Dada ni constipation in Gujarati Short Stories by Kirti Trambadiya books and stories PDF | Dada ni constipation

Featured Books
Categories
Share

Dada ni constipation

''દાદાની કબહૃયાત''

વેકેશન હોવાથી દેશમાં મામાને ઘરે મમ્મી સાથે પહેલી વાર રોકવા માટે ગયો. મામાના ઘરની બાજુમાં રહેતા દમણ દાદા સાથે મને સારું ફાવે તે સરસ મહ્મની ભુત,પરી, ગાંડી ડોશીની, ઘેલી બકરીની વાર્તા કહે, મને અને શેરીના રધુ, રામુ, કાનીયો અને શ્યામને વાડીએ લઈ હ્મય, વાડીએ બોર તોડી આપે, હ્મમફળ તોડી આપે, કુવો બતાવે...... અમને દાદા સાથે દોસ્તી થઈ ગઈ હતી.

અમે આખો દિવસ દાદા સાથે જ હોય...પણ આજ દાદાની ઘરે ગયા... ત્યાં તો વગર પુછયે કોઈએ જવાબ આપ્યો, લોટે ગયા છે......મેં રઘુને પુછયું, કેમ લોટે ગયાં છે...? ત્યાં શ્યામ બોલ્યો લોટે તો બધાંય હ્મય...., મેં કત્નું તો ચાલો આપણે પણ દાદા પાસે જઈએ..., અમે પાંચેય તો ઉપડયા દાદા પાસે....બે–ત્રણ ખેતર વટાવીને નાના એવા રસ્તા ઉપર થઈને એક બાવળના હ્મળ પાસે સૌની આગળ જતો રધુ ઉભો રત્નો, એટલે બધાં ઉભા રહી ગયા...

મેં રઘુ સામે હ્મેઈ કત્નું, શું થયું ? કેમ બધાં ઉભા રહી ગયા... એટલે રઘુએ સામેની દિશામાં આંગળી ચીંધી...., તે તરફ હ્મેતાં ખ્યાલ આવ્યો કે, એ તો દાદા દેખાય છે..., મેં કત્નું દાદા મોઢું કેમ આવું કરે છે, કાનીયો બોલ્યો કેવું કરે છે..., મેં કત્નું હ્મણે કોઈ દાદાનું નાક ખેંચતું હોય, કે કાન ખેચતું હોય...ત્યાં રામુ વચ્ચે કુદી પડયો, રીતસર શ્યામને ધો મારીને મને ખંભેથી તેમની બાજુ ફેરવતાં બોલ્યો, દાદાને કબહૃયાત છે...(મારા માટે તો આ લોટે ગયા, અને બાકી હતું તો આ કબહૃયાત એક મુસીબતથી કમ તો નહોતું જ, પણ પુંછવું કોને...આ શું છે ?...) થોડીવાર ઉભા રહીને અમે બધાંએ ઘર બાજુનો રસ્તો કાપ્યો...

ઘરે આવીને બેઠાં–બેઠાં વાતોના પડીકા જ વાળી રત્ના હતાં..., વાતોમાં ને વાતોમાં એકાદ કલાક પસાર થઈ ગયો, ત્યાં દાદા આવતા દેખાયાં.... થોડી વાર થતાં એક પછી એક બધાં ચાલ્યા ગયાં...પાછળ વધ્યો હું અને દાદા બે, પણ દાદાની તબયીત કાંઈક બરાબર લાગતી નહોતી... તે ઉંચા નીંચા થઈ રત્ના હતાં. મારાથી રહેવાયું નહિ, એટલે બોલાય ગયું, તમે બીમાર છો દાદા ? ના..ના.. દિકરા મને તો નાયળેય રોગ નથી... એક આ કબહૃયાત સિવાય..(મારા માટે તો આ લોટે ગયા, કબહૃયાત, અને બાકી હતું તો આ નાયળેય રોગ નથી, આ બધું કોને પુંછવું વિચારતો હતો...) ત્યાં તો દાદાએ મારા માથા પર હાથ મુકયો, તને શું થયું બેટા...

મેં કત્નું દાદા મારે તમને એક સવાલ પૂછવો છે... અરે બોલ બોલ એમાં મુંહ્મય છે શું ? તું મારી ઉપાદી કરમાં આ કબહૃયાત તો હું મરીશ તો પણ સાથે જ આવશે એવું લાગે છે..... હવે તો મારાથી રહેવાતું નહોતું... એટલે પુંછયું,

આ કબહૃયાત શું છે...?? સાંભળતા હ્મણે બરતામાં ઘી હોમાયને જેમ આગ પ્રગટે તેમ હૃવ આવ્યો....તે દુઃખી અવાજે બોલ્યા, આ કબહૃયાતથી તો હું એટલો પરેશાન છું કે, દુનિયાના દરેક દુઃખનો સામનો કરવાની મારામાં તાકાત છે, રણમેદાનમાં યુધ્ધે ચડું તો સારા સારા યોધ્ધાને હફાવું પણ આ કબહૃયાતથી તો હું હાફી ગયો છું.... મેં પૂછયું, દાદાહૃ આ કબહૃયાત તમને શું કરે છે...??? અરે બેટા, આ કબહૃયાતે તો મને અધમુવો કરી નાંખ્યો છે...

