Trushna in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | તૃષ્ણા - (ભાગ-1)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તૃષ્ણા - (ભાગ-1)

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણા

વિષય : નવલકથા

ભાગ : 1

રાજેશ્વરી દેવી લંડન એરર્પોટ પર કાયમી માટે લંડન છોડી જવા માટે આવ્યા ત્યારે તેના આખા મહોલ્લાના લોકો તેને વિદાય આપવા આવ્યા હતા.તેના આસપાસના લોકો સાથે તેની રેસ્ટોરન્ટમાં કામ કરતા જેટલા લોકોને ખબર હતી તે બધા દોડીને દોડીને છેલ્લી વાર તેમને મળવા આવવા લાગ્યા.મુસાફરોથી વધારે એરર્પોટ પર તેના ચાહકો વધી ગયા.તેઓ આજે હમેંશ માટે લંડન છોડીને ભારત સ્થાયી થવા જઇ રહ્યા હતા.હજી તેમણે લોકોને ખાસ જાહેરાત કરી ન હતી.નહિતર તેમના ચાહકો તેમને કયાંય જવા દેત જ નહી.તેમની ખ્યાતી દેશ-વિદેશમાં ફેલાયેલી હતી.આખરે તે ખ્યાતનામ લેખિકા હતી. તેઓ લોકોથી છાનામાના પોતાનુ ઘર-બાર રેસ્ટોરન્ટ બધુ વેંચીને ભારત હમેંશ માટે સ્થાયી થવા જઇ રહ્યા હતા.તેમને પોતાનુ કાર્ય હવે પુર્ણ કરી લીધુ હતુ.હવે એક ખાસ મકસદ પુરુ કરવાનુ હતુ.તેની એક તૃષણા હતી.તેના માટે તે ગમે તે કરવા તૈયાર હતા.આખરે તેને માટે જ હમેંશ માટે લંડન છોડવાનો નિર્ણય લઇ જ લીધો.આખરે હવે તેમનું લંડનમાં કયાં કોઇ હતુ? લંડનમાં તેઓ પતિ-પત્ની બંન્ને જ રહેતા હતા.પતિ દેવાંશનુ ગયા વર્ષે ફેફસાના કેન્સરથી અવસાન થયુ હતુ.હવે માત્ર તે એકલી જ રહી હતી.વર્ષ દિવસથી પ્રયાસ કરતી હતી લંડન છોડવાનો પરંતુ લોકોના પ્રેમ અને સ્નેહને કારણે તે નીકળી જ શકતી ન હતી.આજે છાનામુની નીકળી જ ગઇ.તેને તેનુ કાર્ય ગમે તે ભોગે પુરૂ કરવુ જ હતુ.આથી બધાથી છુપાઇને આ પગલુ ભરવુ પડ્યુ.તેમ છતાય તેને મહોલ્લાના લોકો અને રેસ્ટોરન્ટ વાળાને તો ખબર પડી જ ગઇ.અને બધા દોડતા ભાગતા તેને રોકવા આવવા લાગ્યા.તેને કોઇ જવા દેવા માંગતુ ન હતુ.દેવાંશના ગયા પછી ચાહકો અને મહોલ્લાના લોકો તેને અઢળક પ્રેમ આપતા હતા.કયારેય એકલતા મહેસુસ કરવા દેતા ન હતા.છતાંય પતિના મૃત્યુ પછી તેમને લંડનમાં જરાય મન લાગતુ ન હતુ.

તેના પતિ દેવાંશે મૃત્યુ વખતે જ વચન લીધુ હતુ કે તેણી ભારત જઇને વસે.આખરે પોતાની જ ઇચ્છા હતી કે લંડન છોડીને જવાની.છેલ્લા ઘણાંય વખતથી તે દેવાંશને કહેતી હતી કે ચાલો માદરે વતન જઇને વસીએ.પરંતુ ધોમધકાર ચાલતા બિઝનેશ છોડીને જવાતુ ન હતુ.વળી દેવાંશનો કેન્સરનો ઇલાજ પણ ચાલુ હતો આથી છેવટે આજે દેવાંશના મૃત્યુ પછી જવાનો વખત આવ્યો.હવે આજે મન હળવુ બની ગયુ હતુ વર્ષોથી અધુરી રહેલી તૃષ્ણા આજે પુરી થવા જઇ રહી હતી.ચાહકોના આઁસુ અને તેનો પ્રેમ જોઇ તેને થોડી ખુશી સાથે ગમની મિશ્રિત લાગણી થઇ આવી.દેવાંશ તેને હમેંશા કહેતો, “રાજી તુ નસીબદાર છે કે આટલા લોકો તને આટલો બધો પ્રેમ આપે છે”

