Tu mane bahu game chhe in Gujarati Love Stories by Ruchita Gabani books and stories PDF | તું મને બોવ ગમે છે

Featured Books
Categories
Share

તું મને બોવ ગમે છે

તું મને બોવ ગમે છે

“અનદેખા અનજાના સા...પગલા સા, દિવાના સા...જાને વો કૈસા હોગા રે ...હમમ...ચોરી સે...” કાંઈક અલગ નખરા કરતી, આંખોમાં કાજલ લગાવતી, ઋતુ આ ગીત ગાઈ રહી હતી. ઋતુ હજી ગીત આગળ ગાય તેની પેલા ઋતુ ને અટકાવતા, ઋતુ ના જાનવી ભાભી એ ઋતુ ને કહ્યું,

જાનવી – ઓ ફિલ્મી કીડા, તારો આ અનદેખા અનજાના સા કેવો હશે, એ તો હમણાં થોડીવારમાં આવશે ત્યારે જ ખબર પડશે, કે થોડો પાગલ છે કે પછી સાવ પાગલ. [હસતા હસતા વાત ને આગળ વધારીને] જલ્દી તૈય્યાર થઈજા, પેલા મિસ્ટર. અનદેખા ક્યારે પણ આવતા જ હશે.

[બંનેવ હસવા લાગ્યા]

ઋતુ – વાઉ ભાભી, નોટ બેડ. તમને પણ મારો ફિલ્મી કીડો કરડી ગયો લાગે છે. આ જ વાત પર એક ગીત પેશ કિયા હૈ, [જાનવી ની ડાઢી પકડીને] મેરે રંગ મેં...રંગને વાલી...પરી હો યા હો પરીયો કી રાની..

[જાનવી હસ્તા હસતા જ થોડું ખીજાય ને]

જાનવી – તું અને તારો આ સીચુએશનલ ગીત ગાવાનો કીડો, અત્યારે તો ઠીક છે, પણ બેટા, લગન પછી ચેન્જ કરવું પડશે તો ?

ઋતુ – અરે ભાભી, એટલે જ તો મારે લગન નથી કરવા, [માથા પર હાથ મુકીને, કઈક અલગ નખરા કરતા] પણ ઉફ્ફ યે સમાજ કે ઠેકેદાર, ઉડતી આઝાદ છોકરી ને જોઈ ના શકે એટલે લગન કરાવીને પીંજરામાં કેઈદ કરી દે. [ડ્રેસ ની બાંય ચડાવતા] પર જાની...હૂમ ભી કિસીસે કમ નહિ. લગન કરીશ તો એવી વ્યક્તિ સાથે જે મારા સવાલોના જવાબ આપી શકે, અને મને મારા આ બધા કીડાઓ સાથે અપનાવી શકે. હા સામે હું પણ એને એવો જ અપનાવીશ, અને ભલે તે મને મારા સવાલો ના જવાબ ના આપી શકે, પણ એટલીસટ એવું તો ફીલ કરાવે કે હા હું એની સાથે આખી લાઈફ સ્પેન્ડ કરી શકીશ.

[ઋતુના ડ્રેસની બાંય સરખી કરતા]

જાનવી – ઓકે મેડમ, પૂછી લેજે જે પૂછવું હોઈ તે, પણ એની સામે આમ બાંયો ના ચડાવતી, નહિ તો બિચારો ડરી જશે. થોડું શરમાંજે, મિસ્ટર. અનદેખા તો લટ્ટુ થઈ જશે તારા પર.

ઋતુ – [ખુશ થઈને] હાયે...ભાભી, તમારા મોઢામાં બોવ બધી ચોકલેટ. કાશ, મારા જેવી એવરેજ દેખાતી છોકરી , જેને રસોઈ સાથે દુર દુર સુધી સબંધ નથી, અને આવડે છે ખાલી બસ આવી નોંટંકી કરતા, એવી છોકરી ને સારો બકરો, [જાનવી ને બકરો શબ્દ સાંભળીને ગુસ્સે થતી જોઈને, કાન પકડીને, હસતા હસતા] સોરી..સોરી.. સારો છોકરો મળી જાય તો એની લાઈફ ની ખબર નહી, પણ મારી લાઈફ ની તો જીંગા લાલા.

[બંનેવ ફરીથી હસવા લાગ્યાં.]

જાનવી – અત્યારે જીંગા લાલા અને બલ્લે બલ્લે કરે છે, જોવ છું એવું બધું પેલા મિસ્ટર. અનદેખા સામે બોલી શકે છે કે નહિ.

ઋતુ – ભાભી, હું બધાની સાથે મારું પાગલપન શેર નથી કરતી એનું પણ એક કારણ છે, નોટ એવેરીવન ડીસરવઝ ટુ નો ધ રીઅલ મી, યુ નીડ ટુ બી સ્પેશિઅલ ફોર દેટ. પણ આ મિસ્ટર. અનદેખા ની સામે તો બોલવું જ પડશે, અપની લાઈફ કા સવાલ હૈ બોસ ! કેવું ને ! જેની વિષે મને કઈ ખબર પણ નથી, આઈ મીન બરાબર ઓળખતી પણ નથી એવી વ્યક્તિ સાથે બસ ૫ મિનીટ વાત કરીને નક્કી કરવાનું “હા બસ આની સાથે હું લાઈફ સ્પેન્ડ કરીશ.” અરેંજ મેરેજ ની આ જ મોટી તકલીફ છે, બોવ રિસ્કી છે બધું, પણ આઈ થીંક મજા આવશે આ રિસ્ક લેવાની.

જાનવી – અરે, જયારે તે મિસ્ટર. અનદેખા સામે આવશે અને , અગર તે તારો મિસ્ટર. રાઈટ હશે, તો દિલમાં ઘંટી વાગશે “ટીંગ ટોંગ” કરીને, અને પછી કઈ જ રિસ્કી નહિ લાગે, બધું રાઈટ રાઈટ લાગવા લાગશે, દિલ ઓટોમેટીકલી સિગ્નલ આપી દેશે.

ઋતુ – અને હું ગીત ગાઈશ, [સ્ટેપ કરીને] તુને મારી એન્ટ્રીયાં રે...દિલ મેં બજી ઘંટિયા રે...ટંગ ટંગ ટંગ...

બસ ત્યારે છોકરો અને તેના પેરેન્ટ્સ ઋતુના ઘરમાં એન્ટેર થયા, અને ઋતુ ટંગ ટંગ કરતી ઘરના દરવાજા તરફ ફરી. આ જ ટાઈમેં એ છોકરાએ પણ અંદર આવતી વખતે રસોડા તરફ જોયું, જ્યાં ઋતુ હતી અને બંનેવ ની નજર મળી, ફક્ત બે સેકંડ માટે. જાનવીએ બંનેવ ની નજરો મળતા જોઈ.

જાનવી – [ઋતુ ને ચીડવતા] ઓઓઓઓઓઓઓ.....શું વાત છે, પહેલી મુલાકાતમાં જ આંખો આંખોમાં ઈશારા થવા લાગ્યાં, હમમમ...અને ટાઈમીંગ પણ શું સહી છે છોકરાના આવાનો, કાઈક કનેક્શન લાગે છે બંનેવ વચ્ચે. અહી તે ગીત ગાયું, અને હિરો ની એન્ટ્રી થયી. વાહ્હ...તો મિસ. ફિલ્મી કીડા, આ હવે નોટ સો મિસ્ટર. અનદેખા કેવો લાગ્યો ?

ઋતુ – દિખને મેં તો હૈ સ્વીટ, ઇનોસેંટ સ્વામી ટાઈપ કા, અબ નેચર મેં કેસા હૈ વો પતા લગાના પડેગા દયા. પણ ભાભી ! એનું નામ શું છે ?

જાનવી – કિસીકે રંગ બદલ રહે હૈ !! પેલા તો તેનો ફોટો અને બાયો-ડેટા જોવાની પણ ના પાડી દીધેલી, એમ કહીને કે અરેંજ મેરેજ ના સાહસ સાથે આ પણ ટ્રાઈ કરી લઈએ, જે પણ જાણવું હશે તે ડાઇરેકટ છોકરા ને જ પૂછીશ. અને હવે, હવે તો એને જોઇને લાગે છે વેઈટ નથી થતું, એની વિષે પૂછ-પરછ થવા લાગી હા, કેમ કેમ ??

ઋતુ – કોઈ ની, ભાભી જી. મેં ભી ઇસસ બાત કા બદલા ચુન ચુન કે લુંગી. પણ પહેલા આલોકોને પાણી તો આપી દઈએ.

ઋતુ ફટાફટ જઈને બધાને પાણી આપી આવી, અને જેમ તેમ કરીને છોકરા ને પણ જોઈ લીધો. રસોડામાં આવીને થોડી ઘભરાહટ ઓછી થઈ, ભાભીને કહેવા લાગી કે ચાલો પહેલો રાઉન્ડ ખતમ થયો.

જાનવી – એએએએ...કયું થક રહી હૈ ?? [બંનેવ હસવા લાગ્યાં] હજી તો સોફ્ટ ડ્રીંક આપવા અને પછી છોકરા સાથે વાત પણ કરવાની છે. સો મિસ રીપોટર, તમારા સવાલો સાથે છોકરાની એકઝામ લેવા તૈયાર થઈ જાઓ.

ઋતુ થોડી નર્વસ હતી, પણ જેમ તેમ કરીને સોફ્ટ ડ્રીંક અને મુખવાસ નો રાઉન્ડ તેણે પૂરો કરી જ લીધો, અને બંનેવ વખત છોકરાની સામે આડી તેડી નજર કરીને જોઈ લીધું. એકબીજાને જોયા પછી જો બંનેવ ની હા હોય તો જ વાત કરવાનો રાઉન્ડ થવાનો હતો. થોડી વાર બેસીને છોકરો અને એના પેરેન્ટ્સ જતા રહ્યા. ઋતુ એ જાનવી ને તરત કહ્યું,

ઋતુ – ભાભી, મને નથી લાગતું કે આલોકો હા પાડશે. આય મીન લૂકસ અને પર્સનાલિટી વાયઝ છોકરો સારો છે, મતલબ કે એને કોઈ પણ સારી છોકરી મળી જશે, તો..તે મને શું કામ હા પાડે ?

જાનવી – એવું જરૂરી નથી કે ના જ પડે, બની શકે કે એને સિમ્પલ ટાઈપની છોકરી જોઈતી હોય, તો તને હા પણ પડી શકે છે ને. થીંક પોઝીટીવ મેડમ. ટેનશન નહિ લે, તારી માટે ભગવાન એ જે બનાવ્યો હશે તે કેમ પણ કરીને તને મળી જ જશે.

સાંજે ઋતુના પપ્પા કોઈની સાથે ફોન પર વાત કર્યા પછી ખુશ લાગતા હતા. ફોનમાં વાત પત્યા પછી પપ્પાએ તરત ઋતુના મમ્મી, જાનવી અને ઋતુના ભાઈ સૂરજને બોલાવીને કહ્યું,

પપ્પા – [એક્દમ ખુશ થઈને] આકાશ અને તેના પેરેન્ટ્સનો જવાબ હા આવ્યો છે. હવે તે લોકો ઈચ્છે છે કે જો આપડી પણ હા હોય તો બંનેવ બહાર મળીને થોડી વાતચિત કરીને એકબીજા વિષે જાણી લે અને પોતાનો ફાઈનલ જવાબ આપે. તો સુરજ અને જાનવી તમે બંનેવ ઋતુ શું કહે છે તે જાણી લો.

ઋતુ પોતાના બેડરૂમમાં બેઠી બેઠી હાથમાં ફોન લઈને વોટ્સએપ પર પ્રાચી અને નવ્યા સાથે ચેટ કરી રહી હતી. ઋતુને ખબર જ ના હતી કે બહાર હમણાં શું થઈ રહ્યું હતું. ઋતુતો પોતાની બંનેવ ખાસમ ખાસ ફ્રેન્ડસને આજની વાત કહેવામાં બીઝી હતી, કે એને છોકરો જોવા આવેલો.

પ્રાચી અને નવ્યા તો આ વાત સાંભળીને પાગલ જ થઈ ગયા, અને એક પછી એક સવાલ પૂછવા લાગ્યાં કે શું કરે છે છોકરો ? શું નામ છે ? એજ્યુકેશન વગેરે વિષે. પ્રાચી અને નાવ્યાને પોતાની ફ્રેન્ડની લાઈફના નવા વળાંકથી ઘણા એકસાઈટેડ હતા અને બંનેવએ ઋતુની ટાંગ ખેચવામાં પણ કઈ કમી ના રાખી. “બેટા, તેરી તો અબ બેન્ડ બજને વાલી હૈ” , “આઝાદી ગયી” , “તું તો અમને હવે ભૂલી જઈશ” ના વાક્યો થી મસ્તી ચાલુ જ હતી.

ઋતુને પણ આ બધું સાંભળીને એકસાઈટમેન્ટ પણ થતી હતી અને નવા ચેન્જ આવશે તે વિચારી ને ડર પણ લાગતો હતો. આ બધી મસ્તી વોટ્સએપ પર ચાલુ હતી ત્યારે જ ઋતુના ભાઈ ભાભી તેનો જવાબ જાણવા ઋતુ પાસે આવ્યા. ભાઈ ભાભી કરતા વધારે જાનવી અને સુરજ, ઋતુ માટે ફ્રેન્ડસ જેવા હતા, જેની સાથે ઋતુ બધી વાતો ખુલ્લા મનથી શેર કરી શકતી.

સુરજ – ઋતુ, તું હવે બસ થોડા જ દિવસની મહેમાન છે. પછી અમે તારા ત્રાસથી આઝાદ થઈ જઈશું.

ઋતુ – અરે વાહ્હ...ક્યાં ફરવા મોકલો છો મને ??

સુરજ – ફરવા નહિ, સાસરે મોકલવાનો પ્લાન છે અમારો.

ઋતુ – હૂહ..ભાઈ, હજી તમારા નસીબ એટલા પણ સારા નથી થયા કે તમે મારાથી બચી શકો. હું ક્યાંય નથી જવાની હા..[જાનવી સામે જોઇને] ભાભી, જરા ભાઈ ને સમજાવી દો.

સુરજ – [ઋતુનો કાન મરોડતા] શું ક્યાંય નથી જવાની ? તું જોઇલે, તને ધૂમધામથી આ ઘરમાંથી ભગાડવા અમે તારા માટે બકરો પણ શોધવા લાગ્યાં, બેટા જાના તો પડેગા હી.

ઋતુ – પેલા બકરો હા તો પાડે !! મને તો ગમે !! તો જ હું જઈશ તેની સાથે.

સુરજ – તો બહેના તય્યારી કરીલે, છોકરાએ હા પાડી છે. [હસતા હસતા] બની શકે કે આ જ એ પરફેક્ટ બકરો હોય તારા માટે. તો આપકા ક્યાં ખયાલ હૈ ?

સુરજની વાત સાંભળીને કે છોકરા એ હા પાડી છે, ઋતુના મનમાં કાઈક અલગ, ના સમજાય તેવું ફીલ થયું. પણ તે ફિલીંગ પર કાબુ કરતા, છુપાવતા, ભાઈ બહેનની આ મસ્તીને આગળ વધારતા તેણે વાત ચાલુ રાખતા કહ્યું,

ઋતુ – હા જ પાડે ને, જી હમારી પરસનાલીટી હી કુછ ઐસી હૈ કી હમે કોઈ મના હી નહિ કર સકતા. [અને પછી જાનવી સામે જોઇને તેણે આંખ મારી, કારણકે સાચી વાત તો જાનવી ને જ ખબર હતી કે ઋતુ ને એવું લાગતું હતું કે છોકરો સારો લાગે છે એટલે કદાચ ના જ પાડશે.] પણ ભાઈ, મારા વિચાર હું શું કહું ? મને તો તેના વિષે કઈ ખબર જ નથી.

સુરજ – છોકરા નું નામ આકાશ છે. ગ્રેજ્યુએટ છે. પોતાનો ડાયમંડ બીઝનેસ છે. પોતાના માં-બાપનો એક્લોતો છોકરો છે. સારા એરીયામાં રહે છે. વાત કરવામાં પણ સારો છે. મેં અને પપ્પાએ ઘણી બધી વાતો કરી તેની સાથે બિઝીનેસ રીલેટેડ. વાત કરવાથી મને તે ઘણો કોન્ફીડેન્ટ અને સારો લાગ્યો. તો મારી તો તેની માટે હા છે, અને જો તારી પણ હા હોય તો તે લોકો ઈચ્છે છે કે તમે બંનેવ વાત કરીને એકબીજાને જાણી લો.

ઋતુ – [હળવી મુસકાન સાથે] ઓકે.

સુરજ – [ખીજવાયને] શું ઓકે ? આનો મતલબ હા છે કે ના ?

જાનવી – [સુરજ સામે જોઇને] અરે બુધ્ધુ. ઋતુ ની સામે તો જો, તેની સ્માયલ જો, ક્લીઅરલી દેખાય છે કે તેની હા છે. આગળ શું થાય છે તે તો હવે વાત કર્યા પછી જ ખબર પડશે.

સુરજ – ઉફ્ફ.. તમે અને તમારી આ સીકરેટ સાઈન, સમજાશે જ નહિ મને ક્યારે પણ.

ઋતુ – કુછ કુછ હોતા હૈ ભાઈ, તુમ નહિ સમજોગે.

સુરજ અને જાનવી – [હસતા હસતા] ઓઓઓઓઓ.... કુછ કુછ હોતા હૈ હા.. [ઋતુ પણ હસવા લાગી]

ઋતુ અને આકાશ, બંનેવના પેરેન્ટ્સે ફોન પર વાત કરીને નક્કી કરેલું કે ઋતુ અને આકાશ આ રવિવારે બહાર કોઈ જગ્યા પર મળીને વાત કરશે. કેમકે બંનેવના પેરેન્ટ્સ સમજતા હતા કે તેમની સામે કદાચ બંનેવ ખુલીને વાત ના કરી શકે અને અનકમફરટેબલ ફિલ કરે, એટલે ઋતુની સાથે તેના ઘરેથી સુરજ અને જાનવી જવાના હતા, અને ત્યાંથી આકાશ સાથે પણ તેના ફ્રેન્ડસ આવના હતા.

હવે વેઈટ હતો તો બસ સન્ડે નો. આ બધી અપડેટ ઋતુએ નવ્યા અને પ્રાચીને કહી દીધેલી. નવ્યા, પ્રાચી અને ઋતુ ત્રણેવ સ્કુલ ફ્રેન્ડસ હતા, ત્રણેવ એકબીજા સાથે બધી વાતો શેર કરતા. આ તો ઋતુની લાઈફની સૌથી મહત્વની વાત હતી, આ વાત તે પોતાના બેસ્ટ ફ્રેન્ડસ સાથે શેર ના કરે તે અશક્ય હતું.

સન્ડે ને હજી બે દિવસની વાર હતી. ત્યાં સુધી ઋતુ, નવ્યા અને પ્રાચીએ કેટલું બધું ડિસકસ કરી લીધું કે આકાશ ને શું પૂછવું, શું વાત કરવી ? પણ બંનેવ આમાં ઋતુ ને ચીડવવાનું ભૂલ્યા નહિ. બે દિવસ આવી જ વાતો થઈ ત્રણેવના સ્પેશિઅલ વોટ્સએપ ગ્રુપમાં.

નવ્યા – સાલી, આ રવિવારે જ તને મુહુર્ત આવ્યું આકાશને મળવાનું. પહેલી વાર એવું થશે કે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપડે નહિ મળી શકીએ.

પ્રાચી – લડકી અભી સે પરાઈ હો ગઈ.

ઋતુ – પ્રાચી, ડાયલોગ નહિ માર. તે ડીપાર્રટમેન્ટ મારું છે. અને નવ્યા બોવ સેન્ટી નહિ થા, તમે લોકો પણ છુપી છુપી ને અમે જ્યાં જઈએ ત્યાં આવી જજો, પછી આપડે ફ્રેન્ડશીપ ડે મનાવશું.

નવ્યા – ના હો. અમને કબાબમાં હડ્ડી બનવાનો શોખ નથી.

પ્રાચી – નવ્યા, ઋતુનો આઈડિયા સારો છે. આપડે જ પેલા આકાશની લેફ્ટ રાઈટ લઈ લેશું અને નક્કી કરશું કે આપડી ઋતુ માટે તે લાયક છે કે નહિ.

ઋતુ – હાહાહાં..મજ્જા આવશે.

નવ્યા – અત્યારે ભલે ઋતુ હાહા કરે, બાકી મનમાં તો આકાશને એકલા મળવાના જ લડ્ડુ ફૂટતા હશે.

બસ આવીજ વાતો બે દિવસ ચાલતી રહી, અને ફાઈનલી રવિવાર આવી ગયો જેનો ઋતુ વેઈટ કરતી હતી, અને કદાચ આકાશ પણ. ઋતુ વારમવાર તેના વાળ સરખા કરતી હતી. આમ તો ઋતુ ને તય્યાર થવું કંટાળાજનક લાગતું, પણ આજે ખબર નહિ કેમ તેને ઈચ્છા થતી હતી કે તે બહુ સારી લાગે. જુહુ બીચ પર મળવાનું નક્કી થયું હતું, એટલે સુરજ, જાનવી અને ઋતુ નક્કી કરેલા સમય પર બીચ પર પહોચી ગયા.

થોડીજ વારમાં આકાશ કોઈ છોકરી સાથે આવી ગયો. આવતાની સાથેજ આકાશે સુરજ અને જાનવી સામે જોઇને સ્માયલ કરી અને કેમ છો ની ફોર્માલીટી સાથે વાતની શરૂઆત કરી. વાત કરતા કરતા આકાશ ત્રાસી નજરે ઋતુ સામે જોઈ લેતો, કેમકે ડાયરેકટ ઋતુ સામે જોવું તેને અત્યારે ઠીક ના લાગ્યું. ઋતુને તો એટલી શરમ આવતી હતી કે તે તો ઉપ્પર જ નહતી જોઈ શકતી. આકાશે પોતાની સાથે આવેલી છોકરીની ઓળખાણ કરાવતા કહ્યું કે “આ મારી બેસ્ટ ફ્રેન્ડ આકૃતિ છે, કઝીન કે કોઈ બીજા ફ્રેન્ડસ છે નહિ એટલે તેને જ સાથે લઈ આવ્યો.”, આકૃતિ એ બધાને હેલ્લો કરીને સ્માયલ કર્યું.

આકાશે લાઈટ બ્લુ શર્ટ અને ઋતુએ લાઈટ બ્લુ ડ્રેસ પહેરેલો. બાય ચાન્સ બંનેવના કપડા મેચિંગ થઈ ગયા આ વાત જાનવીની નજરોથી છુપી ના રહી, એટલે તરત જ તેણે ઋતુની સામે મેચિંગ મેચિંગ કહેવાના ઈરાદાથી, આંખોથી ઈશારો કર્યો. થોડીવાર નોર્મલ વાતો કર્યા પછી, જાનવીએ સુરજ અને આકૃતિ સામે જોઇને કહ્યું,

જાનવી – મને તો યાર બોવ ભૂખ લાગી છે. ચાલો આપડે ત્રણેવ જઈને કાંઈક ખાઈએ. એ બહાને આ બંનેવ થોડી વાતો પણ કરી લેશે. [જતા જતા ઋતુ સામે જોઇને આંખ મારીને અગુંઠાના ઈશારાથી ઓલ ધ બેસ્ટ પણ કહી દીધું.]

ઋતુના મનમાં સોલીડ ધક ધક થતું હતું. દિલની ધડકનો વધતી જતી હતી. આમ તો ઘણી ઓકવર્ડ પરિસ્થિતિ હતી બંનેવ માટે કે શું વાત કરશે ? તો પણ સાલા મને સીચુએશન્લ સોંગ યાદ કરીને ગાવાનું છોડ્યું નહતું. મનમાં સોંગ વાગી રહ્યું હતું “કુછ ના કહે...બસ ચુપ રહે...ખામોશીયા હી કહે જાયે..થમ જાયે...એ જહાં...ઔર પલ ભી એ....ઠહેર જાએ...”

બીજી બાજુ, અત્યારે આકાશ ધ્યાનથી સરખી રીતે ઋતુ સામે જોઈ શક્યો હતો. લાઈટ બ્લુ ડ્રેસ, ખુલા વાળ, આંખોમાં કાજલ સિવાય બીજો કોઈ મેક-અપ નહિ, અને હાથમાં ઘડિયાળ. આકાશ મનમા જ વિચારતો હતો કે સિમ્પલ પણ મસ્ત્ત લાગે છે ઋતુ. આકાશે જ વાત ની શરૂઆત કરતા કહ્યું,

આકાશ – આય નો કે સિચુએશન ઓકવર્ડ છે, અને કદાચ તમને કમ્ફર્ટેબલ પણ ફિલ નહિ થતું હોય. તોપણ કહીશ કે ઘભરાવાની જરૂર નથી. તમને જે ફિલ થાય તે પૂછવાની અને કહેવાની કોશિશ કરજો, આફટરઓલ તમારી લાયફ નો સવાલ છે.

ઋતુ – [મનમાં વિચારતી હતી કે ઓઓઓ..કેટલો અન્ડરસ્ટાનડીંગ છે] તમે પણ મને જે પૂછવું હોય તે પૂછી શકો છો.

આકાશ – બેસવું છે કે પછી ચાલતા ચાલતા વાત કરીશું ?

ઋતુ – આય થીંક ચાલતા ચાલતા વાત કરવી વધારે બરાબર રહેશે, કેમકે બેઠા બેઠા વાત કરશું તો ક્યાં જોઈને વાત કરવી એમાં વધારે ઓકવર્ડ લાગશે.

આકાશ – [હસીને] રાઈટ. [ધીરે ધીરે ચાલત ચાલતા] સો..તમે મને કેમ હા પાડી ?

ઋતુ – ભાઈ મારા બેસ્ટ ફ્રેન્ડ જેવા છે, એને તમેં બરાબર લાગ્યાં એટલે મેં હા પડી અને એમ પણ ઓવરઓલ તમારી વિષે જે જાણવા મળ્યું તે પણ એક રીઝન હતું હા પડવાનું. તમે કેમ હા પડી ? મેં એક્સ્પેક્ટ કરેલું કે તમે ના પડશો.

આકાશ – [હસતા હસતા] હમમ...મતલબ કે તમે વિચારો છો તેના કરતા મારી ચોઈસ વધારે સારી છે, એટલે જ તો મે તમને હા પાડી, કેમકે તમે હું જેવી લાઈફ પાર્ટનર ઈચ્છું છું, તેવા છો. સિમ્પલ અને ડીસેંટ.

ઋતુ – લુક્સમાં ભલે હું સિમ્પલ લાગતી હોઉં, પણ સાવ કાઈ ભોળી ભાળી ટાઈપ્સ નથી. તમે શરૂઆતમાં જ કહી દીધું કે લાઈફનો સવાલ છે એટલે જે કહેવું હોઈ તે કહો, તો આ વાત ક્લીઅર કરવી જરૂરી લાગી. કદાચ તમે એક્સ્પેકટ કરતા હોવ તેવી હું ના પણ હોઉં.

આકાશ – હમમમ...સો વાય ડોન્ટ યુ ડીસક્રાય્બ યોરસેલ્ફ ? મને ખબર પડશે કે તમે કેવા છો ?

ધીમે ધીમે બંનેવની ઓકવર્ડનેસ છુમંતર થઈ રહી હતી. બંનેવ કમ્ફર્ટેબલ થવા લાગ્યાં હતા. એકબીજાના મનમા જે સવાલો હતા એ પૂછીને એકબીજા વિષે જાણી રહ્યા હતા. એકબીજાના શોખ, આદતો, વિચારો અને વાતો સમજવા લાગ્યાં હતા. અને ક્યાંક ને ક્યાંક પસંદ પણ કરવા લાગ્યાં હતા. થોડીવાર ચાલ્યા પછી અચાનક વરસાદ પડવા લાગ્યો, એટલે બંનેવ બીચ પર રહેલા એક રેસ્ટોરેન્ટમાં જઈને બેસી ગયા. એકબીજા વિષે વધુ ને વધુ જાણી લેવાની ઈચ્છા હજી ખતમ નહતી થઈ, એટલે વાતો હજી પણ શરુ જ હતી.

આકાશ – મારી ફ્રેન્ડ, જે આપડી સાથે આવી છે, આકૃતિ, આય હોપ યુ આર ઓકે વિથ ઈટ ?

ઋતુ – [હસીને] હા, ખાલી ફ્રેન્ડ હોય તો મને શું પ્રોબલેમ હોઈ શકે.

આકાશ – અમમ...ખાલી ફ્રેન્ડ નથી !!

ઋતુ – [ચિંતા સાથે] તો ??

આકાશ – [હસીને] વન એન્ડ ઓનલી બેસ્ટ ફ્રેન્ડ છે.

ઋતુ – વાઉ..

આકાશ – કેમ વાઉ ?

ઋતુ – વાઉ કહેવાનું કારણ કહું છું, પણ તેની પહેલા એક સવાલ છે મારો, આજે ફ્રેન્ડશીપ ડે છે, અને આટલી બધી વાતો કર્યા પછી, આગળ આપણું શું થશે, આય મીન આ રીલેશન ફિક્સ થશે કે નહિ ખબર નહિ, પણ કશું નહિ તો એટલીસ્ટ આપડે ફ્રેન્ડસ તો બની શકીએ ને. સો, મુજસે દોસ્તી કરોગે ??

આકાશ – હા...અફકોર્સ. તમારી સાથે ફ્રેન્ડશીપ કરવાની કોણ ના પડી શકે.

ઋતુ – હવે આપડે ફ્રેન્ડસ છીએ તો એમાં નો તમે વમે. તમે મને તું કહી શકો છો.

આકાશ – આ તો ચીટીંગ કહેવાય..

ઋતુ – ચીટીંગ ? શેની ચીટીંગ ?

આકાશ – તું મને હજી પણ તમે કહે છે અને મારે તને તું કહેવાનું. એવું ના ચાલે. ફ્રેન્ડશીપમાં ભેદભાવ ના હોય મેડમ.

