Gurudakshina in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | ગુરુદક્ષિણા

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

ગુરુદક્ષિણા

ગુરુદક્ષિણા

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ગુરુદક્ષિણા

વિશાખા કાંઈ ગાઢ નિંદ્રામાં નહોતી, દિવસ ખાસ્સો ચઢી ગયો હતો એ ભાન તેને હતું જ. ભાઈ-ભાભી રાત્રે પ્રવાસમાં જવા ઊપડ્યાં હતાં એટલે ઉજાગરો તો હોય જ ને. વીસ-એકવીસ દિવસોનો લાંબો પ્રવાસ હતો. એટલે કેટ-કેટલી તૈયારીઓ કરવી પડે ? છેલ્લા બે દિવસોથી વિશાખા એટલી વ્યસ્ત હતી કે ભાઈ-ભાભીને ‘બાય-બાય’ કર્યા પછી થાકની મારી એ જ વસ્ત્રોમાં પલંગમાં પડી હતી. શરીરમાં એટલો થાક લાગ્યો હતો કે સવારે સાડા આઠ વાગ્યે પણ બિસ્તર છોડવા માટે વિશાખા રાજી નહોતી. બે બેડરૂમ, ડ્રોઈંગરૂમ, કિચનના વિશાળ ફ્લેટમાં અત્યારે તે એકલી હતી. સાવ એકલી હતી. તેની એકત્રીસ વર્ષની ઉંમરમાં આમ સાવ એકાંકી રહેવાનો આ પ્રથમ પ્રસંગ હતો. આ એક નવો રોમાંચ હતો. વિશાખાના મનમાં આ નવીન સાહસ માટે આનંદની લાગણી વિશેષ હતી. થોડી ભિતી પણ હતી. તેની સખી પ્રેમા આ સાહસમાં સાથ આપવાની હતી, એનો આનંદ પણ હતો. ભાઈ-ભાભી, સંજય-સુનંદાએ વિશાખાને પ્રવાસમાં જોડાવા ખૂબ સમજાવી હતી, પણ તે ક્યાં માની હતી ?

‘એ તો એકલા રહેવા ટેવાયેલી છે.’ ભાભી ટોળમાં બોલી હતી, એ પણ વિશાખાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યુ ંહતું. ભાભીનો કટાક્ષ તે સમજતી હતી તે તથા સુનંદા બંને સમવયસ્ક હતાં. સુનંદા તો કંદર્પની મમ્મી પણ બની ચૂકી હતી જ્યારે નણંદ વિશાખા... આ વયે હજુ કુંવારી હતી, હજુ સુધી યોગ્ય જીવનસાથીનું ચયન કરી શકી નહોતી. સુનંદા જ શા માટે, કેટલીય વ્યક્તિઓ વિશાખાને આ વિષય પર અવનવી રીતે સંભળાવવાની એક પણ તક ગુમાવતી નહોતી. કોઈ સીધાં તીર મારતાં, તો કોઈ વ્હાલયનો ધબ્બો મારી આ જ વાત કહેતાં. ‘અલી, વરને શોધવાની તારે ઉતાવળ જ નથી ? કોઈ રાજકુમાર આકાશમાંથી ઉતરવાનો છે ?’

‘આટ-આટલાં યોગ્ય પાત્રો તારી પાસે આવે છે, વિશાખા, એ સૌનો અસ્વીકાર કરવો શું યોગ્ય છે ? શું કોઈ યોગ્ય પાત્ર તને મળતું નથી ? કે પછી તારાં મનમાં કોઈ પૂર્વગ્રહ રાખીને તું બેઠી છે ?’ પ્રેમા આત્મીયતાથી કહેતી. વિશાખા કશો ઉત્તર વાળતી નહિ, માત્ર હસતી, એ હાસ્ય પાછળની ઉદાસી પ્રેમા વાંચી શકતી. ‘આના મનમાં કશું છે.’ પ્રેમા વિચારતી. ‘ભીતરમાં કશું ભંડારીને એ બેઠી છે.’ સુનંદા પતિને ખાનગીમાં કહેતી, ‘તમે એ લાડલીને કશું કહેતા નથી એથી જ એ બગડી છે. શું તે આખો જન્મારો આમ જ પસાર કરશે ? એ ક્યાં સહેલું છે ? મારે આ બોજો કાયમ માટે... સંજય, સોરી, આમાં સેન્ટી મેન્ટલ થવાથી કશું વળવાનું નથી. એક કુંવારી છોકરીને સાચવવી કેટલી કપરી છે, એ તમે નથી જાણતા. વિશુએ પરણી જવું જ જોઈએ. ન માને તો તમારે કડક થઈને પણ... સમજાવવી જોઈએ.’

ખરેખર તો સંજયે બેનને સમજાવવામાં કશું બાકી રાખ્યું નહોતું, અરે, વિશાખાનું મન ક્યાંય લાગ્યું હોય તો એ માટે તૈયારી બતાવી હતી. સંજય લાખ ઉપાયે પણ બેનને સુખી જોવા ઈચ્છતો હતો. સુનંદાની કડવી વાતોમાં પણ એક સચ્ચાઈ તો જરૂર હતી. આ સમાજમાં એક સ્ત્રીને આધાર વિના જીવવું કઠિન હતું. મા-બાપની છત્રછાયા તો એ બંનેના નશીબમાં નહોતી, હવે તો ભાઈ-ભાભી જ વિશાખા માટે સર્વસ્વ હતાં. વિશાખા ખુદ સમજતી હતી કે આ સહારો પણ જોઈએ તેવો મજબૂત નહોતો. સંજય બેન માટે અતિશય લાગણી ધરાવતો હતો, જ્યારે સુનંદા વહેવારું હતી. આ વિષય પર ઘરનું વાતાવરણ અનેક વખત ક્ષુબ્ધ બની જતું વિશાખાએ અનુભવ્યું હતું. જે રીતે જયનું કહેણ વિશાખાએ નઠાર્યુ ં - એ સુનંદાને જરા પણ ગમ્યું ન હતું, અરે સંજયને વિશાખાના ઈન્કારથી આશ્ચર્ય થયુ ંહતું. જય સુનંદાનો પરિચિત હતો. તે ઊંચો હતો, પ્રભાવશાળી હતો. તે હસી પડતો ત્યારે દેખાવની સામાન્યતા દબાઈ જતી.

મુંબઈમાં બિજનેશ કરતો હતો. સુનંદાને જયની આર્થિક સ્થિતિનો અંદાજ હતો જ. જયની ભાભી દુર્ગા સાથે સાધારણ ઓળખાણ પણ હતી. આ બધાં કારણસર સુનંદા નારાજ થઈ હતી. વિશાખાના નિર્ણયથી ચીડ ચડી હતી.

‘અરે, આ છોકરી કઈ માટીની છે ?’ તે ગુસ્સે થઈ હતી. વિશાખા એકત્રીસમા વર્ષે પણ સુંદર લાગતી હતી. મોહક પણ હતી. ગમે તેવાં પુરુષને પણ તેના પર ટીકી રહેવા માટે વિવશ કરી શકે તેવી આકર્ષક હતી. અલબત્ત આ તાજગી હવે અસ્તાચળ પ્રતિ પ્રયાણ કરી રહી હતી. મનના તણાવની અસર તન પર પણ થાય તો ખરી જ ને.

જય ધંધામાં રચ્યો-પચ્યો રહેવાને કારણે જીવનના મહત્ત્વનાં વિષય પર ખાસ વિચાર કરી શક્યો નહોતો, નહિ તો તેના બિઝનેસ પાર્ટનર મદન તેની પત્ની પૂજા રીતસર તેની પાછળ જ પડી ગયાં હતાં. પણ જય એ દિશામાં વિચારતો નહોતો. ઓચિંતા જ તેને લગ્ન કરવાનો વિચાર આવ્યો સુનંદાનો પત્ર વાંચને તેણે ત્વરીત નિર્ણય લીધો, અને અમદાવાદ દોડી આવ્યો.

વિશાખા અને જય મળ્યાં ખૂબ ખૂબ વાતો કરી. વિશાખામાં રૂપની સાથોસાથ મેઘા પણ હતી જ. સ્વાભાવિક રીતે જયે વિશાખાને પસંદ કરી લીધી, તેણે તેનાં મનોભાવો વ્યક્ત પણ કરી દીધાં. સૌના આશ્ચર્ય વચ્ચે વિશાખાએ નાં પાડી.

વિશાખાના ઈન્કારથી જય જરા પણ ચલિત થયો નહિ તે આખરે બાહોશ ધંધાદારી હતો. સામાની ના ને હામાં પરિવર્તિત કરવાની આવડત તેનામાં હતી. તેને વિશાખા બેહદ ગમી ગઈ હતી અને જે ગમે તે પામવાની તેને આદત થઈ ગઈ હતી. આથી જ તેણે સુનંદાને ખાનગીમાં કહ્યું હતું હું નથી માનતો કે એ હૃદયથી ના પાડે છે, હું આશાવાદી છું, આ અંત ન સમજશો આ તો પ્રારંભ... જયે સંજયને પણ વિદાય લેતી વેળાએ કહ્યું હતું, ‘જુઓ સંજયભાઈ હવે આ વાત મારાં પર છોડી દો તમે બંને ટૂર પર જવાના છો ને ? બસ એ દરમ્યાન જ વિશાખાને હું મળવાં આવીશ. તેને સમજાવીશ તેનો અસ્વીકારનો તાગ મેળવવો મને ગમશે શક્ય હશે તો તમને પ્રવાસ દરમ્યાન જ આ સમાચાર મળી જશે અને એ પણ વિશાખાના સ્વમુખે !

સંજયે વિશાખાના મસ્તક પર હાથ મૂકીને માત્ર આટલું કહ્યું, ‘વિશુ, નિરાંતે વિચાર કરજે - જયે કાંઈ ન્કાર કર્યો નથી. તેને તો તું ગમી છે અને જય જેવી નિખાલસતા બહું ઓછા પુરુષોમાં હોઈ શકે !’

‘જય કાંઈ ના પાડવા જેવો પુરુષ નથી, બેન બા !’ સુનંદાએ કાંઈક રીસમાં ઉમેર્યું હતું.

એ રાત્રે વિશાખાને નિંદ્રા આવે પણ ક્યાંથી ! આખા દિવસનાં સાચવી રાખેલાં આંસુડા રાત્રે ઓસીકા વહાવી દીધાં. તે ધ્રુસકે ધ્રુસકે રડી હતી. જય તેને ગમ્યો હતો, ખૂબ ખૂબ ગમ્યો હતો. વ્હાલ ઢોળવાનું મન થઈ જાય એવી અનુભૂતિ વિશાખાને અનેકવાર થઈ હતી, પરંતુ છેક છેલ્લી પળે તેનાં દૂરના અતીતની ઘટના તેને પરેશાન કરતી હતી, મનને ધુંધળું બનાવતી હતી. સંજય તો ત્યારે રાજકોટની ‘હોસ્ટેલ’માં રહીને ભણતો હતો. એને કશું જ જ્ઞાન નહોતું. મા-બાપ તો ક્યાં જીવતા હતાં ? અરે, આ કારણે જ મૃત્યુ પામ્યાં હતાં. એ કહીએ તો પણ ચાલે બસ માત્ર વિશાખા જ આ ભારને સહી રહી હતી, આ ક્ષણ સુધી ! પ્રેમાને તે કહી શકે તેમ હતી, પરંતુ એવો પ્રસંગ જ બન્યો નહોતો કે તે તેનાં ભીતરનાં ભાર હળવો કરી શકે. સુનંદાને કહેતા તેની જીભ ઉપડતી નહોતી, ત્યારે સંજયને કહેવાની તો વાત સાવ અપ્રસ્તુત હતી.

લગ્ન માટે કોઈ પુરુષની મુલાકાત થતી ત્યારે વિશાખા સ્વસ્થતાપૂર્વક વાતો કરતી. તે શરમાળ નહોતી, હા થોડી સ્વકેન્દ્રી જરૂર હતી. મુલાકાત લગભગ સંતોષકારક જતી, પરંતુ નિર્ણયની ક્ષણે પેલી અતીતની છાપા તેને ઘેરી વળતી અને તે ઈન્કાર કરી બેસતી.

‘ના વિશાખા ના, આ તારો માર્ગ નથી. પાછી વળી જાતને થયેલાં અનુભવો શું પૂરતા નથી ?’ વિશાખાનું મનોબળ તૂટી જતું આ ક્ષણ સુધી વિશખા સાવ બદલાઈ જતી, આવું અનેક વાર બન્યું હતું.

જયનાં કિસ્સામાં તો જુદી જ વાત હતી, જય મક્કમ હતો, તેને વિશ્વાસ હતો કે તે વિશાખાને સમજાવી શકશે. તેનાં જેવા સફળ ધંધાદારી માટે આ પડકાર હતો. વિશાખાથી વિપરિત તેની સખી બોલકણી હતી. પ્રેમા વાને શ્યામ હતી, પરંતુ તેનો નાક-નકશો સુંદર હતો. તેની સુડોળતા પણ તેના દેખાવને કાંઈક અંશે આકર્ષક બનાવતી હતી. આ મહાનગરમાં તે સાવ એકલી જ હતી. સાઉથ-ઈન્ડિયન પ્રેમા એક પ્રાઈવેટ ફર્મમાં સ્ટેનો કમ સેક્રેટરીનું સ્થાન સંભાળતી હતી. બિન-ગુજરાતીઓમાં હોય છે એવી આગવી લઢણ-તેની ભાષામાં જણાતી. વિશાખા એ જ ફર્મમાં થોડો સમય પાર્ટ-ટાઈમ ટાઈપીસ્ટ રહી ચૂકી હતી. આજથી લગભગ બે વર્ષ પહેલાં, બસ એ તેઓની મિત્રતાની શરૂઆત હતી. આ બે વર્ષનાં ગાળામાં એ બંનેના સંબંધો આત્મિય બની ચૂક્યાં હતાં.

વિશાખા ખુશ હતી કે તેને પ્રેમાની કંપની મળવાંની હતી. આ વીસ એકવીસ દિવસો એ બંને માટે મુક્તિનાં હતાં, આઝાદીનાં હતાં. વિશાખા આ સ્વતંત્રતા પૂરી રીતે માણવા માગતી હતી, અને એથી જ તડકો પલંગ સુધી પહોંચવા છતાં પણ તે પથારી છોડતી નહોતી. પલંગ પાસેની દીવાલ પરનાં આયનામાં તે પોતાનું બિંબ નિહાળી રહી હતી. તેનાં વાળ અને વસ્ત્રો સાવ અસ્તવ્યસ્ત અને ચોળાયેલા હતા. આવી અસ્તવ્યસ્ત વચ્ચે પણ તે ખરેખર સુંદર અને મોહક લાગતી હતી. વિશાખા ખુદ પોતાની જાત પર આફરીન બની ગઈ, પ્રેમમાં પડી ગઈ.

‘હવે શો અર્થ છે. આમ હોવાનો પણ ?’ તેણે એક ઘેરો નિઃશ્વાસ નાખ્યો. બીજી જ પળે તેણે આવો માંદલા રોતલ વિચારો ફગાવી દીધાં. તેનાં પ્રેમાનાં વિચારો આવ્યાં. એ છેક સાંજે આવવાની હતી, સાંજની ભોજન વ્યવસ્થા પણ એ કરવાની હતી. વિશાખાને પ્રેમાનાં શબ્દો યાદ આવી ગયાં. ‘વિશુ, તારે પરણી જવું જોઈએ. તું હજુ સુંદર છે, હજુ તક છે આ કાંઈ કાયમ રહેવાની ચીજ નથી. એ જતાં તું ક્યાંયની નહિ રહે.’ પ્રેમા વિશાખા સાથે હંમેશા મૃદુતાથી વર્તતી, ક્યારેક તે પણ ગુસ્સે થઈ જતી.

‘વિશુ મને લાગે છે કે તને ઈશ્વરે નિરાંતે સર્જી છે. અનેક ગુણોની સાથો સાથ એક જિદ્દીપણું પણ ભૂલ ભૂલમાં ઉમેરાઈ ગયું છે. સાચું કહેજે તને શું ક્યારેય પુરુષના વિચારો નથી આવતા ? બિલીવ મી, હું આ નોકરી કરી બચત કરું છું એ પુરુષને પામવા માટે જ કરું છું. અમારી ‘ડાવરી સિસ્ટમ’ તો તું જાણે છે ને ?’

વિશાખા શો જવાબ આપે ? પ્રેમના ઉભરાના નામે એક કાયર પુરુષનો પરિચય તો તેણે મુગ્ધ વયમાં જ મેળવી લીધો હતો. તેની આંખો સામે આખો અતિત ઉતરી આવતો. ભયનું એક લખલખું તેની કાયામાં ફરી વળતું. તે આત્મીય સખીને પણ આ કથા કહી શકતી નહોતી. વિશાખા સુતા સુતા આ બધી ઘટમાળો પર વિચારતી હતી.

તેણે આ દિવસો મુક્ત બનીને રહેવા માટે પ્રેમા સાથે આનંદ વિનોદ કરવા માટે વિચાર્યા હતા, પણ તે આ સવારથી જ અવનવાં ખ્યાલોમાં ડૂબી ગઈ હતી. તેને પ્રેમાની ગેરહાજરી સાલતી હ તી. પરંતુ એ તો છેક સાંજે આવવાની હતી. અચાનક ‘ડોરબેલ’ વાગી. કોણ હશે ના વિસ્મયે વિશાખાને ઘેરી લીધી તેને પ્રથમવાર જ પ્રતીતિ થઈ કે તે સાવ એકલી જ છે. તે સફાળી ઊભી થઈ. અસ્તવ્યસ્ત વસ્ત્રોને જરા સરખા કર્યા. શરીર પર શાલ ઓઢી લીધી. બારણું ડરતાં ડરતાં ખોલ્યું :

‘ટેલીગ્રામ’ હતો. નવીન ચિંતા સાથે સહી કરી ટેલીગ્રામનું પરબિડીયું ખુલ્લું કર્યું. કુતૂહલનાં ભાવો જન્મ્યા અને સમ્યા.

જયનો ટેલિગ્રામ હતો, મુંબઈથી !

‘વિશાખા, રીસીવ મી એટ કાલુપુર સ્ટેશન મનડે ઈલેવન મોર્નિંગ જય પંડિત !’

વિશાખા આશ્ચર્યમાં પડી ગઈ, કે જય શા માટે પુનઃ આવી રહ્યો હતો. હજુ માંડ-માંડ દસ-બાર દિવસ પહેલા જ મળેલા, વિશાખા એ જવાબ પણ આપી દીધો હતો. સ્પષ્ટ નકારનો તેમ છતાં પણ એ આવી રહ્યો હતો.

વિશાખાએ તો નક્કી કરી નાખ્યું હતું કે હવે આ રમત રમવાનો કશો અર્થ જ નહોતો. જય તેને ગમ્યો હતો, પરંતુ તેમ છતાં પણ તે હા કહી શકી નહોતી. આ રમતને હવે ખાલી ખાલી લંબાવવાનો શો અર્થ હતો ? નિર્ણયની ક્ષણે વિશાખાનું મનોબળ ભાંગી જતું હતું. અતીતના પડછાયા તેને પીંખી નાખતા હતા ! બસ, એ હવે તેને મંજૂર નહોતું.

‘તો પછી આ આવી રહેલા જયનું શું કરવું ?’ વિશાખા મુંઝવણમાં પડી ગઈ. સમય થોડો હતો, પ્રેમાનો સંપર્ક પણ સુલભ નહોતો, ‘ભાઈ-ભાભી પણ નહોતા ? વિશાખાએ બે પળમાં જ નિર્ણય લઈ લીધો.

‘અરે, જય આવે તો ભલે આવે એ કાંઈ વાઘ-દીપડો... અતિથિ સત્કાર તો આપણી પ્રણાલિકા છે. ભલે હું એકલી રહી તો શું થયું ? મારે જયને સત્કારવા જવું જ જોઈએ...!

તે ઝટપટ પરવારી તૈયાર થઈ ફ્લેટને લોક કરી બે દાદર ઊતરી નીચે આવી, ત્યારે વિશાખા પૂરેપૂરી સ્ફૂર્તિમાં હતી.

‘એક અજાણ્યા પુરુષને આવકારવા તે જઈ રહી હતી.’ વિશાખા હસી, ‘અરે, અજાણ્યો શાનો ? જય મહાશય સાથે એક મુલાકાત તો થઈ પણ ચૂકી છે. ધુંધળો ધુંધળો પણ રહેશે યે યાદ છે. હજુ હમણાં જ મળ્યાં હતાં. વિશાખાએ કપાલ પરની વાળની લટ સરખી કરતા કરતા સ્કૂટરની કીક મારી.

કાંઈક અંશે વિચિત્ર પ્રસંગ હતો. જે જયનો વિશાખા મક્કમતાથી અસ્વીકાર કરી ચૂકી હતી, એ જયનું સ્વાગત કરવા વિશાખા જઈ રહી હતી. જીવનમાં આવી વક્રતાઓ ક્યારેક બનતી રહે છે.

વિશાખા આવાં જ વિચારોમાં મનોમન હસી રહી હતી. જયના આગમનનું આશ્ચર્ય હવે તેને રહ્યું નહોતું. તે તેને મળતા અને શક્ય હોઈ તો તેની નકાર ને હકારમાં પલટાવવા આવી રહ્યો હતો. તેણે પરાજય સ્વીકાર્યો નહોતો. બીજો અર્થ એ થાય કે તેને વિશાખા ગમી હતી, અનહદ ગમી હતી - અને તે વિશાખા માટે ગમે તે કરવા તૈયાર હતો. વિશાખાને તેની જાત માટે ગર્વની લાગણીઓ જન્મી. જોકે તેને જય પણ ગમ્યો જ હતો. તે અસ્વીકાર કરવાની ન હતી, પરંતુ નિર્ણયની પળે અતીતના પૂર્વગ્રહોએ તેને કરાવી હતી. ‘અરે જય મહાશય - જો તમને સત્યનું ભાન થશે તો તમે મારી સમક્ષ ઊભા નહિ રહી શકો.’ વિશાખાનાં ચહેરા પર વિષાદની વાદળી ફરી વળી. અમદાવાદની પરિચિત ભીડ વચ્ચેથી માર્ગ કાઢીને સ્કૂટર સરકાવવાની આદત તેને હતી જ. માર્ગ કપાતો જતો હતો. વિચારોની ભાગદોડ વચ્ચે.

‘પણ આમાં જયનો શો દોષ કાઢવો ? આખો પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીઓને આ જ માપદંડથી જૂએ છે. પવિત્રતાની આળ-પંપાળ સ્ત્રીઓએ કરવાની છે. ભલા માણસ - એકલાં હાથે પાપ થાય છે ખરું. કહેવાતું પાપ કરવા માટે પણ પુરુષ - સ્ત્રીની ભાગીદારી હોય છે, પરંતુ સજા સ્ત્રીને થાય છે અને પેલો પુરુષ - કાપુરુષ છટકી જાય છે.’ વિશાખાના હોઠ ભીંસાયા - ચહેરો લાલ લાલ થઈ ગયો.

થોડી મિનિટોમાં વિશાખા કાલુપુર રેલ્વે સ્ટેશનની પરિચિત અલાયદા વાતાવરણમાં પ્રવેશી, કાંડા ઘડિયાળમાં જોયું તો - હજુ ટ્રેનના આગમન આડે થોડી મિનિટો બાકી હતી.

પ્લેટફોર્મ પર ભીડ અને કોલાહલ સંતાકૂકડી રમતા હતા. સવારના તડકામાં હજુ તીખાશ પ્રવેશી નહોતી. પવનની લ્હેરખીમાં પરસેવા અને સેન્ટરની મિશ્ર વાસ આવતી હતી.

વિશાખા એક ખાલી ખૂણામાં થાંભલીને અઢેલીને ઊભી હતી. સમયના અભાવે - તે બરાબર તૈયાર થઈ નહોતી. કશું ન સુજતા, જિન્સ પેન્ટ અને ટોપર પર પસંદગી ઉતારી હતી. વાળ પણ બરાબર ગુંથ્યા નહોતા. સાડી કે ડ્રેસની પસંદગી કરવામાં સમય વીતી જાય તેમ હતો. તેનાં દિદાર કેવાં લાગતાં હશે, તેનું કુતૂહલ વિશાખાને થયું.

વિશાખાએ ત્વરાથી એ વિચારો ખંખેરી નાખ્યા.

‘જય માટે હવે પ્રદર્શનની પૂતળી બનવાની કશી જરૂર નથી. તેને જે લાગવું હોય તે લાગે મારે તો અતિથિ-સત્કારની પ્રણાલિકા મુજબ તેને સત્કારવાનો છે. બાકી બધું જ હવે અપ્રસ્તુત છે.’ તે જાત સાથે સંવાદ બોલવા લાગી. ‘શા માટે માની લેવું કે જય મારા જ માટે...?’ વળી તે વિચારવા લાગી. ત્યાં જ મુંબઈની ટ્રેન આવી પહોંચી, અને વિશાખાનું ચિંતન અટક્યું. તે સાબદી થઈ ગઈ. એક વિસરાયેલા, વિખરાયેલા ચહેરાને શોધવા માટે, ભીડમાંથી અલગ તારવવા માટે. તેની આંખો ધસમસતી ભીડ પર ઘૂમરાવા લાગી.

ચહેરા પર ચિંતા અને કૂતુહલના ભાવો અંકાઈ ગયા.

થોડી ક્ષણોમાં જ છ ફૂટ ઊંચો, સશક્ત બાંધાનો જય - એક હાથમાં સૂટકેસ - અને ખભામાં બગલ થેલો દબાવતો - વિશાખા સામે ફૂટી નીકળ્યો.

‘કોને શોધો છો. વિશાખા ? જયના ચહેરા પર થાક અને સ્ફૂર્તિ - બંને વંચાતા હતા. વિશાખા સ્હેજમાં જ ચમકી - પછી તરત જ સ્વસ્થ બની ગઈ.

‘તમને શોધું છું જય બીજા કોને શોધું ?’ તેણે ત્વરાથી જવાબ વાળી દીધો.

સાથોસાથ તેણે દશબાર દિવસ પહેલાં જોયેલા ચહેરાને તાજો કર્યો. જય પણ તેનું આવું જ અવલોકન કરી રહ્યો હતો. એ પણ તેનાં ખ્યાલમાં આવી ગયું. તેને સંકોચ થયો.

‘શું કરે છે, ભાઈ-ભાભી ?’ જય જાણતો હતો - છતાં પૂછ્યું.

‘તેઓ બંને સાઉથની ટૂર પર ગઈ કાલે જ ગયાં. અત્યારે બોમ્બે વટાવી ચૂક્યા હશે. જય જો તમારે તેઓને મળવું હશે તો તમારો આંટો નકામો ગયો જ સમજજો.’

વિશાખા મજાક કરવાના મિજાજ પર આવી ગઈ.

‘વિશાખા આમ તો તેઓને મળવું હતું, પરંતુ હવે તેમની ગેરહાજરીમાં કુટુંબના કોઈ સભ્યને મળી લઈશ.’ જયે મજાક ને આગળ વધારી બંને હસી પડ્યા. વિશાખાને જયની સાલતા ગમી.

‘વિશાખા... તમે આવ્યા, એ મને ગમ્યું. ભાઈ-ભાભી હોત તો જુદી વાત હતી.

તમારું આતિથ્ય માણત, હવે તમે કોઈ સારી હોટેલ પર લઈ જાવ. મારો મુકામ લગભગ આઠ-દસ દિવસો માટે છે. તમને મળતો રહીશ આપણે સાથે લંચ-ડીનર પણ લઈશું.

બરાબરને વિશાખા ?’ જયે ગંભીરતાથી કહ્યું.

વિશાખાએ મનોમન કશું નક્કી કર્યું. પછી તે હસીને બોલી, ‘જય, તમને શું મારો ડર લાગે છે ? ભાઈ-ભાભી હોય તો આવી શકો અને વિશાખા હોય તો હોટેલ પર જવાનું વિચારો. આ કાંઈ યોગ્ય ન ગણાય, તમારે મને ભાઈ પાસે ઠપકો અપાવવો લાગે છે. ચાલો, ચૂપચાપ મારી પાછળ પાછળ...’ વિશાખાએ

આ વાક્યો એવી રીતે બોલી કે જય કશું કહી શક્યો નહિ, વિશાખાના કથનમાં દંભ કે વ્યંગ નહોતો, એ જયે નોંધ્યું.

જય અને વિશાખા ભીડમાંથી માર્ગ કાઢતા કાઢતા સ્ટેશનની બહાર આવ્યાં.

વિશાખાના પગ સ્ફૂર્તિથી દોડતા હતા.

‘ચાલો શરૂઆત તો સારી થઈ કહેવાય.’ જયે વિચાર્યું.

‘અંત પણ સારો જ આવશે બરફ ઓગળશે જ. પ્રેમ અને આત્મિયતાની ઉષ્મા પાસે તેને ઓગળવું જ પડશે.’

વિશાખા વિચારતી હતી. ‘મારે જય મહાશય ખૂબ ખૂબ ગંભીર વાતો કહેવાની છે. અત્યારે ભલે થોડી હળવી વાતો થઈ જાય, આ તો જયની પરીક્ષા હશે, અરે, આખી પુરુષ જાતની પ રીક્ષા...’

વિશાખાનું સ્કૂટર સ્પીડમાં ભાગતું હતું. રીક્ષા પણ લગભગ સાથે જ હતી.

સૂર્યના તાપમાં હવે તીવ્રતા ભળી હતી. વિશાખાનું રોમ પરસેવાથી ભીંજાઈ ગયું હતું.

સંજયના નિવાસસ્થાને સ્કૂટર તથા રીક્ષા લગભગ સાથે જ પહોંચ્યાં. જય માટે આ સ્થાન સાવ નવું હતું. જય વિશાખાની મુલાકાત આ શહેરમાં જ, પરંતુ અન્ય જગ્યાએ ગોઠવાઈ હતી. વિશાખાને અનુસરતો જય બે દાદર ચઢીને ફ્લેટના દરવાજે પહોચ્યા. વિશાખાએ લોક ખોલ્યું. તે પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. જયના પણ લગભગ એ જ હાલ હતા. બંને ફ્લેટમાં પ્રવેશ્યા.

‘મારી સખી પ્રેમા પણ કંપની આપવા સાંજે આવી જવાની છે... આથી તમે જરા પર અકળાતા નહિ, જય.’ વિશાખાના ટીખળથી જયને હસવાનું થયું, તે બોલી ઊઠ્યો.

‘પણ-વિશાખા સાંજ સધીની મારી સલામતીનું શું ?’

