Balako Saathe Money And Time Management in Gujarati Magazine by Archana Bhatt Patel books and stories PDF | બાળકો સાથે મની એન્ડ ટાઈમ મેનેજમેન્ટ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

બાળકો સાથે મની એન્ડ ટાઈમ મેનેજમેન્ટ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : બાળકો સાથે મની એન્ડ ટાઈમ મેનેજમેન્ટ

શબ્દો : 1472
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા / ધાર્મિક

બાળકો સાથે મની એન્ડ ટાઈમ મેનેજમેન્ટ

અત્યારનાં યુગમાં લગભગ દર ત્રણ વર્ષે જનરેશન ગેપ જોવાં મળે છે જેમાં માતાપિતાની વિચારસરણી અને બાળકોની વિચારસરણી આ બેની વચ્ચે તાદાત્મ્ય સાધવું એ ખૂબ મુશ્કેલી ભર્યું લાગે છે, ખાસ કરીને કપડાં, રમકડાં અને જુદાં જુદાં ગેજેટ્સ ખરીદવા માટે લગભગ દરેક જ બાળક સદાય જિદ્દ કરતું જ જોવા મળે છે. આઉટડોર ગેમ્સનું સ્થાન હવે એન્ડ્રોઈડ એપ્લીકેશન્સ એ લઈ લીધું છે, આજકાલ લગભગ દરેક માતાપિતાની એક જ ફરિયાદ જોવા મળે છે કે બાળકોની માંગણીઓને પહોંચી વળવા એ લોકોનાં તૂટીને ત્રણ કટકા થાય તોય પહોંચી વળાતું નથી, માતાપિતા બંને નોકરી કરતાં હોય અને આવક પણ ભલે ગમે તેટલી સારી હોય તેમ છતાં બાળકોની માંગને જાણે કે પહોંચી જ નથી વળાતું, એવું નથી કે એ બધો રૂપિયો માતા પિતા પોતાનાં મોજશોખમાં ઉડાડે છે, વાત એ છે કે બાળકો આજકાલ કોઈપણ એક વસ્તુથી ચલાવી જ નથી શકતાં, દરેક બે કલાકે બાળક કોઈ એક વસ્તુથી કંટાળી જાય છે અને નવું બીજું રમકડું કે નવી વસ્તુ એને જોઈએ જ છે, માતાપિતા બંને આ દરેક ઈચ્છાઓને પહોંચી વળવાની દોડમાં નોકરી કરવા લાગ્યા અને બાળકોને પોતાનો અભ્યાસ ત્યાં સુધી કે હોમવર્ક પણ ટ્યુશનમાં કરવું પડે છે, એનાં કરતાં બાળકો સાથે મુક્ત મને એકવાર જો ચર્ચા કરવામાં આવે અને ટાઈમ મેનેજમેન્ટની સાથે સાથે એમને મની મેનેજમેન્ટ પણ શીખવવામાં આવે તો જીવન જે અત્યારે છે એનાં કરતાં ઘણું સરળ બની જાય.


