Fickel Heart in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | Chanchal Hriday

Featured Books
Categories
Share

Chanchal Hriday

ચંચળ હૃદય

પ્રેમ, પેશન અને પરફેક્શન

મોડર્ન ગુજરાતી ટુંકી વાર્તાઓનો સંગ્રહ

હિરેન કવાડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.

અનુક્રમણીકા

ૠણ સ્વિકાર

૧.અપુર્ણા

૨.રોમેન્ટીક એક્ઝામ્સ

૩.સમીપ

૪.સેન્ડવીચ

૫.ભ્રષ્ટાચાર

૬.ટ-ટરઅચકઇર

ૠણ સ્વિકાર

કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.

પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઇક્રોસોફ્‌ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

૧. અપુર્ણા

‘‘હહ, સેક્સથી જો આ સમાજ ભ્રષ્ટ થઇ જતો હોય તો જે લોકો રાતના ‘સાડા અગિયાર’ ક્યારે વાગે એની વાટ જોતા હોય એ લોકોએ સન્યાસ લઇ લેવો જોઇએ અને ત્યારબાદ આવી ભાષણબાજી કરવી જોઇએ. એ લોકોને પોતાના સંતાનો નિશાળનુ લેશન કરતા કરતા ઉંઘી ગયા હોય છે, એની જરાંય પણ ફીકર નથી હોતી. એ લોકો બારણુ બંધ કરીને બારણાના લોક ને બે વાર ચેક કરે છે. એમને ચિંતા એ હોય છે કે ‘અમારી પવિત્ર ક્રિયાને જોઇને કોઇ ભ્રષ્ટ ના થઇ જાય.’ જો પવિત્ર વસ્તુ ને અપવિત્ર કરી શકાતી હોય તો મને લાગે છે કે, પવિત્રતાની ડેફીનેશન ચેન્જ કરવી જોઇએ. થેંક્સ આ સમાજ ને, કારણ કે મારા આ વિચારો આ જ સમાજના સંકુચિત વિચારોનુ પરિણામ છે.

મારે મારી સ્ટોરી માત્ર થોડીક જ લાઇનમાં તમને કહેવી છે.

સ્ત્રીને તો એના જન્મ પહેલાજ જીવન માટે સંઘર્ષ કરવાનો હોય છે. જે પુરુષને બેડ પર સ્ત્રી વિના ઉંઘ ન આવે એ જ પુરુષ ગર્ભમાં રહેલ સ્ત્રી-જીવને મારવા માટે ક્ષણ ભર પણ શરમાતો નથી. પાછો આ સમાજ વાતો કરે છે લાજ-શરમ ની. વાત કરે છે હિમ્મતની.

હુ પણ આવા સમાજમાં જ જન્મી છુ. મારી મમ્મીની એબોર્શન ન કરાવવાની જીદના કારણે હુ આ સુંદર દુનિયા જોઇ શકી. ધન્ય છે એ સ્ત્રી જેણે વર્ષો પહેલા દંભી અને રૂઢિચુસ્ત પરિવાર સામે આટલી હિમ્મત બતાવી. વ્રજિકાનો જન્મ આ હિમ્મતમાંથી થયો છે. મારી મમ્મીએ મારૂ નામ ‘વ્રજિકા’ પણ ખુબ સમજી વિચારીને જ રાખ્યુ હશે. હુ વજ્રની બની છુ અને વ્રજની ગોપી જેવી ચંચળ પણ છુ.

અઢાર વર્ષની ઉમરે મને મારા કરતા પાંચ વર્ષ મોટા એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો. હુ પ્રેમમાં નશામાં હતી અને એ વ્યક્તિ હવસના નશામાં હતો. જે રીતે લોકો સરગવાની શીંગને ચુસીને ફેંફી દે એ રીતે મને યુઝ કરીને તરછોડવામાં આવી. એ વ્યક્તિ ને એ વાતનો ડર હતો કે જો કોઇને ખબર પડશે કે પોતે મેરીડ હોવા છતા એનાથી પાંચ વર્ષ નાની છોકરી ના ગરમા ગરમ પડખામાં સુવે છે, તો લોકો સામેની એની માન-મોભા વાળી છાપ એક ક્ષણમાં વેરવિખેર થઇ જશે.

ચોક્ક્‌સ એ વ્યક્તિ બેભાન જ હશે. એ વ્યક્તિ એ કેમ ભુલ્યો કે જ્યારે એને ઉપર જવાનુ થશે ત્યાંતો બધુ પારદર્શક હશે. ત્યાં એણે કરેલા કુકર્મો નહીં, પણ છુપાઇને કરેલા કર્મો ઇશ્વર સામે રાખેલા મોટા મોટા ળછડ સામે ફ્‌લેશ થઇ રહ્યા હશે. આજનો ઇશ્વર પણ આટલો આધુનિક જ હશે. પણ માણસોના વિચારો કેમ સાંકડા થતા જાય છે, એ જ મને નથી ખબર..!

આ ઘટના પછી જે વ્રજીકાનો જન્મ થયો એ બાઉન્ડ્રીલેસ વ્રજીકા હતી. એને વિચારો કોઇ જગ્યાએ સિમિત નહોતા. જે મન પડે કરવુ એ તમારી સામે ઉભેલી આ વ્રજીકાની જીદ છે. મને ખબર નથી આવી વાતો આ સ્ટેજ પર કરવી તમે કેટલી યોગ્ય માનો છો. પણ અહિં પણ ઘણા લોકો હશે જે લોકો પરણેલા હશે પણ એક કરતા વધારે સેક્સ પાર્ટનરો રાખતા હશે. મને વાંધો ત્યાં નથી કે એ એક કરતા વધારે પાર્ટનરો રાખે છે. વાંધો ત્યાં છે કે એ લોકો એની પત્નિ કે બીજા પાર્ટનરને સત્ય કહેતા ડરે છે. મને જ્યારે મારી કોઇક ફ્રેન્ડ પુછે છે તારે કેટલા સેક્સ પાર્ટનર્સ છે ત્યારે હુ કોઇ જ છોછ વિના કહુ છુ

‘મને ખબર નથી! હુ ગણતરી નથી રાખતી’ મારૂ એવુ માનવુ છે કે, ‘જ્યારે વ્યક્તિ કોઇક વસ્તુ વિશે ખોટુ બોલતી હોય ત્યારે એ વ્યક્તિ એ વસ્તુ વિશે શરમ, છોછ કે પશ્ચાતાપની લાગણી અનુભવતી હોય એની સાથે ભવિષ્યનો સામનો કરવાનો કાયર ડર હોય છે, અને જ્યારે તમે શરમ અને ડરથી ભીંસાયેલા હોવ ત્યારે તમે પોતાના આદર્શોનુ ખુન કરેલુ હોય છે એવુ તમે માનો છો. આદર્શો પોતાની ખુશીઓ પ્રોટેક્શન આપતા હોવા જોઇએ.

આજે હુ ખુબ ખુશ છુ, ભલે તમે લોકોને મને સમજતા થોડીક વાર લાગી પણ તમે મને સમજી શક્યા. તમે મને સ્વિકારી શક્યા. મને ખબર છે કોઇક વસ્તુને કોઇ તર્ક વિના સ્વિકારવી ખુબ અઘરી છે. મને તમારી જેવા કલીગ્ઝ મળ્યા, તમારી જેવા ફ્રેન્ડ્‌સ મળ્યા. થેંક્યુ વેરી મચ..! ’’

હોટ, બોલ્ડ, સૈક્સી, સુંદર પ્રથમ નજરે ‘વ્રજિકા’ ને જોતા આવા શબ્દો કોઇ પણ પુરૂષના મોંમાંથી સરી પડે. એના પરિચયમાં આવતી કોઇ પણ વ્યક્તિ એમ કહી શકે કે વ્રજિકા ઇન્ટેલીજન્ટ, એના કામ પ્રત્યે પેશનેટ અને પાગલ વ્યક્તિ છે. ઇનોવેટર એમ્પ્લોઇ ઓફ ધ યરનો એવોર્ડ સ્વિકાર્યા પછી પોતાની કંપનીના ડીરેક્ટર્સ અને એમ્પ્લોય્ઝ ની સામે સ્પિચ આપીને નીચે ઉતરી ત્યારે લોકો ઉભા થઇને સ્ટેન્ડીંગ અવેશન આપી રહ્યા હતા. મોટા હોલની જાંજરમાન લાઇટ્‌સો અને ગોળ ગોળ મોટા ટેબલો પર સુટ પહેરેલ બીઝનેસમેન, પ્રોફેશનલ વ્યક્તિઓ વચ્ચે આવી સ્પીચ આપવી એ એક હિમ્મત ભર્યુ સાહસીક કામ હતુ. એ જેવુ બોલતી એવું જ જીવતી.

સ્પિચ સાંભળતી વખતે કોઇપણ પોતાની આંખોને પલકાવી શકે એવી સ્થિતિ માં નહોતુ. કારણ કે એની ગોરી કાયા ને પોતાના શોખ પ્રમાણે એવી રીતે શણગારી હતી, જેથી એ કાનની સાથે લોકોની આંખોને પણ ખેંચી શકે.

એણે લીલા રંગની ટીકી વર્ક કરેલી લાલ અને સોનેરી તારની કિનારી વાળી અર્ધપારદર્શક સારી પહેરેલી હતી. એનુ ડાર્ક ગ્રીન સ્લીવલેસ બ્લાઉઝ એના ગોરા અને માંસલ બાવડાને આકર્ષક બનાવતુ હતુ. એના પેટ પર જરાંય પણ ચરબીનો જથ્થો નહોતો. છતા એ ભરાવદાર માખણના પીંડા જેવુ હતુ. એનાથી થોડેક દુર ઉભેલ કોઇ પણ વ્યક્તિ એની ડુટી ની આસપાસ ચીતરાવેલ બ્લેક અને રેડ કલરનુ ટેટ્ટ પારદર્શક સાડીમાંથી જોઇ શકતુ હતુ. એના હાથમાં લાકડાના સીમ્પલ કંગણ હતા. ગળામાં કિંમતી ડાયમંડ નેકલેસ ઝગઝગારા મારતુ હતુ. એના કાનના લટકણ માંથી આવતી હિરાની ચમકને કોઇ નજર અંદાજ કરી શકે એમ નહોતુ.

વ્રજીકા એક મીની એટમબોમ્બ હતી. એણે સ્ટેજ પરની સ્પિચ આપીને બધને આભા અને મુગ્ધ કરી દીધા.

પણ જ્યારે વ્રજીકા તાળીઓ સાંભળી રહી હતી, ત્યારે એના મનમાં થોડાક વિચારો આવી રહ્યા હતા. ‘અત્યારે તમે લોકો જ તાળીઓ પાડો છો પણ મારાથી જ્યારે તમને લોકોને ન ગમતુ હોય એવુ કામ થશે ત્યારે તમે જ ગાળો પણ આપશો, પણ હુ આ જાળમાં બંધાવ એમ નથી’ વ્રજીકા સ્ટેજ પરથી ઉતરીને પોતાનુ ટેબલ જ્યાં હતુ એ તરફ ચાલવા લાગી.

‘‘ઓસમ સ્પીચ, વ્રજીકા’’, શંશાંકે એના સીનીયર ને કહ્યુ.

‘‘યુ આર જસ્ટ સુપર્બ..!’’, વ્રજીકાની બેસ્ટ ફ્રેન્ડ તાનિયા એ પણ કહ્યુ.

એક બીજી સોફ્‌ટવેર કંપનીના માલીક નવજીવન ભાટીયા પણ એ જ જગ્યાએ બેસેલ હતા. એમણે વ્રજીકા સાથે પોતાનો હાથ મેળવવા હાથ લંબાવ્યો.

‘‘નાઇસ સ્પીચ..!’’, પોતાના ઠંડા અવાજ સાથે નવજીવન સરે કહ્યુ.

‘‘થેંક્સ! સર.’’

‘‘એન્ડ થેંક્સ ટુ યુ ગાય્ઝ..!’’, વ્રજીકાએ શશાંક અને તાનિયા સામે જોઇને કહ્યુ. એ પોતાની સીટ પર બેસી ગઇ.

ૂૂૂમુંબઇની ફાઇવ સ્ટાર હોટેલમાં એવોર્ડ સેરેમની પતી એટલે પાર્ટી શરૂ થઇ. હોલમાં આવેલા બધા કપલ્સ ડાન્સ કરી રહ્યા હતા. બધા પ્રોફેશનલ્સ હાથમાં બ્રાન્ડી, વ્હીસ્કી કે વાઇનનો ગ્લાસ રહીને એક બીજા જોડે બીઝનેસ રીલેટેડ ચર્ચામાં હતા. વ્રજીકાને એટલા માટે આટલુ બધુ માન મળી રહ્યુ હતુ કારણ કે એક જ વર્ષમાં વ્રજીકાએ અમદાવાદની મીડીયમ સાઇઝ્‌ડ સોફ્‌ટવેર કંપનીને વર્લ્ડ લેવલે પહોંચાડી દીધી હતી. ટેકનોલોજીથી અપ ટુ ડેટ રહેવાની આદત અને પ્રોડક્ટના પ્રેઝેન્ટેશન અને પ્રોડક્ટ ની બ્યુટી વિશેની જીણી જીણી બાબતો ને કારણે એની કંપની ની પ્રોડક્ટ સેલ લોંચ થતા જ બુસ્ટ થઇ હતી. એના માટે જ એને આ એવોર્ડ મળ્યો હતો.

વ્રજીકા પોતાના હાથમાં રેડ વાઇન નો ગ્લાસ લઇને મંદ મંદ વાગી રહેલા મ્યુઝીકને મનમાં જ માણી રહી હતી. સાથે તાનિયા અને એનો બોયફ્રેન્ડ બ્રિજેશ હતો. શશાંક વ્રજીકાને જોઇ જોઇને વાઇન ની નાની નાની સીપ લઇ રહ્યો હતો. એની નજર વ્રજીકા સામેથી હટતી નહોતી. એ ભલે વ્રજીકાથી બે-વર્ષ નાનો હતો પણ એને વ્રજીકાના વિચારો તરફ માન હતુ. એ વ્રજીકાના વિચારોથી પ્રભાવીત હતો. છ મહિનામાં વ્રજીકા સાથે કામ કર્યા પછી એ એને ચાહવા પણ લાગ્ય હતો. પણ એ આ વાત વ્રજીકાને કહેતા ખચકાતો હતો. એ માનતો હતો કે, ‘એ બધા જેવો નથી. એને માત્ર સેક્સ નથી જોઇતો. એને પ્રેમ જોઇએ છે, એને લાગણી અને ભાવનાઓથી ભરેલો પ્રેમ જોઇએ છે.’

‘‘વુડ યુ લાઇક ટુ હૈવ અનદર વાઇન ?’’, નવજીવન સર વ્રજીકા પાસે આવ્યા અને બોલ્યા.

‘‘સ્યોર..!’’, વ્રજીકાએ એના ખુલ્લા વાળને બરાબર કરતા કહ્યુ. નવજીવન સરે વેઇટર ને બોલાવી વ્રજીકાને વાઇન નો ગ્લાસ આપ્યો.

‘‘થેંક્સ..!’’, વ્રજીકાએ વાઇનનો ગ્લાસ હાથમાં લઇને કહ્યુ. વ્રજીકા મંદ મ્યુઝીકના કારણે મદહોશ થઇ હોય એમ ગ્લાસ પકડીને પોતાના શરીરને ડોલાવી રહી હતી અને શશાંક આ અદા જોઇને મદહોશ થઇ રહ્યો હતો.

‘‘એક્સ ક્યુઝ મી, કૈન વી હૈવ અ પ્રાઇવસી પ્લીઝ..?’’, નવજીવન સરે શશાંક અને તાનિયા તરફ વળીને કહ્યુ. તાનિયા અને શશાંકને આશ્ચર્ય થયુ કે આ ચાલીસી વટાવી ચુકેલા નવજીવનને શું થયુ ?, તાનિયા સાથે વાત કરતો પુરૂષ ભાગ્યે જ એવો હોય કે જેને તાનિયા તરફ આકર્ષણ ના હોય.

‘‘યા સ્યોર.!’’, તાનિયાએ પોતાનો ચહેરો હલાવીને કહ્યુ. શશાંક, તાનિયા અને બ્રિજેશ. બીજી બાજુ ચાલ્યા ગયા.

‘‘મિસ વ્રજીકા, હુ ડાયરેક્ટ પોઇંટ ઉપર આવુ છુ. મારી પાસે પ્રપોઝલ છે’’, વ્રજીકા સમજી ગઇ જોબ માટે ની પ્રપોઝલ હશે. આવી પ્રપોઝલ એને પહેલા પણ બે ત્રણ વાર આવી ચુકી હતી.

‘‘ઓકે, અબાઉટ વોટ ?’’, તાનિયાએ વાઇનની સીપ લગાવતા કહ્યુ.

‘‘જોઇન અસ! એઝ ચીફ ટેકનોલોજી ઓફીસર..!’’

‘‘તમારી સાથે જોડાવાનુ એક સારૂ કારણ ?’’, વ્રજીકાએ એના છુટ્ટા વાળ માથુ હલાવીને હવામાં ઉલાળ્યા. આ વ્રજીકાનો એટીટ્યુડ હતો.

’’ ત્રણ ગણી સેલરી..! અમદાવાદમાં એક લક્ઝરીયસ ફ્‌લેટ, અને એક કાર, બસ એક શરત ’’, નવજીવન સર વ્રજીકા સાથે કોન્ફીડન્ટ થી વાતો કરી રહ્યા હતા. બીજી તરફ પાર્ટી હોલના બીજા ખુણામાંથી શશાંક સતત વ્રજીકા ઉપર તાકીને ઉભો હતો. એ અકળાઇ રહ્યો હતો. કારણે એવુ દેખાઇ રહ્યુ હતુ કે એ એના બન્ને હાથ ચોળી રહ્યો હતો.

‘‘અને એ શરત શુ ?’’, વ્રજીકાએ પુછ્યુ.

‘‘નથીંગ હાર્ડ ફોર યુ..! તારી કંપનીની પ્રોડક્ટની સીક્યોરીટી બ્રેકીંગ, પ્રોડક્ટનુ આર્કીટેક્ચર અને મોડેલીંગ એન્ડ પ્રોટોટાઇપ અને જો તુ ચાહે તો વન નાઇટ વિથ મી..!’’, નવજીવન સર ‘તમે’ પરથી ‘તુ’ ઉપર આવી ગયા હતા. વ્રજીકાએ આવુ એક્સપેક્ટ તો નહોતુ જ કર્યુ પણ વ્રજીકા લગભગ દરેક પરિસ્થિતિઓ માટે તૈયાર જ રહેતી.

‘‘સર, આઇ રીસ્પેક્ટ યૂ, પણ હુ કોઇ રંડી નથી..! સો પુટ યોર પ્રપોઝલ ઇન યો એસ્..!’’, વ્રજીકાએ કોઇ જ ડર વિના અંગ્રેજી ગાળ નવજીવન સર ના મોં ઉપર ચોડી દીધી.

‘‘તને ખબર છે? તુ કોની સાથે વાત કરી રહી છે?’’, નવજીવને અભિમાની અવાજથી કહ્યુ.

‘‘હા, એક હવસ ખોર અને હરામ ખોર વ્યક્તિ સાથે. જે બીજાને અપ્રમાણિક બનાવીને ઐયાશી કરવા માંગે છે. મીસ્ટર નવજીવન સાંભળી લો. હુ એક કરતા મર્દો સાથે સુવ છુ, પણ હુ કોલ ગર્લ નથી. વાત રહી પ્રોડક્ટની, સોફ્‌ટવેર એન્જીનીયરીંગ મારો પેશન છે. હુ પૈસા માટે કામ નથી કરતી. હુ એન્જોયમેન્ટ માટે કામ કરૂ છુ. ભલે હુ સારી પોઝીશન ઉપર હોવ પણ હજુ હુ આખી આખી રાત જાગીને સોફ્‌ટવેરમાં આવેલી એરર સોલ્વ કરૂ છુ. એ એક નોર્મલ એન્જીનીયર કરી શકે, પણ મને આ કરવુ ગમે છે. આ મારો પેશન છે. મારો પેશન હુ વેંચવા નથી નીકળી. સો ફક ઓફ..!’’, વ્રજીકાએ કહીને અધુરી વધેલી વાઇન નવજીવન સરના સુટ ઉપર ઉછાળી. નવજીવન સરનો સુટ વાઇનથી ખરાબ થઇ ગયો.

‘‘વોટ દ ફક..?’’, નવજીવને ચિલ્લાઇને કહ્યુ. પાર્ટીના બધા લોકોની નજર વ્રજીકા અને નવજીવન સર પડી. શશાંકે આ સીન જોયો એટલે એ તરત જ દોડતો દોડતો વ્રજીકા પાસે આવ્યો. એક બીજી સ્ત્રી દોડતી દોડતી ત્યાં આવી. એ ફેટ લેડી નવજીવનની પત્ની હતી.

‘‘શું થયુ..?’’, એણે ગુસ્સાની નજર સાથે વ્રજીકાની સામે જોઇને પુછ્યુ.

‘‘નથીંગ ડાલગ..! મેડમના હાથમાંથી ભુલથી ગ્લાસ છટકી ગયો..! ઇટ્‌સ ઓકે..!’’, નવજીવને એની પત્નીને સમજાવવા કહ્યુ.

‘‘તો હમણા મારી ગરમા ગરમા બાહોં માં સુવા માટે પ્રપોઝલ કોણે આપી હતી ?’’, વ્રજીકાએ નવજીવનની સામે ચોડી દીધુ. નવજીવનની પત્ની એના પતિની આ હરકતો થી વાકેફ જ હતી. એ નવજીવન સામે આંખો ફાડીને ઘુરી રહી.

‘‘ત્રણ ગણી સેલરી, એક ફ્‌લેટ અને કાર આપીને મને તમારી સૌતન બનાવવા માંગે છે, મજુંર છે તમને ?’’, વ્રજીકાએ હસતા હસતા કહ્યુ. આ સાંભળીને નવજીવનની પત્ની લાલઘુમ થઇ રહી હતી. એણે નવજીવનનો સુટ પકડ્યો અને એને જાણે ઢસડતી હોય એમ પકડીને હોટેલની બહાર જવા નીકળી.

‘‘ઇટ્‌સ ઓકે..! ઇટ્‌સ નોર્મલ ફોર મી..! એન્જોય દ પાર્ટી..!’’, વ્રજીકાએ બધાની સામે ઉંચા સાદે કહ્યુ. બધા કંઇ જ ન થયુ હોય એમ પાર્ટી એન્જોય કરવા લાગ્યા. ફરીએ મંદ મંદ મ્યુઝીક શરૂ થયુ.

‘‘મેમ, તમારી હિમ્મતને મારી દાદ, પણ આ બધુ ક્યાં સુધી?’’, શશાંકે વ્રજીકા પાસે આવીને કહ્યુ.

‘‘શશાંક, તે કોઇને પ્રેમ કર્યો છે?’’, વ્રજીકાએ શંશાંકને પુછ્યુ. શંશાક એકદમ ચુપ થઇ ગયો. શું કહેવુ ‘હા’ કે ‘ના’. હા કહે તો નામ કહેવુ પડે અને ના કહે તો જુઠુ બોલવુ પડે.

‘‘કેમ આવુ પુછો છો..?’’, શશાંકે કહ્યુ.

‘‘નો મોર ક્વેશ્ચન શશાંક..! તારામાં હા કે ના માં જવાબ આપવાની પણ હિમ્મત નથી’’, વ્રજીકાએ ચોડી દીધુ અને બ્રાન્ડીનો ગ્લાસ લઇને પીવા લાગી. શશાંકને થોડી શરમ આવી. પોતે પોતાના પ્રેમનો ઇઝહાર પણ નથી કરી શકતો એનો એને વસવસો હતો.

‘‘તાનિયા, તન્મય જેટલો હેન્ડસમ છે, એટલો જ નમાલો છે. કાલ રાતનુ એનુ પરફોર્મન્સ ઝીરો હતુ..! હાહાહા’’, વ્રજીકા અને તાનિયા બન્ને એની ઓફીસમાં ગપ્પા લડાવતા હતા.

‘‘ટુમોરો બ્રીજેશ વોઝ વાઇલ્ડ ઇન બેડ..!’’, તાનિયા એ કહ્યુ.

‘‘પણ મારે કદાચ તને કહેવુ જોઇએ, શશાંક એ તારો નવો આશીક છે..!’’, તાનિયાએ વ્રજીકાના કાન પાસે આવીને કહ્યુ.

‘‘વોટ..?, શશાંક..?’’, વ્રજીકા મોં ફાડીને આશ્ચર્ય વ્યક્ત કરી રહી હતી.

‘‘હા, મને તો મુબંઇની પાર્ટીમાં જ ખબર પડી ગઇ હતી. એ તને ઘુરી ઘુરીને જોતો હતો..!’’, તાનીયાએ કહ્યુ.

‘‘શશાંક ઇઝ હેન્ડસમ એન્ડ ફીટ..! આઇ લાઇક હીમ..!’’, વ્રજીકાએ પોતાના હોઠ પર જીભ ફેરવીને જંગલી અદામાં કહ્યુ. તાનીયા અને વ્રજીકા હસવા લાગ્યા.

‘‘ઓકે, ચાલ આજે ઘણુ કામ છે, મને આપડી પ્રોડક્ટનો બીઝનેસ પ્રમોશન વિડીયો સેન્ડ કર..! મોડીફીકેશન હોય તો જણાવી દવ..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘સ્યોર..! શશાંકને મોકલુ..?, હાહાહા..!’’, હસતા હસતા તાનીયા પુછ્યુ.

‘‘યુ બીચ..! શશાંકને હુ બોલાવી લઇશ..! તુ જા.’’, વ્રજીકાએ તાનીયાને કહ્યુ. તાનિયા પોતાના કામ માટે વ્રજીકાની ઓફીસમાંથી બહાર નીકળી. વ્રજીકાએ પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને શશાંકનો નંબર લગાવ્યો. વ્રજીકા વિચારતી હતી કે આજની રાતે શશાંક સાથે એન્જોય કરે..! શશાંક કોલ રીસીવ ન્હોતો કરી રહ્યો. બે વાર કોલ લગાવ્યા બાદ વ્રજીકાએ પોતાનો મોબાઇલ સાઇડમાં મુકી દીધો અને પોતાનુ કામ કરવા માટે લેપટોપમાં ઘુસવાઇ ગઇ.

‘‘બ્રાઇટ શાઇન લાઇક અ ડાયમંડ..!’’ રિહાનાના સોંગની રીંગ વ્રજીકાના મોબાઇલમાં વાગી. વ્રજીકાએ નજર કરી. શશાંકનો જ કોલ હતો.

‘‘યસ મેમ..!’’, સામેથી શશાંકનો સોફ્‌ટ અવાજ આવ્યો.

‘‘નથીંગ, થોડુ કામ હતુ એટલે કોલ કર્યો હતો. નાઉ ઇટ્‌સ ડન..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘ઓકે, મેમ..! મારે તમને ઇન્વાઇટ કરવા છે..!’’, સામેથી થોડોક ધીમો અને ડરતો હોય એવો સ્વર આવ્યો.

‘‘શેના માટે..?’’, વ્રજીકાએ આશ્ચર્યથી પુછ્યુ.

‘‘મેમ, ઇફ યુ ડોન્ટ ગેટ એન્ગ્રી..!’’, શશાંકનો ફોનમાંથી અવાજ આવ્યો. વ્રજીકાના મનમાં વિચાર આવી રહ્યો હતો કે શું શશાંક આજે સામેથી સેક્સ માટે પુછવાનો છે. જો એ સામેથી પુછે તો વ્રજીકાએ નક્કિ કરી લીધુ હતુ કે ‘ના’ જ પાડી દેવી.

‘‘નો..પ્લીઝ ટેલ મી..!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘આઇ વોન્ટ ડેટ યુ.. આવતી કાલે..!’’, શશાંકે કહ્યુ.

વ્રજીકાને મનમાં જ સવાલ થયો. ‘‘ડેટ..?,’’ આજ સુધી વ્રજીકાને ડેટ વિશે કોઇએ પુછ્યુ નહોતુ. એ વિચાર કરતી હતી કે શું જવાબ આપવો. પહેલી વાર વ્રજીકા આવી બાબતમાં વિચારતી થઇ હતી.

‘‘ઓકે, સ્યોર..!’’ વ્રજીકાએ હા પાડી.

‘‘થેંક્સ વ્રજીકા..!’’, શશાંકે વ્રજીકા મેમ માંથી ‘મેમ’ શબ્દનો છેદ ઉડાડાતા કહ્યુ. આ સાંભળીને અને શશાંકનો આ રંગ જોઇને વ્રજીકાને પણ આશ્ચર્ય થયુ. પહેલી વાર કોઇએ વ્રજીકાને ડેટ માટે પુછ્યુ હતુ. હેન્ગઆઉટ તો વ્રજીકા કોઇ પણ પુરૂષ સાથે કરતી પણ આ વ્રજીકાની પહેલી ડેટ હતી. એના મનમાં એક ક્ષણ પ્રેમની તરંગો પણ ઉઠી. પણ એના મક્કમ નિર્ણયોએ સહજ પ્રવાહનુ ખુન કરી નાખ્યુ. ‘‘ધત તને પ્રેમ ના થઇ શકે..!’’ વ્રજીકાએ મનને સમજાવતા એના મનને કહ્યુ.

‘એક છોકરીને પ્રેમમાં કઇ રીતે પાડવી’ શશાંકના મનમાં આ સિવાય બીજા કોઇ જ વિચારો દોડતા નહોતા. પછી શશાંકને પણ થયુ, ‘પ્રેમ કરવા માટે કોઇને મજબુર ના કરી શકાય.’ શશાંક વ્રજીકાને ભાગતી, દોડતી આધુનિક અંધારી દુનિયામાંથી બે ઘડી વબહાર લાવીને એક શ્વેત રંગીબ વિશ્વ દેખાડવા માંગતો હતો. શશાંકને વ્રજીકા મલ્ટીપલ પાર્ટનર્સ રાખતી હતી એની સાથે કોઇ પ્રોબ્લેમ ન્હોતો. શશાંક માનતો હતો કે ભોગ અને પ્રેમ બન્ને જરૂરિયાતો છે, પણ જ્યાં પ્રેમ હશે ત્યાં ભોગની કોઇ જ જરૂર નહિ પડે. ત્યાં ત્યાગ આપોઆપ છવાઇ જશે.

શશાંકે એવુ કોઇ સ્થળ પસંદ કર્યુ હતુ જે વહેલી સવારે વધારે સુંદર દેખાય. અમદાવદની સવારના સાડા પાંચ વાગ્યાની સવાર ખુબ શાંત, સ્વચ્છ અને સુંદર હતી. ઝાકળના બીંદુઓ શશાંકની ગાડી પર છવાયેલા હતા. ગઇ કાલે નક્કિ કર્યુ હતુ એમ શશાંક પોતાની કાર લઇને વ્રજીકાને પીક-અપ કરવા જઇ રહ્યો હતો. શશાંકના મનમાં વિચારોનુ વંટોળ ચાલી રહ્યુ હતુ.

‘એ વ્રજીકાને પ્રપોઝ કરશે તો શું જવાબ મળશે?’, ‘વ્રજીકાને પ્રપોઝ કરવુ જોઇએ?’ શશાંકનુ મન સવાલોમાં પણ વિકલ્પો શોધી રહ્યુ હતુ. સવારના ટ્રાફીકલેસ રોડના કારણે સચીના ટાવર જલદી આવી ગયો. શશાંકે પોતાની કાર ફ્‌લેટના પાર્કિંગમાં પાર્ક કરી. એ પાંચમાં માળ પર જવા માટે લીફ્‌ટ તરફ ગયો.

આટલી નર્વસનેસ શશાંકને પોતાની જોબના ઇન્ટરવ્યુમાં પણ નહોતી થઇ. લીફ્‌ટના કાચમાં પોતાના વાળ અને કપડા સરખા કરી રહ્યો હતો. પણ લીફ્‌ટમાં પાંચમો માળ આવતા કેટલી વાર લાગે. લીફ્‌ટ ઉભી રહી ગઇ. એનો દરવાજો ઉભો ખુલી ગયો. ફ્‌લેટ નં ૫૦૧ લીફ્‌ટની ડાબી તરફ હતો. શશાંક પોતાના કંપી રહેલા શરીર સાથે ફ્‌લેટ નં ૫૦૧ ની સામે ઉભો રહ્યો અને ડોરબેલ ની સ્વીચ દબાવી.

પાંચેક મિનિટ શશાંક ઉભો રહ્યો પણ, ડોર ખુલ્યો નહિ. શશાંકે ફરી ડોરબેલ વગાડ્યો. ડોર ખુલ્યો. શશાંકની સામે નાઇટ શોર્ટસ અને ટી શર્ટમાં વ્રજીકા હતી, પણ વ્રજીકાએ દરવાજો થોડોક વધારે ખોલ્યો એટલે કંપનીનો એક એમ્પ્લોય પ્રણય પોતાનો શર્ટ પહેરી રહ્યો હતો. શશાંકે પ્રણયની સામે મુંગી નજરે જોયુ, એણે વ્રજીકાની સામે નજર કરી, વ્રજીકા પણ કંઇ બોલી નહિ. એક જ મિનિટમાં પ્રણય ત્યાંથી નીકળી ગયો.

શશાંક વ્રજીકાના લક્ઝરીયસ ફ્‌લેટમાં દાખલ થયો. દિવાલો ઉપર નગ્ન પેઇન્ટીંગ્સ હતા, જે જરા પણ કામની લાગણી જગાવે એવા ન્હોતા, એ ચિત્રોમાંથી ૧૦૦% કલાના રંગો જરતા હતા. ફ્‌લેટનો ડ્રોઇંગ રૂમ એકદમ ક્લીન હતો પણ, વ્રજીકાનુ જીન્સ અને ટી-શર્ટ ડ્રોઇંગ રૂમના ફ્‌લોર વચ્ચે જ પડ્યુ હતુ. જે દર્શાવી રહ્યુ હતુ કે ગઇ કાલની રાત કેટલી પેશનેટ હતી. શશાંક થોડોક નિરાશ થયો. એનાથી આ સહન કેવી રીતે થાય. પણ જો વ્રજીકાને સ્વિકારવાની વાત હોય તો, એને આ પણ સ્વિકારવુ પડે એમ હતુ.

‘‘સોરી, શશાંક..! સોરી હુ વહેલા જાગી ના શકી..!’’, વ્રજીકાએ ડ્રોઇંગ હોલમાં એની સામે ઉભેલા શશાંકને કહ્યુ.

‘‘ઇટ્‌સ ઓકે..!’’, પરાણે પરાણે શશાંકે જીભની ઇચ્છા વિરુધ્ધ કહ્યુ.

‘‘હુ પાંચ જ મિનિટમાં તૈયાર થઇ જાવ છુ.!’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘ઓકે..!’’, શશાંકે કહ્યુ. વ્રજીકા એના બેડરૂમમાં ગઇ.

શશાંક ઉંડા વિચારોમાં પડી ગયો હોય એવી રીતે બેઠો હતો.

શશાંકનો એક જ સવાલ હતો, ‘શું શશાંકનો પ્રેમ વ્રજીકાને બદલી શકશે’ એનો જવાબ પણ શશાંકનુ મન જ આપતુ હતુ. ‘પ્રેમ કદી કોઇને બદલતો નથી, એ જસ્ટ સ્વિકારે છે.’. છતા શશાંકના હ્‌રદયના કોઇ એક ખુણામાં ક્યાંક એવી આશ હતી કે વ્રજીકા બદલાય.

લાલ અને લીલા કલરના પંજાબી ડ્રેસ અને પટિયાલા સાથે વ્રજીકાએ લીલી ચુંદડી ખભા પર રાખી હતી. એના કપાળમાં કાળી બીંદી હતી. એકા કાનમાં સોનાની કડી હતી, એના નાકમાં નથણી હતી. એના હાથમાં લાલ કલરની બંગડી હતી. એના પગમાં ચાંદીના ઘુઘરી વાળા ઝાઝંર હતા. વ્રજીકા દેસી લુકમાં ખુબ સુંદર લાગી રહી હતી. વ્રજીકાને જોતા જ મનની બધી ચિંતાઓ અને વિચારોનો એક ક્ષણમાં જ વિનાશ થઇ ગયો.

‘‘આપણે જઇ શકીએ..?’’, વ્રજીકાએ શશાંકની સામે ઉભા રહીને ચહેરા પર સ્મિત લાવીને કહ્યુ. એના હાથમાં માત્ર એક નાનુ કાળા કલરનુ મની પર્સ હતુ, જેમાં મોબાઇલ પણ હતો.

‘‘સ્યોર..!’’, જાણે બધુ જ ભુલી ગયો હોય એમ શશાંકે પણ સ્મિત આપ્યુ.

‘‘હુ તને સરપ્રાઇઝ આપવા માંગુ છુ એટલે પ્લીઝ તુ તારી આંખે તારો દુપટ્ટો બાંધીશ..?’’, શશાંકે કાર પાસે પહોચતા કહ્યુ.

વ્રજીકાએ એનો દુપટ્ટો શશાંક તરફ કર્યો. શશાંક વ્રજીકાની આંખ આડે પટ્ટી બાંધવા વજીકાની પાછળ ઉભો રહ્યો. એણે પોતાના હાથે લીલી ચુંદડીને આંખ આડે બાંધવાની શરૂ કરી. ચુંદડી બાંધતા બાધતા શશાંકના હાથ વ્રજીકાના કોમળ ગાલને સ્પર્શ કરતા હતા. એ સ્પર્શ શશાંકને રોમાંચીત કરતો હતો. એ ચાહતો હતો કે વ્રજીકાના જીણી કાળી બીંદી વાળા ઘાટીલા કપાળ પર એના હોઠોનો સ્પર્શ કરાવે, એ ચુંબન કરે..!

વ્રજીકા કંઇજ જોઇ શકતી નહોતી. અડધી કલાક ગાડી ચાલ્યા પછી ઉભી રહી. વ્રજીકાને કારનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. થોડીક સેકન્ડોમાં જે તરફ વ્રજીકા બેસેલી હતી એ તરફ નો દરવાજો ખુલ્યો.

‘‘પ્લીઝ..!’’, વ્રજીકાને શશાંકનો અવાજ સંભળાણો. કારમાં હતી ત્યાં સુધી વ્રજીકાની સામે અંધારાની સિવાય કશું જ નહોતુ પણ આંખો પર પટ્ટી બાંધી હોવા છતા એ ઘણુ બધુ મહેસુસ કરી શકતી હતી. સવારમાં ઠંડી અને શુધ્ધ હવા વહી રહી હતી, જે એક પ્રકારની તાજગી જગાવી રહી હતી. પક્ષીઓનો કલરવા વ્રજીકાના કાનમાં મધુર સંગીત પ્રસરાવી રહ્યો હતો. વ્રજીકાનુ મન ધીરે ધીરે વધારે શાંતીમાં ગરકાવ થઇ રહ્યુ હતુ.

‘‘તારા સેન્ડલ ઉતારી દે..’’, વ્રજીકાએ શશાંકનો અવાજ સાંભળ્યો. એણે એના સેન્ડલ ઉતારી દીધા. અચાનક વ્રજીકાને એના ડાબા હાથમાં એક બીજા ઠંડા હાથનો સ્પર્શ મહેસુસ થયો. શશાંકે વ્રજીકાનો હાથ પકડ્યો હતો. હવે વ્રજીકા એના પગમાં એક્યુપંકચર જેવુ મહેસુસ કરી રહી હતી.

‘‘શરીરતો મારૂ નાગુ રોજ રાતે થાય છે, પણ નાગા પગ પણ આવો રોમાંચ આપી શકે એ ઘણા સમય પછી મહેસુસ કર્યુ’’, વ્રજીકા બોલી. વ્રજીકાના નગ્ન પગ કાંકરા અને ધુળની મસાજ લઇ રહ્યા હતા. વ્રજીકાને સેન્ડલ અને શુઝ ના કારણે બાળપણ પછી ક્યારેય ધુળ અને કાંકરાનો સ્પર્શ થયો જ ન્હોતો..! એ વિચારતી હતી કે શશાંકે આજે શું વિચાર્યુ છે..?

શશાંક વ્રજીકાનો હાથ પકડ્યો અને ચાલવાનુ કહ્યુ. શશાંક વ્રજીકાને દોરી રહ્યો હતો. થોડા પગલા આગળ ભર્યા તો, વ્રજીકાના પગ ભીની લોન ઉપર પડ્યા. પગના આંગળાઓમાં ઝાંકળની બુંદો ભરાણી. મારબલની લાદીના મુલાયમ સ્પર્શ પછીનો આ ભીંની માટીંનો કોમળ પગ સાથે નો સ્પર્શ પગના સેક્સની ચરમસીમા ઉપર હતો.

ભીંના ખડ પર ચાલતા ચાલતા વ્રજીકા પોતાનો હાથ શશાંકના હાથમાં સોંપી રહીને ચાલી રહી હતી. શશાંકે વ્રજીકાને ઉભી રાખી અને વ્રજીકાના બન્ને હાથ પકડ્યા. વ્રજીકાને ભલે અંધારૂ દેખાતુ હતુ પણ વર્ષો પછી ઘણુ બધુ નવુ મહેસુસ કરી રહી હતી. વ્રજીકાએ મહેસુસ કર્યુ કે એના માખણ જેવા કોમળ હાથ કોઇક ખરબચડી સપાટી પર હતા. એ એના હાથ આ ખરબચડી સપાટી પર ફેરવી રહી હતી.

‘‘બોલ આ શું છે..’’, શશાંકે વ્રજીકાને પુછ્યુ.

વ્રજીકા ખરબચડી સપાટી મહેસુસ કરી રહી હતી. એને ખબર હતી એ શું સ્પર્શ કરી રહી છે. પરંતુ એ વિચારી પણ રહી હતી કે ‘હુ વાઇન ના ગ્લાસનો સ્પર્શ કરૂ છુ, લેપટોપ, મોબાઇલ અને કેટકેટલા ઇલેક્ટ્રોનીક્સ ગેજેટ્‌સ પણ રોજ ટચ કરૂ છુ. પણ કુદરત ને તો ભુલી જ ચુકી છુ’.

‘‘આ વૃક્ષ છે.’’, વ્રજીકા હસતા હસતા બોલી.

‘‘શેનુ..?’’, શશાંકે પુછ્યુ. વ્રજીકાના મનના પડદા સામે વૃક્ષો ના ચિત્રો આવવા લાગ્યા. કુદરત સાથે રમવાની યાદો વ્રજીકાની લગભગ બાળપણ ની જ હતી. એને પીપળાનુ વૃક્ષ દેખાણુ. વડલાની વડવાઇ દેખાણી, વ્રજીકાને વડની વડવાઇથી હિચકા ખાતી વ્રજીકા દેખાણી, લીંબડાની લીંબોળી ખાતી વ્રજીકા દેખાણી, લાંબા વાંસડાથી સરગવાની શીંગ ઉતારતી વ્રજીકા પણ દેખાણી. વ્રજીકાને વૃક્ષની છાલ પરથી ખબર પડી ગઇ કે વૃક્ષ શેનું હતુ.

‘‘લીમડો..!, કડવો લીમડો..!’’, વ્રજીકા બોલી. ફરી શશાંક હાથ પકડીને વ્રજીકાને ચલાવવા લાગ્યો. થોડે આગળ જઇને એણે વ્રજીકાને ઉભી રાખી.

‘‘હવે હુ તારી પટ્ટી ખોલવા જઇ રહ્યો છુ’’, શશાંકે વ્રજીકાના ખભા પર હાથ મુકીને કહ્યુ. લાલ દુપટ્ટાના આવરણો વ્રજીકાની આંખ આડાથી હટી રહ્યા હતા. આંખો સામેનુ અંધારૂ ધીરે ધીરે ઝાંખુ થઇ રહ્યુ હતુ. ‘અંધારા ધુંધળા બને જ પણ એના માટે ધીરજ ની જરૂર હોય છે.’ વ્રજીકાન મનમાં તરત જ આ ક્વોટ બ્લીંક થયુ.

ચુંદડી આંખો સામેથી હટી જતા શશાંકે પોતાના હાથ વ્રજીકાની આંખે આડા કરી દીધા. એ ધીરે ધીરે એના હાથ વ્રજીકાની આંખો આડેથી સરકાવવા લાગ્યો. લાંબા અંધારા પછી સવારના શાંત અને પક્ષીઓના મ્યુઝીકલ સંગીત સાથે વ્રજીકાને સામે એક નાનકડા કુંડ જેવુ બનાવેલુ સરોવર હતુ, એમા કમળો ખીલેલા હતા, કેટલાક બતક એમાં સેર કરી રહ્યા હતા. કમળ ની આસપાસ એ પાણીના કુંડમાં ક્યાંક લીલ પણ જામેલુ હતુ. એક મોર થોડે આગળના ખુલ્લા મેદાનમાં કળા કરી રહ્યો હતો. ચારે તરફની લીલોતરી અને સવારનુ ખુશનુમા વાતાવરણ વ્રજીકાના મનને તરબતર કરી રહી હતી. શશાંક વ્રજીકાને ગાંધીનગરના સુંદર ઇન્દ્રોડા પાર્કમાં લાવ્યો હતો. વ્રજીકા દોડતી દોડાતી પાણી ભરેલા એ મોટા કુંડ પાસે ગઇ. એના ચહેરા ઉપર ખુશીયોના ભાવ સમાતા નહોતા. આ ખુશીયોનુ ઓર્ગેઝમ હતુ. કુંડ પાસે બેસીને એ પાણીને હાથથી ડોળવા લાગી. જાણે એણે કદી પાણી જોયુ જ ના હોય. એ પાગલ બનીને બગલાને બોલાવવા લાગી. જાણે બગલા એની ભાષા સમજતા હોય. વ્રજીકાએ પાછળ ઉભેલા શશાંક સામે જોયુ. શશાંક ત્યાંજ ઉભો હતો. એ ઉભી થઇને શશાંક પાસે ગઇ.

‘‘થેંક્સ..!’’, વ્રજીકા શશાંકની આંખોમાં આંખો નાખીને બોલી. શશાંકે વ્રજીકાનો હાથ પકડ્યો. બીજો હાથ વ્રજીકાના વાળમાં પરોવ્યો. શશાંકે વ્રજીકાનો ચહેરા એના ચહેરા પાસે ધીમેંથી ખેંચ્યો.

‘‘તુ ખુશ છે..! હુ ખુશ છુ..! બીકોઝ આઇ લવ યુ..!’’, શશાંકે વ્રજીકાને પ્રપોઝ કર્યુ.

‘‘શશાંક તે આજે મને વર્ષો પહેલાની વ્રજીકા સાથે મેળવી..! પણ આજની વ્રજીકાનુ પણ એક અસ્તિત્વ છે..! એ વ્રજીકા ઘણી અલગ છે.’’, વ્રજીકાએ એની સામેના શશાંકના ચહેરાને કહ્યુ.

‘‘વધારે ખુશ, કઇ વ્રજીકા છે..?’’, શશાંકે પુછ્યુ.

‘‘ખુશીયોનુ એક કારણ ચેન્જ હોય છે. જો એ વ્રજીકાના ન બદલાત તો એકને એક જીંદગી જીવીને એ કંટાળી જાત. એટલે વ્રજીકા બદલી..! આ વ્રજીકા પણ ખુશ જ છે. એ વ્રજીકા પણ ખુશ હતી. આ ક્ષણ ની વ્રજીકા પણ ખુશ જ છે. કારણ કે હુ મોમેન્ટમાં જીવુ છુ. આઇ લીવ ઇન મોમેન્ટ..! નોટ ઇન મિનટ્‌સ’’, વ્રજીકાએ કહ્યુ.

‘‘મને કંઇ ખબર નથી..! આઇ જસ્ટ લવ યુ..! ધીઝ ઇઝ લવ વિદાઉટ લસ્ટ.!’’, શશાંકે એના પ્રેમનુ વર્ણન કર્યુ.

‘‘પ્રેમ, પ્રેમ હોય છે, એને કોઇ ગુણો નથી હોતા. એ સાચો કે ખોટો ના હોય..! મને ખબર છે, તુ આવુ શામાટે કહે છે. મારી આદતો અને શોખના કારણે. ખાસ કરીને સેક્સની બાબતે. આ બાબતે તો હુ લોકોને ઘણી વાર કહી જ ચુકી છુ. મને સેક્સ એ એક પવિત્ર ક્રિયા લાગે છે, એમાં મને આનંદ મળે છે. જો સેક્સ તમને તમારી પ્રગતીમાં નડતો હોય તો એ ખરાબ એડીક્શન કહેવાય. પણ હુ તો સારી એવી પ્રગતી કરી રહી છુ. મારો પેશન જ મારો ઇશ્વર છે. મારા ઇશ્વરને સેક્સ નથી નડતો તો લોકો શું વિચારે છે એની હુ પરવાહ નથી કરતી.’’, વ્રજીકાએ શશાંકના હાથ પોતાની છાતી સરસા ચાપ્યા અને કહેવાનુ શરૂ રાખ્યુ.

