ફાઈટ ટીલ દ્ લાસ્ટ મોમેન્ટ
આપણે શું જોઈએ છે? આપણે શેની જરૂર છે? તે જયારે આપણે જાણતા પણ ન હતા, ત્યારે તે ચીજ આપણી સામે મુકી દીધી, ત્યારે તે વ્યક્તિ ની ઉમર શું હતી ખબર છે? મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું સપનું જયારે પૂરું થયું ત્યારે તે વ્યક્તિ ની ઉંમર શું હતી ખબર છે ? ૫૧, હાં ત્યારે તે વ્યક્તિ ની ઉંમર હતી ૫૧. જયારે તેમણે iphone ને દુનિયાની સામે પહેલી વાર પ્રસ્તુત કર્યો હતો. હાં, તે હતા સ્ટીવ જોબ્સ. જે apple કંપની ના બોસ કહેવાય છે. તેણે ૫૦ માં વર્ષે પણ online એક એવું ડીજીટલ મીડિયા પ્લેયર પ્રસ્તુત કર્યું જેનું નામ હતું itunes. જયારે તેમણે iPad ને દુનિયા સામે પ્રસ્તુત કર્યું ત્યારે તેમની ઉંમર ૫૪ વર્ષ હતી. અને ૫૬ માં વર્ષે તેમનું કેલિફોર્નિયા માં મૃત્યુ થયું. તેનું કારણ કેન્સર હતું. તેઓ હમેશા કહેતા કે ‘Think Different!’, તેવી જ રીતે તેમણે દુનિયાને એક નવી જ નજર થી જોઈ. તેઓ કહેતા કે,”માનવી ની કારકિર્દી ના સમય દરમિયાન તો તેમની પ્રગતિ થાય છે પરંતુ, તેના નિવૃત થયા બાદ તે ચાહે તો વધારે સક્રિય અને ઉત્પાદિત બની શકે છે અને તે પોતાની જિંદગી યાદગાર બનાવી શકે છે.
તેવી જ રીતે એક મહાન ચિત્રકાર ગ્રાન્ડમાં મોસેસ હતા. તેનું સાચું નામ મેરી મોસેસ હતું. તેઓએ પેઈન્ટીંગ ના ક્ષેત્ર માં તેની કારકિર્દી ની શરૂઆત જ ૭૬ માં વર્ષે કરી હતી. તો પણ તેઓ મહાન ચિત્રકાર તરીકે, પ્રખ્યાત થયા. તેણે અમેરિકન ફોક આર્ટ માં પણ જગ્યા મળી. આજે તેમના ચિત્રો ઘણા નામાંકિત મ્યુઝીયમ માં સ્થાન પામ્યા છે. તેમણે ત્યારબાદ તેમની ઓટોબાયોગ્રાફી પણ લખી છે. તેમને નામાંકિત એવોર્ડ્ઝ પણ મળી ચુક્યા છે.
ઓસ્કાર સ્વોન નામે એક ખેલાડી હતા. જે sport shooting (નિશાનબાજી) ની રમત માં સ્પર્ધા કરતાં તેઓને ઓલમ્પિક માં ૬ મેડલ મળ્યા હતા. તેમાં ત્રણ ગોલ્ડ મેડલ નો પણ સમાવેશ થાય છે. તેઓ ની ઉંમર જયારે ૬૦ હતી ત્યારે પણ તેઓને ગોલ્ડ મેડલ મળ્યું હતું. તે ત્યારના વખત માં વધારે માં વધારે ઉમરવાન ગોલ્ડ મેડાલીસ્ટ હતાં. ૬૪ વર્ષે પણ તેઓ વધારે ઉમરવાન ગોલ્ડ મેડાલીસ્ટ બન્યા જે આજ સુધી નો રેકોર્ડ છે.
જયારે ૧૯૨૦ માં સમર ઓલમ્પિક રમાઈ ત્યારે તેમની ઉંમર ૭૨ વર્ષ હતી અને ત્યારે તે બધા ખેલાડીઓ કરતાં વધારે ઉંમર ધરાવતા ખેલાડી હતાં.
