નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર
email id –
બંગલો નં.313ભાગ : 8
વિષય : નવલકથા
પ્રકરણ : 15 ઋતુ અને ગીતાની ભારત યાત્રા
પ્રકરણ : 16 લંડનમાં પાર્થવીનુ પ્રથમ લેકચર
પ્રકરણ : 15
ઋતુ અને ગીતાની ભારત યાત્રા
આજે તેઓ માથેરાન જવાના હતા.ત્યાં એક દિવસ ગુજારી સાંજે એલિફન્ટાની ગુફાઓ જોઇને હોટેલ પર પરત આવવાના હતા માથેરાનના કુદરતી વાતાવરણ વચ્ચે દિવસ ક્યાં પસાર થઇ ગયો કાંઇ જ ખબર ન પડી.એલિફન્ટા ગુફાઓની સુંદર કોતરણી શિવ, વિષ્ણુ, બ્રહ્માની મુર્તિઓ જોઇને તેઓ ઘણા ફોટા પાડયા.ત્યાં હોડીમાં સફર કરીને ગેઇટ વે ઓફ ઇન્ડિયા પાસે આવ્યા.ફરી રાત્રે હોટેલ પર જઇ સુઇ ગયા.ચોથા દિવસે સવારે તેઓ મહારાષ્ટ્ર દર્શન માટે નીકળ્યા.હોટેલ માલિકે તેને જણાવ્યુ કે પ્રાઇવેટ ટેકસીનુ ભાડુ તેઓને મોઘુ પડશે.આથી તેઓ ગાઇડ લઇને તેઓ સ્વતંત્ર સફર કરે આથી સવારે ગાઇડ હાજર જ હતો.હોટેલમાંથી જરૂરી સામાન લઇને તેઓ નીકળી પડયા. પહેલા તેઓ પુના ગયા ત્યાંથી મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા જેવા ગિરિમથકોમાં ફર્યા જયાં અખુટ કુદરતી સૌદર્ય માણ્યુ.કુદરતી સ્ટ્રોબેરીનો સ્વાદ ચાખ્યો પંચગીનીમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓ જોઇ.પુનામાં તેઓએ ઘણાં મહેલો, બગીચા, પાતાળેશ્વરની ગુફાઓ જેમાં ઉત્કુષ્ટ કોતરણીઓ કરેલી છે અને પાસે એક મ્યુઝિયમ પણ આવેલુ છે. પુના પછી તેઓ રત્નાગીરી ગયા.જે લોકમાન્ય ટિળકનુ જન્મ સ્થળ છે.જયાંની મીઠી મધુરી કેરીઓ દેશવિદેશમાં ખુબ જ પ્રખ્યાત છે.અહીં તેમણે લોકમાન્ય ટિળકનુ એક મ્યુઝિયમ પણ જોયુ અને વિશાળ કેરીના બગીચા પણ જોયા.અને પાસે આવેલુ કુદરતી સૌદર્ય વચ્ચેનુ ગણપતિનુ મંદિર જોયુ. ત્યાંથી તેઓ ઓરંગાબાદ ગયા અને અજંટા તથા ઇલોરાની ગુફાઓ જોઇ જયા રહેલા ભીતચિત્રો અને શિલ્પકળાઓ જોઇને બંન્ને મંત્રમુગ્ધ બની ગયા.આમ મહારાષ્ટ્રમાં દસ દિવસ કેમ પુરા થઇ ગયા કાંઇ ખબર જ ન પડી.છેલ્લા દિવસે ફરી હોટેલ પર તેઓ આવી ગયા.હોટેલ પર પહોંચીને બંન્ને ખુબ જ ખુશ હતા.ઋતુએ પોતે પાડેલા અદભુત ફોટાઓ લેપટોપ પર અપલોડ કર્યા અને ગીતાએ પોતાના અનુભવનુ વર્ણન નોટપેડ પર કર્યુ પછી ઘરના બધાને ફોન કરીને આનંદ તથા રોમાંચની આપ લે કરી પછી સામાન પેક કરીને હોટેલમાં ચેક આઉટ કરી.