રજનીગંધા -૨
ડૉ. કે. કે. દેસાઈ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•ઇન્ટરવ્યૂ
•એક રાતની વાત
•ગીની પીગ
•ચારિત્ર્યહીન
•પીચર પ્લાન્ટ
•બદલો
•ભમરિયો કૂવો
•મેરા દર્દ ન જાણે કોઈ
ઇન્ટરવ્યૂ
એમ.બી.એ થઈ ગયાને પાંચ મહિના થઈ ગયા હતા. હજુ નોકરીનું ઠેકાણું નહોતું. જ્યારે પાસ થયો ત્યારે તો લગભગ બધાએ એમ જ કહ્યું હતું કે હવે તારે ઇન્ટરવ્યૂ દેવા નહિ જવું પડે. નોકરી ઘર ખોળતી આવશે. તે છતાં જ્યાં જ્યાં નોકરીની સંભાવના લાગે ત્યાં અરજી તો કરતો જ હતો. અને છતાં નોકરીના ઠેકાણા નહોતા. આમ તો પિતાજી સારી કહી શકાય એવી ખાનગી કંપનીમાં એન્જિનિયર હતા. અને આ વર્ષે તેઓ રીટાયર્ડ થવાના હતા. તેથી તે પહેલાં નોકરી મળી જાય એવી અમારી બધાની ઉત્કંઠા હતી.
આથી આજે જ્યારે ઇન્ટરવ્યૂ માટે કાગળ આવ્યો ત્યારે ઘણો જ આનંદ થયો. એક સરસ પ્રગતિશીલ કંપનીમાં સેલ્સ મેનેજરની નોકરી માટે મારો ઇન્ટરવ્યૂ બે દિવસ પછી હતો. કંઈ લાગવગ લાગે તેવા આશયથી ઓળખીતા-પાળખીતાઓનો સંપર્ક કરી જોયો. પપ્પાના બે-ત્રણ મિત્રો આ કંપનીના માલિકના સાધારણ પરિચયમાં હતા પણ દરેકનું કહેવું એવું હતું કે માણસ ચીકણો છે અને વળી પોતાને ત્યાં જ નોકરીમાં રાખવાના હોવાથી અરજદારની કાબેલિયતને જ જોશે. કોઈની લાગવગ કે શેહમાં તે આવશે નહિ. એક જણાએ તો એટલે સુધી કહ્યું કે ગયે વર્ષે બીજી એક જગ્યા માટે એક પ્રધાનના પુત્રને પણ એણે પસંદ કર્યો નહોતો. એક રીતે મને આ સાંભળીને આનંદ થયો. મારા માર્કસ તો સારા હતા જ પરંતુ વિશાળ વાંચન, વિચાર કરવાની ટેવ વિ.ને કારણે મારો આત્મવિશ્વાસ પણ દઢ હતો. અને તેને કારણે સામી વ્યક્તિ પર સારી છાપ ઉપસાવી શકીશ એવી પણ મને ખાત્રી હતી.
ઇન્ટરવ્યૂને દિવસે સારી રીતે તૈયાર થઈ પહેલા મંદિરે જઈ આવ્યો કારણ કે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ તો આપણને સફળતા મળતી જ નથી એમ મારું દૃઢ માનવું હતું. સમય ૧૨.૦૦ વાગ્યાનો હતો પણ ૧૧.૩૦ વાગે જ કંપનીની ઑફિસે પહોંચ્યો. મારા સિવાય કોઈને જ ત્યાં ન જોયા. થોડી નવાઈ લાગી કારણ કે મને હતું કે ઓછામાં ઓછા ૨૫-૩૦ જણ તો લાઈનમાં હશે જ. પણ હજુ અડધો કલાકની વાર હોવાથી બધા ધીરે ધીરે આવશે માનીને સેક્રેટરીની ઑફિસમાં જઈને મેં મારો ઇન્ટરવ્યૂ કૉલનું કાગળ આપ્યું. ૪૫-૫૦ વચ્ચેની ઉંમરની એ પારસી બાઈ હોશિયાર હતી મને કહે, “કાંય બચ્ચા વ્હેલો આયો ચ ! આંય કાંઈ વહેલા તે પહેલાના ધોરણે નથી.” મેં જવાબ આપ્યો, “ટ્રાફીક વિ.ના કારણે લેટ પડવા કરતાં થોડો વખત વેઇટ થવામાં શું વાંધો ?” “મને તો કંઈ વાંધો નથી. બેસ, બેસ બાવા. સાહેબ ટાઈમના બહુ પક્કા છે, બરાબર ૧૨.૦૦ વાગે ઇન્ટરવ્યૂ શરૂ થશે.” લેડીએ મને બેસવા ઇશારો કીધો. કુતૂહલ વશ મેં પૂછ્યું, “આજે ઇન્ટરવ્યૂમાં કેટલા લોકો હશે ?” એણે જવાબ આપ્યો, “એક આંય તું, અને કોઈક તારા જેવો બીજો. બે જ જણને બોલાવ્યા છે.” મને નવાઈ લાગી. એમ કેમ ? એણે જણાવ્યું શેઠે બધી અરજીઓ જાતે જોઈને તમને બે જ જણને બોલાવવા કીધું, એટલે તમે બે જ જણા છો.”
“ચાલો ત્યારે ૫૦% તો નોકરી પાક્કી.”
એટલામાં પેલો બીજો આવી પહોંચ્યો. અને મને ખાત્રી થઈ ગઈ કે દેખાવે, વર્તણૂક, રીતભાત વિ.માં તો હું ચોક્કસ એના કરતા વધારે માર્કસ મેળવી જઈશ. એટલે મેં એના માર્કસ પૂછ્યા ત્યારે ખબર પડી કે મારા કરતા એના માર્કસ ૪ ટકા ઓછા હતા. આથી કંઈ ચમત્કાર થાય તો જ મને નોકરી ના મળે, પણ બાકી તો મારી નોકરી પાક્કી હતી. સેક્રેટરીએ એને બેસવા ઇશારો કર્યો. અમે બંને એનાથી થોડે દૂરની બે ખુરશીઓ પર બેઠા અને અમે વાતોએ વળગ્યા. પેલા બીજાએ મારા માર્કસ વિ. જાણ્યા ત્યારથી જ રડમસ થઈ ગયો હતો. એણે કહ્યું, “એના પિતાજી નથી, માતા બીમાર છે અને બે બહેનોના લગ્ન બાકી છે. વિ. વિ.” એટલે ઘડીભર તો મને વિચાર આવ્યો કે મારા કરતાં વધારે જરૂર તો આને છે પણ પછી, આમાં એવી દયા થોડી ખાવાની હોય ? આ તો સ્પર્ધા છે. હરીફને તો હરાવવો જ જોઈએ, એવા વિચારે જોર પકડ્યું.
એક સરખી લાઈનના હોવાથી સ્વાભાવિક રીતે જ અમારી વાતો પણ અમારા વિષયને લગતી જ હતી. એણે કહ્યું “આ હરીફાઈના જમાનામાં હું થોડો આક્રમક અભિગમ ધરાવું છું. ગમે તે રીતે પણ આપણો માલ તો વેચાવો જ જોઈએ.” મેં કહ્યું, “એ બરાબર છે પણ જો આપણી પ્રોડક્ટ સારી હોય તો જ, નહિ તો લાંબે ગાળે આપણને નુકસાન જ થાય !” એણે કહ્યું, “સૌંદર્ય સાબુઓની જ વાત કરો ને ! હજારમાં એક પણ માણસ સાબુથી સુંદર થાય છે ? અને છતાં લોકો દોડે છે જ ને !” મેં કહ્યું, “કદાચ ૧૦ માંથી નવ જણા શરૂઆતમાં વસ્તુ પસંદ કરે પણ પછી ધીરે ધીરે એમને ખાત્રી થાય કે આ વસ્તુ કામની નથી, એટલે કાયમ માટે આપણે ઘરાક ગુમાવીએ. હું ગ્રાહકોને છેતરવામાં માનતો નથી.” “તો તો તમે વસ્તુ વેચી રહ્યા. આપણે ભણ્યા છીએ ને ઉત્તર ધ્રુવ પર જઈને રેફ્રીજરેટર વેચી આવે તે જ સાચો સેલ્સ મેનેજર કહેવાય.” આ ચર્ચા વધારે લંબાવવાથી મને કંઈ ફાયદો દેખાયો નહિ એટલે મેં કહ્યું, “ઠીક છે. દરેકની રીત અલગ અલગ છે, હું પ્રમાણિક રીતે ધંધો કરવામાં માનું છું.”
અમારી વાતોમાં પારસીબાઈ પણ સામેલ થઈ. એણે અમારી બંનેની વિગતો જાણી પેલાને કહ્યું, “મને તમારી પ્રત્યે હમદર્દી છે પરંતુ તમારા કમનસીબે આંય મિસ્ટરના ચાંસીસ વધારે છે. પછી તો જેવી શેઠ સાહેબની મરજી.”
આટલું સાંભળતા તો મારી જોડેવાળો તદ્દન ભાંગી પડ્યો. મોટેથી પોક મુકવાની જ એણે બાકી રાખી. પણ લગભગ રડમસ ચહેરે જ એ બોલ્યા વગર બેસી રહ્યો. બાર વાગ્યાનો સમય હતો અને હવે ૧૨.૪૦ થઈ હતી છતાં હજુ કોણ જાણે શેઠ શું કરતા હશે ? ભગવાન જાણે.
એટલામાં ચા-નાસ્તો આવ્યા. મેં નાસ્તો તો ના લીધો પણ ચા પીવાની ચાલુ કરી. પેલાએ તો ચા-નાસ્તા સામે જોયું પણ નહિ. પેલી
સેક્રેટરીએ એને આગ્રહ કર્યો ત્યારે પાછા રડમસ અવાજે એણે કહ્યું, “હવે આ નાસ્તો કેવી રીતે ગળે ઉતરે ? મને તો અહીં નાસ્તો મળશે પણ ઘરે મારી મમ્મી ૨ દિવસની ભૂખી છે.”
મારા અંતરમાં વલોણું ચાલું થયું. ઈશ્વર પ્રત્યે તો મને અપાર શ્રદ્ધા હતી જ. મને થયું, “આ નોકરી હું ભલે આને લેવા દઉં. ઈશ્વર મને નિરાશ નહિ કરે.” જિંદગીમાં પૈસા જ સર્વસ્વ નથી. માનવતા, દયા વિ. ગુણો તો માનવીમાં હોવા જ જોઈએ. ઈશ્વરની ઇચ્છા હશે તો આના કરતાં સારી નોકરી કદાચ રાહ જોતી હશે.
મેં સેક્રેટરીને કહ્યું, “તમે હમણા અમારા બંનેની હાજરીની સહી કરાવી હતી તે કાગળ આપોને !” તે બોલી, “કેમ ?” મેં કહ્યું “મારી ગેરહાજરી લખી નાંખજો, હું ઘરે જઉં છું.” પેલીએ નવાઈથી કહ્યું, “કાંય બાબા એમ હોય ? આ તો દુનિયા છે. આવું તો ચાલ્યા જ કરે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા નહિ જવાનું એ કહેવત શીખ્યો છ કે નહિ ?“
મેં કહ્યું, “વાત તો તમારી સાચી છે પણ આ ભાઈને જરૂર વધારે છે. ભલે એને આ નોકરી મળતી. મને મારા ભાગ્ય પ્રમાણે મળી જશે.” એમ કહીને મેં જવા માટે પગ ઉપાડ્યા. તેણે કહ્યું, “થોભ, જરા થોભ, નોકરી ના લેવી હોય તો કંઈ નહિ, તને હજુ કાં મળી પણ છે ? જરા સાહેબને તારું થોબરૂ તો બતાવતો જા. તારે માટે ગેરસમજ તો ના કરે !”
અને એની આ વાત બરાબર લાગી. એટલામાં ઇન્ટરકોમ પર પેલાને અંદર મોકલવાની સૂચના આવી એ અંદર ગયો એટલે પેલી બાઈ પાછી બોલી, “બાબા, આવી દયા ના ખવાય. એ તારી જગાએ હોત તો તને નોકરી મળવા દે તે ?” મેં કહ્યું, “એ કંઈ મારે વિચારવાનું નથી. મારો અંતરાત્મા કહે છે આ નોકરી એને ભલે મળતી.”
થોડીવારે ફરીથી મને અંદર જવાની સૂચના આપવામાં આવી. હું અંદર ગયો ત્યારે સાહેબની બાજુની ખુરશીમાં પેલો બેઠો હતો. એનું હસું હસુ થઈ રહેલું મોઢુ જોઈને મને ખાત્રી થઈ ગઈ કે એને નોકરી મળી ગઈ છે.
એણે ઊભા થઈને મને કહ્યું, “અભિનંદન, તમને આ નોકરી મેળવવા માટે.”
મેં કહ્યું, “પણ હજુ મારો ઇન્ટરવ્યૂ.” મારી વાત અડધેથી કાપીને શેઠ બોલ્યા, “બાર વાગ્યાથી જ તમારો ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગયો હતો. તમારી દરેકે દરેક વાત તમારી વર્તણૂક વિ. હું ષ્ઠર્ઙ્મજજીઙ્ઘ ષ્ઠૈષ્ઠિેૈં ્.ફ.માં જોતો હતો. તમારામાં જ્ઞાન, સ્માર્ટનેસ વિ. હોવા છતાં માનવતાનો ઉચ્ચ ગુણ અને ચારિત્ર્ય છે. મારે એવા જ માણસની જરૂર હતી. માનવીય ગુણો વગર ધંધો પ્રગતિ કરતો નથી.”
પેલા બીજા માણસે મને કહ્યું, “છેલ્લા દસ દિવસથી રોજ હું આ નાટક કર્યા કરતો હતો. હવે કાલથી મારે નહિ કરવો પડે ?”
“શેનું નાટક ?” મેં ન સમજાતાં પૂછ્યું, એટલામાં અંદર આવીને ઊભી રહેલી સેક્રેટરીએ મને કહ્યું રોજ એક માણસને ઇન્ટરવ્યૂમાં બોલાવતા અને રોજ મિ. શર્મા એમનો આ રીતે ઇન્ટરવ્યૂ લેતા પણ કોઈએ આવી ભલી લાગણી બતાવી નહોતી તેમજ આવી પ્રામાણિકતાની પણ ખાત્રી કરાવી નહોતી.
મને આ સાંભળી અત્યંત આનંદ થયો. ઈશ્વર ઉપરની મારી અચળ શ્રદ્ધા ફળી હતી. મારાથી કંઈ બોલાયું નહિ. ગળે ડુમો આવી ગયો. અને આંખમાં આવેલા આંસુ સંતાડવાનો પ્રયત્ન કરતા બોલ્યો, “આભાર સાહેબ. તમારો ઘણો ઘણો આભાર.”
શેઠે મારો ખભો થાબડતાં કહ્યું, “આ ભાઈની ઓળખાણ કરાવું. આ છે મિ. શર્મા દિલ્હીની ર્દ્ઘહ્વ ઙ્મટ્ઠષ્ઠીદ્બીહં ૈહજૈંેંીં ના ઙ્ઘૈિીષ્ઠર્િં છે. સારો માણસ શોધી આપવા માટે મેં એમને ર્ષ્ઠહંટ્ઠિષ્ઠં આપ્યો હતો. અને એમણે તને પસંદ કર્યો છે.”
એક રાતની વાત
લંડનની એક ઉદ્યોગપતિઓની કૉન્ફરન્સ માટે એર ફ્રાંસના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા કરતા મારા ભાવિ સ્વપ્ના વિષે વિચારતો હતો. આજુબાજુ મુસાફરો બેઠા હતા. કુટુંબ સાથે, એકલા, જુવાન, વૃદ્ધ અને બધા જ ઊંચી કક્ષાના લોકો હતા. આ લોકો અંદરથી ભલે કાળા હોય, પણ દેખાવ, રીતભાત, એટીકેટ વિ.માં જરા પણ કહેવાપણું હોય નહીં. હસતા હસતા વાત કરતા હોય પણ મનમાં તો હળાહળ વિષ ભરેલું હોય. આ બધાથી જુદી એક યુવતી હતી. સુંદર, લગભગ ત્રીસીના ઉંમરની, અને હસમુખો ચહેરો. પાતળું, સપ્રમાણ શરીર, ગૌર વર્ણ અને સુંદર મુખાકૃતિ. આછી વાદળી સાડીમાં એ ખરેખર અત્યંત સુંદર લાગતી હતી. એણે એરહોસ્ટેસને કોઈ કામ માટે બોલાવી, અને તેની સાથે પણ અત્યંત સૌજન્યશીલ વ્યવહાર કર્યો. એરહોસ્ટેસે પણ એને અભિનંદન આપતાં કહ્યું, “મેડમ, તમારી જેવી સુંદર યુવતી આટલો સુંદર વ્યવહાર કરે એવું મેં બહુ અનુભવ્યું નથી.” વીન્ડચાઈમ જયારે હલકા પવનમાં મધુર રણકાર કરે ત્યારે જેવો મીઠો લાગે તેવા સ્વરમાં પેલીએ પણ સામે આભારની લાગણી વ્યક્ત કરી. અને એના મધુરા હાસ્યથી એની નજાકત ઔર ખીલી ઉઠી. એના લગ્ન થયા હશે કે નહીં તે જાણવાનું કોઈ સાધન નહોતું પણ થયા હોય તો એનો પતિ ખરેખર ભાગ્યશાળી કહેવાય. જોકે જેને વિષકન્યા કહીએ એવી યુવતીઓ પણ આવી જ હોય છે. અત્યંત સુંદર અને હળાહળ ઝેરથી ભરેલી. એક ડંખ વાગે તો પેલો પાણી પીવા પણ જીવતો ના રહે.
અમારે દુબઈથી પ્લેન બદલવાનું હતું, ત્યાં જાહેરાત થઈ કે અમને દુબઈથી લંડન લઈ જનાર પ્લેનમાં કોઈ ગડબડને કારણે અમારે એક રાત દુબઈ રહેવાનું થશે. આવે વખતે એરલાઈન સારામાં સારી હોટલમાં ઊતારો આપે અને ફરિયાદનું કોઈ કારણ રાખે નહીં. દુબઈમાં હજુ તો સાંજનો સમય હતો એટલે એ લોકોએ અમારી સિટી ટુરની વ્યવસ્થા ગોઠવી હતી. અમને બસમાંથી નીચે ઉતરવાની મનાઈ હતી કારણ કે અમારી પાસે દુબઈનો વિસા નહોતો. બસમાં બેસતી વખતે હું બેઠો તેની બાજુમાં જ તે બેસી ગઈ. એક આટલી સુંદર યુવતી બાજુમાં બેસે તે કોને ના ગમે ? અને એણે જે પરફ્યુમનો ઉપયોગ કર્યો હતો તે કોઈ પણ યુવાનને મદહોશ કરવા માટે પૂરતું હતું.
મેં અને એણે પરસ્પર અભિવાદન કર્યું. અને મેં એને મારું કાર્ડ આપ્યું. મારા કાર્ડ અને મારી પોઝિશનનો એને પણ ખ્યાલ આવ્યો, અને એક જ ક્ષણમાં એ સમજી ગઈ કે હું પણ અત્યંત આદરપાત્ર વ્યક્તિ છું.
