Aapne Chhie To Pariksha Chhe in Gujarati Motivational Stories by Natvar Ahalpara books and stories PDF | આપણે છીએ તો પરીક્ષા છે

Featured Books
Categories
Share

આપણે છીએ તો પરીક્ષા છે



આપણે છીએ તો પરીક્ષા છે

- નટવર આહલપરા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

યાદ આવે છે નર્મદ અને ઉમાશંકર જોશી

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં બોલવા ઉત્સુક હોય છે પરંતુ તેમની પાસે સ્પર્ધાના વિષયને અનુરૂપ નિબંધો હોતા નથી ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધામાં શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન પણ હોતું નથી. પરીક્ષામાં મૌલિક નિબંધ લખી વધુ ગુણાંક મેળવી અને અન્ય વિદ્યાર્થીઓથી અલગ તરી આવી સફળતા મેળવવાનો આનંદ અને ગૌરવ અનેરા જ હોય છે.

વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને ટોચ સુધી લઈ જઈ શકે અને પોતાના વ્યક્તિત્વને ખીલવી શકે તેવા હેતુથી ‘આપણે છીએ તો પરીક્ષા છે’ પુસ્તક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના છાત્રોને ખૂબ જ ઉપયોગી થશે. પુસ્તકમાં વક્તૃત્વ અને નિબંધકળાને કેવી રીતે ખીલવવી તે અંગેના મુદ્દા જુદા તારવીને મૂક્યા છે. બિલકુલ મૌલિક અને વિશિષ્ટ નિબંધો વિદ્યાર્થીઓને શાળાની તેમ જ જીવનની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક અવશ્ય ઉપયોગી થશે જ.

મોબાઈલ, લેપટોપ, ઇન્ટરનેટ, ફેઈસબુક જેવા ઇલેકટ્રોનિક્સ ઉપકરણો ઉપયોગી છે જ પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં આ પુસ્તકના નિબંધો પણ સફળતા તરફ લઈ જશે અને મૌલિકતા ખીલવશે. આનંદ અને સંતોષ અપાવશે.

વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વચ્ચે જીવંત રહેવા વાંચન તો ખૂબ જ રાખવું જોઈએ. નર્મદ, ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, ભોળાભાઈ પટેલ, અમૃતલાલ વેગડ, ધૃવ ભટ્ટ, રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, મણિલાલ હ. પટેલ, શરીફા વીજળીવાળા વગેરે ના નિબંધો સતત વાંચવા જોઈએ. મેં નિબંધકારોના નિબંધો ખૂબ વાંચ્યા છે. આજે પણ તેમનાં નિબંધો વાંચવા ગમે છે. હજારો વિદ્યાર્થીઓને વંચાવ્યા છે તે ક્ષણ કેમ ભુુલાય ?

‘અવનિકા પ્રકાશન’, અમદાવાદના શ્રી વિજયભાઈ ભાવસારના હૈયે માત્ર વ્યવસાય નથી પણ અન્યનું ભલું કરવાની ઉમદા ભાવના છે. તેમના ઉમળકાભેરના સહયોગથી આ પુસ્તક અવતર્યું છે.

ય્.ઁ.જી.ઝ્ર., ેં.ઁ.જી.ઈ., ઁ.જી.ૈં. વગેરે વિભાગમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આ પુસ્તક રાહબર બનશે ઉપરાંત સેન્ટ્‌લ એકસાઇઝ, ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ જેવા વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓને પણ ‘આપણે છીએ તો પરીક્ષા છે’ પુસ્તક ગુજરાતી વિષયની પરીક્ષા આપવા માટે નિબંધના પ્રશ્ન માટે મદદરૂપ થશે.

પ્રેમાળ અધ્યાપક, કવિ વિવેચક ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ અવસ્થ તબિયત હોવા છતાં મારા નિબંધો વિશે વિસ્તૃત પ્રસ્તાવના લખી આપી હતી. તેનો આનંદ મને કેટલો હોય એની પ્રતીતિ તો મેં કરી જ છે. એમને વંદન. એમનો આભાર.

શ્રાી પવનતનય

- નટવર આહલપરા

જીવન અને શિક્ષણનો જીવંત સંપર્ક દાખવતા નિબંધો

શ્રી નટવર આહલપરાનો વ્યવસાય અને એમનાં રસરુચિ વચ્ચે અંતર છે. સરકારી કાર્યાલયમાં ટેક્‌નિકલ બાબતો સંભાળવી અને શબ્દની ઉપાસના કરવી એ બેયને ભાગ્યે જ મેળ પડે ! આમ છતાં વ્યવસાય એમના નિજી સાહિત્યરસમાં અવરોધક બન્યો નથી. એમનું વ્યક્તિત્વ એક સ્વસ્થ સંવેદનશીલ અધ્યાપકના જેવું લાગે. આથી તેઓ શબ્દલોકમાં આસાનીથી વિહરી શકે છે. લઘુકથા, ટૂંકી વાર્તા, નિબંધ, વ્યક્તિ ચિત્રો, ગઝલ જેવાં સ્વરૂપોનું સર્જન-ભાવન કરવાનો આનંદ તેઓ માણી શકે છે. સાહિત્યિક કાર્યક્રમોના સંચાલનમાં પણ એમનો આ જીવંત સાહિત્યસંપર્ક શ્રોતાઓને એની પ્રતીતિ કરાવે છે.

સ્વજનોનું વ્યક્તિત્વનો પ્રભાવ, જિવાતું જીવન, સાત્ત્વિક વાંચનનું સંદોહન અને મનન, પ્રકૃતિ દર્શન અને જીવનના વિવિધક્ષેત્રો વિશેનો વિચાર પરિમલ આ નિબંધોમાં સરળ ઋજુ અને રસપ્રદ શૈલીમાં વ્યક્ત થાય છે.

પ્રકારની દૃષ્ટિએ જોઈએ તો સંગ્રહમાં ચરિત્રલક્ષી અને સ્વજનોનાં વ્યક્તિલક્ષી નિબંધો છે, માહિતીલક્ષી, વિભૂતિ પરિચયલક્ષી, પ્રકૃતિવર્ણનલક્ષી, સમાજ-ચિંતનલક્ષી, વિચારલક્ષી અને સાહિત્યસ્વાદલક્ષી નિબંધો છે. નિબંધો સર્વત્ર એકસરખું પરિણામ નહિ ધરાવતાં લેખકના વિષય, આશય અને વિચારણા અનુસાર શબ્દ વિસ્તાર ધરાવે છે. એક રીતે એ યોગ્ય જ થયું છે. લેખકે ઝીણું કાંતીને વિશેષ ઊંડાણમાં જઈને નિબંધને લંબાવવા કરતાં સર્વ કોઈને સુગમ્ય બની શકે એવી વિશદતા પ્રગટ કરેલી છે. આથી આજે આપણે ત્યાં પ્રચલિત એવા નિબંધ (ઁઈઇર્જીંદ્ગછન્ ઈજીજીછરૂ), વિચારતત્ત્વલક્ષી નિબંધ (ઁૐૈંર્ન્ંર્જીંઁૐૈંઝ્રછન્ ઈજીજીછરૂ), સર્જનાત્મક નિબંધ(ઝ્રઇઈછ્‌ૈંફઈ ઈજીજીછરૂ) અને સાહિત્યલક્ષી નિબંધ (ન્ૈં્‌ઈઇછઇરૂ ઈજીજીછરૂ) જેવા નિબંધ પ્રકારોથી આ નિબંધો જુદાં પડે છે. આમ, છતાં વિવિધ વિષય પરત્વે લેખકના વિચારોનું નિબંધન થતું હોઈ આ લખાણો નિબંધનું સ્વરૂપ સિદ્ધ કરે છે.

ચરિત્રલક્ષી-વ્યક્તિલક્ષી નિબંધોમાં સૌ પ્રથમ શ્રી આહલપરાએ પોતાના પિતા અને ભગિનીને સુપેરે સ્મરણાંજલિ અર્પી છે. કોઈ વિશેષણ યુક્ત કે નિરાળું શીર્ષક રાખ્યા વગર માત્ર ‘પુરુષોત્તમ’ એવા શીર્ષકથી પિતાનું સાદ્યંત વ્યક્તિચિત્ર આલેખવા પ્રયાસ કર્યો છે. પિતાના પૂર્વજો, એમનું ગામ, પિતાનું વ્યક્તિત્વ ઘડતર કરનારાં પરિબળો, એમના જીવન સંઘર્ષો, સદ્‌ગુણો અને એમની અંતિમ વિદાય સુધીનું વૃતાંત એમાં આદરભાવથી રજૂ થાય છે. પિતાના મૃત્યુવેળાએ અમરશીભાઈ કોન્ટ્રાક્ટરે જે લાઘવથી શ્રદ્ધાંજલિ આપી છે, તેનો નિર્દેશ કરીએ તો એમના વ્યક્તિત્વની ઝલક પ્રાપ્ત થઈ જાય છે : પુરુષોત્તમને હું ત્રીસ વર્ષથી ઓળખું. તંદુરસ્તી તો એમની જ. સતત પ્રવૃત્તિમય, નિરાભિમાની, લાગણીશીલ, છળકપટ વિનાનો નિખાલસ સ્વભાવ, નીતિમય આચરણ એટલે પુરુષોત્તમ ! નિબંધકારે યોગ્ય રીતે જ અહીં અન્યના શબ્દોમાં પિતાને ઓળખાવીને વિવેક સંયમ દાખવ્યા છે. એ જ રીતે ગામડામાં રહેવા છતાં આધુનિક જમાનાને અનુરૂપ અભિગમ ધરાવતાં, ગૃહલક્ષ્મી સમા પરિવારવત્સલા માતા ‘નર્મદામા’ નું વ્યક્તિચિત્ર પણ નિબંધકારે કૌશલપૂર્વક ઉપસાવ્યું છે. ભગિની વિજયાનું પણ સુરેખ ગુણદર્શી આલેખન શ્રી આહલપરાએ કરેલું છે. આ ત્રણે સ્વજનો પાસેથી લેખકને નિર્વ્યાજ સ્નેહ પ્રાપ્ત થયાં હશે. એનાં ઘણાં નિદર્શનો નિબંધોમાંથી પ્રાપ્ત થાય છે.

‘વિરલ પ્રતિભા વિવેકાનંદ’ જેવા નિબંધો વિભૂતિ વંદનાનો પ્રબળ ઉદ્‌ઘોષ કરી રહે છે. ઉભયના તેજોમય (ન્ેંસ્ૈંર્દ્ગૈંેંંજી) ચરિત્રનો અવતાર આપતાં આપતાં તેમણે સકલ વિશ્વમાં જે યુગમૂર્તિ રૂપે પ્રદાન કર્યું, તેની ગરિમા દર્શાવી આપી છે. ‘શરદબાબુ મારા પ્રિય સાહિત્યકાર’-માં એમણે નારીપાત્રોની જે ગહનતા નિરૂપી છે, તેનો ઉચિત નિર્દેશ કર્યો છે. ‘રાષ્ટ્રના ઘડવૈયા સુભાષચંદ્ર બોઝ’ નેતાજીની જ્વલંત રાષ્ટ્રપતિનો સદૃષ્ટાંત આલેખ બની રહે છે. આવા નિબંધોમાં લેખક વિગતો પ્રસ્તુત કરીને પોતાના વિચારો દર્શાવે છે.

આ સર્વ ચરિત્રલક્ષી, વ્યક્તિલક્ષી અને વિભૂતિવંદનાના નિબંધોમાં નિબંધકારે કેવળ કથન કર્યું નથી, પણ પ્રસંગનિરૂપણ, વર્ણન અને યથાવકાશ અવતરણથી સમર્થન કરવાનો પ્રયાસ કર્યો હોવાથી આ નિબંધો કેવળ નિવેદનાત્મક નથી બનતા. તે પ્રત્યક્ષવત્તાથી રસાળતા ધરે છે. પુરુષોત્તમે લૂટારાનો હિંમતથી સામનો કર્યો તો ઘટના, શીતળાવાળા સંતાનોની ધૈર્યથી સારવાર કરતાં નર્મદામા, નેતાજીના ઐતિહાસિક આઝાદહિંદ ફોજ પ્રસંગનું ઉદ્‌બોધન આ પ્રસંગ ઝરમર લેખકે કરાવેલા વ્યક્તિત્વદર્શનની રમ્ય ગવાહી બની રહે છે. સૃષ્ટિના સ્થપતિ વિશ્વકર્મા પૌરાણિક સંદર્ભોના વધુ આધારો - નિદર્શનો આપતો હોવા છતાં એ માહિતી પણ મુગ્ધરસિક વાચકને અવશ્ય ગમે તેવી છે.

સંગ્રહના નિબંધોમાં સ્વાભાવિક રીતે જ એમની સામે શાળાના વિદ્યાર્થીઓ રહેલા છે. એમના કેટલાક નિબંધોની શાળોપયોગિતા સ્પષ્ટ રીતે જોઈ શકાશે. ‘પગલાં વસંતના’, ‘ગ્રીષ્મનો વૈભવ’, ‘શરદપૂર્ણિમા’, ‘ભૂકંપ કુદરતનું રૌદ્રસ્વરૂપ’, પ્રકૃતિચિત્રોનું શબ્દાંકન છે. તેમાં શ્રી નટવર આહલપરાએ યથાવકાશ અવતરણો આપીને કુદરતનાં વિભિન્ન રૂપોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. વિદ્યાર્થીઓને સદ્ય અવબોધ થાય એવાં પ્રચલિત અવતરણો પણ લેખકે આપ્યાં છે. જેમકે, ‘પગલાં વસંતના’માં આપણા ગઝલ કવિ મનોજ ખંડોરિયાનો આ શેર ઉચિત રીતે મૂકેલો છે :

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના

પ્રકૃતિવર્ણનમાં નિબંધકાર આપણા સમર્થ નિબંધકારો, વિદ્વાનો, વિચારકો અને જાણીતા કવિઓનાં અવતરણો આપે છે, ત્યારે એમના એક શિક્ષક અને ભાવક તરીકેના વાચનફલકના વિસ્તારનો પરિચય થાય છે. અહીં નર્મદ, કાકાસાહેબ, ઉમાશંકર જોશી, સુન્દરમ્‌ જેવાનાં વિચારોનાં મોતી અહીં તહીં વેરાયેલાં છે. તો અન્ય માહિતીપ્રદ નિબંધોમાં વેદ, ઉપનિષદ અને પુરાણોના સંદર્ભો અપાયા છે, એમાં એમની નિબંધકાર તરીકેની સજ્જતા પ્રતીત થાય છે.

‘સફળતાનું રહસ્ય’ તથા ‘ગુરુવંદના’ અને નારીમહિમાના નિબંધોમાં શ્રી આહલપરા પોતાના વાંચનમનનથી બંધાયેલા વિચારોને બરાબર સ્ફૂટ કરે છે. ‘હું માનવી માનવ થઉં તો ઘણું’, ‘આત્મવિશ્વાસ’ઃ જીવન ઘડતરનો પાયો, જેવા નિબંધોમાં ભલે પ્રચલિત લાગતી વિચારણા હોય, પણ તેઓ જે રીતે એની માંડણી કરીને એનું વિવરણ કરે છે, ત્યારે એમાં વિશદતા, અભિનવતા અને પ્રેરકતાના અંશો દાખલ થાય છે. કેટલાક નિબંધોમાં એમનો શિક્ષકનો અભિનિવેશ પણ પ્રગટ છે : માનવતાનાં પહેલાં પગથિયાં ચડી ગાંધીજી, સોક્રેટિસ, નેપોલિયન, અબ્રાહ્મ લિંકન, મધર ટેરિસા વગેરે માનવમાંથી મહામાનવ બન્યાં હતાં, તો માનવ માનવ ન થઈ શકે ?....’ આવા વિધાનોમાં વર્ગસમક્ષ કરેલા ઉદ્‌બોધનનો આવેશ જોઈ શકાશે ! અંતભાગમાં નિબંધો ટૂંકા વાર્તિકો જેવા છે !

બધા નિબંધોના પ્રારંભોમાં વિવિધતા છે. કેટલાકમાં સીધી શરૂઆત છે, કેટલાંકમાં અવતરણો આપીને વિષયનું ઉદ્‌ઘાટન કરે છે, તો કેટલાકમાં કોઈ સંદર્ભ આપીને તેની માંડણી થાય છે. વચ્ચે અને અંતે અવતરણો અપાયા હોય એવા નિબંધો પણ છે. શ્રી નટવર આહલપરાની ગદ્યશૈલી સમગ્રતયા ટૂંકાં વાક્યોથી સરળ વિશદ બની છે. જેમાં સંવેદન તીવ્ર બને છે, ત્યાં વાક્યાવલિ રચાય છે. પ્રકૃતિદર્શનમાં ગદ્યલાલિત્ય પણ ધારણ કરે છે. ‘આદર્શ વિદ્યાર્થી’, ‘મારી કલ્પનાનું ભારત’, ‘જો હું પ્રધાન હોઉં તો’ જેવા શુદ્ધ શાલેય મહત્ત્વ ધરાવતા નિબંધોમાં સુબોધક રીતિ છે. એકાદ બે, હળવી નાડે લખાયેલા નિબંધો પણ છે. સાહિત્યરસિક, અભ્યાસી, શિક્ષક અને વિદ્યાર્થીને બહુધા અનુલક્ષીને લખાયેલા નિબંધો આપણને બહુવિધ દિશાસૂચન કરી રહે છે. આપણે આ નિબંધોને ઊલટથી આવકારીએ.

- ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

વકતૃત્ત્વ કળા ખીલવવા માટે અગત્યના મુદ્દાઓ

•સતત - સરસ વાંચનથી વક્તૃત્ત્વ અભિવ્યક્તિ ખીલે છે.

•વક્તૃત્ત્વના વિષય માટે ચિંતન-મનન કરવું અનિવાર્ય છે.

•સાંપ્રત પ્રવાહ અને ઘટના સાથે સંપર્ક જરૂરી છે.

•શ્રેષ્ઠ વક્તવ્ય માટે સારામાં સારી સ્ક્રિપ્ટ તૈયાર કરો.

•વક્તવ્ય સહજ, સ્પષ્ટ, મુદ્દાસર, સપ્રમાણ ભાષામાં સ્વસ્થતાથી અને પ્રસન્નચિત્તે રજૂ કરવું જોઈએ.

•વક્તૃત્ત્વ કળામાં છટાદાર અભિવ્યક્તિ, વાક્યાતુર્ય, આરોહઅવરોહ,સપ્રમાણ આંગિક અભિનય, સુંદર પરિવેશ જેવી બાબતને ખાસ ધ્યાનમાં રાખવી.

•વક્તવ્યનો પ્રારંભ કોઈ પ્રસંગ, ઉદાહરણ, દાખલા-દલીલ કે અસરકારક પંક્તિથી કરી શકાય.

•વક્તૃત્ત્વ સ્પર્ધાના વિષય માટે ઉપયોગી થાય તેવી વિવિધ ભાષાની પંક્તિઓનો સંગ્રહ કરો.

•વક્તવ્ય નિયત સમયમાં બરાબર પૂરું થાય તે માટે મહાવરો રાખવો જોઈએ.

•વક્તૃત્ત્વ સ્પર્ધા કોણ યોજે છે, ક્યારે યોજાય છે, તે અંગેની વિગત મેળવવા શાળા-કૉલેજના નોટિસ બોર્ડ, વર્તમાનપત્રો અને સામયિકો વાંચવા જોઈએ.

•વક્તૃત્ત્વ સ્પર્ધામાં ભાગ લેવાથી સમાજમાં તમને માન-સન્માન મળશે, ઉત્સાહ વધશે અને પ્રતિભા ખીલશે.

•જીવનમાં છેતરાવા અને અપમાનિત થવા કરતાં ઓછું પણ પ્રિય, સારું અને સમજી વિચારીને મુદ્દાસર બોલો.

•યાદ રાખો મિત્રો, એક હજાર માણસમાં એકાદ પંડિત બને છે જ્યારે દસ હજારમાં એકાદ વ્યક્તિ શ્રેષ્ઠ વક્તા બને છે.

શ્રેષ્ઠ નિબંધલેખન માટે શું ધ્યાનમાં રાખશો ?ે

•આઠથી બારમાં ધોરણમાં ગુજરાતી વિષયમાં નિબંધ એક ફરજિયાત પ્રશ્ન તરીકે પુછાય છે.

•પરીક્ષા અને ગુણભારની દૃષ્ટિએ નિબંધનો પ્રશ્ન અતિ મહત્ત્વનો બની રહે છે.

•આપેલા વિષયો પૈકી જે વિષય લખવા માટે પસંદ કર્યો હોય તેના પર ૨૦૦ થી ૩૦૦ શબ્દોમાં (લગભગ ૨૫ થી ૩૫ લીટીમાં) નિબંધ લખવાનો હોય છે.

•પસંદ કરેલા વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવો વિષય લખવા માટે પસંદ કરવો.

•જે વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવો વિષય લખવા માટે પસંદ કરવો.

•જે વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવો વિષય લખવા માટે પસંદ કરવો.

•નિબંધ રસપૂર્વક અને ભાવથી લખો.

•નિબંધની શૈલી મૌલિક, સરળ, રસિક, અર્થપૂર્ણ, પ્રવાહી અને સચોટ હોવી અનિવાર્ય છે.

•મુખ્ય તેમ જ પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરવું.

•લખતાં લખતાં કોઈ મુદ્દો, વિચાર કે સંદર્ભ યાદ આવે તો નિબંધ સમાપન કરતાં પૂર્વે તેને સ્વાભાવિક રીતે સમાવી લેવો જરૂરી છે.

•નિબંધનો આરંભ આકર્ષક અને ચોટદાર હોવો જોઈએ. નિબંધના હાર્દને અનુરૂપ મધ્ય ભાગ જરૂરી છે. અંત આકર્ષક અને સૂત્રાત્મક હોવો જોઈએ.

•નિબંધલેખનમાં સુંદર અક્ષર, જોડણીની શુદ્ધિ, સ્પષ્ટ મુદ્દા, જરૂરી હાંસિયો, યોગ્ય ફકરા અને સ્વચ્છતા આવશ્યક છે.

•નિબંધમાં પ્રયોજેલી પંક્તિઓ, સુવાક્યો, ઉદાહરણો વગેરે નીચે લીટી કરો.

નટવર અહલપરાનો સંક્ષિપ્ત પરિચય

પ્રકાશિત પુસ્તકો ‘શ્વાસ’, ‘કોરો કેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથાઓ), ‘નિબંધવિહાર’ (નિબંધો) અને ‘ખિલખિલાટ’માં શિશુકથાઓ પ્રકાશિત થઈ છે. ચારદાયકાથી ગુજરાતના પ્રતિષ્ઠ સામાયિકોમાં અને અખબારોમાં નવલિકા, ટૂંકીવીર્તા, લઘુકથા, નિબંધો, શિશુકથા, ચરિત્રો અને ગઝલોનું પ્રાકટ્ય થાય છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમ જ સરકારશ્રીના તેમ જ દૂરદર્શનના કાર્યક્રમમાં પ્રવક્તા તરીકે પ્રસ્તુત થયા છે અને હાલ પણ થાય છે. બી.એડ. ની તાલીમ વિના ધો. ૧૦,૧૨ તથા ય્.ઁ.જી.ઈ, ેં.ઁ.જી.ઈ ના વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતી વિષયની ત્રીસ વર્ષથી તાલીમ આપી ઘડતર કરે છે.

ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી વર્ષ ૨૦૦૮માં ટ્રેસરપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ શૈક્ષણિક ચેનલ ઇગ્નુ રાજકોટ જ્ઞાનવાણીમાં માનદ્‌ શૈક્ષણિક વક્તા તરીકે સેવા આપે છે. ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણાવે છે.

તા. ૧૦-૦૭-૨૦૧૩

- વિજય ભાવસાર

અનુક્રમણિકા

૧.આપણે છીએ તો પરીક્ષા છે

૨.સખત મહેનત સુંદર પરિણામ

૩.આત્મવિશ્વાસ : જીવન ઘડતરનો પાયો છે

૪.સફળતાનું રહસ્ય

૫.શ્રમનું ગૌરવ - પરિશ્રમ એ જ પારસમણિ

૬.ગુરુ ગોવિંદ દોનો ખડે... ગુરુ વંદના

૭.સિનેમા અને વિદ્યાર્થી

૮.આદર્શ વિદ્યાર્થી

૯.મોંઘવારીનો ભરડો

૧૦.યૌવન એક મહામૂલી તક

૧૧.વિરલ પ્રતિભા-સ્વામી વિવેકાનંદ

૧૨.રાષ્ટ્રના ઘડવૈયા - સુભાષચંદ્ર બોઝ

૧૩.શરદબાબુ : મારા પ્રિય સાહિત્યકાર

૧૪.પુરુષોત્તમ

૧૫.વિજયા

૧૬.નર્મદા

૧૭.મારી શાળા મારું મંદિર

૧૮.દુષ્કાળ

૧૯.પગલાં વસંતના

૨૦.મને ગમે છે ઉતરાયણ

૨૧.શરદપૂર્ણિમા

૨૨.ગ્રીષ્મનો વૈભવ

૨૩.માતૃપ્રેમ

૨૪.ભૂકંપ : કુદરતનું રૌદ્ર સ્વરૂપ

૨૫.હું માનવી માનવ થાઉ તો ઘણું

૨૬.વિદ્યાલયની વિદાય વેળાએ

૨૭.મારી કલ્પનાનું ભારત

૨૮.શૈશવના સંસ્મરણો

૨૯.મેં જોયેલી ભયંકર દુર્ઘટના

૩૦.ભાવ-પ્રતિભાવો

૧. આપણે છીએ તો પરિક્ષા છે...

હકારાત્મક વિચારોથી હંમેશા બળ મળે છે. આજે કે હવે પછી આપણે ઉજ્જ્વળ કારકિર્દીમાં આગળ હતાં, છીએ અને રહીશું. નબળી વાતોને, વિચારોને ફેંકી દો, નિરાશાવાદ છોડો, આપણે નસીબદાર શ્રી સરસ્વતીજીનાં સંતાનો, વિચારો, સંસ્કારી ઘરમાં જન્મ મળ્યો. હવે પૂર્વજોના માતાપિતાના અને સદ્‌ગુરુના આશિષ આપણા ઉપર સતત વરસ્યા કરે છે પછી ઉપાધિ શાની ?

ભલે ટીવી, ફિલ્મો જોઈને, ફૅશન પરેડ કરીએ, પિત્ઝા કે આઇસક્રીમની મોજમજા માણીએ. પણ સાથોસાથ ભારતીય સંગીત સાંભળીને ઉત્તમોત્તમ સાહિત્ય, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમોને માણીએ, સામાજિક બનીએ.

વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે, અભ્યાસને અને આ બધી બાબતોને શું લેવાદેવા ? ઘણું લેવાદેવા છે. આપણા સ્વપ્ના મજબૂત અને ઇચ્છા પ્રબળ હશે તો વિદ્યાભ્યાસ ઉપરાંત જીવનમાં ઉજ્જ્વળ પરિણામ મેળવવા કાંઈ અઘરું નથી. હંમેશાં નૉલેજ, ટેક્નોલૉજી મેળવવા, કેળવવા જ્ઞાન-વિજ્ઞાન સાથે જન્મથી મરણ સુધી સતત સંપર્કમાં રહેવું જોઈએ.

જેમ કે, ્‌રી ર્દ્બિી ર્એ ઙ્મીટ્ઠહિ ર્એ ષ્ઠટ્ઠહ રૈખ્તર રીિ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના શબ્દોમાં કહીએ તો જીૈદ્બઙ્મી ઙ્મૈદૃૈહખ્ત ટ્ઠહઙ્ઘ રૈખ્તરઙ્મઅ ંરૈહૌહખ્ત પણ એવું ન થઈ જાય કે, ૐૈખ્તરઙ્મઅ ઙ્મૈદૃૈહખ્ત ટ્ઠહઙ્ઘ જૈદ્બઙ્મી ંરૈહૌહખ્ત.

સ્વાસ્થ્યને બરાબર રાખી અભ્યાસની તૈયારી કરો. વિશ્વકર્માના સંતાનો પાસે વિઝન છે, તો પછી તેનો ભરપૂર ઉપયોગ કરીએ.

મળેલી ડ્યૂટી બરાબર નિભાવવી જોઈએ. ડેટા તૈયાર કરીએ. આઈ.ટી.આઈ તો છે જ પણ આઈ.આઈ.એમ શા માટે નહીં ? ચારે બાજુ વિઝન ને વાઇરસ ફેલાવી દઈએ, લોકોને મૂંઝવી દઈએ. શોખને ડેવલોપ કરો. ગૌરવ અનુભવો.

જાગૃતિનો સંબંધ સૂર્યોદય સાથે નથી. જે ક્ષણે જાગ્યા, અજ્ઞાનમાંથી બહાર આવ્યા. તે ક્ષણે આપણા ભાગ્યનો સૂર્યોદય થયો ગણાય. જીવનની એક પળ વેડફ્યા વિના તેનો સદ્‌ઉપયોગ કરી તેને સુંદર રીતે માણીએ તો બધે સફળતા મળશે જ.

માણસ ગઈકાલનો ગુલામ છે, પણ આવતીકાલનો સ્વામી છે.૭ એક ક્ષણ માત્ર આંખ બંધ કરી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરો અને કહો કે, હે પ્રભુ, આપ અમને અપ્રતિમ સફળતાના આશીર્વાદ આપો, પછી જુઓ !!

તરવરાટ, ઉમંગ અને અધ્યયનની ધગશનો સમન્વય તમારામાં છે જ તો પછી કંડારો સફળતાની કેડી. જ્વલંત સફળતા મેળવવા આત્મવિશ્વાસ કેળવો. ગુમાવવું ન પડે, કંઈક મેળવવાનો પ્રયત્ન કરો. તમારામાં છુપાયેલી પ્રતિભાને ખુશ્બુની માફક ચારે દિશામાં પ્રસરાવો. તમારી કઠોર મહેનત શ્રી શારદાના અને ગુરુમંડળના ગુરુઓ તથા માતા-પિતાના આશીર્વાદ સાથે છે, પછી એવરેસ્ટની ટોચ ઉપર સફળતાનો ઝંડો લહેરાવ્યાના આનંદ જેવો આનંદ તમે લઈ શકશો.

આવો, આપણે સૌ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા તેમ જ કુટુંબ, જ્ઞાતિ અને રાષ્ટ્રને ગૌરવ અપાવવા આજથી જ સુસજ્જ થઈ તૈયારી કરીએ. નીચે આપેલી ટીપ્સ ઉપર કાળજી રાખવાથી ઘણો ફાયદો થશે.

ચોરી નહીં, આત્મવિશ્વાસ અને તમારી મૌલિક શૈલીથી પરીક્ષામાં લખજો.

વિચારો હકારાત્મક રાખવાથી આત્મવિશ્વાસ વધશે. જે કંઈ લખો તે શ્રદ્ધાપૂર્વક લખો. પ્રસન્નતાપૂર્વક વાંચવાથી બધું સરસ રીતે યાદ રહી જશે. વર્ષ દરમિયાન જે ભણો તેનું વારંવાર દૃઢીકરણ કરવાથી ફાયદા થશે.

વાચનમાં નિયમિતતા અનિવાર્ય છે. થોડું પણ સરસ રીતે વાંચવું. ગોખવું નહીં. ખોટા ઉજાગરાને બદલે છ-સાત કલાકની ઊંઘ લેવાથી દિવસભર તાજગી અનુભવશો. દરેક વિષયની નોટબુક નિયમિત સારા અક્ષરે, સ્વચ્છ અને મુદ્દાસર બનાવો.

મને બધું જ આવડશે. હું બધું જ લખી શકીશ એવા વિચારો સતત મનમાં રાખો. સ્વભાવ ખોટો ચિંતાવાળો, આળસુ, ઉતાવળિયો અને ઈર્ષાળું હશે તો તેની અસર પરિણામ ઉપર પડશે. સ્વભાવ ખેલદિલ અને આશાવાદી રાખો. કેટલા માર્કસ મળ્યા. તેના કરતાં માર્કસ કયા કપાયા તેના વિશે ચિંતન કરો.

ભણતરને ભાર સમજવાને બદલે નિયમિત વાચન-લેખનના કઠોર પરિશ્રમ થકી મેળવી શકાય છે, ધારી સફળતા. મિત્રો, ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોવા છતાં મજબૂત મનોબળથી સિદ્ધિનાં શિખરો સર કરી શકાય છે. તેના માટે દૂર જવાની જરૂર નથી. આપણી જ્ઞાતિના જ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ચમકેલા વિદ્યાર્થી ભાઈબહેનોનાં થોડાંક પ્રેરક ઉદાહરણો જોઈએ તો....

જિલ્લામાં ધો. ૧૦માં ૯૩.૪૩ ટકા સાથે પ્રથમ સ્થાને રહેલ મિસ્ત્રીકામ કરતા કાંતિભાઈની સુપુત્રી ખુશ્બુ કહે છે કે, કેન્દ્રમાં ૧થી ૧૦માં સ્થાન મેળવીશ એવી ધારણા હતી. સારા પરિણામનો મંત્ર એ છે કે, પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરવામાં આવે તો સફળતા આપણી સાથે જ હોય છે.

ધો. ૧૨ કૉમર્સમાં કેન્દ્રમાં ૮૮ ટકા સાથે બીજા સ્થાને ચમરેલી નિશા કહે છે કે, મારી મહેનત સાથે માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શનનું ફળ મને મળ્યું છે. રોજ ચાર-પાંચ કલાકનું સમજપૂર્વક વાચન ઉપરાંત લેખન મહાવરાથી બોર્ડના મહત્ત્વના વર્ષમાં કેન્દ્રમાં બીજું સ્થાન મળ્યું છે. તેનો સંતોષ છે.

