સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૩)
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ,, પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
લેખક ;- સુલતાન સિંહ બારોટ
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.
નામ ;- સુલતાન સિંહ બારોટ
મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું... ]
પ્રકરણ – ૩
“ આ મીઠાઈ ?”
“ હા..”
“ પણ એ કઈ ખુશીમાં... એતો કે સુનીલ...”
“ બસ એમજ...” સુનીલ ચુપ થઇ ગયો એના મુખ પર લહેરાતી ખુશી જાણે ક્યાય ખોવાઈ ગઈ અથવા ઉડન છું થઇ ગઈ. એ જેટલો ઉત્સાહિત થઈને નીચેથી ઉપર તરફ આવ્યો હતો એટલા ભાવ હવે એના ચહેરા પર હયાત ના હતા. એણે આજ અચાનક જોયેલી સોનલમાં બદલાવની લહેર એના દિલના ઊંડાણ સુધી જાણે સોંસરવી ઉતરી ગઈ. એક વિચિત્ર ભાવ એને જોયો હોય એવું એના ચહેરા પર જાણે સ્પષ્ટ ઉપસી આવ્યું.
સુનીલનું મન એના અગાધ ઊંડાણોમાં અંદર સુધી ઝડપભેર છુપાઈ ગયું. સામેના છેડે ઉભેલી સોનલના મુખની લાગણીઓ જાણે પોતાના દિલમાં ઉતારી રહ્યો હતો અને સાથોસાથ આજે આમ કોઈક વેદનાના વ્હેણમાં ખેચાતી જઈ રહેલી એજ રેખાઓને અનુભવી રહ્યો હતો. આમ ચુપચાપ રહીને બધુય સહન કરી પોતાના દુખડા છુપાવીને પણ સાધારણ વર્તન મુજબ એની આમ હસવાની કોશીશો એ જાણે હવે સમજી રહ્યો હતો. મનોમન સોનલ માટે ઉભરાતી એ વિશાળ પ્રેમની લહેરોને એ એનામાં ભેળવી દેવાય એક સમય વિચારતો પણ કદાચ એની ઈચ્છા વિરુદ્ધનું એક ડગલું પણના માંડવાનો એનો સંકલ્પ એને રોકી લેતો અને એ કઈ પણ બોલીના શકતો પણ, એના મનની વેદનાઓ સમજી લેતો. એનું મન જાણે સોનલ સાથે વાણાયુ હોય એમ એ તડપી રહ્યો હતો એની સુખ અને શાયબી જાણે આજે એને વ્યર્થ લાગતી હતી એ પોતાની જાતને આજ ગરીબ માની બેઠો હતો. કારણ સ્પષ્ટ હતું એની બધી દોલત દ્વારા પણ એ સોનલની ખુશીઓ ખરીદી લેવામાં અસમર્થ હતો એની જાણે એક માત્ર મૂડી સમાન એક સોનલ હતી જેનો સાથ એના માટે અનમોલ હતો. એની તમન્ના બસ માત્ર ને માત્ર સોનલના મુખ પર ઉભરતું સ્મિત જોવાની હતી. કેટકેટલા વિચારો હતા સામે વિશાળ દુનિયાના બંધનો અને પ્રીત, સુનીલ ક્યાય ખોવાયેલોજ ઉભો હતો કદાચ એ ત્યાં ઉભો હોવા છતાય ત્યાં ના હતો. એક શરીર હતું જે ત્યાં હતું આત્મા સિવાયનું બસ એક ખાલદુ જે કદાચ આજે એ દુનિયા માટે ઉભું હતું જે એના વિરોધમાં હતી પણ આત્મા બધા બંધનો તોડીને પ્રેમ તત્વ માં લીન થઇ ચુકી હતી.
“ કઇકતો વાત છે ? સુનીલ..” આમ વિચારોમાં ખોવાયેલા સુનીલને ખભે હાથ દઈ સોનલે થોડુક આછું સ્મિત કરતા પૂછ્યું. એના ચહેરા પર હળવાશ હતી અને ભારોભાર જાણે આછી ચિંતા પણ.
“ હું ફસ્ટ ક્લાસ આવ્યો છું....” કદાચ એનાથી વધુ બોલી શક્યો હોત પણજો સોનલનો સ્પર્શ એને મદહોશના કરી મુકત પણ એ સ્પર્શ એના માટે જાદુઈ દુનિયા જેવો હતો અને પોતાની અને સોનલની એક અલગજ દુનિયામાં એ સરી પડતો. અને છેલ્લા કેટલાક સમયથી આજ સ્વપ્નશ્રુષ્ટિ એને સ્વર્ગ જેવી મીઠી લાગતી. એનો સ્પર્શ એને ઝંઝોળી નાખતો જાણે કેટલાય વર્ષો જુનો સબંધના હોય એના દિલના સાગરમાં જાણે ભરતીઓ આવી જતી અને એ એક નવાજ વિશ્વમાં પગ માંડતો. એનો એજ પ્રેમ જાણે પંખી બની મુક્ત અને વિશાળ ગગનમાં વિહરવા પંખો ફફડાવીને ઉડી જતું એના મુખ પર કેટલાય રંગો રેલાઈ જતા સ્મિત આપોઆપ વહી જતું. અને અનાયાસ જાણે એક શબ્દ એના મુખમાંથી સરી પડ્યો “ બસ આજ સ્વપ્નશ્રુષ્ટિમાં જીવવું છે સોનલ અને બસ એપણ તારી સાથેજ..” એ અટક્યો કઇક વિચાર કરતો હોય એમ ફરી ખોવાઈ ગયો.
