Gharethi Shalano Maro Pratham Diwas in Gujarati Comedy stories by Kirti Trambadiya books and stories PDF | ઘરેથી શાળાનો મારો પ્રથમ દિવસ

Featured Books
Categories
Share

ઘરેથી શાળાનો મારો પ્રથમ દિવસ

''ઘરેથી શાળાનો મારો પ્રથમ દિવસ''

કિર્તી ત્રાંબડીયા

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


''ઘરેથી શાળાનો મારો પ્રથમ દિવસ''

સવાર સવારમાં જ મમ્મી મને સુતો જ પોતાના ખોળામાં લઈ કહે, ચાલ ઉઠ જોય, મારા કાનુડાને નિશાળા જવું છે ને ? હું પણ અડધી નીંદરમાં (શર્ટના બે–ત્રણ ખુલ્લા બટન, સુતા તો આપણે પણ સિંહ બાકી તો ઉંદરડીને જોઈ ને ઘર ગજવી મુકીયે, )એટલે મે પણ કહ્યું, કાનુડો કયારેય નિશાળે નહોતો જાતો.

નિશાળે જાવું જોઈએ ને મારો દીકરાને બોનવીટા વાળું દુધ પીવું છે ને ? (હરામ કાના એ કયારેય ગાયના દુધમાં ખાંડેય ઉમેરી હોય તો, (જો કે તમે કે હું જોવા તો નથી ગ્યાં, પણ મને પાકી ખાત્રી છે કે બોનવીટા બનાવવા વાળો ત્યારે જનમ્યો જ નહોતો)

પણ... મારી માં તો, મને ઉંઘ માંથી જગાડવા માટે કોશીષ કરવામાં જરાય પાછી ન પડે, અને હું પણ અર્ધ કુંભ કર્ણની જેમ બધું જોયા રાખું. ધીમે ધીમે મમ્મીના તાપમાનનો પારો ચડે, અને પછી આપણી ઘુળ ખેરાય જાય. ધીમે ધીમે કહું એમ તો કોઈ વાત ગળે ઉતરતી જ નથી, અસલ એના બાપ જેવો થયો. હજુ તો સ્લો મોસમનું વાતાવરણ છે, પણ... જયારે મારી મા રણચંડીનું રૂપ ધારણ કરે ત્યારે તો બસ... પુરુ....પત્યું જ સમજો, મને બાવડેથી પકડી ને એવી તો હચમચાવતી લઈ જાય કે, પથારીમાંથી ચોકડી એટલી ઝડપે આવી જાય કે વાત ન પુછો, મારી આખી જીંદગી દોડની પે્રકટીસ કરુ તો પણ આટલી ઝડપે ઉઠયા પછી હું પથારીમાંથી ચોકડી સુધી ન પહોંચી શકું.

સાચી સર્વિસ તો ચોકડીમાં પહોચ્યા પછી જ શરૂ થાય છે. એવા હચમચાટ સાથે મને ભીની ચોકડીમાં પડેલા સ્ટીલના પાટલા પર બેસાડે (કયારેક જ વધારે પડતો તો ગુડે, ઘણીવાર મમ્મીના મોઢે સાંભળેલ કે, અહીં ગુડાવાનું શું લેવું છે) મારા કરતા તો પાટલો મમ્મીથી વધુ ડરે, ડરનો માર્યો એવો તો લસરીને ભાગે કે મારા બેસતાં પહેલા જ પાટલો પાછળ અને હું આગળ ભીની ચોકડીમાં જ ધરબાય જાઉં, આપણે તો વધારે તસદી લેવામાં જ આળસ કરીએ. અચાનક બ્રશ સાથે આવીને, મારા દાંતને જાણે મુળમાંથી જ ઉખેડવાની સ્પધૉ હોય એમ બ્રશનો ઘસારો ચાલુ થાય. મારા મોઢાને એવું તો જકડીને પકડી રાખે કે,(બ્રશ પુરુ થયા પછી પણ મારું મોઢું નેવું અંશના ખુણે જ હોય, એટલે ગુસ્સામાં જ મમ્મી મારા મોઢા ને પકડીને નીચે તરફ ઝાટકીને બબડાટ કરે કે, થોબડું નીચું કરતાંય દાખડો પડે)

