manni duva in Gujarati Short Stories by Kirti Trambadiya books and stories PDF | મનની દુવા

Featured Books
Categories
Share

મનની દુવા

''મનની દુવા''

સમજુમાંને ત્રણ દીકરા અને એક દીકરી. દીકરી મોટી ત્રણે દીકરા નાના. સમજુમાં ગામડા રહેતાં હોવા છતાં પણ છોકરાઓને ભણાવવામાં જરા પણ કસર નથી રાખી. સમજુમાંના પતિ ભુરાબાપા ખેતી કરીને બાળકોની જરૂરીયાત પુરી કરતાં. પતિ–પત્ની બંનેએ બાળકોની જરૂરીયાત પુરી કરવામાં કોઈ કમી નથી રાખી, રાત–દિવસ એક કરેલ, પરંતુ કહેવત છે ને કે, બારોતીયાના બરેલા સ્મશાને હ્મય ત્યારે ઠરે.

આટલી મુસીબતમાંથી પાર ઉતર્યા પણ ન હતા, એટલે કે દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને દીકરીના લગ્ન વિશે વિચારતાં હતાં, તે પહેલાં જ ખેતરેથી આવતા રસ્તામાં તેમની દીકરીનું સર્પ ડંસ થી મૃત્યુ થયું. અભણ માતા પિતાએ છોકરા સાથે છોકરીનું ભવિષ્ય પણ સુધારેલ. કરીયાવર રૂપે બાર ધોરણ સુધી ભણતર ભણાવેલ પરંતુ આ દુઃખદ પરિસ્થિતિનો ભુરાભાઈને વધારે પડતો આંચકો આપી ગઈ. જુવાનહ્મેત દીકરીના મોતનો આધાત ભુરાભાઈ સહન ન કરી શકતા તેને પણ એટક આવી ગયો.

દીકરીના ગયા પછી વીસમાં દિવસે ભુરાભાઈએ વિદાય લેતાં સમજુમાં તો નોંધારા થઈ ગયા. પરંતુ સમજુમાંએ હિંમત રાખી બાળકો નાના હોવાથી સમજુમાંને પહેલે ખોળે દીકરી પછી સાત વર્ષે દીકરાનો જન્મ થયો હોવાથી છોકરાઓ એટલા મોટા પણ ન હતા. ગામની રૂઢી પ્રમાણે દેરવટુ થતું. દેરભોહ્મય ગામના માણસો અને સરપંચની હાજરીમાં પતિ–પત્ની બન્યાં. સમજુમાંને ઘરનો સહારો તો મળ્યો. પરંતુ બાળકો માટે પણ એક આધારરૂપ સહારો મળ્યો.

થોડા સમયમાં હૃવન પૂર્વવત દોડવા લાગ્યું. ધીમે ધીમે એક પછી એક છોકરાઓને શહેરમાં ભણવા મોકલ્યા સૌથી મોટો નોકરી માટે ગયો. ત્રણે શહેરમાં બરાબર ગોઠવાય ગયા. એક પછી એક ત્રણેયના લગ્ન થઈ ગયા. બધાં પોતપોતાના ઘરે શહેરમાં ખુશીથી રહેતાં હતાં. ત્રણમાંથી એકેયને પોતાના માતા–પિતાની ચિંતા ન હતી. તે ગામડે કંઈ પરિસ્થિતિમાં હૃવે છે. અચાનક સમજુમાં બીમાર પડતા વૈધને બોલાવેલ. પરંતુ દર્દએ દાદ ન આપતા સમજુમાં પતિની સલાહ માનીને શહેરમાં મોટા દીકરાને ત્યાં જવા માટે બન્ને રવાના થયા.