સુનીલની આંખોમાં ઉભરતો એ પ્રેમસાગર અને એના વિશાળ પેટાળમાં હિલોળે ચડેલા એજ ભાવનાના વહેણ સોનલ જાણે સ્પષ્ટ જોઈ શક્તિ હતી. અને કદાચ મનોમન કોઈક ખુશીઓ પામીને થોડુક શરમાઈ જતી એનેય આવુજ કઈક કદાચ અનુભવાતું હતું. પણ એનો સ્વીકાર ? એના માટે તો વિચારવુજ કેમ ? કેટલાય દિવસોથી તો જાણે એનેય મનોમન સુનીલનો સહવાસ ગમતો પણ હતો, એ જયારે પણ આસપાસ હોતો સોનલના દિલમાં એક વિચિત્ર ખુશીના મોઝા લહેરાઈ ઉઠતા એ ખીલી ઉઠતી હતી, પણ ? એના કેટલાય સવાલો સામે જાણે આ દુનિયાદારીના ખોખલા જવાબોની એક વિશાળ ખડકલી સર્જાઈ જતી એ હચમચી ઉઠતી મનને દબાવી દેતી અને આ સમાજ અને સોસાયટીના વિચારોમાં ફસડાઈ પડતી હારી જતી. કદાચ એમાં સોનલ એકલીજ ના હતી એની જેમજ દુનિયાની કેટલીયે સોનલ આજ રીતે દુનિયા ને સમાજના ખોખલા વિચારો આગળ શરણાગતિ સ્વીકારી લેતી હશે. દુનિયાદારીથી એ કેટલાય પ્રયત્નો છતાય છુટીના પડી શકતી બસ એજ સમાજ જાણે એનો વેરી બની જતો અને એને પળવારમાં પરાણે પોતાનો લાગે એવા એના સુનીલથી એને દુર કરી દેતો. કેટલાય બંધનો છતાં એ જાણે અજાણતા પણ સુનીલના તરફ આકર્ષાઈ જતી અજેય કદાચ એવુજ બની રહ્યું હતું ધીરે ધીરે દુરીઓ ઘટી રહી હતી બંનેના શ્વાસ એક સાથે સુર મીલાવા લાગ્યા હતા. એક વિચિત્ર લાગણીઓના અને ભાવનાઓના વહેણ એના દિલમાં વહેવા લાગ્યા હતા કદાચ બે જીવ એક થઇ જવા માટે હવે તત્પર હતા. પણ ત્યાજ એની એ ખોખલી દુનિયાના બંધનોએ ફરી એના પગને ઝકડી લીધા સમાજની ખોખલી દુનિયા એની આંખો સામે ઉદભવી અને એ હમેશની જેમ ફરી એક ફિક્કું સ્મિત આપી જાણે નઝરો છુપાવતા તરતજ એ ઝડપભેર સીડીઓ ઉતરી ગઈ.
સુનીલ હજુય એજ અવસ્થામાં અને એજ રીતે જાણે ક્યાંક ખોવાઈ ગયો હોય એમ બુથ બનીને ત્યાજ ઉભો હતો. અત્યાર સુધીનો એ રંગીન ગણી શકાય તેવો સાથ, સોનલની આંખોની ગહેરાઈમાં હિલોળે ચડેલા એ તુફાની મોઝા, એના મુખ પર હર પલ આમ ઉભરતો પ્રકાશ, એના દિલની એ અખૂટ અને અવિરત ગહેરાઈઓ અને એના તનમન અને દિલના ઊંડાણમાં થનગનતો પ્રેમ જાણે ઝૂરતો નઝરો સમક્ષ ઉપસી આવતો જાણે બધુજ હાલ પણ એની આંખો સમક્ષ હતું આંખો બંધ કરવાના નિર્દોષ પ્રયાસ કરવા છતાય એ બધું ભુલાવી કે મિટાવી ના શકતો. એની આંખો સમક્ષ હર પલ અને હર ક્ષણમાં બસ સોનાલનો ચહેરો ઉપસી ને છવાઈ જતો પણ તેમ છતાય એની પ્રીત એક નિર્દોષ પંખી જેવી હતી બસ એને મન મુકીને ઉડવું હતું. ના કઈ પામવાની લાલસા કે ના કઈ મેળવવાની ઝંખના બસ એક વિશાળ અને અખૂટ આભમાં ઉડી લેવાનો આનંદ અનહદ અને અકથ્ય આનંદ બસ બીજું કઈજ નહિ. એને બસ સોનલના મુખ પર રેલાતું સ્મિત જોવું હતું દરેક પળમાં એને હસતા જોવાની જ એક આશા એ હંમેશા સેવતો એને કદીયે એના પર જોર જમાવવાની ઈચ્છા ના હતી. એનેતો બસ એની ખુશીજ રોમાંચિત કરી દેતી એક અદભુત આનંદ અનુભવાતો સોનલને જોઇને પોતે છેક દિલના ઊંડાણથી જુમી ઉઠતો. ત્યાંથી એ સીધોજ પોતાના રૂમમાં જઈને પલંગ પર પથરાયો અને સોનલે જેમાંથી કટકો મીઠાઈ ખાધેલી એજ કટકો એણે મોમાં મુક્યો અને ચાવ્યા વગરજ એને ઉતારી ગયો કઈક અલગજ એ સ્વાદ હતો એમાં સ્પર્શ માત્રની જાણે મીઠાસ હતી, પ્રેમ હતો અને એક ગજબનું આનંદિત કરી મુકનારું આકર્ષણ પણ. એના મનસપટ પર હજુય સોનાલના જ વિચારો આમથી તેમ આગા પાછા પડઘાઈ રહ્યા હતા એક ફિલ્મની જેમજ એક રીલ જાણે ચાલી રહી હતી. નવી કાર, જન્મદિવસ, અને અવ્વલ આવવાની બધીજ ખુશીઓમાં જાણે સોનલના મુખ પરની ઉદાસી કાળા વાદળો બનીને ઘેરાઈ ગઈ હતી. હજુય એ પોતાના બેડ પર હોવા છતાય ક્યાય પોતાની નવી દુનિયામાં ખોવાયેલોજ હતો કદાચ એજ એની સ્વપ્નસૃષ્ટિ હતી. બધુંજ જાણે એની આંખો સમક્ષ જીવંત બનીને ચકડોળે ચડ્યું હતું એની સમજથી બધુજ બહાર હતું પણ સાથો સાથ દિલના કોઈક ખૂણે એક અદભુત આનંદ પણ હતોજ. સોનલની ભૂતકાળની યાદો... હાસ્ય... સ્પર્શ... પ્રથમ મુલાકાત... એનો ગુસ્સો... એનો પ્રેમ... એની લાગણીઓ... એની ચિંતા... કાન પાછળ સરકાવતી એ લટ... એની શબ્દોની મીઠાસ... વ્યગ્રતા... અદા... છટા... અને બધું છુપાવી હસવાની આગવી આવડત... બધુજ વિચારીને એ મલકાઈ જતો.