નાહવા માટે (જેમ શરીર પર સાબુ રગદોળે એમ, બબડાટ સાથે મને રગદોળી નાંખે) આખો દિવસ રખડવું છે, ચોરના માથાની જેમ ભાટકવા સિવાય કાંઈ ધંધો નથી. (પણ આ ચોરના માથાની જેમ ભાટકવાનું એ તો મને હજી સમજાયું નથી ? આવા નાના–મોટા ફટાણા ગવાતાં હોય સાથે નાવાનું કયારે પુરુ થઈ જાય એનો પતો જ ન લાગે, જમણી બાજુથી ટુવાલ સાત–આઠ આંટો ફરતો ફરતો ફરી જમણી બાજુ આવે એટલે આપણું પોતીયું પણ તૈયાર એટલે ખ્યાલ આવે કે બંદા સાફ થઈ ગયા છે. (ગુસ્સામાં ને ગુસ્સામાં ટુવાલ ને બદલે દીદીની ચુંદડી હાથ આવી ગયેલ) જેવા હચમચાટ સાથે ચોકડીમાં પહોચ્યો હતો એવા જ હચમચાટ સાથે પાછો પથારીમાં (કયારેક તો ટોરેટોરામાં ફરતો હોય એવું લાગે ફર્ક માત્ર એટલો કે, અહીં મશીનમાં ગણગણાટ વધારે અને પાછો ફ્રી ઓન... , ઓન એટલા માટે કે, આપણા પિતાથીએ ઓફ ન થયો હોય ત્યાં આપણે શું મીસાલ કાયમ કરવાના હતાં) પટકાયો, એટલે મારો હાથ સીધો માથા પર ગયો, સાલું નવાય ગયું પણ માથું તો ભીનું ન થયું. પાઉડર લેતી મમ્મી નો પલ્લુ ખેંચું હજું તો હું કાંય બોલું ત્યાં તો સુતરી બોંબ ફુટે તેમ ભાષા ફુટી, કયાંય નથી ગઈ, અહીં જ મરી છું,

ગુસ્સામાં જ મારી પાસે પાવડર, કાંસકો, બુટ–મોજાં પછાડતા મારા સામે જુએ ત્યાં જ હું માથા ના વાળને હાથમાં ધીમે ધીમે ખેંચી બતાવું, ત્યાં તો....પત્યું. મને એવો તો ઉંચકે કે એક છલાંગમાં સીધો ચોકડીમાં (પોતયાધારી ને એવી રીતે ઉંચકે, રેવા દો ને થોડો ઘણો અનુભવ તો તમનેય હશે જ) ગુસ્સામાંને ગુસ્સામાં શેમ્પુને બદલે ભુલથી માઉથ વોશથી મારા માથા ને એવું ઘસી ઘસીને સાફ કયર્ું કે, (માથામાં પડેલા જુ અને ટોલાઓ એવા તો ટલે ચડયા કે માથામાંથી કયાં ગાયબ થઈ ગયા એજ ખબર ન પડી)

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯

બ્રશ કરતી વખતે ડોકમાં મોચ હતી તે માથુ ધોયા પછી કયાં ગાયબ થઈ ગઈ ખબર જ ન પડી, ફરી હચમચાટ અને હળબળાટ સાથે પાછો પથારીમાં ઉભો રાખ્યો (કયારેય નિરાંતના સમયે યાદ કરજો કે ગુસ્સામાં મમ્મીના હાથમાં આવ્યા હોય અને બાંવડેથી ઉંચકયા હોય પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલી ઝપડે પહોંચાડે છે ત્યાં આપણી એર ઈન્ડિયાની ફલાયટ ધીમી પડે.... સમજી ગયા ને) અને રસોડામાં જઈ દુધના ગ્લાસ સાથે આવી. ગ્લાસને પહેલા નીચે મુકયો, પછી મને બાવડેથી પકડીને એક એવો ઝાંટકો લગાવ્યો કે હું નીચે ફસડાયો, જેવો ફસડાયો એવો જ મને હાથમાં ગ્લાસ પકડાવી દીધો, (પણ મારા ભીના વાળનું બધું પાણી ઝપટાય ગયું) આપણે પણ એક અબુધ ઘેટાંની જેમ ગ્લાસને ગટગટાવી ગયા. (સુનામી આવી હોય એમાં સ્વબચાવ વ્યાજબી કહેવાય, આ અગ્નીની જેમ ઉકળતા લાવા રસમાં મનેય દુધની બદલે છાસનો ગ્લાસ પકડાવી દીધો) હજુ તો ગ્લાસ હાથમાં જ હતો ત્યાં લાઈટ ગઈ, પતી ગયું...., (આપણી સ્કુલમાં પણ શહેરની બારોબાર એટલે, વાન પણ સવારે છ ને ત્રીસે આવી જાય, એમાંય શિયાળાની ઠંડી.)

