Vaah Re Hindu Vaah in Gujarati Short Stories by Jignesh Ribadiya books and stories PDF | વાહ રે હિન્દૂ વાહ

Featured Books
Categories
Share

વાહ રે હિન્દૂ વાહ

ખરેખર જે લોકો હિંદુ છે કે પછી હિંદુ જ્ઞાતિ માં જન્મ લીધો છે, તે બધા લોકો ધન્ય અને ભાગ્યશાળી છે. કારણ કે હિંદુ ધર્મ માં જેટલા દેવ અને દેવતાઓં હશે એટલા દેવ અને દેવતા દુનિયા ના કોઈ પણ ધર્મ માં નહિ હોય, હું પણ હિંદુ હોવાથી મારી જાત ને બહુ નસીબદાર અને ભાગ્યશાળી માનું છુ અને ભગવાન નો પણ ખુબ ખુબ આભાર માનું છુ કે તેણે મને હિંદુ ધર્મ માં જન્મ આપ્યો.

હિન્દુ ધર્મ સિવાય તમે બીજા ધર્મ માં જોશો તો ખ્યાલ આવશે કે હિંદુ ધર્મ માં જેટલા દેવ-દેવી ઓં છે તેટલા ભગવાન દુનિયા ના કોઈ પણ ધર્મ માં નહી હોય,હિંદુ ધર્મ માં તેત્રીસ કરોડ દેવતા છે,હિંદુ ધર્મ માં તમે તમારી પસંદગી પ્રમાણે તમે કોઈ એક ભગવાન ને પોતાના ઈષ્ટદેવ બનાવી શકો, જો કોઈને મર્યાદા ગમતી હોય તો તે ભગવાન શ્રી રામ ને પોતાના ઈષ્ટદેવ અને જો કોઈક ને પ્રેમ જ ગમતો હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણ ને પોતાના ઈષ્ટદેવ બનાવે.

હિંદુ ધર્મ મને બીજા ધર્મ કરતા સાવ અલગ અને વીશીષ્ટ લાગે છે,હિંદુ ધર્મ માં જો તમે કોઈ ભગવાન ની સેવા પૂજા ન કરી હોય પણ ફક્ત તમારા માતા-પિતા ની સેવા પૂજા કરી હોય તો પણ તમને સ્વર્ગ સરળતાથી મળી જાય છે,જો કોઈ એક ધર્મ માં એક જ ભગવાન હોય તો બધા લોકો તે એક ભગવાન ને પોતાના ઈષ્ટદેવ કે શ્રધ્ધા રાખી શકતા નથી કારણ કે ક્યારેય આપણે તે એક ભગવાન માટે લાયક હોતા નથી અથવા તે એક ભગવાન આપના માટે લાયક હોતા નથી.લોકો ને બધા સ્થાને વિકલ્પો જોઈતા હોય છે પછી તે ધર્મ ની બાબત હોય કે ભગવાન ની બાબત હોય.

હિંદુ ધર્મમાં ભગવાન જેટલી જ જેની તુલના અને બીજા ભગવાન જેને માનવામાં આવે છે અને બધા માટે જો કોઈ મહત્વનું હોય તો તે છે ” માં “, હિંદુ ધર્મમાં પિતા ને જેટલું માન અને મહત્વ નહી હોય તેટલું મહત્વ એક “ માં “ નું છે. હિંદુ ધર્મ ના લોકો પોતાની “ માં “ માટે બધું કરવા કટિબદ્ધ હોય છે.

હિંદુ ધર્મ ના લોકો ને એમ લાગે કે આ મહત્વની વ્યક્તિ કે વસ્તુ છે .જે હમેશા આપણી ચિંતા કરે છે, જે વ્યક્તિ કોઇપણ સંજોગોમાં આપના સુખ માટે બલીદાન આપવા તૈયાર હોય.જેની સાથે આપણે ગમે તેટલુ ખરાબ વર્તન કરીએ તો પણ જે હમેશ માટે આપણને ક્ષમા કરે છે, તે લોકો કે વ્યક્તિ ને હિંદુ લોકો “ માં “ તરીકે ઓળખવા લાગે છે પછી તે ચેતન હોય કે જડ, પ્રાણી હોય કે પુરુષ હોય તો પણ હિંદુ લોકો તેને “ માં “ બનાવે છે.

