Armaan in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | Armaan

Featured Books
Categories
Share

Armaan

અરમાન

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

૧. અરમાન

ખરતા તારા ઓ ખરી જાય છે,

પાછા આકાશમાં ઝળકતા નથી.

અશ્રું આંખમાં થી સરી જાય છે,

ફાછા આંખો માં તે વસતા નથી.

યાદ સમય સાથે ઝાંખી થાય છે.

યાદ ના પડછાયા ભૂસતા નથી.

આશાઓ ની કોઇ સીમા નથી,

બધા અરમાનો પૂરા થતાં નતી.

ભટકી જાય છે મુસાફર રાહ માં,

સફર મેળવવા હિંમત હારતો નથી.

ફૂલો ખરી પડે છે બાગ માં તો,

પણ તેની સુંગંધ તે છોડતા નથી.

નજરો થી ભલે દૂર થતાં આજ,

દિલ થી કદી જુદા તે થતાં નથી.

સખી પ્રેમ ના પુષ્પો ખીલ્યાં છે,

પતઝડ માં પણ મુરઝાતા નથી.

૨. મજા

સફરની જમા માણતાં રહીશું ક્યાં સુધી.

આપણે સાથે ચાલતા રહીશું ક્યાં સુધી.

જિદંગી તો જીગર થી જીવી ગયા અમે,

મૌત ને પાછું ઠેલવતાં રહીશું ક્યાં સુધી.

વરસો થી જે તમન્ના હતી એમ રહી,

પામવાની ઇચ્છા માં રહીશું ક્યાં સુધી.

હ્રદય ના ઘબકારા એ સાથ આપ્યો,

હ્રદય ના જ સહારે રહીશું ક્યાં સુધી.

ભરોસો ઉપરવાળા નો જ બાકી છે,

તેના જ ભરોસે રહીશું ક્યાં સુધી.

સખી પ્રેમ તો વહેતો દરિયો અહી,

તમને પ્રેમ કરતાં રહીશું ક્યાં સુધી.

૩. ઉમકળો

અનુભવ તો નથી લખવાનો,

મહાવરો તો નથી લખવાનો.

કલમ લીધી ને ચાલી પડી,

ઇરાદો તો નથી લખવાનો.

કવિતા ની મસ્તી માં રહીએ,

શોખ તો નથી લખવાનો.

લાગણી ના પૂર ઉમટ્યાં,

ઉમળકો તો નથી લખવાનો.

હસ્તી નથી કોઇ મોટી અમો,

ઇચ્છા તો નથી લખવાનો.

વિચારો ના વમળો માં,

વિચારો તો નથી લખવાનો.

સખી કલમ આજ ઉપાડી,

તારા માચે નથી લખવાનો.

૪. ઝંઝાવાત

શાન થી પ્રકાશતો ગગન માં આજ આથમી ગયો,

જીગર થી જીવ્યો જીવનમાં આજ જાન થી ગયો.

હાર જીત માટે તો ન્હોતા લડ્યા આ રમત અહીં,

હિંમત નો બચ્ચો યુધ્ધ માં આજ દિલ થી ગયો.

દુશ્મની તો ન્હોતી કીધી કોઇ ની પણ સાથે,

દોસ્તો ની વચ્ચે રહી ને આંજ ચૂંથાઇ ગયો.

પળવાર માં વિખૂટા પડ્યાં મળેલા દિલ,

મહોબ્બત માં લૂટાવી આજ બદનામ થઇ ગયો.

ઝંઝાવતો સામે ઝઝુમી સાગર ખેડ્યાં અનેક,

સખી ધડકતા હ્રદય એ આજ ફના થઇ ગયો.

૫. પ્રવાહ

ખેડી લીધા સાગર લાગણી ના પ્રવાહ માં,

ઝંઝાવાતો ઝેલ્યાં લાગણી ના પ્રવાહ માં.

વ્યથાઓ દિલ માં જ ધુટાતી રહેશે અહી,

વ્યથાઓને હટાવી લાગણી ના પ્રવાહમાં,

વેદનાની માયાજાળ તો છે આટીધૂટી,

જિદંગી ને વહાવી લાગણી ના પ્રવાહ માં.

કપરો તો ઘમો છે આ કાટોભર્યો મારગ,

હ્રદય ને લુટાવ્યું લાગણી ના પ્રવાહ માં.

આશા ના અંકુર ઉગાડીશું અહી તહી,

બાગ ને મહેકાવશું લાગણી ના પ્રવાહ માં.

સખી સરવાળા માં તો બને છે કથા,

સંબંધો ને બાધીશું લાગણી ના પ્રવાહ માં.

૬. પથ્થર

શિકાયત વ્યાજબી છે પણ,

તમારા પહેલા દુનિયા આજ હતી,

કાલે પણ દુનિયા આજ રહેશે.

તારે પણ પથ્થરો ના બનેલા,

માનવ ની દુનિયા માં પળ પળ,

જુદા થવાનું છે, જીવવાનું અને

મરવાનું અહી છે.

એક તુજ નથી ખફા આ,

જમાના થી ઘમા બીજા છે,

દરેક માણસ ને એક,

નવો અનુભવ છે.

પણ જ્યાં સુધી શિકાયત રહેશે,

ત્યાં સુધી મહોબ્બત જીવંત રહેશે.

૭. તે માણસ

જીવન ના સંઘર્ષમાં ખુમારી થી,

જીવી જાય તે માણસ,

જીવન ની બાજી બહાદુરી થી

જીતી જાય તે માણસ.

રોદણાં રડવાથી કશું ન મળે,

લડવા કે યુધ્ધા થી કશું ન મળે,

જીતવું હોય તો દિલો ને જીતો,

જીવન માં દોડતો હિંમત થી

જીતી જાય તે માણસ.

હ્રદય ના ધબકાર સાથે ચાલવાનું,

થાકીએ તો પણ ના અટકવું,

જીવવું હોય તો ઝીલો પડકાર,

જીવન માં હસતો ખુશી થી

જીતી જાય તે માણસ.

૮. વાટ

માનો કે ન માનો એક વાત નિશ્ચિત છે,

આ થી પેલા છેડા સુધી ક્યાં નિરાંત છે ?

ચાહો હે ન ચાહો એક જામ પીવાનો છે,

મંદિર થી મહેફિલ સુધી ક્યાં નિરાંત છે ?

અજવાળા ને આવનાર અંધકાર ની ચીંતા,

અસત થી ઉદય સુધી ક્યાં નિરાંત છે ?

નજર વાટ જોઇ થકાી ગઇ સનમ આજે,

મિલન થી જુદાઇ સુધી ક્યાં નિરાંત છે ?

સખી સરનામા જાણવા શાને કાજે ?

આજ થી કાલ સુધી ક્યાં નિરાંત છે ?

૯. મન

તડકા માં શેકાયેલું આ મન.

ઠડંકમાં ઠરેલું આ મન.

વિરહમાં ઝુરતું આ મન.

અગન માં બળતું આ મન.

ઇચ્છા પંપાળતું આ મન.

હૈયા ને વલોવતું આ મન.

તમન્ના માં રાચતું આ મન.

લાગણી ને તરસતું આ મન.

સમય માં ડુબતું આ મન.

ઘડીક માં ફરતું આ મન.

હંમેશા કુદતુ આ મન.

રાહ શોધતુ આ મન.

નજર માં સમાતુ આ મન.