‘ત્યાં સુધી હનુમાન ચાલીશાના પાઠ કરતા રહેજો જય મહાશય.’

આટલી ગમ્મત પછી વિશાખા જયનાં સત્કારમાં લાગી ગઈ. એ પછી ત્વરાથી સ્નાન વિધિ પતાવીને તે કિચનમાં પહોંચી. જય આટોપાતો હતો એ દરમ્યાન તેણે પ્રેમાને ફોનથી સમાચાર આપી દીધા.

‘ઓપ ! વિશુ ગુડ ન્યુઝ તો હવે હું સાંજે નથી આવતી.’

પ્રેમાએ હર્ષ વ્યક્ત કર્યો.

‘ના, ના, પ્રેમા, તારે આવવાનું જ છે. પોઝીટીવલી’ વિશાખા બરાડી ઊઠી.

સાંજે પ્રેમા સમયસર આવી પહોંચી ત્યારે વિશાખાને શાતા વળી જય ત્યારે કામ સર બહાર જવા તૈયાર થયો હતો. ‘જય આ મારી પ્રિય સખી પ્રેમા.’ વિશાખાએ પ્રેમાની ઓળખાણ કરાવી.

‘અચ્છા તો આ આપણા ત્રીજા પાર્ટનગર, વિશાખાએ તમારા આગમનની વાત મને જણાવી હતી. પછી વિગતવાર મળીશું હમણાં તો થોડું કામ આટોપી આવું.’

જય બે હાથ જોડીને નમસ્તે કરવા જતો હતો. પણ પ્રેમાએ જમણો હાથ આગળ ધર્યો અને જયે સાવ સહજ રીતે હસ્તધૂનનની ક્રિયા પૂરી કરી. વિશાખાને પ્રેમાની આ હરકત પસંદ ન પડી. પ્રેમા હસી શકી નહિ.

‘જય, સમયસર આવી જજો. આપણે ત્રણેય સાથે જમીશું.’

‘ઓ.કે.’ જયે જવાબ વાળ્યો. તેના વર્તન પરથી તો લાગતું હતું કે તે જવા માગતો નહોતો જો કોઈ આગ્રહ કરે તો તે રોકાઈ જવા તૈયાર હતો. જયે વિશાખા પર નજર કરી. તે ‘આવજો’ ના અભિનય સાથે હાથ ઝુલાવી રહી હતી. બોટલગ્રીન કલરની સાડી તેને ઓપતી હતી. તેના દેખાવમાં સૌમ્ય સ્ત્રીની મોહક આકૃતિ ઉપસતી હતી. જયે સાવ પરાણે પ્રયાણ કર્યું. બસ, આવાં જ રૂપની તેને ઝંખના હતી. દાદરના વળાંક પર જતાં જયે વિશાખા પર છેલ્લી મીટ માંડી બંને મંદ મંદ હસ્યા.

‘જયમાં કશુંક છે - જે મને આકર્ષે છે.’ વિશાખાએ વિચાર્યું. ‘મને સ્પર્શ પણ થયો નથી છતાં મારા હાથમાં કશું અવનવીન થાય છે. હસ્ત-ધૂનન તો પેલીએ કર્યું અને મને...’

તે બારણું બંધ કરીને અંદર આવી ત્યારે પ્રેમા તો સ્નાન કરવા ચાલી ગઈ હતી. જયના વિચાર કરતી તે પલંગમાં પડી. રસોઈ પ્રેમા બનાવવાની હતી. આ બંને સખીઓએ નિયત કરેલો કાર્યક્રમ હતો. આ એકાકી અવસ્થામાં બંને સખીઓ પુષ્કળ વાતો કરવાની હતી. આનંદ કરવાની હતી. વતનથી વિખુટી પડી ગયેલી પ્રેમા માટે તો વિશાખા એક માત્ર આપ્તજન હતી. પ્રેમા માટે આ ઉત્સવ હતો.

સ્નાનઘરમાં નીકળીને પ્રેમા સીધી વિશાખાના પલંગ પર આવી ગઈ. તેના વાળમાંથી જળ-બીન્દુઓ ટપકતાં હતાં. સાડી હજુ કેડ પર વિંટાળી નહોતી. તેનું શ્યામ મુખ હસુ હસુ થતું હતું. તે લાગમી જ સખીને વળગીને ખીલી ઉઠી.

‘વિશુ-જય ખરેખર સારો છોકરો છે. મારું મન કહે છે કે તું હા પાડી દે. તને લજ્જા આવતી હોય તો તારા વતી હું સ્વીકારનો જવાબ આપી દઉં. બોલને વિશુ, મારી વાત સાચી છે ને ?’

‘હા, પ્રેમા મને પણ તું કહે છે, તેવી જ લાગણી થાય છે !’ વિશાખા બોલી. પ્રેમા એ મારા ખાતર જ આવ્યો છે. બાકી કામનું તો ખાલી બહાનું છે. પણ પ્રેમા આ તો આપણી ધારણા છે. એ કશું કહે પછી જ સાચી વાત જાણી શકાય !’

‘વિશુ એ જરૂર તારા માટે જ આવ્યો છે. મને તો સંકેત મળી ગયા છે - તને પણ ખાત્રી થઈ જશે. જય અત્યારે ભૂમિકા બાંધી રહ્યો છે. આ વિષય આવશે જ. જો જે મુર્ખ બનીને ભૂલ કરી બેસતી.’ પ્રેમાએ ભારપૂર્વક સખીને સમજાવી.

વિશાખાના ચહેરા પર પ્રથમ લજ્જાના ભાવ પ્રસરી ગયાં, પરંતુ પછી મુંઝાતી હોય તેમ પ્રેમાને લાગ્યું.

‘શું વિચારમાં પડી ? તારે કાયમ માટે આમ જ રહેવું હોય તો અલગ વાત છે.

બાકી આ તક ગુમાવવા જેવી નથી. તારા નશીબ સારા વિશુ નહિ તો એ ફરી શા માટે આવે ?’ પ્રેમા આવેશમાં હતી. વિશાખાની મૂર્ખાઈ તે સમજી શકતી નહોતી. સાવ સહેલી વાતને વિશાખા કોયડો બનાવી રહી હતી.

‘પ્રેમા, એક વાત મને મૂંઝવે છે...’ વિશાખા રડમશ બની ગઈ. પ્રેમાને પણ લાગ્યું કે કશું ગંભીર છે.

‘ચાલ વિશુ આપણે કીચનમાં વાતો કરીએ. કામ પણ થાય અને વાતો પણ થાય !

પ્રેમા સખીને દોરી ગઈ. પ્રેમાએ કામ શરૂ કરી દીધું. ભયંકર ચૂપકીદી વચ્ચે વિશાખાના શબ્દો સંભળાવ્યાં. ‘પ્રેમા આ વાત મારા સ્ખલનની છે. ભૂલની છે.’

‘હં બોલ વિશુ’ પ્રેમા પણ ગંભીર બની ગઈ.

‘પ્રેમા મારા જીવનમાં એક ઘટના બની આજથી લગભગ પંદર વર્ષો પહેલાં જેનો ડંખ હજુ પણ મને ચચરે છે. તને કહેવા માટે મન થયાં કરતું હતું પણ હિંમત ચાલતી નહોતી, હોઢ ઉઘડતાં નહોતાં. કોઈ જાણતું નથી. આ વાત ભાઈ પણ નહિ. માબાપ બધું જાણતાં હતાં, મારી લાહ્યમાં એ બંને મરી પરવાર્યા.’

થોડી ક્ષણો મૌન પથરાયું. વિશાખાના ચહેરા પર શાંતિ હતી, ઊંડાણમાં કશું નીરખી રહી હોય તેમ તેની બંને આંખો તગતગતી હતી.

‘મારી ઉંમર સાવ પંદર-સોળની-અમારું ગામ સાવ ગામડું પણ નહિ અને શહેર પણ નહિ. એ સમયે મને સમજણ પણ કેટલી હોય ? પણ મારામાં હામ ઘણી હતી...’

સખી અંતરના આંગળિયા ખોલી રહી હતી. પ્રેમાને એ ગમ્યું. એક વાર તેની ભીતર જાણી શકાશે કે તેનાં મનનો તાગ પણ મળશે. પ્રેમા વિશાખા સામે બેઠી બેઠી રસોઈનું કાર્ય કરી રહી હતી.

‘પ્રેમા મારી હિમત જોઈને મને સૌએ ઝાંસીની રાણીનું બિરુદ પણ ાપ્યુ ંહતું અને એ હિંમતે જ મને ભૂલનો ભોગ બનાવી. હું સ્ખલન કરી બેઠી...

‘વિશુ આવાં કિસ્સા તો ઘણાં બને છે. આ અવસ્થામાં આવી ભૂલો સહજ છે.

કોઈ પણ કરી બેસે. આ વાતને તું પાપ ગણી બેસે અને મનને સંતાપ્યાં કરે એ યોગ્ય ન ગણાય. તને કોઈ પુરુષે જ ફસાવી હશે ને ! એ પુરુષ તો ક્યાંય હશે, મજા કરતો હશે તને કે પાપને, કશીને યાદ પણ નહિ કરતો હોય ? પ્રેમા મંદ સ્વરે બોલી તેનાં શબ્દોમાં નિખાલસતાં હતી.

વિશાખા સખીને સાંત્વના આપવાં માંગતી હતી, તેનાં મન પર ધુમ્મસના ઝાળાં લાગ્યાં હતાં. તે ભેદવા માગતી હતી. અચાનક જ વિશાખા બોલી ઊઠી ‘પ્રેમા... તું માને છે તેવું નથી. રમતમાં ભાગીદાર એક પુરુષ જ હતો. પણ તેને સંપૂર્ણ દોષ કેવી રીતે દઈ શકાય ? મને પણ આ રમતમાં જોડાવું ગમ્યું હતું.

પ્રેમા ચોંકી ગઈ, તેને સખીની વાત અકળ લાગી.

‘પ્રેમા મારી કાચી ઉંમર, ઘરનું વાતાવરણ ખૂબ જ રૂઢિચુસ્ત છોકરાની સાથે વાતચીત કરવાની કલ્પના જ ન થઈ શકે. અરે, છોકરાની જાતનો પડછાયો પણ આપણાં પર પડવો ન જોઈએ. આ બંધનોએ સ્પ્રીંગના જેવું કામ કર્યુ. સ્કુલનાં વાતાવરણમાં હું પૂરેપૂરી સ્વતંત્રતા માણવા લાગી. મારા આઝાદ વિચારો સખીઓ સમક્ષ બેધડક વ્યક્ત કરવા લાગી. ઘરની ચાર દીવાલોમાં હું ગુગળામણ અનુભવતી પરંતુ બહારના વાતાવરણમાં મુક્ત પંખી બની જતી.’

પ્રેમા શાંત થઈને સાંભળી રહી હતી. સાથે સાથે રસોઈનું કામ પણ યંત્રવત ચાલતું હતું.

‘પ્રેમા હું ગર્લ્સ સ્કુલમાં ભણતી હતી ત્યારે આવો જ રિવાજ હતો. જો ગર્લ્સ સ્કૂલની સુવિધા ન હોય તો છોકરીઓ માટે ભણતર અભ્યાસ ટૂંકાવી દેવાતો. સ્કૂલ જતી વખતે હું વધારા ટાપટીપ કરતી ત્યારે પણ મા ટોકતી રસ્તા પર નીકળતી ત્યારે લોકોની નજર સતત પીઠો કર્યા કરતી તને નવાઈ લાગશે પણ આવાં વાતાવરણમાં હું પ્રેમમાં પડી,પૂરી સભાનતાથી પડી, એ કદાચ વિજાતીય આકર્ષણ જ હશે. પરંતુ તું ત્યારે તો મેં મારી જાતને ગળા ડૂબ પ્રેમમાં ડૂબેલી અનુભવી.’

વિશાખાએ બે પળ થોભીને વાત આગળ ચલાવી, ‘પ્રેમા, માતા કાયમ તેમની પુત્રી માટે ગૌરવ અનુભવતી, લોકોને આ વાત યાદ કરાવ્યાં કરતી. મારી વિશાખા તો નીચી નજરે જાય અને નીચી નજરે આવે એ તેનું ધ્રુવ વાક્ય હતું. હું ખૂબ રૂપાળી હતી, એથી એ ખુશ હતી પરંતુ મારી ચિંતા પણ એટલી જ કરતી. ક્યારેક કહેતી, બસ આ મેટ્રીક પાસ થાય એટલે પરણાવી દઈએ.’ પછી સંજયની તો શી ચિંતા? ‘પ્રેમા મેં એ ભોળી માતાના વિશ્વાસનો છેહ દીધો, હિમાલય જેવડાં વિશ્વાસને છિન્ન ભિન્ન કરી નાખ્યો. પ્રેમા, એ પુરુષનું નામ બ્રિજમોહન, અમારા ગણિત ટીચર હતા. અમે છોકરીઓ ભાડમાં તેમને ‘સર’ કહેતા તે ગણિત વિષયમાં ખૂબ જ પારંગત હતાં. આમ તો આ વિષય રસિક ગણાય નહિં, તેમ છતાં પણ બ્રિજ સર ગણિતને ખૂબ જ રસમય બનાવીને શીખવતાં તેમની પદ્ધતિ સરસ હતી, વર્ગમાં વાચાળ બની જતાં જ્યારે વર્ગ બહાર સાવ મૌન ધારણ કરતાં,અંતર્મુખ ગણી શકાય. સાવ એકાકી હતા. દૂરના પ્રદેશમાંથી અહીં છેક નવા નગરમાં આવ્યાં હતાં. શહેરમાં પણ કોઈ સાથે સંબંધો હોવાનું જણાતું નહોતું. સ્ટાફના શિક્ષકો સાથે પણ ધનિષ્ટ સંબંધો નહોતા. બસ એક વાત નિર્વિવૌદ હતી. તેઓ અમારાં વર્તુળોમાં ખૂબ લોકપ્રિય હતાં!

‘પ્રેમા એ સમયે હું સુંદર લાગતી હતી. આ બાબતમાં અન્ય છોકરીઓ મારી ઈર્ષા પણ કરતી હતી. એમાં વળી પાછી હું અભ્યાસમાં પણ ચીવટવાળી હતી. અભ્યાસ કરવામાં ક્યારેક જમવાનું પણ ભૂલી જતી. પરિણામો પણ તેજસ્વી લઈ આવતી. મારાં વિચારો પણ એવા જ જલગ હતાં સમાજમાં પ્રવર્તતા દૂષણો પર આ મુક્ત પણે મારાં વિચારો જણાવતી. સ્કૂલના વર્તુળોમાં મારાં અનેક ઉપનામો વહેતા થઈ ગયા હતા. કોઈ મને રાણી વિકટોરિયા કહેતા તો કોઈ વળી ઝાંસીની રાણીની ઉપમા આપતાં. એ સમયે મને આ ગમતું મારી ખ્યાતિ પર મને છૂપો આનંદ થતો.’

‘એકવાર ગણિતનો વિષય ચાલતો હતો. ખૂદ બ્રિજ સરે મને પેલા ઉપનામે સંબોધીને ઊભીકરી, ‘બોલો, ઝાંસીની રાણી’ આ દાખલો કેવી રીતે મેળવશો?’

આખા વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. મને પણ થોજડો ક્ષોભ થયો, પરંતુ એ લાગણી બે ક્ષણ માટે જ રહી. ચહેરાને ભારેખમ રાખીને હું સડસડાટ બ્લેકબોર્ડ પાસે પહોંચી ગઈ, ચોકસ્ટીક હાથમાં પકડ્યો. એ દરમ્યાન જ દાખલાના ઉકેલ માટે વિચારી લીધું થોડો અટપટો જરૂર હતો, પરંતુ બુદ્ધિનો ઉપયોગ કરતાં ઉકેલ સાવ રમતમાં આવી જતો હતો. બસ મેં એ રમત કરી અને બે ત્રણ સ્ટેપમાં દાખલાનો ઉકેલ મેળવી આપ્યો. ઊંચી નજર કરી તો આખો વર્ગ સ્તબ્ધ હતો અને બ્રિજ રસના ચહેરા પર પ્રસન્નતા હતી. તેઓ નજીક આવ્યા, મારી પીઠ થાબડીને મને નવાજી બોલી ઉઠયાં

‘વાહ, વિશાખા તારી હોશિયારીથી આનંદ થયો! અને પછી મારી પ્રશંસા કરતું નાનકડું ભાષણ પણ ઝીકી દીધું !

‘પ્રેમા આ પ્રથમ સ્પર્શ હતો. એક પુરુષનો મારી પીઠ પરનો સરનો સ્પર્શ મારાં આખા દેહમાં ઝણઝણાટી જન્માવતોગયો. મેં ઊંચી નજડર કરી તો માલૂમ પડ્યું કે સૌના મુખ પર હાસ્ય હતું લુચ્ચું હાસ્ય કોઈ શિક્ષક છાત્રાનો શરીર સ્પર્શ કરે એ કાં નાની સૂની ઘટના ન હતી, ખાસ કરીને આજથી પંદર વર્ષ પહેલાના ગ્રામ્ય સમાજમાં મને પણ ક્ષોભ થતો હતો. ઉપર ઉપરથી હું સ્વસ્થ રહી શકી. એ મારાં મનોબળના કારણે જ, બાકી મારી સખીઓના મનમાં શું રમી રહ્યું હતું. તેનો મને પૂરો અંદાઝ પછી મળ્યો. રીશેસ સમયે મારી સખીઓ મને ધેરી વળી.

‘વિશાખા તું તો છૂપી રુસ્તમ નીકળી!’ કોઈ બોલ્યું.

‘અરે તારાં પર તો સરના ચાર હાથ છે.’

‘ચાર તો ઠીક પણ એક હાથ તો છે જ! ટીખળ થયું અને હાસ્યનું મોજૂ ફરી વળ્યું.

‘હે, અલી કેવો લાગ્યો સરનો હસ્ત સ્પર્શ એક છોકરી એ સીધે સીધું પૂછી માર્યુ.‘‘જાતજાતની મજાકો થવાં લાગી. વિશાખા જોઈ શકી કે ખરેખર તો તેઓ ઈર્ષાની મારી બોલી રહી હતી. મને પણ શરમ આવવાં લાગી, પરંતુ હિંમતનું મહોરું ચહેરા પર પહેરી રાખ્યુ.’’

હવે પછી તમે સરને દાખલો ગણી આપજો અને શાબાસી મેળવજો મેં સણસણતો જવાબ વાળ્યો.

‘અરે, અમને પૂછે તો ને ?’ શબ્દો સાથે ફરી હાસ્ય ફેલાયું.

‘સાચું કહેજો તમારાં મનમાં ઈર્ષા છે કે બીજું કાંઈક!’ મેં સંભળાવ્યું ત્યાં તો સ્કૂલનો બેલ વાગ્યો. આ પ્રસંગ પછી હું થોડી સાવધ થઈ. અલબત્ત રાત્રે પથારીમાં પડ્યાં પડ્યાં હું બ્રિજસરના જ વિચારો કરતી રહી.

બીજા જ દિવસે આ વાત આખી સ્કૂલમાં છાના ખૂણે ચર્ચાવા લાગી વાત છેક બ્રિજ સર સુધી પહોંચશે એ મને ખ્યાલ નહોતો. આવી કોઈ વાતનું આયુષ્ય ટૂંકુ જ હોય છે. એમ હું માનતી.

બ્રિજ સરે મને બોલાવી, એ દિવસની ઘટના વિશે વિગતથી વાત કરી જે થયું

એ સાવ સહજ રીતે થયું હતું એને તેમના મનમાં કાંઈ મલિન ખ્યાલ નહોતો. એવી તેમણે ક્ષોભપૂર્વક સ્પષ્ટતા કરી.

મેં પણ સ્પષ્ટતા કરી કે મારાં મનમાં એ વિશે કશા અજૂગતા વિચારો નથી. ખુશ થઈને શાબાસી આપવી એમાં કર્યા કશું ખોટું હતું હું સડસડાટ બોલી ગઈ.

મારાં જવાબથી તેમણે રાહતનો દમ ખેંચ્યો હોય તેમ મને લાગ્યુ.

‘ગણિત સારુ ફાવે છે, છતાં પણ મુશ્કેલી પડે તો જરૂર મને મળજે હું તને પૂરેપૂરા ગુણ કેમ મેળવવા તેની રીત શીખવીશ.’તેમણે કહ્યું.

મને સરનો સ્પર્શ હજુ પણ અનુભવાતો હતો. એ પછી મેં શિરસ્તો જ કહી નાખ્યો હતો કે સરને જરૂર મળવું. અલબત્ત એકાદ સખીની હાજરીમાં સરની મદદથી ગણિતના વિષયમાં મારી પ્રવીણતા વધી ગઈ. અર્ધ વાર્ષિક પરીક્ષામાં પૂરે પૂરો સો એ સો ગુણ મને મળ્યાં. મારું મન આકાશમાં વિહાર કરવાં લાગ્યુ. સ્કૂલમાં મારી કીર્તિ ઊંચાઈ પર પહોંચી ગઈ. બ્રિજ સર માટે મારો અહોભાવ બેવડાઈ ગયો. હું જે કાં હતી.

તે તેમના માર્ગદર્શન થકી જ હતી. હવે અવારનવાર મને બ્રિજ સરના વિચારો આવવાં લાગ્યાં એ ઉંમર જ એવી હતી જ્યારે કોઈ વિજાતીય પાત્ર પર ધેલાં બનવા વિચારો આવે શરીરનાં પરિવર્તનોની સાથો સાથ મન પણ નવીન દિશાઓમાં દોડવા માંડે, ખુરને પ્રેમા?’

પ્રેમા રસપૂર્વક સાંભળતી હતી. તેને બ્રિજની ભૂમિકાનો ખ્યાલ આવી ગયો.

‘બસ આ પુરુષે જ... ! લોહીનો એક ટશીયો પ્રેમાનાં ચહેરા પર ઊપસી આવ્યો.

‘પ્રેમા પછી એક બીજી ઘટના બની. શાળાની ભીંતો પર મારા તથા બ્રિજ સરના નામો એક સાથે લખાવા લાગ્યાં, સાથે કોઈ ચિત્ર કે સાંકેતિક શબ્દો લખવાં લાગ્યાં.

આનો અર્થ તો તને સમજાય છેને, પ્રેમા ! કોઈક તત્ત્વો મારી પાછળ પડી ગયાં હતાં.

શાળામાં દૂસપૂસ થવાં લાગી. મને પારાવાર દુઃખ થયું કે મરાુ નામ નાહક વગોવવામાં આવી રહ્યું હતું. એપણ ભીતિ હતી કે એ વાત જો મા-બાપ સુધી પહોંચશે તો પછી ઘણું ખતરનાક પરિણામ આવી શકે એ ચોક્કસ હતું સહનસીબે બીજે દિવસે આવાં લખાણો પર ચૂનાનો કૂચડો ફરી વળ્યો હતો. મને ખૂબ રોષ જન્મ્યો. એપછી મેં હોશિયારીપૂર્વક વર્ળવાનું નક્કી કર્યુ. કુતેહ-પૂર્વક શાંતિ પકડી લીધી. મારા રોષને મનમાં જ દબાવી દીધો. પ્રેમા મને એ સમયે આવું ડહાપણ કોણે સુઝાડ્યુ ંહશે?

આ મારાં પ્રથમ પ્રત્યાઘાતો હતાં. મારી તથા બ્રિજમોહનના સરની વાતો છાની છાની થતી હતી, મારાં તરફ છોકરીઓ તથા કેટલાક શિક્ષકો પણ જુદી નજરે જોતાં હતાં. પ્રેમા, તને નવાઈ લાગશે પરંતુ એ વાત મને ગમવા લાગી. હું ખુદ જ મારી નોટબુકમાં બ્રિજ સર અને મારું નામ પડખે પડખે લખવા માંડી એ ક્રિયામાં આનંદ મળવા લાગ્યો. બ્રિજ સરની હું પ્રશંસક તો હતી જ, પણ હવે દિશા બદલાવા લાગી હતી.

બ્રિજ મને ગમવાં લાગ્યાં હતાં. અસરીમાં જોતી ત્યારે ક્યારેક બ્રિજની આકૃતિ મારી બાજુમાં હોય તેવી કલ્પના પણ કરી બેસતી હતી. ધીમે ધીમે બ્રિજ સરે મારાં મગજનો કબજો લઈ લીધો હતો. બ્રિજ સાથે લગ્ન કરી લેવાંના વિચારો પણ આવતાં હતાં પરીક્ષા માથે ગાજતી હતી અને હું સતત આવાં ઘેલાં સપનાઓ જોત ીહતી.’

‘બ્રિજનું ઘર સાવ નજીક નહોતું, પરંતુ સ્કૂલે જવાના રસ્તામાં જ હતું. શાળાએ જતા-આવતા હવે મને બ્રિજનું સ્મરણ થયાં કરતું સરનું ઘર આવતાં મને સરની મુલાકાત લેવાની ઈચ્થા સળવતી ઉઠતી.’

‘અરે, આ તો સામે ચાલીને ફસાઈ ‘પ્રેમા વિચારતી હતી, અને હજુ પણ તંત મૂકતી નથી, સાવ મુરખ છોકરી!’

પ્રેમાનું મન વાંચી ગઈ હોઈ તેમ વિશાખા બોલી ‘પ્રેમા તને કોઈ સાહસ કરતા કોઈએ એવી લાગણી થતી. એક સાંજે બ્રિજે ગામ બહારના મંદિરમાં મૂર્તિની સાક્ષીએ મને પત્ની બનાવવાનું વચન આપ્યું. બ્રિજના સાનિધ્ય સિવાઈ મને કશું જ ગમતું ન હોતું. પુસ્તકો તો માત્ર હાથમાં પકડવા માટે હતાં.’

વિશાખાનો અવાજ થોડો ભારે થયો.

‘અને પ્રેમા એક દિવસ ભાવ ભૂલી જવાયું. બ્રિજ સર સાતે હું તણાઈ, નવી અનુભૂતિમાં તરબોળ થઈ ગઈ. એકદમ નવી નકોર અનુબૂતિ, આનંદ અને સાહસની પરિસીમા, હું કસું પામી હોય તેમ લાગ્યુ... પછી તો...!

વિશાકા અટકી ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ.

‘વિશુ હવે મારે નથી સાંભળવું. આ તો વિજાતીય આકર્ષણની ઘટના છે. તારે આમ દુઃખી થવાની જરૂર નથી.’ પ્રેમા બોલી ઊઠી.

‘પ્રેમા થોડી વાત સાંભળી. બે-એક દિવસે મને ફાળ પડી. દિવસોની ગણતરી ફરીથી કરી કશી ગડ ન બેઠી. તુરત જ બ્રિજના ઘરે પહોંચી તેઓ નહોતા. ગોપીને પણ પૂરી જાણકારી નહોતી. સ્કૂલમાંથી જાણકારી મળી કે તેઓ ઓચિંતા જ દેશમાં ગયાં હતાં. કોઈ બિમાર હોવાનો તાર આવ્યો હતો. હવે બ્રિજને મળવાનું સાવ અનિશ્ચિત બની ગયું. મારો ભય પણ સાચો જ હતો. મને પેલા સ્વર્ગીય આનંદની યાદ આવતી હતી. મારી મતિ મુંઝાઈ ગઈ. એ સમયે આપઘાત કરવાના વિચાર પણ આવી ગયો, પણ એ માટે પણ હિંમત જોઈએ ને ? આ વાત કાંઈ માથી છુપી રહે ? માના ગુસ્સાનો પરિચય એ દિવસે થઈ ગયો. પિતાજી હૃદયરોગના દરદી હતા. એથી વાત ત્યાં સુધી ન પહોંચી. માએ વિગત જાણવા લાખ ઉપાય કર્યા. પણ ેક હરફ પણ ન ઉચ્ચાર્યો. ઘરમાંથી બહાર જઈ શકાય તેમ નહોતું. માનો ચોકી પહેરો લાગી ગયો હતો. એણે શું શું ન કર્યું, મારી પાસે ? એ ખુદ રડી પડતી. ક્યારેક મને મારતી ગાળો દેતી, ક્યારેક મને પંપાળતી, પટાવતી સમજાવી, પણ હું કાળમીંઢ પથ્થર બનીને બેસી ગઈ. મેં મારાં આંસુને આંખોમાંથી બહાર ન આણ્યાં, ન મારા હોઠોમાંથી શબ્દોને. ખૂબ જ ખરાબ સમય હતો.

માનું દુઃખ મારાથી જોવાતું નહોતું. પ્રેમાને વિશાખાની વેદના સમજાતી હતી, આ માત્ર પ્રણય ભંગનો કિસ્સો નહોતો.

‘વિશાખા નાદાન હતી, પરંતુ પેલો શિક્ષક તો કાંઈ નાદા નહોતો જ !’ પ્રેમાના ચહેરાનો રંગ બદલાઈ ગયો.

‘પ્રેમા-હવે અંતિમ પ્રકરણનો તને ખ્યાલ આવી જ ગયો હશે. છતાં જણાવી દઉ અતીતના પાના ખોલ્યાં છે તો પૂરેપૂરી કથા કહી જ દઉં - એક દિવસે બ્રિજ આવ્યાંના સમાચાર મળ્યાં. માની મનાઈ હતી છતાં પણ છટકીને બ્રિજ પાસે પહોંચી ગઈ. એ પણ

ખૂબ જ નિસ્તેજ હતાં... ચહેરા પર થાક હતો મેં રડતાં રડતાં મારી કથની કહી સંભળાવી - વાત સાંભળીને તેઓ ગંભીર થઈ ગયાં. મને તેમણે આશ્વાસન અને હિંમત આપ્યા.

મામાની માંદગીના કારણે તેમને વતન જવું પડ્યું હતું. પ્રેમા, આવી વિકટ સ્થિતિમાં પણ મને બ્રિજ પર અવિશ્વાસ ન આવ્યો. તેણે તુરત જ મારી સાથે લગ્ન કરી લેવાની યોજના કરી તેમની સાથે નવાનગર છોડીને નાશી જવા હું તૈયાર છું કે નહિ એ બાબતની પૃચ્છા કરી. મેં તૈયારી બતાવી. અરે, હું તો એ ઘડીએ જ ભાગી જવા તૈયાર હતી. હું ખુશ થતી - થતી ઘરે પાછી ફરી. હવે તો સંદેશો-બ્રિજ જ મોકલશે - એ નક્કી થયું. મારું મન ફરી નાચવાં લાગ્યું. નવું જીવન હવે હાથ વેંતમાં જ લાગ્યું.’