મેં મારો પરિચય આપ્યો : તુષાર શુક્લ. કૉમ્પ્યૂટર સોફ્ટવેરની મારી કંપનીની શાખ ઘણી ઊંચી હતી અને એણે આ નામ પણ સાંભળ્યું હતું. મને સંતોષ અને આનંદ થયો. આવી તો કેટલીયે યુવતીઓ હશે જે મારા વિષે જાણતી હશે. એણે એનો પરિચય આપ્યો. અને એનું કાર્ડ આપ્યું. એનું નામ શુભાંગી. ડાન્સ કોરીઓગ્રાફર તરીકે એણે પણ સારું નામ કાઢ્યું હતું. “કદાચ તમે આ નામ સાંભળ્યું હશે.” મેં નીરસ જવાબ આપ્યો. “હું અરસિક માણસ છું. ફિલ્મોનો મને શોખ નથી એટલે સાધારણ નામ જાણું છું પણ વિશેષ માહિતી નથી.” લગ્ન કરવાની ઉતાવળ નહોતી અને પિતાજી જમીન જાયદાદના સ્વરૂપે અઢળક સંપત્તિ છોડી ગયા હોવાથી પૈસાની એને કોઈ ખોટ નહોતી. એથી વારંવાર દુનિયાના જુદા જુદા પ્રદેશોની મુલાકાત લેવાના શોખને કારણે દુનિયાના ઘણા પ્રદેશોની મુલાકાત તે લઈ ચૂકી હતી. સ્વાભાવિક પણે તે કોઈ સસ્તી યુવતી નહોતી. પરંતુ કદાચ એ શક્ય હતું કે ચીલાચાલુ કૉલગર્લથી વિશેષ, આવી યુવતીઓ મોટા સરકારી અધિકારીઓ અથવા પ્રધાનોને રાજી કરીને પોતાનું કામ કઢાવી લેતી હોય. ભારતીય ફિલ્મો, ભારતનું રાજકારણ, વિમ્બલ્ડનના ખેલાડીઓ એમ જાતજાતના વિષયો પર તે સારી માહિતી ધરાવતી હતી. મંજુલ સ્વર, નિખાલસ વિચારો, ગંભીરતા એવી ને કારણે અને કોઈ અંગત માહિતીની આપલે ન કરવા છતાં અમે સારી મિત્રાચારી કેળવી શક્યા. ટુર પૂરી થઈ અને હોટલ પર પાછા આવ્યા. બંનેને અલગ અલગ રૂમ આપવામાં આવ્યા હતા એટલે ફ્રેશ થઈને સાથે જમવા માટે નવ વાગે મળવાનું નક્કી કર્યું. નવ વાગે હું મારા કેસ્ઝુયલ ડ્રેસમાં હતો અને આછા ગુલાબી વસ્ત્રોમાં રાતની ઝાકઝમાળ રોશનીમાં તે વધારે સુંદર લાગતી હતી. સ્ટાર્ટર તરીકે મેં ફ્રેશ જ્યુસનું કોકટેલ પસંદ કર્યું જયારે એણે ચીલ્ડ બીયર પસંદ કર્યું. મને નવાઈ ના લાગી. આટલી મોડર્ન યુવતી માટે તે સહજ હતું.
એણે મને પૂછ્યું, “નો વાઈન ? બીયરમાં તો ફક્ત ૩ થી ૪ ટકા જ આલ્કોહોલ હોય છે, એના કરતા તો દ્રાક્ષાસવમાં વધારે હોય છે.”
મેં કહ્યું, “ના, હું લેતો નથી.” એણે હસતા હસતા કહ્યું, “અને બીજો ઉ ?” હું આવી મુસાફરીમાં બીજી સ્ત્રીનો સાથ શોધું છું કે કેમ તે ઈશારો સમજતા મને વાર ના લાગી.
મેં પણ હસતા હસતા કહ્યું, “મને સ્ત્રીઓ પાછળ પૈસા બગાડવાનો શોખ નથી.”
એણે કહ્યું, “જેિિૈજૈહખ્ત, કઈ દુનિયામાં જીવો છો ?” મેં ખભા ઉલાળ્યા. “ જે માનવું હોય તે.”
થોડી વારે એણે પૂછ્યું, “અને પૈસા ખર્ચ્યા વગર મળે તો ?”
આ આમંત્રણ હતું ? હું એના સામું જોઈ રહ્યો. એ પણ મીઠું હસતા મારી સામે જોઈ રહી હતી.
મેં ગોળગોળ જવાબ આપ્યો “ુીઙ્મઙ્મ, ઙ્ઘીીહઙ્ઘજ.”
એણે સામું પૂછ્યું, ર્“હ ુરટ્ઠં ?”
મેં ખાલી મજાક માટે કહ્યું, “સામે કોણ છે એના ઉપર આધાર રાખે છે.”
એણે કહ્યું, “મારા જેવી હોય તો ?”
મેં ફરી મજાક કરી. “તમારા જેવી હોય તો જુદી વાત છે, તમે હોવ તો જુદી વાત છે.”
એણે સીધી જ ઑફર કરી, “ચાલો આજની રાત એક બીજાને કંપની આપીએ.”
મજાકમાં કરેલી વાતની ગાડી જુદા પાટે જઈ રહી હતી. એ પણ મજાક કરતી હતી ? સ્ત્રીને ઓળખવી ઘણી મુશ્કેલ હોય છે. હું એનો તાગ પામવા મથી રહ્યો હતો અને એની સામે જોઈ રહ્યો.
મેં કહ્યું, “મારી પત્નીને હું પ્રેમ કરું છું અને તમારી આ મજાક છે એમ માનું છું.”
એણે કહ્યું, “ના, ૈં દ્બીટ્ઠહ ૈં. મને તમારી કંપની ગમશે. થોડો વખત આપણે એકબીજાને કંપની આપીએ તેમાં શું ખોટું છે ?”
મારા મનમાં યુદ્ધ ચાલુ થયું. એક બાજુ પત્નીનો દ્રોહ કરતા મન ડંખી રહ્યું હતું, બીજી તરફ આટલી સુંદર યુવતીનુ અદ્ભુત આકર્ષણ મારા મનને કહી રહ્યું હતું, “એક રાતની તો વાત છે. અહીં કોઈ તને ઓળખતું નથી. અને આ પંચતારક સંસ્કૃતિમાં કોઈ કોઈની પંચાત કરતુ નથી. એટલે એનો સાથ થોડા વખત પૂરતો શું ખોટો ?” લોલકની માફક વિચારોની એક છેડાથી બીજા છેડા સુધીની ગતિ મારા મનને અસ્થિર બનાવી રહી હતી.
એણે આગળ કહ્યું, “હું ફિલ્મલાઈનમાં છું અને મને ઘણી આવી ઓફરો થઈ ચૂકી છે, પણ એવા પૈસાદાર પતંગિયામાં મને રસ નથી. સાચું કહું તો તમારા જેવું સુંદર શરીર મેં બહુ ઓછા લોકોમાં જોયું છે. મને વાતોમાં મજા આવી અને તમારી સાથે વધારે આનંદ મળશે તેની ખાત્રી છે.”
એણે મારા વખાણ કર્યા તે મને ક્લીન બોલ્ડ કરવા માટે પૂરતા હતા. મેં કહ્યું, “પૈસા વચ્ચે નહીં આવવા જોઈએ. અને કાલે એકબીજાને ઓળખતા નથી તેમ આ ભૂલી જવાનું. હું પરિણીત છું, બે સંતાનોનો પિતા છું અને મારી પત્ની જોડે મને કોઈ તકલીફ નથી. હું એને અત્યંત પ્રેમ કરું છું અને કોઈ પણ ભોગે અમારા સંબંધો બગડે એવું કંઈ પણ કરવાની અને તેથી કોઈ કાયમી સંબંધ રાખવાની મને કોઈ ઇચ્છા નથી.” ર્“ં.દ્ભ.” એણે મરક મરક હસતા સંમતિ આપી. એના આ ગુઢ સ્મિતે મને ચેતવ્યો “તું કળણમાં પગ મૂકી રહ્યો છે” પણ મને થયું વધારે કાળજી રાખવી પડશે, બાકી બહુ વાંધો નહીં આવે. ઉપરાંત એક નવો રોમાંચક અનુભવ મેળવવાની લાલચ પણ મને ઘેરી વળી હતી.
“કહેવાનું સહેલું છે, પણ એક રાત સાથે વિતાવ્યા પછી ભૂલવાનું અઘરું છે.” મેં કહ્યું.
“મારે માટે નહીં, કપડા પરની ધૂળ ખંખેરે તેમ પુરુષોને ખંખેરી નાખતી મારા ક્ષેત્રની ઘણી યુવતીઓને મેં જોઈ છે એટલે માનું છું કે તે બહુ મુશ્કેલ નહીં હોય.” એણે કહ્યું.
એ આવા અનુભવોમાંથી પસાર થઈ ચૂકી હશે એમ તો લાગવા માંડ્યું હતું. પણ મારો એ ભ્રમ તોડતા એણે તરત કહ્યું, “એમ ના માનશો કે હું આવી રીતે ટેવાયેલી છું પણ મને લાગે છે કે એટલી ટૂંકી ઓળખાણ આપણને બાંધી રાખવા પૂરતી નથી.” મેં કહ્યું, “આ મારો પહેલો અનુભવ છે એટલે હું જાણતો નથી.”
એણે કહ્યું, “મારે માટે પણ આ પહેલો અનુભવ છે.” અને ડીનર પૂરું કરીને રૂમ તરફ જતા મેં પૂછ્યું, “કોની રૂમ, મારી કે તમારી ?” એણે કહ્યું, “શો ફરક પડે છે ?” અને પછી એનું મરક મરક સ્મિત યાદ આવ્યું એટલે વધારે સાવધાન થવા માટે મેં મારી રૂમ નક્કી કરી. એની રૂમમાં એણે છુપો કૅમેરા ગોઠવ્યો હોય તો મને બ્લેકમેલ કરી શકે. અને બ્લેકમેલના શિકાર થવાની મારી તૈયારી નહોતી. હવેના આધુનિક સમયમાં ખ્યાલ પણ ના આવે તેવા કૅમેરા અથવા સંવાદ ટેપ કરી શકે એવા સાધનોનો ઉપયોગ ઘણો સહેલો થઈ ગયો છે.
ફાઈવસ્ટાર હોટલનો એરકન્ડિશન રૂમ, હળવું સંગીત અમને એક જુદી જ દુનિયાની સફરમાં લઈ જઈ રહ્યા હતા. અને અમે રૂમમાં ગોઠવાયા. મેં કહ્યું, “તમારો મોબાઈલ અને મારો મોબાઈલ બંને સ્વીચ ઑફ કરીને પહેલા બાજુ પર મૂકી દઈએ ?”
એણે ફરીથી એ જ ગુઢ હાસ્ય સાથે પૂછ્યું, “બ્લેકમેઈલિંગનો ડર લાગે છે ?”
મેં કહ્યું, “બંને માટે તે સારું નથી ?” એણે કહ્યું, “મને તો કોઈ ફરક પડતો નથી, તે છતાં મને વાંધો પણ નથી.” લાઈટ બંધ થઈ અને અમારો એક રાતનો રોમાંચક સાથ શરૂ થયો. શુભાંગીની નૃત્યકળા જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી. એનો મુલાયમ, ભાવનાત્મક સ્પર્શ મને અદ્ભુત સુખની અનુભૂતિ કરાવી રહ્યો હતો. અને એણે મારા પર સંપૂર્ણ આધિપત્ય સ્થાપી દીધું હતું. સવારે, મધુર ઉષ્માભર્યા ચુંબનોની વર્ષાએ મારી ઊંઘ ઉડાડી ત્યારે સાત વાગ્યા હતા. એણે મને આનંદથી કહ્યું, “ખૂબજ સુંદર રાત ગઈ, ભૂલવાનું મુશ્કેલ છે.” જોકે મારા પણ એવા જ હાલ હતા. આ યુવતીને ભૂલવાનું અત્યંત મુશ્કેલ તો હતું જ પણ મારે કોઈ પણ ભોગે આ બનાવ અને આ યુવતીને યાદ રાખવા નહોતા. “ભૂલવાનું મુશ્કેલ છે” શબ્દો સાંભળીને હું ગભરાયો, આ તો મુશ્કેલી.
મેં ત્વરિત સ્વરમાં કહ્યું, “પણ આપણે નક્કી કર્યું હતું કે સવારે આપણે ભૂલી જવાનું અને બંને એ પોતપોતાના રસ્તે જવાનું.”
એણે હસતા હસતા કહ્યું, “મેં મુશ્કેલ કહ્યું છે, અશક્ય કહ્યું નથી.”
મારો ગભરાટ ઓછો થયો. મને જાતજાતના વિચારો એક ક્ષણમાં આવી ગયા. ભલે અમે મોબાઈલ બંધ કર્યા પણ એણે કોઈ બીજી કરામત અજમાવીને અમારી અંગત પળોના ફોટા પાડયા હશે તો ? અમારો સંવાદ
ટેપ કર્યો હશે તો ? એની ખાત્રી કરવા મેં એને ઉંધી રીતે પૂછ્યું, “ગભરાશો નહીં, મેં તમારા ફોટા પાડ્યા નથી.”
એણે કહ્યું, “ શું હું એટલી બોરિંગ છું કે તમે મારી કોઈ યાદ પાસે ના રાખો ?”
મેં કહ્યું, “મારા લગ્ન ના થયા હોત તો મેં તમને મારી જીવનસાથી તરીકે પસંદ કર્યા હોત. તમે અદ્ભુત છો. પણ લગ્નજીવનમાં ભંગાણ થાય એવી મારી જરા પણ ઇચ્છા નથી.”
એણે પર્સમાંથી એક ફોટો કાઢ્યો. તે મારો અને મારી બાજુમાં મારી પત્નીનો ફોટો હતો. “તમારો જ છે ને ?”
લગભગ ચીસ પાડવા જેવા અવાજમાં મેં કહ્યું, “આ ફોટો તારી પાસે ક્યાંથી ? તું મારી પત્નીને ઓળખે છે ?” એણે કહ્યું, “મોટાભાગની સ્ત્રીઓ પોતાના પતિ પર શંકા કરતી જ રહે છે. પતિ ગમે એટલો સારો હોય, એને અસુરક્ષા લાગ્યા જ કરતી હોય છે. તમારી પત્ની પણ એમાં અપવાદ નથી. એણે જ મને આ કામ સોંપ્યું છે, એ જાણવા માટે કે તમે કેવા ચરિત્રના છો, અને આવી કોઈ સફરમાં કેટલો આનંદ ઉઠાવો છો.” “પણ આપણે તો અનાયાસે દુબઈ.... “ અને મારી વાત અર્ધેથી કાપીને એણે કહ્યું, “મૂળ તો આ લંડનનું પ્લાનિંગ હતું. તમારો રૂમ ૧૦૦૭ હોટલ લોડ્ર્સ, બરાબર ? મારો એ જ હોટેલ રૂમ ૧૦૦૮.”
આ જવાબે મને વિચાર કરતો કરી દીધો. આ બાઈ શું રિપોર્ટ આપશે ? એ મને બ્લેકમેલ કરી રહી હતી ? પૈસા વગર આ બાઈ મારી સાથે આવી કારણ કે એને ખાત્રી હતી કે તે હવે ધારે તો મને સારી રીતે ખંખેરી શકે એમ હતી, અને ધારે તો જાણે કંઈ બન્યું જ નથી એમ પણ રિપોર્ટ આપી શકે એમ હતી. લગભગ ૧૦-૧૫ મિનિટ વિચારોમાં ખોવાયેલો રહ્યો. એ.સી. રૂમમાં પણ મને પરસેવો થઈ રહ્યો હતો. એણે મને એનો રૂમાલ આપ્યો અને ફરીથી હસતા હસતા કહ્યું, “હવે મને ખાત્રી થઈ જ
ગઈ છે કે આ તમારો પહેલો અનુભવ છે.” હું શિકાર થઈ ચુક્યો હતો. મેં સીધું જ પૂછ્યું, “કેટલા પૈસા જોઈએ ?”
એણે કહ્યું, “શેને માટે ?”
મેં કહ્યું, “આજના આ આનંદની મારે કૈક તો કિંમત ચુકાવવી જોઈએ ને ?”
એ ગુસ્સે થઈ ગઈ, ગૌર વર્ણની એની કાયા ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી.
એણે કહ્યું, “એ મિસ્ટર, હું કોઈ સસ્તી કૉલગર્લ નથી.”
સસ્તી કૉલગર્લ શબ્દ વાપર્યો એટલે મારા મનના વિચારો ફરી રેસિંગ કારની ઝડપથી દોડવા માંડયા. એટલે હવે આ બાઈ મને મોટી રકમ આપવા મજબુર કરશે એની ખાત્રી થઈ ગઈ એટલે એનો ગુસ્સો ઠંડો કરવા મેં કહ્યું, “ખાલી મજાક કરું છું. પણ તારા રિપોર્ટની તો કિંમત મારે ચુકાવવી જોઈએ ને ?”
એણે ફરી મરક મરક હસતા હસતા કહ્યું, “શું કિંમત આપશો ?”
હું થોથવાયો, મારી પાસે કોઈ શબ્દો નહોતા. “હું જાણતો નથી” પણ મારી ઉત્કંઠા અને અધીરાઈ વધી ગયા હતા. આ બાઈએ મને ચેકમેટ કરી દીધો હતો. “હવે કહે તો ખરી, શું રિપોર્ટ આપીશ ?” એણે ફરી એજ મરક મરક હાસ્ય સાથે કહ્યું, “મેં તમને પ્રોમિસ આપ્યું હતું કે પૈસા વચ્ચે નહીં આવે એટલે તેનો સવાલ નથી. મારી પાસે પૂરતા છે, અને એ પણ પ્રોમિસ આપ્યું હતું કે રાત પૂરી થાય એટલે આપણે એકબીજાને ભૂલી જવાનું.” થોડું ગંભીરતા સાથે કહ્યું, “ ને હતું કે મારા માટે એ મુશ્કેલ નહીં હોય. પણ મારી ધારણા ખોટી હતી. હું તમને નહીં ભૂલી શકું. સ્ત્રી એક વાર કોઈને દિલથી પસંદ કરે, સર્વસ્વ અર્પણ કરે પછી એને ભૂલી નથી શકતી, હું પણ એમાં અપવાદ નથી. તમારી પાસે બે રસ્તા છે. એક, તમે મને ભૂલી
જાઓ, તો હું સાચો રિપોર્ટ આપીશ, બીજો...” ફરી એજ મરક મરક સ્મિત સાથે થોડી વાર મારી સામે જોઈ રહ્યા પછી કહ્યું, “તમે મને ખાત્રી આપો કે હવે પછી મને મળતા રહેશો, તો હું ખોટો રિપોર્ટ આપીશ. શું રિપોર્ટ આપવો તે તમારે નક્કી કરવાનું.” અમે બંને અનિમેષ નજરે એકબીજા સામે જોઈ રહ્યા હતા. એના મોઢા પર વિજેતાનું સ્મિત હતું.
ગીની પીગ
“નમસ્કાર જોશી સાહેબ” સાઇકોલોજીના પ્રોફેસર ડૉ. વિનય શાહે રસ્તામાં સામે મળેલા એક વૃદ્ધને જોઈને શબ્દો ઉચ્ચાર્યા.
ખખડી ગયેલું શરીર હાથમાં લાકડી પકડીને ચાલતા ગીરજાશંકર જોશીએ ધ્રુજતો બીજો હાથ કપાળ પર ટેકવી પોતાને બોલાવનાર તરફ જોઈ ઓળખવાનો પ્રયત્ન કર્યો.
“મેં તમને ઓળખ્યા નહિ ભાઈ” એવા જ ધ્રુજતા સ્વરોમાં એમણે કહ્યું.
“હા સાહેબ આપ તો ક્યાંથી ઓળખો ? હું વિનય, તમારા હાથ નીચે ભણી ગયો છું.” પ્રાથમિક ધોરણોમાં ગીરજાશંકર જોશીના હાથ નીચે ભણેલા પ્રો. વિનય શાહે પોતાની ઓળખાણ આપી. “નગીનભાઈનો પુત્ર.”
“નગીન ઘેલાનો છોકરો ?” ગીરજાશંકરે પૂછ્યું. પોતાના પિતાને “ઘેલો” વિશેષણ લગાડનાર તરફ થોડીક અરુચિ થઈ હોવા છતાં તે પોતાનો અણગમો વ્યક્ત ન થવા દેતા પ્રો. શાહે કહ્યું.
“હાજી”
“શું કરે છે, તું” ગીરજાશંકરે પૂછ્યું.
એમ. એ. સાથે સાયકોલોજી કરી, “વૃદ્ધત્વની માનસિક સમસ્યાઓ” નિબંધ દ્વારા પોતાની ડૉક્ટરી મેળવી પ્રો. ડૉ. વિનય શાહ કૉલેજના પ્રોફેસર તેમજ ખાતાકીય વડાની ફરજો બજાવતા હતા, પોતાને અંગે સવિસ્તર વાત કરી છેલ્લે એમણે ઉમેર્યું.
