The Last Year Chapter-19 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-19

Featured Books
Categories
Share

The Last Year: Chapter-19

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૯

ઓસીલેશન્સ

આગળ આપણે જોયુ,

હર્ષ સ્મિતામેમના સબજેક્ટના સબમીશનમાં જાય છે. સ્મિતામેમ હર્ષ પાસે ફરી એ જ માંગણી કરે છે. હર્ષ ના કહી દે છે. નીતુ હર્ષને મીશન લવ માટે સ્મિતામેમની હેલ્પ લેવા કહે છે. પોતાની ઇચ્છા વિરૂધ્ધ હર્ષ સ્મિતામેમની હેલ્પ માટે એમના ઘરે મળવા જાય છે. ત્યાં હર્ષ અને H.O.Dની વાત થાય છે. H.O.D કહે છે એને બધી જ ખબર છે. હર્ષ અને H.O.D બન્નેને શ્રુતિને ખબર પડી ગઇ હોય એવો વ્હેમ જાય છે. H.O.D જતા જતા હર્ષ અને સ્મિતામેમની સામે જતા જતા બોલે છે. ‘ખૂન કોણ કરે છે?’ મીશન લવને કારણે સ્ટુડન્ટ્સને અમુક પોલીટીકલ પાર્ટી દ્વારા મારવામાં આવે છે.. હર્ષ પર હુમલો થાય છે.. હવે આગળ….

***

મારી લાઇફ પુરેપૂરી ગુંચવાઇ ચુકી હતી. કેટલીક વાર સમય આપણને આંગળી પકડીને ખુબ દૂર લઇ જતો હોય છે. આપણે ચાલતા પણ ન શીખ્યા હોઇએ અને એ આગળી છોડી દે. મેં મારો એક ફ્રેન્ડ ગુમાવ્યો હતો. એનુ મર્ડર કરવા વાળી વ્યક્તિ મારી આસપાસ જ હતી, છતા મારી લાચારી તો જુઓ હું કંઇજ બોલી નહોતો શકતો. એટલે કદાચ સમયને દોષ ન પણ આપી શકાય. હું જેને સૌથી વધારે ચાહુ છુ એવી વ્યક્તિ મારી લાઇફમાં હોવા છતા હું મારાથી બે ગણી ઉંમરની વ્યક્તિ સાથે એના જ બેડમાં સુતો હતો. મેં શરૂ કરેલુ મીશન તુટીને પડ્યુ હતુ. સ્ટીવ જોબ્સે એની સ્પીચમાં ખરેખર સાચુ કહ્યુ છે, ‘ક્યારેક લાઇફ તમને તમારા માથા પર જોરથી એક ઇંટ મારતી હોય છે.’ મારો એ જ સમય ચાલી રહ્યો હતો.

***

એક્ઝામના બે દિવસ પહેલા જે ઘટના બની હતી ત્યાર પછી આખા ગુજરાતમાં સ્ટુડન્ટોએ બવંડર ઉભુ કર્યુ હતુ. જેવા મીડીયાને સમાચાર મળ્યા કે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ લોકો ઇન્ટરવ્યુ માટે લાઇન લગાવવા લાગ્યા. અમુક એન્જીનીયરીંગ કોલેજના સ્ટુડન્ટો એક્ઝામ્સનો બહિષ્કાર કરવા લાગ્યા. હું હોસ્પીટલમાં પડ્યો પડ્યો જે દુઃખદ ઘટનાઓ બની રહી હતી એ જોતો રહેતો. મેં ક્યા હેતુ માટે આ બધુ શરૂ કર્યુ હતુ અને શું થઇ રહ્યુ હતુ. સ્ટુડન્ટ્સ બજરંગ દળ અને વિ.હિ.પના પૂતળા દહન કરી રહ્યા હતા. ફરી એકવાર મોટી અથડામણ થઇ. જેમાં સ્ટુડન્ટ્સ ઘાયલ થયા. અમારી વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી. એ દિવસે ગુજરાત સરકારે પરીસ્થિતીની સેન્સીટીવીટી જોઇને સોશીયલ મીડીયા અને વોટ્સએપ બ્લોક કરી દીધુ. હું દુખી હતો કે આ બધુ મારા કારણે થઇ રહ્યુ હતુ. આખરે એક્ઝામ્સ શરૂ થઇ ગઇ. મારો હાથ ક્રેક થયો હતો એટલે હું એક્ઝામ આપી શકુ એવી હાલતમાં નહોતો. એ છતા મેં રાઇટર બેસાડીને લખવાનો નિર્ણય કર્યો.