ઋતુ – હીહી..રાઈટ. ઓકે તો હું પણ હવે તું જ કહીશ.

આકાશ – ધેટ્સ બેટર.

ઋતુ – હવે તમે પૂછેલા, સોરી સોરી, ભૂલી ગઈ. હવે તે પૂછેલા વાઉ શું કમ કહ્યું તેનો જવાબ આપું. હું વિચારતી હતી કે તું અને આકૃતિ ઘણા સમયથી બેસ્ટફ્રેન્ડસ છો, ઇન્ફેકટ સ્કુલ ટાઈમથી બેસ્ટફ્રેન્ડસ છો, એટલે કે આકૃતિ તારી લાઈફમાં એક્લોતી એવી વ્યક્તિ છે જેની સાથે તું બધું શેર કરી શકે. તો આય થીંક, જો તેની પણ હા હોય તો તારે તેની સાથે જ લગન કરવા જોઈએ. એમ પણ તમે બંનેવ લગ્ન કરવાના ત્રીજા સ્ટેજ પર તો આવીજ ગયા છો.

આકાશ – સ્ટેજ ?? કેવા સ્ટેજ ??

ઋતુ – જો..એક્રોડીંગ ટુ મી, લગ્નના સ્ટેજ સુધી પહોચવાના અમુક સ્ટેપ્સ હોય. પેલા અજનબી... પછી ફ્રેન્ડસ...પછી બેસ્ટફ્રેન્ડસ...પછી ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ..અને પછી લગ્ન. લગ્ન એટલે કે લાઈફટાઈમ એકબીજાની સાથે રહેવાનું પ્રોમિસ. લાઈફ ટાઈમ સાથે રહેવાનું પ્રોમીસ એટલે કેટલી મોટી વાત કહેવાય. એટલે લગ્ન સુધીના સ્ટેજ પર પહોચવા માટે આ લેવલ્સ/સ્ટેજ/ફેઝ/સ્ટેપ્સ જે કહો તે, મારા હિસાબે પાર કરવા જોઈએ. કેમકે આ સ્ટેજ પાર થતા થતા આપણને ખબર પડી જાય કે આપડે આ વ્યક્તિ સાથે લાઈફટાઈમ રહી શકીશું કે નહિ. તો આય થીંક તારે આકૃતિ વિશે વિચારવું જોઈએ.

આકાશ – મેડમ...અહિયાં આપડે એટલે બેઠા છીએ કે જેથી એકબીજા સાથે વાત કરીને, એકબીજાને સમજીને ડીસાઇડ કરી શકીએ કે આપડે લાઈફટાઈમ સાથે રહી શકીશું કે નહિ. અને તું છે કે મારું અને આકૃતિનું ફિકસ કરવા બેઠી છે. [હસીને] સાચે, યુનિક પીસ છે તું.

ઋતુ – હાહાહા...એ તો હું છું જ, એકદમ હટકે. એટલે જ તો વાતની વચમાજ મેં તને ફ્રેન્ડશીપનું પૂછી લીધું. એટલે એટલીસ્ટ ફ્રેન્ડ હોવાના નાતે હું તને તારી લાઈફમાં રાઈટ ડીસીઝન લેવા માટે સજેશન આપી શકું. આય નો આય એમ ધ બેસ્ટ. બટ સ્ટીલ, બની શકે કે મારી કરતા વધારે તું આકૃતિ સાથે ખુશ રહી શકે, તો ફ્રેન્ડ હોવાના નાતે મારી ફરજ છે કે હું તને સાચી સલાહ આપુ.

આકાશ – હાવ સ્વીટ..આકૃતિ બેસ્ટ ફ્રેન્ડ છે તેને તે જ રહેવા દે. મેં તેની વિશે એવું કશું વિચાર્યું પણ નથી અને કદાચ તેણે પણ મારી વિષે નહિ જ વિચાર્યુ હોય. અને એઝ અ લાઈફ પાર્ટનર મારી લાયફમાં કોઈ નવી વ્યક્તિ એડ થતી હોય તો સારી જ વાત કહેવાયને. અને આમ જોઈએ તો લગ્ન સુધી પહોચવાના બીજા સ્ટેજ પર તો આપડે પણ પહોચી ગયા છીએને. અજનબી થી...હવે ફ્રેન્ડસ.

આ વાત ચાલતી હતી ત્યારે કોઈ ગરીબનો ચાર-પાંચ વર્ષનો છોકરો આકાશ પાસે ભીખ માંગવા આવી ગયો, જે નોર્મલી જુહુ બીચ પર બધા કપલ ને હેરાન કરવા માટે થતું જ હોઈ છે. તે નાનો છોકરો આકાશને કહી રહ્યો હતો કે મને પૈસા આપો ભૂખ લાગી છે. પણ આકાશે પૈસા આપવાની ના પાડી, અને પૈસાની જગ્યાએ બંનેવ જે રેસ્ટોરંટમાં બેઠા હતા ત્યાંથી જ નાસ્તો કરાવી દીધો. પેલો છોકરો નાસ્તો કરીને, ચહેરા પર અનહદ આનંદ સાથે ખુશ થતો થતો જતો રહ્યો. ઋતુ મનમાં ને મનમાં ખુશ થતી હતી, એમ વિચારીને કે આકાશને કઈ પૂછ્યા વગર જ તેની સારી વાતો પોતાની સામે આવી રહી છે.

આકાશ – આકૃતિ, ભાઈ અને ભાભી પેટ પૂજા કરવા અહયા નહિ, લાગે છે મુન પર ગયા છે.

ઋતુ – હાહાહા..

આકાશ – અરે વાત કરવામાં હું તો પૂછવાનું જ ભૂલી ગયો, તને પણ ભૂખ લાગી હશે ને ?

બંનેવ વાત કરતા કરતા નાસ્તો કરતા હતા ત્યારે અચાનક ઋતુની નજર પેલો નાનો છોકરો જે તેમની પાસે આવેલો એના પર પડી. તે છોકરો કોઈની પાસેથી પૈસા મળતા, બીચ પર રહેલા ચકડોળમાં બેસવા જઈ રહ્યો હતો. ઋતુએ આકાશનું ધ્યાન તે છોકરા તરફ ખેચ્યું. તે છોકરો ઘણો ખુશ લાગતો હતો, કદાચ પહેલી વાર ચકડોળમાં બેસતો હશે એટલે. ઋતુ અને આકાશનું ધ્યાન તે છોકરા તરફ જ હતું. અચાનક પેલા છોકરાને શું મસ્તી સુજી કે તેણે પેલું ચલ્ડોળ ફરતું હતું ત્યારેજ તેમાંથી કુદકો માર્યો.

આકાશ તો પોતાનું પર્સ આપીને એક પણ ક્ષણનો વેઈટ કર્યા વગર પેલા છોકરા તરફ ભાગ્યો. ઋતુ ફટાફટ રેસ્ટોરંટવાળાને પૈસા આપીને આકાશ અને છોકરો જ્યાં હતા તે તરફ ભાગીને આવી. વધારે વાગ્યું ના હતુ તે છોકરા ને કેમકે છોકરાએ જ્યાંથી કુદકો માર્યો હતો તેની અને જમીનની વચે વધારે ગેપ ના હતો. પણ વાગ્યું તો હતું જ. કપાળમાં વાગ્યું હતું અને લોહી નીકળી રહ્યું હતું. છોકરાની માં છોકરા ની ચિંતા થતા રડી રહી હતી. આકાશને છોકરાની માં ના આંસુ જોઇને દયા આવી અને તેણે કહ્યું કે ચાલો આપડે આને દવાખાને લઈ જઈને ડ્રેસીંગ કરાવી લઈએ. આકાશે પોતાની કાર તરફ ચાલતા ચાલતા જ ઋતુને કહ્યું કે તું પણ સાથે જ ચલ, ભાઈ ભાભીને કોલ કરીને જણાવી દે, હું તને ઘરે ડ્રોપ કરી દઈશ. ઋતુએ આકાશના કહ્યા પ્રમાણે ભાઈ ભાભીને બધું જણાવી દીધું.

જાનવી અને સુરજ આકાશ સાથે વાત થયા પછી ઘરે જવા નીકળ્યા. આકૃતિને પોતાના ઘરે ડ્રોપ કર્યા પછી ઘરે આવીને મમ્મી-પપ્પાને બધું જણાવ્યું. સુરજને લાગ્યું કે પપ્પા કદાચ ગુસ્સો કરશે, કારણકે ઋતુને આકાશ સાથે એકલી જવા દીધી, હજી તો આકાશ એક અજાણ્યો જ છે ને. પણ પપ્પાએ કઈક બીજું જ કહ્યું,

પપ્પા – બેટા, એમાં ગુસ્સે થવાની વાત જ નથી. આકાશ મારા ફ્રેન્ડના રેલેટીવનો છોકરો છે. એટલે આકાશ અને તેની ફેમિલી વિશ્વાસપાત્ર છે. આકાશ ઘણો સારો છોકરો છે. બાકી તને લાગે છે કે એક અજાણ્યા છોકરા સાથે વાત કરવા માટે હું ઋતુને બહાર મોકલું, ભલે તું અને જાનવી તેની સાથે હોવ તોપણ. ચિંતા નહિ કર, ઋતુ સેફ રહેશે આકાશ સાથે.

પેલા છોકરાને ડ્રેસીંગ કરાવ્યા પછી આકાશે છોકરાની માં ને પૈસા આપ્યા જેથી તે રીક્ષા કરીને પોતાના ઘરે જઈ શકે. આકાશ ઈચ્છતો હતો કે તે ખુદ પેલા છોકરા ને સેફ્લી ઘરે પહોચાડે, પણ એમ કરવા જતા ઋતુને ઘરે પહોચાડવામાં મોડું થાય તેમ હતું, અને આકાશ નહતો ઈચ્છતો કે તેના લીધેથી ઋતુના ફિમેલી મેમ્બેર્સ ને ચિંતા થાય.

કાર શરુ કર્યા પછી, આકાશે રેડિયો શરુ કર્યું, તો.. “બાહો મેં ચાલે આઓ...હમસે સનમ ક્યાં...પરદા...હોં...” સોંગ વાગ્યું. આકાશે ફટાફટ રેડીઓ ઓફ કરી દીધું.

આકાશ – મને એવું લાગ્યું કે કાર ચાલતી હોય અને મ્યુઝીક ના વાગતું હોય તો ઘણું ઓકવર્ડ લાગે એટલે મેં રેડિયો શરુ કર્યું તો આવા સોંગ સીચુએશનને વધારે ઓકવર્ડ કરે છે.

ઋતુ – હાહાહા. સાચી વાત છે. પણ સાંજે તો રેડિયો પર આવા જ સોંગ આવતા હોય છે. એમાં પણ આ ચોમાસું ચાલે છે એટલે રોમેન્ટીક સોન્ગ જ આવતા હોય.

આકાશ – હમમ...લાગે છે કે તને પણ મારી જેમ મુઝીકનો શોખ છે.

ઋતુ – હા બોવ જ. મુઝીક માટે તો હું પાગલ છું. એટલી હદ સુધી પાગલ છું કે આખો દિવસ સોંગ સાંભાળું, અને સાંભાળતી ના હોઉં તો ગાતી હોઉં. એમાં પણ સીચુંએશનલ સોન્ગ્સ ગાવાનો મને બોવ જ શોખ છે. જેમ મુવીઝમાં હોય ને તેવું. કેમકે આય થીંક, જે ફીલિંગ્સ શબ્દોમાં તમે ખુદ ના સમજાવી શકો, તે ફીલિંગ્સ એક સોંગ વર્ણવી દે.

આકાશ – તો તો પછી રેડિયો ચાલુ રહેવું જોઈએ. [રેડિયો ફરીથી ઓન કરતા “લગ જા ગલે કે ફીર્ર યે...હસીન રાત હો ના હો...શાયદ ફિર ઇસસ જનમ મેં..મુલાકાત હો ના હો...” સોંગ પ્લે થયું] સોરી હા, હવે રેડિયો ઓફ નહિ કરું, કેમક ઇટ્સ માય ફેવરીટ સોંગ.

ઋતુ – કરતો પણ નહિ, બીકોઝ ઇટ્સ માય ફેવરીટ ટુ.

આકાશ – [સ્માયલ સાથે ગીત ગણગણતા] તો તને કેવી ટાઈપના સોન્ગ્સ ગમે ?

ઋતુ – સ્લો..પછી તે જુના હોય, નવા હોય, કે પછી ઈંગ્લીશ હોય. તને ?

આકાશ – મને ઓલ્ડ સોન્ગ્સ વધારે ગમે.

બસ આવી જ વાતો કરતા કરતા ઋતુનું ઘર આવી ગયું. ઋતુની બિલ્ડીંગના ગેટ પાસે કાર ઉભી રહી અને ઋતુ કારમાંથી ઉતરીને આકાશ ને બાય કહીને જવાની જ હતી, ત્યારે આકાશ એ કહ્યું “ઋતુ..” અને તે આગળ કશું ના બોલ્યો. કદાચ વાત કહેવી કે નહિ એની મુંજવણમાં હતો આકાશ. પણ ઋતુનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, આકાશ હજી આગળ કશું બોલ્યો પણ ના હતો છતા પણ ઋતુ નું દિલ ઉછળી રહ્યું હતું. કઈક અલગ ખુશી થતી હતી ઋતુ ને, કેમકે આકાશ પહેલીવાર ઋતુનું નામ બોલ્યો હતો. અને ઋતુને એનું નામ આકાશના મોઢેથી સાંભળીને ઘણું સ્પેશિઅલ ફિલ થઈ રહ્યું હતું. કોઇકે કદાચ સાચું જ કહ્યું છે, આપડું નામ તો આપડે ઘણાના મોઢેથી સંભાળતા જ હોઈએ છીએ, પણ કોઈ ખાસ વ્યક્તિના મોઢેથી જ આ નામ મીઠું મધુરું લાગે છે.

આકાશ – ઋતુ, ખબર નહિ તું મારી વાત સાંભળીને મારી વિષે શું વિચારીશ. પણ મારી કે તારી ફેમેલી ને આ વાત કહ્યા પહેલા હું ઈચ્છું છું કે જે વ્યક્તિને રીલેટેડ આ વાત છે, તેને સૌથી પહેલા ખબર પડે. મારો જવાબ હા છે ઋતુ. તું મને ગમે છે. અને આય થીંક તું જ એ વ્યક્તિ છે જેની સાથે આમ જ આરામથી સોંગ સાંભળતા સાંભળતા, હસતા હસાવતા જીંદગી જીવાઈ જશે. તારો જવાબ શું છે મને નથી ખબર, અને તારે અત્યારે જવાબ આપવાની જરૂર પણ નથી. તું શાંતિથી બધું વિચારીને જવાબ આપજે, પછી ભલે જવાબ હા હોય કે ના, આપડે ફ્રેન્ડસ તો રહેવાના જ છીએ. ચલ, જાવ છું. બાય. ટેક કેર.

અને ઋતુ કઈક શોક સાથે આકાશની કાર ને જતી જોઈ રહી, તેણે વિશ્વાસ નહતો થઈ રહ્યો કે ખરેખર આવું થયું ? કે પછી આ કોઈ સ્વપ્નું હતું ? એમ પણ વિચાર આવ્યો કે અરેંજ મેરેજમાં પણ આવું કઈક થતું હશે ? ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે હા, આ સ્વપ્નું ના હતું, ખરેખર આકાશે બધું કહ્યું હતું જે ઋતુએ સાંભળ્યું હતું. અને પહેલા જે શોક હતો તે હવે ઋતુના ચહેરા પર મોટી સ્માયલ બની રહી હતી. ઋતુને મન થયું કે હમણાં જ આકાશ ને જઈને કહી દે કે “આકાશ, મારો જવાબ પણ હા જ છે” પણ, આકાશ તો જતો રહ્યો હતો.

આકાશના જ વિચાર કરતા કરતા, “તું હોગા ઝરા પાગલ....તુને મુજકો હૈ ચુના...કૈસે ? તુને અનકહા.....તુને અનકહા....સબ સુના...” સોંગ ગાતા ગાતા ઘરે પહોંચી. ઋતુના પેરેન્ટ્સ તેનીજ રાહ જોઈ રહ્યા હતા. પૂછવા માંગતા હતા કે બેટા, કેવો લાગ્યો આકાશ ? બધું પૂછી લીધું ને ? પણ પછી એમણે વિચાર્યું કે ઋતુ ફ્રેશ થઈ જાય પછી પૂછીએ. પણ, અડધો જવાબ તો તેમને ઋતુના ફેસ ની સ્માયલે જ આપી દીધો.

ઋતુ પોતાના બેડરૂમનો દરવાજો ખોલીને એન્ટર થઈ, તો આશ્ચર્યથી તેની આંખો પહોળી થઈ ગઈ. નવ્યા, પ્રાચી, જાનવી અને સુરજ, ઋતુની બધી વાતો સાંભળવા, તેની જ વાટ જોઇને ઋતુના બેડરૂમમાં બેઠા હતા. ઋતુને જોઇને ચારેવ જણ સાથે બોલ્યા “”ક્યાયાયાયા..... હુઆઆઆઆ ??????” ઋતુ આલોકોની આટલી બધી એક્સાએટમેન્ટ જોઈને હસવા લાગી.

પ્રાચી – [તેના મજાકીયા અંદાજમાં] અર્ઝ કિયા હૈ...ઉનકે ચહેરે કા નુર કર રહા હૈ હાલ-એ-દિલ બયાન...અબ પૂછને કો બાકી રખા ક્યાં હૈ ?? બોલો વાહ્હ વાહ્હ...

ઋતુ – એવું છે...તો ચાલો બધા નીકળો, મારે ઊંઘી જવું છે.

નવ્યા – જા જા, તારા ફેસ પરથી લાગતું નથી કે તને આજે ઊંઘ આવશે. અબ તો રાતે કટેગી આકાશ કે ખયાલો મેં.

ઋતુ – [આકાશનું નામ સાંભળીને શરમાઈ ગઈ.]

જાનવી – હવે તો ઋતુને એક જ સોંગ યાદ આવશે. “મુજે નીંદ ના આયે...મુજે ચેન ના આયે...કોઈ જાએ ઝારા ઢુંડ કે લાએ..ના જાને કહા દિલ ખો ગયા...”

સુરજ – ક્યાં ખોવાણું શું ? પેલા આકલા પાસે જ તો..

ઋતુ – ભાઈ, આકલો નહિ આકાશ.

[બધા હસવા લાગ્યાં.]

નવ્યા અને પ્રાચી – ઓઓઓઓઓઓઓઓઓઓ....અત્યારથી જ તેની આટલી બધી ચિંતા ?

સુરજ – હવે તમે બંનેવ કાબરો ચુપ રહો તો કાંઈક બોલે ને બિચારી. બોલ ઋતુ કેવો લાગ્યો આકલો ? [હસતા હસતા] સોરી સોરી...આકાશ.

[હવે ચીડાવવાની વારી ઋતુ ની હતી.]

ઋતુ – પ્રાચી અને નવ્યા, મને ખબર છે તમે મને ફ્રેન્ડશીપ ડે વિશ કરવા આવ્યો છો. તો વિશ તો કરો, શું ટાઈમપાસ કરો છો. [સુરજ સામે જોઇને] ભાઈ, તમને પપ્પા બોલાવે છે, અને ભાભી, મમ્મીને તમારું કાંઈક કામ હતું. ચાલો હવે ભાગો બધા.

નવ્યા – જો ઓય તુરુરુ, બોવ ભાવ નહિ ખા.

સુરજ – અરે નવ્યા, રહેવા દે હવે. હું બધું સમજી ગયો. એને હેરાન નહિ કર.

પ્રાચી અને જાનવી – [કન્ફ્યુઝ્ડ] શું સમજી ગયા ?

સુરજ – [ગંભીર થઈને] એ જ કે ઋતુ નો જવાબ ના છે. [દરવાજા પાસે જઈને] હું હમણાં જ પપ્પાને કહું છું કે ઋતુને આકાશ ના ગમ્યો.

[ફટાફટ સુરજને રોકતા.]

ઋતુ – અરે અરે ભાઈ, રુકો. કહું છું બધાને બધું. બેસો.

[બધા બેસી ગયા, જાણે ભાગવત સંભાળવા આવ્યો હોય તે રીતે.]

ઋતુ – [મોટી સ્માયલ સાથે] આકાશ..[શરમાઇને] આકાશ બોવ જ સારો છે ભાભી. તમે લોકો અમને બંનેવને એકલા મૂકીને ગયા એટલે તરત તેણે મને અનકમ્ફર્ટેબલ ફિલ ના થાય એવી કોશિશ કરી, કેટલો સમજદાર છે તે. પેલા નાના છોકરાની મદદ કરી, એને ખવડાવ્યું, કેટલો કેરીંગ છે તે. પોતાની વિષે બધું ફ્રીલી શેર કર્યું, પણ વાત કરવામાં કાઈ મીસબીહેવ ના કર્યું. ઘરે આવતી વખતે કારમાં અમે એકલા હતા,ત્યારે તેણે ધ્યાન રાખ્યું કે હું કોઈ એવા સોંગથી પણ ઓકવર્ડ ફિલ ના કરું. એકદમ સમજુ અને સરસ છે તે.

જાનવી – અને તારા પેલા બધા સવાલ, જે પૂછીને તું નક્કી કરવાની હતી કે આ મિસ્ટર. રાઈટ છે કે નહિ, તે સવાલ પૂછ્યા કે નહિ ?

ઋતુ – ભાભી, મારે કશું પૂછવાની જરૂર જ ના પડી. તેના બીહેવીઅર, અને જે પણ બધું થયું, તેનાથી જ મને તેની બધી સારી વાતો દેખાઈ ગઈ. હી ઇઝ કેરીંગ, સ્વીટ, અન્ડરસ્ટાનડીંગ એન્ડ મેચ્યોર, ઈન્ટેલીજેન્ટ, સેન્સીબલ, ફની. મને કેટલું હસાવ્યું આજે એણે. એકદમ પરફેક્ટ છે.

સુરજ – ચલો, આ વખતે મને સમજાઈ ગયું, કે તારો જવાબ હા છે.

ઋતુ – [હસતા હસતા સુરજના બંનેવ ગાલ ખેંચીને] હા મારા સ્માર્ટ ભાઈ, આ વખતે તમે સહી સમજ્યા.

પ્રાચી – પણ, વોટ અબાઉટ આકાશ ?

નવ્યા – ઋતુ, તને શું લાગે છે ? તેનો જવાબ શું હશે ?

ઋતુ – [સ્માયલ સાથે] તેનો જવાબ હા જ છે. તેણે મને ઘરે મુક્યા પછી જતા પહેલા કહ્યું હતું.

બધાએ એકદમ ખુશ થઈને ઋતુ ને ગ્રુપ હગ કર્યું, ત્યારે જ ઋતુના મમ્મી આવ્યા, અને બધાના ચહેરા પરની ખુશી જોઇને જ સમજી ગયા કે ઋતુનો જવાબ હા છે. અને મમ્મી આ વાત પપ્પાને કહેવા બહાર જતા રહ્યા, અને બધાએ ફરીથી ઋતુ ને એકદમ ટાઈટ હગ કર્યું.

ઋતુ – [હસતા હસતા] અરે બસ હવે, બધા ખુશીથી જ દબાવીને મારી નાખશો મને.

પ્રાચી – હા યાર. હવે એને આકાશ માટે રહેવા દો.

[બધા હસવા લાગ્યાં.]

નવ્યા – [ચિંતા સાથે] પણ ઋતુ, આ બધી સિચુએશન સહજ નહિ ને પ્લાન કરેલી હશે તો ?

ઋતુ – બેટા, આ કાઈ પેલુ ઈમોશનલ અત્યાચાર અથવા ક્રાયમ પેટ્રોલ નથી, નોર્મલ લાઈફ છે.

જાનવી – અને પેલી આકૃતિ ? એ આકાશની ફ્રેન્ડ નહિ અને ગર્લ-ફ્રેન્ડ હશે તો ? અમારી સાથે હતી ત્યારે બસ આકાશના નામની જ માળા જપતી હતી, કે આકાશ આમ અને આકાશ તેમ.

ઋતુ – ના રે ભાભી. આકાશે મને બધું કહી દીધું છે આકૃતિ વિશે. આકૃતિ, આકાશની બેસ્ટફ્રેન્ડ છે, એટલે તેના વિષે તમને વાત કરે તે ઓબ્વિઅસ છે.

જાનવી – [સ્માયલ સાથે] મુબારક હો ઋતુ જી, આપ પરીક્ષા મેં પાસ હો ગઈ હૈ.

ઋતુ – [નવાઈ સાથે] પરીક્ષા ? કઈ પરીક્ષા ?

જાનવી – અરે મેડમ, પ્રેમ પરીક્ષા, એમાં પાસ થઈ ગયા તમે. યાદ છે મેં તને કીધેલું કે અગર આ વ્યક્તિ એટલે કે આકાશ તારો મિસ્ટર. રાઈટ હશે તો તારા દિલ ની ઘંટી વાગશે. ઘંટી વાગી ગઈ છે એ તારા આ ચહેરા ની રોનકથી જ ખબર પડે છે. જયારે દિલ ને ખબર પડી જાય કે આ વ્યક્તિ આપડા માટે યોગ્ય છે ત્યારે પ્રોબ્લેમ્સ પણ પપલુ લાગવા લાગે. તે આકાશને તારા વિચારી રાખેલા સવાલ ના પૂછ્યા, અને અમે જે પણ નેગેટીવ પોસીબીલીટીઝ કીધી તેણે પણ તે પોઝીટીવ કરી નાખી. એટલે આ પોઈન્ટ પણ પ્રૂવ થઈ ગયો.

સુરજ – [વિદ્યાર્થી ના અંદાજમાં] આ પરથી સાબિત થાય છે કે ઋતુ ને તેનો મિસ્ટર. રાઈટ મળી ગયો છે.

બીજી તરફ આકાશના પણ કઈક આવા જ હાલ હતા. તેના ચહેરા પરથી સ્માયલ જતી જ ના હતી. એને બસ ઋતુના જ વિચાર આવતા હતા. ઋતુ શું જવાબ આપશે એની ચિંતા આકાશ ને જરા પણ ના હતી, કેમકે તેનું મન કહી રહ્યું હતું કે ઋતુ હા કહશે. ઋતુના વિષે વિચારતા વિચારતા ઘર આવી ગયું. ઘરે જઈને આકાશે પોતાના પેરેન્ટ્સ ને કહી દીધું કે એનો જવાબ હા છે. આકાશના પેરેન્ટ્સ તો ખુશ થઈ ગયા અને એમનો જવાબ કહેવા અને ઋતુનો જવાબ જાણવા આકાશના પેરેન્ટ્સે ઋતુના પેરેન્ટ્સને કોલ કર્યો. ફોન પર વાત કરતા, આકાશના પેરેન્ટ્સની ખુશી બમણી થઈ ગઈ કેમકે ઋતુની પણ હા જ હતી, એટલે હવે બસ મળીને સગાઇની તારીખ નક્કી કરવાની હતી.

એકદમ ખુશનુમા માહોલ થઈ ગયો હતો. આકાશને ખુશીથી નાચવાનું મન થઈ ગયું, અને પોતાની આ ખુશીને તેની બેસ્ટફ્રેન્ડ સાથે શેર કરવાની ઉતાવળ થઈ ગઈ. ફટાફટ ફ્રેશ થઈને આકાશે આકૃતિને કોલ કર્યો. એક રીંગ વાગી અને તરત જ આકૃતિએ કોલ રીસીવ કર્યો, જાણે આકૃતિ આકાશના કોલનો જ વેઈટ કરતી હોય. આકાશે આકૃતિને ઋતુ સાથે થએલી બધી વાતો કહી.

આકાશ – મારાથી કેટલી અલગ, તોપણ કેટલી સીમીલર છે ઋતુ.

આકૃતિ – યાર તું તો અત્યારથી જ શાયર ટાઈપ કન્ફયુઝીંગ વાતો કરવા લાગ્યો. જરા સમજાય તેવું બોલને. આમ કહે છે ઋતુ અલગ છે, અને આમ કહે છે કે તારા જેવી છે. એવું કેવું ?

આકાશ – મતલબ કે ઋતુ ને સોંગ સંભાળવાનો અને ગાવાનો જબરો ક્રેઝ છે મારી જેમ, અને મને વધારે જુના સોંગ ગમે અને સાથે ગાવું પણ ગમે,બટ એઝ યુ નો આય એમ અ રીઅલી બેડ સિંગર, એટલે મને ખાલી ગીત ગણગણવું ગમે. મને બુક્સ વાંચવી ગમે અને એને વાચવાની સાથે લખવું પણ ગમે. શી વ્રરાયટસ સ્ટોરીઝ એન્ડ પોએમ્સ.

આકૃતિ – સારું ને, વેરાયટીમાં જ તો મજા છે. મળવા જેવી વ્યક્તિ લાગે છે, મને પણ ગમી ઋતુ.

આકાશ – પણ સોરી યાર, યે રિશ્તા નહિ હો સકતા. શી ઈઝ ગોના બી માયન.

આકૃતિ – હાહાહા...મને ઈન્ટરેસ્ટ પણ નથી. તું જ રાખ.

આકાશ – એ તો આપડા બંનેવ નું સેટિંગ કરવાની વાતો પણ કરતી હતી. મેં કહ્યું અમે ખાલી ફ્રેન્ડસ જ છીએ, નથીંગ મોર દેન દેટ.

આકૃતિ – હાહાહા..ગજબ ની છે આ ઋતુ તો.

આકાશ – પણ રીઅલી યાર, શી ઈઝ સ્વીટ એન્ડ કાયન્ડ.

આકૃતિ – તું તો યાર ફિદા જ થઈ ગયો લાગે છે તેના પર.

આકાશ – હા..કોઈ શક ?

આકૃતિ – ના, જરા પણ નહિ. તને તો ઊંઘ આવશે એવુ તારી વાતો પરથી મને તો નથી લાગતું, પણ મને હજી કોઈ મળ્યું નથી એટલે હું તો સુઈ જવાની. ગુડ નાઇટ.