“સાહેબ, આપની પાયાની કેળવણી અને સંસ્કાર તેમજ વિધાદાનને પ્રતાપે આ જગ્યા ઉપર પહોંચ્યો છું.”
ગીરજાશંકરને પોતાના વખાણ ગમ્યા અને તરત જ એમની આગળ છટામાં એમણે આજની યુવાન પેઢી ઉપરનો ઊભરો ઠાલવવા માંડ્યો. કોઈ ગણતું નથી. યાદ તો કરે જ શું કામ ? અરે કેટલાક તો ઓળખતા હોય તો પણ ન ઓળખવાના ઢોંગ કરે છે તેવી ફરિયાદો કરી અને “જીવતર જાણે નકામુ થઈ ગયું છે.” મોતની રાહ જોવા માટે સમય પસાર કરતો હોઉ તેમ લાગ્યા કરે છે. પણ મોત આવતું નથી. તારા જેવા વિનય અને સૌજન્યથી યાદ કરે ત્યારે મનને ઘણુ સારું લાગે છે. અને પછી પૈસા કરતા વિદ્યાર્થીઓના ઘડતરને જે મહત્વ એમના જીવનકાળ દરમિયાન એમણે આપ્યું હતું તે એળે ગયું છે. એવા બળાપો પણ કાઢ્યો.
આજે તો કોઈ ભાવ પૂછતુ નથી - “બંગલો, મોટર, ગાડી હોત તો લોકો આજે સલામ કરતા હોત” કહી કડવું હાસ્ય કરતા કહ્યું વખત વખતની વાત છે ભાઈ.
ગીરજાશંકરથી છુટા પડ્યા પછી અત્યાર સુધી શાંતિથી મુકસાક્ષી બની રહેલા સુધીરે પૂછ્યું. “સર, તમારા ીંટ્ઠષ્ઠરીિ હતા ? બીચારા-ઘણા દુઃખી લાગે છે.”
શાળાના દિવસોમાં ગીરજાશંકરે વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાના ખ્યાલમાં કેટલીકવાર જાણે અજાણે તોછડાઇ -તુમાખી અને અહંકાર ભર્યું વલણ પોતાના વિદ્યાર્થીઓ તરફ રાખ્યું હતું. કદાચ એ ખરેખર જ માનતા હતા કે “શિક્ષા” વગર સંસ્કારને વિદ્યા આવતા નથી. પરિણામે વિદ્યાર્થીઓમાં પણ થોડા અકારા થઈ પડેલા અને એમની પાછળ વિદ્યાર્થીઓ એમને “જોશી ચોટલી”ના નામે ઓળખતા તે વખતે તો ધાકથી વિદ્યાર્થીઓ એમને સારુ લગાડવા માન આપતા અને પગે લાગતા પણ પ્રાથમિક ભણતર પૂરુ થતા એમને મળવાનું ટાળતા ડૉ. વિનય શાહે વૃદ્ધત્વની સમસ્યાઓ ઉપર જ્યારે મહાનિબંધની તૈયારી કરવા માંડી ત્યારે એમણે જીવનના દરેક ક્ષેત્રો વકીલ, ડૉક્ટર, ફિલ્મ એક્ટરો, વેપારીથી
માંડીને વેશ્યાઓને પણ મળીને નિવૃત્તિની સમસ્યાઓની ચર્ચા કરી હતી. લગભગ દરેકે એક જ ફરિયાદ કરી હતી. જ્યારે પોતાની યુવાની હતી, પૈસો હતો દમામ હતો ત્યારે માનવીઓનો વ્યવહાર નિવૃતિકાળમાં તદ્દન ઉપેક્ષિત થઈ જતો હતો. મોટાભાગના નિવૃત લોકોએ પોતાનો આવનારી નિવૃતિદશા અંગે કોઈ વિચાર કે આયોજન કર્યા નહોતા, પોતાનો શોખ કે સમય પસાર કરવા માટે કોઈ આયોજન કર્યું નહોતું તેવા દરેક લોકો નિરાશા અને કટુતાનો ભોગ બન્યા હતા. પરંતુ ગણિકાવૃત્તિથી પોતાનું જીવન વિતાવનાર શ્યામાબાઈએ જવાબ આપ્યો હતો, “મેં જાનતી થી. યે જોબન - યે રૂપ, યે જવાની હંમેશા રહેનેવાલી નહિ હૈ.” અને એટલે એણે હૉસ્પિટલમાં જઈને ગરીબ બાળકો દુઃખી દર્દીઓને મળીને એમની મદદ કરવાના પ્રયત્નો આરંભ્યા અને એમને ખાસ્સી સફળતા પણ મળી. શરૂઆતમાં આર્થિક મુશ્કેલીને કારણે બહુ મદદ થઈ શકતી નહોતી, પરંતુ ધીરે ધીરે લોકોને એમની નિઃસ્વાર્થ સેવાનો ખ્યાલ આવતા “ગરીબ દર્દીઓને લાભાર્થે” એમને નાણાકીય મદદ પણ કરતા. અને ધીરે ધીરે શ્યામાબાઈમાંથી શ્યામાદીદી બની સંતોષથી જીવન પસાર કરતા હતા. પરંતુ બાકીના અસંખ્ય લોકો માટે તેમના સ્વજ્નો માટે તો નિવૃત્તિ જીવન બોજારૂપ બની જતું હતું.
લગભગ ૧ મહિના પછી ગીરજાશંકરના ઘરે હું પહોંચી ગયો. અને કહ્યું, “આ બાજુ નીકળ્યો હતો એટલે મને થયું ગુરુજીના દર્શન કરતો જાઉં.” માસ્તરે મને આવકાર આપી મારા હાથમાં એક પત્ર મુકી દીધો.
“આ રમણ પટેલ કોણ ?” મેં કાગળ અને અંદરનુ લખાણ વાંચ્યું.
“માન્યવર ગુરુજી,
તમારા આશિર્વાદ અને તમે સીંચેલા સંસ્કારના બળે સરકારી નોકરીમાં સારી બઢતી મળી છે.... વિ. વિ. અને છેલ્લે આપનો રમણ પટેલ.
‘કંઈ ખ્યાલ આવતો નથી. - મારી જોડે ભણવામાં તો કોઈ રમણ પટેલ હતો નહિ - આગળ પાછળ હોય તો શી ખબર પડે ?’ મેં જવાબ આપ્યો.
‘કાગળ વાંચીને સારું લાગ્યું. - છેક હું માનતો હતો તેવું તો નથી’. ગીરજાશંકરે છુપા આત્મસંતોષથી જવાબ આપ્યો, “ખરેખર લોકો મને યાદ કરે છે કે?”
‘સાહેબ માનનારા તો ઘણા હશે - પણ કોઈ લખે નહિ - આણે લખ્યું’ મેં ફરી પનો ચઢાવ્યો.
ત્યારબાદ લગભગ ૨-૩ મહિના થઈ ગયા હશે અને એક દિવસ ગીરજાશંકર મારે ત્યાં આવી પહોંચ્યા. એક કાપડની નાની થેલીમાંથી પ્લાસ્ટીકની કોથળીમાં ૩-૪ ઇન્લેન્ડ પોસ્ટકાર્ડ વિ. મુકેલા, એ ધીરેથી કાઢ્યા.
‘જોને ભાઈ હું તો મૂંઝવણમાં મુકાઈ ગયો છું’. આ બધા કાગળો કોણ જાણે કોણે લખ્યા હશે. કોઈ ધ્યાનમાં આવતા નથી, સરનામા નથી જવાબ પણ કેવી રીતે લખું ?’
મેં બધા કાગળો લીધા - વારાફરતી વાંચ્યા - દરેકમાં માસ્તર સાહેબના કંઈક ને કંઈક વખાણ હતા. માસ્તર સાહેબના મુખારવિંદ, હાવભાવથી એ સ્પષ્ટ હતું કે માસ્તર ખુશખુશાલ હતા.
પણ મને એ નવાઈ લાગે છે કે આટલા વર્ષો થયા કોઈએ કંઈ કાગળ લખ્યો નહોતો - અને છેલ્લા ૨-૩ મહિનામાં અચાનક ક્યાંથી લોકોને મારી યાદ આવવા માંડી ?
આ વાક્ય બોલતા એમના મનમાં વ્યાપેલો સંતોષ અને એમનો પોષાયેલો અહમ અછતા ના રહ્યા.
આપણા ગ્રહ બદલાય એટલે બધુ બદલાય. તમારા ગ્રહો હવે સુધર્યા હશે એટલે લોકો તમને સંભારવા માંડ્યા છે - મેં જ્યોતિષનો તર્ક રજૂ કર્યો.
“બની શકે કદાચ ગયે મહિને અગ્નિ હોત્રી જ્યોતિષીએ પણ એવું જ કહ્યું હતું કે તમારી ગુરૂ મહાદશા ચાલે છે એટલે તમને યશ-કીર્તિ માન સન્માન મળશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.” જ્યોતિષની વાતમાં સુર પૂરાવતા માસ્તર ગયા.
તે સાંજે સુધીર આવ્યો ત્યારે મેં ઉપરની વાત વિગતથી કરી અને છેલ્લે ઉમેર્યું.
“છ-સાત રૂપિયાના ખર્ચે કોઈકના જીવનમાં કેટલો મોટો પલ્ટો આપણે આણી શક્યા ? પણ હવે બે-ત્રણ મહિના કાગળ લખતો નહિ. પછી લખે ત્યારે અક્ષર બદલવાનું ધ્યાન રાખજે.”
“હાજી-આ દરેક પત્રો જુદે જુદે ગામેથી જ પોસ્ટ કરાવ્યા હતા”સુધીરે જવાબ આપ્યો.
“ઁર.ડ્ઢ. માટે તે જે થીસીસ તૈયાર કરવા માંડી છે ને “વૃદ્વ માનવીના મન ઉપર વખાણની અસર” તેને માટે તને સારો વિષય મળી ગયો છે. મેં સુધીરને જણાવ્યું. “તબીબો ગીનીપીગ પર પોતાના પ્રયોગો કરે છે”તેવું જ આ એક ગીનીપીગ છે નહિ સર !”
“કદાચ આપણે બધા એક યા બીજી રીતે ગીની પીગ જ છીએ નહિ !” મેં ઊંડા વિચારમાં પડી જતા સમાપન કર્યું.
ચારિત્ર્યહીન
“નમસ્તે ભાભીજી.”
એક રમ્ય સવારે, અગાશીમાં ઊભી ઊભી, ઊંઘમાંથી ઉઠી રહેલા શહેરને જોતી ઊભી હતી ત્યાં રણકા ભર્યા અવાજે મને ચોંકાવી દીધી. અવાજની દિશામાં જોયું તો એલ લગભગ ૩૫ વર્ષનો સોહામણો, છટાદાર, સફેદ કફની અને સફેદ સ્વચ્છ ધોયેલા લેંઘામાં એક પુરુષ ઊભો ઊભો મારા તરફ મલકી રહ્યો હતો. અમારી દ્રષ્ટિ મળી એટલે એણે બે હાથ જોડી તરત મને ફરી “નમસ્તે ! મારું નામ મિ. મહેતા એમ કહ્યું. કાલે જ અહીં રહેવા આવ્યો છું.”
“હા ગઈકાલે અમે પર બહાર ગયા હતા. એટલે તમારા આગમનની અમને ખબર નથી.” કંઈક સ્વસ્થ થઈને મેં પ્રત્યુત્તર વાળ્યો-અને પછી નવા જ આવેલા પડોશીને હજુ ઘર ગોઠવવાનું હોય એટલે સવારના પહોરમાં ચા તો પહેલા જોઈએ જ, એવા ભાવથી કંઈક અંશે મદદની જરૂર પડે ત્યારે પહેલો કામ પડોશી જ આવે એવા સ્વાર્થી ગણિતથી પ્રેરાઇને વિવેક કર્યો.
“તમે હજુ ચા પીધી નહિ હોય આવો અમારી સાથે સવારની ચા પીઓ.”
“ચા તો પીવાઈ ગઈ છે-ગઈકાલે જ આ બધી વ્યવસ્થા તો મેં કરી રાખી હતી પણ તે છતાં ફરીથી પીવામાં વાંધો નથી.” કહીને ફરી એણે મોહક સ્મિત વેર્યું.
“તમારા મિસિસને પણ....”
“બંદાને મિસિસની ઝંઝટ જ નથી.” એમ જ્યારે એણે કહ્યું ત્યારે આ એકલો માણસ વળી ક્યાં આપણી પડોશમાં આવ્યો એવો પ્રશ્ન તરત મનમાં ઉઠ્યો. અને મનનું કોમ્પ્યુટર કામે લાગી ગયું. એને પત્ની હોત તો ઘડીક બેસવા ગપ્પા મારવામાં સમય પસાર થઈ જાય અને નવરાશના સમયમાં સારી કંપની આપે એવું કદાચ શક્ય હોત તે જ રીતે એનો સ્વભાવ સારો ન હોય તો ટીકા, નિંદા, કચ કચ, ઝઘડા વિ. પણ ચાલુ થઈ જાત. એ રીતે આ “એકલો” છે તે સારુ છે એમ પણ વિચાર આવ્યો. એકલો છે એટલે રાતે મોડો વહેલો આવશે તો બહુ કામમાં મદદરૂપ ન પણ થાય અથવા જરા જરામાં “વસ્તારી” ઘરની જરૂર પડે તો અમારે જ ખેંચાયા કરવું પડે એવા ખ્યાલથી એને થોડા અંતરે જ રાખવો એવા નિશ્વય સાથે, આપેલું આમંત્રણ હવે પાછું તો ન ખેંચાય પણ વધારે વાતમાં ખેંચાઇ ન જવાય એવા તર્ક સાથે મેં કહ્યું.
“આવો ત્યારે વીસેક મિનિટ પછી” એમ કહીને કાચબો પોતાના અંગો અંકોરી લે એમ મેં ઘરમાં જઈને ચા અને સાથે થોડા બ્રેકફાસ્ટની તૈયારી કરવા માંડી.
દરરોજની માફક પેપરમાં મોઢું ખોસીને પેપર વાંચ્યા કરતા (આ પુરુષો પેપરમાં શું જોઈ જતા હશે તે એમાંજ મોઢું ઘાલી રાખતા હશે મારે માટે આશ્વર્યનો વિષય છે.) મારા પતિદેવને મેં સમાચાર આપ્યા.
“મી. મહેતા આપણી પડોશમાં રહેવા આવ્યા છે. મેં ચા પીવા બોલાવ્યા છે તમે જરા સરખા થઈ જાઓ.”
“હા-હા આવવા દે હમણા પડોશીઓને જ મળવાના યોગો છે. જોને આ જયવર્દને શ્રીમતી ઇંદીરાને મળવા આજે આવ્યા છે.”
“એ એકલા જ છે એટલે બહુ ઘરમાં ના ઘાલતા, નહિ તો પાછળથી પેંધા થઈ જશે તો કાઢતા ભારે પડશે.”
“એકલા જ છે ? સુખી માણસ છે-નસીબદાર છે. નસીબદાર મારા કરતા તારે ઉલટું સારું પડે ષ્ઠરટ્ઠજીપ.” કહીને મજાકીયું હસવામાં બાકીનું વાક્ય અધૂરું રાખી દીધું.
મી. મહેતા જોડે તે દિવસે વાતવાતમાં જે પરિચય થયો તે પ્રમાણે તેઓ એલ.આઇ.સી.માં સર્વિસ કરતા હતા. નજીવા ઝઘડાને કારણે એનું લગ્નજીવન પંદર જેટલા ટૂંકા દિવસોમાં પૂરું થઈ ગયું હતું. આટલો સારો પગાર વૈભવશાળી જીવન સોહામણુ વ્યક્તિત્વ ધરાવનાર પુરુષ સાથે પંદર જેટલા ટૂંકા દિવસોમાં ન થઈ શકનાર પત્નીને શું કહેવું ? એ કદાચ કોઈ બીજાના પ્રેમમાં હોય અને ઘરના વડીલોના આગ્રહને કારણે આ લગ્ન કરવા પડ્યા હોય પણ પોતાના સાચા પ્રેમીથી દૂર થવાની તૈયારી ન હોય તે કારણે આ ભંગાણ પડ્યું હોય તે શક્ય હતું ને સાથે કદાચ આ સર્વાગ સંપૂર્ણ દેખાતા પુરુષના સ્વભાવમાં કંઈક એવી વિચિત્રતા હોય, અકારણ અમર્યાદિત ક્રોધ હોય અને તે થોડે થોડે વખતે ભભુકી રહેલા જ્વાળામુખીની માફક, ફુંફાડો મારતો હોય તો કદાચ કોઈ સ્વમાની નારી આનો ત્યાગ કરી દે તે પણ એટલું જ સંભવિત હતું.
શરૂઆતના બે ચાર અઠવાડિયામાં તો મિ. મહેતા જાણે સોસાયટી પર છવાઇ ગયા. પોતાની જાતે જાતે બનાવેલ અભેદ્ય દિવસોમાં કેદ કરી રહેલા મિ. નારાયણનને પરાણે મોઢામાં આંગળા નાંખીને બોલતા કરી દેનાર મિ. મહેતા ખરેખર ેજરૈહખ્ત હટ્ઠેંિીના છે. એમ દરેકને ખાત્રી થઈ ગઈ. પરંતુ આવી મિત્રતાની જાળ બીછાવીને વીમાના ધંધામાં બીજાને શીશામાં ઉતારીને પોતાની સફળ કારકીર્દિ બનાવનાર ઓછા નથી હોતા. આવા જ મિ. મહેતા હશે અને એમની આ મિત્રતા કરવાની રીત એ કારણે જ હશે એમ દરેકને લાગવા માંડ્યું. મજાક મજાકમાં ગમે તેની હાજરીની પરવા રાખ્યા વગર જ્યારે એમણે દ્વિઅર્થી સંવાદોની કોઈ કોઈવાર ચમક દેખાડવા માંડી ત્યારે એમના વ્યક્તિત્વની છાપમાં ‘તેઓ ર્િદ્બટ્ઠહૈંષ્ઠ પણ લાગે છે.’ એવી છાપ વધવા માંડી. સ્ત્રીના સહવાસ વગરની જિંદગીમાં આવી લાગણીઓ થાય તે સહજ ગણી લઈ કેટલાકને એમાં ખાસ કંઈ અજુગતુ લાગતુ નહિ. જ્યારે મારા જેવા જેને લોકો ‘ચોખલીયણ’ કરીને ઓળખતા હતા તેને આની સાથે વધારે પરિચય વધારવા જેવો નથી એવી લાગણી બળવત્તર બનવા માંડી. જીવનના તબક્કામાં ઘણાને ખાસ કરીને જેવો જિંદગીની સફળતા તરફ ઝડપથી ધસી રહ્યા હોય છે એમને આવા દ્વિઅર્થી સંવાદો ગમવા પણ માંડે છે. શરૂઆતના આવા સંવાદો પછી અંગત શાબ્દિક અડપલાથી ક્યારે અંગત શારીરિક અડપલા શરૂ થઈ જાય છે તે પણ ખ્યાલ રહેતો નથી. કદાચ ખ્યાલ રહેતો હોય તો પણ કેટલીકવાર તો કેટલાકને એની ઝંખના પણ હોય છે. અને સામે પક્ષે એમના જીવનસાથીને પણ આવી જ લાગણી થતી હોવાને કારણે અમુક મર્યાદા સુધી જ્યાં સુધી સંબંધ વધે ત્યાં સુધી કોઈ બહુ ચિંતા કરતું નથી.
