નામ – ગોકાણી ભાવીષા રૂપેશકુમારemail id –
વાર્તા નું નામ - સક્સેશ સ્ટોરી (તક્ષીલ)
સૃષ્ટિના આ અવિરત ફરતા સંસાર મુજબ માતા-પિતા બાળકને જન્મ આપે છે.પરંતુ ખરેખર બાળકને માત્ર જન્મ આપવાથી જ માતા પિતા બની જવાતુ નથી.બાળક એટલે ઇશ્વરનુ સુષ્ટિ ચલાવવા માટેનુ અદભુત સર્જન પોતાનું રૂપ એક આત્મારૂપી સાક્ષાત વિશ્વાત્મા જે તમારા ઘેર ઉતરી આવે છે. કદાચ તમારી પરીક્ષા કરવા અને તમારામાં રહેલી યોગ્યતા તપાસવા માટેનો એજ એમનો ઉચિત બાળરૂપ એટલે બાળક. બાળક જયારે આપણા ઘરમાં જન્મ લે છે ત્યારે આપણી માથે ખુબ મોટી જવાબદારી આવી જાય છે એજ સર્જનહારે આપણને સોપેલી જવાબદારી જેને સહર્ષ સ્વીકારીને અપણે એમની અજ્ઞા સ્વરૂપે પૂરી કરવાની હોય છે. એમાં આપણી બધી કોશિશો અને આવડત દ્વારા એનું સિંચન કરવાનું એને જીવવા માટે સક્ષમ બનાવવું અને એના માટે આપણી આશાઓને એમાં હોમીને એનો સહકાર સાધવાનો.કેટલાક માતા પિતા આ જવાબદારી પર ધ્યાન આપ્યા સિવાય બસ બાળકને મોટુ કરી દે છે અને પોતાની જવાબદારીને નિભાવમાં અસફળ નીવડે છે.બાળકને ખાલી મોટુ જ કરવાનુ નથી હોતુંએના શિવાયની પણ ઘણી જવાબદારી માં-બાપે નિભાવવાની હોય છે એમાં યોગ્ય શીખ, સૂઝ બુઝ અને વિવિધ પ્રકારના ગુણો વિકસાવવાના પણ હોય છે.તેનુ ઘડતર કરવાનુ હોય છે પણ ઘડતર એ કઈ રીતે ? જેમ દેવકીના પુત્રનું માતા જસોદાએ કરેલું, શ્રી રામનું માતા કૌસલ્યાએ કરેલું, શિવાજીનું માં જીજાબાઇએ કરેલું, મહાબલી હનુમાનનું જેમ માતા અંજનીએ કરેલું, ગણેશ અને કાર્તિકેયનું માતા પાર્વતીએ કરેલું, પાંચ પાંડવોનું જેમ માં કુંતીએ કરેલું, લવ અને કુશનું જેમ માં સતી સીતાએ કરેલું અને અત્યારના વર્તમાન ઉદાહરણો લઈએ કે વીતેલા યુગોનાતો એની ઘણના કરવી પણ મુશ્કેલ છે.કહેવાય છે ને કે બાળક એ કોરી સ્લેટ સમાન હોય છે આજ વાત વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઇ ચુકી છે. જેમ આપણે કોરી સ્લેટમાં ઉમદા અક્ષરો અને શિક્ષણ વિષયક લખાણ તેમજ જીવનપયોગી આદર્શો લખવાના છે.કારણકે બાળપણમાં લખાયેલા અને એ કોરી પાટી પર ચિતરાયેલા આદર્શો એના જીવનભર માટે રહી જવાના હોય છે. બચપણમાં જે તરફ વાળવામાં એ આદર્શો અને ઉદ્દેશ્યો ઘડવામાં આવે છે એજ જીવન પર્યંત એના વિકાશમાં ઉપયોગી નીવડે છે.તેનો બહિર્મખ વિકાસ થાય તેવુ લખાણ કરવાનુ અને એનું જીવન પોતાના તેમજ આ અન્ય સૃષ્ટિને ઉપયોગી બને એવા પ્રયાસ પણ કરવાના હોય છે.શિલ્પકાર જયારે પોતાનુ શિલ્પ બનાવે છે ત્યારે એ પણ ખુબ જ ઝીણવટપૂર્વકના નકશીકામ પર ધ્યાન આપી એકાગ્રતાપૂર્વક ઘણાં દિવસો સુધી મહેનત કરે છે અને ત્યારે જ એની મહેનત રંગ લાવે છે અને એક ઉમદા શિલ્પ તૈયાર થાય છે. બસ એવીજ રીતે આપણે પણ તો નવા જન્મેલા બાળકનો જીવતે જીવતા વ્યક્તિત્વનું ઘડતર કરવાનુ છે ત્યારે પાયો ખુબ જ મહત્વની વસ્તુ છે. અને જો એક શિલ્પકાર એક પથ્થરને ઘડવામાં આટલી ઝીણવટ પુર્વાકતા દાખવી શકતો હોય તો પછી આપને એક જીવતા જીવને ઘડવાનો છે એમાં પુરતી કાળજી તો રાખવીજ રહી પણ હકીકતમાં આવી કાળજી રાખનારા કેટલા એ મહત્વનો પ્રશ્ન છે. કેમ સાચું ને ?