રાત્રે ગોવાની બસમાં બેસી ગોવા જવા નીકળ્યા. રાત્રે ગોવામાં હોટેલ પર આરામ કરીને સવારે તેઓ ગોવા ફરવા નીકળ્યા.ગોવામાં આવેલા કિલ્લાઓ જોયા બીચ ઉપર આનંદ માણ્યો.બે દિવસ ગોવા રોકાયા ત્યારબાદ ફરીથી મુંબઇ ગયા અને ત્યાંથી કર્ણાટકની ફલાઇટમાં બેસી ગયા. ફલાઇટમાં એક ખુબસુરત કપલ મળ્યુ.જેઓની સાથે તેઓની ચાર વર્ષની દીકરી ચપ્સી હતી.આજના આ ભૃણ હત્યાના યુગમાં ચાર વર્ષની ચપ્સીને તેના માતા પિતા ખુબ લાડ લડાવતા હતા.તેની માતા તેને અવનવી વાતો શીખવાડતી હતી.આ જોઇને ગીતાનુ માતૃત્વ પણ છલકાઇ ઉઠ્યુ.ઋતુ તેની આઁખો જોઇ બધુ સમજી ગયો અને હળવેકથી તેનો હાથ દબાવ્યો.બંનેએ મૌનથી વાત કરી લીધી. બેંગ્લોર હોટેલ પરથી ટેકસી લઇને બંને હોટેલ પર પહોંચ્યા ત્યારે સવારના પાંચ વાગ્યા હતા.ફ્રેશ થઇ નાસ્તો કરી બંનેએ બપોર સુધી આરામ કર્યો.બપોરે લંચ લઇને હોટેલના માલિકને મળી બેંગ્લોર દર્શન માટે વ્યવસ્થા કરી.મહારાષ્ટ્રમાં દસ દિવસ ખુબ ઓછા પડયા હતા.આથી બપોર પછી જ બેંગ્લોર દર્શન માટે નીકળી ગયા. બેંગ્લોર અતિ સુંદર અને ચોખ્ખુ ચણક શહેર છે.તે “ગાર્ડન સીટી” તરીકે પણ ઓળખાય છે.બેંગ્લોરમાં તેઓએ લાલ બાગ બોટેનિકલ ગાર્ડન જે સુંદર બગીચો છે તે જોયો.વિશાળ અને અતિ ભવ્ય બેગ્લોર પેલેસ જોયો.કુબેન પાર્ક પણ જોયો.તેના સિવાય ગંગાધરેશ્વર મંદિર, ટીપુ સુલતાનનુ મંદિર અને તેના જ પાસે આવેલુ વેંકટરામાસ્વામી મંદિર જોયુ. બેંગ્લોર શહેરની સુંદરતા અને સ્વચ્છતા જોઇને બંને ખુબ ખુશ થયા જાણે વિદેશમાં પહોંચી ગયા હોય તેવો આભાસ થતો હતો.વળી ટેકનોલોજી ક્ષેત્રે પણ શહેર ઘણું આગળ પડતુ હતુ.ઋતુએ ઘણાં ફોટોગ્રાફ પાડયા.બે દિવસ સુધી બેંગ્લોર શહેરમાં ફર્યા.બીજા દિવસે સાંજે ઋતુ લેપટોપ પર ફોટા અપલોડ કરતો હતો ત્યારે પાર્થવી દીદીનો મેસેજ આવ્યો જેમાં તેમણે લીધેલી હિમાલયની મુલાકાત અને વિવિધ આયુર્વેદિક વન્સપતિઓ વિશે માહિતી હતી.તેઓની હિમાલયની મુલાકાત પુરી થઇ ગઇ હતી.તેઓ આવતીકાલે લંડન જવા નીકળવાના હતા.પાર્થવીએ લખ્યુ હતુ કે સ્વર્ગની આ ભુમિ છોડવાનુ જરાય મન થતુ ન હતુ.પરંતુ હવે જવુ જરૂરી પણ હતુ. ઋતુએ પણ પોતાની મહારાષ્ટ્રની સફર અને બેંગ્લોરની સ્વચ્છતા વિશે વાતો કરી.તેઓએ ઘણી વાર સુધી મેસેજ દ્રારા વાતો કરી.પછી ઋતુને ઘરની યાદ આવી ગઇ.આથી વૈદિકભાઇને ફોન કરીને વાતો કરી.પછી ખુબ જ થાક મહેસુસ થતા તેઓ સુઇ ગયા.