અહી આપના ભારત માં હિંદુ લોકો ચાર ને “ માં “ તરીકે સંબોધન કરે છે. સાથે સાથે તેને ભગવાન જેટલો પ્રેમ પણ કરે છે. તે ચાર માં આ પ્રમાણે છે.

(૧) એક તો હિંદુ લોકો ભારત ને દેશ કહેવાને બદલે “ભારત માં “તરીકે ઓળખે છે.

(૨ ) ગાય માતા ના શરીર માં તેત્રીશ કરોડ દેવતા નું સ્થાન છે એટલે હિંદુ લોકો ગાય ને “ ગાય માતા “ તરીકે ઓળખે છે;

(૩) જે જન્મ આપે છે અને જેના થકી આપને ધરતી માં આવીએ છીએ તે જનની ને પણ લોકો “ માં “ તરીકે ઓળખે છે.

(૪) જે બધી ભાષા ની જનની ગણવા માં આવે છે તે સસ્કુત ભાષા ને પણ હિંદુ લોકો “ માં “ તરીકે ઓળખે છે .

જેમ કોઈ દીકરો પોતાની માં ને અનહદ પ્રેમ કરતો હોય તેમ બધા હિંદુ લોકો પણ પોતાની આ ચાર માં ને અનહદ પ્રેમ કરે છે, આ ચાર “ માં “ ની ખુશી ખાતર હિંદુ લોકો પોતાની જાત નું બલીદાન આપવા પણ અચકાતા નથી,પણ હવે સમસ્યા એ છે કે હિંદુ લોકો એ જેને પણ પોતાની “ માં “ તરીકે સ્વીકારી છે તે બધી “માં “ની સ્થિતિ અત્યારે બહુ ખરાબ અને દયનીય કહી શકાય તેવી છે,

હિંદુ લોકો એ ભારત ને દેશ માનવાને બદલે તેને ‘માં ‘ માનવા લાગ્યા એટલે તેની સ્થિતિ અત્યારે કેવી છે એ તમે સારી રીતે જાનો છો, ભારત માં અત્યારે દિનપ્રતિદિન ગરીબી,બેકારી અને સ્ત્રી પર જુલમ થતા રહે છે,હિંદુ લોકો ભારત ને પોતા ની માં સમજે છતાં તેવો શા માટે કઈ કરતા નથી તેવો શા માટે ભારત માની આવી દયનીય સ્થિતિ જોવા જીવતા હશે,શું તે બધા હિંદુ લોકો ને ભારત માની આવી દયનીય લાચાર સ્થિતિ જોવી ગમતી હશે કે શું ?.

હિંદુ લોકો પોતાની જેને બીજી માં તરીકે ઓળખે છે તે “ગાય માં “ , તેની પરીસ્થિતિ અત્યારે એટલી ખરાબ અને ગંદી કે વાત જ ના પૂછો.પહેલા લોકો ગાય માતા નું મૂત્ર પિતા પણ હવે તો દિનપ્રતિદિન આખી ગાય માતા ને પી જાય છે,હિંદુ લોકો ને ઉપસ્થિતિ હોવા છતાં અમુક લોકો ગાય માતા ને જાહેર માં ગુલામ જેમ લઇ જાય છે અને તેના શરીર માં જેટલા દેવતાઓ માનવામાં આવે છે તેટલા જ કદાચ તેના ટુકડા કરવા માં આવે છે,અને પછી એ લોકો ગાય માતા ને ખોરાક બનાવી મોજ થી મિજબાની માણે છે,ગાયમાતા ની હાલત પણ ભારત દેશ જેવી જ બહુ ખરાબ બને છે,તોય હિંદુ લોકો કઈ પણ ગાય માતા માટે કરતા નથી કે કઈ કોઈ બોલતું નથી,