વિશાખાએ વાત આગળ ચલાવી પણ પ્રેમા-એ બધા મૃગજળ હતાં - છલના હતી એ કાયર અચાનક છટકી ગયો. ગોપી સાથે ચિઠ્ઠી મોકલાવી હતી. એ ચિઠ્ઠી મને પહોંચે એ પહેલા મા પાસે પહોંચી ગઈ. પછી તો બાપુને પણ જાણ થઈ ગઈ. ધીરે ધીરે સ્કૂલ અને ગામમાં પણ ગણગણ થવા લાગી. એક રાતે કાળી રાતે અમે નવાનગર છોડી દીધું - કાયમને માટે એક કુંવારી છોકરીની બદનામીનો ભાર લઈને કયાં મા-બાપ જીવી શકે ? ભાઈને તો કશું જણાવ્યું જ નહોતું. અજાણ્યા સ્થળે-મારા પાપનો પણ ઉપાય થયો. પ્રેમા - મારી એ સમયથી સ્થિતિ તો તું કલ્પી શકશે. માનસિક વેદના તો હતી જ, એમાં શારીરિક વેદના પણ ભળી હતી. હું કાયાથી હતી તેવી થઈ ગઈ, પણ મારી વાચા ઠગાઈ ગઈ. ચહેરાનું નૂર ઊઠી ગયું. પેલાં બ્રિજ પરનો રોષ ભભૂકવાં લાગ્યો. તેની કાયરતા-મને સંતાપવા લાગી. મને મારી જાત પર પણ ગુસ્સો આવતો હતો. આ સંતાપમાં જ બાપુ ચાલ્યા ગયાં અને થોડાં સમય પછી માએ પણ એ જ રસ્તે ચાલી નીકળી. પુત્રીને કલંક-કથા તેઓ સહી શકે તેમ નહોતાં. મૃત્યુ સમયે પણ તેમને શાંતિની લાગણી ક્યાંથી હોય ? બસ પછી સંજયભાઈની છાયામાં આવી મારી ભૂલોથી તે સાવ અજાણ જ રહ્યા છે. બસ-એ પછી મેં દિશા બદલી અધૂરી યાત્રા ગૌરવપૂર્વક જીવવાનો મક્કમ નિર્ણય કર્યો.

‘પેલો કાયર ભૂલાતો નથી. દરેક પુરુષમાં મને બ્રિજ દેખાય છે અને હું છળી મરું છું. મારો અતીત ફરી ઝબકી ઊઠે છે. મારાં ઈન્કાર પાછળનું પણ આ જ રહસ્ય છે.

હવે તો નક્કી જ કર્યું છે કે જે પુરુષ-મને મારાં સ્ખલન સાથે સ્વીકારે એ જ મારો પુરુષ કોઈ નહિ મળે તો આમને આમ જીવન વીતાવીશ.’

વિશાખાએ પૂરું કર્યું. થોડી ક્ષણો ઘેરું મૌન છવાઈ રહ્યું. પ્રેમા-વિશાખાને ભેટી પડી-પ્રેમાની આંખોમાં આંસુ હતાં જ્યારે વિશાખાના ચહેરા પર ન સમજાય તેવી શાંતિ હતી.

ત્યાં ડોરબેલ વાગી બંને સખીઓ સ્વસ્થ બની ગઈ. જય જ આવ્યો હશે - એની બંનેને ખાત્રી હતી અને હતો પણ એ જ.

રાત્રે વિશાખા અને પ્રેમા એક જ પલંગમાં સૂતાં હતાં. પ્રેમા સખીના ભીતરને પામી શકી હતી. વિશાખા જેવાં અનુભવો તો અનેક સ્ત્રીઓના જીવનમાં બનતાં હતાં.

અનેક સ્ત્રીઓ આ વેદનામાં હિજરાતી હશે, હચડાતી હશે, વિશાખાએ દુર્ઘટના સહી અને એમાંથી બહાર આવી અને ન પણ આવી. આઘાતમાંથી બહાર આવીને જ તેણે આટલો અભ્યાસ કર્યો અને અનુસ્નાતક બની. વેદના સહી હોય એનાં ઉઝરડાં તો હોય જ, અને એ હતા જ. વેદનાએ તેને ઘેલી બનાવી હતી. નહિ તો તે આવી જીદ લઈને બેસે ખરી ? કયો પુરુષ આવાં અતીતવાળી સ્ત્રીને પત્ની બનાવવાં રાજી થવાનો હતો ? પ્રેમા વિચારી રહી હતી.

બંને વિશાખાના બેડ-રૂમમાં સૂતાં હતાં. જયની વ્યવસ્થા સંજય-સુનંદાના બેડરૂમમાં કરી હતી.

‘વિશાખા, જાગે છે કે ?’ પ્રેમા સખીની નજીક સરી...

‘હા, પ્રેમા, ઊંઘ વેરણ બની છે...’ વિશાખા હસીને બોલી.

‘વિશુ, એક વાત પૂછું ?’ તેણે વિનંતી ભર્યા સ્વરે કહ્યું.

વિશાખા જાણતી હતી કે પ્રેમા શું પૂછવા માગતી હતી.

તેણે હકાર વાળ્યો.

‘તારે તારી વાત જયને કહેવી જ છે ને ?’

‘હા-પ્રેમા... મારું મન એમ કહે છે.’ વિશાખા કરગરતી હોય તેવાં અવાજે બોલી, તે જાણતી હતી કે તે પ્યારી પ્રેમાનું મન દુભાવી રહી હતી.

‘તારી-એ વાતો તારાં વતી હું જયને કહું તો ન ચાલે !’ થોડી ક્ષણો મૌન પથરાયું.

વિશાખા માટે આ વાત નવી હતી. તેણે ક્યારેય આવું વિચાર્યું જ નહોતું, વિશાખાને લાગ્યું કે આ વાતમાં ના પાડવાથી પ્રેમાનું મન ભાંગી પડશે. પોતાને સુખી કરવાં ઈચ્છતી સખીને હવે નારાજ કરવી એ યોગ્ય નહોતું.

‘ભલે પ્રેમા તું કહેજે... પરંતુ મારી હાજરીમાં હવે તો તું મારી કથા જાણે જ છે.

કાલે રાત્રે આપણે ત્રણેય બેસીશું તું વાત કહેજે... હું આંખો મીંચીને બેસી રહીશ તારી ભૂલ હશે તો સુધારીશ, હકીકત દોષ હશે તો જ. નહિ તો મૌન રહીશ પણ પ્રેમાએ પહેલાં એ તો નક્કી થવાં દે એ શા માટે આવ્યો છે. હજુ પણ તેનાં દિલમાં મારા માટે જગ્યા છે... એ પછી જ...!

‘એ બધું તું મારા પર છોડી દે વિશુ ! પ્રેમાએ નિરાંતનો અનુભવ થયો, તેને આખરે એક દિશા મળી હતી - માર્ગે આગળ વધી શકાય. ગુંચને ઉકેલી શકાય. પ્રેમાને ખાત્રી હતી કે જયને વિશાખામાં રસ હતો, પ્રયત્ન કરવામાં શો બાધ હતો ? કદાચ સફળતા મળે પણ ખરી, અભિમન્યુનો એક કોઠો તો પાર થઈ ચૂક્યો હતો.

પ્રેમાની ધારણા સાચી હતી. બીજા ખંડમાં જય પણ આવા વિચારો કરતો હતો. તેને વિશાખા ગમી ગઈ હતી. આવી જ સાદી અને આડંબરરહિત સ્ત્રીને તે ઝંખતો હતો. તેના રૂપમાં રહેલી શીતળતા અને સૌમ્યતા ગમતાં હતાં. એ કારમ નથી તો તે પુનઃ આવ્યો હતો. આ મુલાકાતથી તેનાં વિચારોને પૃષ્ટિ મળી હતી. પાત્રની તેને ઝંખના હતી એ બોજ વિશાખામાં પૂરી હતી. આ બીજા પ્રયત્નમાં તે નિષ્ફળ જવાં માગતો નહોતો.

અત્યારે તેને પ્રેમાના વિચારો આવતા હતાં ! વિશાખાની સખીઓમાંથી જરૂર મદદગાર બની શકે તેનો ઉપયોગ કર્યો હોય તો સરળતા રહે !

વિશાખા સુધી પહોંચવા માટે પહેલા પ્રેમા સુધી પહોંચવું એવો નિર્ણય કરીને જય ઘસઘસાટ ઊંઘી ગયો. જયની એ આદત હતી કોઈ પણ અજાણી જગ્યાએ તે આરામથી નિદ્રાધિન થઈ શકતો.

સવારે જય જરા વહેલો જાગી ગયો. અંધકારમાં ઉજાસની આછી આછી ટશરૂ ફૂંટતી હતી, રાત્રિની નિસ્તબ્ધતા ધીમે ધીમે ઓગળતી હતી. તે ઊભો થયો, તેને લાગ્યું કે આ સમય વેડફી નાખવા જેવો નહોતો. વિશાખા તથા પ્રેમાનો બેડરૂમ બંધ હતો. જય પ્રાતઃ કર્યોમાં પરોવાયો, અજાણી જગ્યાએ પણ ખાસ મુશ્કેલી પડી નહીં. તે સ્નાન કરવાં જતો હતો ત્યાં જ પ્રેમા આવી પહોંચી, તે ગાઉનમાં હતી, આંખોમાં ઉજાગરાનો ભાર હતો. જયને જોઈને તેણે લજ્જા અનુભવી. આવી રીતે પણ તે કોઈ પુરુષ સામે ઊભી રહી નહોતી. અચાનક તેને લાગ્યું કે જય સાથે વાત કરવાં માટે આ જ સમય યોગ્ય હતો.

‘સુપ્રભાતમ્‌ - જય’ તે મીઠું હસી.

‘સુપ્રભાતમ્‌ - પ્રેમા લાગે છે કે તમે બંને સખીઓએ રાત્રે ખૂબ ખૂબ વાતો કરી હતી...!’ જય રોકાઈ ગયો.

‘જય-બે સખીઓ મળે પછી વાતો તો ચાલે જ ને... અમે સ્ત્રીઓ હૃદયનાં બારણા ખોલી નાખીએ પ્રેમા બોલી. ‘તો - પ્રેમા, હવે તમે જરૂર જાણતા હશો કે વિશાખા શા માટે મારો અસ્વીકાર કરે છે ? મને લાગે છે કે તેનો ઈન્કાર હૃદયપૂર્વક તો નથી જ. હોઠો ના પાડે છે, હૃદય હા પાડે છે ! જયે જ પહેલ કરી.

‘હા, એમ જ છે જય. મને તેણે રાત્રે દિલ ખોલને વાત કરી તે તમને પસંદ કરે છે, પરંતુ એ થોડી ઘેલી છે. ઘેલી જ કહું ને, બીજું શું નામ આપવું ? નહિ તો આવાં કારણસર કોઈ ના ન પાડે. જય સાવ સીધી વાત છે. કોઈપણ છોકરી પંદર-સોળની મુગ્ધ વયે કોઈ વિજાતીય આકર્ષણમાં આવી જાય એ સહજ ઘટના ગણાય જય, એ વય જ એવી હોય છે કે કોઈ ભ્રમર વૃત્તિ વાળો પુરુષ-ભોળપણનો ગેરલાભ ઉઠાવે બસ આવી જ એક અતીતની ઘટનાથી વિશાખા પરેશાન થાય છે અને સાચા અર્થમાં આપણને પરેશાન કરે છે !

જય પ્રેમાની વાત સાંભળતો હતો. પ્રેમા શક્ય એટલી દક્ષતાથી હળવી લાગે તેવી રીતે વાત કહી રહી હતી. આ પરીક્ષાની ઘડી હતી. જયના ચહેરાના ભાવો નીરખી શકાય તેટલી નજીક હતી.

‘જય આવી ઘટના તો સમાજમાં બન્યાં કરે છે, અને એ મુરખી આખી પુરુષ જાતને દુશ્મન ગણીને પોતાની જાતને આકરી સજા કરી રહી છે. આવાં આઘાતો તો જિંદગીમાં આવ્યાં જ કરતાં હોય છે, ખરું ને જય !’ પ્રેમા ભાવવશ બીજાને બોલી.

થોડો વિચાર કરીને જય બોલ્યો, ‘ખોટી હેરાન-પરેશાન થાય છે તમારી સખી - આમાં તેનો શો દોષ ? સજા પેલાંને થવી જોઈએ. વિશાખાએ આ ખ્યાલોમાંથી બહાર આવવું જોઈએ. પ્રેમા હું તેને સ્વીકારવા તૈયાર છું !

જયે હૈયું ઠાલવી દીધું. પ્રેમાનું મન આનંદથી ઝુમી ઊઠ્યું. તેણે આ શબ્દો સાંભળવાની આશા નહોતી રાખી તેણે જાતને સંયમમાં રાખી.

‘જય - તમે તમારો નિર્ણય કર્યો. વિશાખાની હાજરીમાં આ આખી વાત હું તમને જણાવીશ. તમે સાવ અજાણ્યા બનીને ઘટના સાંભળજો. પેલીનાં મનને શાંતિ થશે અને બંનેનું કાર્ય સિદ્ધ થશે બરાબરને જય ?’

જયે હકારમાં જવાબ આપ્યો. તે વિચારતો હતો પ્રેમાએ વિશાખાના અતીત કડી-એ પર વિચારતો હતો.

‘ખરેખર નિખાલસ છોકરી ગણાય, નહિ તો આવી વાતો તો છુપાવાની હોય છે.’ જયની નજરમાં વિશાખાનું સ્થાન મજબૂત થતું જતું હતું. આ સમયમાં આવી પ્રમાણિકતાની અપેક્ષા રાખવી લગબગ અશક્ય વાત હતી.

જયના જીવનમાં પણ એક સમયે ચૌલા આવી જ હતી ને ? જયની પાછળ ઘેલી થયેલી, એક પળ પણ તેનાથી વિખુટી પડતી નહિ, પડછાયાની માફક જ પરંતુ તેમ છતાં પણ એ અચાનક ચાલી ગઈ, જયના ભોળા હૃદય પર ઊઝરડા પાડીને.

જયનો એ પ્રથમ પ્રેમ હ તો, ચૌલા માટે પણ કદાચ એમ જ હશે, જયે માન્યું કે ચૌલાનો પ્રેમ પામીને એ બધું જ પામી ચૂક્યો હતો, પરંતુ સત્યા સામે આવ્યું ત્યારે તે તદ્દન ભાંગી ગયો હતો ખૂબ જ લાગી આવ્યું હતું ત્યારે જયને. મુંબઈમાં સાવ એકાકી હતો. હજુ અભ્યાસ માંડ પૂરો થયો હ તો. જીવનમાં સ્થિર થવાનો પ્રયત્ન ચાલુ હતો.

ચૌલા અચાનક જ આવી, સુગંધની લ્હેરખીને માફક અને બસ, એમ જ ચાલી ગઈ, આઘાતો અનેક ઝીલ્યાં હશે - જયે, પરંતુ આ અનુભવ કારમો હતો.

તેનું મન વિશાખા પર ઠર્યું હતું, આટલા વર્ષોના લાંબા અંતરાળ પછી તેના મનમાં પુઃન લાગણીના અંકુર ફૂટ્યાં હતાં.

પ્રેમાની વાતે-તેની મક્કમતા વધુ દૃઢ બની હતી.

આવી વાત એ મને જણાવે તો પણ શો વાંધો હતો ! જય વિચારતો હતો, એથી જ તેણે પ્રેમાને હકારમાં પ્રત્યુત્તર વાળ્યો હતો.

વિશાખા મોડી ઊઠી, જય તથા પ્રેમા ચા-નાસ્તાને ન્યાય આપતાં હતાં.

‘સોરી જય, સોરી પ્રેમા આટલું મોડું તો ક્યારેય ઊઠી નથી !

વિશાખાનાં ચહેરા પર શરમની લાલી છવાઈ ગઈ. તે ઝટપટ તૈયાર થઈ ગઈ. જયની નજરમાં કેવું બેદૂક લાગે ? એ વિચાર તેને પજવતો હતો.

તે ઝટપટ તૈયાર થઈને પ્રેમા તથા જય સાથે સામેલ થઈ ગઈ. સદ્ય સ્નાતા વિશાખાની મૂર્તિ પરથી જય દૃષ્ટિ હટાવી શક્યો નહિ - એ પ્રેમાએ નોંધ્યું, વિશાખા, ખરેખર સરસ લાગતી હતી. રૂપની સાથે સૌમ્યતા ભળી હતી. હા, રઘવાટ અને લજ્જા પણ સાથોસાથ હતા.

‘પ્રેમા, તારે મને જગાડવી હતી ને ?’ તે ચીડમાં બોલી. ‘કોઈનો નિંદ્રા-ભંગ કરવો એ તો પાપ જ ગણાય ! પ્રેમા હસીને બોલી, જય હસી પડ્યો.

‘જા, જા, મોટી પાપ વાળી...’ વિશાખા પણ હસી પડી, તેનો રોષ ઓગળી ગયો.

વિશાખાનાં છૂટા વાળમાંથી જલ બિન્દુઓ હજુ ટપકતાં હતાં. તન અને વસ્ત્રોમાં પણ હજુ ભીનાશ અનુભવાતી હતી.

વિશાખા-તમે બંને હવે પરાયાં તો ન જ ગણાઓ એ રીતે હું પણ પરાયો ક્યાંથી ગણાઉં ? સિવાય કે તમે મને ગણતા હો ! જય બોલી ઊઠ્યો. ‘જય-તમે પરાયા તો નથી જ આપણે આ બીજી વખત મળ્યા છીએ. છતાં પણ યજમાનનું આચરણ એવું તો ન હોવું જોઈએ કે મહેમાનને અજુગતું લાગે...! વિશાખાએ સ્પષ્ટતા કરી.

‘વિશાખા-મને કસું અજુગતું નથી લાગ્યું. તમે બંને સખીઓ મારો પુષ્કળ ખ્યાલ રાખો છો - તમે તો જાણો જ છો કે હું સાવ એકાકી છું, ભાઈનું કુટુંબ છેક કલકત્તા છે, આ કારણસર મને બધી જ રીતે જીવન જીવવાની આદત પડી ગઈ છે. એમાં ઊલટું હું વિચારું છું કે મારાં કારણે તમને કસી અગવડતા તો નહિ પડતી હોય ને ?’ જયનો સવિસ્તાર જવાબ વિશાખાએ શાંતિથી સાંભળ્યો. તે બોલી ઊઠી ! ના, જય અમને કશી અગવડતા નથી, તમે મારા માનવંતા અતિથિ છો - હવે આવા કશાં વિચારો મનમાં ન લાવશો. તમારા કાર્યો શાંતિથી પતાવજો !

‘વિશાખા-જયનું કામ તો લગભગ પતી ગયું છે. ખરું ને જય ?’

પ્રેમાએ મોકો ઝડપી લીધો.

વિશાખા મુંઝવણમાં પડી ગઈ તેનાં ગૌર કપોલ પર એક-બે સળ પડી ગયાં.

જુઓ જય-મારે તમને એક વાર્તા કહેવી છે, વિશાખા તું પણ સાંભળજે આજે લંચ આપણે બહાર લઈશું.’ પ્રેમા તરત જ મૂળ વાત પર આવી ગઈ. વિશાખા જરા ચમકી, તેને સખીની રમત સમજાઈ. પ્રેમા વિશાખાની ઈચ્છાની પૂર્તિ કરી રહી હતી. પ્રત્યાઘાત જાણવા તેણે જય સામું જોયું. જય સાવ શાંત બેઠો હતો. પ્રેમા આટલી ત્વરાથી મૂળ વાત પર આવી જશે તેમ તેણે નહોતું માન્યું. તેણે સાવ સહજ રીતે કહ્યું ! ‘પ્રેમા, તમારી વાત મને મંજૂર છે, પરંતુ એક શરતે...!’

પ્રેમાએ જય સામે જોયું.

‘એક શરતે લંચ મારાં તરફથી...’

મંજૂર...!’ પ્રેમા બોલી ઊઠી.

વિશાખા અને પ્રેમાએ એકબીજા સાથે નજર મેળવી લીધી.

જરૂરી વાતો સંકેતથી થઈ ગી.

વિશાખાનાં ધબકારાં વધી ગયાં - પ્રેમા માટે આ પરીક્ષા જ હતી. વિશાખાની વાત તેણે કુશળતાપૂર્વક રજૂ કરવાની હતી. જેમાં સખીને સંતોષ તાય, અને જયને પણ સક્ષ્ય બને. પ્રેમા કશું કહે એ પહેલાં જ વિશાખા બોલી ઊઠી ! જય - આ મારી જ વાત છે. મારો અતીતના સ્ખલનની વાત છે, તમે શાંતિથી સાંભળજો એ પછી - જો તમે મને જીવન-સાથીની ભૂમિકા માટે યોગ્ય સમજશો તો એ મારું સુભાગ્ય સમજીશ નહિ તો એક વાર્તા સમજીને એ ભૂલી જજો. મને માઠું લાગવાનો સવાલ જ નથી - આટલી મારી પ્રાર્થના છે, પ્રેમા મારી પ્રિય છે, આત્મિય છે તેની ચિંતા અને લાગણી હું સમજું છું પણ મારી વાતમાં હું અટલ છું અને રહીશ ! ‘વિશાખા - તમારી વાત મને મંજૂર છે, પ્રેમા-તમે શરૂ કરો !’

જયે શાંતિથી કહ્યું અને પછી એક નજર પ્રેમા પર દોડાવી. આખો ખંડ પૂર્વ તરફના ઉજાસથી તરબોળ હતો, એ તરફની બંને બારીઓનાં પડદા કક્ષી હવામાં લહેરાતાં હતાં. બે ક્ષણની બોજીલ શાંતિનો ભંગ, પ્રેમાએ નાટકીય રીતે કર્યો.

‘જ્યારે આ છોકરી મુગ્ધાવસ્થામાં પ્રથમ ચરણ મૂકતી હતી ત્યારે તે એક છલનાનો ભોગ બની. એ ઘટનાના પરિણામો હજુ પણ વિશાખાનાં સમગ્ર અસ્તિત્વ પર પ્રભાવ પાડી રહ્યાં છે, તેનાં જીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યાં છે.’

આટલું બોલીને પ્રેમાએ વિશાખા સામે જોયું, એ આંખો પર પાંપણ ઢબૂરીને શાંત ભાવે - પ્રેમાને સાંભળી રહી હતી. એ પછી પ્રેમા એ આખી દુર્ઘટનાનો ટૂંકો ચિતાર શબ્દોમાં રજૂ કર્યો. ગામના નામ, વ્યક્તિના નામ એવાં વિશેષ નામ તેણે સિફ્તપૂર્વક ટાળ્યાં હતાં.

‘જય વિશેષ નામોનો ઉલ્લેખ હવે મહત્ત્વનો નથી. મુખ્ય ઘટના જ મહત્ત્વની છે.’ એમ કહી એણે આખી વાત વર્ણવી. જય શાંતિ ચિત્તે સાંભળી રહ્યો હતો. તેના મન પર અનેક પ્રત્યાઘાતો પડતાં હતાં. ક્યારેક તેને આ છોકરી ભોળી લાગતી હતી, ક્યારેક ભીરૂ એકંદરે તેને વિશાખાની કમનશીબી પર સહાનુભૂતિ જન્મતી હતી. તેણે માની હતી એ કરતાં કાંઈક વિશેષ વાત હતી. પેલા નરાધમ પુરુષે આ છોકરીની લાગણી સાતે ગંદી રમત કરી, લાચાર સ્થિતિમાં મૂકી હતી. એ વાત નિશ્ચિત થઈ ગઈ હતી. પછી એક ઘટના ચલચિત્રની માફક ઉપસતી હતી. વિશાખાના ચહેરા પર સાવ શાંત ભાવો રમતા હતા, હજુ ગઈ કાલે જ તેણે પહેલી જ વખત પ્રેમા પાસે અતીતનો ભાર હળવો કર્યો હતો. એ સમયે તેણે ખૂબ જ વેદના અનુભવી હતી. પરંતુ અત્યારે સાવ વિપરીત સ્થિતિ હતી. લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ સુધી આ કથા ચાલી. બસ, જય આ છે નાદાન છોકરીની કથા એ દુર્ઘટનાની જાણ મને પણ ગઈ કાલે જ થઈ ગઈ. કાલ સુધી તો એ એકલી જ આ વ્યથાનો ભાર વેંઢારી રહી હતી. જય એણે કશું જ છુપાવ્યું નથી અલબત્ત તે એમ કરી શકે તેમ હતી...’

પ્રેમા બોલતી બંધ થઈ. તરત જ વિશાખા ત્વરાથી દોડીને બીજા ખંડમાં ચાલી ગઈ. જયના ચહેરાનું અવલોકન કરતાં પ્રેમા ડરી ગઈ. તેને લાગ્યું કે આ તો ભારોભાર મૂર્ખતા જ હતી. કયો પુરુષ આવાં અતીતવાળી છોકરીનો સ્વીકાર કરવાનો હતો ?

ત્યાં જ જયનો ધીમો સ્વર સંભળાયો.

‘પ્રેમા, વિશાખાને બોલાવો મને તેનો અતીત સ્વીકાર્ય છે. આવી ભૂલો તો એ ઉંમરે થાય છે, અને ક્ષમ્ય પણ છે. એક લંપટ પુરુષે આપેલી સજા શું એણે આખી જિંદગી સુધી ભોગવવી ?’

પ્રેમ એક પળ માટે સાવ મૂઢ બની ગઈ, તેને પ ોતાની શ્રવણેન્દ્રીય પર વિશ્વાસ ન રહ્યો. બીજી જ ક્ષણે તે અંદર દોડી ગઈ સખીને બોલાવવાં.

વિશાખા આવી તેની આંખોમાં આંસુ હતાં, તે આવીને જય કશું સમજે એ પહેલાં તેનાં ચરણોમાં ઢગલો થઈને પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ‘અરે,

ઘેલી આ તો હસવાનો અવસર છે’, જયે હસીને તેને ઊભી કરી. પ્રેમાની આંખો છલકાઈ ગઈ.

કબૂતરીની માફક અતીતથી ફફડતી વિશાખાએ ત્વરીત નિર્ણય લીધો. એ તથા જય પરણી ગયાં. પ્રેમાને આનંદ પણ થયો અને દુઃખ પણ. તેની પ્રિય સખીને જિંદગીનાં નવા રાહ પર દોરી જવામાં તે સફળ બની હતી અને એ પણ વિષમ સંજોગો વચ્ચે સંજય અને સુનંદા બંનેએ પ્રેમા પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જયે પણ નજરથી પ્રેમાનો આભાર માની લીધેલો. પ્રેમાને આનંદ તો થયો જ હતો. સાદાઈથી થયેલાં સખીનાં લગ્નમાં તે વિશાખાની સાથેને સાથે રહેલી - પડછાયાની માફક જ. વિદાયની વેળાએ પ્રેમા વિશાખાને વળગીને રડી પડી. હૃદયની લાગણીઓને સંતાડીને ઢાંકી ઢબૂરીને કેટલો સમય રાખી શકાય ? સુનંદાને લાગ્યું કે પ્રેમા કવેળાએ લાગણીનું પ્રદર્શન કરી રહી હતી, પરંતુ આ તો સ્વાભાવિક અભિવ્યક્તિ હતી, વિશાખા પણ રડી પડી હતી.

કાલુપુર રેલ્વે સ્ટેશન પરનાં પ્લેટફોર્મ પરનું આ દૃશ્ય કેટલાકને હસાવતું હતું.

તો કેટલાકને ભાવુક પણ બનાવતું હતું. વિશાખાની એક અલાયદી દુનિયા હતી. પ્રેમા સાથે, કદાચ પ્રેમાનાં સહારે એ જીવી રહી હતી અને પ્રેમા પણ વિશાખાનાં સહારે જ હતી ને ? વિશાખાને તો એક નવી દિશા મળી હતી, પણ પ્રેમા તો નિરાધાર બની ગઈ હતી.

જયના ભાભી દુર્ગા ભાભીએ પ્રેમાને સંભાળી લીધી. સુનંદા પણ મદદમાં આવી. ‘‘અરે, પગલી તારા માટે પણ બીજો જય શોધી કાઢીશું’’ સુનંદાએ કહ્યુ.ં

‘‘એક ટિકિટ વધારાની છે જ, આવવું છે પ્રેમાબેન ?’’ જયે પણ ઉમેર્યું.

પ્રેમા શાંત પડી. છેક ટ્રેન ઉપડી ત્યાં સુધી તે શાંત જ રહી. વિશાખા સખીને આશ્વાસન આપતી રહી. જય પણ બંનેને સંભાળતો રહ્યો.

‘‘સુનંદાબેન વિશાખાની ચિંતા રાખશો નહિ. મારી નાનીબેન માનીને કાળજી રાખીશ, વળી જય તો લાખોમાં એક છે...’’ દુર્ગાએ પ્રસંગોચિત વાક્યો ઉચ્ચાર્યા.

ટ્રેન ઉપડી ત્યાં સુધી આવું ગમગીનીનું વાતાવરણ જળવાયું, પાછા ફરતાં ત્રણેયનાં ચહેરા પર ગ્લાનિ પથરાયેલી હતી. ટ્રેનમાં જઈ રહેલી ત્રણે વ્યક્તિઓની પણ એજ હાલત હતી.

‘‘પ્રેમા અમને ભૂલી જતી નહિ, આવતી રહેજે વિશાખાની ખોટ તારે જ પૂરી કરવાની છે.’’ સુનંદાએ વિદાય લેતી પ્રેમાને કહ્યું. આ શબ્દોમાં સચ્ચાઈ હતી, અતિરેક કે ઔપચારિકતા નહોતાં એ પ્રેમા વાંચી શકી.

‘હા, પ્રેમાબેન સંકોચ ન રાખશો. પૂર્વવત આવતા રહેશો,’’ સંજયે પણ ઉમેર્યું.

ચોક્કસ આવીશ, વિશાખાની ખોટ મને પણ પડી છે. પ્રેમા સાચેસાચ વિષાદમાં ડૂબી ગઈ.

વિશાખાની પણ એવી જ સ્થિતિ હતી. પ્રેમા અને જય બંનેનાં વિચારો સંતાકૂકડી રમતાં હતાં.

જય અને દુર્ગા વાતો કરતાં હતાં એ મૌન હતી ફર્સ્ટ ક્લાસનાં નાનકડા કમ્પાર્ટમેન્ટમાં ગ્લાનિ અને હર્ષની લાગણીઓ ઉભરતી હતી.

જયનાં મોટાભાઈને તે ‘બડે ભૈયા’ કહેતો હતો. તેઓ અત્યારે કલકત્તા હતા.