પ્રશાંત ૮૬.૧૩ ટકા સાથે ઝળક્યા છે. પ્રશાંત કહે છે કે, સફળતા માટે લખવાનો મહાવરો કેળવવો અત્યંત જરૂરી છે. પહેલાં કોઈ પણ વિષય વાંચી જવો અને ત્યાર બાદ તેના પ્રશ્ન-જવાબ આપમેળે લખવાથી આાત્મવિશ્વાસ વધે છે.

શુભ શરૂઆત કરો. પરિશ્રમમાં પ્રભુની પ્રાર્થના ભેળવો. અવશ્ય સફળતા મળશે. વહાલા વિદ્યાર્થીઓ વાલી મિત્રો થઈ જાઓ તૈયાર અને સંતાનના પરિણામની ચિંતા છોડો. સ્વસ્થ, પ્રસન્ન રહો એવી શુભકામનાઓ.

૨. સખત મહેનત સુંદર પરિણામ

‘‘મને શું થવું ગમે ?’’ આ પ્રશ્ન હું જ્યારે શાળામાં હતો ત્યારે મને આ વિષયની ખબર પડતી નહીં. પણ જ્યારે હું આઠમા ધોેરણમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે, જિંદગી જીવવા માટે કંઈક લક્ષ્ય હોવું જરૂરી છે.

પછી હું વિચાર કરવા લાગ્યો કે, ‘મારે શું થવું ?’. આ પ્રશ્ન મેં મારી માતાને પૂછ્‌યો તો મને મારી માતાએ કહ્યું કે, ‘ભગવાન કંઈક લક્ષ માટે જિંદગી આપે છે અને એ લક્ષ્ય કયું ? એ ભણવાના માટે તારે તારા અંતર આત્માને પૂછવું.’ આ વાત સમજવામાં ઘણી વાર લાગી. પછી તો હું કંઈક ને કંઈક બનવાનું વિચારું, કંઈક નવું જોઉં તો તે થવાનું મન થાય.

પણ મને થતું કે, આ બધું એકસાથે ન બની શકાય. ત્યારે એક શિક્ષકનો મને પરિચય થયો. તેમનાથી પ્રભાવિત થઈને મેં નક્કી કર્યું કે મારે શિક્ષક બનવું છે.

શિક્ષક એ બાળકની જિંદગીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા જગાવે છે. એમનો પ્રેમ-હૂંફ માતા જેવાં જ હોય છે. એમની સાથે મિત્રતા કરવાથી જિંદગીનો સાચો અર્થ જાણવા મળે છે.

જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે શિક્ષકે જ કહેલાં વચન યાદ આવતાં તે મુંઝવણ, મુશ્કેલી અચૂક દૂર થાય છે. જીવન જીવવાની કળા તેમની પાસેથી મળે છે.

આ બધા વિચારોથી મને થયું કે, શિક્ષક બનવું યોગ્ય છે. બીજાને જ્ઞાન આપવાથી આપણું જ્ઞાન વધે છે. દુનિયામાં અનેક મહાન શિક્ષકો થઈ ગયા. ગુરુ દ્રોણાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ એ મહાન ગુરુ છે. જેમણે બીજાઓનું જ્ઞાન વધાર્યું છે. આથી જ મને વિચાર આવ્યો કે, શિક્ષકમાં બધા ગુણો હોય છે. દરેકના જીવનમાં શિક્ષકનો ફાળો મહત્ત્વનો હોય છે.

બીજાને જ્ઞાન આપવું એ એક સુંદર વિચાર છે. આપણા જ્ઞાનથી કોઈ ના જિંદગી ખરાબ રસ્તામાંથી સાચા, સત્‌માર્ગ પર આવે તેમાં ખોટું શું ?

આમ, ‘મને શું થવું ગમે’ એ પ્રશ્ન પહેલાં મને મુંઝવતો હતો. પણ હવે, આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, મારે શિક્ષક બનવું છે.

મારી માતાએ જે સૂચન કર્યું હતું તેની મને સૂઝ પડી. મેં મારું લક્ષ જાણી લીધું અને હવે મને શિક્ષક થવું વધુ ગમે છે.

શિક્ષકની લાક્ષણિકતા અનેક છે, ભગવાન સ્વરૂપ છે. જે જીવનનો સાચો લક્ષ્યાંક બતાવે છે અને તેથી જ શિક્ષક એટલે જ દેવ એમ કહી શકાય !

આજે શિક્ષક બની હજારો વિદ્યાર્થીના પથદર્શક બનવાનું મને ગૌરવ છે, આનંદ છે.

એક હૃદયસ્પર્શી છતાં, પ્રેરક પ્રસંગ પ્રસ્તુત છે.

એક અભ્યાસુ, વિચારશીલ એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહ્મ લિંકનને બધા જાણે છે. એમની આ વાત છે.

અબ્રાહ્મ એ સામાન્ય ખેડૂત કુટુંબનો છોકરો, તેને અભ્યાસમાં અનેક અડચણો આવતી હતી. તેના લીધે તે હંમેશાં ચિંતાતુર રહેતો.

એક દિવસ અબ્રાહ્મ અભ્યાસની ચિંતામાં બેઠો હતો. આજે તે ખૂબ ચિંતીત છે, એ તેની માતાએ તારવ્યું. તેણીએ કહ્યું, ‘‘દીકરા, તું શાની ચિંતામાં છે,’’ અબ્રાહ્મ બોલ્યા, ‘‘મા, મને અભ્યાસ પ્રત્યે ખૂબ જ તકલીફ છે....’’ અબ્રાહ્મની માતાએ તેને કહ્યું, ‘‘દીકરા, તું ચિંતા કરીશ નહીં. આવતી કાલથી હું તને ભણાવીશ.’’

માતાના શબ્દો સાંભળીને અબ્રાહ્મ ચકિત થઈ ગયો. તેને ખબર હતી કે, તેની માતા અભણ છે, તે મારી અડચણોનું નિવારણ કઈ રીતે કરશે ? પરંતુ અબ્રાહ્મને માતા પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે બીજા દિવસે નિશાળેથી આવતાની સાથે જ માને કહ્યું, ‘ચાલ, અભ્યાસ કરવા બેસીએ.’

મા એ કહ્યું, ‘‘દીકરા તું હમણાં જ નિશાળેથી આવ્યો છે. તું થોડોક સમય બહાર ખુલ્લી હવામાં જઈને રમ, બગીચામાં ફર, પક્ષીઓનો કલબલાટ અને ઝરણાંના ખળખળાટનું સંગીત સાંભળ. મન ઉલ્લાસિત અને પ્રફુલ્લિત કર. દીવાબત્તીના સમયે હું ઘેર આવીશ, ત્યારે આપણે અભ્યાસ કરવા બેસીશું.

માતાની સૂચના પ્રમાણે નાનો અબ્રાહ્મ ખુલ્લી હવામાં બહાર નીકળ્યો. જંગલમાં, નાની-મોટી ગુફાઓમાં મન મૂકીને ફરતો રહ્યો. પક્ષીઓનો કલબલાટ અને ઝરણાંનુ ખળખળ સંગીત સાંભળીને તે પ્રફુલ્લિત થયો. એવા આનંદિત મન સાથે અબ્રાહ્મ ઘેર આવ્યા પછી તેની માતા પાસે અભ્યાસ કરવા બેઠો. માતાએ કહ્યું, ‘‘દીકરા, તને કયા વિષયમાં મૂંઝવણ છે ? તે પુસ્તક તું કાઢ, શાબાશ ! હવે, પહેલો પાઠ વાંચ જોઈએ.’’

અબ્રાહ્મે ફટાફટ પાઠ વાંચ્યો. તેની માતાએ પૂછયું, ‘‘તને કંઈ ખબર પડી ?’’ અબ્રાહ્મે ના કહી, ડોકી હલાવી. માતાએ કહ્યું, ‘‘આ પાઠ તું ફરીથી વાંચ.’’ અબ્રાહ્મે પાઠ ફરીથી વાંચ્યો. માતાએ પૂછયું, ‘‘હવે તને કંઈ ખબર પડી ?’’ અબ્રાહ્મે કહ્યું, ‘‘હા માતા, થોડી થોડી ખબર પડી.’’ માતાએ કહ્યું, ‘‘સારું, ફરીથી એક વખત પાઠ વાંચી જા તો....’’ અબ્રાહ્મે ફરીથી એક વખત મન લગાવીને પાઠ વાંચ્યો. માતાએ પૂછ્‌યું, ‘‘હવે તને આમાં કોઈ શંકા જણાય છે ?’’ અબ્રાહ્મ

આનંદપૂર્વક બોલ્યો, ‘‘ના માતા, હવે મને પાઠ પૂરેપૂરો સમજાઈ ગયો.’’ તેના અનુસંધાનમાં માતાએ કહ્યું, ‘‘શાબાશ બેટા ! હવે આગળ વાંચ.’’ અબ્રાહ્મે બીજો પાઠ વાંચ્યો.

માતાના ‘‘ફરીથી વાંચ અને આગળ વાંચ’’ આ શૈક્ષણિક મહામંત્રે અબ્રાહ્મની જિંદગીની દિશા જ બદલી નાખી. આ જ અબ્રાહ્મ મોટા થઈને અમેરિકાના જગવિખ્યાત રાષ્ટ્રપ્રમુખ બન્યા.

* દરેક વ્યક્તિ જીવનનાં અલગ અલગ તબક્કે તેના વિકાસ માટે લક્ષ્ય બાંધે છે. તે પૂરેપૂરી ગણતરીથી-સમજથી નક્કી કરે છે કે, જો આ ‘લક્ષ્ય’ પ્રાપ્ત થાય તો તેના સર્વાંગી વિકાસ તરફનું એક પગથિયું તે ઉપર જશે.

‘લક્ષ્યવેધ’ માટેની તેની તૈયારી પૂરેપૂરી હોય છે. તેના પ્રયત્નોમાં કોઈ દિલચોરી નથી હોતી. તે દિલોજાનથી ઇચ્છે છે કે, આ લક્ષ્યપ્રાપ્તિ થવી જ જોઈએ. તે માટે તે દ્વારા પ્રયત્નો પણ કરે છે. પરંતુ આપણામાંના કેટલા લક્ષ્યપ્રાપ્તિ કરી શક્યા ? કેટલાએ તે પ્રયત્નો વચ્ચેથી જ છોડી દીધા ? ઘણીવખત એવું લાગ્યું કે આમ કરવાથી આ વસ્તુ નહિ મળે અથવા આ ધ્યેય-સિદ્ધિ થશે તોપણ હવે તે ઉપયોગી નહિ થાય.

૩. આત્મવિશ્વાસ : જીવન ઘડતરનો પાયો છે

જગતના ઇતિહાસમાં જેમના નામ સુવર્ણાક્ષરે લખાયેલા છે તે નેપોલિયન, બિસ્માર્ક, રૂઝવેલ્ટ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ વગેરે સફળતા મેળવનારા મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરશું તો જણાશે કે તેમને તેમની જીતમાં ખૂબ જ શ્રદ્ધા હતી. આત્મવિશ્વાસ હતો. આત્મવિશ્વાસના બળ પર જ તેઓ એક સફળ વિભૂતિ બન્યા હતા.

જોન ઓફ આર્ક જેવી એક ગામડાની સીધી સાદી અને ભલીભોળી યુવતી ળાંસના સૈન્યની આગેવાની કેવી રીતે લઈ શકી હતી એનો જવાબ સ્પષ્ટ છે.

આત્મવિશ્વાસને લીધે એની શક્તિ અનેકગણી વધી ગઈ હતી. તે એટલે સુધી કે, રાજા પણ તેનું કહ્યું માનતો હતો.

ઇંગ્લેંડમાં બેન્જામીન ડીઝરાયેલી જેને અગાઉ તુચ્છ યહૂદી ગણી લેવામાં આવતો હતો તેને પોતાની યોગ્યતામાં પૂરેપૂરો વિશ્વાસ હતો. જેને લઈને તેણે માન્યતા અને પ્રધાનપદ પ્રાપ્ત કર્યા. એટલું જ નહિ, પણ આગળ જતાં એ બ્રિટનનો મુખ્ય પ્રધાન પણ બન્યો હતો. અને તેની સામે નાક ચડાવનારાઓને તેણે પોતાની પ્રશંસા કરતાં કરી મૂક્યાં હતાં.

આનું કારણ શું ? કારણ કશું જ નહિ, પણ ડીઝરાયલીને પોતાની જાતમાં અપાર શ્રદ્ધા હતી કે, હું મારા ટીકાકારોનાં મોં એક દિવસ જરૂર બંધ કરી દઈશ અને બ્રિટનનો વડાપ્રધાન બનીશ.

મોટા ભાગનાં માનવીઓની નિષ્ફળતાનું કારણ એ જોવામાં આવ્યું છે કે, તેઓ ખુદ પોતાની જાતમાં શ્રદ્ધા ધરાવતાં નહોતાં, બલકે, તેમની શક્તિ માટે આશંકા સેવતાં હતાં. વારંવાર તેને લાગ્યા કરતું હતું કે, શું હું જે ઇચ્છું છું તે માટે હું યોગ્ય છું ખરો ?

મારાથી એ મેળવી શકાશે ખરું ? યાદ રાખો કે, જે પળે તમારી અંદર સંદેહ જન્મશે અથવા તો જે ક્ષણે તમે તમારો પોતાનો અવિશ્વાસ કરવો શરૂ કરશો તે જ પળે તમે અડધી બાજી તો હારી જશો જ.

સ્વેટ માર્ડનનું આ વિધાન ઉલ્લેખનીય છે : ‘જ્યારે તમે તમારી ચારે તરફ નિષ્ફળતાનું વાતાવરણ લઈને ચાલો છો, જેને જોઈએ તમારામાં સંદેહ-અને નિરુત્સાહ જન્મે છે, ત્યાં સુધી તમે નિષ્ફળ નીવડશો.’

‘જો નિષ્ફળતા અને નિરુત્સાહના વિચારોને દૂર કરવા માટે તમે દૃઢ હૃદય અને મજબૂત ઇચ્છાશક્તિથી સાહસની સાથે તમારા ધ્યેય તરફ આગળ વધશો, તો તમે જોઈ શકશો કે તમારા માટે બધી જ ચીજો બદલાઈ ગઈ છે.’

‘પણ એક નવી દુનિયામાં રહેતા પહેલાં એની છબી તમારી નજર સમક્ષ રાખવી પડશે. તમે જે કાંઈ જુઓ છો તેની નિકટ તમે પહોંચી જશો.’

આ માટેની મુખ્ય શરત તમારે તમારી જાતનો ભરોસો કરવાની છે. આત્મવિશ્વાસ બધાં જ ગુણોને એકત્રિત કરવાની શક્તિ ધરાવે છે. અને એ એકત્રિત થયેલા બધા ગુણો સફળતાને પોતાના તરફ ખેંચી લાવે છે.

‘આ કામ મારાથી થઈ શકશે નહિ.’ એવું તમે સ્વપ્નમાં પણ વિચારશો નહિ. આમ વિચારવાથી તો તમે સફળતાથી દૂર ને દૂર જતાં રહેશો. જો તમારે જીવનમાં સફળ થવું જ હોય, તો તમે તમારી જાતને કહેજો કે, હું કોઈ સામાન્ય આદમી નથી.

હું નિરાધાર નથી. હું નિષ્ફળ જવા સરજાયો નથી. સફળતા મારો જન્મસિદ્ધ અધિકર છે. કોઈ પણ ભોગે તે હાંસલ કરીશ જ. જગતની કોઈ તાકાત મારું ધ્યેય હાંસલ કરતાં મને અટકાવી શકે તેમ નથી.

રાષ્ટ્રીય શાયર મેઘાણીજીના બુલંદ શબ્દોને યાદ કરીએ :

ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;

અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.

મેઘાણીની પંક્તિમાં જુસ્સો છે. યુવાન વયે મનના અતલ ઊંડાણમાં કંઈક મેળવવાના ઘોડા થનગની રહ્યા છે. અજાણી દિશામાં સાહસ કરી આત્મા ઝંખી રહ્યો છે. કેટલો દૃઢ વિશ્વાસ ?

આત્મવિશ્વાસપૂર્વક ઉચ્ચારાયેલા આ શબ્દો તમને એવાં કાર્યો તરફ દોરી જશે કે, જે તમને તમારું ધ્યેય સિદ્ધ કરી આપશે. વિશાળ સાગરમાં એક નાની કાંકરી ફેંકતાં જ જબરદસ્ત તરંગો પેદા થાય છે. ઘનઘોર અંધકારથી છવાયેલા આકાશમાં વીજની માત્ર રેખા પ્રકાશનો તેજલિસોટો દોરી જાય છે.

દૂર વૃક્ષ પર બેઠેલા પક્ષીની ઝીણી આંખને અર્જુને વીંધી હતી. માટીની મૂર્તિ બનાવીને ભીલકુમાર એકલવ્ય અકલ્પ્ય વિદ્યા શીખ્યો હતો. રામકૃષ્ણ પરમહંસની આંખમાંથી અજબ પ્રકારની ઝાંખી પ્રાપ્ત કરનાર સ્વામી વિવેકાનંદ માનવમાંથી મહામાનવ બન્યા હતા. પોરબંદરનો એ બાળક કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ત્રિમૂર્તિ પુરુષ તરીકે લેખાયા - એ ગાંધીને આપણે કેમ ભૂલી શકીએ ?

ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, ધીરુભાઈ અંબાણી જેવા માનવોના સંસ્કારમાં આત્મવિશ્વાસનાં બીજ રોપાયાં હતાં. આ તો માત્ર ઉલ્લેખ જ હતો. પરંતુ જગતનો મહાન વિવેચક પ્લેટો કહે છે કે, ‘જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે તેને આસ્તિક કહી શકાય. પરંતુ જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી અથવા તો આત્મવિશ્વાસ નથી તે તો નાસ્તિક જ છે.’

મનુષ્યના જીવનઘડતરમાં કેટલીયે બાબતો આંધીની માફક ક્યારે આવે છે, ક્યારે જાય છે એનો ખ્યાલ સુધ્ધાં પણ રહેતો નથી. ગરીબ માબાપનો એકનો એક પુત્ર શ્રવણ માબાપને એક દિવસ જાત્રા કરાવશે એવી ટેકને પોતાના દૃઢવિશ્વાસ દ્વારા જ સફળ કરી શક્યો હતો.

પછી ભલે એ તરસ્યા માબાપ માટે પાણી લેવા જતાં દશરથના તીરે વીંધાયો. પરંતુ વીંધાયા પહેલા એનું તીર આત્મવિશ્વાસને વીંધી ગયું હતું.

જો વ્યક્તિ પોતાની જાત પર વિશ્વાસ સંપાદિત કરે તો એનું વ્યક્તિત્વ અચૂક પ્રભાવશાળી બને જ. દરેક માણસને પોતાની પ્રતિભા ખીલવવાની અભિલાષા હોય એમાં કોઈ સંદેહ નથી. પછી તેનાં માધ્યમો, પ્રસ્તુતિ ભલે અલગઅલગ હોય પરંતુ આ બધા જ ફાંટાઓ એક જ જગ્યાએ આવીને મળે છે.

અકબર બાદશાહના કુશાગ્ર સેનાધિપતિ બીરબલના કોયડાઓ બહુ જ બુદ્ધિ માંગી લે તેવા હતા. તેણે આપેલા કોયડાના ઉત્તરો હંમેશાં નિર્ધારિત જ હોય. તેનું સબળ કારણ હતું તેનો ‘આત્મવિશ્વાસ.’

ગુરુ દ્રોણને જાણ થતાં ભીલકુમાર એકલવ્યને શિક્ષા આપવાની તેમણે ના પાડી. એકલવ્ય તરીકે ખ્યાત થયેલા આ ભીલકુમારે પોતાનામાં આત્મવિશ્વાસનું સંપાદન કરી ગુરુ દ્રોણની માટીની પ્રતિકૃતિ બનાવી અકલ્પ્ય બુદ્ધિપ્રતિભા હાંસલ કરી. આ શું બતાવે છે ?

પ્રત્યેક માનવી ઇતિહાસમાં બનેલા બનાવો, મહાગ્રંથોમાં સર્જાયેલી ઘટનાઓ કે પછી ધર્મગ્રંથોમાં જુદીજુદી જગ્યાએ સંગૃહીત થયેલા આત્મવિશ્વાસને ગ્રહણ કરશે તો પોતાની જીવન ઇમારતનો પાયો નક્કર રીતે પૂરી શકશે. ચંદ્ર ઉપર ગયા બાદ માનવીને એક વાત સહજ લાગી હશે. પરંતુ એ પહેલાં વિશ્વસનીય નહિ લાગી હોય.

મનુષ્ય પોતાના જીવનમાં એક જ પળ આત્મવિશ્વાસનું સંપાદન કરશે તો એ પળ કદાચ સાગરમાં ફેંકેલી કાંકરી દ્વારા ઉત્પન્ન થયેલા તરંગ જેવું હશે. તો વળી, પોતાના જીવનમાં ઘનઘોર આકાશમાં વીજરેખાની માફક ચમકી ઊઠશે. દૂર વૃક્ષ પર બેઠેલા પક્ષીની બારીક આંખને વીંધી શકાય તેમ પોતાના જીવનને વીંધી જશે.

આત્મવિશ્વાસ વિનાનો શ્વાસ તદ્દન પાંગળો, શુષ્ક અને નહિવત લાગે છે. આત્મવિશ્વાસના ખમીરથી આપણાં ઐતિહાસિક પાત્રો આજ સુધી આપણા માનસપટ પર શૌર્યનો ચિરાગ પેટાવી ગયા છે.

મહારાણા પ્રતાપ, વીર ભામાશા, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, ગોપાલકૃષ્ણ ગોખલે, હુમાયુ, વિનોબા ભાવે - અસંખ્ય ઉદાહરણો રજૂ કરી શકાય.

મનુષ્ય પોતાના જીવનઘડતર માટે કઈ વિચારે નહીં. પોતાની યોગ્ય દિશા નક્કી કરે નહીં અથવા જીવનનો હેતુ શું છે એ સમજે નહીં તો અચૂક એ વિનાશની ગર્તામાં ધકેલાશે. ઘોર નિદ્રામાં પોઢેલાએ હવે એટલું તો સ્વીકારવું જ પડશે કે

‘આત્મવિશ્વાસ એ જીવનઘડતરનો પાયો છે.’

૪. સફળતાનું રહસ્ય

દુનિયામાં એવો કયો માણસ હશે જે સફળતા નહીં ઇચ્છતો હોય ! પરંતુ આપણે જાણીએ છીએ કે, બધાં જ માણસો જીવનમાં સફળતા મેળવી શકતાં નથી. કેટલાંક માણસો જીવનભર નિષ્ફળતા મેળવીને દુઃખી થતા હોય છે. કિન્તુ એનો અર્થ એવો નથી કે, સફળતાનાં શિખર સર ન જ કરી શકાય. સફળતા મેળવવી દુષ્કર ભલે હોય, પરંતુ તેને પણ ચોક્કસ નિયમો હોય છે અને તેને અનુસરવાથી જીવનમાં અવશ્ય સફળતા પામી શકાય છે. પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.

યુવાન મિત્રો, એટલું જરૂર યાદ રાખશો કે, આજ સુધી તમને તમારા કાર્યમાં નિષ્ફળતા મળી છે. તેનો અર્થ કદાપિ એ નથી કે તમને સફળતા મળશે જ નહીં. ગમે તેવી અંધકારવાળી રાત્રિ બાદ સૂર્યોદય નિશ્ચિત જ હોય છે, તેમ ઘોર નિષ્ફળતા બાદ તમારી સફળતા પણ નક્કી જ છે. લક્ષ્યને જ પોતાનું જીવનકાર્ય સમજો. દરેક ક્ષણે એવું જ ચિંતન કરો, તેનાં જ સ્વપ્નો જુઓ અને તેને જ સહારે જીવો.

માણસ કોઈ પણ કામ હાથમાં લે એટલે સદૈવ સફળ થાય એવું હંમેશ બનતું નથી. પરંતુ જેથી કરીને નિષ્ફળતાને ખભે બેસાડી જીવન જીવી શકાય નહીં. જે તમારા માર્ગને રોકનારું છે, નડતરરૂપ છે, જે અહિત કરનારું છે તેને તમે શા માટે પકડી રાખો શો ? ફેંકી દો, તે વાતને એની જરૂર નથી. કારણ કે, એ નકામું છે અને તેને કાયમી વાતો સાથે સાંકળી શકાય નહીં.

માણસની માન્યતા જ તેની સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર હોય છે. કોઈ પણ કામ સફળ થશે જ તેવી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જરૂરથી સફળ થવાય. હતાશ મને હાથ ધરેલું કામ મહદ્‌ અંશે નિષ્ફળ જ જાય છે. શ્રદ્ધા એ તો સફળતા મેળવવાનું પ્રથમ સોપાન છે. જીવન એ એક રણમેદાન છે. એમાં જય-પરાજય તો આવતા જ રહે છે. એવા પરાજયથી માણસે હતાશ થઈને બેેસી રહેવું જોઈએ નહીં.

અમેરિકાના પ્રમુખ અબ્રાહ્મ લિંકનથી માંડીને ઇંગ્લેંડના વડાપ્રધાનો ડીઝરાયેલી અને ગ્લેડસ્ટનને તેમના જીવનમાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડેલો.

આપણા દેશમાં ખુદ ગાંધીજીને પણ બ્રિટીશ હકૂમત સામેની લડતમાં ૧૯૨૦થી ૧૯૪૫ દરમિયાન અનેક નિષ્ફળતાઓ અને દગાબાજીનો સામનો કરવો પડેલ. કિન્તુ આ બધા મહાપુરુષો નિષ્ફળતાને સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યા અને આખરે તેમણે સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યા અને આખરે તેમણે સફળતાનાં ઉન્નત શિખરો સર કરી બતાવ્યાં.

‘નિશાનચૂક માફ નહિ નીચું નિશાન’

જીવનમાં સફળતા મેળવવા માટે શિસ્ત, સંયમ અને ધગશ જેવા સદ્‌ગુણો વિકસાવવા ખૂબ જ આવશ્યક છે. સફળ થવા ઇચ્છતી વ્યક્તિએ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ પણ કેળવવાં જોઈએ. કોઈ પણ કામમાં રુચિનો અભાવ, એકાગ્રતાનો અભાવ અને અતિ સંવેદનશીલ સ્વભાવ એ નિષ્ફળતાનાં કારણો બની શકે છે.

સફળતા મેળવવાનું એક સોનેરી સૂત્ર યાદ રાખવા જેવું છે. સતત પ્રયત્ન એ સફળતા મેળવવાની જડીબુટ્ટી છે. જેનો ઉપયોગ કરી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ક્ષેત્રમાં ચોક્કસ સફળતાનાં શિખરો સર કરી શકે છે.

યુવાન દોસ્તો, આપણે પણ સફળતા મેળવવા આજથી જ સંકલ્પ કરીએ.

‘કર્મશક્તિ અને ઇચ્છાશક્તિ પ્રાપ્ત કરો, કઠિન પરિશ્રમ કરો

તો તમે નિશ્રિતરૂપે સફળતાના લક્ષ્ય પર પહોંચી જશો.’

૫. શ્રમનું ગૌરવ - પરિશ્રમ એ જ પારસમણિ

પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. સંસારમાં જે મનુષ્યને આત્મનિર્ભર થતાં આવડે એને જીવનમાં કોઈ મુશ્કેલી પડતી નથી. જીવન એટલે મુશ્કેલીઓ તો આવવાની જ, પણ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવામાં જ જીવનની સફળતા રહેલી છે.

આત્મનિર્ભર પર મુસ્તાક રહેનાર માણસ પોતાનાં કાર્યોના પરિણામનો ભાર બીજાના માથે લાદતો નથી. પરંતુ સભાનપણે તે પોતાના ખભા ઉપર મૂકીને જ ચાલતો હોય છે. આવા માણસને સફળતા કે નિષ્ફળતા, સિદ્ધિ કે અસિદ્ધિ, સુખ કે દુઃખ અનેરો આનંદ માણતો હોય છે.

સંસારમાં આપણે જ આપણા નિર્માતા અને વિધાતા છીએ ! આપણા નિર્માતા અને વિધાતા છીએ ! આપણા સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શાહે એક કાવ્યમાં કહ્યું છે :

‘આપણા ઘડવૈયા બાંધવ આપણે.’

આત્મનિર્ભય બનવા માટેનાં ચાર પગથિયાં છે. તેમાં પહેલું પગથિયું તે દૃઢ નિશ્ચય છે. એક વખત નિશ્ચય કર્યા પછી તેમાં કોઈ વિકલ્પ થવો જોઈએ નહીં. મનુષ્યના મનનો નિશ્ચય તેનું ભવિષ્ય નક્કી કરતો હોય છે.

સંસારમાં આપણા સુખદુઃખ માટે આપણા નિશ્ચયો જવાબદાર છે. નિશ્ચય કરવામાં સંકલ્પો અને વિકલ્પો આડે આવતાં હોવાથી મનુષ્ય પોતાના જીવનનો નકશો તૈયાર કરી શકતો નથી. જેના પરિણામે મૃત્યુ સુધી તે અથડાયા-કૂટાયા કરે છે !

બીજું પગથિયું તે અભય છે.

મોટા ભાગના માણસો જન્મથી, તે મૃત્યુ સુધી અનેક પ્રકારના ભયમાં જ જીવતા હોય છે. ભયના કારણે તેમનું ચિત્ત નિશ્ચલ થઈ શકતું નથી અને કારણ વિના વિક્ષિપ્ત રહેતું હોવાથી એવું લાગ્યા કરે છે કે, અમુક માણસો તેમની પાછળ પડ્યા છે અને તેમની પ્રગતિમાં રૂકાવટ કરે છે.

કલાકારો, અધ્યાપકો અને બુદ્ધિજીવીઓ ને બીજાના તેજોદ્વેષનો ભય સતાવતો હોય છે. નબળા મનના માનવીને પોતાના સ્વજનો અને મિત્રોનો ભય પણ કોરી ખાતો હોય છે. જેના પરિણામે તેઓ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.

ત્રીજું પગથિયું તે સહનશીલતા છે.

સહનશીલતા વિનાનો માણસ વિકલ્પોમાં જ રાચતો હોય છે. અને નિર્ણય કરી શકતો નથી. સહન કરવું એટલે અપમાનો સહન કરવાં કે પોતાના સ્વાભિમાનનો ભોગ આપવો અને બિચારાં-બાપડાં થઈને રહેવાની બાબત નથી. આત્મનિર્ભર બનવા માટે આત્મગૌરવ જાળવવું આવશ્યક છે.

આવનારી પરિસ્થિતિને સહન કરીને સંકટોનો હિંમતપૂર્વક

સામનો કરવો જોઈએ. કહેવત છે કે,

‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’

જીવનમાં આવતી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરનારને

નિષ્ફળતા નડતી નથી. સફળતાનું નારિયેળ તેમના ખોળામાં સામેથી આવી પડતું હોય છે !

ચોથું પગથિયું તે આત્મનિર્ભય.

આત્મનિર્ભય એ સફળતાની ગુરુચાવી છે. આત્મનિર્ભય બનનાર માણસ જ પોતાનો ઘડવૈયો બની રહેતો હોય છે, ને ક્યારેક દોષનો ટોપલો નસીબના માથે ઓઢાડતો હોતો નથી.

મનુષ્ય જાતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. આ વિધાનમાં જીવનનું એક મહાન સત્ય છુપાયેલું છે. આશાવાદી અને પ્રબળ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ માટે તો જીવનમંત્ર છે. પ્રારબ્ધવાદી મનુષ્ય પુરુષાર્થમાં વિલંબ અને ઉપેક્ષા રાખી પોતાના જીવનનું યોગ્ય ઘડતર કરી શકતો નથી. એની કાર્યક્ષમતા રૂંધાઈ જાય છે. એનું ભાવી ધૂંધળું અને અનિશ્ચિત જ રહે છે.

પરાવલંબી જીવન શાપરૂપ છે. જીવનારને પોતાને જ બોજારૂપ અને સજારૂપ છે. પ્રારબ્ધને આધારે જીવનારે પારકાની ખુશામત કરવી પડે છે. સામી વ્યક્તિના અપમાન અને ઉપેક્ષાઓને તાબે થવું પડે છે.

આવા પ્રકારનો તેજોવધ અને ગૂંગળામણ ગુલામીથી પણ બદતર હોય છે. વળી આવી પરાવલંબી વ્યક્તિના જીવનમાં બેદરકારી, પ્રમાદ, સ્વાર્થ અને જડતા જેવાં આઘાતજનક દૂષણો ઘર કરી જાય છે.

કેટલાંક માણસો કોઈ સ્વપ્નદ્રષ્ટા કે શેખચલ્લીની માફક મોટાં મોટાં સ્વપ્નો કે તરંગોમાં રાચતો હોય છે. મોટી મોટી ગુલબાંગો મારતા હોય છે. પરંતુ વાસ્તવમાં એમના એકેય વિચારને તેઓ આચરણમાં મૂકતા નથી કે એકે સ્વપ્ન સાકાર થતું નથી. શ્રમનું ગૌરવ દર્શાવતી અનેક પંક્તિઓ આપણે ત્યાં પ્રચલિત છે :

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.’, ‘શ્રમ વિનાનું પ્રારબ્દ્ધ લૂલું છે.’ શ્રમમાં તો વશીકરણ રહેલું છે... ‘આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.’, ‘આરામ હરામ હૈ’ !

