Mari Pratham Mulakat in Gujarati Magazine by Priya patel books and stories PDF | મારી પ્રથમ મુલાકાત

Featured Books
Categories
Share

મારી પ્રથમ મુલાકાત

મારી પ્રથમ મુલાકાત....

જ્યારે પણ તેનું નામ સાંભળતી ત્યારે એમ લાગતું કે હું ક્યાંક તેની સાથે જોડાયેલી છું .ઘણા બધા દુઃખો ની વચ્ચે જ્યારે તેનો ચેહરો યાદ આવતો ને મારી નજર સામે અમારી પ્રથમ મુલાકાત નું ચિત્ર ઉભુ થઈ જતું...... તે સમય ની લાગણીઓ ને હું માત્ર મારા શબ્દોં મા નથી સમાવી સકતી ....પણ એટલું તો ખરું કે મારા હોઠ નું સ્મિત ગમે ત્યાંથી આવી જતું.....પ્રથમ મુલાકાત ના ચિત્ર ની સાથે ઘણાં જ રંગો આકાશ મા ઉડવા લાગતા.... પહેલો તેનો સ્પર્શ આજે પણ યાદ કરવા માત્ર થી મારા શરીરમાંથી એક ઝનઝનાહટ દોડી જાય છે.... તે પાંચ મિનીટ ની પ્રથમ મુલાકાત નો સમય અત્યાર સુધી નો સૌથી સુંદર સમય હતો....તે એ સમય હતો જ્યારે મને પહેલી વખત પ્રેમ થયો હતો... તે સમયના અહેસાસો અને લાગણીઓને હજી પણ હું પ્રેમ કરું છું... તેની નજર સાથે જ્યારે મારી નજર મળી ત્યારે મારી પાંપણ જાણે કે શરમાઇ ને ઢળી ગઇ .... કાજળ જાણે મારી આંખોનું સ્મિત વધારતું હોય તેમ તેને જોઇ ને પથરાઈ ગયું......તેને પહેલી વખત મારી આંખો થી પીવાનો ઉત્સાહ મારા દિલ મા સમાતો ન હતો .....ત્યાં બીજી બાજુ તેને દુર થી જોઈને જ મારા ધબકારા ની ગતિ વધી ગઈ હતી ....ને જ્યારે તેણે હાથ મેળવવા પોતાનો હાથ લાંબો કાર્યો ને જાણે કે મારા વધેલા ધબકારા માંથી એક ધબકાર ચૂકી ગઇ હોય.....પ્રથમ વખત એકબીજાને વાળથી લઇને પગની આંગળીઓ સુધી જોઈને એકબીજાનું સ્મિત માપવનો તે સમય આજે પણ તે જગ્યાએ રોકાયેલો છે.. ના તેને ખબર હતી કે તેની આસપાસ મારા સિવાય કોઈ છે ના મને ખબર હતી કે મારી આસપાસ તેના તેના સિવાય કોઈ છે. એકબીજાને પ્રથમ વખત જોતાજ જાણે કે સાગરની અતલ ઊંડાણમાં ડૂબી ગયા હોય ...ના ડૂબવાની બીક હતી અને ના પાછા કિનારે આવવાની મુંઝવણ હતી. શાંત દિલ નાં સમદંર માં તેની નજર એ મારા દિલ માં તોફાન લાવી દીધું હતું. એકબીજાને જાણે કે માત્ર આંખો થી વચનો માં બાંધતા હોય તેમ નજરો એ પણ પાંપણ પટપટવાનું બંધ કરી દીધું હતું. એક ધાર્યું જોતાં જોતાં કાંઇ કીધા વગર જાણે એમ કહેતા હતા કે તારા સાથ વગર હવે જીંદગી ખીલવાની નથી.