આકાશ – ગુડ નાઈટ ઋતુ.

આકૃતિ – [હસતા હસતા] ઋતુ નહિ, આકૃતિ.

આકાશ – ઉપ્સ...સોરી સોરી.

આકૃતિ – સિરીઅસ્લી, આય એમ સો હેપી ફોર યુ. અને તારી વાતો પરથી લાગે છે કે શી ઈઝ દ વન ફોર યુ. સો, ઓલ દ બેસ્ટ ફોર યોર ન્યુ જરની.

આકાશ – થેન્ક યુ યાર.

આકાશ અને ઋતુના પેરેન્ટ્સે મળીને સગાઇની તારીખ નક્કી કરી લીધી. આજથી પાંચ દિવસ પછી આકાશ અને ઋતુની સગાઈ હતી. બંનેવના ફેમિલી મેમ્બર્સ ગેસ્ટ ને ઇનવાઈટ કરવામાં, શોપિંગ કરવામાં અને હોલ, લંચ વગેરે ઓર્ગેનાઇઝ કરવામાં બીઝી હતા. આ પાંચ દિવસ, આકાશ અને ઋતુના મળવાનો કોઈ ચાન્સ જ નહતો, કેમકે બંનેવ પાસે એકબીજાનો નંબર જ નહતો કે વાત કરી શકે. ફેસબુક પર પણ બંનેવે પોતાના અકાઉન્ટ્સમાં ઘણી પ્રાયવસી રાખેલી, મ્યુચલ ફ્રેન્ડ ના હોય તો કોઈ અજાણી વ્યક્તિ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ ના કરી શકે તેવી સેટિંગ રાખેલી હતી. અને શોપિંગમાં બંનેવ એટલા બીઝી હતા કે ફેસબુક યાદ પણ ના આવ્યું. ફેસબુક ભલે યાદ ના આવ્યું હોય, પણ બંનેવ એકબીજાને જરા પણ નહતા ભૂલ્યા. ઋતુના પપ્પા પાસે પણ આકાશનો નંબર નહતો. ઋતુના પપ્પા તો ડાયરેકટ આકાશના પપ્પા સાથે જ વાત કરતા, એટલે પપ્પા પાસેથી પણ આકાશનો નંબર મળવાનો કોઈ ચાન્સ નહતો. હવે વેઈટ કર્યા સિવાય કોઈ ઓપશન જ નહતો.

એકબીજાને યાદ કરવામાં, અને મળવા માટે તડપવામાં, પાંચ દિવસ પુરા થયા અને આખરે સગાઈનો દિવસ આવી ગયો. વેન્યુ, એટલે કે સગાઇ જ્યાં જતી તે હોલ મસ્ત રીતે બ્લુ અને વાઈટના કોમ્બીનેશનમાં ડેકોરેટ કરેલો હતો, સ્ટેજ પર સેન્ટરમાં ફૂલોથી સજાવેલો હિચકો મુકેલો હતો. અને સ્ટેજની સામેની તરફ ખુરશીઓ મુકેલી હતી, જેના પર ઋતુના ફેમિલી મેમ્બર્સ બેઠેલા હતા, અને હોલમાં ગુંજી રહેલા હળવા સંગીતનો આનંદ લઈ રહ્યા હતા. ઋતુ, સ્ટેજની પાછળ, ખુરશી પર પોતાના સ્કુલ, કોલેજની બધી ફ્રેન્ડસથી ઘેરાઈને બેઠી હતી. આજે તો બધી ફ્રેન્ડસ તેની ટાંગ ખેચવામાં જ પડી હતી. મસ્તી-મજાકનું વાતાવરણ હતું અને ઋતુના મનમાં પાછુ પેલું ધક-ધક થવા લાગ્યું. ઋતુ નર્વસ હતી. પાંચ દિવસ, જે ઋતુ માટે પાંચ વર્ષ કરતા પણ વધારે હતા, તે પાંચ દિવસ પછી આકાશ ને જોવાની હતી, કેવો લાગતો હશે એ ? શું થશે ? તેને હું કેવી લાગીશ ? કેટલા બધા સવાલ અને મુંજવણ હતી મનમા.

પ્રાચી, જે ક્યારની હોલના દરવાજા તરફ નજર લગાવીને બેઠી હતી, તેણે અચાનક આવીને કહ્યું કે “મિસ. ઋતુ, તમારા સપનાનો રાજકુમાર આવી ગયો છે.” બસ પછી તો બધી ફ્રેન્ડસે આકાશને જોયા પછી ઋતુને ચીડાવવાનું વધારી દીધું.

નવ્યા – વાઉ..શું સોલીડ લાગે છે રે આકાશ, તારું મન બદલાઈ ગયું હોય તો મને કહેજે, હું તય્યાર છું.

રીની – ના ઓય, નવ્યા તું ક્યાંથી વચ્ચે આવી, ઋતુની ના હોય તો તેની પછી મારો નંબર છે. તું મારી પાછળ લાઈનમાં ઉભી રહે.

સાક્ષી – આકાશ...કાશ મારો હોત.

ઋતુ – ઓય ચાપલીઓ, ચુપ રહો. આકાશ હવે મારો છે.

રીની – આકાશ નહિ તો તેના જેવો મસ્ત, એનો કોઈ ભાઈ તો હશે ને ? તેની સાથે સેટિંગ કરાવને.

[બધા હસવા લાગ્યાં.]

જાનવી – ચાલો ઋતુ બેન, બુલાવા આગયા. આકાશ ક્યારનો આજુ-બાજુમાં ફાફા મારે છે. કેટલો અધીરો છે તને જોવા માટે, હવે વધારે નહિ તડપાવ એને.

ઋતુની બધી ફ્રેન્ડસ ઋતુને સ્ટેજના થોડા પગથીયા હતા, ત્યાં લઈ ગઈ અને પછી બધા સાઈડમાં ખસી ગયા. ઋતુની નજર સ્ટેજ પર ગઈ, ત્યાં આકાશ ઉભો હતો. વાઉ, આમ તો એને સિમ્પલ મરુન શર્ટ પહેર્યો હતો, તોપણ આકાશ હિરો જેવો લાગી રહ્યો હતો. ઋતુ ને મનમાં હસવું આવ્યું એમ વિચારીને કે એની બધી ફ્રેન્ડસ હમણાં જે કહેતી હતી એ જરા પણ ખોટું નહતી કહેતી. આકાશે પણ ઋતુની સામે જોયું, પિંક અને ગોલ્ડન કોમ્બીનેશનવાળા ચણીયાચોલીમાં શું ગજબ લગતી હતી ઋતુ. આકાશ બસ ઋતુને જોવામાં જ ખોવાઈ ગયો અને તેનાથી વાઉ બોલાઈ ગયું. એ વાઉ એટલું ધીમું હતું કે ખાલી ઋતુને જ સંભળાયું અને ઋતુ શરમાઈ ગઈ.

ઋતુ, પેલા ૪-૫ પગથીયા હતા તે ચડવા લાગી. આકાશે ઋતુને પોતાનો હાથ આપ્યો. હાથ મળતા જ બન્નેવના શરીરમાં હળવો કરંટ લાગ્યો. પ્રથમ સ્પર્શ ની અનુભૂતિ. ઋતુ સ્ટેજ પર પહોચી અને આકાશની બાજુમાં ઉભી રહી ગઈ. બધાએ તાળીયોથી આ કપલ ને વધાવી લીધા, કેમકે બંનેવની જોડી ખુબ જ સરસ લાગી રહી હતી. બંનેવ હાથમાં હાથ રાખી સ્ટેજ પર સેન્ટરમાં રહેલા હીચકામાં જઈને બેસી ગયા. બ્રાહ્મણે થોડી વિધિ કરી, અને હવે સમય હતો એકબીજાને રીંગ પહેરાવવાનો.

આકાશ ઋતુને રીંગ પહેરાવવા જતો હતો ત્યારે સ્ટેજ પર માઈક લઈને પ્રાચી અને નવ્યા આવી ગયા, અને કહેવા લાગ્યાં “એક મિનીટ, ઐસી ભી ક્યાં જલ્દી હૈ જીજાજી.” ઋતુએ આકાશને ધીમેથી કહ્યું કે આ બંનેવ તેની બેસ્ટફ્રેન્ડ છે.

પ્રાચી – આટલી ઇઝીલી અમે તમને અમારી ફ્રેન્ડ નહિ આપીયે.

આકાશ – તો શું કરવું પડશે મારે તમારી ફ્રેન્ડને મારી કરવા ?

નવ્યા – તમારે બધાની સામે, જી હા, બધાની સામે ઋતુને પ્રપોઝ કરવો પડશે.

આકૃતિ – [સ્ટેજ પર આવતા] પણ એક જ શરત પર આકાશ ઋતુને પ્રપોઝ કરશે, સાંભળ્યું છે કે ઋતુને ગાવાનો શોખ છે, તો ઋતુએ આકાશના પ્રપોઝલનો જવાબ સોંગ ગાઈને આપવો પડશે. તો બોલો, ડીલ ??

નવ્યા અને પ્રાચી – [થમ્સ અપ ની સાઈન સાથે] ડીલ.

ત્યાં આવેલા બધા મહેમાનો, નોર્મલ સગાઈથી કઈક અલગ આવેલા ટ્વીસ્ટની મજા લેતા, તાળીયોથી આખા હોલને ભરી દીધો. આકાશ પ્રપોઝલ માટે તય્યાર જ હતો. ઋતુ જ્યાં ઉભી હતી, તેની સામે આકાશ ઋતુનો એક હાથ પોતાના હાથમાં લઈને ઘુટણ પર બેસીને કહેવા લાગ્યો,

આકાશ – પ્રપોઝલના વર્ડ્સ સેટ કરવાની મારે કાંઈ જરૂર નથી, મને ખબર છે કે મારે બસ એટલું જ કહેવાનું છે જે હું ખરેખર તારા માટે કરવાનો છુ. ફસ્ટ ઓફ ઓલ આય વોન્ટ યુ ટુ નો દેટ આય વિલ ઓલવેઝ લવ યુ, નો મેટર વોટ. ભલે તું જાડી થઈ જાય, પતલી થઈ થઈ જાય કે કેવી પણ લાગતી હોય, આય વિલ ઓલવેઝ લવ યુ. હું હમેશા એવી કોશિશ કરીશ કે તું મારી સાથે ખુશ રહે. કદાચ કોઈ કારણથી તું રડે પણ, તો ભલે મને કેવા પણ ફાલતું જોક્સ આવડતા હોય તે કહીને તને હસાવીશ. ક્યારેક કોઈ કારણથી તારા પર ગુસ્સે થઈ જાવ, તો હું તને મનાવવા પણ આવીશ. બસ કોઈ પણ રીતે, તું ખુશ રહે તેવી જ કોશિશ કરીશ. તો, શું તું મને, આ બધું હું કરી શકું તેને લાયક સમજે છે ??

ઋતુનું દિલ ભરાઈ આવ્યું, તેની આંખો આંસુથી છલાક્વાની જ હતી પણ તેણે કંટ્રોલ કર્યું. તે આંસુ ખુશીના હતા. ઋતુ ખુદને ઘણી નસીબવાળી સમજતી હતી કે તેણે આકાશ જેવો લાઈફ પાર્ટનર મળવાનો છે. ઋતુએ મોટી સ્માયલ સાથે હા પડી. અને આકાશે, તેના હાથમાં રહેલા ઋતુના હાથ પર હળવી કિસ કરી. ફરીથી હોલમાં ઓઓઓઓઓઓઓઓ અને તાળીયોની ગુંજ ફેલાઈ ગઈ.

આકૃતિ – બસ હા નથી કહેવાનું ઋતુ, સોંગ પણ ગાવાનું છે.

ઋતુનો અવાજ આમ તો સારો જ હતો, પણ આવી રીતે, આટલા બધા લોકોની સામે તેણે ક્યારે પણ ગાવાની હિંમત નહતી કરી. ઋતુ નર્વસ હતી થોડી. મહેમાનો, જે ઋતુના ગાવાનો વેઈટ કરતા હતા તેમણે ઋતુ...ઋતુ...કહીને ચીલ્લાવાનું ચાલુ કરી દીધું. આકાશે ઋતુ સામે જોયું અને એને સમજાઈ ગયું કે ઋતુ ડરી રહી છે. એટલે આકાશે ઋતુને ધીમેથી કહ્યું “ઇટ્સ ઓકે. કોઈની સામે નહિ જો, બસ મારી સામે જોઇને બે લાઈન ગાઈ લે. એટલે કદાચ તને ડર નહિ લાગે.” અને ઋતુનો ડર છુમંતર થઈ ગયો. ઋતુએ માઈક લીધું, આકાશની આંખોમાં જોયું, આકાશની આંખોમાં બસ ઋતુને પોતાની માટે બોવ બધો પ્રેમ દેખાણો, અને તેને અત્યારે બસ આ જ સોંગ યાદ આવ્યું,

ઋતુ – આપકી નઝરોને સમજા...પ્યાર કે કાબિલ મુજે...દિલ કી એ ધડકન ઠહેર જા....મિલ ગઈ મંઝીલ મુજે...

ઋતુની આટલી લાઈન પૂરી થઈ એટલે આકાશ અને ઋતુએ એકબીજાને રીંગ પહેરાવી, અને ત્યારે જ જાણે, મ્યુઝીક સીસ્ટમને હેન્ડલ કરતી વ્યક્તિ સમજી ગયો હોય તેમ તેણે તરત જ ઋતુએ ગાએલા સોંગ ની આગળની લાઈન પ્લે કરી, “જી હંમે મઝુર હૈ....આપકા...યે ફેસલા...કહે રહી હૈ...હર નઝર...બંદા પરવર....શુક્રિયા...દો જહાં કી આજ ખુશિયા..હોગઈ હાસિલ મુજે...આપકી નઝરો ને સમજા..,પ્યાર કે કાબીલ મુજે....”

હવે વારી હતી ફોટો સેશનની, એક પછી એક બધા મહેમાન સ્ટેજ પર આવીને આકાશ અને ઋતુને એમની નવી લાઈફ માટે વિશ કરવા અને ગીફ્ટ આપવા આવવા લાગ્યાં. અને જયારે ઋતુ અને આકાશનું કપલ ફોટો સેશન સ્ટાર્ટ થયું એટલે નવ્યા, પ્રાચી અને આકૃતિએ મળીને આકાશ અને ઋતુને બોવ જ હેરાન કર્યા. કઈ ને કઈ ફની કમેન્ટ કરીને બંનેવને હસાવ્યા, અને ફોટોગ્રાફરને પણ ચડાવતા હતા એકદમ ક્લોઝવાળા અને રોમેન્ટીક પિકચર્સ ક્લિક કરવા માટે. ઋતુ અને આકાશને એક બાજુ આ બધી મસ્તી ગમતી પણ હતી અને સાથે સાથે શરમ પણ આવતી હતી. જમતી વખતે પણ આ તીન ટુકડીની આવી જ મસ્તી ચાલી. આવી મસ્તી મજાકમાં ફંક્શન પૂરું થયું અને બે વ્યક્તિ ની નવી લાયફની શરૂઆત થઈ.

સગાઈ સવારની હતી, એટલે બપોર સુધીમાં ફંક્શન પૂરું થઈ જતા બધા સગા-સબંધીઓ, જે દુરથી આવેલા હતા તેમને મુકવા જવાના કામમાં આકાશ અને ઋતુના પેરેન્ટ્સ બીઝી રહેવાના હતા, એટલે બંનેવના ફેમિલીએ નક્કી કર્યું હતું કે એક રસમ, જેમાં ઋતુના કંકુ પગલા પાડવા માટે ઋતુએ આકાશના ઘરે જવાનું હતું, એ રસમ સાંજે બધા ફ્રેશ થઈને, બીજા મહેમાનો જતા રહે પછી કરવી. ઋતુને લેવા માટે આકાશ આવાનો હતો.

સાંજે ચાર વાગે આકાશ ઋતુને લેવા માટે આવ્યો. ઋતુ તય્યાર જ હતી. પહેલી વાર આકાશના ઘરે જવાની હતી એટલે તેણે મમ્મીની વાત માનીને સાડી પહેરેલી. આકાશે ફોર્મલ શર્ટ પહેરેલો. થોડીવાર ઋતુના ઘરે બેસીને, બંનેવ આકાશના ઘરે જવા માટે નીકળ્યા. કારમાં બેસીને તરત જ આકાશે રેડિયો ચાલુ કર્યું. “કિસી શાયર...કી ગઝલ...જો દે રૂહ કો સુકુન કે પલ...કોઈ મુજકો...યું મિલા હૈ...જૈસે બંજારે કો ઘર...” સોંગ પ્લે થયું. હજી તો બંનેવની આ થર્ડ મીટીંગ હતી, પણ કઈક મેજિક હતું બંનેવની વચ્ચે, એટલે જ તો બસ થોડા જ સમયમાં બંનેવ એકબીજા સાથે ઘણા કમ્ફર્ટેબલ થઈ ગયા હતા, જાણે એકબીજાને વર્ષો થી ઓળખતા હોય.

આકાશ – હવે તો કેવા પણ સોંગ વાગે, નો પ્રોબ્લમ. હવે તો આપડે ઓફિશિઅલી કપલ છીએ.

ઋતુ – [હસતા હસતા] એવું કાઈ નથી. ક્યારેક ક્યારેક અમુક સિચુએશનમાં ઓકવર્ડ લાગી પણ શકે છે.

આકાશ – ઓકે મેડમ. ઓકવર્ડ લાગે તો કહેજો બસ.

ઋતુ – [સ્માયલ સાથે] અફકોર્સ કહીશ. હવે તો બધું તને જ કહેવાનું હોયને.

આકાશ – હમમ..અરે બધું કહેવાથી યાદ આવ્યું, આજે સવારે ફંક્શનમાં તું મસ્ત લાગતી હતી.

ઋતુ – આ કોમ્પ્લીમેન્ટ તો મેં ત્યારે જ સાંભળી લીધો હતો.

આકાશ – [નવાઈ સાથે] ત્યારે ? ક્યારે ?

ઋતુ – સ્ટેજ પર તું જે વાઉ બોલ્યો હતો ને ધીમેથી, તે મેં સાંભળ્યું હતું.

[આકાશ શરમાઇને, ચોરી પકડાઈ ગઈ હોય તેવા એક્સપ્રેશન સાથે, જીણી આંખ કરીને માથું ખંજવાળતા]

આકાશ – વાઉ લાગતી હતી તો કહું જ ને. ઈનફેક્ટ અત્યારે પણ આ સાડીમાં વાઉ લાગે છે. તું એકદમ ખોટી છે. તું એવરેજ નહિ, મસ્ત્ત જ લાગે છે.

ઋતુ – હા તો મેં ક્યાં કહ્યું કે હું ખરાબ લાગુ છું. એવરેજ એટલે, નોર્મલ, બોવ ખાસ નહિ એવી લાગુ છું.

આકાશ – ના હો, તારી વાત ખોટી છે. બીજાની ખબર નહિ, મારી માટે તો તું ખાસ છે.

ઋતુ – અચ્છા ??

આકાશ – હ્મ્મ્મમ્મ્મ્મ....

ઋતુ – એટલું ક્યુટ હમમમ બોલે ને, ત્યારે મન થાય કે તારા ગાલ ખેચી લવ.

આકાશ – તો ખેચીલે, આય એમ ઓલ યોર્સ.

[ઋતુએ હસીને આકાશના ગાલ ખેચવા લાગી.]

આકાશ – બસ બસ હવે, ગાલ વધારે ખેંચીને લાલ થઈ જશે, તો મમ્મીના પૂછવા પર હું શું જવાબ આપીશ ? કે ગાલ કેવી રીતે લાલ થયા ?

ઋતુ – [શરમાઇને, થોડું ચીલ્લાવીને] આઆઆઆકાકાકાકાકાશશશશ.....

આકાશ – [ઋતુ ને ચીડવતા] હમમમ્મ્મ્મમ્મ્મ....

મસ્તી કરતા કરતા આકાશ જ્યાં રહેતો હતો તે સોસાયટી આવી ગઈ. સોસાયટીના ગેટમાં એન્ટર થતા પહેલા આકાશ અને ઋતુ સોસાયટીની બાજુમાં આવેલા રાધા-ક્રિષ્નાના મંદિરમાં ગયા, પોતાના નવા સંબંધની શુભ શરૂઆત કરવા. ભગવાનના આશીર્વાદ લીધા પછી બંનેવ આકાશના ઘર તરફ ગયા. ઋતુ પહેલીવાર આકાશના ઘરે આવી હતી, પણ ઋતુના પેરેન્ટ્સે આકાશનું ઘર જોયું હતું. પોતાની દીકરીને કોઈને આપતા પહેલા, આકાશ વિષે જોયા અને જાણ્યા પછી જ આ સબંધ માટે હા પડી હતી. ઋતુને મમ્મીએ કહ્યું હતું તેવું જ હતું આકાશનું ઘર. રો-હાઉઝની સોસાયટી હતી, એકદમ ચોક્ખી અને સુઘડ. બંનેવ દરવાજા પાસે ઉભા રહ્યા, અને આકાશના મમ્મીએ ઋતુના પગ પાસે એક કંકુના પાણીથી ભરેલી થાળી મૂકી. આ થાળીમાં પગ મુકીને જ ઋતુએ ઘરમાં એન્ટર થવાનું હતું, એટલે ઋતુના કંકુવાળા પગલા આકાશના ઘરમાં પડે.

આકાશના મમ્મી તો પોતાની વહુને જોવામાં જ ખોવએલા હતા. એમની આંખોમાં ઋતુ માટે બસ પ્રેમ જ પ્રેમ છલકતો હતો. એમની આંખોની એ ચમક, ઋતુના રૂપમાં દીકરી મળ્યાની ખુશીની જ તો હતી. ઋતુને બસ વારંવાર એમ જ થતું હતું કે એ ઘણી ખુશનસીબ છે. આકાશના મમ્મી સાથે વાત કરતા કરતા તેણે આકાશના ઘરમાં નજર ફેરવી. તેનું ઘર વ્યવસ્થિત હતું, એવું જેવું ઋતુ ને ગમતું, બોવ ફર્નીચર નહિ અને સાવ ખાલી પણ નહિ, સિમ્પલ પણ સરસ. ઋતુને આવી રીતે ઘરમાં નજર ફેરવતી જોઇને આકાશના મમ્મીએ આકાશને બોલાબીને કહ્યું કે ઋતુને ઘર દેખાડે.

આકાશે ઋતુને ઘર દેખાડવાનું શરુ કર્યું. હોલ પત્યા પછી રસોડું હતું અને તેની બાજુમાં એક બેડરૂમ હતો, જે મહેમાનો માટે હતો. પછી આકાશ ઋતુને સીડીઓથી ઉપર લઈ ગયો, પોતાનો બેડરૂમ દેખાડવા. આ એક માસ્ટર બેડરૂમ હતો. એન્ટર થતા જ સામે બેડ, બેડની એકઝેટ સામે મોટી બાલ્કની હતી અને ત્યાં હિચકો હતો. તે બાલ્કનીથી જમણી તરફ એક નાની ગલી જેવું હતું, જ્યાં ડ્રેસિંગ રૂમ અને મોટો કપબોર્ડ હતો અને એ ગલી પૂરી થતા આગળ બાથરૂમ હતું. ઋતુ રૂમ જોતી જોતી છેલ્લે બાલ્કની પાસે પહોચી, તેને બાલ્કનીવાળી જગ્યા વધારે ગમી, ત્યાંથી એટલો સરસ પવન આવી રહ્યો હતો કે ઋતુ ફ્રેશ થઈ ગઈ. ઋતુએ ફરીને આકાશ સામે જોયું,

આકાશ – આ બેડરૂમ મારો [અટકીને] સોરી.. [ખોટી ઉધરસ ખાઈને] અને થોડા જ સમયમાં આપડો થઈ જશે.

ઋતુ – ઓય શક્તિ કપૂર, દિમાગના ઘોડાને વધારે નહિ દોડાવ. કંટ્રોલ યોર ઈમોશન્સ, કંટ્રોલ.

આકાશ – હજી તો મેં કાઈ વધારે કહ્યું પણ નથી અને તું મને શક્તિ કપૂર કહે છે..ઉભી રે..

અને આકાશ ઋતુ તરફ ભાગ્યો, તેને પકડવા. બંનેવ આમથી તેમ દોડવા લાગ્યાં, પણ ઋતુ આકાશના હાથમાં જ નહતી આવતી. ઋતુ સાડીમાં પણ ભાગવાનું મેનેજ કરી શકી. પણ બસ હવે ઋતુ આકાશના હાથમાં આવાની જ હતી, ત્યારે જ નીચેથી આકાશના મમ્મીનો અવાજ આવ્યો, તે ઋતુને બોલાવી રહ્યા હતા. એ અવાજથી આકાશનું ધ્યાન ભટક્યું, આ મોકો ઋતુ જવા દે તેમ નહતી, એટલે જેવું આકાશનું ધ્યાન ભટક્યું તેવી ઋતુ નીચેની તરફ ભાગી. જતા પહેલા આકાશ ને ઠેંગો દેખાડીને ચીડવતી ગઈ. પણ, આકાશને ગુસ્સો નહિ, હસવું આવતું હતું, ઋતુની આ ક્યુટ હરકત જોઇને.

ઋતુ નીચે આકાશના મમ્મી પાસે ગઈ. આકાશના મમ્મી રસોઈ કરતા હતા એટલે ઋતુ પણ હેલ્પ કરવા લાગી. ઋતુ નું મન એના ડર વિષે વિચારવા લાગ્યું. આ ડર એટલે રસોઈ નો ડર. ઋતુને રસોઈ કરવામાં જરા પણ ઈન્ટરેસ્ટ નહતો. પણ સાવ એવું પણ નહતું કે એને કાઈ બનાવતા નહતુ આવડતું. ડર હતો કે સાસુને ખબર પડી કે મારી રસોઈમાં ખાસ કાઈ ડિગ્રી નથી તો શું હાલત થશે. ઋતુને વિચારોમાં ખોવાએલી જોઇને, આકાશના મમ્મીએ ઋતુ ને પૂછ્યું કે “શું થયું બેટા, ક્યાં ખોવાઈ ગઈ ?” ઋતુને થયું બસ આ જ ચાન્સ છે, જે પણ છે તે પહેલેથી જ કહી દવ, એટલીસ્ટ આ ડર તો જશે મનમાંથી.

ઋતુ – મમ્મી મારે કઈક કહેવું હતું તમને..

આકાશના મમ્મી – હા બોલને બેટા, તું મને કાઈ પણ કહી શકે છે.

ઋતુ – [ડરતા ડરતા] મમ્મી, મને રસોઈમાં બોવ કાઈ ખાસ ફાવતું નથી. આય મીન બેઝીક અને અમુક વસ્તુ આવડે છે જેમકે પાંવ-ભાજી, સેવપુરી, આલુ પરોઠા, બટેટા પોંઆ વગેરે. પણ બધું પરફેક્ટ નથી આવડતું. પણ હું સીખી જઈશ બધું, પ્રોમિસ.

ઋતુ બસ ફટાફટ બધું બોલી ગઈ. આકાશના મમ્મી તો હસવા લાગ્યાં. ઋતુ ને નવાઈ લાગી કે કેમ મમ્મી હસે છે ?

આકાશના મમ્મી – અરે બેટા, તું તો મારા જેવી જ છે. મારે પણ શરૂઆતમાં આવું જ હતું, કે કાઈ આવડતું નહતું અને શીખવાનો ખાસ શોખ પણ નહતો. પણ અહી આવતા ખબર પડી કે આકાશના પપ્પા એટલા ખાસ ખાવાના શોખીન પણ નથી, એમને તો એમ જ લાગે કે ઘરે આટલી મહેનત કરવી તેના કરતા તો બહારથી મંગાવીને અથવા બહાર જઈને જ આરામથી ખાઈ લેવાનું. એટલે તું ટેનશન નહિ લે, ક્યારેક કઈક બનાવવું હશે તો આપડે મળીને બનાવી લેશું.

ઋતુ – હાઈશ, થેંક યુ મમ્મી. તમે મારું બોવ મોટું ટેનશન દુર કરી નાખ્યું.

ઋતુએ ખુશ થઈને આકાશના મમ્મીને હગ કરી લીધું, અને અત્યારે જે બેઝીક શાક રોટલી બનાવવાનું હતું તે બનાવા લાગી. આકાશ ઋતુની સાથે વાત કરવાના બહાના શોધતો, ક્યારેક પાણી પીવાના બહાને, જમવામાં શું બને છે, જમવાનું બની ગયું કે નહિ ? ના બહાના બનાવીને વારંવાર રસોડામાં આંટા મારતો હતો, અને જયારે તેના મમ્મીના જોતા હોય ત્યારે ઋતુને આંખોથી ઈશારા કરતો હતો. આકાશના મમ્મી આ બધું ના સમજે તેવા નાદાન તો નહતા જ, એટલે બસ ખાલી ધીમું હસી લેતા પોતાના દીકરાની આ નવી હરકતો જોઇને.

જમ્યા પછી થોડી વાર બધા સાથે બેઠા, અને આકાશના મમ્મીએ ઘડિયાળમાં જોઇને આકાશને કહ્યું કે ઘણું મોડું થઈ ગયું છે તો હવે ઋતુને તેના ઘરે મૂકી આવ. ઋતુને આકાશના પેરેન્ટ્સ બોવ સારા લાગ્યાં હતા, અને ઘરમાં પણ અજાણ્યું નહતું લાગ્યું એટલે જતા પહેલા આકાશના પેરેન્ટ્સને પગે લાગીને અને પછી આકાશના મમ્મીને હગ કરીને, બંનેવ ઘરની બહાર નીકળ્યા.

આકાશ – મસ્ત્ત માહોલ છે, ઠંડી હવા ચાલે છે, તો બાઈકમાં જશું ? તને ફાવશે ?

ઋતુ – હા, બાઈકમાં જઈએ.

આકાશ – તે સાડી પહેરી છે એટલે પુછુ છુ, બેસતા ફાવશે ?

ઋતુ – શીખવું તો પડશે ને.

