Gujarati Vangi - Chatnio in Gujarati Cooking Recipe by MB (Official) books and stories PDF | Gujarati Vangi - Chatnio

Featured Books
Categories
Share

Gujarati Vangi - Chatnio

ગુજરાતી વાનગીઓ

ચટણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.દાળિયાની ચટણી

૨.લસણ ચટણી

૩.લીલા લસણની ચટણી

૪.પાઇનેપલની ચટણી

૫.કોઠાંની ચટણી

૧. એપલ-ટામેટાની ચટણી

સામગ્રી :

’’ ટામેટાં - ૨૫ ગ્રામ

સફરજન - ૧૫૦ ગ્રામ

ખાંડ - ૧૦૦ ગ્રામ

આદું - ૧૦૦ ગ્રામ

એસિટિક એસિડ -જરૂર પ્રમાણે

તજ - ૨ નંગ

લવિંગ - ૪-૫ નંગ

એલચી - ૩-૪ નંગ

મરચું - ૧ ચમચી

મીઠું - સ્વાદ મુજબ’’

રીત :

ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ ઉકાળો. સહેજ ઠંડું થાય એટલે મિકસરમાં ક્રશ કરી તેમાં ખાંડ અને આદું નાખી ફરીથી થોડી વાર ઉકાળો. ઘટ્ટ થવા આવે એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. છેલ્લે બધા મસાલા અને પ્રીઝર્વેટિવ મિક્સ કરીને સ્વચ્છ ડબ્બામાં ભરી લો.

૨. દાળિયાની ચટણી

સામગ્રી :

‘‘૨૫ ગ્રામ ચણાના દાળિયા

૫ લીલાં મરચાં

કટકો આદું

૨૫ ગ્રામ લીલા ધાણા

થોડું લીલું લસણ

મીઠું

ખાંડ’’

રીત :

૨૫ ગ્રામ ચણાના દાળિયા, ૫ લીલાં મરચાં,કટકો આદું, ૨૫ ગ્રામ લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ નાંખી ચટણી વાટવી. ૫૦ ગ્રામ દહીંને વલોવી, તેમાં ચટણી મિક્સ કરવી.

૩. લસણ ચટણી

સામગ્રી :

‘‘સિંગદાણા

સૂકું મરચું

મીઠું ’’

રીત :

મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં ૨૫ ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું મરચું અને મીઠું નાંખી વાટવું. વાટતી વખતે પાણી લેવું. પછી તેમાં ગોળ નાંખી, વાટી, લાલ ચટણી બનાવવી.

૪. લીલા લસણની ચટણી

સામગ્રી :

‘‘૫૦ ગ્રામ લીલું લસણ

૨૫ ગ્રામ સિંગદાણા

૫ લીલાં મરચાં, ’’

રીત :

૫૦ ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં ૨૫ ગ્રામ સિંગદાણા, ૫ લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા અને મીઠું નાંખી વાટી તેમાં થોડો ગોળ નાંખી બરાબર વાટી લીલી ચટણી બનાવવી.

૫. પાઇનેપલની ચટણી

સામગ્રી :

’’ પાઇનેપલનું છીણ - ૨ કપ,

રાઇ - ૧ ચમચી,

ખાંડ - ૪ ચમચા,

કિશમિશ - ૧ ચમચી,

ચાટમસાલો - ૧ ચમચી,

લાલ મરચાં - ૧ નંગ,

તેલ - ૧ ચમચી,

મીઠું - પા ચમચી’’

રીત :

ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ લાલાશ પડતા થાય એટલે રાઇ નાખી તતડે પછી પાઇનેપલનું છીણ નાખો. ખાંડ અને મીઠું ઉમેરી પંદર મિનિટ રહેવા દો. પછી આંચ પરથી ઉતારી ઠંડી થાય એટલે ચાટમસાલો ભેળવો. આ ચટણી સેન્ડવિચ કે પરોઠા સાથે બાળકોને ખૂબ ભાવશે.

૬. કોઠાંની ચટણી

સામગ્રી :

‘‘૨ પાકાં કોઠા

સૂકું મરચું

મીઠું, જીરું ’’

રીત :

‘‘૨ પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો.

બી બરાબર વટાઈ જાય એટલેજેટલો ગળ હોય તેથી ડબલ ગોળ નાંખવો.

વધારે ગળી ચટણી બનાવવી હોય તો અઢીગણો ગોળ પણ નાંખી શકાય.

તેમાં એક ચમચો સૂકું મરચું નાંખી ચટણી વાટવી.

વાટતી વખતે પાણી નાંખી, નરમ રાખવી.

કારણ થોડીવાર પછી કઠણ થઈ જાય છે.

બીજે દિવસે ચટણીનો ઉપયોગ કરવો હોય તો થોડું તેલ ગરમ કરી, તેમાં થોડી હિંગ નાંખી, તેલ ઠંડું પડે એટલે ચટણીમાં નાંખી, હલાવી, રાખવાથી ચટણી કઠણ થતી નથી.’’