Looser in Gujarati Health by Nimish Bharat Vora books and stories PDF | લુઝર

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

લુઝર

લુઝર

ચાલો, આજે તમારો સલાહકાર બની જઉ, છેલ્લા ઘણા સમયથી મને ફ્રેન્ડસ પાસેથી રેક્વેસ્ટ મળતી કે મારે પણ તારી જેમ વેઇટ ઘટાડવું છે તો મને થોડી ટીપ્સ આપ. આ સાંભળી આપણા રામ તો રાજી ના રેડ થઇ ચાલુ થઇ જતા "એક્ષપર્ટ ઓપીનીયન" આપવા. પણ પછી એ સંખ્યા વધતી ચાલી અને મને પણ એકનું એક ચેટ કરવાનો મૂડ ના રહ્યો. છતાં મેસેજમાં ફ્રેન્ડસની રેક્વેસ્ટ જોઇને થતું કે યાર હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું એજ પરીસ્થિતિમાંથી અત્યારે તે લોકો જઈ રહ્યા છે તો મારે તેમને હેલ્પ કરવીજ જોઈએ, એટલે મેં વિચાર્યું કે કૈક એવું કરીએ જેથી હું વધુ લોકોને મારી જર્નીનો એક્સપીરીયન્સ શેર કરું અને સાથે મારે સહુને ફરી ફરી ને કહેવું પણ ના પડે, તો તે માટે “માતૃભારતી” થી સારું પ્લેટફોર્મ બીજું શું હોઈ શકે? તો ચાલો તમને આજે થોડી એવી વાતો કરું જે કદાચ તમે જાણતા જ હશો પણ મારા અનુભવ વિષે જાણ્યાબાદ કદાચ વધુ મહેનત કરવા પ્રેરણા મળશે.

પહેલા જે લોકો મને નથી જાણતા તેમના માટે મારો ટૂંકમાં પરિચય. નહિ... મારો પરિચય નહિ પણ મારા શરીરમાની ચરબીનો(હવે ઓછી થયેલી) થોડો પરિચય:), આપણું શરીર જોઈ કોઈ પણ કહી શકે કે આ ભાઈ બ્રાહ્મણ હશે, અને શરીરની ચરબીનો આપણે કયારેય કોઈ અફસોસ પણ નહિ, ભલેને હોય આપણે ક્યા નડે છે તેવો એટીટ્યુડ. આમ ધીરે ધીરે વજન વધતું ચાલ્યું. અને ૨૦૧3ના મે મહિનામાં વજન કાંટા પર શરીરરૂપી કોથળો મુક્યો તો કાંટો પહોંચ્યો ૯૯ કી.ગ્રા. પર.

હમેશા ૯૨ ની આસપાસ રહેતું વજન અચાનક ૯૯ થતા મારી પાસે ૨ રસ્તા રહ્યા, હંમેશની જેમ ઇગ્નોર કરું અને સેન્ચ્યુરી થવા દઉં અથવા સેન્ચ્યુરીને અટકાવી હવે એક્ચ્યુલી નડવાનું ચાલુ કરેલી ચરબીને પીગળાવી દઈએ. તો એમ ૨૦૧૨માં ચાલુ થયું "મિશન સ્લીમ ટ્રીમ" (હજુ ચાલુજ છે અને લગભગ આખી ઝીંદગી ચાલુ રહે કેમકે મિશનનું નામ જ "મિશન ઈમ્પોસીબલ" જેવું રાખેલું છે:)). અત્યારસુધી ૧૯ કી.ગ્રા. ઘટાડી અને ૬ મહિનાથી વધુ સમય સુધી તેને જાળવી રાખી તમારી સાથે મારો આ ખુબ સરસ અનુભવ બને તેટલા ટૂંકા શબ્દોમાં શેર કરુંછું.

૧) ડીટરમીનેશન #

યસ, તમારે મનથી નિશ્ચિત કરવુજ પડશે કે,બસ ભાઈ(કે બહેન) હવે બહુ થયું, મારે કોઈ પણ રીતે મટકામાંથી ફટકા થવુંજ છે. એકવાર જો આ નિશ્ચયને વળગી રહી એક્સન શરૂ કર્યું તો કોઈ તાકાત તમને વજન ઘટાડતા નહિ રોકી શકે. ૭૫% કામ થઇ ગયું સમજવું જો તમે તમારા નિશ્ચયને વળગી રહી એક્સન લેવાના ચાલુ કર્યા.

