Hu Gujarati 14 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati 14

Featured Books
Categories
Share

Hu Gujarati 14

હુંુ ગુજરાતી - ૧૪

કોઈને ચકચૂર થઈને દીલ ફાડીને ચિક્કાર ચાહવાની ઘટના એટલે પ્રેમ

ગોપલી બુચ

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.

Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૮.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૯.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૧૦.ભલે પધાર્યા - જીતેશ દોંગા

૧૧.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૨.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૩.બોલીવુડ બઝ - સિદ્ધાર્થ છાયા

૧૪.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧. પ્રેમની મૌસમ

વિશ્વનો કોઈ સદાબહાર વિષય હોય તો તે પ્રેમ છે. આ એક જ શબ્દ કેટકેટલા સંબંધો રચે છે. પરંતુ ફેબ્રૂઆરી મહિનામાં આવતાં વેલેન્ટાઈન્સ ડે ને લીધે આ આખો મહિનો પ્રેમનો મહિનો ઓળખાય છે અને એટલેજ આ મહિનામાં માત્ર એક પ્રકારનાં જ પ્રેમની ચર્ચા થતી હોય છે. અને આ પ્રેમ છે એક સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે થતાં પ્રેમની. દુનિયામાં ભાગ્યેજ કોઈ ઈન્સાન એવો હશે જેને આ લાગણીની અનુભૂતિ ન થઈ હોય. આની સાથેજ દુનિયામાં એવા બહુ ઓછા લોકો હશે જેને પોતાનું પ્રેમપાત્ર પ્રાપ્ત થયું હોય. દુનિયામાં એક તરફી કે અસ્વીકાર્ય બનેલા પ્રેમીઓની ભરમાર છે. પોતાને ગમતી વ્યક્તિ મળે તો એનો આનંદ અનેરો હોય છે, પરંતુ જો ન મળે તોપણ આપણે એને કરેલા પ્રેમની યાદની દુનિયામાં જીવતાં રહેવાનો આનંદ પણ એટલોજ અનેરો હોય છે, કદાચ એનાથી પણ બમણો હોઈ શકે છે.

એવું કહેવાય છે કે જેની સાથે સતત જીવતાં હોઈએ એની સાથે આ પ્રમાણે જીવવાથી સમય જતાં કંટાળો આવતો હોય છે. જયારે ન મળેલા પ્રેમની યાદમાં સતત રહેવાથી આવું બનતું નથી. કદાચ દુર રહેલો પ્રેમ નજીક રહેલા પ્રેમ કરતાં વધુ તંદુરસ્ત હોય છે. ઈન્ટરનેટ બ્રાઉઝરની જેમ ઘણીવાર સાથે રહેતા પ્રેમને પણ ઘણીવાર રીફ્રેશ કરવો પડતો હોય છે. આ માટે કદાચ તમારા પામેલા પ્રેમ સાથે દરવર્ષે એકવાર ક્યાંક દુર દુર ઉડી જવાથી આ રીફ્રેશમેન્ટ પ્રાપ્ત થતું હોય છે. પ્રેમ જેમ નાત જાત પણ નથી જોતો એમ સમાજમાં આવેલા ખુલ્લાપણાથી એ કોઈની પરણિત કે અપરણિત પરિસ્થિતિ પણ હવે જોતો નથી. ‘પ્રેમ તો કોઈની પણ સાથે ક્યારેય પણ અને ઘણીવાર થઈ શકે છે’ આ માન્યતા આપણે ત્યાં પણ હવે મજબુત બનતી જાય છે. આનાથી પ્રેમ ક્યારેય દુષ્િાત નથી થતો ઉલટો વધુ મજબુત થઈને બહાર આવે છે.

અસ્વીકાર્ય બનેલા પ્રેમીઓ ઘણીવાર પોતાના પ્રિયપાત્રને યાદ કરીને ઝૂરતા હોય છે, પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે. અસ્વીકૃત પ્રેમી પણ પોતાના પ્રિયપાત્રને મિત્ર બનાવવા તૈયાર થવા લાગ્યો છે. આમ કરીને પણ એ હવે પોતાના પ્રેમની સેવા કરવા લાગ્યો છે. પ્રેમ માણસને નબળો નથી કરતો પરંતુ જો ખરેખર પ્રેમની લાગણી હોય તો એ પોતાના પ્રિયપાત્ર સાથે કોઈનેકોઈ રીતે સંપર્ક સાધી જ લેતો હોય છે. પ્રેમના આ જ મૌસમમાં આપ સર્વેનું સ્વાગત છે.

પ્રેમપર્વની દરેકને શુભકામનાઓ

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. “હાય રે કમબખ્ત ઈશ્ક”

સતત પીધો છે, પાયો છે, હજુ આંખે ભરાયો છે,

નશો છે પ્રેમનો ભઈ આ, સુરાથી પણ સવાયો છે

- અશોક જાની

પ્રેમ- હ્ય્દય માથી ધગધગતો લાવા થઈ ધમનિઓમા ફરતું અદભૂત રસાયણ.એક એવો અહેસાસ જે લખીને તો ક્યાથી વ્યક્ત થાય ?પ્રેમ કરાય,પ્રેમ થઈ જાય.કોઈને ચકચુર થઈને દીલ ફાડીને ચિક્કાર ચાહવાની ઘટના એટલે પ્રેમ.

"પ્રેમ એટલે કે હવે ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો"(મુકુલ ચોક્સી)કોઈકનું હોવુ આંખોથી ઉતરીને હ્ય્દયના રસ્તે રગેરગમા રેલાઈ જવાની ઘટના એટલે પ્રેમ.પ્રેમ એટલે એકબીજાને સંપુર્ણ સમર્પિત થયા છત્તાં એકબીજાના અલગ અસ્તિત્વને સ્વિકારીને એકમેકમા ઓગળી જવુ.

જી હા,આ પ્રેમનો નશો એકવાર માનવીના માનસપટ પર સવાર થાય એટલે મનના બધા બારી દરવાજા મોકળા થઈ જાય.માનવી એ નશામા ને નશામા હવામા ઉડતો જ જાય, તો પણ એના પગ તો જમીન પર જ હોય એટલુ વિરાટ કદ પ્રદાન કરી શકવાની ક્ષમતા આ પ્રણયરસમા છે.

"મજા લેના હે પીનેકા તો કમ કમ ધીરે ધીરે પી,ચલેગા ઉમ્રભર પીનેકા મૌસમ ધીરે ધીરે પી..."આલ્હ્‌કોલિક જેવુ જ પ્રેમ્હોલિકનું છે.જેટલો ઘુંટાય એટલો એનો નશો વધુ ચડે.દારૂનો નશો તો સમય જતા ઉતરી પણ જાય,પણ પ્રેમરસકી ચડી ઉતરે નાહી.પ્રેમના ઉન્માદમા વ્યક્તિ જાણે સૂકીસંત થઈ જાય.ફકિરીમા મગન લલકારી ઊંઠે,"મે પી આયા,મે પી આયા મે પી આયા,મે પ્રેમકા પિયાલા પી આયા,મે પલમે દુનિયા જી આયા"દોસ્ત,આખેઆખી મધુશાલાને ગટગટાવી જવાનુ જીગર એટલે પ્રેમ.કોઈ નાની સુની વાત નથી,જેને પ્રેમ કરીએ એના માટે ભેખ ધરવાની ત્રેવડ કેળવવી પડે.વખત આવે જીંદગીને ફના કરવાની તૈયારી સાથે આ અલૌકિક અહેસાસને માણવા જેવો તો ખરો જ.જીવન ખુદ પ્રણયસંગીત બની જાય.

પ્રેમ ચાહે કોઈનો પણ હોય,દરેકને પોતાના પ્રેમ પર માન હોય છે.પ્રેમ હોય છે.પછી એ પ્રેમ રાધાકૃષ્ણથી શરૂ કરીને કોઈ ગામડાગામમા કે કોઈ ધમધમતા શહેરની ગલીના કોઈ અવાવરૂ ,એકાંત ખુણામા કોઈ બર્ફિલી સાંજે એકમેકના આલિંગનમા ભિંસાતા ,પરસેવાના રેલાથી ભિંજાતા બે યુવાન કે પ્રૌઢ સ્ત્રી-પુરૂષનો(બે સ્ત્રી કે બે પુરૂષ પણ હોઈ શકે ) પ્રેમ કેમ ન હોય ! પ્રેમ તો કેવળ પ્રેમ છે.ઍને કોઈ નાત-જાત,જાતિ ,સરહદ,કાયદા કે સમાજના ખોખલા રીત-રિવાજોમા કેદ કરી સકાતો નથી.પ્રેમ તો કોઈની અમીનજરમા "યે બાંહે જબ હમે અપની પનાહોમે બુલાતી હે..."ના ઈજન સાથે સજીધજીને આવતી કંકોતરી છે.એના તો વધામણાં લેવાના હોય.પ્રેમને વળી કહેવાતા વિધિ-વિધાનના થપ્પાની ક્યાં જરૂર છે ?

પ્રેમ નામની આ અદભૂત સંજીવનીને ઈરોટીક કે પ્લેટોનિક લવની વ્યાખ્યામા કેદ કરવો એટલે એ તો દરિયાને પાળ બાંધવા જેવી વાત થઈ.અરે યાર, આખેઆખો માણસ જ્યાં ઓળઘોળ થઈને બીજાનો થઈ જવા તત્પર હોય,પોતાના અસ્તિત્વને ઓગાળીને સાંગોપાંગ બીજાના વ્યક્તિત્વમા એકરસ થઈ જાય એના પ્રેમને પ્રકારોના ઢાંચામા ઢાળવા વાળા વળી આપણે કોણ ?

કોઈને જોઈને દીલોદિમાગ તરબતર થાય , પાંસળી ભિંસાયા વગર જ તુટવા લાગે,ફેફસા કોઈની નજરને જ પ્રાણવાયુ સમજીને પીવા લાગે અને હ્ય્દય અને શરીરની નાડ તુટી તુટીને ચિત્કાર કરે કે આ વ્યક્તિ મને મારા જીવનમા "બાય ઓલ મિન્સ " જોઈએ,ત્યાં પ્રેમની વ્યાખ્યા કે પ્રેમના પ્રકાર કામ ન લાગે.એ પળને તો ઉતસવમા ફેરવીને ઊંજાળવાની હોય.એના માતે ખમીરવંતા કલેજા અને મીરાની દિવાનગી જોઈએ.કાચાપોચાનું કામ નહી.પ્રેમ એટલે સમર્પણ,વિશ્વાસ અને સમજદારીનો સરવાળો,પ્રેમ એટલે પર્સનલ એટીટ્‌યુડની બાદબાકી,પ્રેમ એટલે અહંકારનો શૂન્ય સાથેનો ગુણાકાર,પ્રેમ એટલે એકમેકનો ભાગાકાર કર્યા પછી જે વધે તે એક-એકત્વ. ભલભલા ગણિતજ્ઞ મુંજાઈ જાય એવો પેચીદો દાખલો છે આ પ્રેમને બુધ્ધિથી નહી હ્ય્દયથી જીવાય.

"દરિયાના મોજા કાંઈ રેતીને પુછે કે તને ભીજાવુ ગમશે કે કેમ ?,એમ પુછીને થાય નહી પ્રેમ "(તુષાર શુક્લ.)પ્રેમ થઈ જાય છે.દરિયા જેવો પ્રેમી રેતી પર સતત પ્રેમાભિષેક કરતો જ રહે છે અને રેતી પણ ભિંજાતી ભિંજાતી એમા મોજા સાથે વહી જી દરિયામા ભળી જાય છે.અદભુત કલ્પના છે પ્રકૃત્તિના આ પ્રણયરસની.

આ પેમ સાવ સરળ "ઈસને બોલા કેમ છે કેમ છે કેમ છે "...થી શરૂ થઈ "તુ હી મેરા પ્રેમદેવતા"તરફ ઉચ્ચગતિ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રેમ પુજા બની જાય છે.પણ એ તો બહુ મહાન વાતો છે.આપણે તો પ્રેમમા રહેલા સાદા સરળ તત્વને જ સ્પર્શવું છે.

કોઈના માટે ઊંથતો ક્રશ પણ તત્કાલીન પ્રેમ જ છે.ક્રશ હરો એ તો બહુ પછી સમજાય છે. એ સમજવા માટે પણ પસાર તો પ્રેમની ભુલભુલામણી માથી જ થવુ પડે છે.પ્રેમ એક પ્રોસેસ છે.એકબીજાને ગમવું,સતત ઝંખવું,છાનીછપની થતી મુલાકાતો,શરૂઆતની પ્રણયચેષ્ટા અને અંતે દ્વૈતનું અદ્વૈત થવું.દરેક કેસમા થાય એવું જરૂરી નથી.પણ જેમ તપ કે સાધના માતે શરીર માધ્યમ છે એ જ રીતે પ્રેમની સાધનામા પન શરીર માધ્યમ તો છે જ છે. એ સત્ય નિિવિવાદ છે.નકારી શકાય એમ નથી.

જેને પ્લેટોનિક લવ -દિવ્યપ્રેમ કહીએ છીએ ત્યા સુધી પહોચવા માટે પણ ઈરોટીક લવની ગલીઓમાથી તો પસાર થવુ જ પડે છે.પ્રેમ એ જીવલેણ રોગ છે.એમા કોઈની નાડ પારખવા પોતે દર્દી બનવું પદે છે.પ્રેમ એ એક જીવલેણ રોગ છે.જેમા "લાગી રે લગન ,પીયા તોરી લાગી રે લગન "ગણગણતા ગણગણતા ,હસતા હસતા માણસ ફના થઈ જાય છે.પ્રેમના કસુંબલ રંગમા રંગાયા પછી ભલભલા ભોગી પણ જોગી થઈ જાય છે.પ્રેમ એ ફકિરીનો પડાવ છે.પ્રેમરસ પીધા પછી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વમાથી "તુ હી તુ ,તુ હી તુ"નો નાદ સંભળાય છે.

ધીરે ધીરે પ્રેમ ઘેરો બને છે.અને ઈશ્કથી ઈબાદત સુધીની સફર શરૂ થાય છે.ત્યારે "તેરે વાસતે મેરા ઈશ્ક સુફિયાના ..."ની રંગત જામે છે.કદાચ ત્યાથી પ્રેમની દિવ્ય સફર શરૂ થાય છે.