જર્નાલીસ્ટોને તો સ્થિર રહેવાનું હોય જ ક્યાંથી ? આજ મુંબઈ, ને કાલ કલકત્તા તો ત્રીજે દિવસે દિલ્હી. દુર્ગા પણ પતિનાં આવાં જીવનથી ટેવાઈ ગઈ હતી. દીકરીઓ પૂર્વા અને દક્ષિણામાં પૂર્વા તો પિતાનાં વ્યવસાયની વ્યસ્તતા અને અનિયમિતતાથી માહિતગાર બની ગઈ હતી, જ્યારે દક્ષિણા કાયમ ફરિયાદો કર્યા કરતી, રોષે ભરાયા કરતી.

પિતાની ખોટ બંને દીકરીઓ દુર્ગા પાસે સરભર કરતી હતી.

જયનાં અચાનક નક્કી કરેલાં લગ્નમાં માત્ર દુર્ગા જ આવી શકી હતી. ‘બડે ભૈયા’ ને તો એ સમયે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ‘કવરેજ’ લેવાં કલકત્તા જવું પડ્યું હતું. બંને દીકરીઓને જયનાં મિત્ર-દંપતીને સોંપીને દુર્ગા અમદાવાદ આવી હતી. જયની ઈચ્છા હોવા છતાં તેનાં અંગત વર્તુળમાંથી ભાભી સિવાય કોઈ હાજર રહી શક્યાં નહિ.

લગ્ન કર્યા પછી દુર્ગાને પગે લાગીને એ અક્ષરશઃ રડી પડ્યો હતો.

‘‘જય આવાં શુભ પ્રસંગે આંસુ ન લવાય, વિશાખા અને તું બંને સુખી થાઓ, તમારા ભાઈની હાજરી હોત તો સૌને ગમત પણ એમનાં રોકાણો કોઈ બદલી ન શકે.

એમના સ્વભાવથી તમે ક્યાં અજાણ છો ?

‘હવે વિશાખા પણ ટેવાઈ જશે. દક્ષિણા હજુ ખોટું લગાડીને બેસે છે. ઘણાં દિવસે આવે ત્યારે એ મોં ચડાવીને બેસે અને તમારા ‘બડે ભૈયા’ એને મહામુશીબતે મનાવી શકે.’

ટ્રેન સરતી જતી હતી. વિશાખાનાં મનમાંથી પ્રેમા, સુનંદા, સંજય અને અમદાવાદ ભૂંસાતા જતાં હતાં. હવે બોલકી દુર્ગાનાં વિચારો આવતાં હતાં. સામેની બર્થ પર બેઠાં બેઠાં સ્મિત કરતાં જયનાં વિચારો આવતાં હતાં. પૂર્વા, દક્ષિણા, બડેભૈયાએ ન જોયેલાં પાત્રોનાં વિચારો આવતાં હતાં. દરેક સ્ત્રીનાં જીવનમાં આ તબક્કો તો આવે જ છે. જ્યારે તેણે અજાણ્યાં પાત્રોને પોતીકાં બનાવવાં પડે છે. જય અને દુર્ગા જે રીતે ‘બડેભૈયા’નો ઉલ્લેખ કરતાં હતાં. એથી વિશાખાને એ પાત્ર વિશે વિચારો આવતાં હતાં. કેવાં હશે જયનાં બડેભૈયા જેની વાતથી દુર્ગા ભાવવિભોર બની જતી હતી ? પતિની વાતોથી પત્ની તો સરેરાશ પત્નીઓ તો સંમોહિત તો હોય જ. એ વિશાખાનું અવલોકન હતું. સુનંદા સહિત અનેક પરિણીતાઓને તેણે મુગ્ધ પણે પતિની વાતો કરતાં સાંભળી હતી. હવે એ પોતે જયની વાતો કેવી રીતે કરશે ? એ વિચારે વિશાખા મનોમન શરમાતી હતી. અરે હજુ તો પૂરો પરિચય પણ ક્યાં પામી છે ? વિશાખા વિચારતી હતી, અને પૂરો પરિચય તો ક્યાં કોઈનો પામી શકાય છે. લગભગ પૂરી જિંદગી સાથે રહેવાં છતાં પણ ? સપાટીનું નિરીક્ષણ કરવાથી કાંઈ ફળની આંતરિક અવસ્થાનું સાચું જ્ઞાન થોડાં મળવાનાં હતાં ? ના, પણ મારે જ તેને અંધારામાં નહોતો રાખવો. મારાં આવાં ડાઘ ભરેલાં ભૂતકાળ સાથે જયે મારો સ્વીકાર કર્યો એ જ તેમની મહાનતા છે. તેમનું ઔદાર્ય છે. આ ગુણો સામે બીજું બધું નગણ્ય જ ગણાય. ‘વિશાખા-થાકી નથી ?’ દુર્ગાએ નજીક આવીને વિશાખા પર વ્હાલથી હાથ ફેરવ્યો.

‘‘ભાભી આમાં થાક શાનો ?’’ વિશાખાએ હસીને જવાબ વાળ્યો.

‘જયને પણ એવું જ છે. એ ક્યારેય થાકતાં નથી. કાયમ હસતાં ને હસતાં તારાં ‘બડેભૈયા’ સાવ ગંભીર, ભાગ્યે જ હસે એ તો દક્ષિણા અને પૂર્વા જ એમને હસાવે - બોલાવે - કામની અસર તેમના સ્વભાવ પર પૂરેપૂરી. એકલા પડે ત્યારે કોઈ ઊંડા વિચારોમાં પડી જાય.’ દુર્ગા ફરી પતિની વાતોમાં ખોવાઈ ગઈ.

દુર્ગા ‘ટોયલેટ’ પ્રતિ ગઈ અને એ દરમ્યાન જયે તેની રસિકતાનો પરિચય વિશાખાને કરાવી દીધો. ‘લુચ્ચા છો તમે !’ વિશાખાના ચહેરા પર આનંદ અને લજ્જાની રેખાઓ રમતી હતી. ‘ભાભી આવશે.’

જય મંદ મંદ હસતો હતો.

‘ભાભી હમણાં નહિ આવે. તેમના હૈયે પણ તેમનાં દિયરનું હિત વસ્યું હોય ને ?’

‘આખી જિંદગી પડી છે, જય તમારી જ છું’ વિશાખાનાં ગાલ પર લાલીનાં સળ પડતાં હતાં. આંખોમાં એક તોફાનની ચમક હતી.

દુર્ગાની સ્લીપરનો અવાજ આવ્યો અને બંને ડાહ્યા-ડમરા થઈને પૂર્વવત દેખાવાની કોશિષ કરવાં લાગ્યાં.

જોકે આ પ્રથમ અનુભવ તો નહોતો જ, હા, કમનશીબે વિશાખા માટે આ પ્રથમ અનુભવ તો નહોતો, તેને બ્રિજ યાદ આવી ગયો. હર્ષ આસ્વાદતા વિશાખાનાં તન - મનમાં એક ધ્રુજારી આવી ગઈ.

દીર્ઘ સમય પછીનો પુરુષનો સ્પર્શ હતો, સામીપ્ય હતું. વિશાખાનું તન-મન તરબત્તર થઈ ગયાં હતાં. ચોરી લીધેલી ચંદ મિનિટોનો રોમાંચ હતો.

દુર્ગાની અનુભવી આંખોએ આ તોફાન પારખી લીધું, ‘હું થોડી વહેલી આવી, ખરુંને જય !’

જય તારાં બડેભૈયા પણ આવાં જ હતાં, શાંત પાણી તો ઊંડા જ હોવાના દુર્ગાએ ફરી પતિને યાદ કર્યા. જય અને વિશાખાએ એકબીજા સાથે નજર મેળવી લીધી.

રાત ઢળવાની શરૂઆત થઈ એટલે જયને કમને ઉપરની બર્થ પર જવું પડ્યું. વિશાખા અને દુર્ગાએ નીચેની બે બર્થ પર લંબાવ્યું. વિશાખાએ શાલ ઓઢીને આંખો મિંચી દીધી, પરંતુ મન પર પાંપણ મિંચી શકી નહિ.

મનુષ્યનું મનની ચંચળતા સર્વ વિદીત છે, જે ભૂલવા મથીએ એની જ યાદ કેડો મૂકતી નથી. નહિ તો હવે બ્રિજને યાદ કરવાની હવે શી જરૂર હતી ! નવાં મંગળ રાહ પર વિશાખા પ્રયાણ કરી રહી હતી અને તેને બ્રિજની યાદ આવતી હતી. જય સાથે પ્રથમ સ્પર્શ સામીપ્ય માણતી હતી અને તેને અતીતનાં સ્પર્શો સામીપ્યો અને સંબંધો સતાવતા હતા. આંખોનાં પરદા પર તેને જયનો ચહેરો દેખાવો જોઈએ જ્યારે બ્રિજની આછી છબિ ઉપસતી હતી. વિશાખાને જાત પર ધૃણા વરસી.

‘અરે, હું તે કેવી સ્ત્રી છું ? મારાં જયને હૃદયમાં પણ સાચવી શકતી નથી. તે પણ અત્યારે ઉપરની બર્થ પર ચડીને મારાં જ વિચારો કરતાં હશે, ને...!? જોને મોકો મળ્યો ને કેવી ભીંજવી દીધી ! મારે અન્ય વિચારો હડસેલી દેવાં જોઈએ. મનમાં માત્ર જય-જય અને જય જ...!

‘જયનાં મનમાં-વિશાખા-વિશાખાનું રટણ હશે. એ કાંઈ સૂતાં નહિ હોય.’

વિશાખા પુનઃ જયની યાદોમાં ખોવાઈ ગઈ, છેક આંખો મિંચાઈ ત્યાં સુધી.

દુર્ગાએ તેને ઢંઢોળી ત્યારે ટ્રેન છેક વિરાર વટાવી ચૂકી હતી. હવામાં એક લહેર હતી, નવી ગંધ હતી. વાતાવરણના કણે કણમાં મહાનગરનો વિંટળાઈ વળેલો દરિયો ઘુમરાતો હતો. મહાનગર વાસીઓનાં દેહોમાં પ્રસ્વેદને ભળવાની હજુ વાર હતી. ગુલાબી ભીનાશમાં પણ રમતિયાળ ઉષ્મા હતી.

‘વિશાખા, ઊભી થા - મુંબઈ આવી ગયું, દુર્ગાએ તેને ઢંઢોળી આજુબાજુનાં મુસાફરો - સ્વસ્થતાથી સમેટેલાં હતાં તેઓના ંચહેરા પર વિસ્મય નહોતું, તાલાવેલી નહોતી, એક પરિચીત, સ્વજન જેવાં નગરમાં ભળી જવાની સાહજિકતા હતી. વિશાખા પણ ત્વરાથી આ મહાપ્રવાહમાં જોડાઈ તેની બાઘાઈ દુર્ગાને હસાવતી હતી. જયને પણ અજીબ અનુભૂતિ કરાવી હતી. જય તેનાં ચોળાયેલાં સૌંદર્યને છાની નજરે માણી રહ્યાં હતાં. દુર્ગાની સહાયથી વિશાખા તૈયાર થઈ. જય તો તૈયાર જ હતો. એક પછી એક પરાનાં સ્ટેશનો પસાર થઈ રહ્યાં હતાં. બોરીવલી આવવાની તૈયારી હતી.

‘કદાચ તમારા બડેભૈયા આવ્યા પણ હોય તેમને ખ્યાલ જ છે કે આપણે આ ટ્રેનમાં આવવાનાં છીએ. પ ૂર્વા-દક્ષિણા પણ જાણતાં જ હશે તેમને પણ કાકીને જોવાની હોશ હોય જ ને - વિશાખા આ પહેલીવાર જ તેમને એકલા મૂક્યાં. પૂજા બરાબર ધ્યાન રાખે તેવી છે એટલે નહિ તો આવું સાહસ ન જ કરાય. વિશાખા પૂજા મારી પાડોશણ છે, ખૂબ સારી છે - નાની બહેન જેવી - દિલ્હીની છે - તેને ભરોસે જ બંનેને મૂકીને આવી છું. તારાં બડેભૈયાનું તો કશું ઠેકામું જ ન મળે...!

દુર્ગાએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. એ પતિનું રટણ એવી રીતે કરતી હતી કે વિશાખાને થયું કે જાણે પહેલી વાર પરણીને આવતી ન હોય ! આટલાં વર્ષનાં લગ્નજીવન પછી પણ દુર્ગા એટલી મુગ્ધતાથી પતિને યાદ કરતી હતી. કોણ હશે એ પુરુષ જેણે દુર્ગાને આટલી વિવશ બનાવી હશે ?’

વિશાખાનું વિચાર તંત્ર જયનાં ‘બડેભૈયા’ની દિશામાં ફંટાયું ત્રુટક ત્રુટક વાતોમાંથી એ ‘બડેભૈયા’ની છબી કંડારવાં લાગી. ‘ગંભીર, ઓછા બોલા જર્નાલીસ્ટ અને પાછા કુટુંબ પરસ્ત સૌ સભ્યો માટે માનનીય અને દુર્ગા માટે પ્રિય પતિ, બે પુત્રીના વત્સલ પિતા અને એમ છતાં પણ નાના ભાઈ જેવાં સ્વજનનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કરતાં પણ ફરજને વધુ અગત્યતા આપતાં... !

આ બધાનુ મિશ્રણ કરતા વિશાખા સમક્ષ એક આદર્શ વ્યક્તિની આકૃતિ ઉપસી આવી.

‘બસ, જયનાં ‘બડેભૈયા’ આવા જ હોવા જોઈએ. વિશાખા વિચારતી હતી.

‘અરે હવે તો મળવાનું જ છે. મારી કલ્પના શક્તિની પરીક્ષા થઈ જશે.’

થોડી મિનિટો પછી ટ્રેનની ગતિ થંભી, વિશાખાએ મહાનગરની ધરતી પર પ્રથમવાર પગ મૂક્યો. નવી ધરા હતી, નવાં માનવીઓ હતાં. નવી હવા હતી, હા, કોલાહલમાં કશી પરિચિતતા હતી. અમદાવાદની ભૂમિ પર તેણે એવો જ કોલાહલ માણેલો પરંતુ અહીં ગતિ હતી.

ચાલતાં ચાલતાં જયે તેનો હાથ પકડ્યો સ્હેજ દાબ્યો અને વિશાખા હસી પડી.

બધી આશંકાઓ પળમાં ઓગળી ગઈ આટ-આટલી અપરિચિતતાઓ વચ્ચે આ જય તો પરિચિત હતો જ અરે, આ વ્યક્તિનાં વિશ્વાસે તો એ નવજીવનની કેડી પર ડગલાં ભરી રહી હતી અને હજુ આખી મંઝિલ પાર કરવાની હતી.

‘દુર્ગા પણ સારા સ્વભાવની હતી, પ્રેમાળ હતી સુનંદાભાભીની ખોટ પૂરી પાડે તેવી હતી. બલ્કે સુનંદા કરતાં દુર્ગા વધુ નિખાલસ હતી.’

સૌને સત્કારવા પૂર્વા-દક્ષિણા પૂજા અને મદન સ્ટેશન પર આવેલાં વિશાખા નવાં ચહેરાઓને જોઈ રહી. પૂર્વા, દક્ષિણા મમ્મીને ભેટી પડ્યાં. ત્રણ-ચાર દિવસોનાં અંતરાય પછી દીકરીઓ ‘મમ્મી’ને મળી રહી હતી. મદન જયનો મિત્ર. જયને ભેટી પડ્યો. આનંદને વ્યક્ત કરવામાં કોઈએ સંકોચ અનુભવ્યો નહિ, પૂજા હસીને એકલી ઉભેલી વિશાખા પાસે આવી ચારે આંખો હસી પડી. ‘હું પૂજા છું.’ પૂજાએ પોતાની ઓળખ આપી તેનાં શબ્દોની લઢણમાં બિન ગુજરાતી હોવાનો એહસાસ થતો હતો. દુર્ગાબેનની પડોશી છું અને હવે તો તમારી સખી પણ છું !

આવકારનું વર્તુળ તરત જ વિસ્તર્યું. દક્ષિણા અને પૂર્વા પણ અપરિચિત વિશાખાને મળ્યાં. દુર્ગા મોટેથી બોલી ઊઠી. ‘જય તમારા બડેભૈયા ન જ આવ્યાં. ટેક્ષીઓ કાંદીવલીનાં ‘ચારકોપ’ વિસ્તાર તરફ રવાના થઈ ત્યારે આનંદની હેલી વરસી રહી હતી. ઘરે આવ્યા પછી પૂર્વા અને દક્ષિણા એ નવા કાકીનો કબજો લઈ લીધો. વિશાખાને પણ બંને મીઠડીઓ ગમી ગઈ.

વાતાવરણમાં ગજબની શાંતિ હતી. આ વિસ્તાર કતારબંધ બહુમાળી આવાસોનું જંગલ હતું. જ્યાં તમારી નજર પહોંચે ત્યાં માત્ર ઊંચા ઊંચા મકાનોની હાર હતી. આ ધરતી પર એક વખત દરિયો હિલાળા લેતો હતો. થોડે દૂર દરિયો જ હતો, જેનાં ઘૂઘવાટાકર્ણપટ પર અથડાતાં હતાં. સૂર્ય-પ્રકાશ આ વિસ્તારને ચકચકિત અને ઉષ્માભર્યો રાખતો હતો.

જયનો ફ્લેટ-મહાનગરનાં પરિમાણમાં વિશાળ હતો. બે બેડરૂમ એક ડ્રોઈંગરૂમ- કિચન બે બાલ્કનીઓ એક ઉચ્ચ-મધ્યમ વર્ગીય કુટુંબ માટે તો આ વૈભવ જ ગણાય. મદન અને પૂજાનો ફ્લેટ પણ આ બિલ્ડિંગમાં હતો, પણ એક મજલાની વધુ ઉંચાઈ પર મદન બિઝનેશ પાર્ટનગર હતો. જયનો બંનેને સગા ભાઈ જેવું બનતું. પૂજા પણ દુર્ગાની નાનીબેન બનીને રહેતી હતી. આ માહોલમાં વિશાખાનો ઉમેરો થતો હતો.

‘અરે, પૂર્વા-દક્ષિણા હવે કાકીને આરામ કરવા દો જરા જપવા દો... વિશાખા આ બંને તો તને મૂકશે જ નહીં. કેવી આનંદમાં આવી ગઈ છે ? કાકી લાવવાની કેટલી હોંશ હતી ? જય પણ ક્યાં કોઈને હા પાડતાં હતાં ! તારુ નશીબ, આ ઘરમાં હોય પછી બીજા કોઈનો વારો ક્યાંથી આવે ?’

દુર્ગા, સ્વભાવ પ્રમાણે લાંબુ લચક બોલતી હતી, હવે તો વિશાખાને પણ ખ્યાલ આવી ગયો હતો.

‘ચાલો, વિશાખાકાકી આખુ ઘર દેખાડી દઉં,’ પૂર્વાના આગ્રહ સામે વિશાખા ના ન પાડી શકી, કોઈનાં આનંદને તોડવો શા માટે ? વિશાખા માનતી હતી.

અને આ તો નાની-મીઠડી, દીકરીઓ હતી. ભાભીનાં સંતાનો-જયનાં ભાઈનાં સંતાનો, પોતાના જ ગણાય ને ?

વિશાખાનાં હૃદયમાં વાત્સલ્યનું ઝરણું વહેવા લાગ્યું.

‘પરણી છું તો, મારે પણ આ પૂર્વા જેવાં...’

વિશાખા મનોમન શરમાણી.

‘અરે-હમણાં તો ન જોઈએ, આમ મુક્ત રહીને જીંદગી માણવી જ સારી - હા પછી તો આ ‘સ્ટેજ’ આવવાંનો જ છે ને ? હા, પણ જય શું વિચારતો હશે ? એ કદાચ જુદું વિચારતો હોય તો ! ના ના તેનાં વિચાર તે જણાવશે જ... કદાચ આજે જ આજ રાત્રે જ...!’

આ વિચાર આવતાં જ વિશાખા-શરમની મારી લાલચોળ થઈ ગઈ. આખા શરીરમાં એક અવનવી ધ્રુજારી ફરી વળી.

પૂર્વા સાથે તે ફ્લેટમાં ફરવાં લાગી. ‘જુઓ આ જયકાકાનો રૂમ અને હવે તો વિશાખાકાકી તમારો પણ રૂમ -’

પૂર્વાના શબ્દોમાં નિર્દોષતા હતી, પરંતુ હવે વિશાખાના મનમાં તો તોફાન હતું. તેણે જયનાં રૂમનું નિરીક્ષણ કર્યું. ધરાઈ-ધરાઈને કેટલીક ગોઠવણી ગમી. કેટલાક પરિવર્તનો - વિચારી રાખ્યાં. આજની આવનારી ઘડી માટે કેટલીક કલ્પનાઓ કંડારી પણ રાખી.

બીજો ખંડ દુર્ગાભાભીનો હતો. ત્યાં પણ એક ખૂણામાં ડબલ-બેડ હતો. ટીપોય હતી, ફૂલદાની હતી. પણ ખાલી હતી. પાસેનાં ટેબલ પર વ્યવસ્થિત કાગળોનાં થપ્પાઓ પડ્યાં હતાં. ટપાલનો ઢગલો પડ્યો હતો.

દિવાલ પરના ફોટા જોઈને વિશાખા ચમકી. સ્વામી વિવેકાનંદની છબી-ભીંત પર ટીંગાડી હતી, એ છબી વિશાખાને પરિચીત લાગી, ક્યાં જોઈ હતી, આ છબી ? વિશાખા કંપી ગઈ, ‘હા, બ્રિજમોહન સરનાં ઘરે આજ છબી તેણે જોઈ હતી... છબીઓ એક સરકી હોઈ શકે - એ વાત સાચી, પણ આ છબીની ફ્રેમમાં એક નિશાની હતી, ફ્રેમનો એક ખૂણો તૂટેલો હતો. બ્રિજમોહન સરને ત્યાં જોયેલી જ આ છબી હતી !

વિશાખાનાં શરીરમાં-ભયનું લખલખું ફરી વળ્યું.

તો પછી બ્રિજમોહન ‘સર’ જ જયનાં...!

વિશાખાએ ખુરશીનું હેન્ડલ પકડી લીધું. માથું ધમ-ધમ થવા લાગ્યું. ‘અરે, હું તો પહોંચી પહોંચીને ક્યાં પહોંચી ?’ તે મોટેથી બોલી ઊઠી, ‘મારું નશીબ તો કેવું ?’

‘પૂર્વા મને તારી ચોપડીઓ બતાવને.’ વિશાખા થોડી સ્વસ્થ થઈ.

બંને ત્વરાથી દુર્ગાનાં ખંડની બહાર નીકળી ગયાં. પૂર્વા હોંશે હોંશે તેનાં પાઠ્ય પુસ્તકોનો થોકડો લઈ આવી, ‘જુઓ કાકી આ ઈંગ્લીશ-આ મરાઠી... આ વિશાખા ઝડપતી એક પાઠ્યપુસ્તક ખોલ્યું, પ્રથમ પાના પર નામ લખેલું હતું, ‘પૂર્વા બ્રિજમોહનરાય !’ અક્ષરોનાં મરોડ પણ વિશાખા ઓળખી ગઈ.

‘કોણે... પપ્પાએ લખી આપ્યું છે ?’ તેણે પૂર્વાને પૂછ્યું.

‘હા, કાકી દર વર્ષે પપ્પા જ લખી આપે છે, કેવાં સરસ અક્ષર છે પપ્પાનાં,’ પૂર્વા અહોભાવથી બોલી, વિશાખાને હવે કોઈ પણ શંકા ન રહી.

તેનું માથું ભમવા લાગ્યું, ‘અરેરે, મારું કમનશીબ...! બોલતી તે ફરસ પર ઢળી પડી.

વિશાખા ઘેનમાંથી જાગી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. તે તેનાં બેડરૂમનાં ડબલબેડમાં સૂતી હતી. એક ક્ષણ તો તેને લાગ્યું કે તે અમદાવાદના ઘરમાં સૂતી છે, આંખો ખોલી તો દુર્ગા સામે ખુરશી પર બેઠી હતી, કાંઈક વાંચી રહી હતી, દક્ષિણાવિશા ખા પાસે બેસીને સ્કૂલનું લેશન કરી રહી હતી.

‘મમ્મી-વિશાખા કાકી જાગ્યાં, દક્ષિણાનું ધ્યાન ખેંચાયું અને તે તરત હર્ષભેર બોલી ઊઠી.

દુર્ગા ઊભી થઈને વિશાખા પાસે આવી. ‘કેમ છે તને ?’ દુર્ગાએ મમતાભર્યા સ્વરે પૂછ્યું,

‘સારું છે ભાભી’ વિશાખા બેઠી થઈ, વસ્ત્રો જરા વ્યવસ્થિત કર્યા. ‘ક્યારેય આવું થતું હતું !’

‘ના, ભાભી ક્યારેય નહિ. આ પહેલી વાર જ -’

સૂઈ જ રહે વિશાખા - તને કશું જ નથી, માત્ર થાક લાગ્યો છે. ડૉક્ટર ગોપાણીકાકા પણ એમ જ કહેતાં હતાં !

‘ભાભી શું ડૉક્ટર...’

‘વિશાખા- થયું એ જ એવું તું પડી ગઈ. ભાન ગુમાવી બેઠી. જય તો ગભરાઈ ગયો - સાચું પૂછો તો હું પણ મુંઝાઈ ગઈ તારાં બડેભૈયા પણ નહિ-પૂજા તરત જ ડૉક્ટર કાકાને બોલાવી લાવી નજીક જ છે બહુ ભલા છે, તેમણે પણ થાકની વાત કરી. અરે, દોડાદોડી કેટલી થઈ ?’

‘અમદાવાદ-બોરીવલી અહીંથી ત્યાં, થાકી જ જવાય ને ! ડૉક્ટરે કહ્યું પછી જ જયને શાંતિ થઈ, એ સૂતો છે પેલા રૂમમાં.’

‘ભાભી-તમને બહુ પરેશાન કર્યાં,’ વિશાખાને તો આ કશી ખબર જ નહોતી તે સાચોસાચ ભાન ગુમાવી બેઠી હતી, કારણ તો તે સારી રીતે જાણતી હતી, એ કોઈને કહેવાય એવું ક્યાં હતું ? ફરી વિશાખાનાં ચહેરા પર ગમગીની ઊભરાઈ ગઈ.

‘અરે, પગલી આમાં આટલી દુઃખી શા માટે થાય છે ?’

‘અમે સૌ હવે ક્યાં પરાયાં છીએ ? હવે તું સ્વસ્થ થઈ જાય. આવાં વિચારો ન કર.’

‘કાકી, અમારાં ટીચર કહેતાં હતાં કે હંમેશા સારા વિચારો કરવાં જોઈએ.’

દક્ષિણાએ વાતમાં ભાગ લીધો તેની વાત પર ખુશ થઈને વિશાખાએ તેને વ્હાલથી નજીક ખેંચી અને હૈયા સરસી દબાવી દીધી ‘વાહ મારાં દક્ષિણાબેન - તારી વાત સાચી. હું એ પ્રમાણે જ કરીશ !’

‘નાની છે પણ ડહાપણનો દરિયો છે.’ દુર્ગા હસી પડી. વિશાખા પણ હસી પડી.

‘મારે એક વિનંતી કરવાની છે.’ વિશાખાએ દર્ગાને કહ્યું અને તે ચમકી.

‘હવે હું તમને ‘ભાભી’ નહિ કહું. દીદી કહીશ.’ વિશાખા લાડભર્યા સ્વરે બોલી.

‘ઓહ એમ વાત છે - ભલે એમ કહેજે આવી નાની બાબતમાં દુઃખી ન થતી આપણે સ્ત્રીઓને તો દુઃખો શોધવાં પડતાં નથી. આપોઆપ આવી પડે છે, નાની નાની વાતમાં દુઃખી થવું આપણને ન પાલવે.’ દુર્ગાનાં શબ્દોમાં રહેલી સચ્ચાઈ વિશાખાને સ્પર્શી ગઈ, ‘સાંચુ જ કહેતી હતી આ દુર્ગા મારું આ નાનકડું જીવન પણ કેટલી યાતનાઓની કથા છે.’ વિશાખાએ વિચાર્યું. વાર્તાલાપ આગળ ચાલે-એ પહેલાં જ જય આવ્યો. જયને જોઈને વિશાખાની આંખો હસી પડી સમગ્ર ચેતન ઉછળવાં લાગ્યું. ‘કેમ છે - હવે ?’ જયે પૂછ્યું. ‘સારું છે હવે વિશાખાને થાક, બીજું શું ?’ દુર્ગાએ જવાબ વાળ્યો અને તે સરકી ગઈ.

દક્ષિણાને થોડું ભાન પડે છે - એ તો બોલી ઊઠી.

‘કાકા-પેન્સિલને અણી કાઢી આપોને મને તો ફાવતું જ નથી.’ દક્ષિણા જયને વળગી.

‘મને સારું છે, આઈ એમ ઓલરાઈટ’ વિશાખાએ જવાબ આપ્યો. દક્ષિણાની હાજરી, નહીં તો વિશાખાની અભિવ્યક્તિ જુદી જાતની હોત.

બહારથી દુર્ગાનો સાદ આવ્યો, ‘દક્ષિણા, અહીં આવ તો મારે તારું કામ છે !’

પરંતુ દક્ષિણા ન માની, ‘મમ્મી, પેન્સીલની અણી નીકળે પછી આવું જય કાકા...’

દરેક સંયુક્ત કુટુંબમાં આ સમસ્યા તો નડે જ છે. કુટુંબો તૂટવાનું આ એક સબળ કારણ હોઈ શકે.

જય નારાજ થયો, પણ વિશાખાએ તેને આંખોની ભાષામાં સમજાવી દીધો.

‘લાવ દક્ષિણા - મને પેન્સિલ દે, સરસ અણી કાઢી આપું.’ વિશાખાએ પ્રેમથી આ કાર્ય જય પાસેથી લઈ લીધું.

‘જય, મેં તને ખૂબ પરેશાન કર્યો ખરું ને ?’

વિશાખા ક્ષમા માગતી હોય એ સ્વરમાં બોલી,

‘તને થયું હશે કે આ કેવી છોકરી મળી - ?’

‘વિશાખા, સાચી વાત છે - તેં મને ખૂબ જ પરેશાન કર્યો પણ કશો વાંધો નહિ, હવે હું તને પરેશાન કરીને સરભર કરી નાખીશ,’ જયે ધીમેથી કહ્યું ‘તૈયાર છે ને ?’ વિશાખા શરમાઈ, પછી ધીમેથી બોલી, ‘યેસ તૈયાર,’ બંને હસી પડ્યાં.