દેવાંશની યાદ આવતા આઁખમાં આંસુ ધસી આવ્યા.દેવાંશ વિના હવે પોતાની દુનિયા જ પુરી થઇ ગઇ હતી.હવે કોના માટે જીવવુ? કેટલો પ્રેમ કરતી હતી દેવાંશને કદાચ જીવથી પણ વધારે.દેવાંશ જ તેનુ જીવન હતો.દેવાંશ સાથે વિતાવેલી પ્રેમની પળો તે કયારેય ભુલી શકે એમ ન હતી.આ તો તેના ભુતકાળના અનુભવને કારણે તે જીવિત હતી.બાકી તો દેવાંશ સાથે જ તેનો શ્વાસ રોકાઇ ગયો હોત. ફલાઇટનો આખરી કોલ આવી ગયો.તેના ચાહકો, મિત્રો અને પાડોશીએ આઁખમાં આંસુ સાથે રાજેશ્વરીને વિદાય આપી.તે જોઇને રાજેશ્વરીની આઁખ આંસુ આવી ગયા.પચ્ચીસ વર્ષ સુધી લંડનમાં ઘણો પ્રેમ અને માન મળ્યા હતા.મહોલ્લાના લોકોએ તેને સ્નેહ આપ્યો હતો.કયારેય અજાણ્યુ લાગવા દીધુ ન હતુ.ઘરની કે વતનની કયારેય યાદ આવવા દીધી ન હતી.લંડન છોડી જવાની ઇચ્છા ઘણી હતી પરંતુ આજે છોડવુ ખુબ જ અઘરુ લાગતુ હતુ.

રાજેશ્વરી ભારે હૈયે પ્લેનમાં ચડી.તેની ફલાઇટ મુંબઇ સુધીની હતી.મુબંઇથી બીજી ફલાઇટમાં તેના સાસરીના ગામ અમદાવાદ જવાનુ હતુ.અમદાવાદ આમ તો તેની સાસરીનો કોઇ રહેતુ ન હતુ.એક તેની નણંદ નિકિતા રહેતી હતી.બાકી કોઇ ન હતુ.તેની નણંદ નિકિતાના ઘરે થોડો સમય રોકાય યોગ્ય ચર્ચા વિચારણા કરીને પોતાના વતનના ગામ દ્વારકા જવુ હતુ.તેને પોતાના બધા પૈસા નિકિતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખ્યા હતા.તે જરૂર પુરતો જ સામાન અને પૈસા લઇને નીકળી હતી.રેસ્ટોરન્ટ અને પોતાના બે ફલેટ વેચી નાખ્યા હતા.તેનો જુનો સામાન અને થોડા પૈસા જરૂરિયાતમંદ લોકોને દાન આપી દીધા હતા.

પ્લેનમાં પોતાની સીટની બાજુમાં એક ભારતીય મહિલા હતી.તે પણ એકલી જ લાગતી હતી.રાજેશ્વરીએ તેણીની સામે જોઇને એક સ્મિત આપ્યુ તો તેણીએ પણ સામે સ્મિત આપ્યુ.પછી બાજુવાળી મહિલા એક પુસ્તક લઇને વાંચવા લાગી.પુસ્તકને જોઇને રાજેશ્વરી ખુબ જ ખુશ થઇ.તે પુસ્તક આખરે પોતે જ લખી હતી.પોતાની પ્રસિધ્ધ નવલકથા “હેરમા” હતી.જેમાં રાજેશ્વરીએ પોતાની માતાની આપવીતી નવલકથા રૂપે વર્ણવી હતી અને તે ખુબ પ્રસિધ્ધ પણ બની હતી.તેને આવી અનેક નવલકથા અને વાર્તા સંગ્રહના પુસ્તકો લખ્યા હતા.અને તે બધા ખુબ જ પ્રસિધ્ધ બન્યા હતા.દેશ-વિદેશથી જયારે તેના પર વખાણના પત્રો અને ફોન આવતા ત્યારે તે ખુબ જ ધન્યતા અનુભવતી હતી.જયારે તેના લાખો કરોડો ચાહકોને ખબર પડશે કે તેને હમેંશ માટે લેખનક્ષેત્ર છોડી દીધુ છે ત્યારે બધા ખુબ જ નિરાશ બનશે.પરંતુ જે સમસ્યા અને દુ:ખ તેને પોતાના પુસ્તકોમાં વર્ણવી હતી તે દુર કરવા જ જઇ રહી હતી.