નીલ અને નીતુને થોડા સમય માટે મારી સાથે રહેવા માટે ચોખ્ખી મનાઇ કરવામાં આવી હતી. બટ સાચા ફ્રેન્ડ્સ ક્યારેય તમારી પડખેથી નથી હટતા. રોહન પણ હિમ્મત કરીને મારો સાથ આપી રહ્યો હતો. હું સમજી શકતો હતો કે એને ડર લાગે છે અને ઘરેથી પણ પ્રેશર હતુ. બટ એ છતા એ મને સાથ આપી રહ્યો હતો. નીલ અને નીતુ તો હતા જ. નીતુ મને રોજ એની કાર લઇને એક્ઝામ માટે લેવા આવતી. નીલ મને રોજ મેઇન મેઇન ટોપીક સમજાવી દેતો. મારો રાઇટર અમારો સુપર જુનીયર જ હતો, એને અમુક સબજેક્ટનુ ખાસ્સુ નોલેજ હતુ, એટલે એની પણ ખુબ હેલ્પ રહી. એક્સામ્સની સાથે સાથે ધીરે ધીરે બધુ શાંત પડવા લાગ્યુ. આખરે એક્ઝામ્સ પુરી થઇ ચુકી હતી. ન તો હું સ્મિતામેમને મળ્યો હતો, ન તો H.O.Dને. એમ પણ મારી H.O.D સાથેની મીટીંગ્સનો રેકોર્ડ એટલો બધો સારો નથી રહ્યો. એન્જીનીયરીંગની લાસ્ટ એક્ઝામ્સ પુરી થઇ ચુકી હતી. બધાની એક્ઝામ્સ ઠીક ઠાક ગઇ હતી, છતા બધાને હાંશકારો હતો. આખરે લાઇફનુ એક મહત્વનુ સ્ટેપ પુરૂ થઇ ચુક્યુ હતુ. મેં જે રસ્તા પર ચાલવાનુ શરૂ કર્યુ હતુ એ રસ્તો પણ તુટી ચુક્યો હતો. હવે શું કરવુ એ જ પ્રશ્ન હતો…! હું બસ આ જ વિચારતો રહેતો…! હજુ હું ‘મીશન લવ’ પર કામ કરવા માંગતો હતો. બટ ફરી એવો ડર લાગતો કે ક્યાંક ફરી હુલ્લડો ઉભા થશે તો…?

***

એક્ઝામ્સ પુરી થયાને બે જ દિવસ થયા હતા. બધાએ પીકનીક પર જવાનો પ્લાન કર્યો હતો. મારી મેન્ટલ કન્ડીશન હમણા બરાબર નહોતી. એટલે મેં જવાનુ કેન્સલ રાખ્યુ હતુ. મારા લીધે નીતુએ પણ કેન્સલ જ રાખ્યુ હતુ. હું થોડા દિવસ કમ્પ્લીટલી સોલીટ્યુડમાં રહેવા માંગતો હતો. એ લોકોએ આબુ જવાનો પ્લાન કર્યો હતો. રાતના અગિયાર વાગે એ લોકો ટ્રેઇનમાં નીકળ્યા. હું અને નીતુ એમને સી ઓફ કરવા ગયા હતા.

‘ઇટ વીલ બી ઓલરાઇટ બેબી’, નીતુ મારા ખભા પર ટેકો રાખીને બેસી હતી. મારા મનમાં એટલા વિચારો ચાલી રહ્યા હતા કે મને એના સાથથી પણ ખાસ્સો ફરક નહોતો પડી રહ્યો. મારૂ મગજ ભારે થઇ ગયુ હતુ. આવા સમયે મને ખબર હતી શું કરવુ જોઇએ. ચુપ રહેવું જોઇએ.

‘હેય... બેબી. ડોન્ટ થીંક ટુ મચ.’, એણે ફરી કહ્યુ.