‘જય, કાકા તમારે ગુલાબનું ફૂલ દોરી આપવું પડશે.’

‘અત્યારે સમય ન હોય તો રાત્રે તો દોરી આપવું જ પડશે.’

દક્ષિણાએ માગણી કરી. જય સ્હેજ ગુંચવાયો.

વિશાખા હસીને બોલી, ‘અરે દક્ષિણા - તારા કાકા ન દોરી આપે તો - હું દોરી આપીશ, આપણે આજે રાતે ચિત્રો દોરીશું, વાર્તા કરીશું - ગીતો ગાઈશું, તું તારી સ્કૂલની વાત કરજે, બરાબરને તારાં કાકા ભલે આરામ કરતાં.’

‘એમ વાત છે,’ જયનાં આંગળાઓએ કરામત કરી અને વિશાખાથી હળવી ચીસ પડાઈ ગઈ.

‘વિશાખા કાકી તમને પણ ચિત્રો દોરતાં આવડે છે ?’

દક્ષિણાએ પૂછી નાખ્યું.

‘હા, દક્ષિણાં - તારાં વિશાખા કાકીને ઘણું બધું આવડે છે.’

જયે મજાક કરી. વિશાખાને લાગ્યું કે આવી મજાકને આગળ વધારવામાં જોખમ હતું. તેણે વાત વાળી લીધી.

‘દક્ષિણા તારાં જય કાકા જેવું તો ક્યાંથી આવડે ?’

‘સાચી વાત, કાકી - જયકાકા, સરસ ચિત્રો દોરે છે, હું તમને આજે રાત્રે તેમના દોરેલાં ચિત્રો દેખાડીશ. એવાં સરસ કે મારી બહેનપણીઓ તો જોઈને આભી બની જાય. મારાં ‘ટીચર’ પણ ખુશ થઈ જાય.’ દક્ષિણાને બોલાવવા માટે દુર્ગાએ બીજો સાદ પાડ્યો અને એ ગઈ. જતાં જતાં કહેતી ગઈ, ‘કાકી આપણો રાતનો પ્રોગ્રામ નક્કી, ગુલાબનું ફુલ દોરવાનું.’

દક્ષિણાના ગયા પછી - બંને હસી પડ્યા.

વિશાખા વિચારતી હતી ! કેવું ભોળપણ છે ? શૈશવની નિર્માણતા હવે ક્યાં સાંપડવાની હતી ?’

વિશાખાને પળભર થયું કે તે દક્ષિણાની બની શકે તો કેવું સારું ? પણ એ ક્યાં તેનાં હાથની વાત હતી ? જિંદગીમાં ઘણું બધું બને. માનવીની ઈચ્છા મુજબ થોડું બને છે, જય સાથે તેણે સંબંધ જોડ્યો, ખૂબ જ વિચારીને તેણે આ પગલું ભર્યું. જયમાં તેણે આદર્શ જીવનસાથીની શોધ પૂરી થયેલી ગણી, પરંતુ તેણે શું કલ્પ્યું હતું કે તેનાં અતીતનો પડછાયો તેનાં વર્તમાનને ક્ષુબ્ધ કરશે ? થયું તો એવું જ. અણધાર્યા જ. એ આંધીમાં સપડાઈ, જેનો અંત ક્યાં હશે - એ સમજાતું નહોતું. વિશાખાને વિચારમાં પડેલી જોઈને જય કડવાશથી બોલ્યો, ‘શું કરવું છે, વિશુ રાત્રે ચિત્ર દોરવાનું ?’

‘દોરજોને, તમારું ડ્રોઈંગ તો સારું છે ! વિશાખાએ જયને ધબ્ધો મારવાં હાથ ઊંચો કર્યો, પણ એ સફળ થાય એ પહેલાં પૂજા ધસમસતી આવી પહોંચી. ‘જય વિશાખા સોરી ફોર ધ ઈન્સ્ટ્રયશન...’

‘વિશાખા હવે તું મારા કબ્જામાં છે. હું તને કીડનેપ કરી જાઉં છું, થોડા કલાકો માટે એ પછી જય તને મેળવી શકશે, મારી શરતોનું પાલન કરીને’ પૂજાનાં શબ્દો રમતિયાળ હતાં, વળી તે શબ્દો એવી રીતે ઉચ્ચારી હતી કે સાંભળનારને રમૂજ થાય.

‘લો એક વિઘ્ન દૂર કર્યું, ત્યાં બીજું વિઘ્ન...’ જય બોલી ઊઠ્યો.

‘અરે જય તને વિઘ્ન લાગે છે. તારી આ વિશાખાને એવી સજાવીશ કે તું ખુદ ભૂલી જઈશ કે આ છોકરી સાથે શાદી કરી છે કે અન્ય સાથે !’

પૂજા પણ મજાકનાં મૂડમાં હતી, તે વિશાખાને લઈને તેનાં ફ્લેટ પર લઈ ગઈ, અને જય એકલો પ ડ્યો.

કશું ન સૂઝતાં તે કોટ પર આડો પડ્યો. આ પ્રસંગ જ એવો હતો કે તેને વિશાખાનાં વિચારો આવે એ કુદરી હતું.

જયને વિશાખાની નિખાલસતા સ્પર્શી ગઈ હતી. બિલકુલ દંભ વગરની છોકરી હતી, સીધી રેખા જેવી. તેના આ ગુણની સામે તેના અતીતનાં પ્રસંગોની કશી વિસાત નહોતી. એ ઉંમર જ એવી હોય છે. જ્યારે છોકરીને ક્યાંક વરસી જવાનું મન થયા કરે છે. જો કુટુંબ, આપ્તજન તરફથી હૂંપ ન મળે તો આવું જ બને છે. જયના મતે આવો જ કિસ્સો હતો. દૂરનાં ભૂતકાળની અઘટિત વાતો કબૂલવાની હિંમત કેટલી વ્યક્તિમાં હશે ? સારું થયું કે પ્રેમાનાં મુખે આ વાતો કહેવાઈ, નહિ તો વિશાખા ભલે કહેવાં સક્ષમ હોત પણ એ સાંભળવા જેટલો શક્તિમાન તો તે નહોતો જ. આંખો બંધ હતી એ પણ સારું હતું. અન્યથા વિશાખા સામે એ નજર પણ ન મેળવી શકત, પેલા પુરુષે તો તેને લૂંટી લીધી. તેની લાચારી અને વિસ્મયનો ગેરલાભ લીધો અને છોડી દીધી. ધિક્કાર છે એવાં પુરુષત્વને.

જય વિચારતો રહ્યો, ત્યાં એકાએક પૂર્વા આવી, એ બારવર્ષની હતી. ઠાવકી હતી, ઉંમર કરતાં તેનું ડહાપણ વિશેષ હતું.

જયને સૂતેલો જોઈને, પૂર્વા બોલી ઊઠી.

‘કાકા-તમારે તૈયાર નથી થવું ? વિશાખા કાકી તો એવાં સરસ તૈયાર થયાં છે કે તમે જયકાકા, જોઈ જ રહેશો, તમારે પણ તૈયાર થવું જ જોઈએ. જયકાકા, આમ ન ચાલે.’

જયને પણ પૂર્વાની વાત સાચી લાગી, તે ઊભો થયો.

‘ભલે પૂર્વા, તારી વાત બરાબર છે, પણ પૂર્વા તને તારાં કાકી કેવાં લાગ્યાં ?’

‘તમારી વાત કરોને, તમને કેવાં લાગ્યાં ?’ પૂર્વાની આંખોમાં તોફાન હતું.

જય હસી પડ્યો. ‘સ્ત્રી-પુરુષનાં સંબંધો વિશે આ પૂર્વાને કેટલું જ્ઞાન હશે ?’ તેને વિચાર આવી ગયો.

‘કદાચ કશું ન જાણતી હોય, કદાચ કદાચ એ જાણતી પણ હોય, કોઈ કસું શીખવતું હોતું નથી છતાં, આ જ્ઞાન ફેલાતું રે છે. વિસ્મય ઊભું થાય છે અને એની રીતે રસ્તાઓ પણ નીકળે છે, આ વિશાખા પણ એ સમયે પૂર્વા કરતાં થોડી મોટી હશે, કૂતુહલો સર્જાયા હશે, મનમાં ગુંચવાયાં હશે, અને તેમાંથી જ...’

‘કાકા પાછા કેમ ઊભા રહી ગયાં ? જાવ બસ વિશાખા કાકી બહું સારાં બસ હવે તો તૈયાર થાવ.’ પૂર્વાએ રીતસર ધક્કો મારીને જયને બાથરૂમ પ્રતિ ધકેલ્યો.

સાવર પરથી ઠંડા ઠંડા પાણીની સિંકરો વહેવા માંડી. જયનાં તન અને મન પર ઠંડક અને તાજગી વરસવાં લાગ્યાં. આટલાં બધાં ચોમાસા પછીનું આ નવતર ચોમાસું હતું. જીવનની રાહ પરનો આ નવો વળાંક હતો, એક નવીન અવસર હતો, નવીન અનુભૂતિ હતી. એથી પણ વિશેષ કહીએ તો એક પ રંપરા હતી. મનુષ્યો એ જીવનની દરેક ક્રિયાને શણગારી છે, યોગ્ય મૂલ્યાંકન કરેલું છે.

પાણી અને કલ્પનાથી તરબત્તર થઈને જય બહાર આવ્યો. મદન તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. બંને હસી પડ્યા.

‘જય, રણભૂમિ મારાં ‘ફ્લેટ’માં છે. પૂજાની વ્યવસ્થામાં કશી કમી હોય નહિ.

મદનની આંખોમાં પણ ઉમંગ તરવરતો હતો.

બંને મદનનાં ‘ફ્લેટ’ પર આવ્યાં, ‘ફ્લેટ’ની હાલત પૂરી બદલાઈ ચૂકી હતી.

અવસરની અનુરૂપ શ્રૃંગાર, સજ્જ ફ્લેટ નવી દુલ્હન જેવો શોભતો હતો. ‘ક્રેડીટ ગોઝ

ટુ પૂજા’ મદન ગૌરવથી બોલ્યો.

પૂજાનો ચહેરો પૂર્ણ ગુલાબની માફક ખીલી ગયો.

દુર્ગાને લગભ આખી રાતનું જાગરણ થયું હતું. જય-વિશાખામાંથી પરવારીને પૂજા દુર્ગાનાં ફ્લેટ પર આવી ત્યારે રાત ખાસ્સી વિતી ચૂકી હતી.

દક્ષિણા તો નિદ્રાધીન થઈ ગઈ હતી, પરંતુ પૂર્વા તો હજુ પૂજાની સાથે જ હતી.

પૂજાનાં મદદનીશનું કાર્ય તેણે સારી રીતે બજાવ્યું હતું. બાર-તેર વર્ષની ઉંમરની નાની પણ ન ગણાય, મોટી પણ ન ગણાય. પૂજા જે કરતી હતી કહેતી હતી એમાંથી તેને થોડું સમજાતું હતું. વિસ્મયો જન્મતા હતા ! કેટલાક ઉકેલાતાં હતાં. તે કુતૂહલવશ - પ્રશ્નો પૂછી લેતી હતી, પણ પૂજા કાં બધાં જવાબો આપતી નહી. તે હસીને કહેતી ‘પૂર્વા આ બધું તને સમય આવતાં સમજાશે એ પછી ન સમજાય તો હું તને સમજાવીશ.’ પૂજાએ વિશાખાને એવી સરસ શણગારી હતી કે જય તો આભો બની ગયો હતો. તેની આંખો, શ્રૃંગારથી નખ, શીખ નીતરતો વિશાખા પરથી હટતી નહોતી. વિશાખા ખરેખર સુંદર લાગતી હતી.

પૂજાએ એટલે સુધી કહ્યું, ‘વિશાખા, જય તો શું, મને પણ તારાં પ્રેમમાં પડવાનું મન થઈ જાય છે. જો હું પુરુષ હોત તો તને મૂકત જ નહિ...’

મોડી સવારે, વિશાખા પાછી ત્યારે પણ લગભગ એવી જ અલ્લડ લાગતી હતી. કરમાયેલા ચોળાયેલા પુષ્પો, વસ્ત્રોમાંથી હજુ માદક સુગંધ આવી રહી હતી.

વિશાખાની આંખોમાં સંકોચની સાથોસાથ તીવ્ર ઊછળતા આનંદનો દરિયો હતો. બારી બહાર થોડે દૂર એક દરિયો ઘૂઘવતો હતો અને બીજો દરિયો વિશાખાની આંખોમાં હતો. રાતે દુર્ગા અને પૂજા સાથે સૂતાં, થાક હતો છતાં પણ બંને વચ્ચે વાતો ચાલી, આ નવદંતીનાં મિલનની આડસમાં બંનેએ પોતાનાં રસિક પૃષ્ઠો તાજા કર્યા. લજ્જાની નવી કુંપણો ફૂટી જૂનાં દૃશ્યો પાંપણો પર ભજવવાં લાગ્યાં. બીજા પલંગ પર પૂર્વા સૂતી હતી.

એ જાગતી નહોતી એ ખાત્રી દુર્ગાએ કરી લીધી હતી. બંને સ્ત્રીઓ નવેસરથી નવોઢાઓ બની ગઈ હતી.

સમય ભાગતો જતો હતો, અંધકાર ઘેરો થતો જતો હતો એની દુર્ગા અને પૂજાને ક્યાં પરવા હતી. એ બંનેએ તેઓની રસિક વાતોમાં વ્યસ્ત હતી. સાથોસાથ જય અને વિશાખાને યાદ કરી લેતાં હતાં. ત્યાં જ અચાનક ડોર બેલ વાગી. પૂજાએ સાવચેતીપૂર્વક પીનકોલમાંથી જોયું, તે બોલી ઊઠી, ‘દીદી, બડેભૈયા...’ દ્વાર તરત જ ઉઘડી ગયા. દુર્ગાનો ચહેરો પ્રસન્નતાથી છલકાયો, ઘણાં સમય પછીનું પતિ-આગમન હતું. વળી મનોસ્થિતિ પણ એવી હતી કે દુર્ગા આનંદમાં આવી ગઈ. પૂજા સમય વરતીને મદનનાં ખંડમાં પહોંચી ગઈ અને બારણાં ભીડી દીધાં. ‘ઓહ ! મદન, બસ હવે સાચો મદન બની જા -’ પૂજાએ પતિને ઢંઢોળ્યો. આમ પૂજાને પૂજારી મળી ગયો. દુર્ગાને આખી રાતનું જાગરણ થયું. પતિ સાથે વાતો કરતાં કરતાં, સવાર થઈ

ગયું. કેટલી વાતો કહેવાંની હતી ? જે ઉન્માદ તેનામાં હતો એ જોતાં તે બધી વાતો કહી શકે તેમ નહોતી.

સવારે તો ફરી ચરખો ચાલું દિનચર્યાને દિનચર્ચાય. અલ્લડ વિશાખા લજ્જા સાથે તેને ભેટી પડી ત્યારે દુર્ગાએ પરિચિત રોમાંચ અનુભવ્યો.

‘રાત્રે તારાં બડેભૈયા આવ્યાં,’ લાડમાં બોલી. ‘આટલાં દિવસોનો પરિશ્રમ, વળી જર્નીનો થાક, સૂતાં છે. દક્ષિણા પણ સૂતી છે, નહિ તો તે અવશ્ય તેમને ઉઠાડે. ભલે સૂતાં આરામની જરૂર છે, તું ફ્રેશ થઈ જા. જય તૈયાર થાય પછી તમે બંને તેમનાં આશીર્વાદ લેજો. વિશાખા તારા માટે એક સરસ સાડી પણ લેતાં આવ્યાં છે. ખાલી હાથે કાંઈ આશીર્વાદ દેવાય ? જોયું વિશાખા, હવે કેવી ખબર પડી ? તેમને કાંઈ ખરીદી કરતાં ન આવડે. તેમનાં મિત્ર છે કલકત્તામાં ભૂનેશ મુખરજી તેમની પત્ની રીટાની મદદથી ભાઈ સાહેબે સાડી ખરીદી...’ દુર્ગા તેનાં સ્વભાવ મુજબ બોલ્યે જતી હતી, વચ્ચે વચ્ચે પતિનાં વર્તન પર હસી પણ લેતી હતી.

વિશાખાએ સાંભળ્યું, અને રાતનું નઘે-એનઘેન થવાં લાગ્યું. હૃદય એક ધબકાર ચૂકી ગયું. થોડા વિચાર પછી, વિશાખાએ હોઠ ભીસ્યાં, જમણા હાથની આંગળીઓથી એક ચપટી વગાડી.

‘ઓકે, વિશાખા, ગો અહેડ, આ કાંઈ તારો એકલીનો પ્રશ્ન નથી, બીજું પાત્ર પણ તારાં જેટલું અરે, તારા કરતાં પણ વધુ સંડોવાયેલું છે. હવે જ્યારે રમતની બાજી મંડાઈ જ ગઈ છે ત્યારે રમી લેવું. હિંમતપૂર્વક ખેલી લેવું, કમ, વોટ મે વિશાખા.’

વિશાખા મક્કમ નિર્ણય પર આવી ગઈ.

વિશાખા ઝડપથી કામકાજમાં ખૂંપી ગઈ. દુર્ગાની મના હોવાં છતાં પણ મદદ

કરાવવાં લાગી. ‘અલી છોરી, રહેવાં દે, કામ તો થશે આખો દિવસ પડ્યો છે. એક ને બદલે બે ઘાટી આવે છે. બસ ઝટપટ તૈયાર થઈ જા. વળી બપોરે તો તમારે ખંડાલા જવું છે. એ તૈયારી પણ કરવાની છે.’ આમ છતાં પણ વિશાખા દુર્ગાને મદદ કરતી રહી. દુર્ગાને ખૂબ આનંદ થયો. ‘અસલ મારાં જેવી જ છે. કામઢી’ તેણે મનોમન વિશાખાની પ્રશંસા કરી. મદન, પૂજાએ જ પ્રોગ્રામ ગોઠવ્યો હતો. પૂજાનાં કાકાનો એક બંગલો લોનાવાલામાં હતો. આ સીઝનમાં ખાલી જ રહેતો. લગ્ન પહેલાં જ આ કાર્યક્રમ નક્કી જ હતો. પૂજાનો ઉત્સાહ એવો પ્રબળ હતો કે મદન કે જય કોઈ ઈન્કાર કરી શકે તેમ નહોતા. લોનાવલાની ભૂમિ પર પૂજાએ યુવાનીનાં થોડાં વર્ષો પસાર કરેલાં. કાકા-કાકી નિઃસંતાન હતા, બંને ભાઈઓ વચ્ચે સંતાનમાં જે ગણો તે પૂજા જ હતી, અહીં આ ‘પોશ’ વિસ્તારમાં ‘ફ્લેટ’ પણ કાકાનાં સહકારથી ખરીદાયો હતો.

જય આવ્યો ત્યારે વિશાખા તો તૈયાર થઈ ગઈ ને બેઠી હતી. સંજય ચુનંદાને પત્ર લખી રહી હતી, પ્રેમાને પત્ર લખવાની પ્રબળ ઈચ્છા થતી હતી, પણ એ નિયંત્રિત કરી હતી, ઘણું લખવાનું હતું. જયની વાતો લખવાની હતી, જયનાં બડેભૈયાની પણ, તેનાં જીવનમાં આવેલાં નવાં પ્રશ્નની વાતો લખવાંની હતી. શાંતચિત્તે તે આ નાજૂક વિષય છેડવા માંગતી હતી. વળી, જયની અનુપસ્થઇતિમાં ખૂબ વિચિત્ર ઘટના ઘટી, છતાં સાચી હતી.

આવી બધી ઘટના એની જિંદગીમાં જ શા માટે બને છે ? એક પુરુષનાં સંબંધોને એ માંડ ભૂલી શકી હતી. ચિત્તને મહાપ્રયાસે સમથળ કર્યું હતું. એક નવાં અજાણ્યાં પુરુષને તેણે પોતાનો કર્યો હતો અને ત્યાં જ પેલો જૂનો પુરુષ, અરે કાપુરુષ એ ચિત્રમાં ચૂપચાપ ગોઠવાઈ ગયો હતો.

વિશાખા વિચારતી હતી, હળવાં મને વિચારતી હતી હવે તેણે દુર્ભાગ્ય સાથે લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ડરતાં ડરતાં તો તે જીવન નહિ જ વિતાવે તેની ચમકતી આંખોમાં એક નવી શ્રદ્ધા ભળી હતી. જય આવ્યો તેવો તરત જ વિશાખા પાસે આવ્યો. હજુ તેની આંખોમાં તોફાન હતું.

‘જય જલ્દી તૈયાર થઈ જાવ. આપણે બડેભૈયાનાં આશીર્વાદ લેવાનાં છે.’ તે હસતાં હસતાં બોલી.

‘ઓહ બડેભૈયા આવી ગયાં ?’ જય ચમકી ગયો. સાથો સાથ આનંદ પણ થયો. તે તરત જ દુર્ગા પાસે રસોડામાં ગયો.

‘ભાભી... બડેભૈયા...?’

હા. જય રાત્રે જ આવ્યાં દક્ષિણા તેમને ઉઠાડે જ છે. તમે બંને ભાઈઓ તૈયાર થઈ જાવ, હું ચાહ-નાસ્તો તૈયાર કરું છું. રસોઈ બનાવવા માટે બાઈ પણ રાખી લીધી છે, હમણાં થોડા દિવસો ભલે આવતી, મને રાહત રહે. તમે હરીફરી શકો. આ દિવસો આનંદનાં છે. બસ મઝા કરો, વળી બપોરે, તમારે સૌએ લોનાવલા પણ જવાનું છે. જલ્દી તૈયાર થાવ... દુર્ગાનું સંભાષણ લાંબુ ચાલ્યું. દક્ષિણાએ પોતાની કામગીરી સફળતાપૂર્વક બજાવી. બંને ભાઈઓ ધીમે ધીમે વાતો કરતાં આટોપાવાં લાગ્યાં. વિશાખાનો ખંડ વાસેલો હતો. વિશાખાએ જ સ્ટોપર વાસેલી. તે શાંતિથી પત્ર લખતી હતી.

બડેભૈયાને જોવાની - જોઈ લેવાની આતુરતા પણ તેનામાં બચી નહોતી, એ બ્રિજ છે કે અન્ય કોઈ એવી સમસ્યા તેનાં મનમાં નહોતી, તે બ્રિજમોહન સર જ હતાં, એ નિર્વિવાદ સત્ય હતું.

પત્ર પૂર્ણ કરીને તે સરસ મઝાની તૈયાર થઈ. રાત્રે તે મોહિની બની હતી. અત્યારે તે નારી સાદાઈથી આવૃત્ત હતી. કિમતી વસ્ત્રો પરિધાન કર્યા હતા, છતાં પસંદગી એવી રીતે કરી હતી કે તે એક સૌમ્ય-મૂર્તિ બનીને પેશ આવે. આદમકદનાં અરીસા સામે તેણે છેલ્લી નજર કરી અને સંતોષનો અનુભવ કર્યો. દુર્ગા બારણું ઠપઠપાવી ગઈ. ‘વિશાખા - તૈયાર થઈ કે નહિ ? ચાલ ચાહ-નાસ્તો કરવા. જો જય પણ તૈયાર થઈ ગયો છે.’

પૂર્વાનો પણ ધીમો સાદ આવ્યો. ‘કાકી સૂઈ ગયાં કે શું ? પાછો તમારે ઉજાગરો હશેને’ તરત જ તેનું ખી ખી ખી હાસ્ય સંભળાયું.

‘આ છોકરી હવે ઘણું શીખી ચૂકી છે.’ વિશાખાએ વિચાર્યું. કાચી ઉંમરમાં !

કદાચ પૂર્વા જેટલી સમજ તેનામાં નહોતી. પરિણામો તેણે ભોગવી લીધાં હતાં.

માતૃત્વ મેળવવાની સમીપ પહોંચી ચૂકી હતી. કાંઈક થયાનો અનુભવ તેણે યાતના સાથે કર્યો હતો. માતાની વેદના જોતાં તેને ભયાનકતાનો ખ્યાલ આવ્યો હતો, અને તેમ છતાં પણ એ સમયે બ્રિજ સરની મૂર્તિને એટલી ઝાંખપ નહોતી લાગી, એટલી પ્રબળ છાપ હતી. તેનાં મનમાં ખરેખર સાવ ઘેલી હતી એ ! એક કાપુરુષને તેણે પૂજાસ્થાને સ્થાપ્યો હતો.

વિશાખાનું લોહી પાછું ગરમ થઈ ગયું. તેણે સ્હેજ સ્વસ્થ થઈ બારણું ખોલ્યું.

બહારના ડ્રાઈંગ રૂમ પ્રતિ નજર પણ ન ફેંકી. ત્યાં જ દક્ષિણાએ તેનો પાલવ પકડી લીધો.

‘કાકી મારું ગુલાબનું ફૂલ દોરવાનું ભૂલી જ ગયાં,’ આ નિર્દોષ છોકરી એવી મીઠડી હતી કે વિશાખા તેને વળગી પડી. ગાલ પર વ્હાલ વરસાવવાં લાગી.

‘કાકી તમારાં કપડાં મેક’પ બગડી જશે’ દક્ષિણામાં વિશાખાને તેનું શૈશવ સાંપડ્યું. ‘ચાલ, તને ગુલાબનું ફૂલ દોરી આપું.’ કહી તે તેને અંદર લઈ ગઈ. પલંગની કોર પર બેસી ગઈ. થોડી ક્ષણોમાં જ દક્ષિણાની ડ્રોઈંગ બુકમાં એક સરસ મઝાની આકૃતિ ઘેરાઈ ગઈ. વિશાખાનું ડ્રોઈંગ સારું હતું. તેણે ‘ઈન્ટરમીડીયેટ’ સુધીની પરીક્ષાઓ પણ સારી રીતે પાસ કરેલી હતી.

‘વાહ, કાકી આવું સરસ દોરો છો ?’ દક્ષિણાએ તેનો આનંદ તાળી પાડીને વ્યક્ત કર્યો તે તરત જ એ ચિત્ર જયકાકા, મમ્મી, પૂર્વા, તથા પપ્પાને દેખાડવાં દોડી ગઈ.

વિશાખા તરત જ દુર્ગા પાસે પહોંચી ગઈ. જય તરત જ પાછળ પાછળ રસોડામાં આવ્યો.

‘હવે તમે બંને તેમનાં આશીર્વાદ લો. હું સાથે જ આવું છું, પૂર્વા ક્યારનીય ‘કેમેરો’ લઈને રાહ જુએ છે.’ વિશાખાએ સાડી વ્યવસ્થિત કરી. સાથો સાથ મનને પણ. જયની પાછળ ચાલતી ચાલતી મંદ પગલે વિશાખા ડ્રોઈંગ રૂમમાં આવી. બ્રિજ ખુરશી પર બેઠાં બેઠાં કશું વાંચી રહ્યાં હતાં. પૂર્વા પોઝિશન લઈને ઊભી હતી. દુર્ગાની ખુશીનો પાર નહોતો. વિશાખા અને જય લગોલગ ઊભા રહ્યાં બ્રિજ મોહનની સમક્ષ, બંનેએ પ્રણામ કર્યા. બ્રિજનો હાથ આશીર્વાદ આપવાં ઉંચકાયો બ્રિજ અને વિશાખાની નજરો મળી, પળવાર માટે વિશાખાએ પાંપણો ઢાળી દીધી. બ્રિજમોહન ચમકી ગયાં, ‘અરે વિ-શા-ખા-તું’ તેમનાં હોઠ સુધી આ શબ્દો આવી ગયાં. પગથી માથા સુધી એક ધ્રુજારી પ્રસરી ગઈ.

‘અરે, તમે તો થીજી ગયાં. કાંઈક બોલો. ‘દુર્ગાથી બોલાઈ ગયું. ત્યાં જ દક્ષિણા ટપકી પડી, ‘જુઓ પપ્પા, વિશાખા કાકીએ આ ગુલાબ કેવું સરસ દોર્યું છે.’ ‘ઓહ, પપ્પા, દક્ષિણાએ આખો સીન બગાડી નાખ્યો. વચમાં ટપકી પડી.’ પૂર્વા કાંઈક રોષમાં બોલી તેણે ધારેલું દૃશ્ય બદલાઈ ચૂક્યું હતું.

બ્રિજે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી. ‘અરે, આવ દક્ષિણા, તું મારી પાસે જ રહે, જય તું આ તરફ રહે, વિશાખા, તું ડાબી બાજુ રહે. હવે દીકરી ચિંતા વિના ‘ક્લીક’ કરી દે.’ બ્રિજે સ્મિતનું મહોરું વિંટી લીધું. એ પછી અનેક ફોટા પાડ્યા પૂર્વાએ, જયે, અરે, ખુદ બ્રિજે. હાસ્યની છોળો વચ્ચે બ્રિજે વિશાખાને કિંમતી સાડીની ભેટ આપી, શુકનનાં રૂપીયા એકસો એક રોકડા આપ્યાં. પૂજા અને મદન પણ ટપકી પડ્યાં. ઘરમાં ફરી આનંદનું મોજું ફરી વળ્યું.

બ્રિજમોહને અનુભવેલી ચમક, માત્ર વિશાખા જ જાણતી હતી, બ્રિજે એ પછી બગડેલી પરિસ્થિતિને સિફ્તથી સંભાળી લીધી, એ પણ વિશાખાએ જોયું હતું. બ્રિજમોહને જે કર્યું, એ બરાબર જ કર્યું હતું. બીજું હવે કરવાનું પણ શું હતું ?

વિશાખાએ વિચાર્યું કે હવે તે પણ આવો જ વર્તાવ કરશે. અથવા કરવાનો પ્રયાસ કરશે. જીવનનાં કેટલાક સત્યો, ગોપિત રાખવાં જ સારાં, દુર્ગા કે જય આ વાતો જાણે તો શું પરિણામ આવે ? શાંત, જળ ડહોળાઈ જાય ને.

બ્રિજમોહન તરત જ તેમનાં ખંડમાં ચાલી ગયાં. વિશાખા ત્રાંસી નજરે બ્રિજને જોઈ રહી હતી, બ્રિજની પ્રવૃત્તિ જોઈ રહી હતી. ખંડમાં જતી વખતે તેનાં ચહેરા પર થાક અને ઉદાસી કળાતા હતા, પગ જરા ડગમગતાં હતાં, દુર્ગા તો આનંદની છોળોમાં સ્નાન કરી રહી હતી, એ પૂજા સાથે વાતો કરી રહી હતી. પૂર્વા, જય સાથે કેમેરા બાબત કશી વાત કરી રહી હતી, દક્ષિણા મદનકાકાને, વિશાખાએ દોરી આપેલું ચિત્ર દેખાડી રહી હતી.