સવારે ઉઠી ફ્રેશ થઇ નાસ્તો લઇ પાર્થવી દીદીને ફોન કર્યો તેઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.ઋતુ અને ગીતાએ પાર્થવી અને વિશાલ સાથે ઘણી વાતો કરી.પછી તેઓ કર્ણાટક દર્શન માટે નીકળ્યા. કર્ણાટકમાં પણ એક ગાઇડ લઇ સ્વતંત્ર સફરે નીકળી ગયા.કર્ણાટકમાં તેઓએ બન્નરઘટા નેશનલ પાર્ક જે સુંદર ટેકરીઓ અને વૃક્ષો વચ્ચે આવેલ છે.ઘણા કિલ્લાઓ, લીલીછમ લીલોતરી વચ્ચે આવેલુ બેલુર ગામ.ગુફાઓ અને શિલ્પ કળાઓથી ભરપુર બદામી શહેર જોયુ.ગોળ ગુંબજ જોયો, ગોકર્ણ બીચ પર બેસીને દરિયાની મજા માણી.તુંગભદ્રા નદીના કાંઠે આવેલુ ઐતહાસિક હમ્પી શહેર જોયુ.ભારતનો સૌથી ઉંચો જોગ ફોલ્સ જોયો.લીલાછમ વન વચ્ચે આ ધોધમાં ચાર ફાંટા પડે છે.ઉપરથી નીચે પડે છે ત્યારે જાણે વરાળ બની જાય છે તેવો આભાસ થાય છે.ધોધના સુમધુર અવાજ વચ્ચે અહીંથી ખસવાનુ મન પણ થતુ નથી.
દક્ષિણના કાશ્મીર એવુ સુંદર અને લીલોતરીથી ભરપુર કોડાગુ શહેર જોયુ.જેમાં સર્પાકાર નદીઓ અને તેજાનાની સુંગધ અને અખુટ કુદરતી સૌદર્યતા વેરાયેલી છે.અહીં કાજુ, એલચી, કોફીના બગીચાઓ જોયા.ખીણો અને ઉંચા પર્વત પર જઇને અખુટ સૌદર્યની મજા માણી.મેંગ્લોર શહેર જોયુ.આમ કર્ણાટકમાં દિવસો ક્યાં પસાર થઇ ગયા કાંઇ ખબર જ ન પડી. કર્ણાટકમાંથી તેઓ આંધ્રપ્રદેશ જવા નીકળ્યા.બંને ખુબ જ ખુશ હતા. લંડનમાં
પાર્થવી અને વિશાલ લંડનમાં પહોંચી ગયા હત તેઓ એકબીજા સાથે ખુબ જ ખુશ હતા અને હિમાલયની સફરને ભુલી શકતા ન હતા.પાર્થવી માટે લંડનનુ વાતાવરણ ખુબ જ નવુ હતુ પરંતુ તે થોડા દિવસમાં સેટ થઇ ગઇ. આંધ્રપ્રદેશમાં
આંધ્રપ્રદેશમાં ઋતુ અને ગીતા હૈદરાબાદમાં ઉતર્યા.હૈદરાદાબાદ ખુબ જ શાંત અને સુંદર શહેર છે.હોટેલમાં થોડો સમય આરામ કર્યા બાદ તેઓ શહેરની સફરે નીકળી પડયા.હૈદરાબાદ શહેરમાં તેઓ ચાર મિનાર જોવા ગયા જે પ્લેગની નાબુદીની સ્મૃતિમાં મહંમદ કુલી કુતુબ શાહે બનાવ્યો હતો, બિરલા મંદિર જે સુંદર સફેદ આરસનુ બનાવેલુ છે અને જેમાં રામાયણ અને મહાભારતના પ્રસંગો દર્શાવતી સુંદર કોતરણી કરવામાં આવેલ છે જ્યાં જઇ એક શાંતિની અનુભુતિ થઇ તે સિવાય હુસેન સાગર, લુમ્બિની પાર્ક જેવા અનેક સ્થળોએ ગયા.બીજા દિવસે તેઓ રામોજી ફિલ્મ સીટી જોવા ગયા.સુંદર, અદભુત, વિશાળ ફિલ્મ સીટીની સફર કરી તેઓને ખુબ જ મજા આવતી હતી.ફરી ત્રીજા દિવસે ગાઇડ લઇ તેઓ આંધ્રપ્રદેશની સફર નીકળી ગયા.