નીરાદ ચૌધરી નામે એક પ્રખ્યાત ભારતીય લેખક હતાં. તેમણે ૫૪ માં વર્ષે ‘The Autobiography of an unknown Indian’ લખી અને પ્રકાશિત કરી ત્યારબાદ તેઓ તે બુક થી વખણાઈ ગયા. ૧૯૬૬ માં નામાંકિત લેખકો માં તેનું નામ બોલાવા માંડ્યું. તેઓ બંગાળ માં રહેતા અંગ્રેજી ભાષા માં લખતા લેખક હતાં. ૧૯૯૦ માં તેમને ૯૩ વર્ષની વયે Oxford University તરફથી એવોર્ડ મળ્યો હતો. તેઓ આમ અંત સુધી સારા કાર્યો કરતાં રહ્યા અને પોતે દુનિયા માટે યાદગાર બની ગયા.
ઘણા લોકો જિંદગી જીવે તો છે પણ તે દિલ થી નથી જીવતા. જિંદગી ના અંત સુધી જિંદાદિલી થી જીવવું જોઈએ. તેઓ એવું માની બેસે છે કે,”The Official Age Of Retirement is 58.” નિવૃત થવાની ઉંમર ૫૮ છે. પરંતુ, ત્યાં તમારી જિંદગી પૂરી નથી થઇ જતી. હજી જીવવાનું તો બાકી જ છે તેથી, તમે જ તમારી દુનિયાના રચયિતા છો, આપણે આપણા માટે જીવીએ છીએ, તેથી પ્રગતિ કરતાં રહેવું જોઈએ, કઈક નવું શોધતા રહેવું જોઈએ અને બીજાને પીરસતા રહેવું જોઈએ.
આપણી પાસે અત્યારે માહિતી સ્ત્રોત (ઈન્ટરનેટ, બુક્સ,.) સપોર્ટ, મનોરંજન ના સાધનો ધરાવીએ છીએ જે થોડા વર્ષો પહેલા અકલ્પનીય હતું. એટલે જ,”Fight till the last moment”
નીલ આર્મસ્ટ્રોંગ એવા પહેલા વ્યક્તિ હતાં જેમણે ચંદ્ર પર પગ મુક્યો હતો. ત્યારે તેમની ઉંમર ૩૮ વર્ષ હતી. તેથી જ કઈ પણ અદભુત કરવા માટે ક્યારેય મોડું થતું નથી, અને પ્રયત્નો કરવામાં ક્યારેય વ્હેલું હોતું નથી.
રોનાલ્ડ રીગન એક એવા વ્યક્તિ હતાં જે ૭૦ માં વર્ષે અમેરિકા ના ૪૦ માં રાષ્ટ્રપતિ બન્યા હતાં. અને ત્યારપછી એકધારું ૯ વર્ષ સુધી ત્યાં તેણે કામ પણ કર્યું હતું. તેઓ તેમની ૪૦ વર્ષની ઉમરમાં રેડિયો પર એનાઉન્સર હતાં અને તેઓ એક્ટર પણ રહી ચુક્યા છે.
સ્ટીવ જોબ્સે તેની એક સ્પીચ માં કહ્યું હતું કે તે તેનો દરેક દિવસ એ રીતે જીવે છે જાણે તે તેની જિંદગી નો છેલ્લો દિવસ છે અને તેનો છેલ્લો દિવસ હતો ૫,ઓક્ટોબર ૨૦૧૧.
માણસો દરેક ક્ષણે કઈક અદભુત કરી જ રહ્યા છે અને તે વાત માં કોઈ કારણ નથી કે તમે પણ તેમાંના એક થઇ જ શકો છો.
તો, આપે જોયું આપ એટલા તો ઉંમર લાયક અને વૃદ્ધ તો નથી થયા કે તમે સફળ ન થઇ શકો.તમે આ દુનિયાને કઈક સારું આપી શકો તેમ છો. તે બધું તમારા પર આધાર રાખે છે, જો તમને તમારા માં વિશ્વાસ હોય કે તમારા સપનાને સાકાર કરી જ શકો તેમ છો. તો હજી પણ સફળતા મેળવવા માટે મોડું નથી થયું.!
-હાર્દિક રાજા