પ્રેમ દિવ્યતાને પામે એ બહુ મોટી વાત છે.પણ એવી દિવ્યતા બહુ જૂજ હોય છે.પ્લેટોનિક લવની વાતો કાલ્પનિક લાગે એવુ કહીશ તો મારી સામે તલવાર ખેંચનારા ઘણા તત્પર થઈ ઉઠશે.હરામ બરાબર જો એમાના કોઈએ પણ કોઈને પણ પ્લેટોનિક લવ કર્યો હોય.દંભથી ખદબદતા આ સડેલા સમાજમા એવા પાખંડી તકવાદીઓનો તોટો નથી.

પ્રેમ અને સેક્સનીવાત આવતા જ તેમના ડાચા દિવેલીયા થઈ જશે ,નાકના ટીચકા તો એવા ચડશે જાણે ઉચકીને તેમને ગટર લાઈનમા ધરબી દીધા હોય.બધાથી છાના કોઈક ખુણે મોબાઈલની ટચુકડી સ્ક્રીન પર પોર્ન ફિલ્મ જોવાનો વિક્રત આનંદ લેવામા એમને વાંધો નથી આવતો.પણ એક વિજાતિય આકર્ષણ અંગેનુ સહજ ,સરળ સત્ય સ્વીકારવામા એમને સંસ્કાર , ધર્મ ,જાતિ અને ઉમર જેવા બધાં બાધ નડે છે.એ એક નગ્ન સત્ય છે કે માનસિક ઐક્ય જેટલું જ શારીરિક ઐક્ય જરૂરી છે.સાયન્સ પણ આ વાત સ્વિકારે છે.જેટલી ફિઝીકલ કેમસ્ટ્રી મજબૂત એટલું જ માનસિક જોડાણ પણ વધુ હોય છે.(સંજોગવશાત અપવાદ હોઈ શકે છે )પણ એટલે પ્રેમ અને સેક્સને જુદા ન પાડી શકો.(અહી પણ અપવાદ હોઈ શકે ,પણ એ ચર્ચા ફરી ક્યારેક ).

પણ એ બધી ચર્ચા બાજુમા મુકી પ્રેમને માણી લેવો.અરે જેની નજરનું તીર હ્ય્દયને વિંધીને આખેઆખા અસ્તિત્વને જંજોડી નાખે એનું બધું જ ’ કુબુલ હે ,કુબુલ હે ,કુબુલ હે’ કરી લેવું.એકવાર કોઈની આંખમા આંખ નાખી કહી તો જુવો "મેરી આશિકી બસ તુમહી હો".જીંદગીનો અંદાજ બદલાઈ જશે.મે ભી ગુલાબી ,તુ ભી ગુલાબી ,દીન ભી ગુલાબી ,ગુલાબી યે કેહર....જેવા ગુલાબી ગુલાબી ન થાવ તો કહેજો.પ્રેમ વગરનું જીવન બેરંગ છે.દરેક પ્રેમને અંજામ નથી હોતો કે પ્રેમ કરવાની ઉમર નથી હોતી કે હાય રે દુનિયા ...એવા કોઈ ડરમા જીવીને વર્તમાન સમયમા મળી રહેલા પ્રેમને ખોવાની ભુલ ન કરવી.શક્ય છે દરેકનો પ્રેમ કોઈ પરીણામ સુધી ન પણ પહોંચે.સફળ ન પણ થાય.પણ એ સમય પુરતો એ પ્રેમ પોતાનો હોય છે.જીંદગીમા એ પ્રેમને પામવાની તક ફરી મળે ન મળે ,માટે જેને ચાહતા હોઈએ એને અસીમ પ્રેમવર્ષોમા ભીંજવી દેવા.

પ્રેમ એ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે.આપણી પૌરાણિક કથામા,સાહિત્ સર્જનમા,આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા કે આપણી રોજીંદી જીવનચર્યામા વણાયેલો,ધબકતો વિષય.આપણે પ્રેમ કરીએ કે ન કરીયે પણ એ વિશે જોવું,વિચારવું,વાંચવું,વાત કરવી અને કોઈ પ્રેમ કરનારાની પંચાત કરવી એ બધું આપણને ગમે તો જરૂર છે.ગમે છેને ?અરે આપણા શિલ્પ સ્થાપત્ય પણ આપણી પ્રેમ પિપાસાનો પુરાવો છે.પ્રેમને હાઈલાઈટ કરવામા આપણે ક્યારેય પાછા નથી પડતા તો ખબર નહી કેમ એના વિશે બોલવામા આપણે એકબીજાના મોઢા કેમ તાકીએ છીએ ?

પાશ્ચાત્ય દેશોમા તો પ્રેમદિવસ -વેલેન્ટાઈ ડેની ખાસ ઉજવણી થાય છે.પોતાના પ્રિય પાત્રને પોતાના હ્ય્દયની વાત નિસંકોચ જણાવી દેવાનો દિવ્સ એટલે વેલેન્ટાઈન ડે.આપણે ત્યા પણ હવે મહદ અંશે આ દિવસ સ્વિકાર્ય થયો છે પણ થોડી ઉહાપોહ સાથે. કેમ ?અરે, કોઈ કોઈને પોતાના અંતરની લાગણી કોઈ એક ખાસ દિવસે જણાવે તો સમાજને કેમ પેટમા દુખે ? આપણી વસંતપંચમી પણ તો આપણો વેલેન્ટાઈન ડે જ તો છે ને !આપણે તો આખેઆખી વસંત ઉજવીએ છીએ તો એક દિવસ તો સ્વિકાર્ય બને જ છે.પણ સાચુ કહુ તો પ્રેમ વ્યક્ત કરવામા કોઈ સમય કે દિવસની રાહ ના જોવી.જે સમયે જેના માટે પ્રેમનો તણખો-સ્પાર્ક ઝરે તે સમયે જ બેધડક એના સુધી મનની વાત પહોચાડવી.એક વાર તો કહી જ દેવુ કે "હું તને ચાહું છુ".પછી જે થાય એ મંજુર.શક્ય છે કે જવાબમા નકાર પણ આવે.ત્યારે પેલુ "કુબુલ હે, કુબુલ હે’ યાદ કરવું.ગમતાનો ગુલાલ કરી નાખવો દોસ્તો.અને ફરી વાર પાછા પેલા સ્પાર્કની રાહ જોવિ.એવું નથી કે કોઈ મનગમતી વ્યક્તિ જીવનમા ન આવી તો ત્યા જીવનનુ પુર્ણવિરામ છે.ના,ફરી એ ઘડી આવે જ છે.પ્રેમ બીજી વાર પણ થાય અને બીજા માટે પણ થાય.માતે ક્યાક કોઈ ખુણામા બેસીને દેવદાસ થઈ જવાને બદલે "છોડ દે સારી દિનિયા કીસીકે લીયે ,યે મુનાસિબ નહી આદમી કે લીયે"એમ આપણા મનના કાનમા ટહુકી ને "જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ" મંત્ર આત્મસાત કરવો. પ્રેમ તો તાકાત છે.સ્વય્‌ં સ્ફૂરિત છે. એ ક્યારેય માણસને અટકાવે નહી.

અને એમ પણ બનેને કે સામે વાળુ આપણા હાથની જ પ્રતિક્ષા કરતું હોય.શક્ય છે કે તરત સામે હાથ લંબાવી પણ દે.બસ પછી તો જીવનભર "એક પ્યારકા નગમા હે,મોજોકી રવાની હે,જીંદગી ઔર કુછભી નહી,તેરી મેરી કહાની હે" જ છે.

જીંદગીનો અર્થ મળી જશે દોસ્તો,એકવાર કોઈને ફના થઈને ચાહી તો જુવો.

અને છેલ્લે

પ્રેમની આટલી લાંબીલચક વ્યાખ્યા ન કર,પ્રેમ એટલે હું અને તુ,બસ એટલું.

- ગોપાલી બુચ.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૪. તેરે સંગ ના જો બીતે, ઉસ પર ઐતરાઝ હૈ...!!

“આ દુનિયા આખી તબાહ થઈ જશે, સૂર્ય પૃથ્વીને ગળી જશે એ પછી પણ હું તને ચાહતો રહીશ.”

“તને એમ છે કે તને લોકો મર્યા પછી પણ યાદ રાખે? શું તને એ નથી દેખાતું કે મારા માટે તું દુનિયાનો સૌથી ફેન્ટાસ્ટિક માણસ છે જેને હું બહુ પ્રેમ કરૂં છું? શું એટલું પુરતું નથી? ”

“એ જંગલી પ્રેમ નથી કરતી, એના પ્રેમમાં ઊંંડાણ છે.”

“હું માણસ સારો પણ લેખક તરીકે નકામો છું જયારે તું માણસ નકામો, પણ લેખક સારો છે એટલે હું તને મારા માટે પત્ર લખવાનું કહું છું.”

“સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ. અબ હમે ઈનસે સીખના હોગા કી મહોબ્બત ક્યા હોતી હૈ, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?”

માય લોર્ડ, પ્રેમ કરતા શિખવનાર ભગવાન શ્રીક્રુષ્ણની વસાવેલી પ્રેમની દુનિયામાં સ્વાગત છે. ફેબ્રૂઆરીસ્ય પ્રેમદિવસે સૌ કોઈ પોતાના પ્રિયપાત્રને રીઝવવા અને એ બહાને પોતાના પ્રેમને દર્યાવવાનો મૌકો છોડતા નથી. વેલેન્ટાઈન ડે માથા પર છે ત્યારે ઈશ્ક,પ્યાર અને મહોબ્બત દિલોદિમાગ પર છવાય એ સ્વાભાવિક છે. ઈશ્ક ફરમાવી શકાય છે. પ્યાર કરી શકાય છે, થઈ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનેલો કાચો બાંધો છે, રો મટિરિયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્‌ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. ઉપરના ડાયલોગ્સ અનુક્રમે જમાવટ કરતી ફિલ્મો ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ અને ‘દેવદાસ’ ના છે. નવાઈની વાત એ છે કે બેય ફિલ્મો નોવેલ પરથી બની છે જેમાં એકમાં વર્ડ ટુ વર્ડ એડેપ્ટેશન થયું છે અને બીજાએ મૂળ નોવેલને ભવ્યતા બક્ષી છે. ‘દેવદાસ’ માં ચંદ્રમુખીના પ્રેમને સંજય લીલા ભણસાળીએ નવી ઉંચાઈ આપી છે જ્યારે ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ માં હેઝલ ગ્રેસના પ્રેમને.

‘યાદ રખો, તવાયફો કી કિસ્મત મેં શોહર નહીં હોતે. ’

‘તવાયફો કી તો કિસ્મત હી નહીં હોતી ઠકુરાઈન.’

ક્યા બાત !! હેઝલ થાયરોઈડ કેન્સરની શિકાર છે જે એના ફેફસામાં ધીમે ધીમે પાણી ભરી રહ્યું છે. એની સાથે એક ઓક્સીજન ટેંક સતત હોય છે જેની નળી એના નાકમાં ભરાવેલી રાખી હોય છે. પ્રેમાળ મમ્મીના કહેવાથી એ કાઉન્સેલિંગ ગૃપ જોઈન કરે છે પણ બેજીકલી ઋજુ અને મક્કમ હેઝલ ગૃપના ‘જિસસ લવ્ઝ યુ’ ટાઈપ નાટકથી અકળાય છે. રીડિંગની શોખીન હેઝલ વાન હોટન નામના લેખકની ફેન હોય છે. એ ગૃપમાં એને ઓગસ્ટસ નામનો ફુટડો જુવાન મળે છે. એય કેન્સરમાં એક પગ ગુમાવી ચુકેલો હોવા છતાં હેપી ગો લકી ટાઈપ બેફીકર રહેતો હોય છે. બંને એકબીજા પ્રત્યે આકર્ષોય છે. પોતાને પુસ્તકો વાંચવા ગમતા ન હોવા છતાં ‘ગસ’ હેઝલના ફેવરીટ લેખકની નોવેલ વાંચે છે અને ચોરીછુપીથી લેખકને પત્ર લખે છે મુલાકાત ફિક્સ કરવા. લેખક એમ્સ્ટરડેમ રહે છે. હેઝલને આટલો લાંબો પ્રવાસ કરવાની ડોક્ટરની પેનલ ના પાડે છે પણ હેઝલનો ઈલાજ કરનાર ડો. મારિયા ‘જિંદગી એની છે તો નિર્ણય પણ એનો જ હોવો જોઈએ.’ ટાઈપ સપોર્ટ આપે છે. બધા સાગમટે એમ્સ્ટરડેમ જાય છે જ્યાં લેખક દ્વારા હેઝલ માટે ડિનરનું આયોજન થયું હોય છે. ત્યાં ગસ હેઝલને પ્રપોઝ કરે છે. બેય ક્ષણિક ઓર્ગેઝમ પણ અનુભવે છે અને બ્લેક એન્ડ વ્હાઈટ હેઝલ રંગીન થઈ જાય છે. અને આતા હૈ કહાની મેં ટ્‌વીસ્ટ. ગસનું કેન્સર ઉથલો મારી ચુક્યું છે જે હેઝલ નજરોનજર જુએ છે. જે શરીરને પ્રેમ કર્યો હોય એના મળ-મુત્ર પણ સાફ કરવાની તૈયારી રાખવી પડે.(વાક્ય કર્ટસીઃ જય વસાવડા) આને લીધે હેઝલ-ગસ વધુ ન્જીક આવે છે. ગસ હેઝલને કહે છે, ‘મારી અંતિમક્રિયા વખતે તું જે સ્પીચ આપીશ એ અત્યારે જ બોલી નાંખ.’ હેઝલ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. ગસ વહેલો અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય છે. એના ફ્યુનરલમાં પેલો વાન હોટન હેઝલને એક લેટર આપે છે જે ગસે એને લખવા માટે મુદ્દા પેટે આપ્યો હોય છે. એમાં એ લખે છે કે ‘હેઝલ મારાથી વધુ પ્રગતિ કરે તો હું એનાથી ઈર્ષ્યા ન અનુભવું, ઉલ્ટાનો મને વધુ આનંદ થાય.’

કટ ટુ દેવદાસ.

‘કહાં હૈ દેવ?’

