સ્વાસ્થ્ય સોપાન
સામાન્ય દર્દ અને ઘરનાં ઓસડિયાં
શ્રી શ્રી માં અનંતાનંદ તીર્થ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.
Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમ
વિવિધ દર્દો અને તેના સરળ ઉપચાર
અજીર્ણ - અપચો - બદહજમી અને ભૂખ ન લાગવી
અતિસાર - ઝાડા થવા
આમ્લપીત્ત - એસીડીટી
વધરાવળ - સરણગાંઠ
રક્તદબાણ - બ્લડપ્રેસર
હૃદયરોગ
ટી.બી ( ક્ષય )
હરસ - મસા
નાનાં બાળકોનાં દર્દો અને ઉપચાર
અજીર્ણ
અતિસાર
ઊલટી
આંચકી
ઊટાટીયું
બાળકના પગતળિયે સોજા
વરાધ
કૃમિ
બાળકની ડુંટીના સોજો
આમણ બહાર નીકળવું
રસોડું એ જ ઔષઘલાય
હળદર
મરચા
જીરું
રાઈ
મેથી
હિંગ
અજમો
તલ
વરીયાળી
મરી - મસાલા - તેજાના
તજ
લવિંગ
મરી
એલચી
જાવંત્રી
જાયફળ
સૂંઠ
ગંઠોડા
તાવ
મેલેરિયા
ફ્લુ
ન્યુમોનિયા
સર્વ પ્રકારના તાવ માટે
૧. અજીર્ણ - અપચો - બદહજમી અને ભૂખ ન લાગવી
લક્ષણ :
આયુર્વેદે અજીર્ણને ચાર પ્રકારનું ગણાવ્યું છે. છતાં તેના સામાન્ય લક્ષણો આવા પ્રકાર ના દેખાય છે : શરીરમાં ભારેપણું લાગવું, શુળ, પેટનું ફૂલવું, ઓડકાર આવા, બેચેની લાગવી. ઉપરાંત અજીર્ણથી મળ તથા વાયુ રોકાય છે. પેટ ફૂલી જાય છે. ઘણી વાર જીવ ચુંથાય છે. આંખની ચારે બાજુ સોજા આવી જાય છે. અજીર્ણથી ઘણી વાર દર્દીને બ્રહ્મ અને મૂર્છા પણ થાય જતા હોય છે. અધોવાયું રોકાય જાય છે. શરીરમાં જડતા આવે છે. આખા શરીરમાં કષ્ટ થાય છે. ભોજનની ઈચ્છા થતી નથી. આળસ આવે છે.
આવી કોઈપણ તકલીફ થતી હોય તો જાણવું કે આપણને અજીર્ણ થયું છે.
ખોરાક :
અજીર્ણમાં ખોરાક જ નુકશાન કરે છે, તેથી અજીર્ણ મટે નહિ ત્યાં સુધી પોતાની ભૂખ કાબુમાં રાખી ખુબ ઓછો હળવો કે પ્રવાહી ખોરાક જ લેવો. એક દિવસ ભૂખ્યા રહેવું.
ઉપરાછાપરી ખાવાથી, ભૂખ ન હોય તો પણ ખાવાથી કે અનિયમિતપણે ખાવાથી ઉપરનાં દર્દો થાય છે.
ઉપચાર :
આ દર્દોમાં ઉપવાસ દવાનો ગુણ કરે છે. ઉપવાસ ન ફાવે તો બપોરના એક જ વાર જમવું અને ઘણી જરૂર જણાય તો રાત્રે ફક્ત ગરમ દૂધ પીવું. ઉપવાસ કરવો એટલે એક દિવસ ભુક્યા રહેવું.
૧. અપચાથી પેટમાં દુખાવો હોય તો જમવાના અડધા કલાક પહેલા આદુંનો રસ અડધો તોલો પીવો. તેમાં સિંધવ મેળવી શકાય.
આદુંનો આચાર - અથાણું કરી ખોરાકમાં લેવું.
૨. જુનો ગોળ ૩ ગ્રામ + લીંડીપીપર ૧/૪ ગ્રામ મેળવી રોજ ૧ વાર લેવાં.
૩. જીરું ૧ ચમચી વાટીને પાણી સાથે લેવું
૪. સવારે નરણે કોઠે અડધો શેર પાણીમાં ખાટા લીંબુની ૧ ચીર નીચોવી રોજ પીવો.
૫. લીંબુના રસમાં સિંધવ ઓગળી તેમાં સુંઠ આઠ દિવસ ભીજવી રાખવી, પછી છાયામાં સુકવી તે ચૂર્ણનું ૨ થી ૩ ગ્રામ સેવન કરવું.
૬. દુધને ગરમ કરી તેમાં થોડું લીંબુ નીચોવી દુધ ફાડી નાખવું. તેમાં છુટું પડેલું પાણી ગાળીને બે તોલા માપથી દિવસમાં ત્રણ વાર પીવું.
૭. અજીર્ણ ઉપર લુણીની ભાજીનો રસ ૪૦ થી ૫૦ મિલી છાસ સાથે પીવો.
૨. અતિસાર - ઝાડા થવા
પ્રમાણ કરતા વધારે ખાવાથી, અતિ સીનગ્ધ - અતિ તીખા પદાર્થોના સેવનથી, અતિ મધપાન, ભોજન પચ્યું ન હોય છતાં પણ ખાવાથી, મળમૂત્રને રોકવાથી, ખરાબ અને દુષિત પાણી કે ખોરાકનું સેવન થવાથી આ રોગ થાય છે.
લક્ષણો :
ઉદાર, નાભી, ગુદા, પડખાં વગરે જગ્યાઓમાં દુખાવો થાય છે. અપાનવાયુ અને મળ રોકાય અથવા પાણી જેવા વારંવાર ઝાડા થાય. પેટ ફૂલી જાય, ખોરાક પચે નહિ, હાથ-પગ ગળે, વગેરે લક્ષણો આ રોગમાં દેખાય છે. જે અતિસારમાં ‘આમ’ એટલે કે ઝાડામાં ચીકણો પદાર્થ પડે છે તેને ’ આમાતિસાર’ કહે છે અને જેમાં લોહી પડે છે તેને ‘રક્તાતિસાર’ કહે છે. અતિસારથી દર્દીને ઘણીવાર ઉલટીઓ થાય છે, હેડકી આવે છે. વળી સોજા આવી જાય છે, શુળ આવે, મૂર્છા આવી જાય, દમ અને ઉધરસ થાય અને ખોરાક પ્રત્યે અભાવ થઇ જાય એવા ઉપદ્રવો પણ આ રોગમાં જોવા મળે છે.
ઉપચાર :
૧. એક ઉપવાસ કરવો. પછી પ્રવાહી ખોરાક લેવો અને ધીરે ધીરે સાદો ખોરાક ચાલુ કરવો.
૨. વાદની કુંપળો - તીસીઓ ૧૦ ગ્રામ ચોખાના ધોવરામણમાં વાટીને છાસ સાથે આપવી.
૩. જાંબુ, આંબો અને આંબલીના પાનનો રસ ૨૦ ગ્રામ મધ અથવા દહીંમાં મેળવી આપવા.
૪. સુંઠ, વરીયાળી અને ખસખસની સમભાગે ચૂર્ણ બનાવી રોજ ૫ ગ્રામ આપવા.
૫. આંબાની આંતરછાલ ૫ ગ્રામ દહીં સાથે મેળવી દિવસમાં ત્રણ વાર આપવી.
૬. દર્દીની ડુંટી ઉપર આંદુનો રસ લગાડવો.
૭. લોહી સાથેના અતિસારમાં બોરડીની છાલ દુધમાં ઘસી મધ સાથે પાવી.
૮. મેથીને શેકી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું, દાડમના રસમાં અથવા દહીંમાં ૫ ગ્રામ ચૂર્ણ આપવું.
૯. અતિસારમાં કમ્મર, બરડો અને પેઢુંમાં દુખે ત્યારે ખજુર પાશેર પાણીમાં ભીજવી. ચોળી તે પાણી રાત દિવસ દરરોજ પીવડાવવું.
૧૦. મકાઈના ખાલી ડુંડાને બાળીને કોલસો બનાવી તેનો પાઉડર ૫૦૦ ગ્રામ મી.ગ્રા. મધ, પાણી અથવા છાસ સાથે લેવો.
૧૧. બીલાના ગર્ભનો પાઉડર સાકારના પાણી સાથે જરૂર પ્રમાણે ૨ થી ૩ ગ્રામ દિવસમાં એકથી ત્રણ વાર લેવો.
ઉપરનાં કોઈપણ બે કે ત્રણ ઉપચાર એકી સાથે પણ કરી શકાય.
ખોરાક :
અતિસાર વખતે દર્દીએ પોતાની પ્રકૃતિ અનુસાર ખોરાક લેવો જોઈએ. પીત્તાતીસાર અને રક્તાતિસાર સિવાય બધા જ અતિસારમાં ઉપવાસ અતિ લાભદાયક થાય છે. ઉપવાસ વખતે ધાણા અને સાકારનું પાણી પીવું જોઈએ. અતિસારમાં દહીં, છાસ, જુના ચોખા, ખીચડી, કેળા, જાંબુ, આંદુ, દાડમ, સફરજન પથ્ય ગણાય છે.
૩. આમ્લપીત્ત - એસીડીટી
લક્ષણો :
ખાટા ઓડકાર, મોળ આવવી કે ઉલટી થવી, માથું દુખવું, ગળાથી છાતીમાં અને પેટ સુધી બળતરા, પેટનો ઝીણો દુખાવો, બેચેની, ગભરામણ જેવા ચિહ્નો આ દર્દમાં દેખાતા હોય છે. તડકામાં ફરીને આવવાથી માથું દુખે તો પણ સમજવું કે આ દર્દનો ઉપદ્રવ થયેલ છે.