બાજુવાળી સ્ત્રી તો પોતાના જ લખેલા પુસ્તક વાંચવામાં મશગુલ હતી.તે પોતાને ઓળખી પણ નહિ.તેથી રાજેશ્વરીને શાંતિ હતી.હવે તે કોઇનેય પોતાની ઓળખાણ આપવા માંગતી પણ ન હતી.તેણીએ આજ સુધી પોતાનો ફોટો કોઇ પણ પુસ્તકમાં છપાવ્યો ન હતો.તેણે કયાંય છાપા, મેગેઝિન, ટી.વી.માં કયારેય ઇન્ટરવ્યુ પણ આપ્યા ન હતા.તેના નામ સિવાય કોઇ પણ તેને ચહેરાથી ઓળખતુ જ ન હતુ.તેણે કયાં નામ દામ કમાવવા હતા? તેણીએ તો પોતાનુ લેખનકાર્ય તો સમાજને અરીસો બતાવવા જ કર્યુ હતુ.હવે તે કાર્ય પુરૂ થઇ ગયુ હતુ.હવે બીજુ પગલુ ભરવાનુ હતુ.તે માટે જ તે જઇ રહી હતી.તેની વર્ષોની તૃષ્ણા પુરી કરવાનો સમય પાકી ગયો હતો.

રાજેશ્વરી ફરી અતીતની યાદોમાં ખોવાય ગઇ.પચ્ચીસ વર્ષ વીતી ગયા હતા તેણીને લંડન આવીને.પચ્ચીસ વર્ષ પહેલા કામવાળી બનીને આવેલી રાજી આજે રાજેશ્વરી દેવી બની હજારો લોકોની ચહીતી બની ગઇ હતી.આ બધુ દેવાંશના હિસાબે જ શક્ય બન્યુ હતુ.દેવાંશ વિના પોતે કાંઇ પણ ન હતી.દેવાંશ જ તેને લંડન લાવ્યો હતો અને તેને જ રાજીને રાજેશ્વરી બનાવી હતી. દેવાંશ સાથે લગ્નને વીસ વર્ષ વિતી ગયા હતા.દેવાંશે એટલો બધો પ્રેમ આપ્યો હતો કે ઘર-બાર, વતન, માતા પિતા કયારેય યાદ પણ આવ્યા ન હતા.પોતે બંન્ને સાથે મળીને લંડનમાં રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને નવરાશના સમયમાં તે લેખનકાર્ય કરતી હતી.લખવુ તેને ખુબ જ ગમતુ હતુ.લેખન દ્રારા સમાજને તે દબાયેલા, કચડાયેલા, મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વાત રજુ કરતી હતી.જેના થકી પોતે આખી દુનિયામાં પ્રખ્યાત હતી.તેણીના પુસ્તકો ઘણી ભાષામાં અનુવાદિત થતા હતા.તેનુ લેખન લોકોની આઁખમાં આંસુ લઇ આવતુ હતુ એટલે લોકો તેને ખુબ જ પસંદ કરતા હતા.

આ બધુ દેવાંશના હિસાબે જ હતુ.પોતે તો એક અભણ સ્ત્રી હતી.કયારેય શાળા જોઇ પણ ન હતી.દેવાંશે તેને શિક્ષણ આપ્યુ હતુ.લખતા વાંચતા શીખવાડયુ હતુ. ક થી ચાલુ કરીને દુનિયાની અનેક ભાષાઓનુ જ્ઞાન આપ્યુ હતુ.તેના ચાહકોને કયાં હજુ પણ ખબર હતી કે રાજેશ્વરી દેવી એક વિખ્યાત લેખીકા અભણ છે.કોઇ પણ શાળા,કોલેજ કે શિક્ષણસંસ્થાની તેની પાસે ડિગ્રી નથી.