બાળકના જન્મથી 10 થી 12 વર્ષનો ગાળો તેના વિકાસ માટે ખુબ જ મહત્વનો છે એમાય એનું બચપન ખુબજ વધુ મહત્વપૂર્ણ અને ઉપયોગી ગણવામાં આવે છે. એનો શિક્ષક ઘરના બધાજ વ્યક્તિઓ હોય છે એની માતા પિતા તેમજ અન્ય સભ્યો પણ કોઈકને કોઈક રીતે સીખાવ્તાજ હોય છે.આ એ સોનેરી સમય છે જેનો યોગ્ય ઉપયોગ કરવાથી બાળકનુ સુંદર ભવિષ્ય બનાવી શકાય છે નાનકડા બાળકને શિક્ષા દ્વારાજ મહાન વ્યક્તિત્વના પાઠ શીખવી શકાય છે.કદાચ પહેલાના યુગોમાં માતા પિતાના ઘડતર દ્વારાજ આવી મહાન વિભૂતિઓને બનાવનાર, ઘડનાર અને રચનાર માતાઓ આજે પૂજનીય બની ચુકી છે. અને સત્ય મુજબ તો આજના યુગમાં કેટલાક માતા પિતા આ સમયનો યોગ્ય ઉપયોગ કરીને બાળકનુ યોગ્ય ઘડતર કરી રહ્યા છે જેમ યુગનું યુગ ચાલ્યું આવે છે એ રસ્તો હજુય સુનોતો નથી જ પડ્યો બસ એમાં ચાલનારાની સંખ્યા પેલા કરતા ઓછી છે.હવે એવી મક્કમતા નથી આજના માતા પીતાઓમાં એવી કર્તવ્યનિષ્ઠા નથી જેવી કદાચ પેલા હતી હારી ચુકેલા માનવીયોની હવે ભરમાર છે એટલેજ.
આજેય એજ માર્ગ પર ચાલનારા એક પરિવાર વિશે મારે વાત કરવી છે જેમાં અજેય દુનિયાના પ્રતિઘાતો સામે પડકાર ફેકવાની અને પોતાના સંતાનની યોગ્ય ઘડતર કરવાની ક્ષમતા છે. અને એ પરિવાર છે હરિયાણાના ગુડગાંવમાં રહેતો બુધ્ધદેવ પરિવાર, શ્રીમતી ભાવિશા બુધ્ધદેવ અને શ્રીમાન પ્રફુલ્લ બુધ્ધદેવે આ વર્તમાન પરિસ્થિતિને યોગ્ય રૂપે સમજી છે અને આજના સમયને ઊંડાણપૂર્વક સંમજ્યાં બાદજ એમણે કદાચ એ ઉત્તમ માર્ગમાં ચાલવાનું સ્વીકાર્યું છે.પોતાના બાળકનો ઉમદા વિકાસ કર્યો છે એને દુનિયાના સમય સાથે કદમ મિલાવી લેવા સક્ષમ બનાવ્યો છે અને એમના પ્રયાસો રંગ પણ લાવ્યા છે એમની મહેનત વ્યર્થ નથી ગઈ. જેના થકી તેમનો માત્ર આઠ વર્ષનો બાળક તક્ષીલ બુધ્ધદેવ એક એવો સફળ બની શક્યો છે કે એને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેવી વિભૂતિના હસ્તે ૧૪ નવેમ્બર, ૨૦૧૪ ના દિવસે નેશનલ ચાઇલ્ડનો એવોર્ડ મળ્યો છે.કદાચ એ રાહ પર ચાલનાર એના માતા પિતાની આ સૌથી મોટી જીત છે અને એક શીખ આ દુનિયાના એ દરેક માતા પિતા માટે જે આ રાહ પર નથી ચાલતા.