આવું દર્દ પરના નિયમન અને ચોક્કસ સરળ ઉપાયોથી મટાડી શકાય છે. આ દર્દ જુનું થતા અસાધ્ય બની જાય છે અને તેમાંથી અલ્સર જેવા ગંભીર દર્દ થાય છે.
ખોરાક :
તીખા, ખાટા, તળેલા, ભારે અને વાસી ખોરાક તદન વજર્ય છે.
પ્રવાહી, બાફેલા શાકભાજી, દુધ આ દર્દમાં ગુણકારી નીવડે છે.
ઉપચાર ઔષધ :
રાત્રે ૧૦ ગ્રામ સાકાર ૩૦ મિલી પાણીમાં પલાળવી. સવારે ૩૦ મિલી દુધ ગરમ કરી ઠંડુ પાડી તેમાં સાકારનું પાણી મેળવવું તે પછી બે ગ્લાસ લઇ પાંચસ થી સાથ વાર ઉપરનીચે કરી નરણે કોઠે પી જવું.
૧ કલાક સુધી બીજી કોઈ ચીજ લેવી નહિ.
જવનો કાઢો, આમળાનો રસ અને મધ મેળવી પીવો.
ગોરસ આમલીનું શરબત કરી તેમાં જીરું અને સાકારનો ભોકો મેળવી આપવું.
આમળાં ચૂર્ણ ૫ ગ્રામ અને ખડી સાકાર ૧૦ ગ્રામ લઇ સવાર -સાંજ સમભાગે ઘીમાં મેળવી આપવું.
કોકમ, એલચી અને સાકારની ચટણી બનાવી આપવી.
કાળી દ્રાક્ષ એક ભાગ, હરડે બે ભાગ, સાકાર બે ભાગ - તેની ગોળીઓ બનાવી રાખી મુકવી. રોજ બે-બે ગોળી સવાર - સાંજ જમ્યા પછી મુખવાસ તરીકે લેવી.
બજારમાં અવિપત્તિકર ચૂર્ણ દરેક આયુર્વેદિક દુકાને મળે છે તે, જેથી મધ અને શતાવરી ચૂર્ણ ત્રણેય સરખે ભાગે મિક્ષ કરી એક એક ચમચી સવાર- સાંજ સાકરવાળા ઠંડા દૂધ સાથે લેવાંથી પિત્ત, અશક્તિ અને પિત્ત-કફ જેવા રોગ મટે છે.
૪. વધરાવળ - સરણગાંઠ
લક્ષણો :
સાથળના મૂળમાંથી આંતરડું નીચે ઉતારે છે તેને સારણગાંઠ કહે છે. આંતરડાની નીચે ઉતરવાથી અંડકોશ વધી જાય છે. અંડકોશ કઠણ થઇ જાય છે. ત્યાં પથ્થર બાંધી રાખ્યો હોય તેવું લાગે છે. તેમાં હંમેશા દુખાવો ન થાય તેવું બને પણ દુખાવો થાય ત્યારે ક્યારેક તો પ્રાણઘાતક પણ નીવડી શકે છે. દુખાવો વધતાં દર્દી બેચેન બની જાય છે. પરસેવો વળી જાય અને ગભરામણ થાય છે. અંડવૃદ્ધિ ચાલવામાં તકલીફ કરે છે.
ખોરાક :
આ રોગમાં ચોખા, ઘઉં, મગ, વટાણા, દુધ, ઘી, લસણ, પરવળ વગેરે પથ્ય ખોરાક છે.
જયારે અતિ ઉપવાસ, વધારે જમવું, નીરસ ખોરાક, મળમુત્રના વેગને રોકવા, આ બધી બાબતો સારણગાંઠના દર્દી માટે વર્જ્ય છે.
ઉપચાર :
૧. અરણીના પાનને વાટી તેનો લેપ કરવો. લીલા પાન હોય તો બહુ સારાં. સૂકાં પાનનો પાઉડર કરી થોડું પાણી નાખી ખુબ લસોટવાથી લેપ માટેની ચિકાસ આવી જશે.
૨. નગોડ પાનની પોટીસ કરીને બંધાવી.
૩. ઘાપાણને પાણીમાં ઘસી લેપ કરવો. ( ગાંધીને ત્યાં મળે છે. )
૪. લોટ, અજમો અને દીવેલીનું મગજ સરખે ભાગે મેળવી દૂધ માં તેની પોટીશ કરીને ગાંઠ ઉપર મૂકી પાટો બાંધવો.
૫. ઇન્દ્રવરણાંને છુંદીને લેપ કરવો.
૬. આવળનાં પાંદડા વાટી ગરમ કરી પોટીસ કરી બાંધવી.
૭. મેથીનો લોટ ધતુરાના પાનના રસમાં ગરમ કરી સોજા ઉપર મૂકી પાટો બાંધવો.
૮. એરંડાના પાન ગરમ કરી બાંધવા.
૯. તમાકુના પાન ગરમ કરીને બાંધવા.
૧૦. ઘોડાવજ અને રાઈ વાટીને લેપ કરવો.
૧૧. પગના અંગુઠામાં ફીટ થાય એવી વીંટીઓ પહેરવી.
ઔષધ ( દવાઓ ) :
૧. દારૂ હળદરનું ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ ગૌમુત્રમાં દોઢથી બે માસ સુધી સવારમાં નરણે કોઠે લેવું.
૨. સવાર-સાંજ કડુનું ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ પ્રમાણથી લેવું.
૩. ખારેકના ૧૭ ઠળીયાનું ચૂર્ણ અને ચાર પૈસા ભાર પાંચ ગ્રામ અજમો આ પ્રમાણથી ચૂર્ણ બનાવવું. ૧૦ ગ્રામ ચૂર્ણ પાણી સાથે સવાર-સાંજ લેવું. ( ખારેકના ઠળીયાને માટીની તાવડીમાં શેકી લેવા. )
૫. રક્તદબાણ - બ્લડપ્રેસર
અતિ ઉષ્ણ, ખાટા, તુરા, કડવા પદાર્થના અતિ સેવનથી, અતીશ્રમ આઘાત અને ભોજન ઉપર ભોજન કરવાથી, મળમૂત્ર આદિ વેગો ને રોકવાથી ચિંતા વગરે કારણોથી આ રોગ ઉત્પન્ન થાય છે. ઊંચું દબાણ ( હાઈ-બ્લડપ્રેસર )
લક્ષણો :
ગભરામણ થવી, ચક્કર આવવાં, માથાનું પકડાઈ જવું, બેચેની લાગવી, કોઈક વાર વોમિટીંગ સેન્સેશન, ગુસ્સો આવવો, ઊંઘ ન આવવી વગેરે લક્ષણો દેખાય ત્યારે નજીકના ડોક્ટર પાસે પ્રેસર ચેક કરાવી લેવું જરૂરી છે. આવા ચિહ્નો દેખાય ત્યારે બ્લડપ્રેસર ઊંચું હોવાની શક્યતાઓ વધારે હોય છે.
ઉપચાર :
આ દર્દમાં અનુકુળ ખોરાક એ દવાની ગરજ સારે છે. પ્રેસર ઘણું વધારે હોય તો મીઠું બિલકુલ બંધ કરવું. તળેલો ખોરાક પણ બંધ કરવો. બફેલો ખોરાક લેવો. ઘી-તેલ ઓછા કરી દેવા. બ્રાહ્મી ચૂર્ણ ૫ ગ્રામના માપથી મધમાં સેવન સવાર-સાંજ કરવું. જટામાંસી ચૂર્ણનું સવાર-સાંજ મધ કે દૂધ સાથે સેવન કરવું. શંખપુષ્પી ચૂર્ણ સવાર-સાંજ એ જ માત્રામાં મધ કે દૂધ સાથે લેવું. સાચા રુદ્રાક્ષને પાણી સાથે ઘસીને નિત્ય સવારે ૫ થી ૭ મિલી. પીવું. બ્રાહ્મી, શંખપુષ્પી અને જટામાંસીનું ચૂર્ણ સમભાગે લઇ સવાર-સાંજ મધ કે દૂધના અનુંપાનથી ૨ થી ૩ ગ્રામ લેવું.
સાટોડી ( પુનરાવા ) વનસ્પતિ ઠેર ઠેર ઉગેલી જોવા મળે છે. તેનો મૂળનો ઉકાળો ૧૦ મિલી. રોજ એકવાર લેવાથી પણ બ્લડપ્રેસર મટે છે.
નીચું રક્તદબાણ ( લો બ્લડપ્રેસર )
ચક્કર આવવાં, ઊંઘ વધારે આવવી, આંખ પણ ન ઉંચકાય તેવું લાગવું. આળસ અને બેચેની થવી, ખુબ થાક લાગવો વગેરે લક્ષણો દેખાય ત્યારે બ્લડપ્રેસર મપાવતા લો-પ્રેસર આવવાની પૂરી શક્યતાઓ છે.
ઉપચાર :
લીંબુનું શરબત, કોફી આ બંને પીણા નીચા રક્ત-દબાણ ઉપર અકસીર પુરવાર થયેલ છે. બંનેમાંથી જે માફક આવે તે દિવસમાં ૨ થી ૩ વાર દર્દીએ લેવા જોઈએ.
ઘી, દૂધ, ફળ અને અન્ય પૌષ્ટિક આહાર નિયમિત અને પ્રમાણસર લેવો.
પ્રફુલિત રહેનાર મનુષ્ય આ બે પ્રકારના રક્તદબાણની બીમારીમાંથી બચી શકે છે.
૬. હૃદયરોગ
લક્ષણો :
પેટમાં, છાતીમાં હૃદયને ઠેકાણે શુળ થવી, દુખાવો થવો, ગભરામણ થવી, ઉલટીના લક્ષણો થવા, પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થાય, વગેરે લક્ષણો હોય ત્યારે તરત જ નજીકના ડોક્ટર પાસે જઇ તપાસ કરાવી લેવી. આ હૃદયરોગના લક્ષણો છે.