વિચારોને વિચારોમાં આઁખ કયારે બંધ થઇ ગઇ તેને કાંઇ ખબર જ ન પડી.ઉંઘ ઉડી ત્યારે મુંબઇ આવી ચુક્યુ હતુ.મુબંઇ એરપોર્ટ પર ઉતરી ગયા પછી હવે સાત કલાક પછી અમદાવાદની ફલાઇટ હતી.આથી રાજેશ્વરીએ અગાઉથી જ નજીકની હોટેલ બુક કરાવી રાખી હતી.એરપોર્ટ પર ઉતરીને રાજેશ્વરી ટેકસી કરીને સીધી હોટેલ રૂમમાં પહોંચી ગઇ ત્યા ફ્રેશ થઇ થોડો નાસ્તો લીધો.એ.સી.રૂમ હોવા છતાંય વાતાવરણમાં ગરમાટ હતી.લંડનમાં લાંબો સમય રહ્યા બાદ આ ગરમી અસહ્ય લાગતી હતી.તેને એ.સી.નુ ટેમ્પરેચર ઘટાડયુ.છતાંય તેને કાંઇ ફરક ન લાગ્યો. હજુ ફલાઇટને ઘણીવાર હતી.તેથી તેણીએ વિચાર્યું કે થોડીવાર આરામ કરી લે.આરામ કરવા માટે તેણી બેડ પર જરાક લાંબી થઇ પરંતુ વિચારો તેનો પીછો છોડતા જ ન હતા.કયાં રસ્તે રખડતી અને ભીખ માંગતી રાજીને કયાં આલીશાન હોટેલના એ.સી.રૂમમાં રહેલી રાજેશ્વરી દેવી તેની જીંદગી આખી પલટાઇ જ ગઇ હતી. છત સામે જોતા ભુતકાળના દ્રશ્યો દેખાવા લાગ્યા.શરીર છે તો થાક તો લાગવાનો જ છે.હવે રાજેશ્વરી કાંઇ વીસ વર્ષની કુંવરી તો હતી નહિ પચાસ વર્ષની જાજરમાન સ્ત્રી બની ચુકી હતી.આથી લંડનથી મુંબઇ સુધીની મુસાફરીનો થાક વર્તાવવા લાગ્યો.થોડી જ વારમાં તેની આઁખો મિચાય ગઇ.રાજેશ્વરીની ઉંઘ ઉડી ત્યારે ફલાઇટને અઢી કલાકની વાર હતી.ઉઠીને ફ્રેશ થઇ બધો સામાન ચેક કરી લીધો.વ્યસ્થિત તૈયાર થઇને તે એરપોર્ટ જવા નીકળી.હોટેલમાં ચેક-આઉટ કરીને તેણી ટેકસી પકડીને સીધી એરપોર્ટ પહોંચી. આમ તો રાજેશ્વરીની પરિસ્થિતિ પ્રાઇવેટ એરોપ્લેનમાં અવર જવર કરી શકે તેવી હતી.લંડન જેવા શહેરમાં તેમની રેસ્ટોરન્ટ ધોમધકાર ચાલતી હતી.અને પોતે પણ વિશ્વવિખ્યાત લેખિકા પણ હતી.આખરે તેની પાસે શું ન હોય? પરંતુ તેણીને પોતાનો ભુતકાળ યાદ હતો.રસ્તા પર ગુજારેલા દિવસો યાદ હતા.આથી તેણ્રી પોતાના માટે કોઇ પણ પ્રકારના ખોટા ખર્ચા કરવા માંગતી ન હતી.તેણે તો ગરીબ, દુ:ખિયારા, નિ:સહાય લોકોની સેવા કરવી હતી.એ માટે જ તે બધુ નામ, દામ, સુખ સાહેબી છોડીને અહીં આવી ગઇ હતી.

અમદાવાદની ફલાઉટનુ એનાઉન્સમેન્ટ થતા તે પોતાની ફલાઇટમાં ચડી.આ ફલાઇટનુ વાતાવરણ તદન અલગ હતુ.બિઝનેશ કલાસમાં હોવા છતા બધા એકબીજા સાથે ખુબ મોટે મોટેથી વાતો કરતા હતા.તેની બાજુમાં એક અમદાવાદી કુંટુબ હતુ પતિ-પત્ની અને એક ચાર-પાંચની એક બાળકી હતી.તેઓ આવીને કાંઇને કાંઇ વાતો જ કર્યા કરતા હતા.સતત બોલ બોલ કરતા હતા.તેઓની વાતો સતત ચાલુ જ હતી.