એક માતાપિતા તરીકે છ્યારે તમે તમારા બાળકની માંગણીઓની સામે કોઈ સીમારેખા કે મર્યાદા બાંધો છો ત્યારે તમને તમારાં પોતાનામાં આત્મવિશ્વાસ હોવો સૌપ્રથમ જરૂરી છે કે તમે બાળકને જે વસ્તુની મનાઈ ફરમાવી રહ્યાં છો કે ફરમાવવાનાં છો તે અસકારક રીતે મનાઈ ફરમાવી શકો, એક માતાપિતા તરીકે કોઈપણ વાતને દ્રઢતાપૂર્વક કહેવાનો અને મનાઈ ફરમાવવાનો અધિકાર આપણને છે છે અને છે જ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણાં બાળકનાં મિત્રો પાસે અમુક જ બ્રાન્ડનાં કપડાં કે શૂઝ હોય, જરૂરી નથી કે આપણાં બાળક પાસે પણ હોય જ પરંતુ તેમ છતાં જો આપણું બાળક પણ એવી જ કોઈ માંગણી કરે તો શું ? આ એક અતિ વિકટ પ્રશ્ન આપણને થયાં વગર રહેતો નથી, અને મારી મચડીને એ જિદ્દ પૂરી કરવા માટે આપણે જાણે કે મરતાં મરતાં જીવીએ છીએ તેવાં થઈ જઈએ છીએ, આવા વખતે જરૂરી છે કે આપણી જે પહોંચ છે અને આપણી જે આર્થિક પરિસ્થિતિ છે તે આપણે આપણાં બાળકને સમજાવીએ અને એ પરિસ્થિતિ અંતર્ગત આપણે એને શું અને કેટલું ઉત્તમ આપી શકીએ એમ છીએ તે જણાવીએ, અને કોઈપણ વસ્તુ અપાવવાની અગર આપણી ક્ષમતા ન હોય અને આપણે એ બાબતે બાળકને જો મનાઈ ફરમાવવી પડે છે તો આપણે કંઈ ખરાબ માતાપિતા નથી બની જતાં, જરૂરી એ છે કે આપણે આ જ વાત આપણાં બાળકને સમજાવવામાં કેટલાં સાર્થક નીવડીએ છીએ. સૌપ્રથમ આપણે આપણાં નિર્ણયમાં અડગ રહેતાં શીખવાનું છે કે એક માતાપિતા તરીકે આપણે બાળકને શું ઉત્તમ આપી શકીએ એમ છીએ, અને કોઈ વાતે અગર બાળકને જો કોઈ વાતની ના પાડવી પડે છે તો ન તો આપણો બાળક પ્રત્યેનો પ્રેમ ઓછો થાય છે ન આપણાં બાળકનાં ભવિષ્યમાં કે એની કારકિર્દીમાં એનાથી કોઈ ફેર પડતો, ફેર બસ એક જ પડે છે અને તે છે સમજણનો ફેર, જે ખરેખર જરૂરી છે કે અમુક બ્રાન્ડનાં જ કપડાં કે શૂઝથી આપણાં વ્યક્તિત્વમાં ફેર નથી આવતો, વ્યક્તિત્વમાં જો ફેર આવે છે તો એ આવે છે આપણાં ગુણોથી, આપણી કાર્યપધ્ધતિથી અને એ જ તો દરેક બાળકે શીખવાનું છે.