આળિકામાં વેપાર કરી પુષ્કળ સંપત્તિ પેદા કરી ત્યાં જ સ્થાયી થઈ ચુકેલા પટેલ કુટુંબની યુવાન પુત્રી શીલા મેડીકલ કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તે પણ એકબીજા કઙ્મટ્ઠંમાં એકલી રહેતી હતી. પોતાની જાતને ‘ર્કિુટ્ઠઙ્ઘિ’ ગણાવનાર આ યુવતી ઘણા મિત્રો ધરાવતી હતી તેમાં પણ તબીબી વ્યવસાયને કારણે અન્યોને જે બાબતોમાં, જે સંવાદોમાં બીભત્સ રસના દર્શન થતા તેવા સંવાદોની છુટથી આપલે શીલા અને મિ. મહેતા કરી લેતા. શીલા માટે એટલું ચોક્કસ કહી શકાય કે એના ઘણા મિત્રો હોવા છતા, અને અવાર નવાર ઘણા એના કઙ્મટ્ઠં ઉપર આવતા હોવા છતાં કોઈ રાત્રે ત્યાં રોકાયું હોય કે એ રાત્રે મોડી આવે અથવા રૂમ પર ન આવે એવું ખાસ બનતું નહિ. અને એને ઓળખનાર દરેક જણ એ મુક્ત વિચારધારા ધરાવે છે. પણ સ્વછંદી નથી એમ માનતા ફક્ત એક જમના ડોશીને ‘આ બાઈ’ વધારે પડતી છકેલી લાગતી.
એક દિવસ શીલા બહારથી આવી રહી હતી ત્યારે મિ. મહેતાએ એના ઘરની ગેલેરીમાંથી જ બૂમ પાડી “હલ્લો શીલા આવું કે ?” શીલાએ તરત પોતાના કઙ્મટ્ઠંના બંધ બારણા બતાવી જવાબ આપ્યો, ર્જિિઅ ર્હ ીહિંઅ ર્ઙ્ઘર્જિ ટ્ઠિી ષ્ઠર્ઙ્મજીઙ્ઘ.” મી. મહેતાએ, ૈં ષ્ઠટ્ઠહ ીહીંિ ંરર્િેખ્તર ટ્ઠહઅર્ ીહૈહખ્ત.” એમ કહ્યું,. ત્યારે બંને જણા પછી ખડખડાટ હસી પડેલા અને અમારા જેવા શરમથી ઘરમાં ભરાઈ ગયા ત્યારે જમના ડોશી “આવો હાથી જેવો ચાવીના કાંણામાંથી કેવી રીતે જશે ?” એવો વિચાર કરી એમાં શું હસવાપણું હતુ તેના ખ્યાલમાં ડુબી ગયા.
નવરાશની પળોમાં જ્યારે આજુબાજુના પડોશીઓ ભેગા થતા ત્યારે મિ. મહેતાની વાતો થવા માંડી. કોઈએ કહ્યું, ‘ગરબા વખતે મને એવો જોરથી ડાંડીયો મારી દીધો હતો. હજુ ચમચમે છે’. તો કોઈએ ‘પેપરવીણવાવાળી’ ને પણ એકવાર એના કંપાઉંડમાંથી ગાળો બોલતી અને ધુંવા ફુંવા થતી નીકળતી જોઈ હતી તે અમસ્તી જ થોડી હશે ? એમ કહ્યું, ત્રીજા બંગલાવાળા કુમુદબેને પણ પોતાનો અનુભવ દર્શાવ્યો. એક અગત્યની ટપાલ સમયસર નીકળે માટે મિ. મહેતાને આપી તેમને પોસ્ટમાં નાંખવા ફાવશે તેમ પૂછતાં, “અરે તમે શું કામ ફીકર કરો છો કુમુદબેન તમે કહો તે નાંખી દઉં” એવો જવાબ મળતા થોડા છોભીલા પડ્યા છતાં બીજો વિકલ્પ ન હોવાથી એમને ટપાલ આપી. સાંજે એમણે ટપાલ નાંખી દીધી છે એમ કહ્યું ત્યારે “આભાર આભાર” એમ પોતે બોલ્યા ત્યારે મહેતાએ પોતાના શરીરને દર્શાવી. “આભાર આભાર કહો છો ત્યારે આ ભાર ખમાશે ?” એવો જ્યારે જવાબ દીધો ત્યારે કંઈ બોલવાનું ભાન છે કે નહિ બોલીને કુમુદબેને ગુસ્સો વ્યક્ત કર્યો અને કાયમ માટે એની સામે બોલવાનું બંધ કરી દીધું. આથી લગભગ સર્વ સામાન્ય અભિપ્રાય એવો હતો કે આ માણસ ભરોસો કરવા લાયક નહોતો. એની જોડે બોલવાથી સંભાળવું એને ઘરમાં બોલાવવો નહિ. અને એના રસ્તાથી ચાર ગાઉ દૂર રહેવું.
પરંતુ એક દિવસ એમને ત્યાં કામ કરનાર ગંગુબાઈએ બેચાર દિવસ પછી કામ છોડી દીધું ત્યારે મેં ગંગુબાઈને પૂછ્યું, “કેમ રે ગંગુ તે કેમ કામ છોડી દીધું ?” ત્યારે “મુઆ નખ્ખોદીયાની વાત ના કરશો. કંઈ લાજ શરમ જેવું છે જ નહિ.” એવો અભિપ્રાય આપ્યો ત્યારે લાગવા માંડ્યું કે ફક્ત ર્િદ્બટ્ઠહૈંષ્ઠ સ્વભાવના હોવા ઉપરાંત કંઈક વિકૃત માનસ પણ હશે. સાયકોલોજીના પ્રોફેસર ડૉ. જોશી એ તો “રી ૈજ ીદૃિીિીંઙ્ઘ”(વિકૃત મનોદશા ધરાવે છે) એવો અભિપ્રાય આપી દીધો અને નિષ્ણાંતની અદાથી
ઉમેર્યું, ‘એ સાહજીક છે આટલી ઉંમરે સ્ત્રી વગરની જિંદગીને કારણે થોડી વિકૃતઈ પેસી ગઈ હોય.’
“પણ એને આવો ખ્યાલ નથી આવતો ? લોકો એને માટે શું ધારે ?” મેં અકળાઇને પૂછ્યું.
“કોઈ કંજુસને લાગે છે કે પોતાની પૈસા પૈસાની ગણત્રીથી કોઈ પોતાને કંજુસ ધારી લે છે ? આવા લોકોને પોતાના વિશે સાચા અભિપ્રાયની જાણ નથી હોતી અથવા તેઓ એ વિશે સભાન હોવા છતાં ફીકર કરતા નથી.”
“લોકો શું કહેશે એવા ભયથી સતત સતર્ક રહેનાર કોઈ આગવું કદમ ભરી શકતા નથી અને પોતાના જીવનમાં રંગો ન ભરી શકવાને કારણે એમની જિંદગીનું ચિત્ર એક મ્ઙ્મટ્ઠષ્ઠા ટ્ઠહઙ્ઘ ુરૈીં આછા પાતળા રેખાંકનો સિવાય કંઈ હોતું નથી.” એમ મારા પતિશ્રીએ પોતાનું મંતવ્ય દર્શાવ્યું.
“પરંતુ પોતાના જીવનમાં જાતભાતના રંગોના લપેટા કરી જીવનને કદરૂપુ બનાવનાર પણ અસંખ્ય લોકો હોય છે” મેં કહ્યું.
“હા સૌમ્ય રંગગુંથણી કરી આહલાદક ચિત્ર તો કોઈક વિરલાજ ઉપસાવી શકે છે” સાયલોકોજીના નિષ્ણાંતે ફરી પોતાનું નિષ્ણાંત મંતવ્ય વ્યક્ત કર્યું.
શરૂઆતમાં સોસાયટી ઉપર છવાઇ જઈ લોકપ્રિય થઈ જનાર મિ. મહેતા સાથે ઘણાએ સંબંધો ઓછા કરી નાંખ્યા એને ખપ પૂરતુ બોલવા જેવો સંબંધ રાખ્યો ત્યારે કેટલાકના સંબંધો પહેલા ના જેવા જ રહ્યા. ફક્ત શીલાના એમની સાથેના સંબંધો ધીરે ધીરે વધવા માંડ્યા.
કોઈ કોઈવાર હવે તો એમના બંગલામાં અન્ય સ્ત્રીઓ પણ આવવા માંડી. મોડી રાત સેધી અને કોઈ કોઈવાર તો આખી રાત એમના બંગલામાંથી ઠઠ્ઠા મશ્કરી-હાસ્ય-તેમજ સ્ટીરીઓના અવાજો આવ્યા કરતા. સારા કુટુંબની કહી શકાય એવી સ્ત્રીઓ કેવી રીતે એકલી એમને મળવા આવે અને આખી રાત રોકાય એ મારે માટે આશ્વર્યનો વિષય હતો. એને ઓળખનાર કોઈવાર તો નીકળી આવે અને એના કુટુંબમાં જ્યારે આ માહિતી પહોંચી જાય ત્યારે શું થશે ? એની કલ્પના માત્રથી હું ધ્રુજી જતી ત્યારે આ સ્ત્રીઓને એનો ભય કોઈ દિવસ લાગતો નહિ.
આ હીન ચરિત્રનો પુરુષ અન્ય સારી નારીઓને પણ ચારિત્ર્યહીન બનાવતો જાય છે. એવા ખ્યાલે મારા મનમાં એક જાતનો પૂર્વગ્રહ પેદા કરી દીધો અને ધીરે ધીરે એમને માટે ઘણો નીચો અભિપ્રાય પણ થતો ગયો.
એક દિવસ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહી ઘેર પાછા વળવા માટે બસની રાહ જોતી હતી ત્યારે અચાનક મિ. મહેતાએ ‘ચાલો ભાભી ઘરે જ જઉં છું’, કહીને કાર ઊભી રાખી દરવાજો ખોલ્યો ત્યારે મેં કયું, “ના ના હવે બસ આવવાની તૈયારીમાં જ છે.” ત્યારે “એક આંખનો કુત્સિત ઇશારો કરી ચાલો ચાલો તમને અભડાવી નહિ દઉં” કહીને જ્યારે એણે ખડખડાટ હસવા માંડ્યું ત્યારે નફ્ફટ, નિર્લજ વર્તનને કારણે મારા રુંવે રુંવામાં ક્રોધ જાગી ઉઠ્યો અને એને માટે ધિક્કાર તેમજ ધૃણાની લાગણી મારા સમગ્ર શરીરમાં વ્યાપી ગઈ. પરંતુ સ્ત્રીસહજ લજ્જા, શીલ ને કારણે તેમજ આવે વખતે હસી કાઢવા કરતાં દ્રઢપણે શાંત રહી શકનાર નારીને પછી આવા પુરુષો છેડતા નથી એમ લાગવાથી મેં કહ્યું, ‘મારે આવવું નથી તમે તમારે જાઓ’. એમ કહીને બસની દિશામાં મોઢું ફેરવી એની ઉપેક્ષા દર્શાવી દીધી અને તેથી “ટ્ઠજ ર્એ ઙ્મીટ્ઠજી” કહીને એણે ચાલતી પકડી ત્યારે, આ ચારિત્ર્યહીનને આજે એને માટેની છાપનો પૂરો અંદાજ આપી દીધો છે એવા ખ્યાલથી મન ગર્વથી ઘેરાવા લાગ્યું.
અત્યાર સુધી પોતાની જાતને સાચવી રહેલી તેમજ પાણીમાં રહેવા છતાં હંસ પર જેમ પાણીની કંઈજ અસર થતી નથી તેમ યુવાનોની વચ્ચે રહેવા છતાં તેમને વેંત દૂર રાખનાર શીલા મિ. મહેતાને ઘેર આવતી જતી તેમજ મોડી રાત સુધી રહેતી થઈ ગઈ હતી. એમનું એકબીજાને ત્યાં આવવું જવું સમગ્ર સોસાયટીમાં ચર્ચાનો વિષય બની ગયું. એમના લગ્ન થાય તો કોણ ખાટી ગયું કહેવાય શીલા કે મિ. મહેતા ? ત્યાંથી માંડીને કોણ કોને રમાડે છે એવી જાત જાતની ચર્ચાઓ નવરાશની પળોમાં થવા માંડી. પણ આ ચર્ચાઓ તેમજ આ બંને ને તાકી રહેલા ચહેરાઓથી તદ્દન બેપરવા, બંને પોતપોતાના તાનમાં મસ્ત બનીને ઝુમવા લાગ્યા હતા.
વસુમતિબેન ખાસ કરીને એમના ઉપર ઘણી નજર રાખતા અને કહો ને કે એક જાતની જાસુસી કરતાં હતા. શીલા ક્યારે મિ. મહેતાને ત્યાં ગઈ અને ક્યારે ત્યાંથી બહાર નીકળી તેની તારીખ અને સમય વારની નોંધો એમની પાસે હતી. કદાચ શીલા આ બાબતમાં ભૂલ થાપ કરી બેસે પણ વસુમતિબેનની ભૂલ ન થાય એટલા ચોક્કસ આ મામલામાં હતા. (હિસાબ કિતાબના કાગળો કે ઘરની ટપાલો માટે તેઓ જરાપણ ચોક્કસ નથી એવો એમના પતિદેવનો અભિપ્રાય હતો. પણ એ એક અલગ બાબત છે). તેમણે એક દિવસ મને કહ્યું, “ચારૂબેન ! શીલા તો ગઈ આખી રાત મિ. મહેતાને ત્યાં હતી.”
“ના હોય” મેં કહ્યું “એ કંઈ આ ચારિત્ર્યહીનના પંજામાં ફસાય એમ નથી.”
“લો કરો વાત ! ત્યારે હું કંઈ જુઠું બોલું છું, આખી રાત જાગરણ કર્યુ છે, મેં એ જ જોવા માટે કે એ શીલા કેટલો વખત ત્યાં રોકાય છે. અરે આ જાગરણને કારણે તો સવારમાં દૂધપાકમાં મીઠું નંખાઈ ગયું અને તમારા ભાઈ મને વઢ્યા તે કંઈ એમ ને એમ ?”
વસુમતિબેનની વાત આવી બાબતમાં ચોક્કસ હોય તે છતાં મનમાં થોડી શંકા હતી કે શીલા આટલી બધી આગળ તો ના વધી જાય. પરંતુ મેં જાતે જ જ્યારે એક વહેલી સવારે શીલાને એમના ઘરમાંથી નીકળતી જોઈ ત્યારે લગભગ ખાત્રી થઈ ગઈ કે વાતમાં દમ છે.
મા-બાપથી દૂર રહેતી છોકરી આ દુષ્ટના પંજામાં ફસાઇને બદનામ થઈ જાય અને વળી કંઈ ઉંધુ ચત્તુ થઈ જાય તેમ માનીને તેમજ સોસાયટીના યુવાનીમાં પ્રવેશતા તરૂણો તરૂણીઓને ખોટા સંસ્કાર ન પડે એ આશય એક દિવસ જ્યારે શીલા મારે ત્યાં આવી ત્યારે મેં વાત ઉખેળી.
“શીલા ! તારે માટે અને આ મિ. મહેતા માટે લોકો જાતજાતની વાત કરે છે તને ખબર છે !”
“એમાં ખબર શું હોવાની ? આપણા લોકોને પારકી પંચાતમાં જ વધારે રસ છે. એક છોકરો છોકરી હસીને બોલ્યા નથી કે આ લોકો એ “લફરાબાજ” “ચાલુ” એવા લેબલો લગાવ્યા નથી. પણ હું કંઈ એવા પંચાતીઆઓની કંઈ ફીકર કરતી નથી.”
“પણ સમાજમાં રહેવું અને લોક જીવનની પરવા ન કરવી એ કંઈ બહું સારું નથી. બીજું તો કંઈ નહિ પણ એકવાર નામ બદનામ થઈ જાય તો પછી સારો છોકરો અને સારું ઘર મેળવવું દુર્લભ બની જાય.” મેં એની મોટી બહેન હોઉં તે અદાથી શિખામણ આપતા કહ્યું.
“ચારૂબેન એક સલાહ પૂછું ? હું એની જોડે લગ્ન કરું તો કેવું ?” એણે ધડાકો કર્યો. દોરડું ધારીને સાપ પકડ્યો હોય ને ખ્યાલ આવતા જેમ ચોંકી જવાય તેમ મેં ચોંકીને પૂછ્યું.
“લગ્ન ? અને તે પણ ચારિત્ર્યહીન જોડે ?”
“ચારૂબેન તમે એમને માટે ખોટો અભિપ્રાય બાંધી દીધો છે. એ બોલવા ચાલવામાં જરા ર્િદ્બટ્ઠહૈંષ્ઠ છે. પણ ચારિત્ર્ય અણી શુદ્ધ છે. હું એને ત્યાં આટલો વખત ગઈ અને કેટલી રાતો પણ એની જોડે જોકે અલગ-અલગ રૂમોમાં વીતાવી હોવા છતાં એણે મને કોઈ દિવસ હાથ શુદ્ધા લગાડ્યો” નથી શીલાએ કહ્યું.
માન્યામાં ન આવે એવી, વાત સાંભળીને મારું વિચાર વમળમાં અટવાઇ ગયું. સ્વ અનુભવ તેમજ સોસાયટીના અન્ય પડોશીઓને અવાર નવાર થયેલા અનુભવે મારા મનમાં આ વિચિત્ર માનવી માટે એ ચરિત્ર હીન હોવાની સ્પષ્ટ છાપ અંકિત કરી હતી ત્યારે એની સૌથી નજીક પહોંચી ચુકેલ શીલા એ છાપને ભુંસી નાંખવી પડે એવી વાત કરી રહી હતી.
“મને નથી લાગતું કે મિ. મહેતા વિશેના તારા ખ્યાલો સાચા હોય. કદાચ એ તને ફસાવવા માટે તારી આગળ જુદુ જ રૂપ ધરી રહ્યા છે.” મેં નવો તર્ક આપ્યો.
“ચારૂબેન એક અંગત વાત કહું. કોઈને નહિ કહો તેની ખાત્રી આપો.”
“શી વાત છે ?” મેં ઉત્કંઠાથી પૂછ્યું. “તું તો મારો સ્વભાવ જાણે છે જ કે અહિંની વાત આમ થતી નથી.”
“એક દિવસ હું રાત્રે ત્યાં રોકાઇ હતી ત્યારે મિ. મહેતાએ વિડિયો પર બ્લ્યુ ફીલ્મ અચાનક ચાલુ કરી દીધી. શરૂઆતના ક્ષોભ પછી મને એમાં રસ પડવા લાગ્યો. આમે અમે ડૉક્ટરો આવી બાબતોમાં સહજ રીતે સુંવાળી લાગણીઓ અનુભવતા નથી. પરંતુ તે છતાં ધીમે ધીમે મારામાં અદમ્ય તૃષા જાગી ઉઠી. મારું અંગે અંગ કંઈ અનેરો અનુભવ મેળ્વવા તલપાપડ બની ગયું મારા રોમે રોમમાં....” અને અત્યારેજ ખાસ્સી માદક ઉશ્કેરાટ અનુભવવા લાગેલી શીલાને તરત ખ્યાલ આવ્યો કે એ અત્યારે કોઈ જુદા જ વાતાવરણમાં છે એટલે એણે વાત બંધ કરીને ધીમું હસીને મને કહ્યું, અને તે છતાં એ નિર્વિકારી શાંત સાધુપુરુષનો સંયમ તુટ્યો નહિ.
“શું આ સાચું છે ?” મેં માન્યામાં ન આવતું હોય તેમ પૂછ્યું, “એકાંત, જવાની અને એ બધાને બહેકાવી મુકે તેવી ફીલ્મ છતાં તે શાંત કેવી રીતે રહી શકે ? એક જ શક્યતા છે કે એ કદાચ તારી પરિક્ષા કરવા માંગતો હોય કે તું કેટલી સંયમિત બની શકે છે.”
“તે છતાં એમ બન્યું એ એક હકીકત છે” શીલાએ કહ્યું.
“શું બન્યું ? શું હકીકત છે ?” કહેતા મારા સ્વામી અને પ્રોફેસર ડૉ. જોશીએ પ્રવેશ કરતા અમારી વાતમાં ભંગ પડ્યો.
“કંઈ નહિ અમારી ખાનગી વાતો છે” કહીને મેં વાત વાળી લીધી.
વાત બદલવાના આશયે શીલાએ ડૉ. જોશીને પૂછ્યું “સર છઙ્મઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠ જઅષ્ઠર્રર્ઙ્મખ્તૈજંજ ર્ષ્ઠહકીિીહષ્ઠી આવતી કાલથી જ છે ને ?” “હા કાલથી જ છે. કેમ તમને રસ છે ?”