‘‘આજની સવાર મારી આજ સુધીની સૌથી સુંદર સવાર હતી. આ સવાર અત્યાર સુધીમાં કોઇ પુરૂષની બાહોમાં ના આવી શકે. સેક્સની ખુશીઓ અલગ હોય છે. પણ આજે મારૂ દરેક અંગ ચરમસીમા અનુભવી રહ્યુ હતુ. પગ, હાથ, આંખો ક્યા ક્યા અંગો વિશે કહુ.? પણ શું તુ મને જેવી છુ એવી સ્વિકારવા તૈયાર છે..? મારી લાઇફ વાઇલ્ડ છે, હુ જ વાઇલ્ડ છુ, મને ખબર નથી હોતી હુ શું કરી બેસુ છુ? કારણ કે હુ કોઇની પરવાહ નથી કરતી. શું તુ મારી હરકતો ને પચાવી શકીશ?’’, વ્રજીકાએ શશાંકના હાથ ભીંસી રાખીને કહ્યુ.

‘‘કદાચ આ જવાબ ની જ આશા હતી. જ્યાં સુધી સવાલ છે, તને પ્રેમ કરવાની વાત છે, હુ તને બે શુમાર પ્રેમ કરૂ છુ. હુ તને બીજા કોઇ પુરૂષ સાથે ન જોઇ શકુ. પણ જો વાત ફ્રીડમની જ હોય તો મારો પ્રેમ તને પુરેપુરો ફ્રીડમ આપશે. પ્રેમ બંધન ના હોવો જોઇએ. તુ જે ચાહે એ કરી શકે. મારા આદર્શોની સાંકળ હુ મારી પાસે જ રાખીશ. બસ હુ તારો પ્રેમ ચાઉ છુ. એ જ મારી એક્સ્પેક્ટેશન્સ છે..!’’, શશાંકે પોતાના હાથ વ્રજીકાના ગાલ પર રાખીને કહ્યુ.

‘‘લેટ્‌સ લીવ દીઝ મોમેન્ટ..!’’, વ્રજીકાએ કહ્યુ અને બન્ને એકબીજાને વળગી ગયા. વ્રજીકાએ પોતાના હોઠ શશાંકના હોઠ પર મુકી દીધા. બન્ને કીસ કરવા લાગ્યા. જાણે કોઇ મધુર રસ પી રહ્યો હોય એમ શશાંક વ્રજીકાના હોઠોને ચુસવામાં મશગુલ થઇ ગયો, મોરલાઓ ટહુકા કરતા રહ્યા, બતક એની મોજમાં તરતા રહ્યા, વૃક્ષો સવારના ઠંડા પવનમાં નાચતા રહ્યા.

‘‘સતત, બીજી વાર આ એવોર્ડ જીતવો એ મારા માટે ખુબ ખુશીની વાત છે. આ વખતે ગયા વર્ષની જેમ લાંબુ ભાષણ નથી આપવુ. પણ મારી આત્મકથાનો ટુકડો તો કહીશ જ. કારણ કે મારી દરેક સફળતા પાછળની પ્રેરણા હું જ છુ. હુ કોઇ દિવસ પ્રેમની વાતો નહોતી કરતી. સેક્સની વાતો કરતી હતી. સેક્સ સાથે મારો ખુબ ઉંડો સંબંધ છે. મારા હઝબન્ડ શશાંક સામે જ બેસેલ છે. અમે છ મહિના પહેલા જ મેરેજ કર્યા છે. આ વર્ષની જે મારી પ્રોડક્ટ છે, એની પાછળ શશાંક છે. કમ્પ્યુટરને કુદરત સાથે કનેક્ટ કરવાનો વિચાર મને શશાંક પાસેથી મળ્યો હતો. થેંક્સ ટુ શશાંક..! અને જે સાંભળવામાં તમને વધારે રસ છે એના વિશે એટલે કે સેક્સના વિશે પણ થોડુક કહીશ જ.

અઘરૂ એ નથી કે તમે એક પતિ કે પત્ની રાખો. મને નથી લાગતુ કે એક પતિ-પત્ની રાખતા લોકો એકબીજાને પ્રેમ કરતા હોય, એ સમાજની જવાબદારી પુરી કરતા હોય છે. બેડ પર પાંચ મિનિટની ધમાલ મચાવીને પાંચ મિનિટ માટે ખુશ થતા હોય, પણ સવારમાં બ્રેક ફાસ્ટ સમયે જ રાડા રાડી થતી હોય એ બીજી વાત છે. એ લોકો શિષ્ટતાની વાતો કરે છે, વિવેકની વાતો કરે છે. ચેલેન્જની વાતો કરે છે. એક વ્યક્તિ સાથે રહીને જીંદગી વિતાવવી કોઇ મોટો ચેલેન્જ નથી. કારણે તમે સામેની વ્યક્તિને પ્રેમ કરતા જ નથી. તમે એ વ્યક્તિના શરીરને અમુક સમયે ચાહો છો, એ માંસલ શરીરની તમને જરૂર હોય છે. એ મનની અને શરીરના અંગનોની આદત હોય છે.

ચેલેન્જ એ છે કે તમે પાંચ અલગ અલગ દિવસે પાંચ અલગ અલગ પુરૂષ કે સ્ત્રી સાથે સુવો છો, પણ જેની સાથે તમે જીંદગી વિતાવવાનો નિર્ણય કર્યો છે, એને તમે પાંચ પુરૂષ સાથે સુતા હો છતા બે શુમાર પ્રેમ કરો. આ ચેલેન્જ છે. અહિં વાત પ્રાયોરીટી ની છે. હુ પ્રેમને પ્રાયોરીટી આપુ છુ, હુ શશાંકને પ્રાયોરીટી આપુ છુ, બાકી મારા પડખામાં સુતા લોકોની તો ક્યાં હિમ્મત હોય છે કે એ બીજી કોઇ સ્ત્રીને જઇને કહી શકે કે એ મારી સાથે સુતો હતો. પણ શશાંક મને હુ જેવી છુ એમ સ્વિકારે છે. આ પ્રેમ છે. અમારો પ્રેમ પુર્ણ છે, પુર્ણને વ્યાખ્યા પ્રમાણે પુર્ણ વસ્તુમાં બધુ જ હોય. જો પુર્ણ વસ્તુમાં બધુ હોય તો એમાં સારૂ પણ હોવાનુ અને ખરાબ પણ, અપુર્ણતા નામનુ એક તત્વ જો પુર્ણતામાં ના ભળે તો એને પુર્ણતા કઇ રીતે કહી શકાય? આ લુપ છે. જેનો કોઇ તોડ નથી. હુ પુર્ણ નથી હુ અપુર્ણા છુ. પણ અમારો પ્રેમ પુર્ણ છે અને શશાંક મારો પ્રેમ છે. શશાંકની હિમ્મત મારા માટે પ્રેરણાનો નવો સ્ત્રોત છે. આઇ લવ યુ શશાંક..!, દીઝ એવોર્ડ ગોઝ ટુ શશાંક.’’, સ્પીચ પુરૂ થઇ એટલે એવોર્ડ સેરેમનીના હોલમાં ફરી એક વાર બધા ઉભા થઇને તાળીઓ પાડવા લાગ્યા. તાળીઓથી હોલ ગુંજી ઉઠ્‌યો.

શશાંક માટે આનાથી મોટી બીજી કોઇ ખુશીની પળ નહોતી. વ્રજીકા નીચે ઉતરી એટલે બન્ને એકબીજાને ભેટી પડ્યા. બન્ની બધાની સામેજ સ્વીટ કીસ કરી.

પણ ખુણામાં ઉભેલ એક પતિએ એની પત્નિને તાળીયો પાડતા પાડતા કહ્યુ, ‘‘શરમ વિનાની રંડી છે. બિચારો શશાંક..!’’

ટહઇ ઈનદ

૨. રોમેન્ટીક એક્ઝામ્સ

‘‘શશ્.. અખિલેશ ઓ અખિલેશ અરે પાંચમા ક્વેશ્ચન નો એક પોઇંટ કે ને યાર’’, એક્ઝામ હોલ મા બેસેલી હૈતવીકા એ ધીમા સાદે એની આગળ બેસેલા અખિલેશ ને કહ્યુ. ’’ એક મિનિટ યાર મને એક અધુરા ક્વેશ્ચન નો જવાબ લખી દેવા દે પછી તને કવ..’’, પાછળ ફરી ને અખિલેશે કહ્યુ.

ટક ટક ટક ટક.. હૈતવીકા એની બેન્ચ પર આંગળીઓ વચ્ચે રાખેલી પેન ઠપકારવા લાગી.

‘‘એક્સ ક્યુઝ મી એની પ્રોબ્લેમ.?’’ સુપરવાઇઝરે હૈતવીકા સામે જોઇને

‘‘નો સર સોરી સર’’, હૈતવીકા એ સુરવાઇઝર ને કહ્યુ. એક કલાક વીતી ચુક્યો હતી એક બીજા સુપર વાઇઝર કરન્ટ સુપરવાઇઝર ને છોડાવવા આવ્યા. પણ એ ક્લાસ ની બહાર, બાજુ ના ક્લાસ ના સુપરવાઇઝર સાથે ચર્ચા મા ગુંચવાઇ ગયા

‘‘અખિલેશપ્લીઝ કોઇ નથી’’, બેન્ચીસ પર ફેલાઇને હૈતવીકા એ ફરી અખિલેશને વિનંતી કરી

‘‘હા બોલ ક્યો સવાલ જલદી.’’, અખિલેશ એકા એકા પાછળની બેન્ચ તરફ નમ્યો અને કાન પાછળ રાખીને હૈતવીકા ને પુછ્યુ.

‘‘૫ મા ક્વેશ્ચન નો સ્ -- સ્છડિ પ્રોપટઝ વાળો’’.. હૈતવીકા ધીમેથી બોલી.

‘‘એટોમીસીટી, કન્સીસ્ટન્સી, ઇન્ટીગ્રીટી એન્ડ ડ્યુરેબીલીટી’’ અખિલેશે મેઇન ટોપીક કહી દીધા. અને એનુ પેપર લખવા મા મશગુલ થઇ ગયો

હૈતવીકા એ એના જીન્સ ની કમર પાસે છુપાવેલી એક ચીટ કાઢી અને ક્વેશ્ચન પેપર ની નેચે છુપાવી એ આનસર લખવા લાગી. એક પછી એક લગભગ પાચેક ચીટ કાઢી અને એ પણ એવી ચાલાકી થી કે સુપરવાઇઝર ને ગંધ સુધ્ધા ના આવી અને અઢી કલાક નુ પેપર પુરુ થયુ.. સુપરવાઇઝરે બધાના પેપર કલેક્ટ કર્યા

‘‘કેવુ ગયુ ..એમ મારે પુછવાની જરુર જ નથી નઇ?’’. હૈતવીકા એ અખિલેશ ને કહ્યુ..

‘‘સારુ ગયુ યાર. પણ એક ક્વેશ્ચન રહી ગયો..’’, અખિલેશે કહ્યુ.

‘‘અહિ તો પાંચ સવાલ લખ્યા છે અને એ પણ.’’, હૈતવીકા બોલતા બોલતા ત્યા જ અટકી ત્યા તો હૈતવિકા ની ફ્રેન્ડ મૃણાલી આવી.

‘‘હાઇ મૃણાલી કેવુ ગ્યુ પેપર.?’’, અખિલેશે પુછ્યુ ‘‘સુપર. પચાસ માર્ક નુ અટેમ્પ કર્યુ.. એટલે પાસ યપ્પી.!!’’, મૃણાલી ખુશ થતા બોલી

‘‘તમે બોલો તમારુ પેપર કેવુ ગયુ.?’’, મૃણાલી એ પુછ્યુ..

‘‘મુ. હુ તો પાસ થઇ જઇશ એટલુ તો લખ્યુ છે. પણ અખિલેશ નુ..’’, હૈતવીકા એ વાત પુરી ના કરી.

‘‘કેમ શુ થયુ.??? પેપર તો ઇઝી હતુ.’’, મૃણાલી એ આતુર થઇને પુછ્યુ. ‘‘અરે યાર અખિલેશ નો તો આજે એક સવાલ બાકી રહી ગયો હાહાહા’’, મૃણાલી અને હૈતવીકા બન્ને હસવા લાગી..

‘‘ચાલો યાર આજે બવ ઉંઘ આવે છે.. તો હુ જાવ, રાતે મળીએ ફેસબુક પર’’, અખિલેશે કહ્યુ. ‘‘હા .. બીઝી માણસો.. ને ટાઇમ જ ના હોય ને’’, હૈતવિકા બોલી.

‘‘ઓકે ઓકે બાય..’’, બન્ને છોકરીઓએ કહ્યુ

‘‘હેય હવે તુ પ્રપોઝ કરી દે હો.. મારા થી નથી જોવાતુ યાર..’, મૃણાલી એ હૈતવિકા ને કહ્યુ ‘‘બકવાસ બંધ કર એ મને લવ બવ,,. અને ખાસ પસંદ પણ નથી કરતો. એટલે કઇ મતલબ નથી’’ હૈતવીકા બોલી..

‘‘પણ મને આજે પાક્કુ થઇ ગ્યુ કે એ તને લાઇક કરે છે’’ ચાલ હવે નહિ તો હૈતવીકા માથી હતી નતી થઇ જઇશ.

મૃણાલી અને હૈતવીકા એની રુમ તરફ ચાલવા લાગ્યા.

રાત ના નવ વાગ્યા. અખિલેશે એના લેપટોપ મા ફેસબુક મા લોગીન કર્યુએનો ક્લાસ મેટ તરંગ એની પાસે બેસેલો હતો

‘‘અરે યાર તારે તો બે બે માલ સાથે સેટીંગ થાય એમ છે. ખરેખર પ્રપોઝ કરી દે.’’, તરંગે કહ્યુ

‘‘અરે યાર મારી હિમ્મત નથી ચાલતી.. હૈતવિકા ને કહેવાની’’, અખિલેશે કહ્યુ આ ટુ સાઇડેડ લવ મા બેમાથી એ્‌કેય ને ખબર નથી કે બન્ને એકબીજા લવ કરે છે..

‘‘અખિલેશે હૈતવીકા ની ટાઇમ લા્‌ઇન ખોલી. અને એ ફરી ફરી એક ને એક હૈતવીકા ના ફોટા જોતો હતો અને એ ક્યારે ઓનલાઇન થાય એની વાટ જોતો હતો.’’

’’ ટુડુંગહાઇ.’’, મૃણાલીનો મેસેજ અખિલેષ ના ચેટ બાર ફ્‌લેશ થયો ફેસબુક ના ચેટ એપ્લીકેશન નુ બીપ વાગતા જ તરંગ સાથે વાત કરવામા મશગુલ અખિલેશ ખોળામા લેપટોપ લઇને બેસી ગયો..

’’ હાઇ. ડુડ’’ અખિલેશે પહેલો મેસેજ ઓપન નહોતો કર્યો ત્યા બીજો મેસેજ ફ્‌લેશ થ્યો ટુડુંગ એવુ મ્યુઝીક ફરી વાગ્યુ.. એ મેસેજ હતો હૈતવીકા નો.

‘‘અરે હુ ઓનલાઇન થાવ? તો ગૃપ ચેટ કરીએ આપણે બધા?, તરંગે કહ્યુ.

‘‘અરે આજે તારે મને સપોર્ટ કરવાનો છે કે હુ કોની સાથે કેવી રીતે વાત કરુ અને જસ્ટ એક કલાક જ ચેટ કરવાનુ છે. કાલના સબજેક્ટ નુ વાચવાનુ હજુ ઘણુ બધુ બાકી છે ખબર છે કાલે ડેટા સ્ટ્રક્ચર નુ પેપર છે. ચેટીંગ કે ફેસબુક નુ નહિ’’ અખિલેશે તરંગ ને કહ્યુ.

’’ મેડમ કઇ કામ ધંધો છે કે નહિ..? એક્ઝામ ની આગલી રાતે ફેસબુક પર ચેટીંગ અને બીજે દિવસે એક્ઝામ હોલ મા ચેટીંગ કરવુ પડે છે ખબર છે ને.?’’, અખિલેશે લાંબો લસ મેસેજ હૈતવીકા ને મોકલ્યો.

‘‘ઓ. હેલો ક્યા ખોવાઇ ગયો’’, મૃણાલી નો ફરી મેસેજ આવ્યો

’’ અરે સોરી યાર હુ હૈતવીકા સાથે વાત કરતો હતો.. એ ત્યા નથી?’’, અખિલેશે મૃણાલી ને જવાબ આપ્યો અને પુછ્યુ.

’’ તારી જેવા ફ્રેન્ડ શા કામ ના છે.. અને ફ્રેન્ડ તો બધે જ રીસ્ક લેય. એક્ઝામ હોલ શુ છે?’’, હૈતવીકા નો મેસેજ આવ્યો..

‘‘ઓય ટેટુ. બોલ હવે આ હૈતી ને શુ કહુ.’’, અખિલેશે તરંગ ને એના પેટ નેમ થી બોલાવીને પુછ્યુ

‘‘લખ તારા માટે તો જાન કુરબાન છે યાર..’’, તરંગ બોલ્યો. ‘‘હા હો હમણા લખુ..’’, અખિલેશે ટેટુ ને જવાબ આપ્યો. ’’ હા એટલે જ તો રીસ્ક લઇને પણ તારા સવાલો ના જવાબ આપવા પડે છે. એન્ડ પ્લીઝ આ કાપલા લાવવાનુ બંધ કર સ્ક્વોડ વાળા ક્યારેક વાટ લગાવી દેશે’’, અખિલેશે હૈતી ને જવાબ આપ્યો..

’’ ના અમે બન્ને એ આજે નક્કિ કર્યુ છે કે એક બીજા નુ ચેટ નહિ જોવાનુ એટલે એ બીજી રુમ મા છે અને હુ પણ બીજી રુમ મા..’’, મૃણાલી નો મેસેજ આવ્યો

‘‘ઓહ ગુડ. બટ કેમ એમ કર્યુ..?, અખિલેશે મેસેજ કર્યો

‘‘ટુડુંગ ટુડુંગ અરે યાર તને તો ખબર જ છે આ વખતે જો હુ આમ નહિ કરુ તો પાસ નહિ થાવ.. હજુ પગ મા થોડી થોડી પ્રોબ્લેમ તો છે જ ખરેખર યાર એ દિવસે તુ ના હોત તો કદાચ આટલી વહેલી તારી સાથે ચેટ ના કરી શકતી હોત કેટલી વાર તને થેંક્સ કહુ. કદાચ જેટલી વાર કહુ એટલી વાર ઓછુ જ પડશે..’’, હૈતી નો મેસેજ આવ્યો..

‘‘કારણ કે એક બીજા ના મન ની વાત કોઇ જણાવવા માંગતુ હોય ના માંગતુ હોય. અને કોઇ ની પર્સનલ લાઇફ મા આપણે દખલ ના દેવાય.’’, મૃણાલી નો મેસેજ આવ્યો..

‘‘ફ્રેન્ડ શીપ મે નો થેંક્સ જેવા જ્સ્ટ ફોર્માલીટી વાળા ડાયલોગ મારતા મને નથી આવડતા પણ. એ દિવસે તારા નસીબ હશે એન્ડ હેલ્પ તો હુ અજાણ્યા ની પણ કરુ છુ તુ તો મારી ક્લાસ મેટ હતી.’’, અખિલેશે મેસેજ કર્યો..

(ત્રણ મહિના પહેલા એક વાર અખિલેશ બુક લેવા અમદાવાદ ના લાલદરવાજા ગયો હતો. અને બુક લઇને પાછો આવતો તો ત્યા સરદાર બાગ પાસે એક સ્કુટી નુ એસીડેન્ટ સેન્ટ્રો કાર સાથે થતુ જોયુ અખિલેશે એ તરફ ગયો તો એણે જોયુ કે એના ક્લાસ ની જ એ છોકરી હતી જેની સાથે એને ખાસ બનતુ પણ નહોતુ. એ છોકરી એટલે કે હૈતવીકા ના પગે, ડાબા હાથ ની કોણી પાસે અને માથા માસે ખાસ્સુ એવુ વાગ્યુ હતુ. ખુબ જ લોહી વહી રહ્યુ હતુ. અખિલેશે ૧૦૮ ને કોલ કર્યો. એ લોકો એ અખિલેશ નો અને હૈતવિકા નો રીલેશન શુ છે એ પુછ્યુ.. ત્યારે અખિલેશ કહે છે કે શુ માણસ ની મદદ માટે એકબીજા સાથે રીલેશન્સ હોય એ જરુરી છે અને ૧૦૮ વાળા ને ચુપ કરી દીધા જે રીલેશન લખવો હોય ઇ લખી નાખો અને આને જલદી થી સીવીલ પહોચાડો. અખિલેશે કહ્યુ. હૈતવીકા અર્ધબેભાન અવસ્થા મા પીડાઇ રહી હતી અને પછી તો બેભાન થઇ ગઇ. અખિલેશે હૈતવીકા ના મોબાઇલ માથી એના પપ્પા ના નંબર પર કોલ કરીને જણાવ્યુ. ચારેક કલાક મા એના પેરેન્ટ્‌સ સુરત થી આવી પહોચ્યા. અને એ ચાર કલાક મા જ આ લવ સ્ટોરી ની શરુઆત થઇ ગઇ હતી.. એક કલાક મા હૈતવીકા ભાન મા આવી. ડોકટરો એ કહ્યુ ‘‘બવ ચિંતા ની વાત નથી પણ ખાસ્સુ એવુ લોહી વહી ગયુ છે એટલે એને લોહી ચડાવવુ પડશે.. અને એના પગ મા ફ્રેક્ચર છે ડાબા હાથ મા પણ ક્રેક છે. એટલે ત્યા પણ પ્લાસ્ટર આવશે. પણ તમારે એ પહેલા થોડી ફોર્મ ભરીને ફોર્માલીટીઝ પુરી કરવી પડશે અને બ્લડ બેંક થી બ્લડ મંગાવવાનુ છે અને એ પણ જેમ બને એટલુ વહેલુ એટલે ફોર્મ ભરીને એના પૈસા ભરી દો એટલે જલદી થી સારવાર શરુ થાય’’ અખિલેશે બધી ફોર્માલીટી પુરી કરી. અને એમા એનો કોઇ સ્વાર્થ નહોતો. બે કલાક ની ટ્રીટમેન્ટ પછી હૈતવીકા ભાન મા આવી અને ડોક્ટરે કહ્યુ કે તમે પેશન્ટ ને મળી શકો છો અખિલેશે સંકોચ થી હૈતવીકા ને મળવા જાય છે એને બડાઇ મારવી ગમતી નથી કે હુ તને હોસ્પીટલ મા લાવ્યો અને મે તને બચાવી એટલે એ બેડ પાસે ના ટેબલ પાસે બેસી જાય છે અને સાથે લાવેલ નાળીયેર પાણી ને હૈતવીકા ની પાસે મુકે છે બન્ને જસ્ટ એકબીજા ને જુવે છે આંખો પરોવાય છે અને એ દિવસે અખિલેશ ને એની આંખો મા કઇક દેખાયુ એક નિર્દોષ તા અને એક નાદાની. હૈતવીકા નો પણ અખિલેશ વિષે નો વ્યુ બદલાયો હતો એ આની પહેલા અખિલેશ ને આવારા અને સાવ બેહુદા સમજતી હતી.. અને એણે એ પોતાની બેડમા પડેલી અવસ્થા ને જોઇને લાગ્યુ. બેડ મા પડેલી હૈતવીકા બોલે તો પણ શુ બોલે. કારણ કે આ પહેલો એનો બીહેવીઅર અખિલેશ સથે સારો નહોતો. અને કદાચ થેંક્સ શબ્દ આજે ટુકો પડતો હતો એટલે આંખો જ વાતો કરતી હતી.. અચાનક અખિલેશ બેડ ની નીચે જોવા લાગ્યો આજુ બાજુ ની વસ્તુ ઓ ઉંચી કરીને કઇક ગોતતો હોય એમ જોવા લાગ્યો.. ’’ શુ શોધે છે’’ હૈતવીકા એ પુછ્યુ. ‘‘હાશ. મને એમ થયુ ક્યાક તુ મુંગી તો નથી થઇ ગઇ ને’’, અખિલેશે કહ્યુ. અને બન્ને ના હોઠો પર આના પહેલા કદી ના જોવાયેલી સ્માઇલ અને ખુશી હતી. ‘‘થેંક્સ એન્ડ સોરી..’’, હવે હૈતવીકા એ કહ્યુ. ’’ હા ચાલ જસ્ટ આવી ફોર્માલીટી પુરી કરમા અને આ લે નાળીયેર પાણી ડોક્ટરે કહ્યુ છે તને પીવરાવવાનુ. પી લે’’, અખિલેશે કહ્યુ. હૈતવીકા એ એની આંખો ના ઇશારા હાથ તરફ કર્યા અને મીઠી સ્માઇલ કરી અખિલેશે હૈતવીકા ને થોડી ઉભી કરીને નાળીયેર પાણી પાયુ એસીડેન્ટ મા પોલીસ કેસ નહોતો થયો એટલે કાર વાળો હૈતવીકા ને મળવા આવ્યો અને બધો ખર્ચો પોતે ઉઠાવશે અને સોરી કહ્યુ. અખિલેશ કાર વાળા ની સાથે બહાર ગયો. એ પહેલા અખિલેશે હૈતવીકા ને એનો ફોન આપ્યો અને કહ્યુ મારો નંબર ડાયલ મે કરી દીધો છે કામ હોય તો કોલ કરજે હૈતવીકા ના મમ્મી પપ્પા આવ્યા.. એ લોકો બન્ને એકલા હતા અને સીવીલ જેવી મોટી હોસ્પીટલ મા એમને કઇ ટપ્પા પડે એમ નહોતા એટલે એ આખો દિવસ અને રાત અખિલેશ ત્યા જ રહ્યો અને હૈતવીકા ને મદદ કરતો રહ્યો.

પછી તો તરંગે ઘણી વાર કહ્યુ કે તારે હૈતવીકા ને કહેવુ જોઇએ કે તુ એને પસંદ કરે છે પણ અખિલેશ ના વિચારો કઇક અલગ હતા. એ કહેતો કે ઉપકારો ના બદલા મા પ્રેમ ની આશા ના રાખી શકાય હુ એને ઉપકાર થી બ્લેક મેઇલ કરવા નથી માંગતો એને ખબર છે કે મે એની મદદ કરી છે એટલે કદાચ એ હા પાડી પણ દેશે પણ એમા એની પસંદ નહિ હોય. અને પ્રેમ પણ નહિ હોય એટલે અખિલેશે અત્યાર સુધી એના પ્રેમ વિશે હૈતવીકા ને કદી કહ્યુ નહિ.)

‘‘ટુડુંગ ટુડુંગ ટુડુંગ ઓય ક્યા ખોવાઇ ગયો જવાબ તો આપ. આજ તો બવ બીઝી લાગે છે ને’’, મૃણાલી નો મેસેજ આવ્યો

‘‘ટુડુંગ ટુડુંગ. ટુડુંગ ટુડુંગ હા એ હવે હુ સારી રીતે જાણુ છુ.. અને એક્ઝામ હોલ મા તુ જ તો તારણ હાર છે હાહાહા. ? ? હૈતવીકા એ અખિલેશ કહ્યુ

‘‘સોરી યાર પાછલી વાતો યાદ આવી ગઇ. બોલ શુ કરે છે’’, અખિલેશે મૃણાલી ને મેસેજ કર્યો

’’ અને તારે વાચવાનુ નથી કઇ.. કાલનુ પેપર ઇઝી નહિ હોય અલગોરીધમ બધા કરી નાખજે. બે તો પુછાશે જ..’’, અખિલેશે હૈતી ને મેસેજ કર્યો

‘‘ઓ ટેટુ તુ ઓનલાઇન થાને યાર એકલા થી બન્ને જગાએ પહોચાતુ નથી.’’, અખિલેશે તરંગ ને કહ્યુ. ‘‘એ તો મે તને પહેલા પણ કહ્યુ હતુ’’, તરંગે કહ્યુ અને એણે એના લેપટોપ મા ફેસબુક લોગીન કર્યુ

’’ શુ વાત છે આજ તો બધુ વંચાઇ ગયુ લાગે છે.?’’, તરંગે હૈતવીકા ને મેસેજ કર્યો.

’’ શુ કોઇ છોકરી મળી કે નહિ. તને પછી..’’, અખિલેશને મૃણાલી નો મેસેજ આવ્યો..

’’ હા એ તો ક્યારના ય લખી નાખ્યા. છે’’, હૈતવીકા નો અખિલેશ ને મેસેજ આવ્યો

‘‘વંચાઇ તો નહિ પણ બધુ લખાઇ ગયો હો હાહાહા’’, મૃણાલી નો તરંગ ને મેસેજ આવ્યો

’’ એ વાત ક્યા પુછે છે. મળશે ત્યારે તને ખબર પડી જ જશે.. તુ બોલ તારા સપના ના રાજકુમાર વિશે કાલે વાત કરતી હતી કોણ છે એ તો કે.?’’, અખિલેશે મૃણાલી ને મેસેજ કર્યો

‘‘ગુડ ગુડ હેલ્પ જોઇતી હોય તો કેજે હો મે પણ બે ચાર કાપલી બનાવી છે ઝેરોક્ષ કરાવી લે જે..હાહાહા’’, તરંગે હૈતવીકા ને મેસેજ કર્યો.

‘‘લખાઇ ગયા મીન્સ? આજે પણ તે કાપલી બનાવી છે?’’, અખિલેશે હૈતવીકા ને મેસેજ કર્યો.

’’ અરે યાર એ મારાથી નહિ કહેવાય.. પ્લીઝ એ ના પુછ’’, અખિલેશ ને મૃણાલી નો મેસેજ આવ્યો..

‘‘હા આજે ચાર જ કાપલી બનાવી છે અને એ પુછાશે એવુ લાગે છે.. વધારે નથી બનાવી અને કાલે જીન્સ પહેરવાની છુ તો વાંધો નહિ આવે.’’, અખિલેશ ને હૈતી નો મેસેજ આવ્યો..

‘‘ના. આજ માટે તો આટલુ પુરતુ છે નેક્સ્ટ પેપર મા જોયુ જાય છે.. શુ કરે છે તારી ગર્લફ્રેન્ડ .’’, તરંગ ને હૈતવીકા નો મેસેજ આવ્યો

‘‘ઓકે ઓકે. એ તો કે આપડી કોલેજ નો છે? આપડા ક્લાસ નો?’’, અખિલેશે મૃણાલી ને પુછ્યુ.

‘‘અરે ક્યારેક તુ ફસાવા ની છો. અને સ્ક્વોડ વાળા ના હાથે જડપાઇશ તો ત્રણ વર્ષ ની વાટ લાગશે. એના કરતા એક વાર કે.ટી આવે એમા શુ યાર.? હુ તને સીખવાડી દઇશ’’, અખિલેશે હૈતવીકા ને મેસેજ કર્યો

‘‘હ્મ્‌મ્મ, તો તો કાલનુ પેપર સુપર હશે એમ ને.? બેસ્ટ ઓફ લક’’, તરંગે હૈતવીકા ને મેસેજ કર્યો.

‘‘હા આપડી કોલેજ નો અને આપડા ક્લાસ નો જ છે બસ’’, મૃણાલી નો અખિલેશ ને મેસેજ આવ્યો..

’’ ફસાઇશ તો જોયુ જશે ત્યારે અને આ છેલ્લુ પેપર બસ હવે પછી ના પેપર મા હુ કાપલી કે ચીટ નહિ બનાવુ પ્રોમીસ બસ’’, હૈતવીકા નો અખિલેશ ને મેસેજ આવ્યો.

‘‘જોઇએ એ તો પેપર પર ડીપેન્ડ કરે. કેવુ જાય પેપર’’,હૈતવીકા નો તરંગ ને મેસેજ આવ્યો

’’ કોણ છે એ તો કે યાર તો?, અખિલેશે મૃણાલી ને મેસેજ કર્યો

‘‘જોઇએ એ તો તારુ પ્રોમીસ કેટલુ ટકે છે. અને મને પ્રોમીસ કરવાનુ જરુર નથી તુ પોતાને જ પ્રોમીસ કર’’, અખિલેશે હૈતવીકા ને મેસેજ કર્યો

‘‘એ તો સમય આવશે ત્યારે જ કહીશ. અને તને તો પહેલા કહીશ ઓકે?’’, અખિલેશ ને મૃણાલી નો મેસેજ આવ્યો..

‘‘થેંક્સ એન્ડ સેમ ટુ યુ. એન્ડ ધ્યાન રાખજે પકડાઇ ના જતો.હાહા’’, તરંગ ને હૈતવીકા નો મેસેજ આવ્યો..

‘‘હા એ તો કહેવુ જ પડશે ને એન્ડ હવે બાય યાર દોઢ કલાક જેવુ થઇ ગ્યુ છે અને હવે વાંચવા બેસવુ છે તમે પણ વાંચો યાર બાય.. ગુડ નાઇટ..’’, અખિલેશે મૃણાલી ને મેસેજ કર્યો

‘‘વાહ.વાહ તારી આવી વાતો જ મને બવ ગમે છે.. મીસ્ટર ફીલોસોફરહાહાહા..’’,હૈતવીકા નો અખિલેશ ને મેસેજ આવ્યો

‘‘હા એ તો ધ્યાન રાખવુ જ પડશે ને.. ચાલ હવે અમે વાંચવા બેસવાનો વિચાર કરીએ છીએ બાય ગુડ નાઇટ’’, તરંગે હૈતવીકા ને મેસેજ કર્યો.

‘‘બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર.’’, મૃણાલી નો મેસેજ અખિલેશ ને આવ્યો અને એ ઓફલાઇન થઇ ગઇ.

‘‘હા હો.. ચાલ હવે વાંચીએ થોડુ.. અને થોડુ વાચજે હો કાલે પાછા ફાફા મારવા પડશે નહિ તો.. બાય ગુડ નાઇટ ટેક કેર. ડીઅર...’’, અખિલેશે હૈતવીકા ને મેસેજ કર્યો..

‘‘બાય ગુડ નાઇટ.. સ્વીટ ડ્રીમ જય શ્રી ક્રિષ્ન’’, હૈતવીકા એ તરંગ ને મેસેજ કર્યો અને તરંગ પછી લોગઆઉટ થયો..

‘‘ઉંઘ વિના સપના ના આવે બાય..!!’’, હૈતવીકા પણ ઓફલાઇન.

‘‘હાશ યાર. બન્ને ચીપકુ છે પણ. ઓફલાઇન થવાનુ નામ જ નથી લેતી’’, અખિલેશે ટેટુ(તરંગ) ને કહ્યુ..

‘‘પણ ખરેખર યાર જ્યા સુધી આની સાથે ચેટ ના કરુ ત્યા સુધી ચેન નથી પડતો હો’’, અખિલેશે કહ્યુ.

‘‘હશે હશે ભાઇ મને ક્યાક હૈતવીકા સાથે લવ ના થઇ જાય આવી વાતો કરમા.’’, ટેટુ બોલ્યો.. ‘‘ચાલ હવે વાંચીએ થોડુ?’’, અખિલેશે કહ્યુ.

એક કલાક પછી

‘‘કેટલુ વાચ્યુ?....’’, ટેટુ એ અખિલેશ ને પુછ્યુ.

‘‘અરે યાર.. ખરેખર પોણા કલાક થી બાયનરી ટ્રી પર છુ ટ્રી મા કઇક બીજુ જ દેખાય છે’’, અખિલેશે કહ્યુ.

‘‘હાહાહા. દાવ એમને?.. પણ મને પણ મન નથી લાગતુ.’’,ટેટુ એ કહ્યુ.

‘‘હુ તો સુઇ જાવ છુ. એમ પણ ઉંઘ આવે છે સવારે વહેલા જાગીને રીવીઝન કરી નાખીશુ’’, અખિલેશે કહ્યુ.

બન્ને એ બુક ને બંધ કરી અને લાઇટ બંધ થઇ

પેપર શરુ થયા ને પોણો કલાક વીતી ચુક્યો હતો.. બધા જ પેપર લખી રહ્યા હતા સુપરવાઇઝર બહાર જાય છે.

‘‘શ્શ શ્શ. અખિલેશ.’’, હૈતવિકા એ કહ્યુ જાણે હૈતવીકા ના સીસકારા ની વાટ જ જોતો હોય એમ સીસકારો સંભળાતા જ અખિલેશ પાછળ ફર્યો.

‘‘સવાલ પુરો કરી લવ.?’’, અખિલેશે પુછ્યુ.

‘‘હે સ્ટેન્ડ અપ ગીવ મી યોર પેપર’’, સુપરવાઇઝર અખિલેશ ને પાછળ ફરેલો જોઇને બોલ્યા ‘‘સોરી સર..’’, અખિલેશે સુપરવાઇઝર ને કહ્યુ. ’’ ના મારે કઇ નથી સાંભળવુ જસ્ટ પેપર આપ. એન્ડ લીવ ધ ક્લાસ’’, સુપરવાઇઝરે કહ્યુ

અખિલેશે વિનંતી કરી પણ સુપરવાઇઝર ના માન્યો અને એણે અખિલેશ નુ પેપર લઇ લીધુ.

અખિલેશ ક્લાસ ની બહાર નીકળવા ચાલતો થયો પોતાનુ બેગ ખભા પર ચડાવ્યુ અને ક્લાસ ની બહાર થી હૈતવીકા સામે કોઇ જ એક્સ્પ્રેશન વિના જોયુ. અને હૈતવીકા પણ અખિલેશ સામુ જોતી રહી. અને અખિલેશ ચાલતો થયો

‘‘ઓય તારો મોબાઇલ વાઇબ્રેટ થાય છે’’, ટેટુ એ અખિલેશ કહ્યુ. ’’ અરે હૈતી નો કોલ છે લે લે..’’, ફરી તરંગ બોલ્યો

‘‘કટ કરી નાખ વાત નથી કરવી.’’, અખિલેશે કહ્યુ.

‘‘પણ એમા એ બિચારી નો શુ વાંક છે? એ તો એમ પણ રોજ તને પુછે છે આજે વળી સુપરવાઇઝર તને જોઇ ગયો એન્ડ એ તને સોરી કહેવા જ કોલ કરતી હશે તારે એની સાથે વાત કરવી જોઇએ..’’, તરંગે અખિલેશ ને સમજાવતા કહ્યુ

‘‘તુ વળી આ લોકો ની તરફ ક્યારનો થઇ ગયો?’’,અખિલેશે તરંગ ને કહ્યુ.

‘‘મને ખોટુ નહિ લાગે.. યાર.. પણ હુ તો મને જે લાગે છે એ કહુ છુ બાકી પછી તારી મરજી’’, તરંગે કહ્યુ અને એ લેપટોપ ખોલીને બેઠો.

અખિલેશ ઘણો સમય વિચારે છે અને એટ લાસ્ટ એને સમજાય છે.. એ એના મોબાઇલ મા આવેલા હૈતવીકા ના મેસેજ વાંચે છે

‘‘ઓય ટેટુ સોરી હો. યાર ગુસ્સા મા ભાન નથી રહેતુ..તને તો ખબર છે..’’, અખિલેશે તરંગે ને સોરી કહ્યુ.

‘‘અરે. યાર મે તને પહેલા તો કહ્યુ કે હુ આવી નાની વાતો નુ ખોટુ લગાડતો જ નથી. એટલે આવી વાત મા આ રુમ પાર્ટનર ને સોરી ના કહેતો’’, તરંહે અખિલેશ ને કહ્યુ.

‘‘ચાલ હવે હૈતવીકા ને કોલ કર. એ બવ ટેન્શન મા છે મારે ક્યારના મેસેજ આવે છે કે અખિલેશ ને સમજાવ..’’, તરંગે અખિલેશ ને કહ્યુ.

અખિલેશે હૈતી ને કોલ કર્યો.

‘‘સોરી યાર. આજે બધુ જ મારા લીધે થયુ ખરેખર મને શરમ આવે છે.’’, ફોન ઉઠાવતા જ હૈતવીકા એ કહ્યુ.

‘‘એક સોરી મારે પણ તને કહેવાનુ છે. આજનો મારો બીહેવીઅર સારો નહોતો અને તારા કોલ અને મેસેજ ના આન્સર ના આપ્યા સો સોરી..’’, અખિલેશે પણ હૈતી ને સોરી કહ્યુ.

‘‘તો ચાલો હવે પાર્ટી’’, હૈતવીકા સાઇડ થી બીજી કોઇ ત્રીજી વ્યક્તિ નો અવાજ આવ્યો એ મૃણાલી નો હતો

‘‘હા મૃણાલી બરાબર કહે છે ચાલો પાર્ટી આપ આજ તો તારુ પેપર બવ સારુ ગયુ હશે એમ પણ’’, અખિલેશે કહ્યુ.

’’ પણ અત્યારે.?’’, હૈતી એ પુછ્યુ.

‘‘હા અત્યારે કોલેજ પાસે આવો તમે લોકો. સ્યુગર એન્ડ સ્પાઇસ મા જઇએ’’, અખિલેશે કહ્યુ.

‘‘ઓકે છ વાગે મળીએ.. ચાલ બાય..’’, હૈતવીકા એ કહ્યુ.

‘‘બાય’’, અખિલેશે કહ્યુ.

‘‘હાઇ’’, એકબીજાએ કહ્યુ.

‘‘આ મીસ્ટર ટેટુ કેમ ઉદાસ દેખાય છે’’, હૈતવીકા એ કહ્યુ.

‘‘એમ તો આજે આ મૃણાલી પણ મોઢુ ચડાવીને આવી હોય એવુ લાગે છેહાહાહા’’, અખિલેશે કહ્યુ અને બધા થોડા થોડા હસ્યા.

‘‘તો ચાલો જઇએ હવે’’, હૈતવીકા એ કહ્યુ.

અને બધા સ્યુગર એન્ડ સ્પાઇસ તરફ ચાલતા થયા

‘‘ચાલો આજે કોઇએ પોતાના મનપંસદ ની વસ્તુ નથી ખાવાની એનો સામે નો ફ્રેન્ડ કહે એજ ખાવાનુ ભાવે કે ના ભાવે’’, મૃણાલી એ કહ્યુ.

‘‘ઓય આ શુ બકવાસ કરે છે..’’, અખિલેશે કહ્યુ.

‘‘ના બરાબર છે આજે અખિલેશ ને મૃણાલી ની અને મૃણાલી ને અખિલેશ ની ચોઇસ કરવાની અને મારે અને હૈતવીકા ને એકબીજા ની’’, તરંગે કહ્યુ.

’’ તો આજે અખિલેશ શુ ખાશે..? હોટડોગ?. હાહાહા તને કંટાળો નથી આવતો એક ન એક આઇટમ ખાઇને.? અખિલેશ માટે જસ્ટ સલાડ્‌સ...હાહાહા..’’, મૃણાલી એ કહ્યુ..

’’ ઓકે એમ કહો ને આજે નાસ્તો કરવા નથી આવ્યા જસ્ટ ગાયો ની જેમ ચરવા જ આવ્યા છીએ.’’, અખિલેશે કહ્યુ.

‘‘સલાડ થી તો આંખો નુ તેજ વધે ભાઇ’’, તરંગે કહ્યુ.

‘‘તરંગ આજે એની મોસ્ટ ફેવરીટ આઇટમ ખાશે. ઇટાલીયન ચીઝ પીઝા’’, હૈતીકા એ કહ્યુ.

‘‘એન્ડ હૈતી આજે તારે પણ. તારુ ફેવરીટ જ ખાવાનુ છે ઇટાલીયન ચીઝ વીથ કોક..’’, તરંગે હૈતી ની આઇટમ સજેસ્ટ કરી

‘‘બોલો સાહેબ તમે શુ કહેવા માંગો છો’’, મૃણાલી બોલી.

‘‘તારા માટે તો કઇક હવે હટકે જ સીલેક્ટ કરવુ પડશે.. ચાલ હવે તારી જેવો થોડો છુ તારા માટે મારી ફેવરીટ મંગાવી લે ગ્રીલ સેન્ડવીચ’’, અખિલેશે મૃણાલી ને કહ્યુ.

’’ તો અખિલેશ પાસ થાય એટલુ તો લખ્યુ છે ને પેપર મા..?’’, મૃણાલીએ પુછ્યુ.

‘‘તને વળી મારા ફ્રેન્ડ ની બવ ચિંતા થાય ને..? હાહાહા.’’, તરંગે કહ્યુ.

‘‘હા હો અમને અમારા ફ્રેન્ડ ની ચિંતા હોય જ છે’’, મૃણાલી એ કહ્યુ.

‘‘એક ઇટાલીયન પીઝા, બે કોક, એક વેજીટેબલ સલાડ, એન્ડ એક ગ્રીલ સેન્ડવીચ’’, મૃણાલી એ આવેલા વેઇટર ને ઓર્ડર આપ્યો

‘‘ક્યા ઓર સ્કીમ મે ટ્‌વીસ્ટ ચાહીએ.?’’,મૃણાલી બોલી.

‘‘હા બોલી દે હજુ જે કહેવુ હોય..’’, અખિલેશે કહ્યુ.

‘‘ના હવે રેવાદે વધી જશે’’,મૃણાલી એ કહ્યુ.

વેઇટર બધી આઇટમ્સ લઇને આવે છે.

‘‘હૈતી ચાલુ કરીએ આપણે?’’, તરંગે પુછ્યુ. ‘‘હા એમા પુછવાનુ થોડુ હોય. પેલા આ એક પતાવી દઇએ બન્ને મળીને અને પછી બીજો મંગાવીએ’’, હૈતીએ કહ્યુ અને એક પીઝા ના ચાર પીસ માથી એક પીસ ઉઠાવ્યો.

પણ ત્રણે જણ ન ખુબ જ હસવુ આવતુ હતુ અખિલેશ સલાડ ખાતો હતો અને એ પણ કોરુ..

‘‘અખિ સેન્ડવીચ..?’’, મૃણાલી અખિલેશ ને ચીડવતા બોલી..

‘‘રાખ હો તારી પાસે’’, અખિલેશે કહ્યુ. ‘‘એક શરતે સેન્ડવીચ મળી શકે. જો તુ મારી ખાધેલિ સેન્ડવીચ ખાય તો.’’, મૃણાલી એ કહ્યુ.

‘‘અખિલેશ એક્સેપ્ટ કરી લે.. મૃણાલી રોજે બ્રશ કરે જ છે’’, હૈતી બોલી.

’’ ના મારે આ સલાડ બરાબર છે હો.એની સેન્ડાવીચ કરતા’’, અખિલેશ બોલ્યો.

‘‘લે હવે બવ ભાવ ખામા. અને આ પીસ લે સેન્ડવીચ નો મારો એંઠો નથી. અમે કઇ પાગલ નથી આ પાર્ટી તારા માટે જ તો છે’’, મૃણાલી બોલી..

(બન્ને લોકો એક જ સેન્ડવીચ ઉપર તુટી પડ્યા એક પતી એટલે બીજી મંગાવી હૈતી લોકો એ પણ બીજો પિઝા મંગાવ્યો. અને નાસ્તો પુરો થયો હૈતી એ પેમેન્ટ કર્યુ.)

‘‘જોયુ હૈતી વસુલ કરી લીધુ ને એક્ઝામ મા બતાવ્યુ એના કરતા પણ ડબલ?’’,મૃણાલી એ બોલી.

હૈતી અખિલેશ ની સામુ જોઇને હસવા લાગી બધા કોલેજ તરફ ચાલવા લાગ્યા

‘‘મહેરબાની કરીને કાલે ચીટ ના લાવતી અને વાંચજે આજે હો..’’, અખિલેશે કહ્યુ.

‘‘ના કાલે લાસ્ટ ટાઇમ મારી લાઇફ મા છેલ્લી વાર પ્રોમીસ આ બન્ને ની સાક્ષી મા કવ છુ બસ.?’’, હૈતી એ કહ્યુ.

‘‘તને કોઇ સુધારી શકે એમ છે જ નહિ..’’, અખિલેશે કહ્યુ.

‘‘ઓકે ચાલો હવે છુટા પડીશુ.? બાય.!!’’, હૈતી એ અને મૃણાલી એ કહ્યુ અને એ લોકો એના રુમ તરફ ચાલતા થયા.

‘‘તને શુ લાગે છે તરંગ ? હૈતી મને લવ કરતી હશે.?’’,અખિલેશે તરંગ ને પુછ્યુ.

‘‘અરે યાર એ હુ કેમ કહી શકુ.?.. કદાચ કરતી હોય એની તારા તરફ ની સ્માઇલ જોઇને..’’, તરંગે કહ્યુ.

’’ હુ તો હવે વિચારુ છુ કે આ લવ બવ બધુ ભુલી જાવ અને જસ્ટ એઝ અ ફ્રેન્ડ જ રહીએ.. હવે હુ કઇ આગળ વધારવા નથી માંગતો કદાચ એ કોઇ બીજા ને પણ પસંદ કરતી હોય જો એ મને લવ કરતી હોય તો કઇક તો ખાસ રીસ્પોન્સ તો મળે ને.. લવ મા લાઇફ સ્ટ્રેટ ના હોય કઇક નવા જુનુ તો થાય જ’’, અખિલેશે કહ્યુ.

