Garvilo Gujarati in Gujarati Magazine by Viral Chauhan Aarzu books and stories PDF | ગર્વિલો ગુજરાતી

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ગર્વિલો ગુજરાતી

ગુજરાતી માણસ હંમેશા મથાળામાં રહયો છે, ફકત ભારતમાં નહી પણ પુરા વિશ્ર્વમાં. ભારત દેશ આઝાદ થયો નહતો ત્યારે પણ અને આજની તારીખમા પણ. ગુજરાતી હોવું એક ગર્વની વાત છે. ગુજરાતી પ્રજા સંસ્કારી સારી રીતભાત વાળા સાહસી શુરવીર જોખમ ખેડનારી હોય છે અને એટલે જ વ્યવસાય કરવો એ ગુજરાતી પ્રજાની ગળથુથીમાં હોય છે. લોકોને ગુજરાતી જીવનશૈલી એટલી આકર્ષે છે કે ગુજરાતમાં રહેનારી પરપ્રાંતીય પ્રજા પણ ગુજરાતી બનીને જ રહે છે. એમની રહેવાની પધ્ધતી બોલી સંસ્કાર ગુજરાતી પ્રજા જેવી જ થઇ જાય છે. ગુજરાતી પ્રજા દુનિયાંનાં કોઇપણ ખુણે જાય પોતાનાં સંસ્કાર રીતભાત કયારેય નથી ભુલતી એટલે જ કહેવાયું છે,

“જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”

ભારત આઝાદ થયું નહોતું ત્યારે પણ ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞીક, કસ્તુરબા ગાંધી અને વિઠ્ઠલ ભાઇ પટેલ જેવી વ્યકતિએ પોતાનો પરચો બતાવી દીધો હતો. ગાંધીજીનાં પુતળાં તો દુનિયાંભરમાં છે. વિશ્ર્વના ઘણાં દેશો ગાંધીજીને ખુબ જ સન્માન આપે છે. ગાંધીજી ફકત એક સ્વાતંત્ર્યેનાની જ હોતા, પરંતુ વકીલ ઉમદા લેખક હતાં ગાંધીજી આપણાં રાષ્ટ્રપિતા છે. મહાત્માં ગાંધીજી એ એટલાં સત્કર્મો કર્યા છે કે એમની છબી આપણી ચલણી નોટમાં છાપ્યો છે. આપણે રુપિયાને લક્ષ્મીરુપે પુજીયે છીએ. ગાંધીજી એ સન્માને પુરા હકદાર રમતગમત, ફિલ્મ, રાજકારણ, વ્યવસાય, ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, જગતમાં કોઇપણ ક્ષેત્ર એવું નથી, જયાં ગુજરાતી ના હોય. ગુજરાતી પ્રજાએ અમેરીકા જેવા શકતિશાળી દેશમા મોટેલનો બહુ મોટો વ્યવસાય ઉભો કર્યો છે.

ધીરુભાઇએ વિશ્ર્વમાં ચોરવાડનું નામ રોશન કર્યુ છે. અદાણી અંબાણી અઝીમ પ્રેમજી, રતન ટાટા એ ઉધોગમાં નામના મેળવી છે. ઉદય કોટક કોટક બેંકના સ્થાપક છે શેરબજારમાં તો ગુજરાતી પ્રજાનું એકહથ્થુ રાજ છે.

અજય જાડેજા ઇરફાન પઠાણ પાર્થિવ પટેલ ફેમસ ક્રિકેટર છે

ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચંદ્રકાંત બક્ષી, હરકીસન મહેતા, જયોતીંદ્ર દવે, વિનોદ ભટ્ટ, સુરેશ દલાલ, રમેશ પારેખ, મકરંદ દવે, કલાપી, ઉમા શંકર જોશી, ચીનું મોદી, બરકત વિરાણી એ ગુજરાતી સાહીત્યસર્જનમાં અમુલ્ય ફાળો આપ્યો છે. કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલૅસ તો સવાઇ ગુજરાતીનું બિરુદ પામેલા

ફિલ્મીક્ષેત્રે કલાકાર સતીષ શાહ, જેકી શ્રોફ, આશા પારેખ, સંજીવ કુમાર, ડિંપલ કાપડીયા, અમીષા પટેલ, અરુણા ઇરાની ગાયક પંકજ ઉધાસ, મનહર ઉધાસ, સંગીતકાર કલ્યાણજી આનંદજી, હિમેશ રેશમયા, જય મહેતા, ડાંડીયા ક્વીન ફાલ્ગુની પાઠક, નિર્દેશક સંજય લીલી ભણસાલી, મહેશ ભટ્ટ અને બંધુ યાદી ખુબજ લાંબી છે.