ર્“ંર અીજ મને ઘણો જ રસ છે. ર્ઁજં-ખ્તટ્ઠિઙ્ઘેટ્ઠર્ૈંહ એમાં જ કરવાનો વિચાર છે.” શીલાએ ઉત્સાહથી કહ્યું.
મારા પતિ દેવે કહ્યું, “તમે ડૉ. આનંદનું નામ તો ત્યારે સાંભળ્યું જ હશે એ આપણે ત્યાં જ ઉતરવાના છે.”
“ઇીટ્ઠઙ્મઙ્મઅ ?” પ્રો. ડૉ. જોશીએ કહ્યું, “એમને મળીને મને ઘણો આનંદ થશે.”
ર્“ંર ર્રુર્ ુહઙ્ઘીકિેઙ્મ !એ મહાન ડૉક્ટર ને જોવા માટે કેટલી ઉત્કંઠા હતી. મને ત્યારે એમને નજીકથી જોવાની અને ભાભીની દયા થઈ જાય તો એમની જોડે વાર્તાલાપ કરવાની કેટલી મઝા આવશે ? શીલાએ ઉમંગમાં આંખો મીંચીને મારા હાથ પકડી લીધા ?.
“એમને ઙ્ઘૈહહીિ જીદૃિી કરવામાં તું મદદ કરજે. મને મદદ થશે. એમ કહીને મેં એની માંગણી મંજુર કરી દીધી ત્યારે તે આનંદમાં ઉછળીને કુદતી બહાર દોડી ગઈ.”
કોઈને ન કહેવાની વાત પણ પતિદેવને કહેવામાં વાંધો નહિ. એ ક્યાં કોઈ છે ? એ તો આપણું જ અર્ધુ અંગ છે ને ? એમ માનીને મેં આ વાત ડૉ. જોશીના ગયા પછી મારા પતિદેવને કહી.
“કદાચ એમ હોય કે શીલા પોતે શુદ્ધ છે અને આવા ચરિત્રહીનના સંગાથે રહીને પણ પોતાને ડાઘ લાગ્યો નથી એમ બતાવાઅ માટે જ બ્લ્યુ ફિલ્મની વાત ઉપજાવી કાઢી હશે અથવા ફિલ્મ જોયાનો પહેલો ભાગ સત્ય અને એની અસરોનો બીજો ભાગ અસ્ત્યોથી ભરપૂર હશે એમ એમણે મંતવ્ય દર્શાવ્યું એ બની જ કેવી રીતે શકે ? આગ અને પેટ્રોલ મળે અને ભડકો ન થાય ? કહેતા દીવાના અને સુનતા ભી દીવાના” - એમણે કહ્યું.
મને પણ આ વાત બરાબર લાગી.
ભાવાવેશમાં આવીને શીલાની વાત આમ માનવા માટે મારું ભોળુ મન તૈયાર થઈ ગયું તે જોઈને મન પર એક જાતનો ગુસ્સો પણ આવ્યો.
બીજે દિવસે ડૉ. આનંદ આવ્યા અને કારમાંથી ઉતરતા હતા ત્યારે અચાનક એમની નજર મિ. મહેતા પર પડી. ડૉ. આનંદના મોં ઉપર પરિચીતતાનો ભાવ તેમજ, “મી. મહેતાના મોં ઉપર આશ્વર્યનો ભાવ ઉપસ્યો ના ઉપસ્યો અને શમી ગયો. મારા ખ્યાલમાં આ વાત તરત આવી નહિ પણ ચકોર નજરના મારા પતિદેવને તરત એમનો ખ્યાલ આવી ગયો. (ભલે હું એમને ન માનતી હોઉં પણ લોકો એમને અમસ્તા જરિેઙ્ઘી નથી માનતા જમતા જમતા એમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો.)”
“તમે મિ. મહેતાને ઓળખો છો ?” એમણે ડૉ. આનંદને પૂછ્યું.
“હા ! વ્યવસાયને કારણે” એમણે કહ્યું.
“કોના વ્યવસાયને કારણે ? એમણે તમારો વીમો ઉતારેલો કે તમે એનો ઉતારી નાંખ્યો ?” મારા પતિદેવે પૂછ્યું.
“એ મારી ટ્રીટમેન્ટ નીચે હતા” ડૉ. આનંદે ધીરેથી કહ્યું.
મનોવિકૃતિ માટે એ એમની ચિકિત્સા હેઠળ હતા એવી મને લગભગ હવે ખાત્રી થઈ ગઈ પણ શીલાની વાત તેમજ તેમાંથી કંઈ જાણવાનું મળે એ રીતે મેં શીલાનું નામ દીધા વગર કહ્યું મારી એક બેનપણી એમની જોડે લગ્ન કરવા માંગે છે.
“એમને કહેજો ર્ઙ્ઘહ’ં ર્ઙ્ઘ ૈં.”
આ ધડાકાથી તેમજ એમના ગંભીર સ્વભાવના માનવી આવી બાબતમાં મજાક તો ન જ કરે એવા ખ્યાલથી અવાક બની ગયેલી શીલા સામે મેં જોયું. શીલા પોતાના મનોભાવ છુપાવવા મથી રહી હતી.
“મેં પણ મારી બેનપણીને એવી જ સલાહ આપી છે. આવા ચારિત્રહીન મનુષ્ય જોડે......” મેં મારી વાત ફરીથી દોહરાવી.
મારી વાત વચ્ચેથી કાપતા “એ ચરિત્રહીન નથી” એમ જ્યારે ડૉ. આનંદે કહ્યું ત્યારે આશ્વર્ય પામવાનો મારો વારો હતો. અને ત્યારે શીલાના મોં ઉપર સંતોષ અને આનંદના ભાવો અપ્રગટ રહી શક્યા નહિ.
મેં જુદા જુદા બનાવો ડૉ. આનંદ આગળ કહી બતાવ્યા અને કહ્યું કે આવા માનવીને ચારિત્રહીન ન કહેવાય તો શું કહેવાય
“ઘણીવાર માનવી જે નથી હોતો તે દેખાડવાનો પ્રયત્ન કરે છે.” ડૉ. આનંદે જવાબ આપ્યો.
“એટલે ?” મેં કંઈક ગુંચવાઇને પૂછ્યું. એટલે દાખલા તરીકે કોઈ માનવી પોતાના રૂપ કે કોઈ ખામીને કારણે લઘુતાગ્રંથી અનુભવતો હોય ત્યારે એ પોતે અહંવાદી હોવાનો, બીજા કરતા પોતે ઊંચી કક્ષાનો છે-બીજા પોતાના કરતા તુચ્છ છે એવો ભાવ ઉપસાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર એ આવા પ્રયત્નોમાં થોડીક વાર “વધારે પડતું” કરી નાંખે છે અને પરિણામે એની જુદી જ ૈદ્બટ્ઠખ્તી અન્ય લોકો ઉપર ઉપસી આવે છે.
“પણ આ માનવી તો આવી કંઈ લઘુતાગ્રંથીથી પીડાતો હોય એમ લાગતું નથી. સરસ દેખાય છે મોહક વાણી છે, વૈભવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવાની છાપ એના વર્તનમાંથી ઉપસે છે.” અત્યાર સુધી શાંતિથી સાંભળી રહી શીલાએ મમરો મુક્યો.
“સિવાય કે જરા વધારે પડતા ર્િદ્બટ્ઠહૈંષ્ઠ વધારે પડતા જીટઅ હોવાનો ભાવ પણ ઉપસે છે.” મેં ફરીથી આ જ મુદ્દા ઉપર ધ્યાન તેમજ ચર્ચાનો દોર કેન્દ્રીત કરવા કહ્યું.
“તમારી કિૈીહઙ્ઘ અંગત છે ?” ડૉ.આનંદે પૂછ્યું.
“હા મારી બેન જ ગણી લો ને” મેં કહ્યું.
થોડી વાર વિચાર કરીને ગંભીર મુદ્રા કરીને એમણે કહ્યું, “દર્દીની અંગત વાતો બીજા આગળ કરવી એ અમારા વ્યવસાયને અનુરૂપ નથી તેમજ દર્દીના વિશ્વાસનો ભંગ કરવા બદલ થોડી ગુનાની લાગણી અનુભવું છું તે છતાં તમારી બેન ને તમે ચેતવી શકો એટલા માટે જ કહું છું. ૐી ૈજ ૈદ્બર્ંટ્ઠહં (એ નપુસંક છે.) એ કોઈ દિવસ એની પત્ની જોડે કોઈ શારીરિક સંબંધ નહિ બાંધી શકે. એનું પહેલું લગ્ન જીવન એ કારણે જ પંદર દિવસમાં વિરછેદ પામી ગયું હતું.”
પીચર પ્લાન્ટ
“યાર, બહુ ભૂખ લાગી છે. કંઈ નાસ્તો કરીએ.” હું અને ર્હ્વૈર્ઙ્મખ્તઅ નો ર્િકીજર્જિ, મારો મિત્ર અશોક હાઇવે પર જઈ રહ્યા હતા ત્યારે અશોકે પેટપૂજાની વાત છેડી. “કોઈ સારી હોટલ દેખાય તો જઈએ” મેં સંમતિ પૂરાવી.
થોડી વારે એક સરસ મજાનો ગાર્ડન, સુંદર લોન, સુશોભિત ફુલછોડવાળી “મોટલ ડ્રીમલેન્ડ” પર નજર ઠરી અને અમે અંદર ગયા.
હોટલની અંદરની પણ સુંદર સજાવટ, મોર્ડન ફર્નિચર જોતા જ ખ્યાલ આવી ગયો કે જેણે પણ બનાવી હશે તેણે આ હોટેલ પાછળ સારા એવા પૈસા ખર્ચ્યા હશે. દિવાલ પર એક સુંદર ફોટોગ્રાફ હતો જેમાં કોઈ આકર્ષક વનસ્પતિનું ફુલ હતું. મેં અશોકને તે બતાવીને પૂછ્યું “આ શું છે ?” એણે કહ્યું, “આ પીચર પ્લાન્ટ નામની વનસ્પતિ છે. આળિકામાં થાય છે. આ ફુલના સુંદર દેખાતા મોઢા આગળ કોઈ જીવજંતુ બેસે કે તરત એમાંથી ઝરતા લપસણા રસને કારણે તે જંતુ ફુલના તળિયામાં જઈને પડે. એના મોઢા ઉપર એક ઢાંકણ હોય છે તે તરત બંધ થઈ જાય છે. અને એ વનસ્પતિ તે જંતુનો રસ ચુસી લે છે.” અશોકે કહ્યું, “કુદરતમાં જાતજાતના શિકારીઓ હોય છે. આ વનસ્પતિ તેમાંની એક છે.”
“અમેરિકામાં તો આવા જીવતા જાગતા પીચર પ્લાન્ટો ઘણા છે. આપણા ઇન્ડિયન ભોળા બહુ તે એમાં ફસાઇ પડે” પોતાની મુરખાઈને ભોળપણમાં ખપાવનાર કોણ છે એ જોવા અમે અવાજની દિશામાં જોયું તો જીન્સ ટી શર્ટમાં સજ્જ એક પ્રૌઢ માણસ અમારી સામે સ્મીત વેરી રહ્યો હતો.
“હોટલ બહુ સરસ છે.” મેં એને અભિનંદન આપતા કહ્યું.
“તમને ગમી ? આભાર.” એણે મારી સાથે હાથ મીલાવતા કહ્યું.
અમે વાતે વળગ્યા. તેનું નામ ભોગીભાઈ પટેલ અમેરિકામાં ડેલી સીટીમાં મોટલ ધરાવનાર આ એન.આર.આઇ. (નોન રેસીડેન્ટ ઇન્ડિયન) હવે કાયમ માટે ભારતમાં સ્થાયી થવાનો વિચાર કરતા હતા. વાતવાતમાં મેં એને કહ્યું “તમે અમેરિકામાં શેરમાં રોકાણ કરો ૩૦થી ૪૫ દિવસમાં તમે ૩૪ ગણા પૈસા કમાશો.”
પૈસા કમાવાની વાત આવી એટલે ભોગીભાઈની આંખમાં એક ચમકારો થયો. મેં અને અશોક બંનેએ તરત આ ચમકારાની નોંધ લીધી.
“મારી પોઈરીને બોલાવું, તેને તમારી વાતો સાંભળવાની મજા આવશે.” અને એણે ઇન્ટરકોમ પર વાત કરી. થોડી વારમાં પોની ટેઈલ સ્લેક્સ અને “હ્વટ્ઠઙ્ઘ ર્હ્વઅ” ના લખાણવાળું ટી શર્ટ પહેરીને હાથમાં વિડિયો કૅમેરા લઈને એક ૧૭-૧૮ વર્ષની યુવતી આકર્ષક અદામાં દાદર ઉતરી આવી.
વિડિયો ચાલુ કરતા પહેલા મારી પરવાનગી લેવા જેટલી તે વિવેકી છોકરી લાગી. તેણે વિડિયો ચાલુ કરતા કહ્યું, “દ્બટ્ઠઅ ૈં ? (હું વિડિયો ઉતારી શકું. ?)”
આ અમેરીકન આગળ સુપર અમેરિકનનો ડોળ કરીને મેં કહ્યું “શા માટે નહિ. ?”
ભોગીભાઈએ કહ્યું એનું નામ ડોલી છે. અને મારી ઓળખાણ કરાવતા કહ્યું, “આ મીસ્ટર...” અને આગળ બોલે તે પહેલા મેં કહ્યું “દીપક શેઠ” ડોલીએ “હાય....” કરીને અમારા બંને તરફ મારકણું હાસ્ય વેર્યું.
ભોગીભાઈએ આગળ ચલાવ્યું “આ ભાઈ “સાઇકીક” (જ્યોતિષી ) છે.” “રીયલી !” પેલીએ આશ્વર્ય વ્યક્ત કર્યું. દીકરીનું નામ ડોલી અને હોટલનું નામ ડ્રીમલેન્ડ એટલે ‘ડ’ અક્ષર આ મી. ભોગીભાઈનો ખાસ માનીતો હશે. એમ માનીને મેં કહ્યું “તારા ડેડી પુષ્કળ પૈસા કમાશે.” “ર્ૐુ હૈષ્ઠી, ૈં ર્ઙ્મદૃી ર્દ્બહીઅ” પેલીએ જવાબ આપ્યો. “તમે ‘ડ્ઢ’ થી ચાલુ થતા શેરમાં રોકાણ કરો. મહિનામાં તમે માલામાલ થઈ જશો. ‘ડ્ઢ’ નામ વાળી સંસ્થા, શેર કે વ્યક્તિ તમને હંમેશા પૈસા આપી જશે.” મેં ભોગીભાઈ માટે ભવિષ્યવાણી કરી.
“મારે માનવું જોઈએ તમે જબરૂ શાસ્તર જાણો છો”, ભોગીભાઈએ કહ્યું.
ડોલીએ પૂછ્યું “તમને કેવી રીતે ખબર પડે છે ! તમે અમારો ‘પા’મ તો જોયો નથી.” મેં એને જણાવ્યું કે મને અંતસ્ફુરણા થાય છે.
એણે ડેડીને પૂછ્યું “ડેડી ુરટ્ઠં ૈજ ંરટ્ઠં અંત... શું” અને મારી તરફ જોઈને બોલી “શુંર્ ુઙ્ઘિ તમે વાપઇરીઓ ?” મેં કહ્યું મને ૈહેંૈર્ૈંહ થાય છે. ભોગીભાઈએ એને અભિનય સાથે સમજાવતા કહ્યું “હાર્ટ માંથી અવાજ આવે છે.”
“ઓહ, યાહ, મને સમજ પડી આપણા ઇન્ડિયામાં ઘણા લોકો આ શાસ્તર જાણે છે પણ મને એમ ખ્યાલ હતો કે, “લાલ કપડાં પહેરેલા હોય અને કપાળમાં કંઈક ર્ઙ્ઘં (બિંદી) કરે છે. શું કરે ડેડી તે લોકો ?”
“તિલક કરે” મેં કહ્યું “પણ ફક્ત એ લોકો જ જાણે એવું કંઈ નથી આ તો ર્ખ્તઙ્ઘ ખ્તૈકં છે.”
અને પછી મારા વકતવ્યથી અંજાઇ ગયેલા આ પિતા પુત્રીને મેં ધુમધડાકે જુદી જુદી ભવિષ્યની વાતો જણાવી. ડોલી માટે મેં તર્ક લગાવ્યો કે આ ઉંમરની છોકરી હોય એટલે કંઈક લફરૂ કરી ચૂકી હશે અને ત્યાં ભાગ્યે જ આવા લફરા સફળ થતા હોય એમ માની મેં કહ્યું, “ર્ઙ્ઘહ’ં િંેજં ર્એિ િીજીહં ર્હ્વઅ કિૈીહઙ્ઘ” (હમણાના તારા પુરુષ મિત્ર પર વિશ્વાસ ના રાખીશ). સનાતન સત્ય જેવા આ વાક્યથી તે અંજાઇ ગઈ.
“ર્રૂે ટ્ઠિી ખ્તિીટ્ઠં-જૈદ્બઙ્મઅ દ્બટ્ઠદૃિીર્ઙ્મેજ” (તમે બહુ મહાન છોઅદ્ભુત છો) તેના આ વખાણ બદલ આભાર માન્યો ને અલક મલકની અર્ધો એક કલાક વાત કરીને અમે જવાની તૈયારી કરી, ત્યારે એ બંને જણા મારાથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયા હતા.
“મારું બીલ કેટલું થયું !” અમે લીધેલા લંચ માટે મેં બીલ માંગ્યું. ભોગીભાઈએ જવાબ આપ્યો. અરે શેઠ સાહેબ પૈસાની વાત નો કરો એને મારા તરફની યાદગીરી સમજો.
મેં વિવેક ખાતર થોડો આગ્રહ કર્યો પણ તેણે પૈસા ના લીધા તે ના જ લીધા. બહાર નીકળતા પહેલી વખત અશોકે મારું પણ નામ ‘ડ્ઢ’ થી ચાલુ થતું હતું તેથી ર્ઝ્રદ્બદ્બીહં કરી. “તમને આ વખતે તો ‘ડ્ઢ’ થી પૈસાનો ફાયદો થવાને બદલે ખોટ ગઈ.”
ખડખડાટ હસતા ભોગીભાઈ બોલ્યા “ર્જદ્બીૈંદ્બીજ ૈં રટ્ઠીહજ” (કોઈવાર એવું પણ બને). ડોલીએ મને કહ્યું, “તમારું કાર્ડ છે ! મને તમને મળવું ગમશે. તમે બહુ મજાના માણસ છો.”
ખિસ્સામાંથી મારું વિઝીટીંગ કાર્ડ કાઢીને મેં આપ્યું. અને અમે બંનેએ બાય બાય કરતા અમારી કારમાં બેસીને કાર ચાલુ કરી ત્યારે બંને જણા અહોભાવથી સ્મિત વેરતા અમને જતા જોઈ રહ્યા.
કારમાં અશોકે કહ્યું “યાર તું આટલું સારું ભવિષ્ય જાણી શકે છે તે તો આજે જ ખબર પડી.” મેં હસતા હસતા કહ્યું “મને તો જ્યોતિષનો કક્કો પણ નથી આવડતો પણ આવા મુરખ લોકો દુનિયામાં ઠેર ઠેર પડ્યા છે. જરા છટાદાર બોલવાની આવડત હોય તો ગમે ત્યાં આપણી જગ્યા થઈ જાય. મફતમાં આવી રીતે લંચ પણ મળે અને સુંદર યુવતીઓ આજુબાજુ ટોળે વળીને મસ્કા મારે, એ બધું આ શાસ્ત્ર ને પ્રતાપે છે.” પોતાને આ શાસ્ત્ર આવડતું ન હોવા બદલ પસ્તાઇ રહેલા અશોકને મેં કહ્યું તું મારી જોડે થોડા દિવસ ફર્યા કર. “તું પણ એક્ષપર્ટ થઈ જઈશ. દુનિયા ઝુકતી હૈ-ઝુકાનેવાલા ચાહીયે.”
