Prem Avoj Hoy Chhe...! in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar )

Featured Books
Categories
Share

Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar )

પ્રેમ આવોજ હોય છે...

Sultan Singh

mo. +૯૧ – ૯૯૦૪૧૮૫૦૦૭

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણ લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.

નામ ;- સુલતાન સિંહ બારોટ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું.. ]

પ્રેમ આવોજ હોય છે...!

“ અચાનક જે થયું એના વિચાર કરવા માત્રથી જાણે મન કંપી ઉઠતું હતું. કેટલી વિચિત્ર દુનિયા છે એમાય આ સૃષ્ટિના પેલા લેખની લઈને લખતા પ્રભુની લીલા પણ અપરંપાર ગણવીજ રહીને ? હા કેમ નઈ ? ક્યારે ? કેમ ? અને કઈ રીતે ? એ જીવનના ચક્રને આમ એકાએક બદલી નાખે છે પણ જે થયું એ કેમ સ્વીકારાય... પ્રભુ... પ્રેમ... કે સત્ય... કદાચ બધુજ આજે નિષ્ફળ દેખાઈ રહ્યું છે. આવું એણે કઈ રીતે કર્યું હશે ? શું સાચેજ એણે દિલથી મને જવાબ આપ્યો હશે ? પણ કેમ ? સવાલો પણ હવે કોને કરવા અને જવાબો કોણ આપશે... મને ? નથી સમજાતું કઈ હવે... તમેજ કહો...” એ અટક્યો અને અચાનક નીચું જોઈ ગયો એના શબ્દો અને આંખો ચહેરા પરની વેદના સ્પષ્ટ ઝળહળતી જોઈ શકાય એમ હતી.

“ વિચિત્ર...” હું અટક્યો...

“ શું સર...”

“ મને માંડીને વાત કરીશ તો કઇક સમજાય... કે શું થયું છે...?” મેં એને આશ્વાસન આપતા સૂરમાં સવાલ કર્યો.

“ એણે મને ના પડી દીધી...” એની આંખોમાં વેદના હું જોઈ શક્યો.

“ કેમ...?”

“ એણે જવાબ નથી આપ્યો...”

“ કદાચ જવાબ ના હોય...”

“ એને પણ એવુજ કહ્યું...” એની આંખોમાં વ્યગ્રતા હતી.

“ તને શું લાગે છે...?”

“ હું એને પ્રેમ કરું છું...”

“ અને એ...?”

“ મને નથી ખબર એ કરે છે કે કેમ...”

“ તો પછી...”

“ એ કઈક છુપાવે છે મારાથી...”

“ તારે પૂછવું જોઈએ...”

“ મેં ઘણી વાર પૂછ્યું એ જવાબ નથી આપતી...”

“ કોઈક તો કારણ હશે ને... ?”

“ તો એણે તને શું કહ્યું...?” મારેજ ફરી સવાલ કરવો પડ્યો.

“ બધુજ... કદાચ પતિ ગયું,,,”

“ તું એવું કેમ બોલે છે...?”

“ એણે કહેલું...”

“ અચ્છા બોલ એને જેમ કહ્યું ને એમજ...” મેં જીજ્ઞાશાપૂર્ણ અને મક્કમતા પૂર્વક સવાલ કરી લીધો.