હિંદુ લોકો પોતાની જનની ને પણ “ માં “ તરીકે ઓળખે છે, તેની સ્થિતિ પણ અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલી ખરાબ અને લાચાર છે, જે માનું સ્થાન પહેલા આપના દિલ માં હતું તે માનું સ્થાન આપને શિફ્ટ કરીને વૃધ્ધો-ધર માં બદલાવી નાખ્યું છે,જે માં આપણા માટે ભૂખી અને તરસી રહે તેજ માને આપને અત્યારે ભૂખી અને તરસી રાખીએ છીએ, જે માં પોતાના દીકરા માટે બધા દુખો,આફતો સહન અને સામનો કરતી હતી તેજ માં ને આપણે અત્યારે દુખ ની ખીણ માં ધકેલી દીધી છે,આપણે બહુ હોશિયાર થઇ ગયા હોય તેમ જે માં આપણા માટે તેની બધી ખુશી નું બલીદાન આપી દેતી તેજ માં માટે આપણે હોશિયાર લોકો એક ખુશી પણ ગુમાવવા તૈયાર નથી,

હિંદુ લોકો સંસ્કૃત ને પણ માં તરીકે ઓળખે છે.તેની પણ સ્થિતિ અત્યારે જે બધી માની બહુ ખરાબ અને ગરીબડી તેવી થઇ ગઈ છે.લોકોને અત્યારે સંસ્કૃત માની કઈ પડી જ ના હોય તેમ ધીમે ધીમે તેને ભૂલતા જાય છે,

કયારેક એમ લાગે કે આપણે હિંદુ લોકો કોઈને પણ માં કહેવાને લાયક જ નથી. આપણે હિંદુઓ જેને પણ માં તરીકે ઓળખે છે તેની હાલત ગુલામ હોય તેના કરતા પણ બહુ ખરાબ હાલત હોય તેવી થઇ ગઈ છે., દિનપ્રતિદિન બધી “માં “ હાલત વધુ ને વધુ ખરાબ થતી જાય છે, જે માં પોતાના સંતાનો માટે બધા પ્રકાર ના દુખો જુલ્મો સહન કરતી હતી તેજ માની સ્થિતિ આપણે ગુલામ કરતા પણ ખરાબ થઇ છે તો પણ આપના પેટ નું પાણી પણ હલતું નથી.

ત્યારે ખરેખર કહેવાનું મન થાય વાહ રે હિંદુ વાહ. જે માં આપણા માટે બધા દુખો સહન કરવા તૈયાર હતી તે માં માટે આપણે બધા આપણું એક પણ સુખ જતું કરવા માંગતા નથી પણ એક સુખ માટે આપણે જરૂર આપણી માં ને વૃદ્ધ-ધર માં જતી કરીએ છીએ.,હવે આપણે નક્કી કરીયું હોય તેમ આપણી “ માં “ નું જે થવું હોય તે થાય પણ આપણે તો આપની જિંદગી મોજ થી જીવવાની,મજા કરવાની. અને હમેશ માટે આપણે આપણી ખુશી અને આનંદ માટે જ વિચારવાનું.આપણી “ માં “ ની જે હાલત થવી હોય તે થાય,તે દુખી હોય કે સુખી હવે આપણ ને કઈ ફર્ક પડતો નથી. તે “ માં “ જેમ આપણા માટે પહેલા બધા દુખો અને જુલ્મો સહન કરીયા હતા તેમ હવે આપણે તેને તરછોડી હોવાથી તે હવે પોતાના માટે બધા જુલ્મો અને દુખો સહન કરશે, આપણે હવે એટલા હોશિયાર બની ગયા છીએ કે આ બીજા ભલે કુવા માં પડે પણ આપણે તો આપણું જ જોવાનું,બીજા ભલે રીબાતા રીબાતા મરે પણ આપણે મોજ થી જ જીવવાનું હો ભાઈ. આપણા ઉપર દુખ આવે ત્યારે જોઈ લેવાનું અત્યારે તો જલસા થી જીવવાનું અને આપણા બધાની “ માં “ નું જે થવું હોય તે થાય કા મિત્રો.,,

“ માં “ એ ધરતી પર એક એવી દુખી, લાચાર અને લાગણીશીલ વ્યક્તિ છે જેને બધા લોકો ભગવાન તરીકે તો ઓળખે છે પણ બધા લોકો તેની સાથે વર્તન ગુલામ કરતા પણ બહુ ખરાબ કરે છે “

BE HAPPY YAAR

  • RIBADIYA JIGNESH M