વિશાખાને લાગતું હતું કે ચિત્ર બગડી રહ્યું હતું. બ્રિજને આઘાત લાગે એ સ્વાભાવિક હતું. દક્ષિણા તરત જ એકાકી પપ્પા પાસે પહોંચી ગઈ. ગમે તેવી સ્થિતિમાં પણ બ્રિજ ક્યારેય પૂર્વા, દક્ષિણાને નારાજ નહોતા કરતા. અત્યારે તેની મનોસ્થિતિ કાંઈ સારી નહોતી. જે વિશાખા સાથે પોતાનો ભૂતકાળ અનેક રીતે ખરડાયેલો હતો એ જ તેમની સાવ નિકટ આવી હતી. નાના ભાઈની પત્ની એટલે પુત્રી સમાન જ ગણાય. ખરેખર તો બ્રિજ વિશાખાને શોધતા હતા. જર્નાલીઝમનાં કામ માટે પ્રવાસો તો કરવાં જ પડતાં હતાં, દરેક પ્રવાસ અને પ્રવૃત્તિ પાછળ તેમનો એક છૂપો આશય રહેતો વિશાખાની શોધ.

એક વિષમ પરિસ્થિતિમાં તેઓ વિશાખાનો સંપર્ક ગુમાવી બેઠાં હતાં અને ત્યારે વિશાખાની કેવી હાલત હતી ? વિચારતાં જ બ્રિજનો દેહ અત્યારે પણ કંપી જતો હતો. એ જ વિશાખા, અચાનક મળી આવી હતી. પોતાના ઘરમાં જયની પત્ની બનીને, બ્રિજને આખું આકાશ ઘુમ્મરાતું લાગતુ ંહતું. તેનાં મસ્તિષ્કની આસપાસ, એક હાશકારો પણ થયો કે ચાલો, હવે શોધ પૂરી થઈ. કેટલી મજલ કાપી હતી. આ શોધ માટે ? એનો અંત આવી ગયો. સાવ અચાનક ! સાવ અણધાર્યો ! વિશાખાને તો આઘાતની કળ વળી ગી હતી. હવે બ્રિજમોહનની પરીક્ષા હતી. આમ તો દક્ષિણા આવી, એ બ્રિજને ગમ્યું. દક્ષિણાએ દેખાડ્યું, એ ચિત્ર તેમણે શાંતિથી જોયું.

‘કોણે ? તારાં વિશાખા કાકીએ દોર્યું ?’ બ્રિજે પુત્રીને પંપાળતા પૂછ્યું. ‘હા, પપ્પા, સરસ છે ને ?’ આઠ વર્ષની દક્ષિણાની ખુશી બમણી થઈ ગઈ.

પપ્પાએ રસ લીધોને. ‘હા, બેટા ખૂબ જ સરસ છે જાણે આબેહૂબ ગુલાબ !’ બ્રિજ બોલ્યા. દક્ષિણાનો ચહેરો અસલ ગુલાબ જેવો બની ગયો.

બ્રિજને યાદ નહોતું આવતું કે વિશાખાને ડ્રોઈંગનું જ્ઞાન હતું. ગણિતનાં કૂટ પ્રશ્નો ઉકેલતાં ઉકેલતાં, એ બંને જીવતરનાં કૂટ પ્રશ્નો સુધી ઝડપથી પહોંચી ગયાં હતાં અને પછી એવાં વળાંકો પર આવીને ઊભા કે એ પ છી, તેમનાં હાથમાં રમતની બાજી જ ન રહી. વિશાખા તો દ્રઢ પણે માનતી હતી કે સ્ખલ માટે એ બંને સરખા જવાબદાર હતાં. કાચી વયનું વિજાતિય આકર્ષણ ગણો કે ઘરનાં અત્યંત કડક, રૂઢિચુસ્ત વાતાવરણનાં કારણે પ્રત્યાઘાત રૂપે ઉભરેલું પરિણામ હતું. પણ એ બંને સમાન હિસ્સેદાર હતા. હા એ પછીની પલાયન વૃત્તિ માટે બ્રિજમોહનમાં રહેલો કુપુરુષ જવાબદાર હતો એમ વિશાખા માનતી હતી. બ્રિજ તો સમગ્ર પ્રકરણ માટે પોતાને માત્ર પોતાને જ ગુન્હેગાર માનતો હતો. પત્ની દુર્ગા, કે પુત્રીઓ પૂર્વા, દક્ષિણા પ્રતિ તેનો વર્તાવ, નરમ - મુલાયમ હતો, એનું કારણ પણ આ જ હતું. પપ્પા - વિશાખા કાકી ખરેખર ઘણા સારા છે. મને તો પ્રેમથી એવાં ભેટી પડ્યાં કે હું તો મુંઝાઈ જ ગઈ પણ મને ગમ્યું પપ્પા તમે પણ વ્હાલ કરો છો ત્યારે એવી જ મજા આવે છે.

દક્ષિણાની વાતોમાં આજે માત્ર વિશાખા જ હતી. માત્ર વિશાખા ! એક દશ વર્ષનું બાળક કેવી રીતે પાત્ર અને પ્રસંગને મૂલવે છે, એ જાણવું ખૂબ રસપ્રદ હતું. ત્યાં જ દુર્ગા આવી પહોંચી તેણે પણ નવાં વસ્ત્રો પહેર્યાં હતાં. દેહ સ્હેજ સ્થૂળ હતો, પરંતુ ઊંચાઈ પણ સારી હોવાથી ઠીક ઠીક શોભતું હતું.

‘ઓહ, તમે તો દીકરી સાથે વાતે વળગ્યાં પછી તમને ભૂખ કે તરસ ક્યાંથી લાગે ? ચાલો સૌ તમારી રાહ જુએ છે.’ દુર્ગા બોલી ઉઠી. ‘પાછાં એ બન્ને અને મદન, પૂજા લોનાવાલા જાય છે, થોડાં દિવસ ભલે ફરી આવે પૂજાનાં કાકાનો ‘ફલેટ’ છે. ત્યાં પૂજા એ તો પૂર્વાને લઈ જવાનું કહ્યું પણ મેં ના પાડી બરાબરને ? સરખે સરખા ‘કપલ’માં પૂર્વાને ન ફાવે. વિશાખાએ પણ આગ્રહ કર્યો. પણ,ના પાડી.’

દુર્ગા એ તેનાં સ્વભાવ મુજબ વિગતવાર વાત કરી.

‘એમ કરો તમે સૌ જમી લો હું આરામ કરી લંઉ મને ભૂખ પણ નથી’ બ્રિજે ગોઠવીને જવાબ આપ્યો.

‘તમે નહિ આવો તો છોકરાંનું મન તૂટી જશે જયને થશે કે બડેયૈબાય ન આવ્યાં.

તમે જે ફાવે તે લેજો બસ પમ આવોતો ખરાજ’ દુર્ગાના આગ્રહ આગળ બ્રિજને ઝૂકી પડ્યું. છ ખુરશીનાં ‘ડાયનીંગ ટેબલ’ પર આઠ વ્યક્તિઓ ગોઠવાઈ. દક્ષિણા બિજનાં ખોળામાં અધિકાર પૂર્વક બેસી ગઈ, પૂર્વા, વિશાખા, અને પૂજાની વચ્ચે. હાસ્ય અને આનંદ ટેબલની આસપાસ ફરી વળ્યાં સમયની વેલને અવસરની કુંપળો ફૂટવાં લાગી. દુર્ગા, જય, પૂજા, મદન ખરેખરો આનંદ માણી રહ્યાં હતાં આનંદ-ઉત્સવનો પ્રસંગ હતો. જયનાં ચિત્તમાં હજુ વિશાખાનાં સંગનો કેફ ઠલવાતો હતો, ઘૂંટાતો હતો કવિઓ, લેખકો કે અનુભવીઓ એ જે મિમાંસા આ મિલન માટે પ્રયોજી હતી, તેનો સાક્ષાત્કાર જય તથા વિશાખાએ કરી લીધો હતો. જય એ સમયને વાગોળી રહ્યો હતો.

‘વિશાખા પણ એજ ખ્યાલોમાં ડૂબી ગઈ હશે. જય વિચારતો હતો. ‘આ તો સમર્પણનો અવસર હતો. અરે, એથી પણ વિશેષ સ્વાર્પણનો અવસર હતો. અર્પણ થઈ જવામાં પણ એક અપ્રતિમ આનંદ હતો. જે તેણે વિશાખાનાં ચહેરા પર નિહાળ્યો હતો. જયનાં માનસ પર આ દૃશ્ય ફરી ફરીને ઉભરાતું હતું. વિશાખા અને બ્રિજનાં મન પર શું વિતતું હતું એ કોઈ નહોતું જાણતું કોઈને અણસારો પણ નહોતો. ભોજન પત્યા પછી પુનઃ બ્રિજમોહન છટકી ગયો મધુર કોલાહલ ચાલતો હતો. એ દરમ્યાન જ તેઓ તેમનાં ખંડમાં ચાલ્યાં ગયાં. પલંગ પર આડા પડયાં. આંખો મિંચીને! કદાચ નિદ્રાદેવીની કૃપા વરસે પણ ખરી એ આશા રાખીને. પૂર્વા તથા દિક્ષણા સ્કૂલે ગયાં હતાં, નહિતો એ બંન્ને માંતી કોઈકે તો પપ્પાની ખબર લીધી જ હોત દુર્ગા તો ભરચક કામમાં પડી હતી. જય અને વિશાખા સામાન પેક કરી રહ્યાં હતાં. આમ બ્રિજ સાવ એકાકી બની ગયો હતો. મદન કોઈ કામ સર જયને તેનાં ‘ફલેટ’ માં ખેંચી ગયો. વિશાખા એકલી પડી, સામેનાં ખંડમાં બ્રિજ હતો.

કાંઈક વિચારીને, વિશાખા અચાનક બ્રિજનાં ખંડમાં આવી, કોઈ જોઈ રહ્યું નથીને, એ ખાત્રી કરી લીધી.

વિશાખા ચૂપચાપ ખંડમાં આવી. બ્રિજ સફાળા જાગી ગયાં તંદ્રામાંથી વિશાખાનું આગમન તેમણે કલ્પ્યુ નહોતું. ‘કોણ? વિશાખા?’ બ્રિજતી બોલાઈ ગયું. ‘હા, વિશાખાએ એકાકી જવાબ આપ્યો. તે પલંગની કિનારી પાસે ઊભી હતી. બ્રિજ મ્લાન આંખો વડે વિશાકાને તાકી રહ્યો. પછી બોલ્યો, ‘મારે તને ઘણી વાતો કહેવાંની હતી. અતીતની વિશાખાને. પણ હવે શો અર્થ રહ્યો છે. એ વાતો નો ?’ બ્રિજે કપાળ પર હાથ દાબ્યો. પછી ઉમેર્યુ ‘બહુ લૂંટાઈ ચૂક્યું છે. મારો ભૂતકાળ કે વર્તમાન, કદાચ ભવિષ્ય પણ.’

‘સર’ વિશાકાએ વર્ષો જૂનું સંબોધન કર્યુ અને બ્રિજ અંદરથી ધ્રુજી ઉઠયો. ‘સર, તમે મારો વિચાર કર્યો ? મારાં પર શું વીત્યું હશે. તેનો વિચાર કર્યો ?’

વિશાખાનો અવાજ મૃદુ પણ ધારદાર હતો. એક એક શબ્દ બ્રિજને વાગતાં હતાં.

‘હવે કશું કહું તેનો શો અર્થ છે. મારે તારી ક્ષમા માગવાની છે. તું એ આપી શકીશ તો એ તાર મહાનતા હશે અને મારી ધન્યતા હશે.’ થોડી ક્ષણો ચૂપકિદીમાં વિતી. ‘સર જુની વિશાખા મારાંમાંથી જતી નથી મને એ છોડતી જ નથી. તમે મળ્યાં. એ તો અકસ્માત છે જયનાં સથવારે હું જૂનાં રૂપને ભૂલવાં માંગતી હતી. આટલાં લાંબા સમય સુધી પણ એ પડછાયો છૂટી ન શક્યો. હવે શું થશે. એ હું જાણતી નથી.’

‘તું તારાં બડેભૈયાની વિદાય લેવાં આવી સારુ કર્યુ. મેં જયને પણ કહ્યું હતું.’ દુર્ગા બોલી.

‘તને ખબર છે. વિશાખા તારાં બડેભૈયા ખૂબ જ નરમ અને લાગણીશીલ છે. તેમનાં આ સ્વભાવે તો મને કાયમ તરબોળ કરી દીધી છે. તેમને મન તો જેવી પૂર્વા એવી જ તું. શી વાતો કરી, એમણે, તારી સાથે ?’ ‘દીદી તેઓ મને પ્રવાસમાં ધ્યાન રાખવાં જેવી સુચનાઓ આપતાં હતાં. પહાડી પ્રદેશમાં ખ્યાલ રાખવો જ પડે.’ વિશાખા હસીને બોલી. ‘દુર્ગા બધી તૈયારીઓ થઈ ગઈ ?’બ્રિજ ઊભા થયાં. ‘ચાલો હું જ આવું છું. વિશાખા તમારો પ્રવાસ સરસ અને યાદગાર રહે એવી શુભેચ્છા બધું ભૂલીને જે અવસર મળ્યો છે એ માણી લેજો.’

બ્રિજમોહને તેનાં સ્વભાવ વિરુદ્ધ કાંઈક લાંબી અભિવ્યક્તિ કરી, આ અભિનય જ હતો. વિશાખા જાણતી હતી.

‘અરે, આ દિવસો તો માણી લેવાનાં છે. વિશાખા પછી તો જંજાળો વધશે. પછી કશુ જ નહિ થઈ શકે. જો આ મારો દાખલો કયાં જઈ શકાય છે ? આ તારો પ્રસંગ અચાનક આટોપવાનો આવ્યો એથી અમદાવાદ જવું પડ્યું. એ પણ છોકરીઓની વ્યવસ્થા કરવી પડી પૂજા તો મારી બેન જેવી એટલે સોંપી શકાય. બાકી છોકરીની જાતને રેઢી મૂકાય ? જમાનો કેવો છે.’

દુર્ગા વિચારોની અભિવ્યક્તિ સ્વાભાવિક રીતે કહી રહી હતી. જાણે-અજાણે બ્રિજ વિશાખા વાતોનાં વર્તુળમાં આવી ગયાં હતાં. વિશાખાએ એક અછડતી દૃષ્ટિ બ્રિજ પર નાખી. બ્રિજ નતમસ્ત કે ચાલી રહ્યાં હતાં. વિશાખા પ્રતિ જોવાની હિંમત તેમનામાં નહોતી.

‘વિશાખા, આ બાબતમાં મને કોઈનો પણ વિશ્વાસ નહિ આ ભૂમિ જ લપસણી, તમે કોઈનો દોષ કાઢીન શકો.’

દુર્ગા એ રીતે કહી રહી હતી, જાણે કે તે ખુદ અથવા તેની કોઈ અંગત વ્યક્તિ આવાં અનુભવોમાંથી ગુજરી હોય.

‘ઓહ! દીદી તમે આવી વાતો કરો છો અને મને ડર લાગે છે. વિશાખાએ હસતાં હસતાં દુર્ગાનો હાથ પકડી લીધો. તેણે એવો અભિનય કર્યો કે દુર્ગા મુક્ત મને હસી પડી.

‘અરે, પગલી, તારે ડરવાની કયાં વાત છે ?’ દુર્ગાનું મન હળવું ફૂલ બની ગયું. સૌએ વિદાય લીધી. જય અને વિશાખા, દુર્ગા તથા બ્રિજને પ્રણામ કરી ને ગયાં. દુર્ગા ગદગદીત થઈ ગઈ.

‘કેવી સરસ જોડી છે, બ્રિજ ! ભગવાને આપણાં બધાં મનોરથ પૂરાં કર્યાં, સાચું કહું બ્રિજ મને બન્ને દિકરીઓથી સંતોષ છે. વિશાખાનાં પુત્રને રમાડીને હું મારું સુખ માની લઈશ.’

‘બ્રિજ, કેમ કાંઈ બોલતાં નથી ? તમે કશું અસુખ અનુભવો છો કે શું ? દુર્ગાનાં અવાજનો રણકો બદલાઈ ગયો.

‘નારે, દુર્ગા એવું કશું નથી. મને પણ તમારાં જેટલો જ આનંદ છે. તમારાં જેટોલ જ તૃપ્ત છું. થોડો ડર પણરહે છે કે આ ખુશી યથાવત રહેશે તો ખરીને ?’

‘મારું મન કહે છે કે રહેશે. બ્રિજ, જરૂર રહેશે. આવી સમજદાર છોકરી આપણાં સૌની પૂરક બની રહેશે. એટલું જ નહિ એ આપણી શોભારૂપ બની રહેશે મને શ્રદ્ધા છે. માને તમે આટલી આનંદમાં કયારેય ભાગી, બ્રિજ ?’

બ્રિજમોહન મુક્ત મને હસી પડ્યાં.

દુર્ગા-તારી શ્રદ્ધા ક્યારેય ખોટી પડી નથી.’

‘અરે, આપણે સાવ એકલાં છીએ અને ગંભીર વાતોમાં ચડી થયાં, ખરેખર તો બ્રિજ...’

‘દુર્ગાનાં ચહેરાં પર શરમનાં શેરડા પડવાં લાગ્યાં. ‘હા, દુર્ગા આ ભાગ્યે જ મળતી તક છે. ‘બ્રિજ દુર્ગાની સમપી આવ્યાં. તોફાનનાં સંકેત દુર્ગાનાં ચહેરા પર હતાં, તોફાન થયુ ંપણ ખરું. બ્રિજને દુર્ગાનાં ચહેરામાં કયારેક વિશાખા પણ દેખાતી હતી. તે છળી ઉઠયો હતો.

દુર્ગી સૂતી હતી. તેનાં ચહેસા પર સંતૃપ્તિની રેખાઓ કળાતી હતી. તેને વળગીને દક્ષિણા સૂતી હતી. પૂર્વા હવે ડ્રોઈંગ રૂમમાં સૂતી હતી. અલગ સૂવાની સમજણ તેનામાં આપો આપ આવી ગઈ હતી.

નાઈટ લેમ્પનાં આછા ઘવલ પ્રકાશમાં બ્રિજમોહન નિંદ્રાધીન પત્નીનાં દર્શનને માણી રહ્યો હતો. દુર્ગા ખરે જ સુંદર લાગતી હતી. થોડી સ્થૂળતા જરૂર હતી, પરંતુ એ સિવાય એ એજ દુર્ગા હતી, એવી જ દુર્ગા હતી. જેને બ્રિજે વર્ષોથી ઓળખી હતી. આટલાં વર્ષોનો સંસાર સમથળ ગતિએ ચાલતો હતો. પૂર્વા અને દક્ષિણા બે પુષ્પો એ ડાળખી પર ખીલ્યાં હતાં.

દુર્ગા જાણતી પણ નહોતી કે પતિનાં મનમાં એક સ્ત્રીની યાદ ઘરબાયેલી પડી હતી. દુર્ગા ઘસઘસાટ ઉંઘતી હતી, પરંતુ બ્રિજને ઉંઘ આવતી નહોતી, રાત્રિ મધેર ગતિએ સર્યે જતી હતી. અમાવાસ્યા નજીક હતી. ચોથા ફલોર પરથી આકાશ દર્શન શક્ય હતું. કાળુ હીબાંગ આકાશ પૃથ્વીને વિટંળાી ગયું હતું.

જતાં જતાં, લાગ મળતાં વિશાખા થોડાં વાકયો બ્રિજને કહેતી ગઈ હતી. તેનાં શબ્દો હજુ કાનમાં હતાં.

‘હું જૂની વિશાખા સજીવન ન થાય તેવી કોશિશ કરીશ. પરંતુ તેમ છતાં પણ એ જાગી જાય તો તેને મનાવવાની જવાબદારી ‘બ્રિજમોહન સર’ની રહેશે.’

એમ કહીને વિશાખા કશું જ ન બન્યું હોય તેમ ગંભીર રહીને ચાલતી થઈ હતી. જવાબની અપેક્ષા પણ નહોતી રાખી આ છોકરીના વ્યક્તિત્વમાં એક અનોખું તત્વ હતું. તે અલ્લડ હતી. પણ ઉંછાછળી નહોતી, સૌમ્ય હતુ. પણ સૌમ્યતામાં પણ મોહકતા હતી તેની માન્યતાઓમાં તે અડલ જ રહેતી. કોઈ પ્રશ્નનાં પરિક્ષણમાં તે સહજ રીતે તટસ્થ બનીને નિર્ણય પર આવતી. પછી ભલેને એ નિર્ણય પોતાની જાતની વિરુદ્ધ પણ જતો હોય.

બ્રિજ સર સાથેનાં પ્રકરમમાં તેણે પોતાની જાતની પણ તેટલી જવાબદાર ગણી હતી. જેટલી બ્રિજ વિશાખા સાતેનાં આ બીજા મેળાપમાં પણ બ્રિજને એ એવી જ લાગી, જેવી મુગ્ધ વયે હતી. ત્યારે એ હતી. હા. અનુભવોએ તેનાં સ્વરૂપને થોડું મઠાર્યુ હતું. કરૂણતા અને લાચારીએ તેની વાણીને થોડી વધુ ધારદાર બનાવી હતી. અલબત્ત કરૂણ સ્થિતીમાં મૂકેલી વિશાખાને તેણે લગભગ પંદર વર્ષ પહેલાં

અનેક આશ્વાસનો અને આશાઓ આપીને વિદાય લીધેપી. ચૂપચાપ એ પછી અચાનક એજ વિશાખાએ ઘરનો ઉંબર કૂદીને ગૃહ-પ્રવેસ કર્યો. એ વચ્ચેનાં લાંબા અરસા દરમ્યાન શું વિત્યું હશે વિશાખા પર ? આ પ્રશ્ન બ્રિજને સતાવતો હતો તે મને જરૂર ધિક્કારતી હશે.મને શોધતી હશે, પ્રતિશોધ લેવા માટે તેનાં દિલમાં મારું સ્થાન તળિયે હશે અને એજ વિશાખાને આર્શીવાદ લેવા માટે નમવું પડ્યું તેનાં મનમાં શું શું થતું હશે. મને નમન કરતાં ? ‘બ્રિજ વિચારતો હતો.

‘એક કાપુરુષ એ ઉચ્ચ સ્થાને કેવી રીતે બેસાડી શકાય ? હા, અભિનય જરૂર કરી શકાય વિશાખો કરેલી વાતચીતમાં સચ્ચાઈ હતી, થોડી કટુતા હતી અને સૌથી વિશેષ ‘બ્રિજ સર’ ને નવી ભૂમિકામાં સ્વીકારી લેવાની તત્પરતા હતી. એક સાવ અશક્ય કાર્યને સફળ બનાવવાં સંનિષ્ઠ પ્રયત્નો કરવાની તેણે તત્પરતા દર્શાવી હતી. છેવટે ચીમકી પણ આપી હતી કે જો જૂના વિશાખા સજીવન થાય તો તેનો મનાવવાની જવાબદારી મારી છે. સાચું કહ્યું હતું વિશાખાએ’ બ્રિજને નિંદ્રા આવે તેમ નહોતી તે આંખો મિંચીને પડ્યાં પડ્યાં વિચારોમાં ગુંથાયાં હતાં. એક ફી એક, વિચારોની શ્રુંખલા આગળ ધપતીહતી. ‘જો વિશાખા જયનાં બડેભૈયાથી પરિસ્થિતિ ઉભા થયાં હતાં ? તે શા માટે વિશાખાને મેળવી ન શક્યો, સંજોગોએ તેની સાથે કેવી નિર્લજ રમત કરી, વિશાખાની પ્રાપ્તિ માટે તેણે કેટલાં ગંભીર પ્રયત્નો કર્યાં. એ બધી જ વાતો તે વિશાખાને કહેવાં માંગતો હતો. આટલાં વર્ષોથી તે વિશાખાને આ કારણસર શોધતો હતો. નવાં સંજોગોમાં તે બંને શું કરી શકે, એ વિચારવું હતું. આ જ આશયથી તે ચારે તરફ ધૂમતો હતો તેનાં ‘જર્નાલીજમ’ ને પણ કામે લગાડતો હતો. નિરાશા અને આશા વચ્ચે ઝોલાં ખાતો રહ્યો.

સાથો સાથ દુર્ગા અને જયને પણ સંભાળતો રહ્યો. બ્રિજને એક બીજી બાબત મુંઝવતી હતી. એ બાબત હતી. વિશાખાની શારિરીક સ્થિતી, જે અવસ્તામાં બ્રિજ તેને છોડીને પટણા દોડી આવ્યો હતો. માતા પાસે પરણેલી સ્ત્રી હોય તો આવો આવસર આનંદનો અવસર બને, ફૂલને કૂંપળો ફૂટયાંની વેળા જ ગણાયને ? પણ આતો એક કુંવારી છોકરીની વાત હતી. વિશાખાતો નાદાન હતી, પણ પોતે તો પુખ્ય હતો. શિક્ષક હતો. એક જવાબદાર વ્યક્તિ હતો. પોતાનો એક અંશ ધારણ કરેલી એ છોકરી કેવી રીતે ટકી હશે. આ સમાજ સામે ? શું કર્યુ હશે ? બ્રિજનાં આ પ્રશ્નોનો ક્યાંય જવાબ નહોતો તે જાણવાં તત્પર હતો, આતુર હતો, અરે, તલપાપડ હતો. વિશાખાને તો એ કશું પૂછી શકે તેમ નહોતો એ શરમ જનક પ્રકરણનો તે કારુરુષ હતો. મનની ઉત્સુકતા તેણે ધરબાયેલી જ રાખવાની હતી, સિવાય કે વિશાખા કશું કહે.

બ્રિજને લાગતું હતું કે વિશાખા તેને કશું નહિ કહે એ પણ બ્રિજની માફક વેદના સહ્યાં કરશે, ભીતરને ભીતર ઘૂંટાયા કરશે, વિશાખાનાં જિદ્દી સ્વભાવને બ્રિજ સારી રીતે જાણતો હતો.

જ્યારે બ્રિજમોહને પટણા છોડયું ત્યારે માતા ખૂબ રડેલી મામા સાથે હવે રહી શકાય તેમ નહોતું એ હકીકત હતી. મામાનાં આશ્રયે બંને ભાઈઓ બ્રિજ અને જય મોટા થયાં હતાં પિતાનાં અવસાન સમયે તેઓ સાચા અર્થમાં અનાથ બની ગયાં હતાં ઉપર આભ હતું નીચે ધરતી. પ્રભાને ક્યારેય પતિ-સુખ મળ્યુ નહોતું પ્રભા પોતાના અવિચારી નિર્ણય બદલ ખૂબ પસ્તાી હતી. તેને ભાઈએ સમજાવી હતી. ખૂબ સમજાવી હતી, ‘અરે, એ નાટકિયામાં છે શું તેતું મોડી પડી ? પછી ધમકીનાં સ્વરમાં ઉમેર્યુ હતું. ‘ખબરદાર તેને મળવાં ગઈ છું તો ?’

ધનબાદમાં ગુજરાતથી એક નાટક કંપની આવી હતી. ધનબાદનાં ગુજરાતી લોકોનાં મનોરંજન માટે આવી નાટક મંડળીઓને અહીંનો ગુજરાતી સમાજ અવાર- નવાર આમંત્રણ આપતો હતો.

અહીં ગુજરાતીઓની સંખ્યા પણ સારી, વળી તળ ગુજરાતનાં વતનીઓની મળવાની ભૂખ પણ એવી જ, પ્રવાસી ગુજરાતીઓ આવી ચડે તો સ્વાગત કરવામાં અહીંનો ગુજરાતી સમજા પાછો ન પડે કોલીયારીના કામ-ધંધામાં સંકળાયેલાનાં ભીતર તો હજુ સાબૂત હતાં, વતન પ્રત્યેની સુંગધ હજુ એવીને એવી સચવાયેલી હતી. ભીતરનાં એક ખૂણામાં એવી જ એક નાટક કંપનીનાં નાટકિય સાથે પ્રભા જેવી પ્રતિષ્ઠિત કુટુંબની પુત્રી એક રાત્રે ભાગી ગઈ, સાથો સાથ કુટુંબની આબરૂ પર અને પોતાના નસીબ પર કૂચડો મારતી ગઈ.

પ્રભાનાં ભાઈ હરિબાબુનું મોટું નામ હતું. ખબર મળ્યાં પછી પ્રભાની ભાળ મેળવવાં આકાશ-પાતાળ એક કર્યા જીંદગીમાં પહેલીવાર હરિબાબુની હાર થઈ નાટકીયા પરનો ગુસ્સો નાટક કંપની પર ઉતરે એ પહેલાં જ ઉચાળાં ભરીને, એ લોકો રવાના થઈ ગયાં.

હતાશ હરિબાબુએ જાહેરમાં ભલે કહ્યું કે હવે તેમને પ્રબા સાથે કશો સંબંધ રહેતો નહોતો, એ આવે તો પણ આ ઘરમા ંસ્થાન મળવાનું ન હોતું, તેમ છતાં પણ તેમણે ખાનગી રીતે, ઘણાં સમય સુધી તપાસ ચલાવી હતી, પરંતુ પ્રભા કે પેલા નાટકીય દિવાકરનો પત્તો લાગ્યો ન હોતો. બંને જાણે કે જમીનનાં ગરક થઈ ગયાં. બસ, પછ ીહરિબાબુએ પ્રભાની પ્રતિક્ષા કરવાનુ ંબંધ કરી દીધું. અરે, મનમાંથી કાઢી નાખી. એકની એક બહેન હતી. લાડકોડથી મોટી કરી હતી. ભણાવી હતી હરિબાબુનાં ખ્યાલો રૂઢિવાદી હતાં. સહ-શિક્ષણનાં ભણતરની પહેલેથી ચીડ હતી. અલાયદી વ્યવસ્થા હતી ત્યાં સુધી પ્રભાને ભણાવી હતી, વાતાવરણ કાંઈ ખાસ અશિષ્ટ કે અસલામત ન હોતું, વળી હરિબાબુની પ્રતિષ્ઠાને આંક પણ ખૂબ જ ઊંચો હતો તેમ છતાં પણ પ્રભાની ઈચ્છા હોવા છતાં પણ તેને કોલેજમાં મોકલીન હતી. આટલી સાવચેતી રાખવાં છતાં પણ પ્રભા દિવાકર જેવાં મુફલીસ, અજાણ્યા સાથે ભાગી ગઈ હતી. પત્ની ગમે તેમ કરીને પતિને સમજાવતી હતી, પણ હરિબાબુ ખુદ પોતાની જાત સાથે સમાધાન કરી શકતાં નહોતાં તેમનું મન ખળભળી ઉઠયું હતું. જયાં જયાં તેઓ જતાં ત્યાં ત્યાં ેવું જ સન્માન

મળતું હતું તો પમ તેમને એવું જ લાગવાં માંડયું કે સૌ તેમનો છૂપો ઉપહાસ કરી રહ્યાં હતા. પરિણામ સ્વરૂપ આક્રમણ અને ચીડિયો થઈ જશે. તેઓ નિઃસ્તાન હતાં, હવે તો ઢળતી ઉંમરે આશા પણ ગુમાવી બેઠેલાં હતાં, એમ તો કાંઈ મોટી ઉંમર પણ ન ગણાય.

