The Author Munjal Soni Follow Current Read અવરોધોના વંટોળને હંફાવનારા By Munjal Soni Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books दिल से दिल तक- 6 (part-6)‘‘अच्छा? क्या वह हर्ष भी तुम्हारे लिए इतना ही दीवाना... बारिश की बूंदें और वो - भाग 5 अनसुलझी भावनाएँ एक दिन, स्नेहा ने आदित्य से पूछा, "क्या आप अ... बारिश की बूंदें और वो - भाग 5 अनसुलझी भावनाएँ एक दिन, स्नेहा ने आदित्य से पूछा, "क्या आप अ... The Devils Journalist Wife - 6 जया रूम में आ जाति है ,उसे राजीव पर बहुत ज्यादा गुस्सा आ रहा... बैरी पिया.... - 46 नरेन दुबे जी के सामने से गुजरते हुए उनकी ओर देख कर कहता है "... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share અવરોધોના વંટોળને હંફાવનારા (9) 525 2k 1 અવરોધોના વંટોળને હંફાવનારા - મુંજાલ સોની ઘણા સમય પહેલા એક વાર્તા વાંચી હતી. ગરીબી અને નિષ્ફળતાઓથી હતાશ એક યુવાન એક સાધુ મહાત્મા પાસે જાય છે અને પોતાની વ્યથા ઠાલવે છે,મહારાજ, મારી પાસે ખાવાના ય રૂપિયા નથી.ધંધામાં નિષ્ફળતા ગઈ છે. ક્યારેક તો મને એમ થાય કે જીવન ટુંકાવી દઉં. મહારાજે સ્મિત કરીને કહ્યું,શું વાત કરે છે. તારી પાસે તો ઘણી મિલકતો છે. યુવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું,મારી પાસે મિલકતો છે? સાધુ બોલ્યા,હા,તારી પાસે તો લાખો-કરોડો રૂપિયાની મિલકતો છે. તું મને એ વેંચીશ? યુવાન મોઢું વકાસીને જોતો રહ્યો એટલે સાધુએ કહ્યું,તારો હાથ કાપીને મને આપી દે. હું તને પાંચ લાખ રૂપિયા આપીશ.આઘાતના ભાવ સાથે યુવાન બોલ્યો,હાથ કેમ આપી દેવાય?સાધુએ કહ્યું,તો તારા બે પગ કાપીને આપી દે. હું તને દસ લાખ રૂપિયા આપીશ. યુવાને કહ્યું,ગમે તેટલા રૂપિયા આપો.પગ થોડા કાપીને આપી દેવાય.પગ વગર હું ચાલી ય ન શકું. સાધુએ સ્મિત સાથે કહ્યું,તારી પાસે તો લાખો રૂપિયાની મિલકત જેવા હાથ-પગ, આંખ-નાક છે અને તું કહે છે કે મારી પાસે કંઈ નથી. યુવાન સમજી ગયો તે સાધુના ચરણે પડયો અને કહ્યું,આપની વાત સાચી છે. હું હવે મહેનત કરીને જીવન બનાવીશ.પોતાની પાસે કંઈ નથી એવા રોદણાં રોતા લોકોને આ કહાણી નવી પ્રેરણા આપે એવી છે.હાથ-પગની શક્તિ તો છે ને! પણ..આ તો વાત થઈ જેમની પાસે હાથ-પગ છે,શરીર અકબંધ છે એવા લોકોની, કિસ્મતના ક્રૂર ખેલથી જેઓ વિકલાંગ છે એનું શું? કુદરતે જેમને હાથ-પગથી વંચિત રાખ્યા છે એવા લોકોની કેવી હાલત હશે? પણ નસીબે સર્જેલા અવરોધોના વંટોળ સામે ય બાથ ભીડીને જીવનમાં સફળતા અને આનંદ હાંસિલ કરનારા ય વીરલા પડયા છે. એવા લોકો,જે સાબિત કરે છે કે હૈયાની હામ પાસે તો ગમે તેવી મુસીબતોએ હથિયાર હેઠા મૂકી દેવા પડે છે. શું તમે શેખર નાઈકનું નામ સાંભળ્યું છે? તમે ગિરીશ શર્માને ઓળખો છો? રાજિન્દરસિંહ રાહેલુનું નામ સાંભળ્યું છે? મેજર ડી.