દર્શન ને તલસતુ આ મન.

જુદાઇ માં વ્યકુળ આ મન.

મઝધારે ડુબેલું આ મન.

સફર ઇચ્છતું આ મન.

ભીતર નં ઢંઢોળતું આ મન.

નિત લાગણીશીલ આ મન.

હ્રદય ને થપકારતુ આ મન.

હર ઘડી ભટકતુ આ મન.

તોફાનો ને ઝેલતું આ મન.

જિદંગી માં ઝઝુમતુ આ મન.

આંખો માં વિસ્તરેલુ આ મન.

આયખાને ટકાવતું આ મન.

શ્રધ્ધા ને દીપવાતું આ મન.

આશા ને ઉછેરતું આ મન.

નિરાશા ને ખંખેરતું આ મન.

કદી ન થાકતું આ મન.

વિચારો માં ડુબેલું આ મન.

આત્મા ને ઢંઢાળતું આ મન.

સ્નેહ વર્ષાવતું આ મન.

થાક્યાં વગર નું આ મન.

નિરાંત અનુભવતું આ મન.

આરામ ન કરતું આ મન.

નીત નવીન વિચારતું આ મન.

સપના માં રાચતું આ મન.

મહેફિલ માં ઝુમતું આ મન.

જામ માં ઢોળાયેલું આ મન.

અજવાળા પાથરતું આ મન.

અંધારા ઓગાળતું આ મન.

ફૂલ માં રમતુ આ મન.

બાગ માં ભમતું આ મન.

પડકાર ને ઝીલતું આ મન.

આનંદ માં રાચતું આ મન.

કમાલ માં રમકડું આ મન.

સુરજ માં અજવાળતું આ મન.

રાત માં મહેકતું આ મન.

શિખર ચડતું આ મન.

દરિયા માં ડુબતું આ મન.

વસંત માં ખીલતું આ મન.

પતઝડ માં ઉદાસ આ મન.

તારા માં ખોવાયેલું આ મન.

મારા માં સમાયેલું આ મન.

૧૦. ઓળખ

તું કેટલા ને એળખે છે એ મહત્વનું નથી,

તને કેટલા ઓળખે છે એ મહત્વ નું છે.

રસ્તો ક્યાં જાય છે તે જાણવું જરૂરી નથી,

તારે ક્યાં રસ્તે જવું છે તે જરૂરી છે.

તું કેટલાં માટે રોકાયો એ મહત્વનું નથી.

તારા માટે કેટકા રોકાયા એ મહત્વ નું છે.

તે કેટલા ને કાંઇ આપ્યું તે જરડરી નથી,

તને કેટલા કંઇક આપશે તે જરૂરી છે.

દુનિયા માં આવ્યા. એ મહત્વનું નથી,

દુનિયા ને શું આપ્યું એ મહત્વનું છે.

૧૧. મારગ

વહેતી જિદંગી ની આ પળો સૂચવે છે કંઇ,

વહેતી નદી ની આ ધારા મેળવે છે કંઇ.

વહી ગયુ આ આયખું તારું મારું કરવામાં,

વહેતી આસું ની આ ધારા માં ટપકે છે કંઇ,

વિકટ મારગ પર ચાલ્યા ક્યું કેટલુંય અહી,

વહેતી રાહીની મંઝિલ ને કહેવું છે કંઇ.

અધરસ્તે છી છોડી જનારા કારણ બતાવ,

વહેતી ઘડી ની આ ક્ષણ બતાવે છે કંઇ.

અરમાનો કોઇ ખૂણે કણસી રહ્યાં છે,

વહેતી વેદના ની ઝાળ માં શેકાય છે કંઇ.

અંતર માં ઉકળતો લાવા એવો તે કંઇ,

વહેતી આ લાવા નો રસ ઉકાળે છે કંઇ.

સખી જિદંગી ની સમીપ બેસીને પણ,

વહેતી જિદંગી ની નાવ ડામાડોલ છે કંઇ.

૧૨. છાયડો

શબ્દ વિના ની ભાષા હોઇ શકે ?

વેદના વગર નો પ્રેમ હોઇ શકે ?

યાદ ધૂટાતી અંતર ના કોક ખૂણે ?

ભૂલ્યા વગર ની યાદ હોઇ શકે ?

દૂર થી લાગે રણ રળિયામણાં,

રેતી વગર નું રણ હોઇ શકે ?

ખારાશ માં જળપંખીઓ રહે છે,

ખારાશ વગર નો દરિયો હોઇ શકે ?

સહેતો બળતો તાપ દેતો છાંય,

છાયડા વગર નો વડ હોઇ શકે ?

શેકાતો ભડભડ બાળતો નિત,

સૂરજ વગર નો દિવસ હોઇ શકે ?

મૌન માં પણ ઉભરાય છે પ્રેમ,

લાગણી વગરનું દિલ હોઇ શકે ?

ક્ષિતિજ ની પેલે પાર છે મંઝિલ,

કારવાં વગરનું દિલ હોઇ શકે ?

બેશક છૂપાવી દેજો તસવીર ને,

આસું વગર ની આંખ હોઇ શકે ?

સખી જુદા થવાની વાતો થાય,

વિરહ વગર નો પ્રેમ હોઇ શકે ?

૧૩. ગઝલ

સમાઇ જાય છે નદી વહેતી વહેતી દરિયા માં,

સમાઇ જાય છે ભવરો મંડરાતો રાતે ફૂલ માં.

લખાઇ જાય છે કવિતા તારી મીઠી યાદી માં,

વહાવી લઇએ આંસુ તારી વેરણ જુદાઇ માં.

સમાઇ જાય છે નિશાન રેતી ના ઢગલા માં,

સમાઇ જાય છે સૂરજ વાદળો ની સોડ માં.

લખાઇ જાય છે ગઝલ દિલ ની બરબાદી માં,

વહાવી દિએ છે યાદો ને તારી ખાતર પ્રેમ માં,

સખી સફર તો પૂરી કરી કરવા ને ખાતર,

સમાઇ જાય છે યાદ તારી નશીલી યાદી માં.

૧૪. હાજરી

કહેવું, સહેલુ છે જુદા થવું,

કેટલું અઘરું છે જુદા થવું.

આંખોને ભાસ લાગ્યા કરે,

દિલ ને પડછાયા લાગ્યા કરે,

મન ગેરહાજરી અનુભવ કરે,

કેટલું સહેલું છે જુદા થવું.

ક્ષણ ની વાત દિલ મળવા,

ક્ષણ ની વાત નજર મળવી,

પળ માં મન થઇ ગયું તારું,

કેટલું કઢિન છે જુદા થવું.

ન દિલ થી જુદા થતાં કદી,

ન નજર થી દૂર જતાં કદી,

મન થી વેગળા ન કરતા કદી,

કેટલું અઘરું છે જુદા થવું.

૧૫. હાર

પંપાળતા રહ્યાં જે દિલ ને દગો દઇ બેઠું,

કાલ સુધી હતું મારું આજે તારું થઇ બેઠું.

કેમ વિશ્વાસ કરવોે આ નાદાન દિલ નો,

પળવાર માં તો નજર મીલાવી ને બેઠું.

ભરોસો હતો જેના પર તે હારી ગયું.

આજ આમ શીદ ને ગુમાવી ને બેઠું.

શું જોયું આંખો માં તો ચંચળ બન્યું,

કામણગારા નયનો માં વસી બેઠું.

