THE JACKET Chapter-12 in Gujarati Adventure Stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

THE JACKET CH.12


ચેતવણી : દારૂ અને ધૂમ્રપાનનું સેવન સ્વસ્થ્ય માટે હાનિકારક છે. જેનાથી કર્ક રોગ એટ્લે કે કેન્સર થાય છે જે જીવલેણ છે આ વાર્તામાં બતાવવામાં આવતા કોઈ પણ પાત્રો અને આ વાર્તાના લેખક કે પબ્લિકેશન પ્રત્યેક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે ધૂમ્રપાન કે દારૂના સેવનનો પ્રચાર કરતાં નથી . ધૂમ્રપાન , મધ્યપાન કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ના તો કરો અને ના બીજાને કરવા દો . કારણ કે ધૂમ્રપાન જીવલેણ છે .

આભાર

હિતાક્ષી ઠક્કર [ B. A. (PSYCHOLOGY)]

(જેમણે આ વાર્તા માટે સાયકોલોજી વિષય પર સાહિત્ય અને તેને અંતર્ગત જરૂરી માહિતી આપી છે .)

આગળ પ્રકરણ - 11 રેડ લાઇટ એરિયા માં આપણે જોયું કે સ્વરાં પોતાની જીંદગીની વાત શરૂ કરે છે . જેમાં સ્વરાંના પિતા શરાબી હોય છે . સ્વરાં પોતાના કુટુંબમાં પોતાની બે બહેનો પૂજા અને જ્યોતિ અને મમ્મી સુનિતા અને પિતા બાબુભાઇ સાથે મુંબઈના એક રેડ લાઇટ એરિયામાં રહે છે . જ્યાં દરરોજ કૂટણખાનું ચલાવવામાં આવે છે . મહિલાઓ સ્ત્રીઓ પોતાના દેહ નો વ્યાપાર કરે છે જેમાં રોશની ની માતા સુનિતા પણ બાકાત નથી . આ સિવાય આ વાર્તામાં સ્વરાં જણાવે છે તો બાળપણમાં તેનું નામ રોશની હતું સ્વરાં તો પછી થયું પણ આ પરિવર્તન કેવી રીતે આવ્યું ?? તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

******

સ્વરાં અર્થાત રોશની વાત કરી રહી છે ...

મને જોતાં જ કાળુંના હ્રદયમાં હવાસના કીડા કૂદાકૂદ કરી રહ્યા હતા . પણ એ કઈ બોલ્યો નહીં ને ચાલ્યો ગયો . એમની આ પ્રકારની શૈલી થી મને પણ શંકા ગઈ .

ચાર વર્ષ વિત્યા...

અમારી બાજુમાં મીના આંટીની રૂમ હતી . તેઓ પણ આ જ કામ કરતાં અને તેમણે આ ક્વાર્ટર્સના બધા લોકો સાથે જૂનો નાતો પણ તે પહેલા બીજા વિસ્તારમાં રહેતા હતા પણ એક વર્ષથી ત્યાં નવા રહેવા આવ્યા હતા . એમની દીકરી એટ્લે રીયા દીદી એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતા . રીયા દીદી અમારા ઘર વિષે બધુ જ જાણતા હતા . આ દિવસે હું એમને મળવા ગઈ .

“ દીદી , હવે તમે જ અમને સમજાવો . મને કઈ સમજાતું નથી અને સૌથી પહેલા તો હું કોણ છું દીદી એ પણ મને નથી ખબર પડતી કારણ કે મને અહીંયા રહેવું પણ નથી ગમતું જ્યારે બીજા છોકરા છોકરીઑ એના મમ્મી સાથે રહે જ છે . તમે જ બોલો હવે . “ , મેં રીયા દીદીને કહ્યું .

“ જો રોશની આપણે જ્યાં રહીએ છીએ આ એરિયા “ રેડ લાઇટ એરિયા “ તરીકે ઓળખાય છે . અહીંયા લોકો આપની સાથે દુષ્કર્મ કરવા જ આવે છે અને આપણે એમને કરવા જ દેવાનું છે . એમને સંતોષ મળશે તો જ આપણને પૈસા મળશે . “ , રીયા દીદી એ મને કહ્યું .

“ પણ દીદી પૈસા કમાવવા માટે નોકરી પણ કરી શકાય ને ! તો આપના મમ્મીઓ એ નોકરી કેમ ના કરી ?? “ , મેં પૂછ્યું .