‘નીતુ આઇ નીડ ટુ બી અલોન ફોર સમ ડેઝ…!’, હું બોલી ગયો.

‘હર્ષ બધુ જ બરાબર થઇ જશે. ડોન્ટ વરી.’, એણે મારી પીઠ પર હાથ ફેરવ્યો.

‘યા આઇ નો. બટ આઇ વોન્ટ ટુ બી અલોન નીતુ.’, મેં પ્રેમથી કહ્યુ.

‘નો પ્રોબ્લેમ. કેન વી ટોક ફોર વ્હાઇલ એટ યોર રૂમ.’,

‘ઓકે.’, મેં બાઇક રૂમ તરફ લીધી.

‘યુ કેન શેર હર્ષ..!’, નીતુ બોલી. એને જાણવાનો પૂરેપુરો હક હતો. હું શેર કરવા માંગતો હતો બટ મને ખબર નહોતી પડી રહી કે કઇ રીતે….?

‘ધેર ઇઝ નથીંગ ટુ વરી.’, હું જુઠ્ઠુ બોલ્યો.

‘આઇ નો…! તારે નથી કહેવુ.’, એણે થોડુ ઉદાસ થતા કહ્યુ. હું કંઇ ના બોલ્યો. મેં ફ્લેટનો લોક ખોલ્યો. અમે અંદર ગયા. મારા રૂમના બેડ પર હું લાંબો થયો.

‘હર્ષ ફીલ ફ્રી ટુ સે..!’, એણે મારો હાથ પકડીને કહ્યુ. હું છત પર જોતો રહ્યો.

‘આઇ નો ઇટ્સ હાર્ડ ફોર યુ…! લેટ મી હેલ્પ.’, એણે ફરી પ્રેમથી કહ્યુ. એ એનો ચહેરો મારા ચહેરાની નજીકમાં લાવી.

‘નો…!’, હું થોડો દૂર ખસી ગયો. એના ચહેરા પર વધારે ઉદાસી છવાઇ ગઇ.

‘ડોન્ટ ઇગ્નોર મી લાઇક ધીઝ હર્ષ..!’, એણે કહ્યુ. એની આંખોએ ભીનાશ પકડવાનુ શરૂ કરી દીધુ હતુ.

‘નીતુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આઇ વોન્ટ ટુ સ્ટે અલોન ફોર સમ ડેઝ.’,

‘અને હું એ કહી રહી છુ કે તુ મને જણાવી શકે. વી લવ ઇચ અધર રાઇટ…? સોરી, આઇ મસ્ટ બી ડીસ્ટર્બીંગ યુ.’, એની આંખમાંથી આંસુ પડી ગયુ. હું તરત જ સભાન થઇ ગયો. જે હું નહોતો થવા દેવા માંગતો એ તો અત્યારે થઇ રહ્યુ હતુ. મેં તરત જ નીતુને જકડી લીધી.

‘હેય હેય ડોન્ટ ક્રાય. આઇ એમ સોરી…!’, મારી આંખો પણ ભીની થઇ ગઇ હતી.

‘હર્ષ, ઇફ યુ ડોન્ટ લાઇક મી. સે ઇટ. બટ આઇ કાન્ટ હેન્ડલ ધીઝ ઇગ્નોરન્સ.’, એ રડતા રડતા જ બોલી.

‘હેય બેબી, એવું કંઇક જ નથી. પ્લીઝ ડોન્ટ ક્રાય. આઇ એમ ફીલીંગ ગીલ્ટી.’, મેં એને ભીંસીને જકડી રાખી. એ રડતી રહી.

‘આઇ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ ક્રાય.’,

‘બટ યુ આર મેકીંગ મી, હર્ષ.’, મેં કંઇજ બોલ્યા વિના એના આંસુઓ લુંછ્યા. હું એની આંખોમાં જોતો રહ્યો. રડ્યા પછી ઘણો ભાર હળવો થઇ જતો હોય છે, બટ રડાવ્યા પછી ભાર વધી જતો હોય છે.

‘આઇ લવ યુ નીતુ એન્ડ આઇ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ ક્રાય…!’, મેં પ્રેમથી કહ્યુ અને એના કપાળ પર કીસ કરી.