દોઢ-બે મહિના થયા હશે, હું અને અશોક મારી ઑફિસમાં બેઠા બેઠા મેચ જોતા હતા, ત્યાં એક રજીસ્ટર્ડ કવર આવ્યું. મોકલનાર તરીકે ડ્રીમલેન્ડ હોટલવાળા ભોગીભાઈ હતા. થોડીક ઉત્કંઠા સાથે મેં કવર ખોલ્યું. અને મારા મોતીયા મરી ગયા, ભોગીભાઈએ નોટીસ મોકલાવી હતી તેમાં લખ્યું હતું કે મેં આપેલી સલાહ પ્રમાણે એમણે “ઙ્ઘટ્ઠઙ્મઙ્મટ્ઠજ ૈહજિંેદ્બીહં ર્ષ્ઠ” ના શેર લીધા હતા અને એના ભાવ ડાઉન થઈ જતા એને ઘણી મોટી ખોટ ગઈ હતી. એ ઉપરાંત, અમેરિકા આવવા જવાનો ખર્ચ તેમજ અહીંની હોટલના એટલા દિવસની આમદાનીનું નુકસાન મળીને દસ લાખ રૂપિયાનો દાવો મારા ઉપર માંડવાની ધમકી હતી.
મેં વકીલને ફોન કર્યો એણે કહ્યું દીવાની દાવો હોય તો વર્ષો નીકળી જાય પણ છેતરપિંડીનો કેસ કરે તો તરત જેલમાં જવાનો વારો આવે. પણ મારી સલાહથી જ આ પગલું એણે ભર્યું છે એવું એ કેવી રીતે સાબિત કરી શકે ? ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે વિડિયો ઉતારી રહેલ એની દીકરી ડોલી સાક્ષી પૂરી શકે અને વિડિયોમાં મેં જે ધુમધડાકા કર્યા હતા તે મારી વિરુદ્ધનો જબરજસ્ત પૂરાવો બની શકે એમ હતું. વકીલે મને કહ્યું “સમાધાન કરી લે. નહિ તો કોર્ટમાં તમારી વિરુદ્ધનો ચુકાદો આવશે. બરબાદ થઈ જશો.”
કરોળીયાના જાળામાં સપડાયેલી અને મુક્ત થવાના ફાંફા મારતી માખી જેવી મારી મનોદશા થઈ ગઈ. હું અને અશોક ફોન કરીને પાછા એને મળવા ડ્રીમલેન્ડ હોટલ પર ગયા. ત્યારે એણે એક દોઢ કલાક સુધી મને લબડ ધક્કે લીધો અને જીહા-જીહા કર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો રહ્યો નહોતો. દોઢ-બે કલાક ને અંતે જેમ તેમ કરગરીને, પગે લાગીને, ભાઈ બાપા કરીને રૂ. દસ હજારમાં સમાધાન કર્યું.
રૂ. દસ હજાર આપીને મેં કહ્યું, “મને એ કેસેટ આપી દો”, ભોગીભાઈએ કહ્યું મારે એની જરૂર પણ નથી. ડોલી અંકલને કેસેટ આપી દે.” દુનિયાની મોંઘામાં મોંઘી કેસેટ લઈને હવા નીકળી ગયેલા ચીમળાયેલા ફુગ્ગા જેવું મોઢું લઈને હું અને અશોક બહાર નીકળતા હતા. ત્યારે એ ખડખડાટ હસતી ચુલબુલીનો અવાજ સંભળાયો. ‘ડેડ, ‘ડ્ઢ’ નામની વ્યક્તિ તમને પૈસા આપી જશે તે સાચું પડ્યું. તમે તો શેરમાં રોકાણ પણ કર્યું નથી કેમ ના ?”
“યસ માય ડોલ-આવા લોકો પર વિશ્વાસ કરાય ? ખાડામાં ઉંધા પડી જઈએ” ભોગીભાઈએ પણ હસતા હસતા જવાબ આપ્યો.
હવે અશોકથી ના રહેવાયું, “હવે તો ઇન્ડિયામાં પણ પીચર પ્લાન્ટના દર્શન થયા.”
ભોગીભાઈ કહે, “આપણા ઇન્ડિયન ભોળા બહુ હોય છે. દસ હજાર રૂપિયા તમને સ્માર્ટ બનાવવાની ફી તરીકે તમે મને આપ્યા એમ ગણી લેજો, ઓ.કે. ?”
બદલો
કેતન અને હિના રોજ સવારે ૯.૩૭ની અંધેરી-ચર્ચગેટ ફાસ્ટ પકડતા. શરૂઆતમાં તો તેઓ અલગ અલગ ડબ્બામાં જતા પણ એકવાર ઓળખાણ થયા પછી તો હંમેશા સાથે જ જતા. આ ટ્રેન એમને ઑફિસ શરૂ થવાના ૨૦ મિનિટ વહેલી પહોંચાડતી. અને તેથી તેઓ હંમેશા કૉફી કે હળવો નાસ્તો સાથે જ કરતા. આ જ રીતે જમવાનું પણ સાથે જ રહેતું.
સ્વાભાવિકપણે પરિચય મૈત્રીમાં અને મૈત્રી પ્રેમમાં ફેરવાઈ ગઈ. પછી તો રજાને દિવસેર્ કકૈષ્ઠીર્ ુિા અને ુીીા ીહઙ્ઘજ પર પણ કંઈ કામનું બહાનું કાઢી તેઓ અંગત પળો પણ માણતા થઈ ગયા. અને હવે તો એવી સ્થિતિ આવી ગઈ હતી કે બંને એ એકબીજા વગર નહિ રહેવાના કસમ ખાધા હતા. બંનેના કુટુંબીજનો પણ આધુનિક હતા. અને તેથી લગ્ન કરવાની અનુમતિ મેળવવામાં વાંધો આવે તેમ નહોતો. પરંતુ બંને જણાએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કેતનની નોકરી પાકી ન થઈ જાય અને પોતાનું ઘર વસાવી શકે નહિ ત્યાં સુધી લગ્ન કરવા નહિ.
અને અચાનક એક દિવસ, બે દિવસ, ઘણા દિવસ અને હિના ૯.૩૭ની ટ્રેનમાં આવતી બંધ થઈ ગઈ. કેતને ઘણા ફોન કર્યા પણ દરેક વખતે કંઈ કંઈ નજીવા બહાના જ સાંભળવા મળતા. પછી તો એના મોબાઈલ કોલ્સ પણ “ફોન સ્વીચ ઑફ છે” એમ સંદેશ આપવા માંડ્યા. કેતને બે-ત્રણ વાર એની ઑફિસમાં તપાસ કરી ત્યારે ખબર પડી એણે એ નોકરી છોડી દીધી છે. કેતનને ઘણી જ નવાઈ લાગી. નોકરી છોડવા જેવી મહત્ત્વની વાત હીના એને કહેજ નહિ તે માન્યામાં આવતું નહોતું. પરંતુ ભૂતકાળમાં બે ત્રણ બનાવો એને યાદ આવ્યા જેમાં હીના સત્ય બોલતી નહોતી એમ એને લાગ્યું હતું. પરંતુ તે વખતના પ્રેમના ભાવાવેશમાં આ બાબતે ઝઘડો કરવાની એની ઇચ્છા નહોતી.
શરૂઆતનું ચિંતાનું સ્થાન હવે ગુસ્સાએ લીધું અને એણે આ અંગે તપાસ કરવાનું નક્કી કર્યું. રાતોની રાત એ મટકુ માર્યા વગર વીતાવતો. કામમાં બેધ્યાનપણા માટે બે મેમો પણ મળી ચુક્યા હતા. આથી પંદરેક દિવસ રાહ જોયા પછી એણે પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લેવાનું વિચાર્યું.
જોસેફ એન્ડ કું.એ જાસૂસીની દુનિયામાં ઘણું જાણીતું નામ હતું. તલસ્પર્શી તપાસ, ઉપરાંત પોતાના ગ્રાહકને જરાપણ મુશ્કેલી ન પડે તેવી રીતે તેઓ તપાસ કરતા અને તેને કારણે લગભગ ૫૦ તરવરીયા યુવક-યુવતીઓનો સ્ટાફ આ કંપનીમાં કામ કરતો હતો.
હીના અંગે તપાસ કરવાનું કામ મેરીને સોંપવામાં આવ્યું. કારણ કે પરુષ જો એનો પીછો કરે તો વહેલા મોડી ખબર પડી શકે એમ હતું. અને ત્યારે એ ઓપરેટરને મુશ્કેલી પડી શકે એમ હતું.
મેરીએ હીનાની જુની ઑફિસમાંથી તપાસ શરૂ કરી અને બીજા દિવસે તે એનું ઘર ખોળી શકી. ત્યાં વોચ રાખીને એણે હીના ઉપર નજર રાખવાનું શરૂ કર્યુ. હીના ઘરેથી નીકળતી અને બસ સ્ટેન્ડ પાસે પહોંચે કે તરત જ એક મ્.સ્.ઉ. કાર ત્યાં આવી જતી અને તેમાં બેસીને તે જતી રહેતી. થોડી તપાસને અંતે એને બધીજ માહિતી વિગતવાર મળી ગઈ. અને પોતાની પાસેના મોબાઈલ અને ફાઉન્ટેન કૅમેરાની મદદ વડે તે સાબિતી પણ મેળવી શકી.
હીનાને એક નવો યુવાન મિત્ર મળ્યો હતો. જે આ કારનો માલિક હતો. અને પોતાને બિઝનેસમેન કહેવડાવતો. તેનું નામ મયંક હતું. પણ વધારે છાનબીન કરતા મેરીને ખ્યાલ આવી ગયો કે તે તો એક ચલતા પૂર્જા જેવો યુવાન હતો. જેની હીના ઉપરાંત બીજી પણ બે ત્રણ યુવતીઓ જોડે સંબંધો હતા. પણ દરેક યુવતી એમ જ માનતી કે મયંકને તેની સાથે જ પ્રેમ હતો. મયંકનુ આવકનું ખાસ કંઈ સાધન નહોતુ પણ તે મિ. નટવરલાલની
માફક જુદા જુદા લોકોને જુદી જુદી રીતે બાટલીમાં ઉતારી લેતો. એનો આકર્ષક ચહેરો, વાકપટુતા વિ.ને કારણે જ્યારે ભોળી-પ્રેમ ભૂખી છોકરીઓને પટાવતા એને વાર લાગતી નહોતી. એ છોકરો દારૂ અને વેશ્યાનો પણ શોખીન હતો.
આખરે પંદર દિવસને અંતે મેરીએ પોતાનો રિપોર્ટ પોતાના બોસને આપ્યો. મિ. જોસેફે કેતનને બોલાવ્યો અને આ રિપોર્ટ સાથે મેરીને પણ ત્યાં હાજર રાખી જેથી વધારે માહિતી જોઈએ તો પણ તે આપી શકે.
કેતનને હવે તો બદલો લેવાની અદમ્ય ઇચ્છા હતી જ તેમાં પૈસા ખાતર હીનાએ એને જે દગો દીધો હતો તેણે આગમાં પેટ્રોલનું કામ કર્યું હતુ.
બધી વાત પૂરી થઈ ત્યારે એણે મેરીને કહ્યું, “તમે આપેલા ફોટા વિ. હવે હું હીનાને બતાવીશ અને કહીશ કે તે કેવો છોકરો પસંદ કર્યો છે તે જો.”
મેરીએ શાંતિથી પૂછ્યું, “કેમ ?” કેતને કહ્યું, “મારે બદલો લેવાની તીવ્ર ઇચ્છા છે.” મેરીએ કહ્યું, “તમે સાબિતી આપશો અને એ તમારી પાસે પાછી આવે પણ ફરીથી બીજા જોડે નહિ ચાલી જાય એની શું ખાત્રી ? મારી સલાહ માનો, હીનાને દારૂ માટે અત્યંત નફરત છે અને તેથી એને ખબર પડશે કે મયંક દારૂ પીવે છે તો એને મયંક માટે નફરત થઈ જશે. બદલો લેવા માટે ઉત્તમ કાર્ય હીનાને મયંક જોડે લગ્ન કરી લેવા દો.”
ભમરિયો કૂવો
દીપક અને જગુ એક જ ફળિયામાં ધૂળમાં રમેલા. ગધેડાને પૂંછડે ડબલા બાંધી એને દોડાવી આનંદ માણતા. ભર ઉનાળે લુના વાયરા વાતા હોય ત્યારે આંબાની ઘટાટોપ આંબાવાડીયામાં કાચી કેરી તોડી, ઘરેથી પડીકા બાંધીને લઈ ગયેલા મીઠું-મરચું ભભરાવી ખાતા અને આનંદ કરતા કરતા સાથે જ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી. પણ ત્યાર બાદ બંનેના રસ્તા ફંટાયા.
દીપકે આ આગળ ભણવાનું ચાલુ રાખ્યું. અને જગુએ બાપના લગભગ ૪૦-૫૦ વિઘા જેટલા ખેતરો અને ખેતી સંભાળવી પડી. પણ બંનેની મૈત્રી એવી જ અતૂટ રહી, દીપક ઘણીવાર કહેતો, “બાળપણની મૈત્રી જ સાચી મૈત્રી છે. કોઈ જાતનો સ્વાર્થ નહિ, કોઈ ગણિત નહિ. મોટા થયા પછી તો નફા-નુકસાનના ધોરણે જ સંબંધો બંધાય અને તૂટે.” એન્જિનિયર થયા પછી દીપક પરદેશ વસ્યો અને ત્યાં સારી નોકરી મળતા સેટ થઈ ગયો. પરંતુ બેત્રણ વર્ષે વતનની યાદ એને ગામ તેડી લાવતી ત્યારે જગુની વાડીમાં આવેલ ઘરના પરસાળમાં ધુળીયા હિંચકે ઝુલતા. ઝુલતા બંને સુખ દુઃખની વાતો કરતાં. પાકથી લચી પડતા ખેતરો, પાણી વાળતા મજૂરો, નિંદામણ દૂર કરતી સ્ત્રીઓ અને મેલા ઘેલા કપડાં પહેરી, અર્ધ નાગા, ગંદા ટાબરીયાઓ જોડે લખોટે રમવામાં એને કોઈ સંકોચ નહોતો નડતો. બલકે ભૂતકાળની સ્મૃતિઓ જીવંત થતા અનેરો આનંદ આવતો.
“ઓણ સાલ તો હવે ઘઉં લણવાનું મશીન લાવવું છે. ધીરે ધીરે આધુનિક ખેતી તરફ જવું છે.” જગુએ વાત વાતમાં દીપકને કહ્યું.
પાસે જ તુવર ફોલી રહેલા જગુના માતૃશ્રી ગજરાબેને કહ્યું.
“પછી આપણા “દુબળા” નવરા પડી જશે તેનું શું ?” “કામ ઓછું કરે અને પૈસા તો પૂરા આપવાના, પોસાય ની ધીરે ધીરે બે ત્રણ જણને રાખવા છે. બીજાને છુટા કરશું.” જગુએ પોતાનો પ્લાન સમજાવ્યો.
“પેલા ઠાકોરની દીકરી પણવાની સે. ઓલ્યા ભુરીયાની બૈરી માંદી છે - તેને ઑપરેશન કરવાનું સે. મગનકાકા હવે ઘરડા થયા-એ બધા ચ્યાં જસે. ? સું કરશે ?” ગજરાબેને એમના જ કંપાઉન્ડમાં કાચી પાકી ખોલીઓમાં રહેતા વર્ષો જુના મજૂરોની વ્યથા રજૂ કરી.
“આપણું ઘર કંઈ પાંજરાપોળ થોડી સે.” મગનકાકાથી કામ નહિ થાય તે કંઈ આપણો વાંકગુનો છે ? એમ બધાની પંચાત કયાં કરવાની ? “ જગુએ ફરીથી વ્યવહારીક બનતા જવાબ આપ્યો.
ગજરાબેને હવે તુવેર ફોલવાનું ઊંચું મુક્યું. ઊભા થઈને બંને બેઠા હતા તેની પાસે આવીને ઊભા અને થોડેક ઊંચે સાદે બોલ્યા, “આ કંઈ પારકા થોડા સે ? આ તો આપણા ઘરના કેવાય. તું નાનલો હતો અને માંદો પડેલો, ડોળા ચઢી ગયેલા, અંધારી રાત, પુષ્કળ વરસાદ તેમાં નદી તરીને દાક્તરને તેડી લાવેલા તે ગણ ભૂલી જ્યો ?”
“તે તેના પૈસા આપણે આપતા નોતા ?” જગુએ પણ સામે કહ્યું.
“પૈસા આલ્યા એટલે ઉપકાર વસુલ થઈ ગયો કે ? તું શું કે છે દીપક ?” ગજરાબેને દીપકને પોતાની વાતમાં ખેંચ્યો.
“દીપક તું જાણે છે - સરકારી નિતિ બદલાઈ છે. આ પેલું શું કહે છે ઉદારીકરણને એવું બધું. આપણે ખર્ચા ઘટાડીએ નહિ તો હરીફાઈમાં કેમ કરીને ટકવાના ? એમનું જોવા જઈએ તો આપણને માર પડે.” જગુએ ટૂંકમાં ઇકોનોમિક્સ સમજાવ્યું ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને પરિણામે પોતાના અન્ન પેદાશ મોંઘા હોય અને પરદેશથી સસ્તુ અનાજ આવતું થશે તો એ વેચાશે કેમ કરીને એવી ચિંતા એને સતાવતી. એટલે પોતાના મજૂરો પ્રત્યે લાગણી હોવા છતાં એમને છુટા કર્યા સિવાય અને વધારે યાંત્રિક ખેતી કર્યા સિવાય છુટકો નથી એની ખાત્રી જગુને થઈ ગઈ હતી, બા તને તો ખબર નથી. પિયતના દર વધ્યા સે, વીજળી મોંધી થતી ચાલી, ખાતર-બિયારણની સબસીડી દૂર થઈ જઈ તું કહે આજે શું કરવાનું ? “
“તે મને કંઈ ખબર નથી-હું તો એટલું જાણું આવડા બધા લોકોને કાઢી મુકી રસ્તે રઝળતા કરી દેવા તે પાપ છે, એમના નિસાસા આપણને સુખી ન કરે.” ગજરાબેને ઢીલાશ સાથે કહ્યું. “જો બા એ પાપ-પુણ્યની વાત ભૂલી જજો. એમના તકદીરમાં હશે તો ભગવાન એમનું ધ્યાન રાખશે. એ ચિંતા આપણે કરવાની નહિ.” જગુએ ઈશ્વર પ્રત્યે વધતી જતી અશ્રદ્ધા સાથે કહ્યું. ગજરાબેન પાસે લાગણી-દયા-મમત્વ સિવાયની કોઈ દલીલ નહોતી એટલે દીપકને ફરી વાતમાં ખેંચતા કશું, “દીપક તું શું કહે છે ?”
અત્યાર સુધી ખામોશી જાળવી વાત સાંભળી રહેલા દીપકે કહ્યું.
“જો જગુ-ઈશ્વર, પાપ, પુણ્ય વિ. વાતોમાં તો મને વિશ્વાસ નથી પરંતુ અમેરિકામાં આટલા વર્ષો મેં વિતાવ્યા છે. ત્યાંના સમાજ, તેની હતાશા, તેને પરિણામે નીપજતી પ્રતિક્રિયાઓ મેં જોઈ છે. ત્યાંના ટાબરીયા કારણ વગર નિશાળમાં બંદુકબાજી કરે છે. ફક્ત ડૉલરને કારણે મા-બાપ, પત્ની, પ્રેયસીની લાગણીઓ તરછોડાતી જોઈ છે. બીજાનું જે થવાનું હોય તે થાય પણ હું કેમ કરીને વધારે મેળવું એવી મનોદશા વધતી જાય છે.” દીપકે પશ્ચિમની સંસ્કૃતિ ભૌતિક વિચારધારાના પરિણામ સ્વરૂપ સામાજિક છિન્નભિન્નતા પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો.
ગજરાબેને પોતાની વાતનું બીજી રીતે સમર્થન મળતા તે જરા જોશમાં આવ્યા. તે બોલ્યા, “જો જગુ, આ તો ભમરીઓ કૂવો સે. એકવાર એમાં પગ પડ્યો તો તું પણ ડુબશે અને તારી સાથે અમને પણ ડુબાડશે.”