બાળકોને મની મેનેજમેનૂટ શીખવવાનો એક સહેલામાં સહેલૉ રસ્તો એ છે કે તેમને રૂપિયાનું મૂલ્ય સમજાવવામાં આવે, એવો રીતે નહીં કે કેટલા કલાક શું કામ કરવાથી કેટલાં રૂપિયા મળે, ના એનાથી તો બાળક સ્વાર્થી બનશે અને મની માઈન્ડેડ બનશે, રૂપિયાનું મૂલ્ય સમજાવવા માટે એને નાનામાં નાની રકમ દસ રૂપિયાનો દાખલો આપો, કે દસ રૂપિયામાં કઈ જીવન ઉપયોગી અને જીવન જરૂરિયાતની વસ્તુ આવી શકે અને પછી એ જ દસ રૂપિયાને કેટલા વડે ગુણીએ તો એની માંગેલી છતાં એવી વસ્તુ મળે કે જેનો એકાદ કલાક રમવાથી વધુ કોઈ ઉપયોગ જ નથી, તો જો એ રૂપિયા વેડફવામાં ન આવે તો કેટલી વખત ઓલી માત્ર દસ જ રૂપિયાનાં મૂલ્યની છીવન જરૂરિયાતની વસ્તુ મેળવી શકાય ? ખરેખર અસરકારક છે, મેં પણ કરી જોયું છે, અને સફળ પાર પડાયું છે હોં, પણ હા આનો અર્થ એ પણ નથી કે સતત ના પાડવી, ક્યારેક બાળકને સો રૂપિયા આપીને સરપ્રાઈઝ કરો, શૉપિંગ કરવા લઈ જાઓ, કહો કે એ રૂપિયાપર એનો પોતાનો અધિકાર, એને જે ખરીદવું હોય તે ખરીદે, પણ પછી બીજા અમુક નિયત કરેલાં સમય સુધી કોઈ જ માંગણી નહીં કરવાની એવી શરત પણ મૂકો, ખૂબ ફરક આવશે, બાળક એક વાતે ખુશ થશે કે પોતાની મરજીનું શૉપિંગ કરવા મળ્યું અને સાથે સાથે એ સો રૂપિયામાંથી શું લે તો એને પોતાને જોઈતું અને ફરી વખત રૂપિયા ભળે ત્યાં સુધી ચલાવી શકે એવી વસ્તુ એને મળે ? આમ એની વિચારશક્તિ પણ વિકસશે અને એની ઘણીખરી જિદ્દનો આપણે સામનો કરવામાંથી પણ આપણે બચી જઈશું, અને જો બાળકોને આ રીતે મની મેનેજમેન્ટ સોંપવામાં આવે તો એનો પણ એક ફાયદો એ છે કે બાળકની વિચારશક્તિ ખીલશે, પહેલી બે ત્રણ વાર કદાચ રૂપિયા રમકડાં કે આડી અવળી વસ્તુઓ ખરીદવામાં જશે પણ પછી ધીમે ધીમે એને એનો સદ્દ ઉપયોગ કરતાં પણ આવડી જ જશે અને પછી ધીમે ધીમે તો કદાચ એ જ બાળક એવું પણ વિચારતું થઈ જાય કે બે ત્રણ વારનાં રૂપિયા ભેગાં કરી અને કોઈક એવો વસ્તુ ખરીદે કે જેની કદાચ આપણને કલ્પના પણ ન હોય. સાથે સાથે બાળક જો હંમેશા રમકડાં લેવામાં જ રૂપિયા ખર્ચ કરે અને પછી એ રમકડાં ન રમે એવું સતત થાય તો સમજજો કે એની પાસે યોગ્ય દિશા નથી વિચારવાની કે શું લેવાથી એને ફાયદો થશે અને સારું પણ કહેવાય, તો એવા વખતે તમે જાતે જ એને જુદા જુદા વિકલ્પો આપો કે જો આ પુસ્તક છે કે એ પુસ્તકમાંથી તને તારાં ભણવા સિવાયની કેટલી નવી વાતો જાણવા મળશે, કોઈવાર એને કોઈ એવી રમત બતાવો કે જેનાથી એનો રમવાનો અભરખો પણ પૂરો થાય અને એની બુધ્ધિમાં પણ વધારો થાય એવી ગેમ્સ પણ બજારમાં વીસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીમાં ઘણી સારી મળે છે. તમને એમ લાગશે કે દસ રૂપિયા અને સો રૂપિયાથી આગળ ધાત વધતી નથી તો એક વાત કહું કે આપણે આપણાં બાળકની જીવન જરૂરિયાતની દરેક વસ્તુ એને લાવી જ આપતા હોઈએ છીએ, આ દસ રૂપિયા કે સો રૂપિયા તો માત્ર એની મજા માટે છે, કે જેમાં જે વાત આપણે લાંબી લાંબી વાતો દ્વારા કે આપણાં હુકમ દ્વારા નથી સમજાવી શકતા તે આપણે એને પ્રેક્ટિકલી તેનાં પૉતાનાં જ અનુભવ દ્રારા એને શીખવી શકીશું. અને આમ કરવાથી બાળક પોતાની રીતે પોતાની જરૂરિયાતોને પણ સમજતા શીખશે એટલે જો બાળકોને નાનપણથી જ આવું બજેટીંગ કે મની મેનેજમેન્ટ શીખવવામાં આવે તો એ પણ તેનાં હિતમાં જ છે.