આપણાં શિક્ષિત લોકો પર મોટામાં મોટું એક દોષારોપણ એ છે કે તેઓ અમુક જ પ્રકારનું કામ કરવા તૈયાર થાય છે. ઘરમાં પણ અક્કડ થઈને રહે છે. ઘરનાં રાચરચીલાં અને અન્ય ઘરવખરીની

સાફસૂફી કરવાની હોય કે ઊંચીનીચી મૂકવાની હોય એ કામ એમનાથી શી રીતે થઈ શકે ? ઘરમાં પાણીનો લોટો પણ શી રીતે ભરાય ? કોઈ પણ કામમાં નાનપ નથી.

તગારા ઊંચકવાનું કામ હોય તેમાં પણ માણસ ધારે તો પોતાનું પાણી બતાવી શકે. એવી કોઈ પણ મૂલ્યવાન ચીજ નથી કે જે પુરુષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય.

જગતમાં કેટલાક મહાપુરુષો પોતાની જાતમહેનતથી જ આગળ વધ્યા છે. નસીરુદ્દીન નામનો મુસલમાન બાદશાહ કુરાનની નકલો વેચી અને ટોપીઓ ભરી પોતાનું ગુજરાન ચલાવતો. સમ્રાટ અશોક પોતાનાં કપડાં હાથે જ ધોઈ લેતો. શિવાજી અને હૈદરઅલી સામાન્ય સરદારની સ્થિતિમાંથી ધીમેધીમે પુરુષાર્થ અને આત્મશ્રદ્ધાના બળે આગળ વધ્યા. પૂ. ગાંધીજી આશ્રમમાં પોતાનાં પાયખાનાં પણ જાતે જ સાફ કરતા.

હેના એન્ડરસન, બર્નાડ શો, ડેવિડ કોપરફિલ્ડ, જેમ્સ વોટ અને વિલિયમ ટોમ્સ જેવા મહાન સાહિત્યકારો અને વૈજ્ઞાનિકોએ તદ્દન સાધારણ સ્થિતિમાંથી ધીમેધીમે પોતાના પુરુષાર્થના જોરે પ્રખ્યાત થયા. કવિ રાજેન્દ્ર શાહે યથાર્થ લખ્યું છે :

પંડની પેટીમાં પારસ છે પડ્યો,

વાવરી જાણે તે બડભાગિયો,

ફૂટેલા ફૂટે છે કરમજી,

આપણા ઘડવૈયા, બાંધવ આપણે.

પરિશ્રમ કરવામાં જ માનવીની મહાનતા છે.

પરિશ્રમ એ જ પરમેશ્વર છે.

૬. ગુરુ ગોવિંદ દોનો ખડે... ગુરુ વંદના

હું શાળામાં ભણતો ત્યારના ગુરુવંદનાનાં દૃશ્યો આજે ય મારી નજર સામે તાદૃશ થાય છે. પૂ. ગુરુદેવ સ્વામી નિત્યાનંદજી પધારે કે પૂ. બટુક બાપુ બા-બાપુજી, બહેન, અમે ભાઈઓ, ભાભીઓ, બાળકો સૌ તાંબાના ત્રાસમાં ગુરુદેવના ચરણો પખાળી, પૂજન કરીએ.

ઘરમાં જ ઊગેલી જમરૂખડીના જમરૂખ, સીતાફળીના સીતાફળ, ગુરુદેવના ચરણે પ્રસાદરૂપે મૂકીએ. પછી ઘરના બધા ગુરુદેવની વાણી સાંભળીએ. આજે પણ પૂ. ગુરુદેવ બટુક બાપુના (શ્રી ફક્કડનાથ આશ્રમ, ઝમરાળા, તા. બોટાદ, જિ. ભાવનગર) આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહે છે.

ગુરુ વિદ્યાર્થીને ઉચિત માન આપીને વિદ્યાર્થીજીવનનું રૂપાંતર કરે છે. કાચાપિંડને યોગ્ય માવજત આપી કુંભકાર કુંભ બનાવે છે તેમ ગુરુ વિદ્યાર્થીરૂપે પિંડને જ્ઞાનનો ઘાટ આપી વિદ્યાર્થીકુંભ બનાવે છે.

કૃષ્ણ અને સુદામા સાંંદીપનિ ગુરુના આશ્રમમાં રહી ભણતા ત્યારે ગુરુ સાંદીપનિ અને ગુરુમાતા કૃષ્ણ-સુદામાને પ્રેમભાવથી સાચવતાં અને જ્ઞાન આપતાં. અભ્યાસ પૂર્ણ થયા બાદ જ્યારે કૃષ્ણ-સુદામા ગુરુ સાંદીપનિ અને ગુરુમાતાને વંદન કરી વિદાય લે છે ત્યારે બધા ગદ્‌ગદિત થઈ જાય છે. શિષ્યોને આશ્રમ છોડી જવાનું મન થતું નહોતું. ગુરુ તેમ જ ગુરુમાતા પણ ભાવવિભોર બની જાય છે. ગુરુશિષ્યના નિર્મળ-પવિત્ર સંબંધનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુરુ તો બ્રહ્મનું પૂર્વરૂપ છે. શિષ્ય બ્રહ્મનું ઉત્તરરૂપ છે. પરંતુ આજે આવો ગુરુ શોધવો ક્યાં ? અને મળે તોપણ એની ઓળખ શી ? એની પરખ શી ? આ સવાલ અખા ભગતના જીવનમાં પણ ઉદ્‌ભવેલો. અને પ્રપંચી-લેભાગુ જે ગુરુના સ્વાંગમા અખાને મૂર્ખ બનાવતા રહ્યા. અખાને આર્થિક રીતે લૂંટતા રહ્યા. અખા પાસે છેલ્લે કાંઈ જ ન રહેવા દીધું. આર્થિક નુકસાની ઉપરાંત જીવનનાં અમૂલ્ય કીમતી વર્ષો બરદાદ થયા બાદ જ અખાને સદ્‌ગુરુ આપોઆપ મળ્યા.

ટૂંકમાં ગુરુ-સાધનને શોધવા જવાનું ન હોય. સાધનને શોધવા જવાનો વ્યર્થ વ્યય જ પુરવાર થાય. પણ જ્યારે પાત્રતા ધરાવતા થઈએ તો આપમેળે સમય આવ્યે સદ્‌ગુરુ તો મળે જ છે. ગુરુ ગોત્યા મળે નહીં સ્વયં પરમાત્મા જ યોગ્યતા જોઈ ગુરુનો ભેટો કરાવે છે. અખાના એક છપ્પાને જોઈએ તો....

પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ;

જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખચાટી વળ્યો ઘેરય આપ

એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર ?

અખાએ ઢોંગી અને ધૂર્ત ગુરુઓ પર કટાક્ષના પ્રહારો કર્યા છે. આવા ગુરુઓ અકબીજા સામે કપટલીલા કરે છે. માત્ર ગુરુનો દંભી વેશ એમણે ધારણ કરેલો હોય છે. એ ગુરુ શિષ્યને સંસારમાંથી કેમ ઉગારે ?

પણ દાસી જીવણ ગુરુજ્ઞાનની વાત કરતા આમ કહે છે :

અજવાળું હવે અજવાળું,

ગુરુ આજ તમે આવ્યે રે મારે અજવાળું,

સત્‌ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,

ભેટ્યા ભીમને ભાંગ્યું ભ્રમનું તાળું.

જીવનમાં ગુરુપ્રાપ્તિથી હૃદયમાં કેવું અજવાળું અજવાળું થઈ જાય છે તેનું વર્ણન થયું છે. ગુરુ મળતા ‘ભ્રમનું તાળું’ તૂટી જાય છે અને મન, હૃદય મુક્ત બની રહે છે.

સાચા અર્થમાં ગુરુનો મહિમા ફક્ત શિષ્ય જ સમજે છે. તે પણ ત્યારે જ જ્યારે ગુરુ તેની સામે પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે.

ગુરુ ગોવિંદ દોનો મિલે, કીસકો લાગું પાય;

બલિહારી ગુરુ દેવકી જીસને ગોવિંદ દીયો બતાય

ગુરુ જ અધ્યાત્મ-વિદ્યા-બ્રહ્મવિદ્યા-યોગવિદ્યાના માર્ગે ઈશ્વરનું મિલન કરાવનાર પ્રથમ અને આખરી સત્તા છે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમઃ

ગુરુ સત્યમ, શિવમ્‌ અને સુંદરમ્‌નું સ્વરૂપ છે. ગુરુ મંડળના અનેક ગુરુઓને વંદન. ગુરુતત્ત્વ ગુરુમહિમા અવર્ણનીય છે. અનુભવીએ તો જ ખબર પડે એ જ પરબ્રહ્મ છે. અતૂટ અક્ષય અનંત જે કાંઈ શબ્દો છે તે ટૂંકા અને પાંગળા લાગે એવું તત્ત્વ છે. સૂતી ચેતના જાગ્રત કરવી એ કઠિન કાર્ય છે.

સદ્‌ગુરુ જ કરે છે.

મુક્તિ નહિં આકાશમેં, મુક્તિ નહિ પાતાલ,

મનકી મંછા મીટ ગયે, મુક્તિ મિલે તત્કાલ.

મુક્તિ માટેનો પથદર્શક ગુરુ જ છે. જે આડંબરથી રહિત છે. ગુરુદેવ, અમને અસત્યમાંથી સત્ય તરફ, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાઓ. અમને આપના આશીર્વાદ આપો જેથી અમારું જીવન ધન્ય બની જાય.

ગુરુ પૂર્ણિમાના પાવનકારી પર્વના પવિત્ર દિવસે ગુરુના આદર્શં જીવનમાં ઉતારીએ, તેમના ગુણોને હૃદયમાં ધારણ કરીને ગુરુ પ્રત્યે આદરભાવ રાખીએ.

કવિ રામનારાયણ પાઠક કહે છે કે, પ્રથમ વંદન માતાને, બીજા વંદન પિતાને અને ત્રીજા વંદન ગુરુને કરવા જોઈએ. દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ કર્યા હતા. નાનામાં નાની કીડી પાસેથી પણ કંઈક જ્ઞાન કે શીખ મેળવવા તેઓ આતુર રહેતા. ખરેખર....

ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભાન નહીં.

૭. સિનેમા અને વિદ્યાર્થી

આ વિષય વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાઓમાં ખૂબ ચર્ચાસ્પદ બની ગયો હોવા છતાં તેના માટે જે રીતે રજૂઆત થવી ઘટે તે થતી નથી. ટેલિવિઝન કે સિનેમા માત્ર લાભદાયી પણ નથી તો વળી, ગેરલાભદાયી પણ નથી. કેટલીક જગ્યાએ તો આ બંને માધ્યમો માટે નકારાત્મક ચર્ચા જ થતી હોય છે. જ્યારે જ્યારે આવી મુલવણી કરવાની હોય ત્યારે હંમેશાં નકારાત્મક અને હકારાત્મક પાસાંની તંદુરસ્ત ચર્ચા થાય, તો જ વિષયને યોગ્ય ન્યાય આપી શકાય. આથી જ વિદ્યાર્થી આલમને ઉપકારક નીવડે તેવા વિષયની છણાવટ કરવી છે.

જ્યારે ‘સિનેમા અને વિદ્યાર્થી’ એ વિષય પર છણાવટ કરવાની છે ત્યારે શાળાથી માંડી મહાશાળા સુધીના છાત્રોને આપણે નજર સમક્ષ રાખીશું. જોકે પ્રત્યેક મનુષ્યે યુગ પ્રમાણે વર્તવું જ જોઈએ એમ નાજુક, કુમળા વિદ્યાર્થીઓને સિનેમા જોવાની મનાઈ નથી પરંતુ, આજે યુગ ઝડપથી પરિવર્તનની દિશાને આંબવા દોડી રહ્યો છે.

તે વેળા સિનેમાની ટેકનિક, ડાયરેક્શન, કેરેક્ટર, ડાયલોગ્ઝ, ગીતસંગીત, કથાવસ્તુ, રજૂઆત, સમગ્ર અસર, ફોટોગ્રાફી, વાસ્તવિક્તા અને તેમાંથી મળતો બોધ વગેરે માટે યોગ્ય દૃષ્ટિ કેળવવામાં આવશે તો તેમાંથી જરૂર પ્રેરણા મળશે.

મનોરંજન એટલે રોમાન્સનાં ગીતો, વરવા ડાન્સ, ફાઇટીંગ, ઉદ્ધતાઈ, મારામારી, ખુન્નસ, સેક્સ, ખોટી ઉત્તેજના ? ના, આ બધો તો સડેલો મસાલો છે. જેના દ્વારા વિદ્યાર્થીની દૃષ્ટિમાં અને માનસમાં વિકૃતિનો રોગ પેદા થાય છે. ટીનેજર કે યંગબ્લડ સિનેમામાં પ્રદર્શિત થતાં નાયક-નાયિકાના કેશગુંફનો, વસ્ત્રાભૂષણો, ચાલ, છટા, અનુકરણનો ભલે અભ્યાસ કરે પણ ‘ઢમ ઢોલ માહે પોલ’ એવું નહિ થવું જોઈએ. બાહ્ય વ્યક્તિત્વ બહું ટકતું નથી કારણ પિત્તળ પર ચઢાવેલો ઢોળ ક્યાં સુધી ટકી રહે ? એક દિવસ તો તેનું પોત પ્રગટવાનું જ છે. જ્યાં સુધી આંતર વ્યક્તિત્વ સુધારવામાં નહીં આવે ત્યાં સુધી બાહ્ય વ્યક્તિત્વની કોઈ કિંમત નથી.

યુવાનો સિનેમાના નાયકનો સ્ટાઈલ માફક અનુકરણ કરી, ભારે વસ્ત્રો પહેરી, નોકરીની કતારમાં ઊભો રહેશે ને જ્યારે ઇન્ટરવ્યૂ આપશે ત્યારે જવાબમાં મીંડું. જેટલું ધ્યાન બાહ્ય ટાપટીપમાં આપવામાં આવે છે. એટલું ધ્યાન જો આંતર વ્યક્તિત્વને કેળવવા પાછળ અપાય તોે ? તો જ જિંદગીની ખરી વાસ્તવિક્તા સમજાશે.

કરોડપતિ ડાયરેક્ટરો પોતાનાં ખિસ્સાં ભરવા હલકટ ચિત્રો પ્રદર્શિત કરી સાવ કુમળાં માનસ ધરાવતાં અથવા નિર્દોષ છાત્રોને આડે માર્ગ દોરવાનો પ્રયાસ કરે છે, તે માટે પ્રત્યેક યુવાને જ જાગૃત થવું પડશે.

ચલચિત્રો પ્રદર્શિત થાય છે તે બધા જ હલકી વૃત્તિના, ક્રૂર, અવાસ્તવિક, ભયંકર હોય છે, પણ તેની સામે સ્વચ્છ, સામાજિક, હેતુલક્ષી, રચનાત્મક, સમાજ ઉપયોગી ચિત્રો પણ બને જ છે. એનું કેટલું આયુષ્ય ? વાસ્તવિકતાને અપનાવવી કોઈને ગમતી જ નથી. અવાસ્તવિક્તા જ સૌને વાસ્તવિકતા લાગે છે. પણ પોલું ક્યાં સુધી વાગે ?

મારાં વ્હાલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, આપને મારી નમ્ર ટકોર છે કે, ચલચિત્રોમાં રજૂ થતાં પાત્રોની કરુણા તરફ, વફાદારી, ખમીર, રાષ્ટ્રભાવના કે લડાયક જુસ્સા તરફ દૃષ્ટિ ફેરવો. એમાંથી પ્રેરણા મેળવી શકાય.

કુદરતી દૃશ્યોને મન ભરીને માણો, આદર-સત્કાર, દેશભાવના, દયા, કરુણા, ગંભીરતા, સાચી સમજ વગેરે કેળવશો તો વડીલોને પણ થશે કે, મારાં પુત્ર-પુત્રી સિનેમા જોવા ખાતર જ જોતાં નથી. પણ તેમાંથી સાચું-સારું અનુકરણ કરે છે. આમ સમય, પૈસાનો ખરો સંચય થશે.

આપણી સંસ્કૃતિ, આપણો દેશ કેટલો મહાન છે. ભારત દેશનો યુવાન પરાવલંબી, પાંગળો, લાલચુ, વિકૃત, અવિવેકી હોઈ શકે ? જવાબ જો ‘ના’ હોય, તો મિત્રો આપણે આજથી જ નક્કી કરીએ કે, ચલચિત્રો જોયા પછી એનું સાચું અનુકરણ ન થાય તો કંઈ નહિ પણ ખોટું અનુકરણ તો નહીં જ કરીએ.

૮. આદર્શ વિદ્યાર્થી

વિદ્યાર્થીએ ગુરુ પાસે પોતાનું જીવન સુધરે, શીલ અને સંસ્કાર આવે એવી ભાવનાથી જવું જોઈએ. વિદ્યાર્થી તો વિદ્યાનો ઉપાસક છે. પરંતુ આદર્શ વિદ્યાર્થીને વ્યાખ્યાના ચોકઠામાં શબ્દબદ્ધ કરવો મુશ્કેલ છે.

તેજસ્વી અભ્યાસ ધરાવતો હોય, તેને આદર્શ કહેવો ? વિનયી, સંસ્કારી, સુઘડ, મહેનતુ, બુદ્ધિશાળી, નિયમિત કે ઉત્સાહી તેને વિદ્યાર્થી કહેવો ? આમાંનો કયો વિદ્યાર્થી આદર્શ ગણાય ? પોતાના વિવેકને પોતાનો શિક્ષક બનાવી લે, કર્મને, વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી લે તે સાચો વિદ્યાર્થી.

આદર્શ વિદ્યાર્થી એટલે અનુકરણીય વિદ્યાર્થી. અન્ય વિદ્યાર્થી પોતાના સમગ્ર વ્યક્તિત્વની એક સુંદર છાપ ઉપસાવી તેમને સન્માર્ગે વાળી શકે, એ આદર્શ વિદ્યાર્થી, તે એ જ કહેવાય ને ? વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાપ્રાપ્તિ એ જ વિદ્યાર્થીનું એક માત્ર ધ્યેય હોવું જોઈએ. એનું તાત્પર્ય એવું નથી કે, વિદ્યાર્થી પુસ્તકિયો કીડો કે કૂપમૂંડક રહે. વિદ્યાર્થીઓને સુંદર પ્રેરણા આપતી અંગ્રેજી પંક્તિ નીચે પ્રમાણે છે :

ૈં ટ્ઠર્ઙ્મહી રટ્ઠદૃી ંરી ર્ુીિ ર્ં દ્બટ્ઠાી દ્બઅ ઙ્મૈકી.

મારે મારી જિંદગી બગાડવી કે કેવળ સુધારવી તે મારા હાથમાં છે.

શીલ અને સંસ્કાર તો વિદ્યાર્થીની અમૂલ્ય પૂંજી છે. આજનો વિલાસી યુગ વિદ્યાર્થીને ભરખી ગયો છે. એમાંથી વિદ્યાર્થી પણ બાકાત નથી રહ્યો. પરંતુ આદર્શ વિદ્યાર્થીએ પોતાના ચારિત્રને કોઈ પણ ભોગે રક્ષવું જોઈએ. સત્યનિષ્ઠા, પ્રામાણિક્તા અને સહૃદયતાપૂર્વકની એની કર્તવ્યનિષ્ઠા અન્ય વિદ્યાર્થી માટે આદર્શરૂપ બની જાય છે.

વિવેકાનંદ, શાસ્ત્રીજી, ગાંધીજી, રામતીર્થ, દયાનંદ કે અન્ય મહાપુરુષના જીવનને તપાસીને જીવન આગળ ધપાવવાનું જોઈએ. સો માઈલ લાંબા પ્રવાસ કે સફરની શરૂઆત માત્ર એક ડગલાથી જ થાય છે. તો ચાલો મારા ભારતીય વિદ્યાર્થી મિત્રો, આપણે આપણાં પાસાંઓ તપાસી જીવનલક્ષ્ય સફળ કરીએ. એમાં જ આપણું કલ્યાણ છે. અંગ્રેજીમાં કહેવત છે કે,

ર્દ્ગંરૈહખ્ત દૃીહેંિી, ર્હંરૈહખ્ત રટ્ઠદૃી-સાહસ નહિ, તો સિદ્ધિ નહિ.

જીવન એક સંગ્રામ છે અને તેમાં ડગલે પગલે સાહસ આવે

જ. વિદ્યા વિજય આપે છે, વિનયથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. યોગ્યતાથી ધન મળે છે. ધનથી ધર્મની સુખની પ્રાપ્તિ થાય છે.

લક્ષ્ય સફળ બનાવવા માટે વિદ્યાર્થીએ પોતાના આંખ અને કાન ખુલ્લા રાખીને રહેવું જોઈએ. અત્યંત વિશાળ વાંચનની આદત કેળવવી જોઈએ. વર્તમાન જગતના પ્રવાહોથી તે સંપૂર્ણ રીતે માહિતીગાર હોવો જોઈએ. આવું વિરલ વ્યક્તિત્વ વિકસાવી શકે તે જ આદર્શ વિદ્યાર્થી.

વિદ્યાર્થી શબ્દ સાંભળતાં જ મનમાં પ્રશ્ન ઊઠે છે. ક્યાં આજનો રખડું વિદ્યાર્થી (ખરી રીતે પરીક્ષાર્થી જ) અને ક્યાં પ્રાચીનકાળનો જિજ્ઞાસુ વિદ્યાર્થી ? સાદાં કપડાં પહેરનાર, બ્રહ્મ મુહૂર્તે ઊઠનાર, ગુરુદેવની સેવા કરનાર, કુદરતને ખોળે બેસી શિક્ષણના પાઠ ભણનાર પ્રાચીન વિદ્યાર્થી સાચે જ વિદ્યાનો અર્થી હતો. વિદ્યાર્થીમાં ચંચળતા નહીં એકાગ્રતા હોવી જોઈએ.

શિસ્ત એ આજનો સળગતો પ્રશ્ન છે. શિસ્ત એટલે સ્વનિયંત્રણ. માણસે પોતાની વૃત્તિઓ અને વિચારો પર બુદ્ધિપૂર્વકનો વિવેક દાખવવો અને એ પ્રમાણે વર્તવું એનું નામ શિસ્ત. શિસ્તમાં નથી ડર કે નથી ધાકધમકી. શિસ્ત વિદ્યાર્થીને વધુ સ્પર્શે છે. વિદ્યાર્થી અવસ્થા એટલે શિસ્ત કેળવવાનું સાધન. જીવનઘડતરનો પાયો શિસ્ત છે.

‘કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે.’ એ દૃષ્ટિએ વિદ્યાર્થી અવસ્થામાં કેટલીક ખાસિયતો કાયમને માટે સ્થાન પામે છે. ઘોડાને ચાબુક અને હાથીને અંકુશની જરૂર હોય છે. એમ અલ્લડ વિદ્યાર્થીને શિસ્ત વડે સંયમમાં રાખી શકાય છે. શિસ્ત વિનાના સમાજની કદર થતી નથી તેમ શિસ્ત વગરનો વિદ્યાર્થી વિદ્યાર્થી નથી.

વિદ્યા પૈસો મેળવવા માટે ભણવાની નથી, વિદ્યા તો જીવનનું દર્શન કરવા, સુખ, શાંતિ અને સમાધાન મેળવવા તેમ જ ઇશુતત્ત્વ પાસે પહોંચવા માટે મેળવવાની છે.

વિદ્યાર્થીએ શિસ્તને વળગી રહેવું જોઈએ. વર્ગમાં તાસ સમયે વાતચીત ન કરવી જોઈએ, પોતાનું ઘરકામ વ્યવસ્થિત કરવું જોઈએ. શાળામાં સમયસર આવવું અને જવું જોઈએ. ગણવેશ નિયમિત પહેરવો જ જોઈએ. શાળા એ વિદ્યાર્થીનું ઘર છે. સરસ્વતીનું પવિત્ર મંદિર છે, એની સ્વચ્છતા પૂરેપૂરી જાળવવી જોઈએ.

શાળાના વર્ગોને બગાડવા ન જોઈએ. ફર્નિચરને નુકસાન ન પહોંચાડવું જોઈએ; મેદાનો સ્વચ્છ રાખવાં જોઈએ. નાની વયે જેટલી સારી ટેવ પાડી શકાય એટલી જિંદગીભર ઉપયોગી નીવડે છે. અશિસ્ત એ સામાજિક અને નૈતિક ગુનો છે. એના અભાવથી બાળક બગડે છે એટલું જ નહીં પણ સમાજદ્રોહી બને છે. અવિવેકી અને ઉચ્છૃંખલ બની સ્વનાશને નોતરે છે.

આજે શિસ્તસંબંધી નવા વિચારો કેળવણીકારોએ વહેતા મૂકવા છે. એમાં મૂક શિસ્તનું મહત્ત્વ સમજાયું છે. વિદ્યાર્થી આલમને શિસ્તના નામે કડક ચોકી પહેરામાં દાબી રાખવા એ શિસ્ત નથી. એને બદલે એની વૃત્તિઓને સમજી, એના મનની લાગણીઓને વાચા આપી એને અનુકૂળ રીતે વર્તવાની છૂટ આપવી એ એને સાચાં અરથમાં કેળવવા બરાબર છે. સંયમમાં રહી આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરે છે.

આજની અશિસ્તમાં આપણા સામાજિક રીતરિવાજો, વડીલો, ફિલ્મો, ટેલિવિઝન, ફૅશનપરેડ, અનુકરણ વગેરે જવાબદાર છે. અસામાજિક તત્ત્વો, ભ્રષ્ટાચાર અને સિનેમા સ્થળો પણ મુક્ત નથી. આ બધા બહેકાવાથી આજના બાપડા વિદ્યાર્થીને બચાવવો એ જ ખરી શિસ્ત છે.

યુવાન મેડિકલ સેલ્સમેન, રેડિયો ટી.વી. એનાઉન્સર, ન્યુઝ રીડર, સરકારી, અર્ધસરકારી ખાતાઓનાં ઑફિસર, ડૉક્ટર, ઇજનેર, ઉદ્યોગપતિ વગેરેના વ્યક્તિત્વનું મહત્ત્વનું પાસું શિસ્ત જ હોય છે.

જીવનમાં આગળ વધવા માટે શિસ્ત મહત્ત્વનો ભાગ ભજવે છે.

૯. મોંઘવારીનો ભરડો

સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની એક રેલી વખતે કહેલું : ગુલામીના મિષ્ટાન્ન કરતાં આઝાદીનો સૂકો રોટલો અમને મીઠો લાગશે. એ વાતને વર્ષો વહી ગયા છતાં હજુ આજે પણ આ દેશમાં લાખો કુટુંબો એક ટંક ધાન માટે ટળવળે છે. જ્યાં જુઓ ત્યાં મોંઘવારીની નાગચૂડના ભરડામાં ગરીબો અને મધ્યમવર્ગનાં માનવીઓ ફસાયા છે. ‘રોટી, કપડાં અને મકાન’ એ ત્રણ મૂળભૂત જરૂરિયાતોની અસહ્ય મોંઘવારીનાં ખપ્પરમાં કંઈકના આશાભર્યા જીવન હોમાઈ ચૂક્યાં છે.

બજારમાંથી ચીજવસ્તુઓ અદૃશ્ય થઈ જાય અને જે હોય તે ઊંચા દામે વેચાય એ મોંઘવારીનું એક લક્ષણ થયું. રૂપિયાની ખરીદશક્તિ ઘટી જાય અને ભાવોની આસમાનતાને લીધે કાળાબજાર થાય. જેને પરિણામે, કાળું નાણું વધતું જાય, એ એનું બીજું લક્ષણ છે.

જીવન જીવવા માટે ખાવાપીવાની અને પહેરવા ઓઢવાની વસ્તુઓનો ભાવ જ્યારે આસમાને ચડે ત્યારે વેપારીઓ એક બાજુ માલનો ખાનગી સંગ્રહ કરી લઈને કૃત્રિમ અછત ઊભી કરે અને બીજી બાજુ ‘બે નંબરની કમાણીવાળા શ્રીમંતો એ ચીજવસ્તુઓ ઊંચા દામે ખરીદ્યા કરે, એ મોંઘવારીનું ત્રીજુ લક્ષણ છે.’

જ્યારે મોંઘવારી માઝા મૂકે છે, ત્યારે સામાન્ય માનવી ભારે ભીંસમાં આવી જાય છે. ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એવી એની દશા હોય છે. મોંઘવારીના ખપ્પરમાં કેટલાં નિરાધાર કુટુંબો ઝેર પીને કે અગ્નિસ્નાન કરીને જીવતરથી છુટકારો મેળવે છે. કંઈક નવલોહિયાં યુવાન શિક્ષિત બેકારો જળાશયોમાં ઝંપલાવે છે. જેના માથે કુટુંબના ભરણપોષણની જવાબદારી છે, એવાં પૌઢો કાં તો પાગલ થઈ જાય છે. કાં તો અનીતિના માર્ગે પૈસા રળવાના ચક્કરમાં ફસાઈ જાય છે.

‘તમાચા મારીને ગાલ રાતા રાખતો’ મધ્યમવર્ગનો માનવી મોંઘવારી આગળ મજબૂર થઈ જાય છે. માનવસર્જિત મોંઘવારી અનેક સમસ્યાઓને જન્મ આપે છે. ‘ડૂબતો માણસ તરણાનો સહારો શોધે.’ એમ સામાન્ય માનવી અનેક દુષ્કૃત્યો કરવા લાચાર બને છે. નીતિ, સદાચાર, આદર્શ, સિદ્ધાંત એ બધું નેવે મૂકીને સંસારરૂપી રથને ગતિમાં રાખવા, એ બિચારો રાતદિવસ મજૂરી કરીને નાણાંભીડ હળવી કરવા મથે છે.

સ્વતંત્ર ભારતમાં વર્ષો સુધી મોંઘવારી ડામવાના જે કંઈ પ્રયત્નો થતા તે એકપક્ષી અને ઢીલી નીતિવાળા હતા. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સરકારે જે કેટલાંક ઝડપી ને સીધાં પગલાં લીધાં તેનાથી ભાવ નિયમન થતાં વેપારીઓની સાન ઠેકાણે આવી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા. પરંતુ, આ તો ‘ભારેલા અગ્નિ’ જેવી હાલત છે. સ્વેચ્છાએ મોંઘવારી ઘટે એવું સર્વ પક્ષે વિચારાય, તો જ સરકારના હાથ મજબૂત બને અને મોંઘવારીરૂપી અસુરને નાથી શકાય.

જનતાજનાર્દનની રોજીરોટી સાથે ચેડાં કરનાર, માલની કૃત્રિમ અછત ઊભી કરી મોંઘવારીને પોષનાર, કાળાં બજાર કે દાણચોરી કરનાર, લાંચરુશવત લઈને પાછલે બારણે માલ વગે કરવાની સગવડ કરી આપનાર સૌ કોઈ દેશનાં દુશ્મન છે, કટ્ટર દેશદ્રોહીઓ છે. કરોડો ભારતવાસીઓ હજુ સ્વતંત્રતાનો સાચો આનંદ માણી શકતાં નથી. એનું મોટામાં મોટું કારણ મોંઘવારી છે.

આપણા દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે. આ લોકો ખેતીપ્રધાન છે. તેઓ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એનો મોટો હિસ્સો સ્વવપરાશમાં જતો રહે છે. તેથી તેનું બજારમૂલ્ય ગણવું ખૂબ જ અઘરું બને છે. બજારમૂલ્ય ન ગણાતાં લોકોની માથાદીઠ આવક વધતી નથી. તેઓ ખૂબ જ પરિશ્રમ કરવા છતાં ગરીબના ગરીબ જ રહે છે. આનું કારણ નિરક્ષરતા છે.

જો દેશમાં મોંઘવારી દૂર કરવી હોય તો તેનો સૌપ્રથમ ઉપાય એ દેશમાં ઉત્પાદન વધારવું જોઈએ. જેથી કરી બેકારોને રોજગારી મળતાં બેકારોની સંખ્યા ઘટશે. ઉપરાંત તેઓ કામ કરવા તૈયાર થશે.

દેશની પ્રજાને સસ્તી અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે તે સરકારે જોવાનું છે. દેશ ગરીબ હોવાથી તે ઊંચા ભાવની વસ્તુઓ ખરીદી શકશે નહીં. આથી તેઓ જેવી વસ્તુઓ ખરીદી શકે તેવી વસ્તુઓનું ઉત્પાદન વધુ હાથ ધરવું જોઈએ. જેથી દેશની પ્રજાની જરૂરિયાત સંતોષાય.

દરેક વર્ગને સમાન હક, સમાન તક મળવા જોઈએ.

ન્યાય નીતિ સૌ ગરીબોને, મોટાને સૌ માફ;

વાઘે માર્યો માનવી, એમાં શો ઇન્સાફ ?

૧૦. યૌવન એક મહામૂલી તકે

‘મારા બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સરજાયા એવી શ્રદ્ધા રાખો. કૂતરા ભસભસ કરે તેથી બીતાં નહિ, અરે ! તૂટી પડે તો તોપણ શું ટટ્ટાર ખડાં રહો અને કામ કરો.’