“ કાલનીજ વાત છે મેં એને મારા પ્રેમ વિશેની વાત કરી છે કે કદાચ આપણા બંને વચ્ચે કઈ હોવું જોઈએ કે કેમ ? મને લાગે છે ત્યાં સુધી આ એક સામાન્ય સવાલ હોવો જોઈએ. પણ મને એ નથી સમજાતું એણે મને આચાનક એવું કેમ કહી દીધું કે જેવું તું વિચારે એવું હું નથી વિચારતી તારા માટે. તમેજ કહો આનો શું અર્થ કાઢવો મારે એવું એના વિષે હું શું ખરાબ વિચારતો હોઈશ જે એ મારા વિષે નથી વિચારી શકતી હોય ? મારું મન હવે ગૂંચવાતું જઈ રહ્યું છે. પણ કેમ બઉ વિચિત્ર વાત છે ને તમને ખબર છે આ એજ છોકરી છે જેને પંદરેક દિવસ પેહલા મારો પ્રસ્તાવ ખુશીથી સ્વીકારેલો અને એને મને વિશ્વાસ અપાવેલો કે એ મારીજ બનશે પણ આજે આમ ઓચિંતુજ. કદાચ છોકરીઓ આવીજ હોતી હશે, અથવા હુજ જલ્દબાજી કરી બેઠો હોઉં પણ મેં એવું તો કઈ નથી કહ્યું. કદાચ એજ નથી સમજતી... મને...” એ અટક્યો ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઊંચકીને ગટગટાવી ગયો એના ચહેરાના ભાવ વિચિત્ર હતા. એના મો પર જાણે ભય હતો એક અજાણ્યો ભય કોઈ એક વ્યક્તિના જવાબથી આટલો ફર્ક પડી શકે ? મારી પાસે પણ કદાચ આનો જવાબ નથી તમારી પાસે પણ નઈજ હોય કદાચ ગીતામાં હોય.

“ પછી શું થયું....?” મારાથી પુછીજ લેવાયું કદાચ હું રોકી ના શક્યો મારા સવાલને જીજ્ઞાશાવશ અને ફરી બોલી જવાયું “ તું ચા કે કોફી કઈ લઈશ...”

“ ના મારે કઈ નથી જોઈતું...”

“ ઓકે...” મેં સામાન્ય હાવભાવ સાથે જવાબ આપ્યો કદાચ મારે આગળ જાણવું હતું અથવા એણે આગળ બોલવું જોઈએ એવું મેં વિચાર્યું. મારું મન એને આગળ કહેવા માટે જાણે ધોસબંધ કહેતું હતું પણ એવું ઉચીતના લગતા હું ચુપ રહ્યો.

હું મારી પોતાનીજ દુકાને બેઠો હતો અને સાંજનો સમય હતો દિવાળીની રાજાઓના કારણે વાતાવરણ શાંત હતું કોલાહલ પણ ઓછો હતો. રમણીય વાતાવરણ હતું અને મારે ચા પીવી હતી મેં અમારા કારીગરને ઈશારા વડે બે ચા માટેનો આદેશ કર્યો. કદાચ એ આગળ બોલશે એમ વિચારી હું એની સામે જોઈ રહ્યો...

“ મારે શું કરવું જોઈએ...?” એણે પૂછ્યું સવાલ હતો પણ વિચિત્ર એ હજુય ગુમસુમ અને શાંત લાગતો હતો.

“ મને શું ખબર...”

“ કેમ...”

“ તું એને પ્રેમ કરે છે...?”

“ હા... બહુજ...”

“ તો પછી એ જરૂર માનશે...?” મેં કહ્યું મારા જવાબની મક્કમતા અને આત્મવિશ્વાસને માપી શક્યો હોય એમ એણે મારા તરફ જોયું મારા સ્મિત સાથે એના મુખ પર આછી પ્રશન્નતા ઉભરાઈ.

“ પણ...” મેં ફરી પૂછ્યું.

“ પણ શું...?”

“ તું કેમ આમ આટલો બેબાકળો બન્યો છે...”

“ મારે માંડીને વાત કરવી જોઈએ નઈ...”

“ હા તને ગમે એમ વાત કર...” સહજતા પૂર્વક મેં કહ્યું પેલો માણસ ચા લઇ આવ્યો એણે ના પડી મેં કપ હાથમાં લીધો અને એની સામે જોઈ ગયો કદાચ એ ચા પીવાના મુડમાં ના હતો.

“ તમે લેખક છો..?”

“ ના હાલતો મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી અને વિચારક કહી શકો,,,”

“ તમે લખો છો... હેને... ?”

“ થોડું બહુ...”

“ ઓકે... મને પણ લખવાનો થોડો બહુ શોખ છે...”

“ વાહ... તો તું સારી રીતે સમજાવી શકીશ... એજ પ્રકારે વાત કરીએ... મઝા પડશે...” હું થોડોક ખુશ હતો હસવું મને યોગ્ય ના લાગ્યું એવા સમયે. કદાચ એક વિચારક વ્યક્તિએ લેખક સાથે બેસીને આવોજ અનુભવ થવો જોઈએ જે હાલ મને થઇ રહ્યો હતો.