ખોરાક :
ખાંડ, મીઠું, દૂધની મલાઈ આ ત્રણ મનુષ્યના ધોળા દુશ્મનનો છે, તેથી ખોરાક તેનું પ્રમાણ ઘટાડવું. તળેલા ચરબીવાળા બધા જ પદાર્થો બંધ કરવા. બાફેલા અને હળવા ખોરાકથી દર્દીને ઘણો આરામ રહે છે.
ઉપચાર :
૧. અર્જુન વૃક્ષની છાલનો પાવડર, ( ગાંધીને ત્યાં અથવા ફર્માંસીઓમાં મળે છે ) લાવી ચારથી પાંચ ગ્રામના માપથી દુધમાં ઉકાળીને અથવા મધ સાથે સવાર-સાંજ દર્દીને આપવાથી હૃદયરોગમાં ચમત્કારી ફાયદો જોવા મળે છે.
૨. એરંડાના મૂળનો કાઢો બનાવી, જવખાર સાથે પીવો. એરંડામૂળ ૮૦ ગ્રામ ૬૫૦ મિલી. પાણીમાં ધીમા તાપે ઉકાળવા. ૪૦ મિલી. પાણી રહે ત્યારે તેમાં ચપટી જવખાર મેળવી દર્દીને પીવડાવવો.
૩. અર્જુન-સાજડ-ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ, ૨ થી ગ્રામ ઘઉંનો લોટ ગાયના ઘીમાં શેકી બકરીનું દૂધ નાખવું. સાકર ઉમેરવી અને શીરો બનાવવો. નિત્ય સવારે નિયમિત સેવન કરવાથી હૃદયરોગ મટે છે.
૪. વાવડીંગ ચૂર્ણ ૧ ગ્રામ માત્રામાં મધમાં નિત્ય સેવન કરવાથી ઘણો ફાયદો જણાય છે.
૭. ટી.બી ( ક્ષય )
લક્ષણો :
સપ્તધાતુ ક્ષીણ થઇ માણસ શુષ્ક થાય છે ત્યારે ક્ષય રોગ ટી.બી. રાજક્ષ્યમાં થાય છે. આ રોગમાં ખભા અને બંને પડખામાં દુખાવો થાય છે, હાથપગમાં બળતરા, અરુચિ જણાય, ઉધરસ આવે, અવાજ બેસી જાય છે. શ્વાસ ચડે છે. કફમાં ઘણીવાર લોહી પડે છે.
આ લક્ષણો ક્ષય રોગમાં દેખાય છે.
ઉપચાર :
૧. દળેલી ખાંડ ૫ ગ્રામ, જીણો વાટેલો સિંધવખાર ૫ ગ્રામ, શુદ્ધ મધ ૫ ગ્રામ. આ ત્રણે વસ્તુ ભેગી કરી સવાર-બપોર-સાંજ દિવસમાં ત્રણ વાર નિયમિત ૧ માસ લેવાથી મહાભયંકર ક્ષયરોગ મટે છે.
૨. પીપળાની લાખનું ચૂર્ણ ૧૦ ગ્રામ, ઘી ૧૦ ગ્રામ અને
મધ ૨ તોલા ( ૨૦ મી.ગ્રા. ) આ ત્રણે ચીજ મિક્ષ કરી સવાર - સાંજ ચાટવાથી ક્ષયની ઉધરસ મટે છે. તેમ જ છેલ્લા સ્ટેજનો ક્ષયરોગ ૧૫ દિવસમાં મૂળમાંથી નાબુદ થાય છે.
અપથ્ય :
અતીશ્રમ, અતિમૈથુન, અકાળે થોડું અથવા ઘણું ખાવું, શોક, મળમુત્રાડી વેગોનો અવરોધ વગેરે કારણોથી આ રોગ થાય છે. તેથી તે ત્યજી દેવા. લસણ, હિંગ, ખાટા, તીખા, તુરા, કડવા રસ, ભાજીપાલો, રુક્ષ અન્ન કે રુક્ષ પાન, કાલીગંડુ, ટીંડોળા, કંકોડા, દાહ્કારક પદાર્થો સદંતર છોડી દેવા.
પથ્ય :
ઘઉં, મગ, ચણા, માખણ, દૂધ, ઘી, કેળા, પાકી કેળી, આમળા, નાળીયેર, સરગવો, તાજી દ્રાક્ષ, સાકર વગેરે ઉપરાંત શુદ્ધ હવા, મનોરમ્ય વાતાવરણ, સાત્વિક વાચન, શ્રવણ અને મનન, સત્સંગ દર્દીને સુસ્વાસ્થ્ય જલદી પાછું આપે છે.
૮. હરસ - મસા
લક્ષણો :
ત્વક, માંસ, મેદ તે ઠેકાણાના રક્તને દુષિત કરી ગુદાસ્થાનમાં માંસના અંકુર ઉત્પન થાય છે. તેને હરસમસા કે મૂળ વ્યાધી કહેવામાં આવે છે.
મસા બે પ્રકારના હોય છે : (૧) ગુદાદ્વારની બહારના, (૨) ગુદાદ્વારની અંદરના. દૂઝણ મસા કે રક્તસ્ત્રાવી મસા પણ કહે છે. તેમાં બેચાર ટીપાથી માંડીને પુષ્કર લોહી પડતું પણ જોવા મળે છે. આ મસા દુખતા નથી; પરંતુ માણસનું જીવન નાસ કરી નાખે છે.
જયારે બહારના માસમાં દુખાવો - બળતરા બહુ થાય છે.
ખોરાક :
વાલ, ચણા, મશુર, ચોખા, લસણ, હિંગ, મરચું, તળેલા વાસી ખોરાકથી થતા હોવાથી તેવા પાનખાન ત્યજવા જોઈએ. જયારે મગ, તુવેર, ચોખા, સૂરણ, છાસ, પરવર, કરેલા, ટીંડોળા, મૂળા, ઘી વગેરે લેવા જોઈએ.
ઉપચાર :
૧. હરસ સાથે અતિસાર હોય તો પા-પા તોલો બીલી પાવડર સવાર-સાંજ ઠંડા પાણી સાથે લેવાથી ૭ દિવસમાં હરસ-મસા મટે છે.
૨. કાંસકીના પાંદડાનો રસ ૫૦ ગ્રામ, સાકર ૨૫ ગ્રામ મેળવી સવારે નરણે કોઠે ૭ દિવસ પીવાથી હરસ - મસા મટે છે.
૩. ૨૫ ગ્રામ કાળા તલ, ૫૦ ગ્રામ માખણ સાથે રોજ નરણે કોઠે ૧ માસ ખાવાથી દુઝતા - લોહી પડતા મસા માટી જાય છે.
૪. નાગરકેસર માખણ અને સાકરમાં ખાવાથી દુઝતા હરસમાં ચમત્કારી લાભ થાય છે.
૫. બોડીયા કલારનું મૂળ, પાણી સાથે ઘસી હરસ-મસા પર ચોપડવાથી તે મટે છે.
૬. મીઢી આવળનાં પાન અને કાળીચૂનો ૧ દિવસ પાણીમાં ખુબ ઘુંટવા. બીજે દિવસે તેને હરસ પર ચોપડવા. ચમત્કારિક રીતે હરસ મટે છે.
૭. હાજરી ગોટાના ૭ ફૂલ ૫૦૦ મિલી પાણીમાં રાત્રે પલાળવા. સવારમાં વાટી પાણીમાં ચોળી કપડાથી ગોળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવવી. સવારે નરણે કોઠે આ પાણી પીવું. આ પ્રયોગ ૧૫ દિવસ કરવાથી હરસ-મસા મટે છે. બંધ પેસાબ પાન છૂટે છે.
૮. રસવંતી : ૨ ગ્રામ પ્રમાણે પાણીમાં ઘસી સવારમાં લેવી, તે જ પ્રમાણે બપોરે ને સાંજે પાન લેવી. આ પ્રયોગથી હરસ-મસા મટે છે. ( રસવંતી ગાંધીને ત્યાં મળે છે. )
૯. નગોડના લીલા પાંદડા ૫૦ ગ્રામ, ગોળ ૨૫ ગ્રામ. આ બંનેને વાટી થેપલી તૈયાર કરવી. આ થેપલી હરસ-મસા પર બંધવાથી સાત દિવસમાં મટે છે. રોજ થેપલી નવી મુકવી.
ભૂલ થાયે આવે રોગ, પણ ભૂલ જાવે થાયે યોગ; ્ર
દુર્લભ મનુષ્યે જન્મે સાધી લ્યો જીવ-શિવનો જ યોગ. ્ર્ર
નાનાં બાળકોનાં દર્દો અને ઉપચાર
૧. અજીર્ણ
સુકા ધાણા ૬૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ તેને અધકચરાં ખાંડી ૨૦૦ મિલી. પાણીમાં ઉકાળવા. પાણી ૧૦૦ મિલી. રહે ત્યારે ગાળી લેવું. તે પાણી ૫ મિલી. પ્રમાણથી દિવસમાં ત્રણ વાર બાળકને પીવડાવવું. ૧ વરસથી નાનાં બાળકને ૧-૧ ચમચી ( ટી સ્પુન ) પ્રમાણે આપવું.
૨. અતિસાર
૧. ૨ માસના બાળકોને બિલ્વફળના ગર્ભનો ઘસારો દિવસમાં ત્રણ વાર આપવો. મોટી ઉંમરના બાળકોને પાઉડર, મધ કે સાકરના પાણીમાં આપવો.