આંધ્રપ્રદેશમાં તેઓ નાગાર્જુન સાગર બંધ જોવા ગયા.પુટુપર્ટીમાં શ્રી સત્યસાંઇબાબાનુ નિવાસ સ્થાન જોવા ગયા.જગ વિખ્યાત તિરૂપતી બાલાજીનુ મંદિર જોવા ગયા.મંદિરની સફર દરમિયાન ઋતુ ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતો અને તેનો ફોન ગીતા પાસે હતો.ત્યારે કલકત્તાથી હેતલનો ફોન આવ્યો અને હેતલે ગુડ ન્યુઝ આપ્યા કે તે માં બનવાની છે.તેના સાસુને આમ તો સાંરુ છે પરંતુ એક રમકડું મળી જાય તો તે બધુ વિસરી જાય આથી તેઓએ વહેલાસર બાળક માટે નક્કી કર્યુ.ઋતુને ફોન આપ્યો તો તે ન્યુઝ સાંભળીને ખુશીના માર્યો ઉછળી પડયો અને હેતલને અભિનંદન આપ્યા અને કહ્યુ કે થોડા સમય પછી તેઓ કલકત્તાની સફરે પહોચશે ત્યારે તેને મળવા જઇશે. વડોદરામાં “વૈદિક આપણા ફ્રી કોચિંગ સેન્ટરમાં વિધ્યારથીઓના ઘસારાને હિસાબે જગ્યા ટુંકી પડે છે.વળી સ્ટાફ પણ ઓછો પડે છે” પારેખ અંકલે જણાવ્યુ “અંકલ મને પણ આ વાત જાણવા મળી પરંતુ આપણે ફાળાનો ધોધ પણ ચાલુ થઇ ગયો છે.થોડાક શ્રીમંત લોકો પાસેથી વધારે ફાળો લઇને બીજુ બિલ્ડિંગ બનાવી લઇ સ્ટાફની ભરતી કરી લઇશું” વૈદિકે કહ્યુ “વૈદિક આ વાત સાચી જ છે.બંગ્લા નં.313 માં શિફટ થઇ જાઇએ ત્યારબાદ આપણા મકાન પણ કોચિંગ સેન્ટરને આપી દઇશું બાય ધ વે બંગ્લાના દસ્તાવેજની વિધિ પુર્ણ થઇ ગઇ?” પારેખ અંકલ વાત સાથે પુછ્યુ “અલમોસ્ટ અંકલ બસ પંદર દિવસ બાદ દસ્તાવેજ થઇ ત્યારબાદ સાફ સફાઇ કરાવીને ઋતુના આવ્યા બાદ હવન કરાવી શિફટ થઇ જશું” વૈદિકે જવાબ આપ્યો કિલનિક પર આજે પેશન્ટ ઓછા હતા એથી વૈદિક અને પારેખ અંકલ એથી વૈદિક અને પારેખ અંકલ વાતો કરતા હતા ત્યાં દિપીકાએ આવીને કહ્યુ “વૈદિક, હેતલદીદી એ આવડા મોટા ગુડ ન્યુઝ આપ્યા તો આપણે તો આપણે કંઇક ગિફટ મોકલાવી જોઇએ” “હા દિપીકા તે સારું યાદ કરાવ્યુ આજે જ આપણે ગિફટ ખરીદી લઇ કાલે હેતલ પાસે જઇ આવ્યે”વૈદિકે કહ્યુ “હા બેટા તમે લોકો જઇ આવો હુ કિલનિક સંભાળી લઇશ પછી અમે પણ ગિફટ લઇ જઇ આવીશુ” પારેખ અંકલ કહ્યુ
પ્રકરણ : 16
લંડનમાં પાર્થવીનુ પ્રથમ લેકચર
લંડન