‘‘તો એક વાર હિમ્મત કરીને પુછી લે ને’’, તરંગે કહ્યુ.

‘‘પણ મને ડર છે કે એના લીધે આ ફ્રેન્ડશીપ જે જામેલી છે એ ક્યાક ના તુટે એટલે હવે હુ માંડી વાળુ છુ. હુ એને પ્રપોઝ નથી કરવા માંગતો બસ આટલુજ.’’, અખિલેશે કહ્યુ.

‘‘હા એ વાત પણ સાચી.... ફ્રેન્ડશીપ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ..’’,તરંગે કહ્યુ.

અને એ લોકો રુમ પર પહોચ્યા. અને થોડી વાર પછી એ લોકો એ રીડીંગ ચાલુ કર્યુ

નેક્સ્ટ ડે

બે કલાક જેવુ થઇ ગ્યુ હતુ. અને

‘‘શ્શ્શ.શ અખિલેશ અખિલેશ’’, સુપરવાઇઝર બહાર ગયા અને તરત જ પાછળ થી હૈતવીકા નો અવાજ આવ્યો..

‘‘બોલ શુ છે ગઇ કાલ જેવુ થશે’’, અખિલેશે પાછળ ફર્યા વિના જ પુછ્યુ.

’’ પાછળ જો અને આ લે. તને નથી આવડતો એ ક્વેશ્ચન નો આન્સ.’’, હૈતી એ અખિલેશ ને ચીઠ્ઠી પકડાવવા હાથ લંબાવ્યો.

‘‘પાગલ મારે નથી જોઇતી તને એક વાર તો કહ્યુ’’, અખિલેશે કહ્યુ અને ચીઠ્ઠી ને લઇને બેન્ચ નીચે ફેંકી દીધી. અને બેડલક..!!! આ બધુ બારી માથી સુપરવાઇઝર જોતો હતો. સુપરવાઇઝર અંદર આવ્યો.

‘‘ચાલો બન્ને જણા ઉભા થાવ.. અને પેપર અહિ મુકી દ્યો અને ચાલતી પકડો... ફર્સ્ટ ટાઇમ જવા દવ છુ અને હવે પકડાશો તો સ્ક્વોડ વાળા ને જ સોંપી દઇશ..’’, સુપરવાઇઝર બોલ્યો.

’’ ઓય તારા ઘરેણા જે નીચે ફેંક્યા છે એ લેતો જા’’, સુપરવાઇઝરે અખિલેશ ને ફેંકેલી ચીઠ્ઠી ઉઠાવવા કહ્યુ.

અખિલેશે ચીઠ્ઠી ઉઠાવી એને આજે ખરેખર ગુસ્સો આવ્યો તો અને એ જડપથી ચાલતો જ થયો. હૈતી પણ ક્લાસ ની બહાર થી એનુ બેગ ઉઠાવીને અખિલેશ ની પાછળ દોડી. અને અખિલેશ ને લાઇબ્રેરી પાસે ઉભો રાખ્યો

‘‘બસ અખિલેશ બવ થયુ.યાર.’’, હૈતી એ કહ્યુ. ‘‘હુ પણ એજ કહુ છુ બવ થયુ..’’, અખિલેશે કહ્યુ..

હૈતી એ અખિલેશ ની મુઠ્ઠી મા રહેલી ચીઠ્ઠી ને અખિલેશ ની મુઠ્ઠી ખોલી ને લઇ લીધી ચીઠ્ઠી ને ખોલી ને અખિલેશ ના હાથ મા ધરી દીધી.

‘‘જો આજ સવાલ નો જવાબ ગોતતો કે આ સવાલ કરવો તો મને’’, હૈતી એ ચીઠ્ઠી આપીને કહ્યુ.

અખિલેશે ચીઠ્ઠી વાંચી એમા બ્લેક પેન થી થોડા મોટા અક્ષરે લખ્યુ તુ આઇ.લવ.યુ. ડુ યુ લવ મી.?

અખિલેશ ને શુ બોલવુ એ કઇ સમજાતુ નહોતુ. એણે જસ્ટ હૈતી નો હાથ પકડ્યો બીજો હાથ એની કમર પર રાખી એની તરફ ખેંચી બન્ને હાથ એના ગાલ પર રાખ્યા.., અને પોતાનો ચેહરો.. એકદમ હૈતી ના ચેહરા ની પાસે લઇ ગ્યો. અને કહ્યુ.. ‘‘જવાબ જોઇએ છે?’’, બસ આટલુ જ કહી ને એણે એના હોઠ હૈતી ના ગુલાબી અને કુણા હોઠ પર મુકી દીધા ધે કીસ્ડ ઇચ અધર. બન્ને ની આંખો મા ખુશી અને ભીનાશ હતી કીસ કર્યા પછી પણ એકબીજા સાથે શુ વાત કરવી એનો ખ્યાલ નહોતો આવતો.

એ બન્ને લાઇબ્રેરી મા ગયા

બન્ને એ ખભા પરથી બેગ ઉતારીને ટેબલ પર મુક્યા ‘‘અરે યાર પાણીની બવ તરસ લાગી છે’’હૈતીએ એનો મોબાઇલ બેગમાથી કાઢતા કહ્યુ. ’’ તો પી આવ જા હુ અહિ છુ..’’, હૈતી ના હાથ માથી અખિલેશે મોબાઇલ લીધો અને કહ્યુ. હૈતી પાણી પીવા માટે ચાલતી થઇ

અખિલેશે હૈતી ના મોબાઇલ મા એના પપ્પા નો મીસકોલ આવેલો જોયો અને બે મેસેજ આવેલા હતા બન્ને તરંગ ના હતા એક બેસ્ટ ઓફ લક નો હતો અને બીજો મેસેજ ઓપન કરીને વાચ્યો.. થોડી વાર એ મોબાઇલ જ જોતો રહી ગયો એમા લખ્યુ તુ..

‘‘હૈતી હુ તને કેટલા સમય થી એક વાત કહેવા માંગુ છુ અને લાગે છે કે એ સમય આવી ગયો છે હુ તને લવ કરુ છુ જો તુ મને એક્સેપ્ટ કરવા માંગતી હો તો લાઇબ્રેરી ની બહાર એક્ઝામ મારી રાહ જોજે’’

અખિલેશે એનો મોબાઇલ તરંગ ને કોલ કરવા કાઢ્યો એના મોબાઇલ મા મૃણાલી નો મેસેજ હતો અને એમા પણ આઇ.લવ.યુ લખેલુ હતુ..

અખિલેશ હવે તરંગ ને કોલ કરી શકે એમ પણ નહોતો..

‘‘હૈતી દોડતી દોડતી તરંગ અને મૃણાલી ને ખેંચી લાવી

‘‘આજે તમને બન્ને ને સરપ્રાઇઝ આપવાની છે’’, હૈતી એ બન્ને સામુ જોઇને કહ્યુ. તરંગ નો ચહેરો ખુશ દેખાતો તો.. એને હતુ કે આ સરપ્રાઇઝ એના લવ નુ એક્સેપ્ટ સ્ટેટમેન્ટ હશે કારણ કે એણે હૈતી ને લાઇબ્રેરી ની બહાર મળવા કહ્યુ હતુ અને એ ત્યા જ મળી.

હૈતી અખિલેશ ની ચેઇર ની પાછળ ગઇ. એના બન્ને હાથે ને પાછળ થી અખિલેશ ની છાતી પર મુક્યા અને ચેહરો અખિલેશે ના માથા પર ઢાળ્યો અને કહ્યુ. ’’ આ જ છે સરપ્રાઇઝ’’.

એક જ સેકન્ડ મા મૃણાલી અને તરંગ ના ચેહરા ઝાંખા થઇ ગયા પણ બન્ને એ આછી સ્માઇલ જાળવી રાખી

અખિલેશે હૈતી નો છાતી પર નો એક હાથ ઉચો કર્યો અને બન્ને મોબાઇલ આપ્યા

’’ હૈતી એ મેસેજ વાચ્યા.. અને બન્ને સામુ જોયુ..’’,

‘‘મૃ તે મને પણ આ વાત ના કહી.?’’, હૈતી એ મૃણાલી ને પુછ્યુ.

‘‘કવ તો પણ શુ કવ એમ કે મને તારા લવ સાથે લવ થઇ ગ્યો છે એમ.? અને કાલે રાતે તો એમ લાગતુ હતુ જ્યારે મને તરંગે કહ્યુ કે અખિલેશ તને લવ કરે છે પણ હવે એ કઇ આગળ વધારવા માંગતો નથી અને ફ્રેન્ડશીપ જ રાખવા માંગે છે અને મારા મન મા જ થોડી ખોટ કે મે તને એ વાત ના કરી કે અખિલેશે તને લવ કરે છે અને જોને મે જે ના કહ્યુ એ ઇશ્વરે તને દેખાડી દીધુ. અને મને ખબર હતી કે તુ અખિલેશ ને લવ કરે છે એટલે જ તો હુ તને કહી શકુ એમ નહોતી..’’, મૃણાલીએ કહ્યુ.

અને હવે વારો હતો તરંગ ને જવાબ આપવાનો..

‘‘અને તુ તરંગ? આ બધુ ક્યારથી.?’’, હૈતી એ પુછ્યુ.

‘‘ક્યારથી એમ પુછે છે? ગાંડી તને યાદ નહિ હોય. હુ તને ત્યારથી લવ કરુ છુ જ્યારે આપડી ફ્રેશર્સ પાર્ટી મા તારો ડાન્સ કરતી વખતે પગ મચકોડાઇ ગ્યો તો, હુ તને ત્યારથી લવ કરુ છુ જ્યારે આપડી ઈ.ઘ ની ત્રીજી લેબ મા તુ મારી પાસે સેટ્‌સસ્ક્વેર માંગવા આવી તી અને તારી ફ્રેન્ડ્‌સે તારી મજાક ઉડાવી તી.. હુ તને ત્યારથી લવ કરુ છુ જ્યારે તુ શરુઆત મા એક વાર સારી પહેરીને આવી તી અને ક્લાસ મા બધા છોકરાઓ જોર જોર થી બુમો પાડવા લાગ્યા તા. હુ તને ત્યારથી લવ કરુ છુ જ્યારે તે તારી ફ્રેન્ડ મૃણાલી ની પ્રોક્સી પુરાવી તી અને સરે તને બે લેકચર સુધી લેકચર મા બેસવાની ના પાડી દીધી તી આ વાત તો અખિલેશ ને પણ નથી ખબર હુ તને ત્યારથી લવ કરુ છુ જ્યારે હુ રુમ રાખીને રહેતો હતો અને મે એકવાર તારા નામ નુ ટેટુ હાથ પર ચીતર્યુ હતુ એટલે મારા રુમ પાર્ટનરો એ મારુ નામ ટેટુ પાડી દીધુ. કઇ કઇ તારીખો આપુ પાગલ આવા તો કેટલાય દિવસો છે જેને હુ રોજે ઉંઘતા પેલા યાદ કરતો રહ્યો છુ’’, તરંગે કહ્યુ.

‘‘અને અખિલેશ તુ ખોટુ ના લગાડતો તે મને કહ્યુ ને કે હુ હવે પ્રપોઝ નથી કરવાનો એટલે જ હિમ્મત કરી યાર નહિ તો મને પણ ખબર છે કે તુ કેટલો લવ કરે છે હૈતી ને પણ ખરેખર હુ આજે બવ ખુશ છુ મારા બન્ને બેસ્ટ ફ્રેન્ડસ ને એકબીજા ની ડેસ્ટીનેશન મળી ગઇ પણ યાર. મને ને મૃણાલી ને ભુલી ના જતા..જસ્ટ ક્યારેક ક્યારેક યાદ કરતા રેજો ’’, આટલુ બોલતા બોલતા તરંગ ની આંખો થોડી ભીની થઇ ગઇ

અખિલેશ દોડ્યો અને તરંગ ને ભેટી પડ્યો.. અને કહ્યુ.. ’’ ખરેખર યાર મારા જેવો કોઇ ફોર્ચ્યુનેટ નથી આજે બેસ્ટ લવ ની સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ અપાવી દીધો સોરી યાર’’

અખિલેશ મૃ પાસે ગયો અને આજે અખિલેશે મૃ ને પણ હગ કર્યુ.. અને કાન મા કહ્યુ.. ‘‘થેંક્યુ સો મચ મૃ મને આટલો બધો લવ કરવા બદલ હોલ્ડમી એઝ મચ યુ વોન્ટ ટાઇટ આજે તારી પાસે છેલ્લો દિવસ છે. આ ક્ષણ છે તારે પ્રેમ કરી લેવાની.’’ અને મૃણાલી એ અખિલેશ ને પાંચ મિનિટ સુધી હગ કર્યુ.

અને છેલ્લે તરંગે પણ હૈતી ને ભેટયો અને એના માથા પર કીસ કરી અને કહ્યુ ‘‘સ્ટે હેપ્પી ઓલવેઝ’’

‘‘મૃ આજે પાર્ટી અને આજે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ ને પોતાના હાથે ખવરાવશે’’, અખિલેશે કહ્યુ..

‘‘મૃણાલી ને ગઇ પાર્ટી યાદ આવી. અને મનમા જ કહ્યુ માય લવ આ તો હુ ગઇ પાર્ટી એ કહેવા જઇ રહી હતી સ્કીમ મે ઔર ટ્‌વીસ્ટ ચાહીએ?... તે જ મને રોકી લીધી હતી’’

૩. સમીપ

‘‘સમીપ..! જ્યારે બે વ્યક્તિ એકબીજાને વધારે જાણતા થઇ જાયને ત્યારે સંબંધો માં તીરાડ પડવાનુ ચાલુ થઇ જાય છે.’’, રાહીએ આખરે કંટાળીને પોતાના હાથ ટેબલ પર પછાડતા કહ્યુ.

‘‘હા, એટલે તુ વારંવાર આ ડાયલોગ મારીને મારાથી વાતો છુપાવતી જ રહીશ..!!’’, સમીપે પણ ગુસ્સામાં આવી ટેબલ પર હાથ પછાડ્યા. ડોમીનોઝમાં બેસેલા બીજા બધા લોકો, સમીપ અને રાહી તરફ જોવા લાગ્યા.

‘‘મેં તારાથી શું છુપાવ્યુ છે..? કે તુ મને આવુ સંભળાવે છે..?’’, રાહીએ એની આંખો પહોળી કરીને કહ્યુ.

‘‘મને તારૂ મન વાંચતા નથી આવડતુ..!!’’, સમીપે થાકીને કહ્યુ.

‘‘હુ તારાથી કંઇ છુપાવતી નથી સમીપ, કાલે હુ પવન સાથે હતી, પવન મારો એક સારો મિત્ર છે બસ! બીજુ કંઇજ નહિ. યાદ કર પહેલી મુલાકાત અને પહેલી ડેટ!!’’, રાહીએ યાદ અપાવ્યુ. બન્ને ભુતકાળની યાદમાં સરી પડ્યા.

રાહી અને સમીપની પહેલી મુલાકાત ડોમીનોઝ માંજ થઇ હતી. સમીપ અને એની ફ્રેન્ડ તૃષ્ણા બન્ને કોલેજથી છુટીને નાસ્તો કરવા આવ્યા હતા. સમીપની ચેઇર સામે અને તૃષ્ણાની પાછળ બેસેલી છોકરીને સમીપ એક્ટીસે જોઇ રહ્યો હતો. એ છોકરી એટલે રાહી. રાહી સમીપની તેજ આંખો ને સહન ના કરી શકી એટલે એ ઉભી થઇને સમીપના ટેબલ તરફ આવી. એણે બાજુના ખાલી ટેબલ પાસેથી ચેઇર લીધી અને સમીપના ટેબલ પાસે આવીને બેસી ગઇ.

‘‘મારી આંખોને જ જોવી છે ને..? નજીકથી જોઇ લે! મન ભરીને જોઇલે! ફરી ક્યારેય આ આંખો જોવા મળે ના મળે..!’’, રાહીએ પોતાનો ચહેરો સમીપની સામે ધરતા કહ્યુ.

‘‘અર્ઝ કીયા હૈ, ઉનકો દુરસે દેખને સે હમકો કોઇ તાકત ઝરૂર મીલતી હૈ, ક્યા આંખો મેં જનરેટર બીઠા રખા હૈ..?’’, સમીપે હસતા હસતા ઇન્સ્ટન્ટ બનાવેલો શેર માર્યો.

‘‘ઓહ્‌હ.. તો તુ શાયર પણ છે.. લાઇક ધેટ..’’, સમીપ અને રાહીનો આ સંવાદ તૃષ્ણા મંદ મંદ હાસ્ય સાથે જોતી રહી.

‘‘ખબર નહિ, પણ તમારી આંખો દુરથી આટલો બધો પાવર સપ્લાય કરે છે, નજીકથી તો ઓવરલોડ ના લીધે મને કરંટ લાગશે.!’’, સમીપે કહ્યુ.

‘‘આંખો મેળવવા માટે હિમ્મ્ત જોઇએ..!!’’, રાહીએ કહ્યુ.

‘‘મેડમ, કેટલીક વાર વધારે પડતી વસ્તુને આંખો ની નજીક લાવતા એ દેખાતી બંધ થઇ જાય.! એટલે ઘણી બધિ વસ્તુઓ વચ્ચે પ્રમાણીત અંતર રાખવુ જરૂરી છે. તારી આંખો ત્યાંથી સુંદર દેખાઇ રહી હતી, જ્યારે હુ તારી આંખો ના વધારે નજીકથી જોઇ રહ્યો છુ ત્યારે એના ફરતે બ્લેક સ્પોટ મને દેખાઇ રહ્યા છે. એટલે વધારે કોઇ વસ્તુને જાણવાની કોશીશ ના કરાય એવુ હુ માનુ છુ.!!’’, સમીપે કહ્યુ. રાહીને સમીપની વાતો કંઇક અલગ લાગી. એ સમીપ તરફ અટ્રેક્ટ થઇ ગઇ. રાહીએ તૃષ્ણા તરફ તીરછી નજર કરી. રાહી તૃષ્ણાની ફ્રેન્ડ હતી. તૃષ્ણાએ રાહી અને સમીપનુ ઇન્ટ્રોડ્‌ક્શન કરાવ્યુ. એ પછી બન્નેની ઘણી મુલાકાતો થઇ. પ્રેમમાં પડવાનો કોઇ સમય નથી હોતો. એને થોડુ કંઇ ટાઇમ ટેબલ હોય. એ તો પવનની જેમ આવે છે, એમાં ભરેલી સુગંધ વહેંચીને પાછો પોતાના રસ્તે ચાલ્યો જાય છે.

‘‘સમીપ હુ આજે પણ તને એટલો જ પ્રેમ કરૂ છુ કારણ કે તુ મને રોજ નવો લાગે છે, હુ તને વધારે જાણવાની કોશીષ નથી કરતી. વધારે પડતી મીઠાઇ ખાઇ લો, વધારે ડોમીનોઝ ના પીત્ઝા ખાઇ લો, કે કોઇ પણ વસ્તુ! જ્યારે તમે એના વધારે સંપર્કમાં આવો.. વધારે જાણવાની કોશીષ કરો ત્યારે એના વિશે અરૂચી આવવાની જ..!! અને તને પણ ખબર છે આપણી પહેલી મુલાકાત માં મને તારી આજ વાત ગમેલી એ તો તને પણ ખબર છે..!!’’, રાહીએ ખુબ શાંતી થી કહ્યુ જાણે એ લોટનો પીંડો મસળતી હોય.

‘‘સોરી રાહી..!! કદાચ હુ મારી જાતને જ ભુલ્યો હતો. મારા વિચારોનો જ વિરોધી હુ કેવી રીતે બન્યો અને ક્યારે બની ગયો એ જ ખબર ના પડી. થેંક્સ તે મને મારૂ સ્મરણ કરાવ્યુ.’’, સમીપે રાહીના હાથ પર હાથ મુકતા કહ્યુ.

‘‘ચાલ હુ તને મેં એક કવિતા લખી છે, એ સંભળાવુ.!! કવીતાનુ નામ અને તારૂ નામ બન્ને સેમ છે.. ‘સમીપ’ ’’, રાહીએ એક કાગળ એના પર્સમાંથી કાઢતા કહ્યુ.

‘‘સર સર કરતો સરકે વાયરો

એને તડપ કોઇને ફરકાવવાની.

ફરકાવે એટલે વીસરે ફરી રાહે નવી.

જો ઉડતી પાંખો કહે મારે તો,

મારા પ્રેમી હવામાં મળી જવુ છે..!

તો પાંખો ઓગળશે કે પવન પંખાશે..?

ઉડતુ ઉડતુ એક પીછુ આવીને બોલ્યુ,

બંને ચુંથાઇ જશો સૃષ્ટી વેરાન થશે..!

અરીસો આભાસી અસર ઉભી કરે આસાનીથી,

એકવાર આંખ ગઇ અરીસાના કાચ સુધી,

નાક અડ્યુ કાચ પર,

અરીસો ફફડી ઉઠ્‌યો, થોડો ડોલ્યો, બોલ્યો,

સુંદરતા ક્દરૂપે છે, એક ફુટ દુર રહે!

અધ્યાય ૧, અધ્યાય ૨, અધ્યાય ૩,

નારાયણ નો પ્રસાદ વહેંચો,

કથાનો પ્રસાદ એટલે કથાનો પ્રસાદ,

પ્રસાદ પડીયામાંથી ઉછળ્યો, ના રહેવાયુ બોલ્યો.

બે મુઠા જ હુ અંદર જઇશ, ત્રાસ ભરીને પેટ ભરશો તો હુ,

એજ મોઢેથી પાછો આવીશ, હુ નારાયણને કારણે મીઠો,

નારયણને બોલના મેવા..!, ના ચાલે..! ’’ રાહીએ કવીતા કહી સંભળાવી.

સમીપ સાંભળીને ખુબ ખુશ થયો. એ ખુશ હતો કારણ કે એના વિચારો એને પાછા મળ્યા હતા. ‘‘લવ યુ સો મચ રાહી’! એન્ડ નાઇસ પોએમ..’’, સમીપે રાહીના ગળે મળતા કહ્યુ. સમીપે રાહીને ભીંસીને બાહોંમાં લીધી.

ગળે મળતી વખતે રાહીના મોબાઇલમાં પવનનો મેસેજ આવ્યો.

‘‘કેવી લાગી મારી પોએમ?’’.

‘‘સુપર્બ ડાલગ ઇટ્‌સ જસ્ટ ઓસમ બાય, આઇમ એમ ઇન વર્ક.. લવ યુ મીસ યુ..’’, રાહીએ જડપથી મેસેજ ટાઇપ કરીને પવન ને સેન્ડ કર્યો.

સમીપના મોબાઇલમાં પણ એક મેસેજ આવ્યો.

‘‘સુપર્બ ડાલગ ઇટ્‌સ જસ્ટ ઓસમ બાય, આઇમ એમ ઇન વર્ક.. લવ યુ મીસ યુ..’’,

સમીપ રાહીને હગ કરીને છુટો પડ્યો.

‘‘આઇ વીલ મીસ યુ ટુ.’’, સમીપ બોલ્યો અને પેલા કાવ્યના નીચે પોતાની સાઇન કરીને ચાલતો થઇ ગયો.

૪. સેન્ડવીચ

પાર્ટ-૧

‘‘તને યાદ છે આકર્ષી..? જ્યારે આપણે પહેલી વાર કોલેજમાં મળ્યા હતા ?’’, પાંચ બેસ્ટ ફ્રેન્ડ્‌સ અમદાવાદના રીવર ફ્‌ર્ન્ટ પાર્કમાં ટોળુ વળીને ભુતકાળ વાગોળતા હતા ત્યારે આકાશે કહ્યુ.

‘‘કંઇ રીતે ભુલી શકુ યાર, મારી લાઇફનો અત્યાર સુધીનો સૌથી સુંદર દિવસ, તારા માટે વર્સ્ટ પણ.’’, આકર્ષીએ ખીલખાલાટ હસતા કહ્યુ.

‘‘તારી સાથેની પહેલી જ મુલાકાતમાં, તુ તો રીતસરની મારા પર ગુસ્સાના વરસાદથી વરસી પડી હતી.’’, આકાશે પણ હસતા હસતા કહ્યુ.

‘‘પણ તમારા લોકો વચ્ચે જઘડો ક્યા કારણે થયો હતો ?’’, મસ્તીએ પુછ્યુ. આકર્ષી આકાશને જોઇને સ્માઇલ કરવા લાગી, આકર્ષીએ આકાશને પુછવાનો ઇશારો કર્યો. આકાશે મસ્તીને ઇશારાથી જ કહ્યુ કે તુ આકર્ષી ને જ પુછ. આકર્ષી નો ચહેરો એટલો મલકાયો કે એના ચહેરા પર ખડખડાટ સ્મિત આવી ગયુ.

‘‘હુ કોમ્યુટર એન્જીનીયરીંગ કરતી હતી અને આકાશ ઇ.સીમાં હતો એટલે ઓબવીઅસલી એકબીજાને નહોતા ઓળખતા, પણ કોલેજના ટેકનોની ડાન્સ કોમ્પીટીશનમાં આકાશને જોયેલો. એમ પણ આકાશ થોડો હેન્ડસમ એટલે કોઇ પણ છોકરી એના લુકને જોઇને થોડીક અટ્રેક્ટ તો થઇ જ જાય.. કોલેજમાં મસ્ક્યુલર અને પોપ્યુલર હતો, મેં એના વિશે સાંભળ્યુ હતુ.’’, આકર્ષીએ કહેવાનુ શરૂ રાખ્યુ પણ આકાશ ત્યાંજ વચ્ચે પડ્યો.

‘‘બસ યાર ઓછુ બટર લગાવ હુ લપસી જઇશ!’’, આકાશે એના વખાણ સાંભળીને કહ્યુ. બધા ફ્રેન્ડ્‌સ મજાક ઉડાવતા હસ્યા.

‘‘યાર પોપકોર્ન વિના મુવી જોવાની મજા ક્યાંથી આવે ? સેન્ડવીચમાં બટર તો હોવુ જોઇએ ને..?’’, આકર્ષીએ કતરાઇને કહ્યુ, અને સ્ટોરી આગળ વધારી. ‘‘હુ લાઇબ્રેરી પાસેના ઝેરોક્ષ સેન્ટરમાં બુકના ચેપ્ટર્સની ઝેરોક્ષ કરાવવા ગઇ હતી. એ જ દિવસે મને મારા જ ક્લાસના ત્રણ છોકરાએ પ્રપોઝ કર્યુ હતુ, એક મહિનામાં આવુ બે ત્રણ વાર તો બનતુ જ. પણ એક દિવસમાં આવુ ત્રણવાર ? કોલેજના એક વર્ષમાં ક્યારેય નહોતુ બન્યુ, એટલે હુ થોડી નર્વસ પણ હતી અને મનમાં થોડી થોડી હરખાતી પણ હતી કે આપડી ડીમાન્ડ આટલી બધી વધી ગઇ છે ? પણ મેં પહેલેથી જ નક્કી કર્યુ છે એમ હુ લાઇફ પાર્ટનર તરીકે મારા પપ્પા શોધી આપશે એને જ સ્વિકારીશ. એટલે મેં એ કોઇ છોકરાવને હા નહોતી પાડી પણ સેન્ડલ બતાવીને ભગાવી માર્યા હતા. ઝેરોક્ષની માટેની લાઇન લાંબી હતી,’’

પાછો આકાશ વચ્ચે બોલ્યો. ‘‘ઝેરોક્ષમાં લગભગ પંદરેક મિનિટ સુધી વારો આવે એમ ન્હોતો. એ દિવસે આકર્ષીએ, બ્લુ જીન્સ પહેરેલ હતુ અને એના પર ફુલ્લી ભરતકામ કરેલ સ્લીવલેસ ટી-શર્ટ પહેરેલુ હતુ, ઇસ્ટ એન્ડ વેસ્ટનુ આ કોમ્બીનેશન મને બહુ ગમ્યુ હતુ, હાઇટમાં તો એમ પણ આકર્ષી ઘણી ઉંચી છે, છતા પણ એણે હાઇ હીલના સેન્ડલ પહેર્યા હતા જેના પર પણ ભરતકામ કરેલુ હતુ. મને લાગ્યુ કે હતુ કે આ કોઇ રીચ ચીકનની છોકરી લાગે છે, એના કપડા કોઇ ડીઝાનર કલેક્શનમાંથી લીધેલ હોય એવુ લાગી રહ્યુ હતુ, એના હાથ પર લાકડાના મોટા કાંડા હતા, એના ડાબા હાથ પર એના ખભાથી કાંડા સુધી મોતીની ચાર લાબી સર હતી, જે એના ગોરા બાજુને શણગાર આપી રહી હતી, એજ કદાચ એની સ્લીવ હતી, એના કાનમાં મેકડોનાલ્ડ ના લોગો વાળા એરીંગ્સ હતા જાણે મેકડોનાલ્ડ ની બ્રાન્ડ એમ્બેસેડર હોય. એના ખુલ્લા વાળોને તો ક્યાંથી ભુલી શકુ કારણ કે હુ એની પાછળ ઉભો હતો ત્યારે પવન ના કારણે એના ખુલ્લા વાળ મારા નાક અને આંખો સાથે છેડછાડ કરી રહ્યા હતા.’’

‘‘પતી ગયુ તારૂ.? હવે કોણ ચણાના જાડ ઉપર ચડાવે છે? બટર લગાવવામાં તુ પણ કંઇ પાછળ નથી.’’, આકર્ષીએ વચ્ચે મોટેથી બોલીને આકાશને બોલતા રોક્યો. ફરી એના ચહેરા પર સ્માઇલ શકીરાની કમરની જેમ નાચવા લાગી.

‘‘ઓકે સારૂ, તો તારે ખોટુ સાંભળાવુ છે? એ દિવસે આકર્ષીએ પેલા માંગવા વાળા જેવા.’’, ‘‘બસ બસ બસ’’ આકર્ષીએ આકાશને બોલવા જ ના દીધો ચીલ્લાવા લાગી. આજુબાજુ બેસેલા લોકો જોવા લાગ્યા. બધા લોકો ફરી હસ્યા. આજે તો બધા ધમાલીયા ફ્રેન્ડ્‌સ પણ બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ આકાશ અને આકર્ષીની સ્ટોરી સાંભળવા કુતુહલતાથી બેસી ગયા હતા, કારણ કે એ બધાએ ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડની લવ સ્ટોરીઝ તો સાંભળી હતી પણ બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ વચ્ચેના લવની સ્ટોરી કદી નહોતી સાંભળી. અહિં કોઇજ એક્સ્પેક્ટેશન વગરનો પ્રેમ હતો.

ફરી આકર્ષીએ જ કન્ટીન્યુ કર્યુ. ‘‘હા એ દિવસે હુ સજી ધજી ને જ આવી હતી, બટ તમે પણ જાણો છો હુ કોઇ રીચ ચીકનની છોકરી નથી, હુ તો ગામડામાંથી આવેલી મોડર્ન છોકરી છુ. મમ્મીએ ભરતકામ કરતા શીખવાડેલુ એટલે એને મોડર્ન ક્લોથ્સ માં મેં જાતે જ ઇમ્પ્લીમેન્ટ કર્યુ. ઘણાએ વખાણ કર્યા પછી મને ખબર પડી કે હુ તો ડીઝાઇનર પણ છુ. મેં એ દિવસે જે પણ વસ્તુ પહેરી હતી એ મેં જાતે જ રીડીઝાઇન કરી હતી. મેકડોનાલ્ડ્‌ઝના એરીંગ્સ પણ. હુ એ દિવસે કંટાળી હતી અને લાઇન પણ લાંબીહતી, સાથે ત્રણ ત્રણ છોકરાવે પ્રપોઝ કર્યુ હતુ એટલે નર્વસ પણ હતી અને વિચારો આવતા હતા કે કોઇ મારી સાથે મજાક તો નહિ કરી રહ્યુ હોય ને ? હુ નીચું મોં રાખીને મારા મોબાઇલમાં ચેતન ભગતની વન નાઇટ એટ કોલ સેન્ટર વાંચી રહી હતી. ત્યાંજ મારા ખભા પર પાછળથી એક વજનદાર હાથ પડ્યો. મેં પાછળ જોયુ, વ્હાઇટ કમીઝ અને પાયજામામાં બ્લેક ગીક ટાઇપ ચશ્માની ફ્રેમ વાળો એક છોકરો ઉભો હતો, એના કમીઝના ખીસ્સા પર રોયલ રોઝ લટકાવેલુ હતુ અને બીજુ એક ગુલાબ એના હાથમાં હતુ.

‘બહાર આવને’’, એણે મને લાઇનમાંથી બહાર આવવા કહ્યુ. મને ખબર જ હતી આ છોકરો પણ પ્રપોઝ કરવા જ આવ્યો છે. મેં બરાબર ધારી લીધુ હતુ, આને તો હુ બરાબરનો મેથી પાક ચખાડીશ એટલે અંદરથી એક પાણી ભરેલો ગ્લાસ લઇ આવી હતી, અને ઝેરોક્ષ વાળા ભાઇ માટૅ આવેલી ચ્હાને એ પાણીના ગ્લાસમાં નાખીને રંગીન બનાવ્યુ. હુ બહાર ગઇ. આકાશ બહાર હાથમાં રેડ રોઝ લઇને ઉભો હતો. ગ્લાસ મારા હાથમાં જ હતો. હુ આકાશ પાસે ગઇ,

‘મારે એક બવ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે’, આકાશ બોલ્યો અને મેં મારા હાથમાં રહેલા ગ્લાસનુ પાણી એના વ્હાઇટ કુર્તા પર રેડી દીધુ,

‘‘પણ સાંભળો તો ખરા..!’’, એ બોલવા ગ્યો ત્યાંજ વધેલા ચ્હા વાળા પાણીને એના મોં પર ફેંક્યુ. એણે ચ્હાના ધબ્બા વાળા કપડાને જોઇને મારી તરફ નજર કરી.

‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું, કોલેજની જે છોકરી મળે એને પ્રપોઝ જ કરી દેવાનુ?’, મેં ચીલ્લાઇને કહ્યુ.

મેં સેન્ડલ ઉતાર્યા, આજુબાજુ થોડાક છોકરા છોકરીઓ ભેગા થઇ ગયા. હુ આકાશ પર સેન્ડલ ફેંકવા જઇ જ રહી હતી ત્યાં આજુબાજુ થી એક હાથમાં શુટીંગ કેમેરા પકડેલ એક ભાઇ આવી ગયા, ‘‘મેડમ મેડમ!!!’’, એ ભાઇ બોલ્યા. હવે મારો ચહેરો જોવા જેવો હતો. મને ખ્યાલ આવી ગ્યો તો મેં કંઇક બાફ્‌યુ હતુ. મને એમ થયુ કે આ કેમેરા વાળા લોકો મારી સાથે પ્રેંક કરી રહ્યા હતા.’’

‘‘ઓહ્‌હ્‌હ્‌હ.!’’ બધા ફ્રેન્ડ્‌સ એકસાથે બોલ્યા. ‘‘પણ શું થ્યુ તુ.?’’, મસ્તીનો બોયફ્રેન્ડ જોય બોલ્યો.

‘‘મારા હાથમાં ગુલાબ હતુ એટલે અમને પણ અંદાજો આવી ગયો હતો કે આ બધુ શાં કારણે થયુ હતુ.? મેં અમારી આખી ટીમને બોલાવી જેમાં બે છોકરી અને કેમેરામેન સિવાય એક બીજો છોકરો પણ હતો. અમે આકર્ષીને બધુ સમજાવવા માટે કોલેજના કેન્ટીનમાં લઇ ગયા. કેમેરા મેન અને બન્ને છોકરીઓ એ આકર્ષીને સજાવ્યુ કે અમે હમણા જ એક ણઘષ્ માં જોઇન થયા છીએ. અમે કોલેજના ટોપર્સને ણઘષ્ માં જોડાવા માટે ગુલાબ આપીને રીકવેસ્ટ કરી રહ્યા છીએ, સાથે ણઘષ્ વાળા એમના બ્રાન્ડીંગ માટે વિડીયો બનાવવા માંગે છે એટલે એ લોકો શુટીંગ પણ કરી રહ્યા હતા, જેથી સ્ટુડન્ટ્‌સ ના રીએક્શન પણ જાણી શકાય.

‘પણ મેડમ તમે તો બધા કામ પર ચ્હા ફેરવી દીધી હો.!!’, મેં કટાક્ષમાં સ્માઇલ સાથે કહ્યુ.

‘આઇ એમ એક્સ્ટ્રીમલી સોરી ગાય્ઝ..!!, એક્ચ્યુલી આજે હુ થોડી ડીસ્ટર્બ હતી, સવારથી અત્યાર સુધીના ત્રણ કલાક માં મને ત્રણ છોકરા પ્રપોઝ કરી ચુક્યા છે, અને મને તમારા હાથમાં ગુલાબ જોઇને એમ થયુ કે આ છોકરો પણ મને પ્રપોઝ કરવા જ આવ્યો હશે’, આકર્ષી એના હાથની અદાઓ સાથે બોલી.

‘‘બાય દ વે મારૂ નામ આકાશ છે, અને આપણે બધા એક જ વર્ષમાં છીએ એટલે તુ મને ‘તુ’ કહીને બોલાવી શકે’’, મેં હસતા હસતા કહ્યુ અને આકર્ષી સાથે હાથ મેળવ્યો. બધાએ આકર્ષી સાથે એકબીજાના નામની આપ લે કરી. પછી તો ઘણી બધી ચર્ચા ચાલી ણઘષ્ નુ કામ શું છે, અમે ણઘષ્ માં શું કરીએ છીએ..? અડધી કલાક કેન્ટીનની બકવાસ ચ્હા પર ફીલોસોફી ચાલી એનુ કન્ક્લુઝન એ આવ્યુ કે કોલેજના કેન્ટીનની ચ્હા કોઇના શર્ટને બગાડવામાં સારી કામમાં આવી શકે, કારણ કે પીવા જેવો સ્વાદ તો હતો નહિ. કેન્ટીનના બકવાસ સમોસા, કેન્ટીનના નાસ્તાની અમે ભુલો જ કાઢતા રહ્યા. એના સિવાય ઇન્ડીયાની એજ્યુકેશનથી માંડીને પોલીટીક્સની ચર્ચા થઇ. મોસ્ટ ઓફ બધી વાતો નેગેટીવ હતી. પણ ક્યારેક નેગેટીવીટી એ આશાનુ કિરણ બનીને આવતી હોય છે. લગભગ અઢી કલાક એકબીજા સાથે વાતો કર્યા પછી આકર્ષી સાથે સારી ફ્રેન્ડશીપ થઇ ગઇ હતી. પછી આકર્ષીએ અમારૂ ણઘષ્ ‘હ્યઊઘશ’ જોઇન કર્યુ.’’

‘‘પણ એ દિવસ ખરેખર મારો અત્યાર સુધીનો બેસ્ટ ડે હતો, મારે લાઇફમાં જે કરવુ હતુ એની તક તમે લોકો જ મને આપી. મેં અને આકાશે સાથે મળીને બવ જ કામ કર્યુ, એકબીજાની કંપની પણ એટલી જ એન્જોય કરી. અમે ઝુપડપટ્ટીમાં રહેતા લોકો નાની વસ્તુઓમાંથી કંઇ રીતે ખુશી મેળવે એ જોયુ, એક નાનુ બાળક માણસને એક જ પળમાં હસાવીને બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દે, એ પણ અનુભવ કર્યો, એન્ડ ફ્રેન્ડ્‌સ લોકો સાથે પણ એટલા જલસા કર્યાકોલેજના દિવસો તો કોલેજના દિવસો હતા.’’, આકર્ષીએ એની સ્ટોરી કહી.

’’વાવ યાર..!! સો ડ્રામેટીક!’’, મસ્તીએ કહ્યુ. કોલેજ પુરી થઇ એ કોઇને નહોતુ ગમ્યુ, પણ લાઇફ તો એની સ્પીડે જ ભાગી રહી હતી એટલે દોડવુ જ રહ્યુ.

ત્યાંજ આકર્ષીના મોબાઇલમાં શકીરાના જીપ્સી સોંગ્સની રીંગટોન વાગી, જેવો એનો સ્વભાવ એવીજ એના સોંગની ચોઇસ. આકર્ષી ખરેખર એક જીપ્સી(મુક્ત આત્મા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇને જીંદગી પસાર કરતા હોય એવા લોકો, જેમના જીવનમાં રહેવાનુ કોઇ સ્થાન ના નક્કિ હોય) જ હતી.

આકર્ષી ઉભી થઇને થોડે દુર રહેલા ફાઉન્ટેઇન પાસે જઇને વાતો કરવા લાગી, આકાશના ચહેરા પર થોડાક એક્સપ્રેશન ચેન્જ થયા. આકાશને તો ખબર જ હતી એ કોનો ફોન હતો. પણ આકાશ એક બેસ્ટ ફ્રેન્ડ હતો, જે આકર્ષીને પુરેપુરો જાણતો હતો, અને આકર્ષી પણ એવી ફ્રેન્ડ હતી જે આકાશને પુરેપુરો જાણતી હતી.

આકાશ દુરથી જ આકર્ષીને એક નજરે જોઇ રહ્યો હતો, એ એના ચહેરા પર આવેલા વાળને કાન પાછળ રહેવા માટે જગ્યા આપી રહી હતી.

‘‘તુ એને લવ કરે છે?’’, મસ્તીએ આકાશને પુછ્યુ.

‘આકર્ષી સાથેની એ મારી પહેલી મુલાકાતની વાત પુરી નથી થઇ. એ દિવસે અમે મેં આકર્ષીને ડીનર માટે ઇન્વાઇટ કરી હતી’’, આકાશે કહ્યુ અને એ માત્ર આકર્ષની જોતો રહ્યો! કન્ટીન્યુ!!!!

પાર્ટ-૨

‘‘હા રીવર ફ્રન્ટ આવ્યા છીએ’’, આકર્ષીએ ફોન પર વાત કરતા કહ્યુ.

‘‘હુ, મસ્તી, મધુ, જોય, આકાશ અને સુશીલ’’, ફોન પર થોડી વાર સામે વાળા વ્યક્તિની વાત સાંભળી આકર્શીએ બધાના નામ બોલી. કદાચ એ વ્યકિતએ પુછ્યુ હશે કે ‘કોણ કોણ રીવરફ્રન્ટ ગયા છો ?’

‘‘પણ દર્શ, અમે જસ્ટ ફ્રેન્ડ્‌સ છીએ! અમારા બન્ને વચ્ચે કંઇ જ નથી.’’, આકર્ષીએ થોડી વાર રહીને કહ્યુ. આકર્ષીનુ કપાળ ચિંતાઓ સાથે સંકોચાઇ ગયુ હતુ. એ દર્શ સાથે દલિલો કરતી રહી.

બીજી તરફ આકાશે એ દિવસની વાતને શરૂ કરી.

‘‘કોલેજની બાજુમાં જ સીઝલર્સ રેસ્ટોરન્ટ હતુ. અમે ત્યાંજ મળવાના હતા. જુલાઇ મહિનો ચાલી રહ્યો હતો. એટલે વરસાદ પણ હતો. હુ ટાઇમથી વહેલા જ પહોંચી ગયો હતો એટલે રેસ્ટોરન્ટમાં જઇને આકર્ષીની રાહ જોઇ રહ્યો હતો. મેં રેસ્ટોરન્ટના એક કોર્નરનુ બે વ્યક્તિઓ માટેનુ ટેબલ પસંદ કર્યુ હતુ. રાતના નવ વાગ્યા એટલે આકર્ષીએ રેસ્ટોરન્ટ મા એન્ટ્રી મારી. દસ મિનિટ પહેલા જ વરસાદ શરૂ થયો હતો એટલે ઓબવીઅસલી આકર્ષી પલળેલી હતી. એણે સવાર કરતા અલગ કપડા પહેર્યા હતા.

પણ પલળેલી આકર્ષી આકર્ષણ જન્માવી રહી હતી. હુ એને દુર થી જોઇ રહ્યો હતો. એ એના સાદા ચપ્પલમાં હતી. એણે શોર્ટ કેપ્રી અને ટી શર્ટ પહેરેલુ હતુ. ટુંકમાં એ એના નાઇટ ડ્રેસમાં હતી. એ રેસ્ટોરન્ટના દરવાજા પાસે ઉભી રહીને એના પલળી ગયેલા અને વિખેરાઇ ગયેલા વાળને સરખા કરી રહી હતી. એક જ મિનિટમાં એણે એના વાળને બાંધી દીધા. એણે એની કેપ્રીમાંથી મોબાઇલ કાઢ્યો. એણે એનો મોઢુ મરોડ્યુ. એના ચહેરા પરથી લાગી રહ્યુ હતુ કે એનો મોબાઇલ પલળી ગયો હશે. મેં વેઇટર ને બોલાવ્યો અને આકર્ષીને અહિં મોકલવા કહ્યુ. વેઇટર આકર્ષી પાસે ગયો અને મારા તરફ આંગળી ચીંધી. એણે મારા તરફ જોયુ અને એક મોટી સ્માઇલ આપી. એ મારા તરફ આવવા લાગી.

ખબર નહિ આ વરસાદની ૠતુ પાણી વરસાવતી હોવા છતા આગ શા માટે લગાવતી હશે. જેટલી નજીક એ આવી રહી હતી એટલુ મારા પેટમાં વાવાજોડુ આવ્યુ હોય એવુ લાગી રહ્યુ હતુ. મને એમ થઇ રહ્યુ હતુ કે મારે આટલુ તૈયાર થઇને આવવાની શીં જરૂર હતી હુ પણ નાઇટ ડ્રેસ પહેરીને આવી શકત. આકર્ષી બસ પાંચ ડગલા દુર હતી. એણે એના પલળેલા ચહેરા ને લુછ્યો હતો છતા એના પલળેલા વાળમાંથી નીતરેલા પાણીના ટીપા એની આંખ અને ગાલ પર ફાસ્ટ ડ્રાઇવીંગ કરી રહ્યા હતા. એ ટેબલ પાસે આવીને ઉભી રહી. હુ ઉભો થયો. સવારે હુ ઘણુ બોલી રહ્યો હતો. પણ અત્યારે મારી હાલત જોવા જેવી હતી. મારા મોઢામાંથી શબ્દો નીકળી જ નહોતા રહ્યા. હુ કોઇ છોકરી સાથે પહેલી વાર એકલો જમવા આવ્યો હતો. એટલે હુ નર્વસ હતો. કદાચ એ પણ હશે. પણ એ વખતે તો મને એવુ લાગેલુ કે છોકરીઓ થોડી ઘબરાય એનો તો બધા છોકરાઓ પર પુરેપુરો કંટ્રોલ હોય, એમના વાળની એક લટ ઘણાને બે ભાન કરી શકે. પણ આ મારી ખોટી માન્યતા જ હતી. હુ એને મુંગે મુંગો જોઇ જ રહ્યો હતો. એ મારી સામે મુંગી બનીને ઉભી રહી.

‘કોઇ દિવસ પલળેલી છોકરી નથી જોઇ..?’, એણે મારા સામે ચપટી વગાડતા કહ્યુ અને એ ખડખડાટ હસી પડી. હુ એક્ઝામ હોલમાં જેવી હાલત હોય એમ બધુ જ ભુલી ગયો હતો. કોઇ છોકરી એક દિવસમાં આટલી ફ્રેન્ક અને ઓપન કઇ રીતે બની શકે ? બવ હિમ્મત જોઇએ.

મેં એને બેસવા માટે ઇશારો કર્યો. એ મારી સામે પગ ઉપર પગ ચડાવીને બેસી ગઇ. એ પુરેપુરી ભીની હતી. એને સ્.છ. માં ઠંડી નહિ લાગતી હોય એવુ હુ વિચારી રહ્યો હતો. કારણ કે મને વિના પલળ્યે પણ ઠંડી લાગી રહી હતી.

‘બપોર પછી મૌન રાખવાનુ શરૂ કર્યુ છે કે શુ ?’, એણે બેસીને તરત જ કહ્યુ. મારે જવાબ આપવાનો હતો. એવો જવાબ જે એના ચહેરા પરની સ્માઇલ ને જાળવી રાખે.

‘ખબર નહિ તારી એન્ટ્રી થઇ અને મારી જીભનુ આંખો સાથે એક્સીડન્ટ થઇ ગયુ. આંખો ને કંઇ ના થયુ પણ જીભ પેરાલાઇઝ થઇ ગઇ.’, મેં હસતા હસતા ઓનેસ્ટલી થી કહ્યુ.

‘ઓહ્‌હ બીજી જ મુલાકાતમાં ફ્‌લર્ટ કરવાનુ પણ શરૂ કરી દીધુ..?’, ખબર નહિ છોકરીઓને સાચુ કહીએ તો ફ્‌લર્ટ કેમ લાગતુ હશે ?

‘ફ્‌લર્ટ..? હુ થોડો નર્વસ છુ, પહેલી વાર કોઇ છોકરી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છુ.’, અમે બન્ને એકબીજાની આંખોમાં આંખો નાખીને વાતો કરી રહ્યા હતા.