‘લવ યુ ટુ…!’, ફરી એ મને ભેટી પડી.

‘તને ખબર છે હું તને મળ્યા વિના એક દિવસ પણ નથી રહી શકતી. બટ ટેક યોર ટાઇમ…!’, એણે મને કહ્યુ.

‘હેય, હું ક્યાંય નથી જઇ રહ્યો.’

‘મને તો એવુ જ લાગી રહ્યુ છે.’, એ ફરી ઇમોશનલ થઇ ગઇ.

‘આજે આપડે રડવાનુ નક્કિ જ કર્યુ છે ? કમ હીઅર…!’, મેં એનો ચહેરો મારા હાથમાં લીધો. હું મારા હોઠ એના હોઠ પાસે લઇ ગયો. એણે એનો ચહેરો થોડો દુર ખસેડી લીધો. એ થોડી ઉદાસ થઇ ગઇ હતી.

‘હેય મારી લાઇફમાં અત્યારે તારા સિવાય કંઇજ નથી.’,

‘આઇ એમ સોરી…!’,

‘ડોન્ટ બી સોરી….!’, આ સોરીના લીધે આખુ વાતાવરણ ચેન્જ થઇ ગયુ હતુ. અમે બન્ને થોડીવાર સુધી આ સોરીના કારણે બોલ્યા વિના જ પડ્યા રહ્યા. છત પર ફરતા પંખાને જોતા જોતા હું એના વાળમાં હાથ ફેરવતો રહ્યો અને એ મારા હાથ પર હાથ ફેરવતી રહી.

થોડીવાર પછી હું પડખુ ફર્યો અને એની સામે જોયુ. એણે પણ મારી સામે જોયુ. મેં સ્માઇલ કરી. એણે પણ સ્માઇલ આપી. અમે બન્ને હસી પડ્યા. સ્માઇલ ઓલવેઝ હેલ્પ્સ. તરત જ અમે બન્ને એકબીજાની નજીક આવ્યા. બન્નેના હોઠ મળ્યા. મળતા રહ્યા, રમતા રહ્યા…! કેટલીય મિનિટો સુધી અમે બન્ને એકબીજાને મોં મીઠુ કરતા રહ્યા. બટ પ્યાસ હજુ અધુરી હતી….!