“ વાત શરુ કરું...”

“ હા જરૂર...” મેં હકારમાં સહમતી આપી.

“ મારું નામ રહી ગયું તમારું તો મને ખબર છે મારું નામ અજય છે, અજય મિસ્ત્રી..” એને હાથ લંબાવ્યો.

“ ઓહ... હા...” મેં હાથ મિલાવ્યો મિસ્ટેક થઇ ગઈ હમેશની જેમ મને એની વાતોમાં રસ પડ્યો કદાચ મને કોઈના નામ સરનામાં પૂછવાની ટેવ ખુબ ઓછી છે મારા માટે એનું ઝાઝું મહત્વ નથી.

“ હું નાનપણથી એકલો છું ? કદાચ મને સમજનાર કોઈ મળ્યું નથી એવું નથી કે હું અનાથ છું મારે સ્પષ્ટ કહેવુજ જોઈએ કે હું વિશાળ લાંબા પરિવારનો સભ્ય છું. કદાચ મારી વિચાર ધારાના કારણે હું એકલો છું એવું કહેવું યોગ્ય રહેશે. મેં જીવનમાં ઘણા સપના જોયા છે મને સપના જોવાનો શોખ છે, મનથી વધુ હું દિલથી સંભાળું છું... પણ... જીવન દરેક પળ કદાચ એવો અવસર નથી આપતું... મેં ક્યારેય એવી વ્યક્તિ નથી મેળવી જે મને સમજ શક્તિ હોય મને ચાહતી હોય... મારે જીવનમાં પ્રેમનીજ કદાચ ઉણપ છે મને ચાહનારા વ્યક્તિની મારા જીવનમાં જરૂર છે. મારી માં અને પરિવાર પણ મને પ્રેમ કરેજ છે પણ એમાં એક અપેક્ષા છે, એમના સપના છે, મહત્વકાંક્ષા છે, કઈક પામવાની ઈચ્છાઓ છે... પણ મારે મારા સપના જીવવા છે એ બધા માટે હું મતલબી વ્યક્તિ છું. કદાચ એ લોકો સાચા છે મેં એમને ઘણા દુઃખ આપ્યા છે પણ એમણે મને કઈ ઓછા દુખ નથી આપ્યા. એમણે મને કદી માર્યો ફૂટ્યો નથી કે મારી સાથે ભેદભાવ પણ નથી કર્યો એ વાત હું સ્વીકારું છું પણ મારા સપના, મારી ઈચ્છા, એમણે દરેક પળે અસ્વીકારી છે. ઘણા વર્ષો બાદ કોઈ મને સમજનાર મળ્યું છે અને લાંબા સમય બાદ કોઈકને પ્રેમ કરવાનું મન થાય એવી વ્યક્તિ પણ કદાચ આજે એય જઈ રહી છે...” એના શબ્દોમાં આત્મવીશ્વાશનો અભાવ હતો કદાચ એનામાં કઈક તૂટી ગયું હશે એનો અવાજ એં સ્પષ્ટ દર્શાવતો હતો કે એ કદાચ ઘણો રોયો પણ હશે મારી સામે નઈ પણ એકાંતમાં દુઃખ જરૂર કાઢ્યું હશે. આવુજ લગભગ દુનિયામાં બનતું હોય છે ઘણાય બાળકો આમજ અવગણાતા હોય છે પરિવારની માન, મર્યાદા, મોભા અને સામાજિકતા જેવા ઘણા અવરણોમાં આવા સપના રોળાઈ જતા હશે.

“ પછી...” મેં એના વિશ્રામમાં જાણે ખલેલ પાડી.

“ મારે એની જરૂર છે...” એ અટક્યો...

“ કોની...” મેં પૂછી લીધું કદાચ એ એનું નામ કેશે એવું મને લાગ્યુ પણ એનો જવાબ અદભુત હતો.