[આકાશ બાઈકની ચાવી લઈને આવ્યો, અને બાઈક સ્ટાર્ટ કરતા કહ્યું]

આકાશ – ના ફાવે તો મને ટાઈટલી પકડજે, મેં હું ના.

ઋતુ – [આકાશને ચીટકો ભરતા] લુચ્ચા, તે એટલે જ બાઈક પર જવાનુ કહ્યું હશે ને ?

આકાશ – તો શું, જોને મમ્મીને તે બે-ત્રણ વાર હગ કરી લીધું, અને મને નો હગ. સગાઈ તે મારી સાથે કરી છે કે મમ્મી સાથે ? આય એમ સો જેલસ.

ઋતુ – હાહા, હવે નખરા બંધ કર, અને મને ઘરે મુકીજા.

ઋતુ આકાશની પાછળ બાઈક પર બેસી ગઈ, પણ તે પાછળનું કેરીઅર પકડીને બેઠી હતી, એટલે આકાશ જાણીજોઇને ગાડીમાં વારંવાર બ્રેક લગાવીને બાઈકને જટકા આપતો હતો, પણ થોડું સેફલી બ્રેક મારતો એટલે ઋતુને હેરાન પણ કરાય અને એકસાઈડ બેઠેલી ઋતુ બેલેન્સ ખોઇને પડી ના જાય. ઋતુ પણ સમજી ગઈ, અને એટલે એણે જાણીજોઈને અચાનક જ આકાશને પાછળથી ફીટ પકડી લીધો. આકાશે અચાનક જ જોરથી બ્રેક મારી, અને બાઈકને ઉભી રાખી, એટલે ઋતુ નીચે ઉતરી ગઈ, અને જાણે શું થયું તેની કાઈ ખબર જ ના હોય એવી રીતે બિહેવ કરતા કહ્યું,

ઋતુ – શું થયું ? કેમ અચાનક બ્રેક મારી ?

આકાશ – તું આવું કરે તો બ્રેક જ મારું ને.

ઋતુ – મેં શું કર્યું ? સરખી રીતે તો બેઠી હતી હું.

આકાશ – આવી રીતે અચાનક મને ફીટ પકડીને બેસે તો મને કરંટ તો લાગે કે નહિ ? એટલે બ્રેક મરાઈ ગઈ.

ઋતુ – [જોર જોરથી હસતા] ક્યારનો તું જ હું તને પકડીને બેસું એટલે બાઈક બ્રેક મારીને ચલાવતો હતો અને હવે પકડીને બેઠી તો તું બાઈક ના ચલાવી શક્યો. નક્કી કરીલે કે જી આપ ચાહતે ક્યાં હે ?

આકાશ – [નાટકવાળું ચીડાઈને] હીહી વાળી, ચલ બેસ હવે.

ઋતુ – હાહાહાહાહા...

હવે હેરાન કરવાની વારી ઋતુની હતી એટલે ઋતુનું ઘર આવ્યું ત્યાં સુધી, ઋતુએ બાઈકની પાછળ બેઠા બેઠા આકાશને ગુદગુદી કરવાનું ચાલુ જ રાખ્યું. આકાશને પણ આમાં મજા આવતી હતી. થોડી વારમાં ઋતુનું ઘર આવ્યું, મતલબ કે બંનેવના અલગ થવાનો સમય આવ્યો, પણ બંનેવમાંથી કોઈ એકબીજાથી દુર જવા નહતું ઈચ્છતું. ઋતુના બિલ્ડીંગના ગેટ પાસે જ બાઈક ઉભી રાખીને બંનેવ ઉભા હતા, વિચારતા હતા કે શું વાત કરીને હજી થોડો વધારે ટાઈમ બંનેવ સાથે રહે, ત્યારે જ આકાશને યાદ આવ્યું,

આકાશ – ઋતુ, તારો નંબર તો આપ, નહિ તો આપડે વાત કેવી રીતે કરીશું ?

ઋતુ – [નંબર આપીને] ચલ ઘરે તો આવ, બહારથી જ જતો રહીશ ?

આકાશ – [હવે રહેવાયું નહિ આકાશથી] ઋતુ તને પણ ખબર છે કે આપડે કેમ અત્યારે બહાના બનાવીને અહિયાં ઉભા છીએ.

ઋતુ ચુપ જ હતી. આકાશ જાણે સમજી ગયો હોય તેમ, આકાશે ઋતુનો હાથ પકડીને પોતાની તરફ ખેચી, અને ટાઈટ હગ કર્યું. ઋતુએ પણ પોતાનું માંથું આકાશની છાતી પર મૂકી દીધું, જાણે એના દિલની તેજ થઈ ગયેલી ધડકન સાંભળવા માંગતી હોય. થોડી સેકંડ બંનેવ એકબીજામાં એમ જ ખોવાઈ ગયા. આકાશે ઋતુના માથા પર કિસ કરીને ઋતુને “આય લવ યુ” કહ્યું. ઋતુના ફેસ પર ક્યુટ સ્માયલ આવી ગઈ, અને તેણે કહ્યું “આય નો, આય કેન ફિલ ઈટ.” અને થોડી વધારે ટાઈટ હગ કરીને પછી તેનાથી અલગ થઈ ગઈ. ભલે બંનેવની સગાઇ થઈ ગયેલી, તોપણ હતી તો આ પબ્લિક પ્લેસ જ ને, કોઈ જોવે તો સારું ના લાગે એ વિચારથી જ ઋતુને ઈચ્છા ના હોવા છતા તે આકાશથી અલગ થઈ.

ઋતુ – બાય..

આકાશ – મારા આય લવ યુ ના જવાબનો હું વેઈટ કરીશ.

ઋતુ – બાઈક આરામથી ચલાવજે, અને ઘરે પહોચીને મેસેજ કરજે.

આકાશ – [ઋતુને ગમતું એટલે એને સંભાળવવા] હમ્મ્મમ્મ્મ....

અને ઋતુ જ્યાં સુધી તેની બિલ્ડીંગમાં એન્ટર થઈ ત્યાં સુધી આકાશ ત્યાંજ ઉભો રહ્યો અને તેને જતી જોઈ રહયો. ઋતુપણ જતા જતા વારંવાર પાછળ ફરીને આકાશને જોયા કરતી. અત્યારે ઋતુને કોઈ જ સોંગ કે બીજું કાઈ જ યાદ નહતું આવતું, કેમકે અત્યારે તેના મન, દિલ અને દિમાગ પર બસ આકાશની સાથે સ્પેન્ડ થયેલા મોમેન્ટસ જ ફરી રહ્યા હતા. સામે આકાશના પણ આ જ હાલ હતા, બસ ઋતુના જ વિચાર આવતા હતા.

ગીત ગણગણતી ઋતુ ઘરમાં આવી. હોલમાં ભાઈ-ભાભી અને મમ્મી-પપ્પા ઋતુની જ રાહ જોઇને બેઠા હતા. ઋતુ આવી એટલે મમ્મીએ પૂછ્યું કે કેવો રહ્યો સાસરીમાં પહેલીવાર જવાનો અનુભવ ? ઋતુએ બધી વાત કહેવાની શરૂઆત કરી. ઋતુની વાતોમાં બસ આકાશ, તેના પેરેન્ટ્સ અને એના ઘરના વખાણ જ વખાણ હતા. આ સાંભળીને બધાને બોવ જ ખુશી થઈ રહી હતી. ઋતુ જેવી રીતે સ્માયલ કરીને બધું કહી રહી હતી, તેના પરથી ચોક્ખું દેખાતું હતું કે આકાશને લીધેથી ઋતુ બોવ જ ખુશ છે. બધાનેને રાહત થઈ. રાત થઈ ગઈ હોવાથી બધા ગુડ નાઈટ કહીને પોત-પોતાના બેડરૂમમાં સુવા જતા રહ્યા.

ઋતુ પણ ફ્રેશ થઈને પોતાના બેડ પર આડી પડી. ફ્રેશ થવામાં અને બધા સાથે વાત કરવામાં કલાક જેટલો સમય નીકળી ગયો હતો. ઋતુએ વિચાર્યું કે હવે તો આકાશ તેના ઘરે પહોચી ગયો હશે, એટલે એને મેસેજ કરીને પૂછી તો જોવ કે ઘરે આરામથી પહોચ્યો કે નહિ ? ઋતુએ હાથમાં ફોન લીધો અને વોટ્સએપ ખોલીને જોયું તો અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલા હતા. ઋતુ ને સમજતા વાર ના લાગી કે આ આકાશના જ મેસેજ હશે. એણે તે મેસેજ ખોલ્યા, સૌથી પહેલા આકાશનો નંબર સેવ કર્યો અને પછી આકાશનું વોટ્સએપ પ્રોફાયલ પિક્ચર ખોલ્યું. આકાશ જંપ કરતો હોય એવો ફોટો હતો અને સ્ટેટસમાં “કોન મેરા” સોંગની લાઈન્સ હતી. “ઢુંડ હી લોગે મુજે તુમ...હર જગા અબ તો...મુજકો ખબર હૈ...હોગયા હું....તેરા જબસે....મેં હવા મેં હું....તેરા અસર હૈ....” ઋતુના ફેસ પર સ્માયલ આવી ગઈ. આકાશના “હાય” ના મેસેજનો ઋતુ રીપ્લાય કરવા જતી હતી, ત્યારે જ, આકાશ, જે ફોન હાથમાં લઈને, ઋતુની પ્રોફાયલ ખોલીને, ઋતુના ઓનલાઈન આવાનો વેઈટ કરીને બેઠો હતો, એણે ઋતુને ઓનલાઈન જોઇને તરત જ ઋતુને કોલ કર્યો. ઋતુએ કોલ રીસીવ કર્યો. થોડી સેકંડ માટે બંનેવમાંથી કોઈ કશું ના બોલ્યું, પણ પછી ઋતુએ જ કહ્યું,

ઋતુ – હેહેહેહેહેહેલોલોલોલોલોલો.....

આકાશ – હાએ...ક્યા આવાઝ હે. બસ આવા જ મીઠા અવાજમાં, મારા આય લવ યુ નો જવાબ આપી દેને.

ઋતુ – ઓઓઓઓઓ...[હસતા હસતા] તો તે તારા મતલબ માટે મને કોલ કર્યો છે, હેને ?

આકાશ – અમ્મ્મ...એવું જ કઈક સમજીલે.

ઋતુ – શું કીધેલું તે ? હું ભૂલી ગઈ. ફરીથી કહે તો, મારી યાદાસ્ત થોડી વિક છે.

આકાશ – જો મને તો હજાર વાર પણ આ વાત કહેવામાં કાઈ જ પ્રોબ્લમ નથી. હું કહેતા કહેતા નહિ થાકુ, પણ તું સાંભળીને થાકી જઈશ, દેટ આય...લવ...યુ..

ઋતુ – [હસીને] ઓય...જરા ધીમેથી, કોઈ સાંભળી જશે.

આકાશ – અરે સંભાળે તો ભલે સંભાળે, મારી થનાર ધરમ-પત્ની સાથે જ તો વાત કરું છુ. એ બધું જવા દે, આનો જવાબ દે.

ઋતુ – ઓકે...આય...

આકાશ – હમમ...આય...પછી ? આગળ ?

ઋતુ – આય....આય વુડ સે દેટ યુ હેવ ગ્રેટ ચોઈસ. [અને હસવા લાગી]

આકાશ – હાહાહાહા..ચલ કાઈ નહિ. કિતને ભી તું કરલે સીતમ, હસ હસ કે સહેંગે હમ, યે પ્યાર ના હોગા કમ, સનમ, તેરી કસમ. હું સમજી શકુ છુ. આય લવ યુ કહેવામાં તને કદાચ શરમ આવતી હશે અથવા તો હજી કદાચ એવી ફિલીંગ નહિ આવી હોય, પણ વાંધો નહિ, ટેક યોર ટાઈમ, હું રાહ જોઈશ.

ઋતુ – આનો જવાબ હું આપીશ, પણ આમ ફોનમાં નહિ, જેમ તે કહ્યું એમ હું પણ ફેસ-ટુ-ફેસ કહીશ.

આકાશ – ઓહહો..તો તો આપડે કાલે જ મળીએ. પણ અત્યારે કમસેકમ આ મીઠા મધુર અવાજમાં કોઈ સોંગ તો સંભળાવ, એટલે મને જલ્દી ઊંઘ આવી જાય. પ્લીઝ હો, આમાં ના નહિ પાડતી.

ઋતુ – સારું સારું. કયું સોંગ સાંભળવાનું પસંદ કરીશ ?

આકાશ – મારી કરતા તો તને વધારે ખબર હશે કે કયું સોંગ ગાવું જોઈએ. આફ્ટર ઓલ સિચુઅશનલ સોંગ ગાવામાં તું એક્સપર્ટ છે, એવું તે જ કહ્યું હતું.

ઋતુ – હમમ...ઐસી...કભી પહેલે...હુઈ ના થી ખ્વાહિશે...ઓઓઓ...કિસી...સે ભી મિલને...કી ના કી થી કોશિશે..હમમ...ઉલ્જન મેરી સુલ્જા દે...ચાહું મેં યા ના...તું હી યે મુજકો બતા દે...ચાહું મેં યા ના...અપને તું દિલ કા પતા દે...ચાહું મેં યા ના...

આકાશ – અરે હું તો ક્યારનો કહું છુ કે સે દેટ યુ લવ મી. કેટલો મસ્ત અવાજ છે તારો. તું અહી આવી જાય પછી હું તને આમાં સ્પેશિઅલ ટ્રેનીંગ લેવાના ક્લાસ જોઈન કરાવડાવીશ. આવા ટેલેન્ટને વેસ્ટ ના કરાય.

ઋતુ – થેંક યુ. ત્યાં આવું ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો હવે ગુડ નાઈટ. ઘણું લેટ થઈ ગયું છે. વી શુડ સ્લીપ નાવ.

આકાશ – કોલ ડિસ્કનેકટ કરવો જ પડશે કે ?

ઋતુ – [હસીને] હા આકાશ.

આકાશ – ના ઋતુ, થોડી વાર હજી વાત કરી લેને.

ઋતુ – કાલે આપડે મળવાના તો છીએ. અને તારે સવારે ઓફીસ જવા માટે જલ્દી પણ ઊઠવાનું હશે ને, એટલે સુવાની જરૂર તારે વધારે છે. ગુડ નાઈટ.

આકાશ – અરે કાલે તો સન્ડે છે.

ઋતુ – ઓ હા, હું તો ભૂલી જ ગઈ.

આકાશ – મને તો ઊંઘ આવશે નહિ, પણ તું સુઈજા. આજે આટલા હેવી કપડા પહેરીને તું થાકી ગઈ હોઈશ ને. સુઈજા.

ઋતુ – તું પણ સુવાની કોશિશ તો કર, ઊંઘ આવી જશે. ગુડ નાઈટ. સી યુ ટુમોરો.

આકાશ – [ઉદાસ અવાજમાં] ગુડ નાઈટ.

કોલ ડિસ્કનેકટ તો કરી દીધો, પણ અડધીરાત સુધી બંનેવમાંથી કોઈને પણ ઊંઘ ના આવી. અને ઊંઘની ચિંતા હતી પણ કોને ? અડધીરાત સુધી બંનેવ એકબીજા વિષે, આજના દિવસ વિષે અને હમણાં ફોન પર જે વાતો થઈ તેના વિષે જ વિચારતા રહ્યા. વિચારતા વિચારતા જ મોડેથી ઊંઘ પણ આવી ગઈ.

સવારે ઋતુની આંખ, રાતના ઉજાગરા છતા જલ્દી ખુલી ગઈ. ઋતુ ખુશ જ એટલી હતી કે તેનો ફેસ જોઇને કોઈપણ ના કહી શકે કે રાતે તે ઘણું મોડેસુધી જાગી હતી. નાહીને ઋતુ સીધી મમ્મી પાસે ગઈ, આકાશને આજે મળવાની પરમીશન લેવા. ખબર હતી કે મમ્મી ના તો નહિ જ પાડે, તોપણ મમ્મીને પૂછ્યા વગર ઋતુ કશું ના કરતી. એટલે તેણે મમ્મીને પૂછ્યું અને જેવી મમ્મીએ હા પડી, ઋતુ રીતસર કુદવા લાગી અને મમ્મીને હગ કરીને થેંક યુ કહ્યું, જાનવી ત્યાંજ ઉભી ઉભી હસતી હતી, એટલે ઋતુએ ખુશ થઈને જાનવીને પણ હગ કરી લીધું. બસ હવે ઋતુ વેઈટ કરતી હતી કે ક્યારે સાંજ પડે અને તે આકાશને મન ભરીને જોવે, અને પોતાના દિલની વાત કહે.

આકાશને મેસેજ કરીને કહી દીધું કે મમ્મીએ પરમીશન આપી દીધી છે. આકાશ પણ ખુશ થઈ ગયો, અને ચાર વાગે મળવાનું નક્કી કર્યું. ઋતુ તો બે વાગ્યાની તય્યાર થઈને બેસી ગઈ અને આકાશની રાહ જોવા લાગી. આજે ઋતુએ સફેદ કલરનું તેનું ફેવરેટ ટોપ અને લાઈટ બ્લુ જીન્સ પહેર્યું હતું, અને પોની વાળી હતી. ચાર વાગવામાં થોડીજ વાર હતી ત્યારે ડોરબેલ વાગી. ઋતુ એટલી એકસાઈટેડ હતી આકાશને મળવા માટે કે ફટાફટ જઈને તેણે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ ઋતુ ની બધી એક્સાઈટમેન્ટ મરી ગઈ, કેમકે સામે આકાશ નહિ, વોચમેન હતો જે કઈક કહેવા માટે આવ્યો હતો. અત્યારે ઋતુને વોચમેન પર બોવ ગુસ્સો આવતો હતો, કેમકે ઋતુ ઈચ્છતી હતી કે આકાશ હોય અને આવ્યો વોચમેન. ગુસ્સામાં ને ગુસ્સામાં ઋતુ પાછી સોફા પર આવીને બેસી ગઈ. ઋતુને આમ ચિડાઈ ગએલી જોઇને બધાને હસવું આવતું હતું. બે જ મિનીટ પછી ફરીથી ડોરબેલ વાગી, પણ ઋતુનો ગુસ્સો હજી શાંત નહતો થયો એટલે એ દરવાજો ખોલવા ઉભી ના થઈ. સોફા પર જ બેઠી રહી અને જાનવી દરવાજો ખોલવા ગઈ. ઋતુએ દરવાજા તરફ જોયું પણ નહિ કે કોણ આવ્યું હશે. પણ જેવું જાનવી બોલી કે “આવ આકાશ” તરત જ ઋતુ એક જટકા સાથે ઉભી થઈ અને દરવાજા તરફ જોયું. ઋતુને આવી રીતે ઉભી થએલી જોઇને ઋતુના પપ્પા અને સુરજ જોર-જોરથી હસવા લાગ્યાં એટલે ઋતુને શરમ આવી અને તે પોતાના બેડરૂમમાં જતી રહી.

બેડરૂમમાં આવીને તેણે કાચમાં ફરીથી જોઈ લીધું કે તે બરાબર તો લાગે છેને. થોડીવાર પછી જાનવી હસતા હસતા ઋતુ પાસે આવી અને કહ્યું કે “હવે જા જલ્દી, આકાશને તારી સાથે બહાર જવાની ઉતાવળ થાય છે.” ઋતુ પણ જાનવીની વાત સાંભળીને હસવા લાગી. હાથમાં ક્લચ લઈને હોલમાં ગઈ. ઋતુને જોઇને આકાશ ઉભો થયો અને બંનેવ દરવાજા તરફ ચાલવા લાગ્યાં. ઋતુથી પોતાની એક્સાઈટમેન્ટ કંટ્રોલ નહતી થતી. લીફ્ટમાં કોઈ હતું નહિ એટલે તેણે કહ્યું,

ઋતુ – આજે ક્યાં જવાના આપણે ?

આકાશ – તું કહે, ક્યાં જવું છે તારે ?

ઋતુ – [થોડું વિચારીને] અમમ...ફરીથી જુહુ બીચ જ જઈએ, જ્યાંથી આપડા સબંધની શરૂઆત થઈ છે. એમ પણ અહયા વિલે પાર્લે થી જુહુ કાઈ દુર તો છે નહિ, એટલે પહોચતા પણ વાર નહિ લાગે, પ્લસ શાંતિથી બેસીને, પાણીનો ખળભળાટ સાંભળતા સાંભળતા વાતો કરવાની પણ મજા આવશે.

ઋતુની વાત પૂરી થઈ ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો હતો. લીફ્ટનો ઓટોમેટીક ડોર ખુલ્યો એટલે આકાશે થોડું જુકીને, એક હાથ પોતાના પેટ પર રાખીને અને બીજો હાથ આગળની તરફ લંબાવીને કહ્યું “જો હુકુમ મેરે આકા..” ઋતુ હસવા લાગી. ચાલતા ચાલતા બંનેવ આકાશની બાઈક પાસે ગયા. ઋતુ આકાશના ખભા પર હાથ રાખીને તેની પાછળ બેસી ગઈ એટલે આકાશે બાઈક સ્ટાર્ટ કરી. થોડી વારમાં જુહુ બીચ આવી ગયું. સારી જગ્યા શોધીને જ્યાં ભીડ ઓછી હતી, આકાશ અને ઋતુ બેસી ગયા. થોડી વાર બંનેવ ચુપ-ચાપ પાણીની સામે જોઇને બેઠા રહ્યા, અને ત્યાંની ઠંડી-ઠંડી હવાની મજા લેતા રહ્યા.

ઋતુ – [ધીરેથી] આય લવ યુ.

આકાશ શ્યોર નહતો કે ઋતુ ખરેખર આય લવ યુ બોલી કે આ તેનો વહેમ હતો. આકાશે ઋતુને પૂછ્યું “તે કાઈ કહ્યું ?” ઋતુ ઉભી થઈ ગઈ, અને પોતાના બંનેવ હાથ ફેલાવીને, પુરા જોશથી ચીલ્લાવીને બોલી “આય લવ યુ આકાશ, આય લવ યુ..” આકાશ તો આ સાંભળીને ખુશીથી પાગલ થઈ ગયો, અને ગણપતિ વિસર્જનમાં જેમ બધા મન મુકીને ખુલા દિલ થી, આજુબાજુના લોકોની પરવા કર્યા વગર નાચતા હોય તેવી રીતે આકાશ કોઈ જોશે તો શું કહશે ના ડર વગર, નાચવા લાગ્યો. કેટલી વાર સુધી તે એમજ નાચતો રહ્યો. ઋતુ તેની સામે જોઇને ખુલા દિલથી હસી રહી હતી. મન ભરીને નાચી લીધા પછી આકાશે કહ્યું,

આકાશ – આ પળ તો ડેફીનેટલી કેમેરામાં કેપ્ચર થવી જોઈએ. [ઋતુને પોતાની તરફ ખેંચીને, બીજા હાથમાં ફોન લઈને] લેટ્સ ટેક અ સેલ્ફી ટુગેધર.

આકાશે ફોનમાં ફ્રન્ટ કેમેરો ઓન કર્યો. આકાશ જયારે પીક ક્લિક કરવાના આયકોન પર ક્લિક કર્યું ત્યારે જ ઋતુએ આકાશના ગાલ પર કિસ કરી. બંનેવ ઘટના એકસાથે બની. અને આકાશના એક્સપ્રેશન સ્માયલમાંથી નવાઈમાં કન્વર્ટ થઈ ગયા. આકાશે ઋતુની કિસ એક્સ્પેકટ નહતી કરી. પીક ક્લિક થઈ ગયો એટલે આકાશે, એ જ નવાઈ સાથે ઋતુની સામે જોયું, ઋતુ ને હસવું આવતું હતું.

ઋતુ – આને કહેવાય એક મેમોરેબલ આય લવ યુ મોમેન્ટ . હવે જયારે આપડે ઘરડા થઈને આ ફસ્ટ આય લવ યુ વાળી મોમેન્ટ યાદ કરીને આ પીક જોઈશું ત્યારે કેટલું હસવું આવશે.

[આકાશ હસવા લાગ્યો અને ઋતુને ટાઈટ હગ કરીને કહ્યું]

આકાશ – આય એમ સો લકી ટુ હેવ યુ. રેરલી એવું થાય કે થોડાક જ દિવસમાં એક વ્યક્તિ આપડી આટલી ક્લોઝ આવી જાય. મારીસાથે પણ એવું જ કઈક થયું છે. હજી વધારે ટાઈમ પણ નથી થયો તોપણ આય ફિલ સો કમ્ફર્ટેબલ અરાઉંડ યુ. આય સીરીઅસલી લવ યુ.

ઋતુ – મી ટુ.

ત્યારેજ વાતાવરણમાં પરિવર્તન આવ્યું, અને જોરશોરથી વરસાદનું આગમન થયું. આકાશે ઋતુનો હાથ પકડ્યો અને લાસ્ટ ટાઈમ ગયા હતા એ રેસ્ટોરન્ટની ત્યાં જઈને ઉભા રહી ગયા. ત્યાં વરસાદથી બચવા આકાશ, ઋતુ જેવા થોડા લોકો ઉભેલા હતા, છતા ત્યાં ખાસ ભીડ નહતી. એ રેસ્ટોરન્ટમાં કસ્ટમરને એન્ટરટેન કરવા માટે સોંગ વાગી રહ્યા હતા. અત્યારે, “તુમ પાસ આએ, યુ મુસ્કુરાએ, તુમ ને નાજાને ક્યાં, સપને દિખાએ..” કુછ કુછ હોતા હૈ નું સોંગ વાગી રહ્યું હતું. સોંગ સંભાળે એટલે ઋતુ ખુદને ડાન્સ કરવાથી રોકી જ ના શકે, ભલે એ કેવી પણ જગ્યા હોય કે કેટલા પણ લોકો હોય આજુબાજુમાં. અત્યારે પણ ઋતુથી કંટ્રોલ ના થયું એટલે એના હાથ-પગ ધીરે ધીરે થીરકવા લાગ્યાં. આકાશે આ નોટીસ કર્યું અને આકાશે પોતાનો હાથ ઋતુ તરફ લંબાવ્યો, અને ઋતુને પોતાનો હાથ એના હાથમાં આપવાનો ઈશારો કર્યો. ઋતુને પણ બસ આટલું જ જોઈતું હતું. ઋતુએ પોતાનો હાથ આકાશના હાથમાં આપ્યો અને તે આકાશની નજીક ગઈ. આકાશે પોતાનો બીજો હાથ ઋતુની કમર ફરતે રાખ્યો અને ઋતુએ પોતાનો બીજો હાથ આકાશના ખભા પર મુક્યો. અને ધીમે ધીમે, સંગીતના તાલ પર બંનેવ કપલ ડાન્સ કરવા લાગ્યાં. અને ત્યાં રહેલા લોકો બંનેવ ને ડાન્સ કરતા જોઇને તાળીયો પાડવા લાગ્યાં, બે-ચાર લોકોએ ખુશીથી સીટી પણ વગાડી, ત્યારે આકાશ અને ઋતુને ખ્યાલ આવ્યો કે બંનેવ એક પબ્લિક પ્લેસ પર હતા. બંનેવને હસવું આવી ગયું.

ઋતુ – [એક્સાઈટેડ થઈને] ચાલને, આવા વરસાદમાં બાઈક પર લોંગ ડ્રાઈવ પર જવાની મજ્જા આવશે.

આકાશ – જવામાં પ્રોબ્લમ નથી, પણ તું ભીંજાઈ જઈશ તો તને શરદી થઈ જશે.

ઋતુ – અરે ખાલી શરદી જ થશે ને, મરી થોડી જઈશ. ચાલને, પ્લીઝ.

આકાશ – ઓક, ઓકે. આપડે જઈએ, પણ પ્લીઝ હવે મરવાની વાત નહિ કરતી.

ઋતુ – ઓઓઓઓઓ..કેમ શું થયું ?

આકાશ – [સેન્ટી થઈને] માંડ માંડ તારા જેવી મસ્ત છોકરી મળી છે, એમ કાઈ થોડી મરવા દેવાય.

ઋતુ – [આંખ મારીને] અરે હું મરી ગઈ તો આકૃતિ છે જ ને.

આકાશ – [ચિડાઈને] શેટપ યાર, આકૃતિ ખાલી મારી બેસ્ટફ્રેન્ડ છે.

ઋતુ – [કાન પકડીને] સોરી, સોરી. હવે નહિ કહું. પ્રોમિસ.

આકાશ – તુમ ભી ક્યાં યાદ રખોગી, જાઓ, માફ કિયા.

ઋતુ – [હસીને] જાઓ નહિ, ચલો...લોંગ ડ્રાઈવ પે ચલ..ચલ..

બંનેવ બાઈક પાસે પહોચ્યા અને આકાશે બાઈક સ્ટાર્ટ કરી. ઋતુતો આજે એટલી ખુશ હતી કે પાછળ બેઠી બેઠી ચીલ્લાવતી હતી, “આય એમ સો હેપ્પી.” અને આજુબાજુમાંથી પસાર થતા બાઈક અને કારમાં બેઠેલા લોકોને, આકાશ તરફ આંગળી દેખાડીને, ચીલ્લાવીને કહેતી હતી કે “આય એમ ઇન લવ વિથ ધીસ ગાય.” અને સાંભળનાર લોકો પણ હસવા લગતા.

આકાશ – [હસીને] બસ ઋતુ, કંટ્રોલ યોર ઈમોશન્સ. તને જોનારા લોકો પણ એમ કહેશે કે આટલા સરસ છોકરાને ક્યાં આ પાગલ છોકરી ભટકાણી.

ઋતુ – કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. ઔર હમને પ્યાર કિયા હૈ, ફિર ઇન લોગો સે ક્યાં ડરના. [અને ઋતુને એકસાથે બે-ત્રણ છીક આવી.]

આકાશ – [બાઈકને સાઈડમાં રોકીને, ગુસ્સાથી] કીધું હતું ને મેં તને કે નથી ભીંજાવું, તને શરદી થઈ જશે, પણ ના, તને તો ભીંજાવાનો શોખ જાગ્યો હતો. હવે ચલ, ક્યાંક જઈને તને કોફી પીવડાવું.