***

હું કોઇ જ વિચાર નહોતો કરવા માંગતો. એટલે મેં લેપટોપમાં નેશનલ ટ્રેઝર નામનુ મુવી શરૂ કર્યુ. પણ ક્યારેક વિચાર તમારો પીછો ન છોડે એટલે ન જ છોડે. મારા મગજ ખુનના વિચારે ચડ્યુ હતુ. હું અત્યાર સૂધીની તમામ ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. જ્યારથી હું અહિં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીની. જ્યારે તમે પાછુ વળીને ભૂતકાળમાં જુઓ ત્યારે ઘણુ બધુ બદલાઇ જ ગયુ હોય છે. મને યાદ છે જ્યારે હું પહેલી વાર શ્રુતિને મળ્યો હતો. હું એના પર મોહી ગયો હતો. અમદાવાદ મને ખુબ જ અજીબ લાગ્યુ હતુ. એ જ રાતે મેં મારો ફ્રેન્ડ ગુમાવ્યો. આ વિચારતા વિચારતા મર્ડરના ડોટ્સ પણ હું કનેક્ટ કરી રહ્યો હતો. એ જ રાતે ડેવીડનુ મર્ડર થયુ. એ પછી તો હું શ્રુતિને છેક ફીફ્થ સેમમાં મળ્યો. ત્યારે જ હું ફર્સ્ટ ટાઇમ સ્મિતામેમને મળ્યો. H.O.Dની કેબીન પર અમે ચોદુ લખ્યુ. એજ સેમેસ્ટરમાં ફરી એક ખૂન થયુ. બહાર નીકળતી વખતે મેમ મને જોઇ ગયા. બટ એમણે H.O.Dને કંઇજ ન કહ્યુ. ઉલટાનો એમણે મારો પક્ષ લીધો. મોટો જટકો તો મને એ લાગ્યો કે કોઇન્સીડન્ટલી શ્રુતિ સ્મિતામેમની ડોટર નીકળી. પછી શ્રુતિને ચેઝ કરવા મારે મેમના ઘરે જવુ પડ્યુ. મારૂ લસ્ટફુલ મન મેમ વિશે શું શું વિચારતુ હતુ. મને સપના પણ કેવા ઇરોટીક આવતા હતા. મેમ હતા પણ એવા જ. શ્રુતિને મળવાનુ ઓછુ જ થતુ. એ દરમ્યાન મારા અને નીતુનો કોન્ટેક્ટ વધ્યો. એના બર્થડે ઉપર એણે કરેલુ મને પ્રપોઝ, મેં પાડેલી ના. બટ ફરી હું મારી અંદરના લસ્ટને કંટ્રોલ ન કરી શક્યો અને એ દિવસે નીતુ સાથે થોડો ઇન્ટીમેટ થઇ ગયો. એ પછી તો રોહનનો ડાન્સ અમને રૂમ ખાલી કરવાની મળેલી વોર્નીંગ. મીકા સિંઘ નાઇટ. ફાયનલી નીતુ અને હું. બટ ફરી એક જટકો. મમ્મી પપ્પાનુ એક્સીડેન્ટ. પ્રોપર્ટીઝને કારણે સુરતની ટ્રીપ. દ્રષ્ટિની પ્રોબ્લેમ. મેં અને નીતુએ આપેલ નાનો આઇડીયા. સુરતથી આવીને કંઇક કરવાનો લાગેલો ચસકો. મળેલુ પર્પઝ. ચેન્જ લાવવા માટે તાલાવેલી. એ જ દિવસે શ્રુતિ સાથે બહુ લાંબા સમય પછીની આઇસક્રિમની લારીએ જ મુલાકાત. એ જ દિવસે ફરી એક ખૂન, મારા જુનીયર પ્રિતનુ. આવા કોઇન્સીડન્ટ પછી તમારો કોન્ફીડન્ટ વધી જતો હોય છે. એ પછી તો નવરાત્રી. મેમનુ ઘર, મેમનો બેડરૂમ અને મારી એક મોટી ભૂલ. જેની ગીલ્ટ મને ઉંઘવા પણ નહોતી દેતી. નીતુ અને મારો નાનો જઘડો. સીમ્પોઝીયમ, મીશન લવ અને એક જ જાટકે મીશન લવ ફેઇલ. એ સાથે ફરી એક જટકો. મેમના ઘરે થયેલુ કન્વર્સેશન.

અત્યાર સુધી જે પણ થયુ હતુ એમાં અમુક કડીઓ નહોતી મળતી. મેડમે મને H.O.Dથી શામાટે બચાવ્યો હતો એ તો ક્લિઅર હતુ. બટ H.O.Dને હવે શું જોઇતુ હતુ. હું H.O.Dને આપી શકુ એવી કોઇ જ વસ્તુ મારી પાસે નહોતી. શું H.O.D માત્ર પોતાનો કામ સંતોષવા મેમનો યુઝ કરવા માંગતા હતા. H.O.Dને મેડમે કહ્યુ હતુ કે મેં એમની સાથે નાઇટ સ્પેન્ડ કરી હતી. અને H.O.Dએ એવુ શામાટે કહ્યુ કે ‘ખૂન કોણ કરે છે…!’ શું H.O.D ખૂન કરતા હતા? પણ શાંમાટે? શું શ્રુતિ ખૂન કરતી હતી? પણ શ્રુતિ આઇ.ટીના સ્ટુડન્ટ્સના ખૂન શાંમાટે કરે? તો શું સ્મિતામેમ ખૂન કરતા હતા…? એ પણ આઇ.ટીના સ્ટુડન્ટ્સને ભણાવતા હતા. પણ શામાટે? એને અને ડેવીડને શું લેવા દેવા હોઇ શકે? શું દુશ્મની હોઇ શકે..? જો મેમ ખૂન નહોતા કરતા તો જ્યારે H.O.Dએ કહ્યુ કે ‘ખૂન કોણ કરે છે…?’ ત્યારે મેમ આટલા બધા ગભરાઇ શાંમાટે ગયા હતા. શામાટે H.O.Dએ હજુ શ્રુતિને નહોતુ કહ્યુ કે મેં શ્રુતિ સાથે નાઇટ સ્પેન્ડ કરી હતી. મને સૌથી વધારે શંકા શ્રુતિ પર હતી, કારણ કે ડેવીડ અને પ્રિતના ખૂનની રાતે એની પાસે બાઇક પણ હતી અને એ રાતે ફરવા પણ નીકળેલી. બટ હજુ અમુક કડીઓ નહોતી મળી રહી. મેં નક્કિ કરી લીધુ હતુ કે હું મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરીશ જ. કારણ કે હવે હું આમાં ઇનવોલ્વ થઇ ચુક્યો હતો. હું મોટી મુસીબત ઉભી કરવા નહોતો માંગતો. મેં એ પણ નક્કિ કરી લીધુ હતુ કે મેં જે પણ સ્મિતામેમ સાથે કર્યુ હતુ એ બધુ જ વહેલી તકે નીતુને જણાવી દઇશ….!