આદત ન હતી નજર મીલાવવા ની,

હવે તું આ ગુનાહ કેમ કરી ને બેઠું ?

દિલ બાજી નથી આમ હારી જવાય,

એ રમત રમત માં તારું થઇ બેઠું.

૧૬. નજર

ખબર ન હતી જેને આસું ની કિમંત,

આજ તે કરી રહ્યાં આંસુ ની કિંમત.

વહાવ્યાં ન હતાં કોઇ ની મજાર પર,

ચાર નજર મળી થઇ આંસુ ની કિંમત.

સરવાળો તો નથી આ મહોબ્બત નો,

તો પછી કોઇને નથી આંસુ ની કિંમત.

જો હોત કિંમત તો જુદા ન થાત કદી,

એમને પણ થશે કદી આંસુ ની કિમત.

હસતાં જે જોઇને કોઇ ની નજર માં,

આજે તેને પણ થઇ આંસુ ની કિંમત.

સખી ગણતરી શેની આંસુ ની કિંમત ?

એ તો દિલબર ના આંસુ ની કિમત.

૧૭. વ્હાલ

હજી પણ પીછો નથી છોડતી એ તાકતી નજર,

હજી પણ દેખાય છે તીરછી એ તાકતી નજર.

જાણે કેટલુંય કહેવાનું હતું એ બોલાતી નજર,

જુબાં બંધ હતી પણ કંઇ એ કહેતી નજર.

આટલી લાચરા ન હતી એ અનુભવી નજર,

ચાર નજર શું મળી ? એ લાગણી ની નજર.

ઘડીક તો વ્હાલ ઉભરાય એ પ્યારી નજર,

કંઇક અહેસાસ આપતી એ તરસી નજર.

કહી તો દીધું કહેવાનું એ હસ્તી નજર,

જાણે કઇ લાચારી માં એ રમતી નજર.

આજ તો દૂર થઇ એ પલટાતી નજર,

હવે ક્યારે મળશે ફરી એ નશીલી નજર.

સખી ઇન્તજાર કર એ ડોલતી નજર,

તને પણ એ દેખાશે એ મીઠડી નજર.

૧૮. વાચા

વિચારો માં યુવાની ન રહી શાને કાજે ?

ધરતી માં રસકસ ન રહ્યો શાને કાજે ?

વાયરો વાયો ન શીળતા શાને કાજે ?

વસંત આવી ન ટહુકો તે શાને કાજે ?

ફૂલો ઉગ્યાં ન મહેકયાં શાને કાજે ?

ઉષા ખીલી ન અજવાળી શાને કાજે ?

સાજ વાગ્યાં ન સૂર મળે શાને કાજે ?

વર્ષા આવી ન માટી મહેકી શાને કાજે ?

મૌન હતું ન સુમસામ શાને કાજે ?

દેખાય બધું ન અજવાળું શાને કાજે ?

સંધ્યાં ખીલી ન ઘંટારવ શાને કાજે ?

રાત પડી ન ચાંદની હતી શાને કાજે ?

નજર મળી ન દિલ મળ્યાં શાને કાજે ?

તારો થયો ન તું મારી થઇ શાને કાજે ?

૧૯. ખંડેર

ખંડેર આ જીવન ની વહી જતી પળો,

ખંડેર આ જીવન ની વહી જતી ક્ષણો.

રંગ વગર ની દિવાલો લાગે તે ખંડેર,

ગાબડાં આડા તેડા ને લાગે તે ખંડેર.

પ્લાસ્ટર તૂટી ને કકડભૂસ જે ખંડેર,

ઇટો ભાગી તૂટી ને હાડપિંજર ખંડેર.

દેખાતા ઉભા આડા સળિયા ખંડેર,

વાયરો ના કરોળિયા જાળા ખંડેર.

કદી લાગતી જે ખૂબસુરત ઇમારત,

આજે થાકી હારી ને ઊભી ખંડેર.

૨૦. માં

માં વગર નો સૂનો સંસાર,

માં વગર નો મોળો કંસાર,

છાતી ચાપીને જેણે ઉછેર્યો,

ભીને સૂઇ કોરા માં રાખ્યાં,

લાડ લડાવીને મોટા કર્યાં,

માં વગર ની ભીની આંખો.

સ્નેહ નીતરતી પ્યારી નજર,

વ્હાલ નો દરિયો તેની નજર,

ખમા ખમા માં રાખી છાવર્યાં,

માં વગર નો કોરો કાગળ.

જીવન લુટાવ્યું ઉછેર કાજે,

કોડ પૂરા કર્યા હેત કાજે,

વ્હાલ ના હિંચકે ઝુલાવ્યાં.

માં વગર નું રડતું હ્‌દય.

૨૧. લિલામ

સ્વાર્થ ખાતર આજ ભગવાન નું કરે કેમ લિલામ ?

નિજ ખાતર આજ ભક્તિ નું કરે કેમ લિલામ ?

દિલ માં જે દર્દ તેની શિકાયત ક્યાં જઇ ને કરવી ?

ભીખ માંગી આજ પ્રાર્થના નું કરે કેમ લિલામ ?

હૈયા માં ધીરજ રાખ પ્રભુ ને કરે કેમ હેરાન ?

અવિશ્વાસ ખુદ પર ને શ્રધ્ધા ને કરે કેમ લિલામ ?

અજબ ની લીલા કરી તેને સુષ્ટિ રચી અહીં ?

બ્રભાંડ રચ્યું જેણે રચનાર નું કરે કેમ લિલામ ?

અહીથી ખાલી હાથે જવાનો ને કરે કેમ ધમાલ ?

સંસાર ચાલતો જેનાથી ખેવૈયા નું કરે કેમ લિલામ ?

૨૨. ઝંખના

ગુગંળાઇ રહ્યો છે શ્વાસ મોકળાશ ને મન તરસે.

ગુંચવાઇ રહ્યો છે શ્વાસ આકાશ ને મને તરસે.

ખેડયું ખેતર વાટ જોઇ બેઠા આજ વર્ષા રાની ની,

કોહવાઇ રહ્યો છે પાક વરસાદ ને મને તરસે,

પ્રાર્થના તો કરી ઉગે ક્યારેક સોના નો દિવસ,

ઠંકાઇ રહ્યો છે સૂરજ અજવાળાં ને મને તરસે.

ફૂકી ફૂકી ને ડગ ભર્યા હતાં જ્યાં ને જ્યારે,

ફેલાઇ રહ્યું છે ઘાસ હરીયાળી ને મને તરસે.

વાટ જોઇ વાંસળી ના સૂર તો સંભળાયા ને,

વાગી રહ્યા છે રાગ બૈરાંગી ને મને તરસે.

જિંદગી આખી ઝંખના રાખી ને બેઠા હતાં,

અટવાઇ ગયું છે દિલ મહોબ્બત ને મને તરસે.

કવિ ની કવિતા માં ખોવાઇ ગયા કેટલાય,

છંદ, લય કે પ્રાસ ની ગોઠવણી ને મને તરસે.

સખી વિશ્વાસ નો જ એક આશરો છે અહી,

બધા આશરાં ને એક આશરા ને મને તરસે.

૨૩. ટહુકો

ટહુકો સંભળાય ને દિલ ડોલે,

ટહુકો સંભળાય ને મન ડોલે.