- સ્વામી વિવેકાનંદ

ગુલાલી સ્વપ્નોનો સંચાર થયો છે. સ્ફૂર્તિનું વાતાવરણ સર્જાયું છે. શરીરમાં ઉત્સાહ, થનગનાટ, શરીરસંપત્તિ અને ચૈતસિક સંપત્તિ પરાકાષ્ઠાએ હોય છે. અશક્ય શબ્દ યુવાનોનો ડિક્ષનેરીમાં હોતો જ નથી. જોકે અવિચારીપણું, ઉન્મત્તતા અને ઉતાવળ જો ભળી જાય તો યૌવન એળે જાય છે. યુવાની ધૈર્યના અભાવને કારણે મુરઝાઈ જાય છે.

પરિણામની ચિંતા કર્યા વગર સત્યનું અનુકરણ કરો. આદર્શના અંતિમ ધ્યેય સુધી પહોંચો. બીકણ અને દંભી બનો નહીં.

ઉપવનમાં ખીલેલું પુષ્પ સુંદર ભલે લાગે પણ પવનની ભારેખમ લહેરખી આવતા પુષ્પ ખરી જાય છે. જિંદગીમાં પહેલું જ પદાર્પણ હોવાથી જીવન શું છે ? કયાં વિઘ્નો આવે છે ? યૌવનને તેની સમજ ન હોય, તે સ્વાભાવિક છે. પરિણામે યુવાની સ્વયંસંચાલિત મીસાઈલ જેવું ધારેલું લક્ષ્ય સિદ્ધ કરે પણ અનિયંત્રિત ચોક્કસ હોય

જ. આ બધું કરવા વૃદ્ધાવસ્થા પાંગળી પડે, શૈશવ તેને આંબી શકે તેવું ન હોય. પોતાનો, કુટુંબનો, સમાજનો, દેશનો વિકાસ એ વિવેકયુક્ત યુવાની દ્વારા જ થતો હોય છે અને યુવાન જ કરી શકે છે.

આથી ઉપનિષદે કહ્યું છે : ‘યુવાની ચરિત્રશીલ, આશાવંત અને દૃઢ મનોબળવાળી હોય છે.’

બત્રીસ વર્ષમાં શંકરાચાર્ય જો દિગ્વિજય કરી શકતા હોય, વિવેકાનંદ જ્ઞાનયોગ, કર્મયોગ અને ધર્મયોગનો સમન્વય કરી શકતા હોય, રામકૃષ્ણ મિશન સ્થાપી શકતા હોય. યુવાન ગાંધીએ પહેલા સત્યાગ્રહના પગરણ દક્ષિણ આળિકામાં માંડ્યા. સુભાષ, જવાહર યુવાન જ હતા ને ! જ્ઞાનેશ્વર મહારાજે ભગવદ્‌ગીતા પર ‘જ્ઞાનેશ્વરી’ નામક ટીકાટીપ્પણ માત્ર સોળ વર્ષની વયે જ લખેલી.

સંસ્કૃતના મહાન લેખક ભવભૂતિ એક પ્રસંગ નોંધે છે : અરુંધતિ સીતાને કહે છે : ‘તું મારી પુત્રી હો કે શિષ્યા હો, ભલે ગમે તે હો પણ તારી વિશુદ્ધિ મને ભક્ત બનાવે છે.’ કારણ કે, ગુણો પૂજવા યોગ્ય છે, જાતિ કે ઉંમર નહીં.

ઋગ્વેદનો એક પ્રસંગ આજની એકવીસમી સદીમાં પણ માનવો પડે તે યાદ આવે છે. આંગિરસ નામનો યુવાન ઘરડા દાદા-દાદીને પુત્ર-પુત્રી તરીકે બોલાવે છે. ત્યારે વડીલોને ખોટું લાગે છે અને કહે છે કે તું અમને શું જોઈને તું પુત્ર-પુત્રી કહે છે ? ત્યારે આંગિરસ દેવોને પૂછવાનું કહે છે કે મેં બરોબર સંબોધન કર્યુ છે ને ? દેવોએ આંગિરસની તરફેણમાં નિર્ણય આપ્યો.

જે યુવાનો તેજસ્વી, ઉત્સાહથી પરિપૂર્ણ ધ્યેયલક્ષી હોય એ જ મહાન છે. ભલે તેમાં આવેગથી કામ લેવાનું હોય આ બધું હોવા છતાં કોઈ પણ લક્ષ્યની સિદ્ધિ માટે યુવાની જ પહેલો અને છેલ્લો અવસર છે. અને એટલે જે મહામૂલી તક છે.

આતંકવાદનો સામનો કરવાનું કામ યુવાનો જ કરી શકે. નર્મદા યોજના, ગંગા જેવી નદીને દક્ષિણમાં કૃષ્ણાનદી સાથે જોડવાની જબરદસ્ત યોજના યુવાન ટૅકનિશ્યનો, વૈજ્ઞાનિકો જ કરી શકે.

વનીકરણનું કામ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાહત પહોંચાડવાનું કામ. દેશની અખંડિતતા, એકતાને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ને દ્વારકાથી કલકત્તા સુધી પહોંચાડવાનું કામ યુવાનોનું છે. આ તમામ તક યૌવનધન સામે જ પડી છે. હવે, તેને માત્ર કમર કસવાની જ જરૂર છે. પછી તો... ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’

સાઇકલયાત્રા, પદયાત્રા દ્વારા કૌટિલ્ય નંદવંશના દુષ્ટ રાજાઓનો વિનાશ કરીને દેશમાં નવું પરિવર્તન આપણે લાવવાનું છે. આજના યુવાનો આતંકવાદી રાક્ષસ સામે લડીને તેને પરાસ્ત કેમ કરી ન શકે ?

જ્ઞાનેશ્વર ભગવદ્‌ ગીતાના જ્ઞાન પર પંડિતોને પણ માથું નમાવવું પડે તેવી ટીકા લખી શકે તો આજના યુવાનો એકતા અને અખંડિતતાનો સંદેશ લઈને નવી રાષ્ટ્રગીતા શા માટે ન રચી શકે ?

એક યુવાન દયાનંદ સરસ્વતી કાવતરાઓની પરવા કર્યા વિના ધતિંગ અને પાખંડો સામે લડી શકે તો પછી યુવાનોને એવો જ મહામૂલો અવસર સાંપડ્યો છે. યુવાન ગાંધી દક્ષિણ આળિકામાં કાળાઓ સામે સત્યાગ્રહ કરી શકે તો આજના યુવાનો આદિવાસીઓ અને દલિતો પર થતાં આક્રમણોની સામે જેહાદ શા માટે જ જગાવી શકે ?

શિયાળ, કૂતરાઓ, સિંહ સૂતો હોય ત્યાં સુધી જ ભસતા હોય છે. અવાજ કરતા હોય છે. પણ એક વાર સિંહ જાગૃત થયો અને પોતાની કેશવાળી ઊંચી કરીને છલાંગ મારે તો આ બધાંને ભાગવું જ પડે. જો છિન્નભિન્ન કરી નાખતા શિયાળિયાઓ કે માંસભોગી ગીધડાઓ કે દેશની તાકાત હરી લેતા પાશવી બળો સામે યુવાનો એક ડણક દઈને ઊભા થાય તો દેશની સમસ્યા માત્ર પાંચ જ વર્ષમાં હલ થઈ જાય અને હિન્દુસ્તાનને ફરી પાછો સ્વર્ગનો આહ્‌લાદ આપી શકાય.

વિકાર, વિકૃતિ, આળસ, ઉદ્ધતાઈ, પરદેશનું ખોટું અનુકરણ, ફૅશન પરેડ છોડો અને તમારી તાકાતને જોડો. મહામૂલી તકને પકડો.

૧૧. વિરલ પ્રતિભા-સ્વામી વિવેકાનંદ

વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠડે આ ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે માતા રિઝી ગયાં. કાશ્મીરી ફૂલોના ગજરા, અધર્મના કૌરવો આ ભારતીનાં વસ્ત્રો ખોંચી રહ્યા હતા.

અધર્મના અંધકારમાં ભારતીને જરૂર હતી એક બત્રીસ લક્ષણાની જે વીર ગર્જનાથી કૌરવો સામે સુદર્શનચક્ર ફેરવી હણાઈ ગયેલા તેજને ફરી પ્રજ્વલિત કરી શકે. મા ભારતીની પુકાર... મા ભારતીની સાધનાને સફળતા સાંપડી. દૂરદૂર પડેલાં છીપમાં રામકૃષ્ણનાં સાન્નિધ્યરૂપી સ્વાતિબિંદુ પડ્યું. એ બિંદુ મોતી બન્યું, રત્ન બન્યું. એ રત્ન માતા ભુવનેશ્વરીનું નરરત્ન વિવેકાનંદ.

ગીતામાં સ્વયં ભગવાને જ વચન આપેલું છે. જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મની જ્વાળાઓ ફેલાશે ત્યારેત્યારે હું કોઈને કોઈ સ્વરૂપે જન્મ લઈશ. ગીતાનું વચન યુગે યુગે સાચું પડ્યું છે. કોઈ કાળે નરસિંહ, તો કોઈ કાળે મીરાં, તો કોઈ કાળે ઈસુ ખ્રિસ્ત યા મનસુર તો કોઈ કાળે બુદ્ધ, મહાવીર. એ જ રીતે બહુરત્ના વસુંધરાને મળ્યા સ્વામી વિવેકાનંદ.

ભણતરના પહેલા પાઠ હંમેશાં માતા જ આપે છે. આમ જ અંગ્રેજી અને બંગાળી લિપિ એની માતાએ જ શીખવેલી. એના ખોળામાં બેસીને જ વિવેકાનંદે રામાયણ અને મહાભારતની કથાઓનું શ્રવણ કરેલું ને તેમાંથી પ્રેરણા પી પીને પોતાના ભવિષ્યના સાહસોત્સાહીને ધીરવીર જીવનમાં મૂળ પોયેલા.

વાણી, વર્તન અને વિચાર, અને જેની સો રગમાં વિનયની સરવાણી વહે છે, વિવેક જેનો આનંદ છે, એ જ વિવેકાનંદ. તેઓના પ્રિય વિષયો હતા : તત્ત્વજ્ઞાન અને પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ.

એમની વૃત્તિ ખરી જિજ્ઞાસુ હતી. તેમણે ન્યાયશાસ્ત્રના તમામ ગ્રંથોનો ખૂબ અભ્યાસ કર્યો હતો.

કલકત્તા યુનિવર્સિટીમાં પશ્ચિમી ફિલસૂફીના ભારે કુશાગ્ર બુદ્ધિ અને અદ્‌ભુત સ્મરણશક્તિવાળા આ યુવાનમાં આદર્શવાદ અને સત્ય શોધકવૃત્તિ જન્મથી જ હતાં. આપણાં પ્રાચીન સિદ્ધાર્થ બુદ્ધ પેઠે સંસારના પ્રશ્નો પર ચિંતન અને મનન કરતા

‘ધર્મ વગરનું જીવન એ તો હલેસા વિનાની નાવ સમું છે.’

માનવીનું અંતિમ ધ્યેય તો ઈશ્વરનું બીજ શરણ છે. માટે તો હોનહાર બેટાના જીવનમાં ભુવનેશ્વરીમાતાએ ધર્મનું બીજ વાવ્યું. આ બીજ પર રામાયણ-મહાભારતના વાંચનનું પાણી સીંચ્યું. આ બીજ અંધકારને અજ્ઞાનની ધરતીને ચીરીને બહાર નીકળ્યું. ધીરે ધીરે આ બીજ વિકાસ પામી વટવૃક્ષ બન્યુંં. તે વૃક્ષ પર ફળો આવ્યાં, માનવતાના, પ્રેમના, નીતિના અને શ્રદ્ધાના.

શિક્ષણના સાચા શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ. કારણ કે, તેને તેનો પ્રચાર નહોતો કરવો. પરંતુ સમાજમાં મૂળ નાંખી ગયેલા અનર્થો, બેકારી, નિરક્ષરતા, કંગાલિયત સામે લડી આમૂલ પરિવર્તનની પ્રેરણા દેવાનું ભગીરથ કાર્ય કરવાનું હતું. તેમાં તેઓ સાંગોપાંગ સફળ થયા.

સાધુ પ્રત્યે તેઓને બચપણથી અતિ પ્રેમ હતો. બારણે સાધુ આવે, એટલે રાજી-રાજી થઈ જતા. બહેનોને એ ભારે પજવતા. આ નાનકડા નર શિષ્યમાંથી નરસિંહ સમા નરેન્દ્રને કેમ ભુલાય ?

જેણે ભારતના ઇતિહાસને ઢંઢોળ્યો, ભક્તિની અંજલિ છાંટી, ઇતિહાસને બેઠો કર્યો. આ બેઠેલા ઇતિહાસને આધ્યાત્મિક કતારની મંજિલ તરફ દોડાવ્યો. સો માઈલ લાંબા પ્રવાસની શરૂઆત માત્ર એક ડગલાથી જ થાય છે. તો ચાલો, મારાં ભારતીય મિત્રો, આપણી

દરિદ્રતા, કાયરતા અને નિરાશાને છોડી પ્રગતિની મંજિલે એક દોટ ભરીએ.

સાચો શિષ્ય એટલે શૂન્યમાંથી સર્જન કરી શકે. ભારતના આ નાનકડા ધર્મ પ્રતિનિધિએ શિકાગો ધર્મ પરિષદમાં બધાંની આંખો ઉઘાડી નાંખી. માત્ર એ જ ન હતું. એ આંખોમાં ભારતને નિહાળવાની નૂતન દૃષ્ટિ પણ બક્ષી. આખાયે અમેરિકાને વાણીના જાદુથી મુગ્ધ કરનાર વિવેકાનંદે અમેરિકાની ફૂટપાથ હોય, કે સાંકડી શેરી હોય, ઘર હોય કે પેઢી હોય, કે કૉલેજ, સર્વત્ર પવનની લહેરખી માફક તેની વાણીનો પરિમલ પહોંચાડ્યો.

તેની વાણીની મુરલીનો પ્રધાન સૂર તો માનવતા જ હતો. માનવી જ આ જગતના મંદિરે ઈશ્વર છે. આમ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની ત્રિમૂર્તિ એટલે જ સ્વામી વિવેકાનંદ.

મદારીની મુરલી પાસે ઝેરી સાપ શા માટે ઝઝૂમે છે ?

સંગીતનાં એક સૂરે નાનકડા મૃગલા શાને ઝઝૂમે છે ?

કારણ, એમાં પ્રેમનું સંગીત વહે છે. વિવેકાનંદે પ્રેમની મુરલીને માત્ર હિન્દુસ્તાનમાં જ વગાડી નથી. માત્ર અમેરિકામાં જ નહીં, આખીય આલમને ઘેલી કરનારનો પાઠ સિમિલિયાના મહોલ્લા પરના પથરા પર પ્રાપ્ત કર્યો હતો. જે જ્ઞાન વ્યવહારમાં મૂકી ન શકાય, તે શા કામનું ?

વિવેકાનંદ યુવાનોને સંબોધતા કે,

‘ચારિત્ર્ય મારી ડિગ્રી છે,

જીવન મારી પરીક્ષા છે.

સમગ્ર આલમ મારી યુનિવર્સિટી છે.’

તેઓ વધુમાં એમ પણ કહેતા :

‘ડિગ્રીના મોહમાં આંધળી દોટ ન મૂકો.’

આજ વિજ્ઞાને પ્રગતિની દિશામાં હરણફાળ ભરી છે. આજનું વિજ્ઞાન ચંદ્ર સુધી પહોંચ્યું. પણ તેનો શો અર્થ ? માનવહૃદય ચંદ્ર સુધી પહોંચ્યું છે ? જ્યાં દુઃખ, દર્દ અને નિરાશાના અનેક ડાઘા પડેલા છે. એ ચંદ્ર સુધી જનાર વધુ મહાન છે. આપણે વિવેકાનંદના હૈયાની આ વાત જીવનમાં ઉતારીએ.

૧૨. રાષ્ટ્રના ઘડવૈયા - સુભાષચંદ્ર બોઝ

જેનું નામ લેવાથી છાતી ગજગજ ફૂલે, જેના ગુણગાન ગાતા ગૌરવ થાય એવા રાષ્ટ્રના ઘડવૈયા સુભાષબાબુને લાખલાખ વંદન.

આપ સૌને યાદ જ હશે સુભાષબાબુનું બુલંદ સૂત્ર :

‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’

સાચી જ વાત છે ને મિત્રો, કંઈક આપીએ તો જ કંઈક મળે. ભારતના સ્વતંત્રતા આંદોલનના સેનાનીઓમાં સુભાષચંદ્ર બોઝ પ્રત્યે મને ખૂબ આદરભાવ છે. આપણા દેશને સ્વતંત્રતા અપાવવા તેમણે અપનાવેલ માર્ગ વિષે બેમત હોઈ શકે જ નહીં.

પરંતુ અડતાલીસ વર્ષના આયુષ્યમાં પોતાની તેજસ્વી કારકિર્દી છોડી, અંગ્રેજ સલ્તનત સામે બાથ ભીડી, ભારતના આઝાદી જંગમાં સુભાષબાબુએ આપેલી આહુતિ કદી નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

સુભાષબાબુનું સર્વોત્તમ સર્જન આઝાદ હિંદ ફોજ અને આઝાદ હિંદ સરકાર હતા. સુભાષજીએ બર્લિનથી આવી સને ૧૯૪૩ની ૨૧મી જુલાઈએ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી. હિંદીઓના પ્રાણપ્યારા નેતાજી બન્યા.

આઝાદ હિંદ ફોજનું આયુષ્ય બહુ અલ્પ, ૧૯૪૩ના જુલાઈથી ૧૯૪૫ના જુલાઈ -માંડ બે વર્ષનું હતું. માથે કફન બાંધીને દેશદાઝ અને રાષ્ટ્રભક્તિથી છલકતા એ જુવાનોએ આલેખેલો ઇતિહાસ તવારીખી ઘટના બની રહ્યો છે.

આઝદ હિંદ સરકારના રાષ્ટ્રગીતની બે પંક્તિ હું આપને સંભળાવું :

શુભ સુખ ચૈનકી બરખા બરસે ભારત ભાગ્ય હૈ જાગા,

પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા.

૧૯૪૪ની ૨૨મી સપ્ટેમ્બરના યાદગાર દિવસનો પ્રસંગ મને યાદ આવે છે. બ્રહ્મદેશના પાટનગર રંગૂનમાં શહીદ દિવસની ઉજવણી નિમિતે નેતાજીનું પ્રવચન યોજાયું હતું. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ખુદીરામ બોઝ, વીર જતીનદાસ, ચંદ્રશેખર આઝાદ એક પછી એક વક્તાઓ ક્રાંતિકારી વક્તવ્યો આપતા હતા. ક્રાંતિકારીઓ ઉપર ગુજારેલા અત્યાચારનાં વર્ણનો થયાં ત્યારે સભાગૃહમાં ઉપસ્થિત લોકોની આંખો ભરાઈ આવી હતી.

છેલ્લો વારો નેતાજીનો આવ્યો. ટૂંકું પણ ચોટદાર પ્રવચન સુભાષબાબુએ આપ્યું. તેમણે કહ્યું : ‘વતન આઝાદી માગે છે અને આઝાદી કુરબાની વગર શક્ય નથી. ભૂતકાળના ક્રાંતિવીરોની જેમ તમારે સુખસગવડનો, ભોગવિલાસનો ત્યાગ કરીને ભોગ આપવો પડશે.

તુમ હમ કો ખૂન દો, મૈ તૂમ કો આઝાદી દુંગા.

શ્રાોતાવૃંદમાંથી આટલું સાંભળતા એકસાથે અવાજો ઊઠ્યા :

અમારું લોહી લ્યો, અમે તૈયાર છીએ.

નેતાજી હરહંમેશ કહેતા ‘હું સ્વપ્નદ્રષ્ટા છું. હું બાલ્યાવસ્થાથી જ સ્વપ્નદ્રષ્ટા રહ્યો છું અને મારું સૌથી વહાલું સ્વપ્ન માતૃભૂમિની આઝાદીનું છે. જગતની પ્રગતિનો આધાર સર્વદા સ્વપ્નદ્રષ્ટાઓ અને એમનાં સ્વપ્નો ઉપર જ રહ્યો છે. શોષણ, સ્વાર્થ અને સામ્રાજ્યવાદના સ્વપ્નો ઉપર નહીં, પણ પ્રગતિનાં, લોકકલ્યાણનાં અને જગતની સમગ્ર પ્રજાઓની સ્વાધીનતા સ્વપ્નો ઉપર છે.’

નેતાજીના શબ્દોમાં કેટલી દેશભાવના છે, કેટલો દેશપ્રેમ છે.

તેઓ કહેતા,

આપ માનો ન માનો, ખુશી આપકી,

હમ મુસાફિર હૈ, કલ અપને ઘર જાયેંગે.

દેશ સેવામેં કોઈ દો ચાર નહિ,

દેખ લેના હઝારોં કે સર જાયેંગે.

એક વાર નેતાજીએ ટોકિયો રેડિયો ઉપર કહેલું : ‘મારા દેશબાંધવો અને દોસ્તો ! આઝાદીના યુદ્ધને, દેશની ધરતી ઉપર અને દેશની સરહદ બહાર, આપણી પાસે છે તેટલાં શક્તિ અને સામર્થ્યથી આપણે આગળ ચલાવવાનું છે. બ્રિટિશ શાહીવાદના ભુક્કા બોલે અને ભસ્મ-ભંગારમાંથી હિંદી પ્રજા ફરીથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રગટે ત્યાં સુધી અનન્ય શ્રદ્ધાથી આપણે સંગ્રામ ચાલુ રાખીએ. પરાજય કે પીછેહઠને આ સંગ્રામમાં સ્થાન જ નથી. વિજય અને સ્વાધીનતા મળે ત્યાં સુધી આગેકૂચ કર્યે જ રાખવાની.

સ્વતંત્રતાનો અર્થ માત્ર રાજકીય ગુલામીમાંથી છુટકારાનો જ નથી થતો. તેમાં તો સંપત્તિનું સમાન વિતરણ, નાત-જાતના વાડાઓની નાબૂદી અને સામાજિક અસમાનતાઓનો તેમ જ કોમવાદનો અને ધાર્મિક અસહિષ્ણુતાનો અંત પણ આવી જાય છે.

આજે સમાજજીવનમાંથી શૌર્ય અને સાહસિકતા જેવા ગુણો ભુલાવા લાગ્યા છે ત્યારે ભારતના એક સપૂતનું જીવન સમાજમાં રાષ્ટ્રચેતના જગાવશે તેવી શ્રદ્ધા રાખું છું.

૧૩. શરદબાબુ : મારા પ્રિય સાહિત્યકાર

સત્યનું કાવ્ય છો તમે, કાવ્યનું સત્ય છો તમે,

અંધારે પથ ભૂલેલી; સૃષ્ટિના પ્રકાશ છો તમે.

વસુંધરાના ખોળે સુખનો દિવસ હતો. ભારતની ભૂમિ પર સંતોની કવિઓની, લેખકોની, નવલકથાઓની ધરતી પર જ્ઞાનની સરવાણી વહેતી કરવા એક સાક્ષર અવતર્યા. સમગ્ર વિશ્વને તેની કલ્પના વડે અમૃતપાન કરાવી જાણનાર, મારા પ્રિય લેખક અને પ્રતિભા પુરુષ એવા શરદચંદ્ર ચટોપાધ્યાયનું પ્રાગટ્ય ૧૮૭૬ સપ્ટેમ્બરની પંદરમી તારીખે થયું. બંગાળના નહીં, પણ વિશ્વના પ્રમુખ નવલકથાકારોમાં તેમની આજે ગણના થાય છે. પિતા ચંચળ મનના કલ્પનાવિહારી લેખક હતા.

બાલ્યાવસ્થા અને યુવાવસ્થાનાં સંઘર્ષ બાદ શરદજીએ ઊર્મિને વહેતી કરી. પતનને છેલ્લે આરે બેઠેલાં તિરસ્કૃત સ્ત્રીપુરુષો પ્રત્યે સમભાવ અને કરુણાની દૃષ્ટિથી ‘સ્વામી’, ‘સૌદામિની’, ‘શ્રીકાન્ત’, ‘પંડિત મશાય’, ‘દેવદાસ’, ‘દત્તા’, ‘વૃંદાવન’, ‘કિરણ’ વગેરે પાત્રોનું સર્જન શરદબાબુએ આપણી સામે તાદૃશ કર્યું છે.

એ બધાં પાત્રો દ્વારા તેમણે સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નો સુભગ મેળ સાધ્યો છે. એમની વાર્તાનાં પાત્રો, રૂંધી રહેલા નાતજાત, જડ સંસ્કારોની બેડી સાથે સંઘર્ષ ખેલે છે. બધું જીવંત લાગે છે. શરદજીની ભાષા સરળ, કોઈ દંભી છટા કે આડંબર વિનાની શૈલી, સ્પષ્ટ સંવાદો, સુરેખ પાત્રો અને વાસ્તવદર્શી ચિત્રોથી સામાન્યમાં સામાન્ય જનસમુદાય તેનો આસ્વાદ આજે પણ માણે છે એ એમનો અને એમની સર્જકતાનો વિજય છે. સૃષ્ટિનું આબેહૂબ વર્ણન કરવામાં એ બીજા વિશ્વકર્મા છે.

શરદજીની પ્રસિદ્ધ નવલકથા ‘દેવદાસ’નું વાસ્તવિક શબ્દચિત્ર જોઈએ-‘પુરુષો કરતાં અમને રૂપનો મોહ ઘણો ઓછો હોય છે, એથી જ તમારી જેમ અમે જલદી ભાન ખોઈ બેસતાં નથી. તમે પુરુષોસ્ત્રીઓને રમકડાં સમજી ખેલો છો. કેવું કપટ ! છતાં અમે મૌન રહીએ છીએ.’ આવા વેધક શબ્દો ચંદ્રમુખીના મોંમાંથી ટપક્યા કે શરદબાબુના...? પ્રશ્ન માત્ર પ્રશ્ન રહે છે. કેટલું સચોટ મનોબળ. ક્રોધમાં પણ સ્નેહવૃષ્ટિ કરે છે. કોમળ છતાં ખડતલ. કુકર્મી છતાં સમજું. એક પતિતા અને એક શરાબી - છતાં મિલન !

‘દતા’ નામની નવલકથામાં ‘વિજય’નું દૃઢ મનોબળ, ચંચળ સ્વભાવ એક છણકો કરી જાય છે. શરદબાબુએ સ્ત્રીપાત્રોને વાસ્તવદર્શી નિરૂપ્યાં છે. ‘વૃંદાવન’ નવલકથામાં તો બાળકોનો કલરવ જીવંત કર્યો છે. તે એક કરુણાની પ્રસ્તુતિ છે. બાળવિધવા પ્રત્યે સર્જકે બહુ જ સાવધાની રાખી છે. સ્ત્રીઓના પેટમાં કોઈ પણ વાત ટકતી જ નથી. એનું મન જેટલું કોમળ તેટલું જ કઠણ. ક્યારેક સર્વત્યાગી તો ઉન્માતભોગી પણ ખરું ! આંકડા કે દલીલમાં તેને બાંધી શકાય તેમ નથી.

સંસારમાં જે મનુષ્ય જેવો સ્નેહ કરે તેવી સામાના હૃદયની ભાષા સમજાય, શરદજીએ જીવનમાં ખરી વસંત માણી જ ન હતી. રખડતાં, રઝળતાં અને રૂંધાયેલા અવાજને સહજ રીતે રજૂ કર્યો છે.

ઓછા શબ્દોમાં જ્યારે મારે કહેવાનું છે, ત્યારે શરદજી માટે એટલો જ અભિપ્રાય આપીશ કે, તેની સરળ ભાષા, ચોટદાર સંવાદો, સુરેખ શૈલી, હૂબહૂ પ્રતીકો, આકર્ષક અંત અને આરંભ, નિરાળી પાત્રસૃષ્ટિ મારા હૃદય પર એવી છવાઈ ગઈ છે કે આજે પણ શરદજીનું કોઈ પણ પુસ્તક મારા હાથમાં આવતા હું માત્ર એટલું જ બોલું છું કે

પયગંબર બોલે તો થાતું અજવાળું;

શરદજી, બોલે તો આવે ઝળઝળિયાં.

૧૪. પુરુષોત્તમ

ભાવનગર પાસે કમળેજ નામે એક ગામ. ગામમાં નારણ ભગત નામના હરિભગત રહેતા હતા. ભગત ભારે સત્સંગી, સાચાબોલા અને સેવાભાવી માણસ. નારણ ભગતની જીવનયાત્રાના અંતિમ દિવસોમાં એમને એક વાર તાવ આવેલો. તેમને ખબર પડી ગઈ કે, મારું આયખું ખૂટી ગયું છે.

તેમણે પોતાના ગુરુભાઈ ગોપાલભાઈને બોલાવવા કહ્યું : ‘મારા ગુરુભાઈને બોલાવો મને સાદો તાવ નથી આવ્યો, પણ મને તો કાળિયો તાવ આવ્યો છે. ભગવાન મને લેવા આવ્યા છે.’

નારણ ભગતને ખ્યાલ આવી ગયેલો કે, મને લેવા મારા ભગવાનનું તેડું આવ્યું છે. એક કલાક ભગવાનની ધૂન ચાલી. ને પછી નારણ ભગત ધામમાં ગયા.

નારણ ભગતને ચાર દીકરા અને ચાર દીકરી. દીકરાઓમાં સૌથી મોટા પુરુષોત્તમ. પુરુષોત્તમ તો જાણે પૂર્ણ પુરુષોત્તમ. પુરુષોત્તમભાઈ સંજોગો અનુસાર ઓછું ભણ્યા હતા, પણ ગણિત તો એનું જ. હિંમત અને પુરુષાર્થની તો શી વાત કરવી !

નાનપણથી જ એમનામાં મહેનત કરવાની તમન્ના, ગમે તેવા પરિશ્રમથી કંટાળો ન આવે તેવી ખુમારી અને સ્વાવલંબન જેવા સદ્‌ગુણોનો સરવાળો થયો હતો. પુરુષોત્તમ ઉપર બાર વર્ષની નાની વયથી ઘરની જવાબદારી આવી પડી હતી.

પોતાના કામમાં એવા તો તલ્લીન થઈ જતા કે તેને તેમાં જ જુવાનીના આનંદપ્રમોદ મળી જતા હતા. કમળેજ ગામથી ભાવનગર બાર કિલોમીટર થાય. પુરુષોત્તમભાઈ કમળેજ ગામથી સવારે ચાલીને ભાવનગર સુતારીકામ કરવા આવે અને સાંજે ચાલીને પાછા ફરે.

ચાલવું તો એમને બહુ ગમતું હતું. નાનપણથી જ એમના ઘડતરની શરૂઆત થઈ ગઈ હતી. સુતારીકામની સાથોસાથ નવું-નવું જાણવાની, શીખવાની ધગશ તો એમને ભારે.

પાણીની કેનાલ, નવા બંધાતા ડેમથી ગામડાના તેમ જ ગામડાની આજુબાજુનાં લોકોને વધુ ને વધુ પાણી મળી રહે તેવી તેમની લાગણી હતી. જેમ-જેમ કામમાં રસ લેતા ગયા, તેમ-તેમ તેમને સૂઝ પડતી ગઈ.

એમના વ્યક્તિત્વના ઘડતરમાં એમના સસરા બેચરભાઈનો ફાળો પણ નાનોસૂનો નહોતો. બહારગામનાં સુતારીકામ હોય કે ડેમના કામ. બેચરભાઈ પુરુષોત્તમભાઈને જ કામ ચીંધતા.

નાનપણથી જ પુરુષોત્તમભાઈને કોઈ વ્યસન નહીં. આમ, જોઈએ તો કારીગર વર્ગને કોઈ ને કોઈ વ્યસન હોય જ પણ પુરુષોત્તમભાઈ તો સરળ, સાદા અને નિર્વ્યસની માણસ હતા. એમનામાં પ્રસન્નતા પણ ભારોભાર જોવા મળતી હતી. તેઓ રોજેરોજનું કાર્ય કર્યાની નોંધ રાખતા હતા.

તેમનું કામ અને નામ ચારે બાજુ ગાજવા લાગ્યું હતું. એ સમયે ભાવનગરમાં કેનાલ અને ડેમનાં કામો કરતી એક પ્રખ્યાત અને સમૃદ્ધ પેઢીએ પુરુષોત્તમભાઈને સામેથી નોકરી માટે આમંત્રણ મોકલ્યું હતું.

પુરુષોત્તમભાઈનું પડછંદ શરીર, પોણા-છ ફૂટની ઊંચાઈ, ભરાવદાર આંખ્યું, નિખાલસ વ્યક્તિત્વ અને કામની ઊંડી સૂઝ જોઈ જાણી અને કદર કરી, પેઢીના શેઠ મોહનભાઈ તો આભા જ બની ગયા.

બીજી બાજુ પુરુષોત્તમભાઈનું ભણતર ઓછું હોવા છતાં સરકારી ખાતામાંય તક મળે એવું હતું, પણ પુરુષોત્તમભાઈ સ્વાર્થી નહોતા. તેઓ દયાળુ અને કુટુંબ પ્રેમીય હતા તેથી તેમણે સરકારી નોકરીમાં તેમના નાનાભાઈ જગજીવનભાઈને ગોઠવી દીધા હતા.

ઓગણીસો સાઠની વાત છે. ભાવનગર પાસે થોરાળી ડેમનું કામ ચાલતું હતું. ઇજનેર તરીકે વઢવાણા સાહેબ, તેમની નોકરીની શરૂઆત હતી. તેઓ પુરુષોત્તમભાઈના સ્વભાવ અને કામથી પ્રભાવિત થયેલા હતા.