“ તારો આ સવાલ સાચો છે... પણ.. આપણાં મમ્મીઓએ ના કરી અને બસ આપણે પણ નહીં કરીએ... આપણે પણ તેમની જેમ અહીંયા આવતા પુરુષોની ઇચ્છાને પૂરી કરવાની છે બસ.. “, રીયા દીદીએ કહ્યું .

આ પછીના દિવસે મારા પપ્પા પોતાના મિત્રો ને મારા મમ્મી સાથે દુષ્કર્મ કરવા લઈ આવ્યા હતા , મારા મમ્મી પપ્પાને ફરીવાર સામૂહિક દુષ્કર્મની ના કહેવા બાબતે બહુ મોટો ઝઘડો થયો , હું મોટી અને સમજુ હોવાથી વચમાં પડતાં મને ધક્કો મારી પપ્પા એ બહાર કાઢી મૂકી અને દરવાજો બંધ કરી દીધો અને મમ્મીને મારવાનું શરૂ કર્યું . મમ્મીના અવાજ બહાર સુધી સંભળાતા હતા એટલું જ નહીં પપ્પા એ અને એમના મિત્રો એ મારી બંને નાની બહેનોની હાજરીમાં મમ્મી સાથે દુષ્કર્મ કર્યું . પપ્પાને એમ હશે કે નાના છોકરાઓ ને શું ખબર પડે પણ નાના છોકરાઓને એ નથી ખબર પડતી કે આ શું ચાલી રહ્યું છે પણ હા... નાના છોકરાઓને એ જરૂર ખબર પડે છે કે એમની માં સાથે જાહેરમાં કઈક ખોટું થઈ રહ્યું છે . જેનાથી મમ્મીને બહુ પીડા થતી હોય એવા અવાજ મમ્મીના ઓરડાની બહાર સાંભળતા હતા . મારી બંને બહેનો મારૂ નામ લઈને મને બોલાવતી હોય એમ રાડો પડી રહી હતી . અચાનક એક માણસ આવ્યો અને મને લઈ ગયો એ પણ કસ્ટમર જ હતો . તેમણે મારી સાથે તમામ પ્રકારના શારીરિક અડપલાઓ કર્યા બસ પ્રાઇવેટ પાર્ટ નહીં અને આ સમયે પણ હું કઈ બોલી શકું એમ હતી જ નહીં . પણ હા થોડીવારમા જ ના થવાનું એ થઈ જાત ત્યાં રીયા દીદીએ દરવાજો ખટખટાવીને પછી દરવાજો તોડી નાખ્યો અને મને તેમાથી મુક્ત કરી બાકી કદાચ આજે હું અહીંયા ના હોત એ મારા પ્રાઇવેટ પાર્ટ સુધી પહોંચે એ પહેલા જ દીદી એ મને મુક્ત કરી .

“ રીયા આજે ભલે તે આને બચાવી હોય પણ હા ખુલ્લી ધમકી છે કે હું રોજ આવીશ તું કેટલાક દિવસ એને બચાવીશ ?? આ છોકરીને હું મારી બનાવીને જ રહીશ અને આલે આ આજના પૈસા ઉપાડ... “ , પેલો આવેલો માણસ પૈસા ફેંકીને જતો રહે છે .

હું ખુબ જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી . પણ મારા મમ્મી પપ્પા તો મને સાંભળી શકે એમ ના હતા . થોડા સમય બાદ...

“ રોશની આ જમવાનું મેં બનાવ્યુ છે , જમી લે આ... “ , રીયાદીદીએ કહ્યું .

“ ( રિયાનો હાથ પકડીને ) દીદી મારે ભણવું છે મારે કઈક બનવું છે . જીવનમાં આગળ વધવું છે મારે . મને સારી એવી સ્કૂલમાં એડમિશન મળે એવું કઈક કરી આપો ને “, મેં રિયાદીદીને કહ્યું .

“ મળી ગયું... ( એક ન્યુઝપેપર હાથમાં લઈને ) NGO “ , રીયાદીદીએ ખુશી સાથે કહ્યું .

“ NGO એટ્લે ?? “ , મેં પૂછ્યું .

“ NGO એટલી એવી સંસ્થાઓ જે સરકારી નથી પણ સરકારી સંસ્થાની જેમ જ લોક કલ્યાણના કર્યો કરે છે . હું તારું admission એક એન જી ઑ માં કરવી દઉં છું “ , રિયાદીદીએ મને કહ્યું .

