Bhalu Thayu Bhagi Janjal in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | ભલુ થયું ભાંગી જંજાળ

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

ભલુ થયું ભાંગી જંજાળ

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com

ભલુ થયું ભાંગી જંજાળ . પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

‘આ ગામડાનું જુનું ઘર પડું પડું થઇ રહ્યું છે. ટેકારુપ ચાર થાંભલા ભરવા પડશે. દિવાલો પરથી ચુનો ખરે છે, તે પ્લાસ્ટર કરાવીને પછી રંગરોગાન કરાવવી પડશે. અને છત પણ ચોમાસામા ચૂવે છે તે પણ રીપેર કરાવવી પડશે. કોંટ્રાક્ટરે ઓછામાં ઓછો બે લાખ રુપિયાનો અંદાજ આપ્યો છે. તું પૈસાની સગવડ કરી આપે તો સારું.’ બોરસદ ગામેથી બાપા કરસનભાઇ એ અમદાવાદમાં વર્ષોથી સ્થાયી થયેલા અને નોકરીમાં સારું કમાતા પુત્ર જયેશને પત્ર લખ્યો.

પત્ર વાંચીને પુત્ર જયેશ વિચારમાં પડ્યો

-તમારા બાપુજી પણ ખરાં, ફ્લેટ આપવાનો ત્યારે દિકરીને યાદ કરે અને મદદ જોઈએ ત્યારે દિકરો યાદ આવે. પુત્રવધૂ વીણા નારાજ થઈને બોલી,

-બિનીને તો ફ્લેટ માત્ર રહેવા માટે જ આપ્યો છે. જ્યારે મેં આ ઘર લીધું ત્યારે મેં તો માત્ર ચાળીસ ટકા જ લોન લીધેલી, બાકીના પૈસા તો એમણે ગામનું ખેતર વેચીને આપ્યાં છે, જયેશે સહેજ ઉંચા અવાજે કહ્યું,

-તો શું થયું? દરેક મા-બાપ પોતાના સગા દિકરાને એટલી મદદ તો કરે જ ને? વીણાએ દલીલ કરતાં કહ્યું. -તો દિકરા તરીકે મા-બાપને જરૂર હોય ત્યારે મારે પણ મદદ કરવી જોઈએ કે નહીં?’ જયેશે વ્યાજબી વાત કરી.

-તમારી વાત તો બરાબર છે, હું પણ માનું છું, કે એમને જરૂર હોય ત્યારે આપણે પણ મદદ કરવી જ જોઈએ. પણ હજી ફ્લેટની લોનનાં હપ્તા ચાલુ છે. નવી ગાડી લીધી એના હપ્તા પણ ચાલુ છે. ને ઉપરથી છોકરાંઓના ભણતરનો –ટ્યુશનના ખર્ચા. મને તો તમે વર્ષોથી એકેય ઘરેણું નથી કરાવી આપ્યું એ તો ઠીક છે, હું પરિસ્થિતિ સમજુ છું અને કંઈ બોલતી નથી. પણ તમે ક્યાંથી લાવશો આ બે લાખ રુપિયા? અને ક્યાંકથી લાવશો તો પણ આ પગારમાંથી પાછા ભરશો કઈ રીતે? વીણાએ તીખો વ્યંગ કરતાં કહ્યું.

એ આખા દિવસ અને આખી રાતના પ્રયાસ બાદ વીણાએ જયેશનું બ્રેઈન વોશ કર્યું. અંતે જયેશે બાપુજીને

લખ્યું, ‘બાપુ, આ નવો ફ્લેટ લીધો છે, તેની લોનના હપ્તા ચાલુ છે. ગયા મહિને ગાડી લીધી છે, તેની લોનના હપ્તા પણ ચાલુ છે. ઉપરથી છોકરાઓના ભણતરનો ખર્ચો. હમણા તો મારાથી સગવડ થાય તેમ નથી. તમે એક કામ કરો, વડોદરામા બહેન બિનીને જે બે બેડરુમનો ફ્લેટ રહેવા આપ્યો છે તે વેચીને કંઇ ગોઠવણ કરો.’

કરસનભાઇ અને કાશીબેન પુત્રનો પત્ર વાંચીને વિમાસણમા પડ્યા. દિકરી જમાઇને રહેવા આપેલો ફ્લેટ ખાલી કરવાનુ કેમ કહેવાય? અને પુત્ર જયેશે જ્યારે અમદાવાદમા ઘર લીધું, ત્યારે બાપાએ ગામડેના ત્રણ ખેતરમાથી એક ખેતર વેચી દઇને એને દસ લાખ રુપિયા આપેલા. વિચારેલું, ‘જ્યારે જરૂર પડશે ત્યારે પુત્ર મદદ કરશે જ ને?’ પણ હવે? જયેશે તો હાથ ઊંચા કરી દીધા. બન્ને જણ ચિંતામા ડૂબેલા હતા. ત્યારે કરસનભાઇના વડોદરા જ રહેતા મિત્ર સુરેશભાઇ મળવા આવ્યા.

સુરેશભાઇએ કરસનભાઈની સમસ્યા જાણી એટલે એ બોલ્યા, ‘જો કરસન, તારે દિકરા-દિકરી તો હવે પરણીને સારે ઘેર ઠેકાણે પડી ગયા છે. તું ય હવે મારી જેમ ઉંમરલાયક થયો. બે વરસમા આપણી રીટાયર્ડ્મેન્ટની ઉમર થવાની. તારો દિકરો પણ હવે કંઇ ખેતર સંભાળવા આવવાનો નથી. આજકાલ જમીનના ભાવ સારા મળી રહ્યા છે. તો તું તારા બાકીના બે ખેતર વેચી કાઢ. મારા હિસાબે સોળથી અઢાર લાખ રૂપિયા તો ઓછામાં ઓછા આવવા જોઈએ. રુપિયા આવે એમાથી બે ત્રણ લાખ રૂપિયા ખરચીને ઘર રીપેર કરાવી લેવાનુ. અને બાકીના રુપિયાની બેંકમા ફિક્સ ડીપોઝીટ મૂકી દેવાની. એના વ્યાજમાથી તારો ઘર ખરચ, વટ-વ્યવહાર સારી રીતે ચાલી જશે.’

કરસનકાકા અને કાશીકાકીએ આખી રાત જાગીને સુરેશભાઇની વાત વિચારી જોઇ અને સવારે નિર્ણય લઈ લીધો. બિની અને જમાઈને રહેવા આપેલું ઘર બિનીના નામે કરાવી દીધું.ગામડે રહેલાં બે ખેતરો વેચી નાખ્યા. ત્રણ લાખ રૂપિયા ખરચીને પોતાનું ઘર એવી સરસ રીતે રીપેર કરાવ્યું કે બાકીના દસ વર્ષ સુધી જોવું ના પડે. અને બાકી વધેલા રુપિયા એવી રીતે વ્યાજે મૂકી દીધા કે ઘર ખર્ચ માટે દર મહિને છુટથી રૂપિયા મળી જાય.આ બધાં કામકાજ પતી ગયાં પછી કરસનકાકા હીંચકે બેસતાં કાશીકાકીને ઉદ્દેશીને બોલ્યા:

’ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com