પી. સિંહની ખબર છે? આમાંથી કોઈ અંધ છે,કોઈનો એક પગ નથી,કોઈને નાનપણથી જ પોલિયો છે.કોઈને હાથ નથી. પણ આ બધા પોતપોતાની કેટેગરીના વર્લ્ડચેમ્પિયન ભારતીય રમતવીરો છે. તમે વિચાર તો કરો કે કોઈ શારીરિક તકલીફ હોય ત્યારે સામાન્ય જીવન જીવવાની હામ રાખવીય મોટી વાત છે ત્યારે આ વીરલાઓ કેવું લોખંડી મનોબળ કેળવીને અને કેટકેટલો સંઘર્ષ કરીને રમતગમતમાં વિજેતા બન્યા હશે.પોતાની બ્રહ્માંડ અંગેની શોધખોળોથી આખા જગતને ચકરાવે ચડાવી નાખનાર મહાન વિજ્ઞાની સ્ટિફન હોકિંગ કે એક જ પગથી સર્વોચ્ચ શિખર એવરેસ્ટ સર કરનારી અરુણિમા સિંહાનું આત્મબળ કેવું જબરદસ્ત હશે? આવા લોકો માત્ર વિકલાંગોને જ નહીં સમગ્ર માનવજાતને પ્રેરણાની નવી રોશની આપે છે. 2014ના ગ્લાસ્ગો ખાતે રમાયેલા કોમનવેલ્થ રમતોત્સવમાં પેરા પાવરલિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતીને રાજિન્દરસિંહ રાહેલુએ ઈતિહાસ રચ્યો પણ કમનસીબે મીડિયામાં તેની બહુ નોંધ લેવાઈ નહીં. જે આઠ મહિનાનો હતો ત્યારે જ પોલિયોની અસર તળે પગ ગુમાવી દીધા હોય અને પરિવારની આર્થિક હાલત પણ સારી ન હોય એ વ્યક્તિએ પાવરલીફ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે કાંઠુ કાઢવા માટે કેટલી મહેનત કરવી પડી હશે? રાહેલુના પિતા બેન્ડમાસ્ટર હતા. તેણે હાઈસ્કૂલ બાદ ભણતર છોડવું પડયું અને એક પાવરલીફ્ટર મિત્રની પ્રેરણાથી રમતગમતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.1997માં પંજાબ ઓપન મીટમાં પહેલો કાંસ્ય ચંદ્રક જીત્યો.અને ત્યાર બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.2004ના સમર પેરાલમ્પિકમાં પ6 કિલોગ્રામ કેટેગરીમાં કાંસ્ય જીત્યો. આ અર્જુન એવોર્ડ વિજેતા વેઈટલીફ્ટરે લંડનમાં 2012ના સમર પેરાલમ્પિકમાં 17પ કિગ્રાના ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યો પણ 2014ની કોમનવેલ્થગેમ્સમાં 180.પ કિગ્રા વજન ઉપાડીને કમાલ કરી દીધી. રાહેલુ આજે તેના જેવા પાવરલીફ્ટરોને ગોહાવર ગામમાં તાલીમ આપે છે તો પંજાબના રમતગમત વિભાગમાં કોચ તરીકેની ફરજ પણ બજાવે છે. ટીમ ઈન્ડિયા જ્યારે 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ જીતી ત્યારે આખી રાત દેશમાં ઉજવણી થઈ હતી અને દિવસો સુધી તેનો નશો કાયમ રહ્યો હતો એવી જ રીતે 2007માં ધોનીસેનાએ ટી 20નો વિશ્વકપ જીત્યો ત્યારે સૈ ખુશીથી ઝુમી ઉઠયા હતા પણ 2012માં અંધજનોના પ્રથમ ટી 20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું એની મોટા ભાગના ક્રિકેટ ચાહકોને ખબર નહીં હોય. અંધજનોની ક્રિકેટમાં ભારતની સફળતામાં કપ્તાન શેખર નાઈકની મહત્ત્વની ભૂમિકા છે. મેન ઈન બ્લ્યૂ કરોડોમાં આળોટે છે પણ દેશના જ બ્લાઈન્ડ ક્રિકેટરોને શાનદાર દેખાવ છતાં ઘર ચાલે એટલા રૂપિયાય મળતા નથી. કર્ણાટકમાં જન્મેલો શેખર જન્મથી જ અંધ હતો.