હવે વાત આવે છે ટાઈમ મેનેજમેન્ટની, અત્યારે ઘણાં માતા પિતાની એ ફરિયાદ પણ છે જ કે બાળક સમયસર ભણતું નથી, કે પછી હોમવર્ક નથી પતાવતું અને રમી તો શકતું જ નથી તો પછી બાળકનો શાળા સિવાયનો બાકીનો સમય જાયવછે ક્યાં ? બસ આ બાબતે પણ એટલું જ કહીશ કે એક માતાપિતા તરીકે બાળકને આપણે સમયનું ભાન કરાવવું એ પણ અતિ અગત્યની વાત છે. ઘણીવાર ટીવી ચાલુ હોય અને બાળક ભણતું હોય, કેમ ભલા ? તો કહેશે કે ફેવરીટ કાર્ટૂન શૉ છે અને હોમવર્ક પણ બાકી છે, હવે આવા સમયમાં જો એમ કહીશું કે અમે તારા જેવડા હતા ત્યારે આમ નોતા કરતાં તો એનાં પછી તો શું કરતા તા ? બા કે દાદા બહુ જબરા હતા ? તમને ટીવી પણ નોતા જોવા દેતા વગેરે પ્રશ્નો બાળકનાં મગજમાં આવશે અને પરિવારનાં વડીલો બાબતે ગેરસમજ ઊભી થશે એનાં કરતાં અહીં પણ એક માતા કે પિતા તરીકે એટલાં મક્કમ મનનાં થઈને એને શીખવો કે કાં તો ટીવી જો કાં તો ભણવાનું પૂરું કર અને એ બેમાંથી શું વધુ અગત્યનું છે તે પણ સમજાવો જ, જરૂરી છે, અને કદાચ આવી બધી બાબતે અત્યારે આપણે બાળકને કડવા લાગીશું પરંતુ ભવિષ્ય માટે તે ઉત્તમ સાબિત થઈને રહેશે.


બાળકોને ખરેખર નક્કી નથી થઈ શકતું હોતું કે શા માટે ભણવું, શા માટે ટીવી ઓછું જોવું કે પછી રમતનો સમય ઓછો અને અભ્યાસનો વધારે, તો એની યોગ્ય સમજણ પણ કોઈ બીજાનો દાખલો આપીને ફલાણા ને આટલા માર્ક્સ આવ્યા કે એનું રિઝલ્ટ તારા કરતાં સારું આવ્યું એમ મહેણાં મારી ને નહીં પરંતુ યોગ્ય દ્રષ્ટાંતો કે જે આપણાં પોતાનાં પૂર્વાનુભવો પર આધારિત હોય તેવી વાતોથી સમજાવો, અને પછી ભણતરનું અને ભણવાની ઉંમરમાં કરવું પડતું ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવો, વધુ અસરકારક રહેશે. ઘણીવાર આપણું બાળક પોતાધાં જ અભ્યાસ અને રમત કે પછી ઈતર પ્રવૃત્તિનાં સમયપત્રક વચ્ચે ગોથાં ખાતું હોય છે કારણ એ સાવ નિરસ હોય તેવું પણ બની શકે, અગર ભણવાની વાત હોય તો અભ્યાસનાં વિષયોનો વારો એકપછી એક એવો રાખો કે એક સાવ સહેલો લાગતો વિષય હોય એનાં પછી એકાદ અઘરો પડતો વિષય તો બાળક કંટાળશે નહીં, કારણ સતત શીખ શીખમાં બધું જ ભૂલી જાય એવું પણ બને, એનાં કરતાં એક અઘરો વિષય કે જેમાં મસેનતની જરૂર છે અને એનાં પછી એક સહેલો વિષય કે જે બાળકને રમત રમતમાં પતિ જાય છે, તો બે અઘરા લાગતા વિષત વચ્ચે અંતર રહેશે અને શીખેલું એ યાદ પણ આસાનીથી રાખી શકશે.
બીલકુલ એ જ રીતે ઈતરપ્રવૃત્તિને પણ અભ્યાસની સાથે જ રાખો કારણ એનાં દ્વારા જ બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય છે, આમ કરવાથી બાળક કંટાળશે પણ નહીં અને પોતાનાં દરેક કાર્ય સુરૂચિપૂર્ણ કરી શકશે, જરૂર છે એક માતા પિતા તરીકે આપણે અંગત રસ લેવાની, અને નાની નાની બાબતોમાં રાખેલું આવું ધ્યાન ઘણાં અદ્દભૂત્ત ચમત્કારો પણ સર્જી શકે છે.


અસ્તુ,

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888