પુરુષોત્તમભાઈની વધતી જતી કામની નિષ્ઠા જોઈને પેઢીના શેઠ મોહનભાઈએ તેમને મિસ્ત્રી તરીકેની બઢતી આપી અને કારીગરો તેમ જ મજૂરોના દર અમાસે થતા પગાર ચૂકવવાની જવાબદારી તેમને સોંપી.

પુરુષોત્તમભાઈ તો એમની નિષ્ઠા પ્રમાણે કામ કરાવે. નબળું કામ જરાયે ચલાવે નહીં. એ સમયના ઇજનેર ટાંક સાહેબને પુરુષોત્તમભાઈની કામ કરવાની પદ્ધતિ બહુ ગમતી.

એમની પેઢી પ્રત્યેની અને પેઢીમાં કામ કરતાં કારીગરો તથા મજૂરો માટેની લાગણીનો એક પ્રેરક પ્રસંગ યાદ રહી જાય તેવો છે.

અમાસનો દિવસ હતો. પુરુષોત્તમભાઈ તો એમની જવાબદારી પ્રમાણે પગારની થેલી સાયકલ ઉપર ટિંગાડી જતા હતા. થોરાળી ડેમ ગામથી દૂર એટલે ખેતરના શેઢાની લગોલગનાની કેડી ઉપરથી જવું પડતું.

પુરુષોત્તમભાઈ તો જતા હતા. ભગવાન જાણે શું થયું ? બે લૂંટારા આડા પડ્યા. બેયના હાથમાં કુહાડી. લૂટારુએ તો પુરુષોત્તમભાઈને પાડી દીધા. એકે તો કુહાડીનો એક ઘા પુરુષોત્તમભાઈના પગ ઉપર ઝીક્યો પગનાં લગભગ બે ભાગ થઈ ગયા હતા.

કુહાડીનો બીજો ઘા માથા ઉપર પડે તે પહેલાં પુરુષોત્તમભાઈએ પડકાર ફેંક્યો અને પગારની થેલી બે હાથમાં મક્કમતાપૂર્વક પકડી રાખી. પુરુષોત્તમભાઈ લોહી-લુહાણ. લોહીથી લથબથ પુરુષોત્તમભાઈ જરાય હિંમત હાર્યા નહોતા એટલામાં એક ગાડાખેડુ દોડ્યો. લૂટારુ ભાગ્યાં ગાડાખેડુ પુરુષોત્તમભાઈને જોઈને અવાચક બની ગયો. તે પુરુષોત્તમભાઈને ઓળખતો હતો એટલે ઝડપથી ગાડામાં સુવડાવી પુરુષોત્તમભાઈને તેમના ઘરે લઈ ગયો.

એક બાજુ પુરુષોત્તમભાઈને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને બીજી બાજુ ભાવનગરમાં એમના ઘરનું બાંધકામ શરૂ થયું. હૉસ્પિટલની પથારીએ સૂતાં-સૂતાં પણ તેમને તેમનું કામ યાદ આવતું હતું.

શેઠ મોહનભાઈએ હૉસ્પિટલ આવી પુરુષોત્તમભાઈને શાબાશી આપી. થોરાળી ડેમના લગભગ બધા જ કારીગરો, મજૂરો પણ પુરુષોત્તમભાઈની ખબર પૂછવા આવ્યા હતા.

પુરુષોત્તમભાઈ બે મહિના માંડ હૉસ્પિટલમાં રહ્યા. ઘર ચણાતું હતું. ઘરનું ખોખું તૈયાર થઈ ગયા પછી, તેઓ ત્યાં જ રહેવા આવી ગયા હતા. સવારે અને સાંજે પોતાના દસ વર્ષના પુત્રના ખભા ઉપર હાથ ટેકવી ચાલવાની કસરત કરતા હતા. આમ કરતાં-કરતાં તેઓ તેમના કામ પર જવા લાગ્યા.

કોન્ટ્રાક્ટરો હૉસ્પિટલમાં પુરુષોત્તમભાઈની ખબર પૂછવા આવતાં અને કહેતાં કે, ‘પુરુષોત્તમભાઈ, તમે તો બહુ સીધા... રૂપિયા બનાવો રૂપિયા.’ જવાબમાં પુરુષોત્તમ કહેતા કે, ‘મારા જીવનનો મંત્ર માત્ર ભૌતિક સુખ જ નથી, પરંતુ માનસિક સુખ, શાંતિ છે. મારા સંતાનો પણ મારા પગલે નીતિમય જીવન જીવે છે, સૌ સુખી છે.’

જીવનમાં નિયમિતતાનો પાઠ શીખવો હોય, તો તે પુરુષોત્તમભાઈ પાસે અવશ્ય શીખી શકાય. રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઊઠવું એ તેમનો નિત્યક્રમ હતો. તેઓ તેમનાં સંતાનોને વારંવાર કહેતા કે, ‘વહેલા સૂઈએ અને વહેલા ઊઠીએ એટલે બળ, બુદ્ધિ અને ધન વધે અને દળદર ઘટે છે ?’

પુરુષોત્તમભાઈના વિચારો હંમેશા હકારાત્મક, ક્યારેય નકારાત્મક તો નહીં જ. રેડિયો સાંભળવો તો એમને બહુ જ ગમતો. રોજ ભજનો, સમાચાર અને નવું-નવું સાંભળતા.

રોજ સવારે સાડા પાંચ વાગે ઊઠી, દાતણ કરી પોતાના માટે તેમ જ તેમનાં ધર્મપત્ની નર્મદાબહેન માટે ચા બનાવે. બંને સાથે ચા પીવે. રોજ સાંજે રામાયણ, ભાગવત કે ગીતા પાઠ કરે.

ક્યારેક છાપાઓની પૂર્તિઓમાં આવતી રસપ્રદ કટારો પણ વાંચતા હતા. ઓછું ભણતર છતાં વાચનનો તેમને બેહદ શોખ હતો.

પુરુષોત્તમભાઈ દ્વારકા ગયા હતા. દ્વારકાના મંદિરે પગથિયે બેઠા હતા. પગથિયા ચડતાં વઢવાણા સાહેબની નજર તેમના ઉપર પડી. વઢવાણા સાહેબથી ન રહેવાયું. તેમણે પૂછ્‌યું : ‘તમે પુરુષોત્તમભાઈ તો નહીં ?’ પુરુષોત્તમભાઈએ પ્રતિપ્રશ્ન કર્યો : ‘તમે વઢવાણા સાહેબ ?’ બંને ભેટી પડ્યા. બંનેની આંખમાં હર્ષનાં આંસુ, હૈયું ગદ્‌ગદિગ વર્ષો પછીનું મિલન પણ કેવું મજાનું ?

એંસી વર્ષ પણ મિજાજ એવો ને એવો જ હતો. જ્યારે અનેકવિધ પદવીપ્રાપ્ત યુવાનો નિરાશ થઈ જાય અને એમ કહે નોકરી ક્યાં છે ? ત્યારે પુરુષોત્તમભાઈ તેમને સમજાવીને કહેતા કે, નોકરી તો ઠેર-ઠેર છે, પણ યુવાનોએ તેના માટેની લાયકાત કેળવવી જોઈએ. પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કરવું જોઈએ.

જાહેર-ખાનગી સાહસો, સરકારી કે અર્ધસરકારી ખાતાઓમાં થતી ભરતી વગેરે માટેની જાણકારી મેળવવી જોઈએ. માત્ર કલ્પના કરવાથી કાંઈ વળતું નથી, એને સાકાર કરવા મથવું જોઈએ.

તેમને સાધુ-સંતો પ્રત્યે પણ ખૂબ જ ભાવ હતો. મહાન સંતો જેવા કે, સ્વામી નિત્યાનંદજી તેમ જ હાલ બોટાદ પાસેના ઝમરાળા ગામમાં આવેલી પ્રસિદ્ધ અને પવિત્ર જગ્યા ફકડનાથ આશ્રમના મહંત બટુક સ્વામીના આશીર્વાદ તેમના ઉપર ઊતર્યા હતા.

પુરુષોત્તમભાઈને ગરીબો પ્રત્યે પણ બહુ જ હમદર્દી. તેઓ ગરીબોને મદદ કરતા. દીકરીઓ તો એમને બહુ જ વહાલી હતી. તેઓ લાગણીશીલ, કોઈનું પણ દુઃખ જોઈ શકતા નહીં. બીજાને મદદરૂપ થવું. સીધે માર્ગે જવું અને સીધે માર્ગે આવવું એ એમના જીવનનો મહામંત્ર હતો.

તા. ૧૨-૧૦-૯૭નો દિવસ હતો. બપોરના ત્રણ વાગ્યા હતા. પુરુષોત્તમભાઈના ઘરના ફળિયામાં ઘણાં બધાં સ્વજનો બેઠાં હતાં, એમાં એક અમરસીભાઈ નામના કોન્ટ્રાક્ટર આવ્યા. એમના ચહેરા ઉપર કંઈક ગુમાવ્યાનું દુઃખ વંચાતું હતું.

થોડી વારે તેઓ સ્વસ્થ થઈ બોલ્યા : ‘પુરુષોત્તમભાઈ હું ત્રીસ વર્ષથી ઓળખું. તંદુરસ્તી તો એમની જ. સતત પ્રવૃત્તિશીલ, નિરાભિમાની, લાગણીશીલ, છળકપટ વિનાનો નિખાલસ સ્વભાવ, નીતિમય આચરણ એટલે પુરુષોત્તમભાઈ’ અમરસીભાઈ પોતાની વાત પૂરી કરે તે પહેલાં બીજા સ્વજન ધીરુભાઈએ કહ્યું કે, ‘પુરુષોત્તમભાઈ તો માનસરોવરના હંસ હતા. એમણે તો એમના જીવનમાં મોતીનો ચારો ચર્યો છે.’

ફોટા પાસે પ્રગટ દીવો વધુ તેજોમય દેખાતો હતો. દીવાનું તેજ પુરુષોત્તમભાઈના ઉજ્જ્વલ વ્યક્તિત્વની સાક્ષી પૂરતું હતું. ધૂપસળીમાંથી પ્રસરતી સુવાસ એમના સદ્‌ગુણોની અનુભૂતિ કરાવતી હતી.

ફોટાને પહેરાવેલા ફૂલહારમાં રહેલાં ફૂલો તેમના સ્વભાવની કોમળતાને પ્રસરાવતાં હતાં. એમના વ્યક્તિત્વની સુવાસની વચ્ચે જ વઢવાણા સાહેબ બોલ્યા : ‘કોણે કીધું કે પુરુષોત્તમભાઈ ગુજરી ગયા છે ? એ તો અમર થઈ ગયા છે, એ તો મારા-તમારાં સૌમાં જીવે છે !!’

૧૫. વિજયા

બહેન વિજયા. વિજયા અર્થાત્‌ પાર્વતી. ચારે દિશામાં વિજય મેળવનાર. વિજયા દયાળુ-માયાળુ, વાત્સલ્યનું ઝરણું. તેનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીંબડા હનુભાના ગામમાં આજથી લગભગ બાસઠ વર્ષ પહેલાં થયો. માતા નર્મદાબેન અને પિતા પુરુષોત્તમભાઈ.

ભણતર થોડું ગણતર વધુ. તેર વર્ષની રમવા-ખેલવાની ઉંમરમાં સમય-સંજોગોને આધીન વિજયાના લગ્ન થયા. નોકરી ધંધા માટે બનેવી મોહનલાલને મુંબઈ જવું પડેલું. પતિ વિના સાસરવાસમાં વિજયા એકલી રહીને દૂધમાં સાકર ભળી જાય એમ ભળી ગયેલી.

‘દીકરી પારકા ઘરે જ સારી’, ‘દીકરી તોે પારકી થાપણ કહેવાય’, ‘દીકરી અને ગાય દોરે ત્યાં જાય’ અને ‘દીકરી એટલે સાપનો ભારો’. આવું સાંભળી વિજયાને દુઃખ થતું. તેથી તેને માતા પાસેથી સંસ્કારોનો અખૂટ ખજાનો મેળવેલો. બહેન વિજયાએ અમને ભાઈઓને હીંચકે ઝુલાવ્યા છે, હાલરડાં ગાયાં છે.

પંદર વર્ષની વયે સંજોગોને આધીન પતિના બહારગામના વ્યવસાયને કારણે નાના એવા ગઢડા ગામમાં અને અમદાવાદ જેવા મોટા શહેરમાં એકલા રહેવું પડેલું.

થોડા સમય પછી બાની સમજાવટથી બહેન વિજયાએ ભાવનગરમાં રહેવાનું શરૂ કર્યું. અમારું અને વિજયાનું ઘર એક જ પ્લોટમાં છે. પિસ્તાલીસ વર્ષ પહેલાં નિર્મળનગર વિસ્તાર સાવ ઉજ્જડ. ડાબી બાજુ મહાલક્ષ્મી મિલ અને જમણી બાજુ જહાંગીર મિલ હતી. રેલવે વર્કશોપ ત્રણ કિલોમીડર દૂર હોવા છતાં દેખાતું. આવી નિર્જન જગ્યામાં અમે અને બહેન વિજયાએ સગવડ મુજબ ઘરનું ઘર બનાવેલું. એ સમયે હું સાત-આઠ વર્ષનો હતો. આપને થતું હશે કે, આ બધી બાબતોને અને વિજયાના પાત્રને અહીં શું લાગેવળગે ?

વિજયાની ઘર પ્રત્યેની મમતા અને લાગણી કેવી હતી એ આજે મને સમજાય છે. ઘર તો ઘણાં લોકો બનાવતાં હોય છે પણ વિજયા કહેતી : ‘‘ઘર બને છે માયા, દયા, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, સમજણ અને ત્યાગથી’’ અનેક સદ્‌ગુણો અને સંસ્કારો મેં તેમનામાં જોયા છે.

વિજયાને ઘરનું ઘર મળ્યું હતું ત્યારે તે રાજી-રાજી થઈ ગયેલી. તે સ્વચ્છતામાં પ્રભુતા ગણતી. ઘર ચોખ્ખું ચણાક અને ઊડીને આંખે વળગે તેવું.

મોહનલાલ કુશળ કારીગર તેથી તેમની અને વિજયાની મહેનતથી એક સરસ ઘર બન્યું. આગળ મોેટું ફળિયું. ફળિયાની ફરતે કાંટાની વાડ દીવાલ નહોતી.

પંદર વર્ષ પછી ફળિયા ફરતી દીવાલ થયેલી. એ પહેલાં બહેન વિજયાએ હિંમતથી તેનાં સંતાનો અનિલ, હર્ષા અને રાજેશમાં સંસ્કારોનું સિંચન કરી ઊછેરેલાં.

મારા ભણતર-ગણતરમાં પણ બહેન વિજયાનો ફાળો નાનોસૂનો નહોતો. નાનપણમાં મારાથી ઘણી ભૂલો થઈ છે પરંતુ તેણે સહજભાવે માફ કરી દીધી છે.

વિજયાને વૃક્ષ તરફ ભારે પ્રેમ. તે વૃક્ષો જોઈને ખૂબ જ રાજી થઈ જતી. ફળિયામાં નજર ફેરવીએ તો તુલસીક્યારામાં ઊગેલા આઠ-દસ લીલાછમ તુલસીના છોડ દેખાય.

એક ખૂણે ઊંચી અને ઘેઘૂર બદામડી તો બીજે ખૂણે જમરૂખડી. દીવાલે લીંબુડી અને ચીકુડી તો એવા ફૂલ્યા-ફાલ્યા છે કે, દૂરથી એની મીઠી સુવાસ માણી શકાય. સંન્યાસ આશ્રમના ગુરુદેવ સ્વામી નિત્યાનંદજી મહારાજી અને બોટાદ પાસેના જમરાળા ગામના ફક્કડનાથ બાપાના આશ્રમના મહંત બટુક સ્વામી જ્યારે વિજયાના ઘેર પધરામણી કરતા ત્યારે વિજયા જમરૂખડીનાં મીઠાં અને લાલ જામફળ, ગળ્યાં-ગળ્યાં સીતાફળ અને તેના ઉપર તુલસીપત્રો મૂકી ગુરુદેવને ભેટ ધરતી.

વૃક્ષોના જતન માટે વિજયા પોતાના ઘરથી બે કિલોમીટર દૂર હાથમાં લોખંડની વજનદાર કોશ અને તગારા લઈ કાળી માટી લેવા જતી. માટી ભરેલાં તગારા માથા ઉપર મૂકી ઘેર લઈ આવે. ખામણાં ખાંપીને તેમાં કાળી માટી નાખી રોજ સવારસાંજ વૃક્ષોને નવડાવી પાણી પાતી.

વિજ્યાના વ્યક્તિત્વની સફળતાનું એક પાસું એટલે શિક્ષણપ્રેમ. તેણે ત્રણેય સંતાનોને તન, મન અને ધનથી ભણાવેલા.

મોટો દીકરો અનિલ અમદાવાદની પોલિટેકનિક કૉલેજમાં અધ્યાપકનું પદ શોભાવે છે, જ્યારે નાનો દીકરો રાજેશ ભાવનગરમાં જ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર તરીકે નાની વયમાં જાણીતો બની ગયો છે.

દીકરી હર્ષાને અમદાવાદ પરણાવી છે અને તે પણ સુખી છે. વિજયાએ તેમનાં સંતાનોને સુંદર બોધપાઠ આપ્યો છે જે આજની નવી પેઢીએ શીખવા જેવો છે. તેમણે શીખવ્યું છે : ‘દુનિયામાં આપણી પાસેથી ભલેને બધું છીનવાઈ જાય પણ આપણા જ્ઞાન અને સંસ્કાર કોઈ છીનવી શકતું નથી.’

તેની અગમબુદ્ધિ, કુટુંબપ્રેમ, શિક્ષણ પ્રત્યેનો લગાવ તો તેનો

જ. નાનો દીકરો રાજેશ છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે બહુ જ બીમાર થઈ ગયેલો. શાળાની વાર્ષિક પરીક્ષા આવી.

રાજેશ શાળામાં પરીક્ષા આપવા જાય અને વિજયા બળબળતા બપોરે, ખરા તડકામાં રાજેશ માટે ટિફિન લઈને શાળાએ જાય. આવો હતો ભણતર પ્રત્યેનો તેનો પ્રેમ.

વિજયાએ અનિલ, હર્ષા અને રાજેશને જરાપણ ઓછું ન આવે તેમ ખોટ દેખાડ્યા વિના મોટાં કર્યાં.

વિજયા માનતી કે કરકસર બીજો ભાઈ છે. તેથી બચત અને કરકસર વિનાનું જીવન દુઃખને આમંત્રણ આપે છે, આવા મંત્રોને વિજયાએ જીવનમાં યાદ રાખીને ઉકેલ્યા છે.

સંતાનોનાં ભણતર અને ગણતરમાં તેનો સિંહફાળો છે. તે સૌને સ્પષ્ટ રીતે સમજાવતી કે, જીવનમાં કરકસર કરવામાં કોઈ નાનપ ન લાગવી જોઈએ. કરકસર એ લોભ નથી સદ્‌ગુણ છે.

તેના વ્યક્તિત્વમાં સોનામાં સુગંધ ભળે એવું એક લક્ષણ એટલે બારીક કલાકારીગરી. નાનપણથી જ કાપડ ઉપર આલેખન કરી ભરત ભરવાનો તેને બહુ જ શોખ. તે ગૌરવથી કહેતો : ‘હું તો વિશ્વકર્મા દાદાની દીકરી. મારા લોહીમાં કળા-કારીગરી હોય જ, તેનો લાભ લઉં જ ને ?’

ઓછાડ ઉપરનું સુંદર ભરતકામ, હવા ખાવાના ભરત ભરેલા કલાત્મક વીંઝણા, બાળકોના ઘોડિયાના લાલ, પીળા, લાલ અને વાદળી રંગોથી સજાવેલાં ખોયાં, ઓશીકાંના કવર ઉપરનું ભરતકામ કેવું સરસ ! વિજ્યા, રબારી, સાદું તેમ જ કાશ્મીરી, મોતીનું કે સૂયાથી ગૂંથવાનું ઉપરાંત ઊનનું ભરત સરસ રીતે ભરતી.

તે કહેતી કે, જીવનમાં ભણતરની સાથોસાથ ચિત્ર, સંગીત, ભરત અને કલાશિક્ષણ હોય તો જીવન નીરસ નહીં પણ ભર્યું-ભર્યું લાગે, જીવનમાં ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે.

તેનો કંઠ બહુ જ મીઠો. ગીતો, લોકગીતો, ભજનો, ધોળ મંગળ વગેરે તે લહેકાથી રજૂ કરીને ગાતી. દાદા નારણભાઈ અને નાના બેચરભાઈના આશીર્વાદ તેના ઉપર ઊતરેલા. તેને વાચનનો પણ સારો એવો શોખ.

પ્રાર્થનાઓ, રામાયણ, ભગવદ્‌ગીતા, શ્લોક અને સ્તુતિઓ તો તેને કંઠસ્થ. તેને સામાજિક વાર્તાઓ વાંચવી બહુ ગમતી.

અમારા પ્રત્યે અપાર સ્નેહ, રક્ષાબંધન હોય કે ભાઈબીજ, બહુ ભાવથી અમને આશીર્વાદ આપતી અને જમાડતી. એ પવિત્ર પર્વોનાં સ્મરણો ક્યારેય ભુલાય તેમ નથી.

રક્ષાબંધનના શુભ દિવસે તેમના ચહેરા પર અપાર ખુશી જોવા મળતી. કાંઈ લેવાની ઇચ્છા વિનાનો તેનો નિઃસ્વાર્થ ભાવ ખરેખર આદરણીય હતો.

આધુનિક જમાનાની સ્ત્રીઓ કે જે ભણીને ડોક્ટર કે એન્જિનિયર બને અને તેનાં વ્યવસાયમાં પ્રગતિ મેળવે તે જોઈને વિજ્યા રાજી થતી. તેને જેટલો ધર્મમાં રસ હતો તેટલો જ ટેકનોલોજીમાં અને વિજ્ઞાનમાં ય હતો.

‘માણસ કેટલું જીવે છે એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે જીવે છે એ મહત્ત્વનું છે.’ આ પંક્તિને વિજયાએ પોતાના જીવનમાં સાર્થક કરી બતાવી હતી. તેમણે જીવનમાં સરવાળા કર્યા છે. મહેરામણનાં મોતી સમા આ શાલીન પાત્રને વંદન..

૧૬. નર્મદા

મારી બાનું નામ નર્મદામા. મારી દૃષ્ટિએ નર્મદામા આદરણીય પાત્ર છે. સંજોગોને આધીન તેઓ ભલે બે ચોપડી ભણ્યાં ન હતા. પણ તેમને ચોર્યાસી વરસની વયે ભણતર માટે ખૂબ જ પ્રેમ હતો. તેમણે જીવનને બહુ નજીકથી જોયું હતું.

પોતાના ખાટલાની ઢીલી થઈ ગયેલી પાંગથને તેઓ પોતે જ કઠણ કરી શકતાં હતાં. ઘરના દસ્તાવેજ, બાળકોની બચત અને ઘરના વ્યવહારોનો તેમને ખ્યાલ હતો. તેમની પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું હતું. નર્મદામાને પાંચ દીકરા અને એક દીકરી.

પરિસ્થિતિની અનુરૂપ મારા બાપુજી પણ માત્ર બે જ ચોપડી ભણી શક્યા હતા. પણ બાપુજીની મહેનત અને માતા નર્મદામાની ઘર ચલાવવાની આવડતથી અમે સૌ ભાઈઓ મોટાં થયાં, પરણ્યા, નોકરી ધંધે લાગ્યા. એમના ઘડતરથી આજે સૌ સુખી છીએ.

અહીં નર્મદામાના ગુણગાન ગાવાની વાત નથી. પરંતુ હું જે કહી રહ્યો છું. તેમાં ઘણી વાસ્તવિકતા, પ્રેરક પ્રસંગ, દિશા સુઝાડનારી ઘટનાઓ છે. હું સમજણો થયો ત્યારે અમારું લીંબડા હનુભાના ગામના લોકોને મોઢે તેમના વખાણ સાંભળ્યા છે.

ઘરની બાજુમાં રહેતા જબુમામી તો નર્મદામાને વારંવાર કહેતાં : ‘તમે તો બેન બહુ કામઢાં. આખો’દિ કાંઈ ને કાંઈ કામ કરતાં જ હો’ તેમણે નાનપણમાં કપાસના જીંડવામાંથી રૂ વીણેલું. ગામને પાદર વાડીઓમાંથી બળતણ માટે બાવળિયા, થોર, ભોથાં અને રાડાં લઈ આવતા. નર્મદામાએ તેમને ઘરની ચિંતા કરવા દીધી નથી. બલકે બાપુજીને ઉદાસ ભાળે એટલે તરત જ હિંમત આપે. અમે નિશાળે જવા યોગ્ય થયા એટલે તેમણે મારાં બાપુજીને કહી દીધેલું : ‘હવે, તમે અમારી ચિંતા કર્યા વિના બહારગામ કામ કરો.’

બા-બાપુજી વચ્ચે સમજૂતી થઈ. બાપુજી અને નાના ના સહકારથી બાએ ઘરનું ઘર બનાવ્યું. તેમણે ઘરનું ઘર બનાવવા માટે લગભગ પચીસ વર્ષ પહેલાં સ્વપ્ન સેવ્યું હતું.

લીંબડા ગામે ઘરનું ઘર બનાવી તેમણે સેવેલું સ્વપ્ન સાકાર કર્યું. ઘર આગળ મોટું ફળિયું, મોટો ઓરડો, ઓસરી, રસોડું અને ઢાળિયું. હવા-ઉજાસ એટલા સરસ કે વાત જ ન કરો.

નાના બેચરભાઈએ તો નર્મદામાની હિંમતને ખૂબ જ બિરદાવેલી. પોતાને ઘરનું ઘર મળ્યાથી જાણે નર્મદામાને સ્વર્ગ મળ્યું. તેઓ જાતે જ દીવાલ ઉપર ગાર લીપતાં.

બગલાની પાંખ જેવી દીવાલ ઉપર દાતણને ટીપી તેની પીંછી બનાવી ગેરુ રંગે સરસ ખાજલિયું પાડતાં. તેઓ કહેતાં કે, ‘જો નટિયા, ચિતર ચિતરવા તો આવડવું જ જોઈએ. જેનું ચિતરકામ સારું તેના અક્ષરો સારા, ચિતર આવડે એને જીવનમાં બધું આવડે.’ તેઓ આજુબાજુમાં રહેતી છોકરીઓને ભરત ભરવાનું, કાપડમાં આલેખવાનું શીખવતાં.

મારાં જન્મ પછી ચારેક વરસ બાદ નાનાભાઈ સુભાષનો જન્મ થયો. મા ઉપર બ્રહ્માંડ તૂટી પડ્યું. સુભાષના મગજનો વિકાસ ન થયો. તેને હિસ્ટીરિયાનું દર્દ લાગુ પડ્યું. તેની ચિંતામાં તેમના શરીર અને મન ઉપર ઊંડી અસર થઈ. પણ શું થાય ? હિંમત તો રાખવી જ પડે.

ભાઈ સુભાષને ઝાડા-પેશાબનું ભાન રહેતું નહીં. ગમે ત્યારે પડી જાય. શરીર લાકડા જેવું થઈ જાય, આંખોના ડોળા ચડી જાય, મોઢામાંથી ફીણ નીકળે, આવું થાય ત્યારે મા, બાપુજી, ભાઈ-ભાભી અને ઘરના બધાં સુભાષને પકડી ડુંગળી કે ચપ્પલ સૂંઘાડે ત્યારે હિસ્ટીરિયાનો ઍટેક બંધ થાય.

બાપુજીને એક ગામથી બીજે ગામ સુતારીકામ, નવા બંધાતા ડેમના કામ ચાલતાં હોય એટલે તેઓ પંદર દિવસે ઘેર આવે. તેથી નર્મદામાને મક્કમ રહી ઘર ચલાવવું પડતું.

નર્મદામાના સદ્‌ગુણોનું વર્ણન કરવા બેસીએ તો પાર ન રહે. અમારા કુટુંબો, પડોશમાં અને ગામમાં તે બધાંને ભણતરમાં, વ્યવહારમાં અને સારા-માઠા પ્રસંગોમાં ખૂબ જ માર્ગદર્શક બન્યા છે. સ્પષ્ટવક્તા તરીકે તેમનો જોટો જડવો મુશ્કેલ છે. તેમની હૈયાસૂઝ દાદને પાત્ર છે.

મને તેમનું એક વાક્ય ખૂબ ગમે છે. તેઓ અમારી ભૂલ થાય તો કહેતા : ‘આપણા બુદ્ધિસાગરમાં કાંકરા ઊડતા હોય તો કો’ક સારું જોઈને તો શીખીએ, મગજનો ઉપયોગ કરીએ.’

તેમના માતૃપ્રેમનો એક પ્રસંગ યાદ આવે છે. લગભગ પચાસ વરસ પહેલાંની વાત છે. એ સમયે નાનાં બાળકોને શીતળા બહુ નીકળતાં. શીતળા નીકળે એટલે ઘણાં બાળકોની આંખો ચાલી જાય. બાળક આંધળું બની જાય. એ સમયે શીતળાની રસી પણ શોધાઈ નહોતી.

અમે ત્રણે ભાઈ સાવ નાના. અમને ત્રણેયને શીતળા નીકળ્યાં. ગળા ઉપર રસી, હાથ ઉપર પરુનાં ઘારાં ઉભરાયેલાં હાથ ઊંચો કરીએ ત્યાં તો રસીના ઢગલા થાય.

એક બાજુ ઉનાળાના દિવસો. અમને ઘોડિયામાં બાંધેલા ખોયામાં સુવડાવે. સુવાય કેવી રીતે ? બધાં વલખે. નર્મદાની હિંમત, ઈશ્વર પરની શ્રદ્ધા, સેવાચાકરી અને દવાથી અમને ત્રણેય ભાઈઓને જીવતદાન મળ્યું.

આ ઘટનાને જ્યારે યાદ કરું છું, ત્યારે થાય છે કે, માતાનાં ચરણોમાં જ બધાં તીર્થધામ રહેલાં છે એમના દર્શનથી આજે મનમાં રહેલ નિરાશા, દુઃખ દૂર થઈ જાય છે.

અમે નાનાં હતાં ત્યારથી નર્મદામાના મનમાં એક વિચાર ઘોળાયા કરતો. મારા બાપુજી ગામેગામ કામકાજ માટે જાય છતાં...

સુભાષની સેવાચાકરી કરતાં મેં તેમને જોયા છે. તેમણે સુભાષને નિશાળે પણ બેસાડેલો. તેમને મનમાં ઊંડે ઊંડે એવું હતું કે સુભાષને નિશાળમાં ધ્યાન લાગે અને તેનું મન જો ત્યાં પોરવાય તો સારું. ગાંડી દીકરો છે એટલે તેને નિશાળે ન બેસાડાય એવું એક વખત શાળાના શિક્ષકે કીધેલું.

તે વખતે તેઓ શાળાના શિક્ષકને ભણતર શું છે, તેનો સુંદર પાઠ ભણાવેલો. સુભાષની ચિંતા હોવા છતાં નર્મદામાએ એમને ત્રણેય ભાઈઓને ય ભણાવેલા.

આજે મોટા ભાઈઓ અમારા બાપ-દાદાના વ્યવસાયમાં સારી રીતે વ્યસ્ત છે. મારાં ભણતર-ગણતરમાં નર્મદાનો ફાળો નાનો-સૂનો નથી. અમને હતાશ થયેલા જુએ કે તરત જ તેઓ હિંમત આપે.

તેમનું પાત્ર એટલે પ્રસન્નતાની તસ્વીર. મેં તેમના ચહેરા ઉપર ક્યારેય દુઃખ જોયું નહોતું. રસોઈ કરતાં શાક સુધારતાં, ઈશ્વર ભજન કરે. સારા-માઠા પ્રસંગોમાં સૌની સાથે હળી-મળીને રહે. તેઓ હરહંમેશાં આનંદમાં જ રહેતાં.

તેમણે શીખવ્યું છે કે, કોઈ પણ કામ કરો ત્યારે તેને બોજો ન સમજો, ગણગણતાં, રાજીખુશીથી કામ કરો.

તેમના માટે મારાં મનમાં એક પ્રશ્ન ઘોળાયા કરે છે કે, તેઓ ભણ્યા હોત તો ? અફસોસ. તેમને ભણવું હતું પરંતુ ભણવાનું ન મળ્યું. તેમના માટે ભણતરના પ્રશ્નો નિરર્થક છે. છતાં ઘણી બધી બાબતોમાં અર્થપૂર્ણ છે.

કારણ કે, એને ભણવાની, નવું નવું જાણવાની અને શીખવાની ભારે હોંશ. તેઓ ભણ્યાં નહોતાં છતાં તેમણે અમારા કુટુંબમાં, પાડોશમાં અને ગામમાં ઘણાંને મદદ કરી હતી.

નાના બેચરદાદાને ત્યાં વિદ્વાન પંડિતો, સાધુઓ આવતા, એક વિદ્વાન સાધુ અવારનવાર આવે. મામાને વેદમંત્રોની શિક્ષાના મૌખિક પાઠ આપે. એ સમયે તેઓ સાંભળતાં અને મામા પાઠ ભૂલી જાય કે તરત જ તેને યાદ કરાવતાં. તેમની વાણી પણ મીઠી. નરસિંહ, મીરાંના પદ, પાનબાઈ દાસી જીવણનાં ભજનો, રાસડા તો જીભને ટેરવે જ હોય ! રામાયણ, ભાગવત, ભગવદ્‌-ગીતા જેવા ગ્રંથો તેઓ વાંચતા.