મારીજ વાત કરું તો આ પહેલા પણ મેં ઘણા નિષ્ફળ પ્રયોગો કર્યા હતા પણ એ નિષ્ફળ એટલે નીવડ્યા કેમકે મારો નિશ્ચય અટ્ટલ ન હતો, હમેશા કોઈ પણ બહાના કાઢી લેતો રૂલ્સ બ્રેક કરવાના.

તો મિત્રો જો વજન ઘટાડવું હશે તો તમારે તમારા "વિલ-પાવર" પાસે ઓવર ટાઇમ કરાવવો જ રહ્યો.

૨) જોઈન જીમ #

આ ફરજીયાત નથી પણ જો તમે "ફી" ભરીને જીમ જોઈન કર્યું હશે તો તમે પોતેજ રેગયુલર થઇ જશો જીમ જવામાં(ફ્રી અને ફી નો ફર્ક ગુજરાતીથી વિશેષ કોણ સમજે?), અને જો જીમ વિના જ વિચાર્યું હશે કે દરરોજ એક કલાક ચાલવા જઈશ, તો એતો ફ્રી છે એટલે "આજે નહિ જઈએ તો ચાલશે" તેવું મન કહેશે અને એજ તમારા વેઇટ-લોસના નિર્ણયની આડે આવી જશે.

હા, કોઈપણ વ્યક્તિનું માનસ હમેશા બહાના ગોતતું હોય છે એટલે તમે અત્યારે વિચારવા બેસશો તો તમને હજારો બહાના મળી આવશે જીમ નહિ જવાના કે કસરત નહિ કરવાના(સહુથી હાસ્યાસ્પદ બહાનું # સમય જ ક્યાં છે? આ બહાનું મેં પણ મારી જાતને બહુ આપેલું)

જીમ જોઈન કર્યા બાદ થોડી બાબતો ધ્યાન રાખવી અગત્યની છે. હમેશા ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કસરત કરો, શરૂઆતના દિવસોમાં ખુબ ઓછી કસરત કરી શરીર ને સેટ કરવું, ધીરે ધીરે વર્ક આઉટ વધારતા જવું. યાદ રહે આપણે વજન ઘટાડવું છે એટલે સાદી કસરતથી કઈ થશે નહિ, વધુ પરસેવો પાડવોજ પડશે અને તે માટે દર વિકમાં આપણી કેપેસીટી વધારવીજ પડશે. સારી કમ્પનીના સ્પોર્ટ્સ શુઝ પહેરવા. ખુબ વજન ઉપાડવાથી મણકાને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. ટ્રેડમિલ પર કસરત ખુબ સારી રહે છે પણ તેના માટે શરીરને ધીરે ધીરે તેની આદત પાડવી, થોડા જ દિવસોમાં એ ટ્રેડમિલ તમારો ફ્રેન્ડ બની જશે અને તમને તેના વિના ચાલશે નહિ(અને તમે તો તેના વિના ચાલશો જ નહિ:) ).

ખાસ વાત યાદ રાખો કે જેટલી શરીરને કસરતની જરૂર છે તેટલીજ તેને આરામની પણ જરૂર છે તેથી ક્યારેય પણ ખુબ વધુ કસરત નહી કરવી, વિકમાં ઓછા માં ઓછો એક દિવસ શરીરને આરામ આપવો પણ જરૂરી છે.

૩) આહાર #

હવે આવેછે ખુબ જરૂરી વાત, શું વજન ઘટાડવા બધું તળેલું, મિષ્ટાન, ફાસ્ટ ફૂડ બંધ કરવું પડશે? જવાબ છે નહિ, જરાય નહિ. કશું પણ બંધ કરવાની જરૂર નથી પણ હા તમારે તેના પર કન્ટ્રોલ જરૂર રાખવો પડશે, જો ઓફીસમાં પાર્ટી છે અને સમોસા આવ્યા છે તો તમારે મન મારીને બેસી રહેવાની કોઈ જરૂર નથી પણ હા, તમારા કલીગ જયારે ૨ કે ૩ સમોસાની લિજ્જત માણતા હોય ત્યારે તમારે માત્ર એક સમોસાથી મનને મનાવવું પડશે, હવે એટલું તો આપણા પોતાનાજ શરીર માટે કરીજ શકીએ, ખરુંને?

