“ એક આશા “
કોલેજનું નવું સત્ર ચાલુ થયું હતું,બધા વિધાર્થીઓને પ્રવેશ મળી ગયો હોવાથી બધા વિધાર્થીઓ ફી ભરવા એક લાંબી કટાર લાઇનમાં શિષ્ટબધ્ધ રીતે ઊભા હતા, જોઇતિ હતી તેવી સારી કોલેજમાં પ્રવેશ મળી ગયો હોવાથી બધા વિધાર્થીઓ આનંદિત હતા ,લાઈનમાં શિસ્ટતા એટલી બધી હતી કે બધા વિધાર્થીનો ફી ભરવાનો વારો પણ સમયસર આવી ગયો હતો.
મોટા – ભાગના વિધાર્થીની ફી ભરાઈ ગઈ હોવાથી તે બધા જતા રહયાં હતા, બારી પાસે ફક્ત એક યુવતી અને એક યુવાન જ ઊભાં હતા. યુવતી પેલા હોવાથી ,તે કેટલી ફી ભરવાની છે તેને ખબર ન હોવાથી તેણે અંદર બેઠેલા સાહેબને પૂછ્યું ; યુવતીનો પ્રશ્ન સાંભળી સાહેબે જવાબ આપ્યો ૨૫,૦૦૦ હજાર રૂપિયા.,આ સાભળી યુવતિના પગ નીચેની ધરતી જાણે ખસી ગઈ હોય તેમ લાગતું હતું,તેના હોશ-કોશ ઉડી ગ્યા હતા કારણે કે તે ફક્ત ૧૦.૦૦૦ રૂપિયા જ લઇને આવી હતી અને વળી તે ગામડામાં રહેતી હતી જયારે કોલેજ તો શહેરમાં હતી તથા આજે ફી ભરવાનો છેલ્લો દિવસે જ હતોઃ,
યુવતી તો ચિન્તામાં પડી ગઈ હતી કે કઈ રીતે અહી એટલા બધા રૂપીયા લાવવા ,વળી મારા માતા-પિતા પણ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તો હું ક્યાંથી બીજા ૧૫.૦૦૦ રૂપિયા કાઢીશ,આના કરતા હું ભણી ન હોત તો વધુ સારું થાત ઘરે મજુરી કરીને તો માતા-પિતાને મદદ તો કરત,યુવતીની આ રીતની હાલત પેલો યુવાન ટગર ટગર જોઈ રહયો હતો . યુવતી પાસે રૂપિયા ન હોવાથી તે પછી બારી છોડીને કોલેજના બહાર આવેલા એક વૃક્ષ નીચે બેસીને રડવા લાગી,,
પેલો યુવક પોતાની ફી ભરીને પેલી રડતી યુવતી પાસે ગયો અને પૂછ્યું ; “કેમ રડો છો તમે , તમને કોઈ તકલીફ છે તો મને જણાવો.ક્દાશ હું તેનો નિકાલ લાવી શકુ, હજી સુધી પેલા યુવાને યુવતીનો સ્પસ્ટ ચહેરો જોયા નહોતો પણ જેવી પેલી યુવતીએ પોતાના મસ્તક પર બાંધેલી ચુંદડી છોડી ત્યાં તો પેલા યુવાન ને પણ કઈક નવીન લાગવા માંડયું,યુવતીએ રડતા રડતા બધી વાત કરી. આ સાંભળી પેલો યુવાન બોલ્યો : “ આટલી નાની અમથી વાતમાં તમે રડવા લાગ્યા .મને કહયું હોત તો હું ત્યાં જ તમારી ફી ભરી આપત અને તમારા કીમતી આંસુને ગુમાવતા બચાવત..
યુવાન બારીએ જઈને પેલી યુવતીની બધી ફી ભરતો આવ્યો અને ફીની સ્લીપ યુવતીના હાથમાં આપતા કહેવા લાગ્યો : “ તમારે જયારે પણ કોઈપણ જાતની મદદ જોઈતી હોય મને વિના સંકોચે જણાવી દેજો, હું તમારી મદદ કરવા હંમેશા તત્પર રહીશ અને એમ માનજો કે હું તમારો નજીકનો જ કોઈ સંબધિત છું.”