દીપકે પોતાની વાત આગળ ચલાવી, “અર્થશાસ્ત્રની રીતે તારી વાત સાચી છે જગુ પરંતુ બેકારી તેમજ યાતના ભર્યા જીવનને પરિણામે થનારી પ્રતિક્રિયાનો વિચાર કર્યો છે ? આ જ તારો ઠાકોર જે વર્ષોથી તારે માટે કુટુંબ માટે પોતાના જાનની બાજી અત્યારે લગાવવા તૈયાર છે તે ભૂખે મરસે, એના છોકરા જીવવા માટે ફાંફાં મારસે ત્યારે ધારીયું લઈને ફરી વળશે ત્યારે શું કરીશ ? આજે માજીને અને બૈરી છોકરાને અહીં આ બધા વચ્ચે મુકીને તારે બે દિવસ બહાર જવું હોય તો તને વિચાર સુદ્ધા નથી આવતો. પછીથી એક કલાક એમને રેઢા મુકાશે ?”
દીપકની વ્યવહારીક વાત સાંભળી જગુ મુંઝાયો. “ત્યારે મારે શું કરવાનું ?”
“જો જગા આપણે થોડું ખાવાનું અને થોડામાં સંતોષ માનવો. આ બધા આપણા જણ સે એમની જોડે જ જીવવાનું અને એમની જોડે જ મરવાનું.” ભગવાન તેમાં જ રાજી રહે. ગજરાબેને સનાતન સત્ય સમજાવ્યું.
ઢીલા સાદે જગુએ કહ્યું, જોઈશું-વિચારીશું, મોત તો બંને બાજુ છે.
“ના જીવનની શાંતિ તો આ બાજુ જ છે.આજે નહિ તો કાલે આ સત્ય સ્વીકાર્ય સિવાય આપણી પાસે બીજો વિકલ્પ નથી.” દીપકે પણ ગજરાબેનનું સમર્થન કારતાં કહ્યું.
એટલામાં થોડા કોલાહલ અને ચીસાચીસના અવાજ સાંભળી જગુએ દૂર ઊભેલા એક નોકરને બૂમ મારી “એલા શું છે લ્યા ?”
“ભાઈ, બાબભાઈ કૂવામાં પડી જ્યા સે.” ચિંતિત ઉતાવળે સ્વરે દોડતા દોડતા ભીખલાએ કહ્યું. પોતાનો ૩-૪ વર્ષનો પુત્ર શૈલેષ કૂવામાં પડી ગયો છે. સાંભળતા જ જગુના હોશકોશ ઉડી ગયા. તે, દીપક, ગજરાબેન તેમજ બીજા બધા દોડતા દોડતા કૂવા તરફ ગયા.
તે દરમ્યાન રવલો કૂવામાંથી પાણી કાઢવાના દેગડા સાથે બાંધેલ મજબૂત દોરડાને પકડીને કૂવામાં ઉતરી પડ્યો હતો. ડુબતા શૈલેષ ને એક હાથમાં પકડીને બીજા હાથે દોરડું પકડી લટકી રહેલા રવલાને જોઈને ભીખલાએ બૂમ મારી. “સાહી રેજે રવલા - તને ઉપર ખેંસીયે સે..”
રવલાએ હવે શૈલેશને પોતાના બગલમાં બરાબર પકડીને દોરડાને પણ બંને હાથે પકડી રાખયું. અને જેમ જેમ દોરડું ખેંચાતું ગયું તેમ તેમ કૂવાની ભીંતે પગ ટેકવી ટેકવીને કૂવાની ધાર પાસે આવી પહોંચ્યો. જગુએ તરત શૈલેષને તેમજ રવલાને ઉપર ખેંચી લીધા. શૈલેષને સાજો નરવો જોઈ ગદગદિત કંઠે બોલી ઉઠ્યો, “રવલા, તું ન હોતે તો આજે શૈલેષ ની બચવાનો હતો. હારું થયું તને તરતા પણ આવડતું હતું.”
ભીખલાએ રવલાને બદલે જવાબ આપ્યો. “એને વળી તરતા ક્યાં આવડે સે ?”
દીપકે પૂછ્યું “તરતા નથી આવડતું તો પણ કૂવામાં ઉતરી પડ્યો ?”
રવલાએ જવાબ આપ્યો, “બાબભાઈ પડી જ્યા ત્યાંણ વિચાર કરવા થોડું રોકાવાય ?” પોતાના જાનની બાજી લગાવીને પોતાના પુત્રને બચાવનારને જગુ અશ્રુમિશ્રિત આંખે જોઈ રહ્યો અને ગજરાબેનની આંખો જાણે જગુને ઠપકો આપી રહી હતી, “આ વફાદારીનું શું મૂલ્ય હોય ?”
મેરા દર્દ ન જાણે કોઈ
ડિક્ટેશન લખાવતા લખાવતા આંટા મારતા જવાની અને તેમ કરતા કરતા મારી ખુરશીની પાછળના હ્વટ્ઠષ્ઠા િીજં ઉપર હાથ ટેકવી, મેં શું લખ્યુ છે તેના ઉપર નજર નાંખવાની મારા બોસ પટેલ સાહેબને ટેવ હતી. ઊંચું, સુદ્ધઢ ગૌર શરીર તેમજ દરેક સંપત્તિવાન પાસે હોય છે, તેવા સ્વચ્છ દ્બટ્ઠંષ્ઠરૈહખ્ત પહેરવેશ સાથે પટેલ સાહેબ એક પ્રતિભા સંપન્ન પુરુષ હતા. ફેક્ટરીમાંથી કોઈકવાર બારોબાર પત્ની જોડે બહાર જવાના હોય તેવા પ્રસંગે તેમના પત્ની ફેકટરી પર આવતા. તે પણ પટેલ સાહેબને લાયક હતા તેમજ બોલવે ચાલવે ‘પટલાણી’ને બદલે આધુનિક નારીની છાપ ઊભી કરતા. એમને સાથે જોનારને હંમેશા એકબીજાને અનુરૂપ, સુખી લગ્નજીવન ધરાવનાર યુગલ તરીકેની જ છાપ પડતી.
દર વખત માફક આજે પણ પટેલ સાહેબ મારી ખુરશીની પાછળ આવીને ઊભા. હ્વટ્ઠષ્ઠા િીજં ઉપર ટેકવેલા એમના હાથની આંગળીઓ આજે કંઈ જુદા જ મૂડમાં લાગી અને મેં પહેરેલ કીડીયાસેરની જોડે એણે રમત ચાલુ કરી. થોડીક નવાઈ તેમજ મૂંઝવણ મિશ્રિત આનંદના ભાવ સાથે હું લખતા લખતા એ રમત માણી રહી. પરંતુ એ આંગળીઓ આગળ વધી મારા ગળા જોડે મધુર સ્પંદનો ઊભા કરવા લાગી અને વિનયપૂર્વક મારી નાખુશી (જોકે નાખુશી તો હતી જ નહિ, પણ એમ બતાવવું તો પડે જ ને!) બતાવવી કે જાણે કંઈ જાણતા જ નથી એમ સાહજિક રીતે મારું કામ કર્યે જવું એવી દ્વિધામાં હતી ત્યાં જ હ્વટ્ઠષ્ઠા િીજં પર ટેકવેલા એમના હાથ મારા બંને ખભા ઉપર ટેકવાઇ ગયા. હવે તો અનાયાસે જ મારા મોઢામાંથી ‘સર’ એમ બોલાઇ ગયું. એમણે સીધું જ પૂછ્યું, ‘ર્એ ર્ઙ્ઘહ’ં ઙ્મૈાી ૈં ?’ (નથી ગમતું ?) આ સીધા સવાલની જોકે મેં આશા નહોતી રાખી. એટલે સ્પષ્ટ સવાલનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે મેં કહ્યું, “સર, પછી લખવામાં ભૂલ થશે.”
“તમારા પતિ શું કરે છે ?” એમણે બીજો સવાલ પૂછ્યો.
મારા પતિના શબ્દે મારી આગળ મારા ભૂતકાળની યાદ ઊભી કરી દીધી. લગભગ ૧૬ વર્ષની ઉંમરે મારા પતિ જોડે મારા લગ્ન થયા ને ૧૮ મેં વર્ષે બેબી પણ આવી ગઈ. મેં એચ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હતી અને આગળ ભણવાનું છોડીને ઘર સંસારમાં પરોવાઈ ગઈ. મારા પતિ કારકુન હતા. અને નોકરી પરથી ઘરે આવે ત્યારે હાર્મોનિયમ લઈને ભજનો ગાવા બેસી જતા. એમનો કંઠ ખરેખર સરસ હતો અને બુલંદ અવાજે જ્યારે એ ભજનો ગાતા ત્યારે સાંભળવા માટે ધીરે ધીરે જનમેદની ઊભરાવા લાગી. મનોમન આવો સુંદર પતિ મળવા બદલ હું ભગવાનનો પણ આભાર માનતી રહી. દિવસે દિવસે એમના ભજનોની ખ્યાતિ વધવા માંડી અને ઑફિસમાં તેમજ વાર તહેવારે ગામના તેમજ બીજા ગામના લોકો પણ એમને બોલાવી જતા. શરૂઆતમાં હાર્મોનિયમ પર જ્યારે ગાતા ત્યારે પાટ ઉપર હાથની થપાટી દઈ સુર પૂરાવનાર સોમલો પણ તબલા ઉપર સાથ આપનાર સોમાભાઈ બની ગયો. અને મંજીરાવાળા બે ત્રણ બીજા ભળતા રીતસરની ભજન મંડળી પણ જામી ગઈ. અને મારા પતિ પરલોગભાઈને બદલે પરલોગ ભગતને નામે જ ઓળખાતા થઈ ગયા. શરૂઆતમાં ગમતી વસ્તુ એનો અતિરેક થતા મને અપ્રિય લાગવા માંડી. પણ ભગતને એની ચિંતા નહોતી નિર્વાહ જેટલા પૈસા ઉપરાંત ભગતની વાહવાહને કારણે ભગતના દિવસો અને દિવસો કરતાં રાત્રીઓ વધારેને વધારે ભજનમાં વ્યતિત થવા માંડી. દિવસે મને એકલતા સતાવતી, તો રાત્રીઓ મારી તડપનમાં વધારો કરી દેતી અને એક બેબીની ભેટ ધરી દીધા પછી તો ભગત જાણે સાવ જ ભગત બની ગયા હતા.
મારા મનને રોકી રાખવા માટે મેં સેક્રેટરી કોર્સનો ડિપ્લોમા ચાલુ કર્યો અને બે એક વર્ષમાં તો હું એ પરીક્ષા પસાર કરી ગઈ, અને છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરીમાં જોડાઈને મેં મારા પગ ઉપર ઊભા રહેવા માંડ્યું. મારા નિર્લેપ પતિને આ બાબત કંઈ હરખશોક નહોતો.
એટલે જ્યારે પટેલ સાહેબે મને પૂછ્યું ત્યારે મેં કહ્યું, “સાહેબ એ તો ભગત થઈ ગયા છે.” મારા સુરમાં અણગમો ન આવે અને પતિ પ્રત્યે કટાક્ષ કર્યો છે એવુ ન લાગે તેની મેં કાળજી રાખી હતી. તે છતાં પટેલ સાહેબે પૂછ્યું, “૨૪ કલાક ભગત રહે છે કે થોડો વખત સંસારી બની જાય છે ?” ત્યારે એમના પૂછવાનો ભાવાર્થ સમજી મેં મૌન જાળવ્યું.
થોડા દિવસો પછી મારી વર્ષગાંઠને દિવસે હું ઑફિસે આવી ત્યારે મારા ટેબલ ઉપર ૐટ્ઠઅ મ્ૈિંરઙ્ઘટ્ઠઅ લખેલું ય્ૈકં ટ્ઠષ્ઠાીં જોઈને નવાઈ લાગી તે જ સાથે આનંદના ઓધ પણ ઊભરાવા લાગ્યા. જિંદગીમાં પહેલી વખત મારામાં આટલો રસ કોઈએ દાખવ્યો હતો. જિંદગીમાં પહેલી વખત મારી વર્ષગાંઠની કોઈએ કાળજી લીધી હતી. પટેલ સાહેબ તરફથી જ આ ભેટ હશે એ સમજતા મને વાર ન લાગી. એમની કેબિનમાં જઈને મેં એમને કહ્યું “્રટ્ઠહા ર્એ જૈિ” ત્યારે “ુૈજર ર્એ ટ્ઠઙ્મઙ્મ ંરી હ્વીજં સ્જિ. જીરટ્ઠર” કહીને મને મુબારકબાદી આપવા લંબાવેલા હાથમાં મારો હાથ ક્યાંય સુધી જકડાઇ રહ્યો.
તે દિવસે ડીટેક્શન વખતે ફ્ક્ત ખભા સુધી પહોચેલો એમનો હાથ તેમજ ફ્ક્ત મંગળસૂત્ર જોડે અડપલા કરી ગયેલી આંગળીઓ ક્યારે મારા તનબદનને ઝણઝણાટીથી ભરી દેવા માંડ્યા તેનો મને ખ્યાલ ના રહ્યો. શરૂઆતમાં મારા નબળા હાથો એમના હાથ ખસેડવા વ્યર્થ ફાંફાં મારી રહ્યા પણ પછી તો એ બંધનોમાં વધુને વધુ હું જકડાતી ગઈ. તે સાથે જ દિવાળીના દિવસોમાં અને કંઈ ને કંઈ પ્રસંગો નિમિત્તે મોંઘી ભેટસોગાદો મને મળવા લાગી.
એક દિવસ દિલ્હીમાં એશિયા ઈટર્ પ્રદર્શન જોવા માટે એમણે મને વિમાનની ટિકિટ તેમજ હોટલનું બુકીંગ કરાવવાની સૂચના આપી અને કહ્યું એક ટિકિટ લેવી કે બે તે તમારા ઉપર આધાર રાખે છે. લગભગ અઠવાડિયું રહેવાનું થશે. છેલ્લા ઘણા વખતથી મારી બેબી મારે પિયર રહીને ભણતી હતી એટલે મારે ફ્ક્ત મારા પતિની મંજુરી જ લેવાની હતી. તે પણ ફ્ક્ત પૂછવા ખાતર જ પૂછવાનું હતું. તે છતાં મેં કહ્યું, “ભગતને પૂછી જોઈશ.” આ વખતે ભગત બોલતા મારા શબ્દોમાં વ્યંગ ઉપસી આવ્યો જે પામી જઈ સાહેબે કહ્યું, “ભગતને પણ સાથે લેવા હોય તો ૩ ટિકિટ લેજો મિસિસ ‘શાહ’.” હું ફ્ક્ત ખડખડાટ હસી પડી.
દિલ્હીની એ બાદશાહી હોટલમાં અમે એક બીજાની અત્યંત નજીક આવી ગયા. પ્રદર્શન તો નામનું જ જોવાનુ હતું બાકી તો દિલ્હીના આજુબાજુના સ્થળો અને રંગીન રાત્રીઓમાં અઠવાડિયું ક્યારે પૂરું થઈ ગયું તે પણ મને ખબર ન રહી. પણ એક વાત મને હંમેશા ખટકતી, સાહેબ હજુ મને મિસિસ શાહ કહીને જ બોલાવતા. છેલ્લે દિવસે એમની બાહુઓમાં લપાઈને હું સૂતી હતી અને એ મારા વાળમાં આંગળી પરોવી રમાડી રહ્યા હતા ત્યારે મેં કહ્યું, “તમારા સિવાય મને આટલો પ્રેમ ક્યારે પણ કોઈએ આપ્યો નથી.”
થોડી ગંભીરતાથી એમણે કહ્યું, “મિસિસ શાહ, પ્રેમના સ્વપ્નોમાં ડુબી ના જશો.”
જરા ચમકીને મેં કહ્યું, “સાહેબ, તમારી આટલી નજીક આવ્યા છતાં, મારું સર્વસ્વ મેં તમને આપી દીધું છે છતાં તમે મને તું કેમ નથી કહેતા ? અને જ્યોત્સના ને બદલે હજુ “મિસિસ શાહ” ના સંબોધનથી કેમ બોલાવો છો ?”
એમણે કહ્યું, “પ્રેમ જેવા વેવલા શબ્દોમાં મને રસ નથી. જીવન હંમેશા એક ટ્ઠઙ્ઘદ્ઘેજંદ્બીહં છે. એક ગોઠવણ છે. આ પણ એક ગોઠવણ જ છે, એમ માનીને ચાલજો.”
“એટલે તમે મને પ્રેમ નથી કરતાં ?” મેં કંઈક ચિંતાભર્યા વ્યગ્ર સાદે પૂછ્યું.
“આ દુનિયામાં કોઈ કોઈને પ્રેમ કરે છે ખરું ?” એમણ પાછું પૂછ્યું.
“કેમ નહિ! આપણે કેટકેટલા યુગલો જોઈએ છીએ જે એકબીજાને પ્રેમ કરતાં હોય છે. એ બધા શું બનાવટ છે. ?”
“તમારા પતિ તમને પ્રેમ કરે છે ?” એમણે પૂછ્યું
“અત્યારે તો કદાચ એમ ન કહેવાય પણ શરૂઆતમાં તો એ ચોક્ક્સ જ પ્રેમ હતો.”
“આપણા સંબંધોમાં અને તમારા એમની જોડેના સંબંધોમાં શું ફેર હતો ?”
અને ત્યારે હું વિચારમાં પડી ગઈ. શારીરિક સંબંધોમાં પટેલ સાહેબે મને જે સુખ આપ્યું હતું તેના કરતાં ભગતે ચોક્કસ જ વધારે આત્મીયતા તો નહોતી જ બતાવી. મનથી એ મારે માટે ખ્યાલ કરતાં હતા તેટલો જ ખ્યાલ પટેલ સાહેબ પણ રાખતા હતા. મારી જરૂરીયાતની જે ચિંતા પટેલ સાહેબ રાખતા હતા તેટલી એમણે રાખી નહોતી. પણ ત્યારે મને એવું નહોતું લાગતુ કે એ મને પ્રેમ કરતાં નથી. એક પતિ નોકરી પરથી ઘરે આવે ત્યારે પત્ની પાસેથી જે અપેક્ષા રાખે અને પત્ની તેવી જ વળતી અપેક્ષા રાખે તેવી જ સાહજીક અપેક્ષાઓ વચ્ચે ઘણીવાર “જ્યોતિ, હું તને પ્રેમ કરું છું. તું જ મારું સર્વસ્વ છે.” વગેરે વાક્યો આવતા તેને મેં પ્રેમ માની લીધો હતો. અને એક પતિ આનાથી વધારે સારી કેવી રીતે એનો પ્રેમ દર્શાવી શકે તે જ મને સમજાતું નહોતું.
“તે મને ખબર નથી પણ શરૂઆતના આમારા સંબંધો ખરેખર દિવ્ય પ્રેમના હતા.”
“પ્રેમ જેવી વસ્તુ નથી તો દિવ્ય પ્રેમ ક્યાંથી સંભવે ? તમારે માટે એ જુદી જુદી વસ્તુઓ લાવે, સીનેમા બતાવે તમને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરે અને બદલામાં તમે એને રાંધી આપો, કપડાનું ધ્યાન રાખો ઘરના નાના મોટા વહેવાર સંભાળો એનાથી વિશેષ શું હતું ?” એમણે દલીલ કરતાં કહ્યું.
“હું તમને સમજાવી નથી શકતી પણ જો મને એમ લાગ્યું હોત કે તમે મને પ્રેમ નથી કરતાં. ફ્ક્ત મારા શરીરને ઝંખો છો તો મેં કદીપણ મારું સર્વસ્વ તમારે ચરણે ધર્યુ ન હોત.”