મુવી ચાલી રહ્યુ હતુ બટ મારૂ મગજ વિચારોને કારણે ફાટી રહ્યુ હતુ. હું લેપટોપ શરૂ રાખીને જ સીગરેટ લેવા માટે નીચે ગયો. ગલ્લે મેં સીગરેટ પીધી પણ કંઇ ફરક ન પડ્યો. મારા અંદર ભરેલી ગીલ્ટ અંદરને અંદરને મને ફોલી રહી હતી. મને શું સુજ્યુ મેં મારા જુના દોસ્ત અરિહંતને કોલ કર્યો.

‘હા બોલ ભાયા…! બવ દિવસે યાદ કર્યો ને..!’, એણે કોલ રીસીવ કરીને કહ્યુ.

‘કામ હતુ તારૂ…!’, મેં કહ્યુ.

‘અરે બોલ બોલ….’, એણે ખુબ એનર્જીથી કહ્યુ.

‘એક બોટલ જોઇએ છે…!’,

‘શું જોઇએ છે બોલ. વોડકા, રમ, વ્હીસ્કી’,

‘વ્હીસ્કી…!’

‘આઇજા રૂમ પર…!’, એણે કહ્યુ. એ દિવસે, એ રાતે જે પણ બન્યુ હતુ ત્યાર બાદ હું પૂરેપુરુ બીલીવ કરવા લાગ્યો હતો કે આપડા હાથમાં કંઇ નથી હોતુ. બધુ જ પ્રીડીસાઇડેડ હોય છે. કારણ કે કોઇન્સીડન્સની પણ એક હદ હોય છે.

હું અરિહંતની રૂમ પર પહોંચ્યો. ત્યા પાર્ટી શરૂ જ હતી. એણે મારૂ ગળે મળીને સ્વાગત કર્યુ.

‘ચાલ ચાલ લગાવ તુ પણ…’, એણે મને ગાદલા પર બેસારતા કહ્યુ. એણે મને પેગ પકડાવી દીધો.

‘ભાર્ગવ આ છે આપડો ખાસ મીત્ર હર્ષ..!’, એણે મારૂ ઇન્ટ્રો એની સાથે બેસેલા છોકરાને આપ્યુ.

‘અને આ છે મારો કઝીન ભાર્ગવ..!’

‘હાઇ.’, મેં ભાર્ગવને કહ્યુ.

‘કોણ કોણ કરો છો પાર્ટી…?’, અરિહંતે પુછ્યુ.

‘હું એક જ છુ લ્યા…!’, મેં કહ્યુ.

‘કેમ એકલો…..? ક્યાં ગયા બધા ફટકાઓ..?’,

‘અરે એ લોકો બધા આબુ ગયા છે.’

‘તો તુ એકલો પીશ એમ..?’

‘અરે થોડુ મન થયુ હતુ…!’

‘તો બેસને અહિં….? આખી બોટલ થોડો પી જવાનોં છે કાંય..?’, એણે પોતાના ગ્લાસ ભર્યા.

‘શું ચાલે છે હમણા…?’,

‘હમણાને…? હમણા આપડે બધાએ એક્ઝામ પુરી ના કરી..?’