મારૂ એડ્મિશન ગુજરાતનાં એક એન જી ઑ માં થયું અને ત્યાં મહિલા અનાથાલયમાં રહીને મેં અભ્યાસ શરૂ કર્યો . પરિણામે હું ભણવામાં ખુબ જ હોશિયાર બની ગઈ અને... ક્રમશ:

મારા પર એન જી ઑ ના પ્રિન્સિપાલ પણ ખૂબ જ ખુશ ખુશ થઈ ગયા હતા . તેમણે મારૂ એડ્મિશન ઇંગ્લિશ મીડિયમમાં કરવી આપ્યું હતું . વર્ષો વિત્યા હું મોટી થઈ ગઈ 18 વર્ષની અને હું 12 science ની પરીક્ષા આપી રહી હતી . મારી મહેનત રંગ લાવી અને પરિણામ ખૂબ સારું આવ્યું . હું 12 science પછી શું ભણવું તેના માટે અમારા NGO ના પ્રિન્સિપાલ દિશા મેડમ ને મળવા ગઈ .

“ મે આઈ કમ ઇન મેમ ?? “ , મેં મેડમની ઓફિસમાં પ્રવેશતા પહેલા પૂછ્યું .

દિશા મેડમ તદ્દન આધુનિક શૈલીના હતા . તેઓ ઓફિસમાં પણ મોટું એલ ઇ ડી ટીવી રાખતા સાથોસાથ ફૂલ એર કંડિશનર (AC) અને પોતાના ટેબલની બાજુમાં એક ફ્લાવર પોટ જેમાં પીળા કલરના ફૂલ રાખતા , સારામાં સારા કપડાં પહેરીને ટીપ ટોપ તૈયાર રહેવું મને એમની પાસેથી જ શીખવા મળ્યું છે. તેઓ કહેતા કે ઓફિસ હોય કે ઘર હંમેશા સારા કપડાં જ પહેરવા જોઈએ. અમારું NGO એકદમ વિશાળ હતું. જેમાં સાથોસાથ જ મહિલા અનાથાલય હતી. જેમાં હું રહેતી હતી , મને અમારું NGO જ ઘર લાગતું અને મને ઘર કરતાં ઘણું વધારે ગમતું હતું .

“ યસ , પ્લીઝ કમ ઇન રોશની “, મેડમે મોબાઇલ પરથી એકદમ દરવાજા પાસે મારી સામે જોઈને મને અંદર આવવાની પરવાનગી આપતા કહ્યું.

મેડમ પોતાના મોબાઇલ પર કોઈ સાથે ચેટ કરી રહ્યા હોય એવું પહેલી નજરે મને લાગ્યું પછી તેમણે મોબાઇલ નીચે મૂક્યું અને હું સામે જઈને ખુરશી પર બેસી ગઈ . મેડમે દુધિયા કલરનો સફેદ સફેદ ફૂલડાંવાળો ડ્રેસ પહેર્યો હતો અને તે હમેશા દોરીવાળું કવર પહેરેલું રાખતા જેથી મોબાઇલ સરળતાથી પોતાની સાથે રહી શકે . મેં વાત શરૂ કરી .

“ મેડમ મારૂ ગઈ કાલે 12th science નું રિઝલ્ટ આવ્યું . મેં ખૂબ સારી ટકાવારી સાથે પરીક્ષા ઉતીર્ણ કરી છે . “, મેં મેડમને હસતાં હસતાં ઉત્સાહથી કહ્યું .

“ ઓહહો.. તો તો સૌથી પહેલા તો તને આટલા સરસ પરિણામ બદલ ખૂબ ખૂબ અભિનંદન આ મોઢું મીઠું કર ચાલ... “ , એમ કહેતા કહેતા મેડમે મને મોઢામાં પેંડો ખવડાવી મારૂ મોં મીઠું કરાવ્યુ .

“ હવે મારૂ અહીંયા આવવાનું કારણ એ છે કે મારે હવે કઈ લાઇન માં આગળ વધવું એ મને સમજાતું નથી . શું ભણવું ?? કયાઁ ભણવું ??“, મેં મારી મૂંઝવણ મેડમ સામે વ્યક્ત કરતાં કહ્યું . મારા કપાળ પર ચિંતા ની રેખાઓ કરચલી સ્વરૂપે સાફ દેખાઈ રહી હતી .