“ હું કોઈ દેવ નથી પણ, જો હું રામ હોઉં તો સીતાની, જો હું કૃષ્ણ હોઉં તો રાધાની, રાંઝા હોઉં તો હીરની, સલીમ હોઉં તો અનારકલીની અને આજના યુગમાં મારે એનીજ જેણે કાલે મને આમ કહેલું...” એ અટક્યો એનો અવાઝ ભારે ભરખમ જણાતો હતો.

“ કેમ...”

“ મારે એને કહેવું છે...”

“ શું ?”

“ ઘણું બધું... વિચિત્ર... મનમાં આવે એ બધુજ...”

“ શું છે મનમાં...”

“ એને મારે જણાવવુ છે કે આ વર્ષોથી ડમરીએ ચડેલા રણમાં એની પ્રેમ વર્ષાની મારે જરૂર છે, આ ઉજ્જડ વનમાં એણે વર્ષતી બહાર બનવાની જરૂર છે, આ સુના પડેલા દિલને એની ધડકનોની જરૂર છે, આ તડપતી આંખોને એની આંખોમાં સમાઈ જવાની જરૂર છે, આ માટીના શરીરને એમાં લપાઈને એક થઈને જીવવાની જરૂર છે, આ હોઠોને કદાચ એના હોઠોના એ અમી જળને ચાખવાની જરૂર છે, આ વ્યક્તિને જીવવા માટે પણ જાણે એની જરૂર છે...” આ બધુ બોલતી વખતે એનો અવાઝ અસ્પષ્ટ હતો કદાચ એ રડી રહ્યો હોય એવુય બને અથવા મારા સામે કડક અને મક્કમ બનીને બેઠો હોય... પણ એનો અવાઝ એના ભાવ એની વેદના છુપાવવા અસમર્થ લગતા હતા.

“ મારે એ જોઈએ છે, દિલની વાતો કરવી છે મારે એની સાથે, એનો હાથ પકડીને મારે કલાકો સુધી ખુલ્લા રસ્તાઓ પર ચાલવું છે, એના ચહેરાને મારે બસ જોયાજ કરવો છે, એની આંખોમાં મારે ડૂબી જવું છે, એની બાહોમાં મારે હમેશા માટે ખોવાઈ જવું છે, એના ખોળામાં માથું મુકીને મારે એની આંખોમાં આંખો અને મારો ચહેરો પડઘાય એમ રહીને વાતો કરવી છે, એ મારા વિષે વિચારતી હોય અને હું એને પ્રેમ કરતો રહું બસ, એને મારા હોઠો પર નમીને મારા હોઠોને સ્પર્શતી હોય એમ રહેવું છે, મારે બસ એનો સાથ જોઈએ છે એનો અહેસાસ હોય, એનો સાથ હોય, એનો વિશ્વાસ હોય, બસ મારે કદાચ એટલુજ જોઈએ છે...”

“ ઓહ...” હું અચાનક આટલું બોલ્યો કદાચ એ વધુ બોલતા અટક્યો એના ચહેરા પર એક રંગીનતા હું અનુભવી રહ્યો હતો જયારે એણે મને આ બધું કહ્યું એના ચહેરા પર પ્રશન્નતા ઉભરતી હતી કદાચ છલકાઈ રહી હતી. એ પેલા કરતા વધુ ખુશ દેખાયો જયારે એ મારી સાથે એના વિચારો મુક્ત પણે સ્પષ્ટ કરતો હતો કદાચ એ બધું અનુભવી સકતો હતો.

“ હા...” એ થોડોક સ્વસ્થ બન્યો.

“ વિચિત્ર શું છે... તારા મનમાં...”

“ છે... ઘણી ઈચ્છાઓ...”

“ નથી કહી શકતો હું એને...”

“ મને કહીશ...?” મેં પાણીનો ગ્લાસ લંબાવતા પૂછ્યું.

“ કદાચ કહી શકું...”

“ અવશ્ય કહી શકે...” એ પાણી પી રહ્યો હતો કદાચ પાણી પીધા બાદ એ વધુ સ્વસ્થ જણાયો.

“ કયાંથી શરુ કરું...?”

“ મૂંઝાય છે...?” મેં પૂછી લીધું.

“ ના એવું નથી...”

