શું તમે ડાબેરી છો અને તે માટે લઘુતાગ્રંથીથી પિડાવ છો? શું તમારે લોકોને દેખતાં જમણો હાથ વાપરવો પડે છે કે પછી જમણા હાથે કામ કરવાની ફાવટ મેળવી લીધી છે કારણ કે તમે પણ એમ માનવા લાગ્યાં છો કે ડાબા હાથે કામ કરવું એ ખરાબ વાત છે તો ચાલો મારી સાથે થોડીક પળ ગુજારો હું ચોકકસ ખાતરી આપુ છુ કે તમે લઘુતાગ્રંથીથી બહાર આવી જાશો, અને ગર્વ અનુભવશો તમારા ડાબેરીપણા પર
પહેલી વાત તો એ કે ડાબેરી કે જમણેરી હોવું એ આપણા બસમાં નથી વૈજ્ઞાનિકોના મત મુજબ બાળકનું ડાબેરીપણું એના કુટુંબ પર આધારીત છે. એટલે એમ કહી શકાય કે ડાબેરીપણા માટે રંગસુત્રો જવાબદાર હોય શકે અને બીજું એ કે ડાબેરી હોવું એ ખરાબ વાત નથી. એ ઈશ્ર્વરીય દેનછે જે સહજ સ્વિકારી લેવી જોઇએ હાં એ વાત તો ખરી કે ડાબેરીને ઉપકરણો વાપરતી વખતે થોડી સમસ્યા આવે છે. લગભગ દરેક ઔધોગિક યંત્રો તેમજ હાથવપરાશનાં સાધનો જમણેરી હોય ડાબેરી વ્યકિતએ નાછુટકે કામ કરવું જ પડે છે.પણ એને મોટું સ્વરુપ તો ન જ આપવું જોઇએ.
ઘણાં માબાપ બાળકને જમણેરી બનાવાં ઘણા પ્રયત્ન કરે છે આમ કરવું નુકશાનકારક નિવડી શકે છે. મારા જ વર્તુળમાં મે જોયું છે એક વ્યકિત ડાબેરી છે પણ માબાપ જુનવાણી વિચારવાળાં હોઇ એને જમણેરી બનાવીને જંપ્યાં. બન્યું એવું કે એ વ્યકિત બાળક અવસ્થામા હતી ત્યારે ડાબા હાથે કંઇ પણ ઉપાડવાં જાય ત્યારે એને ટોકે એનાં હાથને ટપલી મારે વારે વારે એક જ વાત સમજાવે કે ડાબા હાથે કામ નહીં કરવાનું. જાણે ડાબો હાથ ફકત સપોર્ટીંગ રોલ માટે હોય અને જમણો હાથ લીડ રોલ માટે આમ ટોકતા ટોકતા બાળક જમણેરી તો બન્યું પણ એનામાં એક ખોડ રહી ગઇ એ બાળકની જીભ ઝલાવાં લાગી એટલે કે એ બોલતાં બોલતાં અચકાવા લાગ્યું ત.....ત.... તમે કયા ગયા હતાં મ...... મ... મારે નથી જોઇતું આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જયારે પણ એને ડાબા હાથ માટે ટોકવામાં આવતું ત્યારે મનમાં થોથવાય જતું અને આ જ અસર એની બોલી પર આવી ગઇ.
મારા એક મિત્રને જમણેરી બનવાની ધુન લાગી ગઇ એનાં મનમા એમ કે ડાબો હાથ વાપવો એ ખરાબ વાત કહેવાય, અને પોતે જ જમણેરી બન્યો પણ થયું એવું કે એ જમવાનું જ જમણા હાથે ખાય અને જો ચમચીથી ખોરાક આરોગે તો સ્વાભાવિકપણે ડબો હાથ જ આગળ આવી જાય અને ઇતર કાર્યો પણ ડાબા હાથે જ કરે. હું પણ ડાબેરી છું ઘણાંય મને જઇને બોલે ઓહ....... તું ડાબેરી છે?! જાણે કે હું દુનિયાની પહેલી વ્યકિત ના હોવ તો કોઇ કહે નસીબવાન છે થોડા વખત પહેલા હું સહેલી સાથે લગ્નપ્રસંગમાં ગઇ હતી. એ બીચારી એ મને કહીં જ દીધુ કે મહેરબાની કરીને તું આજનાં દિવસ માટે જમણા હાથે જમીશ કે કારણ કે મારી કાકી મામી માસીઓને પસંદ નહી પડે....
આવો જાણીયે ડાબેરી માણસોની ખાસીયત....... દુનિયાની દસ ટકા માનવી ડાબો હાથ વાપરે છે. ડાબેરી વ્યકિત કલાપ્રેમી હોય છે. સંગીત પ્રત્યે વધુ લગાવ હોય છે. એમનો આઈકયુ પાવર વધું હોય છે. દિમાગ તીવ્ર ગતીથી કામ કરતું હોય એક સાથે ઘણા કામ કરી શકે છે. યાદશકિત કાબીલે તારીફ હોય છે. ગેઇમ્સ અને ટાઇપિંગ જલદી શીખી શકે છે કારણ કે અહીં ડાબો હાથ જ પહેલા ઉપયોગમાં લેવામાં આવે છે. ડાબેરીઓ માટે ખાસ દિવસ પણ ઉજવવામાં આવે છે 13 ઓગસ્ટ World left handed day 1976 તરીકે ઉજવવામા આવે છે. 13 ઓગસ્ટ ડાબેરી માનવી માટે જાગૃતિ લાવવા માટે ભેદભાવ ભુલાવા માટે મનાવવામા આવે છે. ખાસ વેબસાઇટ પણ બનાવવામા આવી છે. જમણેરી વિરુધ્ધ રમતગમત પણ યોજવામા આવે છે. ફકત ડાબેરીની ચા પાર્ટી પણ યોજવામા આવે છે.