“ મારૂ માન તો તારે સાયકોલોજી વિષય પર સ્નાતકની ડિગ્રી મેળવવી જોઈએ .”, મેડમે મને કહ્યું .

“ સાયકોલોજી એટ્લે શું ?? “ , મેં આ પહેલા ક્યારેય આ શબ્દ સાંભળ્યો નહોતો .

“ સાયકોલોજી એટ્લે મનોવિજ્ઞાન . સાયકોલોજી દ્વારા તમે મનુષ્યની વર્તણૂક જેમકે સામાન્ય રીતે મનુષ્ય જ નહીં કોઈ પણ પ્રાણીના મગજ વિષેની જાણકારી જેમકે કોઈ વ્યક્તિ છે તો એની શારીરિક ક્રિયા પરથી તમે એના વિચારો વિષે જાણી શકો છો . જેમ કે કોઈ વ્યક્તિ હસે છે તો એ હાસ્ય સાચું હાસ્ય છે કે ખોટું એ પણ તમે જાણી શકો છો અને તારા માટે તો આ જ લાઇન યોગ્ય છે . તું અમેરિકા ની યુનિવર્સિટી માં આ ડિગ્રી માટે અરજી પણ કરી શકે છે જેમાં તારા સારા ગુણ ના કારણે તને શિષ્યવૃતિ પણ મળશે . તું આ ડિગ્રી દ્વારા આગળ વધીને કરિયર ગાઇડ બની શકે છોકરીઓ માટેની કરિયર ગાઇડ એ પણ ખાસ કરીને તારા જેવી છોકરીઓ જેની સાથે સમાજમાં એવું ઘણું બને છે જેનાથી તે મુશ્કેલીમાં મુકાય જાય છે . તેને સમજાતું નથી કે તે હવે સમાજને પોતાનો ચહેરો કઈ રીતે બતાવશે અને પછી તે અવળું પગલું ભરી લે છે . ( પાંચ દસ સેકન્ડ સુધી મેડમ ચૂપ રહ્યા તેમનો ગુસ્સો તેમના ચહેરા પર સાફ દેખાતો હતો ) બસ પૂરું અહીંયા ગેઇમ ઓવર . કોઈ આનાથી આગળ વિચારતું જ નથી આ તો તું છે કે જે આવા એરિયામાં આવા સમાજની વચ્ચે રહી હોવા છતાં આટલું બધુ ભણી છે અને હજી જો તારા ચહેરા પર જોવા મળી રહ્યું છે કે તું હજી ઘણી આગળ વધીશ . તું સાયકોલોજી કાઉન્સેલર તરફ જ કારકિર્દી બનાવ જેની તને અને તારા જેવી આ સમાજની ઘણી દીકરીઓને જરૂર છે . “ , મેડમે આટલું કહીને પોતાની સામે રહેલા કાચના પાણી ભરેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને પોતાના ગુલાબી કલરના નેપકિનથી પોતાના હોઠ સાફ કર્યા અને મારી સામે જોઈને હલકું સ્મિત આપ્યું .

“ થેન્ક યૂ મેમ . હું વિઝા માટે આજેજ એન્ટ્રી કરું છું હું અમેરીકામાં સાયકોલોજી માં ડિગ્રી મેળવીશ અને સાયકોલોજી કાઉન્સેલર જ બનીશ .

થોડા દિવસ પછી...

મારે એડ્મિશન પ્રોસેસ માટે બર્થ સર્ટિફિકેટ જરૂરી હતું અને આથી તે લેવા હું મારા ઘરે પહોંચી સવારનો સમય હતો હું પહોંચી ત્યાં તો જ્યોતિ અને પૂજા મને જોઈને મારી સામે દોડી . મારી તો આંખો આંસુઓથી ભરાઈ ગઈ કારણ કે હું મારી બહેનો ને પાંચ વર્ષ પછી આજ મળી રહી હતી . હું તરત જ મારા મમ્મી ને મળવા ગઈ . મારા મમ્મી મને જોઈને ખુશ ખુશાલ થઈ ગયા મારા માટે તરત જ તેને રસોઈ બનાવી અને પોતાના હાથે મને જમાડયું . મમ્મી એ કહ્યું કે તેમણે હવે એ બધુ જ બંધ કરી દીધું હતું જે વ્યવસાય તેઓ કરતાં હતા બધુ જ . આટલું જ નહીં તેમણે અને અમારી આસપાસ ના બધા આંટીઓ એ મળીને એક સેવાકીય સંસ્થા શરૂ કરી હતી . જેના દ્વારા તેઓ અનાથ બાળકોને શિક્ષણ મળી રહે તે દિશામાં સત્કાર્યો કરતાં હતા .