‘એ તો તારા કપડા ઉપરથી જ લાગે છે, જાણે કોઇ હ્મણછ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો હોય..! સવારના કપડામાં વધારે સારો લાગતો હતો. બી ઓપન..! ટોક ફ્રીલી’, એણે કહ્યુ. છોકરો છોકરીના વખાણ કરે તો ફ્‌લર્ટ અને છોકરી વખાણ કરે તો કોમ્પ્લીમેન્ટ આવુ કેમ..? મને હજુ નથી સમજાયુ.

‘આ શું કોમ્પ્લીમેન્ટ હતી..?’, મે પુછ્યુ.

‘ના ફ્‌લર્ટ!!!’, એ ખડખડાટ હસવા લાગી.

‘ખુલ્લા વાળ સારા લાગતા હતા..’, મેં ફરી એક કોમ્પ્લીમેન્ટ આપી. એ એના ચહેરા આડો હાથ રાખીને ચહેરો ફેરવી ગઇ એ હસતી હતી. હવે મારી નર્વસનેસ જતી રહી હતી.

‘મને તો મારી ફ્રેન્ડ એમ કહેતી હતી કે કાલીમાતા એના વાળ છુટા રાખે એવી લાગુ છુ.’, એણે ચહેરો મારી સામે ફેરવીને કહ્યુ.

‘કદાચ એને આંખોને નહિ લાઇટ ની જરૂર હશે. અથવા તો તુ અંધારામાં ઉભી હોઇશ’, અમારા બન્ને વચ્ચે ડાયલોગ બાજી શરૂ થઇ ગઇ હતી, અને મારે જીતવુ નહોતુ.

‘પણ આ ડીમ લાઇટમાં તને બવ દેખાવા લાગ્યુ છે નહિ?’, એણે મરોડદાર સ્માઇલ સાથે કહ્યુ.

‘યીલ્ડ!! યીલ્ડ..!! મને હવે આગળ ડાયલોગ મારતા નહિ આવડે..!!’, મેં ગીવ અપ કરી દીધુ અને એ ખડખડાટ હસી પડી.

‘પણ તને આ રેસ્ટોરન્ટ જ કેમ ગમ્યુ..?’, હવે એણે નોર્મલી વાતો કરવાનુ શરૂ કર્યુ.

‘અહિંનુ સીઝલર્સ સારૂ હોય છે. અને વરસાદમાં ગરમા ગરમ વસ્તુઓ ખાવાની મજા આવે.’, મેં કહ્યુ.

‘તો તે કોઇ દિવસ વરસાદમાં ભજીયાનો સ્વાદ લીધો જ નથી લાગતો.’, મારી નજર સામે ગરમા ગરમ મેથીના ભજીયા અને ખાટી આમલીની ચટણી આવી ગઇ હતી. મારા મોં માં પાણી આવી ગ્યુ.

‘ચલ ભજીયા ખાવા જ જઇએ!!’, મેં કહ્યુ.

‘એક શરત!! પલળવુ પડશે!!’, એણે એની શરત વાળી આંગળી બતાવતા કહ્યુ. એના ચહેરા પર સ્માઇલે જાણે પરમનન્ટ ઘર બનાવી લીધુ હોય એવુ લાગતુ હતુ.

‘અહિં આવ્યા છીએ તો કંઇક તો ખાવુ જ પડશે ને.?’, મેં સંકોચને કારણે કહ્યુ.

‘ના એવુ કશુંજ હોતુ નથી, કસ્ટમર આપણે છીએ. ખાવુ કે ના ખાવુ એ આપણે નક્કિ કરવાનુ હોય..!! જસ્ટ ચીલ..! ચલ..!’, આકર્ષી ઉભી થઇ અને ગેટ તરફ ચાલવા લાગી હુ એની પાછળ હતો. હુ આવી રીતે નીકળવા માટે ખચકાતો હતો

‘મેડમ સર..!! એની પ્રોબ્લેમ?’, મેનેજરે પુછ્યુ.

‘એક્ચ્યુલી..!! મારા આ ફ્રેન્ડની ગર્લફ્રેન્ડે સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી છે!!’, આકર્ષીએ મારી સામે આગળી ચીંધતા કહ્યુ. એની એક્ટિંગ પર એને ફીલ્મફેર એવોર્ડ મળાવો જોઇએ એવુ લાગ્યુ. હુ મુંજવણમાં હતો.

‘મારી ગર્લ ફ્રેન્ડ..?’, મારૂ મન બોલ્યુ. મારો ચહેરો કપાળ પર પ્રશ્નાર્થ ચિન્હ દોરી ને મુંગો થઇ ગયો હતો.

‘ઓહ્‌હ્‌હ સો સોરી સર..!’, મેનેજર બોલ્યો.

અમે જલદીથી રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા. વરસાદ એની પુરેપુરી તાકાતથી વરસી રહ્યો હતો. સાથે વીજળીના ચમકારા પણ થઇ રહ્યા હતા. જેવા અમે રેસ્ટોરન્ટથી થોડા દુર પહોંચ્યા એ પાગલની જેમ હસતા હસતા ગોટો વળી ગઇ. એને જોઇને હુ પણ મારી હસી રોકી ના શક્યો. એ ચાલતા ચાલતા હસી રહી હતી, એનો ડાબો હાથ મારા જમણા ખભા પર હતો. હા એનો હાથ ગરમ હતો.

‘મારી ગર્લ ફ્રેન્ડ?’, મેં હસતા હસતા પુછ્યુ. મારૂ મન મારા ખભા પર રાખેલા એના ગરમ હાથ પર વીચલીત થઇ રહ્યુ હતુ. કોઇ છોકરીએ અત્યાર સુધીમાં આવી રીતે મારા ખભા પર હાથ ન્હોતો મુક્યો. ધીઝ વોઝ સો રોમેન્ટીક..! ખબર નહિ અત્યારે કેવુ ફીલ થઇ રહ્યુ હતુ પણ આવુ ક્યારેય ફીલ નહોતુ થયુ. હુ એવુ ઇચ્છતો હતો કે આ વરસાદ ક્યારેય બંધ ના થાય. ખભા પર રહેલો હાથ ક્યારેય નીચે ના ઉતરે અને આ સમય રોકાઇ જાય.

‘સોરી સોરી. તારી ગર્લ ફ્રેન્ડને સ્યુસાઇડ કરાવવા માટે..!!’, આકર્ષીએ મારી સામે જોતા કહ્યુ.

‘પણ મારે કોઇ ગર્લ ફ્રેન્ડ જ નથી! પણ તારે તારા બોયફ્રેન્ડ ની સ્યુસાઇડ કરાવવી હતી. છોકરીઓ એમ થોડી સ્યુસાઇડ કરે. એ તો સ્યુસાઇડ કરાવી નાખે.’, મે મારા બેડ સેન્સ ઓફ હ્યુમર થી કહ્યુ.

‘ઓય્ય્ય એવુ નથી હોતુ! છોકરીઓ છોકરાઓની બવ કેર કરતી હોય છે. એન્ડ મારે બોય ફ્રેન્ડ નથી..!’’, એણે કહ્યુ. અમે વરસાદમાં પલળી રહ્યા હતા વીજળી ચમકી રહી હતી. ‘મારે બોય ફ્રેન્ડ નથી’ એ સાંભળીને મને એમ થયુ કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લેવા જોઇએ. પણ મને એમ લાગતુ હતુ કે બીજી જ મુલાકાત માં પ્રપોઝ કરવુ બરાબર હશે? હુ એને વધારે જાણતો ન્હોતો..!! ન તો એ મને વધારે જાણતી હતી. એ વોક મારી અત્યાર સુધીની સૌથી યાદગાર વોક હતી.’’’

આકાશે એની બાજુમાં પડેલી પાણીની બોટલ માંથી પાણી પીધુ. એના બધા ફ્રેન્ડ્‌સ એકદમ શાંતી થી આકાશની સામે જોઇ રહ્યા હતા. જોય મસ્તીના ખોળામાં માંથુ રાખીને લોન આડો પડ્યો હતો. આકર્ષી હજુ દર્શ સાથે વાત કરી રહી હતી.

‘‘દર્શ વિશ્વાસ કર..! અમે બન્ને બેસ્ટ ફ્રેન્ડ છીએ.!’’, આકર્ષીએ દર્શને ફોન પર સમજાવતા કહ્યુ.

‘‘મને તુ કોઇ છોકરાઓ સાથે વાત કરે એ નથી ગમતુ. તારા માટે મારાથી વધારે તારા ફ્રેન્ડ્‌સ ઇમ્પોર્ટન્ટ છે. તારા માટે આપડો નહિ, તારા ફ્રેન્ડ્‌સ સાથે નો રીલેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. તુ વિચાર કરી લે. જો તારે સીરીયસ રીલેશન રાખવો હોય તો જ મારી સાથે વાત કરજે. કારણ કે મને તુ છોકરાઓ સાથે વાત કરે એ સહેજેય નથી ગમતુ. ખાસ કરીને આકાશ સાથે!!’’, દર્શે આકર્ષીને ઇમોશનલી બ્લેક મેઇલ કરતા કહ્યુ. આકર્ષીએ પહેલીવાર કોઇ ફીલીગ્સને રિલેશનના રૂપમાં ટ્રાન્સલેટ કરી હતી. આકર્ષી ગમે તેટલી હિમ્મતવાળી હતી. ખરેખર એ નાદાન હતી. એને કંઇ ફીલીંગ્સને લવ કહેવાય અને કઇ ફીલીંગ્સને અટ્રેક્શન એ ખબર જ નહોતી. અત્યારે એ જે રીતે ફોન પર વાત કરી રહી હતી, એ બેબસ લાગી રહી હતી. આ રીલેશનની જાળમાં એ બરાબર ગુંચવાઇ ગઇ હતી. જે રીલેશન ખુશીઓ માણવાની મુક્તિ ના આપે એ રીલેશનને હંમેશા માટે મુક્તિ આપી દેવી જોઇએ.

‘‘પ્લીઝ!! દર્શ..! કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ..?’’, આકર્ષીની આંખોમાં આંસુ હતા.

‘‘હુ અથવા આકાશ અને તારા ફ્રેન્ડ્‌સ?’’, દુનિયાના સૌથી નેરો માઇન્ડેડ વ્યક્તિએ ફુલની પાંખડીઓ જેવી લાગણી ધરાવતી આકર્ષી ને બે ચોઇસ આપી દીધી. આકર્ષી એક ક્ષણ માટે ચુપ થઇ ગઇ.

બીજી તરફ આકાશ એ દિવસની સ્ટોરી આગળ વધારી રહ્યો હતો.

‘‘અમે એ દિવસે બને એટલુ ધીમુ ચાલી રહ્યા હતા. કારણ કે બન્ને વરસાદ અને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા. એ એની લાઇફમાં શું કરવુ એના વિશે ડીટરમાઇન હતી. એ સોફ્‌ટવેર ડેવલપર તરીકે ચાર-પાંચ વર્ષ કામ કરીને પછી ફુલ ટાઇમ ણઘષ્ માં કામ કરવા માંગતી હતી. એ કહી રહી હતી કે લોકોની હેલ્પ કરવાથી એને બવ જ ખુશીઓ મળે છે.

‘મારો સ્વભાવ બવ ફ્રેન્ક છે, હુ કોઇ પણ જોડે જલદીથી ભળી જાવ છુ. કદાચ એના કારણે જ મને આજે ત્રણ છોકરાએ પ્રપોઝ કર્યુ લાગે છે. હુ લોકો સાથે જલદીથી ખુલ્લીને વાતો કરવા લાગુ છુ એટલે લોકો એમ સમજી બેસે છે કે હુ એમનામાં ઇન્ટરેસ્ટેડ છુ. મને નવા ફ્રેન્ડ્‌સ બનાવવા ગમે છે. નવા લોકો સાથે ઓળખાણ કરવી ગમે છે. નવા લોકો સાથે વિચારોની આપ લે ગમે છે. અને એ જ મારી ઓળખાણ છે. આ મારી આદત નથી, આ મારો સ્વભાવ છે. હુ મારી આદતો બદલી શકુ. મારો સ્વભાવ ન બદલી શકુ.’, હુ આકર્ષીના વિચારોથી મેસ્મરાઇઝ થઇ ગયો હતો.

એક ક્ષણમાં જ એને પ્રપોઝ કરવાના વિચારો ગાયબ થઇ ગયા. અમે પલળતા પલળતા મયુરના ભજીયા પાસે પહોંચ્યા. મેં ભરેલા મરચા અને મેથીના ભજીયાનો ઓર્ડર આપ્યો. અમે બન્ને એ કરીઅર, લવ, ફ્રેન્ડશીપની ચર્ચા કરતા કરતા ભજીયા ખાધા. એક મરચુ તીખુ આવી ગયુ તો આકર્ષીના મોં માંથી સીસકારા સાંભળવાની પણ બવ મજા પડી. એનો ગોરો ચહેરો લાલઘુમ થઇ ગયો હતો. એની આંખોમાં પાણી આવી ગ્યા હતા. મેં મારા ખીસ્સામાંથી પલળેલો રૂમાલ આપ્યો.

‘‘ઓહ્‌હ મીસ્ટર પ્રોફેશનલ!! તમારો રૂમાલ કામ આવ્યો હો!’’, એણે ભીના રૂમાલથી એનો ચહેરો વધારે ભીનો કર્યો. અમે કોલેજ તરફ જવા નીકળ્યા. અમે રસ્તાની ડાબ બાજુએ ચાલી રહ્યા હતા. વરસાદ હજુ ચાલુ જ હતો. કદાચ એને આ હસીન દિવસનો સાક્ષી બનવુ હતુ.

‘અત્યાર સુધી આટલી વાતો મેં કોઇ સાથે શેર નથી કરી..!’, આકર્ષીએ મારી સામે એકદમ શાંત ચહેરે કહ્યુ. મને એમ લાગ્યુ કે આ જ ટાઇમ છે. પણ તરત જ મને એણે જે થોડી વાર પહેલા કહ્યુ એ યાદ આવી ગયુ. એ મને ફ્રેન્ડ માનતી હશે તો..? મને શું બોલવુ એ ખ્યાલ જ ન આવ્યો. હુ એને જસ્ટ જોતો રહ્યો. મારો હાથ એના હાથને સ્પર્શવા માટે આગળ વધી રહ્યો હતો, હુ એનો હાથ પકડીને ચાલવા માંગતો હતો.

ત્યાંજ અમારી બાજુમાંથી ફુલ સ્પીડ પર જતી એક એવેન્જર બાઇક પસાર થઇ. પાછળ બેસેલો એક છોકરો ખુબ ઉંચેથી બોલ્યો. ‘આઇ લવ યુ આકર્ષી.!!!’. સડસડાટ કરતી બાઇક પસાર થઇ ગઇ. એ છોકરાનો ચહેરો મારા મગજમાં બરાબર ફીટ થઇ ગયો હતો. જે મારો હાથ એના હાથ તરફ આગળ વધી રહ્યો હતો એ થોભી ગયો.

‘બસ મને આજ વાતથી નફરત છે, કાયર છોકરાઓ થી. આજનુ ચોથુ પ્રપોઝ..! એ લોકો સમજતા નહિ હોય ? કે જો તમે કોઇ છોકરીના ચહેરા પર સ્માઇલ લાવો તો છોકરી ઓટોમેટીકલી તમને પસંદ કરવા લાગશે. એકબીજાને ઓળખ્યા વિના કોઇ એકબીજાના પ્રેમમાં કઇ રીતે પડી શકે. મને તો સમજાતુ જ નથી.’, આકર્ષી થોડાક ગુસ્સા સાથે બોલી.

‘આ લોકોને તો આપડી કેન્ટીનની ચ્હાથી નવડાવવા જોઇએ..!!’, હુ બોલ્યો અને એ હસી પડી. હુ એના ચહેરા પર સ્માઇલ લાવવા માટે સફળ રહ્યો. આનાથી મોટી સીદ્ધી શું હોઇ શકે.? આકર્ષીની હોસ્ટેલ આવી ગઇ.

‘થેંક્સ..!!’, આકર્ષીએ જતા જતા કહ્યુ.

‘શેના માટે..?’, મેં પુછ્યુ.

‘ફોર ધીઝ ડે! યુ મેડ માય ડે..!!’, એણે ગ્રેટફુલ થતા કહ્યુ.

હુ અંદરને અંદર બોલી રહ્યો હતો કે ‘આઇ કેન મેક યોર લાઇફ ઓલ્સો.’, પણ મારામાં કહેવા જેટલી હિમ્મત નહોતી.

‘તુ દર વખતે મારે કહેવાનુ હોય એ ચોરી કરી લે છે..!!’, મારે શું બોલવુ એ ખબર ન પડી એટલે મે કહ્યુ.

એણે એના બન્ને હાથ ફેલાવ્યા અને પુછ્યુ ‘હગ?’

મારી ધડકનો એટલી ફાસ્ટ દોડી રહી હતી કે મને ડર હતો કે ક્યાંક હ્‌રદય ફાટી ના જાય? બન્ને ના વરસાદમાં પલળેલા શરીર. આકર્ષીના ફેલાયેલા હાથ. આનાથી વધારે આ દિવસને સુંદર બનાવવા શું જોઇતુ હતુ? અમે બન્ને એકબીજાના ગળે મળ્યા. એણે મને કાનમાં કહ્યુ.

‘થેંક્સ માય ડીયર ફ્રેન્ડ!!’, પહેલા ધડકનો ફાસ્ટ ચાલી રહી હતી. પણ આ સાંભળીને અચાનક પેટમાં આગ લાગી ગઇ.

‘યુ આર વેલકમ માય ડીયર..!’, મારા પાસે આ બોલવા સિવાય કોઇ ઓપ્શન જ ન્હોતો. શું આ ફ્રેન્ડશીપ હતી, શું આ લવ હતો? શું બે ફ્રેન્ડ્‌સ એક બીજાને ફ્રેન્ડ તરીકે લવ કરી શકે..? આવા કેટલાંય સવાલો મારા મનમાં એ સમયે ઉભરા લઇ રહ્યા હતા.’ આકાશે ફરી પાણીની બોટલમાંથી એક ઘુટડો ભરતા કહ્યુ.

‘એ દિવસ મારી જીંદગીનો સૌથી હસીન દિવસ હતો. પણ અત્યારે હુ એવુ પણ માનુ છુ કે જ્યારે અમે છુટા પડ્યા હતા ત્યારે મેં મારા ડરના કારણે ઘણુ ગુમાવ્યુ પણ હતુ.’’’, આકાશે પાણી પી ને પાણીની બોટલ સાઇડમાં મુકતા કહ્યુ.

ત્યાંજ અચાનક આકર્ષી દોડતી દોડતી આવી.

‘‘હુ જાવ છુ..?’’, આકર્ષીએ એની બેગ ઉઠાવતા કહ્યુ, એના ચહેરા પર ચિંતાના એક્સપ્રેશન્સ હતા.

‘‘કેમ અચાનક શું થયુ..? ’’, આકાશે પુછ્યુ. બધાને આશ્ચર્ય થયુ કે આકર્ષીને અચાનક ક્યાં જવુ છે.

આકર્ષી કંઇ ના બોલી. એ એનુ બેગ ઉઠાવીને પાર્કની બહાર જવા માટે ચાલવા લાગી., હર્ષ અને બીજા ફ્રેન્ડ્‌સ પણ ઉભા થઇ ગયા. હર્ષ આકર્ષીના પાછળ ચાલતો થયો અને આકર્ષીને ઉભી રાખવા કોશીષ કરી.

‘‘આકર્ષી..? આકર્ષી..! શું થયુ..! એ તો કહે..?’’, આકાશે આકર્ષીની પાછળ દોડતા કહ્યુ.

‘‘આકાશ તુ પાછો ચાલ્યો જા! તમે બધા બેસો મારે ક્યાંક જવુ છે..! તુ જા..!’’, આકર્ષીએ આકાશને ઉભા રહીને કહ્યુ.

‘‘પણ શું થયુ એ તો કહે..?’’, આકર્ષી પાછી ચાલવા લાગી. આકાશ આકર્ષીની સાથે ચાલી રહ્યો હતો. બીજા ફ્રેન્ડ્‌સ પણ પુછી રહ્યા હતા કે ‘‘શું થયુ..?’’

રીવરફ્રન્ટનો ગેટ આવી ગયો. આકાશે આકર્ષીનો હાથ પકડ્યો,

‘‘આકર્ષી!’’, આકાશે ઉંચા અવાજે બોલીને આકર્ષીને રોકી.

‘‘તુ જસ્ટ એ કહી શકે કે શું થયુ છે ? તો અમે તને હેલ્પ કરી શકીએ..?’’, આકાશે કહ્યુ.

‘‘આકાશ આજ પછી મને કોલ, મેસેજ કે મળવાની કોશીશ ના કરતો..!! હુ તને મળુ એ દર્શને સહેજેય નથી ગમતુ.’’, આકર્ષી બોલી આકાશના હાથ-પગ માંથી જીવ ચાલ્યો ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા.

‘‘પાંચ વર્ષની ફ્રેન્ડશીપ અને પંદર દિવસનો રીલેશન..! બવ સારી ચોઇસ છે તારી.’’, આકાશ માંડ થોડા શબ્દો બોલ્યો.

‘‘આકાશ, તુ નહિ સમજી શકે!’’, આકર્ષીએ કહ્યુ.

‘‘તુ કહીશ તો સમજી શકીશ. કંઇ જ નહિ કે તો કઇ રીતે સમજી શકીશ..?, ડોન્ટ ગો..!’’, આકાશની આંખો ભીની થઇ ગઇ. દરેક સ્ત્રીને એવુ હોય છે કે મને કોઇ સમજી નહિ શકે અને દરેક પુરૂષને એવુ હોય છે કે હુ જેવુ કામ કરીશ એવુ કોઇ કરી નહિ શકે.

‘‘થોડા દિવસોમાં સમજાઇ જશે!!’’, આકર્ષી કંઇ ખબર ના પડે એવા શબ્દો બોલી, એણે એનો હાથ આકાશના હાથમાંથી છોડાવવા ખેંચ્યો.

‘આકર્ષી! આપડી ફ્રેન્ડશીપ!!’, આકાશ ધીમા અવાજે બોલ્યો. ત્યાંજ એક જાણીતો ચહેરો. ત્યાં આવ્યો. આકાશે પકડેલા આકર્ષીના હાથને એણે છોડાવ્યો.

‘દર્શ તુ બહાર જા, હુ આવુ છુ’, આકર્ષી એ દર્શને કહ્યુ. દર્શ અને આકાશ એકબીજાને નફરતની નજરથી જોતા રહ્યા.

એક તરફ આકાશ બીજી તરફ દર્શ અને વચ્ચે આકર્ષી.!! ખરેખર આજે આકર્ષીની હાલત સેન્ડવીચની વચ્ચેના સ્ટફ જેવી થઇ ગઇ હતી. એ બન્ને તરફની લાગણીઓની બ્રેડ વચ્ચે પીસાઇ ગઇ હતી. આકર્ષીની આંખોમાંથી દડ દડ આંસુઓ વહી રહ્યા હતા.

આકાશ અને દર્શ એકબીજાને ખુન્ન્‌સ ભરી લાલ આંખોથી જોઇ રહ્યા હતા. લાગી રહ્યુ હતુ કે આકાશની આંખમાંથી હમણા આગ નીકળશે અને દર્શના રૂવે રૂવાને બાળીને ખાક કરી નાખશે. આકર્ષી દર્શને બહાર લઇ જવા માટે ખેંચતી રહી. આકાશ દર્શની આંખોમાં એક નજરે ખુન્ન્‌સતાથી જોતો રહ્યો..!!

છેલ્લે આકાશ ઉંચા અવાજે બોલ્યો.. ‘‘મને આજ વાતથી નફરત છે, કાયર છોકરાઓ થી. આજનુ ચોથુ પ્રપોઝ..!’’ . . કન્ટીન્યુ.

પાર્ટ - ૩

આકાશ ના મનમાં એક જ ચહેરો હતો, આકર્ષીનો..!! આકાશના મનમાં એક જ વિચારો હતા..!! એની પાંચ વર્ષની મિત્રતાના!! એને બધી જ ક્ષણો યાદ આવી રહી હતી..!!

આકાશ એના લેપટોપમાં કોલેજ વખતના ફોટા ફાસ્ટ ફોર્વડ કરી રહ્યો હતો.

આ ક્યારના ફોટા છે?’, બાજુમાં બેસેલા સુશિલે પુછ્યુ. સુશિલ અને મધુ બન્ને આકર્ષીના ક્લાસમેટ્‌સ હતા, અને બન્ને કોલેજ ટાઇમથી જ આકાશ અને આકર્ષીના ફ્રેન્ડ્‌સ હતા. મસ્તી આકર્ષીની ફ્રેન્ડ હતી અને જોય મસ્તી નો બોય ફ્રેન્ડ હતો. બન્નેએ નીરમા કોલેજમાંથી એન્જીનીયરીંગ કર્યુ હતુ. જોય ફ્‌લેટની ગેલેરીમાં જઇને મસ્તી સાથે વાતો કરી રહ્યો હતો, સાથે આકર્ષીને સમજાવવાના પ્રયાસો કરી રહ્યો હતો.

એ ફોટામાં આકર્ષી રેડ ટી શર્ટમાં હતી, એ આકાશ તરફ ચ્હાની ગંડેરી ફેંકી રહી હોય એવુ લાગી રહ્યુ હતુ.

‘છોડને યાર..! હવે આ ફોટા પણ સોંયની જેમ ખુંચે છે, અને એ પણ અહિં અને આ કોઇ ડાયલોગ બાજી નથી’, આકાશે એના હ્‌રદય તરફ આંગળી લઇ જતા કહ્યુ.

‘આકાશ.! લે વાત કર..!’, જોય રૂમમાં આવ્યો અને આકાશ તરફ ફોન લંબાવ્યો.

‘કોણ છે..?’, આકાશે ફોન હાથમાં લેતા કહ્યુ.

‘મસ્તી’, જોયે કહ્યુ. આકાશ ગેલેરીમાં ચાલ્યો ગયો. જોય અને સુશિલ બન્ને ફોટા જોવા લાગ્યા.

‘હા બોલ’, આકાશે ટીપીકલ બનીને કહ્યુ.

‘મેં આકર્ષીને સમજાવવાની ઘણી ટ્રાય કરી. પણ એના મગજમાં દર્શનુ ભુત ઘુસી ચુક્યુ છે. હુ તો રીલેશનશીપ વર્ડની ફીલોસોફી સાંભળીને જ થાકી ગઇ છુ. દર્શ એને લાંબા લાંબા રીલેશનશીપ ના ફીલોસોફીકલ ભાષણ આપે છે અને આકર્ષી એના અંદર ઉંડી ઉતરતી જાય છે. એને તો એમ જ થઇ ગયુ છે કે આ રીલેશન સિવાય દુનિયામાં કોઇ રિલેશન જ નથી!!’, મસ્તીએ બોલતા બોલતા વિરામ લીધો.

આકાશને કોઇ ફીલોસોફી ખબર નહોતી, એ મસ્તીને પણ શું જવાબ આપી શકે..? એ દસેક સેકન્ડ ચુપ જ રહ્યો.

‘કોઇ છોકરો આટલો બધો નેરો માઇન્ડેડ કઇ રીતે હોઇ શકે..? તે એને કહ્યુ કે તુ આ કંટ્રોલમાં કેટલા ટાઇમ સુધી રહી શકીશ!, તારી આદતો બદલી શકીશ સ્વભાવ નહિ, અત્યારે જે બધી વસ્તુઓ ફેસીનેટીંગ લાગે છે, એ કાલે કાંટા બનીને ખુંચશે.’, આકાશે થોડી વાર રહીને કહ્યુ.

‘હા, મેં કહ્યુ પણ એ હવે દર્શની ભાષા જ બોલવા લાગી છે. દર્શે એને કહ્યુ હશે કે તુ મારી સાથે નહિ તો બીજા કોઇ પણ સાથે સગાઇ કરીશ એ છોકરો પણ તને છોકરાઓ સાથે વાતો કરવાની તો ના જ પાડાવાનો છે. અને જો આપડે રીલેશન લાંબો રાખવો હોય તો ફ્રેન્ડ્‌સને છોડવા જ પડે. રીલેશન ને ઇમ્પોર્ટન્ટ આપવુ પડે બ્લા બ્લા બ્લા.!! હમણા જ અમે ફ્‌લેટ નીચે મળ્યા હતા, હુ તો એનુ ભાષણ સાંભળીને થાકી ગઇ અને આકર્ષીને તો જાણે એમ જ સાંભળી રહી હતી કે દર્શ જ ઇશ્વર છે, અને દર્શની વાતો સિવાય બધુ જ ખોટુ છે.’, મસ્તીએ કહ્યુ.

‘ખરેખર એ હવે ફસાઇ ગઇ છે, એને રીલેશન અને બોન્ડનો ખ્યાલ છે જ નથી, આ રીલેશન છે જ નહિ, આ બોન્ડ છે. દર્શ મદારી છે અને આકર્ષી મદારી નચાવે એમ નાચી રહી છે. હુ તો દર્શને કોલેજ ટાઇમથી ઓળખુ છુ. એ પડી ભાંગશે એની મને ચિંતા છે.’, આકાશે કહ્યુ ને તરત જ મસ્તીએ કહ્યુ.

‘અને હા આકર્ષી એમ પણ કહી રહી હતી કે દર્શ એને એમ કહેતો હતો કે બધા છોકરાઓ સરખા જ હોય છે. બધા છોકરીઓની પાછળથી તો ઉડાવતા જ હોય છે.’, મસ્તીએ કહ્યુ.

‘હુ કેવો છુ સૌથી વધારે આકર્ષી જ જાણે છે. માત્ર એ થોડી બદલાઇ ગઇ છે અથવા તો એને બદલી નાખી છે. એટલે એને અત્યારે કંઇ સમજાતુ નથી. એ ક્યાં છે?’, આકાશે પુછ્યુ.

‘એ બીજી રૂમમાં છે, દર્શ સાથે ચેટ કરી રહી હશે.’, મસ્તીએ કહ્યુ.

‘હમણા તો તમે મળીને આવ્યા તો પણ ચેટ..?’, આકાશે ડેસ્પરેટ આકર્ષી વિશે સાંભળીને કહ્યુ.

‘હા, યુ નો રીલેશનશીપ લેસન્સ.!’,મસ્તીએ કહ્યુ.’

‘મારે આકર્ષી સાથે વાત કરવી છે કરાવી શકીશ?’

‘ટ્રાય કરૂ!! ચાલુ રાખ’, મસ્તીએ કહ્યુ.

મસ્તી આકર્ષીના રૂમમાં ગઇ. આકર્ષી દર્શ સાથે વોટ્‌સએપ પર ચેટ જ કરી રહી હતી. છ ઇંચની સ્ક્રીનમાં પણ સમાય નહિ એટલા લાંબા લાંબા મેસેજીસ આકર્ષી કોઇ જ કંટાળા વિના વાંચી રહી હતી.

‘આકર્ષી! આકાશ તારી સાથે વાત કરવા માંગે છે.’, મસ્તીએ ફોન બતાવતા કહ્યુ એ આકર્ષીની પાસે જઇને બેસી ગઇ.

‘હુ દર્શને પુછી લવ.!.’, આકર્ષીએ મોબાઇલમાં ટાઇપ કરવા માટૅ અગુંઠો આગળ વધારતા કહ્યુ. મસ્તીએ તરત જ એ હાથને પકડી લીધો અને કહ્યુ.

‘બધી વાતો માં એને પુછવુ જરૂરી નથી, એ તને કંટ્રોલ કરે છે..? તો તારે પુછવુ પડે..? તુ તારા પોતાના ડીસીઝન લે, ઉધારી કરમાં! ’, મસ્તીએ સમજદારીથી ભરેલી વાત કહી.

‘પણ દર્શને ખબર પડશે કે મેં આકાશ સાથે વાત કરી તો અમારા રીલેશનશીપ?’, આકર્ષી બોલી રહી હતી ત્યાંજ મસ્તીએ વચ્ચે પડીને કહ્યુ,

‘તને જે લાગે તે, આ રીલેશન કે સંબધ છે..? મને તો આ બંધ લાગે છે. અને જે પાણીને બંધની બહાર વહેવા ના મળે એ સડી જાય. આકર્ષી તુ ગંગાનુ પાણી છો, આ બંધમાં તુ બંધીયાર પાણીની જેમ સડતી જઇશ..!!’, મસ્તીએ સમજાવવાના વધારે પ્રયત્ન કર્યા.

‘મારૂ જે થાય તે, તુ વધારે ચિંતા ના કર, દર્શ છે મારી અને અમારા રીલેશનની ચિંતા કરવા વાળો. અને મારે કોઇ સાથે વાત નથી કરવી.’, આકર્ષીએ થોડુ એગ્રેસીવ બનીને કહ્યુ.

‘સોરી આકર્ષી તને ખોટુ લાગ્યુ હોય તો પણ મને જે લાગે છે એ મેં કહ્યુ. તુ જ આકાશને ના પાડી દે’, મસ્તી એનો ફોન આકર્ષીના બેડ પર જ મુકીને ચાલતી થઇ ગઇ. આકર્ષીએ ફોન સામે જોયુ. પછી એ એના મોબાઇલમાં ટાઇપ કરવા લાગી.

‘આજે હુ થાકી ગઇ છુ, સુઇ જવુ છે, કાલે વાત કરીએ.’, આકર્ષીએ મેસેજ મોકલ્યો. સામેથી એક લાંબો મેસેજ આવ્યો. જે વાંચીને આકર્ષીએ ફરી ‘બાય અને ગુડનાઇટ’ નો મેસેજ મોકલ્યો. આકર્ષીએ મસ્તીનો મોબાઇલ કાન પાસે રાખ્યો.

‘આકાશ!!’, આકર્ષી બોલી. આકાશ એનુ નામ સાંભળીને જ પ્રફુલ્લીત થઇ ગયો. કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે, જે માત્ર આપણુ નામ લે અને આપણે ગેલમાં આવી જઇએ.

‘આકર્ષી, આવુ શામાટે કરી રહી છે ?’, આકાશનો સામેથી અવાજ આવ્યો.

‘તુ નહિ સમજી શકે આકાશ!’

‘હુ તને અત્યાર સુધી સમજી શક્યો છુ, હુ આકર્ષીને હજુ સમજી જ શકુ છુ. પણ જો આકર્ષી બદલાઇ ગઇ હશે તો હુ નહિ સમજી શકુ. મને ખબર છે અત્યારે તુ તારી કોણીને ચીંટીયા પણ ભરી રહી હોઇશ. કારણ કે તુ ચિંતામાં છે.’, આકાશે અનુમાન લગાવ્યુ. આકર્ષી સાચે જ એવુ કરી રહી હતી. આકર્ષીને ટેન્શનમાં હોય ત્યારે આવુ કરવાની આદત હતી.

‘આકાશ મારા માટે આ રીલેશન બવ ઇમ્પોર્ટન્ટ છે.’,

‘આઇ નો, એટલે જ તો તુ તારા બેસ્ટ ફ્રેન્ડને છોડી રહી છો.’

‘મારે આપણી ફ્રેન્ડશીપને આ રીતે નથી મારી નાખવી!’, આકર્ષીએ એનુ લેપટોપ શરૂ કરતા કરતા કહ્યુ.

‘પણ તુ ફ્રેન્ડશીપને મારવા તો ઇચ્છે છે!!’, આકાશે બવ શાંત અને ફ્‌લેટ સ્વરે કહ્યુ.

‘આકાશ આ મારો છેલ્લો કોલ છે, આના પછી હુ તારા કોઇ કોલ કે મેસેજ રીસ્પોન્ડ નહિ કરૂ. તો તુ શું મારી સાથે છેલ્લી વાર જઘડો કરીને છુટો પડવા માંગે છે?’

‘હુ તો કદી છુટો પડવા જ નથી માંગતો, બટ ધીઝ ઇઝ યોર વીશ. એ પણ હુ પુરી કરીશ. આઇ હેપ્પન્ડ ટુ બી યોર બેસ્ટ ફ્રેન્ડ.’ આકાશે કોઇ જ સ્વાર્થ વિનાના સ્વરમાં કહ્યુ.

‘આજે મારી સાથે તારે જેટલી વાત કરવી હોય એટલી કરીલે!!’, આકર્ષીએ એકદમ ફ્રી થઇને કહ્યુ.

‘મારે આકર્ષી સાથે વાત કરવી છે, એવી છોકરી સાથે નહિ કે જે કોઇના તરફ આકર્ષાઇ ગઇ હોય! હુ જે બિન્દાસ આકર્ષીને ઓળખતો હતો એ આકર્ષી સાથે મારે વાત કરવી છે.’, આકાશે કહ્યુ.

‘ઓકે, આજે હુ તારી આકર્ષી છુ, તારી બેસ્ટ ફ્રેન્ડ પણ યાદ રાખજે આ આપણો છેલ્લો કોલ છે.’, આકર્ષીએ ચોખવટ કરતા કહ્યુ. આકાશે જોયના મોબાઇલમાંથી કોલ કટ કર્યો અને પોતાના મોબાઇલમાંથી આકર્ષીને કોલ લગાવ્યો.

‘તો આજે કોના ચપ્પલ ઉધાર લઇ આવી હતી?’, આકાશે એના ટેરેસ પર જઇને કોલ કર્યો અને કહ્યુ.

‘ઓય્ય. મારા જ સેન્ડલ હતા, ચાર દિવસ પહેલા જ લાલ દરવાજાથી લાવી છુ.’ સાંભળીને આકાશના મોં માંથી ‘પાક્કી આકર્ષી’ નીકળી ગયુ.

‘પણ આ સેન્ડલ તો મસ્તીએ બે દિવસ પહેલા પહેર્યા હતા’,

‘તો શું હુ જ ઉધારી કરી શકુ?’

‘ના, પણ તને તો આદત છે. યાદ છે હોસ્ટેલ ?’

‘હા એ દિવસો કઇ રીતે ભુલાય? બવ જલસા કર્યા યાર.’

‘તે મસ્તી અને જોય ને આપણી સ્ટોરી આગળ કહી?’, આકર્ષી પણ ટેરેસ પર જવા માટે સીડીઓ તરફ ગઇ.

‘હા મેં એ લોકોને સ્ટોરીને લાંબી લાંબી ખેંચી ને કહી સંભળાવી. મારો અત્યાર સુધીનો એ મોસ્ટ મેમોરેબલ ડે હતો.’, આકાશે કહ્યુ.

‘મારો પણ, તો તે એ લોકો ને બધુ જ કહી દીધુ?’, આકર્ષીએ એવી રીતે પુછ્યુ કે જાણે કંઇક છુપાવવા જેવુ હતુ.

‘તને શું લાગે છે..?’, આકાશે આકર્ષીનો ડાઉટ કન્ફર્મ કરતા કહ્યુ.

‘મને તો એમ લાગે છે કે તે બધુ નહિ કહ્યુ હોય!!!’, આકર્ષીએ સ્યોર થઇને કહ્યુ.

‘ના મેં બધુ તો નથી કહ્યુ..!! એ હું કઇ રીતે કહી શકુ, જેની તે ના પાડી હોય!!’

‘ઓહ્‌હ ગોડ! પણ એ દિવસે તો તુ થોડોક વધારે જ હેન્ડસમ લાગતો હતો, જસ્ટ તે પ્રોફેશનલ કપડા પહેર્યા હતા, અરે હા તુ મને મળવા ક્યાં આવ્યો હતો, તુ તો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યો હતો નહિ..?’, આકર્ષી ટેરેસની પાળી પર જ ખુલ્લા દિલે હસવા લાગી.

‘ઉડાવી લે હજુ જેટલી ઉડાવવી હોય એટલી!! એ આપડી જસ્ટ બીજી મુલાકાત હતી અને હુ મારી કોઇ ઇમ્પ્રેશન્સ ડાઉન કરવા ન્હોતો માંગતો..! છોકરીઓને થોડીક ઇમ્પ્રેસ તો કરવી જ પડે ને..! પણ ઉંધુ થઇ ગયુ સાલુ..!’, આકાશે છોછ વ્યક્ત કર્યો.

‘પણ સાચુ કહુ તો હું તારાથી ઇપ્રેસ થઇ હતી, તારા કપડાથી ભલે નહિ, પણ તારા વિચારોથી, તારી પર્સનાલીટીથી..! તારી દુર દ્રષ્ટીથી.’, આકર્ષીએ સીરીયસ થઇને કહ્યુ. ફોન પર વાત કરતા કરતા પણ એના ચહેરા પરના એક્સપ્રેશન સાચા હતા.

‘બટર, મોર બટર!! હજુ થોડુક લગાવ એટલે મને તારી વાતોની બનાવેલી સેન્ડવીચ ખાઇને તરત ઉંઘ જ આવી જાય!’, આકાશે હસતા હસતા કહ્યુ.

‘સેન્ડવીચ તો અત્યારે હું છુ. પણ સીરીયસલી હુ કોઇ બટર નથી લગાવતી. જો એ દિવસે તુ મને ના મળ્યો હોત તો આજે હુ ક્યાંક બીજે જ હોત’, ‘કાશ હુ તને કોઇ બીજે દિવસે મળ્યો હોત’, આકાશે મનમાં જ વિચાર્યુ.

‘કદાચ હું પણ ક્યાંક બીજે જ હોત!! મેં એ લોકોને આપણે બન્ને એ હગ કર્યુ હતુ ત્યાં સુધીની સ્ટોરી કહી છે. પછીની તને યાદ છે..?’, આકાશના ચહેરા પર વિશાળ સ્માઇલ આવી ગઇ. આકર્ષી સાંભળીને હસવા લાગી.

‘હાસ્તો યાદ જ હોય ને, કઇ રીતે ભુલી શકુ.?’, આકર્ષીએ હસતા હસતા કહ્યુ.

‘ચાલ આજે તુ મને એ સ્ટોરી કે! ટોટલી તારા એંગલથી!’,

‘સ્યોર..? તને ઉંઘ તો નહિ આવી જાય ને..?’, આકર્ષીએ પુછ્યુ.

‘ના ઉંઘ નહિ આવે, મને તારો બકવાસ પણ કોઇ સારા મ્યુઝીક જેટલો જ સુરીલો લાગે છે.’, આકાશે હસતા હસતા કહ્યુ.

‘બટર બટર! એમ કર તુ વડાપાંવ અને સેન્ડવીચની દુકાન ચાલુ કર! અને બટર વડાપાંવ જ વેંચજે’, આકર્ષીએ હસતા હસતા કહ્યુ,

‘લીટરલી આકર્ષી તારા ચહેરા પરની સ્માઇલ જોઇને જ મને બધો કંટાળો દુર થઇ જાય છે. ચલ હવે સ્ટોરી કે’, આકાશે કહ્યુ. એ દિવસે બધાની પોતપોતાની એક સ્ટોરી હતી. હવે ની સ્ટોરી આકર્ષીની હતી.

‘‘ઓકે તો સાંભળ, એ દિવસે હુ હોસ્ટેલ પુરેપુરી પલળેલી જ પહોંચી હતી. પણ મને ક્યાંય ચેન ન્હોતો પડી રહ્યો. હોસ્ટેલનો નિયમ પણ હતો કે અગિયાર વાગ્યા સુધીમાં હોસ્ટેલમાં એન્ટ્રી લઇ લેવાની. સવા અગિયાર તો વાગી ચુક્યા હતા. મારા મનમાં એટલા વિચારો હતા કે મને એમ લાગી રહ્યુ હતુ કે હુ પાગલ થઇ જઇશ. હા વિચારો આપણા બન્ને વિશે જ હતા. બટ હુ કોઇ ડીસીઝન નહોતી લઇ શકતી. એક બાજુ મેં મારા મોરલ્સ નક્કિ કરેલા હતા. હુ મારા મમ્મી પપ્પા જે છોકરો પસંદ કરે એ છોકરા સાથે જ મેરેજ કરીશ. બીજી તરફ બવ બધી અકળામણો.

‘ઓહ્‌હ્‌હો કેવુ રહ્યુ ડીનર..? એણે પ્રપોઝ તો નથી કર્યુ ને.’, મારી રૂમ પાર્ટનર દિપ્તીએ આવીને કહ્યુ.

‘હા પ્રપોઝ કરત જ પણ મેં એને ફ્રેન્ડઝોન કરી દીધો.’, ત્યારે ફ્રેન્ડઝોન નો રૂમમાં ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તો મેં ખોટુ બોલી દીધુ.’’, આકર્ષીનુ બોલવાનુ ચાલુ હતુ.

વચ્ચે આકાશ બોલ્યો, ‘તે મને ફ્રેન્ડઝોન કર્યો જ હતો. મારા કાનમાં કોણે કહ્યુ હતુ. વી આર બેસ્ટ ફ્રેન્ડ્‌સ! એ દિવસે હુ તને પ્રપોઝ પણ કરત પણ તે જો આ શબ્દો ના કહ્યા હોત.’, આકાશે એના દિલની વાત કરી.

‘‘જો તે એ દિવસે પ્રપોઝ કર્યુ હોત તો મેં હા પણ પાડી દીધી હોત. મેં બધાને ખોટુ તો કહ્યુ પણ હુ બીજા જ વિચારો માં હતી. હુ જે ખુશીઓને મહેસુસ કરીને આવી હતી, હવે હુ એને વારંવાર મહેસુસવા માંગતી હતી. મારી બધી ફ્રેન્ડ્‌સ પુછી રહી હતી કે શું થયુ શું થયુ! પણ મારી નજર ઘડીયાળના કાંટા પર હતી. જો મારે હોસ્ટેલની બહાર નીકળવુ હોય તો સાડા અગિયાર પહેલા નીકળવુ પડશે. મેં તરત જ નક્કિ કરી લીધુ.

‘રેક્ટર આવે તો કહેજો કે હુ બાથરૂમમાં છુ, મારી અટેન્ડન્સ પુરાવી દેજો.’, મે મારી ફ્રેન્ડ્‌સને કહ્યુ.

‘‘પણ તુ અત્યારે ક્યાં જાય છે..?’, મારી ફ્રેન્ડ લોકોએ એવા એક્સપ્રેશન્સ આપ્યા કે જાણે હુ બવ ખોટુ કામ કરવા જઇ રહી હોવ.

‘આકાશ ને મળવા’, મેં મારા કપડા ચેન્જ કર્યા અને રૂમની બહાર નીકળી.

‘કંઇ પણ પ્રોબ્લેમ થાય તો ફોન કરજે!’, મારી એક રૂમ પાર્ટનર બોલી.

હુ કોલેજના ગેટની પાસે પહોંચી અને તને કોલ કર્યો. તું પણ ‘અત્યારે ?’ એવી રીતે કહી રહ્યો હતો કે જાણે છોકરી કદી રાતે એકલી બહાર આવી જ ના શકે.’’, આકર્ષી ફોન પર વાત કરતા કરતા થોભી.

‘‘મને તો આશ્વર્ય થઇ રહ્યુ હતુ કે હમણા તો આપણે મળ્યા હતા, અચાનક શું પ્રોબ્લેમ આવ્યો હશે..?’’, આકાશે કહ્યુ.

‘‘તને ફોન કર્યો અને તુ આવ્યો ત્યાં સુધીનો ટાઇમ ખુબ લાંબો હતો. તારી સાથે ફ્રેન્ડથી વધારે આગળ રીલેશનશીપ વધારૂ એ બાબતે હુ ચોક્કસ તો નહોતી જ. બટ હુ સ્યોર હતી કે હુ તારી સાથે સીક્યોર હોઇશ. તુ આવ્યો અને વરસાદ પણ લઇ આવ્યો. મેં તને જોયો એટલે મનમાં પહેલો વિચાર કપડાનો આવ્યો. આ વખતે તે શોટ્‌ર્સ અને ટી શર્ટ પહેર્યુ હતુ અને મેં ટીપીકલ ડ્રેસ!!, બાઇક પર તુ સ્ટનીંગ લાગતો હતો..! ઓહ સોરી નો મોર બટર, કોઇ પ્લાન ન્હોતો..!! બસ હુ અને તુ જ હતા.

‘કેમ મારી ફ્રેન્ડને કોઇ તકલીફ થઇ..?’, તે આવીને કહ્યુ. આ હતો તારો પહેલો ઘા. તે મને ફ્રેન્ડ કહી એટલે હવે મારામાં થોડોક ડર આવ્યો. ક્યાંક તુ મને જસ્ટ ફ્રેન્ડ તો નહિ માનતો હોય ને.? એવુ મને લાગ્યુ એટલે મેં તરત નક્કિ કરી લીધુ કે જસ્ટ ફ્રેન્ડ્‌સ..!!

‘ઓનેસ્ટલી કહુ ? મને રૂમ પર ઉંઘ આવત નહિ, અને આખી રાત વિચારોના વમળમાં ઘેરાયા કરત એના કરતા એમ થયુ કે ચાલને તને ટાઇમ પાસ કરવા બોલાવી લવ.’, મેં તને કહ્યુ.

‘એટલે તુ મને ટાઇમ પાસ માને છે, એમને..?’, તે થોડુક ફની એગ્રેસીવનેસ સાથે કહ્યુ.