“ તો... શું...”

“ મારે તમને કહી નાખવું જોઈએ...”

“ બોલી નાખ...” હું થોડુક હસ્યો.

“ મેં મનમાંજ ઘણા સપના સેવ્યા છે એના માટે... કદાચ તમે માનીજ નહિ શકો... અને કદાચ તમે પણ હસી પડશો...”

“ અરે વિશ્વાસ રાખ...” મેં કહ્યું.

“ મેં કદાચ પ્રથમ વખત આટલો ગહેરાઈથી એને પ્રેમ કર્યો છે મારે એના હાથને મારા હાથમાં બધીજ આંગળીઓ એક બીજાને સ્પર્શે એમ હાથ પરોવીને એની પાસે બેસવું છે, મારે એના ચહેરાને મારા આજ બે હાથ વડે સહેલાવવા છે, મારે એના ગરદન અને પીઠને ચૂમી લેવી છે, મારે એના ગાલ અને ચહેરાને મારા આંગળીઓના સ્પર્શ વડે નવડાવવા છે, મારે એની કમર પર હળવો સ્પર્શ કરી એને પાછળથી મારા તરફ જકડી લેવી છે, મારે એની સુગંધમાં, મહેકમાં, મદક્તામાં, અહેસાસમાં ડૂબવું છે અને ખોવાઈ જવું છે મારે ફક્ત તરવું નથી, મારે એને મારી સમજીને ચાહવી છે કદાચ આ દુનિયાના બંધનોને અવગણીને મારે મારા પ્રેમની અતિવૃષ્ટિમાં એને નવડાવી દેવી છે...”

“ વાહ અદભુત...” હું ખોવાઈ ગયો કદાચ હું મનોમન હસી પડ્યો.

“ મને ખબર હતી તમે હસસો...”

“ અરે એવું નથી...”

“ તમે હાસ્યા... હાલ... મેં જોયું...”

“ હા કદાચ... પણ તારા વિચારો પર નઈ...”

“ તો... તે મારાજ વિચારો મને કહી બતાવ્યા...”

“ મતલબ...”

“ કઈ નઈ લે... પાણી પી.... આરામ કર...”

“ સમજાવશો મને...” એણે મારી નજીક આવતા પૂછ્યું કદાચ એને મારી કહાનીમાં રસ પડ્યો હોય.

“ બસ બોલે તું છે પણ શબ્દો મારા છે... અને કદાચ એટલેજ હું હસી પડ્યો...” મેં સ્પષ્ટતા કરી કદાચ એ સમજી શકે એટલે.

“ મારા વિચારો છે આતો...” એણે ગ્લાસ ટેબલ પર મુક્યો.

“ અને મારા પણ...”

“ ફ્રેન્ડસ...?” એને મારી તારા હાથ લંબાવ્યો.

“ હાલ સુધી કદાચ આપણે વધુ નજીક આવીજ ચુક્યા છીએ... તને નથી લાગતું...” હું થોડુક હસ્યો અને એના ચહેરા પર પણ હાસ્ય જોઈ શક્યો. કદાચ હવે એ બધું ભૂલીને થોડોક સાધારણ બની રહ્યો હોય એવું અનુભવાયું.

હું કઈ બોલું એ પહેલાજ એને બહાર નીકળતા અને શહેરના ભીડભાડમાં ખોવાઈ જતો જોઈ રહ્યો એ ઓંટો દ્વારા નીકળી ગયો. સમજાયું ની બે પળ માટે તો કે મારાજ વિચારોને એ વ્યક્તિ આટલા અદભુત અને સ્વતંત્ર રીતે કેવી રીતે કહી શકે. આટલી હદે કોઈ મારા વિચારો સાથે મારા જેટલુજ સામ્ય એ પણ આમ નવાઈ તો લાગી પણ કદાચ પ્રેમ આવોજ હોય છે. હું હજુય ટેબલ પર બેસીને એજ વિચારતો હતો કે એ ખરેખર મુલાકાતી હતો કે પછી હું સપનામાં હતો ? એ કોણ હતો ? એનું નામ ? અજય... પણ આ કોણ ? એ છોકરી ? એણે કોના માટે વાતો કરી હતી ? હું અચાનક સફાળો બેઠો થઇ ગયો.