તેઓ માનતા કે ભણતર-ગણતરમાં તો સ્ત્રીઓને રસ હોવો જ જોઈએ. તેમને ગાવાનું મળે એટલે તો ટહુકવા જેવું લાગતું. શોકદુઃખને તો તેમણે કોઠે પાડ્યાં.

નર્મદામા એ પરિવારની વહુઓને ઘરસંસારની ઘણી વ્યવહારુતા શીખવી. તેઓની વાત આધુનિક યુગની સ્ત્રીઓને પણ જીવનમાં ઉતારવા જેવી છે. તેઓ કહેતા કે, ઘર માયા-મમતાથી બને છે. ઘરની સ્ત્રી તો લક્ષ્મી છે. તેણે ઘરના દરેક સભ્યોને માતાની માફક ભોજન કરાવવું જોઈએ. તેમની દૃષ્ટિ બહુ જ બારીક.

ગામડાંમાં રહીને પણ મને તથા ભાઈઓને સ્વચ્છ-સુઘડ રાખી ધોયેલાં કપડાં પહેરાવી નિશાળે મોકલતાં. તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે અમારી ગણતરી થાય તેવી ઇચ્છા તેમણે સાકાર કરી હતી.

તેમના વિચાર આધુનિક જમાનાને અનુરૂપ, સરળ અને પ્રેરક હતા. સાક્ષરતા અભિયાન અને કન્યા કેળવણીમાં તેમને ઊંડો રસ. પરિવારનાં બધાં બાળકો કોઈ પ્રસંગે ભેગાં થાય ત્યારે તેને કાલીઘેલી ભાષામાં બોધ-પ્રેરક વાર્તાઓ કહેતા અને વહુઓને વ્યવહારકુશળ, સચેત, નીડર બનાવવા ઉપયોગી વાત કરે. એમના કંઠે દરબારી રાસડા, ગરબા, ભડલી વાક્યો અને અવનવા ઓઠાં સાંભળવાં એ લહાવો હતો.

આજે ચોર્યાસી વર્ષે પણ આ બધું એમની સ્મૃતિમાં હતું. કુટુંબમાં એમની હાજરી હોય એટલે ઉત્સવ જેવું વાતાવરણ બની જતું.

તેઓ એકવીસમી સદીની અવગણના કરતાં નહોતાં. તેમને એટલું જ કહેવું હતું કે, આ યંત્રવત્‌ જમાનામાં વસતો માનવી પોતાના જ ઘરમાં શાંતિનો અનુભવ નથી કરી શકતો. તેઓ માનતા કે, યાંત્રિક જીવનમાં મનુષ્ય પોતાના વ્યવસાયમાં, નોકરીમાં અંગત સમયપત્રક બનાવે છે, પણ પરિવાર માટે સમય ફાળવી શકતો નથી. અત્યારે કેટલી બધી સગવડો થઈ ગઈ છે ત્યારે પરિવારની સમૃદ્ધિ માટે સ્ત્રીઓ પણ ધારે તેટલી પ્રગતિ કરી શકે છે.

મારા બાપુજી પુરુષોત્તમભાઈએ કુટુંબમાં બધાં ભાઈઓને ખૂબ જ સહકાર આપ્યો હતો. તેમ નર્મદામાએ પણ આગવી સૂઝથી સુંદર ઘર બનાવ્યું છે. નાની કૂપળને મોટું વૃક્ષ છાયો આપે છે, તેમ કૂંપળની પણ ફરજ છે કે, વૃક્ષ જર્જરિત થાય ત્યારે તેને ટેકો આપે તેમ તેઓ માનતા હતા.

નર્મદામાની માફક લાખો નર્મદામાએ પોતાની જિંદગી સમર્પણ કરી સુંદર ઘર અને સુવાસિત વાતાવરણ ઊભું કર્યું હશે તે કેમ ભુલાય ? પુરુષોત્તમભાઈ તથા બા નર્મદાબેને મારા મામા દેવરાજભાઈ બેચરભાઈ સંચાણિયા સૂત્રધાર(જાણીતા શિલ્પી, ચિત્રકાર-ભાવનગર) તથા મામા ભીમજીભાઈ, માસી કાશીબેન તથા સ્વ. મણિબેનની પ્રગતિમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું. તે બંને પાત્રોમાં રહેલી પરગજુપણાની ભાવના વ્યક્ત કરે છે.

અભ્યાસપ્રેમ, કુટુંબ વત્સલતા, સેવાધર્મ, કરકસર, હિંમત, સ્વમાન, મહેનત, સાદાઈ, ધર્મપરાયણતા વગેરે સદ્‌ગુણોની મૂર્તિસમા નર્મદામાને કોટિ કોટિ વંદન.

૧૭. મારી શાળા મારું મંદિર

એકવીસમી સદી એ જ્ઞાનની સાધનાનો યુગ છે. જ્ઞાનના વિકાસ અને પ્રસારણમાં અત્યંત મહત્ત્વનું સાધન છે.

‘મારી શાળા’ વિષય જ કેટલો સુંદર છે ! આ વિષય પર લખતાં મારું હૃદય અનેક લાગણીભાવ અનુભવે છે. કારણ, હું નથી કંઈ બારમા ધોરણમાં કે મારી શાળા છોડવી પડે, પરંતુ હજુ તો દસમા ધોરણમાં છું અને બે-ચાર માસમાં શાળા છોડવી પડશે.

પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુને ત્યાં આશ્રમમાં રહી અભ્યાસ કરતો. ગુરુ તેને યોગ્યતા અનુસાર શિક્ષણ આપતાં, ત્યારે ફી, પાઠ્યપુસ્તકો વગેરેની ચિંતા નહોતી. વિદ્યાભ્યાસ પૂરો થતાં વિદ્યાર્થી ગુરુદક્ષિણા આપી વિદાય લેતો. એ અભ્યાસમાં યંત્રવત્‌ અને નિરર્થક પરીક્ષાઓનો કે, ‘યેન કેન પ્રકારેણ’ મેળવેલાં પ્રમાણપત્રોને સ્થાન નહોતું. આજની જેમ કદાચ એ વિદ્યાભ્યાસનું ફલક વિશાળ નહીં હોય, પણ એમ ઊંડાણ તો હતું જ.

માતા, તારી ગોદમાં મેં પ્રથમ આશ્રય લીધો. ત્યારનો દિવસ મને યાદ છે. હું પાંચમા ધોરણમાં અહીં દાખલ થયો. હું કેટલો ગભરું હતો ! તે મને ગોદમાં લીધો, માથે હાથ ફેરવ્યો અને તારી વાણીના રણકાર મારા કાળના પ્રસ્થાનો થતાં ગયાં. તારું વહાલ મારાં પર વરસતું ચાલ્યું.

શિક્ષકોના પ્રેમ, મિત્રોની મીઠી સોબત, પ્રવૃત્તિઓ, પર્યટનો અને મુલાકાતોએ બધાંની અસર કેવી સંસ્કારજનક છે ! પરીક્ષાઓની ધમાલો, પુસ્તકોનું વાંચન, વ્યાખ્યાનો અને રમતો, સમૂહજીવનમાં ઘડતર એ બધાં વડે હું કેટકેટલું શીખ્યો છું ! એ બધું રોજરોજ બનતું હોવાથી ઘણું સામાન્ય લાગતું હતું, આજે જ્યારે સમગ્રતાએ બધું અવલોકન કરું છું ત્યારે કેટકેટલા અનુભવોમાંથી હું પસાર થયો એ વિચારતાં ખરેખર આનંદાશ્ચર્ય અનુભવું છું.

મારી શાળાનું નામ શ્રી સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ છે. તે ભાવનગરના હાર્દ સમા ગણાતા વિસ્તાર વડવામાં આવેલ છે. ગુરુદક્ષિણારૂપે આ શાળાના વિદ્યાર્થીઓએ હજારો છોડના રોપા ઉછેરીને ખેડૂતોને ભેટ આપ્યા છે જે આજે વટવૃક્ષ બની ગયા છે. મારી શાળાનો સમય બપોરનો છે. ગણવેશમાં બ્લૂ પેન્ટ અને સફેદ શર્ટ છે.

શાળા અધ્યયન પહેલાં પ્રાર્થના બોલાવવામાં આવે છે. ત્યાર બાદ સંમેલન ભરાય છે. જેમાં વિદ્યાર્થીઓ, કોઈ વાર શિક્ષકો તો કોઈ વાર મહાનુભાવોને પોતાના મંતવ્ય રજૂ કરવાના હોય છે.

મારી શાળાના આચાર્યશ્રીનો ઊંચો, પાતળો, ગૌરવવર્ણો દેહ, વિશાળ લલાટ, તેજસ્વી આંખો, સૌમ્ય છતાં ગંભીર મુખમુદ્રા, એમનું અગાધ જ્ઞાન, અપાર સ્નેહ અને ઉજ્જ્વળ ચારિત્ર્ય સમક્ષ મારું મસ્તક અહોભાવથી નમી પડે છે.

મારી શાળાના શિક્ષકોનું મને ખૂબ જ ગૌરવ છે. એમના સૌ માટે હું કવિ શામળની પંક્તિ ગણગણું છું :

સાદી ભાષા, સાદી કડી; સાદી વાત વિવેક,

સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક.

શિક્ષકો જ અમારાં સાચા ઘડવૈયા છે. સમાજમાં આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપી ગયો છે. ધનની આંધળી દોટમાં જીવનનાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. ત્યારે મારી શાળાના શિક્ષકો તટસ્થ રહી નિર્મળ જીવન જીવી, અમારાં ખરાં યાજ્ઞિક બને છે.

તેઓનું હૃદય સ્નેહના સાગર જેવું છે. અમોને પોતાના નાનાભાઈ ગણે છે. ભણવામાં નબળા વિદ્યાર્થીઓને બનતી સહાય પણ કરે છે. એમની રહેણીકરણી અને વેશભૂષામાં સાદાઈ તરવરે છે. અમોને અખૂટ વિદ્યાધન ઉપરાંત જીવનમાર્ગનું ભાથું આપે છે. વિશુદ્ધ ચારિત્ર્યનું અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એ તેમનો પરમ ઉદ્દેશ છે.

શિસ્ત એ આજના યુગનો સળગતો પ્રશ્ન છે. શિસ્ત એટલે સ્વનિયંત્રણ. માણસે પોતાની વૃત્તિઓ અને વિચારો પર બુદ્ધિપૂર્વકનો વિવેક દાખવવો અને એ પ્રમાણે વર્તવું એનું નામ શિસ્ત. મારી શાળાની શિસ્તમાં નથી ડર કે નથી ધાકધમકી. મારી શાળા મુક્ત શિસ્તનું જ્વલંત ઉદાહરણ છે. અમોને શિસ્તના નામે કડક ચોકીપહેરામાં દાબી રાખવાને બદલે અમારી વૃત્તિઓ સમજી, અમારા મનની લાગણીઓને વાચા આપી, અમારી અનુકૂળતા મુજબ વર્તવાની છૂટ અપાય છે.

આમ, અમારા જીવનઘડતરનો પાયો મજબૂત બનાવાય છે. તેથી જ અમે આપમેળે ચાલુ વર્ગે વાતચીત નથી કરતાં. શાળાના નીતિનિયમો પાળીએ છીએ. ઘરકામ, વર્ગકામ, વ્યવસ્થિત કરીએ છીએ. ગણવેશ નિયમિત પહેરીએ છીએ. સમયસર શાળાએ આવીએજઈએ છીએ. ચાલુ વર્ગે બહાર નથી જતા.

શાળા એ અમારું ઘર છે, સરસ્વતીનું પવિત્ર મંદિર છે. તેની સ્વસ્છતા પૂરેપૂરી જાળવીએ છીએ. શાળાના વર્ગો બગાડતા નથી. ફર્નિચરને નુકસાન પહોંચાડતા નથી. શાળાનાં મેદાનો સ્વચ્છ રાખીએ છીએ. પાણી પીવાની ઓરડીને સુરક્ષિત અને સ્વચ્છ રાખીએ છીએ.

આમ મારી શાળાના વિદ્યાર્થીઓ સંયમમાં રહી આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરે છે. એટલું જ નહિ. અમે કર્તવ્યનિષ્ઠ બની સહજીવન અને શ્રમજીવનના પાઠ શીખીએ છીએ અને ભાવિજીવનનું ભાથું મેળવીએ છીએ.

મારી શાળાનો વિદ્યાર્થી ‘પુસ્તકિયો કીડો’ તો ન જ હોય કારણ પુસ્તકિયું જ્ઞાન મેળવીને સર્વાંગી વિકાસ સાધી શકતું નથી. મારી શાળાના વિદ્યાર્થીઓનું ઇત્તર વાચન અને સામાન્ય જ્ઞાન વિસ્તૃત છે.

રમત-ગમતમાં પણ ખૂબ રસ લે છે. સ્વાસ્થ્યનું મહત્ત્વ તો બરાબર સમજે જ છે. ઉપરાંત વિજ્ઞાન, રમતગમત, નાટક, વક્તૃત્વ, નિબંધ, ચિત્રકળા વગેરેની સ્પર્ધાઓ તેમ જ બીજી શાળાકીય પ્રવૃત્તિમાં તેનો તેજસ્વી ફાળો હોય જ. ઇત્તર વિષયોની પાઠ્યેતર પરીક્ષાઓ પણ આપે છે.

જ્ઞાનની સીમા કેવી ? મારી શાળા ઉજ્જ્વળ અને અનુકરણીય છે. એટલું જ નહીં, ભૂલેલાને રસ્તો બતાવવા, અંધઅપંગને મદદ કરવા કે દુકાળ, ધરતીકંપ, રેલસંકટ જેવાં કુદરતી સંકટોમાં સપડાયેલાઓને મદદ કરવા તે સહજ કર્તવ્યભાવનાથી પ્રેરાય છે.

પર્યટનોનો આનંદ તો અનેરો જ. મોસમનો પ્રથમ વરસાદ હોય ત્યારે શાળાએથી ચાલીને, પલળતાં-પલળતાં બોરતળાવ જવાની મજા તો અવર્ણનીય છે. વાર્ષિક મેળાવડા નવી તાજગી અર્પે છે.

શાળાના સ્તરે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓ, મહાપુરુષોના જીવનચરિત્રો તેમ જ વિવિધ વિષયોની માહિતીગ્રંથોનું વાંચન પુસ્તકાલય દ્વારા અત્યંત લાભપ્રદ નીવડે છે. ઉપરાંત સમૃદ્ધ પ્રયોગશાળા છે જ્યાં વિજ્ઞાનને ધબકતું કરીએ છીએ. આમ, જ્ઞાન અને ગમ્મત, સરળ, સુબોધ અને રોચક શિક્ષકપદ્ધતિને પરિણામે જ દર વર્ષે અમારી શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવે છે.

મારાં શાળાજીવન દરમિયાન મેં જીવનભરના કેટલાક સાથીઓ મેળવ્યા છે. પ્રવાસોમાં, અભ્યાસમાં, શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં કેટકેટલાં મીઠાં બંધનો બંધાયાં છે ! પરસ્પરના સંસ્કાર વિનિમય વડે અમે મિત્રો કેટલો વિકાસ સાધી શક્યા છીએ. અમારી વિકાસકથા પર દૃષ્ટિ ફેરવીએ તો કેટકેટલી વિવિધ કક્ષાઓવાળી વિચારસરણીમાંથી અમે પસાર થયા છીએ. અમારાં તોફાનો અને સાહસો એ બધાંની વાતો સંભારવી કેટલી મીઠી લાગે છે !

સંસ્કારના સ્થળો જગતમાં બીજાં ઘણાંય છે, પણ પ્રિય શાળા તારા ખોળામાં રમીને મારું જે ઘડતર થયું છે તે તો મારાં આત્મામાં વણાઈ ગયું છે. સંભવ છે કે, ભાવિ જીવનમાં કોણ જાણે કેવાય ક્ષેત્રોમાં હું પડું, પ્રવૃત્તિશીલ બની જાઉં પણ એક બાળક જેમ માતાને ન વીસરે તેમ હું તને કદી પણ વીસરી શકીશ નહીં. તારા ઉપકારનો બદલો કદી પણ ન વાળી શકું, એવો રંક જો હું હોઉં તો પછી તને વીસારે પાડવાની કુતઘ્નતા હું શી રીતે કરી શકું ? પ્રિય શાળા, તારી પુણ્યસ્મૃતિ તો જીવનભર મારાં હૃદયમાં જડાયેલી જ રહેશે. માતા, પ્રિય મા ! તને પ્રણામ.

અને અંતમાં, શાળાના આત્મસમા પૂજ્ય ગુરુજનો, એમને તો હું શું કહું ? શું ન કહું ? એટલે મૌન રહી પુનઃ પુનઃ -

નમું આત્મા ઢાળી, નમન લખતી દેહ નમજો,

નમું કોટિ વારે વળી, ગુરુ નમસ્કાર જ હજો.

૧૮. દુષ્કાળ

‘પાસાં ફેંકે જનો સૌ, દા દેવો હરિ હાથ છે.’

દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માનવી અનેકવિધ પ્રયત્ન કરે છે. પણ એક તરફ દુષ્કાળગ્રસ્ત સ્થિતિ એક તરફ ડુંગર પરથી વહેતા ઝરણાંની માફક ધપતી મોંઘવારી, બેકારીથી ડગલે અને પગલે અનેક સમસ્યાઓ માનવીના મન સમક્ષ ડુંગરાની માફક ખડી થાય છે. આ બધી સમસ્યાઓના જાળામાં ગૂંથાયેલ માનવ કરોળિયો આવતી કાલની આશાના તાંતણે જીવે છે. પણ દુષ્કાળમાં અનર્થોના એક ઝપાટે નિરાશાના ખાડામાં ધકેલાઈ જાય છે.

‘જીવો અને જીવવા દો’નું સૂત્ર આજે પુરાણું લાગે છે. બીજાને જીવાડવા જીવો અને તેનાથીયે આગળ વધીને કહીએ તો ‘બીજાને જીવાડવા મરો.’ આ અન્યને માટે ‘મરવાની’ મતલબ કે ભોગત્યાગની વાતોને વર્તનમાં મૂકી સામાજિક સંસ્થાઓ હમદર્દીની સુવાસ પ્રગટાવે તો કહી શકશું કે, આ ધરતી સ્વર્ગ બનશે. આજકાલ જેની ખૂબ ચર્ચા થાય છે અને જેને માટે અનેક નરરત્નોએ જેહાદ જગાવેલી એ છે સામાજિક પરિવર્તન. સમાજ પરિવર્તન માટે કયું પ્રેરકબળ હોઈ શકે. તેની કોઈ માપશીશી હજુ વિજ્ઞાન ચંદ્ર કે મંગળ પર જવા છતાં શોધી શકાયું નથી !

પણ સામાજિક સંસ્થાઓનો ન્ૈકી ૈજ ર્ં ખ્તૈદૃીનો આંશિક આદર્શ અવશ્ય પરિવર્તનની દિશાની દીવાબત્તી ગણી શકાય.

ખાસ કરીને વ્યક્તિ વિકાસની કેડીમાં પથદર્શક બનીએ. કેમ કે વ્યક્તિ સમાજનું એક કેન્દ્રિય ઘટક છે. શેક્સપિયરના શબ્દોમાં માનવી સંજોગોનો ગુલામ છે. સંજોગો હંમેશાં નદીના પ્રવાહ માફક બદલાતા રહે છે. કોઈક વાર અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ તો ધરતીકંપ કે વાવાઝોડું !

આ કુદરતી આફતો માનવજીવનની પરીક્ષા બની જાય છે. આજનો માનવી યંત્રયુગ સામે ટક્કર ઝીલીને ત્રાહિમામ પોકારી ગયો છે. તેમાંય કાળની કરવત પર કુદરત સંહારનું તાંડવ રચે છે ત્યારે બે હાથવાળો માનવી હજાર હાથવાળી કુદરત સામે હારી જાય છે.

આમ, ઇન્સાનની શક્તિને પ્રોત્સાહનનું પાણી સીંચી, સામાજિક સંસ્થાઓ માનવીને તન, મન અને ધનથી સહાય કરી પ્રોત્સાહિત કરે છે. એક સમય હતો જ્યારે ઉરીીઙ્મ દ્બટ્ઠઙ્ઘી રૈજર્િંઅ. આજે યુગ બદલાયો છે અને મોંઘવારીની આર્થિક ભીંસમાં ને ભીંસમાં પીસાઈ લોટના ફોતરા જેવા માનવીને માટે દુષ્કાળ જ છે અને એ પણ માનવસર્જિત

દુષ્કાળ !

આજકાલના સમાજની તસ્વીર સમા અખબારોમાં અનેક કુટુંબોનાં ઝેર ઘોળ્યાનાં સમાચારો, રોટલીના ટુકડા માટે યૌવનને બજારમાં મૂકવાનાં કે કૂતરાનો રોટલો માનવી આંચકે એવા સમાચારો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનું હૃદયદ્રાવક ચિત્ર જ છે ને.

આવી પરિસ્થિતિમાં સમાજનો માનવી પાપ, ચોરી, લૂંટને માર્ગે જાય તેમાં દોષ કોનો ? વિધિની વક્રતાનો !? સમાજસુધારા અને પરિવર્તનના ધ્યેયવાળી આવી સંસ્થાઓનું પરમ કર્તવ્ય એ છે કે તેને આવા માનવીની વહારે જવું જોઈએ. તેને આત્મહત્યા કરતા રોકવા

એ એનો ધર્મ છે !

*

નિબંધ, ઉપરથી સહેલો લાગતો પરંતુ લેખનવેળા અઘરો લાગતો સાહિત્ય પ્રકાર છે. ગમે તે વિષય પર ગમે તેમ લખવાથી એ નિબંધ ન બને ! સારા નિબંધમાં નિબંધ લેખકની એકાગ્રતા અનિવાર્ય છે. વાચક જોડે પરિચિતતાનો સંબંધ સ્થાપવો, વ્યક્તિગત અપીલ કરવાની સૂઝ, સહજ અભિવ્યક્તિ અને ટૂંકાણમાં રસમય રીતે કહેવાની શક્તિ જેવાં કૌશલ્યો જરૂરી છે.

-કાકા કાલેલકર

૧૯. પગલાં વસંતના

જાણીતા ગીતકવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના સોનેટ ‘અરણ્યા ઢૂંઢે’ની પંક્તિઓ કેવી મજાની છે !

હતા એ વાસંતી પ્રહર, વનવાસી રઘુપતિ

પ્રભાતે સીતાને લઈ પરવરે દંડકવને.

લહીં રંગે છાંટી પવનચીતરી તીતલી કશી,

ધસે મુગ્ધા, દોડે મૃગતનુની વાસે ઘડી ઘડી.

વસંત ઋતુની ખુશબૂ ભરી સવારે રામ સીતાજીને લઈને દંડક વનમાં ફરી રહ્યા છે. રંગબેરંગી પતંગિયા ઊડી રહ્યાં છે. મુગ્ધ સીતાજી હરણના બચ્ચાની પાછળ શિશુની માફક દોડે છે.

સૂર્યે દક્ષિણાયનમાંથી ઉત્તરાયનમાં પ્રવેશ કર્યો છે. શિયાળાની ઠંડી વિદાયનો શ્વાસ લઈ રહી છે. કળીઓ ફૂલ થવાને થનગની રહી છે. આંબા પર મોર આવવાની તૈયારીઓ થઈ રહી છે. વસંતને વધાવવા માટે કોયલ મીઠો ટહુકો કરી રહી છે. આપણી આસપાસ સુગંધનો ફુવારો ફૂટ્યો છે અને વાતાવરણ આહ્‌લાદક બની રહ્યું છે. આપણા મહાકવિ નાનાલાલે ગાયું છે :

આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવોને,

આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ આવોને.

વસંત એટલે યૌવન, સ્ફૂર્તિ અને તાજગીનો પમરાટ. કવિઓએ વસંતને ઋતુરાજ કહીને બીરદાવેલ છે. હિંદુ પંચાંગ પ્રમાણે માઘ માસની સુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમી હિંદુ પરંપરામાં શ્રી પંચમી તરીકે પણ ઓળખાય છે. શ્રી એટલે લક્ષ્મી. તેનો બીજો અર્થ સરસ્વતી પણ થાય છે. વસંતપંચમી શિવ અને શક્તિ ઉપાસના સાથે સંકળાયેલી છે.

વસંત એ માદક્તાનો અને ઉન્મત બનવાનો ઉત્સવ નથી. પરંતુ જીવનને હરિભાવથી ભરી દઈને ધન્ય કરવાનો ઉત્સવ છે. જીવનને સો સો પાંખડીઓ વિકસાવ્યા વિના તે પૂર્ણપણે પ્રફુલ્લી શકતું નથી. વસંત એ જીવનના પ્રફુલ્લનનો ઉત્સવ છે.

મારા પાલવના છેડલે રમતાં કે વાયરા વસંતના,

હું ના જાણું કેમ, હૈયાને ગમતા વાયરા વસંતના.

-ઉમાશંકર જોષી

વસંતને કોઈ ‘ઋતુરાજ’ કહે છે તો કોઈ ‘ઋતુઓની મહારાણી’ ! જે કહો તે, પણ વસંત એટલે સમગ્ર સૃષ્ટિમાં ચેતનાનું પ્રાણતત્ત્વ સિંચનાર મહા ઉપકારક સમયગાળો ! વન-ઉપવનના સૃષ્ટિસૌંદર્યને સોળે કળાએ ખીલી ઊઠવાની તક માત્ર વસંત ઋતુમાં જ પ્રાપ્ત થાય !

વસંતનું આગમન વનમાં જનમાં નગરસમસ્તમાં છૂટું ન રહે ! વન મહેકી ઊઠે ને જનમાં કામણ ઉત્પન્ન થાય એવી અલબેલી ઋતુ એટલે વસંત ! દક્ષિણ દિશાએથી ફૂંકાતા વાસંતી વાયરાનો જાદુઈ સ્પર્શ ઉદાસીનતા, બેડોળતા, નિર્જીવતાનું નામોનિશાન ન રહે - બધું જ પાંગરી ઊઠે !

વસંતના આગમનને કિન્નરી પોતાના મધુર કંઠે વધાવે અને મયૂર, પોપટ જેવાં પક્ષીઓ પોતાના કલરવથી સ્વાગતનાં નૃત્ય ગીત ગાય. આંબો મંજરીઓથી મહોરી ઊઠે ને પુષ્પોથી લચી પડતાં ઉદ્યાનોની શોભામાં સહસ્રગણી વૃદ્ધિ થાય.

વનલીલાઓ નવપલ્લવિત બને તો ભમરાઓ પણ એ ફૂલોના પરાગની માદકતાથી ઉન્મત બનીને ગુંજી ઊઠે, વનમાં ખાખરાંનાં વૃક્ષો પર કે કેસૂડાંની લાલ લાલ ફૂલમાળાઓ ઝૂમી રહે અને છોડ પર જન્મેલી પુષ્પની અણિયાળી કળીઓ શૈશવમાંથી યૌવનમાં પ્રવેશે !

વિવિધ પર્ણો અને પુષ્પોની ખુશબો દિલદિમાગને મઘમઘાવી મૂકે તો રંગબેરંગી પાંખોવાળાં પતંગિયાં અને મધમાખીઓ મધુરસની મોજ માણે ! સરોવરમાં કમળ પોતાના હૈયા ખોલે તો રાજહંસો ને બતકો પ્રસન્ન ચિત્તે જળવિહાર કરે ! ચારે બાજુ વસંતનું જ સામ્રાજ્ય છવાઈ જાય ! આનંદ, ઉમંગ, સંગીત, નૃત્ય, સુગંધ અને સૌંદર્યની જીડવતી જાગતી મૂર્તિ એટલે વસંત ! તેથી જ તો કવિઓ કહે છે :

આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાત

વસંતરાણી રમણે ચઢી રે લોલ.

વસંતનું આગમન એ તો પ્રભુનું વરદાન છે. વસંત એટલે ચેતના, વસંત એટલે યૌવન. પૃથ્વીને પગથારે તે પધારે છે ત્યારે સૃષ્ટિનો હિંડોળો ડોલવા લાગે છે. વસંતની રંગીન બહારથી માનવ હૈયાને પ્રેમની પાંખો ફૂટે છે. હવા મહીં આછી ગુલાબી તાજગીના ઢગલા ઠાલવતી વસંત આપણા હૈયાને રંગી દે છે. વસંતને કાને મંજરી મહેકે છે. તેના હાથમાં માદક ખંજરી છે. તેના પગમાં ઝાંઝરી છે, પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા રસથાળ ઠાલવી દઈને, સંસારીજનોને ઉલ્લાસમય જીવનનો સંદેશ દેતી એક માત્ર ઋતુ એટલે વસંત !

જાણીતા કવિ શ્રી એસ. એસ. રાહી તેમના એક કાવ્યમાં કહે છે :

ખાલી ગ્લાસ પર

કોયલ ગુપચુપ બેઠી

તો ગ્લાસ છલકાઈ ગયો ટહુકાથી.

ઋતુઓની જ્યારે જ્યારે વાત કરવામાં આવે ત્યારે ત્યારે ભારતની ઋતુઓની વાત જ અનેરી છે. અહીં ગુલાબી શિયાળો છે તો ઉનાળાનો પણ એક આહ્‌લાદ છે. વર્ષાઋતુની વાત જ શી કરવી ! ઋતુઓની મહારાણી એટલે વસંત સૃષ્ટિનો અલબેલો શણગાર. વસંતની પધરામણી થતાં સૃષ્ટિનું યૌવન સોળે કળાએ ખીલી ઊઠે છે. સર્વત્ર ચેતના અને પ્રસન્નતાનો સંચાર થાય છે. કોઈ મડદું સજીવન થાય તેમ શિશિરની ખાવા દોડતી વેરાન ધરતી આળસ મરડીને બેઠી થાય છે. વસંત પોતાના કામણની ઇંદ્રજાળ આસપાસ પાથરી દે છે.

શિશિર ઋતુમાં ધરતી બેડોળ અને નિર્જીવ બની જાય છે. ક્રૂરતાથી શિશિર વસુંધરાનો વૈભવ છીનવી લે છે એ સ્પષ્ટ દેખાય છે. નદીનાળાનાં મન મૂંઝાઈ ગયાં હોય છે. વૃક્ષો શુષ્ક બની ભયંકર રૂપ ધારણ કરે છે. પવન પણ શુષ્ક અને સુસ્ત લાગે છે.

વસુધાનો વૈભવ અલ્પજીવી નીવડે છે. પંખીગણ ઝાડપાન અને ઝરણાંઓનું ખોવાયેલું ગીત પુનઃ ગુંજી ઊઠે છે. વનમાં કેસૂડાની લાલ પવનની પાવડી પર સવાર થઈ વસંતના વધામણા લે છે. આમ્રઘટાઓમાં સંજરીઓ મહોરી ઊઠે છે. દક્ષિણમાંથી ફૂંકાતો વાસંતી વાયરો માદકતા અને તરવરાટ લાવે છે.

બાગમાં ઝૂલતી અણિયાળી કળીઓ પ્રફુલ્લિત થતાં શૈશવમાંથી યુવાનીમાં પ્રવેશે છે. શિરીષ, કર્ણિકાર, અમરૂદ, પારિજાત, કેતકી, માલતી અને મોગરાની મિશ્રિત ખુશ્બુ દિલ અને દિમાગને મધમધાવી મૂકે છે.

રંગબેરંગી પાંખોવાળા પતંગિયાઓ તથા મલિકાઓ મધની રસલ્હાણ લૂંટે છે. ભમરાઓ ફૂલોના પરાગમાં રગદોળાઈ ગાંડાતૂર બને છે. પારેવડાં, કપોત, ચકલાં, સૂડા અને હંસ હર્ષાવેશમાં આવી જઈ એકધારો કિલ્લોલ મચાવે છે. સરોવરમાં કમળો પોતાનાં હૈયાં ખોલે છે. રાજહંસ, બતક આનંદિત બની જળવિહાર કરે છે.

જેમ વસંતનો વૈભવ વનમાં પુરબહારમાં ખીલી ઊઠે છે; તેમ જનમાં પણ કામણ કરે છે. યુવાનીના જામ છલકી જાય છે. જુવાનિયા છેલછોગાળા બનીને તથા યુવતીઓ વરણાગી વારાંગનાઓ બનીને પરસ્પર રંગભરી વિચકારીઓ ઉડાડે છે. મસ્તીમાં ચકચૂર બનેલાં નરનારીઓ ફાગ ખેલી વસંતને વધાવે છે.

વસંતપંચમી, હોળી, ધૂળેટીનાં પર્વો ધૂમધામથી આબાલવૃદ્ધ શેરીએ શેરીએ અને ચોરેચૌટે ઊજવે છે. ડફ, ઢોલ, ત્રાંસા, અને મૃદંગ જેવાં વાજિંત્રો નરનારીને ગજબના લય હિલોળે ચડાવે છે.

ખરેખર કામણગીરી કામિની શી વસંત લાવણ્યમય અને લજામણી છે. એનો મિજાજ અને ઠસ્સો ઓર જ છે. તેનું સ્વરૂપ જાજરમાન છે. કવિ શ્રી મનોજ ખંડેરિયાએ પોતાની ગઝલ ‘રસ્તા વસંતના’માં વસંતનું સુંદર વર્ણન કર્યું છે :

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલો એ બીજું કૈ નથી પગલાં વસંતના.