‘સોરી, મારો એવો કોઇ અર્થ નથી. ચલ શ્વ.શ. જઇએ મસ્કાબન ખાવા..!’, મેં તને કહ્યુ.

‘પણ તારે હોસ્ટેલ?’, તે તારા નેણ ઉંચા કરીને કહ્યુ.

‘આજે મેં હોસ્ટેલમાંથી રજા લઇ લીધી છે, ચલ રખડીએ ક્યાંક.’’, મેં તને મારી ઇચ્છા કહી.

‘પણ આખી રાત..? એક જગ્યા છે. ટઘભ શ.ઘ. હ્યાગહદ્યઅય ત્યાંનુ કાફે પીયાનો આખી રાત ખુલ્લુ હોય છે. પણ આ વરસાદ માં આપણે ત્યાં છેક જઇશુ..?’, તે કહ્યુ.

‘ના, મસ્કાબન..! વી.એસ હોસ્પીટલ’, મેં મારી જીદ પકડી રાખી. વરસાદ સાથે બાઇકની રાઇડ. અમદાવાદમાં હુ કોઇ છોકરાની બાઇક પાછળ પહેલીવાર બેસી રહી હતી. એ પણ વરસાદમાં. બવ રોમેન્ટીક લાગી રહ્યુ હતુ. પણ ફ્રેન્ડ શબ્દ મને પણ ખુંચી રહ્યો હતો. કદાચ તને પણ એવુ જ લાગી રહ્યુ હશે. વરસાદમાં પલળતા પલળતા અને વાતોના વડા ઠોકતા આપડે બન્ને વી.એસ તો પહોંચી ગયા પણ મને ઠંડી ચડવા લાગી. ગરમા ગરમા ચ્હા અને મસ્કાબને થોડીક રાહત આપી પણ પલળવાને લીધે ઠંડી તો ખુબ જ લાગી રહી હટી.

‘આકાશ, મને ઉંઘ આવે છે. અને ઠંડી પણ લાગે છે.’, મેં તને આંખો ચોળતા કહ્યુ. વરસાદ હજુ પણ ચાલુ જ હતો.

‘શું કરીશું, ટઘભ બવ દુર પડશે. એક વાગવા આવ્યો છે એટલે હોસ્ટેલમાં પણ એન્ટ્રી નહિ મળે.’, તે ટેન્શનમાં હો એ રીતે કહ્યુ.

‘તારા કોઇ ફ્રેન્ડની રૂમ કે કોઇ જાણીતુ હોય ત્યાં જઇ શકીએ..?’, મને ખુબ જ ઠંડી લાગી રહી હતી. મારે મારા ભીના થઇ ગયેલા કપડા ચેન્જ કરવા હતા અને જો કોઇ ગરમ ધાબળો આપે તો ઓઢીને ઉંઘી જવુ હતુ. પણ ન તો વરસાદ બંધ થતો અને ન તો કોઇ રસ્તો દેખાઇ રહ્યો હતો.

‘કોઇ ઓળખીતુ તો નથી, પણ અહિં પાલડી પાસે ડોરમીટરી છે. જો તારે ઉંઘવુ જ હોય તો ત્યાં જઇએ.’, તે કહ્યુ.

‘યુ મીન હોટેલ? લોકો શું વિચારશે..?’, હું થોડા મોટા અવાજથી બોલી.

‘લોકો જે વિચારે તે, અત્યારે તને ઠંડી લાગે છે એનુ કંઇક કરવુ પડશે. અને ડોરમીટરી એટલે કોઇ હોટેલ નહિ. પણ જો તમારે ઉંઘવુ હોય તો એ જગ્યાએ જઇ શકો. ત્યાં આપણા બન્ને સિવાય ઘણા બધા લોકો હશે.’, તે ચોખવટ કરી અને હું શાંત પડી.

‘પણ કપડા?’, મેં ફરી તને એક પ્રોબ્લેમ આપી.

‘એ ત્યાંથી થઇ જશે.’

આપણે પલળતા પલળતા પાલડી પાસેના મેટ્રો ડોર્મીટરી પહોંચ્યા. તે રીસેપ્શનીસ્ટ ને કહ્યુ કે કે બેડ જોઇએ છે. પણ દુર્ભાગ્યે કોઇ બેડ ખાલી ન્હોતો.

‘હવે એક જ રસ્તો છે. હોટેલ..!! એન્ડ યુ આર સેફ વીથ મી.’, તે કહ્યુ.

‘ઓકે ધેન’, મેં કહ્યુ અને આપણે ફરી કોઇ સારી હોટેલની શોધમાં નીકળ્યા. ભલે ત્યારે આપણે બન્ને નાની નાની આવી પ્રોબ્લેમ્સ લઇને રખડતા હતા પણ આપણે એને એન્જોય પણ કરી રહ્યા હતા. એટલે જ તો મેં કહ્યુ હતુ કે ચાલ રખડવા જઇએ. હુ તો એન્જોય કરી જ રહી હતી, કારણ કે મને બરાબરની ઠંડી ચડી ગઇ હતી. તે ખુબ જ જડપથી બાઇક ચલાવીને નીલકંઠ હોટેલ પહોંચાડી.

રૂમ તો મળી ગયો પણ કપડા..?

તે કહ્યુ એમ હુ બાજુના રૂમ નંબર ૧૦૩ માં ગઇ રાતના એક વાગે કોઇનુ બારણુ ખખડાવવુ મને ખુબ અઘરૂ લાગ્યુ. એક ચાલીસ વર્ષના અંકલે દરવાજો ઉઘાડ્યો. પણ કપડા તો ઉધાર માંગવાના જ હતા. અંકલ હુ અને મારો ફીયોન્સ બન્ને વરસાદમાં પલળી ગયા છીએ અને અમારી સાથે બીજા કપડા નથી શું તમારી પાસે એક્સ્ટ્રા પેન્ટ હોય તો આપશો? અંકલની આંખો જોવા જેવી પહોળી હતી. એમને કોઇ છોકરીને આવી રીતે હેલ્પ માંગતા ચોક્કસ નહિ જોઇ હોય. અંકલે એમના વાઇફ ને જગાડ્યા. એમના વાઇફે અંકલના બે જોડી કપડા ખુબ જ પ્રેમથી આપ્યા અને ગમે ત્યારે આપવા કહ્યુ.

મેં આપડા રૂમમાં આવીને તારી સામે કપડાનો ઢગલો કર્યો.

‘ઓય્ય, આટલા બધા કપડા ક્યાંથી લઇ આવી.’, તે જાણે એવી રીતે પુછ્યુ કે હુ કંઇક બવ મોટુ કામ કરી આવી હોવ. પણ અત્યારે તો આ મોટું જ કામ હતુ.

‘આ સાઇઝ તને થઇ રહેશે?’, તે બ્લેક કલરનુ ફોર્મલ પેન્ટ ઉંચુ કરીને હસતા હસતા કહ્યુ,

‘અરે થઇ જશે..! તને તો આ કપડા ફીટ થઇ જશે ને..?’, મેં તને ફન્ફર્મ કરવા માટે પુછ્યુ.

‘આ કપડા મારા જ માટે બન્યા છે.’ તે કહ્યુ અને હસવા લાગ્યો.

‘ઓકે હુ ચેન્જ કરી આવુ!’, મેં કહ્યુ અને હુ ચેન્જ કરવા માટે બાથરૂમમાં ગઇ. અંકલનુ ૩૪ ની સાઇઝનુ પેન્ટ અને મારી ૨૮ સાઇઝની કમર કોઇ રીતે મેળ પડે એમ ન્હોતો. અંતે મેં અંકલનુ જ પેન્ટ પહેર્યુ. મારા પાયઝામાંનુ નાડુ મેં પેન્ટના બેલ્ટ તરીકે યુઝ કર્યુ. મેં મારા અને તારા બન્નેના કપડા સુકવવા માટે ટેબલ પર ફેલાવી દીધા. હવે હુ બવ રીલેક્સ ફીલ કરી રહી હતી. રાતના અઢી વાગી ગ્યા હતા. ઉંઘ પણ એટલી જ આવી રહી હતી. પણ આપણે બન્નેને એક બેડમાં સુવાનુ હતુ.

‘યુ આર સેફ..!’, હુ તારી સામે પ્રશ્ન વાળુ મોંઢુ લઇને ઉભી હતી એટલે તે કહ્યુ, એનો મતલબ એવો હતો કે તુ મારી બાજુમાં કોઇ ચિંતા વિના ઉંઘી શકે છે.

‘ઓકે..!’, મેં કહ્યુ આપડે બન્ને એ ડબલ બેડનો એક જ બ્લેંકેટ ઓઢવાનો હતો અને હુ ખુબ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.

‘તને મારા તરફ કોઇ ફીલીંગ્સ છે..?’, તે કહ્યુ અને હુ ચોકી ગઇ. મારા ત્યારના વિચારો ખુબ હલકા હતા. છોકરાઓ મોકો જોઇને જ આવુ કરતા હશે. મને એવુ લાગ્યુ હતુ કે જો હુ હા પાડી દવ તો તને મારી સાથે એક રાત મળશે. એવુ માનીને તે કહ્યુ હશે.

‘એટલે તુ કહેવા શું માંગે છે?’, મેં ગુસ્સા સાથે કહ્યુ.

‘કુલ..ડાઉન. હુ જસ્ટ પુછી રહ્યો છુ. વી આર ફ્રેન્ડ્‌સ એન્ડ વી કેન શેર ફીલીંગ્સ. એવુ કંઇ જ નથી જેના લીધે તને ગુસ્સો આવ્યો છે.’, તે મને શાંત પાડતા કહ્યુ કહ્યુ.

‘જો આકાશ હુ એવી છોકરી નથી. કે કોઇ અજાણ્યા સાથે સુઇ જાવ. મેં તારા પર ભરોસો કર્યો છે. આપણા બન્ને વચ્ચે એવુ કંઇ જ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ્‌સ.’, બસ એ દિવસથી આપડા આ એબનોર્મલ રીલેશનનુ નામ પડી ગયુ ફ્રેન્ડશીપ. હુ હજુ સમજી નથી શકી કે આપડી ફ્રેન્ડશીપ આટલી સ્ટ્રોંગ કેમ છે?

‘પ્લીઝ કોઇને ના કહેતો કે આપડે બન્ને હોટેલમાં ગ્યા’તા લોકો ઉંધુ સમજશે.’, હુ ટેન્શનમાં હતી એટલે મેં તને કહ્યુ.

‘તુ મારા પર પુરો વિશ્વાસ કરી શકે..! આ રાત તારા અને મારા વચ્ચે જ રહેશે.’, તે કહ્યુ અને બન્નેએ પડખા ફેરવી લીધા.

મને એમ લાગ્યુ હતુ કે હુ કંઇક ન બોલવાનુ બોલી છુ. હુ એ દિવસે ચાર વાગ્યા સુધી બળતી રહી હતી.’’ આ સ્ટોરી કહેતા કહેતા આકર્ષીની આંખમાંથી ઓલમોસ્ટ આંસુઓ આવી ગ્યા હતા.

આકાશ ની આંખો પણ કંઇ સુકી નહોતી. એ પણ ભીની થઇ ચુકી હતી.

‘તને ખબર છે..? આપડી પ્રોબ્લેમ શું છે?’, આકાશે ખુબ ફ્‌લેટ અવાજે કહ્યુ.

‘શુ..?’, આકર્ષીએ પુછ્યુ.

‘આપડે બન્ને એકબીજાને પુરેપુરા જાણીએ છીએ. આ પાંચ વર્ષમાં બન્ને એ એકબીજાથી કંઇ જ નથી છુપાવ્યુ. છતા આપડે એન્જોય કરી શકીએ છીએ. એ દિવસે આપડે બન્ને એકબીજાથી અટ્રેક્ટેડ હતા કારણ કે તુ મારા વિશે વધારે નહોતી જાણતી અને હુ તારા વિશે. પણ અત્યારે આપડે બન્ને એકબીજાને જાણીએ છીએ અને તુ અને દર્શ એકબીજાને જાણતા નથી એટલે જ તુ એના પ્રેમમાં કે અટ્રેક્શનમાં છો.’

‘દર્શને વચ્ચે લાવમાં, હુ એને પ્રેમ કરૂ છુ અને મને એના પર પુરેપુરો વિશ્વાસ છે.’, આકર્ષીએ થોડુ ઉશ્કેરાઇને કહ્યુ.

‘પણ એને તારા પર વિશ્વાસ છે..? વિશ્વાસ હોત તો એ તારા પર આવા બંધનો નો ટોપલો ના ચડાવત.’, આકાશે ખુબ જ શાંતીથી કહ્યુ.

‘ઇનફ આકાશ. તને યાદ છે મેં શું કહ્યુ હતુ ? આ આપડો છેલ્લો કોલ છે. ’ આકર્ષી થોડી વધારે ઉશ્કેરાણી.

‘તુ તારી આદતો બદલી શકીશ, તારો ફ્રેન્ક સ્વભાવ નહિ. તુ પછતાઇશ આકર્ષી. તારૂ ફ્‌યુચર પ્લાનીંગ, ણઘષ્ માં કામ કરવાનુ સપનુ બધુ જ રોળાઇ જશે. શું તુ એક છોકરા માટે તારો પેશન છોડી દઇશ..?’, આકાશે ખુબ શાંતીથી સમજાવતા કહ્યુ.

‘મારા માટે દર્શ જ બધુ છે. મારે એના સિવાય કંઇ જ નથી જોઇતુ.’, આકર્ષીએ એકદમ નિશ્ચિત સ્વરમાં કહ્યુ.

‘ધેન બી હેપ્પી. ટેક વાઇઝ એન્ડ ગુડ ડીસીઝન્સ!! ઓલવેઝ વીથ યુ. ફ્રેન્ડ્‌સ ફોરએવર. ક્યારેય પણ તને લાગે કે આકાશ સાથે વાત કરવી છે. યુ આર વેલકમ..!’

‘થેંક્સ!’, આકર્ષીએ કહ્યુ.

‘હજુ એક વાર કહુ છુ, આકર્ષી. તુ પછતાઇશ.’, આકાશે ખુબ શાંત અને ગંભીર સ્વરે કહ્યુ.

‘દર્શ માટે મને પછતાવો પણ મંજુર છે. પ્લીઝ નેવર કોલ મી અગેઇન’, આકર્ષીએ ખુબ રૂડ બનીને કહ્યુ.

‘આટલી રૂડતા મેં તારા અવાજમાં ક્યારેય નથી સાંભળી, જે માણસ પ્રેમમાં હોય એ તો પ્રેમથી વાતો કરે..’, આકાશે ફરી એજ ગંભીરતાથી કહ્યુ.

‘આકાશ મને તારા ભાષણો નથી સાંભળવા. હવે હુ વાત નહિ કરી શકુ..! જો તુ ફોન નહિ મુકે તોહુ કટ કરી નાખીશ.’, આકર્ષીએ ઇરીટેશન સાથે કહ્યુ.

‘આકર્ષી તારો નેચર!!!!’, આકાશે કહ્યુ અને સામેથી આકર્ષીએ કોલ કટ કરી નાખ્યો. આકાશે એના ચહેરા પર કોઇ જ એક્સ્પ્રેશન લાવ્યા વિના એના મોબાઇલનુ કોન્ટેક્ટ લીસ્ટ ખોલ્યુ. આકર્ષીનુ નામ સર્ચ કર્યુ. આકર્ષીનો કોન્ટેક્ટ સીલેક્ટ કર્યો અને ડીલીટ બટન દબાવી દીધુ.

પાર્ટ - ૪

--- પાંચ વર્ષ પછી ----

એક વિશાળ ક્ન્વેશન હોલમાં એક હજારથી વધારે યંગસ્ટર્સ બેસેલા હતા. સ્ટેજ પરની બ્યુટીફુલ સંચાલક લેડી માઇક હાથમાં લઇને બોલી, ‘હુ માત્ર એક નામ જ આપીશ, કારણ કે આપણે જેને પ્રેમ કરતા હોઇએ એનો પરિચય આપવાની જરૂર નથી હોતી. પ્લીઝ ગીવ અ બીગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર મીસ્ટર.! આકાશ પટેલ’

સ્ટેજ પરની વચ્ચેની ચેઇર પરથી ઉભો થઇને એક ફ્રેન્ચ કટ દાઢી, હેન્કી ફેન્કી હેઇર સ્ટાઇલ, જીન્સ એન્ડ બ્લુ ચે ગુએરા ના પીક્ચર વાળુ ટી શર્ટ પહેરેલ આશરે ૨૭ વર્ષની ઉંમરનો એક યુવાન માઇક પાસે આવ્યો. એની ચાલવાની સ્ટાઇલ જાણે ધરતી ધ્રુજાવતી હોય એવી હતી. એના બાવડા મજબુત અને શરીરનો બાંધો કોઇ પ્રોફેશનલ મોડેલ જેવો હતો, સાથે એના કપાળ પર તેજ પણ હતુ. બધા જ છોકરા છોકરીઓ આ યુવાનનો અવાજ સાંભળવા માટે એકદમ શાંત થઇ ગયા. આકાશ પટેલ નામના આ ગેસ્ટ સ્પીકરે માઇક હાથમાં લીધુ.

‘ફર્સ્ટ ઓફ ઓલ હેપ્પી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ ઓફ યુ!! આજે ફ્રેન્ડશીપ ડે હોવા છતા તમે લોકો આટલી સંખ્યામાં અહિં આવ્યા, આઇ એમ વેરી થેંકફુલ ટુ યુ. હુ એવુ માનુ છુ કે તમે ચોક્ક્‌સ આજનો દિવસ અહિંની બધી જ ઇવેન્ટ્‌સમાં એન્જોય કર્યો હશે. આજે મારે તમને કોઇ જ લાંબુ બોરીંગ ભાષણ નથી આપવુ. બસ મારે તમે અહિં જે કારણે છો એ કારણ વિશેની વાતો શેર કરવી છે. મારે કંઇક કનફેસ કરવુ છે. કારણ કે તમે અહિં ફ્રેન્ડશીપ ના કારણે જ છો. મારે તમને ‘હગ્સ’ ફાઉન્ડેશન એટલે કે આપણા ણઘષ્ ની શરૂઆત કેવી રીતે થઇ એની સાચી સ્ટોરી કહેવી છે. જે આજ સુધી મેં કોઇને પણ નથી કહી. ધીઝ ઇઝ સ્ટોરી ઓફ હગ્સ, ધીઝ ઇઝ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ!!’, આકાશ પટેલે સ્પીકર ડેસ્ક પરથી એમના માટે જ સ્પેશીયલી રાખેલા રેડબુલ ટીન માંથી એક ઘુંટ ભર્યો.

‘હુ કોલેજના પહેલા વર્ષમાં હતો, ખુબ જ ધમાલીયો. લાઇફમાં કોઇ જ લક્ષ્ય નહિ, હુ એવુ જ માનતો હતો કે ધીઝ ઇઝ ધ મોમેન્ટ જસ્ટ લીવ ઇટ..!! ડોન્ટ થીંક ઓફ ફ્‌યુચર હજુ એવુ જ માનુ છુ પણ હવે મારી પાસે મુસાફરી કરવા માટે રસ્તો છે, એ છે ‘હગ્સ’. કોલેજના ફર્સ્ટ યરમાં મારી પાસે ‘હગ્સ’ નામની કોઇ ચીજ નહોતી. માર ફ્રેન્ડ્‌સ પણ એટલા તોફાની અને ધમાલીયા કે એકવાર કોલેજના પ્રિન્સીપાલની સીટ નીચે અમે બાવળના મોટા મોટા ચાર કાંટા મુકી આવ્યા હતા. હા છછટશ્વ કેમેરાને લીધે અમે પકડાઇ પણ ગયા હતા અને અમારી સારી ધોલાઇ પણ કરવામાં આવી હતી. બસ આવો જ અમારો નેચર. ક્લાસમાં લેક્ચરર્સ ને ચીડવવા કે કોમેન્ટ પાસ કરવી એ અમારો રોજનો ધંધો હતો. પણ હવે ની સ્ટોરી ઇન્ટેરેસ્ટીંગ છે. એ દિવસે અમે અવળચંડી વેજા કોઇક નખરા કરવાનુ વિચારી રહ્યા હતા. મેં મારા બે ફ્રેન્ડ્‌સ ને મારી બે ક્લાસમેટ્‌સ અને ફ્રેન્ડ્‌સ ને બોલાવીને મારા પ્લાન વિશે કહ્યુ. અમે પ્રેંક શુટ કરવા માંગતા હતા. તો પ્લાન પ્રમાણે મેં કોસ્ચ્યુમ પહેર્યા. મેં વ્હાઇટ ટ્રેડીશનલ કુર્તુ પહેર્યુ હતુ. મારા ખીસ્સાની જગ્યા પર એક ગુલાબ લટકાવેલુ હતુ. અમારા પ્રેંક નુ લોકેશન હતુ લાઇબ્રેરી પાસેનુ ઝેરોક્ષ સેન્ટર. અમે પ્રેંક માટે એક છોકરીને શોધી રહ્યા હતા. ત્યાંજ મેં એક ટ્રેડીશનલ અને વેસ્ટર્નનુ ફ્‌યુઝન કરેલા કપડા પહેરેલી એક છોકરી જોઇ. એના ચહેરા પરથી એ ખુબ જ ટેન્શનમાં લાગી રહી હતી. એના હાથમાં બુક્સ હતી. એ બુક્સની ઝેરોક્ષ કરાવવા માટે જ જઇ રહી હતી. અમે લોકોએ નક્કિ કર્યુ કે આ છોકરી સાથે જ પ્રેંક કરવો. હુ એ છોકરીની પાછળ ઝેરોક્ષની લાઇનમાં ઉભો રહી ગયો. મારા એક બીજા હાથમાં રેડ રોઝ હતુ. થોડી વાર પછી મેં એ છોકરીના ખભા પર હાથ મુક્યો. મારા ફ્રેન્ડ્‌સ બધુ શુટ કરી રહ્યા હતા. ‘બહાર આવને’ મેં એને લાઇનમાંથી નીકળીને બહાર આવવા માટે કહ્યુ. અમારો પ્લાન આ છોકરીને પ્રપોઝ કરીને એની સાથે પ્રેંક કરવાનો હતો. એ છોકરી ઝેરોક્ષ સેન્ટરમાંથી ચ્હાની ગંડેરી સાથે બહાર આવી. એ મારી પાસે આવી ને ઉભી રહી ગઇ.

‘મારે એક બવ ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે’, મેં સ્ક્રીપ્ટ પ્રમાણે કહ્યુ. એણે તરત જ મારા વ્હાઇટ કુર્તા પર ચ્હા ફેંકી. ‘પણ સાંભળો તો ખરા.’ મેં એ છોકરીને રોકવાની કોશીશ કરી, પણ એણે બોલવાનુ શરૂ કર્યુ. ‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું, કોલેજની જે છોકરી મળે એને પ્રપોઝ જ કરી દેવાનુ?’ એણે સેન્ડલ ઉતાર્યા. અમારે જેવો સીન જોઇતો હતો એ બની રહ્યો હતો. શુટીંગ બરાબર ચાલી રહ્યુ હતુ. ઘણા છોકરા છોકરીઓ આસપાસ ભેગા થઇ ગયા હતા. એ છોકરીએ સેન્ડલ ઉતાર્યા એટલે તરત જ મેં મારા ફ્રેન્ડ્‌સને ઇશારો કર્યો અને એ લોકો કેમેરા સાથે દોડી આવ્યા. એ છોકરીને ખ્યાલ તો આવી ગ્યો હતો કે અમે એની સાથે પ્રેંક કર્યો છે. અમે એને સમજાવવા માટે કેન્ટીનમાં લઇ ગયા. હુ કંઇ સમજાવવા જાવ એ પહેલા મારી ક્લાસમેટ દ્રષ્ટી એ કંઇક નવુ જ ચાલુ કર્યુ. જે હુ પણ પહેલી વાર જ સાંભળી રહ્યો હતો. દ્રષ્ટી એ છોકરીને સમજાવવા લાગી,

‘અમે હમણા જ એક ણઘષ્ માં જોઇન થયા છીએ. અમે કોલેજના ટોપર્સને ણઘષ્ માં જોડાવા માટે ગુલાબ આપીને રીકવેસ્ટ કરી રહ્યા છીએ, સાથે ણઘષ્ વાળા એમના બ્રાન્ડીંગ માટે વિડીયો બનાવવા માંગે છે એટલે એ લોકો શુટીંગ પણ કરી રહ્યા હતા, જેથી સ્ટુડન્ટ્‌સ ના રીએક્શન પણ જાણી શકાય.’, મને ખબર પડી ગઇ આ લોકોનો ઇરાદો ડબલ પ્રેંક કરવાનો છે. એ છોકરી ણઘષ્ નુ નામ પુછી રહી હતી. કેન્ટીનની એક દિવાલ પર એક છોકરો છોકરી ગળે મળી રહેલા હોય અને નીચે ફ્રેન્ડ્‌સ ફોરેવર લખેલો ફોટો ચીપકાવેલો હતો. મેં વિચાર્યુ ફ્રેન્ડ્‌સ! પણ ણઘષ્ ના નામ આવા ના હોય. એના નામ માં થોડુ સેન્ટી પણુ હોવુ જોઇએ, ‘હગ્સ’ મારા મોં માથી નીકળી ગયુ. એ દિવસ એટલે ૨૬ જુલાઇ ‘હગ્સ’ નો ફાઉન્ડેશન ડે. અને હુ છુ ‘હગ્સ’ નો ફાઉન્ડર, આ વાત હુ પહેલી વાર જાહેરમાં કહી રહ્યો છુ.’, ચારે તરફ બધા ગણગણવા લાગ્યા. બધા યંગસ્ટર્સે આકાશને તાળીઓથી વધાવી લીધો.

હવે ‘હગ્સ’ ની શરૂઆર ફ્રેન્ડશીપના કારણે કઇ રીતે થઇ એની સ્ટોરી ખુબ જ ટુંકમાં કહીશ. એ છોકરીને અમે ઉલ્લુ તો બનાવી દીધી હતી. એ અમારા બનાવટી ણઘષ્ માં જોડાવા તૈયાર પણ થઇ ગઇ. પણ હંમેશા એને ઉલ્લુ તો બનાવીને ન જ રખાય. એટલે મેં એ દિવએ એ છોકરીને ડીનર માટે ઇન્વાઇટ કરી અને ત્યાં સાચી વાત કહેવાનુ નક્કિ કર્યુ. એ દિવસે હુ જાણી જોઇને ફોર્મલ કપડા પહેરીને ગયો જેથી એની સામે થોડીક સારી ઇમ્પ્રેશન પડે! અને કદાચ એ થોડોક ઓછો ગુસ્સો કરે. પણ એ દિવસ અલગ જ હતો. એ રેસ્ટોરન્ટમાં એન્ટર થઇ ત્યારથી મારી નર્વસનેસ વધતી ગઇ. વરસાદના કારણે એ પલળેલી હતી, મારાથી એ બ્યુટીફુલ લેડીને જોઇને ના રહેવાયુ એટલે મેં કોમ્પ્લીમેન્ટ આપવાનુ શરૂ કર્યુ. એણે પણ એ દિવસે મારી સાથે ઘણી વાતો શેર કરી. અમે એ રેસ્ટોરન્ટમાં તો ના જમ્યા પણ વરસાદમાં અમે ચાલીને ભીજીયા ખાવા માટે ગયા. એ મને એક સારો ફ્રેન્ડ માનવા લાગી હતી. કેન્ટીનમાં એણે એના ફ્‌યુચર પ્લાન્સ કહ્યા હતા, એમાં એનો પ્લાન ફ્‌યુચર માં ણઘષ્ સાથે ફુલટાઇમ કરવાનો હતો. હવે એની આ બધી વાતો મને નર્વસ કરી રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ અમારી વચ્ચેની ફ્રેન્ડશીપ વધારે સ્ટ્રોંગ બનતી ગઇ. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એ રાતે સાચુ કહેવાની મારી હિમ્મત મરતી ગઇ. એ દિવસે જ્યારે છુટો પડ્યો ત્યારે એઝ અ ગુડ ફ્રેન્ડ શી ગહ મી. મને વિશ્વાસ આવી ગ્યો હતો કે હવે હુ આ છોકરીને કોઇ દિવસ સાચુ નહિ કહી શકુ. કારણ કે આપણા ‘હગ્સ’ ની આ પહેલી હગ હતી એ દિવસે મેં કોઇને વિશ્વાસ આપ્યો હતો. કોઇને વિશ્વાસ કરવાનુ કારણ આપ્યુ હતુ. એ ભરોસાનુ પરિણામ એટલે આપણુ ‘હગ્સ’. કોઇના વિશ્વાસને ટકાવવા માટે કોઇ પણ હદ પાર કરી નાખજો. કારણ કે આવા ફ્રેન્ડ્‌સ લાઇફમાં એક જ વાર મળતા હોય છે. આ ટાઇમ એટલે કે કોલેજ ટાઇમમાં જે ફ્રેન્ડ્‌સ મળતા હોય છે એમને તમારા પાસેથી કોઇ સ્વાર્થ નથી હોતો, એમની જસ્ટ એક જ વીશ હોય છે, એક બીજાના ચહેરા પરની સ્માઇલ બરકરાર રહે. બાકી કોલેજ પછી ઘણા ફ્રેન્ડ્‌સ મળશે. જે એમના કામથી કામ રાખતા હશે. એ દિવસે એની ફ્રેન્ડશીપ મારા માટે બંધન બની ગઇ હતી. એ જ રાતે બીજુ ઘણુ બધુ બન્યુ હતુ. એ કહેવાનો ટાઇમ પણ નથી અને થોડુ પર્સનલ પણ છે.

હુ ખુબ ખુશ છુ કે હગ્સની શરૂઆતનુ કારણ મિત્રતા છે. ક્યારેક એક ફ્રેન્ડ તમારી આખી લાઇફ બદલી શકે એનુ મોટુ ઉદાહરણ તમારી સામે જ છે. પણ હગ્સ ની શરૂઆત આ અસત્ય અને જુઠ થી થઇ હતી. મારૂ એવુ માનવુ છે કે જો કોઇ જુઠથી કોઇનુ ભલુ થતુ હોય તો એ જુઠ છે જ નહિ. બીજા દિવસની શરૂઆત થઇ ત્યાં સુધીમાં તો મેં નક્કિ કરી લીધુ હતુ કે હુ ‘હગ્સ’ નામનુ ણઘષ્ ચાલુ કરૂ. માત્ર અને માત્ર એ છોકરીની ફ્રેન્ડશીપના કારણે. એના વિશ્વાસના કારણે. એના વિશ્વાસે મારામાં પેશન ભરી દીધો હતો. એ દિવસે એ છોકરી મને એમ કહી રહી હતી કે અમારા લીધે એને ફ્‌યુચરમાં શુ કરવુ એની ખબર પડી હતી. પણ ખરેખર તો ઉલટુ થયુ હતુ એ દિવસે મને કોઇક દિશા મળી હતી. મારે લાઇફ માં શું કરવુ એની મને પણ ખબર પડી હતી. અને દોસ્તો તમને ખબર પડે કે તમે શેના માટે બન્યા છો એટલે તમે પણ રાહ ના જોતા, એ રસ્તે ચાલી પડજો. મેં બીજા જ દિવસે ણઘષ્ શરૂ કરવા માટે શું કરવુ પડે એ બધુ રીસર્ચ કર્યુ. મેં બીજે દિવસે જ ‘હગ્સ’ નો આ લોગો ડીઝાઇન કર્યો અને ત્રણ દિવસમાં કોલેજમાંથી ૫૦૦ થી વધારે વોલન્ટીઅર તૈયાર કર્યા, બીજા બે દિવસમાં હુ સ્પોન્સરો ને મળ્યો અને મારા આઇડીયા વિશે કહ્યુ. હુ લકી હતો કે મને સ્પોન્સરો પણ મળી ગયા અને સ્પોન્સરો મળ્યા બાદ મેં ણઘષ્ રજીસ્ટર્ડ કરાવ્યુ. આ કરવાની તાકાત અને પેશન મને એ છોકરી સાથેની ફ્રેન્ડશીપના કારણે જ આવ્યો હતો. એન્ડ ધીઝ ઇઝ યોર હગ્સ!

અત્યાર સુધી મેં હગ્સની સ્થાપ્ના મેં કરી છે, એવુ કહ્યુ જ નથી. ન તો મેં સ્થાપના કંઇ રીતે થઇ એની સ્ટોરી કહી હતી. એના પાછળનુ એક જ કારણ હતુ હુ મારી પેલી બેસ્ટ ફ્રેન્ડને ગુમાવવા ન્હોતો માંગતો. હુ એ ફ્રેન્ડશીપને ગુમાવવા ન્હોતો માંગતો જેણે મને બધુ જ આપ્યુ છે. પણ હવે એ એની એક અલગ જ દુનિયામાં છે. એ મારી લાઇફમાં નથી એટલે એની સાથે, એ ફ્રેન્ડશીપ સાથે, ડર પણ ચાલ્યો ગયો. માફ કરજો યાર!! મેં તમને કદી ખોટુ તો નથી કહ્યુ પણ તમારાથી ઘણુ છુપાવ્યુ છે. સો ધીઝ ઇઝ સ્ટોરી ઓફ ‘હગ્સ’ ઇટ્‌સ ઓન્લી એન્ડ ઓન્લી બીકોઝ ઓફ ફ્રેન્ડશીપ.’’ આકાશ બોલતો બોલતો થોભ્યો એટલે ક્ન્વેન્શન હોલ તાળીઓથી ગુંજવા લાગ્યો. આકાશની આંખો આંસુઓથી ભરાઇ આવી હતી. ફરી રેડબુલનો એક ઘુંટડો મારીને આકાશે બોલવાનુ શરૂ કર્યુ.

‘આજે ફ્રેન્ડશીપ ડે છે. તમારા માંના મોસ્ટ ઓફ કોલેજ કરતા હશો. લોકો ફીલોસોફી જાડતા રહેતા હશે કે આ યંગસ્ટર્સ વર્ષમાં એક વાર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ નેએક્સપ્રેસ કરે છે. પણ એ લોકોને જવાબ ના આપો. કારણ કે તમને ખબર છે, તમારા માટે એ ફ્રેન્ડશીપની શું વેલ્યુ છે. ફ્રેન્ડશીપ હંમેશા બન્ને બાજુ કામ કરતી હોય છે. જેવી રીતે ૨૬ જુલાઇ ના દિવસે પેલી છોકરી અને મને બન્ને ને પોતપોતાની લાઇફના રસ્તાઓ મળી ગયા હતા, જે ફ્રેન્ડશીપના કારણે જ મળ્યા હતા એવુ હું માનુ છુ. ધીઝ ઇઝ દ ટાઇમ! મેક મેમરીઝ.! કોલેજમાં લેક્ચરર્સને હેરાન કરો, લેક્ચર બંક મારો, છોકરીઓને ચીડવો, એકબીજા સાથે વોટ્‌સએપ પર ચેટ કરતા કરતા ફ્‌લર્ટ કરો, બવ બધી સર પ્રાઇઝ આપો, ક્યારેક એકબીજા સાથે જઘડો કરો, પણ એ જઘડાને તમારા ઇગોના લીધે લાંબો ના ટકવા દો, ઇગો ને સાઇડમાં મુકીને પાછા એ જ ફ્રેન્ડને મનાવવા જાવ, ઇગો એ ફ્રેન્ડશીપનો દુશ્મન છે. એની સામે હારો નહિ.

ફ્રેન્ડ્‌સ, લવમાં ઇગ્નોરન્સ હોઇ શકે, બટ ફ્રેન્ડશીપમાં કોઇ દિવસ ઇગ્નોરન્સ હોય જ નહિ. જો તમને એમ લાગે કે કોઇ વ્યક્તિ તમને ઇગ્નોર કરી રહી છે અને તમે એવુ માનતા હો કે એ તમારો/તમારી ફ્રેન્ડ છે, તો એ તમારો વ્હેમ છે. ફ્રેન્ડશીપ એટલે એવી મુલાકાત જેમાં એકબીજાના ચહેરા પર સ્માઇલ આવી જાય, મુશ્કેલીના સમયમાં બોલ્યા વિના માથાને ટેકો રાખવા ખભો આવી જાય. ફ્રેન્ડશીપમાં એ મેસેજ કરે તો જ હુ મેસેજ કરૂ અથવા એ કોલ કરે તો જ હુ કોલ કરૂ એવો વાદ હોતો જ નથી, આવા વિચારો પાછળ ઇગો નો હાથ હોય છે. ફ્રેન્ડશીપમાં તો ‘‘ઓય્ય..! તને ભાન નથી પડતી આવવાની, એક કલાકથી રાહ જોઇએ છીએ એમ કહીને’’ ધબ્બો મારી લેવાનો હોય. ક્યારેક બહેન પણીના વાળા ખેંચવાના હોય તો ક્યારેક કોઇ છોકરીના વાળના વખાણ કરીને એને ચણાના ઝાડ પર ચડાવવાની મજા પણ લેવાની હોય. તો અત્યારે તમારી પાસે આ દિવસો છે. ટેક મેક્સીમમ રીસ્ક એન્ડ એન્જોય યોર ડેઝ!! બટ મારૂ એક સજેશન! કોઇ દિવસ તમારા લવ કે બોયફ્રેન્ડ ને કારણે તમારી ફ્રેન્ડશીપને ના તોડતા! કારણ કે આવુ થાય છે ત્યારે ફ્રેન્ડશીપની સાથે એ ફ્રેન્ડ પણ ભડકે બળતો હોય છે. હેપ્પી ફ્રેન્ડશીપ ડે!!’ આકાશે એની સ્પીચ પુરી કરી. બધા યંગસ્ટર્સે સ્ટેન્ડીંગ અવેશન આપ્યુ, આકાશની આંખો તો ક્યારનીય સ્મૃતીઓથી ભીની થઇ ચુકી હતી. બધા આકાશને સુંદર સ્પીચ બદલ કોન્ગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા હતા.

પાંચ વર્ષમાં આકાશમાં ઘણો ચેન્જ આવી ગ્યો હતો, એની મેચ્યોરીટી વધી ગઇ હતી. એના લુકથી લઇને વાત કરવાની સ્ટાઇલ બધુ જ બદલાઇ ગયુ હતુ. સમય બધા જ ઘાવ ને રૂંજવી નાખતો હોય છે. પણ એ ઘાવનુ નીશાન તો રહી જ જતુ હોય છે. આકર્ષી નામનુ એ નીશાન હજુ આકાશના હ્‌રદય પર અંકિત થઇ ગયુ હતુ. પાંચ વર્ષમાં એણે બધુ મેળવી લીધુ હતુ.

પૈસાથી માંડીને ફેમ એની પાસે બધુ જ હતુ. બધા છોકરા છોકરીઓ આકાશનો ઓટોગ્રાફ લેવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા. એક છોકરીએ આકાશને પુછ્યુ કે, ‘સર તમારી ફ્રેન્ડનુ નામ કહી શકો..?’, પણ આકાશે સવાલ ને સાંભળ્યો જ ના હોય એ રીતે સ્મિત ફેંકીને ટાળી દીધો.

‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું? અમારે તમારો ઓટોગ્રાફ લેવા માટે આટલા ધક્કા ખાવા પડશે?’, હાથમાં લાલ રંગના કાચના કંગણ પહેરેલ એક હાથ ભીડમાંથી અંદર આવ્યો. આકાશ બેબાકળો બની ગયો, હાંફળો ફાંફળો થઇ ગયો, એનુ હાર્ટ જોર જોરથી અંદરથી ધક્કાઓ મારવા લાગ્યુ જાણે એને પણ બહાર આવીને કોઇને જોવાની વર્ષો જુની પ્યાસ લાગી હોય. આ અવાજ ખુબ જ જાણીતો હતો.

‘આગ લગતી હૈ તો દોનો ઔર લગતી હૈ! આંસુ બહતે હૈ તો દૌનો ઔર બહતે હૈ! દિલ તડપતા હૈ તો દૌનો ઔર તડપતા હૈ. ઠીક હૈ હમ થોડે ઝીદ્દી થે, પર યાદે આતી હૈ તો દોનો કો ભીગોતી હૈ.’, એક બેંગોલી કલરફુલ સાડી પહેરેલ યંગ ખુબસુરત વુમન પોતાનો હાથ લંબાવતી આકાશની આસપાસ બનેલા ટોળામાં ઘુસી અને બોલી. એની આંખો લાલ અને ભીની થઇ ચુકેલ હતી. એના ચહેરો એવી રીતે સ્પંદન કરી રહ્યો હતો કે જો આકાશ કંઇ પણ બોલશે તો એ રડી પડશે. એની આંખો કેટ કેટલુ બોલવા માટે થનગની રહી હતી. આકાશ આ ચહેરાને જોઇ જ રહ્યો. એની આંખોને પણ ખબર નહોતી પડી રહી કે શું કરવુ એટલે એણે વહેવાનુ નક્કિ કર્યુ. એ સ્ત્રી એમ જ ઉભી રહી. પણ પાંચેક સેકન્ડમાં એની આંખોમાંથી આંસુ નીકળીને એ સ્ત્રીના ગોરા ગાલ પર આવીને રમવા લાગ્યા. આકાશની નજર સામે આ આંસુને જોઇને રેસ્ટોરન્ટ વાળી પેલી છોકરીના ગાલ પર આવેલા પાણીના ટીપાવાળો ચહેરો યાદ આવી ગયો.

‘હમ કો તો જલાયા હૈ, યાદોને, બરસતી રાતો ને ઔર એક એક સાંસોને! હમકો નહિ પતા આપ કીસ તરહ જી રહે થે, પર હમકો તો મારા હૈ ઇસ યારીને.’, આકાશ વધુ બોલી ના શક્યો, એણે પેલી સ્ત્રીને પોતાની બાહોંમાં જકડી લીધી. આકાશ એ સ્ત્રીને એવી રીતે ભેટી પડ્યો કે જાણે બન્ને હમણા જ પીગળીને એક બની જશે.

‘આકર્ષી!!’, આકાશ રડતો રડતો એક જ શબ્દ બોલી રહ્યો હતો. એવુ લાગી રહ્યુ હતુ કે આકર્ષી હવે આ બાહોં માંથી ક્યારેય નહિ છુટી શકે.

‘આકાશ!!’ આકર્ષીએ પણ આકાશને એવી રીતે પકડ્યો હતો કે જાણે એને ડર હોય કે આકાશને ક્યાંક કોઇ છીનવી ના જાય, એની આંખોમાંથી પણ આંસુઓ વહી જ રહ્યા હતા.

બન્ને કેટલીય સેકન્ડો સુધી એકબીજાને એકબીજાની બાહોંમાં મસળતા રહ્યા. બન્નેની ખુશીઓનો કોઇ જ પાર ન્હોતો. બેમાંથી કોઇ જ હોશમાં નહોતુ. બન્ને એકબીજાની બાહોમાંથી વહી રહેલા પ્રેમના દરિયામાં ડુબી રહ્યા હતા.

‘બવ વાર લગાડી આકર્ષી!’, બન્ને એકબીજાની બાહોં માંથી છુટ્ટા પડ્યા અને આકાશે કહ્યુ.

‘મારામાં હિમ્મત નહોતી!! મેં તારી સાથે જે કર્યુ એનો પછતાવો મને ભુત બનીને વળગતો રહ્યો છે. હુ ક્યો ચહેરો લઇને તારી પાસે આવત..?’

‘તારા માટે આ ફ્રેન્ડે કોઇ દિવસ દરવાજા બંધ જ નહોતા કર્યા!, આકર્ષી.!!’ ફરી બન્ને એકબીજાને ગળે ભેટી પડ્યા!

‘ક્યાં છે દર્શ?’, આકાશે આકર્ષીના હાથ પકડીને કહ્યુ.

‘તારે જ્યોતીષનો ધંધો ચાલુ કરવાની જરૂર છે. તે કહ્યુ હતુ એમ હુ બવ પછતાઇ છુ. પાંચ વર્ષથી અંદરને અંદર ભડકે બળુ છુ. આજે લાગે છે કે મારા પર વરસાદ થયો..!’, આકર્ષીએ હળવો મિજાજ કરવા કહ્યુ પણ ફરી એ રડી પડી અને આકાશને ભેટી પડી.

‘વરસાદ તો તુ બનીને આવી છો મારા માટે! એક દિવસ એવો નથી ગ્યો કે તારી યાદે મારૂ પેટ ના બાળ્યુ હોય.’

‘સર તમે એકબીજાને પ્રેમ કરો છો?’, ટોળામાંથી એક છોકરીએ પુછી લીધુ.

‘હા, અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ અમે બન્ને એકબીજાના ફ્રેન્ડ્‌સ છીએ. એવુ જરૂરી નથી કે તમે જેને પ્રેમ કરો એ જ તમારો લાઇફ પાર્ટનર બને અથવા તો તમે તમારા લાઇફ પાર્ટનરને જ પ્રેમ કરી શકો. બે ફ્રેન્ડ પણ એકબીજાને પ્રેમ કરી શકે.’, આકાશે આકર્ષીના આંસુ લુછતા લુછતા આકર્ષીની આંખોમાં આંખો નાખીને કહ્યુ.

‘સર લ્યો, મીઠુ મોઢુ કરાવવા માટે કોઇ મીઠી વસ્તુ તો હાજર નથી હગ્સના સ્નેકની આ સેન્ડવીચ થી જ મોં મીઠુ કરો..!!’, એ છોકરીએ આપેલી સેન્ડવીચથી બન્ને એ એકબીજાનુ મોં મીઠું કર્યુ. ફરી બન્ને એકબીજાના ગળે મળ્યા. આકાશના હાથ આ વખતે આકર્ષીના વાળમાં હતા અને આકર્ષીના હાથ આકાશના ખભા પર.

‘એ દિવસે તે એમ કહ્યુ હતુ ને કે હુ સેન્ડવીચ બની ગઇ છુ. ના સેન્ડવીચ આજે પુરી થઇ. સેન્ડ્‌વીચની એક બ્રેડ તુ છો, એક બ્રેડ હુ છુ અને વચ્ચે આપણુ ‘‘હગ્સ’’ આપણા ત્રણેય વિના આપણે અધુરા છીએ!!’ આકાશ બોલ્યો.

‘સો લેટ્‌સ ઇટ ધીઝ સેન્ડવીચ!’, આકર્ષીએ આકાશના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા, બન્ને એકબીજાના પ્રેમને માણવામાં મશગુલ થઇ ગયા.

૫. ભ્રષ્ટાચાર

‘‘મૃત્યુ આ ઘટના માણસનુ જીવન બદલી નાખતી હોય છે. મારા પપ્પાનુ મૃત્યુ મારા માટે આઘાત જનક હતુ.’’, આશયે એની ચારે તરફ બેસેલા યુવાન છોકરા/છોકરીઓના ટોળાને કહ્યુ.

‘‘પણ સર..! તમારા પપ્પાના મૃત્યુ અને તમારી લવ સ્ટોરીને શાં લેવા દેવા ?’’, ટોળામાંથી એક યુવાન બોલ્યો.

‘‘મારા જીવનની કોઇ પણ ખુશીનુ કારણ હુ માનુ તો મારા પપ્પાનુ મૃત્યુ જ છે.’’, બધાને આ સાંભળીને થોડુક આશ્ચર્ય થયુ.

‘‘એટલે, તમે તમારા પપ્પાના મૃત્યુથી ખુશ હતા ! એમ..?’’, ટોળામાં બેસેલી ત્રિશાએ પુછ્યુ.

‘‘કોઇના માટે એના બાપની મોત, ખુશીઓ નો તહેવાર નથી હોતી. પણ રડીને પણ કંઇ ફાયદો થવાનો ન્હોતો.’’, આશયે જવાબ આપ્યો.

‘‘સર અમને બધુ કહો ને અમારે સાંભળવુ છે.’’, લગભગ ટોળાના બધા યુવાનોએ એકસાથે કહ્યુ.

‘‘ઓકે, પણ તમે બોર થઇ જશો તો..?’’, આશયે પુછ્યુ.

‘‘સર..! અત્યાર સુધી તો તમે કદી બોર નથી કર્યા. આજે તો તમારા તમારા છોકરા વંશજનો બર્થ ડે છે...!’’

’’ મારી કહાની માત્ર પ્રેમની કહાની નથી, એમાં ભ્રષ્ટાચારની પણ કહાની છે. પણ આ ભ્રષ્ટાચાર સાથે લડવાની મારામાં તાકાત હતી. આસ્થાને મળ્યાના એક મહિના પહેલાજ હુ મારા પપ્પાને ગુમાવી ચુક્યો હતો. મમ્મીનો તો ચહેરો પણ સમજણો થયો એ પહેલા જ મેં જોયો હતો. કારણ કે મને જન્મ આપ્યા પછી એ પણ એક જ વર્ષમાં પરમધામની યાત્રાએ ચાલી ગઇ. પપ્પાએ જ મને મોટો કર્યો. એણે જ મારા બાળોતિયા પણ ધોયા. એ જ મને નવડાવતા, એ જ મને મારા મોં મા કોળીયા આપતા. મારી માં ના મૃત્યુ પછી એ પણ થોડા ઢીલા પોંચા થઇ ગયા હતા. પણ જાણે મને મોટો કરવા માટે જ હોય એમ હુ ઓગણીસ વર્ષનો થયો એટલે મારા બર્થ-ડે ના દિવસે જ મને મારા પપ્પાએ મને છોડીને મમ્મી પાસે જવાનુ નક્કિ કરી લીધુ હતુ. બર્થ-ડે પાર્ટીના દિવસે જ મારા પપ્પાને હાર્ટ અટેક આવ્યો. મારા પપ્પાની છેલ્લે જે ગીફ્‌ટ મારા માટે હતી. એ હતી એમની મૃત્યુ. એવુ મને સમયે સમજાવ્યુ. સમય પાસે બધા દર્દોની દવા છે, જો તમે વાગેલા ઘા ને પંપાળ્યા ના કરો તો !