ઉચે ઉચે વૃક્ષ ની ટોચે બેસી ને,

કોયલ ને કલરાવ ગુજે ફિજા મા,ં

સ્મૃતિ માં સમાયેલ યાદ સંળવળે,

ટહુકો સંભળાય ને યાદ ડોલે.

આકાશ માં વિહરતા દરરોજ,

આજ ડાળે આવી ને બેઠા છે,

હૈયું વલોવાય ને હદય સળવળે,

ટહુકો સંભળાય ન હદય ડોલે.

ક્યાં થી આવ્યાં ક્યાં જશે ?

કેટલા સફર બાકી છે હજી ?

મન ચગડોળે ચીત સળવળે,

ટહુકો સંભળાય ને ચીત ડોલે.

૨૪. રાત

ઉજાગરો ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત,

બગાસા ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

કેમેય કરી નથી ખૂટતી વહેતી ક્ષણો ની ધારા,

ઓશીકું ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

ચાંદ પણ હસે છે દશા આ જોઇ વિરહ ની રાત,

ચાંદની ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

તારાઓની ગણતરી પણ ખૂટતી નથી આજે,

તારો ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

ખીલી આંખ માં સપનાં દેખાય તે શીદે ને,

સપનાં ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

ઉઘતા ભાળી ને પાછા ન વળી જાય શમણાં,

પાંપણ ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

પોપચા ને પણ ખડે પગે રહેવાનુ છે આજે,

પોપચા ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

સખી ખખડાવશે દ્રાર નયન માં આવી ને,

જનર ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.

૨૫. બંધન

નદી અટકે તો પણ મારગ શોદી લે છે,

જિદંગી અટકે તો પણ મારગ શોધી લે છે.

હોય ભલે ટૂકી આ જિદંગી કે લાંબી,

સફર અટકે તો પણ મારગ શોધી લે છે.

આજ અટકે તો કાલ ચાલશે જરૂર એ,

કારવાં અટકે તો પણ મારગ શોધી લે છે.

લાગણી ને કોઇ બંધન નથી નડતા,

લાગણી અટકે તો પણ મારગ શોધી લે છે.

બંધન જનમ જનમ ના આમ ન તૂટે,

શ્વાસ અટેક તો પણ મારગ શોધી લે છે.

સખી સપનું ભલે ને હોય આ જિદંગી,

હ્‌દય અટકે તો પણ મારગ શોધી લે છે.

૨૬. મદિરા

ઇશારા માં વાત થતી જે આજ સુધી,

નજરો થી જામ પીતા હતા આજ સુધી,

શબ્દો નો સહારો ન હતો આજ સુધી,

આજ કેમ જરૂર પડી વાર્તાલાપ ની.

લાગણી ના વહેલ વહેતા અવિરત,

પ્રણય નો સેતુ જોડતો અખંડિત,

સપનાં માં મિલન નો આનંદ નિત,

આજ કેમ જરૂર પડી મુલાકાત ની.

રીસાણા લાગણી ના વહેલ આજ,

ફરી ગયા સ્નેહ નિતરતા નેણ આજ,

અબોલ શબ્દો ની વાચા ખૂટી આજ,

આજ કેમ જરૂર પડી મહેફીલ ની.

વાર્તાલાપ ક્યારેય ખૂટતો નથી,

મુલાકાત થી જીવ ધરાતો નથી,

મહેફિલ માં જામ તૂટતા નથી,

આજ કેમ જરૂર પડી મદિરા ની.

૨૭. અકળામણ

સહેવાની પણ હવે હદ આવી ગઇ,

ચાહવાની પણ હવે હદ આવી ગઇ.

સહેતા રહ્યાં જિદંગી ભર ચાબખાં,

રડવાની પણ હવે હદ આવી ગઇ.

બહું સહ્યું, ન સહેવાનું પણ સહયું,

સહનશકિત ની હવે હદ આવી ગઇ.

અંધારા માં રહ્યાં ને વીતી જિદંગી,

અથડાવા ની હવે હદ આવી ગઇ.

ન કહ્યાં દિલ ના હાલ કોઇ ને,

ન કહેવાની હવે હદ આવી ગઇ.

હાલત ન વિચારી ખુદ ની ક્યારેય,

બેફિકરી ની હવે હદ આવી ગઇ.

સખી ધૂન માં જીવતાં રહ્યાં આમ,

જિદંગી ની હવે હદ આવી ગઇ.

૨૮. આભાસ

સપનું લાગે જે દીશે એ,

આભાસ લાગે જે દીશે એ,

શબ્દો પણ અકળાવી રહ્યાં,

મૌન લાગે જે કહે એ.

કહેવાની વાત તો રહી ગઇ,

જુંદુ લાગે જે કહે એ.

કેમ કરી મૂકવો વિશ્વાસ,

પડછાયા લાગે જે દીશે એ,

રીસામણા માનામણાં પ્રેમ,

લાગણી લાગે જે દીશે એ,

સમય તો વીતી જ ગયો,

વહેલું લાગે જે કહે એ.

ઇશારો લાગે જે કહે એ,

મિલન લાગે જે દીશે એ,

૨૯. મસ્તી

ચાર દિવસ ના મુસાફર છીએ,

અહી અજાણ્યાં મુસાફર છીએ.

લાંબી શપર દૂર દૂર સુધી ની,

લાંબા પહોળા રસ્તાઓ ધારા,

આસમાન સુધી ફેલાતી સડક,

રાહ ભટકેલા મુસાફર છીએ.

વાંકી ચૂંકી સીધી આડી સડક,

નજર ન પહોચે ત્યાં સુધી સડક,

કયાં જવું ને ક્યાં નહી ભટકતા,

માર્ગ ભૂલેલા મુસાફર છીએ.

મસ્તીમાં માં મસ્ત ચાલ્યાં જઇએ,

સાથ માં સાથ ને ચાલ્યાં જઇએ,

હાથ માં હાથ ને ચાલ્યાં જઇએ,

લાગણી ભૂખ્યાં મુસાફર છીએ.

૩૦. આશ

મહેફિલ તો સજાવી ઇન્તજાર માં આજ,

શમા તો જલાવી ઇન્તજાર માં આજ.

વાટ જોઇ થાકી આ મીણબત્તી આજ,

જામ તી છલક્યાં ઇન્જાર માં આજ.

સૂર રાહ જોઇ રહ્યાં રાગ રાગિની ની,

ઘેરો લાગે સન્નાટો ઇન્તજાર માં આજ.

કસમ તો આપી હતી એક મુલાકાત ની,

લાગણીઓ ઊભરાય ઇન્તજાર માં આજ.

નશીલા શબ્દો ની ગઝલ બનાવી ને,

રાત વેરણ લાગે ઇન્તજાર માં આજ.

ઊર્મિઓની જાજમ બીછાવી રાખી હતી,

ફૂલો તો મુરઝાયાં ઇન્તજાર માં આજ.

સખી વફા ની આશ માં ને આશ માં,

દિલ ને દુભાવ્યું ઇન્તજાર માં આજ.

૩૧. જતન

ભરેલું છતાં ખાલી લાગે આ દિલ,

મારું છતાં તારું તે લાગે આ દિલ.

આટલા વખતથી જતન કર્યું ને,

પળવાર માં તારું થયું આ દિલ.

ખોટ તો નહોતી રાખી માવજત માં,

શાને કાજે તને જ ઝંખે આ દિલ ?