‘ઈસ કમરે કી હરેક ચિઝ મેં દેવબાબુ હૈ. કહાં કહાં સે ઉન્હેં લે જાયેંગી ઠકુરાઈન?’

‘હમ દેખ રહે હૈ, એક તવાયફ દેવ કે પ્યાર મેં જોગન બન ગઈ?’

‘મૈં તો સિર્ફ ઉનકી પૂજા કરતી હું.’

પ્રેમના આ બે સમાન અંતિમો છે માય લોર્ડ. વિશ યુ અ વેરી પ્રેમફુલ વેલેન્ટાઈન ડે...

પાપીની કાગવાણીઃ

હરી વ્યાપક સર્વત્ર સમાના,

પ્રેમ તે પ્રગટ હો હી મૈં જાના...

- તુલસીદાસ, રામચરિત માનસ.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

૫. મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ....

આ રીતે પણ કરી શકાય !

એક માણસ ‘મોહબ્બત’ શું છે એ જાણવા અને અનુભવવા એક ઝેન સાધુ પાસે આવ્યો.

“સાહેબ! બચપણથી હું અનાથ છું. પણ મારા વેપારમાં ખૂબ મહેનત થકી આજે હું કરોડપતિ બન્યો છું. મારી પાસે અઢળક ધન-દૌલત છે. પણ ‘મોહબ્બત’શું છે એનો અનુભવ હજુ મને થયો નથી. આપ મને બતાવશો કે આ મોહબ્બત કયાં, કેવી રીતે અને કેટલામાં મળે?- હું એને કોઈ પણ ભાવમાં ખરીદવા માંગુ છું.”

“ભાઈ, તું તો ઓલરેડી ‘મોહબ્બત’ માં જ છે. મારી પાસે નકામો આવ્યો.”- ઝેન સાધુ માત્ર એટલુંજ બોલ્યા.

“પણ સાહેબ! એ જ તો મને દેખાતો નથી. તો હું અનુભવ કરી કેમ શકું?” - માણસે પોતાની દુવિધા મજબૂત કરી.

“..તને મોહબ્બતનો અનુભવ કરવો છે ને? તો હું તને જ્યાં પણ લઈ જાવુ ત્યાં મારી પાછળ આવું પડશે. પણ મારી એક માત્ર શરત છે કે જ્યાં સુધી હું કાંઈ પણ ન બોલું ત્યાં સુધી તને પણ ચુપ રહેવું પડશે. મોહબ્બતને જોવાની અને અનુભવવાની મારી આ એક રીત છે.- જો મંજૂર હોયપતો ચાલ મારી સાથે.” -ઝેન સાધુ આ નવા બનેલા ચેલાને લઈ ચાલતા થયા.

સાધુ અને ચેલો નદી-નાળા-જંગલ-સમુદ્ર કિનારો પાર કરતાં-કરતાં, કાંઈ પણ ખાધા-પીધા વગર કલાકો સુધી ચાલવા લાગ્યા. આખરે એક ખૂબ ઉંચા પર્વતની ટોચ પર પહોંચી ગયા. જ્યાંથી જાણે સમગ્ર વિશ્વ-શ્રૂષ્ટિ દેખાતી હોય એવી જગ્યા (પિક-પોઈન્ટ) પર બંને એ વિસામો લીધો.

એક અદભૂત દ્રશ્ય તેમની સામે ખડું હતુંપજમીન, સમુદ્ર, પર્વતો, વૃક્ષો..કુદરતની હર તરેહની લીલા એમની નજરો-નજર હતી. ખાવા-પીવાનું કે સુવાનું ભાન ન રહે એવી એ જગ્યા હતી. બસ સમજો કે કુદરતની ચારે બાજુ મહેર હતી. સાધુ સાહેબ તો હજુયે ચૂપ હતાં જાણે પરમ આનંદમાં તલ્લીન. એમના ચેહરા પર કોઈ થાક કે અણગમો દેખાય નહિ.

પણ આ નવા નવા ચેલાશ્રી હવે ખરેખર અકળાવા લાગ્યા. પણ ગુરૂની શરતથી બંધાયેલા એટલે આ એમને ચૂપ રહેવુ અને સહન કરવુ જરૂરી હતું. તો પણ એની સીમા કેટલી? ભૂખથી-પ્યાસથી ચેલાજી હવે હાર માની ચુક્યા. સામે રહેલા દ્રશ્યને બાજુ પર મૂકીપકોઈ વાત કરવાને બહાને ગુરૂને ફક્ત એટલું જ કહ્યુંઃ “વાહ! શું સરસ દ્રશ્ય છે નહિ?પ.આપ શું માનો છો?”

“ભાઈ, તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પાછો વળી જ. મોહબ્બત મેળવવી તારા હાથની વાત નથી.” - સાધુ-ગુરૂજી એ ઝટકો આપ્યો.

“અરે એમ કેમપહું તો આપની પાસે એ લેવા આવ્યો છું. એ લીધા વગર કેમ જી શકું?”- ચેલાજી એ ટેન્શન વ્યકત કર્યું.

“એ બરોબર. પણ જે ઘડીથી તું મને મળવા આવ્યો કે આ ઘડી સુધી મેં તને મોહબ્બતની સૃષ્ટિમાં ફરતો રાખ્યો. પણ બોલીને અંદરથી ‘મોહબ્બત’ ન માણવાને બદલે તું એનાથી અળગો થઈ ગયો. હવે મોહબ્બતના બીજા ક્વોટા (હિસ્સા) માટે તારૂં મન ક્યારે તૈયાર થશે એ તો તું જ જાણે.”

... ... ... ...

એક દ્રષ્ટીએ જોવા જીએ તો આવું આપણું પણ છે. “આઈ લાવ યુ!પબી માય વેલેન્ટાઈનપયુ આર માય વર્લ્ડ!પઆઈ કાંટ લીવ વિધાઉટ યુ!”પજેવા વાક્યોની પાછળ પડીપએક્સપ્રેસ કરી ને લવ મેળવવાનો અને આપવાની ઘડીઓ ગુમાવતા જીએ છીએ.

જેને તમે ખૂબ ચાહો છો, એમને માત્ર એક સ્પર્શપએક ટચ આપી દેજોપગુલાબોના કન્ટેનરની જરૂર નહિ પડે. કદાચ એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડપતમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશેપ.બોસ!

દિલ-દિલ વચ્ચેની ‘ડીલ’ દરમિયાન બોલવાને બદલે ‘બોલતી બંધ કરે’ એનું નામ ‘મોહબ્બતનું વેલ-ઈન-ટાઈમ માર્કેટિંગ.

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૬. પ્રેમઃ ફૂડ માં હું ચોકલેટ છું!

હા, આ ટાઈટલ થોડું ‘ચીઝી’ છે, પણ હકીકત એ જ છે. ‘થીઓબ્રામા કોકો’ નામના ફળના બીજમાંથી બનાવવામાં આવતી, અને બધાની પ્રિય એવી ચોકોલેટ હકીકતમાં ‘લવ ડરગ’ છે.

વેલેન્ટાઈન્સ ડે ના દિવસે આપને આપના પ્રિયજનને જે ચોકોલેટ ગીફ્ટ કરીએ છીએ તે ફક્ત તેના સ્વાદ કે ચળકતા દેખાવને લીધે નહી, પરંતુ તેના બંધારણમાં રહેલા કેફીન અને થેઓબ્રમાઈન જેવા કેમિકલને કારણે ‘લવ ડરગ’ તરીકે બરાબર જ છે.

આ બન્ને કેમિકલ દુનિયામાં સૌથી વ્યાપક રીતે વાપરતા ‘ઉત્તેજક’ છે. અસંખ્ય તબીબી અભ્યાસો મુજબ કેફીન એકંદર આરોગ્ય માટે લાભદાયી છે. કેફીન, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી મગજમાં લોહીનો પ્રવાહ ઉત્તેજિત કરે છે, અને ખૂબ જ મહત્વપૂર્ણ ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન સ્ત્રાવ વધારે છે. કેફીન, સતર્કતા વધારે છે અને થાક ઘટાડે છે. આ આલ્કલોઈડ પણ એકંદરે મૂડ સુધારે છે અને રક્તવાહિનીનું કાર્ય અને શ્વસન બંને વધારે છે.

થેઓબ્રમાઈન, કેફીનનો કેમિકલ કઝીન છે. ડાર્ક ચોકલેટના એક ૫૦ ગ્રામના બારમાં લગભગ ૨૫૦મિલિગ્રામ જેટલું થેઓબ્રમાઈન હોય છે. આ રસાયણ તેની અસરો માં કેફીનના પ્રમાણમાં ધીરૂં છે પણ થેઓબ્રમાઈન કેફીન કરતાં વધુ મજબૂત કાર્ડિયાક ઉત્તેજક છે. આમ ચાત પણ, આ કેમિકલ અંગે ઝાઝો અભ્યાસ થયો નથી. આ સંયોજન એક અલગ રાસાયણિક માળખું ધરાવે છે અને ‘મૂડ એન્હાન્સર’ તરીકે અનન્ય અસરો ધરાવે ધારણા છે.

આજે આપણે એવી વાનગીઓ જોઈશું જે ‘મંથ ઓફ લવ’ને વધુ સ્પેશિઅલ બનાવે. આપણે આજે બનાવીશું ઠંડીની મોસમમાં મસ્ત ગરમી આપતી હોત ચોકલેટ અને તમારા સ્પેશિઅલ દિવસ ને વધુ સ્પેશિઅલ બનાવતી થ્રી ચોકોલેટ કેક.

હોટ ચોકોલેટ

સામગ્રીઃ

૩ ૧/૨ કપ ખાંડ

૨ ૧/૪ કપ કોકો

૧ ચમચો મીઠું

સર્વ કરવા માટે દૂધ

રીતઃ

એક મોટા બાઉલમાં ખાંડ, કોકો અને મીઠું ભેગા કરો અને મિશ્રણને સારી રીતે ભેગા કરી બરાબર વિહ્‌સ્ક કરો.

એક હવાચુસ્ત પાત્રમાં મિશ્રણ સ્ટોર કરો.

જયારે હોટ ચોકોલેટ સર્વ કરવાનું હોય ત્યારેઃ

એક કપ દૂધને ઉકાળો, તેમાં ૨ ટેબલસ્પૂન જેટલું ઉપર બનાવેલ મિશ્રણ ઉમેરો અને એ મિશ્રણ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવો.

દૂધને કપમાં ઉમેરી તેના પર કોકો પાઉડર અથવા ચોકોલેતની છીન ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

થ્રી ચોકોલેટ કેક

સામગ્રીઃ

ડેવિલ્સ ફૂડ ચોકોલેટ લેયર કેક

૧+૩/૪ કપ (૨૨૦ખ્ત) ઓલ પર્પઝ ફ્લોર (મેંદો)

૧+૩/૪ કપ (૩૫૦ખ્ત) ખાંડ

૩/૪ કપ (૬૫ખ્ત) અનસ્વીટનડ કોકો પાવડર

૧ ટીસ્પૂન બેકિંગ પાવડર

૨ ટીસ્પૂન બેકિંગ સોદા

૧ ટીસ્પૂન મીઠું

૧ કપ (૨૪૦દ્બઙ્મ) છાશ

૧/૨ કપ (૧૨૦દ્બઙ્મ) વેજીટેબલ ઓઈલ (અથવા કનોલા ઓઈલ)

૧ ચમચી વેનીલાનો અર્ક

૧ કપ (૨૪૦દ્બઙ્મ) તાજી ઉકાળેલી સ્ટ્રોંગ કોફી

મિલ્ક ચોકલેટ ફ્રોસ્ટિંગઃ

૧.૨૫ કપ માખણ, રૂમ ટેમ્પરેચર પર નરમ કરેલું

૩-૪ કપ (૩૬૦-૪૮૦ખ્ત) બુરૂં ખાંડ

૩/૪ કપ (૬૫ખ્ત) અનસ્વીટનડ કોકો પાવડર

૩-૫ ટેબલસ્પૂન (૪૫-૭૫દ્બઙ્મ) હેવી ક્રીમ

૧ ચમચી વેનીલા અર્ક

૧/૨ - ૩/૪ ચમચી મીઠું (સ્વાદ માટે)

૧૫ ઔંસ (૧.૫ બેગ) ચોકલેટ ચિપ્સ, વૈકલ્પિક

રીતઃ

ઓવેનને ૧૫૦ ડીગ્રી પર ગરમ કરો. બે ૯” ના કેક પેન ને ગ્રીઝ કરીને બાજુ પર રાખો.

એક મીડીયમ સાઈઝના બાઉલમાં મેંદો,ખાંડ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોદા અને મીઠું ઉમેરીને બાજુ પર રાખો.

હવે એક હેન્ડ બ્લેન્ડરની મદદથી છાશ, ઓઈલ અને વેનીલાના અર્કને હાઈ-સ્પીડ પર બરાબર મિક્સ કરો. હવે તેમાં ધીમે ધીમે સૂકી સામગ્રી, જે આપણે અન્ય બાઉલમાં ભેગી કરી છે તેને, ઉમેરો અને મીક્સરને લો-સ્પીડ પર રાખો અને મિક્સ કરો. તેમાં કોફી ઉમેરો.

તૈયાર થયેલ મિશ્રણને બેકિંગ પેનમાં નાખી ઓવેનમાં બેક થવા ડૉ, લગભગ ૨૩ થી ૩૦ મીનીટ માટે અથવા જ્યાં સુધી એનો વચ્ચેના ભાગમાં ટૂથપિક ખોસતા એ ચોખ્ખી બહાર ણા આવે ત્યાં સુધી બેક કરો.

ફ્રોસ્ટિંગ માટેઃ હેન્ડ બ્લેન્ડર વડે માખણને હાઈ-સ્પીડ પર એ સ્મૂથ અને ક્રીમી ના થાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. હવે મિક્સરની સ્પીડ લો કરી તેમાં ધીમે ધીમે બુરૂં ખાંડ અને કોકો પાઉડર ઉમેરો અને ખાંડ માખણમાં બરાબર ભળી જાય ત્યાં સુધી મિક્સ કરો. હવે બ્લેન્ડરની સ્પીડ મીડીયમ કરી તેમાં વેનીલાનો અર્ક અને ક્રીમ ઉમેરો. હવે બ્લેન્ડરને હાઈ સ્પીડ પર મૂકીને લગભગ એક મીનીટ માટે મિશ્રણને મિક્સ કરો.