“ અદભુત....” આટલુજ બોલાયું મારાથી કદાચ એ સમયે..

“ કદાચ એ મારી કલ્પના હોય પણ ના એવું નથી એ ખરેખર આવ્યો હતો. મેં તરત પેલા ચા બનાવતા કારીગરને બોલાવ્યો તે પેલાને ચા કેમ ના આપી “ એણેજ ના પડી હતી... પણ એ શું કેતો હતો...” એણે જવાબ આપ્યો. “ અરે કઈ નઈ જવાદે તારા કામની વાત નથી તું જા... કામ કર...” મેં એને કહ્યું એ પોતાને કામે વળગ્યો. એક ખુશી છે મનમાં કોઈક છે મારા જેવુજ વિચારનાર આ દુનીયામાંજ અને હું એને મળ્યો પણ એક દમ વિચિત્ર. કદાચ માનસિક ઝુડવા કહી શકાય, હા બિલકુલ એવુજ. પણ ખરેખર પ્રેમ આવોજ હોય છે ભલભલાને બદલી નાખે છે બસ આવુજ હોય છે. કદાચ એની પીડા સાચી છે સમજી શકાય એવી છે અને સ્વીકારી શકાય એવી પણ છે. દુનીયાજ એવી છે, સમાજ એવો છે, સંસ્કૃતિ એવી છે, માતા-પિતા અને વિચાર ધારા એવી છે અથવા એનાથી પણ સત્ય તો એ છે કે કદાચ આપણે જ, ઓહ આપણે એટલેકે જેને પ્રેમ કર્યો એજ એવા છીએ. સત્ય નથી સમજતા, ઈશ્વરને નથી જાણતા, મંદિરોમાં બસ ભટકતા રહીએ છીએ કદાચ પ્રેમને સમજવો જોઈએ એટલેજ ઈશ્વર મળશે. પ્રેમ એટલે સત્ય અને કદાચ સત્ય એટલે ઈશ્વર આવુજ કઈક ધર્મ ગ્રંથોમાં કહેવાતું રહ્યું છે.

પ્રેમ આવોજ હોય છે બધું બદલવા સમર્થ અને આખી દુનિયાને બદલી નાખવાનું સામર્થ્ય ધરાવનાર તાકાત એમાં હોય છે. કદાચ ઇતિહાસના પન્નામાં એનો ઉલ્લેખ હંમેશાથી છેજ આપણે જોયો છે ને એવોજ પ્રેમ હિડિંબાનો હતો જેણે પોતાના ભાઈ સામેજ ભાથ ભીડી લીધી, અનારકલીનો હતો જેના કારણે દીવાલોમાં ચણાઈ ગઈ, શાહ્જાહનો હતો જેને તાજમહેલ બંધાવી દીધો, રુકમણીનો હતો જેને લેવા કૃષ્ણ પોતે આવ્યા હતા અને એનાથી પણ અદભુત રાધા અને કૃષ્ણનો હતો અને જે સમાજ પ્રેમને આટલા ખરાબ નઝરે જોવા ટેવાયેલો છે એ પણ રૂકમણીને કૃષ્ણ સાથે પૂજવાની જગ્યાએ પણ રાધા સાથેજ એ કાનુડો પુજાતો રહ્યો છે એટલેજ કે પ્રેમની વ્યાખ્યા કદાચ એ જોડી દ્વારાજ અવતરી આવી છે... કૃષ્ણ આપી ગયા છે... રાધા આપી ગઈ છે... કેમ ? એનો જવાબ તો નથી... પણ... બસ પ્રેમ આવોજ છે... સવાલ પણ આજ અને જવાબ પણ આજ છે... કે... પ્રેમ આવોજ છે...

અકથ્ય... અનન્ય... અવર્ણનીય... પરમતત્વ... ઈશ્વરીય... કૃષ્ણ... રાધા... અને આખુય બ્રહ્માંડ... બસ પ્રેમ તાત્વમાં લીન છે... સમય પણ... બસ પ્રેમ આવોજ હોય છે...

સમાપ્ત

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]