યુવતી પેલા યુવાને પોતાની ફી ભરી હોવાથી તેનો લાખ લાખ ઉપકાર માનવા લાગી અને કહેવા લાગી મારી પાસે અત્યારે પુરા રૂપિયા નથી ફક્ત ૧૦.૦૦૦ રૂપિયા જ છે .આટલા તમે રાખો ,જયારે બીજા રૂપિયાની સગવડ થશે ત્યારે બાકીના તમને ત્યારે આપી દઈશ ,
આ જોઇને પેલો યુવાન ખડખડાટ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો તમે તો મારા સાવ નજીકના સબંધિત છો ,તમારી પાસે મારે રૂપિયા લેવાના ના હોય પણ તમને વધારે આપવાના હોય, એમ કહી પેલો યુવાન ૧૦.૦૦૦ રૂપિયા ત્યાં જ મુકીને જતો રહયો
યુવતી તો મનમાંને મનમાં વિચારવા લાગી કે આ કોણ યુવાન હશે કે જેણે મારી ખરા સમયે મદદ કરી અને વળી હું પણ મૂર્ખી છું કે તેનો આભાર માનવાનો તથા નામ પૂછવાનું જ ભૂલી ગઈ,આમ યુવતી એકલી એકલી પોતાનામાં જ દોષારોપણ કરવા લાગી.
કોલેજમાં ફી ની બધી પ્રવુતી પૂરી થઇ ગઈ હોવાથી કોલેજ પણ સમરસર ચાલુ થઇ ગઈ.બધા વિધાર્થીઓ પહેલા જ દિવસે પોત-પોતાના વર્ગો શોધવા લાગ્યા.બન્યું એવું કે પેલી યુવતી કે જેનું નામ આશા હતું અને પેલો યુવાન કે જેનું નામ સાગર હતું તે બન્નેને એક જ વર્ગમાં બેસવાનું થયું.
હવે વર્ગમાં આશા ગમે ત્યારે સાગરને કોઇપણ કામ હોય કે ન હોય છતાં બોલાવતી જ રહેતી..આશા દેખાવે સુંદર અને આકર્ષિત હતી જયારે સાગર દેખાવમાં બહુ કદરૂપો અને કોઈ ને જોવો પણ ન ગમે તેવો અને જો કોઈ તેને રાતે જોઈ જાય તો તે વ્યક્તિ ત્યાં જ બેભાન થઇ જાય તેવો હતો. વર્ગમાં આશા અને સાગર જોડી આકષર્ણનું કેન્દ્ર બની ગયા હતા હતા.
આશા ફક્ત સાગરને જ બોલાવતી હોવાથી બીજા દેખાવડા અને તોફાની યુવાનોને તે ન ગમતું,બધા યુવાનો એમ જ વિચારતા કે આ પેલી અપ્સરા જેવી આશા આ વાંદરા જેવા સાગરમાં શું જોઈ ગઈ હશે કે તેના સિવાય બીજા કોઈની સાથે વાતો કે બોલાવતી નથી.
જયારે પણ આશા અને સાગર સાથે બેસીને વાતો કરતા હોય કે હસતા હોય ત્યારે એ જોઇને બધા યુવાનો ઈરછાઓથી બળીને જલવા લગતા,ને મનમાં નક્કી કરી લેતા કેઆ બન્ને ને એકવાર મેંથીપાક ચખાડવો જ પડશે ત્યાં સિવાય આ બન્ને પ્રેમી-પંખીડા સુધરશે નહી.
સાગર અને આશાને પણ ખબર હતી કે આપના બન્નેની દોસ્તી આપણો આખો વર્ગ સહન કરી શકતો નથી એટલે કે કોઈને પણ આપણે બન્ને મજાક-મસ્તી કે વાતો કરીએ તે ગમતું નથી.
સાગરને પણ ખબર જ હતી કે હવે આખા કલાશના વિધાર્થીઓ મારા દુશ્મન છે છતાં પણ તેણે આશા સાથેના સબંધો ચાલુ રાખ્યા.અને આશા ને પણ પુરોપુરો અંદાજ આવી ગયો હતો કે કોઈ યુવતી પણ મારી સાથે બોલશે નહી છતાં તેણે પણ સાગર સાથે બોલવાનું ચાલુ રાખ્યું .