હવે એક કેક સ્ટેન્ડ પર કેકનું એક લેયર મૂકો. એક સ્પેચુલાની મદદથી ફ્રોસ્ટિંગ લગાવો. તેના ઉપર કેકનું બીજું લેયર મૂકો. ફ્રોસ્ટિંગને બધી જ બાજુ અને ઉપરના ભાગે બરાબર ફેલાવો. ચોકોલેટ ચીપ્સથી સજાવીને સર્વ કરો.

ઝીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

૭. “આઈ લવ યુ ટુ!”

“કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હેં, કે ઝિન્દગી તેરી ઝુલ્ફોકી નર્મ છાવમેં કટ જાતી તો શાદાબ હો ભી સકતી થી, યે રંજો-ગમકી સીહાઈ જો ઈસ દિલ પે છાઈ હેં , તેરી નઝરકી સુઆઓમે ખો ભી સકતી થી.. મગર યે હો ના સકા ઓર યે આલમ હેં.. “-સવાર સવરમાં કભી કભીનું આ ગીત દિલને કૈક ટાઈમ ટ્રાવેલ કરાવી જાય છે. કદાચ આ ગીત સાંભળીને બધાજ છાના-છાપના કોઈક એવા વ્હાલા ચહેરાને યાદ કરતા હશે કે જેને દિલમાં છુપાવી રાખ્યો છે, હમેશ માટે.

અને દિમાગ દિલને ખખડાવે છે-“વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકીન ઉસે ઈક ખુબસુરત મોડ દેકે છોડના અચ્છા..”

અને દિલ ધીરેકથી જવાબ આપે છે-“જે પકડયું હોય એને છોડાય ને? જ્યારે પકડાશે ત્યારે ચોક્કસ છોડી દઈશ!”

અને દિલ અને દિમાગની આ કશ્મકશ પર તમને હસવું આવી જાય છે.

તમે વિચારો છો કે-આ વેલેન્ટાઈન્સ ડે આવે એટલે કાયમ જ દિલની સાથે સાથે દિમાગને પણ કોમામાં મોકલી દે છે. ટીવી-પેપર-મોલ્સ-હોર્ડીંગ્સ જાણે આસપાસની આખી દુનિયામાં પ્રેમનું પુર આવી જાય છે. લાલ રંગના દિલ પકડીને ઢગલો ટેડીબીયર્સ રસ્તે રસ્તે વેચાય છે, અને કેટલાય દિલ ચુકે-ચુપકે વહેચાય પણ છે.

અને વિચારોના ઉભરા સાથે જ તમારી ચા પણ ઉભરાઈ જાય છે.

“કોઈ કામમાં તારા ભલીવાર હોય જ નહીં. કોણ જાણે ક્યારે સુધરીશ? એક દીકરીની માં થઈ તો પણ કોણ જાણે મોટી ક્યારે થઈશ?”-બેકગ્રાઉન્ડમાંથી ઢોળાયેલી ચાના બદામી રંગ કરતા વધુ ઘેરો અને કર્કશ આવાજ ગુંજ્યો.

છતાં આજે તમને ના તો ગુસ્સો આવે છે કે ના તો દુખ થાય છે.

ક્યાંકથી એક આવાજ સંભળાય છે જે કહી જાય છે કે-“તું છે ને એકદમ મસ્ત છે, કાયમ આમ જ રહેજે.આ દુનિયાદારી, સમાજ અને સમઝણ કરતા તારી વાતો-સપનાઓ અને આ બદામી આંખોમાં વધુ રંગો અને સાતત્ય છે. હું તો એમાં જ જીવી જવાનો!”

અને દિલ એક ધબકારો ચુકી ગયું. ના, આવું કઈ સાંભળવાની હવે દિલને આદત જ નથી.

અને આંખો પોતાની જાતે જ બીડાઈ ગઈ, કદાચ આ આંખોનો બદામી રંગ ભીનો થઈને ઝંખો થઈ ગયો છે એ “કોઈ” જોઈ ના જાય એ માટે.

ચા, ન્યુઝ પેપર, રસોઈ, પતિદેવ, બાળકો- બધું જ ટાઈમ પર સાચવીને તમે નિરાંતે હિંચકે બેસો છો, પોતાની જાતને સમેટવા.

અને પડોશમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી છોકરી એક મોટ્ટી ચોકલેટ અને ટેડીબીયર લઈને મલકાતી મલકાતી, મોબાઈલ પર વાત કરતી કરતી સામેથી પસાર થઈ જાય છે.

અને યાદ આવે છે એ મોટ્ટી ચોકલેટ(તમારી ફેવરેટ) અને એથીયે મોટ્ટું દિલવાળું કાર્ડ જે તમને મળેલી આજ સુધીની સૌથી મૂલ્યવાન ભેટ હતી, અને એને આપનાર પણ તો.. છતાં...

હશે. નસીબ એ તો- કહીને દિમાગ તો શાંત થઈ ગયું, પણ દિલ એક નાના છોકરાની જેમ એ કાર્ડ અને ચોકલેટની નહિ એ આપનારની કસકમાં રડી ઉઠ્‌યું.

કાશ, એ દિવસે થોડી હિમત કરીને એ કાર્ડ અને ચોકલેટની પાછળની એ લાગણીઓને નકારવાની જગ્યાએ થોડો સમય માંગી લીધો હોત... તો કદાચ આંગણામાં આ લીમડાના ઝાડની જગ્યાએ બોરસલ્લી કે ગુલમહોર લહેરાતો હોત.

“એક વાત કહું? તું હસે છે ને તો તારા ગાલમાં ખાડા પડે છે.”- કોઈક બોલ્યું.

“આંખોના નંબર ચેક કરાવ. મારા ગાલમાં નહીં, તારી આંખોમાં અને દિમાગમાં ખાડા... ખાડા નહીં મોટ્ટા-મોટ્ટા ગાબડા છે.”-કોઈ શરારત સાથે બોલ્યું.

“હમમમ..”-કોઈએ કહ્યું કદાચ શબ્દો ખૂટી ગયા હશે!

અને દિલ અને દિમાગ એ બંને અવાજને શોધી રહ્યા. હિંચકાને પગથી ઠેસ મારતા મારતા તમને એમ લાગ્યું કે જાણે તમે તમારા અને “એના” પણ સપનાઓમાં પણ પાડી દીધા છે, અલબત્ત અજાણતાંજ!

અને એકદમ કૈક વિચારીને તમે એક્ટીવા લઈને નીકળી પડો છો, જાણે કોઈને શોધવા? કે પોતાની જાતને જ શોધવા?

ટ્રાફિક સિગ્નલ પાસે સાઈડમાં ફૂલો વેચતા નાનકડા છોકરા પાસેના રંગબેરંગી ફૂલોમાં સુરજમુખીનું ફૂલ જોઈને તમે ખીલી ઉઠો છો. એ સુરજમુખીમાં જાણે તમને કોઈનો ચહેરો વર્તાયો.

“બે યાર ગુલાબનું ફૂલ તો બધી જ છોકરીઓ ને ગમે, એટલે..”-એણે ધીરેકથી કહ્યું.

“ એટલે ...એટલે શું? મને ગુલાબ નહીં સુરજમુખી નું ફૂલ ગમે છે.”-કોઈએ છણકો કરીને જવાબ આપ્યો.

“તારા નખરા વધારે છે. ગુલાબમાં શું પ્રોબ્લેમ છે? સુરજમુખીમાં તો સુગંધ જ નથી હોતી!”-એણે કન્વિન્સ કરવા વ્યર્થ પ્રયાસ કર્યો.

“એટલે જ! સુરજમુખીમાં સુગંધ નથી હોતી- મને એટલેજ એ ગમે છે. ટટ્ટાર ઉભા રહીને સુરજને તાકવાની તાકાત અને ખુમારી બીજા કોની પાસે હોય?”-કોઈએ પોતાની પસંદગીના પરિમાણ સમઝાવ્યા.

“હમમ.. સાચી વાત. ગુલાબ તો બધી છોકરીઓને ગમે, સુગંધ આવે, સુંદર દેખાય એટલે. પણ ટટ્ટાર-સુરજ સામે લડતું સુરજમુખી અદ્દલ તારા જેવું જ લાગે. આજથી મારૂં ફેવરેટ ફૂલ પણ સુરજમુખી જ છે હો!”-કોઈએ પ્રેમથી મહેકતા શબ્દોમાં કહ્યું.

અને પાછળથી આવતા હોર્નના કર્કશ અવાજથી તમે વાસ્તવિકતામાં પાછા આવી ગયા..

એક્ટીવા સ્ટાર્ટ કર્યું અને સાથે સ્ટાર્ટ થયા વિચારતરંગો..

પોસ્ટ ઓફીસની જૂની પડુંપડું થતી ઓફીસની બહાર એક્ટીવા પાર્ક કરીને તમે પોસ્ટ ઓફીસના ક્લર્ક પાસે એક સાદું પોસ્ટકાર્ડ માંગો છો. ઈ-મેઈલના જમાનામાં પોસ્ટકાર્ડ માંગવા આવેલા તમને જાણે જ્યુરાસિક પાર્કનું ડાયનાસોર આવ્યું હોય એમ ઘુરીને ક્લાર્ક પોસ્ટકાર્ડ ધરે છે. અને તમે એ પોસ્ટ કાર્ડ પર લાખો છો-“આઈ લવ યુ ટુ!” અને પોસ્ટ કાર્ડ પોસ્ટ કરવા જાઓ જ છો ત્યાં....

“બેન, તમે પોસ્ટ કાર્ડ પર એડરેસ નથી લખ્યું!”- ગણતરીની પોસ્ટને થેલામાં સમેટી રહેલો પોસ્ટમેન સહેજ અકળામણથી તમને કહે છે.

“એડરેસ... એડરેસ.. એ તો વગર સરનામે જ પહોંચી જશે! કદાચ વર્ષોે પહેલા પહોંચી જ ગયું છે! આ તો હું મારા સંતોષ માટે ....”-અને તમે મલકીને, શરમાઈને એક્ટીવા પુરપાટ દોડાવીને ઘર તરફ પાછા વળો છો..

એ ઘર, જ્યાં હિંચકે એક પ્રેમાળ માં, એક આદર્શ પત્ની તમારા પાછા ફરવાની રાહ જોઈ રહી છે!

“પરદા નહિ જબ કોઈ ખુદા સે, બંદોસે પરદા કરના ક્યાં? જબ પ્યાર કિયા તો ડરના ક્યાં?”-કોઈ બેકગ્રાઉન્ડમાં ગણગણે છે અને તમે ધીરેકથી હિંચકે બેઠેલા ખુદમાં “પ્રેમ”થી સમાઈ જાવ છો!

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૮. પ્રોફેશનલ કરિયરમાં ભૂલનો સ્વીકાર

એ જ પ્રગતિને આવકાર

આપણામાં એક કહેવત છે કે, કામમાં ભૂલ કરે તે જ વ્યક્તિ સાચું શીખે છે. પરંતુ ઘણી વખત કોર્પોરેટ કંપનીમાં ભૂલનું પરિણામ કંપનીને અને કર્મચારીને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આપણે ભૂલને બને ત્યાં સુધી થતી અટકાવીએ છીએ પરંતુ તેમાંથી મોટેભાગે બોધપાઠ લેતા હોતા નથી. બોધપાઠ લેવાથી ભૂલનું પરિવર્તન લગભગ નહીવત થઈ જાય છે. ઘણી વખત આપણે ભૂલ કરીને લોકોને એવું કહેતા હોઈએ છીએ કે, જો મેં કોઈને જાણતાં-અજાણતાં દુઃખ પહોચાડયું હોય તો માફ કરશો પરંતુ આવું બધું કહીને ખરેખર તો તમે તે વ્યક્તિને તમને દિલાસો આપવા માટે આજીજી કરો છો. તમે ભૂલનો સ્વીકાર કરતાં હોતા નથી.

યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવોઃ તમે કામમાં જે ભૂલ કરી છે તે બાબત અંગે સ્પષ્ટ રીતે તમારા બોસને જણાવી દેવું જોઈએ. મોટેભાગે આપણે એમ જ કહીએ છીએ કે, આ કારણસર ભૂલ થઈ હતી કે બીજા વિભાગમાંથી માહિતી મળવામાં મોડું થયું હતું. પરંતુ આ બાબતને તમારા બોસ કે કંપની સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. તેમના માટે તો કામ પૂર્ણ થાય તે જ મહત્વનું હોય છે. વારંવાર આ પ્રકારના કારણો આપવાથી તમને થયેલી ભૂલ વિષે માહિતી મળી શકશે નહિ.

ચેકલીસ્ટ બનાવવુંઃ જો તમે વારંવાર ભૂલો કરતાં હોય તો તેવી ભૂલોનું એક ચેકલીસ્ટ બનાવવું જોઈએ. આ ચેકલીસ્ટમાં ક્યાં પ્રકારનાં કામમાં કેવી ભૂલો થાય છે અને શા માટે થાય છે તે બાબત અંગે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. આવા ચેકલીસ્ટ બનાવતી સમયે તમારી નબળાઈને પોતાની નજર સમક્ષ રાખવી જોઈએ. મોટેભાગે લોકો ભૂલનું નિરીક્ષણ કરતી વખતે નબળાઈઓને જોતા હોતા નથી અને તે વખતે જ તેમને પરિણામ ભોગવવું પડતું હોય છે.

આત્મકથા વાંચવીઃ જે વ્યક્તિને પુસ્તક વાંચવાનો શોખ હોય તેમણે સ્પોર્ટ્‌સ, ફિલ્મ કલાકારો, રાજકીય નેતાઓ, બીઝનેસ ટાયકુન જેવા લીડરોની આત્મકથા વાંચવી જોઈએ. આ પ્રકારના પુસ્તકોમાં તેમના દ્વારા થયેલી ભૂલોને તેમણે કેવી રીતે પોતાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણથી સુધારી છે તેના વિવિધ ઉદાહરણો આપેલા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બેરેક ઓબામાંએ જયારે ચુંટણી જીત્યાના પહેલા દિવસે રાષ્ટ્રને ભાષણ આપ્યું ત્યારે તેમણે ખાસ કહેલું કે મહાત્મા ગાંધીજીની આત્મકથાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન કર્યું છે. ઈન્ફોસીસ કંપનીમાં આ પ્રકારના પુસ્તકોનું વાંચન તેમના કર્મચારીઓ દ્વારા વધે તે માટે એક ખાસ પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેને આત્મસંશોધન નામ આપ્યું છે.

