Aaj Palthi in Gujarati Short Stories by Kirti Trambadiya books and stories PDF | આજ પળથી

Featured Books
Categories
Share

આજ પળથી

આજ પળથી

કિર્તી ત્રાંબડીયા

રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આજ પળથી

માણસ જીવન ખરેખર મશીન જેવું બની ગયું છે. સવારે ઉઠવાથી લઈને સાંજે સુવા સુધી મશીનની જેમ કાર્યરત થઈ ગયું છે. ફર્ક એટલો જ છે કે, મશીન ઈલેકટ્રીકથી કાર્યરત છે. જયારે માણસ પોતાની દિનચર્યામાં કાર્યરત છે. મશીન નિર્જીવ હોવા છતાં સજીવ કહી શકાય છે, કારણ કે, સજીવની જેમ ઈલેકટ્રીક દ્વારા હંમેશા કાર્યરત રહે છે, અને માણસ સજીવ હોવાં છતાં નિર્જીવ કહી શકાય છે, કારણકે, માણસ લાગણીહીન થતો જાય છે. એટલી હદે પ્રેકટીકલ થતો ગયો છે કે, માણસને માણસ પ્રત્યે લાગણી રહી જ નથી સમજો.

તેથી તો માણસનું જીવન. જીવન શું પુરી જીંદગી ઘડિયાળ કરતા પણ ઝડપી બની ગઈ છે. માણસ પોતાની જીંદગીમાં ઘડિયાળ કરતાં આગળ ચાલતો નથી પણ દોડે છે, દોડે છે, એટલો દોડે છે કે હાફી જાય છે, થાકી જાય છે, અને મનથી હારી જાય છે. હારેલો, થાકીને લોથ પોથ થયેલો મનથી ભાંગેલો, શરીરની તુટેલો માણસ શું કરે ઞ્???

આવી જીંદગી જીવતા માણસો સ્વપ્નાઓ જુએ તો પણ કેવાં અને સ્વપ્નાઓને પૂર્ણ કરવા માટે દોડે છે, થાકે છે, અને છેલ્લે મનથી િંહમત હારી જાય છે, અને માનસિક રીતે થાકેલો, હંમેશા હારીને હારથી હારેલો માણસ બીજુ શું કરી શકે ? ફકત નકારાત્મક વિચારતો થઈ જાય છે. કોઈપણ પરિસ્થિતને નકારાત્મક રીતે જુએ છે. તે પોતાની જાત પરથી પણ ભરોસો ખોઈ બેસે છે. નકારાત્મકતા તેની જીંદગીનો એકભાગ બની ગઈ હોય છે. પોતાની જાતને નકારાત્મકતામાં એટલી બધી ઓતપ્રોત કરી દે છે કે, તે કોઈ સારુ કાર્ય કરે છે, છતાં મનથી નિણર્ય તો તેનો નકારાત્મક જ હોય છે. આવું નકારાત્મક વિચારતાં માણસો પોતાની જીંદગીમાં કોઈપણ કાર્યમાં કયારેય સફળતા મેળવી શકતા નથી. આવા માણસોએ પોતાની જાતને સકારાત્મક પે્રરણા આપવી જોઈએ. સકારાત્મક વિચારવું જોઈએ.

એક સકારાત્મક વિચાર સો સારા કામ કરે છે. સો સારા કામ કરનાર વ્યકિતના જીવનમાં હંમેશા સકારાત્મકતાની ખુશીઓનો બાગ મહેકતો રહે છે. આ બાગ એટલે કે, હંમેશા માટે તમારા જીવનમાં જીત પોતાનો ડેરો જમાવીને બેસી ગઈ સમજો. પછી તો ખુશી ખુશીનું વાતાવરણ હંમેશાને માટે રહેશે. તમારા જીવનમાં જ નહીં તમારા આજુબાજુના માણસોને પણ આ ચેપઞ્લાગી જશે. તેમના જીવનમાં પણ સકારાત્મકતા લોહીનીજેમ દોડવા માંડશે. એ પણ એટલી હદેઞ્કે, તેમના જીવનમાં ખુશીઓના ફુલો મહેકી ઉઠશે. આવી જ એક સત્ય હકીકત જોઈએ....

ફિનલેન્ડની એક યુવતીને ગર્ભાશયનું કેન્સર થઈ ગયું. ડોકટરોએ રોગ અસાધ્ય હોવાનું નિદાન કરીને તે થોડા જ દિવસોની મહેમાન છે એવું જાહેર કર્યું. તેના પાડોશી યુવાન ગૌનર મેંટનને તે યુવતી પ્રત્યે ખુબ જ લાગણી હોવાથી તેમણે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકયો. નિરાશાના રૂપી અંધકાર ગુફામાં ગુમનામ જીવન પસાર કરતી યુવતી માટે જાણે અંધારી ગુફામાં ચાંદનીએ પ્રકાશ રેલાવ્યો. તેમના જીવન જાણે ખુશીની મહેકથી મહેકતો ગુલમહોર બની ગયો.

પોતાના જીવનમાં કોઈના આગમન સાથે તેમની જીંદગી તો જાણે બદલાય ગઈ. તે એ પણ ભુલી ગઈ કે, પોતાને કેન્સર છે. તેમના જીવનનો રુખ બદલાઈ ગયો. હંમેશા નકારાત્મક ઉર્જા અને ઉદાસી સાથે જીવતી હવે આનંદ, ઉલ્લાસ સાથે ચહેકતી હરતી–ફરતી તેમજ ખુલ્લા મને ખીલખીલાટ હસતી દેખાવા લાગી. એક વર્ષ પછી તેમને ઘેર એક પુત્રનો જન્મ થયો. ડોકટરોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે કેન્સરનો રીપોર્ટ નીલ આવ્યો. તેમજ તેમનું બાળક પણ સ્વચ્છ અને તંદુરસ્ત હતું.

તમે જ વિચારો આ ખુશી સુધી પહોંચવા માટે સકારાત્મકની સીડીનો સહારો તો લેવો જ પડે ને ? તે પણ મફત...મફત....મફત.... અને હા સાથે ગેટ વન બાય વન–ટુ–થ્રી નહીં પરંતુ અનેક ફ્રી ખુશીઓથી મહેકતી મહોર લાગેલી જોવા મળશે. તો પછી આપણે સૌ જાણીએ જ છીએ

સારુ વિચારીને સારી જ મેળવીએ છીએ તો પછી સારુ અને સકારાત્મક વિચારવામાં કોઈપણ વાંધો મને તો જરાય દેખાતો નથી, તમને પણ દેખાતો નહીં જ ઞ્ હોય.

એક વખત સકારાત્મક વિચાર કરીને ખુશીઓનો સ્વાદ તો ચાખો પછી તો તમે પણ આદતી બની જશો. ચાલો આપણે સૌ સાથે મળીને સકારાત્મક વિચાર કરવા માટે વચને બંધાઈએ. આજથી નહિ, અત્યારથી જ આજ પળથી હંમેશાને માટે સકારાત્મક જ વિચારશું.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