેટા તું દીકરો હોય તો તારા માતા પિતાને સાચવજે તેનું નામ રોશન કરજે અને બેટા તું દીકરી હોય તો તારા સાસરામાં બધાનું ધ્યાન રાખજે તો બેટા આ જિંદગી બોવ્જ નાની છે માણજે આ પત્ર તું વાચીશ ત્યારે તારી ઉમર ૧૦,૧૧ વર્ષની હશે હું સાથે ના પણ હોઉં પણ તારી પાસે આ પત્ર રાખીને મને યાદ કરજે બેટા ધ્યાન રાખજે ભગવાન તારું ભલું કરે અને તને ખુબજ ખુશ રાખે
તારા દાદા
આમ આ દાદા પોતાના દીકરાના બાળક માટે ખુબજ સુંદર મજાનો પત્ર લખે છે અને તેની પુત્રવધૂનું પણ ખુબજ ધ્યાન રાખીને તેને રોજ સુંદર સુંદર કથાઓ સંભળાવે છે અને તે બાળકને આવાની આતુર નજર અને આતુર આશાઓ સાથે રાહ જુવે છે અને અને તે બાળકના આવાની પૂરી ત્યારી કરે છે અને
એટલેજ તો કહે છે કે મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે
બંસી દવે ૭૬૨૪૦૨૨૩૨૨