આથી વિશેષ વસંતઋતુ વિશે શું કહી શકાય ?

વસંત એટલે વસંત.

૨૦. મને ગમે છે ઉતરાયણ

ભાવનગરની શાળા સનાતન. ધો. ૯ની સોનેરી સ્મૃતિ. શાળા છૂટે એટલે વર્ગમાંથી કૂદકો મારીને પહેલી છલાંગે મેદાનમાં ને બીજી છલાંગે શાળાની બહાર. વડવા પાદર દેવકીની દુકાનોમાં શોભતા રંગબેરંગી પતંગો જોઈ દિલ ખુશ થઈ જાય. ખિસ્સામાં ભાગ ખાવાના પૈસામાંથી બચાવેલા દસ-પંદર પૈસા હોય. કાછિયાવાડના ઢાળ ઉપર આવેલી નાની દુકાને જઈ ઊભો રહું. દસ પૈસામાં અવનવા રંગોનો નાની ફૂદીવાળો પતંગનો પંજો ઉતરાયણના આઠ દિવસ પહેલા રોજ લેતો જવાનો. સાંજે ઘેર જઈ હાથ-પગ-મોઢું ધોયાં ન ધોયાં સીધા અગાસી ઉપર. દુનિયાનું જે થવું હોય તે ભલે થાય. આપણે મોજથી પતંગ ઉડાડો. જીવનમાં માત્ર ભણતર જ હોત અને ઉત્સવો ન હોત તો ? ઉત્સવ જીવનમાં બહુ જ જરૂરી છે, એ ત્યારે નો’તું સમજાતું. આજે સમજાય છે.

પતંગ સંઘરવાનું સ્થાન બાના ઓરડામાં રહેતાં ગાદલાગોદડાના કબાટમાં છેલ્લાં ખાનામાં ગોદડા વચ્ચે. કબાટ જાણે છૂપો પતંગ ભંડાર ! પતંગોમાં હાંડો, અટ્ટો, ચાંદરાજ, કૂટી, ત્રિરંગો હોય. ગુંદરપટ્ટીનો સંગ્રહ અગાઉથી જ શરૂ થઈ જતો. અમારું અને બહેનનું ઘર બાજુમાં. પાંચસો વારનો પ્લોટ, અગાસી મોટી. બંને અગાસીમાં મનભર પતંગ ઉડાડવાની મજા ઓર હતી.

સુતારી કામ ફળિયાની કોઢમાં જ ચાલે. લાકડું અને ઓજાર ઘરના પછી ફીરકી ઘરમાં જ બને ને ? હું અને ઘનશ્યામભાઈ ફીરકી જાતે જ બનાવીએ. ગોળ ચક્કરમાં શારડીથી વીંધ પાડીને તેમાં છ-સાત વાંસની સળી મઠારીને પરોવીએ એટલે ફીરકી તૈયાર અને પછી આનંદ આનંદ ! વાંસમાંથી પતંગની કમાનો, ઠોયા માટે મજબૂત, સુવાળી સળી તૈયાર કરીએ. ઘઉના લોટની લઈ તૈયાર કર્યાં પછી જૂના છાપાના નાના-મોટા પતંગોનું સર્જન કરી, તેને લાંબામાં લાંબા પૂંછડા બાંધી ચગાવીએ. ત્યારે અનહદ રોમાંચ થતો હતો !

શેરીના મિત્રો દોલત, સોમલ, ઝવેર, બાબુ, વિનુ ભેગા થઈએ. કોઈ સોડા બૉટલ, કોઈ ખાંડણી-દસ્તો તો કોઈ ઉકાળવા માટે સરેસ લઈ આવતા. સોડા બૉટલના કાચને ખાંડણીમાં બરાબર ખાંડી એને કપડાંમાં નાખીને ખાંડેલા કાચને ચાળીએ. બિલકુલ બારીક કાચ ચળાઈ જાય પછી સરેસ ઉકાળીને તેમાં કાચ અને દોરા માટેનો મનગમતો રંગ ભળે, માંજો બરાબર જામે પછી ગેંડા છાપ કે સાંકળ આઠ દોરા ઉપર માંજો એવો તો ચડે કે એકબીજાની પતંગ ખેલદિલીથી કાપવાનો આનંદ આવતો. રંગીન પતંગો આવે, કપાય, લૂંટાય, ક્યાંક ઝાડમાં કે બાવળમાં, વીજળીના તારમાં થાંભલે ભરાઈ જાય. ભરાયેલા પતંગને સલુકાઈથી કાઢીએ, બળજબરીથી નહીં.

બાએ ગોદડા બનાવવા માટે ભેગાં કરેલા દોરાના દડામાંથી દોરાના સરખા કટકા કરી રાતભર પતંગને કાનેતર બાંધીએ અને વહેલી સવારે સૂરજદાદાના આગમન પહેલા અગાસીએ કોઈ ફીરકી પકડવાવાળું ન હોય તો શું થશે ? એવો વિચાર કરી પહેલેથી જ બે ઇંટોમાં કાણાં પાડી. ફીરકીની બંને ડાંડલી તેમાં પરોવી દોરને પતંગની સાથે છૂટો મૂકીએ. એટલે પતંગ જાય પેલે પાર અને આકાશ નવરંગથી છલોછલ થઈ જતું. જાણે રંગોનો મહોત્સવ ! કોઈ રાગદ્વેષ, ઝનૂન કે આતંક નહીં. માત્ર આનંદ જ આનંદ. પતંગો ઉપર ‘ભારત માતાકી જય’, ‘જયહિન્દ’, ‘જયભારત’, ‘જયજવાન, જય કિસાન’ જેવાં સૂત્રો લખીએ. હળવી મજાક લખીએ કે, ‘આ પતંગ લેનાર ગધેડો હશે.’

પતંગ ચગાવતાં-ચગાવતાં થોડો વિરામ લઈ શેરડી, જમરૂખ, બોર, પોપટા, તલ, સીંગ, મમરા અને દાળિયાના લાડવા આરોગી લઈએ. એમાંય લાડવામાંથી પાવલી નીકળે એટલે કોઈ ખિતાબ મળ્યો હોય તેવી પ્રતીતિ થતી હતી. અગાસીમાં ક્યાંકથી આપમેળે પતંગ આવી જાય તો બોનસ મળ્યું હોય, તેમ હરખાઈને ઠેકડા મારતા હતા. મોટા-મોટા સ્પીકર બોક્સમાંથી ગીતો ગુંજે. તેમાં ‘મેં શાયર તો નહીં,’ ‘મેરે સપનો કી રાની કબ આયેગી તું’, ‘મસ્ત બહારો કા મેં આશિક હું’ જેવા રૉમેન્ટિક ગીતો તો કોઈક જગ્યાએથી ‘મેરે દેશકી ધરતી, સોના ઉગલે’ ગીતમાં રાષ્ટ્રભાવના પ્રગટતી હતી. તો વળી, ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવા પ્રાસંગિક ગીતો વાગતા અને ક્યાંક ‘બીનાકા ગીત માલા’ની કેસેટ અને ‘કમ સપ્ટેંબર’ની અંગ્રેજી ટ્યૂન સાંભળતા તાન ચઢી જતું હતું !

અગાસી ઉપર બપોરના બે ક્યાં વાગી જાય. ખબર ન રહે ! આકાશે મીટ મંડાયેલી રહે. આંખ ઉપર ગોગલ્સ લગાવીએ છતાં સૂરજદાદા તો વિટામિન-ડીની લ્હાણી કરતા જ રહે. બા જમવા સાદ પાડે. પણ સાંભળે ઈ બીજા. કાન બહેરા બની જતા હતા. જેવું તેવું જમીને વળી પાછા અગાસી ઉપર. એક પછી એક પતંગ ચગે. હું, ભાઈઓ, અનિલ, મિત્રો સૌ પ્રેમપૂર્વક પતંગ ચગાવીએ. નકરો આનંદ. જાણે દેશ-વિદેશના પતંગ ઉડાન કરનારાઓનો પતંગોત્સવ ! સાંજ પડે છતાં અગાસીએથી ઊતરવાનું ન ગમે. પછી તો ફાનસ ચઢે. ફાનસની જેમ હું પણ આત્મચિંતન કરતો હતો. ફાનસ જોયા કરતો હતો. મજાનું ચિંતન. ખરેખર ઉતરાયણ તો ઉતરાયણ જ !!

૨૧. શરદપૂર્ણિમા

શરદપૂર્ણિમાની ચાંદની રાતના સૌંદર્યનું વર્ણન કરવાનું હોય ત્યારે મને ભાવનગરનું ગૌરીશંકર (બોર તળાવ) સરોવર યાદ આવે. શરદની રાત હોય, ભાવનગરના પ્રકૃતિપ્રેમીઓ ટિફિનમાં ઊંધિયું, પૂરી ભરીને નીકળી પડે. રાજમાર્ગો ઉપર ચાલવાની જગ્યા ન હોય.

એક તરફ ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય. ચાંદાનું નિર્મળશુભ્ર અજવાળું પથરાયેલું હોય. સરોવરના પાણી સુધી જઈ ખડકો ઉપર બેસી પ્રકૃતિરસિયાઓ ચાંદનીની શોભાલીલાનો આનંદ લેતા દુધ-પૌઆ, ઊંધિયું પુરી ઝાપટતા હોય. આજુબાજુ વૃક્ષોની હારમાળામાં પાંદડી ચમકે. જાણે પાંદડે પાંદડે ચંદ્રના અજવાળાના દીવા પ્રગટ્યા હોય.

આકાશની અનુપમ ભવ્યતાની ખરી શોભા શરદઋતુની આહ્‌લાદક રાત્રિએ જોવા મળે છે. વાદળાથી ઘેરાયેલા રહેતા તારાઓ નવા તેજથી પ્રકાશે છે. મેહુલિયાની વિદાય પછી શરદનો બાઅદબ પ્રારંભ થાય છે. કાળા ભમ્મર વાદળાને સ્થાને રૂના પોલ જેવી ધોળી ધોળી વાદળીઓ દેખાય છે. વાદળીઓ નીલરંગી આકાશની સુંદરતામાં ઉમેરો કરે છે. ઉષા અને સંધ્યાએ રંગોળી પુરાય છે.

શરદઋતુની સૌમ્ય પ્રાકૃતિક સુંદરતા માનવમનને આનંદિત કરે છે. ભરપૂર સૌંદર્ય અને તાજગીથી ઊભરાતી શરદઋતુની એક આગવી છટા છે. ચિત્રકારો, કવિઓ જ નહીં પણ સામાન્ય મનુષ્ય પણ શરદની સુંદરતાથી રાજીરાજી થઈ જાય છે.

કવિ હેમંત દેસાઈ ‘શરદ’ કાવ્યના પ્રારંભે કહે છે કે કોઈનું મન શિશિર ઋતુમાં થીજી જાય છે, તો કોઈનું મન વસંતે જાગી જાય છે. તો વળી વર્ષાએ હેલે ચડે છે પણ મારું મન શરદઋતુમાં તલ્લીન બની જાય છે.

શિશિરે ઠરતું, પાછું વસંતે જાગતું મન,

વર્ષાએ ચડતું હેલે, થતું એ શરદે લીન.

કવિએ શરદઋતુનું આહ્‌લાદક વર્ણન કર્યું છે. ઋતુઓનો ક્રમ જોઈએ તો હેમંત, પાનખર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને પછી શરદઋતુનું આગમન થાય છે.

મુગ્ધાના મન શી મીઠી સવારો ઊગતી હવે,

સાંજની સરતી શોભા સ્વપ્નના સ્મિત શી દીસે !

શરદઋતુની સવાર કોઈ કન્યાના મીઠાં મન જેવી, જ્યારે સાંજ સુંદર સપનાના સ્મિત જેવી દેખાય છે. આકાશની સુંદરતા જોતાં કવિના મનમાં આશ્ચર્ય થાય છે કે આકાશે આટલી સુંદરતા ક્યાં છુપાવી રાખી હશે ? શરદઋતુની સુંદર શોભાલીલા જોતાં કવિને ખૂબ આનંદ થાય છે. શરદઋતુના આખા દિવસની શુષ્કતાને શરદઋતુની રાત દૂર કરી નાંખે છે. જ્યારે બાળકૃષ્ણના મુખ ઉપરથી જશોદા માતા માટી લૂછી ન લેતાં હોય !

ચંદ્રની ચારુતાની આ ઋતુમાં હદ ના રહે,

કિરણે કિરણે જાણે પ્રીતિની કવિતા વહે !

શરદપૂર્ણિમાનો ચંદ્ર ધરતી ઉપર એવા નિર્મલ-ધવલ-કિરણઓ પાથરે છે જાણે ધરતી ઉપર પ્રેમની કવિતા વહેતી હોય ! આકાશના ટમટમતા તારલાઓ માટે કવિએ સુંદર કલ્પના કરી છે જેમ રાત પડતાં હઠીલા બાળકો કેમેય કરીને ઊંઘે નહીં તેમ ટમટમતા તારલાઓ પણ કેમેય કરીને ઊંઘતા નથી. શરદપૂર્ણિમાની જામતી રાતે સાગર ચંદ્રને મળવા આતુર હોય છે તેમ કવિનું મન પણ આનંદના હિલ્લોળે ચડે છે.

જાણીતા ગઝલકાર શ્રી એસ.એસ. રાહીનો એક શે’ર યાદ આવે છે :

આ ક્ષણો ભરચક છે તેને શું કહું ?

દૂધ, પૌઆ, રાત લઈ ઊભા છીએ !

શરદઋતુનો નઝારો છેક દિવાળી સુધી સુંદર રીતે અનુભવી શકાય છે. શરદઋતુમાં ઉત્સવો માણવાની મજા ખૂબ આવે છે. એમાંય કોઈ છલોછલ તળાવ હોય અને શરદપૂર્ણિમાની રાત્રિએ નૌકાવિહાર કરવાનું મળે તો આપણને ખ્યાલ આવે કે શરદઋતુની શરદપૂર્ણિમાની સુંદરતા અને શોભા લીલા કેવી છે !

આસો અને કારતક માસની આ ઋતુ પ્રસન્નતા અને તાજગીનો અનુભવ કરાવી જાય છે.

૨૨. ગ્રીષ્મનો વૈભવ

કાકાસાહેબ કાલેલકર અને હરિકૃષ્ણ પાઠક જેવા પ્રકૃતિપ્રેમી કવિઓને ગ્રીષ્મના મધ્યાહનમાંય રસ, સૌેંદર્ય અને કાવ્યત્વ દેખાય છે. તેમના વર્ણનોમાં ગ્રીષ્મની વાસ્તવિકતા રજૂ થઈ છે. ન મળે વાદળ, ન મળે ચાંદો. ચાંદો હોય તોય વાસી રોટલાના ટુકડા જેવો ક્યાંય પડ્યો હોય. બધે એકરસ ફેલાયેલો હોય છે એને વીરરસ કહીએ કે રૌદ્ર ? હું તો એને શાંતરસ જ કહું !

કારણ કોઈક વેળાએ કુદરતની કલા એવી અપરંપાર દેખાય છે અને પવનની શીતળ લહેરો આવે છે; મનને શાંતિ આપે ત્યારે કુદરતને પણ દાદ આપવાનું મન થઈ જાય છે. લીલીછમ કુંજનિકુંજો તેમની શીતળતાથી, તેમના પરાગની અને ડોલનથી શરીરને શાંતિ આપે છે.

શ્રાી ઉમાશંકર જોષીએ તેમના કાવ્યોમાં ધોમધખતા ઉનાળાની ઝલક અંકિત કરી છે. ઉનાળાનો બપોર પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે. વૈશાખી વાયરા ધરતી પર ગ્રીષ્મની અકળાવનારી ગરમીનું સામ્રાજ્ય સ્થાપે છે. ઉનાળાના બપોરે સૂર્ય ધગધગતા અગનગોળા જેવો લાગે છે. તેમાંથી જાણે અગ્નિની સેરો વછૂટે છે. સૂર્યની તેજોમય ઉષ્ણતા વરસાવતું નિઃસ્તબ્ધ આકાશ પોતાની અનન્ય સૌંદર્યસમૃદ્ધિ ગુમાવી બેસે છે. કોઈકવાર રૂની પૂણી જેવી એકાદ શ્વત વાદળી દેખાય ખરી; પણ આવા અપવાદને બાદ કરતાં, આકાશમાં ઊંડી શૂન્યતા સિવાય કશું નજરે ચડતું નથી.

જાણીતા ગઝલકાર શ્રી એસ. એસ. રાહી ‘ગ્રીષ્મ’ નામની તેમની એક ત્રિપદી ગઝલમાં કહે છે :

ગીષ્મ ચંપો અને ચમેલી છે,

ગ્રીષ્મ ટહુકે છે ગુલમહોર તળે,

ગ્રીષ્મ તડકાની એક હવેલી છે.

ઉનાળાના ધોમધખતા બપોરે સમગ્ર જગત એક ભીષણ ભઠ્ઠી બની જાય છે. ખરા બપોરે ગામડાંના પાદર, શેરીઓ અને શહેરોના મકાન ખાલી ખાલી લાગે છે. માનવી તો શું કોઈ પશુ કે પક્ષી પણ ફરકતું દેખાતું નથી. નિર્જનતાને લીધે રસ્તા પહોળા થયેલા લાગે છે. ગામ-ગામ વચ્ચે અંતર પણ વધતું જણાય છે.

નદીઓ, તળાવો અને કૂવાઓ પર નીરવતાનું સામ્રાજ્ય વ્યાપે છે. ખેતરો તદ્દન સૂનાં બની જાય છે. ઝરણાનું સંગીત અને નદીઓનાં ગીત પણ ક્યાંય વિલીન થઈ જાય છે. વાહનવ્યવહાર અને ધાંધલધમાલથી ધમધમતાં શહેરો પણ ઉનાળાના બપોરે ઉકળાટભરી નિષ્ક્રિયતામાં ગરકાવ થઈ જાય છે.

ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણીમાત્ર ત્રાહિમામ પોકારે છે. તાપથી બચવા ગાય જેવાં પ્રાણીઓ ગામની ભાગોળે છાયા શોધે છે. ભેંસ તળાવના કાદવમાં આળોટે છે. કૂતરાં અને બકરાં છાંયડો શોધી ભટકવાનું છોડી વૃક્ષોની છાયામાં આશ્રય લે છે. સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિમાં અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે.

આવા બળબળતા બપોરની લૂથી કેટલાંય પશુપંખીઓ તરફડીને મૃત્યુ પામે છે. ધરતી પણ નિશ્વાસ નાખતી દેખાય છે. આકાશ આવી ઉગ્ર ગરમી વરસાવતું હોય ત્યારે મનુષ્યની દશાનું તો પૂછવાનું જ શું હોય ? વૈશાખના બળબળતા બપોરે માનવપ્રવૃત્તિઓ મંદ બની જાય છે. ખેતરોમાં ખેડૂતો ખેતીનું કામ છોડીને વૃક્ષોની છાયામાં વિશ્રામ લેતા નજરે પડે છે. ગોવાળિયાઓ ધણને છૂટું મૂકી વડ કે પીપળાની છાયા શોધે છે.

કેટલાંક લોકો માથા પર ઠંડાં પોતાં મૂકે છે. બારીબારણા પર ખસની ભીની સાદડીઓ લટકાવવામાં આવે છે. શહેરમાં લોકો વીજળીના પંખા દ્વારા ગરમી સામે રક્ષણ મેળવે છે. ધનવાનોના વાતાનુકૂલિત આરામખંડો અને કચેરીમાં કુદરતના ગરમીના તાંડવ સામે જાણે પડકાર ફેંકે છે.

તાપથી બચવા કેટલાક લોકો માથેરાન, મહાબળેશ્વર, આબુ જેવા ગિરિનગરોમાં જઈને રહે છે. લોકો તન અને મનને ટાઢક આપવા ઠંડા પીણાની તેમ જ આઇસક્રીમની મોજ માણે છે.

ભલે લોકો ઉનાળામાં અકળાતા હોય પણ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ત્રિભુવન વ્યાસ જેવા કવિઓ ઉનાળાની પ્રકૃતિને બિરદાવે છે.

૨૩. માતૃપ્રેમ

માતાનું ઋણ કોઈ ઉતારી શક્યું છે ? આપણા શરીરની ચામડી ઉતારીને માતાને પહેરાવીએ તોપણ તેનું ઋણ ન ઊતરી શકે. ‘મા’ શબ્દ જ ભાવવાહી અને આદરભાવ ઉપજાવે તેવો છે. માના વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે. અને તેનો રાસાયણિક પ્રક્રિયાથી માનવમાત્રનું કલ્યાણ થાય છે.

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે,

જનનીની જોડ, સખી નહી જડે રે લોલ...

આ પંક્તિમાં કવિશ્રી બોટાદકરે માતૃપ્રેમ સુંદર રીતે ગાયો છે. માતૃભાવ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે, તેવું નથી. પરંતુ સૃષ્ટિમાં અવતરેલા પશુપંખીમાં પ્રબળ રીતે જોવા મળે છે.

શાળાએથી મોડા પડેલા બાળકથી વ્યાકુળ બનેલી મા, વાછરડાને ન જોતા ગાયનો પ્રેમ અજોડ છે. બાળકના સુખ માટે મા પોતાના પ્રાણ પાથરી દે છે. ખાવાપીવાનું ભાન ભૂલી બાળકના વિકાસ માટે તત્પર રહે છે. માતાની તસવીર જોઈ લ્યો એટલે ઈશ્વરની જ તસવીર જોયા બરાબર છે. કવિની કલ્પના ખૂબ જ સુંદર છે.

‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’

આ ઉક્તિ જ બતાવે છે કે બાળક સૃષ્ટિ પર અવતરે છે પછી પ્રથમ ગુરુ માતા છે. ભગવાન શ્રી રામ-માતા કૌશલ્યા, શ્રીકૃષ્ણ-માતા જશોદા, અર્જુન-માતા કુંતી, વિવેકાનંદ-માતા ભુવનેશ્વરી, શિવાજી-માતા જીજાબાઈ અને ગાંધીજી-માતા પૂતળીબાઈ. આદર્શ પાત્રોને આજે પણ આપણે વંદન કરીએ છીએ. જેમ કે,

જે કર ઝુલાવે પારણું, તે જગત પરે શાસન કરે.

માનવમાંથી મહામાનવ બનનારને જગત પર શાસન કરનારાઓ હૃદય પર માતાનમ નિર્મળ સ્નેહની સરવાણી વહેતી હોય છે. કહેવાયું છે કે,

‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’

માતાની સેવા ખરા દિલથી કરવામાં આવે તો ગંગામાં ન્હાવાની જરૂર રહેતી નથી. માતાની લાગણી બાળકના જીવન માટે અમૃત સમાન છે. માતાની સ્નેહભીની આંખોમાં સંજીવની હોય છે. માતા નિરાશાની આશા છે. ભાંગ્યાની ભેરુ છે. માતા જેવું ઉત્તમ તીર્થધામ જગતમાં મળવું મુશ્કેલ છે. જો તારલા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. તે અમૂલ્ય પાઠશાળા છે.

આખ્યાનકાર પ્રેમાનંદ સ્વાભાવિક રીતે કહે છે કે,

ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર

મીઠા વિનાનું ભોજન, જળ વિનાની માછલી અને મા વિના સંસાર સૂનો જ લાગે છે. માતાના વાત્સલ્યના વખાણ જેટલા કરીએ તેટલા ઓછા છે.

‘આપી દઉં સો જન્મ એવડું મા તું જ લહેણું’

આ કલ્યાણકારી અને નિઃસ્વાર્થ માતૃપ્રેમને કરોડો વંદન કરવા ઘટે. બાળકને મન પોતાની મા તો જાણે દુનિયાની મહારાણી હોય. આજના વિદ્યાર્થીઓ માટે શાળાનો એક દાખલો પૂરતો છે. અંધ માબાપને કાવડમાં બેસાડીને તીર્થયાત્રાએ લઈ જનાર શ્રવણની સેવા અનન્ય છે.

મા એ વાત્સલ્યમૂર્તિ છે, જન્મદાત્રી છે. ‘મા તે મા બીજા, બધા વનવગડાના વા.’ માની સાથે કોઈની સરખામણી થઈ શકે નહિ. દુનિયામાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

માનો ગાઉ અગર મહિમા; સાત સાગર ખૂટી પડે;

અગર તેની પૂજા કરું હું, આ જન્મારો ખૂટી પડે.

માથી જો પડું હું વિખૂટો; અશ્રુધાર ખૂટી પડે.

આદર્શ માતા ઉત્તમ શિક્ષક, ઉત્તમશાળા અને ઉત્તમ વિદ્યાપીઠ છે. માતા શબ્દ કેટલો મધુર છે ! મા શબ્દ સાંભળતા હૈયું ગદ્‌ગદિત થઈ જાય છે - માતા એ ઉત્તમ પુસ્તક છે. તે પોતાના ઉત્તમ વિચારો, આદર્શથી પોતાના બાળકનું સુંદર રીતે ઘડતર કરી શકે છે.

સંસ્કૃતિની ઇમારત આવી આદર્શ માતાઓના બલિદાન ઉપર રચાયેલી છે. પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું એટલે તેણે ‘મા’. નું સર્જન કર્યું.

માતાનો પ્રેમ વાદળી જેવો છે. વાદળી તડકો ખમે છે અને બીજાને છાંયડો આપે છે. વખત આવે તે પૃથ્વી ઉપર અમૃતવર્ષા ઠાલવે છે. લોકોને શીતળતા આપે છે. વૃક્ષસમી માતા ટાઢ-તાપ ભોગવીને જગતને શીતળતા અર્પે છે. માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.

ગૃહ વિદ્યાનાં ચોથાં, સંસ્કારનાં ભાષણો, વિદ્યાનો ભાર બાનાં વ્યવહારિક જ્ઞાન અનુભવ આગળ કંઈ વિસાતમાં નથી, માતા સ્નેહ, મમતા, કર્તવ્ય પરાયણતાની અને સંસ્કારસિંચનની મંગલમૂર્તિ છે.

પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબોમાં રાત્રે દાદા-દાદી પોતાના બાળકોને મહાભારતની વાતો, રામાયણની વાતો, ગીતાજીનો ઉપદેશ, શૂરવીર કથાઓ કહેતા હતા. તેથી તે માતાઓ સંસ્કારી હતી.

આજની પરિસ્થિતિ દુઃખદ છે કે આજની માતાઓ હવે વિભક્ત બની અલગ રહે છે. આજે ઘરમાં દાદા-દાદી રહેતા નથી. માતાઓને હવે સમય નથી. એવું કહીને બાળકો પ્રત્યે ઉપેક્ષા રાખે છે. શું આ છે આજની મા ?

૨૪. ભૂકંપ : કુદરતનું રૌદ્ર સ્વરૂપ

પ્રકૃત્તિની લીલા અદ્‌ભુત છે. જ્યારે તે હસે છે ત્યારે સર્વત્ર સૌંદર્ય અને આનંદ વર્તાય છે; પણ જ્યારે તે ક્રોધે ભરાય છે ત્યારે માનવીની અવદશાનો પાર રહેતો નથી.

પ્રકૃત્તિનો કોપ ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, નદીઓનાં પૂર વગેરે વિવિધ રૂપે વ્યક્ત થાય છે. એ સોમાં ભૂકંપ એ કુદરતનું એક અતિ ભયાનક અને વિનાશક રૂપ છે.

પોતાના વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અભિમાન કરતો મનુષ્ય ભૂકંપના એક જ આંચકે હતો ન હતો થઈ જાય છે. પ્રલયંકર પ્રકૃતિની એ વિરાટ શક્તિ સમક્ષ વામણા મનુષ્યની મર્યાદાઓ ઉઘાડી પડી જાય છે.

ભૂકંપ થવાના કારણ વિશે જૂના જમાનામાં વિવિધ માન્યતાઓ પ્રચલિત હતી. આપણા પુરાણકારોના મતે પૃથ્વીને ધારણ કરના શેષનાગ જ્યારે પૃથ્વીને એક મસ્તક ઉપરથી બીજા મસ્તક ઉપર ફેરવે છે ત્યારે ભૂકંપ થાય છે. ધાર્મિક વૃત્તિવાળા અનેક લોકોના મતે ધરતી માતા ઉપર જ્યારે પાપનો ભાર વધી જાય છે ત્યારે ભૂકંપ સર્જાય છે.

જોકે હવે વૈજ્ઞાનિક સંશોધનોએ ઉપર્યુક્ત માન્યતાઓને નકારી કાઢી છે. ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીના પેટાળમાં રહેલી વરાળનું દબાણ જ છે. ભૂપૃષ્ઠ પરની તિરાડો વાટે પૃથ્વીના પેટાળમાં ઊતરતું પાણી તીવ્ર ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં ઘણી વધારે જગ્યા રોકતી હોવાથી ચારેબાજુ દબાણ કરે છે તેને પરિણામે ભૂપૃષ્ઠ પરના નબળા ભાગો હલી ઊઠે છે તેને આપણે ધરતીકંપ કહીએ છીએ.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષની જ વાત કરીએ તો જાપાનથી શરૂ કરીને હમણાં જ ભુજ, કચ્છ તેમ જ અમદાવાદ શહેરમાં ભૂકંપથી હજારો લોકો મૃત્યુ પામ્યા; બેઘર બન્યાં, કરોડો રૂપિયાની માલમિલકત ધૂળમાં મળી ગઈ.

પૃથ્વીની આ જરા જેટલી હલચલ માનવીઓને મોતના જડબામાં ધકેલી દે છે. બચી ગયેલાં માનવીઓના દુઃખનો ય પાર રહેતો નથી. કેટલાય લોકો ઘાયલ અને અપંગ થઈ જાય છે. સ્વજનોના મૃત્યુ અને સર્વસ્વના નાશનું દુઃખ એમના અંતરને કોરી ખાય છે. ભૂકંપના નાનકડા આંચકાનો કારમો ઘા વર્ષો સુધી રુઝાતો નથી.

આલીશાન મકાનો, ગગનચુંબી ઇમારતો, મનોહર ઉપવનો અને ભવ્ય કલાત્મક સર્જનો બધુંય ભૂકંપના એક જ સપાટાથી નામશેષ થઈ જાય છે.

ભૂકંપથી હર્યાભર્યા શહેરો ભયંકર ખંડેરમાં ફેરવાઈ જાય છે. ભવ્યતા ભસ્મમાં મળી જાય છે. ભૂકંપથી ક્યારેક સાગરના સ્થાન અને નદીઓનાં વહેણ બદલાઈ જાય છે. મોટાં મોટા નગાધિરાજો સાગરની સેજમાં પોઢી જાય છે તો વળી ક્યારેક શાપરૂપ ભૂમિ ફળદ્રુપ બને છે...!

કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ એમ માને છે કે હજારો વર્ષો પહેલાં હિમાલય પર્વતની જગ્યાએ સમુદ્ર હતો; પણ ધરતીકંપને કારણે સમુદ્રને સ્થાને પર્વત ઊપસી આવ્યો છે.

પરંતુ કુદરતનો ક્રોધ પણ કૃપારહિત નથી હોતો. ક્યારેક ભૂકંપથી વેપાર વિજ્ઞાન માટે નવા માર્ગો મળી આવે છે.

‘ભૂકંપ’ નામના કાવ્યમાં કવિ મનસુખલાલ ઝવેરીએ સજીવારોપણ દ્વારા રચેલી ભૂકંપની આ પંક્તિઓ ખરેખર યથાર્થ છે...!

સંહારી જીર્ણતાને સરજન નવલા કાજ માર્ગો ઉઘાડું;

પૃથ્વીના ફેફસામાં પ્રતિ સમય રહું પૂરી હું પ્રાણવાયુ.

ભૂકંપ જેવી પ્રાકૃતિક વિપત્તિ મનુષ્યની માનવતા માપવાની પારાશીશી બની રહે છે. ભૂકંપનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા, જરૂરિયાતવાળા લોકોને સહાયરૂપ બનવા મનુષ્યોની સુષુપ્ત માનવતા જાગી ઊઠે છે.

ભૂકંપનાં કરુણ દૃશ્યો માનવીને તેની પામરતાનો ખ્યાલ આપે છે. માનવીની એકતાથી, સામાજિક સંસ્થાઓના, ક્લબોના ટેકાથી યાતનાઓ, પીડાઓને અને આવનારી આપત્તિઓને દૂર કરવા માનવતાનું રામરાજ્ય સ્થાપવું હોય તો સૌએ કટિબદ્ધ થવું પડશે.

ભુજના જાણીતા કવિ ગૌતમ શર્મા તેમના એક શે’રમાં ભૂકંપની વ્યથા આલેખતા કહે છે :

સ્મશાન, કબ્રસ્તાનમાં થઈ ભીડ કેટલી ?

ઈશ્વર અને અલ્લાહ અહીં લાચાર પણ હશે.

૨૫. હું માનવી માનવ થાઉ તો ઘણું

માનવી પંખીની જેમ હવામાં ઊડતાં અને માછલીની જેમ પાણીમાં તરતાં શીખ્યો છે, હવે તેણે ‘માણસ’ની જેમ પૃથ્વી પર જીવતાં શીખવાનું છે. માનવીમાત્ર જન્મ ધરીને કંઈક થવા ઇચ્છે છે.