૨. એલચી ૫ ગ્રામ, ખસખસ ૫૦ ગ્રામ, સાકર ૫૦ ગ્રામ, આ પ્રમાણે લઇ ચૂર્ણ બનાવવું. ૨ ગ્રામથી ૧૦ ગ્રામ સુધીનું પ્રમાણ ઉંમર પ્રમાણે વધારતા જવું. દિવસમાં ૨ થી ૩ વાર આપવું.
૩. મકાઈના ખાલી ડોડાને બાળી, કોલસો બનાવી તેની રાખ બાળકની ઉંમર પ્રમાણમાં મધ પાણી સાથે આપવી. ૧ માસથી નીચેના બાળકને ૧૨૫ મિલી ( ચણોઠી ભાર ) દિવસમાં બે વાર આપી શકાય. આ પ્રયોગથી બાળકોની ઉલટી-અજીર્ણ પણ મટે છે.
૩. ઊલટી
મોરપીછ ભસ્મ અને લીંડી પીપરનું ચૂર્ણ સમભાગે મેળવી. ૬ માસથી નીચેના બાળકને ૧/૨ રતી ( ઘઉંના દાણા ) જેટલું. ૬ માસ થી ૧ વર્ષ સુધીના બાળકને ૧ રતી. ૧ વર્ષથી ઉપરના બાળકને ૨ રતી. પ્રમાણથી દિવસમાં એકથી ત્રણ વાર સુધી આપી શકાય.
૪. આંચકી
૧. કડુ પાણીમાં ઘસીને ૧ વાલ જેટલું પાવું.
૨. જેઠીમધનું મૂળ પાણીમાં ઘસીને પાવું.
૩. કેસર ઘીમાં પીવડાવવું.
૪. પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને મધ મેળવી પીવડાવવી .
૫. ઘોળી ડુંગળી અને ઘીની લેપડી કરી બાળકના માથે મુકવી.
૫. ઊટાટીયું
૧. આકડાનું મૂળ લાવી ગરમ રાખમાં દાબવું. રાખ ઉપર ઉપર તાપ પાખી શેકી લીવું. તે મૂળ પાણી સાથે ઘસી બાળકને આ ઘસારો પાવાથી ઊટાટીયું મટે છે.
૨. કેળાના પાંદડાને બાળી રાખ કરાવી. આ રાખ મધ સાથે ચટાડવાથી ઊટાટીયું મટે છે. ૩ માસની નાનાં બાળકને બે ગ્રામ, પછી બે-બે ગ્રામ પ્રમાણ વધારતા જવું.
૬. બાળકના પગતળિયે સોજા
મૂળના પાકા પાનનો રસ બાળકના પગના તળિયે સવાર-સાંજ ચોપડવાથી સોજા માટી જાય.
૭. વરાધ
બાળકની માતાના અથવા બાળકના ભારે ખોરાક ખાવાથી બાળકને વરાધ થાય છે. જે ખાવાથી આ ભાર થયો હોય તે વસ્તુ તવામાં દેવતા મૂકી બાળી મુકવી - ભસ્મ કરવી. આ ભસ્મ ૧ ગ્રામ બે આની ભાર સુધી ગોળમાં મેળવી, ઠંડા પાણી સાથે બાળકને પાવી. તેથી વરાધ-ભાર તત્કાળ મટે છે.
૮. કૃમિ
૧. બાળકના પેટમાં કરમિયા થાય છે તેના ઉપર રોજ સાંજે ૬ દાણા વાવડીંગ ચૂર્ણ ગોળમાં મેળવી આપવું. સાથે હળવો જુલાબ આપવો. આ પ્રયોગ ૭ દિવસ કરવો જેથી બધા જ કૃમિ નીકળી જતા બાળક નીરોગી થશે.
૨. ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ ૧૨૫ મિલી. ૨ થી ૩ ગ્રામ ( એક ચમચી ) મધ સાથે સવારમાં નરણે કોઠે ૭ દિવસ આપવાથી પેટના કૃમિ અવશ્ય મટે છે.
૯. બાળકની ડુંટીના સોજો
મુલતાની માટીનો કકડો અગ્નિમાં લાલચોળ થાય તેટલો તપાવી તેને થાળીમાં મૂકી તેના ઉપર ગાયનું દૂધ રેડવું, જે વરાળ નીકળે તેનો ડુંટી પર કપડાથી શેક કરવો. પછી તે જ માટીનો ડુંટી પર લેપ કરવો. ૪ દિવસ આ પ્રમાણે કરવાથી બાળકની ડુંટી પરનો સોજો ઉતારે છે ને બાળકને શાંતિ થાય છે.
૧૦. આમણ બહાર નીકળવું
કમળના કુમળા પાંદડા છાયડે સુકવી, પાઉડર કરી, સમભાગે સાકાર ભેળવી પાણી સાથે આપવાથી, થોડા દિવસમાં આમણ બહાર નીકળતું બંધ થાય છે. નાનાં બાળકોને ૧ ચમચી માપથી આ મિશ્રણ આપવું. મોટા માણસને ૧૦ ગ્રામ માપથી આપવું.
રસોડું એ જ ઔષઘલાય
તમારા રસોડામાં વપરાતી વસ્તુઓના ગુણધર્મો તમે જાણતા હો તો લગભગ મોટા ભાગના દર્દો બધા જ દર્દોની દવા તેમાંથી તમને મળી રહેશે. અરે ! તે ચીજવસ્તુઓનો રસોઈમાં યોગ્ય ઉપયોગ અને જરૂરી ફેરફારથી તમે ઘણા દર્દોને થતા અટકાવી શકો. ૠતુ પ્રમાણે રસોઈની બનાવટમાં અને મસાલામાં યોગ્ય ફેરફાર કરવાથી શરીરમાં દર્દો સામે રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે.
તેથી આપણે રસોઈઘરમાં જે વસ્તુઓ અને જે મસાલા વાપરીએ છીએ તેના ઔષધીય ગુણધર્મોનો અભ્યાસ કરીશું.
૧. હળદર
કફ, વાયુ, રક્તદોષ, કોઢ, પ્રેમહ, વ્રણ, ચામડીના દોષ, સોજો, કૃમિ, પિત્ત, અરુચિ, પીનસ વગેરે મટાડનાર અને દેહનો વર્ણ સુધારનાર છે.
ઉધરસ-સળેખમ : ગરમ દુધમાં હળદરનું ચૂર્ણ ૫ ગ્રામ મેળવી પીવું.
સ્વરભેદ : રાત્રે કાઢેલાં ૧ કપ દુધમાં ૧ ચપટી હળદર નાખી પીવું.
કફરોગ ઉપર : ગૌમુત્રમાં પાંચ ગ્રામ હળદર મેળવી પીવું.
અસાધ્ય ( દુર્જલ ) જવર ઉપર : હળદર, હરડે, અને જવખારનું ચૂર્ણ સમભાગે ૧ ચમચી ગરમ પાણીમાં નાખી પાવું જરૂર પડે તો સવાર-સાંજ આપવું.
કમળી ઉપર : હળદરનું ચૂર્ણ ૧૦ ગ્રામ દહીં ૪૦ ગ્રામ મેળવી સવારે સેવન કરવું.
મૂર્છા ઉપર : ૧ ચમચી હળદર અને એક ચમચી સાકાર પાણી મેળવી પાવા.
સ્તન રોગ : સ્તનના કોઈપણ પ્રકારના રોગમાં સમપ્રમાણમાં હળદર અને લોધ્ર પાણીમાં લસોટી લેપ કરવો.
હાથીપગું- કોઢ : ૧ કપ ગૌમુત્રમાં ૧૦ ગ્રામ ગોળ અને ૫ ગ્રામ હળદર મેળવી પીવાથી આવા અસાધ્ય રોગ મટે છે.
શીળસ : એક મોટી ચમચી કાચના કપમાં રાત્રે પલાળવી અને નીતર્યું પાણી સવારે અને સાંજે આપવાથી ગમે તેટલું જુનું શીળસ થોડા દિવસ લેવાથી ચમત્કારીક રીતે નાશ પામે છે, મારી જાય છે.
સર્વ પ્રકારના નેત્રરોગ ઉપર : હળદરના ગાંઠિયાને તુવેરની દાળમાં બાફી, છાયામાં સુકવી લેવો. પાણીમાં ઘસી રોજ સુર્યાસ્ત પહેલા દિવસમાં બે વાર અંજન કરવું. ઝામર, ધોળા ફૂલ, રતાશ વગેરે સર્વ આંખના રોગ માંટે આ નિર્દોષ ઔષધ છે.
૨. મરચા
કફ, આમ તથા શુળનો નાસ કરે છે.
૧. પેટપીડા : શરદીથી થયેલ પેટપીડામાં મરચાના ચાર-પાંચ બી ગરમ પાણીમાં સાથે ગાળવા.
૨. કોલેરા : ૫ ગ્રામ મરચાની જાડી ભૂકી, ૫ ગ્રામ મીઠું પાણીમાં ઉકાળી તે પાણી ગાળી ગરમ પ્રાશન કરવું.
૩. હડકાયા કુતરાના ડંખ ઉપર : લાલ મરચું વાટીને જખમ ઉપર ભરવું. ઝેર બળી જઈ જખમ રુજાઈ જશે.
૪. હિસ્ટીરિયા : લાલ સૂકાં પાંચ મરચાં ૫૦ ગ્રામ ઘીમાં ધીમા તાપે બળે નહિ તેમ તળવા. તે ઘી ગાળી લેવું. તેમાં પાંચ પતાસા મેળવી દર્દીને ખવડાવવું. દર ત્રીજે દિવસે એમ મહિનામાં સાત દિવસ આપવું. આ ઘીથી મરવા પડેલા માણસ પણ એક વાર બોલે છે.
૫. પેટની શુળ : આખા ત્રણ મરચાં ડીટા સાથે લેવા. ૨૦૦ મિલી. દૂધ એમાં મેળવીને ઉકાળવું. ૧૦ ગ્રામ સાકાર ઉમેરવી. આ ઉકાળો ઠંડો થાય પછી આપવાથી પેટની શુળ મટી જાય છે.