હા, જો મારી જેમ વજન ખુબ વધુ હોય તો તમારે વિક માં ૧ દિવસ ફ્રુટ ડે રાખવો જેથી તમે સેટ કરેલું ટાર્ગેટ જલ્દી એચીવ થશે અને ફ્રુટ્સ થી તમને એનર્જી પણ મળશે(યાદ રાખો કે આપણે ભૂખ્યાતો રહેવાનું છેજ નહિ, તમને મોજ પડે તેટલા અને તેવા ફ્રુટ્સ ખાવ, અને હા દહીં, છાસ જેવા લીક્વીડ પણ મન ભરીને લઇ શકો છો)

આહારમાં ધીરે ધીરે ઘટાડો કરવો, એક સાથે નહિ. જો તમે લંચમાં ૪ રોટલી, દાલ, ભાત, શાક લેતા હોવ તો પહેલા વિકમાં ૩ રોટલી કરી અને સલાડ લેવું સાથે, બીજા વિક માં ૨ રોટલી કરી શકાય અને તેને કાયમ રાખવી. જો જીમમાં રેગ્યુલર વર્ક આઉટ કરતા હોવ તો ૨ થી ઓછી રોટલી કરવી હિતાવહ નથી, સલાડ, દાલ, શાક(ઓછા તેલ વાળું), ભાત જેટલા લેતા હોવ તેટલાજ લઇ શકાય.

ખુબ જરૂરી વાત છે નાસ્તો, સાંજે ૪-૫ આસપાસ આપણે ખુબ ભૂખ લાગતી હોય છે અને ત્યારે જે સામે આવે તે પેટમાં પધરાવી દઈએ છીએ, તેનો એક મસ્ત ઉપાય મને મળ્યો છે, ખિસ્સામાં ૧૦-૧૨ ડ્રાય-ફ્રુટ્સ રાખવા(જે ભાવે તે, પણ જો દર મહીને અલગ અલગ રાખશો તો બોર નહિ થાવ), માત્ર આ ૧૦-૧૨ ડ્રાય-ફ્રુટ્સથી તમારી ભૂખ એકદમ ગાયબ થઇ જશે અને તમને એનર્જી પણ મળી જશે. હા, ડ્રાય ફ્રુટ્સ મોંઘા લગતા હોય તો સિંગ-દાણા રાખવા. પણ યાદ રાખો ડ્રાય ફ્રુટ્સ ના ૧૦-૧૨ દાણા બહુ છે તેથી વધુ લેવાથી તમને નુકશાન જવાની શક્યતા છે અને તેમાં કેલરી પણ વધુ હોતા જો વધુ લેશો તો છેલ્લે તમારી મહેનત પણ પાણી ફરી વળશે.

૪) ફેમીલીની મદદ #

તમારે તમારા ફેમીલીને તમારા વેઇટ-લોસ પ્લાન વિષે જણાવવું પડશે જેથી કરી એ લોકો તમને સપોર્ટ કરે અને તમારા શીડ્યુલનું તે લોકો પણ ધ્યાન રાખે. આ બહુ નાની લાગતી વાત બહુ મોટી અસર કરતી હોય છે. હમેશા તમારા ગોલ અને તમારા એચીવમેન્ટ વિષે ફેમીલીને માહિતગાર કરો.

૫) ટેકનોલોજી #

થેંકફૂલી આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં આંગળીઓના ટેરવે જોઈતી માહિતી મળી જાય છે. તેથી ટેકનોલોજીની હેલ્પ લો.

MYFITNESSPAL નામની એક ખુબજ ઉપયોગી એપ્લીકેશન ગુગલ પ્લેય સ્ટોર પરથી ફ્રી ડાઉનલોડ થાય છે. તેમાં તમારે SIGN UP વખતે તમારી બેઝીક ડીટેલ્સ ભરવાની હોય છે. તમારું કામ કઈ રીતનું છે, તમારી દિવસભરની એક્ટીવીટી કેવી છે, તમારું વજન, ઉમર અને હાઈટ શું છે વિગેરે. તેના બાદ તમારે તમારો ગોલ સેટ કરવાનો રહે ધારોકે મેં વિક માં ૦.૫ કી. ગ્રા. ઓછું કરવાનો ગોલ રાખેલો હતો, તો તે માટે તમારે કેટલી કેલરી લેવી જોઈએ તે તમને બતાવે. ત્યારબાદ તમારે દરરોજ તમે શું ભોજન લીધું તે દરેક તે એપ્લીકેશનમાં એન્ટર કરવાની જે દિવસભર માં તમે લીધેલી કેલરી બતાવશે અને તમે જીમ માં કરેલી એક્ટીવીટી પણ તેમાં ઉમેરવાની જેથી તમારી બર્ન કરેલી કેલરી તમને બતાવશે(જનરલી સ્ત્રીઓને દિવસભરમાં ૧૭૦૦ કેલરી અને પુરુષ ને ૨૦૦૦ કેલરીની જરૂર પડતી હોય છે, હવે ખુબજ સાદું ગણિત છે કે આટલાથી વધુ કેલરી તમે લેશો તો તમારું ફેટ વધશે અને જો ઓછી લેશો તો ફેટ બર્ન થશે અને વજન ઘટશે).