‘એમ નહિં ધંધામાં…? કોહલી ધોની રમે છે કે નહિ…?’,

‘ભાઇ ક્રિકેટ બંધ કરે તો વર્ષો થઇ ગયા. અત્યારે તો તીન પત્તી ચાલે છે.’

‘ઓહ્હ…! જીતમાં છો કે હારમાં…?’, મને યાદ આવ્યુ કે મેં તીન પત્તી ક્યારે રમી હતી. એણે તરત જ બાજુમાં પડેલા ચશ્માં બતાવ્યા. લાલ કલરના કાચ વાળા ચશ્મા એણે મને પહેરાવ્યા. મને બધુ લાલ દેખાવા લાગ્યુ. તરત જ એણે કાર્ડ્સની એક ડેક ખોલી અને પત્તા મારી સામે મુક્યા. હું ઉંધા પડેલા પત્તાને જોઇ શકતો હતો. દરેક ઉંધા પત્તા પર જે પત્તુ હતુ એ લખેલુ હતુ. એ હું ચશ્મા વડે જોઇ શકતો હતો.

‘તો તુ ચશ્મા પહેરીને રમે છે..?’, એ સાંભળીને હસવા લાગ્યો.

‘આંખોમાં પહેરવાના લેન્સ આવે છે…! ભઇલુ. ’, મેં પેગ બનાવ્યા.

‘ભાઇ ભાઇ તો તો બખ્ખા એમને…?’

‘સારૂ ચાલે છે..!’, એણે કહ્યુ.

‘સારૂ નહિં ભાઇને બહુ સારૂ ચાલે છે. રોજની એક પેટી કાઢે છે.’, ભાર્ગવે કહ્યુ.

‘તારા તો નસીબ ખુલી ગ્યા…!’, મેં એની પીઠ થપથપાવતા કહ્યુ.

‘પૂરેપુરા’, ભાર્ગવ બોલ્યો.

‘બીજુ કંઇ નવીનમાં…?’, મેં સીપ લેતા કહ્યુ.

‘અરે હા, હમણા એક નવો ફટકો પટાવ્યો છે.’, અરિહંત એક્સાઇટેડ થઇ ગયો.

‘વોવોવો…. શું નામ છે..?’

‘અરે તુ આપડી કોલેજની સ્મિતામેમને ઓળખે છે..? પેલી હોટ ફટાકડી..?’, મારી ધડકનો તરત જ વધી ગઇ. ફરી શાંત થયેલ વિચારોનુ બવંડર ઉભુ થઇ ગયુ.

‘હા..? તે મેમને પટાવ્યા…?’, મેં એક્સાઇટમેન્ટનુ નાટક કરતા પુછ્યુ.

‘ના લ્યા, એની છોકરી. શ્રુતિ..! સખત માલ છે…!’, એણે મોં ખોલીને કહ્યુ.

‘ના હોય..!’

‘અરે ફોટો બતાવુ…!’, એણે મને એના મોબાઇલમાં શ્રુતિનો ફોટો બતાવ્યો.

‘ક્યારે થ્યુ લ્યા આ બધુ..!’,

‘એક અઠવાડીયુ જ થયુ છે. અને પુછ આજે ક્યાં જવાનુ છે..?’,

‘ક્યાં…?’

‘ભઇલુ કામ પતાવવા જવાનો છે..!’, ભાર્ગવ બોલ્યો.

’૧૧ તો વાગી ગ્યા…!’

‘સાડા અગિયારનો ટાઇમ આપ્યો છે…! હાહાહા’,

‘તારો કોન્ટેક્ટ કઇ રીતે થયો..!’

‘અરે મારી એક ફ્રેન્ડ થ્રુ. ખબર પડી છે કે લાંબી લપ નથી. કામ પતાવો અને પોતપોતાના રસ્તે.. બહુ બ્રોડમાઇન્ડ છે. એવુ મારો એક ફ્રેન્ડ કહેતો હતો..!’,

‘ઇમ્પોસીબલ…!’