૬. કાચના અપચાના ઝાડા : મરચાની ભૂકી ૧૦ ગ્રામ, રસની હિંગ ૫ થી ૭ ગ્રામ કપૂર ૫ થી ૭ ગ્રામ ખરલમાં ઘુટવાથી ગોળી વળે તેવું મિશ્રણ તૈયાર થશે. મરી જેવી ગોળી વાળવી. બે ગોળી પાણી સાથે આપવાથી કાચા અપચાના ઝાડા મટે છે.
બે ગોળી ચૂસવાથી નાકે ખુબ પાણી છૂટશે અને સળેખમ મટી જશે. ઉપરાંત આ ગોળીથી ચૂક, ગેસ, શરદી, ખાંસી, મુખમેળ, ઊલટી, પગમાં વાનાં ગોટલા મટે છે. પેશાબ શુદ્ધ થાય છે. જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, વધે છે અને અજીર્ણ મટે છે.
૩. જીરું
કહેવત છે કે ગરમીમાં જીરું અને ઠંડીમાં હીરુ ( હીરો ). મતલબ કે શરદીના તમામ દર્દો પર જેમ હીરો કામ આપે છે તેમ ગરમીના તમામ દર્દો પર જીરું ઉપયોગી છે. કારણકે ગરમીના તમામ દર્દ - વિનાશક જીરું છે. જીરું ગ્રાહક, પાચન, દીપન, રુચિકારક, બળ આપનાર, ઉલટી-ક્ષય, વાયુ, કોઢ, વિશદોષ, તાવ, અરુચિ, અતિસાર, કૃમિ, પિત્ત અને ગુલ્મોનો નાસ કરે છે.
૧. રતાંધળાપણું : જીરું, આમળાં અને કપાસના પાંદડા સમભાગે ઠંડા પાણીમાં વાટી માથા ઉપર ૧૧ દિવસ પાટો બંધાવો. આથી રતાંધળાપણું મટે છે.
૨. પ્રદર : સ્ત્રીઓના પ્રદર ઉપર જીરું અને સાકર ચોખાના ઓસામણમાં આપવાથી પ્રદર દુર થાય છે.
૩. ટાઢીયા તાવ : જીરું કારેલીના રસ સાથે જુના ગોળમાં મેળવી આપવું.
૪. સામાન્ય તાવ : આમાં જુનો ગોળ અને જીરું સરખા ભાગે ૧૦ ગ્રામ વજની ગોળી કરી સુતી વખતે લેવી.
૫. સોજા ઉપર : સોજા ઉપર જીરું અને ગોળ સમભાગે ૧૦ ગ્રામ પ્રમાણથી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવી.
૪. રાઈ
રાઈ ગરમ અને અગ્નિદીપ છે. વાયુ, કફ, શૂળ, કૃમિ અને કોઢનો નાશ કરે છે.
અંગનું પકડાઈ જવું : રાઈનું પ્લાસ્ટર મરવું. પેટપીડા અને અજીર્ણ ઉપર રાઈનું ૩ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવું.
શરદી : શરદી ઉપર રાઈનું ચૂર્ણ મધમાં મેળવીને લેવું. શરદીથી શરીર ઠંડુ પડી ગયું હોય તો પગ ઉપર લેપ કરવો.
અર્ધાગ વાયુ ( લકવા ) ઉપર : રાઇના તેલની માલીશ કરવી.
બામ્બલાઈ : બગલમાં થતા ગુમડા ઉપર રાઈ, ગુગળ અને ગોળ એકત્ર વાટી વાટી લેપ કરવો. ત્રણથી ચાર દિવસમાં અસહ્ય પીડાકારક બામ્બલાઈનો નાશ થાય છે.
૫. મેથી
જવર, અરુચિ, ઉધરસ, વાયુ, કફ, હરસ, કૃમિ, ક્ષય, અને ડાયાબીટીસનો નાશ કરે છે.
બહુમુત્ર ઉપર : મેથીની ભાજીનો રસ ૧૦૦ ગ્રામ, બે ચપટી કાથો અને એક ચમચી સાકાર મેળવીને પીવો.
લોહીના ઝાડા : મેથીની ભાજીનો રસ કાળી દ્રાક્ષ નાખીને પીવો.
લુખ ઉપર ( લૂ ઉપર ) : લૂખ લાગી હોય ત્યારે મેથીની સુકી ભાજીને પાણીમાં પલાળી. મસળી, ગાળી, મધ મેળવીને પીવું. એક જ વારમાં લૂખ મટી જાય છે.
મરડા અને ઝાડા ઉપર : મેથીને ગુલાબી શેકીને ચૂર્ણ, વસ્ત્રગાળ કરી દહીં અથવા દાડમના રસ સાથે આપવાથી ઝાડા માટે છે.
વાયુથી હાથે-પગે કળતર : આના ઉપર મેથીને ઘીમાં શેકી તેના લાડુ અથવા ગોળ પાપડીની જેમ સુખડી કરવી. દરરોજ એક લાડુ ખાવાથી આઠ દિવસમાં કળતરનો નાશ થાય છે.
૬. હિંગ
હિંગ ઉષ્ણ, વાયુહર્તા, પાચક, રુચિકર, દમ, ઉધરસ, કફ, હૃદયરોગ અને ઉદારોગનો નાશ કરે છે.
અજીર્ણ : અજીર્ણ અને વાયુના ગોળા માટે હિંગની ૧.૫ ગ્રામની ( ચણા જેવડી ) ગોળી ઘી સાથે ગળવી.
આધાશીશી : હિંગનું પાણી કરી નાકમાં નાખવું.
વાળા ઉપર : હિંગનું ૨ થી ૩ ગ્રામ ચૂર્ણ પાશેર દહીંમાં નાખી ત્રણ દિવસ સુધી આપવું.
શરદીથી કાનમાં ધાક : શરદીથી કાનમાં ધાક પડી હોય તો રૂમાં હિંગ રાખી કાનમાં પૂમડું મુકવું.
પેટમાં દુખાવો : હિંગ, સિંધવ અને જીરાનું સમભાગમાં ચૂર્ણ એક ચમચી મધ અને ઘીમાં મેળવી આપવું.
દાઢનો દુખાવો : દાઢ દુખતી હોય તો તળેલી હિંગ દાઢ નીચે રાખવી.
સાંધાનો દુખાવો : સાંધાના દુખાવા ઉપર હિંગ પાણીમાં મેળવી તેનો લેપ કરવો.
૭. અજમો
અજમો રુચિકર, ઉષ્ણ, પાચક, કફ, શૂળ, કૃમિ, ગુલ્મ, હૃદયરોગ અને આમવાતનો નાશ કરે છે.
શીળસ : ગોળ અને અજમો ૩ થી ૪ ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવો.
મસ્તકશૂળ અને સળેખમ : અજમાને સહેજ લોઢીમાં ગરમ કરી કપડાની પોટલીમાં બાંધી સુંઘવું.
બહુમુત્ર : ૧૦ ગ્રામ અજમો અને ૨૦ ગ્રામ તલ એકત્ર કરી આપવા.
પેટપીડા, નળવાયુ, ઉધરસ, અંજીર્ણ, શ્વાસ : આના ઉપર ગરમ પાણી સાથે અજમો આપવો.
૮. તલ
તલ બળપ્રદ, અગ્નિદીપક, વાળને હિતાવક, પથ્યકારક, મતીપ્રદ અને વર્ણ સુધારક છે.
તલનું તેલ ઘાને શુદ્ધ કરે છે.
પેશાબનું બંધ થવું : પેશાબનું બંધ થવું અને બળતરા થતી હોય ત્યારે તલની સોટીઓની રાખ કરવી. એક ચમચી રાખ ગાયના દુધમાં થોડું મધ મેળવીને પીવડાવવી.
ઘા ઉપર : બળતરાવાળા વર્ણ ઉપર - ઘા ઉપર - તલનું તેલ અને ચુનાનું નીતર્યું પાણી મિશ્રણ કરી પાટો બાંધવો. વાંરવાર આ મિશ્રણના ટીપા પાડવા તેનીથી તાત્કાલિક શાંતિ થશે.
હરસ : લોહી ઝરતા હરસ ઉપર તલ વાટી અને માખણમાં ખાવા અને તલની પોટીસ કરી માસ ઉપર બાંધવી. નિર્ભય અને અસરકારક પ્રયોગ છે.
પથરી : તલની સોટીની ૧ ચમચી રાખ મધમાં આપવી.
ધતુંરાનું ઝેર : ધતુંરાના ઝેર ઉપર તલનું તેલ અને ગરમ પાણી મિક્ષ કરીને પાવું.
વીર્યપતન : વીર્યપતન ઉપર તલના પાંદડા પાણીમાં ચોળી તેમાં સાકાર મેળવી તરત પી જવું, વાર થશે તો પાણીનો ગાંગડો બંધાય જશે.
માસિક આવવું : માસિક આવવા માટે ૧૦ ગ્રામ કળા તલનો કાઢો ઉકાળી - ગોળ મેળવી પીવો.
૯. વરીયાળી
અતિસાર, આમ, નેત્રરોગ, દાહ, જવર, શૂળ, ઉલટી વગેરેની નાશક છે.
આમાતીસાર ( ઝાડા ) : વરીયાળીનો કાઢો પાવો. શુંઠ, વરીયાળી ઘીમાં સેકી તેનું ચૂર્ણ કરી ફાકી જવું.
મુખવિકાર : વરીયાળી મોઢામાં રાખી તેનો રસ ગળી જવો.
ગરમીની ઉધરસ : ગરમીની ઉધરસ ઉપર વરીયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોઢામાં રાખવું.
પિત્તજવર : આના ઉપર વરીયારી અને સાકરનો ઉકાળો પાવો. પિત્તજવરથી શરીર દાહ થાય છે.