મેન્ટરશીપની તાલીમ લેવીઃ જો તમે તમારી ભૂલને વિગતવાર સમજી ન શકો તો તમે તમારા મિત્ર અથવા ઉપરી અધિકારીની મદદ લઈ શકો છો. આ પદ્ધતિને મેન્ટરશીપ કહેવાય છે. મેન્ટરશીપની તાલીમ દરમ્યાન તમે કોર્પોરેટ અને જીવનના અવનવાં પાસાઓ શીખી શકો છો જે મોટેભાગે અનુભવ આધારિત હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આ પદ્ધતિમાં ક્યારેય પણ એકબીજા ઉપર દોષારોપણ કરવા જોઈએ નહિ. અમેરિકા જેવા દેશમાં આ પ્રકારની તાલીમ આપવા માટે પ્રાઈવેટ કંપનીઓની બોલબાલા છે.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

૯. એકબીજાને સમજતાં રહીએ...

“પ્રીતિ અને વિનય એકબીજાનાં ખાસ મિત્ર હતાં. કૉલેજમાં બધાને નવાઈ લાગતી કારણ બંનેના સ્વભાવમાં ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હતું. એમાંય જ્યારે કૉલેજના છેલ્લા વર્ષમાં આવ્યાં બાદ બંને લગ્ન કરવાનાં હોવાની જાણ તેમના ગ્રુપમાં કરી, ત્યારે સૌને વધારે આશ્ચર્ય થયું. ઘણાંએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘આ જોશ ક્યાં સુધી રહે છે તે તો થોડા જ સમયમાં ખબર પડી જશે. એકબીજાની સાથે રહેશે એટલે પાવર ઉતરી જશે’. પણ સૌના આશ્ચર્યની વચ્ચે આજે પ્રીતિ અને વિનયના લગ્નને ચાર વર્ષ થઈ ગયાં છે અને તેમને દોઢ વર્ષનો ટેણિયો પણ છે.”

આ વાત વાંચીને વિચાર વમળ લે છે કે સાવ વિરોધી સ્વભાવ ધરાવતાં પતિ-પત્નીનો દામ્પત્યરથ આટલા વર્ષોે સુધી આટલી સરસ રીતે કેવી રીતે ચાલે. શું આ પાછળ કોઈ ગેબી શક્તિ છે? કોઈ ભેદ, કોઈ રાઝ? ધ એન્સર ઈઝ યેસ!! જીવનસંસારમાં એક એવી ભાવના, એવી લાગણી છે, જેના આધારે ભલભલા ટકી શકે છે - તે છે ‘પ્રેમ’, ‘લવ’, ‘મહોબ્બત’, ‘ઈશ્ક’, ‘પ્યાર’, ‘પ્રણય’, ‘પ્રીત’!!! આ લાગણી સામે દુનિયાના કોઈપણ તથ્યો, તત્વો, ફિલસુફીઓ નકામી બની જાય છે. એટલે જ તો આપણા આદિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છેઃ “પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે”. પ્રેમ એ એવી ભાવના છે જેના વિશે વર્ણન કરવા પાનાંના પાનાં ઓછા પડે, પણ જ્યારે એનું વર્ણન કરવાનું કહેવામાં આવે ત્યારે કદાચ મોં માંથી એક અક્ષર પણ ન નીકળે. સુખી દામ્પત્ય જીવનના પાયામાં પ્રેમ છે અને પ્રેમની શાખ પર જ સુખના અંકુર ફૂટે છે. પ્રેમની પિપૂડી એટલે ત્યાગની તૂતારી! પ્રેમ એટલે સ્વનો વિચાર કર્યા પહેલાં સામેવાળી વ્યક્તિ વિશે વિચારવાની નિઃસ્વાર્થ ભાવના! પ્રેમ એટલે સામેવાળાને અપાતી પ્રાથમિકતા (પ્રાયોરીટી). પ્રેમ એટલે ઝૂકવું. ‘મેન’નું ઊંલટું થાય ‘નમે’ અને ‘વુમન’નું ઊંલટું થાય ‘નમવુ’ - એટલે રિલેશનશિપમાં ઝૂકવું ફરજિયાત છે. નમે તે સૌને ગમે. મુકુલ ચોક્સીનું એક ખૂબ જ સુંદર અને ચોટદાર મુકતક છેઃ

“કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.

પલ્લું તારી તરફ નમ્યાનો તને, ને મુજને આનંદ ઉપર ગયાનો છે.”

ઘાસતેલના દીવાનું, માચીસની દીવાસળીનું, મીણબત્તીનું, કોડિયાનું, ૬૦ વૉટના બલ્બનું, ટ્‌યૂબ લાઈટનું કે એલ.ઈ.ડી. લાઈટનું અજવાળું જેમ સરખું નથી હોતું, એ જ રીતે પ્રેમનું પ્રમાણ સરખું ન હોય પણ પ્રેમના મૂળિયા હોવા જરૂરી છે. ના તો ‘હું’ અને ના તો ‘તું’, અહીં કોણ પરફેક્ટ છે? પણ એકબીજાના ગુણ-દોષને અપનાવવા એ જ ‘પ્રેમ’નો પાયો અને ‘લવ’નો લિટમસ ટેસ્ટ છે. ‘હું’ અને ‘તું’ની ‘હુતુતુ’ રમવામાં મજા ત્યારે જ આવે જ્યારે પોતાના અહમની ધજા સામેવાળી વ્યક્તિની ધજા કરતાં નીચી ફરકે. લીલેન્ડ ફૉસ્ટરવુડ ય્ર્િુૈહખ્ત ર્‌ખ્તીંરીિ ૈહ ંરી હ્લટ્ઠદ્બૈઙ્મઅ નામના ગ્રંથમાં લખે છેઃ લગ્નની ફતેહ યોગ્ય વ્યક્તિ શોધવામાં જ નહીં પણ યોગ્ય વ્યક્તિ થવામાં રહેલી છે. શિકાગોના જજ જોસેફ સબાથ (જેણે ૪૦ હજાર સંસારી ઝઘડાઓ સાંભળી ૨૦૦૦ જોડાઓ વચ્ચે સમાધાની કરાવી હતી) લખે છે કે “ઘણાં ખરા ધણી-ધણિયાણીઓના દુઃખનું મૂળ નજીવી બાબતમાં હોય છે. ધણી સવારે કામ પર જાય ત્યારે ધણિયાણી હાથ હલાવીને હસીને ‘ગુડ-બાય’ કહે તો ઘણાં છૂટાછેડા અટકવા પામશે.”

આજની મહિલા સર્જકોમાં જેમનું નામ ટોચના નામોમાં આવે એવા ‘સૌમ્યા જોશી’ની એક કવિતા છે -

આપણે મળ્યા...કોઈ વર્તુળમાં બે બિંદુ જેમ પાસ પાસે..

હું પાછળ હતી ને તું આગળ...

અજબ જિદ્દ હતી તારી પણ...

કે આપણી વચ્ચેની દૂરી હું જ ખતમ કરૂં...

બસ... આમ જ અંતર વધતું ગયું....

પણ ના... આમ ન ચાલે...

ચાલ એમ કરીએ....

તારી જિદ્દ છે તો...

હું જ પહેલ કરૂં...તું જરા થંભી જા...

ને હું જરા જલ્દી કદમ ઉઠાવું....

તારામાં વિલીન થઈ જાઉં....

હવે તો તું મારી સાથે રહેશે ને....

વાહ! શું સમજદારી દર્યાવી છે આ કવિતામાં? તું ન કરી શકતો હોય તો હું કરી લઉં છું. એકમેક વચ્ચેનું અંતર વધે એ કરતાં કોઈ એક જણ નમતું જોખી લે એ વધારે સમજણભર્યું છે. કહેવાય છે કે જીવનના ચારેય આશ્રમોમાં સહુથી ચઢિયાતો ગૃહસ્થાશ્રમ છે - चतुर्णाम् आश्रमाणाम् गृहस्यतु विशिष्यते પણ લગ્ન પછી હનીમૂન વખતે સિલ્કી બેડશીટ્‌સમાં સિલવટો પડે એ આગળ જતાં દામ્પત્ય જીવનમાં ચોળાયેલા સંબંધની કરચલીઓ ન બને એ મહત્વનું છે. ટૉલસ્ટૉય જ્યારે પરણ્‌યાં ત્યારે શરૂઆતમાં ઘણાં જ સુખી હતાં પણ ૪૮ વરસ પછી ટૉલસ્ટૉય તેમની પત્નીનું મ્હો જોવાને પણ રાજી ન હતા. ૮૨ વર્ષની ઉંમરે તેમની માટે પોતાનો ઘરસંસાર અસહ્ય થઈ પડયો અને ૧૯૧૦માં ઑક્ટોબર મહિનાની ઠંડીમાં તે એક રાતે પોતાની પત્નીને તજી ગયા. અબ્રાહમ લિંકનના જીવનની કરૂણતા પણ તેના લગ્નને આભારી હતી. તેમના ભાગીદાર હર્નડને કહ્યું છે કે ૨૩ વર્ષ સુધી લગભગ દરરોજ લિંકન ‘સંસારી કંગાળીયતનો કડવો પાક’ લણતો હતો. જુવાનીના દિવસોમાં જે પ્રેમ સોફ્ટ-ડરીંકની જેમ જીભને તમતમ કરી દેતો હોય, વર્ષો પછી એ જ ડરીંકમાંથી પરપોટાં નીકળે ને બેસ્વાદ પીણું બની જાય એવાં ઘણાં ઉદાહરણો છે. મૂળ તો ઉદ્ધતાઈ-અસભ્યતા એ પ્રેમને મારી નાખનાર અસુર છે. દરેક જણ આ વાત જાણે છે છતાં કરમની કઠણાઈ એ છે કે આપણે આપણા પોતાના સગાવ્હાલા કરતાં પારકાઓ તરફ વધુ સભ્યતા બતાવીએ છીએ. પત્નીને વાતે-વાતે ઉતારી પાડવી એ મર્દો માટે કોમન થઈ પડયું છે. આપણે ત્યાં હજી આજની તારીખે પણ પત્નીઓને મજાકનું પાત્ર બનાવીને સસ્તું હાસ્ય પિરસવાનો વાહિયાત શિરસ્તો ચાલી રહ્યો છે, ત્યારે જાપાનમાં પત્નીઓને શેર લોહી ચઢે એવી એક પ્રથા દર વર્ષે ‘૩૦મી જાન્યુઆરી’ એ ઉજવાય છે. આ દિવસે ટોકિયો પાર્કમાં ડઝનબંધ પતિદેવો એકઠા થાય છે અને માઈકમાં બરાડા પાડી પાડીને પોતાની પત્ની પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરે છે. આ રસપ્રદ ઈવેન્ટમાં પતિઓએ પોતાની અર્ધાંગ્નિઓને જાતભાતની પદ્ધતિઓથી ‘આઈ લવ યુ’ કહેવાનું. જાપાનના કિયોતાકા યામાના નામના ભાઈએ શરૂ કરેલી આ પ્રથાને ‘અસાઈકા’ કે ‘પ્રેમાળ પતિઓ’ એવું નામ અપાયું છે. જ્યારે પત્નીઓની ભારોભાર પ્રશંસા થતી હોય છે ત્યારે પત્નીઓ ઓડિયન્સમાં બેઠી બેઠી હસતી હોય અને તાળીઓ પાડીને પતિદેવને પોરસ ચડાવતી હોય. છે આપણી પાસે આવી કોઈ હિમાયત કે હિંમત?

ન્યુયોર્કની ડોમેસ્ટીક રીલેશન્સ કૉર્ટમાં અગ્િાયાર વર્ષ સુધી પતિપત્નીના ત્યાગના હજારો કેસોનું અવલોકન કરનાર બૅસી હૅમબરજર કહે છે કે ઘણાં પુરૂષો ઘર છોડીને જાય છે તેનું મુખ્ય કારણ તેઓની પત્નીઓનો કચકચિયો સ્વભાવ હોય છે. સામે પક્ષે, મહાન આંદોલનકાર ડોરૉથી ડીક્ષ કહે છે કે પરણનારી છોકરીઓને અપાતી શિખામણ સાંભળીને હું કંટાળી ગઈ છું. હવે તો કોઈએ પરણનારા છોકરાનો કાન પકડી તેને નીચે મુજબની શિખામણ આપવી જોઈએઃ તમને મીઠું બોલતાં ન આવડતું હોય તો કદી પરણતા નહીં (દ્ગીદૃીિ ખ્તીં દ્બટ્ઠિિૈીઙ્ઘ ેહૈંઙ્મ ર્એ રટ્ઠદૃી ૌજજીઙ્ઘ ંરી મ્ઙ્મટ્ઠહિઅ જર્ંહી). પરણવા પહેલાં એક સ્ત્રીની તારીફ કરવી એ ઈચ્છાની વાત છે પણ પરણ્‌યા પછી તેની તારીફ કરવી એ જરૂરિયાતની-અંગત સલામતીની બીના છે. લગ્નજીવનમાં ખુલ્લા દિલને સ્થાન નથી, એ તો મુત્સદ્દીગીરીનું મેદાન છે. જો તમારે રોજ સ્વાદિષ્ટ ભોજન જમવું હોય તો તમારી પત્નીના ઘર વહીવટનો વાંક ના કાઢતાં અથવા તેની અને તમારી માતા વચ્ચે અળખામણી સરખામણી ન કરતાં. તેથી ઉલટું હંમેશાં તેના ઘરરાખુપણાની તારીફ કરજો. મીનર્વા (કળા-કારીગરીમાં કુશળ એવી રોમન સ્ત્રી), વીનસ (પ્રેમ અને સૌંદર્યની રોમન દેવી) અને ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના ભેગા આકર્ષણો ધરાવનારી દુનિયાની એકમાત્ર સ્ત્રીને પરણવાના લ્હાવા માટે તમારી જાતને મુબારકબાદી આપજો. જો બધા ધણીઓ અને ધણીયાણીઓ આવી ટેવ પાડશે તો છૂટાછેડાની અદાલતમાં કાગડા ઊંડતાં થઈ જશે!