ક્યાં અને ક્યારે જન્મ લેવો એ ભલે માનવીના હાથની વાત ન હોય, પણ ‘શું થવું’ અને ‘કેવા થવું’ એ તો માણસના હાથની વાત છે. આપણે ત્યાં તો બાળકને શું થવું છે એ મા-બાપ વિચારે છે ને નક્કી કરી નાખે છે. મા-બાપે બનાવ્યાં તેમ બનેલા હજારો ડૉક્ટરો, વકીલો, ઇજનેરો, વેપારીઓ, વગેરેની એક આખી વણઝાર આજે સમાજમાં હરતીફરતી જોવા મળે છે.

આ જમાનામાં, થોડા અપવાદ બાદ કરતાં, મોટા ભાગના ‘માનવ દેહધારી’ હોવા છતાં સાચા અર્થમાં માનવ નથી. મનુષ્ય શ્રેષ્ઠ છે એનો મહિમા ઘણો, મનુષ્યથી વધુ શ્રેષ્ઠ એવું ક્યાંય કશું નથી.

પ્રથમ નજરે આત્મલક્ષી લાગતી કવિની આ પંક્તિ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ પરલક્ષી બનીને સૌને લાગું પડે છે. આપણે સૌએ મનોમન સંકલ્પ કરવાનો છે કે ‘હું ભલે બીજું કાંઈ ન થાઉં, પણ માનવ થાઉં તોયે ઘણું છે.’

જન્મે માનવ હોવા છતાં કર્મે માનવ ન હોય તે એ માનવદેહ આ ધરતી પર ભારરૂપ બનીને જ ફરી રહ્યો છે. માનવે ન છૂટકે એમ કહેવું પડ્યું છે કે : ‘હે માનવી ! તું પ્રથમ માનવ થા !’

માનવ થવું એટલે માનવતાભર્યું આચરણ કરવું. આપણા કોઈ પણ પ્રકારના વ્યવસાયનો સંબંધ જીવંત માનવો સાથે છે એ ભૂલવું ન જોઈએ. આજે તો વ્યાપારી વર્ગ ખાદ્યચીજોમાં જીવલેણ ભેળસેળ કરે છે અને નોકરિયાત વર્ગ કામચોર, સ્વાર્થી અને લાચિયો બની ગયો છે.

ફાયદાવાદી માનસનાં જ સર્વત્ર દર્શન થાય છે. બે સહોદર વચ્ચે પણ માનવતાભર્યા સંબંધો જોવા નથી મળતા. પેટ તો પ્રભુએ માનવને પશુ-સૌને આપ્યું છે; તેથી જો માનવી પશુની જેમ ગમે તેમ પેટ ભરતો થઈ જાય તો પછી માનવી અને પશુમાં કોઈ ફરે રહે ખરો ?

માનવ થવા માનવીએ મહેનત કરવી પડે, ચિંતન કરવું પડે, સહન કરવું પડે અને સ્વાર્થત્યાગ પણ કરવો પડે. ચારે બાજુ જ્યારે અમાનુષી વર્તન થઈ રહ્યું હોય, માનવતા મરી પરવારી હોય, માનવી માનવીનાં લોહીનો તરસ્યો થયો હોય, માનવીના હાથે માનવીનાં ગળાં રહેસાતાં હોય અને વ્યવહારમાં ક્યાંય માનવતાનાં દર્શન ન થતાં હોય ત્યારે માનવીને માનવી થવાનું કહેવું એ સામા પ્રવાહે તરવાં જેવું દુષ્કર કાર્ય છે.

રાતોરાત દેવ દાનવ બની શકે... પણ દાનવ માનવ ન બની શકે. માનવી થવાનો પ્રથમ પાઠ ઘરમાંથી શીખવા મળવો જોઈએ અને બીજો પાઠ શાળામહાશાળાઓએ શિખવાડવો જોઈએ. જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી અને ધર્મ નથી તે શિંગડા વિનાના પશુ જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે.

બે વિશ્વયુદ્ધોનાં ભયંકર પરિણામોથી ત્રસ્ત થઈ ગયેલી માનવજાત ત્રીજું વિશ્વયુદ્ધ ઇચ્છતી નથી; કેમ કે એ જાણે છે કે એમાં સર્વનાશ જ હશે ! વિજ્ઞાનની અજાયબીભરેલી અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થવા છતાં માનવીને આજે ચેન નથી, શાંતિ નથી, સંતોષ નથી.

વિશ્વભરનાં માનવો એકબીજાની નજીક આવે એકબીજાને સમજે એ માટે ‘યુનેસ્કો’ જેવી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે

અનેક પ્રયત્નો થાય છે. માનવીનો અંતરાત્મા જ્યાં સુધી નહીં જાગે અને માનવતાનું મૂલ્ય એ જાતઅનુભવે નહીં સમજે ત્યાં સુધી, માનવી સાચા અર્થમાં ‘માનવી’ થઈ શકવાનો નથી એ ‘દીવા જેવી’ સ્પષ્ટ હકીકત છે.

માનવતાના પહેલા પગથિયા ચડી ગાંધીજી, સોક્રેટિસ, નેપોલિયન, અબ્રાહ્મ લિંકન, મધર ટેરિઝા વગેરે માનવમાંથી જ મહામાનવ બન્યા હતા, તો માનવ માનવ થવા ન થઈ શકે ? માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે, ત્યારે તે ધર્મના બદલે ધનનું, સત્યના બદલે સંપત્તિનું, વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન તથા સ્વાગત કરે છે.

૨૬. વિદ્યાલયની વિદાય વેળાએ

જુદા હોતે હુએ જબ કોઈ કહેતા હૈ ખુદાહાફિઝ,

નિગાહે તકતી રહ જાતી હૈ, દિલ માસૂમ હોતા હૈ.

વિદાય માત્ર દુઃખદાયક છે. માનવીને જીવન જીવતાં જીવતાં નાનીમોટી કંઈ કેટલીયે વિદાયો લેવી અને આપવી પડે છે. હરકોઈ પ્રકારની વિદાયવેળાએ વસમી કહીને માનવી નિઃશ્વાસ નાખે છે. ‘બસ ! હવે જવાનું ?’

આ ત્રણ શબ્દોમાં ભારોભાર વેદના ભરેલી છે. સુખઃદુખ, આનંદ-શોક, ભરતી-ઓટ, ચડતી-પડતી અને તડકા-છાંયાની જેમ મિલન-વિદાય પણ એકબીજાની સાથે અતૂટપણે સંકળાયેલા છે એટલું જ નહીં, ‘એક સિક્કાની બે બાજુઓ’ જેવાં છે.

માનવીને કેટકેટલી વિદાયની ઔપચારિક વિધિમાંથી પસાર થવું પડતું હોય છે. કન્યાવિદાયનો પ્રસંગ તો ભારતીય સંસ્કૃતિનો આગવો કહી શકાય એવો કરુણમંગલ પ્રસંગ છે. ઘણાં વર્ષો સુધી કોઈ એક સ્થળે નોકરી કર્યા પછી બદલી યા નિવૃત્તિનો વખત આવે ત્યારે મિત્રો, મુરબ્બીઓ અને સ્નેહીજનોથી લેવી પડતી વિદાય કાંઈ ઓછી કરુણ નથી હોતી !

પરદેશ જતાં પુત્ર કે પુત્રીને વિદાય આપવી, અવસરે ભેગાં થયેલાં સ્વજનોને વિદાય આપવી અને મૃત્યુ સમયે આ ધરતીના કણેકણને વિદાય આપવી - આ નથી વિવિધ પ્રકારની વિદાય, પછી એ નાની હોય કે મોટી સારી હોય કે ભભકાભરી દુઃખદ જ છે.

ભૂતકાળના સમુદ્રમાં ઊંડે ઊતરીને ડૂબકી મારતાં અનેક સ્મરણો મારા ચક્ષુ પર ઊપસી આવે છે. આજે એક ચિત્રપટના દૃશ્યની જેમ એ દિવસોને કેમ ભૂલી શકીશ ? કેવો હતો શાળાનો સુમધુર પ્રથમ દિવસ ?

મને કેટલો આનંદ થયો હતો જ્યારે શાળાએ દાખલ થયો ત્યારે ? ત્યારે કાંઈ ખબર હતી કે ગઈકાલના મસ્ત જીવ એક પીંજરામાં પુરાઈ રહ્યો છે !

પરંતુ માનશો ? મારા માટે એ કેદનું પીંજરું નહોતું, મારે માટે તો એ સાચી મુક્તિનું ધામ બની ગયું હતું એવું આજે જણાયા વિના રહેતું નથી.

મેં જોયું તો અત્યારે સૌના મન પર એક જ વિચાર હતો કે, સંસ્કૃતિની સૌરભ છળકાવતા શાળાના આ નંદનવન સમા કુંજવિહારોમાં ગુરુદેવોની છત્રછાયા નીચે આનંદથી કિલ્લોલ કરતાં, જિંદગી જીવવાની અને જીતવાની સંજીવની પ્રાપ્ત કરતાં સૌ પંખીઓને હવે ઊડી જવાનું છે !

એક કુશળ ચિત્રકાર પોતાનાં ચિત્રમાં જે કરુણતા ન ભરી શકે, એક સંગીતકાર ભૈરવીમાં જે કરુણા ન ગાઈ શકેૈ, અને એક માતા પુત્રના વિરહમાં-પોકારમાં જે દર્દ લાવી ન શકે, એ દર્દ, એ વ્યથા, એ કરુણા અમારા હૃદયમાં છવાયેલી હતી.

અને જે ઘડીની અમે રાહ જોઈ રહ્યાં હતાં તે આવી પહોંચી. શાળાના આચાર્યશ્રી ઊભા થયા. તેમનાં પ્રેમાળ શબ્દો કાને પડ્યા. તેમણે અમારા ઉજ્જવળ ભાવિ વિશે મંગળ ભાવના વ્યક્ત કરી અને જીવનમાં સાદાઈ, સ્વચ્છતા, શિસ્ત, સેવા અને સહનશીલતા ઉતારવાનો આદર્શ રજુ કર્યો. ‘તમારાં જે સદ્‌વિચાર અને સત્કર્મ હોય તેનું સેવન કરજો. બીજાનું નહિ. તમારો માર્ગ કલ્યાણમય હજો. ‘શિવાસ્તે પન્થાન સન્તુ’ કહી પ્રેમથી હૃદય ઠાલવી બેસી ગયાં.

તે પછી બેત્રણ વિદ્યાર્થીઓએ પ્રારંભિક પ્રવચન કર્યા તેમાં વિદ્યાર્થીઓએ મચાવેલાં તોફાનો અને ગેરવર્તણૂક માટે ખરા દિલથી

માફીની આશા રખાઈ હતી. દેવરૂપ ગુરુજનોના અગાધ ઉપકારનો, અસીમ સ્નેહનો અને અપાર મમતાનો તેમાં ઉલ્લેખ હતો.

શાળાના મંગલ વાતાવરણમાં કરુણતા અનુભવી હું શાળાના આચાર્યશ્રી અને સર્વ ગુરુજનોને મળ્યો. તેમના પ્રત્યે આભાર અને આદરની ભાવના વ્યક્ત કરી, આંસુભરી આંખે, ગૌરવભર્યા હૈયે શાળામાતાને નમસ્કાર કરીને નીકળી પડ્યા. ભલે ! મને કૉલેજ જીવનમાં અનેક સ્મરણ સાંપડશે પણ શાળાજીવનને ભૂલવું તો મારા માટે દોહ્યલું છે.

છતાં ‘માણ્યું તેનું રટણ કરવું એ ય છે એક લહાણું’ કવિ કલાપીના શબ્દોને યાદ કરી જીવન વિતાવવું જ રહ્યું.

કરુણતાનું મહાકાવ્ય ગાતો, કુંદનમય કહાણી કહેતો અને વસમી વિદાયની મૂક વ્યથાભર્યો હતો શાળાનો એ અંતિમ દિવસ.

એકડેએકથી આજ પર્યંત જીવનની વ્યાખ્યાની સમજૂતી આપનાર મારા આદરણીય ગુરુજનો અને જેની સાથે શાળા જીવનના ખટમીઠા, તૂરા-કડવા, ગળ્યા-મોળા સંબંધો બાંધ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોને કેમ ભૂલું ?

આંખમાં સ્વપ્નાઓ છે. મનમાં અરમાનો છે પણ દિલમાં અપાર વેદના છે. કોને કહું હૈયાની વાત ? પણ તમને સૌને તો હૈયાની વાત કહેવાય જ ને ? તમે સૌ તો મારા સ્વજનો છો. બચપણમાં જ્યારે આપણને શાળામાં ભણવા બેસાડ્યા હશે ત્યારે આપણે શાળાએ ન જવા રડ્યા હશું ! પગ પછાડ્યા હશે ! ધમપછાડા કર્યા હશે ! શાળાના હાઉથી ક્યારેક તાવ આવી ગયો હશે.

પણ આજ તો ઊલટું પરિણામ દેખાય છે. આજે કોઈ પગ પછાડતું નથી. આજે કોઈને તાવ નથી આવી ગયો. હા આજે આપણા સૌનું દિલ રડી રહ્યું છે.

શાળારૂપી આંબાના અમે તો કૂણા પાન અમને શા માટે વિદાય આપો છો ? અરે અમને શા માટે પીઢ બનાવી દીધા ? અમને અમારી નિર્દોષ મસ્તીમાં રહેવા દ્યો.

શાળાના એકએક તાસ, એકએક વર્ષ અને એકેક ક્ષણ હજુ મનમાં જીવંત છે. સંસ્કૃતની ઉક્તિમાં કહેવાયું છે ને કે...

‘તે હિનો દિવસો ગતાઃ’ જે દિવસો ગયા તે ગયા એ પાછા આવતા નથી... માના પ્રેમ જેવો જ વિશેષ પ્રેમ મને મારી શાળાએ આપ્યો છે તેને કેમ ભૂલું ?

મારી સામે બેઠેલા ગુરુજનોને દક્ષિણા આપવાનું ઋણ હું ક્યારે ઉતારીશ ? અહીંથી જતાં મારા પગ ઊપડશે ખરા ? નહીં ઊપડે, જેની સાથે હેત, પ્રીત બંધાયા હોય એ શાળાને કેમ છોડવી એ મન સમજાતું નથી. આ બધા નિયમો ક્યારેક આપણને જડ નથી લાગતા ? આ જડતાને કોણ દૂર કરી શકે ?

લાગણીભીના સંબંધોનાં સરવાળો થાય એમાં વિદાયની બાદબાકી કરવાનું મન થાય ત્યારે કેટલું દુઃખ થાય તેની વેદના તો અનુભવે તેને ખબર હોય. શાળામાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જાય અને આવે પણ શિક્ષકો તો એકના એક જ હોય છે.

વર્ષો વીતી ગયા પછી પણ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, કવિ, લેખક, રમતવીર, ઉદ્યોગપતિ, પત્રકાર કે નેતા બનેલા વ્યક્તિઓ પોતાની શાળાને કદી ભૂલી શકતા નથી.

પોતાની નજર સામે સ્ટીમર તૂટતી હોય ત્યારે ચાલક ખૂબ રડે છે. તેનાથી જુદા પડતા તે વ્યાકુળ બની જાય છે. વર્ષો સુધી સ્ટીમર સાથેનો લગાવ તેને ગદ્‌ગદિત બનાવી દે છે. આવી છે વિદાય !!

*

નિબંધના વિષય તરીકે શું-શું આવી શકે એ કહેવાની જરૂર નથી. એ તો ક્યાંક થયેલો અનુભવ હોય, સાંભળેલી વાત હોય, વરસો સુધી મહેનત કરીને કરેલી શોધ અથવા ટૂંકી ચર્ચા હોય; સાહિત્યની ચર્ચા પણ હોય અને ચર્ચાનું સાહિત્ય પણ હોય.

-કાકા કાલેલકર

૨૭. મારી કલ્પનાનું ભારત

મારી કલ્પનાનું ભારત સહનશીલતા, પરિપક્વતા, મનની ભદ્રતા કોઈનું પડાવી લેવાની વૃત્તિ વગરનો પ્રશાંત આત્મભાવ, સમજણથી છલોછલ એવા હૃદયની શાંતિ અને બધા જ જીવો પ્રત્યેની એકતા અને કરુણાથી લથબથ એવો પ્રેમ - આ બધી જ બાબતો ભારત ભવિષ્યમાં સમગ્ર વિશ્વને શીખવશે આ મહાન શબ્દો છે વિલ દૂરાંના.

જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયાં કરતી હૈ બસેરા,

વો ભારત દેશ હૈ મેરા...

આ ગીતના મધુર અને ભાવવાહી શબ્દો સાંભળતા આજે પણ ભારતીય હોવાનું ગૌરવ થઈ આવે છે. ભારતીય સંસ્કૃતિ મહાન છે, પણ તેનું જતન કરનારા કેટલા ?

જે ધરતી પર રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, શાસ્ત્રી, સરદાર, વિવેકાનંદ અને કેટલીયે વિભૂતિઓ અવતરી તે દેશ માટે કલ્પના કરવી એ પણ ગર્વની વાત છે.

પહેલા તો હું અને મારાં ભારતીય ભાઈ-બહેનો દેશ પ્રત્યે નિષ્ઠા જગાવવા પ્રયત્ન કરીશ. મને મારા દેશ પ્રત્યે માન છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર, મોંઘવારી, દહેજ, દાણચોરી, કોમવાદ, આતંકવાદ, ગરીબી, બેકારી, સંગ્રહખોરી, જેવા અજગરોને મૃત્યુને ઘાટ ઉતારી સ્વસ્થ, સ્વચ્છ અને રામરાજ્ય સમું ભારત જોઈએ. એ સાથે મળીને થાય.

વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને ધર્મગ્રંથોમાં કરાયેલી કલ્પનાઓ જેવી કે, ‘ભારતની દરેક સ્ત્રીઓમાં સીતા માતાનું સ્વરૂપ હશે અને સર્વત્ર રામ હશે, રાવણનું દહન થશે, સમગ્ર ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેશે.’

ઈશ્વર જેમ સૌનું કલ્યાણ કરે છે, તેમ ભારતનો પ્રત્યેક નાગરિક પોતાના દેશ માટે કામ કરશે. કામચોરી નહીં કરે. સત્ય, અહિંસા, સેવા, ભાતૃભાવનાના માર્ગ પર ચાલશે. જેનામાં હિંમતનો સંચાર થાય પછી નિરાશાનું પતન જ થાય ને ?

સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે. અમેરિકા, જાપાન, બ્રિટન, જેવા દેશો પણ આપણાથી ફફડશે.

ગંગા જેની માતા છે ને પિતા હિમાલય છે તે દેશમાં ખળખળ વહેતાં ઝરણાં કરોડો વર્ષોથી એ જ સ્થિતિમાં વહે છે, સૂર્ય-ચંદ્ર એ જ રીતે પ્રકાશે છે. પર્વતો અડગ બનીને ઊભા છે. વૃક્ષો હજારો વર્ષોથી છાયા, બળતણ, ઔષધિ, ફળો, લાકડાં આપે છે, તો આપણે સૌ આપણા દેશને વૃક્ષ જન માટે જાગૃત નહીં કરીએ ? થઈશું જ.

મારી કલ્પનાના કચકડામાં વાસ્તવિક દૃશ્યો પસાર થઈ રહ્યા છે. આ સૃષ્ટિનો નિયમ છે કે પહેલા પ્રકૃતિ પછી સંસ્કૃતિ અને ત્યાર બાદ વિકૃતિ. હવે, વિકૃણ દૂર થવાનો સમય પાકી ગયો છે.

શ્રાીમદ્‌ ભગવતગીતામાં ભગવાન શ્રકૃષ્ણના શબ્દો આજે પણ સમગ્ર ભારતવાસીને હિંમત આપે છે.

મને વિશ્વાસ છે, હું આશાવાદી છું, નિરાશાવાદી નથી. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. તે ભારતની ડૂબતી નાવને ઉગારશે જ.

રાવણે ભલે સીતાનું હરણ કર્યું, કૌરવોએ ભલે કપટથી પાંડવોને વનમાં મોકલ્યા. પરંતુ વનમાં તો સીતા-રામ, લક્ષ્મણ કે પાંડવો જ રહી શકે. કૌરવોની ત્રેવડ બહારની વાત હતી.

પ્રમુખ કેનેડીએ કહેલું : ‘તમારો દેશ તમારા માટે શું કરી શકે છે. તેમ ન પૂછો; તમે તમારા દેશ માટે શું કરી શકો છો, એમ (જાતને) પૂછો.’

ભારતભૂમિ પર ‘રામરાજ્ય’નો ધ્વજ લહેરાશે. સુંદર ભારતની મારી કલ્પના સાકાર થશે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.

૨૮. શૈશવના સંસ્મરણો

બાળકોની મૂછાળી મા ગિજુભાઈએ કહ્યું છે : પળે પળે બાળકોના નાનકડા દેહમાં વસતા મહાન આત્માનું હું દર્શન કરું છું.

‘મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.’ શિશુની દુનિયા કવિને ગમે છે. કારણ કે તેમાં સ્નેહ અને સરળતા હોય છે.

કવિ મનસુખલાલ ઝવેરીએ આ કાવ્યપંક્તિમાં શૈશવની દુનિયાની તુલના ત્રિઅંકી નાટક સાથે કરીને આપણાં જીવન જીવવાનું એક અદ્‌ભુત રહસ્ય છતું કરી દીધું છે. નાટકમાં જેમ ત્રણ અંક હોય છે અને પ્રત્યેક અંકમાં બેચાર ‘પ્રવેશ’ હોય છે તેમ માનવની નાટ્ય જિંદગીમાં પણ શૈશવ, યૌવન અને વાર્ધક્ય એ ક્રમશઃ ત્રણ અંકો આવે છે.

મારા જીવનના મધ્યાહ્ને એટલે કે, નાટકના બીજા અંકમાં પ્રવેશ કરતાં, મારા પ્રથમ અંકના અભિનય અને અનુભવોનું થોડું વર્ણન કરું તો તમને કદાચ એ બાલિશતા તો નહીં લાગે ને ?

તો સાંભળો. મારો જન્મ ગામના એક નામાંકિત વેપારીને ત્યાં થયો. સાધન-સંપન્ન ગણાતા કુટુંબના બાળકને જે લાડ-પ્યાર, સુખ મળે એથીય વધુ કદાચ મેં પ્રાપ્ત કર્યું છે એમ કહું તો નવાઈ નહીં !

આજે યુવાનીમાં મેં ડગ માંડ્યા છે, ત્યારે પણ સુખ, સમૃદ્ધિ, વૈભવ વગેરે મારાં ચરણો ચૂમે છે, પગ પખાળે છે. મારી ભૌતિક જરૂરિયાતો સરળતાથી સંતોષાય છે. પૈસા રૂપી પરમેશ્વર મારી મુઠ્ઠીમાં હોવાથી નાણાંભીડ તો ક્યાંથી જ હોય ?

નાટકના નાયકની સાથે જેમ બીજાં પાત્રો પણ હોય છે. તેમ મારી સાથે પણ સગાવહાલાં, મિત્રમંડળ, સહકાર્યકરો સતત સંપર્કમાં છે. મારાં જીવનમાં હાલ હાસ્યની થોડી કરુણતા સુધીના નવેનવ રસોનું વૈવિધ્ય છે. જીવનમાં ઘટનાઓ પણ બને છે, અકસ્માતો સર્જાય છે અને ચડતી-પડતીના ચકડોળનાં હળવા આંચકાનો પણ ક્યારેક અનુભવ કરવો પડે છે. આખરે હું પણ જંતુ જેવી ગણાતી મનુષ્ય જાતમાંથી તો બાકાત નથી જ !

કવિ સુંદરજી બેટાઈની કાવ્યપંક્તિઓ મજાની છે :

પાંજે વતનજી વાલ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું,

છોટપણું છંદમાં ઉછાળ્યું અનેરી પાંજે વતનજી ગાલ્યું.

કવિએ પોતાના વતનના બાળપણના ખટમીઠાં સંસ્મરણોને ચિત્રાત્મક કર્યા છે. બાળપણમાં ડોકિયું કરતાં અતિશય આનંદ આવે છે. ખરેખર, જીવનના સોનેરી, કુમળા રવિકિરણો સમા, સુરખીભર્યા શૈશવની યાદ ખૂબ શાંતિસભર લાગે છે.

બાલ્યાવસ્થામાં પારણે ઝૂલતા-ઝૂલતા માના હાલરડાં સાંભળવા એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે. કાલીઘેલી ભાષામાં સ્પષ્ટ કે અસ્પષ્ટ બોલી કંઈક બોલ્યા હોવાનો આનંદ લેવો. ઇચ્છા પૂર્ણ ન થાય તો રુદન દ્વારા ગુસ્સો પ્રદર્શિત કરવો અને સ્હેજ મનગમતી વસ્તુ મળે કે ખૂબ ખુશ થવાનો કીમિયો કોણ જાણે કેમ ? હું પણ બહુ જ સ્વાભાવિક અને કુદરતી રીતે જાણતો હતો.

ક્યારેક થોડું ઘણું નુકસાન અજાણતા થાય તો મમ્મીનો માર ખાવાનો એ જ હેતાળ હાથોએ પ્રેમ પામવાનો એ અમૂલ્ય સમય હતો. રિસાયેલા મને રિઝવવા માટે મમ્મીની વાણીની ગંગાના વારિનું પાન કરવાની એ સુંદર અવસ્થા હતી. કુટુંબીઓના નિર્મળ પ્રેમની વચ્ચે મુક્ત પંખીની માફક દરેક સ્થળે વિહરવાની, નિર્દોષ બની શેરીઓમાં રમવાની એ સુંદર તક હતી. કવિ મનસુખલાલ ઝવેરીએ નીચેની કાવ્યપંક્તિમાં કહ્યું છે :

અભાન થકી જેહની જીવન ધન્યતા નિર્ઝરે;

સદામુદમયી જ મૂર્તિ જગની ઘડી જે રહે.

બાળપણમાં ભલે નાદાની હતી, નિર્દોષતા અને નિખાલસતા હતી, નિર્ભેળ આનંદ હતો. તે બધું માણતાં માણતાં પણ મારું જીવન ઘડાય તે જીવનઘડતરના પાયાનો, સંસ્કારના સિંચનનો સમય હતો. આથી જ હું કાલિદાસ અને શેક્સપિયરના નાટકનો પ્રથમ અંક ‘ભૂમિકા’ બાંધનારો હોય છે, તો માનવજીવનરૂપી નાટકમાં પ્રથમ અંક ‘શૈશવ’માં પણ એ વ્યક્તિની ભાવિ કારકિર્દીની ભૂમિકા જ રચાતી હોય છે એ શબ્દો સાથે સહમત થાઉં છું.

આજે મેં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. સારો વ્યવસાય શરૂ કર્યો એ સમય સુધીમાં જે કંઈ જાણ્યું માણ્યું તે દરેક સિદ્ધિઓ, સફળતાઓ વગેરે સાથે તો બાળપણના કેટલાક પ્રસંગોને તથા નિત્યક્રમને સરખાવતાં બાલ્યાવસ્થાનું પલ્લું જ નમે છે.

આ ભૌતિક જીવનની સંપૂર્ણ કહી શકાય તે સુખસગવડો બાળપણની સામાન્ય પ્રમાણમાં મળતી સગવડો પાસે કંઈક ઊણપવાળી જણાય છે. ક્યાં નાનપણમાં ગામનાં ખેતરે જઈ મસ્તીથી ખાધેલી શેરડી અને પોંક ! અને ક્યાં આજની ગાર્ડન પાર્ટીઓમાં કૃત્રિમ વાતાવરણ વચ્ચે અમુક ઢબે આરોગાતી વાનગીઓ ! અરે...! આવા તો કેટલાયે પ્રસંગો યાદ આવે છે. જે આલેખવા અશક્ય છે.

ટૂંકમાં આજના આધુનિક યુગમાં હું દુઃખી છું એવું નથી. પરંતુ બાળપણ જેવો આનંદ તો નથી જ ! કારણ કે, આજની નરી કૃત્રિમતા અને દંભમાં રાચતી દુનિયાનો વ્યવહાર ખૂંચે છે. એટલે જ ફરી જો મને બાળપણ પાછું મળે તો હું ગમે તે કિંમત ચૂકવવા તૈયાર છું.

અલબત્ત આ વાત અયોગ્ય લાગે તો પ્રભુને એટલી તો જરૂર વિનંતી કરીશ કે, ‘પ્રભુ ! તું ભલે કાળચક્ર પાછું ફેરવી મને મારું સમગ્ર શૈશવ પાછું ન આપે, પરંતુ થોડા એવા પ્રસંગો, થોડો સમય આપે તો યે હું ધન્ય બનીશ.’

૨૯. મેં જોયેલી ભયંકર દુર્ઘટના

ઈશ્વાર દુશ્મનને ય આવી દુર્ઘટના ન બતાવે. આપણા દેશમાં નાની સમી તો કેટલીય દુર્ઘટનાઓ સર્જાતી હશે જેની કોઈને ખબર સુધ્ધાં પણ નહીં પડતી હોય. બાકી તો સાહેબ, હું જે દુર્ઘટનાની રજૂઆત કરવા જાઉં છું તેવી દુર્ઘટના...? વાત કરતાં હું અટકી ગયો. પરંતુ આપ સૌ બહુ જ પૂછો છો ત્યારે જણાવું છું. રખેને મારી આંખ ભીની થાય તો હાંસી ન ઉડાવશો.

ાત્રિ બરાબર જામી હતી. સર્વત્ર સન્નાટો છવાયેલો હતો. ચામાચિડિયા અને તમરાનો ગણગણવાનો અવાજ આવતો હતો. મારી પરીક્ષા નજીક આવતી હતી. તેથી હું ગુજરાતી વાચનમાળાનું કાવ્ય ‘અતિજ્ઞાન’ વાંચીને પછીનું કાવ્ય ‘ફાર્બસવિરહ’ શરૂ કરવા જતો હતો ત્યાં ઘડિયાળમાં બાર ડંકા પડ્યા.

ઘડિયાળ ઘરની બારી ઉપર ગોઠવી હતી. એટલે મારી દૃષ્ટિ બારી ઉપર કેન્દ્રિત થઈ ગઈ. મારા ઘરની સામેની બાજુએ ધુમાડા નીકળતા જોયા. હું તરત જ સીડી ઊતરી નીચે આવ્યો. જોઉં છું તો આગ, ભયંકર આગ, અમારા ઘરની સામેની જ ફૅક્ટરીમાં રાસાયણિક પદાર્થો બને. આગ જોતાં જ મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું.

મેં પિતાજીને જગાડ્યા. હું અને પિતાજી ઝડપથી બહાર આવ્યા. મારા પિતાજીએ આડોશપાડોશમાં બધાને જગાડ્યાં. કેટલાક તો ઝડપથી રેતી લઈ આવ્યાં. તો કોઈક પાણીની ડોલ વગેરે લઈ આવ્યા. અમારી બાજુમાં રહેતા એક ભાઈએ ફાયર બ્રિગેડને ફોન કર્યો.

થોડી વાર પછી ટિન...ટિન... કરતા બંબા આવ્યા. સૌનું ધ્યાન તેના તરફ ખેંચાયું. બેત્રણ બંબાએ ઝડપભેર કામ શરૂ કરી દીધું.

ફૅક્ટરીમાં રહી ગયેલાં અને આગમાં સપડાઈ ગયેલાં મજૂરોને, કર્મચારીઓને બચાવવા સૌ તત્પર થઈ ગયા. ફૅક્ટરીમાં આહ, ઓહ, રડવાના કરુણાજનક અવાજ આવતા હતા.

અગ્નિનો લેશમાત્ર પણ ભરોસો ન રખાય. સંપૂર્ણ રીતે બુઝાઈ ગયા પછી જ તેના પર વિશ્વાસ ન મુકાય તેવું મને ત્યારે સમજાયું. ઘણાં મજૂરો, કર્મચારી મોતને શરણે થઈ ગયાં તો ઘણાં બેભાન થઈ ગયાં. કેટલાકનો ચહેરો બિહામણો થઈ ગયો હતો તેથી વધુ સૂગ ચડે તેવું હતું.

થોડી વારમાં તો હૉસ્પિટલની એમ્બ્યુલન્સ નિષ્ણાત ડૉક્ટરો સાથે આવી પહોંચી. તાત્કાલિક સારવાર માગતા મજૂરોને તથા કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં લીધા. એમ્બ્યુલન્સ ચાલી ગઈ. અંદાજે પંદરેક ઘાયલ થયા અને સાતેક કર્મચારીઓ અને મજૂરો મૃત્યુ પામ્યા હતા.

બીજે દિવસે છાપામાં મોટા અને કાળા અક્ષરે ‘આગની હોનારત’ નામે અહેવાલ છપાયો ફૅક્ટરીમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું. હકીકતમાં તેની પાછળનું કારણ માત્ર એક બીડી હતી. ફૅક્ટરીમાં કામ કરતા મજૂરે સળગતી બીડી ફેંકી. તે બીડી રાસાયણિક પદાર્થ પર પડતા આગ લાગેલી.

વ્યસનથી કેવું ભયંકર નુકસાન થાય છે ? પછીના ત્રણ દિવસ તો મને ક્યાંય ગમ્યું નહોતું. ખાવાનું ન ભાવે, ન વાંચવામાં મજા આવે પરંતુ એક બોધપાઠ જરૂર મળ્યો કે બેકાળજીપૂર્વક કોઈ પણ કામ કરવું નહિ. બસ ત્યારથી હું દુર્ઘટનાના સમાચાર વાંચું એટલે મને આગના દૃશ્યો મારી નજર સમક્ષ તરવરવા લાગે છે. પણ એ દુર્ઘટનાને કેમ ભૂલી શકું ?