મુખવાસ : મુખવાસ તરીકે વરીયારી વાપરવાનો રીવાજ તેમાં જઠરાગ્ની પ્રદીપ્ત કરવાના ગુણને લીધે છે.
મરી - મસાલા - તેજાના
૧. તજ
સ્વાદપ્રદ, કંઠ સુધારનાર, કફ, હેડકી, વાયુ, ઉધરસ, હૃદયરોગ, ખરજ, આમ, હરસ તથા કૃમિનો નાશ કરે છે.
પિત્તની ઉલટી ઉપર : બે ગ્રામ તજનું ચૂર્ણ ખુબ ઉકાળીને ઠંડુ કરી પીવડાવવું.
શરદીથી માથું દુખતું હોય ત્યારે : તજને પાણી સાથે ઘસી, ગરમ કરી કપાળમાં લેપ કરવો.
તજનો અર્ક પણ તૈયાર મળે છે તે પણ ચોળી શકાય.
શૂળ સાથેના આમાતીસર ઉપર તજનો પાઉડર ૨ ગ્રામ, બીલીગર્ભ ચૂર્ણ ચાર ગ્રામ, રાળ બે ગ્રામ આ ચૂર્ણ દહીંમાં થોડો ગોળ ઉમેરી તેની સાથે આપવું.
કફવાળી ઉધરસ ઉપર : સવારે નરણે કોઠે તજ ચાવીને ખાવી. અડધો કલાક સુધી કશું જ લેવું નહિ. અડધા કલાક પછી ગરમ હળદરવાળું દૂધ અથવા ચા-કોફી લેવા.
૨. લવિંગ
લવિંગ રુચિકર, ઉષ્ણ, પાચક, અગ્નીદીપક, વાયુ, પિત્ત, કફ, આમ, ઉધરસ, શૂળ, શ્વાસ, હેડકી, ક્ષય, તૃષા, રક્તદોષનો નાશ કરે છે.
શરદી ઉપર : લવિંગનો કાઢો કરીને લેવો.
મૂર્ચ્છા અને વાયુના ઝટક ઉપર : લવિંગ પાણીમાં ઘસીને અંજન કરવું.
રતાંઘળા ઉપર : લવિંગ બકરીના મુત્રમાં ઘસીને અંજન કરવું.
દાંત દુઃખતો હોય તો એના ઉપર : લવિંગનો અર્ક રૂમાં લઇ દાંતમાં દબાવવો.
અજીર્ણ - કોલેરા, મંદાગ્ની : આઠ લવિંગ લઇ ૮૦ ગ્રામ પાણીમાં ઉકાળવા. આઠમાં ભાગનું પાણી એટલે ૧૦ ગ્રામ પાણી રહે ત્યારે ગોળીને પીવડાવવું.
ઉધરસ માટે : લવિંગ, મરી અને બેહ્ડાનું દળ સમાન ભાગે લેવા. ત્રણેના મિશ્રણ બરાબર ધોળો કાથો મેળવવો. બાવળની આંતરછાલના કાઢાંમાં તેની ૨ થી ૩ ગ્રામ ગોળી કરવી. આ ગોળી મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ બહુજ જલ્દી મટે છે.
તાવ, અરુચિ, સંગ્રહની અને ગુલ્મ ઉપર લવિંગ, જાયફળ અને લીંડીપીપરનું ચૂર્ણ સમાન ભાગે બનાવવું. તેનાથી ત્રણ ગણું બેહ્ડાનું ચૂર્ણ, બેગણુ મરીનું ચૂર્ણ અને ૧૬ ગણું સૂઠનું ચૂર્ણ લેવું. આ બધા જ ચૂર્ણ મિક્ષ કરીને તેની બરાબર સાકાર નાખવી. તેમાંથી બે-બે ગ્રામ જેટલું ચૂર્ણ દિવસમાં બે થી ત્રણ વાર દર્દીને આપવું. આ ચૂર્ણ શ્વાસરોગનો પણ નાશ કરે છે.
લવિંગ મોઢા, હોજરીના અને આંતરડાના સુક્ષ્મ કીટાણુંઓનો નાશ કરનાર અને સાદો અટકાવનાર છે.
લોહીમાં શ્વેતકણો ! વધારવાનો ઉત્તમ ગુણ લવિંગ ધરાવે છે. વળી, લવિંગમાં ચેતના લાવવાનો ગુણ હોઈ તેના સેવનની અસર હ્રદય, રક્તભીસરણ અને શ્વાસોચ્છાવાસની ક્રિયામાં તરત જ સ્પષ્ટપણે જણાઈ આવે તે રીતે થાય છે.
કફ, આમ, લાળ વગેરેની દુર્ગંધ દુર કરવાનો ઉત્તમ ગુણ લવિંગ ધરાવે છે.
વળી મુત્રપિંડથી મુત્રદ્વાર સુધીની શુદ્ધિ માંટે લવિંગ ઉત્તમ પુરવાર થયું છે.
માત્રા : લવિંગનું ચૂર્ણ ૧ ગ્રામના પ્રમાણથી ઉપયોગમાં લેવું.
૩. મરી
મરી તીખા, કડવા, ગરમ, રુચિકર, અગ્નીદીપક અને તીક્ષ્ણ છે. તે વાયુ, કફ, કૃમિ, હૃદયરોગ, શ્વાસ, ઉધરસ અને શૂળનો નાશ કરે છે.
ખસ ઉપર : મરી અને અમલસારો ગંધક બારીક વાટી ઘીમાં ખરલ કરી શરીરે ચોળવો અને તાપમાં બેસવું. જેથી ખસ મટે છે.
ઉધરસ : ૧ ગ્રામ જેટલું મરીનું ચૂર્ણ, તેનાથી બે ગણી સાકાર અને મધમાં મેળવી આપવાથી ઉધરસ મટે છે.
શીળસ : મરી ઘીમાં વાટી શીળસના ઢીમડા ઉપર લેપ કરવો અને થોડું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવું.
સળેખમ ઉપર : સાત દાણા મરીનો તાજો પાઉડર એક ચમચી ગરમ ઘીમાં મેળવીને જમ્યા પછી લેવું. ગમે તેટલું જુનું સળેખમ, અસંખ્ય આવતી છીંકો અને શરદી મટે છે.
ગરમ દુધમાં થોડીક મરીની ભૂકી અને સાકર નાખી પીવાથી પણ સળેખમ મટે છે.
વિષમ જવર - મેલેરિયા : સાત મરીનું ચૂર્ણ, એક ચમચી તુલસીનો રસ અને મધ મેળવીને આપવાથી મટે છે.
વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો મરીને ઠંડા પાણીમાં બારીક વાટી દુખાવાની જગા ઉપર જાડો લેપ કરવો ને ઉપર કેળના લીલા પાંદડા મૂકી પાટો બાંધવો. તેનાથી જકડાઈ ગયેલું અંગ છુટું પડી દર્દી દર્દ રહિત થાય છે.
સંગ્રહની, પાઈલ્સ, ઉદરરોગ, બરોળ, મંદાગ્ની અને પેટના ગોળાના રોગ ઉપર : મરી, ચિત્રકમૂળ, અને સંચર સમાન ભાગે ચૂર્ણ કરીને અડધી ચમચી છાશમાં નાખીને આપવું.
આધાશીશી ઉપર : મરી અને ચોખા ભાંગરાના રસમાં વાટી તેનો કપાળ ઉપર લેપ કરવો.
વાયુના વિકાર કદી પણ ન થવા માટે મરીની ભૂકી અને લસણ બારીક વાટી ભોજન સમયે ઘી ભાતના પ્રથમ કોળિયામાં સતત સેવન કરવાથી કદી પણ વાયુવિકાર થતો નથી. બ્લડ ક્લોરોસ્ટરોલ ઘટાડવાનો આ ઔષધ ઉત્તમ ગુણ ધરાવે છે.
૪. એલચી
એલચી શીતળ, સુગંધીદાર, મુખ ને મસ્તકનું શોધન કરનાર, હૃદયરોગ, વાયુ, દમ, કફ, ઉધરસ, ક્ષય, હરસ, વિષદોષ, બસ્તીરોગ, કંઠરોગ, વ્રણ, ખરજ વગેરેનો નાશ કરે છે.
પેશાબ સાથે ધાતું જાય તેમાં : એલચી અને શેકેલી હિંગનું સમાનભાગ ચૂર્ણ ૧ ગ્રામ જેટલું દૂધ અને ઘી સાથે આપવું.
આંખની બળતરા અને ઓછો થતો તેજ ઉપર એલચી દાણા અને સાકર સમાન ભાગે ખાંડી ૨ થી ૩ મિલી. પૂર્ણ એરંડિયા સાથે લેવાથી મસ્તકની ગરમી મટી આંખની ગરમી પણ મટે છે અને આંખનું તેજ વધે છે અને મગજ ઠંડુ થાય છે.
રક્ત પ્રદર, રક્ત પ્રમેહ, ( પેશાબમાં લોહીનું જવું ) અને હરસમાં પડતા લોહી ઉપર એલચીદાણા, કેસર, જાયફળ, વાંસકપુર, નાગકેસર અને શંખજીરું, એ છ ઔષધોનું સમભાગે ચૂર્ણ કરવું. તેમાંથી દરરોજ ૨ થી ૩ ગ્રામ ચૂર્ણ, ૨ થી ૩ ગ્રામ મધ, ૪ થી ૫ ગ્રામ ગાયનું ઘી અને ૫ ગ્રામ સાકરના મિશ્રણમાં સવાર - સાંજ સેવન કરવું. તેની સાથે ૫૦૦ મિલી ગાયનું દૂધ ગરમ કરી ખાંડ અથવા સાકર નાખીને પીવું. ગોળ, ટોપરા જેવા ગરમ પદાર્થો ત્યજવા.