આઠ વર્ષના બાળકનુ આટલુ મોટુ સન્માન ! આખરે તક્ષીલે એવુ તે શુ કર્યુ કે ભારતના રાષ્ટ્રપતિ જેમને માંલ્વાનાય સપના હોય એમને આ નાના બાળકને આટલા મોટા સમ્માન દ્વારા નવાજ્યો એનું સન્માન કર્યું ? આવા જ સવાલ હશે તમારા મનમાં ? કેમ સાચુંને ? તો તમારે ચોંકી જવાની જરૂર નથી દુનિયા સમક્ષ એ વાત રજુ કરવા માટેજ મેં આટલું મોટું કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે. અને કદાચ મને ખુશી છે કે આવ તેજસ્વી બાળક અને એના જન્મ આપનારાઓ વિષે લખવાનો મને વિચાર સ્ફૂર્યો છે. તમારા સવાલોના ખંડન કરતા મારે કહેવું છે કે શું છે એવું જે તક્ષીલે નથી કર્યુ? તક્ષીલની સિધ્ધિ વિશે લખતા કદાચ શબ્દો પણ ખુટી જાય એની ઉમર અને અનુભવ મુજબ ગણીએ તો એ અપાર કેવાય કદાચ અઢળક પણ કહી શકાય. જયારે આજના આઠેક વર્ષના છોકરાઓને લખતા વાંચતા પણ ના આવડતું હોય ત્યારે તક્ષીલનું યોગદાન સરાહનીય કહેવુજ રહ્યું ને? બધું લખવું તો કદાચ અશક્ય છે તો પણ વર્ણવી શકાય એટલુ તમને અહી વર્ણવતા મને આનંદ થશે.
તક્ષીલ બુધ્ધદેવનો જન્મ હરિયાણા ના ગુડગાંવ ગામમાં શ્રીમતી ભાવિશા બુધ્ધદેવ અને શ્રીમાન પ્રફુલ્લ બુધ્ધદેવના ઘરે ૬જુલાઇ ૨૦૦૬ ના રોજ થયો હતો. તક્ષીલ જન્મથી જ પ્રખર પ્રતિભા ધરાવનાર બાળક છે એવું કદાચ લોકો કહેતા હોય છે.બાળકો બધા જન્મથી પ્રતિભાશાળી હોય જ છે જેમ દરેક પથ્થર માત્ર પથ્થરજ હોય છે આપણે તેને માત્ર ખીલવવાના જ હોય છે. જેમ એક શિલ્પી એજ પથ્થરને ટાંકણા અને છીણી વડે કંડારે છે બસ એવુજ કામ ભાવિશા બુધ્ધદેવે કરી દેખાડયુ છે.માત્ર ત્રણ વર્ષની નાની ઉમરે તક્ષીલ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક શીખી ગયો હતો અને અત્યારે પ્રયાગ યુનિવર્સિટીમાંથી જુનિયર ડિપ્લોમાં પણ મેળવી લીધા છે જે એની ઉમર મુજબ ખુબજ મોટી ઉપલબ્ધી ગણી શકાય છે.
