story in Gujarati Short Stories by Rekha Vinod Patel books and stories PDF | story

Featured Books
Categories
Share

story

જીવનમાં ચારે બાજુ ઉત્સવ ઉત્સવ...... હેપ્પી દિવાળી .

દોમદોમ સાહ્યબી વચ્ચે પણ માલતીને કાયમનું અસુખ.

જ્યાં મનમાં સંતોષની કમી હોય ત્યાં કેવું સુખ કેવી શાંતિ? કેવી હોળી અને કેવી દિવાળી!

તેના કાયમના શબ્દોની તોછડાઈ ને કારણે ઘરમાં રોજ કજીયો કંકાસ રહેતા હતા , દીકરો વહુ કાયમી અથડામણ ટાળવા બીજે રહેવા ચાલ્યા ગયા.

મને કોઈની પડી નથી જેને જવું હોય તે જાય ,આ ઘર મારું છે " કહી માલતી અક્કડ રહી અને તેમની સાથેના સબંધો ટુંકાવી નાખ્યા.

કાયમની આડાઈને કારણે પતિ દુર થતો ગયો, નોકર ચાકર પણ માત્ર ખપ પુરતું બોલી કામ પતાવી દેતા

માલતીને હવે નવી ઉપાધી આવી " કોઈને મારી પડી નથી હું જીવું કે મરું ". મારી સાથે કોઈ વાત કરવા નવરું નથી .

અસુખમાં એક નવું દુઃખ ઉમેરાયું, પરિણામે વધુ કજીયાખોર બની ,પતિ સાથે નાનીનાની વાતમાં જીદ ઉપર આવી જતી,

થાકી હારીને તેનો પતિ દીકરા વહુ સાથે રહેવા ચાલ્યો ગયો.

એવામાં દિવાળી આવી ઘેરઘેર દીવા પ્રગટ્યા પણ માલતીના મનમાં એકલતા ની આગ પહેલે થી પ્રગટેલી હતી

આજુબાજુ બધે રંગોળી સજાવાઈ કેટલીય ચહલ પહલ દેખાતી પણ અહી આ આગણું બે રંગ હતું. જ્યાં સ્વજનો ની ખોટ હોત ત્યાં કેવા રંગો?

વળી મનની અક્કડતા વળ ખાઈ બેઠી થઇ " મારે કોઈની જરૂર નથી".

માલતીએ ચારે બાજુ દીવા પ્રગટાવ્યા ,મીઠાઈઓ મંગાવી ,રંગોળી પુરાવી ,

છતાં પણ બધું ભેકાર રહ્યું............................

અહી નાં સ્વજનોનો સંગ હતો , નાં પ્રેમનો રંગ હતો. બસ હતું સાવ ખાલીખમ મન.

ચોમેર ઉત્સવ ઉજવાયો પણ અહી દિવાળી આવીને ગઈ કોઈ ફર્ક નાં પડયો.

થાકેલું મન તન ઉપર હાવી થયું, છેવટે માલતી એ બીમારીને આવકારી.આજે એકલતાની ભીસ બહુ ભારે લાગતી હતી

માલાતીની બીમારીની જાણ થતા વહુ મગની ખીચડી લઈને આવી, માલતીને લાગ્યું જાણે તેના આંગણે ઘનતેરસ આવી લક્ષ્મી આવી ,

સાંજ પડે દીકરો ફ્રુટ લઈને આવ્યો , જાણે ઘેર દિવાળી આવી.

પતિના હાથમાં ફૂલોનો ગુચ્છો અને આંખોમાં પ્રેમ જોઈ માલતીને લાગ્યું આજ મારું નવું વર્ષ.

ચારે કોઠે દીવા પ્રગટ્યા સુખની રંગોળી પથરાઈ અને આનંદ ના ફટાકડા ફૂટ્યાં,

જીવનમાં ચારે બાજુ ઉત્સવ ઉત્સવ.......હેપ્પી દિવાળી, હેપ્પી દિવાળી .

ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ,મન મુકીને આજ રંગોથી રંગતા જઇએ

આંખમાં જીવન તણી આશાને પ્રગટાવી શાંતીને મારગ રાહ ચીંધી ચાલતાં જઈએ.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)