શાળામાં તેને અંધજનોની ક્રિકેટ રમવાનો મોકો મળ્યો અને તેના પર પણ રમતનું ઝનૂન છવાઈ ગયું. શેખરે માતાને કહ્યંyં હતું કે એક દિવસ હું ક્રિકેટમાં નામના મેળવીશ.2000ના વર્ષમાં તેણે સ્કૂલ ટુર્નામેન્ટમાં 46 દડામાં 136 રન ઝૂડી કાઢ્યા અને તેના થકી જ કર્ણાટકની ટીમમાં સ્થાન મળ્યું. ફાઈનલ મેચમાં કેરળ સામે તેણે 249 રન ફટકારી દીધા. 2002ના અંધજનોના વર્લ્ડકપમાં શેખરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. 2004માં ભારતીય ટીમ તેના પહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં પાકિસ્તાન રમવા ગઈ ત્યારે શેખરે રાવલપિંડીમાં 198રન(અણનમ) ઝૂડી કાઢ્યા હતા.2010માં તે ભારતનો સુકાની બન્યો અને 2012માં તો તેના કપ્તાનપદ હેઠળ ભારત ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ટી 20 વિશ્વવિજેતા બન્યું. અનેક સિદ્ધિઓ છતાં આજે શેખરને ક્રિકેટ થકી એટલા રૂપિયા મળતા નથી જેનાથી તે આરામથી જીવન ગુજારી શકે. ભારતીય ટીમને પ્રાયોજકો મળતા નથી અને ક્રિકેટ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયાને બીસીસીઆઈની માન્યતા મળતી નથી. ગિરીશ શર્મા બેડમિન્ટન ચેમ્પિયન છે. બે વર્ષનો હતો ત્યારે એક ટ્રેન અકસ્માતમાં એક પગ કપાઈ ગયો પણ તેણે શરૂઆતથી જ મક્કમ મનોબળ અને મહેનત દ્વારા વિઘ્નો પર વિજય મેળવ્યો છે. તે નાનપણથી જ બેડમિન્ટન,ક્રિકેટ,ફૂટબોલ જેવી રમતો એક પગથી રમતો.પણ તેણે બેડમિન્ટન પર ધ્યાન કેન્દ્રીત કર્યું. ભારતમાં યોજાયેલા પેરાલમ્પિક એશિયા કપમાં ગિરીશે ગોલ્ડ મેડલ જીત્યો હતો.ઈઝરાયેલ અને થાઈલેન્ડમાં ગિરીશે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પણ અફસોસની વાત એ છે કે નાણાકીય સહાય ન મળવાને લીધે ગિરીશે આંતરરાષ્ટ્રીય પ્રવાસ રદ કરવો પડે એવી ય સ્થિતિ સર્જાઈ ચૂકી છે. 1999ની 1પમી જુલાઈએ કારગિલમાં ઓપરેશન વિજય દરમ્યાન યુવા મેજર ડી.પી.સિંહને ગંભીર ઈજાઓ થઈ. સેનાની હોસ્પિટલમાં એક તબક્કે તેમને મૃત પણ જાહેર કરી દેવાયા પણ તબીબોએ બહુ મહેનત કરીને એક પગ કાપીને તેમને બચાવી લીધા. આજે એ જ મેજર 12 હાફ મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે અને એક બ્લેડ રનર તરીકે તેઓ બે પગ ધરાવતા સામાન્ય દોડવીરોને ય ક્યારેક હંફાવી નાખે છે. મેજર ડી.પી. સિંહ કહે છે કે પગ કપાયા બાદ અમુક સમય તો હું નિરાશ હતો પણ પછી ધીમે ધીમે હિંમત કેળવી અને હું લોકોને બતાવી દેવા માગતો હતો કે હું એક પગે પણ કંઈક કરી શકું છું. ડી.પી.સિંહ રોજ પરોઢ પૂર્વે ત્રણ વાગ્યે ઊઠી જાય છે અને દોઢ કલાક સુધી દોડની પ્રેકટિસ કરે છે. Download Our App