‘દસ બારને તો ઓલરેડી રમાડી ચુકી છે..! તારોય મેળ પડી જશે. બોલ કરવો છે…?’,

‘ના ભાઇ ના…! મારે મારી નીતુ બરાબર છે…! તુ કર મૌજ…!’, શ્રુતિનો અસલી ચહેરો મારી સામે આવી ગયો હતો. એ ફેમીલી પ્રત્યે મારૂ પરસેપ્શન બદલાઇ ચુક્યુ હતુ. મમ્મી અને દિકરી બન્ને સેક્સ મેનીયાક…?

‘ચાલ મારે થોડીવારમાં નીકળવાનુ છે. હવે કંઇ જોઇએ છે…?’, બોટલ પણ પુરી થઇ ચુકી હતી. એકવાર બોટલ ખુલે એટલે લગભગ પુરી જ થતી હોય છે.

‘અહિં સુધી આવ્યો છુ તો એક બોટલ આપી દે..!’, મેં ખુશીથી હસતા હસતા કહ્યુ. એણે મને રોયલ સ્ટેગની બોટલ આપી. મેં એને પૈસા આપ્યા બટ, પાર્ટી જોરમાં હતી.

‘પૈસા, તારી પાસેથી…?’, એમ કહીને પૈસા પાછા આપી દીધા.

‘એન્જોય, કર જલ્સા..!’, મેં અરિહંતને કહ્યુ.

‘ધબધબાટી જોને હમણા…!’, એણે હસતા હસતા કહ્યુ. હું ઘરે પહોંચ્યો અને મેં નેશનલ ટ્રેઝર ફરી રીઝ્યુમ કર્યુ. વ્હીસ્કી પીતા પીતા મેં રાતના બાર વાગ્યા સુધી મુવી જોયુ હશે. છેલ્લે બે સીગરેટ ફુંકી અને હું ઉંઘી ગયો.

***

સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારા મોબાઇલમાં શ્રુતિના બે મીસકોલ હતા અને શ્રુતિનો મેસેજ હતો.

‘યુ ફક્ડ માય મોમ, નાઉ યુ આર ફક્ડ અપ…!’, મેસેજ રાત્રે સાડા બાર વાગે આવેલો હતો. મારા હાથ પગમાંથી જીવ ચાલ્યો ગયો હતો.

નીતુના ચાર મીસકોલ હતા અને થોડા ટાઇમ પછી આવેલો મેસેજ હતો.

‘યુ આર લાયર, યુ લાઇડ ટુ મી…! યુ આર અ બ્લડી ચીટર…! યુ પવર્ટ. યુ લસ્ટ..! ગેટ લોસ્ટ ફ્રોમ માય લાઇફ’, આ મેસેજ સવા એકે આવેલો હતો. મેં મેસેજ વાંચ્યો હું હોશ ખોઇ બેઠો…! હું રડી રહ્યો હતો.

‘ડોન્ટ ટેલમી યુ કીલ્ડ શ્રુતિ…!’, બીજો મેસેજ મેં વાંચ્યો જે એક કલાક પહેલા જ આવ્યો હતો. મારા શરીરમાંથી બધી જ શક્તિ જાણે દરિયાના પાણી ઓસરે એમ ઓસરી ગઇ…!

હજુ તો હું એક જટકામાંથી બહાર નહોતો નીકળ્યો ત્યાં ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો એ પહેલા મેસેજ ડીલીટ કરી નાખ્યા. દરવાજો ખોલ્યો એટલે ફરી એક જટકો…!

‘અંદર નહિ બોલાઓગે…? થોડી પુછપરછ કરની હૈ..!’, મારી સામે રાણા અને હથિયારી બન્ને ઉભા હતા.

***

શું થશે હર્ષ અને નીતુની હાલત? શું શ્રુતિનુ ખૂન થયુ હતુ? કોણે કર્યુ હતુ? હર્ષે? જાણવા માટે વાંચતા રહો. ધ લાસ્ટ યર – સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. આપના રીવ્યુ મને ફેસબુક અથવા કમેન્ટમાં જણાવવાનુ ભુલતા નહિ facebook.com/iHirenKavad ….. વધુ આવતા શુક્રવારે…! ધ લાસ્ટ યરની પેપર બેક કોપી પ્રીબુક કરવા માટે 8000501652 વોટ્સએપ નંબર પર પીંગ કરો.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad