નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર
વાર્તા નુ નામ : હરી થી પણ વહાલુ હરી તારુ નામ
પ્રભુ નામ સ્મરણનો જેટલો મહિમા ગાયે એટલો ઓછો છે.પ્રભુ નામ સ્મરણ સર્વ દુઃખહર્તા છે. સંસારની સર્વ દવાઓ થી પણ ઉત્તમ દવા છે. પ્રભુથી પણ વધારે અસરકારક પ્રભુ નામ છે.
આપણે સૌએ ઉઠતા,બેસતા,હાલતા ,ચાલતા સતત સર્વ કામ કરતા કરતા પ્રભુનું નામ લેતા જ રહેવુ જોઇએ. દિવસ દરમિયાન પળેપળે પ્રભુ નું નામ લેતા રહેવું જોઇએ. જીંદગી ખુબ જ થોડી છે . કયારે મ્રુત્યુના દેવતા દ્વારે આવીને ખબર આપશે તેની કંઇ ખબર નહિ પડે. જવાબદારી અને ઉપાધિના પોટલા વચ્ચે સમય કયાં સરી જશે તેની કંઇ ખબર નહિ પડે આપણે ઇશ્વરના જ અંશ છીએ અને ઇશ્વરમાથી જ ઉત્પન્ન થયા છીએ. આ સ્રુષ્ટી પર ભલે આપણો દેહ પંચમહાભુતો નો બનેલો હોય પરંતુ આપણી ખરી ઓળખ તો આપણી આત્મા જ છે . આત્માએ આપણી ખરી પહેચાન છે.આત્મા કર્મોનાં બંધન પુરા કરીને છેવટે ઇશ્વરમાં ફરી થી મળી જશે.પ્રુથ્વી પર દોડધામનું પરિણામ છેલ્લે ઇશ્વર જ છે.ઇશ્વર સુધી પહોચવાની સફર લાંબી બનાવવી કે ટુંકી તેનો સંપુર્ણપણે આધાર આપણા પર જ રહેલો છે.
લૌકિક સુખ ગમે તેટલુ સારુ લાગતુ હોય તેમાંથી ગમે તેટલો આનંદ મળતો હોય પરંતુ એક માત્ર ઇશ્વરની જાંખી પાસે કાંઇ નથી . ઇશ્વરની લેશમાત્ર જાંખી નો આનંદ દુનિયાના તમામ સુખોનો ગુણાકાર કરતા પણ અનેક ગણો છે. પરંતુ ઇશ્વરની પ્રાપ્તિ તેમજ ઇશ્વરની જાંખી અમુક અધિકારી કે અલૌકિક જીવોને જ થાય છે.અને તેનો આનંદ તેઓ જ લઇ શકે છે .આપણે ઇશ્વરની જાંખી કરવા તેનુ ક્રુપાપાત્ર બનવુ જરુરી છે એ તો જયારે બનશું ત્યારે બનશું તે પહેલા પરમાનંદ મેળવવા માટેનો સરળ રસ્તો કોઇ હોય તો તે છે પ્રભુ નામ સ્મરણસતત ઇશ્વરનુ ચિંતન કરતા રહેવાથી ખુબ જ આનંદની અનુભુતિ થાય છે.સંસારના સઘળા દુ:ખો હળવા બને છે. મન પ્રફુલ્લિત બને છે. પ્રફુલ્લિત મન દ્વારા કરેલા કાર્યો સરળ તેમજ અસરકારક બને છે.એક અનોખા આનંદની અનુભુતિ મેળવી શકાય છે. એ એક એવો પરમાનંદ છે જેને શબ્દ દ્વારા વર્ણવી શકાતો નથી ઇશ્વરની જાંખી તથા તેમની પ્રાપ્તિ આપણા જેવા તુચ્છ પામર જીવ માટે આ જન્મમાં કદાચ શકય નથી. પરંતુ તેમના નામસ્મરણનો આનંદ તો લઇ જ શકાય છે. પ્રભુ નામસ્મરણની આ જન્મમાં પાડેલી ટેવ આવતા જન્મોમાં આપોઆપ આવી જશે. આમ ઇશ્વર સુધીની આપણી સફર ટુંકી બનતી જશે. પરમક્રુપાળુ ઇશ્વરને આપણે નજીક થી પામી શકીશુ.વેજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વિચારીએ તો પ્રભુનામસ્મરણ દ્વારા આપણામાં પોઝિટીવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. જેના થકી આપણને ઉલ્લાસ , આનંદ અને પ્રફુલ્લતાની લાગણી ઉત્પન્ન થાય છે. આપણે આપણું ભવિષ્ય જાણતા નથી .” ન જાણ્યુ હતુ જાનકી નાથે કે સવારે શુ થવાનું છે???” જાનકીનાથ પ્રભુ શ્રીરામ પણ જાણતા ન હતા કે તેમના રાજયાભિષેક ના દિવસે તેમને વનવાસ મળવાનો છે તો આપણે પામર જીવો તો શું જાણી શકવાના છીએ? ભવિષ્યમાં જે કંઇ હોઇ જે કોઇ ઘટના બને તેનાથી કંઇ મોટો ફરક બનતો નથી. પરંતુ ભવિષ્યમાં બનનારી સારી નરસી ઘટનાઓથી આપણી ઇશ્વર તરફ ની ગતિમાં વિક્ષેપ ન પડે તે માટે અમોઘ શસ્ત્ર છે ઇશ્વર નામ સ્મરણ.ઇશ્વરનામસ્મરણ ની આજથી ટેવ પાડ્વાથી આવતીકાલે ભલે ને ગમે તેટ્લી આપત્તિ આવી પડે પરંતુ આપણું ચિત્ત શાંત રહેશે અને ઇશ્વર તરફની આપણી ગતિ એકધારી ચાલુ રહેશે.આપણો આ દેહ ઘણી વખત ખોટવાઇ જાય છે . મતલબ કે બિમારીઓ તેને ઘેરી લે છે અને તેને દુર કરવા માટે આપણે અનેકવિધ દવાઓનો ઉપયોગ કરીએ છીએ . અલગ અલગ બિમારી માટે અલગ અલગ દવાઓનો ઉપયોગ કરીએ છીએ. અને સાથે સાથે આડઅસર પણ લઇએ છીએ બધી જ બિમારીઓની સરળમાં સરળ કોઇ એક દવા હોઇ તો તે છે પ્રભુનામસ્મરણ . બિમારી વખતે કયારેક ઇશ્વર પર પુર્ણ વિશ્ર્વાસ રાખીને પ્રભુ નામસ્મરણ કરવાનુ ચાલુ કરી દઇએ તો કોઇ પણ પ્રકારની દવા વિના બિમારી ઓચિંતી દુર થઇ જશે. બિમારી ગમે તેટલી ગંભીર કેમ ના હોય , ઇશ્વરના નામ માત્રથી ભાગી જશે.આત્માની શુદ્ધિ તેમજ ચિત્તની એકાગ્રતા માટે કોઇ ઉપયોગી શસ્ત્ર હોય તો તે છે પ્રભુ નામ સ્મરણ. ભલે ને આપણે શ્ર્લોક , મંત્ર , જાપ , પુજા , પ્રવિધિ કંઇ પણ ના કરી શકીએ બસ માત્ર પ્રભુનુ નામ સ્મરણ કરતા રહીએ તો આપણી બધી જ સમસ્યાઓ , દુ:ખો પુછડી પકડી ને ભાગતા થશે .જીવનની બધી જ મુશ્કેલીઓ હળવી બની જશે. આપણે આજથી જ નિયમ લઇએ કે ઉઠતા , બેસતા , હાલતા-ચાલતા શ્વાસે શ્વાસે ઇશ્વરના નામનું સ્મરણ કરતા રહીશું.મિત્રો આવા અનેક નિયમો આપણે આની પહેલા પણ લીધા હશે કે લેવાનો પ્રયત્ન ક્ર્યો હશે. દ્ર્ઢ નિર્ધાર કર્યો હશે કે આમ કરવુ જ છે . પરંતુ ધાર્યા મુજબ કરી શકાતુ નથી થોડા દિવસ બાદ આપણે હતા ત્યાં ને ત્યાં પહોચી જઇએ છીએ. બધુ જાણતા સમજતા હોવા છતાંય ઇચ્છા મુજબ કરી શકતા નથી. શું પરમક્રુપાળુ પરમાત્મા આપણો ઉધ્ધાર ઇચ્છતા નથી? આપણે ઇશ્વરના નજીક જવાના રસ્તા પર ચાલવા જતા કેમ વિમુખ થઇ જઇએ છીએ? કેમ આવુ બને છે સમજી શકાતુ નથી?