આંખો એ કેવી કામણ કીધો કે,

નિસ્વાર્થ પ્રેમ માં લુટયું આ દિલ.

અચાનક આમ ખોઇ દઇશું ને,

નહિતર તાળાં માં રાખત આ દિલ.

વેદના ઉછેરવાનો તો શોખ નથી,

ભીલ થી નાદાન થયું આ દિલ.

સખી હજી પણ મોડું નથી થયું,

સમ આપી માગી લે આ દિલ.

૩૨. કસમ

કિનારા કરી લીધા દિલ ને વાળી લીધું,

વિસામા કરી લીધા દિલ ને વાળી લીધું.

નજર માં છુપાવી રાખ્યાં જેને જનત થી,

કાયમ ના કરી લીધા દિલ ને વાળી લીધું.

કેટલીય વાર માફી માંગવા છતાં જેને,

રીસામણા કરી લીધા દિલ ને વાળી લીધું.

અનંત તો કાંઇ જીવ ગુચવાયો નથી,

તમારા થઇ ગયા દિલ ને વાળી લીધું.

અમથું તો કાંઇ જીવ ગુચવાયો નથી,

તમારા થઇ ગયા દિલ ને વાળી લીધું.

સખી આ કસમ આપીને રોકી લીધા,

પોતાના કરી લીધા દિલ ને વાળી લીધું.

૩૩. શોધ

શોધશો તો પણ નહિ મળે સાચી લાગણી,

માગશો તો પણ નહિ મળે સાચી લાગણી.

સરનામા ફછતા ફરશે દુનિયા ભર માં તમે,

ખોળશો તો પણ નહિ મળે સાચી લાગણી.

એક મુસ્કુરાહટ માટે જીવ પાથર્યો અમે,

મરશો તો પણ નહિ મળે સાચી લાગણી.

મૌત ને પણ પાછું ઠેલવ્યું અર્પવા જીવન,

ચાહશો તો પણ નહિ મળે સાચી લાગણી.

પ્રેમ ની જ્યોત જલાવી દિલ બાળી ને,

બળશે તો પણ નહિ મળે સાચી લાગણી.

હિંમત ને મુઠી માં બાંધી રાખી સાચવીને,

ઝુરશો તો પણ નહિ મળે સાચી લાગણી.

સખી આજ ને સવારવા માટે અહીં તહીં,

તૂટશો તો પણ નહિ મળે સાચી લાગણી.

૩૪. પથ્થર

પસ્તાવો થાય પથ્થર ને પીગાળ્યાં શા માટે ?

પસ્તાવો થાય દિલડા ને લગાવ્યું શા માટે ?

ન હતાં આંસુ, ન કોઇ વેદના ની છાયા,

તમને દુઃખી કરવા મળ્યા અમે શા માટે ?

પાંખ વિનાનાં પંખી હતાં, સારું હતું એ,

ઉડ્યાં આકાશ માં વિહરવા શા માટે ?

નિત મન વિચાર્યા કરે આ હાલાત ને,

વ્હાલાનો જીવ દુભાવ્યો આમ શા માટે ?

લાગણી કાજે કરતાં રહ્યાં જે કાંઇ પણ,

પાસા અવળા તે પડ્યાં અહી શા માટે ?

ચાહત માં કોઇ ખોટ રહી ગઇ લાગે છે,

પળપળ મુશીબત માં મૂક્યાં શા માટે ?

સખી ચાલ્યાં જાવ દૂર કોઇ જગ્યાં એ,

આમ તૂટી તૂટી ને સાંધવું શા માટે ?

૩૫. ચાહ

માંગ્યું હતું શું ? તે આપ્યું શું ?

ચાહ્યું હતું શું ? તે આપ્યું શું ?

અજવાળા ની ચાહ અંધારા મળે,

વવ્વું હતું શું ? તે ઉગ્યું શું ?

નિહાળવા આવ્યાં દૂર થી આજ,

જોવું હતું શું ? તે જોયુ શું ?

આંખો માં વસે કાજળ સમા,

ખટકતું હતું શું ? તે ખટકયું શું ?

હદય ની ખેચતાણ ઝુર્યા કર્યું,

જોયતું હતું શું ? તે મળ્યું શું ?

આગમન વર્ષ નો થતાં ઝુમ્યા,

ઇછ્યુ હતું શું ? તે વર્ષાનું શું ?

સખી સરનામા ભૂલી જ્જો,

ભુલવાનું હતું શું ? તે ભુલ્યું શું ?

૩૬. કેદ

બંધન ન સમજશોે લાગણી ને,

જોખમ ન સમજશો લાગણી ને.

સાદી સીધી સમજૂતી છે આ,

ઉપકાર ન સમજશો લાગણી ને.

જીગર થી જીવી જાણીશું આમ,

તોફાન ન સમજશો લાગણી ને.

પીછે હછ ન થાશે કદી પણ અહીં,

યુધ્ધ ન સમજશો લાગણી ને.

આપવા કરતાં મેળવ્યું છે વધારે,

ગણિત ન સમજશો લાગણી ને.

આપવા છતાં વહેતી જાય નિત,

કંજુસ ન સમજશો લાગણી ને.

સખી આજ લૂટાવી દો આમ જ,

કેદ ન સમજશો લાગણી ને.

૩૭. ઘાયલ

દિલ ના અરમાન પૂરા થઇ ગયાં,

લાગણી ના વહેણ આજ મળી ગયાં.

પ્રીત ના જામ પી લીધા અમે અહીં,

જીવન ના જામ પી લઇશું ખુશી થી,

હાથ માં હશે જો હાથ તારો,

જુદાઇ નું દુઃખ પણ નહી રહે હવે.

ચૈન પણ ક્યાં જઇ ને મળશે,

દિલ થી દિલ ટકકરાઇ ગયાં.

ઘાયલ થયાં પછી સમજ આવી,

મારી ખુશી માટે ફના થઇ ગયાં.

સખી પ્રિત ની એવી લગન લાગી.

દુનિયા ની પરવા કરતા થઇ ગયાં.

૩૮. રીસામણાં

કંઇક કહેવું હતું પણ સબ્દ ખૂટયાં છે,

અંધારા ને પણ અજવાળા ખૂટયાં છે.

જીવી લેવું છે મન ભરી ને આજે,

લઇ શકાય તેવા શ્વાસ ખૂટયાં છે.

યાદો ની સહારો પૂરતો નથી હોતો,

યાદ કરાય તેવા પ્રસંગ ખૂટયાં છે.

ઉડી ગયેલું પંખી પાછું નથી ફરતું,

પાંજરા માં રહેવા દિવસ ખૂટ્યા છે.

વહી ગયા આંખોમાંથી હવે અશ્રું,

રડવા ને આજ અશ્રું ખૂટયાં છે.

દિલ તો જલાવ્યું રોજની કાજે,

મહેફિલ સજાવવા દિવા ખૂટયાં છે.

રીસાઇ ને જે એકવાર જતાં રહે,

તેના પાછા ફરવા ભાગ્ય ખૂટયાં છે.

સખી રોકી લો કસમ આપી ને,

પ્રિય ને મનાવવા સમ ખૂટયાં છે.

૩૯. જળ

ઝાંઝવા ને પામવાને દોટ મૂકી,

મૃગજળ ને પામવાને દોટ મૂકી.