અમુક ઇરછા કરતા યુવાનોને હવે સાગર અને આશાની દોસ્તી આંખમાં કણા જેમ ખુચતી હોય તેમ તેણે વર્ગે-શિક્ષકની કાન–ભભેરણી કરી અને કહયું કે “ વર્ગમાં સાગર અને આશા ભણવા નહી પણ પ્રેમાલાપ કરવા જ આવે છે,તેના લીધે આખા વર્ગેના વિધાર્થીઓ ભણવાને બદલે તેના પ્રેમના રવાડે ચડ્યા છે , જો તમે આનો ઝટ કોઈ ઉપાય કે નિકાલ નહી કરો તો આખા કોલેજનું પરિણામ ખરાબ આવશે વળી કોલેજનું નામ પણ બદનામ થઇ જશે તે નફામાં.
વર્ગે-શિશકને પણ આ વાત ભવીશ્યમાં સત્ય બની શકે તેમ માની વિધાર્થી સાથે વર્ગમાં ગયા .આ સમયે પણ આશા અને સાગર એક-બીજાની મજાક-મસ્તી કરવામાં મશગુલ હતા, મજાક મસ્તી કરવામાં તેવો બન્નેને ખબર પણ ન રહી કે શિક્ષક ક્યારે વર્ગેમાં દાખલ થયા.
જેમ સિહ ગર્જના કરે તેમ વર્ગ-શિશક મોટે અવાજે બોલ્યા: સાગર તું અને આશા બન્ને ઉભા થાવ “ જેવા સાહેબના પહાડી જેવા શબ્દો આશા અને સાગરના કાનમાં પડ્યા કે તેવા જ તેવો બન્ને તરત ઉભા થઇ નમસ્તે સર કહેવા લાગ્યા.
સાહેબના પહાડો જેવા અવાજથી આખા વર્ગમાં સન્નાટો મચી ગયો હતો ,આશા અને સાગર સિવાય બધા વિધાર્થીઓ શાંતિથી બેઠા હતા.શિક્ષકે ક્રોધયાનમાન સ્વરે બન્નેને કહેવા લાગ્યા ; “ જો તમે બને તમારા સબંધ અહીંથી જ કાપી નાખો તો સારું છે નહિતર વગરપણે મારે તમને બન્નેને કોલેજમાંથી હાકી કાઢવા પડશે.તમારા બન્નેના સબંધને લીધે આપણો આ આખો વર્ગ બગડે છે,તમારા બન્નેના સબંધને લીધે તેના પર ખરાબ અસર થાય છે એટલે કહું છું તમે બંન્ને સમજી જાવ તો સારું છે નહિતર મારે તમારા વિરુધ્ધ કડક પગલા લેવા પડશે .
આ સાંભળી આશા અને સાગરને ખ્યાલ આવી હતો કે નક્કી આ પેલા તોફાની રામલો અને તેના મિત્રોનું જ કામ છે. પણ હવે આપણે સાહેબના નજર માંથી હલકા પડી ગયા છીએ ,
સાહેબે કહયું હોવા છતાં આશાને સાગર સાથેનો સબંધ તોડવો નહોતો વળી સાગર પણ આશા સાથે સબંધ તોડવા તૈયાર નહોતો પણ બન્નેને સાહેબ પ્રત્યે માન પણ ખુબ જ હતું.છતાં સાહેબે કહયું હોવાથી આશાને ખોટું લાગ્યું હોય તેમ તેણે એક ઉતાવળિયો નિર્ણય લઈ લીધો .જે તેણે સાગરને પણ ન કહીયો.