[ઋતુ તેની તરફ જોઇને મુસ્કુરાઈ રહી હતી.]

આકાશ – [ગુસ્સાથી] કેમ હસે છે ? આમાં શું હસવાની વાત હતી ?

ઋતુ – [આકાશના ગાલ ખેચતા] કેટલોલોલો...ક્યુટ લાગે છે તું ગુસ્સો કરતી વખતે. તને આમ ક્યુટલી મારી કેર કરતો જોઇને હસું નહી તો શું કરું અક્કુ ?

આકાશ – [સ્માયલ કરીને] ચલ ચલ હવે નખરા બંધ કર. અહી નજીકમાં જ કેફે કોફી ડે છે, ત્યાં જઈને કોફી અને તને ભૂખ પણ લાગી હશે તો કઈક ખાઈએ.

ઋતુ – ના રે, આવા ભીંના કપડામાં સીસીડીમાં થોડી જવાય. મારે કાઈ ખાવું જ નથી, તારી સાથે મજા જ એટલી આવે છે કે ભૂખ-વુખ જ નથી લાગી.

આકાશ – કેમ ના જવાય ? ત્યાં “ભીના કપડામાં અંદર આવવું નહિ” એવું બોર્ડ મેં તો ક્યારેપણ નથી જોયું.

ઋતુ – [હસીને] ના એવું બોર્ડ નથી, પણ મને આજે એક્ચુલી આ સામે રહેલી લારી પરથી ચા પીવાની ઈચ્છા થઈ છે.

આકાશ – બિલકુલ નહિ. એક તો ઓલરેડી શરદી થઈ ગઈ છે તને અને આવી જગ્યા પરથી ચા પીને તારે હજી બીમાર થવું છે ?

ઋતુ – અરે, ઋતુ એમ કાઈ બીમાર પડે એમ નથી. આય એમ સ્ટ્રોંગ ગર્લ.

આકાશ – નાઆઆઆઆઆ...નાઆઆઆઆ....અને નાઆઆઆ...

ઋતુ – પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ....પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ....પ્લીઝ...પ્લીઝ...

આકાશ – બસ હવે. કેટલુ પ્લીઝ કહીશ ?

ઋતુ – તો માનીજાને. કાઈ નહિ થાય મને. બે જ સીપ લઈશ બસ.

આકાશ – ઓકે મારી માં. તારાથી જીતવું ઈમ્પોસીબલ છે.

ઋતુ – યેએએએએએ...

આકાશ અને ઋતુએ પેલા લારીવાળા પાસે જઈને ચા લીધી. અને આકાશે ઋતુને બે થી વધારે એક પણ ચા ની સીપ ના લેવા દીધી. પછી જબરદસ્તી સીસીડીમાં જઈને, પહેલા કોફી પીવરાવી અને પોતાના હાથોથી ઋતુને સેન્ડવીચ ખવરાવી. વરસાદ બંધ થઈ ગયો હતો. ૮:૩૦ થવા આવ્યા હતા એટલે આકાશે બાઈક સ્ટાર્ટ કરી અને બંનેવ ઘર તરફ જવા નીકળ્યા. થોડીજ વારમાં ઋતુનું ઘર આવી ગયું. આકાશે ઋતુના ગેટ પાસે બાઈક ઉભી રાખી, ઋતુ બાઈક પરથી નીચે ઉતરી.

આકાશ – જો, હવે ઘરે જઈને પેલા આ ભીના કપડા ચેન્જ કરી લેજે. હું કોલ કરીને આજે તને હેરાન નહિ કરું એટલે ફોન હાથમાં લઈને ટાઈમ-પાસ કર્યા વગર ઊંઘી જજે. કાલે સવારે હું તને કોલ કરીશ તારી તબિયત કેમ છે એમ પૂછવા...અને...

ઋતુ – [આકાશને અટકાવીને] બસ હવે અક્કુ. ખાલી શરદી થઈ છે એમાં તો તું ડોક્ટર બની ગયો.

આકાશ – તું તો તારું ધ્યાન રાખતી નથી, તો મારે ડોક્ટર બનવું જ પડે ને.

ઋતુ, આકાશને પોતાની આટલી બધી કેર કરતો જોઇને ઈમોશનલ થઈ ગઈ અને એણે આકાશને ટાઈટ હગ કરીને ધીમેથી આકાશના કાનમાં ફરીથી આય લવ યુ કહ્યું. આકાશ પણ “આય લવ યુ મોર” કહેતા, ઋતુના વાળમાં હાથ ફેરવવા લાગ્યો. એકબીજાથી અલગ તો નહતું થવું પણ થવું પડ્યું. ક્યુટ સ્માયલની સાથે, આકાશે ઋતુને બાય કહીને “ટેક કેર” કહ્યું. અને પોત-પોતાના ઘર તરફ બંનેવ ઇચ્છવાના છતા ચાલવા લાગ્યાં.

રોજ રાતે ફોનમાં બે-ત્રણ કલાક વાત કરવી, અને દરેક સન્ડે મળવું, એ આકાશ અને ઋતુનું રૂટીન બની ગયું હતું. બંનેવને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું જ નહિ. બંનેવ એકબીજાની બોવ નજીક આવી ગયા હતા, કાઈ પણ વાત હોય, નાની કે પછી મોટી, એકબીજાને કહેવી જરૂરી લગતી, અને જ્યાં સુધી પોતાની નાની-નાની ખુશીયો કે દુખ એકબીજસાથે શેર ના કરતા, ત્યારે કઈક ખૂટતું હોય તેવું ફિલ કરતા. હજી તો એક જ મહિનો થયો હતો બંનેવની સગાઈ ને, પણ બંનેવ એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા, એટલા નજીક જાણે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય.

ઋતુ, હાથમાં ફોન લઈને બેઠી હતી, અને વેઈટ કરતી હતી કે કોણ આજે એને સૌથી પહેલા બર્થડે વિશ કરશે ? આકાશ કે પછી તેના બેસ્ટફ્રેન્ડસ નવ્યા અને પ્રાચી ? કન્ફયુઝન પણ હતી અને એક્સાઈટમેન્ટ પણ હતી. ઋતુને દરેક બર્થડેમાં તો જાણે ફિક્સ જ હોતું, નવ્યા અને પ્રાચી કોન્ફેરેન્સ કોલ કરીને એકસાથે ઋતુ ને રાતે ૧૨ વાગે વિશ કરતા. પછી જાનવી-સુરજ અને મમ્મી-પપ્પા એકસાથે આવીને, બર્થડે સોંગ ગાઈને જે કેક લાવતા, તે કેક ઋતુ કટ કરતી. પણ આવખતે તો આકાશ પણ હતો. આકાશની સાથે ઋતુનો ફસ્ટ બર્થડે હતો એટલે ટેનશનમાં જ ઋતુ હાથમાં ફોન લઈને બેઠી હતી. હજી તો ૧૧:૪૫ જ વાગ્યા હતા, ત્યારે આકાશનો કોલ આવ્યો. ઋતુના ફેસ પર મોટી સ્માયલ આવી ગઈ, અને મનમાં વિચાર આવ્યો કે આવખતે તો આકાશ જ મને સૌથી પહેલા વિશ કરશે. ઋતુએ કોલ રીસીવ કર્યો.

ઋતુ – હેલોલોલોલો....

આકાશ – ઓઓઓહોઓ મારી બર્થડે ગર્લ, બોવ ખુશ લાગે છેને કાઈ.

ઋતુ – ખુશ તો હોવ જ ને, આવખતે મારા બર્થડે પર તુ પણ હોઈશ મારી સાથે.

આકાશ – હ્મ્મ્મમ્મ્મ્મ.... ચલ જલ્દીથી રેડી થઈને નીચે આવ.

ઋતુ જલ્દીથી રેડી થઈને નીચે ગઈ. તેનાથી વેઈટ નહતું થતું, બસ મન થતું હતું કે જલ્દી જઈને આકાશને ટાઈટ હગ કરીલે. ઋતુ બોવ જ એક્સાઈટેડ હતી આ સરપ્રાઈઝથી, એનાથી બીલીવ જ નહતું થતું કે આકાશ એને બર્થડે વિશ કરવામાટે , રાતે ૧૨ વાગે આવ્યો છે. ૧૨ વાગવામાં હજી ૫ મિનીટની વાર હતી એટલે બાકી બધા સુતા હશે કે પછી સુવાનું નાટક કરતા હશે, જે હોય તે, ઋતુ ઘરની ચાવી લઈને લીફ્ટમાં ગઈ અને ૨ જ મિનીટમાં નીચે પહોચી ગઈ. આકાશને જોઇને સીધી તેના તરફ ભાગીને એને હગ કરી લીધું. આકાશે પણ એને ખુશીથી ઉચકી લીધી. ત્યારેજ ક્યાંક છુપાઇ ગયેલા નવ્યા અને પ્રાચી બહાર આવ્યા.

નવ્યા અને પ્રાચી – સરપ્રાઈઝ...

[ઋતુ ફરીથી શોક થઈ ગઈ, અને તે નવ્યા, પ્રાચી પાસે ગઈ.]

ઋતુ – ઓય, તમે બંનેવ અહી ક્યાંથી ? આય મીન આટલું લેટ ?

પ્રાચી – આકાશે જ અમને કબાબમાં હડ્ડી બનવા ઈનવાઈટ કર્યા તો અમે થોડી ના પાડીએ અહી આવાની.

નવ્યા – અમે આકાશની સાથે જ આવ્યા છીએ અને આવી રીતે એકસાથે વિશ કરવાનો પ્લાન પણ આકાશનો જ હતો.

પ્રાચી – [પોતાની વોચમાં જોઇને] ૧૨ વાગી ગયા ઓય..

આકાશ, નવ્યા અને પ્રાચી – હેપ્પી બર્થડે ટુ યુ...હેપ્પી બર્થડે ટુ ડીઅરેસ્ટ ઋતુડી....હેપ્પી બર્થડે ટુ યુ.

[ત્રણેવએ એક સાથે ઋતુને હગ કર્યું. અને ફરીથી હેપી બેર્થડે વિશ કર્યું.]

ઋતુ – [આંખમાં ખુશીના આંસુ સાથે] થેંક યુ...થેંક યુયુયુયુ સોઓઓઓ મચ. આ વન્ડરફુલ સરપ્રાઈઝ માટે, સીરીઅસલી ગાયઝ. આય લવ યુ. પણ ચાલો હવે ઘરે જઈએ. બધા કેક લઈને મને શોધતા હશે કે આ ક્યાં ગાયબ થઈ ગઈ ?

નવ્યા – જાની...અભી તો સરપ્રાઈઝ દેના શુરુ હુઆ હે.

ઋતુ – એટલે ?

પ્રાચી – એટલે એમ કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.

ઋતુ – [ખુશીથી ઉછળીને] વોહ્હ... હજી શું બાકી છે ? જલ્દી બોલો..

[આકાશ ક્યાંક જાય છે]

ઋતુ – ઓય, આકાશ ક્યાં જાય છે ? [નવ્યા અને પ્રાચીને] તમે બંનેવ તો બોલો, આ મારો હિરો ક્યાં ગયો. મારા બર્થડે પર ગીફ્ટના રૂપમાં કોઈ સોતન તો નથી આપવાનો ને ?

નવ્યા – સબર કર બેટા સબર..

[આકાશ હાથમાં કાઈ લઈને આવ્યો.]

ઋતુ – [આંખો પહોળી કરીને, મોઢા પર બંનેવ હાથ મુકીને] ઓહહ માય ગોડ....[ચીલ્લાવીને] ઓઓઓઓ માય ગોડ...આઆઆઆઆ....[કુદીને] સીરીઅસલી ??? ગોલ્ડન...રીટ્રાયવર...?? મારીઈઈઈઈ....માટે.???

પ્રાચી – [હસીને] હા બેટા, આમ અટકી અટકીને નહી બોલ, તારી માટે જ છે.

આકાશ – [ઋતુના હાથમાં એનું ગીફ્ટ આપીને] ઋતુ, આ ગલુડિયું તારું.

ઋતુ – [ગલુડિયાના માથાપર હાથ ફેરવતા] ઓય, ગલુડિયું નહિ, પુચકીન નામ છે એનું.

[ત્રણેવ હસવા લાગ્યા.]

આકાશ – હજી તો હાથમાં આવ્યું જ છે અને તે એનું નામ પણ પાડી દીધું.

ઋતુ – હા તો, શુભ કામ મેં દેરી કેસી. [પુચકીન નો ફેસ પોતાની તરફ ફેરવીને] હેને પુચકીન ?? કેટલું ક્યુટ અને સોફ્ટ છે. ચલો પુચકીન ઘરે જઈએ અને આજે બાકી બધાને સરપ્રાઈઝ આપીએ.

પ્રાચી – વાહ્હ..ખાલી પુચકીન ને જ ઘરે લઈ જઈશ ?

આકાશ – પોતાને જોઈતું હતું એ મળી ગયું એટલે અમને ભૂલી જવાના..નોટ ફેર.

નવ્યા – ના હો. હું તો કેક ખાધા વગર ઘરે નથી જવાની.

ઋતુ – હાહાહા.. નોટંકી છોડો અને ઘરે ચલો. ૧૨:૩૦ વાગવા આવ્યા. પેલા લોકો મને શોધતા હશે, ઉપરથી હું મારો ફોન પણ ભૂલી ગઈ છુ, અને એમ પણ મમ્મીને તો પપ્પીઝ ગમે નહિ એટલે સૌથી વધારે તો એ જ ખીજાવાના છે મને, પણ પ્લીઝ આકાશ તું આજે બચાવી લેજે મને.

જાનવી-સુરજે વિચાર્યું કે હર વખતે ઋતુને ૧૨ વાગે વિશ કરીએ છીએ, એ તો ઋતુને ખબર જ છે, કે હમણાં ૧૨ વાગશે અને એકસાથે બધા કેક લઈને વિશ કરવા આવશે. પણ આવખતે આપડે ઋતુએ એક્સ્પેકટ ના કર્યું હોય એવું કરીએ. ૧૨ વાગે વિશ નહિ કરીએ એટલે ઋતુને લાગશે કે આપડે બર્થડે ભૂલી ગયા અને ઋતુ સુઈ જશે. આ વખતે પણ કેક-વેક સાથે આપડે ઋતુના રૂમમાં જઈને તેને વિશ કરશું બસ ખાલી ટાઈમ ચેન્જ કરવાનો છે. ૧૨ વાગ્યાની જગ્યાએ ૧૨:૩૦ એ વિશ કરશું, એને ઊંઘમાંથી ઉઠાડીને અને વેઈટ કરાવીને હેરાન કરશું. આ બધો પ્લાન ઋતુના બર્થડેની આગલી રાતે જ, જયારે ઋતુ ઘરે નહતી ત્યારે ડિસ્કસ થઈ ગયેલો. ૧૨:૨૫ થઈ એટલે બધા પોતાના બેડરૂમમાંથી બહાર આવીને હોલમાં ભેગા થયા. ઋતુના બેડરૂમ તરફ નજર કરી, બેડરૂમનો દરવાજો બંધ હતો એટલે બધાને લાગ્યું કે ઋતુ સુતી હશે. ફટાફટ હોલમાં કેક ગોઠવી દીધી અને ઋતુના બેડરૂમમાં જઈને સરપ્રાઈઝ એમ કહેવા ગયા, તો જોયું કે ઋતુ પોતાના રૂમમાં હતી જ નહિ. બધા વિચારવા લાગ્યાં કે આ ઋતુ અત્યારે ક્યાં ગઈ હશે ? ફોન પણ નથી લઈ ગઈ. હવે કેમ ખબર પડશે કે ક્યાં ગઈ છે તે ? ટેન્શનમાં જ વિચારતા વિચારતા બધા હોલમાં આવ્યા, ત્યારે જ ચાવીથી ઘરનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. બધાની નજર દરવાજા તરફ ગઈ, દરવાજ ખુલ્યો...

નવ્યા અને પ્રાચી – ઢેન...ટેનેન..

ઋતુ – સરપ્રાઈઝ..

મમ્મી-પપ્પા, જાનવી-સુરજ બધા ચોંકી ગયા, આ તો સરપ્રાઈઝની સામે સરપ્રાઈઝ મળ્યું. વિચારવા લાગ્યાં કે આકાશ, નવ્યા અને પ્રાચી એકસાથે કેવી રીતે ? અને ઋતુ ક્યારે ગઈ આલોકો સાથે ? આ નવા મહેમાન, એટલે કે આ ગલુડિયું ક્યાંથી આવ્યું ? બધાને એકદમ ચોકી ગએલા જોઇને ઋતુએ જે પણ બધું હમણાં થયું હતું એ બધી વાત કરી. અને પછી છેલ્લે કહ્યું કે “અરે, મને બધા વિશ તો કરો.” બધા હસવા લાગ્યાં. ઋતુ હોલમાં મુકેલી કેક તરફ ગઈ અને તેણે કેક કટ કરી. બધાએ તાળીયો સાથે બર્થડે સોંગ ગાયું. ઋતુએ બધાને થેંક યુ કહીને, કેક ખવરાવી, મમ્મી-પપ્પાને પગે લાગ્યા પછી હગ કર્યું. પોતાના મોઢામાં કેકનું એક પીસ પધરાવતા ઋતુએ કહ્યું,

ઋતુ – આ મારો બેસ્ટ, બેસ્ટ, બેસ્ટમ બેસ્ટ બર્થડે છે. થેંક યુ સો મચ, આવા મસ્ત સરપ્રાઈઝ માટે અને આટલો બધો પ્રેમ કરવા માટે. [બધાની તરફ ફલાઈંગ કિસ કરતા] લવ યુ ઓલ.

આકાશ – મમ્મી, હું ઋતુ માટે આ ગલુડિયું...

ઋતુ – [આકાશને અટકાવીને] ગલુડિયું નહિ, પુચકીન.

આકાશ – હા બાબા, પુચકીન. મમ્મી આ પુચકીનને ઘરે રાખવામાં કાઈ વાંધો તો નથી ને ?

ઋતુના મમ્મી – [હસીને] હા, કાઈ વાંધો નથી આ પુચકીનને રાખવામાં.

ઋતુ – મમ્મી...દીઝ ઈઝ જસ્ટ નોટ ફેર. આટલા વર્ષોથી હું તને મનાવતી હતી કે આપડે એક મસ્ત નાનું ક્યુટ પપ્પી લઈએ, તો તે એક પણ વાર મને હા ન પાડી. અને હવે આકાશે ખાલી એક જ વાર કહ્યું તો તું માની ગઈ. [મોઢું ફુલાવીને] ચીટીંગ છે યાર આ તો...

ઋતુના મમ્મી – સારું આકાશ, તું લઈ જજે આ ગલુડિયું, અમે નહિ રાખીએ.

ઋતુ – અરે ના ના, હું તો ખાલી મજાક કરતી હતી.

[બધા હસવા લાગ્યાં.]

ઋતુ નો એ બેર્થડે, મોસ્ટ મેમોરેબલ રહ્યો. બર્થડેની રાતે, આકાશ અને ઋતુ એકલા ફરવા ના ગયા, કેમક ઋતુનો તેના પેરેન્ટ્સ સાથે આ લાસ્ટ બર્થડે હતો અને આકાશ સાથે એકલા આવી રીતે બર્થડે સેલીબ્રેટ કરવાના ચાન્સ આવાના જ હતા. એટલે ઋતુની ઈચ્છા મુજબ, આકાશના પેરેન્ટ્સ, ઋતુના પેરેન્ટ્સ, જાનવી, સુરજ, નવ્યા, પ્રાચી, આકૃતિ, પુચકીન, ઋતુ અને આકાશ એક સારી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ડીનર માટે ગયા. બોવ બધી વાતો અને મસ્તી મજાક સાથે ઋતુનો સ્પેશિઅલ ડે પૂરો થયો.

ઋતુ હવે આખો દિવસ બસ પુચકીન સાથેજ રહેતી. પુચકીન સાથે રહેવું ઋતુને બોવ ગમતું. પુચકીનને વોક પર લઈ જવું, નવડાવવું, ખવડાવવું, બધાજ કામ ઋતુ જાતે જ કરતી. પુચકીનને કાઈ ને કાઈ શીખવ્યા કરતી. આકાશની સાથે જયારે પણ ફોનમાં વાત કરે ત્યારેપણ તે પુચકીન વિષે જ કહ્યા કરતી, પુચકીને આજે આમ કર્યું, તેમ કર્યું, આ શીખ્યું વગેરે. એકવાર આકાશસાથે ઋતુ ફોનમાં આ જ વાત કરતી હતી,

આકાશ – આ પુચકીન તો યાર સોતન બની ગયો છે મારી.

ઋતુ – આપ્યો પણ તે જ છેને, અને તારી આપેલી કોઈ પણ વસ્તુને હું પ્રેમથી સાચવું જ ને.

આકાશ – પણ એમાં મને ભૂલી જવાનો ?

ઋતુ – અમમ...ક્યાંકથી બળવાની વાસ આવતી હોય એવું નથી લાગતું ?

આકાશ – આવે જ ને. મારું દિલ સળગી રહ્યું છે. મારી વાતો કરવાના બદલે તું બીજાની સાથે હવે પુચકીનની વાત કરે છે અને ઈવન મારીસાથે ફોનમાં પણ પુચકીનની જ માળા જપ્યા કરતી હોય છે. મને મળવી જોઈએ તે બધી હગ અને કિસીસ પુચકીનને મળે છે. નોટ ફેર. મન થાય છે પુચકીન ને પાછો મૂકી આવુ.

ઋતુ – હાહાહા...આટલી બધી જલન ? સેહત કે લિયે ઠીક નહિ હૈ.

આકાશ – ઋતુ, આય એમ સીરીઅસ.

અને ઋતુએ આકાશને ફોનમાં જ ઘણી બધી કિસીસ આપી, સાથે એમ પણ કહ્યું કે આકાશને તે ઘણો પ્રેમ કરે છે, પુચકીનથી પણ વધારે. આકાશને આ વાત સાંભળીને હસવું આવી ગયું.

લગ્નની તારીખ નજીક આવતી જતી હતી. ૬ મહિના પછી લગન હતા એટલે એની શોપિંગ કરવામાં અને બીજી બધી તય્યારી કરવામાં, ઋતુ અને આકાશના ફેમિલી મેમ્બર્સ બીઝી રહેતા, એટલે ઋતુ અને આકાશ હવે ક્યારેક જ મળી શકતા, પણ ફોનમાં ૧-૨ કલાક વાત કરીને અને ટાઈમ મળે ત્યારે ચેટ કરીને બંનેવ આ કમી પૂરી કરી લેતા. ક્યારેક ક્યારેક ઋતુ, આકાશના મમ્મીના કહેવાથી આકાશના ઘરે પણ જતી, એટલે આકાશના મમ્મી સાથે પણ ઋતુને સારું ફાવી ગયું હતું, એ બહાને બંનેવ મળી લેતા. પણ હવે તો બંનેવથી રહેવાતું જ નહતું, એમ થતું કે ક્યારે લગ્ન થાય અને ક્યારે બંનેવને આવી રીતે મળવા માટે તરસવુંના પડે, મળવા માટે બહાનાના શોધવા પડે.

પાંચ મહિના તો શોપિંગ, કંકોત્રી ફાયનલ કરવામાં, મહેમાનો ને ઇનવાઈટ કરવામાં અને વેન્યુ ડીસાઈડ કરવામાં જ નીકળી ગયા. લગ્નને એક મહિનાની વાર હતી ત્યારે સંગીત સંધ્યામાં ડાન્સ કરવા માટે કોરીઓગ્રાફરને બોલાવીને એની પણ તય્યારીયો થવા લાગી. ઋતુ અને આકાશના એટલા બધા નજીકના સબંધીઓ નહતા, અને બધા મળીને આ ફંકશનની મજા લઈ શકે એટલે ઘરના બધા મોટા લોકોએ નક્કી કર્યું કે સંગીત સંધ્યાનું ફંકશન બંનેવના સબંધીઓ સાથે મળીને એક જ જગ્યા પર કરશે. ઋતુ અને આકાશ માટે તો આ સુવર્ણ તક સમાન હતી, ડાન્સની પ્રેકટીસ કરવાના બહાને હવે રોજ બંનેવ મળી શકતા. આકાશ અને ઋતુના પેરેન્ટ્સ, ફ્રેન્ડસ, કઝીન્સ, ભાઈ ભાભી બધા કોઈ ને કોઈ સોંગ પર ડાન્સ કરવાના હતા. જે ફાર્મમાં લગ્ન અને સંગીતનું ફંકશન થવાનું હતું, એ ફાર્મ એક મહિના માટે જ બુક કરી દીધેલું, એટલે ડાન્સની પ્રેક્ટીસ પણ ત્યાં જ થતી.

ડાન્સ પ્રેકટીસ વખતે પણ ઘણી મસ્તી થતી. જયારે કોરીઓગ્રાફર આકાશ અને ઋતુ ને ડાન્સ શીખવતો ત્યારે આકૃતિ, નવ્યા અને પ્રાચી, ત્રણેવ મળીને કાઈ ને કાઈ કમેન્ટ કરીને બંનેવને ખીજવતા, હેરાન કરતા, હસાવતા. બંનેવને આ બધું સંભાળવાની મજા આવતી, મનમાં ગલીપચી થતી. ક્યારેક મોકો મળતા આકાશ પણ નવ્યા અને પ્રાચીની ટાંગ ખેચતો. આકાશ અને ઋતુ આવતા તો અલગ-અલગ હતા પણ જાનવી કોઈ ને કોઈ બહાના બનાવીને આકાશને કહેતી કે ઋતુને ઘરે મુકી જાય. આકાશને તો ભાવતું હતું ને વેદે કીધું જેવું થતું. રોજ બંનેવ વાતો કરતા કરતા ઘરે પહોચતા અને બીજો દિવસ ક્યારે ઉગે, જેથી બંનેવ ફરીથી ડાન્સ પ્રેક્ટીસના બહાને મળી શકે તેની રાહ જોતા.

લગ્નને હવે ફક્ત ત્રણ દિવસની વાર હતી. ઋતુના હાથમાં આકાશના નામની મહેંદી લાગી રહી હતી. જીણી જીણી ડીઝાઈન વાળો, ઋતુનો મહેંદીથી ભરેલો આખો હાથ મસ્ત લાગી રહ્યો હતો. ઋતુએ તરત નવ્યાને તેની મહેંદીવાળા હાથનો પીક લઈને આકાશને સેન્ડ કરવાનું કહ્યું. આ ત્રણ દિવસ, બંનેવે નક્કી કર્યું હતું કે હરેક મોમેન્ટ પર બંનેવ ને શું નવું નવું ફિલ થઈ રહ્યું છે, એ એકબીજા સાથે શેર કરશે. પુચકીન પણ ઋતુની આજુ-બાજુમાં જ ફર્યા કરતો હતો. ઋતુને લાગયું કે કદાચ પુચકીનને થતું હશે, ઋતુ એને મુકીને જતી રહેશે. એટલે એક વાર ઋતુએ મહેંદી નીકળ્યા પછી, પુચકીનને હાથમાં લઈને કહ્યું “ટેનશન નહિ લે પુચકીન, હું તને મારી સાથે લઈ જઈશ.” ઋતુને આવી રીતે પુચકીન સાથે વાત કરતી જોઇને નવ્યા અને પ્રાચી પણ હસવા લાગ્યાં અને કહ્યું “અમને પણ તારી સાથે લઈ જજે, અમને પણ નહિ ગમે તારા વગર.”

ઋતુ – ના રે, તમને લઈ જવું થોડું રિસ્કી છે, ક્યાંક આકાશને તમે બંનેવ ગમી ગયા તો ? મેરા ક્યાં હોગા ?

નવ્યા – તો તું બીજો ગોતી લેજે.

ઋતુ – [બંનેવના કાન પકડીને] તો પછી તમે જ કોઈ મસ્ત છોકરો શોધી લો ને, મેરેવાલે કે પીછે કયું પડી હો?

સંગતી સંધ્યાના ફંકશનની બધી તય્યારી થઈ ગઈ હતી. એક મોટા સ્ટેજ પર ઓરકેસ્ટ્રાવાળા અને સિંગર, ડાન્સ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી સોંગ ગાઈને મહેમાનોને એન્ટરટેન કરી રહ્યા હતા. સ્ટેજની સામે ઘણી બધી ચેર્સ મુકેલી હતી. અમુક મહેમાનો જમવાના કાઉનટર પર વાતો કરતા કરતા, જમવાની મજા લઈ રહ્યા હતા. બીજી બાજુ ફોટો સેશન ચાલી રહ્યો હતો, આકાશ અને ઋતુનો. ફ્રેન્ડસ સાથે, પેરેન્ટ્સ સાથે અને ભાઈ ભાભી સાથે ફોટોઝ કિલક થઈ રહ્યા અને સ્ટેજ પર અનાઉન્સમેન્ટ થઈ, દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી માટેની.

પિંક અને વાઈટના કોમ્બીનેશનવાળું ઇન્ડો-વેસ્ટર્ન પહેરીને ઋતુ, બ્લેક અને વાઈટ જોધપુરી પહેરેલા આકાશના હાથ માં હાથ પરોવીને, જેવા એન્ટર થયા, “દહેલીઝ પે...મેરે દિલ કે...જો રખે હૈ તુને કદમ...તેરે નામ પે...મેરી ઝીંદગી...લીખ દી...મેરે હમદમ...હા સીખા મેને...જીના...જીના...” સોંગ પ્લે થયું. બંનેવ સ્ટેજ તરફ આગળ વધ્યા અને એમની પાછળ આકૃતિ, નવ્યા અને પુચકીનને હાથમાં લઈને પ્રાચી ચાલતા હતા. એન્કરે ઋતુ અને આકાશને સ્ટેજ પર આવવા કહ્યું એટલે નવ્યા, આકૃતિ, પ્રાચી અને પુચકીન, સ્ટેજ પાસેની ચેર પર બેઠેલા આકાશ અને ઋતુના પેરેન્ટ્સ અને જાનવી-સુરજ પાસે બેસી ગયા.