હેત ના વાવેતર કર્યા દિલ માં,

વરસાદ ને પામવાને દોટ મૂકી.

દર્દ દિલ માં જ ઘૂટાઇ ને રહ્યું,

સનમ ને પામવાને દોટ મૂકી.

પ્રેમ ની કોઇ ભાષા હોતી નથી,

સમજણ ને પામવાને દોટ મૂકી.

જિદંગી વિતાવી ફૂલો ની સાથે,

વસંત ને પામવાને દોટ મૂકી.

હરપળ લાગણી માટે જ ઝુર્યા,

લાગણી ને પામવાને દોટ મૂકી.

તરસ્યાં નયને જ માઝા મૂકી,

નજર ને પામવાને દોટ મૂકી.

સ્પર્શ થતાં જ બીડાઇ જતું,

સ્પર્શ ને પામવાને દોટ મૂકી.

દિલ માં અનુરાગ જન્મ્યાં છે,

પ્રેમ ને પામવાને દોટ મૂકી.

સખી પ્રેમ માં જ પ્રેરણાં મળી,

જીવન ને પામવાને દોટ મૂકી.

૪૦. રહસ્ય

સરળ છે પણ એટલું સરળ નથી,

મન વાર્યુ પણ છતાં તે વરતું નથી.

હવા માં હાથપગ ફેલાવી અર્થ નથી,

કોના થી પકડાઇ તે પકડાવી નથી.

પવન ની સામે ચાલી શકાતું નથી,

સમય પહેલા કોઇને કશું મળતું નથી.

જેટલી ભૂસવા માગીએ ભૂસાતી નથી,

આ જીવનની રમત એમ રમાતી નથી.

કરશે દુનિયા વાતો ડર રહ્યો નથી,

રહસ્યો એવા કોઇ બાકી રહ્યાં નથી.

પત્ત માં યાદ સમાવી શકાતી નથી,

ઘટના એક પછી એક શમતી નથી.

ઇચ્છા પર કોઇ નું જોર ચાલતું નથી,

ના હક્ક ને ક્યારેય છીનવાતો નથી.

સખી શહેર ની ભીડ માં શાંતિ નથી,

નજર ને પ્યાસી નજર મળતી નથી.

૪૧. પડઘા

ભૂલવા ચાહીએ છતાં યાદ આવે છે,

ભૂસવા માંગીએ છતાં યાદ આવે છે.

શબ્દ ના પડઘા હજુ સંભળાય છે,

તોડવા માંગીએ છતાં યાદ આવે છે.

સૂર્ય તો તેમ જ દરરોજ ઉગે છે,

અંધારા માંગીએ છતાં યાદ આવે છે.

ઝરુખે બેઠા યાદો ને ભૂલવા આજ,

તૂટવા માંગીએ છતાં યાદ આવે છે.

સાત સાગર પાર તો જઇ ને બેઠા,

પૂછવા માંગીએ છતાં યાદ આવે છે.

માગવા છતાં ન મળ્યું ઉચ્છેલું ને,

લૂટવા માગીએ છતાં યાદ આવે છે.

સખી કસમ આપો ન છોડશો સાથ,

યાદ માંગીએ છતાં યાદ આવે છે.

૪૨. ભાર

જામ ખાલી છે સાકી આજ મહેફિલ માં,

રાત બાકી છે સાકી આજ મહેફિલ માં.

પાંપણ પર ભાર તો વર્તાય મહેફિલ માં,

હૈયા પર ભાર વર્તાય આજ મહેફિલ માં.

પીવા છતાં તરસ્યાં આજ મહેફિલ માં,

જામ છતાં તરસ્યાં આજ મહેફિલ માં.

છોડી દીધા જામ ખાલી મહેફિલ માં,

રૂખસત લઇ લીધી આજ મહેફિલ માં.

આંખો થી પીતા જામ મહેફિલ માં,

હોઠો થી પીધા જામ આજ મહેફિલ માં.

સખી ગમ ભૂલવા ઝુમ્યાં મહેફિલ માં,

મારે ખાતર ઝુમ્યાં આજ મહેફિલ માં.

૪૩. સંભારણા

ઉધ આવે તેની સપનાં રાહ જોઇ રહ્યાં છે,

એક સ્વપ્ન તેની વાટમાં રાહ જોઇ રહ્યું છે.

સાદ પાડી ને કોઇ બોલાવી રહ્યું હવે છે,

એક યાદ તેની રસ્તામાં રાહ જોઇ રહી છે.

દ્વાર ને બંધ કરો કો કોઇ ધૂસી ન જાય,

એક શમણું બારણે રાહ જોઇ રહ્યું છે.

અમસ્તું કોઇ નહિં આવ્‌ હોય ને રાતે,

સંભારણાં તેની દિશામાં રાહ જોઇ રહ્યાં છે.

પાછા ન ધકેલાય આંગણે આવેલા ને,

ભીજવા ને હૈયું વરસાદ રહા જોઇ રહ્યાં છે.

ઉડી ને આવ્યા દૂર થી આજ અહી,

ઘડીક વિસામો ખાવા રાહ જોઇ રહ્યાં છે.

સખી જાકારો ન આપશો કદી કોઇ ને,

મન માં વસેલાં સનમ રાહ જોઇ રહ્યાં છે.

૪૪. મોહક

ફૂલ પર ઝાકળ ઠયું,

કેવી સુદરતા અર્પી ગયું.

આંખમાં થી આંસુ ટપક્યું

કેવુ સુંદર મોતી બની ગયું.

રણમાં મૃગજળ દેખાયું,

કેવું સુંદર સોનું રચાયું.

બાગ માં ગુલાબ ખીલ્યું,

કેવું સુંદર રૂપ નીખરયું.

વસંત માં પવન વાયો,

કેવો સુંદર મોહક લાગ્યો.

દરિયો ભરતીએ ચઠ્યો,

કેવો મન મોહક લાગ્યો.

૪૫. સાંજ

યાદ આવે છે એ સાંજ આંખમાંથી અમી ઝર્યા હતાં,

યાદ આવે છે એ સાંજ સૂરામાંથી છલકાયા હતાં.

શોધું છું હવે એ સાંજ આસપાસ કયાંક મળ્યાં હતાં,

યાદ આવે છે એ સાંજ પડછાયો બની ચાલ્યાં હતાં.

ચાહું છું હવે એ સાંજ મીઠા દર્દ ને આપી ગયાં હતાં,

યાદ આવે છે એ સાંજ અજંપા માં છૂટા પડ્યાં હતાં.

તરસું છું હવે એ સાંજ સાથ માં સાથ કેવા હતાં,

યાદ આવે છે એ સાંજ એકબીજા માટે જીવતાં હતાં.

૪૬. આકળવિકળ

ભૂતકાળ બની ગયો ને તે ધીમું દરદ ઉપડ્યું.

ભૂતકાળ બની ગયો ને તે ધીમું દરદ ઉપડ્યું.

રાત અજંપા ને આકળવિકળ પસાર કરી,

ભૂતકાળ યાદ આવ્યો ને તે ધીમું દરદ ઉપડ્યું.

નથી ચૈન હવે દિવસ રાત ના આ ચક્ર માં,

ભૂતકાળ માં સરી ગયો ને તે ધીમું દરદ ઉપડ્યું.

તરસની તીવ્રતા વધતી ગઇ પ્યાસ ન બુઝી,

ભૂતકાળ તરસ્યા હતો ને તે ધીમું દરદ ઉપડ્યું.