કફરોગ ઉપર એલચીદાણા અને સિંધવ સમાન ભાગે ઘી અને મધ વધ-ઘટ પ્રમાણમાં એકત્ર કરી આપવાથી તમામ કફરોગ મટે છે.
મુખપાક અને મુખરોગોમાં એલચી અને ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ મિશ્ર કરી થોડું મોઢામાં ભભરાવી લાળ પડવી. પછી મોઢું ધોઈ નાખવું. દિવસમાં ચારથી પાંચ વાર આ રીતે કરવાથી મોઢાના તમામ રોગો મટે છે.
તમામ પ્રકારના તાવ ઉપર એલચી, બીલાનો પાઉડર, સાટોડી - ત્રણનું સમાન ભાગે ચૂર્ણ ૧૦ ગ્રામ લઇ એક કો દૂધ અને એક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળવું. દૂધ શેષ રહે ત્યારે થોડું ઠંડુ કરી પીવડાવવાથી સર્વ જવર દુર થાય છે.
ઉલટી ઉપર એલચીના ફોતરા બાળી એની રાખ મધમાં ચતાડવી.
સાવધાન
એલચી જૂની થતા તેમાં ઇયળ પેદા છે. એ ઇયળ સાથે જો એલચી ખવાઈ જાય તો તેમાંથી કોઢ થાય છે. તેથી એલચી જોયા વગર ભૂલમાં પણ ખાવી નહિ. વળી, એલચી રાત્રે ખાવાથી પણ ધચરકા આવી કોઢ થાય છે. ઉપરાંત તે શીતળ અને મૂત્રલ છે તેથી તે રાત્રે ભૂલમાં પણ ખાવી નહિ.
૫. જાવંત્રી
જાયફળના ફળની ઉપર જે પદ હોય છે તે ફાટીને છુટું પડે છે તેને આપણે જાવંત્રી કહીએ છીએ.
કડવી, તીખી, મીઠી, મુખને સ્વચ્છ કરનારી, કાંતિકારક અને રુચિકર છે. અંગની જડતા, કફ, રક્તદોષ, ઉલટી, ઉધરસ, વિષ, વાયુ અને કૃમિનો નાશ કરે છે.
અતિસાર અને આમાતીસર ઉપર જાવંત્રીનું ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ ગાયના દહીંમાં આપવાથી સાત દિવસમાં અસાધ્ય રોગ મટે છે.
જાવંત્રીનું તેલ બનાવવામાં આવે છે, તે સંધિવાતમાં ઘણું ગુણકારી છે. વળી, તે પાનમાં ખવાય છે. વિવિધ પાકોમાં વપરાય છે ને બાળકોના દૂધના મસાલામાં પણ નાની માત્રામાં ઉપયોગ થાય છે.
૬. જાયફળ
માથું દુખતું હોય ત્યારે જાયફળ ઘસીને લેપ કરવાથી મટી જાય છે.
અનિદ્રામાં જાયફળ ઘીમાં ઘસીને આંખ ઉપર ચોપડવું.
હેડકી અને ઉલટી ઉપર જાયફળ ચોખાના ધોવરાવણમાં ઘસીને પાવું.
મુખ ઉપર થતા ખીલ ઉપર જાયફળ દૂધમાં ઘસીને તેનો લેપ કરવો.
કોલેરામાં ૧૦ ગ્રામ જાયફળનું ચૂર્ણ જરૂર પ્રમાણે ગોળમાં મેળવી ૨ થી ૩ ગ્રામની ગોળી કરવી. અડધા - અડધા કલાકના અંતરે આ ગોળી ગરમ પાણી સાથે આપવાથી કોલેરાના ઝાડા બંધ થાય છે.
અજીર્ણ ઉપર જાયફળ થોડુક દૂધમાં ઘસીને આપવું.
પેટ ચડી જાય અને ઝાડો થતો ન હોય ત્યારે લીંબુના રસમાં જાયફળ ઘસીને પાવાથી ઝાડો સાફ થાય છે અને પેટ ઉતરે છે.
સળેખમ ઉપર જાયફળને દૂધમાં ઘસીને ગરમ કરી કપાળે અને નાકે દિવસમાં ત્રણ વાર ચોપડવાથી સળેખમ મટે છે.
પાશેર તલના તેલમાં એક જાયફળનું ચૂર્ણ નાખી, ઉકાળી ઠંડુ કરી તે તેલ ભરી લેવું. શરીરે વાયુના ગોટલા ચડે ત્યારે આ માલીશ કરવાથી મટી જાય છે - બાળકને શરદીના ઝાડા થયા હો તો જાયફળ અને સૂઠને ઠંડા પાણી સાથે જરા જરા ઘસી તેમાં થોડું ગાયનું ઘી ઉમેરી સવાર-સાંજ ચટાડવાથી શરદીથી થયેલ ઝાડા મટે છે. આ પ્રયોગ ૪ દિવસ કરવો.
૧૦ ગ્રામ જાયફળનું ચૂર્ણ માટી કે કાચના વાસણમાં પલાળી રાખવું. તાત્કાલિક વાપરવું હોય તો પાણી ગરમ કરી બે કલાક પલાળો. નહિ તો ઠંડા પાણીમાં ૧૨ કલાક પલાળો. ૨૫૦ મિલી. પાણીમાં લેવું. આ પાણીને હિમ કહે છે. તેમાંથી ૧૦ ગ્રામ પાણી, ૧૦ ગ્રામ મધ મેળવી પીવડાવવાથી કોલેરાના દર્દીને ઘણું સુખ થાય છે.
ધાવણ છોડાવવાથી નાના બાળકોને જે વિકારો થાય છે તે ઉપર એક ચમચી સાદું પાણી, એક ચમચી ઉપરોક્ત પાણી અને એક ચમચી મધ મેળવીને પીવડાવવું.
નોંધ :
જાયફળ જો વધારે માત્રામાં ખાવામાં આવે તો ચિત્તભ્રમ થાય છે. વ્યક્તિ બેભાન થઇ જાય છે. માટે જાયફળ પ્રમાણસર લેવું.
૭. સૂંઠ
સૂંઠ લીલી હોય છે ત્યારે તેને આદું કહે છે.
પાચક, સરક , કંથને હિતકારક , અગ્નીદીપક , કંઠરોગ , ઉધરસ , દમ , શૂળ , વાયુ , કફ અને સોજો મટાડે છે.
શૂળ - પેટનો દુખાવો : સૂંઠ , તલ અને ગોળ સરખા ભાગે વાટી ૧૦ ગ્રામના પ્રમાણથી ગાયના દુધમાં આપવું. આ પ્રયોગ થી વાંરવાર થતો પેટનો દુખાવો , જમ્યા પછી થોડી વારે થતો પેટનો દુખાવો મટે છે.
ભૂખ ન લગતી હોય તો તેના ઉપર સુંથનું ચૂરણથી ૨ થી ૩ ગ્રામ ૨ તોલા પાણી સાથે આપવું.
અમ્લપિત ઉપર સૂંઠ , અમળા, ખડી સાકર સરખે ભાગે
ખુબ ઝીણા વાટી સવારમાં એક ચમચી પ્રમાણથી ખાવા.
હૃદયરોગ , શ્વાસ સળેખમ , અરુચિ , હરાડ્યારોગ ઉપર ૨ થી ૩ ગ્રામ સૂંઠ નો પાણી માં કાઢો કરી પીવડાવવો. તેનું પાણી પીવાથી થતું શૂળ પણ મટે છે.
હરસ , મસા ઉપર ૧ ગ્રામ સુંથનું ચૂરણ છાસમાં નાખીને આપવું.
સળમેખઉપર સૂંઠ , તજ અને ખડી સાકરનું સમાન ભાગે એક ચમચી સુરાન લઇ કાઢો બનાવવો. તે પીવાથી સળમેખ મટે છે. કાઢો બનાવવા લીધેલું પાણી અડધું બાળી જાય ત્યાં સુધી ધીમે તાપે ઉકાળવું જોઈએ.
બાળકોની આમસંગ્રહની (ન મટતાં ઝાડા) ઉપર સુન્થની ઠંડા પાણીમાં ચંદનની જેમ ઘસી તેટલો જ ગોળ અથવા ખડી સાકર નાખી, ધીમા તાપે સીજવી, ચાટણતૈર કરવું જોઈએ. મોટા માણસને આ ચાટણ આપવાથી ન મટતા ઝાડા (સંગ્રહની) મૂળ થી મટે છે.
વાથી ઢીંચણ પકડાઈ જાય છે. તે ઉપર સુન્થનો ગાંગડો પાણી સાથે ચંદનની જેમ ઘસી ગરમ કરી દર્દના સથ્લે માંલીશકરી લેપ કરવાથી સાંધવાનો વ અને ઘસારામાં સારો લાભ થાય છે.
હાઈપોથાઈરોઈડમાં રાત્રે ૧ ચમચીથી ૧૦ ગ્રામ સુધી હિમાજી હરડે (નાની હીમજ) નું ચૂરણ પાણી સાથે લેવું. સવારમાં સૂંઠ ગોળ અને ઘીની ગોળી ૧૦ ગ્રામ થી ૨૦ ગ્રામ ના માપ
સુધી નરણે કોઠે લેવી. બે કલાક સુધી કંઈ જ ખાવું પીવું નહિ. બે કલાકના અંતે ગરમ પીણું લેવું. આ પ્રયોગથી કોઈપણ પ્રકારની હાઈપોથાઇરોઈડ લાંબા ગાળે મટે છે.
શરીર ઠંડુ પડી જાય ત્યારે હાથપગના તળિયામાં, કપાળ ઉપર અને પાંસળા ઉપર સુંઠના પાઉડરની માલીશ કરવી તેથી શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ સ્ફૂર્તિ આવે છે.
ભાંગનો કેફ ઉતરાવવા માટે ગાયના દૂધમાં અડધો તોલો સુંઠ આપવી.