પંદર દિવસ મોટા દીકરાની ત્યાં રત્ના, ખરેખર સમજુમાં ને દવાની કોઈ જરૂરીયાત જ નહોતી. પરંતુ પુત્ર–પુત્રવધુની વચ્ચે રહીને સમજુમાં સાહ્મ સારા થઈ ગયા. એક દિવસ મોટા દીકરાએ કત્નું બા, રીક્ષા આવી ગઈ છે. તમને રેલ્વે સ્ટેશને છોડી દેશે ત્યાંથી તમને નાનકો તેડી હ્મશે તેમની બહુ જ ઈચ્છા છે. કે, બા, બાપુહૃ મારે ત્યાં રોકાવા આવે. મારા છોકરાઓને પણ આશીર્વાદ આપે. સમજુમાં અને તેમના પતિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બાળકો આપણને રાખવા માટે ઝગડો કરે છે.

મોટા દીકરાએ એક ચબરખી પણ આપી. હ્મે નાનકાને આવતા વહેલું મોડું થાય તો આ ચીૐી બતાવશો એટલે ગમે તે વ્યકિત તમને ઘર સુધી મૂકી જશે. દીકરાએ સમજુમાંને હહ્મર રૂપીયા આપ્યા અને પિતાહૃને પાંચ હહ્મર આપ્યા. બંને ખુશી ખુશી રીક્ષામાં બેસીને રેલ્વેસ્ેશને પહોંચ્યા. સવાર સવારમાં રેલ્વે સ્ટેશનનાં બાકડા પર બેસી ગયા. એક પછી એક ટે્રન આવવા અને જવા લાગી પરંતુ તેમને કોઈ તેડવા માટે ન આવ્યું. હવે તો બપોરનો સમય થયો ભુખ પણ લાગી હતી. પરંતુ નાનકો તેડવા ન આવતાં સમજયા કે, શહેરમાં રહેવું આટલા મોટા ઘરના ખર્ચા, ઉપરથી આ મોંઘવારી કામને લીધે ભુલી ગયા હશે ? બન્ને એકબીહ્મને આશ્વાસન આપતા રાહ હ્મેઈ રત્ના હતાં.

પરંતુ આ બન્ને વૃધ્ધોને રેલ્વેસ્ટેશનર પર આવેલ ચાની કીટલીવાળો બાબુ હ્મેઈ રત્નો હતો કે, સવારના બેઠા છે, જરૂર કોઈની રાહ હ્મેઈ રત્ના છે, કારણકે એકપણ ટે્રનમાં જવા માટે ઉઠયા નથી. તેમને દયા આવતા ચા અને બીસ્કીટ સમજુમાં અને તેમના પતિને આપ્યા. બન્ને એ આરામથી ચા સાથે બીસ્કીટ ખાઈને પેટની આગને તો શાંત કરી સમજુમાંએ પોતા પાસે રાખેલ પૈસા ચાવાળાને આપવા માટે આપ્યા. ચાવાળો પણ બન્નેને હ્મેઈને કેટલાય વિચાર કરી રત્નો હતો. પતિ–પત્ની બન્ને અંદરો અંદર વાતો કરતાં સમય પસાર કરી રત્ના હતા. આવતી જતી ગાડી અને પેસેન્જરોને હ્મેઈ રત્ના હતા.

સમય પસાર થતાં સાંજ થવા આવી. સાંજની છેલ્લી ટે્રન જ આવવાની બાકી હતી. સ્ટેશન પર પણ માણસોની અવર–જવર ઘણી ઓછી થઈ ગઈ હતી. ચાની કીટલીવાળાને ઉપાદી થતી હોવાથી તે સમજુમાં પાસે આવીને બોલ્યો. બાબુહૃ તમે કોઈની રાહ હ્મેઈ રત્ના છો ? સમજુમાં તરત જ બોલ્યા હા અમારો દીકરો લેવા માટે આવવાનો છે. બાબુહૃ હવે તો છેલ્લી જ ટે્રન આવવાની બાકી છે. તમે એડે્રસ કહો તો તમને તમારા દીકરાના ઘર સુધી મુકી હ્મવ. ખીસ્સામાંથી ચબરખી ગોતતાં બોલ્યા, બેટા અમે બન્ને તો અભણ છીએ પણ મારા મોટા દીકરાએ આ ચબરખી આપીને કીધેલ પણ ખરુ કે, નાનકાને આવવામાં મોડુ થાય તો આ ચબરખી કોઈપણને બતાવશો એટલે તમને ઘર સુધી મુકી જશે.