આ ઉંમરે સંતાન પ્રાપ્તિનાં કેટલાય કિસ્સાઓ બનતા હોવા છતાં પણ હરિબાબુ આ બાબતમાં સાવ નિસ્પૃહ બની ગયાં હતાં અને પ્રેમની વર્ષા નાની બહેન પર વાળી હતી.

ખૂબ લાડલી હતી પ્રભા, અને તેનાં તરફથી જ હરિબાબુને સૌથી મોટો આઘાત મળ્યો હતો. ધંધાનું કામ વિશ્વાસુ માણસોને સોંપીને તેઓ હવે અળગા જ રહેવાં લાગ્યાં હતાં. અંતે તેમની હતાશા પરાકાષ્ઠા પર પહોંચી અને તેમણે સકુટુંબ ઘનબાદ છોડ્યું. ધનબાદ -તેમનાં ધનબાદમાં જ વિતાવ્યાં હતાં. કર્મભૂમિ જાણે મૂળ વતન જ બની ગઈ હતી. હરિબાબુએ એક ઝાટકે એ તાંતણો તોડી નાખ્યો હતો. પન્નાને આ ગમતી વાત હતી. પટણા તો તેનું પિયર હતું. આ કારણસર જ તેણે ધનબાદ છોડવામાં પતિને દિલ દઈને સહકાર આપ્યો હતો.

પટણા આવ્યા પછી હરિબાબુનું જીવન સાવ વૈરાગ્ય પ્રતિ ઢળી ગયુ ંહતું.

ધનબાદનાં બિઝનેશનો કબજો પરોક્ષ રીતે પન્નાએ સંભાળી લીધો હતો. હરિબાબુ ધીમે ધીમે હરિમય બનતાં જતાં હતાં. આ એક જબરજસ્ત પરિવર્તન હતું. ભારો ભાર સાંસારિક સુખોમાં ડૂબેલી એક વ્યક્તિ, સંજોગો વસાત્‌ આધ્યાત્મિકતા પ્રતિ સરી રહી હતી. જ્યારે એક જાજરમાન ગૃહિણી પન્ના પતિનાં છોડેલાં સ્થાનને અજાગૃત રીતે ગ્રહી લઈ રહી હતી. આ કુટુંબ પાસે એટલી સંપતિ હતી કે ધન-ઉપાર્જનની કશી પ્રવૃત્તિ ન કરે તો પણ ચાલે, પરંતુ પન્નાએ રસપૂર્વક આ કાર્ય કરવા માંડયું, ધવબાદના ાંટોફેરા પણ કરવાં માંડયાં.

દિવાકર સારે. અદાકાર હતો એ વાત સાચી, નાટય જગતમાં તેનું નામ પણ હતું. એ પણ સાચું, પણ એ સારો પતિ ન બની શક્યો, થોડો સમય પ્રેમનો નશો રહ્યો, પ્રભાએ પોતાની જાતને બડભાગી માની, પરંતુ જીવનની યથાર્થતાએ તેની ઉષ્માને ઓગાળી નાખી, સ્વપ્નોને વેરવિખેર કરી નાખ્યાં. જીવનની કઠોરતા સપાટી પર આવી ગઈ હતી.

જ્યારે બધી સમજ પડી ત્યારે બ્રિજ તેનાં ઉદરમાં હતો. પ્રભાને ભાઈની યાદ આવતી હતી. પોતે પૂરે પૂરી છેતરાઈ હતી- એ સત્ય સમજમાં આવી ગયું હતું. પણ હવે તે ઘણી દૂર નીકળી ચૂકી હતી. હરિબાબુ પટણા હતાં- ત્યારે દિવાકર અને પ્રબા ણ એજ નગરની ગરીબ વસ્તીમાં દિવસો ગુજારતાં હતાં. પ્રભા,યુવાનીની ભૂલની સજા ભોગવી રહી હતી.દિવાકર, એક સારા કુટુંબનો પુત્ર હતો, પરંતુ સ્વભાવના કારણે ત્યાં ટકી શકતો નહોતો, સંબંધ જાળવી શક્યો નહોતો પ્રભા ઘણું સમજાવતી પણ દિવાકર-એ તૂટેલાં સંબંધોને સુધારવા તૈયાર નહોતો. માની લીધેલાં સ્વમાનનાં ખ્યાલોમાં એ અડગ હતો પણ સાથો સાથ સ્વભાવ ભેર જીવી શકવા માટ ેપણ તે અશક્તિમાન હતો, હા, મિત્ર વર્તુળ હતું, જે ખરેખર મદદમાં આવતું હતું.

ક્રમશઃ મિત્રોનું વર્તુળ પણ સંકોચાતું ગયું.

જયનું આગમન થયું ત્યારે બ્રિજમોહન પણ માંડ ચાર વર્ષોનો હતો. એ દરમ્યાન જ સનાતન ને હરિબાબુ પટણામાં જ હોવાથી ભાવ મળી. સનાતન દિવાકરનો ખાસ મિત્ર હતો, પણ એથી પણ વિશેષ, તે પ્રભાનો હમદર્દ હતો. જે માટે પ્રભાએ ઘર છોડયું હતુ. એ પ્રેમનો ઉભરો સમાઈ ગયો હતો. પ્રભાને સમજાઈ ગયું કે એ સમયે જે વર્તન પ્રભાકર કરતો હતો, એ પણ અભિનય જ હતો.

સનાતન, પ્રભાનાં ભીતરને ઓળખાતો હતો. એક ભોળી છોકરીને છેતરવાં માટે માટે તે તેનાં મિત્રને સંપૂર્ણ દોષીત માનતો હતો અને તેથી જ તેની હમદર્દી પ્રભા અને તેનાં બન્ને બાળકો તરફ વળી હતી.

પ્રભાએ હરિબાબુની વાત સનાતને ઘણીવાર કહી હતી અને એમ પણ કહ્યુ ંહતું, ‘ભાઈ હવે મને નહિ સ્વીકારે, ક્યાંથી સ્વીકારે ? મેં તેમના મહામુલા વિશ્વાસનું ખંડન કર્યુ હતું. કુટુંબની આબરૂને બટ્ટો લગાડયો હતો. સનાતનભાઈ હવે માત્ર એક જ ઝંખના છે, બસ તેમના દૂરથી પણ દર્શન કરવા છે, મારાં માટે તો એ જ મા-બાપ હતાં... તેમની બહુ જ લાડકી હતી હું.’

પ્રભાએ કહેલી ત્રુટક વાતોનો સાર એ જ હતો કે તે હરિબાબુને ઝંખતો હતી, તીવ્ર પણે ઝંખતી હતી સનાતને તેની રીતે પ્રયત્નો આરંભી દીધીં- હરિબાબુની ભાલ મેળવવી રહેલું નહોતું. કારણ કે ધનબાદ છોડયાં ની વાત તો ઘણાં જાણતાં હતા. પરંતુ પટ્ટણાનું પૂરું કામ-ઠેકાણું નહોતું. ધનબાદની ધંધાકીય પ્રવૃત્તિમાં ક્યાંય હવે હરિબાબુનું નામ-નિશાન નહોતું. પત્ની પન્ના હવે લગભગ મુક્ત હતી, બધો વહીવટ પન્નાનાં ભાઈઓને હસ્તક હતો. પન્ના સુખ વૈભવમાં આળોટતી હતી, હરિબાબુ ભક્તિનાં માર્ગ પર લીન હતીં.

સનાતને જ્યારે કહ્યું ત્યારે પ્રભાએ ન માન્યું. ‘પ્રભા, આજે મેં હરિબાબુને જોયા. વિશ્વનાથનાં મંદિરમાં પૂજા-અભિષેક કરી રહ્યાં હતાં. સફેદ ધોતી પહેરી હતી. શરીર પર રેશ્મા પિત્ત વસ્ત્ર ઓઢયું હતું. ગૌર તેજસ્વી ચહેરા પર અજબની શાંતિ હતી. હોઠ પર શંકર-સ્તવનનાં શબ્દો હતાં.’ પ્રભા તો સાંભળીને આભી બની ગઈ.

‘સનાતનભાઈ, મને ત્યાં ન લઈ જાઓ ? મારાં ભાઈનો ત્યાં આવવાનો સમય નિશ્ચિત તો હશે જ.

‘ભલે પ્રભા કાલે સવારે સાત વાગે તૈયાર રહેજે.’

દિવાકર તો ત્યારે સૂતો હશે. સનાતને કાંઈક સંતોષની લાગણી અનુભવી હતી. દિવાકરનું કુટુંબ ખાનદાન હતું, શિક્ષક પિતા ેક સમયનાં સ્વાતંત્ર્‌ય સેનાની હતા પણ સંકળાયેલાં. આ કારણે તેઓ આદર્શ વાદી તથા શિસ્તપ્રેમી હોય એમાં શી નવાઈ ? પિતા અને પુત્રની વિચારસરણીમાં અનેક, વિરોધોભાષો હતાં. તેઓ બંને જુદે જુદે છેડે કાયમ માટે અડલ અને અટલ રહ્યાં. બન્નેની કડી-સુલતા ચાલી ગઈ. પછીતેઓ વચ્ચેનો સેતુ તૂટી ગયો, લગભગ કાયમ માટે.

પુત્રની નાટક ચેટકની પ્રવૃત્તિ પિતા ધિક્કારતાં, ક્યારેક કોઈની સામે બળાપો પણ ઠાલવતાં.

‘અરે, મારો પુત્ર આવી હીન પ્રવત્તિમાં ? નાટકચેટક તો વિલાસતાનાં પ્રતિક, એથી તો આ આયખું આખું અપવિત્ર થઈ જાય, શિવ, શિવ, શી સંતતિ ?’

બસ રાહો ફંટાઈ ગયાં, માનાં મૃત્યુ પછી તો - છેવટનો તાંતણો પણ તૂટી ગયો. દિવાકર આછું - પાતળું કમાતો, જેટલું કમાતો, તેટલું લગભગ નાટ્ય પ્રવૃત્તિમાં ખર્ચી નાખતો. નાટ્ય જગતમાં નામ તો અત્યારે પણ હતું, પણ આર્થિક રીતે તો બેહાલી જ હતી.

એ રાત્રે પ્રભા ઊંઘી શકી નહોતી, પાંચ પાંચ વર્ષોના લાંબા અરસા પછી એ તેનાં મોટાભાઈને મળવાની હતી. મળવાની નહિ, પણ દૂરથી દર્શન કરવાની હતી... એથી વિશેષ આગળ વધવાની તેની ખુદની ઈચ્છા નહોતી, જેનો આદરભાવ રાખતી હતી, એ હરિબાબુની આમન્યા તેણે તોડી હતી. હવે તેમનો સામનો કરવાની, અરે, ક્ષમા માગવાની માનસિકતા પ્રભામાં નહોતી.

સનાતન સાથે, સાદા વસ્ત્રોમાં તૈયાર થઈને તે વિશ્વનાથનાં મંદિરમાં પહોંચી. આ સ્થળે - તે ભૂતકાળમાં કેટલીય વખત આવી ચૂકી હતી, પરંતુ આ સમયે તેની છાતીનાં ધબકારાં વધી ગયાં હતાં.

પ્રભાને રૂપ વારસામાં મળ્યું હતું. દિવાકરના સંગાથે-તેણે ઘણું ગુમાવ્યું હતું. તેમ છતાં પણ જે અવશેષ બચ્યાં હતાં એ પણ મોહક હતા. પ્રભા તથા સનાતને, શંકર ભગવાનનાં નીલ વર્ણનાં વિશાળ શિવ-લિંગનાં દર્શન કર્યાં, ભક્તિભાવ પૂર્વક જીવનની બધી જ યથાર્થતાઓ ભૂલીને તેણે, આસ્થાપૂર્વક મસ્તક નમાવ્યું. સનાતનની નજરમાં ચંચળતા હતી. તે આમતેલ નજર દોડાવતો હતો, ઘડીમાં કાંડા પરની સ્વીસ, ઘડીયાળ પર આંખ માંડતો હતો.

એકાએક તેણે પ્રભાનો હાથ દાબ્યો. એ બંને સંકોચાઈને મંદિરનાં એક સ્તંભ પાછળ સંતાયા. એક ગૌરવર્ણની, પાતળી, ઊંચી વ્યક્તિ ધીમા પગલે મંદિરના પટાંગણમાં પ્રવેશી.

એ હરિબાબુ હતા. ભાઈને ઓળખવામાં અને આ સ્વરૂપમાં એની આંખો મટકું મારવાની ભૂલી ગઈ, આંસુની ધાર ગાલને ભીંજવવા લાગી.

પ્રભાની નજરે ભાઈમાં ભારે પરિવર્તન આવી ગયું હતું. વિશાળ લલાટ પર ત્રિપુંડ શોભતું હતું. ઊંચી દેહાકૃતિ પડછંદ જરૂર હતી, પરંતુ ચહેરા પર નિર્દોષતા-નીતરી રહી હતી, હોઠો પર શંકરાચાર્યનું સ્તત્રન વહી રહ્યું હતું.

‘કુપુત્રો જાયેત્‌ કર્વાચદપિકુમાતા ન ભવતિ !’

પ્રભા ધન્ય ધન્ય થઈ ગઈ, તેનાં હાથ આપોઆપ જોડાઈ ગયાં, પ્રણામની મુદ્દામાં, આંસુનાં અસ્ખલિત વહનથી ચહેરો ભીનો થઈ ગયો. હોઠ પર એક શબ્દ ફૂટ્યો નહિ. માત્ર તેણે એક કૃતાર્થતા ભરી દૃષ્ટિ સનાતન પર નોંધી, જવાબમાં સનાતને-તેનાં મસ્તક પર વાત્સલ્ય ભર્યો હાથ પસવાર્યો.

થોડી ક્ષણો હરિબાબુનાં સ્વરોથી મંદિરનું વાતાવરણ ભર્યું ભર્યું રહ્યું અને પછી તેઓ એવાં જ મંદ પગલે પાછાં ફર્યાં હતાં.

પ્રભાને થઈ આવ્યું ‘લેવાને દોડી જાઉં અને તેમના ચરણમાં મસ્તક મૂકી દઉં !’ પણ તે એમ કરી શકી નહિ.

‘તને સંતોષ થયો ને પ્રભા’ સનાતને પ્રભાને પૂછ્યું. ખરેખર તો સનાતનને પણ એટલો જ આનંદ થયો હતો, જેટલો પ્રભાને એક મિલન માટે એ નિમિત્ત બન્યો હતો. આ બનાવ પચી સનાતને એક આગળ પગલું ભર્યું હતું. વિશ્વનાથ મંદિરમાં જ તેણે હરિબાબુ સાથે સંપર્ક જોડવાં પ્રયત્ન કર્યા હતા. શરૂઆતમાં ખાલી ખાલી નમસ્કાર કરવાની ચેષ્ટા કરી હતી. આ ક્રિયામાં નિયમિતતા જાળવીને તેણે હરિબાબુ સુધી પહોંચવાની ભૂમિકા ઊભી કરી હતી.

એક દિવસે તેણે હરિબાબુને એક દુઃખી સ્ત્રીને મદદરૂપ થવાં વિનંતી કરી હતી. હરિબાબુ કબૂલ પણ થયાં હતાં. બીજા પ્રસંગે તેણે પ્રભાની કથની પણ નામ આપ્યા વિના તેમને સંભળાવી હતી. વાત સાંભળીને હરિબાબુનાં ચહેરા પરની રેખાઓ બદલાઈ ગઈ હતી, ભ્રુકુટી તંગ થઈ હતી.

‘ભલા ભાઈ, તમે એ બહેનનું નામ ન કહ્યું. એ મારી પ્રભા તો નથી ને ?’ હરિબાબુએ સીધુ જ પૂછી નાખ્યું અને એક બીજું મિલન શક્ય બન્યું હતું.

રીતસરનું મિલન તો દિવાકરનાં મૃત્યુ પછી જ શક્ય બન્યું હતું. દિવાકરની જિદ પાસે હરિબાબુ ફરી હારી ગયાં હતાં. તેમની અતિશય નમ્રતા અને સનાતનની સમજાવટ છતાં પણ દિવાકર અક્કડ રહ્યો હતો, હરિબાબુ સાથે કોઈ જ સંબંધ પ્રસ્થાપિત કરવા તેની તૈયારી નહોતી હરિબાબુ દુઃખી ુઃખી થઈ ગયાં હતાં. પ્રભા અને હરિબાબુ વિશ્વનાથનાં મંદિરે અવારનવાર મળતાં હતાં. પ્રભા અનુભવી શકી કે ભાઈ હવે પહેલાનાં ભાઈ નહોતાં રહ્યાં. શીતળ વડલા જેવી વત્સલતા, હવે તેમની છાયામાં હતી. સ્વભાવમાં રહેલી નબળાઈઓ સાવ ઓગળી ગઈ હતી.

દિવાકરને પીવાની લત હતી જ, જિંદગીમાં મળતી નિરાશાથી તેની લત વકરી હતી. પ્રભા અને સનાતનની સમજાવટોનું કશું લાભદાયી પરિણામ આવતું નહોતું. આવી અવદશા વચ્ચે, બ્રિજ અને જય મોટા થતાં હતાં, આવાં બાળપણમાં કશું નોંધપાત્ર ન જ હોય એ સ્વભાવિક હતું.

જય તો નાનો હતો, પણ બ્રિજમાં તો સમજણની પાંખો ફૂટવા લાગી હતી. તેનાં બાળમાનસ પર આ માહોલની ઘણી મોટી અસરો થઈ હતી, દિવાકર તો ખુદ પોતાની જાતની સંભાળ લઈ શકે તેમ નહોતો, ત્યાં કુટુંબની સંભાળ તો ક્યાંથી રાખે ? ખરેખર તો એ માટે તેની દાનત જ નહોતી, રહ્યું સહ્યું ડહાપણ પણ દારૂની લતમાં તણાઈ ગયું હતું. વળી અહીં કોઈ તેને રોકવા કે ટોકવા વાળું નહોતું. સનાતન તેને સ્હેજ નિયંત્રણમાં રાખતો હતો, બાકી પ્રભાને તો ઘોળીને પી ગયો હતો. પ્રભાને પણ હવે ખાત્રી થઈ ગઈ હતી કે પતિમાં પરિવર્તન થવાની શક્યતા નહિવત હતી. હવે તે બ્રિજ પર આશાની મીટ માંડીને બેઠી હતી. જય તો હજુ માંડ પા પા પગલી ભરી રહ્યો હતો. આમ ટૂંકામાં, બ્રિજની આશા, અને સનાતનનાં સહારાથી પ્રભા દિવસો પાર કરતી હતી, બસ એ જ સમયે હરિબાબુ મળી ગયા. આટલા સમય સુધી બાંધી રાખેલો હૃદયનો ભાર, પ્રભા હવે જીરવી ન શકી, રડી પડી અસ્ખલિત મુક્ત રીતે.

હરિબાબુની સ્થિતિ પણ એવી જ હતી, દિવાકર માન્યો હોત તો તેઓનું જીવન જુદી જ દિશામાં ફંટાયું હોત. અલબત્ત દિવાકરનાં આકસ્મિક મૃત્યુથી ઘટના ક્રમને નવો વળાંક મળ્યો હતો.

પ્રભા વિધવા બની હતી અને એક વિધવાની પ્રતિષ્ઠા આપણા સમાજમાં કાંઈ બરાબર જળવાતી નથી. આમ પ્રભાનું આગમન થોડું ઝંખવાયું હતું.

ખાસ કરીને પન્નાનાં વર્તનમાં ખાસ ખુશી કે ઉમળકો નહોતાં, હરિબાબુ તો પ્રભાને જોઈને આનંદવિભોર બની ગયાં હતાં. તે દિવસે તેઓ વિશ્વનાથનાં મંદિરમાં સ્તવન ગાતાં ગાતાં ગળગળાં થઈ ગયાં હતાં.

‘ભાળાનાથ તેં મારી વિનંતી સ્વીકારી મારાં પર મોટો ઉપકાર કર્યો. મારી એક ખોટ પૂરી કરી...’ મારું જીવતર હવે સાર્થક છે. તારી પૂજા-ભક્તિ મને ફળ્યાં, બસ હવે એકેય ઝંખના બચી નથી મારા નાથ.’

પ્રભાના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થયો. તેને ભાઈની છત્ર-છાયા મળી, સાનિધ્ય મળ્યું અને અપ્રતિમ પ્રેમ મળ્યો. બંને પુત્રો, બ્રિજ અને જય, નવીન સુવિધાઓ વચ્ચે ઉછરવાં લાગ્યાં ભાણેજો.

મામાનો સહારો મળ્યો, જીવનમાં એક નવી રસવૃત્તિ સજીવન થઈ. પ્રભાનાં જીવનમાં પમ સ્થિરતા પ્રવેશી હતી. દિવાકરનાં યાતના ભર્યા સંસારની યાદો, ભૂલવા તે મથતી હતી. સનાતન ક્યારેક મળવાં આવી જતો હતો, ખાસ કરીને હરિબાબુને સનાતનમાં દિલચસ્પી જાગી હતી, મળતાં ત્યારે એ લોકો કલાકો સુધી ધર્મ, સમાજની વાતો કર્યા કરતાં, પન્ના તેનાં ભાઈ સાથે ધંધો-કારોબાર સંભાળતી હતી. પ્રભાનું આગમન-તેને ખાસ રૂચ્યું નહોતું. પમ તેમ છતાં પણ તેણે તેનો અણગમો અપ્રગટ જ રાખ્યો હતો.

હરિબાબુને થયો તેવો ઉમળકો પણ નહોતો દર્શાવ્યો. અને અણગમો પણ નહોતો દર્શાવ્યો. આમ અસ્તવ્યસ્ત જીંદગીઓ નવાં ઘાટમાં ગોઠવાતી હતી. લાગણીઓને નવાં નવાં આકારો મળતાં હતાં. સંબંધોનાં નવાં નવાં સમીકરણો બનતાં હતાં.

દરેક ઘટનાઓ પાછળ સમય જ સૌથી મોટું પરિબળ ગણાય છે. ક્રમશઃ પ્રભાનાં મનમાંથી દિવાકર ભૂંસાવા લાગ્યો હતો. પ્રભાએ એકદુઃસ્વપ્ન ગણીને અતીતને ભૂલી રહી હતી, બ્રિજ અને જય મામાની શીળી છાયામાં ઉછરતાં હતાં. બ્રિજની તો શાળાકીય કેળવણી પણ શરૂ થઈ હતી.

બ્રિજની નજર સમક્ષ આખો ભૂતકાળ ચલચિત્રની માફક સરી રહ્યો હતો. દુર્ગા અખંડિત નિંદ્રાનું અસીમ સુખ માણી રહી હતી. આમ તો દુર્ગાની ઈચ્છા પતિ સાથે વાતો કરવાની હતી. પ્રેમસભર વાતો કરવાની હતી, પરંતુ શરીરનાં થાકે તે લાચા બની હતી.

હજુ તેની વય આવી રસિક ચેષ્ઠાઓ માટે અનુકૂળ હતી. જય તથા વિશાખાનાં લગ્ન, મિલનની રસીક ઘટનાએ તેને પણ ઉત્તેજિત કરી હતી. એ અત્યારે પતિની સ્થિતિથી અજાણપણે મીઠી નિંદ્રા માણી રહી હતી.

બ્રિજનાં જીવનમાં આટલો ખરાબ સમય ક્યારેય આવ્યો નહોતો. તેની એક વખતની પ્રેયસીને મળવાં માટે તે કેટલો આતુર હતો ? પણ જ્યારે વિશાખા મળી ત્યારે તે આવો એક શબ્દ ઉચ્ચારી શકે તેમ નહોતો. બધી જ કહેવાની વાતો તેણે હોઠો પર બીડી રાખવી પડી હતી, જખમ ચચરતાં હતાં છતાં પણ ચહેરા પર મહોરું વિંટાળી રાખવું પડ્યું હતું.

અત્યારે તેને આખો અતીત યાદ આવી જતો હતો. પ્રભાની યાતનાઓ તેણે નજરે નિહાળી હતી, મામાની છત્રછાયામાં બ્રિજ જોઈ શકતો હતો કે મા પૂર્ણરૂપે સુખી નહોતી જ. પન્ના વખતો વખત પ્રભાને તેણે આચરેલા અવિચારી અને હીન પગલાં માટે સંભળાવવાની તક ગુમાવતી નહોતી. આવા સમયે માનો ચહેરો ઝંખવાઈ જતો, બ્રિજે જોયો હતો.

મામા પાસે કાયમ શીતળતાનો અનુભવ થતો હતો. જ્યારે મામી કાયમ ઉગ્રતા અને કટુતાનો પરિચય કરાવી આપતાં એ બ્રિજને યાદ હતું. જરા સમજવાન થયો પછી તો તેને બધી જ વાતોની સમજણ પડી ગઈ હતી. તેઓ આશ્રિત હતા - એ લાચારી પ્રભાનાં વહેવાર વર્તનમાં પ્રગટ થતી હતી. ક્યારેક બ્રિજ અકળાઈ ઊઠતો. મામીને કશું કહેવા તૈયાર થઈ જતો, પરંતુ તરત જ પ્રભાનો દયામણો ચહેરો યાદ આવી જતો પછી બધો જ રોષ આપોઆપ ઓગળી જતો. પ્રભા માત્ર એટલું જ કહેતી, ‘બેટા - તું ભણ, ગણ ને પગભર થા, પછી આપણે આપણો રસ્તો શોધી કાઢીશું. વળી બ્રિજ, મામાનો પણ વિચાર કરવો પડે ને ? કેટલાં

માયાળુ છે મારાં ભાઈ !’

તે વળી મનોમન પોતાનાં ભાગ્યને કોસતી. ક્યારેક વળી પોતાના દોષનો પણ વિચાર કરતી.

જયની પ્રકૃતિ, બ્રિજથી સાવ ભિન્ન હતી. બ્રિજ લાગણીશીલ અને શાન્ત હતો. જ્યારે જય તો મસ્તરામ હતો. પન્નાને પણ જય ખૂબ જ ગમતો, જયની પ્રગતિમાં એ ખાસ રસ લેતી હતી. બ્રિજ પ્રતિ તેને થોડો અણગમો હતો. પ્રભા જાણતી હતી, પણ કશું કરી શકે તેમ નહોતી.

‘ચાલો, એ બહાને પણ મારાં જયનો ખ્યાલ તો રાખે છે, એ પણ મારો જ છે ને ?’

પ્રભા સંતોષ મેળવતી હતી, શક્ય હોય તેવી રીતે બ્રિજને સમજાવતી હતી, ફોસલાવતી હતી. એથી પણ વિશેષ આળાં હૃદયને સાંત્વન આપ્યાં કરતી. પન્નાને અનુકૂળ થવા મથતી અને હરિબાબુ પાસેથી જીવન જીવવાની પ્રેરણા મેળવી લેતી હતી. આમ સમયનું વ્હેણ સરતું હતું.

યુવાન બ્રિજમોહનને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. કાયમ વિદ્રોહ કરવાનાં વિચારો આવતા હતા. પન્ના મામી તથા તેમનાં ભાઈનાં વર્ચસ્વથી ખાસ અકળાવાનું કારણ નહોતું, પરંતુ હરિબાબુ સામે થતાં પરદા પાછળના પ્રપંચો તેને અકળાવતાં હતાં.

‘અરે, ભગવાન જેવા મામા સામે છળકપટ ?’ બ્રિજનું યુવાન મન ખળભળી ઊઠતું. તે છાને ખૂણે પ્રભાને મનની વાત કરતો - મામાને બધું રહસ્ય જણાવી દેવાં મન થઈ જતું, પણ મામા પાસે આવતાં એ સઘળાં વિચારો ઓગળી જતાં હતાં.

‘શા માટે આવા પવિત્ર પુરુષને સંસારિક મલિન વાતોમાં ઢસડી જવાં ?’ બ્રિજને વિચાર આવતો મામાની નિર્મળ મૂર્તિને જોતાં જ બ્રિજની આંખોમાં હર્ષના આંસુ આવી જતાં. આપોઆપ તેમના ચરણમાં તેનું મસ્તક ઝૂકી જતું. ‘બ્રિજ, મામા સાથે બીજી જ વાતો કરતી, મૂળ વાતો સાવ ભૂલાઈ જતી સનાતન સાથેનો તંતુ પણ જળવાઈ રહ્યો હતો. એ સંબંધ હજુ અકબંધ હતો. પ્રભા પણ મનની વાતો સનાતનને કહીને ભાર હળવો કરતી. ક્યારેક બ્રિજમોહન પણ સનાતની સલાહ લેતો.

સમય સરતો જતો હતો, પાઘડી પનાનાં પટ્ટણા નગર પાસેની ગંગા ક્યારેક, વિકરાળ સ્વરૂપ પણ ધારમ કરી લેતી હતી. જાણકારો એવું નોંધતા કે દિવસે દિવસે ગંગાનાં નીર નિર્મળતાં હતાં. એમ છતાં પણ આખી નગરી આ લોકમાતાની ઓશિંગણ હતી. ભલે હરદ્વાર, વારાણસી કે અલ્હાબાદ જેવાં ભક્તિભાવ ભર્યા દૃશ્યો ન સર્જાતા હોય, પરંતુ તેમ છતાં પણ એક સૌંદર્ય-ધામ કે માતાનાં ઉમંગ જેટલી મહત્તા-ગંગા તટે મેળવી જ હતી. બ્રિજમોહન પણ જ્યારે અશાંતિ અનુભવતો, ત્યારે અચૂક ગંગાનાં ખળ ખળ વહેતાં શીતળ સાનિધ્યમાં પહોંચી જતો. ખળભળતાં પ્રશ્નોનાં નિરાકરણ, ત્યાં થોડી ક્ષણોમાં મળી જતાં, તે ક્યારેક હરિબાબુ સાથે પણ અહીં આવતો. આવાં સમયે તેને બેવડો લાભ મળતો. એક અસ્ખલિત વહેતાં નીર પ્રવાહનાં નાદ-સંગીતનો બીજો હરિબાબુનાં સાનિધ્યનો...