એકવાર તો હું કંટાળી ગયો કે, આજ લોટે હ્મવ છું તો, આનો ત્યાગ કરીને જ આવીશ એવા નિિય સાથે ઘરેથી નીકળ્યો.. અમારા ગામનું ઢાળ ઉપરનું વરસો જુનું વડલાનું મજબૂત ઝાડ, જેવડો વડલો એટલી જ મોટી તેની વડવાઈઓ, છેક મુળીયા સુધીની, તેની બાજુમાં જ ઘેઘુર પીપળો બેય વૃક્ષો વર્ષો જુના અને પાછા ઢાળ પર ઉગેલાં... બરાબર બે વૃક્ષની વચ્ચે બેઠો.... એક હાથે વડલાની વડવાઈઓને ખચકાવીને પકડી, અને બીહ્મ હાથને પીપળાના થડે ટેકવ્યો..., અને શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી, પીપળમાંથી હાથ છુટી ગયો, અને હાથમાં બીહૃ વડવાઈ આવી જતાં બંને હાથે વડવાઈને જકડાવીને પકડી રાખી, મારા હ્મેર સામે વડલાની મજબુત વડવાઈ લાચાર થઈને વડલામાંથી છૂટી પડી, કબહૃયાતનો કટકો ન થયો...પણ (જેવી વડવાઈઓ છૂટી પડી એટલા જ હ્મેશ પૂર્વક હાથમાં વડવાઈ સાથે હું તો ઢાળ ઉપરથી ગલગોટીયા ખાંતો ખાંતો નાની મોટી હ્મડીઓ અને ઝાંખરાઓ વટાવતો નીચે ઢાળ પૂરો થતાં (એટલે કે ઢાળની ઓથે લોટે બેઠેલાં ચાર–પાંચ જણાંને રફે દફે કરતો, છેક સડક ઉપર આવી ગયો...) આ તો વહેલી સવારનું અંધારું હતું નહિ તો, ગામમાં મારી શું આબરુ રહે.

હવે મને પણ કાંઈક વાર્તા જેવું લાગ્યું એટલે પુંછયું, પછી શું થયું દાદા ? અરે પછી શું ? હાથમાં નાળું હગે વગે કરતો.... (એવા હાલ હવાલ સાથે) સડક ઉપર થઈને અડધું ગામ વટાવીને ઘરે જવાને બદલે, ગામને પાદરે જ ગાયોના પાણી પીવાના અવેડામાં બે–ત્રણ ધુંબાકા માર્યા, કે ઘરે મને કોઈક ઓળખે.... ઘરે જઈને પણ સીધો ટાકે જ બેસી ગયો......દાદા તો કોઈ સ્વર્ગની સફર કરતા હોય એમ વિચારમાં ખોવાય ગયા, એટલે મેં હાથેથી તેમના હાથને હલાવતાં પુંછયું, પછી શું થયું દાદા ?

હ્મણે ઉંઘમાંથી હ્મગ્યા હોય એમ બોલ્યા, પછી શું ? ગામમાં ગુણગુણાટ ચાલુ હતો કે, ઢાળને ઓથે લોટે ગયેલા તો આજે નાહી આવ્યા છે.....બસ આવી જ અધમુવી વાતો આખા ગમમાં ફરતી થઈ...પછી શું થયું દાદા ? પછી, તો બીજે દિવસે મારો બોમ્બેવાળો દિકરો ઘણાં દિવસ થયા બધાં ભાઈઓને ઘરે ફરતો ફરતો અમારે ઘરે આવ્યો અને સાંજે જ નીકળવાનું હતું, અને મને પણ તેમની સાથે લઈ ગયો...તે પણ પ્લેનમાં હો... મે તો મારી હૃંદગીમાં પહેલી વાર પ્લેનને નહૃકથી હ્મેયું ?