બીજા દિવસે આખો વર્ગે ઠસોઠસ ભરેલો હતો.સાગર તો ક્યારનો આવી ગયો હતો પણ હજી સુધી આશા આવી નહોતી, સાગર તો આશાના વિશારો માં જ ખોવાયેલો હતો કે હજી સુધી કેમ આશા આવી નહી હોય .શું રસ્તામાં તેને કોઈ તકલીફ ઉભી થઇ હશે કે બસમાં પંક્સર પડયું હશે કે પછી આજે ઘરે કામ વધુ હશે એટલે આવી નહી હોય પણ તે ન આવવાની હોય તો તે મને પહેલા જણાવે .એવું તો કઈ તેણે મને આગલા દિવસે કહયું નથી, શું કારણ હશે આજે ન આવાનું .તેણે તો મને હું કાલે આવીશ તેવું કહયું હતું તો હજુ સુધી કેમ નહી આવી હોય,સાગર આવા બધા વિચારમાં ફ્ચાયેલો હતો ત્યાં જ વર્ગમાં શિક્ષક દાખલ થયા.
આજે વર્ગ-શિક્ષકનું મો જાણે કરમાયેલ ગયેલ ફૂલ જેવું લાગતું હતું ,શિક્ષકનું આ પ્રકારનું મો જોઈ બધા વિધાર્થીઓ અનુમાન લગાવા લાગ્યા કે નક્કી આજે કઈક બન્યું હોવું જોઈએ નહિતર સાહેબનું મો આમ પડેલું ન હોય એમ માની એક વિધાર્થીએ બધાંની શંકાનું સમાધાન મેળવવા સાહેબને પૂછ્યું ; “ શું થયું સર ,તમે કેમ આજે ઉદાસ અને ગમગીન જેવા લાગો છો. “
સાહેબે કંઈપણ જવાબ આપવાને બદલે બધા વિધાર્થીને પોતાની આખો બંધ કરી પાંચ મિનીટ મોંન રાખવાનું કહ્યું .મૌનનું કહયું એટલે બધા વિધાર્થીને ખ્યાલ આવી ગયો હતો કે નક્કી કોલેજમાંથી કોઇક આજે ભગવાનને પ્યારું થઇ ગયું છે.
સાહેબની આજ્ઞા હોવાથી બધા વિધાર્થીઓએ પોતાની આંખો બંધ કરી દીધી હતી, છતાં પણ સાગર તો આશાના વિચારોમાં ખોવાયેલો હતો .તેને શંકા ગઈ ક્યાંક આશા સાથે તો કઈ અજુગતું નહી બન્યું હોય ને,
પાંચ મિનીટ પછી બધા વિધાર્થીઓએ ઓમ શાંતિ એમ ત્રણ વાર બોલી પોતાની આંખો ખોલતા વર્ગ-શિષક બધાને સંભળાય તેમ કહેવા લાગ્યા ; “ આપણા વર્ગની એક છોકરી એ કાલે ડેમમાં પડીને આત્મ-હત્યા કરી છે. હજી સુધી તેનું શબ તરર્વૈયાઓના હાથ લાગ્યું નથી, તે છોકરી બીજી કોઈ નહી પણ આપણા વર્ગની આશા જ હતી . “ આશા” નું નામ સાંભળતા જ બધા વિધાર્થીઓના ચહેરાના રંગ ઉડી ગયા ,વર્ગમાં જાણે ધરતીકંપ થયો હોય તેમ બધા ધ્રુજવા લાગ્યા ,જયારે સાગર આશાનું મૃત્યુ થયું તે જાણીને જોર જોરથી રુદન કરવા લાગ્યો ..
સાગરનું રુદન સાંભળી બધા વિધાર્થીઓ આપશ-આપશમાં વાતો કરવા લાગ્યા કે સ્વર્ગની અપ્સરા જેવી આશા આ દુનિયા-માંથી જતી રહી એટલે આ બિચારો કેટલો દુખી થાય છે, જો પહેલેથી જ સાગરે આશા સાથે ગાઢ સબંધ રાખ્યો ન હોત તો તેને આવા દિવસો જોવાનો વારો ન આવત,ખરેખર પ્રેમમાં હંમેશા દુખ જ હોય છે.