જો એણે મારા માટે આટલુ કર્યુ હોય અને એમની છેલ્લી ઇચ્છા હુ પુરી ના કરી શકુ..? બસ એમની આ છેલ્લે ઇચ્છા સાચવવા માટે મારે મારી સામે અને દુનિયાના અમુક માણસો સામે જજુમવાનુ હતુ.

ગુજરાતની પ્રખ્યાત એન્જીનીયરીંગ કોલેજ. નિરમા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી. કંપ્યુટર એન્જીનીયરીંગનુ બીજુ વર્ષ પુરુ થવામાં જ હતુ. હુ રડીને મારી જીંદગી ને શોકમાં ગરકાવ કરી દેવા ન્હોતો માંગતો. મેં નક્કિ કરી લીધુ હતુ કે મુવ ઓન જ કરવુ. કારણ કે હવે મારી આગળ પાછળ કોઇ નહોતુ. કમાવવાનુ પણ મારે અને ઉડાવવાનુ પણ મારે જ છે. હુ જે ધારૂ તે કરી શકુ એમ હતો. એ મૃત્યુનુ વરદાન હતુ.

એટલે જ મેં કોલ સેન્ટરમાં પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી. મારો પહેલો દિવસ થોડો અજાણ્યો હતો. પણ આસ્થાએ મને મારામાંથી ઉઠી ગયેલી આસ્થા પાછી અપાવી.

’’ કોઇ પણ કસ્ટમર જોડે વાત કરતી વખતે જરાં પણ ડરવાનુ નહિ. જરા પણ ખોટુ બોલવાનુ નહિ. જે માહિતી કમ્પ્યુટર પર ડીસ્પ્લે થાયે એ જ કહેવાની. એ તમને તોછડા શબ્દો કહેશે. પણ ગ્રાહક ઇશ્વર હોય છે. આપણી પાસે જે છે, એ જ આપણે આપીએ છીએ એ આપણી ઇમાનદારી છે.’’, આસ્થાએ મને ટ્રેઇનીંગ આપવાની ચાલુ કરી.

‘‘તમે ક્યારથી અહિં છો..?’’, મે આસ્થાને પુછ્યુ. એના સીલ્કી સ્ટ્રેટ વાળ જે એના ગળાની સાથે આલિંગન કરી રહ્યા હતા એ જોઇને કોઇ પણ માણસ આભો બની જાય તો નવાઇ નહિ. એનુ ડ્રેસ સીલેક્શન પણ પરફેક્ટ હતુ. એણે પંજાબી બ્લેક રેડ કુર્તા પજામાં જ પહેરેલા હતા. એનુ ટોપ થોડુ વધારે ચુસ્ત હતુ જેથી કદાચ એની છાતી ભીંસાઇ રહી હતી. એના મોટી બ્લેક ફ્રેમ વાળા ચશ્મા એનો ચહેરા પર નજર ન લાગે ની બીંદી સમાન હતા. આ મારી અને આસ્થાની પહેલી મુલાકાત હતી. હુ એનો ટ્રેઇની હતો.

‘‘બસ, હવે તમે તમે શું કરી રહ્યો છે..! મારી ઉમર તારા જેવડી જ છે. હુ પણ કોલેજ કરૂ છુ..!, હુ અહિં છ મહિનાથી જોબ કરૂ છુ.’’, આસ્થાએ હસતા હસતા કહ્યુ.

‘‘ઓકે..!! મીસ..?’’, મેં નામ જાણવા કહ્યુ.

‘‘આસ્થા..! તો કઇ કોલેજમાં છે તુ ?’’, આસ્થાએ મારા કેબીનમાં ચેઇર પર બેસતા પુછ્યુ.

‘‘નીરમા..! તુ ?’’, મેં પુછ્યુ.

‘‘એચ. કે આર્ટસ કોલેજ..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘કોલ સેન્ટર કેમ જોઇન કર્યુ ?’’, મેં આસ્થાને પુછ્યુ.

‘‘પછી કહુ તો..? અત્યારે ટ્રેઇનીંગ આપુ. બોસ આવશે તો બોલશે !’’, આસ્થાએ એના કપાળમાં ચિંતાની રેખાઓ લાવીને કહ્યુ.

‘‘તો અહિં બોસ બોલે પણ છે ?’’, મે ધીમેથી પુછ્યુ.

‘‘હા, જો તમે ટાર્ગેટ નહિ પુરો કરો તો !’’, આસ્થાએ કહ્યુ.

હુ જે કોલ સેન્ટરમાં હતો, એ કોલ સેન્ટર ની ત્રણ શીફ્‌ટ હતી. હુ અને આસ્થા બન્ને પાર્ટ ટાઇમ જોબ કરતા અને અમારી શીફ્‌ટનો ટાઇમ બપોરે ત્રણથી રાતના નવ વાગ્યાનો હતો. અમારી શીફ્‌ટ પણ ફીક્સ હતી. અમેં ઇનબાઉન્ડ માં હતા. અમે ઇલેક્ટ્રોનીક્સ ડીવાઇસની એક પ્રખ્યાત કંપનીના સપોર્ટ સેન્ટરમાં હતા. જે ડીવાઇસ માં પ્રોબ્લેમ્સ આવે એ જો ઘરેથી જ ઠીક થઇ શકે એમ હોય તો એ અમારે ફોન પર કહેવાનુ રહેતુ. એ બધી ડીટેઇલ્સ અમને કમ્પ્યુટરના મોનીટર પર જોવા મળતી.

‘‘ઓકે.. ઓકે.. કસ્ટમર ને જે પ્રોબ્લેમ હોય એની ડીટેઇલ્સ કંપ્યુટરમાં ના હોય તો..?’’, મે આસ્થાને પુછ્યુ.

‘‘દરેક પ્રોબ્લેમ્સની કેટેગરી છે. જો કોઇ પ્રોબ્લેમ ની ખબર ના પડે તો કસ્ટમરને હોલ્ડ પર રાખીને, તુ સીનીયરને કોલ કરીને પુછી શકે. એ તને શું કરવુ એ જણાવશે.’’, એણે સંતોષકારક જવાબ આપ્યો.

‘‘ઓકે..!’’,

‘‘કોઇ જ ટેન્શન લેવાનુ નહિ ! બસ બીન્દાસ્ત રહેવાનુ..!’’, એણે મસ્તીથી કહ્યુ. આસ્થાના ચહેરા પર કદી ન ખોવાતુ સ્મિત મેં જોયુ.

એ મસ્ત હતી અને મસ્ત રહેતી. હુ આસ્થા તરફ આકર્ષાયો હતો. પણ આવુ મારૂ એકનુ જ નહોતુ. આખુ કોલ સેન્ટર આસ્થા પાછળ લટ્ટુ હતુ. કારણ કે આસ્થા હોશિયાર ની સાથે સુંદર અને સ્ટાઇલીસ્ટ પણ હતી. પણ એન્જીનીયરીંગ ના સ્ટુડન્ટ માટે કશુંજ અશક્ય નથી હોતુ.!

‘‘ઓકે આસ્થા’’ મેં પણ સ્માઇલ આપતા કહ્યુ.

‘‘ઓકે..! કોઇ હેલ્પ જોઇએ તો બોલાવજે.’’, આસ્થાએ ઉભા થતા કહ્યુ.

‘‘કેવી રીતે બોલાવુ ? ટેલીગ્રામ કરીને કે ટપાલ મોકલીને ?’’, મે હસતા હસતા કહ્યુ.

‘‘સો ફની..! લખ મારો નંબર..!’’, એણે હસતા હસતા એનો નંબર લખાવ્યો.

મેં કેબીનની બહાર જોયુ તો બોસ અદબ વાળીને આસ્થાની પાછળ ઉભા હતા. આસ્થા પાછળ ફરી. બોસની આંખો ફાટી ગયેલી હતી. એમની ચમકતી ટાલ પણ જાણે ગુસ્સો કરતી હોય. ફોર્મલ કપડા અને ટાઇટ ઇનશર્ટ કરેલ બ્રિજેશ વૈશ્નવ જાણે મારા ઉપર વરસવાનો હોય એવુ લાગ્યુ.

‘‘ઓકે, બાય..! ઇફ એની પ્રોબ્લેમ ધેન કોલ મી..!’’, આસ્થાએ કહ્યુ અને એ કેબીનની બહાર નીકળી ગઇ. મારી સામે મારો ટકલુ બોસ આંખો ફાડીને ઉભો હતો.

‘‘સર..! આસ્થા મને જસ્ટ ટ્રેઇનીંગ આપી રહી હતી.’’, મે ઉભા થઇને મારી સામે ઉભેલા બોસને કહ્યુ.

‘‘મેં કંઇ પુછ્યુ જ નથી.’’, એણે કુલ બનીને ગુસ્સાના સ્વરમાં કહ્યુ. એણે મને બેસવા કહ્યુ. એ મારી બાજુમાં જ બેઠો.

‘‘લેટ, મી ક્લિઅર..! ટેકોકેર(અમારા કોલસેન્ટરના રીજીઅનનુ નામ) માં આ બધુ નહિ ચાલે. અહિં હોવ ત્યાં સુધી શાંતિથી તમારા કામથી કામ રાખો. એન્ડ જે કરવુ હોય તે કોલ સેન્ટરના ટાઇમ સિવાય કોલ સેન્ટરની બહાર કરો. ગોટ ઇટ..?’’, બોસે એના ઠંડા અને ઘોઘરા સ્વરમાં કહ્યુ. કદાચ યુવાનોને સમજી શકે એને જ યુવાન કહેવાય, બાકી બધા તો વિચારોથી બુઢ્ઢાજ કહેવાય..!

‘‘ઓકે, સર..!’’, મેં બધી વાતો શાંતિથી કોઇ આર્ગ્યુમેન્ટ વિના સાંભળીને કહ્યુ.

‘‘ગુડ..! ગેટ બેક ટુ વર્ક..!’’, એણે કહ્યુ અને એ ઉભો થઇને કોલ સેન્ટરમાં નજર મારવા માટે ચાલતો થયો. દસેક મિનિટ તો હુ એ ખડુસ બોસ વિશે જ વિચારતો રહ્યો. જો વર્કને એન્જોયના કરી ન શકાય તો એ કામ શાં કામનુ ? પણ પછી મને યાદ આવ્યુ કે પોતાનો ખર્ચો કાઢવા માટે આ કામ જરૂરી છે. નો ડાઉટ મારા બેંક અકાઉન્ટમાં અમારૂ રાજકોટનુ મકાન વેંચેલ હતુ એના પૈસા હતા. પણ એ ઉડાવવા માટે નહોતા. કોલેજની તગડી ફી એમાંથી ભરવાની હોય. એ સેવીંગ હતુ.

કોલ સેન્ટરનો પહેલો દિવસ બવ બકવાસ અને બોરીંગ હતો. આખા દિવસમાં એ દિવસે મેં લગભગ પચ્ચીસેક કસ્ટમર્સ જોડે જ વાત કરી હતી. ઇન્ટરનેટ કનેક્શન હતુ પણ એમાં વેબસાઇટ્‌સ બ્લોક કરેલી હતી. એટલે હવે હુ વિચારતો હતો કે મારે અહિં કમ્પ્યુટર એન્જીનીયરીંગ ઇમ્પ્લીમેન્ટ કરવુ પડશે. જેનો સામાન હુ બીજે દિવસે લઇ જવાનો હતો. બે-બે કલાકે ત્રણ ટી બ્રેક પડતા. એ દરમ્યાન હુ વિચારતો હતો કે કાશ આસ્થાનો ચહેરો જોવા મળે તો હુ ફરિવાર એને બોલાવીને વાત કરી શકુ. ટી બ્રેક દરમ્યાન પણ હુ મારી કેબીનમાં જ બેસી રહ્યો હતો. પોણા નવ વાગ્યા છતા મેં આસ્થાને ક્યાંય જોઇ નહિ. કદાચ એનુ શેડ્યુલ ટાઇટ હશે. મારી નજર વિન્ડોઝ સેવનના ઘડિયાળના ગેજેટ પર હતી. ક્યારે નવ વાગે અને હુ અહિંથી છુટો થાવ. આ કોલ સેન્ટર પહેલા દિવસે મને હુ કેદી હોવ એવુ લાગ્યુ.

નવ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી એટલે બીજી કેબીનો વાળા એક્ઝેક્યુટીવ્સ પોતાની કેબીન બહાર આવવા લાગ્યા. મને ખબર તો નહોતી કે કમ્પ્યુટર શટ ડાઉન કરવુ કે ચાલુ રાખવુ. મેં મારી બાજુની કેબીનમાં પુછવા જવાનુ વિચાર્યુ. હુ બાજુની કેબીનમાં ગયો. મારા ચહેરા પર અચાનક સ્માઇલ આવી ગઇ. એમાં આસ્થા બેસેલી હતી.

‘‘હેય..! તુ આ કેબીનમાં છે..?’’, મે આશ્ચર્યથી પુછ્યુ.

‘‘બહાર જઇને વાત કરીએ ?’’, એણે બોસના ડરને કારણે કહ્યુ.

‘‘પી.સી શટ ડાઉન કરવાનુ છે ?’’, મે મારો સવાલ પુછ્યો.

‘‘ના ! જસ્ટ લોગ ઓફ કરી દે.’’, એણે જવાબ આપ્યો.

‘‘ઓકે..!’’, મે કહ્યુ અને હુ મારી કેબીનમાં કમ્પ્યુટરને લોગ-ઓફ કરવા ગયો. મેં મારૂ બેગ લીધુ. બધા પોતાના બાયોમેટ્રિકથી અટેન્ડન્સ કરાવી રહ્યા હતા. મારી પાસે બાયોમેટ્રિક આઇ કાર્ડ નહોતુ. મારે મારા મેનેજર પાસે જવાનુ હતુ. હુ મેનેજરની તરફ ચાલતો થયો.

‘‘મે આઇ કમ ઇન સર ?’’, મે પરમીશન માંગી.

‘‘યસ..પ્લીઝ!’’, એણે કહીને મને ચેઇર પર બેસવા કહ્યુ.

‘‘મને ખબર છે, તમારા ચહેરા પરથી લાગે છે. તમે બવ બોર થઇ ગયા છે.’’, એણે મને કહ્યુ.

‘‘હા, સર થોડોક..!’’, મે કહ્યુ.

‘‘વોટ્‌સ યોર નેમ ?’’, એણે મને પુછ્યુ.

‘‘આશય. સર !’’,

‘‘યસ, આશય. પહેલો દિવસ બધાનો આવો જ રહેતો હોય છે. ધીરે ધીરે તને અહિં ફાવી જશે. એટલે જો તુ કાલે અહિં ના આવવાનુ વિચારતો હોય તો એ વિચાર કાઢી નાખ. અહિં બધાજ ફ્રેન્ડ્‌સ ની જેમજ રહે છે.’’ એણે મને કહ્યુ. તરત મને બોસનો ચહેરો મનમાં સામે દેખાણો. મારા કપાળ પર પ્રશ્નાર્થનુ ચિન્હ હતુ.

‘‘બોસ થોડાક અલગ વિચારો ધરાવે છે. પણ એ ખાસ કોઇને હેરાન નથી કરતા. બસ એને કામ કરતી વખતે કોઇ છોકરીઓ સાથે કામ સિવાયની વાત કરે એ પસંદ નથી. બસ એ થોડુક ધ્યાન રાખવુ. વેલકમ ટુ ટેકોકેર !’’, એણે મારી સામે હાથ લંબાવ્યો.

‘‘થેંક્યુ સર..!, આઇ કાર્ડ ?’’, મેં પુછ્યુ.

‘‘કાલે હુ તને એક લીંક આપીશ. એના પર ફોર્મ ભરીને ફોટો પણ અપલોટ કરી દેજે.’’

‘‘ઓકે, સર થેંક્યુ..!’’, હુ જેટલુ બને એટલો જલદી બહાર નીકળવા માંગતો હતો કારણ કે મારે આસ્થા સાથે વાત કરવી હતી. હુ જડપથી ઓફીસની બહાર નીકળ્યો. હુ અમારા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બાઇક લેવા માટે ગયો. બેઝમેન્ટમાંથી બહાર આવ્યો. વિજયચાર રસ્તા તરફ જતા રોડ પર રાતનો ટ્રાફીક હતો. મેં ચારેતરફ નજર કરી પણ આટલા મોટા રોડ અને એના પરના ટ્રાફીકમાં આસ્થા ક્યાં દેખાવાની ? એક ક્ષણ વિચાર આવ્યો કે એને કોલ કરૂ. પણ બીજી ક્ષણે બીજો વિચાર આવ્યો. ‘કદાચ હુ થોડોક ઉતાવળો તો નથી થઇ રહ્યો ને ?’ ‘કદાચ મોડો પડ્યો તો ?’ ત્રીજી ક્ષણે ત્રીજો વિચાર આવ્યો. મેં બાઇક સાઇડમાં લીધી. મેં આસ્થાને કોલ લગાડ્યો.

ટ્રીન ટ્રીન ની રીંગ ની જગ્યાએ ‘ગુલાલ’ મુવીના આરંભ હે પ્રચંડ મુવી ની રીંગ ટોન વાગી. હુ એ ક્ષણે ફરી આશ્ચર્યમાં પડ્યો. આ ક્યાં પ્રકારની છોકરી છે. એ કોલ રીસીવ કરતી નહોતી. ગીતનો એનો એજ ટુકડો ફરી શરૂ થયો.

‘‘હેલો..?’’, સામેથી અવાજ આવ્યો.

‘‘આસ્થા..! આશય બોલુ છુ’’, મેં કહ્યુ.

‘‘ઓહ્‌હ.. આશય.. હા બોલ..!’’, એણે કહ્યુ.

‘‘ક્યા છે ?’’, જાણે હુ એને વર્ષોથી ઓળખતો હોવ એમ કહ્યુ.

‘‘લીફ્‌ટ મા’’, એણે કહ્યુ.

‘‘ઓકે. હુ બહાર જ ઉભો છુ.’’, મે કહ્યુ.

‘‘ઓકે..!’’, એણે ‘તો શુ’ એવા સુર માં કહ્યુ.

‘‘આપણે મળીએ ?’’, મે કહ્યુ.

‘‘ઓકે..!’’, એણે કહ્યુ. હુ બાઇકને સાઇડ માં મુકીને કોમ્પ્લેક્સની લોબીમાં લીફ્‌ટ નીચે આવે એની રાહમાં ઉભો રહ્યો.

‘‘હા..! બોલ’’, મારી નજર રોડ પર હતી ત્યારે પાછળથી અવાજ આવ્યો. હુ પાછળ ફર્યો.

‘‘સોરી યાર, મારા લીધે તને બોસે કંઇ કહ્યુ તો નથી ને ?’’, મે જસ્ટ ફોર્માલીટી પુરી કરવા કહ્યુ.

‘‘ના, ઇટ્‌સ ઓકે. એ ટકલુએ તને શું કહ્યુ.’’, એણે હસતા હસતા કહ્યુ અને એ ચારે તરફ જોવા લાગી. એણે ચેક કર્યુ કે એ ટકલું ક્યાંય આસપાસ તો નથી ને ?

‘‘બસ.. ભાષણ બાજી એન્ડ એના રૂલ્સ.’’, મે કહ્યુ.

‘‘બીજુ કંઇ કામ તો નથી ને..?’’, એણે પુછ્યુ.

‘‘બાય, દ વે તુ ક્યાં રહે છે ?, મારી પાસે બાઇક છે. રસ્તામાં આવતુ હોય તો છોડી દવ તને.’’, મેં લીફ્‌ટ માટેની ઓફર કરી.

‘‘હુ અંકુર ચાર રસ્તા રહુ છુ.’’, એણે કહ્યુ.

‘‘ગ્રેટ.. હુ શાત્રીનગર. નારણપુરામાં જ રહુ છુ. તને અંકુર સુધી છોડી દવ ?’’, મેં કહ્યુ.

‘‘ગુડ એન્ડ થેંક્સ!’’, એણે કહ્યુ.

મેં મારો હાથ બાઇક બતાવવા લંબાવ્યો. અમે બન્ને બાઇક તરફ ચાલ્યા. મેં બાઇક સ્ટેન્ડ ઉપર ચડાવ્યુ. આસ્થા મારી બાઇક પાછળ બેસી ગઇ.

‘‘સી.. જેલસ પીપલ્સ..!’’, એણે મારા જમણી બાજુના કાનમાં કહ્યુ.

મેં કોમ્પ્લેક્સ નીચે ઉભેલા અને અમારી તરફ તાકીતાકીને જોઇ રહેલા પાંચ છોકરાને જોયા !

‘‘ઓહ્‌હ..!’’, મેં ઉદગાર વાક્યો કાઢ્યા. બાઇક ચલાવી મુકી.

‘‘સાલા મારા પર લટ્ટુ છે. પણ ક્યારેય હિમ્મત નથી કરતા. બીજી વાત એ કે હુ કંઇ થોડી દ્રૌપદી છુ. પાંચે પાંચ જ્યારે હોય ત્યારે નજરથી બળાત્કાર કરતા હોય છે.’’, પાછળ બેસેલી આસ્થાએ કહ્યુ.

‘‘કેટલાક લોકો એવા હોય જ છે..!’’, મેં સામાન્ય વાક્ય કહ્યુ. બાઇક મેમનગર તરફ વાળી.

‘‘તો એન્જીનીયરીંગ કરતા કરતા કોલસેન્ટર ?’’, એણે પુછ્યુ.

‘‘હા..! માય પેરેન્ટ્‌સ નો મોર !, એટલે પોકેટમની માટે’’, મે કહ્યુ.

‘‘ઓહ્‌હ, આઇ’મ સો સોરી..!’’, એણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ.

‘‘ઇટ્‌સ ઓકે યાર..!, તુ શા માટે જોબ કરે છે ?’’, મેં પુછ્યુ.

‘‘આમ તો મારે જોબની કોઇ જરૂર નથી. પપ્પા ગવર્નમેન્ટ સવિર્સમાં છે. ત્.ટ.ષ્‌ ના એક ડિપાર્ટમેન્ટમાં. પણ મારા શોખો પુરા કરવા અને ઇન્ડીપેન્ડેન્ટ રહેવા. મારા પૈસાને દર મહિને મોજથી ઉડાવુ છુ.’’, એના અવાજમાં પણ આઝાદી હતી. એનો આજ એટીટ્યુડ મને ગમતો હતો.

‘‘ક્યા બાત હૈ..!, એન્ડ કોલેજ ?’’, મે બાઇક ચલાવતા ચલાવતા જ કહ્યુ.

‘‘કોલેજ તો બંક મારવા માટે જ હોય છે.’’, એણે ઉંચા અવાજથી કહ્યુ.

‘‘હ્‌હ..! અમારી કોલેજમાં તો ૮૦% અટેન્ડન્સ ના હોય તો ઘરે લેટર મોકલે. પણ હવે હુ ચિંતા મુક્ત છુ. મને જોબનુ ખાસ ટેન્શન નથી. કંપ્યુટરની લગભગ બધી ટેકનોલોજી હુ અત્યારથી જ જાણુ છુ. વેબસાઇટ બનાવવાથિ માંડીને. કોઇ સોફ્‌ટવેર બનાવવા સુધી. સોફ્‌ટવેર કંપનીમાં તો દોઢેક વર્ષ પછી એમ પણ જોબ કરવાની જ છે. તો વિચાર્યુ કે ચાલને કોલ સેન્ટરમાં પણ જોબ કરીએ. નહિતર મને કોઇ સોફ્‌ટવેર કંપનીમાં જોબ મળી રહે એમ હતી.’’, મેં મારી ક્ષમતા કહી.

‘‘ઓહ્‌હ.. નિરમા એન્જીનીયર્સ..!’’, એણે જસ્ટ ચિડવવા માટે કહ્યુ.

‘‘તારી કેબીન મારી બાજુમાં જ હતી ને મને ખબર જ નહોતી. હુ બરાબરનો બોર થઇ ગયો.’’, મેં કહ્યુ.

‘‘એક્ચ્યુલી મારી કેબીન બીજે છે. હુ ત્યાં ટ્રબલશુટ કરવા જ આવી હતી.’’, એણે કહ્યુ.

‘‘ઓહ્‌હઓકે. કોલ સેન્ટરમાં તારૂ કોઇ ફ્રેન્ડ નથી..? બોયફ્રેન્ડ..!’’, મેં હિમ્મત કરીને પુછ્યુ.

‘‘હાહાહા! હજુ સુધી કોઇ ગમ્યુ જ નહિ. અને મોસ્ટ ઓફ સ્ટાફ ગયા મહિને જ બદલાયો એટલે ખાસ કોઇ સાથે જામ્યુ નહિ.’’, એણે કહ્યુ.

મને મનમાં જ અજબ શાંતી થઇ કારણ કે તેને કોઇ બોયફ્રેન્ડ નહોતો. ‘પણ એ ખોટુ તો નહિ બોલતી હોય ને’ એવી શંકા પણ થઇ.

‘‘એક ફ્રેન્ડ તરીકે તુ મારી સાથે શેર કરી શકે. કોઇ બોયફ્રેન્ડ હોય તો..!’’, મેં હસતા હસતા કહ્યુ. અમે એકબીજા સાથે ખુબ જ જડપથી ફ્રેન્ડલી બની ગયા.

‘‘નથી તો ક્યાંથી શેર કરૂ. કદાચ હવે કોઇ મળી જશે એવુ લાગે છે.’’, આ શબ્દોએ મારી ધડકનો વધારી દીધી હતી. હવે અમે પહોંચવાના જ હતા. શાત્રીનગર તો આવી ગયુ હતુ. પણ હુ આસ્થાને અંકુર સુધી મુકવા જવાનો હતો. કોલ સેન્ટરે મારો પહેલો દિવસતો સાવ બકવાસ હતો. પણ પહેલા દિવસની સાંજે બધો જ થાક ઉતારી દીધો હતો. લાગતુ હતુ કે આસ્થાનુ સ્ટોપ આવે જ નહિ અને એની સાથે વાત કર્યા જ કરૂ. પણ અંકુર આવી ગયુ. મેં બાઇક ઉભી રાખી.

‘‘ઓકે, કાલે મળીએ ?’’, મે કહ્યુ.

‘‘યા.. સ્યોર.. થેંક્સ લીફ્‌ટ આપવા બદલ.’’, એણે ઉતરીને કહ્યુ.

‘‘મારૂ સદભાગ્ય..!’’, મે હસતા હસતા કહ્યુ.

’’ ફેસબુક પર છે ? તુ’’, એણે હસતા હસતા પુછ્યુ.

‘‘હા..’’, મેં મારૂ પુરૂ નામ કહ્યુ જેથી એ ફેસબુક પર સર્ચ કરી શકે. એણે પણ મને એનુ પુરૂ નામ કહ્યુ.

‘‘ઓકે, બાય!’’, મેં હસતા હસતા કહ્યુ.

‘‘બાય સી.યુ.’’, એણે કહ્યુ. મેં બાઇક ચલાવી મુકી.

મારા શરીરમાં ઝણઝણાટી ઉપડી ગઇ હતી. મને આસ્થા ગમી ગઇ હતી. હુ થોડુક અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહ્યો હતો. પણ સવાલ એ થઇ રહ્યો હતો કે એને પણ આવુ મહેસુસ થઇ રહ્યુ હશે. મને ક્યારે કાલ પડે એની વાટ હતી. કદાચ આગ બન્ને તરફ લાગી ચુકી હતી. કારણ કે હુ ઘરે ના પહોંચ્યો એ પહેલા જ આસ્થાનો ફોર્વડેડ મેસેજ આવ્યો. છોકરીઓને આવા મેસેજ મોકલવાની કદાચ આદત હોય પણ હુ આ મેસેજ ને ખુબ સીરીયસલી લઇ રહ્યો હતો.

‘આપ આયે બહાર છા ગઇ,

ફુલ મહેંકને લગે ઉજાલે કી ચાદર છા ગઇ,

આગ તો સભી લગાતે હૈ એ દોસ્ત,

આપસે મીલે ઔર જલ જાને કી લત લગ ગઇ.’

આ મેસેજ વાંચીને હુ આખી રાત ભડકે બળતો રહ્યો. કાશ કાલ સવારનો સુર્ય આવીને મને ઠારે એ વાટમાં.

ૂૂૂઆજે પણ હુ બે વાગવાની રાહ જોઇ રહ્યો હતો. જેવા મેડમ લેક્ચર પુરો કરીને ગયા એવો હુ તરત બહાર નીકળ્યો. બીજા સર અંદર આવે એ પહેલા હુ બહાર નિકળવા માંગતો હતો. હુ નિકળી પણ ગયો. મેં મારી બાઇક ફુલ સ્પીડે ભગાવી. પણ સોલા-ભાગવત પાસે પહોંચ્યો તો મેં જોયુ કે, ટ્રાફીક પોલીસની ટોળી. બધા બાઇક વાળાઓને રોકી રહી હતી. મેં તો હેલ્મેટ પણ નહોતુ પહેર્યુ. ધાર્યા પ્રમાણે મને પણ રોક્યો.

‘‘લાઇસન્સ..!’’, ટ્રાફીક પોલીસ સાથે જે આસીસ્ટન્ટ હોય એમાંના એકે મને કહ્યુ. મે પર્સમાંથી લાઇસન્સ કાઢીને આપ્યુ.

‘‘પી. યુ. સી, હેલ્મેટ અને આર.સી બુક, નંબર પ્લેટ પણ ફેન્સી છે’’, એણે મારી ભુલો કાઢવાનુ શરૂ કર્યુ. મેં આર.સી બુકની ઝેરોક્ષ આપી.

‘‘સાહેબ, પી.યુ.સી નથી, જવા દો ને, સ્ટુડન્ટ છુ’’, મેં પેલાને કહ્યુ.

‘‘તો સ્ટુડન્ટને રૂલ્સ લાગુ ના પડે..? ચાલ પાંચસોનો મેમો ભરી દે, નહિતર ગાડી જમા કરી દે.’’, એણે ઉતાવળમાં કહ્યુ.

‘‘સાહેબ. મોડુ થાય છે. પતાવોને જે તમારૂ થતુ હોય એ લઇને..!’’, મેં સરને ઓફર કરી.

‘‘ના, પાંચસોનો મેમો ભરીદે જા સાહેબ પાસે જઇને..!’’, એ આસીસ્ટન્ટ એના સાહેબ તરફ વળીને ચાલતો થયો.

‘‘સાહેબ..! ઓ સાહેબ..!’’, મેં પેલાને પાછો બોલાવ્યો.

‘‘સાહેબ, પચાસ રૂપિયા જ છે.’’, હુ ખોટુ બોલ્યો.

‘‘ચાલ, લાવ..!’’, એણે કહ્યુ અને મેં પાકીટમઆંથી પચાસ રૂપિયા કાઢીને આપ્યા. એણે એ પચાસ રૂપિયા એના હાથમાં રહેલી રસીદબુકમાં મુકી દીધા. મને ન તો ખોટુ બોલવુ ગમ્યુ ન તો પચાસ રૂપિયા માં પતાવવુ. પણ પાંચસો રૂપિયા હુ આપી શકુ એમ ન્હોતો. મને કંઇક યાદ પણ આવ્યુ હતુ.

ત્રણને પાંચ મિનિટે હુ પહોંચ્યો. હુ સીધો જ મારી કેબીનમાં ગયો. કામ શરૂ કર્યુ. મેં બાજુની કેબીનમાં જોયુ પણ એ ત્યાં નહોતી. કાંતો એ હવે અહિં આવે અથવાતો પાંચ વાગ્યાના ટી બ્રેક સુધી વાટ જોવાની. આજે કોલ્સ નો ફ્‌લો થોડો વધારે હતો. એટલે જે જે સામગ્રી હુ કંમ્પ્યુટર માટે લાવ્યો હતો એ એમાં નાખી શક્યો નહિ. પાંચ વાગી ગયા. ટી-બ્રેક પડ્યો. મેં આસ્થાને કોલ લગાડ્યો. એણે રીસીવ કર્યો. દસ મિનિટનો બ્રેક હુ બેસી રહીને બગાડવા ન્હોતો માંગતો. કોલ સેન્ટર તરફથી આવેલી કોફીને લઇને અમે રેસ્ટરૂમ માં ગયા. ત્યાં બેઠા.

‘‘ક્યા છે તુ ? દેખાતી જ નથી ?’’, મેં પુછ્યુ.

‘‘તો હુ થોડી આખો દિવસ ઘુમતી રહેવાની.! મારી કેબીન બી-બ્લોકમાં છે.’’, એણે કહ્યુ.

‘‘ઓકે, લે આ પેનડ્રાઇવ. આમાં લેન મેસેન્જર નામનુ એક સોફ્‌ટવેર છે. જેના વડે આપણે ચેટીંગ કરી શકીશુ.’’, મે આસ્થાને પેનડ્રાઇવ આપીને કહ્યુ.

’’ કંઇ પ્રોબ્લેમ તો નહિ થાય ને ?’’, એણે ફોફીની ચુસ્કી મારતા કહ્યુ.

‘‘ના, કંઇ જ નહિ થાય..!, એન્ડ ઇન્સ્ટોલ થઇ જાય એટલે પેઇનડ્રાઇવ મને આપી જજે. મારે ઇન્સ્ટોલ કરવાનુ બાકી છે. સાથે તારૂ ષિ સ્દદરઇસસ પણ યાદ રાખતી આવજે. ’’, મે કહ્યુ.

‘‘ઓકે, એ બધુ જવાદે. કાલે રાતે ઉંઘ આવી હતી ?’’, આસ્થાએ એક અઘરો સવાલ પુછ્યો. મને ખબર ના પડી કે શું જવાબ આપુ.

‘‘કેમ ?’’, મેં પુછ્યુ.

‘‘બસ એમ જ..!’’, મે એક ચાન્સ ગુમાવ્યો હતો. મને એમ થયુ કે ફ્રેન્ડશીપ થોડી સ્ટ્રોંગ બનાવીએ. ટી-બ્રેક પત્યો એટલે એ એની કેબીનમાં ગઇ અને હુ મારી કેબીનમાં. થોડી વાર પછી એ આવી અને પેઇનડ્રાઇવ સાથે એક કાગળ આપતી ગઇ. જેમાં ષિ સ્દદરઇસસ લખેલુ હતુ. મેં મારી પેનડ્રાઇવ પ્લગ ઇન કરી. એમાં મેં કેટલાક હેક સોફ્‌ટવેર નાખ્યા હતા, જેમ કે વેબસાઇટ અનબ્લોકર, મલ્ટી ડેસ્કટોપ જેથી બોસ આવે તો પણ એને માત્ર કોલ સેન્ટરનુ જ સોફ્‌ટવેર દેખાય, લેન મેસેન્જર આસ્થા સાથે ચેટ કરવા માટે. મેં સોફ્‌ટવેર કન્ફીગર કર્યુ.

સાત વાગ્યા પછી કોલ ફ્‌લો વધારે ન્હોતો. એટલે મેં અને આસ્થાએ ચેટ શરૂ કર્યુ. ચેટ પરથી મને લાગ્યુ કે એ પણ મારા તરફ ફીલીગ્સ ધરાવતી હતી. ધીરે ધીરે અમે એકબીજાથી નજીક આવવા લાગ્યા. અમે બન્ને એ હેન્ગઆઉટ ચાલુ કર્યુ. અમે ચારેક મહિનામાં એક સાથે ઘણી જગ્યાએ ફરવા ગયા, બવ બધી વાર લંચ અને ડીનર સાથે લીધુ, કેટલી વાર અમે આસ્થાની ખરીદી કરવા અમદાવાદના મહાકાય મોલ્સમાં સાથે ગયા. હુ આસ્થાને વધારે જાણી શક્યો અને એ મને. એની હા જ હતી પણ મેં એને પ્રપોઝ નહોતુ કર્યુ. મેં નક્કિ કર્યુ હતુ કે વેલેન્ટાઇન ડે ના દિવસે એને પ્રપોઝ કરૂ. એ દિવસે અમે ઇસ્કોન મોલમાં ટહેલવા અને ખરિદિ કરવા ગયા હતા. ત્યાં રેડીયો મિર્ચિ નો એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. એ પ્રોગ્રામ લવર્સ માટે જ હતો. એ લોકો બધાથી અલગ રીતે પ્રપોઝ કરે એ કપલને પ્રાઇઝ આપતા હતા. ગેમ રમવાના બહાને હુ અને આસ્થા પણ ત્યાં ગયા.

ત્.જી. એ અનાઉન્સ કર્યુ. મેં બાજુની ફુલદાની માં પડેલુ ફુલ ઉઠાવ્યુ. હુ મારા ગોઠણ વાળીને ઉભેલી આસ્થા સામે ગોઠણીયા ભેર બેસી ગયો. મેં બોલવાનુ શરૂ કર્યુ.

‘‘આસ્થા, પહેલા જ દિવસ થી હુ તને પસંદ કરૂ છુ. પણ હવે હુ લેન મેસેન્ચર, ફેસબુક ચેટ, કે ફોન કોલ્સ જેટલી દુર તને નથી રાખવા માંગતો. હુ તને મારા હ્‌રદય માં સમાવવા માંગુ છુ, જેથી મારે તને ફોર્વડેડ મેસેજ ના કરવા પડે. હુ તને લાઇફટાઇન શોપીંગ કરાવવા માંગુ છુ. આઇ લવ યુ!’’, આજુબાજુ વળેલા લોકો ચીસો અને બુમો પાડવા લાગ્યા. કેટલાક સે યસઅને કેટલાક સે નો ની ચીસો પાડી રહ્યા હતા. વધારે તો ‘સે યસ’ જ સંભળાઇ રહ્યુ હતુ.

‘‘કમ.. આઇ લવ યુ ટુ’’, એણે કહ્યુ અને મેં આસ્થાને પહેલી વાર મારી બાહોં માં લઇ લીધી. એક્સાઇટમેન્ટમાં અમે બન્નેએ બધાની સામેજ કીસ કરી. એની ભરાવદાર છાતી મારી છાતી સાથે ભીંસાઇ ગઇ.

મારા અને આસ્થાના રીલેશનને જોતજોતામાં દોઢ વર્ષ વિતી ગયા. હુ મારી એન્જીનીયરીંગ પુરુ કરવાનો હતો. એણે એનુ આટ્‌ર્સ પુરૂ કરી લીધુ હતુ. અમે બન્ને હવે એકબીજા વિના રહી શકે એમ નહોતા. પણ આસ્થાના ઘરવાળા જુના વિચારો ધરાવતા હતા. આસ્થા ઘરે વાત કરતા પણ ડરતી હતી. એને એના પપ્પાનો ડર હતો. અમે બને ત્યાં સુધી ઘરના લોકો ખુશીથી અમને બન્નેને એકબીજાના બનાવી દે એવુ કરવા માંગતા હતા.

એકવાર ફરી હુ કોલસેન્ટર જવા માટે મોડો પડવાનો હતો.

‘‘દ્રશ્ય, આજેય કદાચ મોડુ થઇ જશે અને મેનેજરની રાડો સાંભળવી પડશે.’’, ચાલુ લેક્ચરે મારી બાજુમાં બેસેલા દ્રશ્યને કહ્યુ.

‘‘મારે, પણ આજે ફોટોગ્રાફી પરનો સેમીનાર અટેન્ડ કરવો છે, આ લેક્ચર પતે એટલે નીકળીએ’’, દ્રશ્યએ કહ્યુ.

‘‘હવે ફોટો એક્ઝીબીશન ક્યારે ગોઠવવાનુ છે ?’’, મેં દ્રશ્યના ફોટોગ્રાફીના પેશનને લીધે કહ્યુ.

‘‘બસ, હવે વધારે વાર નહિ લાગે. કદાચ બે મહિના. આવતા મહિને હુ કશ્મિર જાવ છુ’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ઓહ્‌હ.. ગ્રેટ..! સેમીનાર ક્યાં છે ?’’, મે પુછ્યુ.

‘‘યુનીવર્સીટી!’’,

‘‘ઓકે..!, લેક્ચર પતે એટલે જઇએ..!’’, મે કહ્યુ. લેક્ચર પત્યો એટલે હુ અને દ્રશ્ય બન્ને બાઇક લઇને નીરમા કોલેજની બહાર નીકળ્યા. દ્રશ્ય પાસે બાઇક નહોતી એટલે હુ અને દ્રશ્ય મારી બાઇક પર જ જવાના હતા. સોલા-ભાગવત પહોંચ્યા એ પહેલા અમે જોયુ કે ટ્રાફીક પોલીસ ભાગવત વિધાપીઠ ની સામે જ ટોળુ લઇને ઉભી હતી. આજે પણ અમે મોડા હતા. બીજો કોઇ શોર્ટ-કર્ટ ન્હોતો. મેં બાઇક જમણી બાજુ લઇ લીધી. ભાગવત વિધાપીઠ પહોંચ્યા એટલે બંપના કારણે બાઇક ધીમી પાડવી પડી. બાઇક ધીમી પાડી એટલે એક સફેદ કપડા પહેરેલ ટ્રાફીક પોલીસ સામે આવી ગયો. એક ક્ષણ માટે જ્યારે એ પોલીસવાળો થોડો દુર હતો ત્યારે બાઇક ભગાવી મારવાનો વિચાર આવ્યો. પણ એ તરત જ નજીક આવી ગયો.

‘‘લાઇસન્સ, પી.યુ.સી’’, એણે માંગ્યુ.

‘‘હેલ્મેટ નથી પહેરેલ, નંબર પ્લેટ પણ ફેન્સી છે, મેમો ભરી દો.’’, પેલા ટ્રાફીક પોલીસ વાળાએ કહ્યુ.

‘‘કેટલા ?’’, દ્રશ્યએ પાછળથી પુછ્યુ.

‘‘ત્રણસો રૂપિયા..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, જવા દો..! ને સ્ટુડન્ટ છીએ’’, દ્રશ્યએ પાછળથી કહ્યુ. પેલા પોલીસ વાળાએ બાઇકમાંથી ચાવી કાઢીને લઇ લીધી.

‘‘ચાલો ગાડી જમા કરી દો. નહિતર સાહેબ પાસે જઇને મેમો ભરી દો’’, એણે કહ્યુ. મેં મારો હાથ પાછળના ખીસ્સામા નાખ્યો. મારા વોલેટમાંથી મજબુરીથી વીસ રૂપિયાની નોટ કાઢી એને આપી ને કહ્યુ, ‘‘લો, સાહેબ પતાવો ને..!’’

‘‘આ શું છે ?, ચાલો ચાલો ગાડી જમા કરાવી દો’’, મને ખબર હતી એને શું જોઇતુ હતુ.

મેં વીસની નોટ, ફરી વોલેટ માં મુકી અને પચાસ ની નોટ કાઢી.

‘‘લો સાહેબ, હવે વધારે નથી..!’’, મેં એમને નોટ આપતા કહ્યુ. એણે તરતજ નોટ લઇ લીધી અને પોતાના શર્ટના અંદરના ખીસ્સામાં જવા દીધી.

‘‘મદર ફકર્સ!’’, મેં ગાળ બોલતા બાઇક ચલાવી દીધી. આજે અમે થોડા વધારે મોડા પડ્યા હતા. મેં બાઇક ની સ્પીડ વધારી. પણ ફરી થોડા આગળ ગયા ત્યાં થલતેજ ચોકડી પાસે મામુ લોકો ઘેરો ઘાલીને ઉભા હતા. આ વખતે તો હુ એ લોકોને એક રૂપિયો પણ આપવાનો ન્હોતો. મેં બાઇક ની સ્પીડ થોડીક વધારી. એક પોલીસવાળાએ દંડો આડો કર્યો. મેં બાઇક ધીમી પાડી. સાઇડમાં લીધી. એ પાછળ ચાલીને આવતો હતો ત્યાં મેં બાઇકનુ લીવર આપ્યુ, મેં બાઇક ભગાવી મુકી. મારા મોં માથી બુમ નીકળી ગઇ.

‘‘વોઓઓઓ’’, દ્રશ્ય પણ બાઇક પર ઉભો થઇને બુમો પાડવા લાગ્યો. મેં રોડ પરના ટ્રાફીકના લીધે બાઇક ધીમી પાડી.

‘‘ફકીંગ ટ્રાફીક પોલીસ!’’, મેં ગુસ્સામાં જોશમાં આવીને કહ્યુ. ત્યાંજ મેં જોયુ કે પેલા પોલીસવાળાની બાઇક મારી જમણી બાજુમાં હતી. એ મને સાઇડમાં લેવા માટે કહી રહ્યો હતો. અમે બન્ને થોડા ગભરાણા. હવે બાઇક સાઇડમાં લેવી પડે એમ હતી. મેં બાઇક સાઇડમાં લીધી. પેલા પોલીસવાળાએ એની વ્હાઇટ કલરની બાઇક ઉભી રાખી. એણે અમારી પાસે આવતા વેંત જ અમારી બાઇકની ચાવી ખેંચી લીધી અને મોં પહોળુ કરીને કહ્યુ, ‘‘કેમ બાઇક ઉભી ના રાખી ?’’

એ પોલીસવાળાનો ચહેરો કાળો ડીબાંગ હતો. એની ફાંદ એના ડ્રેસની બહાર નીકળી ગઇ હતી. એના શરીરમાંથી પરસેવાની ગંધ દુરથી પણ આવી રહી હતી. એના ચહેરા પરથી પરસેવાના રગેડા વહી રહ્યા હતા. ગલોફે પાન ચડાવેલુ હતુ. બરાબર બોલી નહોતુ શકાતુ એટલે બાઇકની બાજુમાં એણે લાલ થુંકની પીચકારી મારી.

‘‘સાહેબ, સોલા-ભાગવતે હજુ પચાસ આપીને જ આવ્યા છીએ..!’’, મેં કહ્યુ.

‘‘રીસીપ્ટ આપો!’’, એના પાન ચાવતા મોં એ અવાજ કાઢ્યો.

‘‘સાહેબ રીસીપ્ટ નથી!’’, મેં કહ્યુ.

‘‘ચાલો બાઇક લઇલો..! જમા કરવાની છે..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, જવા દો ને..!, હવે ખીસ્સામાં કંઇ નથી ’’, મેં વિનંત કરી.

‘‘તો બાઇક જમા કરી દો..! પોલીસથી કેમ ભાગ્યા ?’’, એ બોલ્યો. કદાચ આ અમારી પણ ભુલ હતી.

‘‘સાહેબ કંઇ પતે એમ નથી..?’’, મેં કહ્યુ.

‘‘ગાડી જમા કરી દો..!’’, એણે વધારે જોર આપીને કહ્યુ. મેં પાકીટમાંથી પચાસની નોટ કાઢી. એની સામે ધરી.

‘‘ગાડી જમા જ થશે!’’, એણે ડોકુ હલાવીને કહ્યુ. ગાડી જમા થાય તો પંદરસોનો ડામ આવે એમ હતો. અમે પુરેપુરા વાંકમાં હતા.

પેલો પોલીસ વાળો નજીક આવ્યો અને ધીમેથી કહ્યુ, ’’ ત્રણસો આપી દો..! ’’.

મેં મારા પાકીટમાં જોયુ. પાંચસોની નોટ હતી. મેં એ પાંચસોની નોટ આપી. એ પોતાની બાઇકની ડેકીમાંથી ચલાન બુક લઇ આવ્યો. એમાં પાંચસોની નોટ કોઇ જુએ નહિ એ રીતે મુકી અને બસો રૂપિયા પાછા આપ્યા. એણે હાથમાં પેન લઇને નંબર પ્લેટ સામું જોયુ. નાટક કરતા કરતા એણે ખોટેખોટી પેન ચલાન બુકમઆં ચલાવી. જેથી કોઇને લાગે કે મેમો ફાડ્યો છે.

હવે મારા મોં માથી ગાળો બંધ નહોતી થતી. ત્રણ સેકન્ડે એક નવી ગાળ મારા મોં માંથી વહી રહી હતી. એણે એની બાઇક વાળી અને એ ચાલતો થઇ ગયો.

‘‘ભેણચોદો ને બીજો કોઇ ધંધો જ નથી’’, દ્રશ્ય પાછળથી બોલ્યો.

મેં બાઇક શરૂ કરી અને અમે વિજય ચાર રસ્તા તરફ ચાલતા થયા. આજે મને બરાબર નો ગુસ્સો આવેલ હતો. વિજય ચાર રસ્તાનો સિગ્નલ બંધ હતો એટલે અમે બાઇક ઉભી રાખી. સિગ્નલ ખુલ્યો એટલે મેં બાઇક ચલાવી. ટર્ન લેતા જ ફરી એક ટ્રાફિક પોલીસવાળાએ બાઇક સાઇડમાં કરાવી. એણે નંબર પ્લેટ સામુ જોયુ અને પોતાની બુકમાં કંઇક લખવા લાગ્યો.