સમયની સાથો સાથ સંધ્યા પણ ઢળી રહી હતી વાદળો મુકત પણે દોડાદોડ કરી રહ્યા હતા જાણે એક દોડ ની સ્પર્ધા ચાલતી હોય. સુરજ પોતાની રોશનીને સંકેલવામાં વ્યસ્ત હતો ત્યાજ બીજી તરફ ચન્દ્ર પોતાની ચાંદની પાથરવામાં પરોવાયેલો દેખાતો હતો. ખૂલું આસમાન ચાદર બનીને ધરતીને પોતાનામાં સંકેલી રહ્યું હતું બધુજ કાળા અંધાર પટમાં ભેળવાઈને અદર્શ્ય થઇ રહ્યું હતું. ચંદ્રમાં પોતાના નિર્મળ હાસ્ય વડે વાતાવરણને રંગીનતા પ્રદાન કરી રહ્યા હતા. એક તરફ સોનલના વિચારો હતા તો બીજી તરફ એના ધોવાઈને વહેતા અરમાનો, પોતાના રૂમમાં પડેલો સુનીલ જાણે કેટલાય વિચારોના સાગરમાં ફંટાઈ રહ્યો હતો એના માટે આ સમયે કોઈ એક વિચાર કરી શકવો અથવા એક વિચારને પકડી રાખવો પણ ખુબજ મુશ્કેલ જાણાતો હતો. એના મનમાં કેટલાય સવાલો જાણે એક ગાંડા થયેલા સમુદ્રની જેમ હિલોળે ચડ્યા હતા અને પોતે જાણે એમાંથી બહાર નીકળવામાં કે બચવામાં અસમર્થ હતો. કદાચ એ ડૂબી જવાની કગાર પર હતો તેમ છતાય એ વિચારો એને આનંદ આપતા હતા એને તરવા કે બચી જવા કરતા ડૂબી જવામાં જાણે વધુ ખુશી અનુભવાઈ રહી હતી. એના મનમાં એક અલગજ પ્રકારની વેદના આજે અનુભવાઈ રહી હતી એના આસપાસ કેટલીયે મુશ્કેલીઓ આમતેમ તળવળી રહી હતી. એક તરફ પરિવારતો બીજી તરફ સોનલ અને પોતાનો મિત્ર વિજય અને એના પિતાજી કિશનભાઈ શું કરવું ? અને શું નઈ ? એ એની વિચાર ધારાથી તદ્દન જુદુજ થઇ રહ્યું હતું. કોને સંભાળીને બેસવું અને કોને છોડીને નિર્ભય થઇ જવું એને કદાચ કઇજ જાણે સમજાઈ રહ્યું ના હતું. એના માટે હાલ પુરતું સોનલના વિચારોને ભૂલવું સંપૂર્ણ રીતે રીતે અશક્ય હતું કે બીજા વિચારોમાં પોતાનું મન પરોવવું.
એના દિલમાં એક અનોખા વિચારોની વિશાળ દોટ મૂકાઈ હતી જેનો અવાજ ગૂંથાઈ રહ્યો હતો એની લાગણીઓ જાણે એને બાળીને એક સળગતી અગ્નિની જેમ નિરંતર ભભૂકી રહી હતી. એનો સાદ જાણે ગૂંઠાઈ રહ્યો હતો એના માટે અવાઝ કરી શકવો પણ મુશ્કેલ હતો. એણે એક લાંબો શ્વાસ લીધો અને એકાએક પલંગ પરથી ઉભો થયો અને એના ગળામાંથી જાણે એક લાંબી ચીસ નીકળવા જઈ રહી હતી. કદાચ એની પીડા અને અરમાન એ ચીસ દ્વારા બયાન થઇ જવાના હતા પણ જાણે અચાનક રોકાઈ ગયો પણ એનો અવાઝ પાછો એના ગાળામાંજ ભરાઈ ગયો. એની હાલત કફોડી થઇ ગઈ અને અચાનકજ એની આંખો સામેના દરવાજા પર ચોટી ગઈ એણે જે જોયું કદાચ એ ઘડી ચુકી ગયો એને વિશ્વાસના બેઠો પણ એણે સ્વસ્થ હોવાની ખોટી નકલ કરી. સામેના દરવાજા પર ઉભેલા કિશનભાઈ અને સોનલને એમના હાથમાં પકડેલી કેક સાથે જોઈ રહ્યો.
“ હેપ્પી બર્થડે ટુ યુ , હેપ્પી બર્થડે ટુ યુ , હેપ્પી બર્થડે ડીયર સુનીલ, હેપ્પી બર્થડે ટુ યુ....” સામેના છેડેથી જન્મદિવસની સુભેચ્છા પાઠવતું ગીત સંભળાયું જે કિશનભાઈ અને સોનલ સાથેજ સુર મિલાવીને ગાઈ રહ્યા હતા. સુનીલ હજુય જાણે સપનું જોતો હોય એમ ત્યાજ પલંગ પર બેસીને બધું એની આંખો સમક્ષ બની રહેલું જોઈ રહ્યો હતો જાણે કોઈ સપનું હોય. એક વારતો એણે પોતાનાજ હાથને આગળ કરી આંખો સામે લાવી ચૂંટલી ભરી એ જરા અમથો ચીખ્યો અને કઈ બોલે એ પહેલાજ જાણે છેવટે સોનલે એને આંખોથી કેક કાપવા માટેનું સુચન કર્યું અને સુનીલ ત્યાંથી ઉભો થઈને બંને ઉભા હતા એ તરફ વળ્યો. એના મનમાં હજુય આ બધાને કેમ ખબર પડી હશે એજ વાતની વિચારોની ધારા જાણે વહી રહી હતી ત્યાજ અચાનક સોનલે કેક કાપવા કહ્યું અને કીશાનભઈએ પણ સોનલની વાતમાં સુર પુરાવ્યો. કેક કપાઈ સુનીલે બંનેને કેક ખવડાવી અને અચાનક કઈંક યાદ આવી ગયું હોય અને ખોવાતું હોય એમ એકાએક અધીરો બની ગયો હાવભાવ માં વિચિત્ર પરિવર્તનની લહેરો છવાઈ ગઈ. પોતાના પલંગ અને રૂમમાં આમ તેમ બધુ ફંફોળવા લાગ્યો એની અધીરાઈ કઈંક ખાસ વસ્તુ ખોવાઈ હોય એવું સ્પષ્ટ દેખાડી રહી હતી એના હાવભાવ જાણે અલગજ હતા.
“ શું શોધે છે બેટા...” કિશનભાઈ જાણે અચાનક સુનીલના હાવભાવથી થોડાક ઘભરાયા હોય એમ આમ તેમ વલખા મારતા સુનીલને જોઇને બોલ્યા અને ફરી ચુપ થઇ ગયા. એમના ચહેરા પર એક વિચિત્ર મૂંઝવણની રેખાઓ ખેચાઈ રહી હતી મનમાં સવાલો જાણે વધતા હતા
“ મારો મોબાઈલ અંકલ... સેલફોન... ખબર નઈ... ક્યાં મુકાઇ ગયો...” સુનીલે પોતાની શોધખોળ ચાલુજ રાખતા ટૂંકો જવાબ આપ્યો. અને ફરી પોતાની વ્યસ્તતામાં જાણે પરોવાઈ ગયો.
“ કદાચ આજ તો નથી ને ? ” એક હાથે મોબાઇલ ફોન ઉંચો કરી એની સામે બતાવતા સોનલ બોલી એ સમયે એના મુખ પર એક વિચિત્ર ભાવ ઝળહળી રહ્યા હતા કદાચ સુનીલ માટે એને સમજી શકવું મુશ્કેલ હોય. એ જાણે હમેશની જેમ સુનીલની તરફ મનોમન ખેચાણ અનુભવી રહી હતી એની આંખોમાં શરમ પણ જાણે ભારોભાર વર્તાઈ રહી હતી. પણ બસ એની મર્યાદા અને આ જાલીમ દુનિયાદારીની લક્ષ્મણ રેખા એના મનમાં ઉપસી જતી હોય તેમ એ પોતાની લાગણીઓને દબાવી ફરી શાંત બની જતી.
“ હમ......હાં......આજ ફોન.....પણ....તમને....ક્યાંથી....? ” હડબડાટમાં એને જે આવ્યું એ તુટક બોલતા ઝડપભેર દોડીને સોનલના હાથમાંથી મોબાઇલ ફોન લઇ લીધો અને તરત ખિસ્સામાં નાખતા જાણે ભૂત જોયું હોય એમ ક્યાય ખોવાઈ ગયો. એના મુખ પર જાણે કઇક ખોટું કર્યાની લાગણીઓ ઉભરાઈ આવી કઇક પાપ કરી બેઠો હોય એવી શરમીંદગી જાણે ઘેરાઈ વળી એ કઈજ બોલી ના શક્યો અને બસ ચુપચાપ ત્યાજ ઉભો રહ્યો.
થોડીક પળો જાણે આમજ વીતી અને જાણે હવે કીશનભઈને કઈક નવું કામ યાદ આવ્યું હોય તેમ થોડુક મંદ મંદ હસતા “ મારે થોડુક કામ છે હું જાઉં...” એમ કહીને નીચે તરફ જવા વળ્યા અને ઘડપણના કારણે ધીરે ધીરે સીડીની બાજુઓના સહારે નીચે ઉતરી ગયા. સુનીલ જાણે હજુય સીડીઓ તરફ જોઈ રહ્યો હતો કદાચ એમના ઉતરવાની રાહ જોતો હોય થોડોક સમય વીત્યો અને સીડીઓ ઉતરવાનો અવાઝ બંધ થયો અને સુનીલે પોતાના પગને સોનલ તરફ વાળ્યા. સોનલ કઈ બોલેકે વિચારી શકે કદાચ એટલો સમય પણ સુનીલે ના આપ્યો અને સોનલનો હાથ મઝબુતાઈથી ઝકડી લીધો. જાણે એક કરંટ એની નસે નસમાં ભળીને લોઈની જેમ વહી ગયો, એની લાગણીઓ હવે બધા બંધ તોડીને નિરંતર વહી રહી હતી. સોનલના સ્પર્શથી એક ગજબની લાગણીઓ સાથે ભાવનાઓના સુર રેલાયા એ ક્યાય દુર સુધી જાણે એની ધરામાં વહી ગયો. સોનલ પણ આમ અચાનક પકડેલો હાથ છોડાવીના શકી કદાચ એનું દિલ પણ એમજ રહેવા ઇચ્છતું હોય ? સુનીલની વિશાળ આંખોની એજ દુનિયામાં સોનલ જાણે એક અજાણ્યાની જેમ ખોવાઈ ગઈ. એ એની આંખોના ગહેરા ભૂલભુલૈયા જેવા ચક્ર્વાતોમાં રસ્તો અને કિનારો બંને ભટકી ગઈ હતી એક અજાણી લાગણી અને સ્થળમાં એ ખોવાઈ ચુકી હતી પણ અચાનક એને ફરી પોતાની વર્તમાન સ્થિતિ યાદ આવી. સમાજ અને દુનિયાદારી જાણે એને સુનીલની આંખોમાંથી ધસડીને દુર લઇ જવા લાગી હોય તેમ એ તડપી ઉઠી. સોનલ હજુ વિચારે કે કઈ બોલે એ પહેલાજ નીચેના રૂમમાં કઈક અવાજ થયો અને સોનલ તુરંત દુર ખસી ગઈ જાણે કોઈના જોઈ લેવાનો ભય એને સતાવી રહ્યો હોય. એણે પોતાની મર્યાદા રેખામાં આવતા સુનીલને દુર ખસેડી પોતાની હિંમત એકઠી કરીને કડક અવાજે પૂછ્યું “ આ શું કરે છે તું સુનીલ ?” કદાચ એ પોતાના કથન વડે પોતાની લાગણીઓને છુપાવાની નામુનકીન કોશિશો કરી રહી હતી પણ સુનીલ બધુજ એની આંખોમાં જોઈ શકતો હતો.
અચાનક સુનીલની પણ જાણે નીંદ ઓગળી ગઈ એ ચમક્યો અને ફરી જાણે પોતાનું કઈ શોધતો હોય એમ પોતાની શોધખોળ એને તુરંત શરુ કરી દીધી એ ચારે કોર આમ તેમ નઝર દોડાવવા લાગ્યો કઇક એને હાલ જોઈતું હોય પણ ના દેખાતું હોય એવા ભાવ એના ચહેરા પર સ્પષ્ટ હતા. એનું મન ક્યાય ખોવાયેલું હતું અને સાથો સાથ ઉદાસ પણ, ત્રણ કે ચારેક વાર સોનલે એને શું શોધે છે ? એમ પૂછ્યું છતાય એણે સોનલની વાતોમાં કાન ના દીધો અને પોતાના કામમાજ પરોવાઈ ગયો. થોડાક સમયની શોધખોળ ચાલી અને આખરે એના મુખ પર એક અનોખી હળવાશ છવાઈ એક વિચાર એના મનમાં ઝબકયો અથવા એને કઈક યાદ આવ્યું હોય એમ એ તુરંત પોતાના કબોટ તરફ દોડ્યો અને એના ખાનામાંથી ફસ્ટ એડ બોક્સ લઇ આવ્યો અને સોનલ તરફ વળ્યો. એ સીધો સોનલના સામે જઈ એને હાથથી પકડી પલંગ તરફ દોરી ગયો એક માલિકીનો વર્તન સ્વભાવ એનામાં દેખાયો હતો અને સીધો સોનલને પલંગ પર બેસવા આદેશ કરી પોતે સામે સોફા પર ગોઠવાયો. પણ કેમ ? કદાચ જયારે સોનલે એને પોતાનો હાથ ઉંચો કરીને મોબાઇલ ફોન બતાવ્યો હશે ત્યારે એના હાથમાં પડેલો એ ઘાવ એણે પહેલી નઝરેજ દેખ્યો હશે. અને એનો હાથ પોતાના પગના ઘૂંટણ પર મૂકી સોનલની મંજુરીની રાહ જોયા વગરજ ડ્રેસિંગ શરુ કરી દીધું.
“ અરે જવાદે સુનીલ આતો બસ નાનો ઘાવ છે એમાં આટલું બધું ડ્રેસિંગ ના કરવાનું હોય એતો મટી પણ જાય... રેવા દેને યાર... ” સોનલે થોડુક હસતા જવાબ આપ્યો પણ કદાચ એનો જવાબ સુનીલના કાન સુધીના પહોચ્યો હોય એમ એણે પોતાનું મનનું ધારેલું અને એને ઉચિત લાગેલું કામ કર્યેજ રાખ્યું. કદાચ એ બધું જાણતો હોય એમ શાંત બેસીને બધું સંભાળતો હતો પણ આ સમયે એને કઈ પણ કહેવું ઉચિત ના લાગ્યું. કદાચ ગણાય સવાલ હતા. પણ હાલ એના સવાલ કરતાજ સોનલ ક્યાંક અચાનક રિસાઈને ઉભી થઈને જતી રહેશે એવો ડર પણ હતો એટલે એ ચુપ બધું સંભાળતો બેસી રહ્યો હતો.
જેમ જેમ સુનીલનો હાથ એના હાથને સ્પર્શી રહ્યો હતો એના મુખમાંથી કેટલીયે સિસ્કારીયો નીકળી જતી હતી કદાચ એને દુખતું પણ હોય પણ હાલ એનું ધ્યાન દર્દ કરતા એના સ્પર્શને માણવામાં ઉલજાયેલું હતું. આજ એનું મન એક અનેરી ખુશીઓ માણી રહ્યું હતું કદાચ આટલા વખત પછી કોઈક એની આમ કાળજી લઈ રહ્યું હતું એના દુખે દુખી હતું એના દર્દથી કોઈ અન્ય પણ જાણે પીડાઈ રહ્યું હતું. એનું મન એક અનોખા સફરમાં નીકળી પડ્યું હતું, સુનીલનો સ્પર્શ એને એક અદભુત અને અકલ્પ્ય આનંદ આપતો હતો એનું મન રોમાંચિત થઈને જાણે ઝૂમી રહ્યું હતું. એ મનોમન ખુશ પણ હતી અને સાથો સાથ આ દુનિયાદારીની બીક એને જાણે સતાવી રહી હતી, પણ એમાંથી નીકળવાનો એને માર્ગ નહતો મળતો કદાચ એનીજ ગડમથલમાં એ ખોવાઈ જતી હતી. એકતરફ એનું મન સુનીલના સહવાસને ઝંખતું અને એના સાથ માટે તડપી ઉઠતું તો બીજી તરફ આ દુનિયાદારી એને એનાથી દુરી બનાવી લેવા મઝબુર કરતી. એના મનમાં લાખો વિચાર હતા પણ કોને ન્યાય આપવો કદાચ એની મુઝવણ એને બેચેન કરી દેતી હતી.
થોડોક વખત વીત્યો એની સપનાની અને મનમાં રચાયેલી સ્વપ્નસૃષ્ટિની દુનિયા જાણે આંખો સામેથી ઓઝલ થઇ ગઈ ડ્રેસિંગ પત્યું અને સુનીલે એનો હાથ હળવેકથી એના પગ પર સરકાવી એક મુકત ગગનમાં દુરદુર ઉડાઉડ કરતા પંખીને જાણે જમીન પર પાછા ફરવાનું આમંત્રણ આપતો હોય તેમ ખભે હાથ મૂકી એને જગાડી. સોનલની વાસ્તવિકતા એની સામે ત્રાસી નઝરે જાણે ડોળા કાઢીને હસતી હોય તેમ એની માયાજાળની નીંદર ઉડી અને વાસ્તવિકતા છતી થઇ. સોસાયટીના વિચારોની લાંબી કટાર એના સામે આવી ચડી એ ગભરાઈ ગઈ અને તરત ઉઠી પોતાનું અંતર બનાવી લીધું અને ગભરાતા અવાજે બબડી “ શું થયું સુનીલ ?”
“ એજ તો મારે તને પૂછવું જોઈએ ને સોનલ... ? કે શું થયું છે તને... ?” સોફામાં થોડોક આગળ તરફ ખસતા સુનીલે સવાલ કર્યો.
“ એતો... હું... આમ... બસ... દાદરા... પરથી... ઉતરતી... અ..અ...મ... ચઢતી... વખતે... પડી ગઈ હતી ” સોનલના શબ્દો એનો સાથ છોડી રહ્યા હતા.
“ ખરેખર દાદરા પરથી પડી ગઈ કે... પછી..”
“ કેને શું પછી... બોલ... એક વાર કહ્યું ને કે બઉ ચીંતા જેવી વાત નથી.. ચલ હવે રાત બઉ થઇ ગઈ છે મારે જવું જોઈએ અને જોતો વિજયના આવવાનો પણ સમય થઈજ ગયો છે ?” કઈક છુપાવાની કોશિશ કરતી હોય તેમ નીચી નઝર કરી સોનલ સીડીઓ તરફ ચાલવા લાગી. કદાચ હજુય એના મનમાં એ સુનીલના સ્પર્શના વિચારો દોડી રહ્યા હતા એને એક આકર્ષણ ખેંચી રહ્યું હતું પણ પોતાની મર્યાદાઓ એ કદાપી તોડવાના ઈચ્છતી અને પોતાની લક્ષમણ રેખામાં એ હમેશા રહેવા ઈચ્છતી હતી એ ફરી ઝડપભેર ચાલી નીકળી. એના પગમાં ઝડપ હતી એને પોતાના દિલ પર વિશ્વાસના હતો એ હવે વધુ બંધનો તુટવા દેવા ઈચ્છતી ના હતી અને સુનીલનો નજીકી અહેસાસ એને મઝબુર કરી દેતો હતો.
“ એક મિનીટ સોનલ..” પાછળથી એના કાને અવાજ પડઘાયો અને એ તરતજ ત્યાજ રોકાઈ ગઈ.
સુનીલ પલંગ પરથી ઉભો થઇ કઈક જોઈ લીધું હોય એમ એની તરફ પાછળ આવ્યો અને એને એમજ ઉભું રહેવા કહ્યું અને સોનલ ત્યાજ જાણે એના આદેશની લાજ રાખી રહી હોય તેમ ઉભી રહી ગઈ. થોડીક વાર એમજ ઉભી રહી ત્યાજ એના ગોરા દેહનો પાછળનો બ્લાઉઝનો ખુલ્લો ભાગ જાણે એને ગદગદ કરી રહ્યો હોય એમ લાગ્યું. એ અચાનક ક્યાય દુર સુધી જાણે વિહરી આવી એના શબ્દો ત્યાજ અટકી ગયા જાણે એ કઈ બોલવામાં વિચારી કે સમજી જ ના શકી. અચાનક એક સિસ્કારી નીકળી એના બરડા પરના ઝખમ પરજ સુનીલનો હળવો સ્પર્શ અનુભવાયો અને એ થરથરી ગઈ પણ જાણે એનું દુખ સુનીલ અનુભવી શકતો હોય તેમ હાથ હળવોજ અડક્યો. એના દેખાવા પરથી જાણે સુનીલે એ પડેલું ચકામું તાજુજ હોવાનો અંદાઝ લગાવી લીધો અને એના મુખમાંથી બે શબ્દો સરી પડ્યા “ સોનલ આ પણ દાદરા પરથી પડ્યાનું નિશાન છે કે શું...?”
“ કઈ નથી કહ્યુંને પડી ગઈ હતી હવે મને મોડું થાય છે...” સોનલે જાણે સુનીલની વાતને ઉડાઉ જવાબ આપ્યો અને કદાચ વધુ સવાલના થઇ જાય એમ વિચારી ઝડપભેર સીડીઓ ઉતરી ગઈ.
સોનલ સીડીઓ ઉતરી સીધી પોતાના રૂમ તરફ દોટ મૂકી જાણે એના ગાળામાં ડૂમો ભરાઈ રહી હતી એને તરતજ અંદર પ્રવેશી દરવાજો બંધ કર્યો કોઈ આવી જવાનો ભય હોય એમ અંદરથી કુંડી પણ લગાવી દીધી. દરવાઝા પરજ માથું મુકીને જાણે રોઈ પડી અને પલંગ પર જઈ પડી અત્યાર સુધી રોકી રાખેલી લાગણીઓ રુદન સ્વરૂપે વહેવા લાગી. કેટલાય વિચારો એના મનને કોરી ખાતા હતા કેટલી વેદના એના દિલના સાગરમાં ભળી રહી હતી. આમથી તેમ દોડાદોડ કરતા કેટલાય વિચારો એની અંતરાત્માને તહેસ નહેસ કરી રહ્યા હતા પણ એના એ સવાલોના એની પાસે કોઈજ જવાબ ના હતા. એક તરફ બધું મનમાં દાબી સંભાળી લેવાની હાશ તો બીજી તરફ એની તરફ એટલો ઝુકાવ હોવા છતાય એને આમ છેતરતા રહેવાની વેદના. કેટલાય પ્રશ્નો જેના જવાબ તો એની પાસે હતાજ નઈ. હોય પણ ક્યાંથી પ્રેમની બોલી ક્યાં આ દુનિયા સમજે અને એને તો આ દુનિયા, આ સમાજ અને આજ સોસાયટીમાં જીવવું હતું એટલે બધું વિચારવું પણ પડેજ એના વગરતો છુટકોજ નથીને.
કેમ પોતે એની વાત નથી સમજતિ કે પછી સમજવા છતાય ગેરસમજનું જાણે એ નાટક કરતી હશે. સોનલના અંતરમનના એ ઘહેરા અને અઘાધ સાગરમાં જાણે કેમ સુનીલ નામનાજ તોફાની મોઝાઓ લહેરાઈ રહ્યા હતા. કદાચ એના મનમાં ઉભરાતો અને અખુટ પણે છલકાતો પ્રેમ હતો જે સોનલના મનને કેટલાય વિચારોમાં ચડાવી દેતો હતો. એ દુનિયાની વિચારી નીચે આવી તો ગઈ હતી પણ એનું મનતો હજુય જાણે પોતાની બન્ને વિશાળ બાહો એની તરફ ખોલીને આવકારતા સુનીલની બાહોમાં જકડાઈ ગયું હતું. કેટલાય અરમાનો જાણે રાડો નાખી નાખીને એને સુનીલ તરફ ખેંચી રહ્યા હતા અને હજારો સપના જાણે આજે દુનિયાદારીના બંધનોની એ ચિતામાં ભડકે બળી રહ્યા હતા અને એજ આગનો તાપ સોનલને દઝાડવા લાગ્યો હતો. એક વિચિત્ર પ્રકારની લાગણીઓ એના મનના શાંત સરોવરને ચકડોળે ચડાવી રહી હતી એક અનોખી કશ્મકશ હતી એ દિલમાં. આજે આ સમાજના બંધનોમાં જકડાયેલી સોનલ પાપ કરવાય તૈયાર હતી જો પ્રેમની શરણાગતિ ને પાપ નું નામ આપી દેવામાં આવે તો આજે એ પોતે આ પાપ કરવાય હસતા મુખે તૈયાર હતી.
સોનલ આજે જાણે હમેશ કરતા વધુજ વિચારી રહી હતી આજે એ પોતાના મનને ઝંઝોળીને એના જવાબો શોધવાજ મથતી હતી. આખિર આ દુનિયા કેમ આવી છે ? સ્ત્રી મનમાં ઉમડતા કેટલાય ઓરતા હોય એમને નથી સમજતી ? કે કેટલીયે એવી એની ભાવનાઓ હોય જે એણે પોતાના પતિના નામે રાખી મૂકી હોય છે ? પણ જો એજ ના પુરાય તો ? એના મનના એજ ઓરતા અને સપનાઓને કચડી નાખવામાં આવે અને એ બીજી તરફ ફંટોળાઈ જાય તો એમાં એનો શું વાંક ? અને રહી વાત લાગણીઓની તો એને થોડે કઈ રીમોટ કંટ્રોલ હોય કે જરૂર મુજબ વધુ ઓછી નિયંત્રણ કરી શકાય ? આ મનમાં જાગતી પ્રેમની ભૂખ ક્યાં કદી પોતાના કે પારકા જોતી હોય છે ? અને સ્ત્રીના તન-મનના ઓરતા વળી એની લાગણીઓની પૂર્તિથીજ સંતોષાય કોઈ પણ દુનિયાદારીના રીત-રીવાજ એને ભરી શકતા નથી. અને એમાય કોઈના હોય એ વાત જુદી અહીતો પોતાના જીવથીય વધુ ચાહનાર સુનીલ હતો કેટલો સીધો અને સાદો એ વ્યક્તિ આટલો શ્રીમંત હોવા છતાય એને કેટલું માન આપતો. કદી એની લાગણી દુભાય એવું પણ એણે કઈજના કર્યું તેમ છતાય હુજ એને આમ તડપાવી રહી છું ? અને એનેતો ઠીક હૂતો સાચેજ મારી જાતને પણ જાણે છેતરી રહી છું.