જન્મો જનમ સુધી અમારી પ્રીત જાણે કે એક થઈ ગઈ હોય. પ્રથમ વાર રૂબરૂ તેના હોઠ માંથી સરકી ગયેલાં શબ્દો હજી મારા કાનમા ગુંજે છે. તે શબ્દો થી રચયેલા સપનાંઓ મારી એ પ્રથમ મુલાકાત ને આજ પણ ઝળહળતી રાખે છે. તે મુલાકાત અવિસ્મરણીય હતી કેમકે તેની સાથે મુલાકાત થવાની છે તેનો મને સુધ્ધાં પણ આભાસ ન હતો. અચાનક થયેલી તે મુલાકાત એ વાતાવરણ ને ખુશીઓ થી ગુંજાવી દીધું હતું. તે વહેતી હવા, ખરતા પાંદડાંઓ અને પથરાયેલી ખુશ્બુ થી સુંગધીત તે વસંતઋતુ ની મૌસમમાં અમારી તે મુલાકાતમાં જાણે કે ખુદ કુદરત પણ તે દ્રશ્ય માં રંગ પુરી ને તેને સુરમ્ય બનાવવામાં સાથ આપતી હોય. એકબીજામાં સર્વાંશે લીન થયેલા બે અચલિત રુધિર અને એક આત્મા ને ના ભૂતકાળની વાતો યાદ હતી અને ના ભવિષ્યના સપનાઓ યાદ હતા. અમે બન્ને તે વર્તમાનનાં સમયમા રોકાઈ જવા માંગતા હતાં. પળે પળે તેની રાહ જોતી મારી તરસતી આંખો એ તેને જોતાં જ જાણે કે અમૃત પીધું હોય.તે સમય એ મને સમજાણુ કે બધી અજાણતી લાગણીઓને સરનામું માત્ર શબ્દ નહીં પણ એક મીઠી નજર આપે છે. ઘણીવાર એવું થાય છે કે લાગણીઓ ને શબ્દો નો સથવારો મળે છે તોપણ વ્યક્તિઓ તેને સમજવામાં ભુલ કરી બેસે છે ....પણ અમારે તો ,ત્યારે શબ્દો ની જરુર જ ન હતી .તે શબ્દો ની ગડમથલ થી ઉપર ઊઠીને અમારું મૌન જ અમારી લાગણીઓ ને વહેતું કરતું હતુ. અમારી અગાઢ પ્રીત ને મંજીલે પહોંચાડવાના લાંબા રસ્તાની શરૂઆત તે અમારી પ્રથમ મુલાકાત હતી...કહેવાય છે કે યે ઇશ્ક નહીં આસાન એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ..... તે આગ ના દરિયામાં બળીને થયેલી રાખ માંથી ફુલ ઉગાડવાનો જૂનુન રગ-રગ માં હવે વહેવા લાગ્યો હતો. જાણેકે તે રાખ માંથી એક નવી લાગણીઓની દુનિયાનું સર્જન થવાનું હોય. તે દુનિયા મારાથી શરુ થઈને તેનાથી પુરી થતી હતી. મુસ્કાતી ખુશીઓની સાથે સાથે બધીજ વિરહની વ્યાકુળતા ટૂટી ભાંગી ગઇ હતી. બધી ચમકતી વસ્તુ કિંમતી નથી હોતી ક્યારેક લાગણીઓ પણ ચમકે છે જેની કોઈ કિંમત નથી હોતી.તે લાગણીઓને આગ બનાવવાની શરૂઆત મારી એ પ્રથમ મુલાકાત ની ચિંગારીએ કરી હતી. જેમ અત્તર ની સુગંધ થી માહોલ સુગંધિત થઈ જાય છે તેમ અમારી મુલાકાત થી આખું બ્રહ્માંડ પ્રફુલ્લિત થઈ ગયુ હતુ. વર્ષો જુના જામનો નશો જેમ ચડે છે તેવો નશો બેબાકળા દિલમાં ચડી ગયો હતો. તે મુલાકાત પછી ની જુદાઈનાં સમયે મારી આંખો ભીની ન હતી કેમકે મને ખબર હતી કે તે મારી પ્રથમ મુલાકાત હતી હજી ઘણી આવી રમ્ય મુલાકાત થવાની હતી. જીવતી જીંદગીનો અહેસાસ તે મુલાકાતએ મને કરાવ્યો હતો. તે અદ્ભૂત અને અવિસ્મરીણ પ્રથમ મુલાકાત દરેક મૌસમમાં આજ પણ નવાં કૂંપળની જેમ ફૂટે છે. તે અદ્ભૂત લાગણીઓ નો આભાસ હજી પણ તે મુલાકાત ને ક્ષણે ક્ષણે મારી સામે જીવંત કરે છે. અમારી તે પ્રથમ મુલાકાત !!!!....

***