ફિલ્મોમાં પણ ગુજરાતીપણું ખુબજ સારી રીતે પ્રદર્શિત કર્યુ છે જેમ કે હમ દિલ દે ચુકે સનમ, વૉટ્સ યોર રાશિ, થ્રી ઇડીયટસ, ચુપચુપકે, રામલીલા ગુરુ, ઉર્મિલાની ખુબસુરત, તો ગીતો પણ ખુબ જ હીટ થયા છે જેમ કે સલમાન ખાનના ગીતો તારો ફોટો પણ ચાલસે..... ઢોલી તારો ઢોલ બાજે..... કાઇપો છે....... પ્રિયકા ચોપરાનું ગીત શું છે શું છે મને કહીં દો........ પૉપ સોંગ દિલ લેગી કુડી ગુજરાત દી.......

આપણા લોકલાડીલા નેતા નરેંદ્ર મોદી એ તો ગુજરાતી પ્રજાનું માથુ ગર્વથી ઉંચુ કર્યુ છે. તેઓ એક એવા વ્યકતિ છે જે દિલથી યુવાન છે. તેમણે આજનાં યુવાધન જે હંમેશા પોતાની મોજમજા કારર્કીદીમાં વ્યસ્ત રહેતા હતાં એમને રાજકારણ જેવા વિષય પર આકર્ષિત કર્યા છે. આઝાદ ભારતનાં બે ગુજરાતી મોરારજી દેસાઇ નરેંદ્ર મોદી નો વડાપ્રધાન તરીકે ફાળો રહયો છે.

તમને જાણીને આશ્ર્ચર્ય બ્રાઝીલમાં આપણી ગીર ગાયનું દુધ જ ઉપયોગમાં આવે છે. વર્ષો પહેલા આપણા ભાવનગરનાં રાજા કૃષ્ણકુમાર સિંહે બ્રાઝીલનાં રાજાને એક ગાય અને એક આખલો આપ્યો હતો. બ્રાઝીલનાં રાજાને એનું દુધ એટલું તો ભાવ્યું કે હતું કે ખુશ થઇને કૃષ્ણકુમાર સિંહ ને બ્લેંક ચેક આપ્યો હતો જેની આપણા ભાવનગરનાં રાજા એ પ્રેમપુર્વક અસ્વિકાર કરેલો. બ્રાઝીલમાં આપણી ગાયનું જ દુધ પિવામાં આવે છે. ત્યાંની પ્રજા દુધ,દહી,ધીનાં હેવાયાં થઇ ગયા છે અને આપણી ગાયનું ખુબ જ જતન કે છે જાણીને ગર્વ થાશે કારણ કે બ્રાઝીલમાં ચાર મહાનગરનાં મુખ્ય રસ્તાનાં ચોક પર કૃષ્ણકુમાર સિંહનું પુતળુ પણ મુકયું છે

ભગવાન શ્રી કૃષ્ણ પણ દ્વારીકામાં થઇ યુકયા છે. અને તેમણે શંકર ભગવાનનું સોમનાથમાં મંદિર પણ બનાવ્યુ છે.

અંદાજે આખા વિશ્ર્વમાથી પચાસ મિલિયન પ્રજા ગુજરાતી બોલી બોલે છે. ગુજરાતી બોલી પણ છે અને લિપી પણ છે અંદાજે 45% ભારતીય પ્રજા ગુજરાતી બોલે છે. મોરેશિયસમાં રહેતી પ્રજા પણ ગુજરાતી બોલે છે. ગુજરાતી ભાષા બોલવાનાયે ઘણાં પ્રકાર છે જેમ કે ગામડીયું, કાઠીયાવાડી, ખારવાં, પારસી, સુરતી, કચ્છી, અમદાવાદી વગેરે

ગુજરાતનાં રાસ ગરબા દુનિયાંભરમાં મશહુર છે. બાંધણી, લહેરીયાં ચણીયાચોળી હંમેશા ફેશનમાં રહયાં. ગુજરાતી છોકરી અને સ્ત્રી ગમે તટલી આધુનીક કેમ ના હોય પારંપારીક પ્રસંગોમાં ગુજરાતી ઢબની સાડી જ પહેરે છે. આપણને પોષાકમાં વિવિધતાં જોવા મળે છે જેમ કે જાતજાતની સાડી બાંધણી, લહેરીયું પટોળા, પાનેતર, સેલા, ચંદેરી, ચણીયા ચોળી પુરુષો માટે લેંઘો- ઝભ્ભો, કેડીયું ને ધોતીયુ.