એન્કર – વોહો, કેટલી સરસ જોડી લાગી રહી છે બંનેવની, એમની માટે થોડી તાળીયો તો બનતી હૈ.

[બધા મહેમાનો એ તાળીયો પાડી]

એન્કર – બસ આટલી જ ? હમણાં જ જમીને આવ્યા, જરા જોશ તો દેખાડો.

[મહેમાનો બમણા જોશ થી તાળીયો સાથે અવાજ કરવા લાગ્યાં.]

એન્કર - [આકાશ અને ઋતુને ગુસપુસ કરતા જોઇને] ઓહો.. પ્રેમી પંખીડા. આમનો પ્રેમ તો જુઓ જરા. તો...બધી પરફોર્મન્સ શરુ થાય એના પહેલા, આપડે આકાશ અને ઋતુના મનમાં ચાલી રહેલી વાતો સાંભળીયે. શું કહો છો ?? [મહેમાનો તરફ માઈક રાખીને] હા કે ના ?

[બધાએ હાઆઆઆઆઆ કહીને સાથ દીધો.]

એન્કર – લેડીઝ ફસ્ટ, તો પહેલા ઋતુ, જે અત્યારે પ્રિન્સેસ જેવી લાગી રહી છે, એને પૂછીએ, કે શું વિચાર છે એના આપડા હિરો આકાશ માટે ?

એન્કરે ઋતુના હાથમાં માંઈક આપ્યું એટલે બધા મહેમાનો એ વોઓઓઓઓઓ..... યેયેયેયે.....કરીને અવાજ કરવા લાગ્યા.

ઋતુ – [એન્કર તરફ જોઇને] થેંક યુ સો મચ ફોર દ કોમ્પ્લીમેન્ટ. [મહેમાનો સામે જોઇને] થેંક યુ કે તમેબધા અમારી ખુશીઓમાં શામિલ થવા આવ્યા. [આકાશ તરફ જોઇને] શું કહું એની વિષે ?? આકાશ...

[મોટી સ્માયલ કરીને ઋતુ અટકી ગઈ.]

એન્કર – આકાશનું નામ લેતી વખતે આ જે તમારા ફેસ પર સ્માયલ આવી ગઈ છે, તે જ ઘણું બધું કહી જાય છે. પણ અમને એને શબ્દોમાં સંભાળવું ગમશે.

[આકાશ ફક્ત સ્માયલ કરી રહ્યો હતો ઋતુ સામે જોઇને.]

ઋતુ – આકાશ....એક બોવ જ સારી વ્યક્તિ છે. એની આસપાસ રહેલા બધા લોકોનું ધ્યાન રાખે એવી કેરીંગ વ્યક્તિ છે. દિલદાર, મસ્ત મોલા, સ્વીટ, કોઈનીપણ હેલ્પ કરવા રેડી થઈ જાય એટલા મોટા દિલવાળી વ્યક્તિ છે. મને યાદ છે જયારે અમે ફસ્ટ ટાઈમ મળ્યા હતા, મને એની સાથે વાત કરીને જરા પણ ઓકવર્ડ ફિલ ના થાય એનું તેણે ધ્યાન રાખેલું. એક નાનો છોકરો, જે તેનો કાઈજ નહતો લાગતો એની તેણે હેલ્પ કરેલી. હું આકાશને મળી, એની પહેલા ભાભીને હમેશા કહેતી, કે લગ્ન પછી પ્રોબ્લેમ્સ જ તો ફેસ કરવાની હોય, અમુક જવાબદારી, બાળકો અને ખબર નહિ બીજી કેટલી બધી વસ્તુઓ. એટલે મેં કેટલાક સવાલો મનમાં ગોઠવીને રાખ્યા હતા, જેમાં એક સવાલ એ હતો કે લગ્ન શા માટે કરવા જોઈએ? [હસીને] તમને એવું લાગતું હશે કે કદાચ આકાશે મારા આ સવાલ નો કોઈક મસ્ત્ત જવાબ આપ્યો હશે એટલે મેં તેની સાથે લગ્ન કરવાની હા પાડી. અમમ...ના.. એણે જવાબ તો આપ્યો, પણ શબ્દો થી નહિ, એના વર્તનથી. એને પોતાને જ ખબર નહતી કે એણે મને જવાબ આપી દીધો, સમજાવી દીધી તેની એ બધી નાની નાની વર્તણુકથી. મને દિલથી એટલું સારું ફિલ થઈ રહ્યું હતું કે બસ હવે કોઈ સવાલ કે જવાબની જરૂર ના રહી. મને સમજાયું કે પ્રોબ્લેમ્સ તો રહેવાની જ લાઈફમાં, પણ તમારી સાથે જો રાઈટ લાઈફ પાર્ટનર હોય, તો એ બધી પ્રોબલ્મ્સ એકદમ તુચ્છ છે. અને આકાશને મળીને મને લાગ્યું કે હા, આકાશ સાથે હશે તો મુશ્કેલીઓ પણ ખુશીમાં કન્વર્ટ થઈ જશે.

આકાશ, જે ઋતુની બાજુમાં જ ઉભો હતો ઋતુ નો હાથ ફીટ પકડીને, એણે તે હાથ પર ધીરેથી કિસ કરીને આય લવ યુ કહ્યું. અને “તુમસે...મિલકે...ઐસા લગા...તુમસે મિલકે....અરમાન હુએ..પૂરે દિલ કે...એ મેરી જાન-એ-વફા....તેરી મેરી મેરી તેરી..એક જાન હૈ...” સોંગ પ્લે થયું. બધા મહેમાનો પણ આ બંનેવનો પ્રેમ જોઇને, ખુશ થઈને જોશથી તાળીયો પાડી રહ્યા હતા.

એન્કર – ઋતુએ તો સરસ શબ્દોમાં એનું હાલ-એ-દિલ બયાન કરી દીધું. તો આકાશ પણ કેમ બાકી રહી જાય ? [આકાશને માંઈક આપીને] ઓડીઅન્સ, ચીઅર કરો આકાશ ને...

આકાશ – અમમ...ઋતુએ કાઈક વધારે જ વખાણ કરી દીધા મારા. [હસીને] હું એટલો પણ સારો નથી. બટ થેન્ક્સ લવ. ઋતુ વિષે ક્યાંથી શરૂઆત કરું ? એની વિષે કહેવા તો આખી બુક પણ ઓછી પડે. [ઋતુ સામે જોઇને] મને જોઇને તારા ફેસ પર આવતી સ્માયલ, તારા નખરા, તારા ગલુડિયા માટેનો પ્રેમ, સોંગ્સ ગાવાનો ક્રેઝ, બધાને હસાવીદે તેવી તારી પાગલપંતી, મસ્તી અને એવું ઘણું બધું છે જેના લીધેથી તું મને બોવવવવવ બોવવવવવવવવવ બોવવવવ જ ગમે છે. એ બધા કારણો કયા છે, એ તો સિક્રેટ છે. કેમકે ક્યાંક એવું ના થાય કે હું તને એટલી બધી ડીટેલમાં ડીસ્ક્રાયબ કરું અને કોઈ બીજાને તું ગમી જાય અને મારા બદલે કોઈ બીજું તને લઈ જાય. એટલે એવું રિસ્ક તો હું જરાપણ નહિ લઉં. [બધા હસવા લાગ્યાં] આય જસ્ટ વોના સે દેટ, આય લવ એવરી સિંગલ ડેમ થિંગ અબાઉટ યુ.

આવખતે મહેમાનોએ વધારે જોરથી તાળીયો પાડી. ઋતુ અને આકાશના પેરેન્ટ્સ પણ આ બન્નેવનો એકબીજા માટેનો પ્રેમ જોઇને ખુશ થયા. ઋતુએ ફરીથી માઈક લીધું અને કહ્યું,

ઋતુ – આકાશ, મારી પાસે એક નાનું સરપ્રાઈઝ છે તારા માટે, જો અહી આવેલા બધા મહેમાનો અમારાથી બોરે ના થયા હોય તો એક કવિતા સંભળાવી છે, જે મેં આકાશ માટે લખી છે.

[મહેમાનો તો તય્યાર જ હતા, બધાએ જોશથી હા પાડી.]

ઋતુ – ઓરો કે લિયે આમ સહી, મેરે લિયે સબસે ખાસ હૈ તું...

ખામોશિયોમેં સુનાઈ દેતી મીઠી આવાઝ હૈ તું...

પરેશાનીયો કી ધૂપ મેં, સુકુન દેનેવાલી ઠંડી છાવ હૈ તું...

જિસે દેખકર સબ દુખ દુર હો જાએ, વૈસી મુસકાન રખતા હૈ તું...

જિસકી આંખો મેં દેખકર મનકી પ્યાસ બુજ જાએ, વો નશીલી આંખો કા જામ હૈ તું...

કોઈ ચાહકર ભી તુજસે નારાઝ ના રહે સકે, ઐસા માસુમ ચહેરા હૈ તું...

ડરાવને કાલે અંધેરે કે બાદ હોનેવાલા સવેરા હૈ તું..

બાહો મેં જિસકી સીમટકર સારી થાકન પિઘલજાએ, વો બસેરા હૈ તું...

સાંસે થમ જતી હૈ જિસકે દીદાર સે, હા વો હી ઇન્સાન હૈ તું...

તું મુજે અપના માને યા ના માને, તેરી મર્ઝી, મેરે ખયાલો કી દુનિયામેં બસ મેરા હૈ તું..

તેરે લિયે મેં ચાહે કુછ ભી નહિ, મેરી દુનિયા તો હૈ, સિર્ફ તું..

આકાશે ફસ્ટ ટાઈમ ઋતુએ લખેલી કવિતા સાંભળી હતી. આકાશને પહેલા તો ખબર જ હતી કે ઋતુને કવિતા અને વાર્તા લખવાનો શોખ છે પણ પછી આ ટોપિક વિષે ઋતુને પૂછવાનું ભૂલી જ ગયો હતો. ઋતુને પણ ક્યારેય યાદ ના આવ્યું, કેમકે આકાશને મળ્યા પછી આકાશ સિવાય, કોઈ કવિતા કે વાર્તા વિષે વિચાર જ નહતા આવતા. ઋતુને લખવાનો શોખ છે એ ખાલી નવ્યા અને પ્રાચીને જ ખબર હતી એટલે ઋતુની ફેમિલી પણ આ વિષે અજાણ હતી. ઋતુ આટલું સરસ લખી શકે છે એ જાણીને બધાને ઘણો ગર્વ થયો. મહેમાનોની ઘણીવાર સુધી ચાલેલી તાળીયોના અવાજથી જ સમજાતું હતું કે ઋતુની કવિતા બધાને ઘણી ગમી હતી. આકાશને તો ઈચ્છા થતી હતી કે હમણાં જ ઋતુને મસ્ત હગ કરીને બોવ બધી કિસીસ કરે, પણ એને ખાલી ઋતુની પીઠ થપથપાવીને “શાબાશ મેરે શેર” એટલું જ કહ્યું. અને ઋતુ ને હસવું આવી ગયું.

એક પછી એક પરફોર્મન્સ સ્ટાર્ટ થયા. પ્રાચી, નવ્યા અને આકૃતિએ શુભારંભ અને નગાડા સંગ ઢોલ બાજેના સોંગથી પરફોર્મન્સની શરૂઆત કરી. ઋતુની કઝીન સિસ્ટર્સ “મહેંદી હૈ રચને વાલી”, જાનવી-સુરજે “તેરી ઔર”, આકાશના પેરેન્ટ્સે “બોલે ચૂડિયા” સોંગ પર પરફોર્મ કર્યું. ઋતુ અને આકાશ બેઠા બેઠા પરફોર્મન્સની મજા લઈ રહ્યા હતા. ઋતુને તો મન થતું હતું કે હમણાં જ સ્ટેજ પર જઈને બધા સાથે ડાન્સ કરવા લાગે. પણ જયારે ઋતુના પેરેન્ટ્સે “બન્નો રે બન્નો મેરી ચલી સસુરાલ કો” સોંગ પર પરફોર્મ કર્યું, એમ તો ઋતુએ રીહર્સલ જોઈ હતી પણ અત્યારે સોંગ સાંભળીને ઈમોશનલ થઈ ગઈ. ઋતુને થતું હતું કે બસ હવે કાલે જ, કાલે જ મમ્મી-પપ્પાથી દુર થઈ જવાનું. પણ આકાશે ઋતુને ઈમોશનલ થતી જોઇને સંભાળી લીધી. હવે વારી હતી ઋતુ અને આકાશની, જેની ક્યારના બધા મહેમાન રાહ જોઈ રહ્યા હતા.

ઋતુ સ્ટેજ પર જઈને “એક લડકી થી દીવાની સી, એક લડકે પે વો મરતી થી” લાઈન્સ પર એક્સપ્રેશન આપતી હતી અને પોતાના સ્ટેપ્સ કરી રહી હતી. અને દુરથી, આકાશ સ્ટાઈલમાં ચાલીને સ્ટેજ પર આવ્યો. પછી “દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ” સોંગ સ્ટાર્ટ થયું. ઋતુ તો મસ્ત નખરા કરતી અને ભાવખાતી ગર્લફ્રેન્ડ બની ગઈ અને આકાશ ઋતુને મનાવતો અને પટાવતો હોય એવા એક્સપ્રેશન સાથે સ્ટેપ્સ કરતો હતો. મહેમાનોને તો, સોંગ જોરદાર હતું, ઉપરથી આવી ઢાસુ પરફોર્મન્સ જોઇને મજા આવી રહી હતી. ફરીથી સોંગ ચેન્જ થયું અને “પિયા...ઓ રે પિયા” સોંગ શરુ થયું એટલે ફરીથી ઋતુના એક્સપ્રેશન ચેન્જ થયા. આ સોંગ રોમેન્ટિક હતું એટલે બંનેવ તેવા એક્સપ્રેશન આપી રહયા હતા. અને છેલ્લે આકાશે ઋતુને ઉચકી લીધી અને ત્યારે આખું આસમાન અલગ અલગ જાતના ફટાકડાઓથી ભરાઈ ગયું. સંગીત સંધ્યાનું ફંકશન થોડીવાર ગરબા અને દોઢીયા રમીને પૂરું થયું.

બીજા દિવસે લગ્ન હતા એટલે સવારથી જ બધી ભાગમ-ભાગ ચાલુ હતી. ઋતુને રેડી કરવા માટે તો ક્યારની પાર્લરવાળી આવી ગયેલી. બાકી બધા બીજા કામમાં લાગેલા હતા. પણ પુચકીન તો ઋતુની આજુબાજુમાં જ રહેતો હતો જાણે એને ખબર હોય કે હમણાં આકાશ આવીને, ધૂમધામથી તેની ઋતુને લઈ જશે અને પુચકીન એકલો થઈ જશે. પુચકીને, ઋતુએ તેના માટે જે સ્પેશિઅલ શેરવાની બનાવરાવી હતી, તે પહેરી હતી. હિરો લાગતો હતો પુચકીન. બધા રેડી થઈને વેન્યુ પર ગયા. હવે બધા વરરાજા જાન લઈને આવે એની રાહ જોવા લાગ્યાં. ઋતુ અને તેની ફ્રેન્ડસની મસ્તી ચાલતી હતી ત્યારે જ દુરથી ફટાકડા, ઢોલ-નગાડાનો અવાજ સંભાળ્યો, એટલે બધાને ખબર પડી ગઈ કે જાન નજીક જ છે. ઋતુને આકાશ કેવો લાગે છે તે જોવાની ઉતાવળ હતી એટલે ઋતુએ પ્રાચી અને નાવ્યા ને કહ્યું,

ઋતુ – જાવ ને, જરા જોઈ આવોને કે તમારા જી..જા..જી કેવા લાગે છે ?

[પ્રાચી અને નવ્યા ફાર્મના એન્ટરન્સ પાસે, જ્યાં જાન આવી ગયેલી ત્યાંથી જોઇને પાછા આવ્યા.]

ઋતુ – [બંનેવ સામે જોઈને] શું થયું ? કેમ આમ સીરીઅસ થઈને ઉભા છો ? કાય થયું કે ? કેવો લાગે છે આકાશ ?

પ્રાચી – [સીરીઅસ થઈને] કહેવાય નહિ એવો લાગે છે.

નવ્યા – એકદમ લંગુર લાગે છે.

પ્રાચી – સાચે યાર, તારે એને શેરવાની સિલેક્ટ કરવામાં હેલ્પ કરવી જોઈતી હતી. જોકર જેવો લાગે છે.

નવ્યા – બધા છુપી-છુપીને હસે છે, આકાશને જોઇને.

[હવે ઋતુ સાથે રીની અને ઋતુની બીજી ફ્રેન્ડસ પણ સીરીઅસ થઈ ગઈ.]

ઋતુ – [પ્રેમથી] ભલે લાગે. જેવો હોય તેવો, મારો છે.

પ્રાચી અને નવ્યા તો ઋતુને ડરાવવા માંગતા હતા. પણ આતો એમનું જ પોપટ થઈ ગયું કેમકે ઋતુને આકાશ નથી સારો લાગતો એમ સાંભળીને પણ કાઈ ફરક ના પડ્યો. એટલે પ્રાચી અને નવ્યાએ વાત બદલી નાખી.

નવ્યા – અમે તો ખાલી તને ડરાવવા માગતા હતા, પણ તું તો સાલી આકાશના પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. તને કાઈ ફરક જ નથી પડતો હવે.

ઋતુ – જાની..એક બાર પ્યાર કરકે દેખો, તુમ ભી પ્યાર મેં અંધે, લુલે, બહેરે હો જાઓગે.

[બધા હસવા લાગ્યાં.]

રીની – અત્યારે ભલે નોટંકી કરે, પણ જોજે મંડપમાં એન્ટર થતાની સાથે તું રડવાની છે.

ઋતુ – ના હો, યે રોના ધોના હમસે ના હો પાએગા. આપડે તો ભાઈ નાચતા નાચતા મારા આકાશ સાથે જશું. મમ્મી-પપ્પા અને તમેલોકો ક્યાં દુર છો ? નજીક તો છો. મન થાય ત્યારે મળી લેવાનું.

રીની – જોઈએ છીએ આમાંથી કેટલું સાચું પડે છે.

ઋતુ – જોજે, એવું જ થશે. હવે એ બધું છોડો, કોઈ કહો તો સહી કેવો લાગે છે આકાશ ?

[ત્યારે જ જાનવી ઋતુને બોલવા આવી, વરમાળા પહેરાવવા.]

પ્રાચી – બસ ? બોવ ઉતાવળ થતી હતીને, જા જાતે જઈને જોઈલે.

માંડવાની આગળ જ એક બોવ મોટું કમળ શેપનું હાઈડ્રોલીક મુકેલું હતું. ઋતુ નાની સીડીઓથી ચડીને, હાથમાં વરમાળા લઈને, એ કમળની પાંદડીયો જે ખુલ્લી હતી, એમાં ઉભી રહી ગઈ. અને કમળની પાંદડીયો બંધ કરી દેવામાં આવી. એન્ટ્રન્સ પર આકાશ સાથે થોડી વિધિ કર્યા પછી આકાશ અંદર આવ્યો એટલે મ્યુઝીશને અઝીમ-ઓ-શાન-સહેનશા સોંગ ચાલુ કર્યું. આકાશની પર્સનાલીટી પર આ સોંગ અત્યારે પરફેકટલી સુટ થતું હતું. ગોલ્ડન શેરવાની, માથા પર સાફો, હાથમાં રજવાડી તલવાર એને એકદમ કોઈ રાજા મહારાજા જેવો લુક આપી રહયા હતા. આકાશ પેલા કમળ પાસે, જેમાં ઋતુ હતી તેની પાસે આવ્યો, અને કમળની પાંદડીયો ખુલી ગઈ. સામે ઋતુ હાથમાં વરમાળા લઈને ઉભી હતી. આકાશ પણ કમળની પાંદડીયોની વચે ઋતુની બાજુમાં હાથમાં વરમાળા લઈને ઉભો રહ્યો. બંનેવ થોડીવાર તો એકબીજાને જોતા જ રહ્યા. ઋતુ ક્યારેક શરમાઇને નીચી નજર કરી લેતી પણ આકાશ, આકાશની નજર તો ઋતુ પરથી હટતી જ નહતી, કેમક ઋતુ લાગતી જ હતી એટલી મસ્ત, રેડ અને ગોલ્ડન કોમ્બીનેશનવાળા પાનેતરમાં.

ઋતુ – [ધીરેથી] કંટ્રોલ આકાશ કંટ્રોલ, હવે આખી લાઈફ તારે મને જોવાની છે.

આકાશ – [હસીને] અરે હું તો કનફર્મ કરું છુ કે તું, તું જ છેને. કોઈ બીજી છોકરી નથી ને ? કમાલનો મેકઅપ છે બાકી, ઓળખાતી જ નથી.

ઋતુ - [ગુસ્સામાં, પણ ધીમેથી] આઆકાકાશશ...

આકાશ – [ઋતુને ચીડાવવા, હસીને] હમ્મ્મ્મ...બોલને ઋતુ.

બધા આ બંનેવ ની ગુસપુસને જોઇને હસી રહ્યા હતા. આકાશ અને ઋતુ કમળમાં સેટ થઈ ગયા એટલે પેલું હાયડ્રોલીક થોડું ઉપર ગયું અને એક રાઉન્ડ ફર્યું. આકાશ અને ઋતુએ એકબીજાને વરમાળા પહેરાવી અને બંનેવ પર ગુલાબની પંખુડીયોનો વરસાદ થયો. સાથે કોઈ ગુજરાતી સોંગ વાગી રહ્યું હતું. હાઈડ્રોલીક પાછુ નીચે આવ્યું અને ઋતુને લેવા માટે તેની ફ્રેન્ડસ આવી ગઈ. ઋતુ જતી હતી એટલે આકાશે એને કહ્યું,

આકાશ – [આંખ મારીને] કમ સુન બેબી.

નવ્યા, પ્રાચી, રીની – [હસીને, એકસાથે] બોવ ઉતાવળા.

ઋતુ – [હસીને] તું ચલ, મેં આઈઈઈ...

આકાશ માંડવામાં જઈને બેસી ગયો. થોડીવાર શાંતિથી બેઠો પછી આમતેમ જોવા લાગ્યો કે ક્યાકથી ઋતુ દેખાય. ત્યારેજ એન્કરે અનાઉન્સ કર્યું કે “દુલ્હે રાજા, અપની ધડકને થામ લીજીયે, ઋતુ આવી રહી છે...” પછી “પાલખી મેં હોકે સવાર ચાલી રે....મેં તો અપને સાજન કે દ્વાર ચાલી રે...” સોંગ વાગ્યું. મસ્ત સજાવેલી ડોલી આવી, ડોલીની આગળ ઋતુના કઝીન્સ અને ફ્રેન્ડસ ચાલતા હતા. ડોલીએ નાનો રાઉન્ડ માર્યો અને પછી ડોલીને નીચે મુકવામાં આવી જેથી ઋતુ નીચે ઉતરી શકે. પડદો ખોલીને જોયું તો, બધા શોક થઈ ગયા. કેમકે ઋતુ ડોલીની અંદર હતી જ નહિ. ઋતુના પેરેન્ટ્સ, ફ્રેન્ડસ, આકાશ બધા જ ડરી ગયા. ત્યારેજ માઈકમાં કોઈના બોલવાનો અવાજ સંભળાયો, તે ઋતુ હતી.

ઋતુ – આકાશ, ટેનશન નહિ લે, હું ભાગી નથી ગઈ. અહી સ્ટેજ પર છુ.

[બધાની નજર હવે સ્ટેજ પર ગઈ.]

ઋતુ – એક્ચુલી મારે આવી ટીપીકલ, ડોલીમાં બેસીને એન્ટ્રી નહતી કરવી. ઋતુની ખુદની એક સ્ટાઈલ છે. નાવ, વોચ મી.

ઋતુ સ્ટેજ પરથી ઉતરી, મ્યુઝીશને લંડન ઠુંમકદા સોંગ પ્લે કર્યું. સોંગ પ્લે થયું એટલે ઋતુ સ્ટેજ પાસેથી આ સોંગ પર સુટ થાય તેવા સ્ટેપ્સ કરતી માંડવા તરફ આગળ વધવા લાગી. ઋતુના ફ્રેન્ડસ પણ ઋતુ સાથે ડાન્સ કરવા લાગ્યાં. હજી થોડીજ આગળ ગઈ હતી અને ઋતુ રુકી ગઈ. એક હાથ ઉપર કરીને તેણે મ્યુઝીશનને ઈશારો કર્યો, એણે તરત સોંગ ચેન્જ કર્યું, અને રહેના હૈ તેરે દિલ મેં મુવીનું વીસલ વાળું લાઉડ મ્યુઝીક પ્લે થયું, અને ઋતુ ભાગીને માંડવા તરફ ગઈ. આકાશની અંદરનો શાહરૂખ ખાન જાગ્યો અને તે હાથ ફેલાવીને ઉભો રહી ગયો. ઋતુએ આકાશને હગ કર્યું. કોઈએ વિચાર્યું જ નહતું કે એક નોર્મલ બોરિંગ વેડિંગમાં આવો કઈક ટ્વીસ્ટ આવશે, એટલે બધાએ આ નવા ટ્વીસ્ટને ખુશ થઈને તાળીયોથી વધાવી લીધો.

એન્કરે પણ મોકા નો ફાયદો ઉઠાવતા માઈક લઈને આકાશ અને ઋતુ પાસે આવ્યો. અને આકાશને પૂછ્યું કે આ ટ્વીસ્ટ કેવો લાગ્યો ? આકાશ શોક પણ હતો અને ખુશ પણ હતો એટલે એને માઈક લઈને, ઋતુને જ પૂછ્યું,

આકાશ – આ બધું શું હતું ઋતુ ? અને જે થયું તે સાચે થયું કે સપનું હતું ?

[બધા હસવા લાગ્યાં.]

ઋતુ – [હસીને] એકદમ સાચું હતું જે પણ થયું તે. તું કહેતો હોય તો તને ચીટકો ભરીને રીઅલાઈઝ કરાવું ? મને ઓળખતી વ્યક્તિને ખબર જ છે કે હું ફિલ્મી છુ, તો મને થયું ચલો કઈક હટકે પણ થશે અને એ બહાને મારી આમ ભાગીને હગ કરવાની વિશ પણ પૂરી થઈ જશે.

હવે બ્રાહ્મણ, જે પહેલા આ બધા નખરાને લીધેથી મુહુરતમાં લેટ થશે એમ વિચારીને ગુસ્સે થઈ ગયા હતા, એ પણ હસવા લાગ્યાં અને હસતા હસતા જ ઋતુને કહ્યું કે “બેટા તારા બધા નખરાઓ પુરા થઈ ગયા હોઈ તો હવે બંનેવ બેસી જાઓ.”

બ્રાહ્મણના મંત્રો સાથે, કન્યાદાન કર્યા પછી ઋતુ અને આકાશના લગ્ન થઈ ગયા. બધી વિધિ ચાલતી હતી ત્યારેપણ પ્રાચી, નવ્યા અને રીનીએ આકાશને હેરાન કરવામાં કોઈ કસર ના રાખી. અને એનો બદલો લેવા આકૃતિ ઋતુને હેરાન કરતી હતી. લગન પછી જમવામાં પણ આવી જ મસ્તી ચાલી. મોકો જોઇને ઋતુના ફ્રેન્ડસે આકાશની મોજડી ચોરી લીધી. જમ્યા પછી જયારે આકાશે પોતાની મોજડી ના જોઈ એટલે તે મોજડી શોધવા લાગ્યો.

નવ્યા, પ્રાચી, રીની – [પોતાના હાથમાં રહેલી મોજડી દેખાડીને] ટા-ડા.

આકાશ – ઓય, ચપ્પલ ચોરો, મારી મોજડી લાવો.

પ્રાચી – ઓઓ મારા તાજા તાજા બનેલા જીજાજી, તમે હમ આપકે હૈ કોન નથી જોયું ?

રીની – ના જોયું હોય તો સમજાવી દવ. પૈસે દો, જૂતે લો.

આકાશ – સોરી યાર, ૧૦૦ રૂ. ખુલ્લા નથી મારી પાસે.

નવ્યા – ઓ હેલો, ૧૦૦ રૂ. નહિ. બસ ખાલી, અમમ... ૧૦,૦૦૦ રૂ. ઓનલી.

આકાશ – એક મિનીટ અહી આવો, સમજોતી કરવી છે.

[ત્રણેવ આકાશ પાસે ગયા.]

આકાશ – [ધીમેથી] અરે આ ક્યાં મોજડી ચોરવાના કામમા પડ્યા, મોજડી આપી દો કોઈ મસ્ત છોકરા સાથે સેટિંગ કરાવી આપીશ. બોલો, ડીલ ?

નવ્યા, પ્રાચી, રીની – [આકાશથી દુર જઈને, એકસાથે] નાઆઆઆઆ....

આકાશ – ચાલો આટલા પૈસા આપી તો દવ તમને, પણ એક પ્રોબ્લમ છે.

[લગભગ બધા મહેમાન જતા રહ્યા હતા, ખાલી ફેમિલી મેમ્બર્સ જ હતા અને આ ચાલી રહેલી તું-તું મેં-મેં જોઇને હસી રહ્યા હતા. હવે આ રમતમાં જાનવી પણ જોડાઈ ગઈ.]

જાનવી – શું ? શું પ્રોબ્લમ છે ?

આકાશ – તમારામાંથી કોઈને પણ આટલા બધા પૈસા ગણતા તો આવડતું નથી, કરશો શું આટલા પૈસા નું ?

જાનવી – પહેલા ખબર હોત કે તમે આટલા બધા કંજૂસ છો તો ઋતુની સાથે લગ્ન જ ના કરાવત તમારા.

[ઋતુ આબધાને ડિસ્કશનમાં ખોવએલા જોઇને, મોકો મળતા આકાશની શેરવાનીમાંથી તેનું પર્સ નીકાળી લે છે.]