તક્ષીલ એક પ્રતિભાશાળીવ્યક્તિત્વ ધરાવે છે એના આદર્શો કદાચ એના માતા પિતા દ્વારા ઉત્તમ રીતે કંડારવામાં આવે છે. એનેસંગીત ઉપરાંત રસોઇ, ચેસ , ડ્રોઇગ, સ્કેટિંગ, સાઇકલિંગ, રમતગમ્મત જેવા અનેકવિધ બીજા પણ શોખ છે. એમ છતાંય એણે આટલા શોખ મોઝ અને શીખવા છતાય એણે પોતાની શાળા અમીટી ઇન્ટરનેશનલ સ્કુલમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦% હાજરી આપી છે એટલે કે મતલબ સાફ છે કે તક્ષીલે ભણતરના ભોગે પોતાના શોખ ખીલવ્યા નથી. તક્ષીલ ભણતરમાં પણ ખુબ જ તેજસ્વી અને લગન સાથે મહેનત કરનારો બાળક છે એની આવડત અને લગન એની પ્રતિભા પર ચાર ચાંદ લગાવે છે.તેના માતા પિતા, પરિવાર તેમજ શાળાને તેના કૌશલ્ય અને આવડત પર ખુબ જ ગૌરવ છે.આ ઉપરાંત એ બાળકે ૨૦૦થી વધારે ONAIR પ્રોગ્રામો પણઆપ્યા છે. વર્ષ ૨૦૧૩માં તેને જિલ્લા લેવલનીચેસની સ્પર્ધામાં પણ એવોર્ડ મળ્યો હતો. જે કામ આપણા જેવા પ્રતિભાશાળી વ્યક્તિ વિચારી પણ ના શકે એવા પર્યાવરણ બચાવ તથા સફાઇ અભિયાન માટે પણ ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે.
એજ તક્ષીલ પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ અંગેની જાગૃતિ માટે સતત કાર્યરત છે. પોતાની એક્ટીવીટી અને એના કાર્યને નવી દિશા મળે એના માટે એણેયુ-ટયુબ પર ઘણા વિડિયો અપલોડ કર્યા છે અને એના એજ પ્રયત્નોમાં જેના 20000 થી વધારે વ્યુઅર છે અને ફેસબુક પર પોતાના કાર્યોને નવી દશા અને દિશા આપવા તેમજ એના જેવાજ સેવાભાવી વ્યક્તિના સાથ માટે “green warrior” નામનું પેજ બનાવ્યું છે અને સતત એના પર એ કાર્યરત રહે છે નવું નવું શોધતો રહે છે.એના એ પેજને150 થી વધારે લાઇક મળેલ છે પણ એક વાત નથી સમજી શકાતી કે આટલી નાની વયે આટલુ સુંદર કાર્ય કરવા બદલ આપણે બધાએ ગર્વ અનુભવવો જોઇએ અને સાથેજ એના કાર્યોને આપણાથી થતી નિષ્કર્ષ મહેનત પણ કરી લેવી જોઈએ.આપણે પણ એક શીખ લેવી જોઇએ અને કઇક સારુ કાર્ય કરવાનુ નક્કી કરવુ જોઇએ. ધન્ય છે તક્ષીલ બુધ્ધદેવ અને તેને જન્મ આપનાર અને આવા ઉત્તમ આદર્શોના સહારે એવા ઉચ્ચ કોટીના સંસ્કાર આપનાર તેના માતા પિતા તેમજ એની જન્મ અને માતૃભૂમિને પણ.
તક્ષીલની સિધ્ધી અને તેના કાર્ય માટે લખવા બેસીએ તો કદાચ શબ્દો ખુટી પડે.તક્ષીલના કાર્ય બદલ તેનુ સન્માન હરિયાણા રાજયના મુખ્યમંત્રીએ, શિક્ષણ પ્રધાને, ખંભાળીયા શહેરની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળાએ, જૈન સમાજ દિલ્લીએ જયારે તેઓનુ કડવે પ્રવચનનુ ઇવેન્ટ હતુ ત્યારે અને ગોવર્ધનમાં રહેલ શ્રી ગ્રુપ રાધા બ્રીજ વસુંધરા રિસોર્ટએ કરેલુ છે.તેની સિધ્ધીઓ નીચે મુજબ છે. ઓકટોબર 2013 માં ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતાના 144માં જન્મદિવસે યોજવામાં આવેલ “આંતરાષ્ટીય અહિંસા” માં ભાગ લીધેલો જેમાં તેને GSDS ( ભારત સરકારના )નુ પ્રમાણપત્ર આપવામાં આવેલુ. જયાં તેને દિલ્હીના એક્સ મિનિસ્ટર શિલા દિક્ષિતને અને ભારતના ઉપરાષ્ટ્ર પતિ શ્રીમાન હામિદ અન્સારીને, શ્રી તારા ગાંધી, પ્રખ્યાત ગાયક અનુપ જલોટાને અને ઘણા નેતાઓ અને ખ્યાતનામ લોકોને મળવાનો મોકો મળ્યો હતો. ડિસેમ્બર 2013 માં તક્ષીલને “રાજીવ ગાંધી રેનેવબલ એનર્જી પાર્ક” (જે હરિયાણા સરકાર હસ્તક ચલાવવામાં આવે છે) માં વર્કશોપ ચલાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો.જયાં તેણે પર્યાવરણના પ્રેમનુ ગીત રજુ કર્યુ હતુ અને સોલાર ઉર્જાથી બનતી વાનગીની રેસેપી અને ઇકો ફ્રેન્ડલી રમતો રજુ કરી હતી.તેના આ વર્કશોપની વાત ફોટો અને સી.ડી.સાથે લોકલ છાપામાં રજુ થઇ હતી. માર્ચ 2013 માં “પયાર્વરણ આરોગ્ય અને સુરક્ષા” વિષય પર યોજવામાં આવેલી ચિત્ર સ્પર્ધામાં તક્ષીલનો પ્રથમ ક્રમાંક આવેલો અને તેને 10884 રૂપિયાનુ ઇનામ મળેલુ જે તેણે અનાથ બાળકોને બિસ્ટિક અને સ્ટેશનરી રૂપે વહેંચી દીધુ. સ્પ્ટેમ્બર 2013 માં તક્ષીલની ડોક્યુમેન્ટરી ફિલ્મ જેમાં તેની બધી સિધ્ધીઓ જેવી કે સિંગિગ, ઇન્સટ્રુમેન્ટલ, કુકિંગ અને પર્યાવરણ ને લગતી સામેલ હતી તે લોકસભામાં રજુ કરવામાં આવેલી.આ ફિલ્મ રાષ્ટ્રીય ચેનલ LSTV પર 20મી સ્પ્ટેમ્બર 2013માં રજુ થયેલી.જાન્યુઆરી 2014માં તક્ષીલને રાષ્ટ્રીય ચેનલના કાર્યક્રમ “ખબરે અબ તક”માં આમંત્રિત કરવામાં આવેલ હતો જ્યાં તેણે એક કલાકનો કાર્યક્રમ આપેલો હતો. એપ્રિલ 2013માં 12મી એપ્રિલ 2013ના રોજ દુરદર્શન ચેનલના “સતરંગ બચપન” નામના કાર્યક્રમ પર તક્ષીલે સેમી કલાસિકલ ભજન અને બાળગીતો ગાયા હતા. ડિસેમ્બર 2013 માં બાળકોની મેગેઝીને તક્ષીલને “કિડઝ ઓફ ધ મન્થ”નુ બિરુદ તેના શોખ અને કામને કારણે આપેલુ.અને તેને પ્રશંસારૂપે 1000 રૂપિયાનુ ઇનામ આપેલુ જે તેણે અનાથ બાળાઓને ભેટ તથા સ્ટેશનરીરૂપે વહેચી આપેલુ. ઓકટોબર 2013 માં તક્ષીલે “તિતલી” નામની ચિત્ર સ્પર્ધા જે ઓલ ઇન્ડિયામાં બીજા નંબરની આર્ટ કમ્પિટિશન છે તેમાં ભાગ લીધેલો અને તેના ચિત્રને “મેરિટોરિશ ચિત્ર ખિતાબ” મળેલો.અને તેનુ ચિત્ર ભારતના હબિટેટ સેન્ટર, લોધિ રોડ ખાતે 16 થી 30મી નવેમ્બર સુધી રાખવામાં આવેલુ હતુ.જયાં પણ તેને પ્રમાણપત્ર આપવામાં આવેલુ. નવેમ્બર 2013માં પહેલી નવેમ્બરે રાજઘાટ, ન્યુ દિલ્લી ખાતે “ ગાંધી ફેસ્ટિવલ” ના ભકિત સંગીતના કાર્યક્રમમાં તક્ષીલને સોલો પર્ફોમન્સ માટે આમંત્રિત કરવામાં આવેલ હતો.જયાં પણ તેને GSDSનુ પ્રમાણપત્ર આપવામાં આવેલુ.તેને આવા પવિત્ર સ્થળ પર સોલો પર્ફોમન્સ આપીને ખુબ જ ગર્વ મહેસુસ થયો. જાન્યુઆરી 2013ના રોજ તક્ષીલે “ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ” નામનો શાળાના બાળકો માટેનો ઓલ ઇન્ડિયા રેડિયો પર કાર્યક્રમ આપેલો. માર્ચ 2013 માં તક્ષીલે કો-હોસ્ટ તરીકે એફ એમ 102.6 પર કાર્યક્રમ આપેલો અને પિયાનો નામનુ વાદ્ય વગાડેલ. જુન 2013 નારોજ્સ તક્ષીલે તેમના મિત્રો સાથે પર્યાવરણ દિવસના દિવસે એફ એમ 107.8 ક્મ્યુનિટિ રેડિયો પર “વધુ વૃક્ષો વાવો” નામનો કાર્યક્રમ આપેલો. ઓગસ્ટ 2013 જન્માસ્ટમીના તહેવારે તક્ષીલે પોતાની ટીમ સાથે ગુજરાતી ફોક ડાન્સ ગ્રુપમાં કરેલો.15મી ઓગસ્ટના રોજ રાખવામાં આવેલી મેરેથોનમાં ભાગ લીધેલો જેમાં પણ તેને પ્રમાણપત્ર આપવામાં આવેલુ. જુલાઇ 2014 માં તક્ષીલને આમિટી ગ્લોબલ ટાઇમ્સ( અઠવાડિક ન્યુસપેપર) માં “ટોપ 10 આમિટી 2014ના સિધ્ધહસ્ત” વ્યકિતમાં સ્થાન મળેલુ અને બેગ્લોરના ખ્યાતનામ મેગેઝિન “એજયુકેશન વલ્ડ”માં યંગ અચ્ચિવર તરીકે પસંદ કરવામાં આવેલ. ડિસેમ્બર 2013માં તેની શાળા દ્વારા રજુ થતા ઇ મેગેઝીનના ડિસેમ્બર અંકના પાના નં 4 પર તક્ષીલની સિધ્ધીઓની નોધ લેવામાં આવેલી. મે 2013 એમિટી ગ્લોબલ ટાઇમ્સ (અઠવાડિક છાપુ)માં તક્ષીલના 100 રેડિયો કાર્યક્રમ પુરા થવાની નોંધ લેવામાં આવી.અને લોટપોટ મેગેઝિનના 215ના અંક પણ નોંધ લેવામાં આવી.પ્રાયમરી પ્લસ બાળકોની મેગેઝીને પણ “યંગ અચ્ચીવર”મથાળા હેઠળ તેની નોધ લીધી. ડિસેમ્બર 2012 ના રોજ તક્ષીલના પ્રોજેકટ સામાજિક જવાબદારી-ઇકો ફ્રેન્ડલી દિવાળીને “માય ફ્રસ્ટ ટાઇમ” ના મથાળ હેઠળ એમિટી ગ્લોબલ ટાઇમ્સ (અઠવાડિક છાપુ)માં રજુ કરવામાં આવેલ નવેમ્બર 2012માં તક્ષીલની રેસિપી “ખાસ નાળિયેરના લાડુ” ને અઠવાડિક છાપુ “ફ્રાઇડે ગોરેગાંવ”માં રજુ કરવામાં આવેલ. માર્ચ 2013માં તેની રેસેપિ ‘પોહા પુડિંગ” ને હિદુસ્તાન ટાઇમ્સના પોટપોરી માં રજુ કરવામાં આવેલ જુલાઇ 2013માં એમિટી ગ્લોબલ ટાઇમ્સ(અઠવાડિક છાપુ) માં “લીટલ સેફ” તરીકે તેની રેસિપી “ ત્રિરંગી લાડુ” રજુ કરવામાં આવેલી હતી.આ બધી વાનગીઓ આગ વિના બનાવવાની રીત રજુ કરેલી હતી. તક્ષીલને ભારતીય શાસ્ત્રીય સંગીત, સ્કેટિંગ, પુસ્તકો વાંચવાનો, આર્ટ અને ક્રાફ્ટ, પુરાતણીય સ્થળોની મુલાકાત તેમજ મુસાફરી અને ચિત્રકામનો શોખ છે. તેને બગીચામાં કુદરતી રીતે ઘણા વૃક્ષો તથા છોડ વાવેલા છે જેમ કે આદુ, લસણ, ફુદિનો, ટમેટા,પપૈયા, લીલા વટાણા જેવા અનેક વિધ વનસ્પતિઓ રોપેલ છે અને જેને રોજ પાણી પીવડાવવુ તક્ષીલને ખુબ જ ગમે છે.અને પ્રાણીઓને ખવડાવવુ પણ તેને ખુબ જ ગમે છે.તેને 2 વર્ષની ઉમરથી ચિત્રો દોરવાનો શોખ છે.અને તેને ઘણી ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે.