કીટલીવાળાએ ચબરખી હાથમાં લઈ ખોલીને ધ્યાનથી વાંચવા લાગ્યો, તેમની આંખો ફાટી જ રહી ગઈ. સમજુમાં હરખાતાં બોલ્યાં, બેટા એટલી મોટી મોટી આંખો કરીને મારા નાનકાના ઘરને નજર ન લગાડીશ. મારો નાનકો બહુ અમીર અને મોભાદાર ખોયડામાં રહે છે. તેને તો બધાંય ઓળખે છે. આટલા મોટા શહેરમાં મારા દીકરાએ ખુબ નામ કમાયું છે. સમજુમાં એક શ્વાસે ઘણુ બધુ બોલી ગયા.

હવે તો તેમનાથી રહેવાતું ન હતું. ખુશીના માર્યા ફરી બોલ્યા, અરે, બેટા તનેય ખુશીની મારી આંખ ભીની થઈ ગઈ ને ? ચાલ આજ તો હુય તને મારા નાનકા સાથે ભેટ કરાવી દઈશ. કીટલીવાળા તો હ્મણે આંખે સાપ હ્મેયાની જેમ આંખો ફાળી ફાળીને ઘડીક ચબરખી સામે તો ઘડીક તે બન્ને સામે હ્મેઈ રત્નો હતો, તેમની પાસે બોલવા માટે શબ્દ તો હતા જ નહીં હવે તો સમજુમાંને વચ્ચે જ અટકાવી તેમના પતિ બોલ્યા, હા..હા... આપણા દીકરાઓ બહુ નામ કયામા છે, હવે એને તો કાંઈક કહેવા દે આપણા નાનકાનું ઘર કયાં છે ? તું તો બસ બોલવાનું ચાલું કર તો ટે્રનની જેમ અટકવાનું નામ જ ન લે.

કીટલીવાળો હાથમાં રહેલ ચબરખી સામે હ્મેતા દુઃખદ અવાજે બોલ્યો, તમારા દીકરાઓની તો મને કાંઈ ઓળખ નથી, નથી એનું ઘર કયાં છે એની ખબર ? સમજુમાં હરખમાં ઉંચા અવાજે બોલ્યા, અરે બેટા હ્મે એમાં મારા નાનકાના ઘરનું સરનામું છે. બહુ હિંમત એકઠી કરી બોલ્યો, બાબુહૃ આ ચબરખીમાં લખ્યું છે કે, સમજુમાં અધીરા બની વચ્ચે જ બોલ્યા હા..હા... ફરી તેમના પતિએ આંખ બતાવતા મુંગા થઈ ગયા. બાબુહૃ આ ચબરખીમાં લખ્યું છે કે, 'મહેરબાની કરીને તમારા ગામમાં આવેલ વૃધ્ધાશ્રમમાં બન્નેને પહોંચાડવા મહેરબાની કરશો.'

આટલું સાંભળતા તો સમજુમાં બે ભાન થઈ ગયા. તેમના પતિને પણ એવો જ ઝાટકો લાગ્યો કે, તે પણ બાકડા પર જ દિવાલને ટેકે ફસડાય પડયા. કીટલીવાળો ઝડપથી પાણીનો લોટો લઈને આવ્યો. સમજુમાંને પાણી છાંટતાં હોશમાં આવ્યા. દિવાલને ટેકે બેસતાં બોલ્યા, મારા સંસ્કારમાં જ કમી રહી ગઈ હશે, પછી આટલી સહ્મ તો ઉપરવાળો આપે જ ને એમાં કયાં નવાઈની વાત છે. સમજુમાં પોતાના પતિને ખંભેથી પકડતા ઉભા થતાં બોલ્યા, ચાલો ઉઠો બેઠા છો શું ? આપણું કામ તો તેમને મોટા કરવાનું સારા સંસ્કાર આપવાનું હતું જે આપણે કર્યું, તે એના પરીવારમાં ખુશ છે તો પછી આપણે શા માટે દુઃખી થવું હ્મેઈએ ? છોકરાઓને એનો પરીવાર મુબારક, સમજુ આ મનની દુવા છે ???

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