વચ્ચે વચ્ચે તેઓ રાજેશ્વરી સાથે પણ વાતો કરતા હતા.આખે રસ્તે તેઓનુ મોઢુ ચાલુ જ હતુ.બધા જાણે શોરબકોર કરતા હોઇ તેવુ રાજેશ્વરીને લાગતુ હતુ.આજે આ બધુ અજીબ લાગતુ હતુ.ભુતકાળમાં પોતે આથી પણ ખરાબ પરિસ્થિતિમાં વચ્ચે રહેલી હતી.આજે ફરીથી તે દિવસો યાદ આવી ગયા. શોરબકોર વચ્ચે અમદાવાદ કયારે આવી ગયુ કાંઇ ખબર જ ન પડી.એરર્પોટ પર હજી ઉતરી ત્યાં તો તેની નણંદ નિકિતા સામે દેખાયી.નિકિતા તેને જોઇ ખુબ જ ખુશ થઇ.દોડીને સામે આવીને ભાભી કહીને વળગી પડી.વળગી પડતા જ નિકિતા રડવા લાગી. અમદાવાદમાં હવે નિકિતા સિવાય તેણીનુ કોઇ પણ ન હતુ.સાસુ સસરા તો પંદર વર્ષ પહેલા કાર અકસ્માતમાં ગુજરી ગયા હતા.સાસુ સસરાના અકસ્માત વખતે પોતાનુ પણ નાનકડુ એકસિડન્ટ થયુ હતુ અને પગમાં ફેકચર હતુ અને સાવ મુસાફરીની મનાઇ હતી વળી તેના સાસુ સસરા તેને ખુબ જ નફરત કરતા હતા આથી તે ત્યારે આવી શકી ન હતી.નિકિતા પણ દસ વર્ષ પછી તેને મળી હતી.દસ વર્ષ પહેલા નિકિતા અને તેના પતિ વિકાસ લંડન આવ્યા ત્યારે જ તેને મળી હતી.બાકી ફોન પર જ મળતા હતા.

નિકિતા ઘણીવાર સુધી રાજેશ્વરીને વળગીને રડતી જ રહી.રાજેશ્વરીએ થોડીવાર સુધી તેને રડવા દીધી.પછી તેને શાંત પાડતા કહ્યુ, “નિકિતા, બસ હવે શાંત થઇ જા”

“સોરી ભાભી,મારા પોતાના સગા ભાઇના મૃત્યુ વખતે હુ ન આવી શકી.આઇ એમ સો સોરી.”નિકિતાએ કહ્યુ. રાજેશ્વરીએ તેણીના આઁસુ લુછતા કહ્યુ, “અરે ગાંડી એમાં આટલુ દુ:ખી ન થવાનુ હોઇ જીવન અને મૃત્યુ તો કુદરત નો ક્રમ છે.તારા ભાઇની જ ઇચ્છા હતી કે તુ ખોટી હેરાન ન થાય આખરે તારા ભાર્ગવની તબિયતના કારણે જ તુ આવી ન શકી હતી.એમાં દુ:ખી ન થવાય ચાલ હવે ઘરે જઇને વાત કરીશુ.બાળક તકલીફમાં હોય ત્યારે કોઇ પણ માતાનો જીવ તેને છોડીને જવામાં ન ચાલે.તારા ભાર્ગવને ટ્યુમરનુ ઓપરેશન આવ્યુ હતુ તેવા સમયે તુ ના આવી શકી તેનો મને કોઇ રંજ નથી.ચાલ હવે શાંત થઇ જા બાકીની વાતો ઘરે જઇને કરીશુ.”

“ઓ.કે.ભાભી તમે ખુબ જ સારા છો.તમારા આ સારા વિચારોને કારણે જ મારા ભાઇએ તમને પસંદ કર્યા હતા અને મને તેની પસંદ પર ગર્વ છે.ચાલો હવે ઘરે તમારો સામાન લાવો ડ્રાઇવર લઇ જશે”નિકિતાએ કહ્યુ.

નિકિતાએ રાજેશ્વરી પાસેથી સામાન ડ્રાઇવરને આપ્યો અને તે બંન્ને કારમાં બેઠી.રસ્તામાં કોઇએ કશી વાતચીત કરી નહિ.થોડી જ વારમાં નિકિતાનો બંગલો આવી ગયો.બંન્ને કારમાંથી ઉતરીને બંગલામાં ગઇ.નિકિતાના ઘરે કોઇ ન હતુ.તેના પતિ વિકાસ ઓફિસે ગયા હતા અને બંન્ને સંતાનો વિદેશ અભ્યાસ કરતા હતા.નિકિતા મોટેભાગે ઘરમાં એકલી જ રહેતી હતી.આજે પણ વિકાસ ન હતા એટલે તે એકલી જ હતી.