અંગ્રેજીમાં એવું કહેવાય છે કે લવ (ર્ન્ંફઈ) હેઝ ટુ વોવેલ્સ ર્(ં, ઈ), ટુ કોન્સ્ટન્ટ્‌સ (ન્, ફ) ઍન્ડ ટુ ઈડિયટ્‌સ! બે સ્વર, બે વ્યંજન અને બે મૂર્ખાઓ! હું કહું છું કે જ્યાં સુધી તેમની મૂર્ખાઈ ટકી રહે ત્યાં સુધી સારૂં છે, એકમેક પ્રત્યેની મુર્ખાઈ જ્યારે શાણપણમાં ફેરવાય છે ત્યારે કંકાસ શરૂ! વહુ-વરમાંથી સાસુ-સસરા કે દાદા-દાદી કે નાના-નાનીમાં જ્યારે પ્રમોશન થાય ત્યારે પ્રેમનું રહસ્ય એકબીજાનું જતન કરવામાં છે. ‘ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’, એમાં કમાલની કોઈ વાત નથી. બચપનની પ્રીતને પચપન સુધી લઈ જવામાં એમનો પરિપક્વ પ્રેમ અને એકમેક પ્રત્યેની શબ્દ વિનાની સમજણ જવાબદાર હોય છે. ‘પ્રેમ’ એ એક એવી ગુરૂચાવી છે જેને વાપરવાથી સંબંધોના સમીકરણો પર લાગેલાં તાળા ખૂલી જાય છે. આ નકશારૂપી લેખમાં વાચકમિત્રોને મંઝિલ કદાચ ન મળે પણ મને આશા છે કે મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ જરૂર સાંપડશે.

ચાલો ત્યારે, ફેબ્રૂઆરીને માણો ! હેપ્પી વેલેન્ટાઈન્સ ડે ટુ માય ડિયર એન્ડ નિયર વન્સ!

પડઘોઃ

જીવનમાં પ્રેમ કેટલો મહત્વનો છે એનું એક ઉદાહરણ એ કે - ભગવાન રામ અને સીતાજીને પહેલા “લવ” થયો અને પછી “કુશ”. - માયાભાઈ આહિર

ભલે પધાર્યા

જીતેશ દોંગા

૧૦. “હાર્યો, પડયો, થાક્યો, ભાંગ્યો.....એટલેજ તું યુવાન”

અત્યારે હું આ ભાડાની રૂમની બારી પાસે બેઠો છું. મારી આંખો વાદળો ભર્યું કાળું આકાશ પથરાયેલું જોઈ રહી છે. થોડે દુર એક જુના મકાનની દીવાલ પર ઉગી નીકળેલા વડલા પર સુગરી પોતાનો માળો બનાવી રહી છે. જીવન ખાલી-ખાલી લાગી રહ્યું છે. કેમ? ગઈ કાલે મને જોબ માંથી ફાયર કરી દીધો. અત્યારે મને એકલા-એકલા હસવું આવી રહ્યું છે!

યુવાની. ભૂલો ભરેલી. ખબર છે...યુવાની એ ઉંમરની સ્થિતિ નથી, પણ માણસના જીવવાનો અંદાજ છે. યુવાન બળવાખોર હોવો જોઈએ, અને મધ જેવો મીઠો પણ! સમય આવ્યે તે લડવૈયો ઉભો થવો જોઈએ, અને કોઈવાર એક સ્ત્રીની જેમ હીબકા ભરીને રડી શકવો જોઈએ. થોડે મોટેથી રડી શકવો જોઈએ. યુવાન મોજીલો, રંગીલો, ખંતીલો હોવો જોઈએ. તે મહેનત કરે ત્યારે તે મહેનતનો પણ નશો ચડવો જોઈએ. તે જયારે પ્રેમ કરે ત્યારે સામાન્ય જીવનના નિયમો, જ્ઞાતિઓની સરહદો, રીવાજોના રજવાડાને તોડીને પ્રેમમાં પડવો જોઈએ. સમાજ સામે શાંત બળવો એટલે યુવાન. જુના રીવાજો, જૂની શિખામણો, જુના રસ્તાઓ અને જુના સફળતાના મોડેલોને દાટી દઈને એ પોતાની રીતે ક્રિયેટીવ, ઈનોવેટીવ રસ્તાઓ પેદા કરવો જોઈએ.

અત્યારે મારી સામે વાદળો ભર્યું આકાશ છે. થાય છે કે યુવાનીને આ ચોમાસાના વાદળો જેવો ભીનો ગડગડાટ હોવો જોઈએ, અને ઉનાળાના આભ જેવો સન્નાટો પણ. યુવાન આ વાદળોની જેમ આકાર બદલતો હોવો જોઈએ. વાદળોની જેમ તે ગરજતો, વરસતો, ભાગતો, બદલાતો, અને પરિવર્તનને પ્રેમ કરતો હોવો જોઈએ.

ખેર...મારી આંખો સામે અત્યારે પેલો સુગરીનો માળો ભાંગી ગયો. નીચે પડી ગયો. હવે તે પક્ષી નવો માળો ગુંથવા લાગ્યું છે. તે પક્ષી ફરી નવા ગીત ગાઈ રહ્યું છે. શીખી ગયું છે જીવનનો ઉત્સવ મનાવતા. યુવાન જીવનનો ઉત્સવ મનાવી શકવો જોઈએ. ગમે તે ભોગે. ગમે તે ભોગે તે આ સુગરીની જેમ શીખતો હોવો જોઈએ, અને નાની-નાની નિષ્ફળતાઓનો તેને આનંદ હોવો જોઈએ. આ સુગરીની જેમ યુવાન પેશનથી જીવવો જોઈએ. યુવાનને ખબર હોવી જોઈએ કે જે રીતે તે પોતાનો દિવસ પસાર કરશે એજ રીતે તે પોતાની જીંદગી પસાર કરી નાખવાનો છે. એ આખા દિવસમાં એટલું શીખે, જાણે, સમજે...કે સાંજે તેની પાસે એકસેલન્સ હોય. સફળતા પગમાં પડી હોય. યુવાનને સફળતાની તો ઠીક, પણ શીખવાની પડી હોય. પોતાને ગમતું કામ કરીને એ કામનો નશો પોતાની રગ-રગમાં ભરવાની ધૂન ચડી હોય. જો યુવાનને પોતાનું ગમતું કામ ખબર ન હોય તો તેને શોધતા આવડવું જોઈએ.

યુવાનને ખબર હોવી જોઈએ કે પોતાના હૃદયને ગમતી વસ્તુ-કામ શોધવાનો એક જ ઉપાય છે- હજાર કામ કરવા. દરેક કામ પુરા ખંત-ઊંંડાણ-પરફેક્શનથી કરવું. ખુશ રહીને કરવું. દરેક કામમાં ઊંંડે ઉતરતા તેને કોઈ કામનું ઊંંડાણ એટલું ગમી જશે કે તે કામને તે પોતાના હૃદયના ઊંંડાણમાં સંઘરીને મોજથી જીવતો થઈ જશે. ખેર...ગમતા કામની ખબર ન પડે તો પણ યુવાન ખુશ હોવો જોઈએ. ગમે તે ભોગે.

તમને ખબર છે...હજુ ત્રણ વરસ પહેલા જ હું ફ્રસ્ટ્રેટ-નિરાશ-રડતો યુવાન હતો. હા, યુવાન વારે-વારે નિરાશ થવો જોઈએ. પોતાની નિરાશાનો ખૂની પણ તે પોતે જ હોવો જોઈએ. ત્રણ વરસ પહેલા મને મારા દિલના અવાજને અનુસરતા આવડતું ન હતું. અંદર કશુંક કરવાની તમન્ના-સ્પાર્ક હતો, પણ દિશા ન હતી. મેં નવા-નવા કામ શરૂ કર્યા. કોલેજના ટેક-ફેસ્ટ, કલ્ચરલ-ફેસ્ટમાં ભાગ લીધો. મ્યુઝીક, પેઈન્ટીંગ, ડાન્સિંગ, સ્ટેજ પર્ફોર્‌મન્સ બધું કર્યું. સ્પોર્ટ્‌સ, બુક્સ, અને મુવીઝ ઘસી માર્યા. ખુબ રખડયો. ન ગમતું છતાં મારા એન્જીનીયરીંગમાં ઊંંડું નોલેજ મેળવ્યું. લાઈબ્રેરી જૂની કરી નાખી. નવા સવાલો, નવા જવાબો શોધ્યા. સાલું...ક્યાંયે મજા ન આવી! ફાઈનલી એક દિવસ સવારે હોસ્ટલની બાલ્કનીમાં બેસીને લખવા બેઠો. તેમાં જીવન દેખાયું. હૃદયમાં સ્પાર્ક થયો અને અંદરથી મૂંગો અવાજ આવ્યો- ‘આ કામ જોરદાર છે. મજા પડી ગઈ!’ બસ...દિલનો અવાજ સાંભળ્યો! જીવનનો નવો રસ્તો દેખાયો. યુવાન જીવન શોધતો ફરવો જોઈએ. એ માટે મરણીયા પ્રયત્નો કરતો હોવો જોઈએ. નાની-નાની સ્વીટ નિષ્ફળતાઓ ચાખતો હોવો જોઈએ. યુવાનનું પેટ ઠંડુ, અને છાતી ગરમ હોવા જોઈએ. અને હા...એ ગરમ છાતી અંદર એક હુંફાળું, મસ્તીખોર, ફ્લર્ટ કરી શકે એવી દિલ હોવું જોઈએ!

હા. કેમ નહી? યુવાન ફ્લર્ટ કરતો હોવો જોઈએ. બુઢા થઈને લાઈન મારવી થોડી શરમજનક દેખાશે! પ્રેમ કરતો બુઢો સારો દેખાય, પણ લાઈન મારતો બુઢો ખરાબ. પોતાનું ગમતું કામ શોધવામાં તેને દિલનો અવાજ ખબર ન હોય તો પણ ગમતી છોકરી/છોકરો શોધવામાં ખબર હોવી જોઈએ. પ્રેમની બાબતમાં યુવાની ફૂંકી-ફૂંકીને જીવનારી ન હોવી જોઈએ. યુવાની ફરી-ફરીને પ્રેમ કરી શકવી જોઈએ. યુવાનીને ખબર હોવી જોઈએ કે ઘણીવાર સમય આવ્યે પ્રેમ મરી જતો હોય છે, કારણકે તે ફરીથી જન્મી શકે. દોસ્તી અને ડાર્લિંગ મેં કહ્યું તેમ પેલા વાદળો જેવા જ રહેવાના.

ખેર...એક દિલની વાત કહું? યુવાનમાં બુદ્ધ અને રોમિયો બંને હોવા જોઈએ. યુવાનમાં ભગતસિંહ અને ગાંધી સાથે જીવવા જોઈએ. યુવાનમાં ચાણક્ય અને સરદાર પીગળેલા હોવા જોઈએ. તેની અંદર મધર-ટેરેસા અને હિટલર સમાયેલા હોવા જોઈએ. કવિ અંકિત ત્રિવેદી કહે છે તેમ યુવાનના રૂંવાડે રામ અને શ્વાસમાં શ્યામ હોવા જોઈએ!

સામે વરસાદ ચાલુ થઈ ગયો. અરેરે...પેલી સુગરીનો બીજો અધુરો માળો પણ પડી ગયો! એ હારી નથી લાગતી. કદાચ યુવાન હશે. એ રડી રહી હોય એવું લાગે છે. ખેર...એ યુવાન છે...હારવું, રડવું, પડવું, ભાંગવું, પ્રેમ, આંસુ, મુસ્કાન, નિષ્ફળતા, ખુશીઓ, સંઘર્ષ, ઉડાન, મસ્તી, નિરાશા, દુઃખ, સપનાઓ, વાસ્તવ, બળવો, બળાપો, થું...આ બધું જ યુવાનીની ડેફિનેશન આપે છે. ગઈ કાલે હું હારી ગયો. મારે હવે આ પક્ષીની જેમ ફરી માળો બાંધવો પડશે. વધુ મજબુત. વધુ યુવાન.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

૧૧. ‘કાળજી’

કેટલાંયને દવાખાનાભેગાં કરનાર નંદુ કટારિયા પોતે જ એક દિવસ દવાખાનાભેગો થયો. એ પણ બીજા લોકોની મદદથી.

નંદુ કટારિયા એટલે પડછંદ કાયા, મોટી આંખો, લાંબી મૂછો અને ઘમંડી અવાજ ધરાવતો માણસ. ‘સંસ્કાર રક્ષક મંડળ’ના પ્રમુખને શોભે એવું જ વ્યકતિત્વ. બગીચામાં બેઠેલાં પ્રેમઘેલાં યુગલો પર એ જ્યારે હાથમાં લાઠી લઈને ત્રાટકતો ત્યારે પ્રેમીઓ પ્રેમ કરવાનું છોડીને બગીચાના દરવાજા તરફ દોટ મૂકતાં અને સમાચાર ચેનલના કેમરામાં ઝડપાઈ જતાં. જોતજોતામાં એ પ્રેમીઓ લોકોની દયા અને મજાકને પાત્ર બની જતાં. છેલ્લાં વીસ વર્ષોેમાં નંદુ કટારિયાએ કેટલાય પ્રેમીઓને પોતાની લાઠી વડે અનોખા પાઠ ભણાવ્યા હતા.

મોટરસાયકલ પર સવાર થઈને નીકળેલા આવા નંદુ કટારિયાની શરમ એક ટ્રકે ન રાખી અને એને લોહીલુહાણ કરી નાખ્યો. જે લોકોએ અકસ્માત નજરે જોયો હતો એ લોકોનું તો માનવું હતું કે-એ નહીં જ બચે. બાકી તો ભગવાનની મરજી!

પરંતુ એ બચી ગયો. ભગવાનના દૂત જેવા ડૉક્ટર અજય શાહની સારવારથી બચી ગયો. માત્ર એના જમણા હાથ માટે જોખમ હતું. એ વધારે પડતો છૂંદાઈ ગયો હતો. નંદુ કટારિયાએ ડૉક્ટરને ચોખ્ખું કહ્યું હતું કેઃ ‘ગમે એટલો ખર્ચ થાય પણ મારો હાથ બચાવી લેજો.’ ડૉક્ટરે પણ આશ્વાસન આપ્યું હતું કેઃ ‘હાથ કાપવો ન પડે કે એમાં ખામી ન રહી જાય એ માટે માટે મારાથી બનતું બધું જ કરીશ.’ અને, એણે કરી પણ બતાવ્યું. એણે નંદુ કટારિયાનો હાથ બચાવી લીધો.