વર્ગ-શિક્ષક સાગરના રુદન ને શાંત કરવા તેને સાંત્વના આપવા માટે કહેવા લાગ્યા ; “ સાગર તું શાંત રહે કારણ કે તને તારા જીવનમાં આશા કરતા પણ વધુ સુંદર છોકરી મળશે,તું તો જાણે છે જેનું નામ છે તેનો નાશ છે જ, એટલે બેટા તેનો શોક કરવો અયોગ્ય છે, વર્ગ–શિક્ષકને પણ વિધાર્થી જેમ સાગર અને આશા વચ્ચે ખરેખર શું સબંધ હતો તે જાણતા નહોતા, તેવો ફક્ત એમ જ માનતા હતા કે સાગર અને આશા બંન્ને પ્રેમી–પંખોડા હતા.
સાહેબના સાંત્વનાના વાક્યોથી સાગરને થોડીક અસર થઇ હોય તેમ તે રડતો બંધ થયો , તેને ખબર હતી કે આખો વર્ગ અમારા ભાઈ-બહેનના પવિત્ર સબંધ વિશે કઈક બીજું જ વિચારે અને સમજે છે .આથી સાગરે બધાયની ગલતફેમી દુર કરવા પોતાના ખિસ્સામાં રહેલું પાકીટ કાઢી તેમાંથી એક ફોટો કાઢ્યો અને તે ફોટો વારા-ફરતી બધા વિધાર્થીને દેખાડવા લાગ્યો, સાગરના હાથમાં રહેલો ફોટો જોઇને બધા વિધાર્થીના હોશ-કોશ ઊડી ગયા કારણ કે તે ફોટામાં પણ આશા જેટલી જ એક સુંદર અને આશા જેવી જ લાગતી એક છોકરીનો દેખાતી હતો .
ફોટો બધાને બતાવીને સાગરે વર્ગમાં ઉભા થઈને બધાને કહયું કે ; “ આ મારી બહેનનો ફોટો છે જેને વર્ષો પહેલા ઈલેક્ટ્રીક શોટ લાગતા મુત્યુ પામી હતી. મને આશામાં મારી બહેનના દર્શન થતા હતા એટલે હું તેને બહેન કહેતો હતો અને તે મને ભાઈ કહેતી ,પણ તમે બધાયે અમારા બન્નેના પવિત્ર સબંધને બીજા જ વિચારમાં લઇ લીધો. મને એક આશા હતી કે ભગવાને મારી પાસે એક બહેન છીનવી લીધી તો બીજી બહેન આપી છે ,પણ તે પણ તમે બધાયે ખોટું વિચારીને મારી પાસેથી છીનવી લીધી .હવે રક્ષા-બંધનના દિવસે મને રાખડી કોણ બાધશે ? મારી સલામતી અને મારી પ્રગતી માટે કોણ ભગવાનને પ્રાથના કરશે ? આટલું કહીને સાગરે પોતાનો બધો રોષ ઉતારી જેમ કોઈ વ્રુક્ષ જળ-મૂળમાંથી ઉખડી જાય તેમ ભૂમિ પર પડી ગયો.
સાગર અને આશા વચ્ચેના સાચા સબંધની જાણ થતા બધા વિધાર્થીઓના મો દોરાથી શીવાય ગયા હોય તેમ બધા ચુપ થઇ ગયા.ભાઈ-બહેનના પવિત્ર સબંધને બીજા જ અર્થમાં લેતા બધા વિધાર્થીઓં પોતાની ભૂલોની માફી માગવા ભગવાનને પ્રાથના કરવા લાગ્યા : “ હે ભગવાન અમને માફ કરી દો અમે આશા અને સાગર વચ્ચેના પવિત્ર સબંધને અપવિત્ર માનવા લાગ્યા હતા ,ત્યાં જ રજા પડવાનો બેલ વાગતા બધા વિધાર્થીઓં વિલા-મોએ પોતાની બેગ લઈને કોલેજ બહાર નીકળી ગયા જયારે સાગર તો પોતાની બહેનના વિરહમાં બેભાન થઈને ભૂમિ પર ઢળી પડ્યો હતો .....
રીબડિયા જીગ્નેશ એમ
mo ; ૯૬૬૨૩૧૪૧૧૭ / ૮૧૪૧૧૧૪૭૯૨
Ribadiyajignesh2001@gmail.com
સરનામુ : ગામ – જૂની ચાવંડ
તાલુકો - વિસાવદર
જીલ્લો – જૂનાગઢ