બે ચાર વાર મળ્યાં હતા દિલ થી દિલ ને,

ભૂતકાળ પહોંચી ગયો ને તે ધીમું દરદ ઉપડ્યું.

સખી હશે શું ભાગ્ય વિચારવા જેવું તો ખરું,

ભૂતકાળ બની ગયો ને તે ધીમું દરદ ઉપડ્યું.

૪૭. અમી

તારી આંખો માં ખ્વાબ તરવરે,

તારી આંખો માં ખયાલ તરવરે.

બસ આમ જ હસતી રહેવા દે,

તારી આંખો માં અમી તરવરે.

લાગણી ના શમણાં છુપાયેલા,

તારી આંખો માં વ્હાલ તરવરે.

ક્યાંક બનાવટ નથી દેખાતી,

તારી આંખો માં સાચ તરવરે.

ઓળખાણ બસ આ આંખ ની,

તારી આંખો માં વિશ્વ તરવરે.

ન માર જનરો ના બાણ આમ,

તારી આંખો માં તીર તરવરે.

વિશ્વાસ મૂક્યો આ આંખો માં,

તારી આંખો માં કંઇક તરવરે.

નજર મળી દિલ મળી ગયા,

તારી આંખો માં દિલ તરવરે.

સાચા ખોટા નો આયનો એ,

તારી આંખો માં છબી તરવરે.

ટેવ છે એને તો રમવાની,

તારી આંખો માં મસ્તી તરવરે.

ક્યાંક બનાવટ ન છલકે,

તારી આંખો માં તેજ તરવરે.

ખીલતા ગુલાબ જેવી દીશે,

તારી આંખો માં કળી તરવરે.

સૂરમા ની જરૂર ક્યાં રહી,

તારી આંખો માં કાજળ તરવરે.

તાલ સાથે તાલ મિલાવતી,

તારી આંખો માં નૃત્ય તરવરે.

નજર માં જમાલ સમાયેલું છે,

તારી આંખો માં યાદ તરવરે.

તરસ્યાં રહ્યાં મનભરી દેખી,

તારી આંખો માં પ્યાસ તરવરે,

પાંપણ પણ ઝુકતી એને આજ,

તારી આંખો માં પાણી તરવરે.

ભૂલી ન શકાય કેમેય કરી ને,

તારી આંખો માં ફીણ તરવરે.

ભમ્મરો પણ ખડે પગે રહેતી,

તારી આંખો માં આભ તરવરે.

ટકોરા દે છે સપનાં ઓ આજ,

તારી આંખો માં સ્વપ્ન તરવરે.

શોધી રહી છે ચારે કોર કોને ?

તારી આંખો માં શોધ તરવરે.

રૂ જેવા કોમળ પોપચા એના,

તારી આંખો માં રુજુ તરવરે.

હૈલી એ ચડ્યું છે હૈયું આજ,

તારી આંખો માં હામ તરવરે.

પારદર્શકતા એની ચડે એવી,

તારી આંખો માં દશ્ય તરવરે.

જામ પી લીધા યાદો નાન

તારી આંખો માં નીદ તરવરે.

ભીજાઇ ગઇ લાગણી માં,

તારી આંખો માં અશ્ક તરવરે.

ઇચ્છા ઔ સ્પષ્ટ વંચાતી એમાં,

તારી આંખો માં અંતર તરવરે.

મદિરા ના પાન કરાવી રહી તે,

તારી આંખો માં મોજ તરવરે.

અધખુલ્લા નયનો મોહક લાગે,

તારી આંખો માં કીકી તરવરે.

અનરાધાર વરસે ક્યારેક એ,

તારી આંખો માં શરમ તરવરે.

સાંજે દુવા કીધી જેને કાજે,

તારી આંખો માં દુવા તરવરે.

શરમ નું ઘરેણું છે એ તો,

તારી આંખો માં સાઝ તરવરે.

ભરતી ઓટ તો ચાલતા રહે,

તારી આંખો માં સાગર તરવરે.

ડુબતા જઇ એ છીએ એમાં,

તારી આંખો માં શાંતિ તરવરે.

ઘેલછા એવી તે લગાડી એને,

તારી આંખો માં ઘેન તરવરે.

નશો કેમ કરી ને ઉતારવો,

તારી આંખો માં નશો તરવરે.

છલકતી જાતિ ઊર્મિ ઓ,

તારી આંખો માં હૈયું તરવરે.

હદયની આરસી છે એ તો,

તારી આંખો માં છાયા તરવરે.

અશ્રું પણ લાગે મોતી એમાં,

તારી આંખો માં ટીપાં તરવરે.

નિહાળવા જેને રાહ જોઇ ને,

તારી આંખો માં જામ તરવરે.

શરમ થી ઝુકાવી ન દેશો,

તારી આંખો માં લજ્જા તરવરે.

એક મુદત થી ચાહી જેને,

તારી આંખો માં સાદગી તરવરે.

આંજી બેઠા કાજળ શાને માટે ?

તારી આંખો માં રાત તરવરે.

ચાંદની પણ તેના શી શરમતી,

તારી આંખો માં ચાંદ તરવરે.

આંખ માં ઝળહળે યાદો તો,

તારી આંખો માં સમય તરવરે.

આરઝુ હતી રૂબરૂ જોવાની,

તારી આંખો માં જુસ્તજુ તરવરે.

શબ્દ બણ અબોલ થઇ ગયા,

તારી આંખો માં સ્નેહ તરવરે.

એક નજર ઘણું કહી જતી,

તારી આંખો માં વાત તરવરે.

આજ સામનો કરવો મુશ્કેલ છે.

તારી આંખો માં પ્યાર તરવરે.

મયકશી કરાવી રહી છે તે,

તારી આંખો માં સૂરા તરવરે.

સાકી એ પણ જામ ઠુકરવ્યો,

તારી આંખો માં મયકશ તરવરે.

નજર થી પીવડાવ્યા કર્યું આજ,

તારી આંખો માં આંખ તરવરે.

શબાબ ઉતરી આવ્યું છે એમાં,

તારી આંખો માં શબનમ તરવરે.

નજર અમારી ત્યાં જ ઠરી ગઇ,

તારી આંખો માં હૂંફ તરવરે.

છબછબીયા કરતાં શમણાં ને,

તારી આંખો માં મન તરવરે.

સદા સ્મિત રમતું રહેતુ એમાં,

તારી આંખો માં રમત તરવરે.

ઇબાદત સદા કરતી રહેતી,

તારી આંખો માં ખુદા તરવરે.

આંખ માં પ્રતિક્ષા વરતાય,

તારી આંખો માં રાહ તરવરે.

પડધો પડતો દિલ નો એમાં,

તારી આંખો માં પડદો તરવરે.

સખી તસવીર કંડારી છે જે,

તારી આંખો માં તું જ તરવરે.

૪૮. નાદ

પડછાયા ની જેમ સાથ રહ્યો છે,

અજવાળા થી શેકાતી રહ્યો છે.

ભીડ માં શોધી રહી કોને આંખો,

ગયેલો ચહેરો શોધી રહ્યો છે.

જળ માં પથ્થર વમળો પેદા કરે,

તરંગો માં અટવાતો રહ્યો છે.

અભિલાષા માં ખોવાઇ ગયો છે.

સંવેદના ગુચવાતો રહ્યો છે.

