Neeta kotecha
1/1 Garcha House
Opp. Rajawadi Post Off
Ghatkopar East
Mumbai 400077
ઓળખ
ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન
કદાચ આ ચાલીસમી બેલ હતી પ્રિયંકા નાં મોબાઈલ પર, બેલ સરસ જતી હતી પણ પ્રિયંકા મોબાઈલ ઉપાડતી જ ન હતી . અને ન એના ફ્રેંડ્સ .
" ના પાડી છે તને કે તું એને પૈસા આપ જ નહિ , પૈસા હશે જ નહિ તો જશે ક્યાં ? પોતે કમાય એમાંથી ભલે જાય , એક દિવસ હું ઓચિંતા નો મરી જઈશ ને એ દિવસે પણ આ નહિ મળે તને, યાદ રાખજે મારી વાત તું "
લગભગ રોજ ની આ વાત હતી , પરેશભાઈ ઘરે આવી જાય ત્યાં સુધી પ્રિયંકા ઘરે ન આવે અને પ્રિયંકા ને ન જોવે એટલે પરેશ ભાઈ નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી જાય અને પછી શરુ થાય ઘરમાં જગડા , "
નયના બહેને કેટલી વાર પ્રિયંકાને સમજાવ્યું હતું કે " તું પપ્પાના આવ્યા પછી દસ મિનીટ માં તો આવી જ જાય છે તો કેમ વીસ મિનીટ વહેલી નથી આવી જતી કે રોજ નો આ કકળાટ ન થાય , તને શું મજા આવે છે પપ્પા ને ગુસ્સો દેવડાવવામાં "
પણ પ્રિયંકા કોઈ વાત માનતી નહિ , એને હિસાબે એ જે કરે છે એ જો સાચ્ચું હોય તો ડરવા નું શું કામ ? એની એક જ માન્યતા હતી કે ફ્રેંડ્સ તો જિંદગીની મૂડી છે . એ ન હોય તો જિંદગી ચાલે જ નહિ . ફ્રેન્ડસ જ શ્વાસ છે . એને કેવી રીતે સમજાવાની એ જ નહોતું સમજાતું કે ફ્રેન્ડસ ની ઉપર પણ દુનિયા છે કે જેમાં માતા પિતા ઘર અને કુટુંબી ઓ આવે છે .
પણ પ્રિયંકા નો જવાબ હતો કે પોતાના તો બધા પોતાના હોય જ ને એમને મળવા થોડી જવાનું હોય , ફ્રેન્ડસ ને તો મળવા જવાય , એમની સાથે મજા મસ્તી કરાય . અને એ લોકો સાથે જ ખુશ રહી શકાય .
કોઈ સમજે એમ હતું જ નહિ , ન તો પરેશ ભાઈ કે ન તો પ્રિયંકા અને એમાં જ ઘર માં જગડા વધતા જતા હતા.પ્રિયંકા હોય ત્યારે જો પરેશ ભાઈ મરવાની વાતો કરતા તો પ્રિયંકા હસીને કહેતી કે " પપ્પા તમને હજી 50 વર્ષ કઈ જ નથી થવાનું , તમારી સેન્ચુરી હું મનાવીશ અને મારા બાળકો મનાવશે . પરેશભાઈ પ્રિયંકા ની મીઠી મીઠી વાતો થી પીગળી જતા અને ચુપ થઇ જતા। ત્યારે નયનાબહેન પછી ગુસ્સો કરતા કે પ્રિયંકા ની સામે તો કઈ નથી બોલતા બસ મારી સાથે જ જગડો કરો છો . અને બધી વાતો હસવામાં પૂરી થઇ જતી . પાછો નવો દિવસ ઉગતો અને પાછુ એ જ બધું શરુ થઇ જતું .
નયનાબહેન બાપ દીકરી ની લડાઈ થી અતિશય કંટાળી ગયા હતા પણ બંને માંથી કોઈ બદલાવાનું નામ નહોતા લેતા . નયનાબહેન નાં મગજ નાં ખૂણા માં રોજ એક ડર રહેતો કે ક્યારે જગડો થાશે ,
નરેશ, રમેશ, મનીષ અને પ્રિયંકા આ ચારે ની દોસ્તી શહેર આખામાં વખણાયેલી..ક્યારેય કોઇ એક પણ ઓછું એમાં જોવા ન મળે.. નરેશ, રમેશ અને મનીષ ત્રણે પૈસે ટકે સુખી, અને ઉડાઉ પણ એટલા.. હવે તેઓ નાના
નહોતા, 25 વર્ષ નાં થઇ ગયા હતા . 1૦ વર્ષની દોસ્તી હતી..રોજ મળવુ, રોજ જમવા જવુ રોજ
ફરવા જવું..પ્રિયંકા રોજ ન જાતી એનાં પપ્પાની આવક એટલી ન હતી કે એ રોજ ફરવા જઈ શકે..એટલે એ ટાળી દેતી ..પ્રિયંકા ન આવે તો બીજા લોકોને અચરજ ન થતું અને ન તો તેઓ પ્રિયંકા ને ફોન કરતા , તે લોકો સમજી જતા કે આજે પૈસાની તાણ હશે અને મહિનાના છેલ્લા દિવસો માં તો તે
વધારે પડતી ગેરહાજર રહેતી .
પ્રિયંકા જ્યારે ઘરે રહેતી ત્યારે તે 12 વાગ્યા પહેલા ઉઠતી નહિ , આજે પણ તે ઘરે જ હતી અને ભર નિંદર માં હતી અને એણે અચાનક મમ્મી નો માં થી અવાજ સાંભળ્યો " પ્રિયંકા જલ્દી ઉઠ તારા પપ્પાને કઈક થાય છે , એ દોડતી પપ્પાના રૂમ તરફ દોડી। જોયું તો પપ્પાને બહુ જ ગભરામણ થતી હતી તેઓ આકૂળ વ્યાકુળ થતા હતા , એને તરત પોતાનાં ડોક્ટરને ફોન કર્યો ડોક્ટર આવ્યા અને એમણે જાહેર કર્યું કે હાર્ટ એટેક આવ્યો છે તરત હોસ્પિટલ માં લઈ જવા પડશે . દોડાદોડી વધી ગઈ , ઘરમાં 20,000 રૂપિયા હતા એ હોસ્પીટલમાં ભરીને પપ્પાને એડ્મિટ કર્યા। ઈલાજ શરુ થયો . પણ બે કલાક માં પરેશભાઈ નેપાછો એટેક આવ્યો અને દોડાદોડી વધી ગઈ , ડોક્ટરે કહ્યું આઈ સી યુ માં રાખવા પડશે , અને બીજા પૈસા ભરવાનું કહ્યું
ત્રણે દોસ્તારો ફરવા ગયા હતા. બીયરની બોટલ ને હસી મજાક વચ્ચે પાર્ટી મનાવાઇ રહી
હતી. ત્યાં પ્રિયંકાનો ફોન નરેશનાં મોબાઈલ પર આવ્યો.." નરેશ , મને ૪૦.૦૦૦ ની જરૂરત છે એ લઈને હોસ્પીટલમાં પહોચને.. મારા પપ્પાને એટેક આવ્યો છે. " નરેશે કહ્યુ " શાંતિ રાખ , પ્રભુ ભરોસો રાખ બધુ સારુ થઇ જશે"
આ સાંભળીને પ્રિયંકા એ ફોન રાખી દીધો. પ્રિયંકાને ખાત્રી હતી કે એના ફ્રેન્ડસ હમણા પહોચતા જ હશે.. અને એ પૈસા ભરાઇ જવાથી પપ્પાનો ઇલાજ શરુ થઈ જશે .. ડોકટરોની બૂમાબૂમ ચાલુ હતી. જલ્દી પૈસા ભરો . મમ્મી રડતી હતી , નાનો ભાઇ સગા વ્હાલાઓ ને ફોન કરતો હતો.. પણ ક્યાંયથી કાંઇ ન થયું .. અને થોડી વારમાં ડોકટરે કહ્યુ " પપ્પા નથી રહ્યા"
પપ્પાના મૃત્યુ નાં સમાચાર બહુ જ આઘાત જનક હતા . પ્રિયંકા ને આ સાંભળેલી વાત માનવામાં નહોતી આવતી , આજે એને પપ્પની બધી જ વાતો યાદ આવી ગઈ કે દુનિયામાં બધા સંબંધની ગણતરી ઓ ફક્ત પૈસાના હિસાબે થાય છે , પપ્પા હંમેશ કહેતા કે પ્રિયંકા તું ઘરમાં મોટી છો તારા પર ઘરની નાના ભાઈ ની અને મમ્મીની જવાબદારી છે. મને મનમા હંમેશ એમ થયા કરે છે કે હું વધારે નહિ જીવું , તું મારી આ વાત ધ્યાન રાખજે। પણ પ્રિયંકા બધી વાતો ને હસવામાં ઉડાડી દેતી
ભાઈ એ પપ્પાનાં મૃત્યુ ની જાણ કુટુંબી ઓ ને કરી . પ્રિયંકા ને સૌથી વધારે દુખ પોતાના મિત્રો નાં વર્તન થી થયું હતું
આભડવા માટે ઘણા લોકો આવ્યાં. આમાંથી વધારે પડતા એવા લોકો હતા કે જ લોકો ને પૈસા માટે ફોન કર્યો ત્યારે એમાંથી વધારે પડતા બહારગામ હતા અથવા કેટલા લોકોના ચેક પાસ નહોતા થયા . પણ હવે મૃત્યુ પર બધા પોતાની હાજરી નોંધાવા આવ્યા હતા। બધા પ્રિયંકા પાસે પણ અફસોસ કરવા ગયા . પ્રિયંકાએ કોઇ સાથે વાત ન કરી અને ન તો એક ટીપુ આંસુ એની આંખમાં થી નિક્ળ્યું . પ્રિયંકા એ એના મિત્રોને પણ જાણ ના કરી , બીજા દિવસે જ્યારે છાપા માં વાંચ્યું ત્યારે એમને ખબર પડી . પ્રિયંકા નાં મિત્રો પ્રિયંકા પાસે ગયા અને સોરી કહ્યું એ લોકો વધારે બોલે એની પહેલા જ પ્રિયંકા એ જોર થી કહ્યું " મમ્મી હું આમાંથી કોઈને ઓળખતી નથી , તમે પણ ન ઓળખતા હો તો એમને ઘરની બહાર જવાનો રસ્તો બતાવી દયો ..
બીજા દિવસ ની સવારે બધા પ્રિયંકાનાં પપ્પા નાં બેસણા નો સમય જોવા માટે છાપા ખોલીને બેઠા.. તેમાં પરેશભાઈ નો ફોટો હતો અને લખ્યું હતુ..
" પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે લોકો એ અમને ભગવાન પર ભરોસો રાખવાનું કહ્યુ હતુ.. તો હવે તો તેઓ ભગવાન પાસે જ છે તો મહેરબાની કરીને કોઇ જ ખરખરો કરવા આવતા નહી.. અમને પણ ભગવાન સંભાળી જ લેશે.. અફ્સોસ છે કે જેને બહુ પોતાના માન્યા હતા એ સમય પર પોતાના બનીને ઉભા ન રહ્યા..ચલો પપ્પાએ જીવતા બહુ સલાહ આપી કે આ દુનિયામાં બધા પૈસાના સગા છે પણ ત્યારે વાત ન માની , પપ્પાનાં મ્રુત્યુથી દૂનિયા તો ઓળખવા મળી"