ગુજરાતી માણસ પોતાનાં શાકાહારી વલણનું ચુસ્તપણે પાલન કરે છે ઘણી પ્રખ્યાત હસ્તી શાકાહારી બનતી જાય છે

આપણી સદાબહાર વાનગી જેમ કે થેપલા ખાંડવી દાળધોકળી ખમણ ધોકળાંની માંગણી હંમેશાં થતી જ રહે છે દુનિયાભરની વાનગી ખાધા પછી કહેશે સાલી શાક થેપલા જેવી મજાન આવી એટલે પૅરિસમાં પાત્રા અને રૅામમાં રસપુરી જમતા હોય છે. અરે આજકાલ તો ફકત ગુજરાતી થાળી પિરસતી હોટેલ પણ ધમધમે છે
જેમા કાઠીયાવાડી, જૈન થાળી અને સુરતી ખાસ થાળી મળતી હોય છે ગુજરાતી પ્રજા ખાવામાં એક નંબર હોય છે. દરેક તહેવાર ગુજરાતી પાક કલાથી જ ઉજવી શકે એટલી વિવિધતાં એમનાં ખોરાકમાં હોય છે. ફુલકા ભાતભાતની ગુલાબ જાંબુ, વિવિધ પ્રકારનાં હલવા, ખોપરાપાક, બરફી, પેંડા, કંસાર, ઘી થી લચપચતી લાપસી, મોહનથાળ, મઠીયા, ઘુઘરા, ખાંડવી, ઢોકળા, દાળ ઢોકળી, ખમણ, પાત્રા, દાળવડા, બટેટા વડાં, ખાખરા, કાતરી, હાંડવો, મુંઠીયા, રસિયા મુંઠીયા, અમીરી ખમણ, અડદીયાં પાક વગેરે. છાસ અને સોડાની તો બંધાણી હોય છે

ગુજરાતણનું ઘર બધાથી અલગ તરી આવે છે જેમ કે ઘરની દિવાલો પર ચાકળાં દરવાજે ઝુલતાં તોરણ અને ઘરમાં હિંડોળો તો ખરો જ આધુનીક થઇને ફરતી ગુજરાતી પ્રજામાં ગુજરાતીપણુ છલકાઇ જ ઉઠે. ગુજરાતી ઘરોમાં પાણીયારું માટલું અચુક જોવા મળશે. ગુજરાતી માણસ ધર્મ પ્રેમી, દાની હોય છે ઉત્સવ પ્રેમી હોય છે.

ભારતભરમા મશહુર આઇસ્ક્રીમ જેમ કે અમૂલ, હેવમોર, વાડીલાલ ગુજરાતની છે બાલાજી વૅફર્સ ગુજરાતની છે. નિરમા પાવડર, વાઘ બકરી ચા ગુજરાતની છે. સ્વરસામ્રાજ્ઞી લતામંગેશકરને જન્મ દેનારી ગુજરાતણ છે, સચીન તેંડુલકરનું ઘર સંભાળનારી ગુજરાતણ છે, ગાયક મુકેશની પત્ની ગુજરાતણ હતી. સુનીતા વિલીયમ્સ પણ ગુજરાતની છે

પ્રજા ગુજરાતી પરીવાર પ્રેમી હોય છે આજની તારીખમા પણ વધારે પ્રમાણમાં લોકો સહકુટંબ પ્રથામાં માને છે . અસ્સલ ગુજરાતી નારી એ છે જે પરપ્રાંતીયને પરણ્યાં પછી એ ઘરને ગુજરાતી ઢબમાં ઢાળી દે અને પરપ્રાંતીય છોકરી ગુજરાતી સાસરામાં ગુજરાતી રંગે રગાઇ જાય. વળી આપણાં લગ્ન ગીતો ફટાણામાં તો મજા પડી જાય. ગુજરાતી માતાજીની પરમ ભકત હોય છે

ગુજરાતી નારીની સૌભાગ્ય નીશાની એટલે કપાળે લાલ ચટ્ટક ચાંદલો, માથે વાળનો મજાનો ગુથેલો અંબોડો, ગુજરાતી ઢબની સાડી, હાથમાં લાલ સોનેરી બંગડી પગમાં છડાં વીંછી કાનમાં ઝુમ્મર ગળામા મંગળસુત્ર.

કેમ છો મજામાં છો એ હા...લો આ સંવાદ તો દુનિયાભરમાં પ્રચલીત છે