Mausam “ Vasant” ni: Bhaag-1
રાતો રાત બનવું છે ને રાતો રાત તુટીએ છીએ એવું કેમ?
આજે નિર્ણય લીધો, બોર્ડ માં સારા ટકા લાવવા છે. આજે નિર્ણય લીધો, આ વરસે આટલું તો સેલ કરવું જ છે. આજે નિર્ણય લીધો કે આ વરસે કપંનીનુ એટલું ટર્રન ઓવર તો કરવું જ છે. આજે નિર્ણય લીધો કે આ વરસે આટલા કામ તો કરવા જ છે. વિદ્યાર્થી, સેલ્સમેન,બીઝનેસમેન કે કોઈ ગૃહિણી, દર નવા વરસે કે કોઈ પ્રસંગે આવો નિર્ણય લેતા જ હોય છે. ઝનુન, રાતોરાત કઈક કરી નાખવાનુ .એમાં જો આવો વિચાર રાતના આવ્યો તો રાતે ઊંઘ જ ના આવે. એવું થાય કે ક્યારે સવાર પડે ને ક્યારે કઈક કરવા માંડી પડીએ.
હવે તો મોટીવેશનલ પ્રોગ્રામ બહુ થાય છે ને લગભગ બધા કોઈને કોઈએ પ્રસંગે અટેંડ કરે જ છે. હોલ માં બેઠા છીએ ને લેકચર પૂરો થાય એટલે એવું થાય કે ક્યારે બહાર નીકળીયે ને કઈક નવું કામ કરી નાખીએ યા ઘરે જઈને જ નવો પ્લાન કરું ને કાલ થી તેનું પાલન ચાલુ. બહુ થયું અસ્તવ્યસ્ત જીવન. હવે તો માત્ર ને માત્ર પ્લાનીંગ વાળુ સંતોષી ને સુખી જીવન. આ મેં પણ અનુભવ્યું ને બીજા અનેક ના મોઢે સાંભળ્યું પણ છે. રાતો રાત કઈક કરી નાખવાની એવી તે ઈચ્છા જાગે કે થોડા સમય માં આપનું જીવન બદલાય જવાનું છે.
એક પ્રખ્યાત ગુજરાતી વક્તા નો આવો જ એક પ્રોગામ સુરત માં થયેલો અને પ્રોગામ ની લાસ્ટ મા જે પ્રશ્નોત્તરી થાય એમાં એક શ્રોતા એ સવાલ પૂછેલો, " ભાઈ, અત્યારે આવું લાગે કે કાલ થી નવું જીવન પણ એવું નથી થતું? આવું કેમ? એ પ્રખ્યાત વક્તા એ બહુ સરસ જવાબ આપેલો જે હું લાસ્ટ માં જણાવીશ. ત્યાં સુધી આપણે કન્કલુઝન પર આવીએ કે રાતો રાત કઈક કરવાની ઈચ્છા રાતોરાત તૂટી કેમ જાય છે? સવાલ તો મને પણ બહુ થતો સ્વાનુભવ થી? શુ છે આની પાછળ જવાબદાર? આનો જવાબ લેવા મેં અવલોકન ચાલુ કર્યું સફળ, ઉંચી પોસ્ટ વાળા, બીઝનેશમેન કે પૈસાવાળા નું. એમાંથી એક નીચોડ મળ્યો જેને પેલા પ્રખર વક્તા ના જવાબ ને અનુમોદન કર્યું. ચાલો વિહાંગીયે એ અવલોકન.
કોઈ મોટીવેશનલ ગુરુ નો લેકચર પૂરો થયો..હોલ માંથી બહાર આવ્યા. તો એક મિત્ર નું ગ્રુપ મળી ગયું. મિત્ર એ કીધું કે ચલ, આજે તો ચોપાટી જઈને ને એન્જોય કરીએ. થયું કે,ચાલો આજે જીવી આવીએ. કાલ થી નવું જીવન. દિવસ પૂરો. બીજા દિવસે ઓફીસે બોસ જોડે ટસલ થઈ. દિવસ ખરાબ ને થયું કે હવેઆવતી કાલે. ત્રીજે દિવસે ધર્મપત્ની જોડે ટસલ થઈ ને દિવસ પૂરો. ચોથા દિવસે બીજી કોઈ બબાલ ને આમ જ મહિનો ને વરસ પૂરું થયું. વિદ્યાર્થી, જોબ વર્કર ,બીઝનેસમેન કે ગૃહિણી બધાને સંજોગો અલગ ને પરીસ્થીતિ અલગ પણ પરિણામ એક જ કે સમય પૂરો ને કઈ ના થયું. રાતો રાત કઈક કરવાનું સપનું રાતો રાત તૂટી ગયું.
આ મારો સ્વ અનુભવ છે ને મારી જેવા બીજા અનેક ને થયો છે. ઘણા લોકો આ વાતથી પર છે ને સફળ થયા કે પોતાના માટે કઈક કરવામાં પૂર્ણ થયા છે પણ આ લેખ એમની માટે નથી. આ લેખ 10000 માંથી 9990 માટે છે જે કઈક કરવા માંગે છે છતા નથી કર સકતા.
આવું કેમ? મારું પોતાનું બૃહદ અવલોકન ને એના પરથી તારવેલો નિર્ણય અહી નીરુપુ છુ.
મિત્રો, આપણે સમાજ માં રહીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના જીવન માં ભાઈ, પતિ, પિતા, કાકા,મામા,ભત્રીજા કે કઈ ને કઈ રીલેસન માં બંધાયેલા હોય જ છે ને એજ રીતે દરેક સ્ત્રી માટે. આપણે એક સામાન્ય માણસ થઈને જીવવા કરતા એક જવાબદાર માણસ તરીકે વધારે જીવીએ છીએ.અને એ વ્યક્તિ કોઈ પણ હોય, વડા પ્રધાન હોય, પૈસાવાળો હોય, કોઈ ઓફીસરહોય કે કોઈ પણ હોય શકે. અનેક જવાબદારી, પડકારો કે અડચણો આવે છે આપણા રોજીંદા જીવન મા, એ પછી પર્સનલ લાઈફ હોય, ફેમીલી લાઈફ હોય, સોસીયલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય. એ તો રહેવાના જ . ઘણી વાર આપણે આપણી ની આજુ બાજુ એવા માણસો ને જોઈએ છીએ કે ૮-૧૦ ભણેલા હોય પણ ઘણા જ સકસેસફુલ હોય. કેમ? એમબીએ વાળા તેમની નીચે કામ કરતા હોય એવું પણ છે. મિત્રો, કારણો તો ઘણા છે પણ થોડા સંક્ષીપ્ત લેખ માં ઘણું બૃહદ સમજવાનું છે.
જીવન માં શુ જોઈ છે ખબર છે, કઈ રીતે તે પણ ખબર છે. પણ નથી મળતું? કેમ? કેમ કે મન ને તમે તૈયાર નથી કર્યું. જી હા. મન તમારું સ્વસ્થ નથી. અહી કોઈ માનસીક બીમારી ની વાત નથી પણ તમારા મન ને તમારા લક્ષ્ય માટે જે ખોરાક આપવાનો છે તે તમે નથી આપ્યો. અરે, ખોરાક તો શરીર ને હોય? મન ને વળી શાનો? જી હા. મન ને પણ ખોરાક જોઈએ. અને એ ખોરાક છે સકારાત્મકતા નો. તમારા મન માંથી ક્રોધ, ઈર્ષા, અભિમાન,વેરભાવ ને કાઢીને સકારાત્મકતા માટે ખાલી કરી નાખો .ઓન્લી અને ઓન્લી સકારાત્મક્તા.
સકારાત્મકતા તો રાખીએ જ છીએ તો પણ નથી થતું? મિત્રો, આપણે સતારાત્મકતા ની વ્યાખ્યા જ અલગ કરીએ છીએ.ઓન્લી પોઝીટીવ વિચારો અને પોતાનું લક્ષ્ય યાદ રાખવું. મિત્રો, એ તો બહુ સહેલું છે. દરેક એ કરે જ છે. અંહી એ સકારાત્મક્તાની વાત છે જે તમારી જીવન માં પૂર્ણતા લાવે છે. મને અને દરેક ને કોઈ ને કોઈ એક તબ્બકે થતું હોય છે કે આપણા માં કઈક ખૂટે છે, કઈક ખૂટે છે. શુ છે એ? એ કંઈ નથી પણ એ આપણામાં પૂર્ણતા ખૂટે છે. એ પૂર્ણતા તોજ આવે જો તમારા મન માંથ
Vipul Kanani, [05.11.15 11:10]
ી ક્રોધ,ઈર્ષા, અભિમાન કે વેરભાવ દુર થાય. ખરા દિલ થી લોકો ને અપનાવી શકો યા માફ કરી શકો. તમે ચિંતા કે વ્યગ્રતા ને ત્યજી ને હસતું મોઢું રાખી શકો. આ પૂર્ણતા આવે એ જ સાચી સકારાત્મકતા. એનાથી તમારા મન માં એક માનસિક દઢ્ઢતા આવે. આ એ જ માનસિક દઢ્ઢતા છે જે તમારી જીવન માં ડગલે ને પગલે આવતી મુશ્કેલી માં સાચો માર્ગ બતાવે. તમને ટકાવી દે. મિત્રો, આગળ કીધું તેમ દરેક ના જીવન માં, તે પછી સૌથી પૈસા વાળો હોય કે રંક પણ, મુશ્કેલી બધાને જ છે. પણ મોટા માણસો ટકી જાય છે તેમની માનસિક દઢ્ઢતાને કારણે. તેમની જતું કરવાની આવડત, તેમની દરેક વાત માં મોટું મન રાખવાની આવડતથી.. મિત્રો, આ બધું આવે તો સાચી સકારાત્મક્તા આવી લેખાય. જીવન માં મુશ્કેલી ને તમે ક્યાં દ્રષ્ટિકોણ થી લો છો એના પર મુશ્કેલી નું નિવારણ ટકેલું છે. બાકી ઘણા લોકો શર્ટ માં બટન તૂટી ગયું હોય તો પણ આખું ઘર માથે લે છે ને ઘણા નુકશાન મા પણ હસતુ મોઢું રાખી પાછા ઉભા થાય છે.
મિત્રો જીવનમાં સકારાત્મક્તાની સાથે ઉપયોગી બીજું પણ કારણ છે એ જણાવી દવ. આજે પૂરી સકારાત્મકતા સાથે મહિનો મહેનત કરી લીધી પણ બીજા મહીને બીજું કામ આવી ગયું ને મૂકી ને બીજે ભટકી ગયા એટલે પહેલા કામ માં મળેલી સફળતા ભૂલાય ગઈ. તેની માટે ઉપયોગી છે સાતત્યતા. જી. કોઈ પણ કામ સળંગ કરવાની આવડત. તરત કરવાની આવડત. તબક્કાવાર કરવાની આવડત ને એના ઉપયોગી ક્રમ અનુસાર કરવાની આવડત.
જીવનમાં આ સકારાત્મક્તા ને સાતત્યતા નો સાદો દાખલો આપુ તો , આપણે જયારે રસ્તે ચાલીને જતા હોઈએ છીએ ત્યારે પગ માં નાના કંકર આવે, પથ્થર પણ આવે, કદાચ જોર થી પવન પણ ફૂંકાય ને એવુ પણ બને કે ક્યારેય રસ્તા પર વાહનો નો કોલાહલ વધી જાય. બધા સંજોગો શક્ય છે. તેમ જ આપણા રોજીંદા જીવન માં પણ આવે છે દુખ, ખ્રોધ, ઈર્ષા, વેરભાવ, અભિમાન. અલગ અલગ સમયે ને અલગ અલગ તીવ્રતા થી. આવા સમયે આપણા મન ની સ્થીરતા જ એ સમયમા કામ માં આવે છે. આપણે આપણો મુકામ નક્કી કરી લીધો, રસ્તો નક્કી થાય ગયો પણ આપણા રોજીંદા જીવન માં આવતા આ પથ્થરો ને કઈ રીતે પાર કરવા એ જ નથી શીખતા. આપનું મન દઢ્ઢ નથી હોતું ને ભટકી જઈએ છીએ. સકારાત્મતા ને પૂર્ણતા નથી હોતી એટલે વિચલિત થઈએ છીએ ને સાતત્યતા ખોઈ બેસીએ છીએ. એટલે જ રાતોરાત કઈક બનવાનું મન તો થાય છે પણ રોજીંદી મુશ્કેલી થી રાતો રાત તુટી પણ જઈએ છીએ.
મિત્રો, આગળ વધેલા માણસો ની આજ ખૂબી હોય છે. એમાં જીવન માં સફળતા નો કોઈ બીજો મંત્ર નથી હોતો. બસ, પૂર્ણતા ની સાથે સકારાત્મકતા ને સાતત્યતા. જે આમાથી ભટક્યા, તે સફળતાની સીડીમાં નીચે આવે છે ને જે એનુ પાલન કરે છે તેને ઉપર ચડતા આવા લોકો ને સામે મળે છે.
ચાલો, જીવન માં પૂર્ણતા, સકારત્મક્તા કે સાતત્યતા સાથે પોતાનો ધ્યેય નક્કી કરી, તેની માટે પોતાનો રસ્તો બનાવી સમાજ ના હિત માં કે દેશ ઉત્કર્ષ ના હિત માં કામ કરીએ ને દેશ મા ને સમાજ માં સુખની " વસંત" લાવીએ.