નિકિતાનું ઘર ખુબ જ વિશાળ હતુ.ત્રણ માળનો વિશાળ બંગલો હતો.નીચેના ગ્રાઉન્ડ ફલોરમાં ચાર બેડરૂમ, હોલ તથા કિચન હતા.જેમાં નિકિતા અને તેનો પરિવાર રહેતા હતા.ઉપરના માળે પુજાનો રૂમ અને ગેસ્ટરૂમ હતા.જે મોટેભાગે મહેમાનો આવ્યે જ વપરાતા હતા.ત્રીજા માળે વિશાળ થિયેટર હતુ.નિકિતાના પતિ વિકાસને થિયેટરનો ખુબ જ શોખ હતો.આથી તેને પોતા માટે બનાવ્યુ હતુ. નવરાશના સમયમાં પતિ-પત્ની બંન્ને થિયેટરમાં ફિલ્મ તથા ડોકયુમેન્ટરીનો આનંદ લેતા હતા અને વિકાસ કયારેક બિઝનેશ મિટિંગ માટે પણ થિયેટરનો ઉપયોગ કરતો હતો.વિકાસનો બિઝનેશ ખુબ જ વિશાળ હતો.સ્ટીલની તેમની કંપની ચાર દેશોમાં ફેલાયેલી હતી.નાનકડા ગામથી શરૂ કરેલો તેનો આ બિઝનેશ વિશાળ વટવૃક્ષ બની ગયો હતો. ઘરે પહોંચી ગયા એટલે નિકિતાએ કહ્યુ કે ભાભી તમારો રૂમ ઉપર છે તમે નિરાંતે ત્યાં જઇને ફ્રેશ થઇ જાઓ અને થોડો આરામ કરી લો.ખુબ લાંબી મુસાફરી કરીને આવ્યા છો.આરામ કરી લો આપણે સાંજે આરામથી વાતો કરીશુ. નિકિતાએ કહ્યુ એટલે રાજેશ્વરી ફ્રેશ થવા તેમજ આરામ કરવા માટે ઉપરના રૂમમાં ગઇ.તેને પણ થોડોક થાક મહેસુસ થતો હતો. આથી તે આરામ કરવાના ઇરાદે ઉપરના રૂમમાં આરામ કરવા માટે તો ગઇ પણ તેણીને જરાય ચેન પડતુ જ ન હતુ.જલ્દી દોડીને તેને સમાજસેવાનુ કામ કાર્ય કરવુ હતુ જેના માટે તે બધુ છોડીને આવી હતી.પરંતુ સમાજસેવા માટે તેને ખાલી પૈસા ઉડાડવા પણ ન હતા.ચોક્કસ અને અસરકારક કાર્ય કરવુ હતુ.આથી નિકિતા અને તેના પતિ વિકાસ સાથે પણ ચર્ચા જરૂરી હતી.વિકાસ અત્યારે ઘરે ન હતો.તેથી તે આવે ત્યારે ચર્ચા કરવી હતી.ખુબ વ્યસ્થિત રીતે વિચારીને પોતાનુ કામ કરવુ હતુ.તેને ખબર જ હતી કે ઘણી બધી સંસ્થાઓ સમાજસેવા અને ગરીબોના ઉધ્ધાર માટે કાર્ય કરતી હતી.પરંતુ તેનુ મોટાભાગના કાર્યની ફલસિધ્ધી થતી ન હતી.તે એવી સંસ્થા જેવુ કરવા માંગતી ન હતી.તેને તો છેક છેવાડા સુધીના લોકોને મળવુ હતુ.લોકોની દરેક મુશ્કેલીઓને દુર કરવી હતી.પરંતુ તેની ખાસ મુઝંવણ એ હતી કે પચ્ચીસ વર્ષથી ભારતની બહાર હતી તેના માટે આજનુ ભારત અજાણ્યુ હતુ એટલે તે નિકિતા અને વિકાસનો સાથ અને સલાહ ઇચ્છતી હતી.જેઓ વર્ષોથી અહીં જ રહેતા હતા. વિચારમાં અને વિચારમાં અંધારુ થઇ ગયુ.તેણીએ ઘડિયાળમાં જોયુ તો અત્યારે રાતના દસ વાગી ચુક્યા હતા.નિકિતા ડિનર માટે બોલાવવા ઉપર આવી.રાજેશ્વરીને જરાય ડિનર માટે ઇચ્છા ન હતી પરંતુ નિકિતા ખુબ જ આગ્રહ કરીને તેને નીચે લઇ આવી. ક્રમશ............