ઋતુ – [નવ્યાને પર્સ આપતા] આલો, આમાં જેટલા પણ પૈસા હોય તે તમારા. એશ કરો.

આકાશ – ઋતુતુતુતુતુતુ...નોટ ફેર યાર, હવે તું મારી વાઈફ છે. તારે મારી સાઈડ લેવી જોઈએ.

ઋતુ – હા તો હું તારી સાઈડ જ તો છુ. તને ભાભીએ કંજૂસ કહ્યું તો હું થોડી સાંભળી લવ ? એટલે તો આખું પર્સ જ આપી દીધું એમને.

[બધા હસવા લાગ્યાં.]

હવે ટાઈમ હતો વિદાઈનો. ઋતુ તો હજી પણ નહતી રડતી. ઋતુ બોવ જ ખુશ હતી પણ એના મમ્મી રડવા જેવા થઈ ગયા, એ જોઇને ઋતુએ કહ્યું,

ઋતુ – ઓય, પહેલા જ કહી દવ છુ કે કોઈ રડતું નહિ, નહિ તો મારે પરને રડવું પડશે, અને મેકઅપ સ્પ્રેડ થઈ જશે તો ડરીને આકાશ ક્યાંક મને મુકીને જ જતો રહ્યો તો તમને જ પ્રોબ્લમ થશે.

[બધા હસવા લાગ્યાં.]

ઋતુ – બસ આમ હસો. [પુચકીનને] મારા પુચકીન પાસેથી કઈક શીખો, જુઓ કેટલો ખુશ છે તે.

ઋતુના મમ્મી – એ તો ખુશ હોય જ ને, તું એને તારી સાથે લઈ જવાની છે તો.

જાનવી – [પુચકીનને પોતાના હાથમાં લઈને] ના, આજે નહિ. કાલે લઈ જજે. આજે તું થાકી ગઈ હોઈશ ને. [ઋતુના કાનમાં] આજે ફસ્ટ નાઈટ છે તારી, એટલે કાલે લઈ જજે.

ઋતુની આવી જ બધી વાતો સાંભળીને બધા રડવાનું ભૂલી ગયા અને ઋતુ હસતા હસતા પોતાના ઘરે જવા કારમાં બેઠી, આકાશ તેની બાજુમાં બેઠો. કારમાં એમની સાથે ડ્રાયવર સિવાઈ કોઈ નહતું. જેવી કાર સ્ટાર્ટ થઈ એટલે ઋતુની આંખ ભીની થઈ ગઈ. આકાશ સમજતો હતો કે ઋતુને રડવાની ઈચ્છા હતી પણ ઋતુ બાકી બધાને રડાવવા નહતી માંગતી એટલે એને આવી મજાક કરીને સિચુએશનને ઈમોશનલમાંથી લાઈટ બનાવી. આકાશે ઋતુની આંખોમાં પાણી જોયું અને એણે તરત ઋતુનો હાથ પોતાના હાથમાં લઈને દબાવ્યો, જાણે એને કહેવા માંગતો હોય કે ચિંતા નહી કર હું છુ તારી સાથે. ઋતુએ પણ આકાશના ખભા પર માથું મૂકી દીધું અને બંનેવમાંથી કોઇપણ કાઈ જ ના બોલ્યું.

ઋતુ આકાશના ઘરે કંકુ પગલા પાડીને આવી, બંનેવ પાણીમાં વીટી ગોતવાની ગેમ રમ્યા અને પછી આકૃતિ, ઋતુને આકાશના બેડરૂમમાં લઈ ગઈ. લગ્નમાં આવેલા બધાજ મહેમાનો જતા રહ્યા હતા, ખાલી આકૃતિ રોકાઈ હતી. આકૃતિ ઋતુને મુકીને જતા જતા કહેતી ગઈ,

આકૃતિ – ગુડ નાઈટ. [માથા પર હાથ મુકીને, કાઈ યાદ આવ્યું હોય એવા એક્સપ્રેશન સાથે] ઉપ્સ, હું તો ભૂલી જ ગઈ કે આજે તમારું જાગરણ છે. [આંખ મારીને, થમ્સ અપની સાઈન સાથે] ઓલ દ બેસ્ટ.

ઋતુ એકલી થઈ એટલે એની ધડકનો, લાઉડસ્પીકર પર સંભળાતી હોય એટલી જોરથી અવાજ કરવા લાગી. ઋતુને ડર લાગતો હતો કે હમણાં આકાશ આવશે, અને, ના, તેનાથી ઈમેજીન જ નહતું થતું. એને થોડો ટાઈમ જોઈતો હતો. હગ અને કિસ સુધી તો ઠીક છે. પણ તેનાથી આગળનું સ્ટેપ, નાઆઆઆ. ઋતુ ડરતી હતી. ઋતુએ વિચારેલું કે આકાશને પોતાના આ ડર વિષે કહેશે પણ કન્ફ્યુઝડ હતી, એટલે કેમકે આકાશની પણ કઈક ઇચ્છાઓ અને એક્સ્પેકટેશન હશે. ઋતુ એને હર્ટ કરવા નહતી માંગતી. એને બસ થોડો ટાઈમ જોઈતો હતો. આવું બધું વિચારતી જ હતી ત્યારે જ આકાશ રૂમમાં એન્ટર થયો. બેડ પર બોવ બધી ગુલાબની પન્ખુડીયો નાખેલી હતી અને બેડની સાઈડ પર ઋતુ કાઈ કન્ફ્યુઝ લાગતી બેઠી હતી. ઋતુએ આકાશની સામે જોયું, અને બસ એક નજરમાજ જાણે આકાશ બધું સમજી ગયો હોય તેમ,

આકાશ – [ધીમેથી, પ્રેમથી] આટલા હેવી કપડા અને જ્વેલરી પહેરીને તું થાકી ગઈ હોઈશ. નાહીને ફ્રેશ થઈજા.

ઋતુ કાઈ બોલી ના શકી, કેમકે ઋતુ મનમાં જ આકાશને પોતાના ડરને કેવી રીતે કહેવો એના શબ્દો ગોઠવતી હતી અને એ જ વિચારતા વિચારતા તે પોતાની જ્વેલરી નીકાળવા લાગી. આકાશ પણ ઋતુને હેલ્પ કરવા લાગ્યો. તેણે ઋતુની હેરસ્ટાઈલ ખોલવાનું ચૂઝ કર્યું, એક પછી એક પીન્સ નીકળતી જ ગઈ,

આકાશ – [થાકી ગયો હોય એવા અવાજમાં] ઓય, આ તારા હેર છે કે પછી પીનની દુકાન ?

[ઋતુ હસવા લાગી અને તેણે હસતી જોઇને આકાશ પણ.]

આકાશ – હસતી હોય તો, કે પછી આજે બ્રશ નહતું કર્યું ?

ઋતુ હવે સમજી ગઈ કે આકાશ એના ડરને સમજી ગયો છે, અને ઋતુ ઓકવર્ડ ફિલ ના કરે એટલે એને આવા જોક મારીને હસાવાની ટ્રાય કરી રહ્યો છે. ઋતુ ઈમોશનલ થઈ ગઈ અને આકાશને હગ કરી લીધું. થોડીવાર એમ જ રહ્યા પછી જયારે આકાશને લાગ્યું કે ઋતુ રડવા લાગશે એટલે એણે ઋતુથી અલગ થતા કહ્યું,

આકાશ – ઓય ચીપકુ, પેલા નાહીલે, કેટલી વાસ આવે છે તારા પરસેવાની.

ઋતુ – [ગુસ્સાથી મોઢું ફુલાવીને] આકાશશશશશશ... [અને આકાશને મારવા લાગી.]

આકાશ – [માર ખાતા ખાતા, હસીને] હમમમમમમમમ્મમમમમ....

ઋતુ – હમમ...વાળી. [આકાશના ગાલ ખેંચીને] ક્યુટડો સાલો.

આકાશ – ઓય, સાલો તારો ભાઈ છે, તે પણ મારો.

ઋતુ – ભલે હો.

આકાશ – ભલે હો વાળી. હવે નાહવા જા જલ્દી. મારે પણ નાહવું છે, પછી ઊંઘતા મોડું થશે. પણ આનું એક સોલ્યુશન છે, તું કહેતી હોય તો ??

ઋતુ – શું ?

આકાશ – હું પણ તારી સાથે નાહવા આવુ, ટાઈમ બચી જશે અને વધારે ઊંઘવા મળશે.

ઋતુ – [ઉભી થઈને બંનેવ હાથ પોતાની કમર પર મુકતા] ઓ વાઉ, શું આયડિયા છે, કહેવું પડે હો બાકી, સ્માર્ટ નીકળ્યો તું તો. [બાથરૂમ તરફ જતા] ચલ તો પછી..

આકાશ ઋતુની પાછળ પાછળ જવા લાગ્યો, પણ જેવા બંનેવ બાથરૂમ પાસે પહોચ્યા, ઋતુએ ફટાફટ અંદર જઈને બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો અને અંદર જઈને જોરજોરથી હસવા લાગી.

આકાશ - રુક તું, બહાર તો નીકળીશ જ ને, પછી મારી વારી તને હેરાન કરવાની.

ઋતુ – ઓઓઓ...ખીશ્યાની બિલ્લી ખંભા નોચે.

[બંનેવ જોરજોરથી હસવા લાગ્યાં.]

આકાશ – ઓયયય...ઋતુડી..

ઋતુ – [બાથરૂમની અંદરથી જ] બોલને અક્કુ..

આકાશ – આય લવ યુ યાર.

ઋતુ – [બાથરૂમનો દરવાજો જરાક ખોલીને, ખાલી ફેસ બહાર નીકાળીને] આય લવ યુ મચ મોર. [અને આકાશ અંદર જવાની ટ્રાય કરતો હતો એટલે ફરીથી દરવાજો બંધ કરી દીધો.]

આકાશ – એવું છે ? તો પછી અંદર આવાદેને.

ઋતુ – નાઆઆઆ હોઓઓઓ...

આકાશ – પછતાઈશ તુ.

ઋતુ – વાંધો નહિ.

ઋતુ નાહતા નાહતા પણ આકાશની વિષે વિચારતી હતી, કે સહી લાઈફ પાર્ટનર મળ્યો છે મને. અને મનમાં ને મનમાં ભગવાનને થેંક યુ પણ કહી દીધું. ઋતુ સિમ્પલ નાઈટ સુટ પહેરીને પોતાના ભીના વાળમાં ટુવાલ ફેરવતી બહાર આવી અને આકાશને કહેવા જ જતી હતી કે “નાહી લે” પણ તેણે જોયું કે આકાશ બેડ પર મસ્ત ઊંઘી ગયો છે. ઊંઘમાં પણ તેના ફેસ પર ક્યુટ સ્માયલ હતી. એ સ્માયલ જોઇને ઋતુનો હાથ અટકી ગયો અને વાળ સુકવવાનું છોડીને વિચારવા લાગી કે કેટલો ક્યુટ લાગે છે આકાશ. ત્યારેજ આકાશ અચાનક બેડ પર ઉભો થયો અને ત્યાંથી કુદકો મારીને ઋતુ પાસે આવીને, ઋતુને પકડીને કોઈ વિલનની જેમ જોર જોરથી હસવા લાગ્યો.

આકાશ – મહોતરમાં, હમસે બચકે કહા જાઓગી ? તુમને ક્યાં સોચાથા ? હમ સોગયે તો તુમ બચ જાઓગી ? આજ મેં તુમ્હે નહિ છોડુંગા. હા...હા...હા...

ઋતુ – [હસીને] રહેવાદેને હવે, વિલન ઓછો અને જોકર વધારે લાગે છે. તુમસે ના હો પાએગા.

આકાશ – [ગુસ્સે થઈને બેડ પર નાના બાળકની જેમ બેસી ગયો] ઓકે.

ઋતુ – અરે ઓ છમીયા..તું જબ નારાઝ હોતી હૈ તો ઔર ભી હસીન લગતી હૈ.

આકાશ – છમીયાવાળી, હું સાચેમાં વિલન બની જાઉં એની પહેલા મને મનાવ જલ્દી.

ઋતુ – ઓહ એવું હતું ? તો તારે પહેલા કહેવાયને ડાર્લિંગ. [આકાશ પાસે જઈને, નાના બાળક ને પૂછતી હોય એમ] ક્યા હુઆ બેએબી ?

આકાશ – મને છેને અહયા [આંખ દેખાડીને], અહયા [ગાલ દેખાડીને], અહયા [કપાળ દેખાડીને] દુખે છે.

ઋતુ – અક્કુડી આવું કોણ કરતુ હશે ફસ્ટ નાઈટમાં, બચ્ચાગીરી ?

આકાશ – આપડે. ચલ હવે ચાલુ રાખ.

ઋતુ – હમણાં જો જાદુ થશે. [કપાળ, ગાલ અને આંખ પર કિસ કરીને] બસ ને હવે ?

આકાશ – [દિલ દેખાડીને] હજી અહયા તો બાકી છે.

ઋતુ કિસ કરવા જ જતી હતી, ત્યારેજ બંનેવને બહાર કોઈ સોંગ વાગતું હોય એવું સંભળાયું, “ધક ધક કરને લગા, મોર જિયરા ડરને લગા.” આટલી લાઈન સાંભળીને આકાશ અને ઋતુએ એકબીજાને “આ શું છે ?” વાળો લુક આપ્યો ત્યાંતો ફરિથી સોંગ ચેન્જ થયું, “જાને દો ના, પાસ આઓ ના..” આકાશને હવે સમજાયું કે પોતાના રૂમની બહાર કોઈ સોંગ વગાડી રહ્યું છે. આકાશને સમજતા વાર ના લાગી કે આ કોણ હશે. આકાશ દરવાજો ખોલવા ગયો ત્યારે ફરીથી સોંગ ચેન્જ થયું, “બાહો મેં ચાલે આઓ, હમસે સનમ ક્યાં પરદા.” આકાશે દરવાજો ખોલ્યો, સામે આકૃતિ ફોનમાંથી હજી એક સોંગ ચેન્જ કરવા જઈ રહી હતી પણ આકાશને જોઇને એને સોંગ સ્ટોપ કરી દીધું.

આકાશ – [આકૃતિનો કાન પકડીને] આકૃતિ, તું આવી અશ્લીલ હરકતો ક્યારથી કરવા લાગી ?

આકૃતિ – મેં શું કર્યું ? હું તો ખાલી સોંગ સાંભળતી હતી.

આકાશ – ઓઓઓહોહોહો...સોંગ સંભાળતી હતી હા ? એક કપલને ડીસ્ટર્બ કરતી હતી એમ કેમ નથી કહેતી ?

આકૃતિ – જાણે હવે કપલવાળી, તને હેરાન કરવો એ મારો અધિકાર છે.

આકાશ – હા, પણ હમણાં નહિ. ચલ ચુપચાપ ઊંઘી જા, નહીતો જયારે તારા લગન થશે ત્યારે હું તને ડીસ્ટર્બ કરવા આવીશ આવી જ રીતે.

આકૃતિ – આવજેને. હું ક્યાં ના પડું છુ. [બોલતા રૂમમાં એન્ટર થઈને ઋતુની બાજુમાં બેસી ગઈ]

આકાશ – [આકૃતિનો હાથ પકડીને ખેચતા] જાને હવે.

આકૃતિ – જોયું ઋતુ, હજી તો લગનને એક દિવસ પણ નથી થયો ત્યાંજ રંગ બદલાઈ ગયા. આવા હોય બેસ્ટફ્રેન્ડ ?

ઋતુ – શું હેરાન કરે છે આકૃતિ ને, ભલેને બેસતી અહિયાં. આપડે લોકો વાતો કરીશું.

આકાશ – વાતો ? [આકૃતિના ગાલ પર આંગળી ફેરવીને] જાની...હમ તો રોમેન્સ કે મૂડ મેં હૈ.

આકૃતિ – ઓયે, રોંગ નંબર. રોમેન્સ ઋતુ સાથે કરવાનો છે. હું જાવ છુ.

આકૃતિ દરવાજો બંધ કરીને જતી રહી અને આકાશ ઋતુ બેઠી હતી, તેના ખોળામાં માથું મુકીને સુતા સુતા પેટ પકડીને હસવા લાગ્યો. હસવાનું બંધ થતા આકાશે ઋતુની સામે એમજ સુતા સુતા જોઇને પૂછ્યું,

આકાશ – મજા આવીને એને હેરાન કરવાની ?

ઋતુ – હા પણ એને રહેવા દેવાય ને અહયા.

આકાશ – શું રહેવા દેવાય ને ? તને તો યાર ખબર નહિ શું થયું છે આજે. ક્યારની દુર રહેવાના બહાના બનાવે છે. કાઈ નહિ કરું હું. પ્રોમિસ બસ ?

ઋતુ – [કાન પકડીને] સોરી..

આકાશ – માફ કિયા.

ઋતુના ખોળામાં માથું મુકીને સુતા સુતા જ આકાશ વાતો કરતો રહ્યો. ઋતુ એના વાળમાં હાથ ફેરવતી ફેરવતી, અને આકાશ બોલતા બોલતા ક્યારે ઊંઘી ગયો ખબર જ ના રહી. સવારે ઋતુને જલ્દી ઊઠવાનું હતું કેમકે ઋતુને તેના ઘરે જવાનું હતું. ઋતુને જાતે જ સાડી પહેરવાની હતી, એટલે ઋતુ ૬ વાગ્યાની જગ્યાએ ૫ વાગે જ ઉઠી ગઈ. આકાશના મમ્મીએ તો કહ્યું હતું કે વહેલા ઉઠવાની કાઈ જરૂર નથી, જલ્દી બહાર આવી તો તારી ખેર નથી એવું હસતા હસતા કીધેલું તોપણ ઋતુ જલ્દી ઉઠી ગઈ. જલ્દી ઉઠીને ઋતુ ક્યારની સાડી પહેરવાની ટ્રાય કરી રહી હતી, ત્યારે આકાશ ઉઠીને આવ્યો, ઋતુને પાછળથી આવીને હગ કરીને, ગાલ પર કિસ કરીને ગુડ મોર્નિંગ કહ્યું, એમાતો ઋતુના હાથમાંથી સાડીની પાટલી છુટી ગઈ અને માંડ માંડ સરખી સાડી પહેરાવાની જ હતી એ વિખાઈ ગઈ એટલે તે ગુસ્સે થઈને આકાશ સામે જોવા લાગી.

આકાશ – એસે ના મુજે તુમ દેખો...[હગ કરીને] સીને સે લગા લુંગા...તુમકો મેં ચુરા લુંગા તુમસે..દિલ મેં છુપા લુંગા..

ઋતુ – [હસીને] યાર તું તો ગુસ્સે પણ નથી થવા દેતો. પણ એક વાત કહેવી પડશે, સવાર સવારમાં તારો અવાજ વધારે ખરાબ લાગે છે.

આકાશ – જેવો પણ હોય, તું સાંભળીને હસે છે, એટલે બસ.

ઋતુ – એ બધું તો ઠીક છે, પણ હવે ઉઠી જ ગયો છે તો મને સાડી પહેરવામાં હેલ્પ કર.

બંનેવે મળીને જેમતેમ મહેનત કરી અને ઋતુએ સરખી સાડી પહેરી. ઋતુને સાડીમાં જોવી આકાશને બોવ જ ગમતું, એની તો નજર જ ના હટતી. એમાં પણ આજે સાડીની સાથે માથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર અને નાની એવી બિંદી, એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. ઋતુ રેડી થઈને નીચે ગઈ. બધાએ નાસ્તો કર્યો પછી આકાશ ઋતુને એના ઘરે મુકવા ગયો. ઋતુને જોઇને બધા એટલા ખુશ થયા કે જાણે ઋતુને વર્ષો પછી જોઈ હોય. પુચકીન તો પૂછડી હલાવાનું રોકી જ નહતો શકતો એટલો ખુશ હતો. નવ્યા અને પ્રાચી પણ ઋતુના ઘરે આવીને બેસી ગયા હતા. બધાએ મળીને બોવ બધી વાતો કરી. જાનવી, પ્રાચી, નવ્યાએ ઋતુની થોડી છેડખાની પણ કરી.

લગ્નને હજી થોડા દિવસજ થયા હતા અને આકાશને તેના કોઈ કામના લીધેથી ગુજરાત જવાનું નક્કી થયું. ગુજરાત તો ખાલી બે દિવસ માટેજ જવાનું હતું પણ આકાશ વગર એકલા અહી, આકાશના ઘરે રહેવાના વિચારથી ઋતુને રડવું આવતું હતું. આકાશના પેરેન્ટ્સ સારા જ હતા તોપણ હજી ઋતુ નવી જ હતી અને ઘરની યાદ આવતી હોય એમા આકાશ વગર કેમ રહેવાશે તેની ચિંતા થવા લાગી. આકાશના જવાની તય્યારીમાં પણ ઋતુ અને આકાશ સાથે તેના મમ્મી હતા એટલે ઋતુને હજી આકશને રોકવાનો ચાન્સ જ નહતો મળ્યો. સાંજ પડી અને આકાશની ટ્રેઈનનો ટાઈમ થયો એટલે આકાશ જવા લાગ્યો. જતા જતા તેણે ઋતુની સામે જોયું તો ઋતુની આંખો થોડી ભીની લાગી. આકાશે ઋતુનો હાથ પકડયો, મમ્મી-પપ્પાને હમણાં આવું એમ કહીને, ઋતુને ઉપર પોતાના રૂમમાં લઈ ગયો. રૂમમાં આવીને,

ઋતુ – આકાશ, આવી રીતે કેમ મને અહી લઈ આવ્યો ?

આકાશ – તને આમ રડતી મુકીને હું જતો રહું, તને એવું લાગે છે ?

ઋતુ – [રડતા રડતા] તો પછી નહિ જા ને.

આકાશ – [ઋતુને હગ કરતા] અરે બાબા, જવું પડે એમ છે, નહિ તો હું તને મુકીને થોડી જઉં.

ઋતુ – [આકાશથી દુર હટીને] તો પછી જાને.

આકાશ – [દરવાજા તરફ જતા] સારું તો હું જઉં છુ.

ઋતુ – [આકાશનો હાથ પકડીને તેને રોકતા] સાવ આવી રીતે જઈશ ?

આકાશ – ના રે, બહાર બેગ પડી છેને તે લઈને જઈશ.

ઋતુ – [રડતા રડતા હસવા લાગી પણ થોડું ગુસ્સામાં] આઆઆકાઆઆશશ...

આકાશ – હમમમમમમમમમ્મમમમમ્મ... [ઋતુને ટાઈટ હગ કરતા] તને આ સિચુએશનમાં પણ સોંગ યાદ ના આવે, પોસીબલ જ નથી. બોલ તો કયું સોંગ યાદ આવે છે ?

ઋતુ – નહિ કહું.

આકાશ – અરે કેને.

ઋતુ – પ્યાર ભરા ગીત કોઈ.

આકાશ – અરે એમ નહિ, ગાશે કોણ ?

ઋતુ – પ્યાર ભરા...ગીત કોઈઈઈઈ....દેખો પિયા તુમકો.. ગાના હી હોગા...બસ, હવે આગળ નહિ ગાઉં.

આકાશ – એવું છે ? તું કહેતી હોય તો ગાવું જ પડે ને. [કઈક યાદ કરતા] શું હતી તેની આગળની લાઈન ? હા. સમજા કરો....મુશ્કિલ મેરી...ચાહું ના ચાહું મુજકો....જાના હી હોગા.

ઋતુ – [આકાશનો બેસુરો અવાજ સાંભળીને હસતા હસતા] તુમસે ના હો પાએગા.

આકાશ – ભલે ના હો પાએ બટ તું આમ જ હસતી રહેજે. મેં યુ ગયા, ઔર યુ આયા.

આકાશ જયારે બે દિવસ પછી આવ્યો ત્યારે પણ ઋતુ ઘણી વાર સુધી રડી. આકાશને સમજાતું નહતું કે શું થયું છે ઋતુને, જેનાથી તે આટલી બધી રડી રહી છે. પણ આકાશના પૂછવા પર ઋતુએ ખાલી એટલું જ કહ્યું કે આકાશને બોવ મિસ કર્યો એટલે રડે છે.

ઋતુ અને આકાશને મસ્તી કરતા કરતા, કભી ખુશી કભી ગમ, થોડી ઝ્યાદા થોડી કમમાં જ લગ્નને છ મહિના થઈ ગયા. છ મહિનામાં ઘણું બધું થયું. આકાશ, ઋતુ જે પણ લખતી તે વાચવા માટે હમેશા અધીરો રહેતો, અને પોતાને જે લાગે તે રીવ્યુ આપતો. આકાશ ઋતુનો સૌથી મોટો ફેન હતો. ઘણી વાર તેની ઓળખાણમાં કોઈ એવું આવતું કે જેનાથી ઋતુની બુક પબ્લીશ થવાના ચાન્સ છે એમ લાગે, તો આકાશ તરત એ વ્યક્તિને ઋતુની સ્ટોરી અને કવિતા વિષે કહેતો. બંનેવની લાઈફ આવી જ મસ્ત રીતે ચાલતી હતી. બંનેવ એકબીજાની નજીક આવતા જતા હતા. હજીપણ કોઈ એમને જોવે તો મેરીડ કપલ નહિ પણ કોલેજ સ્ટુડન્ટ લાગે એવી મસ્તી કરતા. પુચકીન ક્યારેક ઋતુની સાથે અને ક્યારેક ઋતુના પેરેન્ટ્સના ઘરે રહેતો.

એકવાર ઋતુ અને આકાશ પોતાના રૂમની બાલ્કનીના હીચકા પર બેઠા હતા. ઋતુને સ્માયલ કરતી જોઇને,

આકાશ – કેમ એકલી એકલી હસે છે ? પાગલ તો તું છે જ, વધારે પાગલ થઈ ગઈ કે શું ?

ઋતુ – કઈક ઈમેજીન કરતી હતી...

આકાશ – કેને તો, શું ઈમેજીન કરતી હતી ?

ઋતુ – એમ જ કે, આપડે બધા આપડા ઘરની બહાર જે હિચકો છે ત્યાં બેઠા હોઇએ, મમ્મી-પપ્પા બેઠા બેઠા તારા જેવી ક્યુટ લાગતી આપડી છોકરીને રમાડતા હોય. હું મનમાં ગીત ગણગણતી હોઉં, “સપનાનું ઘર હો...ભીતોથી પર હો...છતની દિશાઓ...છજાઓ વગર હો...આંગણ માં જુલો..ને મધમધતા ફૂલો.. ” ત્યારેજ તને બેબી ને રમાડવાનું મન થાય, એટલે તું જીદ કરીને પપ્પા પાસેથી બેબી ને લઈ લે. જેવી તું તેને હાથમાં લે, એટલે તે તારા પર સુ-સુ કરી જાય. અને પછી હું જોર જોરથી હસવા લાગુ. મમ્મી-પપ્પા પણ હસવા લાગે. [ઋતુ અત્યારેપણ હસવા લાગી]

આકાશ – ઈમેજીનેશનમાં તો હસતી જ હતી, અને અત્યારે પણ હસે છે... તને મારી વિષે આવું જ ઈમેજીન થાય છેને, ઉભી રે..

એમ કહીને તે ઋતુને પકડવા ઋતુ પાસે ગયો પણ ઋતુ ભાગવા લાગી. ઋતુ આગળ અને આકાશ પાછળ. ઋતુ ભાગતી ભાગતી દાદર પાસે પહોચી, પણ દાદર ઉતરતા પહેલા તે પાછળ ફરીને આકાશને કશું કહેવા જતી હતી, અને તેને ચક્કર આવ્યા. ઋતુ દાદરમાં ગબડી પડી. માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને ઋતુ બેહોશ થઈ ગઈ. આકાશના પેરેન્ટ્સ ૨-૪ દિવસ માટે કશે બહાર ગયેલા એટલે આકાશ એકલો હોવાથી પહેલા તો ઋતુને આવી હાલતમાં જોઇને ડરી ગયો પણ પછી ખુદને સંભાળતા જલ્દી ઋતુને હોસ્પિટલ લઈ ગયો. ડોકટરે ચેક કરીને કહ્યું કે કાઈ ખાસ નથી, ખાલી માથામાં થોડું વાગ્યું છે. પણ આકાશ કાઈ રિસ્ક લેવા નહતો માંગતો એટલે તેણે ડોક્ટરને ફુલ બોડી ચેક-એપ કરવાનું કહ્યું. ઋતુને પહેલી વાર ચક્કર આવ્યા હતા, તો કઈ સીરીઅસ નથી ને એ વાતની આકાશને ચિંતા હતી. ઋતુની હેલ્થ માટે આકાશ હમેશા ચિંતામાં રહેતો.

ઋતુ ભાનમાં આવી ગઈ હતી અને હોસ્પિટલના બેડ પર બેઠી હતી. ડોક્ટર બધા રિપોર્ટ જોઇને ઋતુને કશું કહી રહ્યા હતા, આકાશ બહારથી દવા લઈને આવ્યો એટલે તેમણે આકાશને કહ્યું કે “ઋતુને, ૧૦૦માંથી ૧ વ્યક્તિને થાય તેવું ખાસ પ્રકારનું લોહીનું કેન્સર છે, જેમાં બચવાના ચાન્સ સાવ નહીવત છે.” આકાશ આ સાંભળીને અંદરથી સાવ સુન્ન થઈ ગયો. કેટલી વાર સુધી ચુપ રહ્યા પછી તેણે ડોક્ટરને ફક્ત એટલું જ પૂછ્યું કે “ઋતુને ડીસ્ચાર્જ ક્યારે મળશે ?” ડોક્ટરે કહ્યું “બસ હમણાં જ લઈ જઈ શકો છો.” ઋતુની આંખો ભીની થઈ ગઈ હતી, પણ આ વાત સાંભળીને ખાસ નવાઈ નહતી લાગી.