આપણે ત્યાં ડાબેરીઓ માટે કહેવતો પણ છે જેમ કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે એટલે કે કામ તો હું બહુ જ સહેલાઇથી કરી શકુ છુ અને ડાબા હાથનો પહેલો નંબર એટલ કે અંચાઇથી કેલી કામમાં મળેલી સફળતા.
ચાલો હવે જાણીયે વિશ્ર્વની મહાન વ્યકિત જે ડાબેરી છે. ઘણી ડાબેરી વ્યકિત લોકોના દિલ પર રાજ કરે છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેંદ્ર્ મોદી ડાબેરી છે. મહાત્મા ગાંધીજી ડાબેરી હતા, રાણી લક્ષ્મી બાઇ, ચાર્લી ચેપ્લીન , એલ્બર્ટ આઈનસ્ટાઈન, નીલ આ્રમસ્ટ્રોંગ, વિંસ્ટન ચર્ચીલ જયોર્જ બુશ ડાબેરી હતા. ક્રિકેટ જગતના ભગવાન એવા સચીન તેંડુલકર, રવિ શાસ્ત્રી, દિનેશ મોંગીયા, ઇરફાન પઠાણ, સુરેશ રૈના, વિનોદ કાંબલી, ઝાહીર ખાન, સૌરવ ગાંગુલી, યવરાજ સિંગ, ગૌતમ ગંભીર, પાર્થીવ પટેલ, પિયુષ ચાવલા, શિખર ધવન અને કપલ દેવ. ક્રિકેટનાં મેદાન પર તો ડાબેરી બોલર અને બેટ્સમેન હમેશા ફાયદામા જ રહે છે. માત્ર ક્રિકેટ નહીં પરંતુ ટેનિસ જુડો બોકિસંગ વગેરે રમતોમા પણ વામપંથીઓ જ ફાવી જાય છે મોટા ઉધોગપતી રતન ટાટા બીલ ગેટ્સ લક્ષ્મી મિતલ, લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન , ટીકુ તલસાણીયા, મોના સિંગ, રાજકુમાર, સોનાક્ષી સિંહા , સની લીઓની, રાગેશ્ર્વરી, અભય દેઓલ, આયેશ ટાકીયા, રામ કપુર, કરણ જૌહર, કપિલ શર્મા, અમેરિકાનાં છેલ્લાં સાત રાષ્ટ્રપતી માંથી ચાર તો ડાબેરી જ હતાં. હેનરી ફોર્ડ, એલેક્ઝાંડર, બિલ કલીંટોન, બરાક- ઓબામા, પ્રીંસ વિલીયમ, ઓપ્રાહ વિન્ફ્રે, ટોમ ક્રુઝ, કિયાનુ રિવ્ઝ આટલું જાણ્યાં પછ એટલું તો ચોકકસ કહીં શકાય કે ડાબરી વ્યકિતનો ફાળો નાનોસુનો તો નથી જ
હવે તો તમને કોઇ છોછ નથીને ડાબેરી હોવાનો ?? ઇતિહાસમાં ડોકીયું કરીયે તો ડાબેરી વ્યકિતને ખુબ જ ઉતરતી કક્ષાના માનવમાં આવતી હતી. પુરાતન કાળમાં એમને રાક્ષસનાં અનુયાયી માનવામાં આવતી હતી. એમને માનસિક દ્રષ્ટીએ અસ્થિર મનાતી હતી. ગુનાખોરી વિદ્રોહી માનવામાં આવતી હતી.
W.C Fields એ કહયું છે કે if the left side of your brain controls the right side of your body and right side left then left handed people must be the only ones in their right minds
પશ્ર્ચિમના દેશોમા ડાબેરી વ્યકિતને માટે ખાસ ઉપકરણો બનાવવામાં આવે છે. જેમ કે કાતર, કેમેરા, માઉસ, ગિટાર, ડાબી બાજું ખુલતી ડાયરી વગેરે વગેરે
શરીરનું મહત્વનું અંગ હદય પણ ડાબી બાજુએ આવેલું છે તો ડાબો હાથ ઉપયોગમા લેવો ખરાબ હોય શકે ? શું ડાબા હાથ વગર આપણે આપણી જાતને કલ્પી શકીયે ખરા ? અગર કોઇ વ્યકિત ડાબા પગ કે આંખનો ઉપયોગ કરે તો વાંધો નથી તો પછી ડાબા હાથ વખતે જ શા માટે ?
અમુક સંપુર્ણ ડાબેરી હોય છે તો અમુક બનને હાથે કામ કરે છે. એવી પણ વ્યકિત હોય છે જે સંપુર્ણ ડાબેરી હોય છે જેમા ડાબો પગ, આંખ વાપરતા હોય છે. શું તમને ખબર છે પશુપંખી પણ ડાબેરી હોય છે.....!!!! મોટા ભાગના પોપટ ડાબેરી હોય છે તે મરચુ ડાબા પગે જ પકડે છે દરેકે દરેક કાકાકૌવા ડાબેરી જ હોય છે બિલાડીની વાત જરાક જુદી હોય છે બિલાડી જમણેરી અને દરેક બિલાડો ડાબેરી હોય છે
માન્યુ કે જમણા હાથે પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરીયે છીએ અને પ્રભુના ચરણ એ જ હાથથી પખાળીયે છીયે પણ એ ન ભુલવુ જોઇએ કે પ્રભુ સામે હાથ જોડતી વખતે ડાબા હાથનો પણ એટલો જ ઉપયોગ થાય છે જેટલો જમણા હાથનો થાય છે.................