ગુસ્સામાં રસોડામાંથી ફાનસ લઈ આવી. ફાનસ પેટાવ્યું તો ખરું. (ફાસનમાં પણ કેરોસીન ઓછું, એટલે એવો તો પેપળાય ગયેલો પ્રકાશ ફેકે કે, સફેદ બધું પીળું દેખાય અને પીળાની તો વાત જ ન પુછો) ઉકળાટ અને ગુસ્સા સાથે માંથામાં તેલ નાંખી એવું તો ઘસ્યું કે થોડી વાર માટે તો લાગ્યું કે, માથામાંથી એક એક વાળ ખેંચી કાંઢયો કે શું ? અને ગણગણતી હતી આજ તો આ તેલવાળાનો ય મેલ કાઢવો છે, કેવું ભેળસેળયું તેલ આપી દીધું છે કે, કાંસકો હલવાનું નામ લેતો નથી, (મારાથી રહેવાયું નહિ, ધીમેથી માથામાં હાથને અડાડીને નાક સુધી પહોંચાડયો, અરે આ તો વેસેલીનની સુગંધ છે.) ગુસ્સામાંને ગુસ્સામાં પુરુ અંધારું પણ નહીં અને અજવાળું પણ નહીં પેપળાય ગયેલા અજવાળામાં હાથે પગે વેસેલીન લગતાવતા લગાવતા વેસેલીન સારુ આપ્યું છે, અને તેલમાં તો જાણે ગુંદર નાંખ્યું હોય એવું ચીકણું આપ્યું છે, (માથે વેસેલીન અને હાથે–પગે તેલ કમાલ છે કુદરત તે આપેલ ગુસ્સાની પણ) આજુ બાજુ કાંઈક ફંફોસતા ગણગણી, આ તારા પપ્પાને પણ શું સુજે કે, મોઢે લગાવાની ટયુબ એના સામાનમાં જ ખડકે છે, મોઢાની ટયુબ ફેર એન લવલી મારા ચહેરા પર લગાવતા લગાવતા જ ગણગણતી હતી આ પાવડર નો ડબ્બો ગોતી ગોતી ને મરી ગઈ મને એમ કે ખાલી થઈ ગયો છે પણ આમાં ગુડયો પછી કયાંથી મળે, પણ ગણગણાટ સાથે મોઢાની ક્રિમ ચોપડવા કરતા વધારે તો મોઢાને મરડી નાંખતી હોય એવું લાગે, ક્રિમ લગાવીને હાથ સાફ કરી બરાબર પાઉડર લગાવી દીધો, કંઈક અલગ સુંગધ આવતા મે પૂછયું, મમ્મી નવો પાઉડર લીધો છે, જવાબ તો કાંઈ મળ્યો નહિ, (સુગંધ કાંઈક જાણીતી લાગતી હતી, મને યાદ આવ્યું કે બે દિવસ પહેલા પપ્પાએ ડાય કરવા માટે લીધેલ પેકેટ મારાથી ટુટી જતા આ ખાલી પાવડરના ડબ્બામાં ડાઈનો કાળો પાઉડર ભરેલ છે તેની સુગંધ હતી, પણ...) ગુસ્સા સાથે અંધારું હતું ભુલમાં ને ભુલમાં મને સ્કુલ ડે્રસના પેન્ટને બદલે પપ્પાનો જુનો શોટૅ બલમુડો પહેરાવી દીધો. (પપ્પા પહેલા ખુબ પાતળા હતા, પણ મમ્મીના આવા ગીત સાંભળી સાંભળીને શરીર સારુ એવું જમાવટ લઈ ગયેલ એટલે પહેલાનો બલમુડો અમે મસોતામાં જ વાપરીએ છીએ, બલમુડો જુઓ કે મારું પેન્ટ કંઈ ફર્ક નહીં, હા... ફર્ક ગોતો તો ફકૅ એટલો કે બલમુડાનું ફીટીંગની તો વાત પુછો નહિ જાણે ફાંસીના માંચડે લટકતા માણસની જેમ બલમુડો મારી કમરે લટકતો આવે અને કલર એતો કહેવો જ મુશ્કેલ હતો, કેમકે બે દિવસ પહેલા પપ્પાએ ડાઈવાળા હાથ સાફ કરવા માટે આ જ મસોતાનો ઉપયોગ કરેલ અને પેન્ટીંગ કરતી દીદી ને જયારે જરૂર પડે ત્યારે આજ મસોતાનો ઉપયોગ થતો એટલે રંગની ગણતરી કરવી તો બહુ મુશ્કેલ હતી) અને માથે સ્કુલનો સફેદ બગલા જેવો શર્ટ. બંદા તૈયાર તો થઈ ગયા બાકી રહી ગઈ ટાઈ, અને બોલાય ગયું મમ્મી ટાઈ તો રહી ગઈ, અને મમ્મી ઉભી થઈ કયાંથી ટાઈ લઈ આવી, પહેરાવી પણ દીધી, આજ ટાઈ કંઈક મોટી લાગતી હતી, (છેક બલમુડાને આંબતી હતી, જાણે ટાઈ બલમુડાને પકડવા ઝુરતી હોય એવું લાગતું હતું ત્યાં ટાઈને હાથમાં લઈને જોતા ખ્યાલ આવ્યો કે આ તો દીદીનો કમર બેલ્ટ છે.)