મોટા ગામ જેવડું, પ્લેનમાં ચડી તો ગયો..ત્યાં તો મારો દીકરો મને પઉોં બાંધીને હમણાં આવું કહીને ગયો... થોડી વારમાં તો પાછો આવ્યો, મેં ધીમેથી પુંછયું તું કયાં જઈ આવ્યો... તો બોલ્યો, બાપુહૃ બાથરૂમ કરવા ગયોતો... અરે ઘરે કરી લેવાયને અહીં ગંધારું કયુર્ંતી ...તેતો મારી સામે હ્મેઈને ધીમું ધીમું હસ્યો... અને બોલ્યો, બાપુહૃ હવે બસ પ્લેન ઉપડે જ છે, ત્યાં તો મારા બાજુની સીટમાં બેઠેલો નાનો એવો ટેણિયો તેની માને બે આંગળી બતાવી એટલે મેં નાકે આંગળી રાખી પેલા ટેણિયાને કત્નું....ચુપ... પાછો આવીશ ત્યાં તો પ્લેન ઉપડી જશે.... પણ તેની મા તો તેને લઈને ઉપડી જયાંથી મારો દીકરો આવ્યો તે બાજુ પ્લેન તો ઉડવા લાગ્યું.

મેં મારા દિકરાને ધીમેથી પુંછયું પેલી બાઈ છોકરાને લઈને લોટે ગઈ છે, આને તો પ્લેન ઉડાડી મૂકયું....તે પણ હસતાં હસતાં બોલ્યો, બાપુહૃ અહીં લોટે જવા માટે ઘરે ન જવાનું હોય અહીં પ્લેનમાં જ હોય... અરે હવે મારાથી રહેવાયું નહિ, એટલે પુંછયું પહેલા એ હ્મેતો ખરાં કે પ્લેન કયાં પહોંચ્યું છે, આપણા ઘરથી તો આગળ નીકળી ગયું છે ને ? મારો દિકરો તો આર્ય સાથે બોલ્યો, પણ શું થયું બાપુહૃ ? વળી મે ઉતાવળે કત્નું, પહેલાં એ કહે કે આપણા ઘરથી પ્લેન આગળ નીકળી ગયું છે ને...

એટલે કહે, આપણા ઘરથી નહિ, પણ ગામથી પણ આગળ નીકળી ગયું છે, પણ વાત શી છે એ તો કહો..., હાશ... હવે મને શાંતી થઈ... પણ કેમ, અરે કેમ કેમ શું કરે છે ? પેલા મા–દિકરો લોટે ગયા છે, હ્મે આપણા ગામથી આગળ ન નીકળ્યા હોત તો, આપણા ગામમાં કોકના તો નળીયા ભરી મુકત ને, મારા દિકરાએ કત્નું બાપુહૃ એવું ન હોય... પ્લેનમાં જ બધી સગવડતા હોય.... પછી તો મનેય મનમાં ફટાકડાં ફૂટયાં કે લોટે જઈ આવું... મે દિકરાને કત્નું તો તો હું પણ લોટે જઈ આવું, ત્યાં તો પ્લેન નીચે ઉતયુ એટલે લોટે જવાનો મોકો તો હાથમાંથી ગયો. પરંતુ પછી કયારેક વાત...

બોમ્બે દીકરાની ઘરે ગયા, રોકાવાનું તો ત્રણ દિવસ જ હતું...પણ આ બોમ્બેવાળા તો ચા ઓછી ને કોફી વધારે પીવે.., અને ત્રણ દિવસ સુધી મનેય પણ કોફી જ પાયે રાખી, એ પણ પાછી કલાકે ને કલાકે, ત્રણ દિવસ તો કોફી પી...પી...ને તો કબહૃયાત તો કારમીન પથ્થર જ થઈ ગયો. મારો દિકરો ફરી ગામ બાજુ આવતો હોવાથી ચોથા દિવસે મને ગામ આવી છોડી ગયો, ફરી રોજની એજ રામાયણ..... દાદા રામાયણમાં તો કયાંય કબહૃયાત નથી આવતી ?... મને મમ્મીએ રામાયણની વાર્તા સભળાવી છે. અરે દિકરા તને નહિ સમહ્મય આ કબહૃયાત... હવે હ્મ, બહુ થયું તારી મા ઘરે રાહ હ્મેતી હશે. આ શહેરી લોકો પાછા બીકણા બહુ.....

દાદાએ મને ઘરે મોકલી દીધો, પણ મને કેમે કરીને પણ ઉંઘ આવે નહિ, મમ્મીએ મને બે–ત્રણ વાર્તાઓ કહી, વાર્તાઓ કહેતા....કહેતા તે ઉંઘી ગઈ, અને હું તો પથારીમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કબહૃયાત શું છે ? મારા માટે તો આ એક બહુ અટપટો પ્રશ્ન હતો... કબહૃયાત..??? મમ્મીની ઉંઘ ઉડતા મને બેઠેલો હ્મેઈ બોલી, બેટા તને ઉંઘ નથી આવતી. એટલે મમ્મીને જ પૂછયું ? કબહૃયાત શું છે..? મમ્મી પણ હસતાં હસતાં બોલી કોને કબહૃયાત થઈ છે ? દમણદાદા ને. મમ્મીએ કત્નું, સવારે દવા આપીશ. અત્યારે આરામથી સુઈ હ્મ. મને હવે શાંતિ થઈ અને નીરાંતે ઉંઘી ગયો.