‘‘સો રૂપિયા’’, ની રીસીપ્ટ એણે અમને અંબાવી.

‘‘નંબર પ્લેટ અને હેલ્મેટ..!’’, એ યુવાન ટ્રાફિક પોલીસ બોલ્યો. આ વખતે મેં મારા ગુસ્સાને દબાવતા મારા વોલેટમાંથી સો ની નોટ બહાર કાઢી અને પેલાના હાથમાં ધરી દીધી.

હવે હુ ગુસ્સાની બહાર હતો. ઓલરેડી હુ પોણો કલાક મોડો હતો. સાડી ચારસો રૂપિયામાંથી સાડી ત્રણસો રૂપિયાની હુ લાંચ આપી શક્યો હતો. મને તરત મારા પપ્પા યાદ આવ્યા. એમણે મને કંઇક કહ્યુ હતુ એ પણ યાદ આવ્યુ.

‘‘લેટ્‌સ ફક ધીઝ ગાય્ઝ.!, આઇ હેવ આઇડીયા..!’’, પાછળ બેસેલા દ્રશ્યએ કહ્યુ.

‘‘પણ કેવી રીતે..?’’, મેં અકળાઇને પુછ્યુ. એણે મને આખો પ્લાન કહ્યો.

‘‘પપ્પા! ધીઝ ઇઝ લાસ્ટ ટાઇમ..!’’, મેં મનમાં જ કહ્યુ.

‘‘સાંભળ રૂટ નક્કિ થઇ ગયો છે. અહિંથી સોલા ભાગવત, પાછા રિટર્ન અને વૈષ્ણોદેવી થઇને ચાંદખેડા અને ત્યાંથી સુભાષબ્રિજ..! આપણો મેક્સિમમ ટાર્ગેટ પાંચ રહેશે’’, દ્રશ્યએ જે પ્લાન આપ્યો હતો એના વિષે મે બીજા બધાને સમજાવ્યુ.

અંતિમ અને વ્યથિત તમે બંને મારી બાઇક પાછળ બેસશો, આપણે લોકો ત્રણ સવારીમાં હોઇશુ. જેથી પોલીસવાળા આપણને રોકે. દ્રશ્ય તને તો ખબર જ છે, તારે શું કરવાનુ છે..?

પ્લાન હતો. ટ્રાફીક પોલીસને લાંચ લેતા હોય એ વખતેનુ શુટીંગ ઉતારવાનો. દ્રશ્યનો ફોટોગ્રાફીનો શોખ ક્યારે કામ આવવાનો. એણે એક દિવસ માટે એના ફ્રેન્ડ પાસેથી ણાકદ્વન નો કેમેરો અને ૪.૩જ્ઞ લેન્સ લઇ આવ્યો હતો. મેરેજના શુટીંગ ના પ્રોફેશનલ કેમેરો અને હાઇ ઝુમીંગ માટે લેન્સ આવી ગયા હતા. કેમેરામેન એ વ્યક્તિ હતો જેની ગર્લફ્રેન્ડ એટલે ફોટોશુટીંગ નુ કામ. દ્રશ્યને જસ્ટ બધાથી પહેલા જઇને એક એવુ પ્લેસ ગોતી લેવાનુ હતુ જ્યાંથી પોલીસવાળા ને પૈસા આપતી વખતે નો સીન કેપ્ચર થઇ શકે. સાઉન્ડ માટે અમે મીની માઇક યુઝ કરવાના હતા. જે મારા ખીસ્સામાં રહેવાનુ હતુ. પાછળથી અમે વિડીયો ઓડીયો ને સીન્ક અને એડીટીંગ કરવાના હતા.

મેં માઇકને મારા ખીસ્સામાં બરાબર ગોઠવી દીધુ. કાનમાં બ્લુટુથ. જેથી દ્રશ્યને શુટ કરતી વખતે મને કંઇ જણાવવુ હોય તો એ જણાવી શકે.

‘‘ચાલ દ્રશ્ય તુ નીકળ, અમે થોડી વારમાં નીકળીએ. તુ કેમેરાનુ સેટીંગ કરતો થા..!’’, મે દ્રશ્યને જવા માટે કહ્યુ. દ્રશ્ય એનુ કેમેરાબેગ ખભે ચડાવીને નીકળ્યો. મેં ઓડીયો રેકોડગ માટેનુ માઇક ચેક કરી જોયુ. એ બરાબર હતુ. થોડી વારમાં દ્રશ્યનો કોલ આવ્યો.

‘‘આશય..! હુ પહોંચી ગયો છુ. ભાગવત વિધાપીઢના મેઇન ગેટ પાસે જે પાન-માવા ની કેબીન છે, એની પાછળ હુ હોઇશ. તમે લોકો નીકળી જાવ. ઝુમીંગનુ જરા પણ ટેન્શન ના લેતો. એકદક ક્લીઅર શોટ આવી રહ્યો છે. બસ ધ્યાન રાખજે એનો ચહેરો કેમેરાની સામે આવે એ રીતે એને ઉભો રાખજે.’’, દ્રશ્યએ મને ફોનમાં કહ્યુ.

‘‘ઓકે, અમે પહોંચીએ.!’’, મે કહ્યુ. હુ અંતિમ અને વ્યથિત ત્રણેય મારી બાઇકની પાછળ નીકળ્યા. ભાગવત વિધાપીઠ થી થોડા દુર હતા ત્યારે મેં ઓડીયો રેકોડગ ઓન કરી દીધુ અને દ્રશ્યને કોલ લગાવીને બ્લુટુથ મારા કાનમાં લગાવી દીધુ. ભાગવત વિદ્યાપીઠ પાસે પહોંચતા જ ટ્રાફીક પોલીસનુ ટોળુ દેખાણુ. એ લોકો અમને રોકવાના જ હતા એટલે મેં બાઇક ડાબી સાઇડ લીધી. મેં એક ક્ષણ માટે જમણી સાઇડ નજર કરી. મેં દ્રશ્યનુ લોકેશન જોઇ લીધુ. એક ટ્રાફીક પોલીસવાળાએ બાઇકની આડો દંડો કર્યો. પહેલીવાર પોલીસ વાળાએ મને રોક્યો હોય અને એવુ બન્યુ હોય કે હુ ખુશ થયો. મેં બાઇકને સાઇડમાં લીધી. એણે બાઇકની ચાવી ખેંચી લીધી. એ મારી ડાબી સાઇડ હતો.

‘‘પરફેક્ટ, કેરી ઓન..!’’, બ્લુટુથમાંથી દ્રશ્યનો અવાજ આવ્યો.

‘‘લાઇસન્સ!’’, લઘર-વઘર યુનીફોર્મ પહેરેલ, માંથા પર સફેદ ટોપી અને પાંત્રીસેક વર્ષની ઉંમરના લાગતા પેલા પોલીસ વાળાએ અમને કહ્યુ. અંતિમ અને વ્યથિત બન્ને બાઇક પરથી ઉતરી ગયા.

‘‘સાહેબ, લાઇસન્સ રૂમ પર રહી ગયુ છે..!’’, મેં કહ્યુ.

‘‘ક્યાં રહો છો..!’’, એણે પુછ્યુ.

‘‘સર..! છ.ઘ ત્દ્વઅદ’’, મે કહ્યુ.

‘‘હેલ્મેટ પણ નથી અને નંબર પ્લેટ ફેન્સી છે. ષ.ઊ.છ અને ત્.છ ભદ્વદ્વક છે ?’’,

‘‘સાહેબ, હેલ્મેટ, ષ.ઊ.છ અને ત્.છ ભદ્વદ્વક રૂમે જ ભુલાઇ ગયા છે.’’, મે કહ્યુ.

‘‘ચાલો ગાડી જમા કરી દો..! એક સાથે ચાર ચાર નીયમોનો ભંગ કર્યો છે, તમે..!’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, સ્ટુડન્ટ છીએ..પ્લીઝ..!’’, મે નાટક કરતા વિનંતુ કરી.

‘‘ઓકે..! તો પાંચસો રૂપિયા દંડ ભરી દો..!’’, એણે આસપાસ જોતા કહ્યુ.

‘‘આશય..! તુ બાઇક ઉપરથી ઉતરીને એની બાજુમાં ઉભો રહે..!’’, દ્રશ્ય બોલ્યો. હુ બાઇક ઉપરથી ઉતરીને એની પાસે ગયો. અમે બન્ને એકબીજાની સામે ઉભા હતા.

‘‘પરફેક્ટ, પરફેક્ટ..!’’, દ્રશ્ય બોલી રહ્યો હતો.

‘‘સાહેબ..! ખીસ્સામાં પચાસ રૂપિયા જ છે.’’, મેં વોલેટ કાઢીને વોલેટમાં જોઇને કહ્યુ.

‘‘પેલા બન્ને પાસે હશે..!’’, એણે કહ્યુ.

‘‘એ બન્ને પાસે ટીકીટ ભાડાના પૈસા નથી એટલે જ તો એ લોકો મારી બાઇક પાછળ બેઠા છે’’, મે અંતિમ અને વ્યથિત સામે જોતા કહ્યુ.

‘‘તો હુ શું કરી શકુ? દંડ ભરો નહિતર જમા કરી દો..!’’, એણે ધમકાવતા કહ્યુ એ એના મોટા સાહેબ તરફ ચાલતો થયો.

‘‘સાહેબ..! ઓ સાહેબ.!’’, મેં બુમ પાડી. એ પાછો વળ્યો.

‘‘સાહેબ! પતાવો ને..! પચાસ રૂપિયા જ છે. મેં પચાસની નોટ બતાવતા કહ્યુ. જેથી દ્રશ્ય બરાબર થઇ શકે.

‘‘હવે લાઇસન્સ સાથે લઇને નીકળજો’’, તરત એણે પચાસની નોટ હાથમાંથી લઇ લીધી અને પોતાના હાથમાં રાખેલી ડાયરીના પન્ના ખંખોળવા લાગ્યો. પચાસની નોટ છેલ્લા પેજ પર મુકીને એણે આજુબાજુ જોયુ.

‘‘ગુડ..! જોબ..! આશય..! ઇટ્‌સ પરફેક્ટ..!’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ચાલો નીકળો..!’’, પેલાએ કહ્યુ.

‘‘થેંક્યુ સર..! મે કહ્યુ..!’’, અમે ભાગવત વિદ્યાપીઠથી નિરમા ના રસ્તા પર જવા યુ ટર્ન લીધો અને થોડા આગળ જઇને બાઇક ઉભી રાખી. મેં ઓડીયો રેકોડગ સેવ કર્યુ અને દ્રશ્યનો કોલ કટ કર્યો. બે મિનિટમાં દ્રશ્ય બાઇક લઇને આવ્યો.

‘‘સુપર્બ યાર..! કાલે હાઇ ડેફીનેશન મુવી બધી ન્યુઝ ચેનલ્સ પર આવશે..!’’, દ્રશ્ય એક્સાઇટમેન્ટમાં બોલ્યો.

‘‘ચાલો હજુ ચારેક જગ્યાએ મીશન પાર પાડવાનો છે..!, હવે મામુ લોકો વૈષ્ણોદૈવી ઉભા હશે.’’, મે દ્રશ્યએ કહ્યુ.

‘‘ઓકે..!’’, કહીને દ્રશ્યએ બાઇક ભગાવી મુકી.

‘‘અહિં જો લાઇસન્સ વિના બાઇક ચલાવવાનો ફાઇન.! ૫૦૦ રૂપિયા છે. એ સિવાય તમે ત્રણસવારી માં છો. હેલ્મેટ, ષ.ઊ.છ., ત્.છ. બુક કશુ જ તમારી પાસે નથી. બાઇક ચોરીની તો નથી ને ?’’, અમારી બાઇક વૈષ્ણોદેવી પાસે ઉભેલા ટ્રાફિક પોલીસે ઉભી રાખાવી હતી. આ પોલીસ નો ચહેરો પણ તડકાને કારણે પરસેવાથી નીતરી રહ્યો હતો. પણ એના ઉપરનો મેઇન સાહેબ પાનના ગલ્લે ઉભો ઉભો થમ્સ અપ ઢીંચતો હતો.

‘‘તમારા સાહેબ ક્યાં છે ?’’, મે પેલા ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલને પુછ્યુ.

‘‘એ તમારે શું કામ છે..?’’, એણે રોપ બતાવતા કહ્યુ.

‘‘તમે ઓથોરાઇઝ્‌ડ નથી અમને ફાઇન કરવા માટે..!’’, મે પણ કહ્યુ.

‘‘ચાલો, ગાડી જમા કરી દો..!’’, એણે ચાવી બાઇક માંથી ખેંચી એના સાહેબ તરફ ચાલતી પકડી. એનો સાહેબ પણ રોડ તરફ જ આવી રહ્યો હતો.

‘‘દ્રશ્ય..! એનો સાહેબ કોક પીતો પીતો આવે છે, બરાબર શુટ કરજે..!’’, મેં દ્રશ્યને કોલ પર કહ્યુ.

‘‘જસ્ટ એનો ચહેરો મારી તરફ રહે એ રીતે રાખજે..!’’, દ્રશ્યએ કહ્યુ.

દ્રશ્ય આ વખતે રોડની બીજી તરફ એક રીક્ષામાંથી શુટ કરી રહ્યો હતો.

‘‘સાહેબ, લાઇસન્સ કે હેલ્મેટ કંઇ જ નથી !’’, પેલા એ એના સાહેબ ને કહ્યુ.

‘‘ચાલો ૧૫૦૦ રૂપિયા ફાઇન ભરી દો.’’, પેલા ખાખી કપડા પહેરેલ ટ્રાફીક પોલીસ વાળાએ કહ્યુ. આ પહેલો પોલીસ વાળો હતો જે ગોરો હતો. એનો યુનિફોર્મ વ્યવસ્થિત હતો. એના બુટ બરાબર પોલીશ કરેલા હતા. એના હાથમાં નાની છડી હતી. હાથમાં વોકી ટોકી હતુ. એ ઉંચો હોદ્દો ધરાવતો હોય એવુ મને લાગ્યુ.

‘‘સર, સ્ટુડન્ટ છીએ..! પંદર સો રૂપિયા તો ક્યાંથી હોય..?’’, મેં કરગરવાનુ નાટક કરતા કહ્યુ.

‘‘તો હવા શેની મારો છો ? માદર ચોદો !’’, એનો ગોરો ચહેરો લાલ થઇ ગયો. એનુ વ્યવસ્થિત શરીર ગુસ્સાના કારણે હવામાં ફંગોળાવા લાગ્યુ. એનો મોં માંથી ગાળો નો પ્રવાહ ચાલુ થયો.

‘‘સાહેબ, પતાવો ને..!’’, મેં કહ્યુ.

‘‘પતાવવુ નથી, મારી સાથે ચાલ..!’’, એ અમે ઉભા હતા ત્યાં રોડ પાસે એક ખાલી ઓટો રિક્ષા પડી હતી એ તરફ ચાલતો થયો. એ અંદર જઇને બેસી ગયો. એનુ ભારે શરીર ઓટો રીક્ષાની સીટ ઉપર અન્યાય કરી રહ્યુ હતુ. હુ બહાર જ ઉભો રહ્યો.

‘‘આશલા..! કંઇ દેખાતુ નથી..!, થોડોક સાઇડમાં રહે..!’’, દ્રશ્યએ કહ્યુ. હુ ઓટોરિક્ષાની ડ્રાઇવર સીટ તરફ ખસ્યો.

‘‘ઓકે, થોડોક હજુ ખસ તો મજા આવી જાય..!’’, દ્રશ્યનો અવાજ આવ્યો. હવે વધારે ખસાય એમ નહોતુ. છતા હુ ખસ્યો.

‘‘જો ફાઇન નહિ ભરો તો. બાઇક જમા થશે. કાલે કોર્ટમાં જવુ પડશે.’’, પેલા ભોંદુ ફાંદાળા પોલીસે ફોર્માલીટી પુરી કરતો હોય એમ ડરાવવાનુ ચાલુ કર્યુ. હુ મનમાં જ બોલી રહ્યો હતો કે, ‘સાહેબ..! તમે લોકો સાવ ચોદુ બનાવો છો. એક ડાયલોગ સિવાય બીજુ કંઇ બોલતા આવડે છે કે નહિ..?’

‘‘સાહેબ. ખીસ્સામાં ૩૦ રૂપિયા જ છે. હમણા જ પેટ્રોલ પુરાવ્યુ એટલે ખીસ્સુ ખાલી થઇ ગયુ.’’, મેં કહ્યુ. મેં પાછળના ખીસ્સામાંથી વોલેટ કાઢ્યુ અને પેલા પોલીસ વાળાને બતાવ્યુ.

‘‘આટલા નહિ ચાલે..!, તારા ભાઇબંધ પાસે હશે.’’, એણે કહ્યુ.

‘‘સાહેબ, એ લોકો પાસે પણ કંઇ નથી..! અમને આગળ પણ પકડ્યા હતા. ત્યાં પચાસ રૂપિયા આપી દીધા.’’, મેં કહ્યુ. એણે પોતાના પગ રિક્ષામાં લાંબા કર્યા. એ પોલીસ મામુ રિક્ષામાં એટલે બેઠા હતા કે પૈસા લેતી વખતે કોઇ એને જોઇ ન જાય. એણે એનો હાથ મારા તરફ લાંબો કર્યો. મેં ત્રીસ રૂપિયા વાળો જમણો હાથ એના હાથ તરફ લંબાવ્યો. એણે ગણાવ્યા વિના જ ત્રણ નોટ રિક્ષાની સીટ નીચે મુકવા સીટ ઉંચી કરી. મેં જોયુ કે એ સીટ નીચે ખાસ્સી એવુ પચાસ અને સો-સો ની નોટો નુ કલેક્શન હતુ. એક પચાસની નોટ રિક્ષામાં નીચે પડી ગઇ. મારી ઇચ્છા હતી કે કાશ આ સીન કેમેરામાં કેદ થાય.

‘‘સાહેબ.. એક નોટ નીચે પડી ગઇ.’’, મેં આંગળી ચીંધતા કહ્યુ. એણે ફરી સીટ ઉંચી કરી. હુ થોડોક દુર ખસી ગયો જેથી દ્‌ર્શ્ય બરાબર કેપ્ચર કરી શકે. મેં મારી પીઠ પાછળ હાથ લઇ જઇને થમ્સ અપ ઉંચો કર્યો.

‘‘થેંક્યુ સર..!’’, મે કહ્યુ અને હાથ મેળવવા હાથ લંબાવ્યો.

‘‘ચુતિયા..! ચાલતી પકડ..!’’, એણે ગુસ્સામાં કહ્યુ. હુ હસતો હસતો મારી બાઇક પાસે ચાલતો થયો.

‘‘કેવુ રહ્યુ દ્રશ્ય..?’’, મેં દ્રશ્યને કોલ પર જ પુછ્યુ.

‘‘આ હેન્ડસમ પોલીસવાળાની તો પુરેપુરી વાટ લાગવાની છે. ત્રીસ રૂપિયા માટે એણે એની નોકરી દાવ પર લગાવી દીધી છે.’’, દ્રશ્યએ જવાબ આપ્યો.

‘‘ઓકે, ચાલો..! હવે ચાંદખેડા તરફ જઇએ..!’’, મેં કહ્યુ. હુ બાઇક પાસે ઉભેલા અંતિમ અને વ્યથિત પાસે પહોંચ્યો. અમે ચાંદખેડા તરફ ચાલતા થયા. મારો મોબાઇલ વાઇબ્રેટ થયો. મેં બાઇક ઉભી રાખી. આસ્થાનો કોલ હતો.

‘‘યા, ડીઅર..!’’, મેં કોલ રીસીવ કરતા કહ્યુ.

‘‘તુ કઇ દુનિયા માં છે ? મેસેજ નહિ, કોલ નહિ..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘અમે લોકો એક મિશન પર છીએ. એકલા એકલા તો મને પણ નથી ગમતુ, ક્યારે આવવાની છે ?’’, મેં આસ્થાને પુછ્યુ. આસ્થા એના મામા ને ત્યાં બરોડા ગઇ હતી. કોલ સેન્ટરમાં પણ મને કંટાળો આવતો હતો. આસ્થાની સાથે વાત ન થાય એટલે મને પણ ચેન ન પડતુ.

‘‘બસ! પરમ દિવસ..! પણ શેનુ મિશન..?’’, એણે પુછ્યુ.

‘‘એ તુ આવ એટલે ડીટેઇલમાં કહીશ..!, એન્ડ મીસ યૂ માય લવ..!’’, મેં મારી લાગણીઓ વ્યક્ત કરતા કહ્યુ.

‘‘મીસયુ યૂ લોટ..!’’, એણે પણ હુંફાળા સ્વરમાં કહ્યુ

‘‘ચાલ, હુ બાઇક પર છુ..! પછી વાત કરૂ. બાય’’, મેં કહ્યુ.

‘‘ઓકે બાય. લવ યૂ.’’,

‘‘લવ યૂ ટુ’’, મે કોલ કટ કરીને બાઇક શરૂ કરી.

‘‘આશય..! અમે તો કંઇ પ્રોબ્લેમ માં નહિ પડીએ ને..?’’, અંતિમે પાછળથી ડરના અવાજ સાથે કહ્યુ.

‘‘અરે, યાર તમે લોકો શું ટેન્શન લ્યો છો. એક પણ ફુટેજમાં તમારો ચહેરો નહિ આવે બસ..! અને પૈસા તો તમને મળવાના જ છે, ટેન્શન શા માટે લ્યો છો ?’’, મેં બન્નેને શાંત કરવા કહ્યુ.

‘‘આ વખતે તમારા માંથી કોઇ એકને જ મારી પાછળ બેસવાનુ છે. વ્યથિત તુ મારી સાથે રહેજે. અને અંતિમ તારે દ્રશ્ય સાથે રહેવાનુ છે.’’, મે આગળનો પ્લાન સમજાવ્યો. આ વખતે અમે હેલ્મેટ, પી.યુ.સી, આર.સી બુક બધુ જ સાથે લઇને જવાના હતા. બસ લાઇસન્સ જ નહોતા બતાવવાના.

ચાંદખેડા બસ સ્ટેન્ડ આવ્યુ. દ્રશ્ય ત્યાંજ ઉભો હતો. મે મારી બાઇક દ્રશ્યની બાઇક પાસે લીધી અને અંતિમ ને દ્રશ્યની બાઇક પર જવા કહ્યુ.

‘‘અહિં કોઇ ટ્રાફીક પોલીસ કેમ નથી ?’’, મેં દ્રશ્યને પુછ્યુ.

‘‘રોડનુ કામ ચાલુ છે, એટલે કદાચ આગળ ઉભા હશે. આગળ જઇએ’’, દ્રશ્યએ કહ્યુ અને બાઇક ચલાવી મુકી. હુ અને વ્યથિત થોડી વાર ઉભા રહ્યા. દ્રશ્યને હજુ પહોંચતા અને સેટ કરતા વાર લાગશે એવુ મને લાગ્યુ એટલે હુ અને વ્યથિત શેરડીનો રસ પીવા માટે ઉતર્યા. ઠંડા શેરડીના રસે તાજગી જગાવી દીધી. પણ ફરી પેટમાં એક જ્વાળા ઉભી થઇ. જે મજુર શેરડીનો રસ કાઢી રહ્યો હતો. એ ભર બપોરના તડકામાં મહેનત કરીને રૂપિયા કમાતો હતો જ્યારે હલકટ કાનુનના રક્ષકો કાયદાના રક્ષણના નામે પોતાના ખીસ્સા લીલા કરતા કરતા હતા. મારા મગજ મા એક ક્ષણ માટે ગુસ્સાનુ પુર આવ્યુ. દ્રશ્યનો કોલ આવ્યો કે એ પહોંચી ગયો છે. ‘વિસત ચાર રસ્તા પાસે ત્રણ ટ્રાફીક પોલીસ ઉભા છે.’ એવુ મને દ્રશ્યએ કહ્યુ. મેં રસના પૈસા ચુકવ્યા. વોલેટમાં માત્ર વીસ રૂપિયા રાખ્યા અને બીજા પેન્ટના ખીસ્સામાં મુક્યા. દ્રશ્યએ આપેલુ હેલ્મેટ મેં માથા પર ચડાવ્યુ. ફેન્સી નંબર પ્લેટની ઉપર. સાદા નંબરનુ સ્ટીકર લગાવી દીધુ.

વિસત પહોંચતા જ અમારે તો પકડાવુ જ હતુ. દ્રશ્ય જમણી તરફ રોડની પેલેપાર એક વૃક્ષની પાછળથી શુટ કરી રહ્યો હતો. પણ અહિં થોડુક રિસ્કતો લેવુ પડે એમ જ હતુ. અમે બાઇક ધીમી પાડી. હેલ્મેટ પહેરેલુ હતુ એટલે પેલા પોલીસવાળાએ રોકવાની હિમ્મત ન કરી. પણ કોઇ પણ રીતે અમારે તો પકડાવુ જ હતુ. મેં જાણીજોઇને રોડની વચ્ચે બાઇક બંધ પાડી. ગીયરમાં નાખ્યા વિના હુ લીવર આપવા લાગ્યો જેથી અવાજ થાય અને પેલા પોલીસવાળાનુ ધ્યાન અમારા તરફ ખેંચાય. ઘણો અવાજ કર્યો છતા એ અમારા તરફ ના આવ્યો. આખરે અમારી પાછળ એક ફોરવ્હીલ વાળો આવ્યો અને એણે જોરજોરથી હોર્ન મારવાનુ ચાલુ કર્યુ. એક કોન્સ્ટેબલ દોડતો દોડતો અમારા તરફ આવ્યો. એણે બાઇકને સાઇડમાં લેવા કહ્યુ.

‘‘કેમ, બાઇક નથી આવડતી..?’’, એણે પુછ્યુ.

‘‘ના, કંઇક પ્રોબ્લેમ આવી ગયો છે..!’’,

‘‘લાઇસન્સ!’’, પેલો બોલ્યો.

‘‘સર..! લાઇસન્સ ઘરે ભુલાઇ ગયુ છે..!’’, મેં કહ્યુ.

‘‘તો ફાઇન ભરી દો.!’’, પેલાઇ કહ્યુ. અત્યાર સુધીમાં અમને ખાસ્સો અનુભવ થઇ ચુક્યો હતો. પૈસાનો વહિવટ પતાવવા લગભગ પેલા હેલ્પર ટ્રાફિક પોલીસ જે કોન્ટ્રાક્ટ બેઝ પર રાખેલા હતા એ જ આવતા. જેથી સરકારી અમલદારો વાંકમાં ન આવે. બન્નેની પાર્ટનરશીપ હોઇ શકે એવી મારા મનમાં સૂઝ હતી.

‘‘સાહેબ જવા દો ને..!’’, મેં કહ્યુ.

‘‘ક્યાં રહો છો..?’’, એણે પુછ્યુ.

‘‘અહિં જ ચાંદખેડા’’, મેં પ્લાન પ્રમાણે કહ્યુ.

‘‘ત્.છ બુક અને પી.યૂ.સી આપો’’, એણે કહ્યુ. મેં એને બધા ડોક્યુમેન્ટ બતાવ્યા.

‘‘ફાઇન તો ભરવો પડશે, લાઇસન્સ નથી.’’ એણે બધા ડોક્યુમેન્ટ રીટર્ન કરતા કહ્યુ.

‘‘કેટલો..?’’, મેં પુછ્યુ.

‘‘૫૦૦ રૂપિયા.’’, એણે કહ્યુ.

‘‘તમારૂ આઇ કાર્ડ બતાવો..!’’, મેં પેલાને કહ્યુ. એનો ચહેરો વાંકો થઇ ગયો.

‘‘બાઇક અહિં મુકી દો, ચાલો સાહેબ પાસે..!’’, મેં બાઇકને સ્ટેન્ડ કરી. એ મને રોડની પેલે પાર લઇ ગયો. જ્યાં એનો સાહેબ ઉભો હતો. આ ટ્રાફીક પોલીસ એના ચહેરા પરથી જ ગંભિર લાગી રહ્યો હતો. એનો યુનીફોર્મ બધા ટ્રાફીક પોલીસથી અલગ ખાખી કલરનો હતો.

‘‘સાહેબ, લાઇસન્સ નથી અને આઇકાર્ડ માંગે છે’’, એણે અમને પેલા સાહેબ પાસે લઇ જઇને કહ્યુ. આઇકાર્ડ માંગવાથી પેલા નો ઇગો હર્ટ થયો અને હજુ હુ એ સાહેબના ઇગોનુ ખુન પણ કરવાનો હતો.

‘‘હા, સાહેબ..! તમારૂ આઇ કાર્ડ બતાવો..!’’, મે કહ્યુ. એણે એના ખીસ્સામાંથી કેટલાંક કાગળીયા બહાર કાઢ્યા. થોડીવાર ફંફોળ્યા બાદ એક ચવાઇ ગયેલ પ્લાસ્ટીકના લેમીનેશન વાળુ કાર્ડ મારી સામે ધર્યુ. એ આઇ કાર્ડમાં એમનુ નામ લખ્યુ હતુ. એમનુ ડેઝીગ્નેશન ટ્રાફીક પોલીસ ઇન્સ્પેક્ટર હતુ. અત્યાર સુધીમાં મળેલા બધા ટ્રાફીક પોલીસવાળાનુ પણ એ જ ડેઝીગ્નેશન હતુ.

‘‘ચાલો, ગાડી નંબર બોલો.’’, ડાયરી હાથમાં લઇને એણે સ્લીપ ફાડવાની તૈયારી કરી.

‘‘સાહેબ..! એટલા રૂપિયા ખિસ્સામાં નથી.’’, મે કહ્યુ.

‘‘આઇ કાર્ડ માંગવાની ત્રેવડ છે !’’, એણે ગુસ્સામાં કહ્યુ.

‘‘સાહેબ વિસ રૂપિયા જ છે’’, મેં કહ્યુ.

‘‘નહિ, ચાલે..!, તો ગાડી જમા કરો અથવા ૫૦૦ રૂપિયા દંડ ભરો.’’, એણે કહ્યુ.

‘‘સાહેબ. જવા દો ને.’’, મેં વિનંતી કરતા કહ્યુ. અમે રોડની બીજી તરફ હતા જ્યાંથી દ્રશ્ય ખુબ નજીક હતો. જો આ વખતે સકસેસ થઇએ તો અમને ખુબ જ નજીકનો અને વધારે ક્લિઆરીટી વાળો નજીકનો પરફેક્ટ વિડીયો મળે એમ હતો.

‘‘ના, ફાઇન તો ભરવો જ પડશે’’, પેલો પોલીસવાળો એક નો બે ન્હોતો થતો.

‘‘સાહેબ, હુ લાઇસન્સ ઘરેથી મંગાવી લવ છુ. મારૂ ઘર અહિંજ ચાંદખેડા છે’’, મેં ઇન્સ્ટન્ટ આવેલો આઇડિયા ઇમ્પ્લીમેન્ટ કર્યો.

‘‘ક્યા રહો છો તમે ?’’, એણે પુછ્યુ.

‘‘ચાંદખેડા!’’, મેં કહ્યુ. એ થોડો ઢીલો પડ્યો. એણે ડોકુ હલાવ્યુ. એ મારી નજીક આવ્યો.

‘‘પચાસ રૂપિયા છેલ્લા, નહિતર મંગાવી લો લાઇસન્સ..!’’, એણે મારી ખુબ નજીક આવીને ધીમેથી કહ્યુ. અમને ખુબ ફાયદો થયો કારણ કે એનુ મોં ત્યાંજ હતુ જ્યાં અમારૂ માઇક હતુ. એ જે બોલ્યો હતો એ ક્લિઅર રેકોર્ડ થયુ હતુ.

મેં વ્યથિતને પચાસ રૂપિયા આપવાનો ઇશારો કર્યો. એણે પચાસની નોટ એના વોલેટમાંથી કાઢીને મને આપી. મેં જાણીજોઇને મારો હાથ લંબાવીને પેલા ટ્રાફીક ઇન્સ્પેક્ટરને નોટ અંબાવી. એણે નોટ લઇને ડાયરીમાં પેનથી લીટા કરવાનુ નાટક કર્યુ. નકામું કાગળ ફાડીને અમને અંબાવ્યુ. જેમાં કંઇજ લખ્યુ નહોતુ. પણ લોકો ને એમ લાગે કે રીસીપ્ટ આપી છે એટલે આ નાટક હતુ. મેં કાગળ લઇને મારી જમણી સાઇડ રાખ્યુ જેથી દ્રશ્ય એનુ શુટિંગ કરી શકે. મેં કાગળને બન્ને બાજુ ફેરવ્યુ જેથી કેમેરામાં એ પણ આવી જાય કે કાગળ બન્ને બાજુ કોરૂ હતુ એ કોઇ પ્રકારની રીસીપ્ટ નહોતી. મેં રીસીપ્ટને ખીસ્સામાં મુકીને કેમેરાની સામે થમ્સ અપ કર્યો. પેલા ટ્રાફીક પોલીસની નજર પડી ગઇ.

‘‘પેક અપ!’’, દ્રશ્યનો સામેથી અવાજ આવ્યો.

મેં વ્યથિતનો હાથ પકડીને જડાપથી રોડ ક્રોસ કર્યો. પેલો ઇન્સપેક્ટર વૃક્ષની પાછળ જોઇ રહ્યો હતો. એને કદાચ શક પડ્યો હતો.

‘‘રમેશ પેલા લોકોને ઉભા રાખ!’’, એણે બુમ પાડી અને એ વૃક્ષ તરફ દોડ્યો. અમે બાઇક શરૂ કરીને યુ ટર્ન લીધો. દ્રશ્યએ પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. વૃક્ષથી થોડે દુર અંતિમ બાઇક ચાલુ કરીને ઉભો હતો. દ્રશ્ય કેમેરો લઇને બાઇક તરફ દોડ્યો. પેલો ઇન્સ્પેક્ટર એની મોટી ફાંદના લીધે વધારે દોડી ના શક્યો. મેં મારી બાઇક ફુલ સ્પીડ પર ભગાવી.

‘‘ચાલ ચાલ, જલદી ચાલ.., પેલો પાછળ આવે છે’’, દ્રશ્યનો અવાજ બ્લુટુથમાંથી આવ્યો.

‘‘પેલો પાછળ થયો છે ?’’, મે દ્રશ્યને પુછ્યુ.

‘‘હા.. એ એની બાઇક લઇને આવે છે. ક્યાંક સંતાઇ જાવ..!’’, દ્રશ્યએ મને કહ્યુ.

મે બાઇક ચાંદખેડાના ષ્છિ રોડ પર લીધી. એક કોમ્પ્લેક્સ જોયુ. એટલે એના બેઝમેન્ટમાં હુ બાઇક લઇને ઘુસી ગયો. બ્લુટુથમાંથી ‘‘ભગાવ ભગાવ’’ એવા દ્રશ્યના શબ્દો આવવાનુ ચાલુ જ હતુ.

‘‘દ્રશ્ય હુ એક કોમ્પ્લેક્સ માં છુ. તુ પણ ક્યાંક ઘુસી જા..!’’, મે દ્રશ્યને કહ્યુ.

‘‘ઓકે, એ ખાસ્સો પાછળ છે, હુ કંઇક કરૂ છુ.’’, દ્રશ્યએ કહ્યુ.

બે કલાક પછી અમે ચારેય જણા અલગ અલગ જગ્યાએથી ભેગાથયા.

‘‘આ વખતે તો વાટ લાગવાની જ હતી’’, ફટ્ટ અંતિમે કહ્યુ.

‘‘થેંક ગોડ યાર..! બચી ગયા..!’’, દ્રશ્યએ કહ્યુ.

‘‘પણ હવે એ લોકો નહિ બચે..!’’, મેં ગુસ્સામાં કહ્યુ.

‘‘હા..!’’, દ્રશ્ય બોલ્યો.

‘‘ચાલો, હવે એડિટીંગ ચાલુ કરીએ?’’, મેં વ્યથિતનો ખભા પર હાથ મુકીને કહ્યુ. અમે મારી રૂમ તરફ ચાલતા થયા.

અમે આ વિડીયો થી પૈસા પણ કમાવાના હતા. અમે કોઇને બ્લેક મેઇલ ન્હોતા કરવાના. પણ અમે જે ભણીએ છીએ એ ક્યારે કામ આવવાનુ હતુ ? મેં એક વેબસાઇટ બનાવવનુ વિચાર્યુ હતુ. જેના પર લોકો આવા કરપ્શનના વિડીયોઝ શેર કરી શકે. વિડીયો એડિટ થઇને આવે ત્યાં સુધીમાં મેં એ કામ કરવાનુ જ વિચાર્યુ. ગુગલ એડસેન્સ અને મોનેટાઇઝેશનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલે એડવર્ટાઇઝ પર ક્લિક થાય એટલે એ પ્રમાણે પૈસા મળે. જેટલી પણ ઓનલાઇન એડ માટેની વેબસાઇટ હતી એ બધી ખોળી કાઢી અને એક એવી વેબસાઇટ તૈયાર કરી જેમા વિડીયો પર ક્લિક કરે એટલે પંદર પોપ — અપ ખુલે.

જેટલી ક્લિક વધારે એટલી વધારે કમાણી. ત્રણેય વિડીયો તૈયાર થઇ ગયા.

દ્રશ્યએ ત્રણેય વિડીયોના નામ આપ્યા હતા.

પહેલા વિડીયોનુ નામ હતુ.

ભાગવત કે લુટેરે,

બીજાનુ નામ,

રીક્ષાવાલા બના પુલીસ લુટેરા

અને ત્રીજાનુ નામ

જેન્ટલમેન ભીખારી.

અમે ત્રણેય નામ સાંભળીને ખુબ જ હસ્યા. દ્રશ્યએ વિડીયોને એવી રીતે એડીટ કર્યા હતા કે જાણે કોઇ ડોક્યુમેન્ટરી બનાવી હોય. વિડીયોની ક્લિયારીટી એકદમ બોલીવુડના મુવી જેવી હતી. પહેલા તો મેં ત્રણેય વિડીયો ને ગુજરાતના મેજર ન્યુઝ પેપરને મેઇલ કરી દીધા. જેથી આવતી કાલના ન્યુઝ્‌પેપર માં આ ન્યુઝ આવે.

મેં વેબસાઇટ માટે એક ડોમેઇન ખરીદ્યુ. વેબસાઇટ હોસ્ટ કરી. ત્રણેય વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કર્યા અને ત્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ મુકી દીધી એટલે ત્યાંથી પણ પૈસા આવે. વેબસાઇટ ને ઓનલાઇન કરી દીધી.

બસ હવે જસ્ટ બધી ન્યુઝ ચેનલ વાળાને મેઇલ કરવાનો હતો. જેથી બ્રેકીંગ ન્યુઝ બને. હુ અને દ્રશ્ય બન્ને બધી જ ન્યુઝ ચેનલ વાળાને રાતે સાડા અગિયાર વાગે મેઇલ કરવા બેઠા. રાતના ત્રણ વાગતા અમે વિડીયો અને વેબસાઇટને ઘણી જગ્યાએ શેર કરી ચુક્યા હતા. ફેસબુક ના જેટલા પણ પેજ અને ગૃપમાં હુ એડમીન હતો ત્યાં આ વિડીયો શેર કરી દીધા. દ્રશ્યએ પણ એજ કર્યુ. જેટલી હીટ આ વેબસાઇટને અને વિડીયો ને મળે એટલો ફાયદો ગુજરાતને અને સાથે સાથે અમને પણ થવાનો હતો.

બસ બીજા દિવસે હુ આસ્થાને ઘણા સમય પછી મળવાનો પણ હતો અને મારા પપ્પાની છેલ્લી ઇચ્છા પણ પુરી થવાની હતી.

‘‘આશય, આશય..! ઉભો થા..!’’, દ્રશ્યનો અવાજ મને કર્કશ લાગી રહ્યો હતો. પણ હુ ઉંઘમાંથી પરાણે ઉભો થયો.

‘‘પચાસ હજાર હીટ આપણી વેબસાઇટ ને અને યુ ટ્યુબ પર એક લાખ હીટ..!’’, દ્રશ્ય કુદતા કુદતા બોલ્યો. મારી ઉંઘ ઉડી ગઇ. દ્રશ્યએ મને બધા જ ન્યુઝ પેપર આપ્યા. પહેલા જ પેજ પર મોટા મોટા ફોટા સાથે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ હતો. અમારી વેબસાઇટ ઉપર જે પણ માહિતી મુકેલી હતી એ માહિતી ન્યુઝ્‌પેપર વાળાએ છાપી દીધી હતી. સાથે મારા અને દ્રશ્યનુ નામ પણ હતુ. કારણ કે વિડીયો માં હુ તો હતો જ. પણ વેબસાઇટ પર આ કામ માટે બન્નેનો ફાળો હતો એવુ લખ્યુ હતુ.

મેં મારો મોબાઇલ શોધ્યો. હુ આ વાત આસ્થાને કહેવા માંગતો હતો. મોબાઇલ બેટરી લો ના લીધે સ્વીચ-ઓફ થઇ ચુક્યો હતો. મેં મોબાઇલ સ્વીચ ઓન કર્યો અને આસ્થાને કોલ કર્યો. એણે રીસીવ ના કર્યો. મેં બીજી વાર ટ્રાઇ કરી.

‘‘હા, આશય..!’’, સામેથી અવાજ આવ્યો.

‘‘મારે તને મળવુ છે.’’, મેં કહ્યુ.

‘‘આજે હુ તને પપ્પા સાથે મેળવીશ..!’’, આસ્થાએ કહ્યુ. પણ એના સ્વર સુકાઇ ગયેલો હોય એવુ લાગ્યુ.

‘‘ક્યારે ?’’, મેં પુછ્યુ.

‘‘અત્યારે, આવીજા..!’’, આસ્થાએ કહ્યુ.

‘‘તો, હુ નીકળુ જ છુ..!’’, મેં કહ્યુ.

‘‘ઓકે, બાય..!’’,

‘‘બાય..!’’, મેં કોલ કટ કર્યો અને હું બાઇક લઇને અંકુર જવા નીકળ્યો. પણ હજુ બાઇક રોડ પર પહોંચી ત્યાંજ ફોન આવવાના ચાલુ થયા. પોલીટીશીયનો અને નામી ગુંડાઓએ મને ધમકાવવાનુ ચાલુ કર્યુ હતુ. એ લોકો વેબસાઇટ બંધ કરવાનુ કહી રહ્યા હતા અને જો હુ બંધ ના કરૂ તો વિવિધ પ્રકારની ધમકીઓ આપી રહ્યા હતા. મારા હાથ પગ ભાંગવાની થી માંડીને મારી નાખવા સુધીની.

મારે કોઇ પરિવાર તો હતો નહિ એટલે મને ડર ન્હોતો. મેં એ લોકો ને ચોખી અને ચટ ના પાડી દીધી.

‘‘થાય તે કરી લો. વેબસાઇટ કે વિડીયો કશું જ ડીલીટ નહિ થાય..!’’

હુ અંકુર પહોંચ્યો. મેં મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો. આસ્થાના ઘરે હુ કોઇ ખલેલ ન્હોતો માંગતો. મેં એક સારૂ કામ કર્યુ હતુ એટલે આસ્થાના ઘરવાળાઓ ઉપર મારી સારી છાપ જ પડશે એવુ હુ વિચારી રહ્યો હતો. મને આજે મારા નિર્ણય ઉપર ગર્વ હતો. ભ્રષ્ટાચાર દુર કરવા ઉપર લોકો મોટી મોટી બંડાસો તો મારતા જ હોય છે, પરંતુ અમે એક પગલુ ભર્યુ હતુ.

મેં આસ્થાના ઘરના દરવાજાનો ડોરબેલ વગાડ્યો. બારણુ ખુલ્યુ. આસ્થા જ હતી. એના વાળ છુટ્ટા હતા. એણે બ્લેક કલરનુ નાઇટ પેન્ટ અને રેડ કલરનુ ટી-શર્ટ પહેર્યુ હતુ. એણે મને અંદર આવવા કહ્યુ. હુ અંદર ગયો. અંદર પગ મુકીને ઘરમાં જોતા જ મારા પગમાં જેટલી પણ તાકાત હતી એ બધી એક ક્ષણમાં નાશ પામી હોય એવુ મને લાગ્યુ.

સોફાની સામેનુ ળછડ ટી.વી ચાલુ હતુ. જેમાં ન્યુઝ ચેનલો વાળા અમારા વિડીયો વારંવાર ફ્‌લેશ કરી રહ્યા હતા. સોફા પર એક વ્યક્તિ બેસેલી હતી. જેની ક્રોધીત પહોળી થઇ ગયેલ લાલ આંખો, ગુસ્સાથી લાલ થઇ ગયેલ ચહેરો અને ભીંસી રાખેલા હોઠ જાણે એ જ ક્ષણે મારો જીવ લેવા માટે કાફી હતા. આ ચહેરો જાણીતો હતો.

મારા શરીર ધ્રુજવાનુ કારણ એ હતુ કે આસ્થાના પપ્પા બીજુ કોઇ નહિ, વૈષ્ણોદેવી પાસે જે ટ્રાફીક પોલીસનુ અમે શુટીંગ કર્યુ હતુ એ જ હતા. મને ખબર ના પડી કે હુ આસ્થાને શું કહું કે હુ શું બોલુ ? મને એટલી ખબર હતી કે મેં કંઇ ખોટુ નહોતુ કર્યુ અને હુ આસ્થાને બેશુમાર પ્રેમ કરતો હતો. આસ્થાએ મને મારો હાથ પકડીને સોફા પર બેસાડ્યો.

‘‘પ્રસિધ્ધીની બહુ ભુખ લાગે છે!’’, આસ્થાના પપ્પા કડક અને શાંત અવાજે બોલ્યા. હુ સામેની કાચની ટીપોઇ પર જોઇ રહ્યો.

‘‘આશય જવાબ આપ, પપ્પા કંઇક પુછે છે.’’, આસ્થા ઉંચા અવાજે બોલી. મેં આસ્થા સામે જોયુ. મનમાં સવાલ થયો ‘આસ્થા પણ મને સમજી નથી શકતી ?’ પણ તરત જવાબ આપ્યો ‘દરેક વ્યક્તિ પોતાના બાપને પ્રેમ કરતી હોય છે’

‘‘શું બોલુ ?’’, મેં આસ્થાની આંખોમાં આખો નાખીને કહ્યુ.

‘‘આ બધુ શા માટે ?’’, એણે પણ મારી આંખોમાં ડુબીને જવાબ માંગ્યો.

‘‘મારી બોલવાની હિમ્મત ઓછી થઇ ગઇ છે, પણ તમે લોકો સાંભળવાની હિમ્મત ધરાવો છો..?’’, મેં કહ્યુ. આસ્થાના મમ્મી પણ એ રૂમમાં આવ્યા. એમની નજરમાં પણ મારા પ્રત્યે ખુન્ન્‌સ ભરેલુ હતુ. ત્રણેય જણ મારી સામે એક્ટીસે જોઇ રહ્યા જાણે હુ એ લોકો માટે ગંભીર ગુનેગાર હોવ.

‘‘હા, હુ તૈયાર છુ’’, આસ્થાએ કહ્યુ. એ મારી બાજુમાં બેસી ગઇ.

‘‘આસ્થા હુ તારા પપ્પાને આજે બીજી વાર જોઇ રહ્યો છુ, ગઇ કાલે મેં એમને પહેલી વાર જોયા હતા. પણ મને નહોતી ખબર કે એ તારા પપ્પા છે. બીજી વાત કે હુ તને અમાપ પ્રેમ કરૂ છુ. તુ પણ મને પ્રેમ કરે છે. આપણે બન્ને એકબીજા વિના રહી શકીએ એમ નથી. અને ત્રીજી વાત કે હુ ભ્રષ્ટાચાર સહન કરી શકતો નથી અથવા તો ન સહન કરવા માટે હુ બંધાયેલો છુ.’’ આસ્થાના પપ્પા એકદમ ચુપ થઇને મારી સામે એ જ ક્રોધ ભરી નજરથી જોઇ રહ્યા હતા.