લંડનમાં હવે પાર્થવી સેટ થઇ ગઇ હતી.તે વિશાલ સાથે મેડીકલ કોલેજ પણ સંભાળવવા લાગી હતી.આજે પ્રથમવાર તેઓનુ કપલ લેકચર હતુ.લંડન જેવા શહેરમાં જયાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા આવતા હોય ત્યારે તેઓને ભારતની પ્રાચીન પધ્ધતિ આયુર્વેદ વિશે સમજાવવુ એ ખુબ અજુગતુ લાગતુ હતુ.પરંતુ તેઓ બંનેએ ખુબ અભ્યાસ કરીને પોતાનુ લેકચર તૈયાર કર્યુ હતુ.મનમાં થોડો ભય પણ હતો.પરંતુ બંને મેડીકલક્ષેત્રના નિષ્ણાંત હતા.આથી ભયને કાબુમાં રાખીને ઉત્સાહપુર્વક લેકચર હોલમાં પ્રવેશ્યા. લેકચર હોલ ખુબ જ વિશાળ હતો.તેમાં અર્ધગોળાકાર બેઠક વ્યવસ્થા હતી.કોલેજના બધા વિદ્યાર્થીઓ બેસી શકે એવડો હોલ બનાવવામાં આવ્યો હતો.જનરલ વિષય પર ચર્ચા કરવાની હોય ત્યારે વિદ્યાર્થીઓને આ હોલમાં બેસાડવામાં આવતા હતા.જુનિયર વિદ્યાર્થીઓ નીચે એમ સિનિયોરીટીના ક્રમમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.બધા વિદ્યાર્થીઓ પાસે પોકેટ માઇક હતા.
વિશાલ અને પાર્થવી હોલમાં આવ્યા ત્યારે લગભગ બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની બેઠક પર બેસી ગયા હતા.હોલમાં નીરવ શાંતિ હતી.વિશાલે માઇક લઇને શરૂઆત કરી, “હેલો, ફ્રેન્ડસ આ મારી પત્ની પાર્થવી છે તેને તો તમે ઓળખો જ છો તે આપણી કોલેજમાં સિનિયર લેકચરર છે.આજે તે તમને બધાને એલોપેથી વર્સિસ આયુર્વેદનુ લેકચર આપવા માંગે છે અને તેમાં હુ પણ તેણીનો સાથ પુરાવીશ.તમે મહેરબાની કરીને શાંતિથી સાંભળજો.તમારા કોઇ પ્રશ્નો હોઇ તો અમને જણાવજો.આ એક નવો વિષય છે.તમને તેમાં રસ પડે તો આપણી કોલેજમાં તેના વિષે વધારે લેકચર ગોઠવીશુ.નહિતર આજના દિવસે માત્ર જાણકારી મેળવી લો.ઓ.કે.હવે હુ પાર્થવીને વિનંતી કરું છુ કે પોતાની વાત રજુ કરે”
પાર્થવીએ પોતાની વાત રજુ કરતા કહ્યુ, “હેલો ફ્રેન્ડસ,હુ આ કોલેજમાં નવી છુ.પરંતુ આ ક્ષેત્રમાં નવી નથી.મે ભારતમાં ગુજરાત રાજયમાં વડોદરા ખાતે આઠ વર્ષ સુધી મેડીકલ કોલેજમાં ડીન કમ લેકચરર તરીકે કાર્ય કરેલ છે અને મેડીકલ ક્ષેત્રનું ઉંડાણપૂર્વકનુ જ્ઞાન મેળવ્યુ છે. મેડીકલ ક્ષેત્રની અનેકવિધ પધ્ધતિઓ છે.તેમાંની એક છે આયુર્વેદ.આયુર્વેદએ સૌથી પ્રાચીનતમ પધ્ધતિ છે.એલોપેથીનો પ્રચાર થતા અને તેનો વ્યાય વધતા લોકોએ આયુર્વેદને એલોપથીનો દુશ્મન બનાવી દીધો છે.બંને પધ્ધતિઓ મુલત: રોગને ઠીક કરવા માટે જ વપરાય છે.