આંખમાં શ્વેત ફૂલું પડે છે તે ઉપર ગાયના દુધમાં સુંઠ ઘસીને અંજન કરવું.
પક્ષઘાત ઉપર ૨૮૦ ગ્રામ સૂંઠનું ચૂર્ણ, ૨૮૦ ગ્રામ ગાયનું ઘી, ૨૮૦ ગ્રામ છોલેલી લસણની કળી-લસોટી ભેગું કરવું. રોજ ૧૦ ગ્રામ સુધી ખાવાથી પક્ષપાત, બહુપીડા, હનુસ્તંભ, કટીભંગ વગેરે અસાધ્ય દર્દો પણ મૂળથી મટે છે.
વાતશૂળ ઉપર ૫ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ એરંડ મૂળનો કાઢો કરી તેમાં ચપટી સૂંઠ અને ચપટી - થોડું સંચર નાખી ખાવાથી વાયુને લીધે થતી શૂળ મટે છે.
૮. ગંઠોડા
ગંઠોડા અગ્નીદીપન, પાચક, ભેદક, તીખા, ઉષ્ણ, આમ, શૂળ, ગુલ્મ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ઉદરસ, કૃમિ, ક્ષય વગેરે નાશ કરે છે.
અનિદ્રા ઉપર પીપરીમૂળનું ચૂર્ણ ૨/૩ ગ્રામ ગોળમાં મેળવીને ખાવું.
શ્વાસ ઉપર પીપરીમુત્ર સતત બે દિવસ સુધી ખરલમાં લસોટવાં અને ૨ ગ્રામ માત્રથી મધમાં સવાર-સાંજ આપવા.
પગના ગોટલા બાઝી જવા અને પીંડીના સતત દુખાવા ઉપર ૫ ગ્રામ પીપળીનું ચૂર્ણ બે ચપટી મીઠું મેળવી પાણી સાથે રાત્રે સુતી વખતે ફાકી જવું.
ઉલટી ઉપર પીપલીમુળનું વસ્ત્રગાળ ચૂર્ણ અને તેટલું જ સુંઠનું વસ્ત્રગાળ ચૂર્ણ મિક્ષ કરવું, ૨ થી ૩ ગ્રામ ચૂર્ણ મધમાં ખરલ કરી ગોળી બનાવી લેવી.
કબજિયાત અને ઉદરસૂળ ઉપર : ૫ ગ્રામ ગંઠોડા-પીપરીમૂળ, ૫ ગ્રામ સુંઠ ઘીમાં ધીમા તાપે શેકવા. પછી તેમાં ૨૫૦ મિલી દૂધ અને જરૂર પ્રમાણે ખડી સાકર મેળવી રાબ તૈયાર કરવી. આ રાબ પીવાથી કબજિયાત, અજીર્ણ, અગ્નિમાંધ, લો-બ્લડપ્રેસર, ચક્કર, ઉલટી-અરુચિ વગેરે દર્દો મટે છે.
તમામ વાતવિકારો ઉપર ૨૫૦ ગ્રામ દૂધ, અડધું બળી જાય
ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી પછી તેમાં પીપળીમૂળનું ૧૦ ગ્રામ વસ્ત્રગાળ ચૂર્ણ મેળવવું ને સારું હલાવતા હલાવતા ઉકાળવું. ૧૦ ગ્રામ સાકર પણ મેળવી નિત્ય સવારે નરણે કોઠે સેવન કરવાથી સર્વ પ્રકારની વાત વિકારોનો નાશ થાય છે.
તાવ
૧. મેલેરિયા
તુલસીનો રસ ૧૦ ગ્રામ, આડુંનો રસ ૫ ગ્રામ, બંને મેળવીને પીવાથી મેલેરિયા મટે છે.
તાવ પહેલા ઠંડી ચઢે ત્યારે લગભગ ૨્ર્ર - ૩ ગ્રામ અજમો ફાકી જવાથી ઠંડીનું જોર નરમ પડી જાય છે અને પરસેવો વળી તાવ ઉતારી જાય છે.
મેલેરિયામાં ઊલટી થતી હોય તો કાળી દ્રાક્ષ, ધાણા અધકચરા ખાંડી પાણીમાં પલાળવા - પછી મસળી - ગાળીને તેનું પાણી થોડી થોડી વારે પીવડાવતા રહેવાથી ઊલટી બંધ થઇ જાય છે.
તુલસી-કળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુ નીચોવી ગરમ ગરમ પીવડાવવાથી મેલેરિયા મટે છે.
જીરું વાટીને તેનાથી ચાર ગણા પાણીમાં તેને પલાળી સવારે નરણે કોઠે પીવડાવવાથી મેલેરિયા મટે છે.
આકડાની પાતળી ડાળી લેવી. લોઢાની કઢાઈમાં અડધો શેર જેટલું દૂધ ઉકાળવા મૂલવું. પછી તે આકડાની ડાળીથી તે દૂધ હલાવતા જવું. માવો બની જાય ત્યારે તેને ઠંડો પાડીને તેમાં જરૂર પ્રમાણમાં ખાંડ મેળવવી. આ માવો ખાવાથી મેલેરિયા મટી જાય છે. મેલેરિયા મટી જાય ત્યાં સુધી ત્રણ કે ચાર દિવસ આ પ્રયોગ કરવો.
તાવ આવતા પહેલા ઠંડી શરુ થાય કે તરત જ સળગતા કોલસા ઉપર ખાંડ નાખી તેની ધુમાડીનો લાંબી પોલી ભુગલીથી નાશ લેવો.
થોડી જ વારમાં ઠંડી અટકી જશે અને તાવનું જોર નરમ પડશે.
૧ ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. સવાર-સાંજ ત્રણ ચાર દિવસમાં મેલેરિયા મટે છે.
મરીનું ચૂર્ણ, તુલસીનો રસ અને મધ મેળવી લેવાથી મેલેરિયા મટે છે.
૨. ફ્લુ
ફ્લુનો તાવ આવતો હોય તો ૩૦ મિલી પાણીમાં ૧ લીંબુનો રસ નીચોવી પીઓ. દિવસમાં ત્રણ-ચાર વખત આ પ્રમાણે પીવાથી ફ્લુનો તાવ મટે છે.
૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠનો પાણીમાં ઉકાળો બનાવવો. તેમાં મધ નાખી પીવાથી ફ્લુ મટે છે.
પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સુંઠ, એક ગ્રામ લવિંગ, આ બધાનું ચૂર્ણ બનાવી રાખવું. તેમાંથી બે ગ્રામ ચૂર્ણ ૧ કપ ઊકળતા પાણીમાં નાખી મૂકી રાખવું. પંદર - વીસ મિનીટ પછી તેમાં મધ ઉમેરીને પીવાથી ફ્લુનો તાવ, તેનાથી આવેલી બેચેની મટે છે.
તુલસીના પાન, અજમો અને સુથનું સમાન ભાગે ચૂર્ણ બનાવવું. ૪ થી ૫ ગ્રામ ચૂર્ણ મધ નાખીને ચાટી જવું. આ પ્રયોગથી ફ્લુનો તાવ મટે છે.
૩. ન્યુમોનિયા
ફુદીનાના તાજા રસમાં મધ મેળવી દર બબ્બે કલાકે પીવડાવવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
સર્વ પ્રકારના તાવ માટે
૫ ગ્રામ ભાર મીઠું ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી કોઈપણ જાતનો તાવ ઉતરી જાય છે. તાવ ઉતરી ગયા પછી પણ બે દિવસ ૨ થી ૩ ગ્રામ મીઠું આ રીતે સવાર-સાંજ લેવું.
ફુદીનો અને આદુંનો ઉકાળો કોઈપણ જાતનો તાવ મટાડે છે.
સખત તાવમાં માથા ઉપર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતારે છે અને તાવની ગરમી માથે ચઢી જતી નથી.
કોફી બનાવી નીચે ઉતરી તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખી ૧૦ મિનીટ ઢાંકી રાખવી. પછી આ કોફી પીવાથી સર્વ તાવમાં લાભ થાય છે.
પાંચથી દસ ગ્રામ લસણની કળી વતી ઘી કે તલના તેલમાં સાંતળી લેવી. તેમાં સિંધવ ભભરાવી ખાવાથી સર્વ પ્રકારના તાવ મટે છે.
તુલસી અને સુરજમુખીના પાન વાટી તેનો રસ કાઢી - પીવડાવવાથી સર્વ પ્રકારના તાવ મટે છે.
ફુદીનો, આદુંનો રસ કે ઉકાળો પીવડાવવાથી રોજ આવતો તાવ મટી જાય છે.
ફુદીનો તુલસીનો ઉકાળો પાવાથી રોજ આવતો તાવ મટે છે.
મઠ કે મઠની દાળનો સૂપ પીવાથી પણ રોજ આવતો તાવ મટે છે.
૧૦ ગ્રામ તુલસીનો રસ અને મરીનું ચૂર્ણ ૫ ગ્રામ મધ મેળવી લેવાથી તાવ મટે છે. આ પ્રયોગથી ટાઈફોઈડ પણ મટે છે.
વરીયારી - ધાણાનો ઉકાળો સાકર નાખી બનાવી પીવાથી પિત્તનો તાવ મટે છે.
હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી ૧ કે ૨ ગોળી આંદુના રસમાં પીવાથી સનેપાતનો તાવ પણ મટે છે. દર્દી જેમાં લવારી કરતો હોય તેવો તાવ પણ મટે છે.
આદું-લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરી પીવાથી ઉધરસ-શરદી અને તાવ તેમજ શરીરનું કળતર મટે છે.
હળદરવાળું ગરમાગરમ દૂધ મરી મેળવી પીવાથી કફ - શરદી થતો તાવ અને ટાઢિયો તાવ મટે છે.