ચારેક મહિના પછી નંદુ કટારિયાને દવાખાનામાંથી રજા મળી. એણે ડૉક્ટરને બિલ ચૂકવતી વખતે પચીસ હજાર રૂપિયા વધારે આપ્યા પણ ડૉક્ટરે એ વધારાના પૈસા ન સ્વીકાર્યા. કોઈને એક વહેંત ન નમનારો નંદુ, ડૉક્ટરના પગમાં પડી ગયો. વિદાય લેતી વખતે ગળગળા અવાજે એણે ડૉક્ટરને પૂછ્‌યુંઃ ‘સાહેબ તમે મારો હાથ તો બચાવી લીધો પણ મારે હવે એની કોઈ કાળજી રાખવાની હોય તો કહો.’

‘કાળજી એટલી જ રાખવાની કે- આ હાથથી કોઈ નિર્દોષ પર લાઠી ન વીંઝાય.’ ડૉક્ટરે કહ્યું.

નંદુને અણધાર્યો આંચકો લાગ્યો. તુરત કશું બોલી ન શક્યો. થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. સહેજ કળ વળતાં એણે પૂછ્‌યું; ‘ડૉક્ટરસાહેબ, આવું કેમ બોલો છો?’

‘કારણ કે સાતેક વર્ષોે પહેલાં હું પણ તમારી લાઠીનો ભોગ બન્યો હતો. આ હાથ પર હજી પણ થોડી અસર રહી ગઈ છે.’ ડૉક્ટરે પોતાનો એક હાથ બતાવ્યો. ‘તમે બગીચામાં જીને મારા જેવા કેટલાયને ફટકાર્યા હશે એટલે તમે તો મને ન ઓળખી શક્યા. પણ હું તો તમને જોઈને જ ઓળખી ગયો હતો.’

બીજાઓને નફરત કરનાર નંદુને પોતાની જ જાત પર નફરત થઈ આવી. એણે પોતાનામાં જેટલી કડવાશ બચી હતી એ ભેગી કરીને કહ્યુંઃ ‘સાહેબ, એવું હતું તો શું કામે મને છોડયો? મારા આ હાથને કાપી નાખવો’તોને? એ તો તમારા હાથની જ વાત હતીને?’

‘મારાથી એવું ન થયું. કારણ કે હું મારી ફરજને પણ એટલો જ પ્રેમ કરૂં છું જેટલો મારી પત્નીને કરૂં છું.’ ડૉક્ટરે ઠપકાભર્યા અવાજે કહ્યું... ‘હું એ દિવસે બગીચામાં મારી થનાર પત્ની સાથે બેઠો હતો. આ દેશના સ્વતંત્ર નાગરિક તરીકે બેઠો હતો.’

...બીજે દિવસે છાપાંમાં સમાચાર હતા કેઃ પ્રેમીઓના દુશ્મન તરીકે નામચીન નંદુ કટારિયાએ સંસ્કાર રક્ષક મંડળના પ્રમુખપદેથી જ નહીં, સભ્યપદેથી પણ આપેલું રાજીનામું.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

૧૨. “સફર”

બીગ બેંગ નું ધૂ......મ થયું તે ઘડી થી શરૂ થઈ એક સફર. ભડાકા સાથે વછૂટેલા કણો જબરજસ્ત ગતિ થી ચોતરફ ફેલાવા લાગ્યા. બીગ બેંગ મારફતે એમને શક્તિ ને ગતિ મળી. શક્તિ શેના માટે તો ગતિ કરવા માટે. દરેક સેકન્ડે સેંકડો પ્રકાશવર્ષ નું અંતર કપાવા લાગ્યું. પુષ્કળ ઉર્જા સાથે છુટ્ટા પડેલા કણો શરૂઆતમાં હતા ફક્ત આગ ના ગોળા હતા. જેમ જેમ એ સફર ખેડતા ગયા તેમ તેમ ઠરવા લાગ્યા. તાપમાન ઘટ્‌યું એટલે ધીરે ધીરે ઠરીને સઘન બનતા ગયા. અને જેવા એમને સંજોગો મળ્યા અને જેવું તેમનું દ્રવ્ય હતું તે પ્રમાણે એમાંથી કોઈ તારા બન્યા તો કોઈ ગ્રહો, કોઈ ઉપગ્રહ બન્યા આપણા ચાંદ જેવા રૂપાળા ને મોહક તો કોઈ સરરરર દઈને ભાગતી ઉલ્કા, કોઈ આમ તેમ રખડતા ધૂમકેતુઓ,( વેલ વચ્ચે આપણા ગુજરાતી ટ્રેજેડી કિંગ ક્લાસિક ઓથર ગૌરીશંકર જોષી ને યાદ કરી લેવાની છૂટ.) કોઈ ઉમર જતા નાશ પામ્યા તો કોઈ બન્યા ખતરનાક અને મિસ્ટેરીઅસ અદ્રશ્ય ચુંબક જેવા બ્લેક હોલ. સૈકાઓ વહેતા રહ્યા ને રચાયું અત્યંત અદભૂત બ્રમ્હાંડ. પછી? ખાધું, પીધું ને મોજ કીધું? વેલ ધીસ કહાની નેવર એન્ડસ. સફર ચાલુ જ છે. તારાઓ હજુ પણ એકબીજાથી દુર જી રહ્યા છે અને એટલેજ બ્રમ્હાંડ ફેલાઈ રહ્યું છે.

કોક આપણા જેવા માયાળુ ગ્રહો એકાદા સિતારા થી આકર્ષોઈ ગયા. અને પોતાનું વિશ્વ તેની આસપાસ જ વસાવી લીધું. આપણા સૂર્ય ના ગુરૂત્વાકર્ષણ થી તેની આસપાસ ફરતા પૃથ્વી, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનસ ની માફક. પણ પ્રેમ માં પડયા એટલે એમને ઉભા રહી જવાની છૂટ નહિ. સફર તો ચાલુ જ રહી પણ પ્રદક્ષિણા ના સ્વરૂપમાં. તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરૂં? જે રૂપાળા સંમોહક ચાંદ ની પાછળ આપણે ક્રેઝી થયા એ પોતે આપણી સોહામણી પૃથ્વી ની આજુબાજુ ચક્કર કાપે... હા હા હા... મોશન ચાલુ જ છે... દુર દુર જતા સિતારાઓ દોડી દોડી ને ક્યાં જતા હશે ... જ્યાં જતા હશે ત્યાં શું હશે? કેટલો સમય દોડશે? અને એ સમય વીત્યે શું થશે? મિસ્ટેરીઅસ.

આપણી જીંદગી જેટલુજ રહસ્યમય. જે બાળપણ માંથી યુવાની ને યુવાની માંથી આધેડ અવસ્થા તરફ દોડી રહી છે. જે નાના કસબાઓ માંથી મેટ્રોપોલિટન માં ફેલાઈ રહી છે. આપણા જ્ઞાન ની જેમ વિસ્તરી રહી છે. સિતારાઓ ચમકે છે પણ એના માટે એમને સળગવું પડે છે. ડોક્ટર બનવા માટે દીવસ રાત સળગતા બારમાં સાયન્સ ના વિદ્યાર્થી જેમ. એકેએક વિરલા જન્મ્યા તો માંની કોખ માંથી હશે પણ બન્યા હશે સંઘર્ષ માંથી, અંદર થી લાગેલી આગ માંથી. અને જ્યાં સુધી એમનો સફર ચાલુ રહે એ લોકો વિકસતા રહે અને તેજ ના લીસોટા પાથરતા રહે. એમાંથી કોક બને મહાશક્તિઓ કે એમનું અસ્તિત્વ ભૂંસાયા પછીયે અદ્રશ્ય શક્તિ બની રહે. જે ન હોવા છતાય સતત હોય એવા. વિક્રમ સારાભાઈ ના અવસાન પછી પણ એમણે કરેલા સપનાના વાવેતર જેમ ભારત રત્ન એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબના સ્વરૂપમાં સિંચાયા એમ. જેમ સતચારિત્ર્‌ય માં સાઈબાબા એ કહ્યું છે કે મારા મૃત્યુ પછીય જે વ્યક્તિ મને હૃદયથી યાદ કરશે તેની મદદ માટે હુ જરૂર હાજર થઈશ એમ. એમનું શરીર નાશ પામ્યું પણ એ લોકો અમર રહ્યા અને વાત અંધશ્રદ્ધાળુ ચમત્કારો ની નથી પણ સાઈ જેવા કેટલાય સંતો નો આબાદ અનુભવ ઝીલાતો જ રહ્યો છે.

જેમ જુદી જુદી નિહારિકાઓ એકબીજાથી દુર ભાગી રહી છે તેમ આપણે પણ એકબીજાથી દુર ભાગી રહ્યા છીએ. વેલ આમાં કોઈ સોશિઅલ જજમેન્ટ લેવાની વાત નથી પણ બ્રહ્‌માંડ સાથે એક જિજ્ઞાસુ સરખામણી છે. અને જો ઈશ્વરે સંસાર ને ફેલાવા માટે જ નિર્મિત કર્યો હોય તો આપને પણ વિસ્તરવા અને દુર દુર જવા માટે જ સર્જાયા છીએ એ વાત પૂર્વ નિર્ધારિત જ છે એટલે વલખા મારવાનો કે એ વાત ને નકારવાનો કોઈ અર્થ નથી. જેમ પક્ષી ને ઉડતા આવડે એટલે એ આકાશ તરફ જાય જ એમ આપણે પણ જવાના જ. મોબાઈલ કે ટીવી ની શોધ થઈ માટે આપણે એકબીજાથી દુર થયા? કે આપણે દુર જવા વિસ્તરવા માગતા જ હતા ક્યાંક અંતર મન માં એટલે મોબાઈલ અને ટીવી શોધાયા? વેલ સેકંડ વાત માં વધુ દમ છે. કેમકે મોબાઈલ કે ટીવી શોધવા વાળા એ શોધ્યા પણ આપણે કોણે પાણા બાંધ્યાતા કે તમે લ્યો ને લ્યો ? આપણે વિકસવું અને વિસ્તારવું છે અને એ વૃત્તિ આપણા જનીનો માં લખાયલી છે.

સૂર્ય ની આસપાસ ફરતી ગ્રહમાળા જેમ આપણા જેવા સંસારી માણસો પરિવાર ને કેન્દ્ર માં રાખી ને ફર્યા કરે છે. પણ સફર તો ચાલુ રહે છે પછી ભલે તે રોજ ઘર થી ઓફીસ કે શાક માર્કેટ સુધીનો જ કેમ ન હોય. આપણે સીમિત થયા પણ સ્ટોપ નહિ. અને વિશાળ બ્રહ્‌માંડ થી વિરૂદ્ધ અતિ સુક્ષ્મ પરમાણુઓ પણ સતત મુવ થયા કરે એમાં રહેલા ઈલેકટ્રોન ફર્યા કરે . શરીર માં રૂધિર ફર્યા કરે અને હૃદય ધબક્યા કરે. નાનકડા કોષો પણ સતત પ્રક્રિયા માં રહે. બસ એમજ જીવન માં પણ સફર ચાલુ રહે. મુસાફિર હુ યારો....

સ્થિરતા શક્ય જ નથી. કેમકે આપણે જે ચાર પરિમાણ માં જીવીએ છીએ એમાંનું એક પરિમાણ છે સમય. એ સતત ભાગે છે એટલે ઘટનાઓ તો બનતી જ રહેવાની. આપણી અંદર ની પ્રક્રિયાઓ પણ ચાલુ જ રહે છે ચાહે શરીર ની હોય કે મન ની. જે પૃથ્વી પર આપણે બેઠા છીએ એ પણ સતત ફરે છે જે સૂર્યમંડળ ના આપનણે સભ્ય છીએ એ પણ આકાશગંગા સાથે ભાગી રહ્યું છે. આપણે બેસી રહેશું તોય ટ્રેન તો ચાલુ જ રહેવાની અને સ્ટેશન તો બદલવાનાજ.

અને જ્યાં આ સફર માં જડતા આવે ત્યારે ઈંગ્લીશ વાળું સફરીંગ શરૂ થાય. આપણી ટેપ ચોંટી જાય અને બેસૂરી વાગવા લાગે. જુના વિચારો ને જડતા થી વળગી રહેવાથી આતંકવાદ જન્મે છે. જેમ મેં કહ્યું તેમ આપણે બેસી રહીએ પણ ટ્રેન તો આગળ ચાલે જ છે, ફ્રેમ ઓફ રેફરન્સ સતત બદલાય છે.આપણે પોતે આગળ નહિ ચાલીએ તો પરિસ્થિતિઓ આપણે ઢસેડી ને લઈ જશે. એ વધુ પીડા દાયક છે.

સો ફ્રેન્ડસ ડોન્ટ સ્ટોપ કીપ મુવિંગ.... ટુવડસ ધ ધ નેક્સ્ટ આર્ટીકલ ઓફ મેગેઝીન ઓફકોર્સ..... લોલ.