“ મમ્મી મારે બર્થ સર્ટિફિકેટ જોઈએ છે . જે મારે પાસપોર્ટ માટે આપવાનું છે . “ , મેં મમ્મીને કહ્યું .

મમ્મીના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાઈ ગઈ .

“ મમ્મી શું થયું અને પપ્પા કયાઁ છે ?? “ , મેં મમ્મીને પૂછ્યું .

“ રોશની , બેટા... એ તારા પપ્પા નથી .”, મમ્મીએ મારી સામું જોતાં નીચી નજરે કહ્યું .

“ શું ?? “ , આશ્ચર્યચકિત થઈને પૂછતાં હું મમ્મીની થોડી વધુ નજીક ગઈ .

“ હા.... બેટા એ તારા પપ્પા નથી તારા પપ્પા ગુજરી ગયા એને વર્ષો વીતી ગયા . ઘણા વર્ષો પહેલા જ્યારે તારી નાની બહેન પૂજા નો જન્મ થયો ત્યારે તારા પપ્પા એ મારી સામે શરત મૂકેલી કે બીજા સંતાન ના જન્મ પછી હું ક્યારેય મારા દેહ નો વ્યવસાય નહીં કરું પણ એક દિવસ જ્યારે ઘરમાં જમવાનું નહોતું અને મેં આ પગલું ભર્યું માત્ર પૈસા માટે થઈને અને અચાનક તારા પપ્પા ક્યાંકથી ઉછીના રૂપિયા લઈને આવ્યા અને મને આ હાલતમાં જોઈ ગયા અને તરત જ તેમણે ઘર છોડી દીધું , તેઓ બીજે રહેતા હતા અને પછી એક દિવસ મને સમાચાર મળ્યા કે તારા પપ્પા એ આપઘાત કર્યો છે . આમ તેઓ ગુજરી ગયા બાદ મેં અહીંયા દરરોજ આવતા એક રેગ્યુલર ગ્રાહક એટ્લે બાબુ સાથે મૈત્રીકરાર થી લગ્ન કર્યા અને જે સંતાન થયું એ તારી બહેન જ્યોતિ છે . “ , મમ્મી આટલું બોલી રડવા લાગ્યા .

હું પણ તેમની સાથે આ વાત સાંભળી ખૂબ રડી અને ત્યારબાદ ત્યાંથી બર્થસર્ટિફિકેટ લઈને નીકળી ગઈ . મેં મારા નામનું એફિડેવિટ કરવી સ્વરા નામ રાખ્યું અને થોડા ઘણા વર્ષો વિત્યા મેં Ph.D (psychology) ની લયકાત મેળવી અને હાલ આફ્રિકામાં સાયકોલોજી કાઉન્સેલર છું આ પરિવર્તનને કારણે મારી સંપૂર્ણ જિંદગી બદલાઈ ગઈ અને હું અત્યારે અમદાવાદ સેમિનાર માટે આવી હતી એ પૂરું થયા બાદ ફ્લાઈટમાં નીકળી અને આગળની ઘટના તો તમે જાણો જ છો .

હવે રેડ લાઇટ એરિયા બાદ જંગલમાં પરત ફરીશું અને મુખ્ય વાત મોટા મોટા પક્ષીઓ જે ચમચીડિયા હોવાનું અનુમાન છે , તેઓ ક્યારે આવશે ?? શું તે આવશે કે નહીં ?? કેવા હશે આ પક્ષીઓ ?? આ બધા પ્રશ્નોનાં જવાબ મળશે પરંતુ આવતા પ્રકરણમાં . જેકેટનું આ એડવેન્ચર કેટલી મજા કરાવે છે જાણવા માટે આવતા સોમવારે ફરી મળીશું .

આપને આ પ્રકરણ કેવું લાગ્યું ?? અને ધ જેકેટ નોવેલ કેવી લાગી રહી છે ?? એ અંગેના આપના પ્રતીભાવ આપ નીચે મુજબ ઇ-મેઈલ અથવા ફેસબુકથી જણાવી શકો છો .

Email : ravi.rajyaguru10@gmail.com

Facebook : www.facebook.com/thejacket

Facebook : www.facebook.com/ravirajyaguru