પરમકુપાળુ પરમાત્માના આપણે અંશ છીએ. જેમ માતા-પિતાને બાળકો પર અપાર સ્નેહ હોય અને તેમના આર્શિવાદ સદાય બાળકો સાથે હોય. તેમ પરમક્રુપાળુ પરમાત્મા ના આશીવાદ સદાય આપણી સાથે જ રહેલા છે. પરંતુ આપણું લૌકિક મન માયાના ચક્કરમાં ફસાઇ ગયું છે. ઇશ્વરે આપણા મનની રચના જ એવી કરેલી છે કે સત્ય અસત્યનો ભેદ પારખવા માટે સમર્થનથી. પરંતુ આપણે ગુઢ જ્ઞાનમાં અત્યારે પડવું નથી. આપણે તો સરળતાથી જ ભવસાગર પાર કરવો છે . સરળમાં સરળ સમજુતી મેળવવી છે. તથા સરળમા સરળ રસ્તો અપનાવો છે આપણા જન્મ પછી આપણી આજ દિવસ સુધીની સફરમાં આપણે આપણા મનને પ્રભુ નામસ્મરણ માટે કેળવ્યુ જ નથી. માટે તેને સરળતાથી આદત પડતી નથી . માટે આપણે સૌ પ્રથમ તેને કેળવવું પડશે . જે વસ્તુની આપણે વર્ષોથી ટેવ નથી તે ટેવ એક દિવસમાં પડી શકતી નથી. થોડા દિવસ પ્રયત્ન કરી ધીરે ધીરે ટેવ પાડવાથી આપણું મન તેના માટે કેળવાઇ જશે.જેમ એક દિવસ માં હિમાલય પર ચડી શકાતુ નથી એમ ધીરે ધીરે ટેવ પાડવાથી આપણા મનને એક ટેવ પડી જશે.મનને ટેવ પાડવા માટે પહેલા શરુઆતમાં પાંચ મિનિટ સવાર, બપોર્, સાંજે નામસ્મરણની ટેવ પાડવી જોઇએ ત્યારબાદ પંદર મિનિટ, અડધો કલાક, કલાકની ટેવ પાડયા બાદ છેલ્લે આખા દિવસ પ્રભુ નામસ્મરણ ની ટેવ પાડવી જોઇએ પછી આપણું મન કેળવાઇ જશે. એકવાર ટેવ પાડયા બાદ પછી આપોઆપ ઉઠતા બેસતા, હાલતા ચાલતા પ્રભુનામસ્મરણ થઇ જશે. કોઇ વિશેષ પ્રયત્ન કરવાની જરુર રહેશે નહિ.પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવાની જરુર છે કે એક વાર એક ટેવ પાડયા બાદ નિયમિતતા જાળવવી ખુબ જ જરુરી છે. નિયમિતતાનુ ખુબ જ ધ્યાન રાખવુ જોઇએ નહીતર પરિણામ શુન્ય જ મળશે. નિયમિતતા કેળવાયા બાદ ઇશ્વર સતત આપણી પાસેને આપણી સાથે જ રહેલા છે તેની અનુભુતિ કરી શકીશું.ઇશ્વર થી પણ વિશેષ એવા પ્રભુ નામસ્મરણની ટેવ પાડતા ઇશ્વરને આપણે આપણી સાથે પામી શકીશું અને એક અલૌકીક્ અનુભુતિ કરી શકીશુ.