‘‘મને કોઇ પ્રસિધ્ધિની ભુખ નથી. મારા પપ્પા રાજકોટની એક પ્રખ્યાત હોસ્ટેલના ટ્રસ્ટી હતા. એમણે પણ વિધાર્થિઓની ફી અને વિદેશમાંથી આવતા ડોનેશનના રૂપિયાના ગફલા કર્યા હતા. જ્યારે આ કૌભાંડ બહાર આવ્યુ એ જ દિવસે મારા પપ્પાને હાર્ટ અટેક આવ્યો. એમ્બ્યુલન્સમાં જ ખબર પડી ગઇ કે મારા પપ્પા છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. પણ જતા જતા એમણે એમની ભુલ સ્વિકારી અને મને કહ્યુ, ‘બેટા, અત્યાર સુધી મેં હરામ ના પૈસા ભેગા કર્યા. પણ અત્યારે મારી પાસે મૃત્યુ પાસેથી ઉધાર લીધેલા શ્વાસ સિવાય બીજુ કંઇજ નથી. મેં ભ્રષ્ટાચાર કર્યો છે. ત્રણ કરોડ રૂપિયા મેં ઘર ભેગા કર્યા છે. એને તુ એ જ હોસ્ટેલમાં ડોનેટ કરી દે જે. મારી અસ્થિઓને ગંગામાં વિસર્જીત કરવાની જરૂર નહિ પડે. અને આજે તારે મને એક પ્રોમીસ કરવાનુ છે. જે ભુલ મેં કરી એ તુ ના કરતો. ભ્રષ્ટાચાર માં ન તો ભાગ લેતો અને ન કોઇને લેવા દેતો. તારા બાપની બંધ થવાની તૈયારી કરી રહેલી ધડકનોની કસમ ખાઇને પ્રોમીસ કર કે જ્યારે પણ તુ ભ્રષ્ટાચારને જોઇશ ત્યારે તુ એને દુનિયાની સામે લાવવાના થાય એટલા બધા પ્રયત્નો કરીશ. બસ આજ મારી છેલ્લી ઇચ્છા છે.’ ‘પ્રોમીસ પપ્પા’ મારા આટલા શબ્દો સાંભળ્યા અને તરત મારા પપ્પાએ એની ધડકનો બંધ કરી દીધી.’’ મારી વાત સાંભળીને આસ્થાની આંખો નરમ પડવા લાગી.

‘‘અંકલ મારે તમારી સાથે કોઇ દુશ્મની નથી. જો કદાચ ગઇ કાલે તમે મને ઓળખતા હોત તો કોઇ જ દંડ વિના જવા દે’ત. આ વાત એક સંબંધમાં જરૂરી હોઇ શકે. પણ આમાં ભ્રષ્ટાચાર તો છે જ. જો આવુ થયુ હોત તો કદાચ ટી.વી પર આવી રહેલા વિડીયોમાં તમે ન હોત. તમે એ વાતની ખુશી મનાવી રહ્યા હોત કે ‘હાશ હુ આમાં સપડાયો નથી’ બીજા દિવસથી તમે ચિલ્લર લેવાને બદલે નિયમ પ્રમાણે જે ફાઇન થાય એ વસુલ કરતા હોત.

અંકલ મને તમારા પ્રત્યે માન છે, તમે મારા વડિલ છો. પણ હુ મારા પપ્પાની છેલ્લી ઇચ્છાને નકારી ના શકુ. ગઇ કાલે જ મેં નક્કિ કરી લીધુ હતુ. હવેથી જો મારી પાસે હેલ્મેટ નહિ હોય અને એનો ચાર્ચ ૫૦૦ રૂપિયા પણ થતો હશે તો હુ ચુકવીશ. કારણ કે મારે ભ્રષ્ટાચારમાંથી નીકળવુ છે. મેં તમને લાંચ આપી એટલે હુ પણ ગુનેગાર છુ જ પણ લોકો એ નથી જોઇ રહ્યા. લોકો બસ એક હિમ્મત ભરેલા પગલાને જુએ છે. અંકલ હુ આસ્થાને પ્રેમ કરૂ છુ. આસ્થા પણ મને પ્રેમ કરે છે. આટલી હિમ્મત કરી છે, તો થોડીક વધારે હુ એની સાથે મેરેજ કરવા માંગુ છુ.

અંકલ ક્યા સુધી આપણે આ ચિલ્લર ભેગુ કરીશું. તમને ખબર છે, જ્યારે કોઇ ટ્રાફીક પોલીસ આવી રીતે પૈસા પડાવે છે ત્યારે એને કેટલી ગાળો અપાતી હોય છે? એને કેટલી હાય લાગતી હોય છે? મૃત્યુ અને હરામના પૈસાની ગાઢ મિત્રતા છે. જે મેં મારી નજરે જોઇ છે, એનુ પરિણામ મારા પપ્પાનુ અચેતન શરિર હતુ. ચોક્કસ તમારી નોકરી ખતરામાં હશે. કદાચ તમને સસ્પેન્ડ કરવામાં આવશે. પણ હવે હુ કંઇ કરી શકુ એમ નથી. આપણે બસ તટસ્થ ચુકાદાઓનો અમલ કરી શકીએ. જો હજુ પણ તમને લાગતુ હોય કે ભ્રષ્ટાચાર એ એક સારી વસ્તુ છે. મેં જે કર્યુ છે એ ખોટુ છે તો તમે જે કહો એ કરવા હુ તૈયાર છુ’’, મેં આસ્થાના પપ્પાની સામે જોઇને કહ્યુ.

‘‘પપ્પા, અમારે આ જાહોજલાલી નથી જોતી. અમે એક ટાઇમ ભુખ્યા રહી શકીશુ પણ આ પૈસો મને હજમ નહિ થાય..!’’, આસ્થાએ પણ મારો પક્ષ લીધો. પણ આસ્થાના પપ્પાના ચહેરા પર કંઇજ ફરક ના પડ્યો.

‘‘આ જ ક્ષણે મારા ઘરના દરવાજાની બહાર નીકળી જા. નહિતર હુ કંઇક કરી બેસીશ. આજ પછી જો આસ્થાની સામે જોવાની પણ કોશીશ કરી છે, તો ખૈર નથી’’ આસ્થાના પપ્પાએ ઉભા થઇને કહ્યુ.

‘‘તો અંકલ તમે પણ સાંભળો, ડરતો તો હુ કોઇ થી નથી. હુ લગ્ન કરીશ તો આસ્થા સાથે જ. નહિતર વાંઢો રહીશ.’’, આસ્થાના પપ્પા મારા તરફ એનો હાથ લઇને આવ્યા. આસ્થાએ મારા ગાલ તરફ આવી રહેલો હાથ રોકી લીધો. હુ ઘરની બહાર નીકળ્યો. મને એટલી ખબર હતી કે આસ્થાનો પ્રેમ મારી સાથે હતો.

ધણા દિવસો સુધી આસ્થાનુ ઘરથી બહાર નીકળવનુ બંધ કરી દેવામાં આવ્યુ. આસ્થાના પપ્પા માને એમ નહોતા. છેવટે અમે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો. જુન મહિનાનો એન્ડ ચાલી રહ્યો હતો. આ મહિનામાં મારો બર્થ ડે પણ હતો અને મારા પપ્પાની પુણ્યતિથી. અમે આ જ દિવસે મેરેજ કરવાનુ નક્કિ કર્યુ.

આસ્થા એ દિવસે ઘરેથી વહેલા નીકળી ગઇ. અમે નક્કિ કરેલા વકિલને લઇને રજીસ્ટ્રારની ઓફીસે જવા નીકળ્યા. અમે ખુશ પણ હતા કારણ કે એક નવી જીંદગીની શરૂઆત કરવા જઇ રહ્યા હતા. પણ દુખી પણ હતા કારણ કે બીજા બધાની ખુશીઓની અવગણના કરીને અમે આ પગલુ ભરી રહ્યા હતા.

અમે રજીસ્ટ્રારની ઓફીસે પહોંચ્યા. ત્યાં પહોચતા ફરી એકવાર ધક્કો લાગ્યો. આસ્થાના મમ્મી પપ્પા રજીસ્ટ્રારની ઓફીસમાં હતા. મારી ધડકનો વધી ગઇ. ‘‘શું અમે બન્ને એકબીજાને ક્યારેય પામી નહિ શકીએ’’, એવો ભય મારા મગજમાં વહેતો થયો. પણ ત્યાંજ આસ્થાના પપ્પાએ અને મમ્મીએ અમારી સામે જોઇને એક દૈવી સ્મિત પુષ્પોની જેમ ફૈંક્યુ. બસ એ ક્ષણ વખતે અમે સ્વર્ગમાં હતા. અથવા તો એ ક્ષણમાં સ્વર્ગ સમાયેલુ હતુ.

પણ જીંદગી સાથે તમે પ્રમાણીક રહો તો એ પણ તમારી સાથે પ્રમાણીક રહે જ છે.

‘‘ક્યાં સુધી હુ સમાજની ફાલતુ બકવાસો અને ક્ષણભંગુર માનનો ભાર લઇને હુ ફરીશ ?, ક્યાં સુધી હુ ભ્રષ્ટાચારનો ગુલામ બનીને રહીશ. આખરે હુ પણ માણસ છુ. જો હુ મારી એકની એક દિકરીને એની ખુશીઓ ન અપાવી શકુ તો ધુળ પડે મારા જીવન પર. બેટા બે મહિનાની માનસિક એકલતા પછી તારા શબ્દોએ મને વિચારતો કર્યો. આજે મારે તારો આભાર માનવો જોઇએ.’’, આસ્થાના મમ્મી પપ્પા અમારી તરફ આવીને બોલ્યા.

‘‘ના, પપ્પા. તમારે તો આશિર્વાદ આપવાના હોય..!’’, મે આસ્થાના પપ્પાને ‘પપ્પા’ સંબોધીને કહ્યુ.

‘‘આસ્થાના પપ્પા અને હુ એકબીજાને ભેટી પડ્યા..!’’.

‘‘ખરેખર તમારી પેઢીને સમજતા અમને વાર લાગે છે, કારણ કે તમે કોઇ બંધનમાં રહીને વિચારતા નથી. જે કરો છો એ સ્વતત્રતાથી કરો છો. તમને કોઇ સમાજની પરવાહ નથી. અમે બુઢ્ઢાઓ સમાજના માન-અપમાનથી બંધાયેલા છીએ એટલે જ મન ભરીને જીવી પણ નથી શકતા! બસ આવી જ રીતે ખુશ રહો..!’’, આસ્થાના પપ્પાએ કહ્યુ અને આસ્થાના મમ્મી પપ્પાએ મારા અને આસ્થાના હાથનો હસ્તમેળાપ રજીસ્ટ્રારની ઓફીસમાં જ કરાવ્યો.

આ હતી મારા બર્થ-ડે એ મને આપેલી બીજી અમુલ્ય ભેટ. દુખની ક્ષણ તમને એમ નથી કહેતી કે આ ભેટ છે. તમારે એ ક્ષણને તપાવીને ઉપહારમાં તબદીલ કરવી પડે છે. આ સફરમાં ઉપહાસ સહન કરવાની શક્તિ પણ જોઇએ. જ્યારે તમે સંપુર્ણ તૈયાર થઇ જશો ત્યારે કંઇક નવુ જન્મશે. બસ આ જ હતો મારો નવો જન્મ.

‘‘અમે પડતા આખડતા એકબીજાને પામી શક્યા કારણ કે અમે આપી ચુક્યા હતા પ્રેમને જન્મ.’’

૬. ટ-ટરઅચકઇર

‘‘હેપ્પી બર્થ ડે,.. માય ડીઅર દ્‌ર્ષ્ટિ’’, આશ્ચર્યએ દ્રષ્ટિના હાથમાં એક હાર્ટશેપની ચીપ જેના પર એક રેડ એન્ડ એક ગ્રીન લાઇટ થતી હતી, એક નાનુ બ્લેક કલરનુ હેડસેટ અને એક સોઇની અણી હોય એવી પીન જોડેલ ચોરસ પણ એકદમ સ્લીમ લાકડાથી મઢેલ વસ્તુ ભેટ કરી.

‘‘આશ્ચર્ય આ શું છે..?’’, દ્રષ્ટિને એ વસ્તુની ખબર હોવા છતા પુછ્યુ.

‘‘આજે ૫-૫-૨૦૫૦, એટલે કે તારો ૨૨ મો બર્થ ડે છે, અને મને નથી લાગતુ કે હુ તને આનાથી સારી ગીફ્‌ટ આપી શકુ.’’, આશ્ચર્યએ લાચારીથી કહ્યુ.

દ્રષ્ટિઅ સમજી ગઇ કે આશ્ચર્ય શું કહેવા માંગે છે. આશ્ચર્ય જે વસ્તુ લઇને આવ્યો હતો એ બે મહિના પહેલાજ માર્કેટમાં ફીલીન્ગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોન્ચ થયેલી એક પ્રોડક્ટ ટટરઅચકઇર એટલે કે થોટ ટ્રેકીંગ સીસ્ટમ(વિચાર જાણવાનુ મશીન) હતી. ટટ ખુબ જ મોંઘી વસ્તુ હતી, જે લેવા માટે આશ્ચર્યને એક વર્ષની સેલેરી ભેગી કરવી પડે. પણ આશ્ચર્યએ ટટરઅચકઇર લોન લઇને લીધુ હતુ કારણ કે આશ્ચર્ય ત્રણ વર્ષ લાંબો સંબંધ નાની નાની શંકાઓની જ્વાળાઓથી સળગાવવા નહોતો માંગતો. દ્રષ્ટિ અને આશ્ચર્ય વચ્ચે રોજ જઘડા થતા. કારણ ૨૦૧૨ ની સાલના સમયમાં હોય એવુ હતુ. એટલે કે, દ્રષ્ટિને શંકા હતી કે આશ્ચર્ય બીજી કોઇ છોકરી સાથે સેક્સ કરે છે. બન્નેએને જ્યારે પ્રેમ થયો ત્યારેજ બન્ને એ નક્કિ કરેલુ કે આપણા બન્ને નો પ્રેમ ત્યાં સુધીજ રહેશે જ્યાં સુધી બન્ને એક બીજા સિવાય બીજી કોઇ વ્યક્તિ સાથે સેક્સ નહિ કરે. એ બન્ને પોતાના પુર્વજોના વિચારથી પ્રભાવીત હતા.

પણ જમાનો બદાલાઇ ચુક્યો હતો. આજે લોકો પાંચ પાંચ વાઇફ રાખતા હતા. સ્ત્રીઓ સાત સાત હઝબન્ડ રાખતી હતી. આજે ઓનલાઇન સેક્સ નહિ. ઓન સ્પોટ સેક્સ નો જમાનો હતો. ગલીએ ગલીએ હાઇ ફાઇ સેક્સ બાર બનેલા હતા. જો કોઇ યુવાન કે યુવતી ને સેક્સની ઇચ્છા થાય તો એ કોઇ પણ વ્યક્તિને બે જીજક પુછી શકે. આ જમાના માં સેક્સનો કોઇને છોછ નહોતો કે નહોતી સેક્સ કર્યા પછી અનુભવાતી ગ્લાની. આ જમાનો ક્ષણના આનંદમાં માનતો હતો. પણ એનાથી વધારે મહત્વની વાત એ હતી કે એ લોકો સેક્સથી ક્યાંય દુર હતા, સેક્સ વિષે કોઇને આવેગ હતો જ નહિ. બાળકોને સેક્સ તરફ અટ્રેકશન નહોતુ, એટલે કોઇ છુપી છુપીને પોર્ન મુવી નહોતા જોતા. અને એટલે જ કદાચ આ જમાનો દરેક નુ દર્દ સમજી શકતો હતો.

આશ્ચર્ય અને દ્રષ્ટિ આ આધુનિક દુનિયાની વચ્ચે રહેતા હતા પરંતુ એ થોડા અલગ હતા. પણ એકબીજાની સાથે ફરી મનમેળ અને શંકાઓનો અંત લાવવા માટે આશ્ચર્ય ટટરઅચકઇર લાવ્યો હતો અને જેનો એક સેટ એણે પોતાને પાસે રાખ્યો હતો અને એક સેટ દ્રષ્ટિને આપ્યો.

હવે દ્રષ્ટિને આશ્ચર્ય ઉપર વિશ્વાસ બેસ્યો. પણ આશ્ચર્યના મતે ટટરઅચકઇર ના ગેરફાયદા હતા. જો એક માણસ બીજો માણસ શું વિચારે છે, એ જાણતો થઇ જશે તો આ દુનિયામાં ક્યાંય આશ્ચર્ય જ નહિ રહે.

રેસ્ટોરન્ટના ડાઇનીંગ ટેબલ્સ પર ‘‘હેપ્પી બર્થડે દ્રષ્ટિ’’ લખાઇ ને આવી ગયુ.

‘‘બધુ આપવા બદલ આભાર.’’, દ્રષ્ટિએ આશ્ચર્ય સામે સ્મિત કરીને કહ્યુ.

‘‘તારી જાત મને આપવા બદલ આભાર’’, આશ્ચર્યએ કહ્યુ અને ટેબલની સ્ક્રીન પર હાર્ટ શેપ ઉડવા લાગ્યા.

‘‘ભલે આપણે, આપણા પુર્વજોના વિચારોને આત્મસાત કરતા હોઇએ, પણ એ લોકો ખુબ સંકુચિત માનસીકતા ધરાવતા હતા.’’, આશ્ચર્યએ થોડુ થોભીને કહ્યુ. ફરી ઇન્ટેલીજન્ટ ટેબલે આશ્ચર્યના શબ્દો સાંભળ્યા અને બગીચામા બેસેલા એક યુગલ નો ફોટો સ્ક્રીન પર લાવી દીધો, જે ફોટામાં વૃક્ષ પાછળથી એ યુગલને જોઇ રહેલા બે બુઢ્ઢાઓ ને બતાવવામાં આવ્યા હતા.

આશ્ચર્ય અને દ્રષ્ટિએ કુતુહલતાથી આ ચિત્ર ને જોયુ. ચારેક સેકન્ડમાં ચીત્ર બદલાયુ જેમાં પેલા બે બુઢાઓ બીજા બુઢા જોડે વાતો કરી રહ્યા હતા. આશ્ચર્યએ ‘‘પ્લે’’ બટન સામે નજર કરી. વિડીયો પ્લે થયો. ‘‘જમાનો ખુબ બગડી ગયો છે, બગીચાઓને તો બેસવા જેવા રહેવા જ નથી દીધા.’’, પેલા બે બુઢામાંથી એક બુઢો બોલ્યો.

‘‘આ શું છે ? ખરેખર મને આ લોકો ઉપર શરમ આવે છે.’’, દ્‌ર્ષ્ટિ બોલી અને વિડીયો પોઝ થઇ ગયો.

‘‘ખરેખર વી આર લકી, કે આપણે દાંભીક સમાજમાં નથી રહેતા’’, આશ્ચર્યએ કહ્યુ.

‘‘ખરેખર તો અત્યારે કોઇ સમાજનુ અસ્તિત્વ જ નથી, છતા હજુ આપણા ઇન્ડીયામાં લોકો માનસીક રીતે તો પછાત જ છે.’’, દ્રષ્ટિએ કહ્યુ અને ટેબલ સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક ભાગ માં ઇન્ડીયન લોકો હાઇ ટેક કપડાથી સુસજ્જ છે અને બીજા ભાગમાં વેસ્ટર્નસ નો એક દેશ, અમેરીકાને બતાવવામાં આવ્યો છે. કોઇ જ શણગાર વિના, નગ્ન, એક પણ કપડુ પહેર્યા વિના લોકો કામ કરી રહ્યા છે.

‘‘પણ હવે ધીરે ધીરે ઇન્ડીયામાં આ થઇ રહ્યુ છે. સ્ટાર્સ લોકો હવે પોતાના ઘરમાં કપડા પહેરતા બંધ થઇ ગયા છે. હા આપણે અહિં આબોહવાને લીધે કપડાની જરુર પડે જ એન્ડ આપણે લોકો બોડી પ્રોટેક્શન માટે શરીરમાં કોઇ કેમીકલ્સના ઇન્જેક્શન નહિ અપાવવા માંગતા એ પણ એક કારણ છે.’’, દ્રષ્ટિ કહ્યુ.

‘‘હા, એ બરાબર. પણ આપણે આ બધી વાત માં ક્યાં ફસાઇ ગયા? આજે તારો બર્થ ડે છે.’’, આશ્ચર્યએ કહ્યુ અને ટેબલ સ્ક્રીન પર ફરી પીક્ચર ચેન્જ થઇ ગયુ અને લાઇટીંગ્સ પણ બદલાઇ ગઇ. બે વાઇનના ગ્લાસવાળી નાનુ ટેબલ આશ્ચર્યના પાસે આવ્યુ અને ઉભુ રહી ગયુ.

‘‘આભાર સાહેબ’’, ટેબલમાંથી અવાજ આવ્યો. દ્રષ્ટિ અને આશ્ચર્યએ વાઇન હાથમાં પકડી, અને ફરી રંગ બદલતી આંખોમાં જોવા લાગ્યા. ટેબબલની ડીઝાઇન રોમેન્ટીક થઇ ગઇ. બન્ને પહેલીવાર પ્રેમ કરી રહ્યા હોય એ રીતે અજાણ્યા બની ગયા. દ્રષ્ટિની ચેઇર સામે તરફથી ખસીને આશ્ચર્ય ની બાજુમાં આવી ગઇ. વાઇનની સીપ લેતા બન્ને મદહોશ થઇ ગયા. ટેબલની આસપાસની સુગંધ માઇલ્ડ થવા લાગી. દ્રષ્ટિએ એનો હાથ આશ્ચર્યની માંસલ છાતી પર જવા દીધો. આશ્ચર્યએ એનો એક હાથ દ્રષ્ટિના કોમળ ગાલ પર અને બીજો હાથ મુલાયમ વાળમાં ફરતો મુકી દીધો. બન્ને ના હોઠ પ્રેમનો શરાબ પીવા તૈયાર થઇ ચુક્યા હતા. દ્રષ્ટિના ધૃજી રહેલા હોઠ આશ્ચર્યના ગુલાબી હોઠ પર રમવા લાગ્યા. બન્ને મીઠો રસ પીવા લાગ્યા. જાણે એ કીસ એ લોકોની પહેલી કીસ હોય. ત્યારે ટેબલ પર કીસીંગ સીન્સ ના ફોટા આવી રહ્યા હતા. ત્રણેક મિનિટ પછી એક પ્યાસ ઉત્પન્ન કરીને બન્ને ના હોઠ એકબીજાથી છુટા પડ્યા.

‘‘ચાલ ટટરઅચકઇર ને ટેસ્ટ કરીએ ? ’’, દ્રષ્ટિએ કહ્યુ.

‘‘દ્રષ્ટિ આજે તો આ આર્ટીફીશીયલ ચીજો થી દુર રહીએ’’, આશ્ચર્યએ કહ્યુ.

‘‘કેમ, તને ડર લાગે છે..?’’, દ્રષ્ટિએ કહ્યુ.

‘‘ડર, ડર લાગતો હોત તો આ ગીફ્‌ટ હુ લાવ્યો જ ના હોત.’’, આશ્ચર્યએ કહીને હાર્ટ શેપ ચીપ ડાબી સાઇડ હ્‌રદય પાસે ખોંચી દીધી જેનાથી એને થોડુક દર્દ થયુ. બીજી ચીપ માથાની ડાબી સાઇડ ખોંચી દીધી અને કાનમાં ઇયર પ્લગ નાખ્યા.

‘‘સંભાળજે થોડુક દુખશે’’, આશ્ચર્યએ કહ્યુ.

‘‘નો, પ્રોબ્લેમ. ’’, એમ કહીને પોતાનુ કોટન ટીશર્ટ ઉતાર્યુ અને ડાબી સાઇડના બ્રેસ્ટ પર હાર્ટશેપ ચીપ લગાવી દીધી, કાનમાં હેડસેટ લગાવ્યુ અને માથાની ડાબી સાઇડ પણ બીજી ચીપ લગાવી દીધી. બસ હવે બન્ને ને માથા પર લાગેલી ચીપ પરનુ નાનુ બટન દબાવવાનુ હતુ. એટલે બન્ને એકબીજાના વિચારોની આપલે અને મહેસુસ કરી શકે. ટેબલ પર ટટરઅચકઇર ની પહેલી વખતના ઉપયોગ માટેની ગાઇડલાઇન્સ આવવા લાગી.

બન્ને એ બટન દબાવ્યુ.

‘‘આઇ લવ યુ..’’, આશ્ચર્યનો પહેલોજ વિચાર અનુભવાયો અને દ્રષ્ટિ વિચારમાં પડી ગઇ. એ વિચારવા લાગી કે આશ્ચર્ય મને આટલો બધો પ્રેમ કરે છે? એની સાથેજ આશ્ચર્યે દ્રષ્ટિએ જે વિચાર્યુ એ સાંભળ્યુ. એટલે ફરી દ્રષ્ટિને એનો એજ વિચાર પાછો મળ્યો કારણ કે આશ્ચર્ય જે વિચારે એ જ દ્‌ર્ષ્ટિ સાંભળી શકે. બન્ને એકબીજાના એક ને એક વિચારમાં ઘુસવાઇ ગયા. ટેબલ પર રેડ એલર્ટ બતાવી રહ્યુ હતુ. એન્ડ સાથે ટટરઅચકઇર ની ગાઇડનુ સજેશન પણ હતુ.

‘‘શાત થા દ્રષ્ટિ. શાંત ’’, આશ્ચર્યએ પોતાના હાથના એક્સપ્રેશન વડે દ્રષ્ટિને કહ્યુ અને પોતાનુ મન દ્રષ્ટિના વિચારોથી હટાવી લીધુ.

‘‘ઇટ્‌સ કોમ્પ્લીકેટેડ’’, દ્રષ્ટિ બોલી.

‘‘આપણે ટ્રેઇન થવુ પડશે નહિતો ડેડલોક થઇ જશે.. એટલે કે વિચારો ને કાબુમાં રાખવા પડશે, નહિંતર એક ને એક વાત સિવાય આપણે આગળ જ નહિ વધી શકીએ.’’, આશ્ચર્યએ કહ્યુ.

‘‘યસ.. યુ આર રાઇટ..’’, દ્રષ્ટિએ કહ્યુ.

‘‘તને ભુખ લાગી લાગે છે..’’, આશ્ચર્યએ દ્રષ્ટિનો વિચાર પારખતા કહ્યુ.

ટેબલ પર બન્નેના ફીઝીકલ ફીટનેસ અને મુડ્‌સ પ્રમાણેની વાનગીઓનુ લીસ્ટ આવવા લાગ્યુ. ટેબલમાં જે સજેશન હતા એ ચોક્ક્‌સ હતા. આ ચોઇસ કંપ્યુટર હાર્ટબીટ્‌સ, રેટીના સ્કેનીંગ અને બ્રેઇનમેપીંગ ના અલ્ગોરીથ્મસનો યુઝ કરીને બનાવતુ હતુ. ત્રણ સજેશન્સમાંથી બન્ને એ એક એક આઇટમ સીલેક્ટ કરી. એકાદ મિનિટમાં એ આવી ગઇ.

‘‘તો આપણે આપણા પુર્વજોના સપનાને સાકાર કરવા જઇ રહ્યા છીએ.!’’, આશ્ચર્યએ કહ્યુ.

‘‘કેવી રીતે..?’’, દ્‌ર્ષ્ટિએ પ્રશ્ન તો કર્યો પણ એજ ક્ષણે એ આશ્ચર્યના મગજમાં ઘુસી ગઇ. આશ્ચર્ય વિચારી રહ્યો હતો કે પહેલાના માણસો સાત સાત જન્મના સંબંધની વાતો કરતા હતા. અને એ વખતે એવરેજ આયુષ્ય કાળ ૭૦ થી ૮૦ કે ૧૦૦ વર્ષનો હતો અત્યારે ૭૦૦ વર્ષ સુધી તો જીવી શકાય છે, એટલે સાત જન્મ તો આ જ જન્મ માં પુરા થઇ જશે.

બન્ને એકબીજા સામે હસ્યા. મેરેજ જેવી કોઇ વીધી તો હતી નહિ બસ, બન્ને ને એક ફેસલો જ કરવાનો હતો કે એક ઘરમાં ક્યારે રહેવુ. કારણ કે આ સમયમાં એક બેડ પર તો ભાગ્યેજ કોઇ ના સુતા હોય. બન્ને એ સાથે ડીનર લીધુ.

‘‘ઓકે . કાલે મળીએ.’’, કોટન ટ્રાન્સપરન્ટ વ્હાઇટ ટી-શર્ટ અને પીંક કોટન ટ્રાન્સપરન્ટ ચુસ્ત લેગીઝ પહેરેલ દ્રષ્ટિએ પોતાના કમરસુધી લાંબા વાળ સાથે રમતા કહ્યુ.

‘‘ઓકે બાય!! લવ યુ..’’, બન્ને જાણે એકબીજાના વિચારોની ખબર જ ના હોય એ રીતે વિચારોને શબ્દોમાં ઢાળ્યા અને બન્ને છુટા પડ્યા. પણ ટટરઅચકઇર તો એનુ કામ કરી જ રહ્યુ હતુ.

આશ્ચર્ય એના બેડ પર પડ્યો, બેડ ધીરે ધીરે નરમ થવા લાગ્યો. ટટરઅચકઇર ના રૂલ પ્રમાણે ઉંઘતા પહેલા ઇનકમથોટ સીસ્ટમ બંધ કરવી પડે, એટલે કે જો આશ્ચર્યને ઉંઘ લેવી હોય તો એને દ્રષ્ટિના વિચારોનુ ટ્રેકીંગ બંધ કરવુ પડે, જેથી ઉંઘ લઇ શકાય. પણ દ્‌ર્ષ્ટિ તો આશ્ચર્યના વિચારો અને સપનાઓ ને ટ્રેક કરી શકે. આશ્ચર્ય ધીરે ધીરે ઉંઘમાં જવા લાગ્યો.

બીજી તરફ દ્‌ર્ષ્ટિતો રાહ જોઇને બેસેલી હતી કે ક્યારે આશ્ચર્ય ઉંઘે અને પોતે આશ્ચર્યના સપનાને સાંભળી શકે. થોડીક વારમાં બધો ખેલ શરુ થયો.

‘‘હેય સેક્સી. તારે સારો સમય ગુજારવો છે?’’, કોઇક લેડી બોલી. દ્રષ્ટિ એના બેડમાં ડીમલાઇટ અને આઇસ્ક્રીમ એન્જોય કરતા કરતા આશ્ચર્યના સપનાને જજ કરી રહી હતી.

‘‘ના મેમ, હુ ખુબ સારા સમયમાં જ છુ!’’, આશ્ચર્યએ કહ્યુ. દ્‌ર્ષ્ટિને સપનુ જોવાનુ મન પણ થયુ અને એમાં પણ પેલી લેડીને જોવાનુ. દ્રષ્ટિ જોવા માંગતી હતી કે પેલી લેડી કેટલી ખુબસુરત હતી. ? અને આશ્ચર્ય શું જોઇ રહ્યો હતો.

‘‘આઇ, લવ યુ..!!’’, આશ્ચર્ય બોલ્યો. દ્રષ્ટિ સામેની વ્યક્તિ કોણ છે એ જાણવા આતુર બની. ‘‘અલવિદા ફોરેવર..!!... ઢીંચકાવ!!’’, દ્રષ્ટિએ ફરી આશ્ચર્યનો અવાજ સાંભળ્યો અને પછી ગન ચલાવી હોય એવો અવાજ સાંભળ્યો. સપનામાં આશ્ચર્યએ પોતાન જ ગોળી મારી દીધી હતી. દ્રષ્ટિ થોડીક ગભરાઇ ગઇ હતી. એણે ટટરઅચકઇર નિચદ્વમાનગ બંધ કરી દીધુ અને આંખો બંધ કરીને વિચારમાં ખોવાઇ ગઇ. દ્રષ્ટિને પંદર મિનિટમાં કપાળ પર પરસેવો વળી ગયો. સ્.છ નુ ટેમ્પરેચર ઓટોમેટીક વધી ગયુ. વિચારતા વિચારતા જ દ્રષ્ટિ ઉંઘી ગઇ.

સવારે આશ્ચર્યને પોતાને દર અઠવાડિયે જે આર્ટિકલ સબમીટ કરવાનો હોય એ આર્ટીકલ લખવા બેઠો. પોતાનુ ટટરઅચકઇર એણે ચેક કર્યુ, એ બંધ હતુ અને બંધ જ રાખ્યુ કારણ કે પોતાના પેશન વખતે એ બીજા કોઇ ઇન્ટરફીરન્સ નહોતો માંગતો.

‘‘ભુતકાળ આ કાળ માણસને ક્યારેક વિચારતો કરી દે છે. આ કાળમાં વ્યક્તિના ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. આ કાળમાં ક્યારેક માણસની ઇચ્છાઓ છુપાયેલી હોય છે. પણ ક્યારેક વર્તમાનની પરિસ્થિતીઓ એવી હોય છે, કે એ ઇચ્છાઓને પુરી ના કરવી એજ સાચો નિર્ણય હોય છે કદાચ એ કોઇના સપનાઓને રોળી શકે..!! કારણ કે વર્તમાનમાં કોઇ એ ભુતકાળ ભુલીને સપના જોનારની વાટે બેસેલુ હોય છે!’’, બેડની ઉપર સીલીંગ મા જે સ્ક્રીન દેખાઇ રહી હતી એમાં આ બધુ લખાઇ રહ્યુ હતુ. આશ્ચર્યને કંઇક વિચાર આવ્યો અને આશ્ચર્યએ આર્ટીકલ આંખોના ઇશારા વડે ન્યુઝ સાઇટ પર પોસ્ટ કરવાના બદલે સોશીયલ નેટવકગ સાઇટ પર પોસ્ટ કરી દીધો. આશ્ચર્યએ બીજો આર્ટીકલ લખવાનુ ચાલુ કર્યુ. એ પતાવ્યો એટલે એણે પોતાની વિન્ડોની બહાર નજર નાખી. દમાસ બીચ પર નગ્ન છોકરીઓ સવારના સુર્ય પ્રકાશનો શેક લઇ રહી હતી. કેટલાંક નગ્ન છોકરાઓ એ છોકરી પાસે જઇ રહ્યા હતા. એ લોકો સહજ રીતે વાતો કરી રહ્યા હતા. ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓએ નગ્ન અવસ્થામાં જ દરિયાના પાણી તરફ દોટ મુકી. ત્રણે છોકરાઓ છોકરીઓને કીસ કરવા લાગ્યા. ત્રણેય છોકરાઓએ થોડી વાર રહીને છોકરીઓ બદલી અને હવે એ છોકરાઓ અને છોકરીઓ, એકબીજાના શરીર સાથે રમવા લાગ્યા. આશ્ચર્યએ આ જોઇને હળવુ સ્મિત કર્યુ. એ બાથરૂમ તરફ ગયો અને પોતે નહાયો.

આશ્ચર્યએ આજે દ્રષ્ટિને મળવાનુ વિચાર્યુ. આજે જ બન્નેને એક છત નીચે રહેવાનો નિર્ણય કરવો. જોકે આશ્ચર્યએ નિર્ણય તો કરી લીધેલો જ્‌ હતો બસ એ દ્રષ્ટિને જણાવવો. આશ્ચર્ય દ્‌ર્ષ્ટિને કંઇક સરપ્રાઇઝ આપીને જણાવવા માંગતો હતો. પણ જે વસ્તુ માણસ અવોઇડ કરે એ એની સામે જ આવીને ઉભી રહેતી હોય છે. એટલે આ સરપ્રાઇઝના જ વિચારો આવતા. આશ્ચર્યએ કંઇક ગીફ્‌ટ લઇ જવાનો વિચાર કર્યો. પણ તરત એને યાદ આવ્યુ કે ટટરઅચકઇર ને લીધે કોઇ સરપ્રાઇઝ પોસીબલ નથી.

સાંજનો પાંચ વાગ્યાનો સમય મળવા માટે નક્કિ થયો. મળવાનુ સ્થળ એકદમ હરિયાળુ હતુ. એ ગાર્ડનમાં કોઇ જ ઇલેક્ટ્રોનીક ઉપકરણ લાવવાની મનાઇ હતી. એટલે મોબાઇલથી માડીને ટટરઅચકઇર બધુજ ગાર્ડની બહારની દરેક વ્યક્તિને આપવામાં આવેલ કચરા પેટીમાં જમા કરવાનુ રહેતુ. આશ્ચર્ય બધીજ વસ્તુ જમા કરાવી ગાર્ડનમાં પ્રવેશ્યો. ગાર્ડનની અંદર પ્રવેશતા જ એના પગ ઠંડક મહેસુસ કરવા લાગ્યા, એના પગની જાણે મસાજ થઇ રહી હોય એવુ એને લાગ્યુ. લીલુ ઘાસ આશ્ચર્યના પગની સાથે મગજને પણ તરબતર કરી રહ્યુ હતુ. સુર્ય ઢળવાની આરે હતો, એટલે પીળો પ્રકાશ આકાશને રંગી રહ્યો હતો. વૃક્ષો ની પેલેપારથી ઠંડા પવનના ફુવારા છુટી રહ્યા હતા. ચારે તરફ લીલા વૃક્ષો. રંગબેરંગી ફુલો અને આંખો ઠરે એવી હરિયાળી જ હતી. આશ્ચર્ય નક્કિ કરેલી જગ્યા તરફ ચાલતો થયો. આશ્ચર્યએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ખાદીનો શર્ટ પહેર્યો હતો અને વ્હાઇટ પેન્ટ પહેરેલુ હતુ. એનો ગોરો ચહેરો ચમકતો હતો અને એના પર એક અજીબ સ્મિત હતુ. કપડા સિવાય બીજી કોઇ જ મનુષ્યે બનાવેલી વસ્તુ આશ્ચર્યની સાથે નહોતી.

એ ચાલતો હતો ત્યારે લોન પર એના પગ પાસેથી ખીસકોલીઓ પસાર થઇ રહી હતી. એક ખુણામાં લુપ્તતાના આરે પહોંચેલા સફેદ સસલાઓ રમી રહ્યા હતા. આશ્ચર્યએ દ્‌ર્ષ્ટિને જોઇ. દ્રષ્ટિએ કાળા કલરનો ડ્રેસ પહેર્યો હતો, જે એકદમ સીમ્પલ હતો. એ જરણાના કિનારે બેસેલી હતી. એના બન્ને પગની કમળ જેવી કોમળ પાની વહી રહેલા ઠંડા પાણીમાં રહીને પાણીને મસાજ દઇ રહી હતી.

દ્રષ્ટિ જ્યાં બેસી હતી એની બાજુમાંજ એક વૃક્ષ હતુ. જેની ડાળીઓ દ્રષ્ટિના માથાને આંબવા મથતી હતી. દ્રષ્ટિએ એના છુટ્ટા વાળની એક લાંબી લટને કાન પાછળ નાખતા આશ્ચર્ય પર નજર નાખી. એણે બન્ને પગ પાણીમાંથી બહાર કાઢ્યા. પાણીનો પ્રવાહ થોડો ધીમો પડ્યો જાણે એને ખોટુ લાગી ગયુ હોય. દ્રષ્ટિએ એના પગ ગોઠણથી વાળીને એના પર બેસી ગઇ. એનુ માથુ સહેજ નીચે નમાવીને ઘાસને તાકી રહી હોય એમ રાખ્યુ.

એક ઠંડો હાથ દ્રષ્ટિના કાન પાસે સળવળ્યો. દ્રષ્ટિને ગલી પચી થઇ. એ પોતાનો ડાબો હાથ ડાબા કાન પાસે લઇ ગઇ. એના હાથમાં એક ઠંડો હાથ અને જાસ્મીનના સુંવાળા ફુલ હાથમાં આવ્યા. આશ્ચર્યએ થોડાક જાસ્મીનના ફુલ દ્રષ્ટિના કાનને શોભાવવા કાનપર આવી ગયેલા વાળની વચ્ચે ખોંસ્યા. આશ્ચર્ય દ્રષ્ટિ પાસે આવીને બેસ્યો.

’’ તુ સવારે નગ્ન છોકરીઓને જોઇને બવ હરખાતો હતો..?’’, આશ્ચર્ય બેસ્યો અને દ્રષ્ટિએ શબ્દો કાઢ્યા. વૃક્ષની લતાઓ ગુરુત્વાકર્ષણ ની વિરુધ્ધ ગતી કરવા લાગી. પાણીનો પ્રવાહ વધી ગયો અને કર્કશ અવાજ કરવા લાગ્યો.

‘‘ડાલગ હુ એ લોકો વિષે વિચારી રહ્યો હતો કે એ લોકો પોતાની લાઇફ કેવી રીતે એન્જોય કરી રહ્યા છે..!’’, આશ્ચર્યએ શાંત અવાજે કહ્યુ.

‘‘હા, ગર્લ સ્વેપીંગ જોવાની મજા આવી હશે નહિ..? અને મન પણ થયુ હશે..!’’, દ્રષ્ટિ આશ્ચર્યની વાત કાપતા બોલી.

‘‘હા!! મને એ છોકરીઓને ચુથવાનુ મન થઇ ગયુ હતુ! આ જ સાંભળવુ છે ને તારે..? ટટરઅચકઇર તો તારી પાસે હતુ. આ સવાલ તુ મને શામાટે પુછે છે. ટટરઅચકઇર મારા વિચારો બતાવતુ જ હશે, એમાં જો મેં આવુ વિચાર્યુ હશે તો આવો વિચાર પણ તને સંભળાયો જ હશે.’’, આશ્ચર્ય થોડોક ગુસ્સે થયો.

‘‘પણ, તારે સવાર સવારમાં આવા દ્રશ્યો જોવાની શુ જરુર હતી?’’, દ્રષ્ટિએ ફરી દલીલ કરી.

‘‘કુદરતની ખુબસુરતી જોવા, ઉંગતા સુર્યના કિરણો મહેસુસ કરવા, દરિયાના મોજાને આંખોથી ચાખવા. પણ ઘણા માણસોને આ બાબતે પણ શંકા છે, પ્રેમમાં નો શ્વાસ વિશ્વાસ છે.’’, આશ્ચર્યએ નરમાઇથી કહ્યુ.

‘‘મને તારા આ અઘરા શબ્દો નથી સમજાતા..? ટટરઅચકઇર માણસના વિચારો બતાવે છે, કાશ એ દિલની વાતો પણ બતાવતુ હોત!’’, દ્રષ્ટિએ કટાક્ષ માં કહ્યુ.

‘‘સાચુ કહે છે તુ. ટટરઅચકઇર હ્‌રદયની વાતો નથી બતાવતુ. કારણ કે હ્‌રદયની વાતો જણાવતુ હોત તો એક મહિના પહેલા તારા કાન પાસે કોઇએ જાસ્મીનના ફુલ શામાટે મુક્યા હતા એ હુ સમજી શક્યો હોત. ચાર વર્ષનો સંબંધ એક ઝઘડાને કારણે કોઇની છાતી ઉપર શામાટે મુકી દીધો એ હુ સમજી શક્યો હોત! મને યાદ કરતા કરતા લોંગ ડ્રાઇવ ઉપર જે હોઠોની રમત થઇ હતી એ હુ સમજી શક્યો હોત!’’, આશ્ચર્યએ એનુ હૈયુ ખોલ્યુ.

‘‘મતલબ તે, કાલે રાતે છુપીને મારા વિચારો સાંભળ્યા?’’, દ્રષ્ટિએ આશ્ચર્ય ચકિત થઇને આશ્ચર્યને પુછ્યુ.

‘‘ટટરઅચકઇર નો આઇડીયા આપણા બન્ને વચ્ચે કંઇ છુપાયેલ ના રહે એના માટે હતો, મે છુપીને કોઇ વાત જાણી જ નથી. તને ખબર છે..? મને આ જાણ ટટરઅચકઇર નથી કરી. એક મહિનાથી હુ તારા અને તૃપ્ત વિષે જાણુ જ છુ. આ જાણવાના કારણે જ મને રોજ એક સપનુ આવે છે. જેમાં તુ મને કહે છે, ’ હુ તને છોડવા માંગુ છુ ’ અને હુ તને આઇ લવ યુ કહીને સ્યુસાઇડ કરી લવ છુ.’’, આશ્ચર્ય એ એનુ સપનુ કહ્યુ.

‘‘આશ્ચર્ય એ ક્ષણે હુ નક્કિ નહોતી કરી શકી કે મારે શું કરવુ જોઇએ.. આઇ. એમ સો સોરી’’, દ્રષ્ટિની આંખો નીચી થઇ ગઇ.

‘‘એવી ક્ષણો મેં તારા કરતા વધારે જોઇ છે, મારી પાસે રોજે સેક્સની એકવરેજ પાંચ રીક્વેસ્ટ આવે છે. એ ક્ષણો ને હુ પણ આવી રીતે માણી શકત. પણ એ ક્ષણ મને તારા પરના વિશ્વાસના કારણે હિમ્મત આપતી અને આવુ કરતા થોભી જતો હતો. છતા પણ હુ એ બધુ ભુલ્યો. મે આજે જે ભુતકાળ વિષે મોનગ અપડેટ મુકી હતી, એ આ સંદર્ભ માંજ હતી. લાઇક કરવા વાળા ઘણા બધા છે, પણ સમજવા વાળા કેટલા..?’’, આશ્ચર્યએ ખુબ જ પ્રેમમય થઇને કહ્યુ.

‘‘આશ્ચર્ય, હાલ મારી લાઇફમાં તારા સિવાય કોઇ જ નથી હુ પાગલ હતી, કે મેં તારા ઉપર વિશ્વાસ ના મુક્યો. ખરેખર આશ્ચર્ય હુ અત્યારે ખુબ ગીલ્ટી ફીલ કરુ છુ. તને વિશ્વાસ ના આવતો હોય તો ટટરઅચકઇર લાવીને ચેક કરી જો.’’, આંખરે દ્રષ્ટિ ની આંખો આશ્ચર્યના વિશ્વાસને કારણે પીગળી. દ્રષ્ટિ રડવા લાગી.

‘‘વ્હાલી, જો તારા પર વિશ્વાસ ના હોત તો હુ અહિં આવ્યો જ ના હોત!! હુ સપનામાં એ માટે સ્યુસાઇડ કરુ છુ કારણ કે હુ તારા સિવાય કોઇને ચાહતો નથી. સપનાઓ ખોટા હોઇ શકે પણ એ માણસનુ ચરિત્ર રજુ કરતા હોય છે અને વાત જો ટટરઅચકઇર ની હોય તો એ કચરાપેટી માંથી હુ રીસીવ જ નહિ કરુ. કારણ કે મને સીક્રેટ્‌સથી ભરપુર લાઇફ વધારે પસંદ છે.’’ આશ્ચર્યએ પોતાનો હાથ દ્રષ્ટિના ગાલ પાસે જવા દીધો અને ગાલ પર આવી ગયેલા આંસુઓને લુછ્યા.

‘‘આઇ લવ યુ આશ્ચર્ય..’’, દ્રષ્ટિએ ગળે મળતા કહ્યુ.

‘‘આઇ લવ યુ ટુ, માય લાઇફ!’’, આશ્ચર્યએ પોતાના હોઠ દ્રષ્ટિ ના હોઠ પર મુકતા પહેલા કહ્યુ. આશ્ચર્ય દ્રષ્ટિને માણવામાં મશગુલ થઇ ગયો. પણ જો અત્યારે ટટરઅચકઇર હોત તો આશ્ચર્યને ખબર પડી હોત કે આ તેની લાઇફની છેલ્લી કીસ છે.

કારણ કે દ્રષ્ટિએ દુર દ્રષ્ટિ કરીને દુરનુ પ્લાનીંગ કર્યુ હતુ. આશ્ચર્યથી પીછો છોડાવવા માટે દ્રષ્ટિએ આશ્ચર્યનુ મર્ડર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લેસનુ સીલેક્શન પણ એવી રીતે થયુ હતુ કે ટટરઅચકઇર નો ઉપયોગ ના થઇ શકે. જેથી દ્રષ્ટિના વિચારો ના જાણી શકાય. તૃપ્તે પોતાની સાયલન્ટ ગન વડે આશ્ચર્યના માથા પર ફાયર કર્યુ. આશ્ચર્ય એક જ ક્ષણ માં ઢળી પડ્યો. દ્રષ્ટિ અને તૃપ્તે એક બીજા સામે શૈતાની સ્મિત કર્યુ.

પણ આશ્ચર્ય જે મોત મર્યો હતો એ કદાચ ખુબ હસીન મોત હતી. આશ્ચર્ય પોતાના પ્રેમને મેળવીને મર્યો હતો, એણે એની હસીન દુનિયાને જીવી લીધી હતી. કદાચ સીક્રેટફુલ લાઇફ જીવવાને કારણે જ એ દ્રષ્ટિને પામી શક્યો હતો, સીક્રેટ્‌સમાં જીવવાની કામનાને કારણે જ એનુ મૃત્યુ પણ થયુ હતુ. ભરોસા અને આશ્ચર્યમાં જીવવાને કારણે આશ્ચર્ય એક નવી દુનિયામાં હંમેશા માટે મોકલી દેવાયો. પણ એ પોતાના પ્રેમને પામી ચુક્યો હતો, અને દ્રષ્ટિ ભીની થયા વિના જ પલળી ગઇ

સ્ભષ્ઊટ ટહ્યઈ સ્ઊટહ્યષ્ત્

હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.

ધઅચઇબદ્વદ્વકઃ હતતપઃ//દ્યદ્યદ્ય.ફઅચઇબદ્વદ્વક.ચદ્વમ/ાહારઇનકઅવઅદ

ટદ્યાતતઇરઃ હતતપઃ//દ્યદ્યદ્ય.તદ્યાતતઇર.ચદ્વમ/હારઇનકઅવઅદ

ભલદ્વગઃ હતતપઃ//હારઇનકઅવઅદ.દ્યદ્વરદપરઇસસ.ચદ્વમ