સવારે ઉઠી મમ્મીએ મને નાનું એવું વિદેશી ઓઈલનું પેકેટ આપ્યું... હું દમણદાદાની ઘેર ગયો તો વાડીયે ગયા હતા. હવે તો સાંજે જ પાછા આવે. થોડું થોડુ અંધારુ થતાં જ દમણદાદા આવ્યા, મને હ્મેતા જ ધીમુ ધીમુ હસ્યાં એટલે મે તેને મારા હાથમાં રહેલ પેકેટ બતાવ્યું... એટલે ઉભા રહી બોલ્યા, તુું વિદેશી ગોલીઓ જ ખાજે. આ મારા માટે નથી, તમારા માટે છે. એક ચમચીથી કબહૃયાત દુર. દાદા બોલ્યા દુનીયાના ઓહળીયા પીધા. તારા પેકેટની ચમચી મારુ કબહૃયાતનું શું પણ મારું પણ કંઈ બગાડી લેવાની નથી.

મારાથી રહેવાયું નહિ એટલે કત્નુું, દાદા એકવાર પીઓ તો ખરા. એક ચમચી જ પીવાનું છે. દાદા બોલ્યા એક શું આખુ પાકીટ પી હ્મઉ તો પણ ફર્ક પડવાનો નથી. હ્મ અંદરથી લોટો ભરી આવ.. હું તો દોડતો અંદર જઈ પાણીનો ગ્લાસ ભરી આવ્યો..... પણ આ દાદા તો કોઈનું માને ખરા મે તેને એક જ ચમચી પીવા માટે કત્નું, પણ તે તો આખું પેકેટ ખાલી કરી ગયા અને પાછા તો બોલ્યા આ તારું પેકેટ પણ મને કાંઈ અસર કરવાનું નથી, અને ઓટલે બેસી એક – બે વાર્તા સંભળાવી રાત પણ ઝડપથી આગળ વધતી હતી તેથી હું અને દાદા છુઉાં પડયા.

હું બીજે દિવસે સવારે ગયો. દમણદાદા તો હાજર નહોતા, પણ રધુ, રામુ, કાનીયો અને શ્યામ હાજર હતા. મેં પુછયું દાદા નથી ? એટલે શ્યામ બોલ્યો મારા બાપુ કહેતા હતા કે આજ તો દમણબાપાને અધડી રાત સુધી લોટે હડીયું લેતા હ્મેયા છે ? કાનીયો બોલ્યો ચાલો આપણે જ દાદા પાસે વાડે જઈએ... હું રધુ, રામુ, કાનીયો અને શ્યામ ઉપડયા વાડે, અવેડે પહોચ્યા ત્યાં તો સામે દાદા અવેળા બાજુથી ચાલ્યા આવતા હતા. નાના છોકરાંની જેમ કોઈએ મારી મારી ને ધોકાવી નાખ્યા હોય એવા ઢીલા ઢબ... રામુ બોલ્યો, દાદા તમે આવડા મોટાઅ........

દાદા માંડ માંડ બોલ્યા થાકી ગયો આખી રાત લોટે જઈ જઈને છેલ્લે તો કંટાળીને ઉભો રહી ગયો, કે તારે હ્મવું હોય ત્યાં હ્મ હું હવે અહિંથી અવેળા સુધી પાણી લેવા પણ જવાનો નથી. આટલું બોલતાં બોલતાં અવેળાની પાળીએ બેસવા જતા જતા અવેળામાં પડી ગયા.

શ્યામ, રામુ, કાનીયો અને રઘુ બધાંએ ભેગા મળીને દાદાને અવેળાની બહાર કાઢયા, મને મુંહ્મયેલ હ્મેઈ દાદા બોલ્યા તું મુંહ્મમાં. તારા પેકેટ તો કમાલ કરી નાંખી મારો એકસોને સાંઈઠ કિલો વજનમાંથી સો કિલોએ આવી ગયો. દાદીની કબહૃયાત તો ગઈ... પણ ગામનાએ મારુ નામ કબહૃયાતનો ડોકટર પાળી દીધું.

કબહૃયાત કેટલી અઘરી બલા છે તે તો તમે હ્મણતા જ હશો. જયારે પણ કોઈને કબહૃયાત વિશે ચર્ચા કરતા સાભળું ત્યારે દાદાનું વાકય યાદ આવી હ્મય, કંટાળીને ઉભો રહી ગયો,કે તારે હ્મવું હોય ત્યાં હ્મ, અને પેટ પકડીને હસુ આવે......

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