અને આમ પણ રહી વાત સ્વીકારની તો એતો હુય ક્યાં નથી જાણતી કે મારુજ દિલતો ક્યારનુંય એના પ્રેમની શરણાગતિને સ્વીકારી જ ચુક્યું છે ને તો પછી આ બધા બંધનો કેમ ? એતો ક્યારનુય તરસે છે સુનીલના દિલની ગહેરાઈમાં ઉતરી જવા, એની આંખોના એ અગાધ સાગરમાં ડૂબકીઓ લગાવવા, એની એ સુની વિશાળ ફેલાયેલી બાહોમાં સમાઈ જવા, અને એની આંખોમાં ખોવાઈ જઈને એના એ તડપથી તરસતા હોઠો પર અતિવૃષ્ટિની જેમ વરસી પડવા જાણે બધાજ બંધનો ને છોડીને તન અને મનથી એનેતો બસ સુનીલમાં એકાકાર થઇ જવું છે, ખોવાઈ જવું છે, બધુજ એને સોપી દેવું છે બસ મારું સર્વસ્વ એને ધરી દેવું છે અને બસ જાણે એનુજ થઇ જવું છે. પણ બળી આ સમાજ અને સોસાયટી અને આ એના ખોખલા રીતી અને રીવાજોના બંધનો જાણે બેડીઓની જેમ રોકી રાખે છે. બાકીતો ક્યારની આ લાજ-શરમને કિનારે કરી પોતે સુનીલના એ દિલના અગાધ સાગરમાં ક્યાય ભળી ગઈ હોત. પણ હવે શું ? વિચારોની પટરીઓ પર સડસડાટ દોડતી ટ્રેન જાણે અચાનક વગર સ્ટેશનેજ રોકાઈ ગઈ જાણે કોઈક દબાયેલા અવાજે એ વિચારમાં પુરઝપાટે દોડતી ટ્રેનની આમ ચેન ખેંચી લીધી હોય. એના વિચારો પણ અટકી ગયા ત્યાજ કેટલાય સવાલો એની સામે ડોકાઈ ગયા. દરેક વિચાર એક નવો સવાલ એની સામે મુકાતો હતો અને દરેક સવાલ એક નવી કશ્મકશ રજુ કરતો હતો.
મારે હવે શું કરવું જોઈએ ? સમાજનું માનું કે બંધનોમાં જીવું ? કેમ મને ચાહતાએ વ્યક્તિને છેતરું ? અને એ પણ વિજય માટે ? જે મારી સાથે એક નોકરની જેવો વ્યવહાર કરે રોજ રોજ મારપીટ કરે તેમ છતાય શા માટે હું સમાજના બંધનો ખાતર હું એના શોષણમાં સડતી રહું ? શા કરણે મારા દિલની ભાવનાઓને આમ દબાવીને જુરતી રહું ? કેમ કરીને એને છેતરું કે હું તેને નથી ચાહતી ? કેમ એની આંખોમાં આંખો પરોવીને કઈ પણ ના શકું ? શા માટે એના સવાલોને હું તરછોડી દઉ ? કેમ કરી એના સવાલોના જવાબ હું સાચા ના આપું ? કેમ ? કેમ ? કેમ ? સોનલનુ મન જાણે સવાલોથી ઉભરાઈ ગયું એની આંખો છલકાઈ ગઈ આંશુઓ અપાર સાગરની જેમ વહેવા લાગ્યા પણ એ અચાનક રોકાઈ અને ફરી જાણે એનાજ મનને જવાબો પણ આપવા લાગી. કેમકે એ મને ચાહે છે અને એનો જવાબ પણ જો હા છે તો એમાં એનો ગુનો શું ? નિર્દોષ તો હુય નથી એટલીજ ચાહત કદાચ મારા મનમાં પણ છે અને એજ સત્ય છે. કદાચ એને એક પરણિત સ્ત્રીને ચાહી એજ ગુનો કર્યો હોય કે દરેક વખત મારો સાથ આપવાનો ગુનો કર્યો હોય ? કે પછી એટલે કે એને મારી ભાવનાઓને વધુ માન આપ્યું ? અથવા એ પણ હોઈ શકે કે એણે મારી ઈચ્છા મુજબનું અંતર જાળવવામાંય મને પુરતી સહાય કરી નઈતો હુજ કેટલીયે વાર મારી જાતને જાણે કબુના કરી શકતી હતી. કેટલીયેવાર સામે ચાલીને જાણે એના પ્રેમ સામે જુકી જતી હતી અને અજાણતામાંય એની તરફ આકર્ષાઈ જતી હતી તેમ છતાં એને પોતાની મર્યાદા કદી ઓળંગવાની કે એનો ગેરલાભ ઉઠાવાની કોશીશ સુધ્ધા પણ ના કરી. એટલે શું એને મારી પરવા અને સમ્માન કરી મારી લાજ બચાવી એનેજ મારે એનો ગુનો સમજવો રહ્યો એમજ ને ?
[ ક્રમશ..... આવતા અંકમાં...]
લેખક ;- સુલ્તાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭
raosultansingh@gmail.com