બે ભાઇઓના ઝઘડામાં જેમ વકીલ ફાવી જાય છે.તેમ આપણા આ બધા મતભેદમાં દવા કંપનીઓ ફાવી જાય છે.ડોકટર તરીકે આપણી પહેલી ફરજ દર્દી પ્રત્યેની છે.દર્દીનુ હિત અને તેની જીંદગી આપણા માટે મહત્તવની વસ્તુ છે.આપણે કયારેય કોઇ એક પધ્ધતિ વિશે પુર્વગ્રહ રાખવો જોઇએ નહિ.જયાં એલોપેથીની મર્યાદા છે અને જયાં હજી સંશોધન બાકી છે એવા ક્ષેત્રમાં બીજી પધ્ધતિનો ઉપયોગ કરવાથી કોઇ હાનિ નથી.કોઇ ગંભીર બિમારીને અંતે કોઇ વ્યકિત મૃત્યુને આરે ઉભેલ છે ત્યારે બીજી કોઇ પધ્ધતિનો ઉપયોગ કરવામાં કોઇ બાધ નથી.આવા અનેક કિસ્સાઓમાં જયાં એલોપેથીની મર્યાદા છે ત્યારે આપણે થોડી આયુર્વેદ અને નિસર્ગોપચારનો ઉપયોગ કરવાથી મર્યાદા હળવી કરી શકાય છે.હુ તમારો સમય વધારે તો નહી લઉં પરંતુ મારે તમને આ વિષય પર થોડુંક વધારે જ્ઞાન આપવુ છે. “મેમ, એક મિનિટ પ્લીઝ તમે સાચુ કહો છો અને તમારી વાતને અમે સમજીએ છીએ.પરંતુ એ બધી દવાઓનો પુરવઠો, તેની કિંમત જેવા પ્રશ્નો ઉભા થશે.તો તેનો ઉપાય શો છે? એક વિદ્યાર્થીએ પુછ્યુ સારો પ્રશ્ન માંગ જયારે ઉભી થશે ત્યારે દવા કંપનીઓ પુરવઠો આપોઆપ પુરો પાડશે.જયારે કિંમતનો સવાલ છે ત્યારે જે વસ્તુ ફાયદાકારક નીવડે તેના માટે કિંમત કોઇના માટેય મોટો પ્રશ્ન નહિ રહે.નિસર્ગોપચાર માટેની કિંમત તો સાવ મામુલી જ છે.આપણે આયુર્વેદ સાથે નિસર્ગોપચાર વિશે પણ માહિતી મેળવવાની છે.તેની વાત હવે હું જણાવું છુ ડોકટર તરીકે આપણે જયારે ખુબ વ્યસ્ત કારર્કિદીમાં હોઇએ છીએ ત્યારે એક દર્દી પાછળ આપણી પાસે સમય ખુબ જ ઓછો રહે છે ત્યારે દર્દીને નિસર્ગોપચાર વિશે સમજાવવુ અને તેના માટે સુવિધા પુરી પાડવી એ ખુબ જ કઠિન કાર્ય છે.પરંતુ જે દર્દી જરૂરિયાતમંદ છે તે દર્દીઓને યોગ્ય સવલતો પુરી પાડવાથી ચોક્કસ ફાયદો થાય છે. સમયની બાબત તો હમેંશા પશ્ન રહેશે.પરંતુ દર્દીના મહત્તમ હિત ખાતર સમયનુ આપણે યોગ્ય આયોજન કરવુ જ જોઇએ.હવે આગળની વાત મારા પતિ ડો.વિશાલ તમને કરશે” “હેલો, એવરીબડી પાર્થવીએ મેડીકલની એટલે કે ઉપચારની જે બે પધ્ધતિ વાત કરી તે ખુબ પ્રાચીન પધ્ધતિ છે અને તેની ખાસ વિશેષતા એ છે કે તેની આડઅસર ખુબ નહિંવત છે.