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૩. બોલીવુડ અને પ્રેમ - સિક્કાની બે બાજુ

“જો પ્રેમ ન હોત તો બોલીવુડ ન હોત અને જો બોલીવુડન હોત તો પ્રેમ ન હોત”! જરાક વધુ પડતું લાગ્યું ને? પણ સ્હેજ વિચાર કરીને જુવો. પહેલાતો વાક્યનો પહેલો ભાગ લઈએ કે “જો પ્રેમ ન હોત તો બોલીવુડ ન હોત..” આ વાક્ય સાથે તો કોઈપણ સહમત થઈ જાય એમ છે બરોબરને? બોલીવુડના કોઈપણ યુગમાં પ્રેમની ફિલ્મો જ છવાયેલી રહી હતી. પછી તે કે. એલ. સાયગલનો યુગ હોય કે પછી દેવ-રાજ-દિલીપનો જમાનો હોય કે પછી અફકોર્સ રાજેશ ખન્નાનો ‘સુપર સ્ટારી’ સમય હોય કે ઈવન અમિતાભ બચ્ચનનો ઢીશુમ ઢીશુમ નો ટાઈમ હોય ‘પ્રેમે’ તો પોતાનું સ્થાન આપણી ફિલ્મોમાં જાળવી જ રાખ્યું હતું. આ યુગો પછી આવેલા ત્રણ ખાન સાહેબોએ તો મોટેભાગે પ્રેમ ઉપરની ફિલ્મોમાં જ અદાકારી કરી. આમિર, શાહરૂખ અને સલમાન ત્રણેયની પહેલી હીટ ફિલ્મોનો વિષય પ્રેમ પર જ આધારિત હતો. એમાં સલમાન ખાને તો પોતાનું સ્ક્રીન નેઈમ જ ‘પ્રેમ’ પાક્કું કરી લીધું હતું. તો આ તરફ શાહરૂખ ખાને રાહુલ નામના પોતાના પાત્ર દ્વારા ભારતીય પ્રેમીને પોતાનો ચહેરો પહેરાવી દીધો હતો. ટૂંકમાં જો પ્રેમ ન હોત તો બોલીવુડ ન હોત, એ વાત પાક્કીને?

હવે આવીએ સિક્કાની બીજીબાજુએ.. “જો બોલીવુડ ન હોત તો પ્રેમ ન હોત”. વાક્યનો આ બીજો ભાગ કદાચ એટલોજ સાચો છે જેટલોકે પહેલો. કદાચ આપણી દ્રષ્ટિને આપણે વધુ મજબુત કરીએ તો આ ભાગનો અર્થ આપણને વધુ સારીરીતે સમજાશે. પ્રેમ ભલે એકદમ અંગત લાગણી હોય પણ કોઈક બાહરી કારણ એને જરૂર બહેકાવે છે, એનામાં ઈંધણ ભરે છે અને પછી એ ભડકો થઈને બહાર આવે છે. એવા માટીપગા પ્રેમીઓ ઘણાં મળશે કે જે ફિલ્મો જોઈને કોઈપણ છોકરીને ‘આઈ લવ યુ’ ફટ દઈને કહી દે, પણ એવા જોરદાર પ્રેમીઓ પણ હોય છે જે ‘એક દુજે કે લીયે’ ના વાસુ-સપનાની જેમ પ્રેમમાં પડીને જુદા થવા ને બદલે જીવ આપી દેવો વધુ પસંદ કરે છે. એક રાહુલ એવો પણ હોય કે નિષ્ઠુરતાની હદો પાર કરીને પ્રેમમાં નિષ્ફળ જવાથી પોતાના પ્રેમી કે પ્રેમિકાની જિંદગીને બરબાદ કરવાની હદ સુધી પણ પહોંચી જતો હોય છે. તો કોઈ એવો રાજ પણ હોય છે કે જે પોતાની સીમરનને વડીલોના આશીર્વાદ વગર ન સ્વીકારવાની જીદ પકડે છે. કોઈ પ્રેમ એવો પણ હોય છે જે પોતાના કુટુંબને ખાતર પોતાની નિશાનું બલીદાન આપવા સુધી પહોંચી જતો હોય છે. તો કોઈ અંજલી એવી પણ હોય છે જે પહેલા મિત્ર અને પછી પ્રેમિકા બનીને પોતાના સંજુને દુનિયાની રેસમાં જીતાડવા દિવસ રાત એક કરી દેતી હોય છે.

કોઈ મુન્નો એવો પણ હોય છે જે પોતાની મિલીને સુખી જોવા માટે પોતાનું સર્વસ્વ છોડીને જતો રહે છે. કોઈ સલીમ પણ બને છે જે અનારકલીને પામવા શહેનશાહ અકબર સામે યુદ્ધ ઘોષ્િાત કરે છે. કોઈ રાજુ એવો પણ હોય છે જે એક નહીં, બે નહીં પણ ત્રણ ત્રણ વાર પ્રેમમાં નિષ્ફળ જવા છતાંય પ્રેમમાં જ ‘જીના યહાં મરના યહાં’ નું પ્રણ લઈને ધૂણી ધખાવી દે છે. તો કોઈ રાજુ ગાઈડ બનીને પોતાના પ્રેમને જીતવાની કોશિશ માં નિષ્ફળ જાય તો સંત બનીને મોક્ષ પામે છે. કોઈને પારો અને ચન્દ્રમુખી એમ બે-બે પ્રેમ મળવા છતાંય દેવદાસ બનીને પણ પોતાનો જીવ આપી દેવો પડે છે. તો કોઈ અમિત એવો પણ જોવા મળે છે જે પોતાના મૃત ભાઈની ગર્ભવતી વાગ્દત્તા શોભાને ટેકો આપવા પોતાની ચાંદનીને ભૂલી જવા મજબુર થઈ જાય છે. કોઈ પુષ્પા આનંદબાબુ નો બીનજાહેર અમરપ્રેમ પણ પામી જાય છે તો કોઈ ગીત પોતાના આદિત્યને ગાઈવગાડીને પોતાનો પ્રેમ જાહેર કરે છે.

શું આ બધું આપણે ફિલ્મો જોઈને પોતાની ઝીંદગીમાં નથી કરતાં હોતા? અફકોર્સ કરીએ છીએ. ફિલ્મોની અસર આપણા જીવન પર એટલીજ છે જેટલી આપણા જીવનની અસર આપણી ફિલ્મો ઉપર છે. જો લોકોને પ્રેમની અભિવ્યક્તિ કરવાનું જોર કોઈએ આપ્યું હોય તો એ આપણી હિન્દી ફિલ્મોએ જ. એટલેજ સ્તો લોકો આપણા યુવાનોને બગાડવાનો ટોણો આપણી બોલીવુડી ફિલ્મોને અમસ્તાજ નથી આપતાં! અત્યારની ફિલ્મોની જેમ અત્યારનો પ્રેમ પણ ફાસ્ટ છે, ટેઈક અપ અને બ્રેક અપ બંનેમાં. અત્યારે ગમતી વ્યક્તિ અચાનક અમુક મહિનાઓના સંબંધોમાં જ અણગમતી થઈ જાય છે. જેની સાથે જિંદગીભર જીવવાનું પ્રોમિસ આપ્યું હતું એ ‘તું નહી તો ઔર સહી, ઔર નહી તો ઔર’ ની કક્ષામાં મુકાઈ જાય છે, શું આ વાત પણ આપણી ફિલ્મોમાં નથી દેખાતી?

જેમ આપણી આસપાસ બનતી દરેક ઘટનાનો ભાસ આપણા જીવનમાં પણ દેખાય છે એમ ફિલ્મોમાં બનતી વાતો પણ આપણી રીયલ લાઈફમાં બને જ છે? હજી માનવામાં નથી આવતું? તો આ લેખ ફરીએકવાર વાંચી જાવ??!

પ્રેમોત્સવની હાર્દિક શુભેચ્છાઓ !

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૪. ઓસામા બીન લાદેન મરણ નાં સમાચાર જાણ્યા

તમને લાગ્યુ હશે આવુ ટાઈટલ આપ્યુ તો અંદર કઈ ભારે ભરખમ ઐતિહાસીક વાત હશે પણ મને મારા વજનથી ભારે શબ્દો મળતા નથી. કેમ કે શબ્દો એ મારી જેમ જીમમાં જવાનુ ચાલુ કર્યુ નથી, આવા ભારે નામના પ્રયોગથી લેખ ગમે તેવો ભંગાર હોય તો પણ રીડર્સ મળી જ રહે છે.

સવારે કેટલા વાગ્યા હતા યાદ નથી પણ મારા ધર્મપત્ની દોડતા દોડતા આવ્યા ચેહરા પરના હાવભાવથી ઘણા ગમગીન દેખાતા હતા. સમાચાર જ કઈક એવા હતા એમણે આવીને કીધુ “ઓબામા ને અમેરીકા એ મારી નાખ્યો “ મે કીધુ ના હોય હજુ હમણા તો પ્રેસિડેન્ટ બનાવ્યો હતો અને પતાવી પણ દીધો ત્યારે એમણે કીધુ અરે હવે એ ઓબામા નહી પેલો દાઢી વાળો આંતકવાદી ઓબામાં મે કીધુ એનુ નામ "ઓસામા બીન લાદેન" છે. હવે એ બધુ એક જ, તમે સવાલ બહુ પુછો છો સમાચાર સાંભળોને મારી નાખ્યો એ મહત્વનુ છે, કોણે ને ક્યારે ને આવુ બધુ શુ પુછો છો. અહી સમાચાર ફેલાવા મહત્વના છે, સમાચાર મહત્વના નથી એક ગુજરાતી સ્ત્રી તરીકે ની તેની લાક્ષણીકતા છતી થઈ.

પછી મે પણ મારો કોઈ નજીકનો સગો ગુજરી ગયો હોય તેમ એસ.એમ.એસ, વોટ્‌સએપ ફેસબુક, ટવીટર કરી આ સમાચાર ફેલાવ્યા અને પંચાત શરૂ કરી દીધી અને પોતે પણ ન્યુઝ ચેનલ આગળ ગોઠવાઈ ગયો. આ માત્ર યોગાનુયોગ છે કે પોતાના કારનામા માટે કુખ્યાત અલકાયદાનો પ્રમુખ ઓસામા બિન લાદેન અને જર્મનીના નાઝી તાનાશાહ એડોલ્ફ હિટલરના મોતની જાહેરાત એક સરખી તારીખે એટલે કે એક મેના રોજ થઈ. અને ગુજરાત નો જન્મદીવસ પણ એ જ દીવસે હતો.દરેક ચેનલ પોતાની રીતે ઓસામાના ન્યુઝ બતાવી રહ્યા હતા. એક જગ્યાએ તો રાશિભવિષ્ય ના પ્રોગ્રામમાં ઓસામા બીન લાદેન ને જ્યોતિષમાં ચાર ગ્રહોથી બનવાવાળા આ ચતુર્થી યોગને અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં બુધ, શુક્ર, મંગળ અને ગુરૂ એકસાથે છે આ જોઈને મને લાગ્યુ અમેરીકા ખોટુ કહી રહ્યુ છે ખરેખર તો આ ગ્રહોએ ઓસામાને માર્યો અને અમેરીકા ખાલી ખોટી બઢાઈ મારી રહ્યુ છે.બીજી એક ચેનલ ઓસામા એ મરતા પેહલા શુ ખાધુ એ ક્યા આગળ બટાકા ઉગાડતો હતો એ બધુ બતાવતી હતી એને એ બટેકા ખાવાથી ગેસ થતો હશે કે ખાલી મને જ રોજ બટેકા ખાઈ ને ગેસ થાય છે એવો એક બ્રહ્‌મ પ્રશ્ન ત્વરીત રીતે મારી અંતરઆત્મામાં સ્ફૂર્યો. એક ચેનલ બતાવતી હતી કે ઓસામા ને ચાર પત્ની હતી એની બીજી જ ચેનલ પર ન્યુઝ હતા કે ઓસામા દુબળો પડી ગયો હતો મને તરતજ ઓસામા ના દુબળા પડી જવાનુ કારણ ઘરકંકાસ અને ઘરસંસાર માં ચાર પત્ની તો પછી તો એ બચારા ને દાઢી કરવાનો પણ સમય નહિ મળતો હોય એ વાત મનમાં તરતજ નક્કી થઈ ગઈ હશે તેવો ખ્યાલ આવી ગયો.

આખો દીવસ ઓસામાને મરતો લાઈવ જોનાર ઓબામા બીજાને પણ એ વિડિયો બતાવશે એવી લાલચ સાથે હુ ટીવી જોડે ચોટી રહ્યો પણ કઈ જોવા ના મળ્યુ છેવટે એનીમેટેડ ન્યુઝ ચેનલ ના વિડિયોથી મે સંતોષ માણ્‌યો અને કંટાળી ને છેવટે હુ પાન ના ગલ્લે પહોચ્યો ત્યા મને જરાક ડાઢક વળી. એક ભાઈ પાનની પિચકારી મારતા મારતા કહી રહ્યા હતા મને તો ખબર જ હતી કે આવુ જ કૈઈક થશે ને ઓસામાને પતાવી નાખશે, પાકિસ્તાનનેય જે વાતની ખબર ન હતી એ વાત ની ખબર એ ભાઈ ને હતી બીજા ભાઈ ને એની પ્રોપર્ટીમાં રસ હતો કે અત્યારે પ્રોપર્ટીના ભાવ કેટલા છે લાદેન ના બંગલાની કિંમત આશરે બે થી ત્રણ કરોડ તો ખરી જ . અરે એક એકાઉન્ટન્ટ ભાઈ લાદેન પાછળ ના ખર્ચામાં જ અમેરીકામાં મંદી આવી એવુ રીઝન લઈને આવી ગયા હતા. અને એના આધારે શેરબજાર નાં ભાવો કેવીરીતે નક્કી થશે તેનું ટેકનિકલ એનાલીસીસ કરતા હતા.

એક ભાઈ તો આજે લેટેસ્ટ સમાચાર લાયા હતા મે નહોતુ કીધુ કે ઓસામા મરી જશે એટલે પેટ્રોલના ભાવ વધશે જોયુ પાંછ રૂપિયા વધ્યાને ઓસામા હતો ત્યા સુધી અમેરીકા ભાવ નહતુ વધારી શકતુ હવે જુઓ કેવા ભાવ વધે છે ખરેખર તો ઓસામા મર્યો એમા આપણને જ નુકશાન છે ખરેખર આવા લોજીક હશે કે ત્રણ રૂપિયા વાળો પાનમસાલો ખાવાથી માણસ માં આવા પ્રકારનુ લોજીક જન્મતુ હશે હવે તમે આ લેખવાચતા એમ ના વિચારતા કે મે ગુટખા ખાઈને લખ્યો છે.ગુટખા પ્રતિબંધીત છે. અને ધુમપાન નાં અમે સખત વિરોધી છીએ જેનાથી કર્ક રોગ થાય છે અને દરેક મુવી ની શરૂઆત માં મુકેશ નામનો શખ્સ મરી જાય છે આમ ઓબામા ની ભારતયાત્રા પેહલા ઓસામાબીન લાદેન નાં મરણ નાં સમાચાર આ રીતે ચર્ચાતા હતા. જય હીદ જય ભારત.

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.