હાથમાં બેગ સાથે ગણગણતી... મમ્મી આવી, તૈયાર કરતા હોય ત્યારે પણ શાંતીથી બેસતા તો આવડે જ નહિ, બધી ચીજ ને એકવાર તો હાથ અડવો જ જોઈએ ત્યારે જ શાંતી થાય, અને ગણગણાટ સાથે જ મારા ખંભે બેગ ટાંગ્યું બેગમાં પણ કાંઈક વધારે વજન લાગતો હતો. મને બાંવડેથી પકડીને એવોે ઉંચકી સીધો જ તેડી લીધો, બધાં કરતા વધારે જો મને કાંઈ ગમતું હોય તો આ ફ્રી ઓફ એર ઈન્ડિયા મધર ફલાયટ (વધારે ન ગમતું સમજો તો આ ફ્રી ઓફ એર ઈન્ડિયા મધરનો ગુસ્સો) બે છલાંગમાં તો દરવાજા બહાર હજુ અંધારું ઘણું હતું, પણ બસના સમય પહેલા હાજર રહેવું પડે, નહિ તો...બસ મને લીધા વગર જ ચાલી જાય. (પછી આ ફ્રી ઓફ એર ઈન્ડિયા મધર ફલાયટનું અચાનક નામ ટ્રાન્સફર કરવું પડે, અને એર ઈન્ડિયા હસબન્ડ ફલાયટ રાખવું પડે, કારણકે ત્યાર પછી મને છોડીને પપ્પાનો વારો આવે ને...)

બસના સ્ટોપ સુધી પહોંચ્યા ત્યાં જ બસ આવી. વાન ઉભી રહેતાની સાથે જ ડ્રાયવરે કહ્યું આજે શાળામાં રજા હોવાથી આવતી કાલથી રેગ્યુલર આવવાનું છે, અને એક ઝાંટકે મને નીચે ઉતાર્યો.

જેમ જાન વિદાય થાય એમ અમે અંધારે જ ગયા અને અંધારામાં જ ફરી ઘરે પરત ફર્યા, ઘરમાં પહોંચતા જ બુટ કાઢી દીધા અને સીધો એક ઝાટકે ઉંચકીને સેટી પર પપ્પાની બાજુમાં પહોંચાડી દીધો, અને મારા કાન પાસે મોઢું લાવીને પપ્પા બાજુ હાથનો ઈશારો કરી ધીમેથીકહ્યું બાજુમાં શાંતીથી સુઈ જા એક શબ્દનો અવાજ આવવો જોઈએ નહિ.