તેની માતા શ્રીમતી ભાવિષા બુધ્ધદેવનુ કહેવુ છે કે જામ ખંભાળીયા શહેરના સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ પ્રાથમિક શાળામાંથી જ તેને ઘણુ બધુ શીખવા મળેલુ શાળામાં યોજવામા આવતા વિવિધ કાર્યક્રમો પરથી તેને ઘણુ શીખવા મળેલુ અને જેના થકી તે તક્ષીલને બધુ શીખવાડી શકેલ છે.આટલી બધી પ્રવૃતીઓ કરતા કરતા પણ છેલ્લા ચાર વર્ષથી તેની શાળામાં 100% હાજરી છે અને હાલમાં જ ફેમીના મિસ ઇંડિયા વલ્ર્ડ 2015 અદિતિ આર્યા સાથે તક્ષીલનુ સન્માન તેની સ્કુલના ચેર પર્સન શ્રીમતી ડો.અમિતા ચૌહાણ દ્વારા થયુ. તક્ષીલે હાલમાં જ નવરાત્રી માટે ઇકો ફ્રેન્ડલી દાંડિયા બનાવ્યા છે જેના ઉપયોગ દ્રારા હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય છે.જે સંપુર્ણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ છે.એક વખત બગીચામાં ચાલતા ચાલતા કેસિયા વૃક્ષના બી ની કાળી શિંગો જોઇ અને તેને પોતાની મમ્મી શ્રીમતી ભાવિષા બુધ્ધદેવને પુછ્યુ કે આવતી નવરાત્રિમાં આપણે દાંડિયા તરીકે આનો ઉપયોગ કરીએ તો કેવુ રહેશે? પછી તેણે પોતાના મિત્રો સાથે મળીને તેને સજાવ્યા અને નવરાત્રીમા તેનો ઉપયોગ કર્યો.તેનો પોતાનો આ વિચાર “ઓલ ઇન્ડિયા રેડિયો” પર રજુ કર્યો અને એનજીઓ ની શાળામાં 110 બાળકોને તે વહેચ્યા.ઇકો ફ્રેન્ડલી રીતે દિવાળી ઉજવવાના કાર્યક્રમમાં મિસિસ ઇન્ડિયા ગ્લોબલ 2015 ડો.સુષમા ચૌધરીને આ દાંડિયા તક્ષીલે ભેટમાં આપ્યા અને બધાએ સાથે મળીને ઇકો ફ્રેન્ડલી દાંડિયાથી આનંદથી કાર્યકમ ઉજવ્યો. આ વિચારનો બધે ફેલાવો કરવાની જરૂરથી જેથી હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય છે અને તક્ષીલ ખુશીથી આ દાંડિયા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલને ભેટ આપવા માંગે છે અને આ વિચાર આખા ગુજરાતમાં ફેલાવા માંગે છે જેથી ગરીબોને વેસ્ટમાંથી કમાવવાનો નવો વિચાર મળી રહે અને હજારો વૃક્ષોને કપાતા અટકાવી શકાય છે.આ દાંડિયાનો અવાજ ખુબ જ સુંદર છે અને સહેલાયથી ઉપયોગ કરી શકાય છે અને ફેકી પણ શકાય છે.લાકડાના દાંડિયાની જેમ આપણે તેને ત્રણ ચાર વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકીએ છીએ.આપણે સૌ એ સાથે મળીને આ દાંડિયા ઉપયોગ કરવો જોઇએ અને આ વિચારને વધુમાં વધુ લોકો સુધી ફેલાવવો જોઇએ. તક્ષીલનો નાનો ભાઇ જયશીલ પણ એના જ રસ્તે ચાલી રહ્યો છે.તેને માત્ર 5 વર્ષની ઉંમરે જુનિયર ડિપ્લોમાં(સંગીત)માં ડિસ્ટિંક્સન સાથે પાસ કરીને આખી દુનિયામાં સૌથી નાની વયનો જુનિયર ડિપ્લોમાં ધારક બની ગયો છે.
તક્ષીલની સિધ્ધિઓની થોડી ઝલક......