બીજી એક એપ્લીકેશન છે RUNKEEPER. આ તમને તમે જીમમાં તેમજ જો બહાર ખુલ્લામાં દોડવા જતા હોવ તો જી.પી.એસ. થી તમે કવર કરેલું ડિસ્ટન્સ અને બર્ન કરેલી કેલરી બતાવશે. આ બંને એપ્લીકેશન વેઇટ-લોસ પ્રોગ્રામમાં ખુબ હેલ્પ કરશે.

ફેસબુક:) લ્યો, આ વળી કઈ રીતે મદદ કરશે? યાર, ભલેને ૧ કિલો વજન ઘટાડ્યું તો શું થયું??ફોટો પાડી અપલોડ કરીદો ફેસબુકમાં તમારું એચીવમેન્ટ... ફ્રેન્ડસ ની લાઈક્સ અને કોમેન્ટ્સ બીજા વિક માટેનું ફ્યુઅલ બનશે.

મારી વાત કરું તો અહી અમારે જીમ માં કોઈ ગાઈડ કરવા વાળું ન હતું તો ફરી ટેકનોલોજી ના આશરે ગયા અને યુ-ટ્યુબ બાબાના શરણે જઈને ખુબ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું :)

૬) વજન અને રીવોર્ડ #

દર અઠવાડિયે એક ચોક્કસ સમયે(બનેતો સવારે બ્રેકફાસ્ટ પહેલા) વજન કરો, ઉપરના બધાય સ્ટેપ્સ જો ફોલો કર્યા હશે તો થોડું વજન ઘટવું જ રહ્યું અને જો એ ઘટ્યું હોય તો YIPEEE... ખુદને અને ફેમીલીને નાની પાર્ટી આપો, અને એ પાર્ટી શેની? યસ, નાના કેક ના ટુકડાની, એક સમોસાની, એક ચાટની, એક ઘી થી લસબસતા પરાઠાની કે કોઈ પણ એવી વાનગીની કે જે તમને આખા વિક માં ખાવાની ઈચ્છા થઇ હોય પરંતુ તમે જે-તે સમયે કન્ટ્રોલ કર્યો હોય. યાર આવડી મહેનત પછી "પાર્ટી તો બનતી હૈ"... અને હા એ પાર્ટી પછી બીજા વિક માટે ફરીથી વધુ વજન ઘટાડવા, વધુ મહેનત કરવા તેમજ વધુ કન્ટ્રોલ કરવા તૈયાર થઇ જવાનું.

૭) કન્સીસ્ટન્સી #

વેઇટ-લોસનું આ છેલ્લું પણ ખુબ અગત્યનું સ્ટેપ છે,તમે ખુબ મહેનત બાદ વજન ઘટાડવામાં સફળ રહ્યા પરંતુ જો તમે તેને મેઇન્ટેઇન ના રાખી શક્યા તો? જેટલી ઝડપથી વજન ઘટાડ્યું હશે તેટલીજ ઝડપથી એ પાછુ વધી જશે અને તમારે ફરી એજ મહેનત ચાલુ કરવી પડશે. તેથી વજન ઘટાડ્યા બાદ પણ તમે સેટ કરેલું રૂટીન (જીમ અને ખોરાક બન્નેમાં) ફોલો કરવું જ પડશે, હા થોડી વધુ છૂટ છાટ લઇ શકશો પણ સદંતર રૂટીન સ્ટોપ ના કરશો.

બસ, આટલાજ સરળ સ્ટેપ્સ છે વજન ઘટાડવાના;) તો આજ્થીજ ચાલુ કરીદો તમારા ખુદ ને માટે ટાઈમ ઇન્વેસ્ટ કરવા.

HAVE A HEALTHY LIFE AHEAD FRIENDS...