મારે હસવું કે રડવું એ જ સમજ નહોતી પડતી. મારા દીદાર જોયા પછી કોઈને હસવું રોકવું એ તો લોખંડના ચણા ચાવવા બરાબરની વાત હતી, પણ આ બંદાને સુતાય શાંતી નહોતી એટલે ઉભો થઈ હું દીદી વાળા રૂમ બાજુ ગયો, જેવો રૂમમાં પ્રવેશ કર્યો ને લાઈટ હાજર થઈ. ત્યાં જ દીદી પણ ફાનસ સાથે નાહીને બાથરૂમમાંથી બહાર આવી, અને મારી સામે જોતા જ ચીસ સાથે બેભાન થઈ ગઈ. (દીદી પણ શું કરે, મારો દેખાવ કદરૂપો હતો, કોય સ્પેશ્યલ મેકઅપ મેન પણ ન કરી શકે, તેના કરતા પણ વધારે સહેલાઈથી મમ્મીએ કરેલ મેકઅપ એમાય વાઈટ ભુત જેવો શર્ટ અને મેઘધનુષી સપ્તરંગી બલમુડો જોયા પછી તો મમ્મીના પણ હોસ ફોસ ઉડી જાય તેમ હતા, એમાંય આ તો બીકણ... ફોસી...દીદી) કામ મુકી મમ્મી, અને ભર ઉંઘમાંથી પપ્પા જાગીને દોડતા મારી બંન્ને સાઈડમાંથી એટલા ઝડપી ચાલે સીધા જ દીદી પડી હતી ત્યાં બાથરૂમ પાસે પહોંચી ગયા. (નાટકની શરૂઆત તો થઈ જ ગઈ હતી, હું ધીમે રહી રૂમની બહાર નીકળી ગયો અને સામે જ પપ્પાના રૂમમાંથી છુપાઈને પરિસ્થિતિને જાણવાની કોશીષ કરતો હતો)

પપ્પા દીદી ને જગાડી રહ્યા હતા, અને મમ્મી તો ઓલરેડી ગુસ્સે થયેલ તો હતી જ, એમાંય દીદીની આ હાલત જોઈ, જાણે બકવાસ ઉપડી ગયો સમજોને ? શું થયું, હમણાં તો સાજી સારી હતી, પપ્પાએ કહ્યું તું પાણી લાવ અને મમ્મી પાણી લેવા દોડી, પાણી છાંટતા દીદી હોશમાં તો આવી, પપ્પાએ પુંછયું શું થયું ? બેટા, પપ્પા... કાનીયો... કાનીયો ત્યાં તો મમ્મી દોડતી પપ્પાના રૂમમાં આવી શું થયું મારા કાન્યાને (હું સેટીમાં જ માથું ભરાવીને સુતો હતો, અને મમ્મી મને ઉંચકીને દીદીના રૂમમાં લઈ ગઈ) આ રહ્યો કાનીયો, દીદી મને જોતા જ ફરી ચીસ પાડીને પપ્પા તરફ ફરી ગઈ, એટલે પપ્પા મારા સામે જોતા જ એક સેકન્ડ માટે તો ડઘાઈ ગયા, અને દીદીના મોઢા પર પાણી છાંટતી મમ્મી ને કહે, કાનીયાના તે શું હાલ કર્યા છે જરા જો તો ખરા. મારી સામે જોતાં જ મમ્મી તો બેભાન થઈ ગઈ, અને પપ્પા રીતસર ત્રાડુકીયા બાથરૂમમાં જા... જતાં જતાં અરીસામાં તારા હાલ જોજે. આજે પણ હું મારા એ દિવસને યાદ કરુ છું ત્યારે ખખડાટ હસું છું. (ફર્ક એટલો જ પડયો છે કે અત્યારે મારી પાસે બાળપણ નથી, હવે મને ફરી એવો લાભ મળવાનો નથી ફ્રી ઓફ એર ઈન્ડિયા મધર ફલાયટ...)

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