“પ્રેમ-વાસના-સર્વસ્વ આ બધા શબ્દો કવિઓની વેવલાઈ છે. મિસિસ શાહ, જે વ્યક્તિને તમે પહેલા કદી ઓળખતા નહોતા તેને તમે સર્વસ્વ આપ્યું, એમ માની ને કે, એ મારા પતિ છે. અને મને પ્રેમ કરે છે. એજ સંબંધો મારી જોડે રાખતા તમને વાસના દેખાય છે ! અરે એજ સંબંધોને મેં ‘પ્રેમ’ના શબ્દોથી મઢી લીધા હોત તો એમાં કંઈ અજુગતુ લાગ્યું ન હોત. અને હું જ્યારે એમ કહું છું કે પ્રેમ સિવાય પણ આપણા આ સંબંધો સંભવી શકે છે ત્યારે તમે એને વાસના કહીને તિરસ્કાર કરો છો ?”
“સર, તમે તમારા પત્નીને પ્રેમ નથી કરતા ?” મેં એમને સામુ પૂછ્યું, ”એ મારા કરતાં સુંદર, વધારે ફેશનેબલ છે તે છતાં તમો મારી જોડે સંબંધ બાંધો તે શું પ્રેમ નથી ?” પ્રેમ વગરના સંબંધને કારણે મારા પતિનો મેં દ્રોહ કર્યો હતો એવા અપરાધની લાગણી હવે મારા મનમાં ઉઠવા લાગી હતી તેથી કંઈક સાંત્વન મેળવવા મેં એમને પૂછ્યું.
“મારી પત્ની જોડે મારું ટ્ઠઙ્ઘદ્ઘેજંદ્બીહં છે. અમે બે જણાં એક્બીજાથી દૂર હોઈએ ત્યારે એક્બીજાની વાતમાં માથું ના મારવું એમ અમે નક્કી કર્યું છે. એક બીજાની જરૂરિયાતો અમે સંતોષીએ છીએ અને છતાં એ પ્રેમ નથી, એક ટ્ઠઙ્ઘદ્ઘેજંદ્બીહં છે. મિસિસ શાહ.” એમણે એમના સંબંધોનો ખ્યાલ આપતાં મને કહ્યું.
એમની ભૂજાઓમાંથી તો ક્યારની મેં મારી જાતને મુક્ત કરી દીધી હતી. અને એમના પગ પાસે એમના તરફ મોઢું કરીને હું બેસી ગઈ હતી. વિચારોમાં મગ્ન થઈને હું કંઈ બોલી શકી નહિ. એમણે બેઠા થઈને મારી હડપચી ઊંચી કરી મારી આંખોમાં આંખો પરોવી, “આપણા સંબંધોને યોગ્ય રીતે સમજો મિસિસ શાહ તો ભવિષ્યમાં દુઃખી થવાનો વારો નહિ આવે.”
કંઈક આવેશમાં આવીને મેં કહી નાંખ્યું.
“વાસનાના સંબંધોમાં મને રસ નથી. એક પ્રાણી બીજા પ્રાણી જોડે જે સંબંધ રાખે તેથી વિશેષ આપણે શું સંબંધ છે. ?”
“હું તમારી જોડે કોઈ દિવસ બળજબરી નહિ કરું, તેમ કદાચ તમે આ સંબંધ નહિ રાખો તો પણ તમારી નોકરીને વાંધો નહિ આવે તેની હું ખાત્રી આપું છું મિસિસ શાહ, પણ એ સાથે હું એ પણ સ્પષ્ટ કરવા માંગું છું કે પ્રેમની વેવલાઇમાં પડવાનો ન તો મને સમય છે. ન તો મારી ઇચ્છા છે.” એમણે પણ મક્કમતાથી કહી દીધું.
શરૂઆતના તબક્કામાં પ્રેમનાં ખ્યાલ નીચે મારી બેબીને દહેરાદુનની કોન્વેંટ શાળામાં મોકલવાના તેમજ અન્ય મીઠા મધુરા સ્વપ્ના મેં રચેલા, તેના તો ભાંગીને ભુક્કો થઈ જતા મેં જોયા અને મારી આંખમાં ઝળહળીયા આવી ગયા. ત્યાંથી પરત આવતા અને પાછા આવીને ઑફિસના કામકાજમાં સાહજીકતાથી પરોવાઇ જઈ પટેલ સાહેબ તો જાણે કંઈ બન્યું જ નથી એવા પુર્વવત સંબંધોમાં તરત જ આવી ગયા. પણ મારે માટે મારી જાત સંભાળવાનું ઘણું જ મુશ્કેલ બની ગયું. એકલતા, અસહાયતા, લાચારીના ભાવ સાથે મારી વ્યગ્રતાનો પાર ના રહ્યો પરંતુ ધીરે ધીરે ફરીથી એમને માટેની લાગણીઓ પુર્વવત બનાવતા મને દિવસો નહિ, મહિનાઓ લાગ્યા. પટેલ સાહેબને ન્યાય આપવા એટલું કહેવું જોઈએ કે ન તો ત્યાર પછી કંઈ છુટ લેવાનો પ્રયત્ન કર્યો, ન તો એમણે કોઈ જાતનું દાબદબાણ લાવવાનો પ્રયત્ન કર્યો. “આ સમગ્ર પ્રક્રીયામાં મારા માનસિક તણાવનો સામનો મારે એકલીએ જ કરવાનો હતો. ભગતને તો કંઈ પડી નહોતી તે સાથે મારી ખાસ કહેવાય એવી કોઈ બહેન પણી નહોતી અને તે છતાં મારી જાતે જ હું એને કંઈ રીતે કહું કે હું એક બદચાલ ઔરત છું. મારા પતિને બેવફા બનનાર હું મારા સંબંધોનો કઈ રીતે બચાવ કરું ?”
આવી એકલવાયાપણાની મારી જિંદગીના દિવસો એક પછી એક પસાર થતા હતા ત્યારે મારી સાથે ઑફિસમાં કામ કરનાર મધુર પુરોહિત મારા ટેબલ આગળ આવ્યા અને મને કહ્યું, “ખારી સીંગ છે ખાશો ?” મેં હસીને કહ્યું, “જરૂર.” અને પછી તો કંઈ ને કંઈ ખાવાનુ અવાર નવાર આવતું. કોઈવાર ચા-કૉફી કે ઠંડા પીણા પણ આવતા. એક દિવસ મેં વાતવાતમાં કહ્યું, “મહાકાળીના મંદિર પાસે સમોસા બહુ જ સરસ મળે છે.” બીજા જ દિવસે મહાકાળીના સમોસા મારે માટે હાજર હતા. “ખાસ તમારે માટે જ લઈ આવ્યો છું.” એમણે કહ્યું. ધીરે ધીરે અમારો વાતચીતનો સંબંધ વધતો ચાલ્યો. પછી તો બસમાં સાથે જ જવા આવવાનું થવા માંડ્યું અને અંગત વાતોની પણ આપ-લે થવા માંડી. મધુરના હજુ લગ્ન થયા નહોતા અને લગભગ મારી ઉંમરનો હોવાને કારણે હું વાતચીતમાં વધારે મોકળાશ અનુભવતી. શરૂઆતમાં જ્યોત્સનાબેન માંથી ધીરે ધીરે એણે મને જ્યોતિ કહેવાનું શરૂ કર્યું અને મેં પણ મધુરભાઈમાંથી મધુરના સંબોધનથી બોલાવવા માંડ્યું. પણ માનસિક રીતે ઘણા નજીક આવતા છતાં શારીરિક રીતે હજુ અમે આગળ વધ્યા નહોતાં. એણે કોઈ દિવસ મારા શરીરને અડકવાનો પ્રયત્ન કર્યો નહોતો તેમ હું પણ દુધની દાઝેલી છાશ ફુંકી ફુંકીને પીતી હતી. વારંવાર મારા મનમાં પટેલ સાહેબના શબ્દો “પ્રેમ જેવી કોઈ વસ્તુ જ દુનિયામાં નથી ફક્ત ટ્ઠઙ્ઘદ્ઘેજંદ્બીહં છે.” વારંવાર ગુંજતા હતા. મધુર જોડે પટેલ સાહેબનું નામ દીધા વગર એમના વિચારો જાણે મારા જ વિચારો છે એમ મેં રજૂ કર્યા ત્યારે, “હંબગ, પ્રેમ નથી એમ કોણ કહે છે ? એક પુરુષ એક સ્ત્રીનું જ્યારે રાતદિવસ સ્મરણ કરે, સુતા જાગતા એના જ વિચારો કરે ત્યારે એ પ્રેમ નથી તો બીજું શું છે ?”
“એ વિચારો બંને જણા એકબીજા માટે એટલા માટે કરે છે કે બદલામાં એમને સામી વ્યક્તિ તરફથી આશ્વાસન મળે છે કે એ પણ પોતાનો ખ્યાલ કરે છે અને એમ કહીને પોતાનું અહમ્ માનવી સંતોષે છે. પોતે બીજા કોઈને ગમે છે પોતાનામાં ગમવા જેવું તત્વ છે. બીજાને પોતાના વગર ચાલતું નથી એવા વિચારોને કારણે માનવીનું અહમ પોષાય છે અને એ અહમ પોષવા માટે એ પણ સામી વ્યક્તિને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે. એ પ્રેમ નથી ટ્ઠઙ્ઘદ્ઘેજંદ્બીહં છે.” પટેલ સાહેબે મને કહેલા શબ્દો મેં એમની આગળ કહી નાંખ્યા.
“જ્યોતિ, શું હું તને પ્રેમ નથી કરતો ?” એમ જ્યારે એણે પૂછ્યું ત્યારે હું કંઈ જવાબ ન આપી શકી. એક આ પુરુષ છે મારે માટે આટલો પ્રેમ છે. છતાં હજુ મને હાથ પણ લગાડવાનો પ્રયત્ન નથી કર્યો અને એક પેલો પુરુષ, પ્રેમ ન હોવા છતાં મારા શરીરની ગહેરાઈઓમાં પ્રવેશી જનાર, વાસનાનો કીડો નહિ તો બીજું શું ? મનોમન હું બંનેની તુલના કરી રહી. એક દિવસ મધુરે મને કહ્યું, “જ્યોતિ, આ રવિવારે મારી વર્ષગાંઠ છે તે દિવસે તું મારી રૂમ પર આવ અને મને રાંધી આપ, આપણે સાથે જમીશું.” ભગત તો એક દૂરના ગામડે ભાગવત સપ્તાહ જમાવીને બેઠા હતા એટલે મારે બીજો તો કંઈ વાંધો નહોતો. મેં એને માટે રસોઈ કરી ત્યારે એ મારી સામે જ જોતો બેસી રહ્યો. જાતજાતની હસી મજાકમાં અમે રસોઈ કરી નાંખી અને પહેલો કોળીયો મોઢામાં લેવા જતી હતી ત્યાં જ મધુરે કહ્યું, “એમ નહિ, પહેલો કોળીયો હું તને ખવડાવું.” અને મારા મુખ સામે પૂરીનો ટુકડો ધરી દીધો. હવે મારો વારો, કહેતા એણે મોઢું ઉઘાડ્યું અને પૂરી એના મોઢામાં મુકવા જાઉં તેવી જ એણે મારી આંગળીઓ દાંત તળે દબાવી દીધી. મેં કહ્યું, “એઇ છોડ.” ત્યારે એણે છોડવાને બદલે બીજા હાથથી મારો હાથ પકડી લીધો.
એકવાર બોટાઈ ગયેલા શરીરને બીજી વાર બોટાવામાં હવે ઝાઝો છોછ નહોતો અને તેમાં પણ આ તો પ્રેમીને ખાતર -પ્રેમને ખાતર હતું એટલે પછી આ ત્રીજા પુરુષને મેં સર્મપણ કરી દીધું. અમારા વધતા જતા સંબંધો વિશે પટેલ સાહેબ અજાણ નહોતા. એક દિવસ એમણે મને વાતવાતમાં ટોણો મારી દીધો, “સાચ્ચો પ્રેમી મળી ગયો ?” મેં પણ “બધા કંઈ વાસના ના કીડા નથી હોતા” એમ સણસણતો જવાબ આપી દીધો.
“વખત વિતવા દો, મિસિસ શાહ, પ્રેમનું સ્વરૂપ તમને સમજાઇ જશે.” કહીને હસવામાં વાત ઉડાવી નાંખી.
થોડા દિવસ પછી મધુરે મને કહ્યું, “તારે બેબી ના હોત કેટલું સારું થાત ?” મેં કહ્યું, “કેમ એનો વિચાર અત્યારે આવ્યો ?” એણે કહ્યું, “તું જો કુંવારી હોત તો આપણે લગ્ન કરી શક્યા હોત.”
મેં કહ્યું, “તું જો તૈયાર હોઉં તો મને છૂટાછેડા લેવામાં કદાચ બહુ વાંધો નહિ આવે.”
એણે થોડા વિચારમાં કહ્યું, “હા પણ મારી મમ્મીને આઘાત લાગે એમ છે. ખરેખર તો છેલ્લા કેટલા વખતથી અમારી ન્યાતીની એક યુવતી જોડે મારું વેવિશાળ કરવા એ મારાપર દબાણ કરી રહ્યા છે. પણ આપણા પ્રેમને કારણે હું એમને દાદ દેતો નથી.” વીંધી નાંખતી નજર એના તરફ નાંખી મેં કહ્યું, “એમ ?” પણ એણે તરત વાત વાળી લેતા કહ્યું,
“જ્યોતિ, તું ચિંતા ન કરીશ. આપણે કંઈ રસ્તો કાઢીશું.”
પણ આ નાનકડી વાત મારા ચિત્તમાં મોટો સંક્ષોભ સર્જી ગઈ. શું હું ફરીથી મુર્ખ બની હતી. ? શું મધુર મને પ્રેમ કરતો ન હતો ? શું આ ફક્ત શબ્દોની માયાજાળ જ હતી. ? અને આ ભ્રમ ભાંગતા લાંબો સમય લાગ્યો નહિ. જ્યારે આઠ દિવસની રજા ઉપરથી આવીને એણે મને કહ્યું, “જ્યોતિ મારી ઘણી ના મરજી છતાં મારી બાને હું દુઃખી કરી શક્યો નહિ. મારી લાગણી, મારો પ્રેમ...” એ આગળ કંઈ બોલે તે પહેલાં જ મેં કહ્યું, “એ બધાનું બલિદાન તારે દઈ દેવું પડ્યું તારા બાના ચરણોમાં એમ જ ને ?”
“એમ ન બોલ જ્યોતિ, હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.”
“પણ કાલ ઉઠીને તું એની જોડે લગ્ન કરીશ એ અહીં તારી જોડે રહેવા આવશે પછી શું કરીશ ?”
“આમ પણ આપણે જુદા જ રહીએ છીએ. એક ઑફિસમાં મળીએ છીએ. એકબીજાને સમજીએ છીએ, પ્રેમ કરીએ છીએ, એ જ ક્રમ કેમ ચાલુ ના રહી શકે ?” એણે લુચ્ચાઈથી કહ્યું.
“એટલે ઑફિસમાં મારી જોડે પ્રેમ અને ઘરમાં એની સાથે કેમ ? એ બે બાબત કેવી રીતે બની શકે ?” મેં ધારદાર સ્વરમાં રોષ સાથે પૂછી નાંખ્યું.
“તું સમજતી નથી જ્યોતિ એ ફક્ત ગોઠવણનો સવાલ છે.” એણે કહ્યું અને પછી ઉમેર્યું, “પુરુષ એક કરતા વધારે સ્ત્રીને એક સરખી ઉત્કટતાથી ચાહી શકે છે, પ્રેમ કરી શકે છે. પહેલાના સમયમાં પુરુષને એક કરતા વધારે
સ્ત્રીઓ નહોતી ? અને છતાં બધાંને એ ન્યાય આપી શકતો નહોતો ?”
અને તે દિવસે મને મનાવવાના અનેક પ્રયત્નો છતાં મેં મક્કમતાથી મારા મનને એનાથી દૂર હડસેલી દીધું.
ઑફિસમાં અઠવાડિયું રજાનો રિપોર્ટ મુકીને હું આઠ દિવસ ઘરમાં ગોંધાઈ રહી. મારા ચિત્તમાં આજ વિચારોનો ધોધ ચાલતો રહ્યો. રહી રહીને મનમાં એક સવાલ ઉઠ્યા કરતો શું દુનિયામાં પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી ?
આજુબાજુના અનેક સુખી ગણાતા યુવકોને વારાફરતી જોઈને એમના સંબંધોના તાણાવાણા જુદા કરી જોયા. જો પુરુષને પોતાની પત્ની જોડે ખરેખર પ્રેમ હોય તો રસોઈ ખારી થઈ જાય ત્યારે, બટન ટાંકવાના રહી ગયા હોય ત્યારે, કે એવા નાના નજીવા પ્રસંગોએ પુરુષનો પિત્તો શા માટે ઉછળી આવે છે ? એ કેમ એમ નથી કહેતો કે, રહેવા દે મારી પ્રિયા હું કરી લઈશ. અને તે જ રીતે, મનગમતી સાડી ન અપાવી હોય ત્યારે, કે પિક્ચર જોવા જવાનું ન બન્યું હોય ત્યારે, પત્ની શા માટે છણકા કરે છે ? વારંવાર મારા મનોચક્ષુ આગળ મી. પટેલ જાણે આવીને ઊભા રહેતા. હું શું કહેતો હતો. મિસિસ શાહ, જિંદગી એક ગોઠવણ છે. પુરુષ અને સ્ત્રીના સંબંધો પણ એક ગોઠવણના ભાગરૂપ છે. જે રીતે બંનેને અનુકૂળ આવે અને જેની જોડે અનુકૂળતા આવે તેની જોડે આ ગોઠવણ કરવી જોઈએ. બંને એકબીજાની શારીરિક-માનસિક-આર્થિક જરૂરિયાતો સંતોષે છે. એને જેમ પ્રેમનું નામ આપીને નવાજવાની જરૂર નથી તેમ વાસનાનું નામ આપીને નીંદવાની પણ જરૂર નથી.
થોડી થોડી વારે મન મધુર અને પટેલ સાહેબની સરખામણી કર્યા કરતું. મિ. પટેલ સાડી, ઘરેણાં, અત્તર વિ. મોંઘી ચીજો લાવતા ત્યારે આર્થિક સ્થિતિને કારણે એ કોઈવાર સમોસા, વેણી, બીંદીયાની ડબ્બી એવી નાની ચીજો લાવતો. બંનેનો હેતુ મને ખુશ રાખવાનો હતો. અને ખુશ રાખીને પોતાની જરૂરિયાત સંતોષવાનો હતો. મી. પટેલ એટલાં ખુલ્લા દિલના હતા કે એમણે પોતાના ઇરાદાઓ છુપાવ્યા નહોતા. સંબંધોને કોઈ વિશેષ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો નહોતો જ્યારે મધુરે તો મને છેતરી હતી અને મને મુરખ બનાવવાનો પ્રયંત કર્યો હતો.
મને હવે એ પણ ભાન થયું હતું કે પુરુષના સહવાસ વગરની જિંદગી સ્ત્રી માટે જિંદગી નથી તેમ સ્ત્રીના સહવાસ વગર પુરુષની જિંદગી પણ દોઝખ જેવી જ છે. એકબીજામાં રસ લેનાર પુરુષ અને સ્ત્રી એકબીજાને સુખની પરાકાષ્ટા આપી શકે છે. પરંતુ ખોટી માન્યતાઓથી સ્વપ્નાનો મહેલ રચનારનો મહેલ તુટી જવાનો સંભવ છે. જ્યારે વાસ્તવિક ધરતી પર રચાયેલું મકાન વધારે ઇચ્છનીય છે.
ધોધમાર વરસાદ પછી સવારનો ખુશનુમાં તડકો વાતાવરણને સ્વચ્છ કરી નાંખે છે તે જ પ્રમાણે આઠ દિવસના વિચારોનો ધોધ હવે શાંત નિર્મળ લહેરાતી નદીમાં પલટાઇ ગયો હતો એટલે જ્યારે પટેલ સાહેબે મને કહ્યું “મિસિસ શાહ અગત્યની મીટિંગ માટે મારી મદ્રાસની એક ટિકિટ બુક કરાવી લેશો ?” ત્યારે મેં આંખમાં હાસ્ય લાવી કહ્યું, “એક કે બે ?”
એક આશ્વર્યથી મારી સામે તાકી રહેતા એમણે પણ હાથ લંબાવી મને કહ્યું, “હું જાણતો હતો.”