શ્વાસ ઉચ્છવાસ નિરંતર ચાલે,

હ્‌દય ધબકતું રાખી રહ્યો છે.

અંજપો દિવસ રાત રહ્યા કરે,

હવા નો વાયરો આવી રહ્યો છે.

સખી ગુંજ્યો એવો કે નાદ,

સંભળાતો ચોતરફ રહ્યો છે.

૪૯. માનવ

જિંદગી માં માનો એટલી રાહત નથી,

જિંદગી તો માનો એટલી સહેલી નથી,

દોષ જોતો જ રહ્યો બીજાનો ઉમ્રભર,

દોષ પોતાનો જોવો આમ સહેલી નથી.

વિવાદ, વિખવાદ, લડાઇ આજ છે,

ભૂલો સુધારવી કાંઇ સહેલી નથી.

માગ્યું ક્યાં મળે છે અહી ઝોળી માં,

ભીખ માંગવી જગત માં સહેલી નથી.

વૈભવ, ઐશ્વર્ય, મોજ માં રાચતા,

સાંદગી માં જીવવી હવે સહેલી નથી.

અદાવત માં જ જીવન લુટાવતો રહ્યો,

પણ જિદંગી આપવી તો સહેલી નથી.

લોહીના તરસ્યાં, મન ના તો સ્વાર્થી,

માનવ જડવો ધરતી પર સહેલો નથી.

૫૦. નઠોર

ઉદાસી સાંજ ને અકળાવી રહી છે,

ઉદાસી દિલ ને અકળાવી રહી છે.

સાંભળ્યું છતાં પણ અજાણ્યા રહ્યાં,

ચૂપકી તેની હવે અકળાવી રહી છે.

લોક લાજ ની પરવા કરતા થયાં,

ખાનદાની તારી અકળાવી રહી છે,

યાદ આવે સાથ વિતાવેલી પળો,

બેવફાઇ તેની અકળાવી રહી છે,

પવન બાતમી આપી ગયો છે,

વર્ષા ની હેલી અકળાવી રહી છે,

નઠારી લાગણીએ દગો જ દીધો.

યાદ ની ધારા અકળાવી રહી છે,

સખી સાંજ વેળા આ કેમ આવી,

તારી તસવીર અકળાવી રહી છે,

૫૧. બેહાલ

કોની સામે ઉઠાળ્યાં હથિયાર ?

કોની સામે આદરી લડત આ ?

હાર તો બન્ને બાજુ સરખી છે,

કોની સામે ભૂગોળ ખોલી છે ?

ખાલી છે હાથ દુઆ બાદ પણ,

કોની સામે ફેલાવ્યા છે હાથ ?

માગી માંગીને શું માગશો આજ,

કોની સામે ફરિયાદ માંડી છે ?

લેતા ન આવડ્યું, આપશે શુ ?

કોની સામે મદિરા પીધી છે ?

હાલ બતાવી રહ્યાં છે બેહાલી,

કોની સામે ઝોળી ફેલાવી છે.

સખી જીવતા રહ્યાં આશમાં,

કોની સામે અપેક્ષા રાખી છે ?

૫૨. બોજ

કહી રહી છે, તારી ઉદાસ નજર,

કરી રહી છે ચિતિંત ઉદાસ નજર.

મસ્તી છલકાતી હર ઘડી જેમાં,

આજ કેમ છે આમ ઉદાસ નજર.

એને કહેજો બીજું ગમે તે કરે એ,

પણ ન રહે સનમ ઉદાસ નજર.

મદભરી નજર માં બોજ વર્તાય,

હદ થી ભારે છે ઉદાસ નજર.

એવું તે શું ખાસ બની ગયું,

તે ફેરવી લીધી ઉદાસ નજરે.

પ્યાસ તો ન બૂઝી આજે પણ,

માટે લાગે છે ઉદાસ નજર.

સખી ખંખેરી નાખ ઉદાસી ને,

નથી સંખાતી આ ઉદાસ નજર.

૫૩. જળ

કોને ખબર શું થવાનું છે,

નજર તરસતા રહેવાનું છે.

ફૂલ તો સુંગધ ફેલાવાનું છે,

કરમાવા છતાં મહેફવાનું છે.

થાક વર્તાય છે જિદંગી નો,

હાફતા રહેતા ચાલવાનું છે.

ઘણું મુશ્કેલ છે માગવા નું,

બેશરમ થઇ માગવાનું છે.

કિનારે બેઠા ક્યાં સુરક્ષિત,

ઝાંઝવા જળ ડુબવાનું છે.

અનુભવ નથી જીવવાની,

તડપતા રહી ને જીવવાનું છે.

સ્વપ્ન માં અંધારા દેખાય,

આંખો ને રાતે જાગવાનું છે.

વસંત આવતી જતી રહે છે,

બહાર ને ક્યાં લાવવાનું છે.

ગુલાબ રહે છે કાટા વચ્ચે,

તેને ક્યાં વળી ચૂભવાનું છે.

ચાર પળ ની ઓળખાણ,

સરનામું ક્યાં સાચવાનું છે.

વળી ગયા અધવચ્ચે પાછા,

તેને ફરી ક્યાં આવવાનું છે.

ભાગતાં રહ્યાં સંબંધો થી,

જંજાળ માં ક્યાં ફસાવાનું છે.

સખી અજવાળતા મહેફિલો,

સાજન કદી ક્યાં આવવાનું છે.

૫૪. પ્રફૂલ્લ્તા

શિખર પર કે ખીણ માં ચૌતરફ ફેલાઇ છે યાદ,

ધરતી પર કે આભ માં ચારેતરફ ફેલાઇ છે યાદ.

રોમ રોમ પ્રફૂલ્લ્ત આજ સનમ નો સંદેશો આવે,

સવાર નાં કે સાંજ નાં ચારેતરફ ફેલાઇ છે યાદ.

સરી ગયેલી વિતેલી પળો માં બહેલાવી લીધું દિલ,

ભરતી માં કે ઓટ માં ચારેતરફ ફેલાઇ છે યાદ.

દિલ્લગી કરતાં પ્યાર થયો બેહાલ થઇ ગયો આજ,

સ્મિત માં દે રુદન માં ચારેતરફ ફેલાઇ છે યાદ.

૫૫. શબનમ

એક મુદત થી જેને આંખ શોધી રહી છે,

સોહામણાં શમણાને આંખ શોધી રહી છે.

ગુલાબી સાંજ ને આંખ શોધી રહી છે,

સુહાની સવાર ને આંખ શોધી રહી છે.

સૂરજ ના તેજ ને આંખ શોધી રહી છે,

ચાંદ ની ચાંદની ને આંખ શોધી રહી છે.

મોગરા ની મહેક ને આંખ શોધી રહી છે,

ધરતી લીલોતરી ને આંખ શોધી રહી છે.

આભમાં વિહરતા ને આંખ શોધી રહી છે,

જળ માં ડુબેલા ને આંખ શોધી રહી છે.

શબનમ ની પળો ને આંખ શોધી રહી છે,

રમ્ય હાસ્ય ને આ આંખ શોધી રહી છે.

જામ માં નશા ને આંખ શોધી રહી છે,

સૂરલાય માં મય ને આંખ શોધી રહી છે.

સખી તારી ઝંખના ને આંખ શોધી રહી છે,

સખી ચાહતી નજર ને આંખ શોધી રહી છે.