અમારી એવી ઇચ્છા છે કે એક ડોકટર તરીકે આપણે એવી પધ્ધતિનુ જ્ઞાન હોય તો દર્દીને ચોક્કસ ફાયદો થઇ શકે હુ તમારો બધાનો વધારે સમય બગાડીશ નહિ.પરંતુ જે કોઇને આ બાબત શીખવામાં રસ હોય તેને માટે આપણી કોલેજ દ્રારા એક નવો વર્ગ ચાલુ કરવામાં આવે છે.જેમા આયુર્વેદ તથા નિસર્ગોપચાર વિશે તદન નિ:શુલ્કમાં જ્ઞાન આપવામાં આવશે જે કોઇને જોડાવુ હોય તે ઓફિસમાંથી એક ફોર્મ ભરી જોડાય શકશો અભ્યાસ પૂર્ણ થયા બાદ કે થોડા વર્ષો બાદ પણ તમને જરૂર લાગે તો આ વર્ગમાં જોડાય શકો છો.નિ:શુલ્કની સ્કીમ ફકત આપણા કોલેજના વિદ્યાર્થીઓ માટે જ છે.આવતીકાલથી જ વર્ગ શરૂ કરી દેવામાં આવશે” વિશાલે પોતાની વાત પુરી કરી “સર, હુ તમને એક પ્રશ્ન પુછવા માંગુ છુ કે બેવડી પધ્ધતિના ઉપયોગ દ્વારા દર્દીઓને કોઇ આડઅસર થાય તો શુ કરવુ?” એક વિદ્યાર્થીએ પુછ્યુ “આપણે આપણા આયુર્વેદના વર્ગમાં તેના વિશે વિગતે ચર્ચા કરીશુ.અને તમને ખાલી માહિતી પુરતો પણ રસ હોય તો પણ તમે આ વર્ગમાં જોડાય શકો છો” વિશાલે જવાબ આપ્યો “પરંતુ સર આપણા મેડીકલના અભ્યાસમાં આટલી બધી દવાઓ તથા મિશ્રણોના નામ યાદ રાખવા અને સાથે બીજી પધ્ધતિઓની દવાઓના નામ યાદ રાખવાએ થોડુ મુશ્કેલ કાર્ય નથી?” બીજા વિદ્યાર્થીએ પુછ્યુ “મુશ્કેલ તો ખરું પરંતુ તમને એક બુક આપવામાં આવશે જેમાં બિમારીઓ પ્રમાણે વિભાગ રાખવામાં આવ્યા છે અને દરેક બિમારીને લગતી દવાઓ તથા તેની અસરકારકતાની સુચિ આપવામાં આવી છે જરૂર પડે તો તમે બુકનો ઉપયોગ કરી શકશો” પાર્થવીએ જવાબ આપ્યો. થોડીવાર શાંતિ છવાય રહી પછી વિશાલે કહ્યુ કે ટેન મિનિટ રેસ્ટ બાદ પ્રેકટિકલ સેશનમાં બધા મળજો. પાર્થવી અને વિશાલ હોલમાંથી નીકળ્યા પછી પાર્થવીએ પોતાનો સેલ ઓન કરતા જ રીંગ વાગી.ફોન પીક અપ કરીને પાર્થવીએ કહ્યુ, “હેલો હેતલ કેમ છે? અરે વાઉ ગુડ ન્યુઝ કોન્ગ્રેચ્યુલેશન.કેટલા મહિના થયા? સરસ. મન તો થાય છે કે ઉડીને આવી જાઉ.હા બેબીને જોવા ચોક્કસ આવીશ.હુ વિશાલને ફોન આપુ છુ” પાર્થવીએ વિશાલને ફોન આપ્યો “હાય હેતલ congratulation જરૂર આવીશું હા હા ચોક્કસ ok bye” વિશાલે વાત પુરી કરી. ફોન મુક્યા બાદ વિશાલે પાર્થવીને કહ્યુ કે આપણે આવા સમાચાર ક્યારે બધાને આપીશું? “શું તમે પણ?” પાર્થવીએ છણકો કર્યો.
TO BE CONTINUED………