ઘરે જતી વખતે બંનેવમાંથી કોઈ કશું ના બોલ્યું. કોઈને રેડિયો ચાલુ કરવાનું પણ યાદ ના આવ્યું. આકાશનું ચુપ રહેવું ઋતુને ખુચી રહ્યું હતું. ઘરે આવીને પણ આકાશ સીધો પોતાના રૂમમાં જઈને, બેડ પર નીચી નજર રાખીને બેસી ગયો. ઋતુ પણ આકાશની પાછળ ગઈ અને પોતાના આંસુ લુછીને નોર્મલ થવાની કોશિશ કરવા લાગી. ઋતુ સમજતી હતી કે આકાશ પર શું વીતી રહી હશે. જે વ્યક્તિ ઋતુની નોર્મલ શરદીથી પણ ટેન્શનમાં આવી જતો હોય, એ વ્યક્તિ ઋતુના મરવાની વાત સાંભળીને કેવું ફિલ કરતો હશે તે સમજતી હતી ઋતુ. ઋતુ, આકાશને એવું ફિલ કરાવવા માંગતી હતી કે તેણે કશું નહિ થાય, એટલે તેણે બને તેટલા પોતાના મસ્તીખોર અંદાજમાં કહ્યું,

ઋતુ – અક્કુ, જોને યાર, કેવી મસ્ત લાઈફ ચાલતી હતી, એમાં આ ક્યાં નવો ટ્વીસ્ટ આવ્યો ??? આટલી જલ્દી મરી જવાનું ?? એક તો માંડ માંડ ભણ્યા પછી તારા જેવો મસ્ત્ત ક્યુટડો પટાવેલો અને હવે એ બધી જ મહેનત નેક્સ્ટ જનમમાં ફરીથી કરવાની ?? [હાથની મુઠ્ઠી બીજા હાથમાં મારતા] ના યાર. [ખુશ થઈને] પણ હું તમને બધાને મુકીને જતી રહીશ. મારે કોઈની પાછળ રડવું નહિ પડે. કેટલી મજા આવશે. મેં તો જો, બધું એક્સપીરીઅન્સ કરી જ લીધું છે, તારા જેવી મસ્ત્ત વ્યક્તિનો પ્રેમ મેળવી લીધો એટલે મારી બધી ઇચ્છાઓ પૂરી થઈ ગઈ. [ઋતુ આમથી તેમ, આકાશની આજુબાજુમાં આંટા મારીને બોલી રહી હતી. આકાશ હજીપણ નીચે જોઇને બેઠો હતો] પછી હા, હું મરી જાવ એટલે પાગલની જેમ તું તરત મારી પાછળ નહિ આવતો હો. તું આરામથી, મમ્મી-પપ્પાનું ધ્યાન રાખીને, તારા સપનાઓ પુરા કરીને, કોઈ મસ્ત છોકરી સાથે ફરીથી લગ્ન કરીને...[થોડીવાર અટક્યા પછી] હા, તે મારા જેટલી મસ્ત્ત તો નહિ જ હોય, પણ તું કામ ચાલવી લેજે, બોવ બધા તારા જેવા ક્યુટ ક્યુટ બાળકોનો બાપ બનીને, શાંતિથી ઉપર આવજે. તું ઉપર આવે, ત્યાંસુધી તારી બધી ઇચ્છાઓ, હું ભગવાનને પટાવીને પૂરી કરાવડાવીશ. પછી જયારે તું ૮૦-૯૦ વર્ષનો ઘરડો થઈને ઉપર આવીશ, ત્યારે આપડે બંનેવ ફરીથી જન્મ લઈશું, સાથે. [કાંઈક વિચાર આવતા, હસીને] પણ ભાઈ-બેન બનીને નહિ હો. આ જન્મમાં ભલે તું મારી સાથે વધારે ટાઈમ ના રહી શકે, નેક્સ્ટ જન્મમાં તું પહેલેથી મારો. આપડે આજુબાજુના ઘરમાં જન્મ લઈશું. નાનપણથી સાથે રહીને જગડ્શું, પછી પ્રેમ થશે, પછી લગ્ન, અને...

ઋતુ આ બધી બકબક એટલે કરી રહી હતી, જેથી આકાશ આ વાત સાંભળીને જે પણ ફિલ કરતો હોય, ગુસ્સો, દુખ, જે પણ હોય તે બહાર નીકાળે, અંદર ને અંદર મુન્જાય નહિ. આટલું બધું બોલવા છતાપણ જયારે આકાશે ઉપર ના જોયું, એટલે ઋતુએ જ આકાશની સામે, ઘુટણ પર બેસીને, આકાશનો ચહેરો ઉપર કર્યો. આકાશનો ચહેરો રડી રડીને લાલ થઈ ગયો હતો. બસ, અત્યાર સુધી કંટ્રોલ કરી રાખેલા આંસુ અને હિંમત ભાંગી ગઈ અને ઋતુ પણ રડવા લાગી. ઋતુને પોતાના મરવાનું દુખ જરાપણ નહતું, આકાશના આંસુઓથી તેને તકલીફ થઈ રહી હતી. તે આકાશના ગોઠણ પર માથું મુકીને જોરજોરથી રડવા લાગી. ઘણું જોરથી. અત્યારસુધી રોકેલા આંસુઓને તેણે આકાશના ખોળામાં વહેવા દીધા. રડતા રડતા જ તે ફરી બોલવા લાગી,

ઋતુ – સોરી આકાશ, મને ખબર છે કે તું કેમ ચુપ છે. ડોક્ટર જયારે બધા રિપોર્ટ લઈને મારી પાસે આવેલા, અને એમને મને કેન્સર વિષે કહ્યું ત્યારે જ મેં એમને કહી દીધેલું કે મને આ વાતની પહેલેથી ખબર છે. ડોક્ટરને મેં તને આ વાત કહેવાની ના પડેલી, પણ ડોકટરે કહ્યું કે હવે આ વાત છુપાવવા જેવી નથી કેમકે હવે હું લાસ્ટ સ્ટેજ પર છુ. મને ખબર છે કે મેં તને કેન્સર વિષે ના કહ્યું તે વાતથી તું હર્ટ છે. તું જયારે બે દિવસ માટે ગુજરાત ગએલો, તેના બીજા દિવસે મને ખબર નહિ, કઈક અજીબ ફિલ થતું હતું, માથું દુખતું હતું અને બસ કાઈ સારું ફિલ નહતું થતું એટલે મેં ડોક્ટર પાસે જઈને ચેક-એપ કરાવ્યું. એમને મારી સિચુએશન જોઇને મને અમુક ટેસ્ટ કરવાનું કહ્યું અને ટેસ્ટ કરાવતા ખબર પડી કે મને કેન્સર છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ભાગ્યે જ થાય તેવું અનયુઝઅલ બ્લડ કેન્સર છે, જેમાં કોઈ દવા કે ટ્રીટમેન્ટની કાઈ અસર નથી થતી અને આનો અંત પેશન્ટના મૃત્યુથી જ થાય છે. બસ, ત્યારે જ મેં વિચારી લીધું કે કાઈપણ થાય, હું આ વાત કોઈને નહિ કહું. હા મને ખબર છે મેં ખોટું કર્યું આ વાત છુપાવીને, પણ જયારે મને ખબર છે કે આ વાત સાંભળીને બધાને હું તકલીફ જ આપવાની છુ તો બધાને જણાવીને શું મતલબ છે ? આ વાત જાણ્યા પછી તારા શું હાલ થશે તેની મને ખબર જ હતી, હું મરી જઈશ એ વિચાર જ તારા માટે ભયાનક સપના સમાન છે, એટલે જ મેં બને એટલા ટાઈમ સુધી તારાથી આ વાત છુપવવાનું નક્કી કર્યું. મને તકલીફમાં જોઇને તને તકલીફ થતે, બસ એ તકલીફથી હું તને દુર રાખવા માંગતી હતી. આય એમ સોરી, મેં બધું તને ખુશ રાખવા માટે કર્યું. [હજીપણ રડતા રડતા] પ્લીઝ કઈક બોલ આકાશ...નહિતર હું હમણાં જ મરી જઈશ. પ્લીઝ.

આકાશ – [ઋતુનો ચહેરો પોતાના હાથમાં લઈને, તેના આંસુ લુછતા, રડતા રડતા] ઋતુ, તે મને પહેલા કહી દીધું હોત તો હું મોટામાં મોટી હોસ્પીટલમાં જઈને, ગમે તે કરીને તને સાજી કરી દેત. હજીપણ હું તે જ કરીશ. જેને જે કહેવું હોય તે કહે, હું તને કશું નહિ થવા દઉં. મને ખબર છે, તું, તું ક્યાય નથી જવાની. બસ. તું ક્યાય નથી જવાની, મારી પાસે જ રહેવાની છે.

જાણે રૂતુને પોતાની અંદર છુપાવી દઈને બધાથી બચાવી લેવા માંગતો હોય, તેવી રીતે આકાશે ઋતુને ગળે લગાવી લીધી. બંનેવ રડતા રડતા પણ એકબીજાના આંસુ લુછતા હતા. ખબર નહતી પડતી કે બંનેવમાંથી કોણ એવું કઈક કહીને એકબીજાને ચુપ કરાવે. રડતા પણ હતા, અને સાથે એકબીજાના આંસુ પણ લુછતા હતા.

ઋતુ – આકાઆઆશશશ...આકાશ પ્લીઝ, કઈક કરને. મને તારાથી દુર નથી જવું. તારી જ પાસે રહેવું છે. કેટલી સેફ છુ હું તારી સાથે, તારા પ્રેમમાં. હજી તો ઘણું બધું કરવું છે મારે તારીસાથે. ક્યાંક એમ જ કોઈને કિધા વગર, કોઈ જગ્યા પર જતું રહેવું છે થોડા દિવસ માટે, ડિઝનીલેન્ડ જોવું છે, સલમાન ખાનને મળવું છે, કોઈએ ક્યારે પણ વાચી અને વિચારી ના હોય તેવી સ્ટોરી લખવી છે, તારી માટે બોવ બધી કવિતા લખવી છે, જીતેશ દોંગાની બુક વિશ્વ-માનવના રૂમીની જેવા બાળકને એડોપ્ટ કરવો છે, વૃધાશ્રમમાં જઈને કોઈ ઘરડા દાદા-દાદી સાથે આખો દિવસ સ્પેન્ડ કરીને તેમની લવ-સ્ટોરી સાંભળવી છે, બધાને પેટમાં દુખી જાય ત્યાં સુધી હસાવવા છે, કોઈના તૂટેલા દિલ ને જોડીને ફરીથી પ્રેમ કરતા શીખવવુ છે, કોઈની લાઈફ બદલવી છે, કોઈની મદદ કરવી છે, મન મુકીને નાચવું છે, પાગલની જેમ ગાવું છે, અને, અને કાલે મેં જે કહ્યું હતું, તે સપનું પણ પૂરું કરવું છે. આકાશ... આકાશ... પ્લીઝ.. પ્લીઝ કઈક કરને..મને તારાથી દુર નથી જવું, ક્યાય નથી જવું, તારી સાથે જ રહેવું છે, હમેશા.

આકાશે વધારે ટાઈટ હગ કરીને, ઋતુને ચુપ કરાવવાની કોશિશ કરી. એની હેલ્થ માટે આટલું બધું રડવું સારું નહતું. ખુદના આંસુ રોકતા, આકાશ, ઋતુને હસાવવાની કોશિશ કરી રહ્યો હતો,

આકાશ – શશશશશ......રડ નહિ, તું એમ કાઈ મારો પીછો છોડે એવી નથી. તું ક્યાય નહિ જાય. અને મને હવે તારી આદત પડી ગઈ છે એટલે હું તને કયાય જવા પણ નથી દેવાનો. હજી ઘણી બધી મસ્તી કરવાની છે તારી સાથે. ફક્ત તારી જ ઇચ્છાઓ પૂરી કરશું કે ?? મારી ઇચ્છાઓનું શું ? તે તો ખાલી એક બેબી ગર્લ નું સપનું જોયું છે, મારે તો આખી ક્રિકેટ ટીમ જોઈએ છે. [ઋતુના ફેસ પર સ્માયલ આવી ગઈ] ચલ અત્યારે તું સુઈ જા, પછી આરામથી આપડે આપડા બાળકોના શું નામ પાડવા તેનું લીસ્ટ બનાવશું.

આકાશ પણ બેડ પર આડો પડ્યો અને તેની છાતી પર માથું મુકીને, ઋતુ પણ તેની બાજુમાં સુતી. આકાશ, ઋતુની પીઠ પર ધીરે ધીરે હાથ ફેરવતા, ક્યારેક તેના માથા પર કિસ કરીને તેને કહી રહ્યો હતો, “તું ક્યાય નહિ જાય, ઋતુ તું ક્યાય નહિ જાય.” હજી પણ બંનેવની આંખો ભીની હતી, બંનેવ રડતા રડતા જ ઊંઘી ગયા.

સવારે ઉઠીને આકાશે જોયું, તો ઋતુ તેની બાજુમાં નહતી. આકાશ ઋતુને શોધવા માટે ઉભો થયો ત્યારે ઋતુને તેણે ડ્રેસિંગ રૂમમાં રેડી થતી જોઈ. આકાશને જોઇને ઋતુએ કહ્યું,

ઋતુ – બોવ ઊંઘ કરી, કુંભકરણ. જો તો સહી તારું મોઢું. [પોતાની સાડીથી આકાશનો ચહેરો લુછતા] રડી રડીને આંખો લાલ કરી નાખી. ચલ ફ્રેશ થઈ જા. આપડે ક્યાંક જઈએ.

[આકાશને સમજાતું નહતું કે ઋતુ કેમ આટલું નોર્મલી બિહેવ કરે છે, ઋતુ આકાશના એક્સપ્રેશન સમજી ગઈ.]

ઋતુ – આકાશ, જયારે મને કેન્સર ની ખબર પડી, ત્યારે મેં કોઈનેપણ આના વિષે ના કહ્યું. કેમક જેનો કાઈ ઈલાજ નથી થઈ શકવાનો તેની વિષે બધાને કહીને, હર્ટ કરીને, બીજાની દયા ખાઇને કાઈ મતલબ નથી, એટલે મેં આ વાતને છુપવવાનું ચૂઝ કર્યું. હજી પણ આપડે તે જ કરીશું. આપડી સિવાય આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. સાલું, જે વાત આપડે ભૂલી જવા ઈચ્છતા હોઈએ, તે જ વાત આપડા સગાઓ, ભલે સાચી કેર દેખાડીને જ, યાદ કરવ્યા કરીને વધારે તકલીફ આપે. તેના કરતા બેસ્ટ છે કે આપડે કોઈને આના વિષે કહેશું જ નહિ, અને એકબીજા સાથે પણ કઈ થયું જ ના હોય તેમ રહીશું. જો હોના હૈ વો હોના હૈ, ફિર કિસ બાત કા રોના હૈ ?

આકાશ – [સ્માયલ કરીને] ઓકે. તું જેમ કહે તેમ. બીજી કોઈ ફરમાઈશ ??

ઋતુ – હા છેને, પ્લીઝ, ચા બનાવને.

આકાશ – ચલ ભાગ, હું કાઈ નથી બનાવવાનો. ઝરા પ્યારસે ક્યાં બાત કરલી, તું તો બચ્ચેકી જાન લેગી.

[ઋતુએ મોઢું ફુલાવીને બેસી ગઈ.]

આકાશ – ઓય, આમ ફુગ્ગો બનાવીને નહિ બેસ, આંટી લાગે છે.

ઋતુ – આંટીવાળા. હું આંટી તો તું ઘરડા દાદાજી લાગે છે.

આકાશ – [હસીને] કેવી મસ્ત જોડી ચછેને આપડી, આંટી અને દાદાની જોડી. વાહ્હ..

[ઋતુ પણ હસવા લાગી.]

ઋતુ અને આકાશ બને તેટલો ટાઈમ એકબીજા સાથે જ રહેતા. ઋતુના બીહેવીઅર પરથી એવું જરાપણ ના લાગે કે તેને કશું થયું છે. બંનેવ પોતાની મસ્તીમાં ગુમ રહેતા. આકાશે ઋતુની ઘણીબધી ઇચ્છાઓ પૂરી કરી દીધેલી. એકદિવસ ઋતુ, કોઈ વિચારોમાં ખોવાએલી, રસોડામા રસોઈ કરી રહી હતી. આકાશના પેરેન્ટ્સ નહતા, તે મોટા ભાગે બહાર જ રહેતા. આકાશે રસોડામાં આવીને, ઋતુને પાછળથી આવીને હગ કર્યું. ઋતુ હજી વિચારોમાં ખોવએલી હતી એટલે કશું બોલી નહિ. આકાશે જયારે ઋતુના ગાલ પર કિસ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આકાશ તેને પકડીને ઉભો છે.

ઋતુ – અક્કુ...

આકાશ – હમમમમમમ...

ઋતુ – તે મારી ઘણીબધી ઇચ્છાઓ પૂરી કરી છે, હજી એક વિશ પૂરી કરીશ ?

આકાશ – અરે ગાંડી, એક શું હજાર ઈચ્છા પૂરી કરીશ તારી. તારા માટે તો જાન છે, પણ તને ક્યાં ભાન છે.

ઋતુ – બોવ સારું..અચ્છા, આકૃતિ બોવ સારી છોકરી છેને ?

આકાશ – હા, પણ, સોરી, તે લેસબિયન નથી.

ઋતુ – ડોબા, તારા માટે કહું છુ, તારા માટે બરાબર રહેશે ને ?

આકાશ – તું એક માંડ હેન્ડલ થાય છે, ૨-૨ ને કેવીરીતે હેન્ડલ કરીશ હું ?

ઋતુ – [ચિડાઈને] અક્કુ..

આકાશ – હમમમમમમ્મમમમમમમ...

ઋતુ – આકાશ હું સીરીઅસ છુ. હું એમ વિચારતી હતી કે મારા ગયા પછી તું આકૃતિ સાથે સેટ ના થઈ શકે ? આકૃતિ સારી છે, તારી બેસ્ટફ્રેન્ડ છે, એને કાઈ પ્રોબ્લેમ પણ નથી તારી સાથે સેટ થવામાં, મેં તેની સાથે વાત કરી લીધી છે.

આકાશ – [ઋતુને છોડીને] ઋતુ, પ્લીઝ યાર. મારી એવી બધી વાત નથી કરવી. હું ફક્ત તને જ પ્રેમ કરું છુ અને હમેશા કરતો રહીશ. ભલે તું હોય કે ના હોય. હવે ફરીથી તે આવું કાઈ કહ્યું તો હું તરીસાથે વાત નહિ કરું.

ઋતુ – તો કોની સાથે વાત કરીશ ? આકૃતિ સાથે ?

આકાશ – આય એમ સીરીઅસ ઋતુ. હવે એનું નામ ના લેતી.

ઋતુ – [કાન પકડીને] ઓકે બાબા સોરી.

ઋતુએ ઘણી ટ્રાય કરી આકાશને સમજાવવાની કે આકૃતિ સાથે સેટ થઈ જાય. પણ આકાશ કાઈપણ સાંભળવા નહતો માંગતો એટલે ઋતુએ આકૃતિને સમજાવીને મનાવી લીધી કે ઋતુના ગયા પછી તે આકાશને સંભાળી લે. કેમકે ઋતુ જાણતી હતી, અત્યારે તો આકાશ ભલે ના પડે પણ એક ટાઈમ પર આકાશને પણ કોઈના પ્રેમ અને ઈમોશનલ સપોર્ટ ની જરૂર પડશેજ.

પોતાની તકલીફોને સહન કરતા કરતા ઋતુના દિવસો જતા હતા. ઋતુની હાલત ખરાબ થતી જતી હતી. અત્યારસુધી તો ઘણું છુપી છુપીને આકાશે ઋતુની ટ્રીટમેન્ટ કરાવી, પણ હાલત એટલી ખરાબ થઈ ગયેલી કે કોઈનાથી છુપું ના રહ્યું. ડાઉટ જવા લાગ્યાં બંનેવના પેરેન્ટ્સને કે કઈક તો છે જે બંનેવ છુપાવે છે. ડોકટરે જયારે ઋતુને એડમિટ કરવાનું કહ્યું ત્યારે આકાશે બધાને ઋતુની સાચી પરિસ્થિતિની જાણ કરી. બધા તો રડી-રડીને બેહાલ થઈ ગયા. ઋતુ બેહોશ હતી. ઋતુ જયારે હોશમાં આવી ત્યારે બધાને પોતાની માટે આવી રીતે રડતા જોઇને ઋતુને પણ રડવું આવી ગયું. ઋતુની હાલત જોઇને હવે ડોકટરે પણ કહી દીધું કે ઋતુની હાલત બોવ ખરાબ છે, એને હોસ્પિટલમાં જ રહેવું પાડશે.

ઋતુએ પણ ડોક્ટરને કહી દીધું કે હવે મરવાનો ટાઈમ નજીક જ છે તો હું મને ગમતી વ્યક્તિઓ સાથે, મારા ઘરે ટાઈમ સ્પેન્ડ કરીને મરવાનું પસંદ કરીશ. મને અહયા નથી રહેવું. ઋતુ જીદ પકડીને બેસી ગઈ. બધાએ ઋતુને ઘણી સમજાવી પણ ઋતુ ના માની અને એને ઘરે લઈ જવી પડી. ઘરે આવીને પણ તેણે બાધાને કહી દીધું કે પ્લીઝ હવે કોઈ રડતું નહિ, મને તમારા હસતા ચહેરા જોવા છે, આવા રડતા ચહેરા નહિ. ઋતુની ખુશી માટે જ સહી બધા મહામુશ્કિલથી પોતાના આંસુ રોકીને, ચહેરા પર સ્માયલ રાખી રહ્યા હતા. બધા તેની આજુબાજુમાં બેસી ગયા અને ઋતુની મસ્તીભરી વાતો સાંભળી રહયા. ઘણો ટાઈમ એમજ બેસી રહ્યા પછી, અચાનક ઋતુએ બધાને કહી દીધું કે આકાશ સિવાય બધા જ મારી માટે પ્રાથના કરવા મંદિર જાવ. બધાને ઋતુની ખુશી જ જોઈતી હતી એટલે બધા માની ગયા. હવે ઘરમાં ઋતુ અને આકાશ, પુચકીન સિવાઈ કોઈ નહતું. કદાચ ઋતુ એકલામાં આકાશ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતી હતીં.

ઋતુ – [આકાશને પાસે બોલાવીને, ધીરેથી] આકાશ, મને લાગે છે કે મારો અંત નજીક આવી ગયો છે એટલે જ મેં બધાને ઘરની બહાર મોકલી દીધા. હું નહતી ઈચ્છતી કે મને તેલોકો આવી રીતે પોતાની આંખો સામે મારતી જુએ. અને એટલે રોક્યો કેમકે મારી તારી સાથે, ફક્ત તારી સાથે મારી લાઈફના લાસ્ટ મોમેન્ટસ સ્પેન્ડ કરવા છે. મારી લાસ્ટ વિશ પૂરી કરીને.

આકાશ – [રડતા રડતા, એક હાથ ઋતુના સાવ મુરજાઈ ગયેલા ચહેરા પર ફેરવીને, બીજો હાથ, ટ્રીટમેન્ટની અસરથી નહીવત બચેલા વાળમાં ફેરવીને] એવું નહિ બોલને, તું ક્યાય નથી જવાની, ભગવાન આટલા પણ નિષ્ઠુર ના હોઈ શકે.

ઋતુ – [આકાશના આંસુ લુછતા] આકાશ, પ્લીઝ રડ નહિ, તારી લાસ્ટ ઈમેજ મારા માઈન્ડમાં હસતી હોવી જોઈ. મારે તારી સાથે કપલ ડાન્સ કરવો છે. આપડે ફસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે જે સોંગ સાંભળ્યું હતું, એ “લગ જા ગલે” સોંગ પર તારી સાથે ડાન્સ કરવો છે. [હાથ લંબાવીને] વુડ યુ લાઈક ટુ ડાન્સ વિથ મી ?

આકાશ – [આકાશ માટે ઋતુની ખુશીથી વધારે કશું મહત્વનું નહતું, એટલે સ્માયલ કરીને, ઋતુનો હાથ પોતાના હાથમાં લઈને] પ્લેઝર ઈઝ ઓલ માઈન બ્યુટીફુલ લેડી.

ઋતુએ પોતાના ફોનમાં “લગજા ગલે...કે ફિર યે...હસીન રાત હો ના હો...શાયદ ફિર ઇસ જનમ મેં...મુલાકાત હો ના હો...” સોંગ પ્લે કર્યું. ઋતુએ મુઠીવાળેલો એક હાથ આકાશના ખભા પર મુક્યો, આકાશે પોતાનો એક હાથ ઋતુની કમર ફરતે મુક્યો, બીજો હાથ એકબીજાના હાથમાં રાખ્યો, ઋતુએ પોતાનું માથું આકાશની છાતી પર ઢાળી દીધું. ધીરે ધીરે બંનેવ ગીતના તાલ પર સ્ટેપ્સ કરવા લાગ્યાં, વિચારતા રહ્યા કે એકબીજાથી અલગ કેમ રહેવાશે ? બંનેવમાથી કોઈ કશું નહતું બોલી રહ્યું. સોંગની હરેક લાઈન જાણે એમની માટેજ બની હોય એવું લાગી રહ્યું હતું. “હમકો...મિલી હૈ...આજ યે.... ઘડિયા... નસીબ સે....જી ભાર કે દેખ લીજીયે...હમકો...કરીબ સે....આંખો સે ફિર...યે પ્યાર કી.... બરસાત... હો ના હો...શાયદ ફિર ઇસ જનમમે...મુલાકાત હો ના હો....લગજા ગલે...”

ઋતુ – આકાશ, મારે તારાથી અલગ તો નથી થવું પણ લાગે છે કે હવે જવું જ પાડશે. [ઋતુ સાવ કમજોર થઈ ગઈ હતી, તેનાથી સરખું બોલાતું પણ નહતું, ધીરે ધીરે બોલતી હતી] પ્લીઝ મારી આટલી વાત માનીલેજે, મારા ગયા પછી, થોડો ટાઈમ તું મારી યાદોમાં કદાચ ખુશ રહીશ પણ કોઈના જવાથી લાઈફ રુકી નથી જતી અને ખાલી યાદો સાથે જીવન જીવવુ મુશ્કિલ છે. કાઈ નહિ તો એટલીસ્ટ વિચારી તો જોજે મારી વાત વિષે. આકૃતિ સાથે લગ્ન કરી લેજે, બોવ સારી છોકરી છે, તને અને મમ્મી-પપ્પાને ખુશ રાખશે. અને એના જ થ્રુ કદાચ મારી પેલી બેબી ગર્લની ઈચ્છા પૂરી થશે, અને...

ઋતુ હજી આગળ ઘણું બધું કહેવા માંગતી હતી પણ એને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તેની આંખો પણ નહતી ખુલી શકતી. તે હાંફી રહી હતી. આકાશ નીચે બેસી ગયો અને ઋતુનું માથું પોતાના ખોળામાં મુકી દીધું. ઋતુને તે કાઈ કહેવા જાય તેની પેહલા જ ઋતુએ આકાશ સામે જોઇને મોટી સ્માયલ કરી, અને આંખો બંધ કરી દીધી. હમેશા માટે. ઋતુનું હવે ફક્ત શરીર ત્યાં પડ્યું હતું પણ તેમાં જીવ નહતો.

આકાશે જોરથી “રુરુરુરુતુતુતુતુ” ચીલ્લાવ્યું અને ઋતુને ગાંડાની જેમ કિસ કરવા લાગ્યો, થયું હશે કે કદાચ તેની પ્રેમ ભરી કિસીસથી ઋતુ પાછી આવી જશે. ઋતુ તો ક્યાંથી પાછી આવે, એ હમેશામાટે આ દુનિયા છોડીને જતી રહેલી. ઋતુએ કાઈ હલનચલન ના કર્યું એટલે આકાશને સમજાયુ કે ઋતુ હવે નથી, એટલે આકાશ જોરજોરથી રડવા લાગ્યો. ઘણીવાર સુધી રડ્યા પછી તેની નજર ઋતુની બંધ મુઠ્ઠીવાળા હાથ પર ગયો, રડતા રડતા જ તેણે એ હાથ ખોલીને જોયું તો તેમાં એક નાનુંએવુ કાગળ હતું જેમાં ઋતુના હેન્ડરાઈટીંગથી લખેલું હતું “આકાશ, હું તને બોવ પ્રેમ કરું છુ, હમેશા હસતો રહેજે ભલે કાઈપણ થાય. આય લવ યુ.” અને, અને આકાશના ફેસ પર સ્માયલ આવી ગઈ. તેણે આંસુ લુછયા અને ઋતુનો ફેસ પોતાના હાથથી ઉચકીને, એ જીવ વગરની ઋતુને કહેવા લાગ્યો,

આકાશ – ઋતુ, તે મને ઘણું બધું આપ્યું છે અને શીખવાડ્યું છે. તારી સિવાઈ હવે હું કોઈને પ્રેમ નહીં કરી શકું. ક્યારેપણ નહિ. અને હું કરવા માંગતો પણ નથી કેમકે તારા પ્રેમના સહારે હું આખી લાઈફ આરામથી જીવી શકું, તેટલો પ્રેમ તે મને આપ્યો છે. તારી સાથે વિતાવેલા એ બધા મોમેન્ટસ તો તારા પ્રેમનું બોનસ છે. તારા પ્રેમમાં એટલીબધી તાકાત છે. અને તારી, આપડા બાળક માટેની વિશ ઓલરેડી પૂરી થઈ ગઈ છે. આ તારો વાહલો પુચકીન, એ આપડા દીકરાથી કાઈ કમ થોડી છે, એ જ મને તારી હાજરીનો અહેસાસ કરાવશે. કેમકે તને એ બોવ વાહલો હતો, અને મને, તને ગમતી હરેક વસ્તુ વાહલી છે. હું એકલો નથી, તારી નિશાની પુચકીન મારી સાથે છે. આકૃતિ મારી ફ્રેન્ડ છે અને હમેશા ફક્ત ફ્રેન્ડ જ રહેશે. હું અને પુચકીન તને અમારા દિલમાં રાખીને હમેશા ખુશી ખુશી જીવતા રહેશું કેમક બીજું કોઈ નહિ, પણ ફક્ત તું જ, તું જ મને બોવ ગમે છે.