Bhukh in Gujarati Magazine by Krunal Darji books and stories PDF | ભૂખ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ભૂખ

ભૂખ

....લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર,

મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો !

...સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન ના પડ્યુ!

.. .એને હળવેક થી ઉભા થઇ મંદિર પરીસર માં પ્રવેશ કર્યો ત્યાં બધા જ એક પત્થર ની સ્થિર મુર્તિ સામે હાથ જોડી આંખો બંધ કરી કશુક જોર જોર થી બબડતા હતા એને પણ આંખો બંધ કરી હાથ જોડી બીજાઓ નુ અનુકરણ કરવા નો મિથ્યા પ્રયાસ કર્યો પણ ભુખ ને થાક ના કારણે એમાં એને રસ નહતો પડતો....!

....અચાનક એની નજર ઓલી સ્થિર મુર્તિ પાસે પડેલા થાળ પર ગઇ,

...ચકચકતી મોતી જેવા સુવર્ણ રંગી ઝીણી ઝીણી બુંદી ના લાડુ પર નજર સ્થિર થઇ,

એને હળેવક થી કોઇ નુ ધ્યાન ના પડે એમ થાળ માંથી લાડુ સેરવી લીધો પણ ત્યાં જ અચાનક ધ્યાન માં લીન પુજારી ની તંદ્રા તૂટી અને એને

...ચોર!!

...ચોર!!

ની બુમા બુમ થી બીજા ધ્યાનમગ્ન ભક્તો ની પણ તંદ્રા તોડી નાખી....!

.....બીજી બાજુ પોતે પકડાઇ ગયો છે અને હવે પછી શુ ? ના વિચાર માત્ર થી બાહવરા બની એને સીધા મંદીર પરીસર ની બહાર દોટ મુકી. ...!

એની પાછળ પાછળ પુજારી અને ઓલુ ટોળુ પુરુ તાકત થી એને આંબવા મથતુ હતુ ,

..ટોળા અને પોતાની વચ્ચે કેટલુ અંતર છે એ જોવા માટે પાછુ વળી ને જોવા ની લાહ્ય માં એ ક્યારે મુખ્ય રસ્તા ની વચોવચ દોડવા લાગ્યો એનુ પણ એને ભાન ના રહ્યુ અને અચાનક સામે થી આવતી પુરપાટ કાળમિંઢ ટ્રકે એને હવા માં ઉછાળ્યો અને એક ..ધબાક...ના અવાજ સાથે એ ડામર ની સડક પર જોર થી પટકાણો....!

...હાથ ની મુઠ્ઠી માં કચકચાવી ને પકડેલો પિળી ચટ્ટાક બુંદી નો લાડુ એના લોહી માં ભળી હવે લાલ થઇ ગયો હતો,એનો શ્વાસ ડચકા ખાઇ ખાઇ ધીમો પડી રહ્યો હતો ...!

..."ભિખારી લાગે છે"

.."ના, ના આ તો ચોર હતો મંદીર માંથી ચોરી કરી ભાગયો હતો"

..

.."ભાઇ અંહિ ના કર્યા અંહી જ ભોગવા પડે છે "

....એની આસપાસ ટોળે વળેલા લોકો પોત પોતાના મંતવ્યો માં તલ્લીન હતા ત્યાં જ કોક રાહગીરે ફોન કરી બોલાવેલી 108 એંમ્બ્યુલેન્સ માંથી સપાટાભેર ઉતરેલા ડૉક્ટરે એનુ કાંડુ હાથ માં પકડી કઇક સાંભળવા ની વ્યર્થ કોશીસ કરી અને કિધુ કે હ્રદય બંધ પડી ગયુ છે!

...એની લાશ ને સરકારી શબવાહીની માં પોંહચાડી પ્રાર્થના માં પડેલા વિક્ષેપ ને કારણે મોઢુ કટાણુ કરી સૌ પાછા મંદિર પરીસર માં શિસ્તબંધ ગોઠવાણા....

...ફરી પાછુ મંદિર પરીસર ભક્તિમય પ્રાર્થના થી ગુંજી ઉઠ્યુ કે....

..

...

"જીવન અંજલી થાજો મારુ,જીવન અંજલી..

ભુખ્યા કાજે ભોજન બનજો ને તરસ્યા નુ જળ થાજો...જીવન અંજલી થાજો મારુ..."

_કૃણાલ