હરિબાબુ કેટલીયે વાતો કરતાં. જ્ઞાનની, અનુભવની, ધર્મની, બ્રિજ ન્યાલ થઈ જતો. આ બંને લાભોથી હરિબાબુ ક્યારેય કોઈની ભૂલોની વાતો કરતાં નહોતાં પ્રભાએ કરેલી ભૂલોની પણ નહિ. એક નહિ એક સમયે, તેઓ પ્રભાને માફ કરવાની માનસિકતા ધરાવતાં પણ નહોતાં.

પતિની યાદો હવે માત્ર અવશેષ બની ગઈ હતી. બ્રિજ પણ ક્યારેક પિતાને યાદ કરી લેતો, કડવાશથી જયને તો આ પ્રશ્ન સ્પર્શતો જ નહોતો. પ્રભા કરતાં પણ વિશેષ, પન્ના લાડ લડાવતી હતી.

બ્રિજ જ્યારે સારાં ગુણો લાવીને ‘મેટ્રીક્યુલેટ’ થયો, પ્રભાનો આનંદ ચહેરા પર હરફર કરવા લાગ્યો, તેનું એક સ્વપ્નું પૂરું થયું. જે તેણે દિવાકરની હયાતિમાં જોયું હતું.

એ સમયે જુો જ આશય હતો. તે પતિનાં અવલ બનથી મુક્ત થવાં માગતી હતી. જીવનની યાતનાઓએ તેનાં માટે એવી સ્થિતિ નિર્માણ કરી હતી કે તે આવું ઈચ્છતી હતી, પ્રબળ પણે ઝંખતી હતી. પુત્રમાં એક મુક્તિની શક્યતા નિહાળતી હતી.

હવે થોડો સંદર્ભ બદલાયો હતો. પરિસ્થિતિમાં ન કલ્પેલું પરિવર્તન આવ્યુ ંહતું.

પુત્ર મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતો જોઈને પ્રભાની આંખોમાં ઝળઝળીઆં આવી જતાં હતાં.

પન્નાની દૃષ્ટિમાં હમેશા પ્રભા તથા બ્રિજમોહન માટે દીન ભાવ વંચાતો, વાણી અને વર્તનમાંથી પ્રતીત થતું હતું કે તેઓ પન્નાનાં આશ્રિત હતા. જય માટેનો પન્નાનો પક્ષપાત જાણતો હતો એનું કારણ પ્રભા સમજતી હતી. પન્ના જયને ખોળે લેવા માંગતી હતી, તે નિઃસંતાન તો હતી જ, જયને જોયાં પછી તેણે આ બાબત મનમાં ચોક્કસ કરી નાખી હતી. કોઈની સલાહ લેવામાં જોખમ હતું. હરિબાબુને મન તો બંને બ્રિજ અને

જય પુત્રવત્‌ હતા. પન્નાનાં ભાઈને કહેવામાં પણ જોખમ હતું. એ ન જ સ્વીકારે એવી પન્નાને ખાતરી હતી. લાખોની મિલકતનાં મામલામાં અનેક પ્રશ્નો ઊભા થાય તેવું હતું.

પ્રભાને મનાવવામાં તો કશી મુશ્કેલી પડશે નહિ જ, એવું પન્નાનું દૃઢપણે માનવું હતું.

આ કારણસર જ તે પ્રભા પ્રતિ એટલી કઠોર નહોતી બનતી જેટલી તે બનવાં તત્પર હતી.

જય આ બધી જ બાબતોથી અજાણ હતો. બધી તરફથી વરસતી કૃપાઓ ઝીલવામાં તેને કશી આપત્તી નહોતી.

પ્રભાએ આ મુંઝવણ સનાતનને પણ જણાવી હતી. સનાતને ખૂબ વિચાર કરીને અંતે સલાહ આપી હતી. ‘તમારે લોકોએ વધુ સમય અહીં રહેવું ન જોઈએ. કશું અજૂગતું બને પછી વસમી વિદાય લેવી પડે, એ કરતાં પહેલાં જ ... વળી હરિબાબનું સ્થાન નથી, ત્યાં તમારું સ્થાન પણ ભવિષ્યમાં અનિશ્ચિત બની જવાનું. વળી બેય ભાઈઓ વચ્ચે અંતર વધે એવા પગલાંમાં કોઈનું શ્રેય ન થાય !

આ કારણસર જ બ્રિજે સ્નાતક થયાં પછી તરત જ નોકરી શોધવાની કામગીરી શરૂ કરી હતી. ગુજરાતમાંથી પ્રગટ થતાં વર્તમાનપત્રો ખાસ ઝીણવટ-પૂર્વક વાંચતો હતો. સૌરાષ્ટ્રના એક નાના ગામની શાળામાં ગણિત શિક્ષકની જરૂરી હતી - બ્રિજે અરજી કરી નાખી. બ્રિજનાં આશ્ચર્ય વચ્ચે તેની પસંદગી પણ થઈ ગઈ હતી. બ્રિજને એ દિવસે અપાર આનંદ થયો હતો.

ધ્યેય પ્રતિનું આ પ્રથમ સોપાન હતું. સાથોસાથ મા તથા મામાની વિદાયનું દુઃખ પણ નહોતું ગમ્યું બ્રિજને. તેમણે પ્રેમથી ઠપકો આપ્યો હતો. પ્રભા પણ ડગી ગઈ હતી, પુત્રને દૂર દૂર મોકલવા માટે તેનામાં હિંમત નહોતી. સનાતને બાજી સંભાળી લીધી ન હોત તો જરૂર બ્રિજ રોકાઈ જ ગયો હોત.

‘શું પુત્રોને કાયમ આશ્રિત જ રાખવાં છે ? યાદ રાખો પ્રભાબેન, એક દિવસ તો આ અવલંબન છોડવાનું જ છે.’

પ્રભાએ આંસુ લૂંછી લીધાં.

‘મા-મને પગભર થવા દો, પછી તમને બંનેને ત્યાં બોલાવી લઈશ. વળી પડખેનાં મોટા શહેર રાજકોટમાં ‘જર્નાલિઝમ’નો ડિપ્લોમા કોર્સ કરવાની પણ સુવિધા છે...’

હરિબાબુને બ્રિજની ખોટ સાલી, ખૂબ સાલી - તેમણે પ્રભાને પૂછ્યું હતું, ‘પ્રભાતને અહીં કશી ઓછપ તો લાગતી નથી ને ? જેવું મારું ઘર એવું જ તારું છે. બ્રિજને જવાની જરૂર શી હતી ?’

અલબત્ત પન્નાને આ ગમ્યું હતું. તેણે પ્રગટ રીતે કશું કહ્યું નહોતું, ખુશી કે અણગમો, છતાં પણ તેનું વલણ અજાણ્યું નહોતું, આ પ્રસંગ પછી તે જય પર વધુ પ્રેમ ઢોળવાં લાગી હતી. પ્રભાને પણ આશ્વાસન આપતી હતી કે બ્રિજને જવાની જરૂર નહોતી, વળી ઉમેરતી, ચાલો, એ બહાને એ થોડો ઘડાશે.

બ્રિજ નિયમિત પત્રો લખતો કારણ કે એ સમજતો હતો કે પ્રભા આ પત્રોનાં સહારે જ જીવતી હશે. જયને પણ ખાસ જુદો પત્ર લાતો હતો. જેમાં વિવેકાનંદનાં આદર્શોની વાતો વિગતવાર લખતો, નવાનગર ગામ તથા તેની શાળાની વાતો લખતો, સહ-શિક્ષકોની વાતો લખતો. શાળાનાં વર્ગોમાં રોજબરોજનાં નાનામોટા અનુભવોની વાતો પણ લંબાણથી લખતો, નવાનગરમાં તેની પાસે ખાસ્સો સમય હતો. તે પત્રો લખીને એકલતા તોડવા મથતો હતો, ખુદની સ્તો !

પ્રભા તથા જયના પત્રો પણ આવતાં હતાં. પ્રભા પત્રોમાં લાગણી સભર શબ્દો લખતી,ગમે તેવી ગાંડી ઘેલી વાતો પણ લખતી એક બાબત તો અવશ્ય લખતી.

દીકરા એક વાત તો મને કાળજામાં ખૂબ ખટકે છે તું તારાં સારા માટે જ દૂરનાં મુલકમાં ગયો છું - અને હવે ગોઠવાઈ પણ ગયો છું, છતાં પણ થયા કરે છે કે મે તને અળગો જ કેમ કર્યો ? હવે તો અહીં મનને ગોઠતું જ નથી, થાય છે કે આવી જઈએ બંને પાસે, વળી મામાનાં ઉપકાર જોતાં મનને વાળી લઉં છું !’

પ્રભા કોઈ વાર વળી બીજી દિશામાં વળી જતી. ‘બ્રિજમોહન હવે તો મને તને પરણાવવાનાં કોડ જાગ્યા છે. રૂમઝૂમ કરતી વહુ ઘરમાં આવે એ કઈ માંને ન ગમે ?

બ્રિજ, જય પણ મને કહેતો હતો કે ભાઈને પરણાવી દઈએ...!’

બ્રિજને આવાં પત્રો વાંચીને રોમાંચ થતો. તેનાં આનંદમાં સહભાગી થવાવાળું નવાનગરમાં કોણ હોય ? કામ કરવાં, વાળીબેન, હાજર હોય તો અવશ્ય કહેતી, સાહેબ આજે લેરમાં છે. ઘેરથી કાગળ આવ્યો છે ને !

મિત્તભાષી બ્રિજ ત્યારે જરાક બોલકો બની જતો. શિક્ષકમિત્રો પણ તેનાં ‘મૂડ’

પરથી સમજી જતાં કે... એકાંકી સાથી કાંઈક આનંદમાં છે.

રજામાં ‘જર્નાલિઝમ’નો અભ્યાસ ચાલતો હતો. બાકીનાં દિવસો નવાનગરનાં શાળાનાં વાતાવરણમાં પસાર થતા હતા. દિવસો પ્રવૃત્તિમાં અને રાત્રિ વિચારોમાં વિહરતી હતી. શાળાનું જીવંત વાતાવરણમાં તેનો જીવનરસ ટકી શકતો, આ વાતાવરણ તેને ખૂબ ગમતું હ તું. એક તો ગણિત વિષય તેને ખૂબ ખૂબ ગમતો અને બીજું છાત્રાઓ વચ્ચે જીવન જીવતા જીવતા એ તેની એકલતાને દેશવટો આપી શકતો હતો.

સમય હોય કે કોઈ ક્ષણે કંટાળો કોરી ખાતો હોય ત્યારે તે ગામની બહારની નાનકડી-નદી પાસે પહોંચી જતો, નદી તો નામની જ હતી. ચોમાસામાં પાણી રહેતું, બાકી તો પટ આખો વેરાન વગડાની જેમ પડ્યો હોય પાસેનાં એક શિવ-મંદિરમાં તેને શાંતિ મળતી. આ સ્થળે તેને ગંગાતટ અવશ્ય યાદ આવતો, આંખો સામે અસ્ખલિત વહી જતો વિશાળ જળપ્રવાહ ખડો થતો. વિશ્વનાથનું ભવ્ય મંદિર અને સાથોસાથ એવાં જ ભવ્ય હરિબાબુની મૂર્તિ ખડાં થતા, બ્રિજની આંખો આંસુથી છલકાઈ જતી.

બ્રિજની નજર સામે ત્યાંની ગરીબીનાં ચિત્રો પણ તદૃશ થતાં હતાં. અહીં ગરીબાઈ નહોતી એવું તો નહોતું જ. છતાં પણ એ પ્રમાણ થોડું ઓછું હતું. દુઃખોને પણ વહેંચી લેવાની સમજ આ ભૂમિમાં હતી.

ધીરે ધીરે બ્રિજનું મન અહીંની ભૂમિમાં ખૂપતું ગયું. ગણિતના પ્રશ્નોનું નિરાકરમ જેટલું સહેલાઈથી, તે લાવતો જીવનનાં પ્રશ્નોનું નિરાકરણ પણ એટલું જ સાહજિક તેને લાગવાં માંડ્યું. બેન્ક બેલેન્શ પણ ખાસ્સું વધવા લાગ્યું.

પાસબુકમાં સહી કરતાં કરતાં પારસી બેંક મેનેજરે બ્રિજને ટકોર કરી હતી હવે પન્ની જા, બાવા એન્જોય ધ લાઈફ...!

બ્રિજને પણ લગ્ન જીવનન્ના વિચારો આવતાં જ હતાં. તેની ઉંમર હવે લગ્ન કરવાની હહતી. તે રાત્રે ક્યારેક આવાં વિચારોમાં ચડી જતો ત્યારે ઉજાગરો જ વેઠવો પડતો. તે કન્યા વિદ્યાલયનો શિક્ષક હતો. આથી આખો દિવસ દિવસ વિજાતિય ટોળા વચ્ચે જ રહેવાનું બનતું, મન અને ચહેરા પર જવાબદારી અને સંયમના મહોરા ચુસ્તપણે વીટીં રાખવાં પડતાં. તેના સહશિક્ષકો પણ આવું જ કરતાં, છતાં તેમનાં અલાયદા ખંડમાં કયારેક હળવી તો કયારેક હલકી વાતો પણ શરું થઈ જતી. બ્રિજ માત્ર સાંભળતો પણ કયારેક કયારેક તેને કસીક ટાપસી પૂરવનું મન થઈ આવતું. આમા પણ આખરે તે સયમ રાખતો, કરવાં ધારેલી મજાક માત્ર ઘરની ચાર દિવસોમાં જ યાજ કરીને હસતો, આ બધી જ વાતો તેને રાત્રે સૂતી વખતે યાદ આવતી અને પછી તે ઊંધી શકતો નહિ.

ગામમા બે સિનેમા ગૃહો હતાં. ક્યારેક ક્યારેક બ્રિજ‘મૂવી’ જોવાં પણ જતો મોટા ભાગે તો બ્રિજ આવાં શોખ, રાજકોટ જતો ત્યાં પૂરા કરતો, નાટકો જોવાનો તને બેહદ શોખ હતો. પરંતુ નવાનગર જેવાં ગામાં તો નાટકો ન આવે. તેનો આ શોખ પણ રાજકોટમા ક્યારેક સંતોષતો. એકાકી જીવન એકંદેરે તેને માફક આવી ગયું હતું. છતા પણ તે દિવાળાનાં વેકેશનની આતુર મને રાહ જોતો હતો, જેમાં તે પટ્ટણા જઈ શકે.

આ સમય દરમ્યાન જ તેનો વિશાખા નામની છોકરીનો પરિચય થયો. એક તેજસ્વી તથા બહાદુર બાળા છાત્રા તેનાં દિલો- દિમાગમાં છવાઈ ગઈ હતી. આ છોકરીમાં એવું કશું આકર્ષણ હતું જે એકાકી બ્રિજને સ્પર્શી ગયું. આ લગભગ પહેલી નજરનું આકર્ષણ હતું જોકે સાવ એક પક્ષીય રીતે વિશાખા આવુ કસું વિચારતી હશે કે નહિ એ વિશે બ્રિજમોહન સરને કશું અનુમન હતું નહિત .ેના કોરા પાટી જેવાં મન પર વિશાખા નામ અંકાઈ ગયું હતું.

ને બહાદુર છોકરીને સૌ ખાનગીમાં ઝાંસીની રાણી એવી વિશેષણથી નવાજતાં, કારણ સ્પષ્ટ હતું, છોકરીઓ ખાસ કરીને આ નાનકડાં ગામની છોકરીઓ, સ્વભાવે ડરપોક અને શરમાળ હતી ગ્રામ્ય સંસ્કારની અસસો વ્યાપકપણે જોઈ શકાતી હતી. પટ્ટણા જેવાં મહાનગરનાં વાતાવરણથી આ માહોલ ખૂબજ ભિન્ન હતા. સ્વભાવે બ્રિજ પણ આવો જ હતો ને ? જિંદગીનાં કપરાં સંજોગોએ તેનામાં થોડી લધુતાગ્રંથી પણ જોડી હતી. તે માડં માંડ પોતાની રીતે જીવન જીવતો થયો હતો.

વિશાખા ખરેખર સુંદર હતી. ટોળામાં હોય તો પણ કોઈની નજરમાં તે તરત પકડાઈ જાય તેવું કસું તેનામાં હતું. તે રોષમાં બોલતી હોય તે રાજીપામાં, પરંતુ સામી વ્યક્તિએ તેને પૂરે પૂરી સાંભળવી જ પડતી તેને અવગણી શકાતી નહિ જ.

શિક્ષક ગણમાંથી કોઈ શિક્ષક વિશાખા માટે પ્રશંસાનાં શબ્દો ઉચ્ચારતાં તો એ બ્રિજમોહનને ગમતું. પણ જો કોઈ અણગમતી વાત કરે તો બ્રિજ મુખ અણગમાંથી ફેરવી લેતો. આટલો માલિકી ભાવ મનોમન કોઈ પણ જાતનાં પરિચય વિના પણ તેણે કેળવી લીધો હતો.

વિશાખાથી આકર્ષાયા પછી તેનો અજંપો ઓર વધી ગયો હતો. એ અવસ્થામાં તે વર્ગમાં બોલી ઊઠયો હતો. ‘આ દાખલો ગણી શકશો, ઝાંસીની રાણી ?’ તેનો મજાક કરવાની જરા પણ ઈચ્છા નહોતી, છતાં પણ બ્રિજ મજાક કરી બેઠો હતો. વિશાખા હિંમતભેર ઊભી થઈને બ્લોકબોર્ડ પાસે આવી, ત્યારે તેને થયું કે વિશાખા દાખલો

સાચો જ ગણો તો સારું. ફૂટ પ્રશ્ન ખરેખર કઠિન હતો. વિશાખાએ ચોકસ્ટીક હાથમાં લીધો. બે ચાર પળ માટે પ્રશ્ન પર તાકી રહી અને પછી સડસડાટ દાખલો ગણી આપ્યો, તદ્દન સાચો બ્રિજ ને લાગતું હતું કે આ તો તેની જ પરીક્ષા થઈ રહી હતી. દાખલો સાચો ગણાયો તેથી તેને બેવડો આનંદ થયો હતો અને સાવ અજાણતા જ તેણે સહજ ભાવે વિશાખાને પીઠ થાબડીને શાબાસી આપી હતી.

બ્રિજને, હથેળીમાં થયેલો સ્પર્શ આકી રાત ઝણઝણ્યો હતો. એક અજાણી છોકરીનો સ્પર્શ પ્રિય પાત્રનો પ્રથમ સ્પર્શ પણ હતો. બ્રિજ, આખી રાત મીઠા મીઠાં ખ્યાલોમાં ંહતો. તેને વિચાર આવતાં હતાં કે શું પેલી છોકરી વિશાખા પણ માંરા જેવાં વિચારોમાં ડૂબી હશે ? કે પછી યાદ પણ નહિ કરતી હોય ?

સ્ત્રી અને પુરુષ, બંન્ને માટે વિજાતીય આકર્ષણ સરખુ જ હોય છે. ક્યાંય એ બોલકુ બને, તો ક્યાંય ગોપિત. વિશાખાની પીઠ થાબડીને આનંદ વ્યક્ત કર્યો. એ ભલે સાવ સહજ રીતે બનેલી ઘટના હોય, પરંતુ તેનોં પ્રત્યાઘાતો પડવાનાં જ હતાં અરે, પડયાં પણ હતાં, બ્રિજને આ ખ્યાલ આવતાં, તે ભીતરથી ખૂબ ગભરાઈ ગયો હતો.

નવી નવી નોકરી હતી, અને તેમાં જ આવી ઘટના પોતાના વિશે બને એ કાંઈ સારી બાબત નહોતી. એ ગંભીરતા બ્રિજને પછી સમજાણી હતી. પ્રીન્સીપાલનો ઠપકો ક્યારે મળે, કેવા સ્વરૂપે મળે એ દહેશતમા તેણે પછીનાં બે-ત્રણ દિવસો પૂરા કર્યા. તેના આશ્ચર્ય વચ્ચે, કશુ જ ન બન્યુ. એ પછી જ બ્રિજમોહન સ્વસ્થતા મેળવી હતી. તેણે દિલપૂર્વક ઈશ્વરને યાદ કર્યા હતાં અને સાથો સાથ વિશાખાને પણ યાદ કરી હતી.

‘ખૂબ સાલર અને બહાદુર છોકરી ગણાય. આવી બાબતને તેણે સહજતાથી લીધી અને નાહક લંબાી નહિં. બ્રિજની નજરમાંથી વિશાકા ખસતી નહોતી, ખસતી જ નહોતી, અલબત્ત તેણે નક્કી કરી નાખ્યુ કે વર્ગમાં ખૂબ સંયમથી વર્તવું, આવી ભૂલ કદાપિ ન કરવી.

વિશાખાનાં વર્ગમાં જતાં વેતં જતેનું ધ્યાન, સૌથી પ્રથમ વિશાખા પ્રતિ દોરાતું. અપ્રગટ રીતે બ્રિજ વિશાખાની હાજરીની માનસિક નોંધ લઈ લેતો.

ગણિત-શિક્ષક તરીકેની, બ્રિજની આબરૂ ખૂબ સારી હતી. આ તેનું ખૂબ મોટું જમા પાસું હતું. પ્રીન્સીપાલને તો ડર હતો કે આવો તેજસ્વી શિક્ષક, આવા સામાન્ય સ્થળે વધુ સમય માટે ન ટકે. બ્રિજ જેવાં શિક્ષકત્ને કારમે શાળાની પ્રતિષ્ઠા વધી હતી.

આ વર્ષે ‘મેટ્રીક્યુલેશન’ની ની પરીક્ષામાં શાળાના તેજસ્વી પરિણામ બાબત તેઓ ખૂબ આશાવાદી હતાં. બ્રિજની આ મહત્ત્વની કામગીરીને કારણે જ તેમણે પેલી વિશાખા વાળી વાતને ખાસ મહત્વ નહોતુ આપ્યું. વાત તો તેમના સુધી પહોંચી જ હતી, ચાડીના રૂપમાં, પરંતુ તેમણે વાત હળવી ગણી લીધી હતી.

બ્રિજને નવાનગરનાં રૂઢિચુસ્ત સમાજનો ખ્યાલ હતો જ આવી વાતોને સ્વીકારવા તેઓ તૈયાર ન જહતો. આ ‘કન્યા વિદ્યાલય’ હતું, માટે ગામની આટલી બાળાઓ અભ્યાસ કરી રહી હતી, અન્યથા તેઓને કન્યા કેળવણીમા રસ નહોતો, એમાં પણ કુમાર વિદ્યાલયમાં સહશિક્ષણ માટે તો રજ માત્ર પણ તૈયાર નહોતાં પોતાની પુત્રી પર કોઈ પરપુરુષનો પડછાયો પણ ન પડે. તેવી કાળજી ગામનાં મોટાં ભાગના વડીલો રાખતાં હતાં. આવા વાતાવરણમાં કોઈ છાત્રાને પ્રેમ કરવો એ દુઃસાહસ જ ગણાય.

બ્રિજ મોહન આ દુઃસાહસ કરી બેઠો હતો. ‘ડીફીકલ્ટી’ સોલ્વ કરાવવાનાં બહાને વિશાખા બ્રિજના ઘરે આવતી થઈ ગઈ હતી. બ્રિજને તરત જ સમજાઈ ગયું કે વિશાખાનું આ બહાનું હતું. આ રીતના દાખલાઓ તો તેને આવડતાં હતા, જરા પણ મુશ્કેલી ન હતી. પરંતુ આ વિશાખાએ તેની નજીક આવવ માટેનો શોધેલો રસ્તો હતો. બ્રિજને સમજાી ગયું કે આગ બન્ને તરફ લાગી હતી.

બ્રિજે વિશાખાનાં કુટુંબ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. જૂનવાણી માબાપની વાતો જાણીને થોડો નિરશ પણ થયો હતો. આવાં તંત છોડી દેવાં માટે પણ તત્પર થઈ ગયો હતો. જો પરિણામ સાનુકુળ આવવાનુ જ ન હોય તો એ રસ્તે જવાથી શો ફાયદો ?

આ ઉંમરે આવું શાણપણુ હોવું એ લગભગ અસંભવ ગણી શકાય. અને એ પણ પ્રથમ પ્રણયનાં મામલમાં બ્રિજનાં સાહસ કે દુઃસાહસમાં પછી વિશાખા પણ ભળી હતી. તેના રૂઢિચુસ્ત વાતાવરણ સામેનાં પ્રત્યાધાક રૂપે તે બ્રિજ ‘સર’તરફ ધકેલાઈ હતી. પરંતુ પછી તો તરત જ વિજાતીય આકર્ષણે તેનો કબજો લઈ લીધેલો. વિશાખો સરી પડવાં માટે ઢાળ મળી ગયો હતો.

આ પ્રથમ આકર્ષણમાં લોહચુંબક જેવા તત્ત્વો હોય છે. વિસ્મય, રોમાંચ, આનંદ અને કશું નવીન કરી રહ્યાં હોય તેવી મગરૂરી વિશાખા અને બ્રિજ આ માર્ગે પર ઝડપ-ભેર આગળ વધી રહ્યાં હતાં. ખૂબ જ આનંદનાં દિવસો હતા એ બન્ને માટે ભોળપણનો અભિનય અને લુચ્ચાઈ વિશાખા ત્યારે જ શીખી, માતાને છેતરવામાં પણ અનિનય કરવો પડતો, સખીઓને ખોટા રસ્તે વાળવા માટે પણ અભિનય કરવો પડતો. શાળાનાં સમય દરમ્યાન ભોળપણનાં ભાવો પણ ચહેરા પર રાખવાં પડતાં. વિશાખા પહેલાં અસત્ય બોલવામાં પણ પાપ થયાનું માનતી હતી. વ્હાલી માતાને કદિ પણ છેતરી નહોતી, પણ હવે તે કરી રહી હતી.

‘કોચીંગં’ મેળવવાનાં બ્હાને વિશાખા બ્રિજને નિવાસસ્થાને અનિયમિત રીતે મળી લેતી, તો ક્યારેક કોઈ સકીને મળવાનાં બ્હાને ગામની બહારની એક વાડીમાં મળી લેતા હતાં. રસ્તો નિર્જન હતો, મિત્રની વાડી પણ નિર્જન હતી. કૂવા પાસે એક ઓરડી હતી. પાસે જ વડનું ઝાડ હતું. વડની વડવાઈઓ એ એક સરસ મજાની શીતળ જગ્યા હતી કે ત્યાં જીએ તો ભવોભવનો થાક ઓગળી જાય. બસ આ હતું વિશાખા ્‌અને બ્રિજનું મિલનસ્થાન. અહીં તેઓ મળતાં હતાં, ક્યારેક ક્યારેક ! એ શીતળતા એ જ બંનેને દઝાડી દીધાં. એકાંતે એનું કામ કર્યુ જ. આમાં કોઈ ડહાપણ વચ્ચે આવ્યુ નહિ.

ગણિતનાં સમીકરણની ચોક્કસતા, અહીં વાસ્તવનાં સમીકરણમાં ગોથું ખાઈ ગઈ. આ જર્જરિત સમાજવ્યવસ્થા સામેનાં વિશાખાનાં વિદ્રોહની જીત હતી. એક નશો હતો, એક નવી સંસ્કરણહતું જેવી અસર નીચે વિશાખામાં એક બીજી સ્ત્રીએ જન્મ લીધો હતો.

બ્રિજમોહનની મનોદસા પણ એવી જ હતી. એક નવીન અનુભવમાંથી એ પસાર થયો હતો. પટણાથી આવેલા પત્રોમાં જવાબ પણ અનિયમિતપણે આપતો હતો.

જવાબ ક્યારેક સાવ ટૂંકા લખી નાખતો, તો ક્યારેક અત્યંત લાણીસભર વિશાખાની વાત જણાવવા માટે મન તલપાપડ બની જતું ત્યારે માંડ માંડ મન પર કાબુ મેળવતો.

અત્યારે બ્રિજને થતું હતું કે જો તે ઈચ્છા મુજબ વિશાખાની વાત જણાવી શક્યો હોત તો કેવું સારું ? વર્તમાન કાળની અનેકાનેક યાતનાઓમાંથી તે બચી શક્યો હતો, વિશાખા પણ બચી શકી હોત ?

વિશાખાએ ભલે પહેલી ક્ષણે જીત માની પણએ તો તેની માસુમિયત હતી. નબળી પળેકરેલાં સ્ખલનનું પરિણામ તેનાં દેહે અનુભવવાં માંડયું હતું. આટલું જ્ઞાન તો તેને હતું જ. માને ખબર પડે એ પહેલા વિશાખા ચિંતામાં પડી ગઈ હતી, કારણ કે બ્રિજએ દરમ્યાન નવાનગરથી કશેક ચાલ્યો ગયો હતો. બ્રિજને આ વાતની ક્યાં ખબર હતી ? એ તો આ પરિણામથી અજાણ હતો. હરિબાબુની માંદગીનો તાર આવ્યો અને તે તરત જ પહેલી ટ્રેન પકડીને પટણા જવા ઊપડી ગયો હતો. આખી લાંબી મુસાફરી દરમ્યાન બ્રજનાં માસપટ પર વિશાખા જ રમતી હતી. એ પહેલાં સાહસિક અનુભવ યાદ આવતો હતો. કેટલી રોમાંચક પળો હતી એ ! કેટલું અદ્‌ભૂત સર્જન હતું. આ વિજાતીય જાતિનુ બ્રિજને કશું અજુગતું નહોતું લાગતું. એ સમયે તેની વિચારધાર માત્ર આનંદની અનુભૂતિની આસપાસ જ ઘૂમતી હતી. આ આનંદનું બીજું પાસુ હજુ તેની સમજમાં આવતું નહોતું. ત્યારે સમય જ એવો હતો કે બ્રિજ કશું અન્ય વિચારી શકતો નહોતો. હરિબાબુ, પ્રભા. જય સૌ યાદ આવી જતા હતાં. મામાની માંદગી પણ યાદ આવી જતી હતી, પરંતુ ફરી ફરીને કેન્દ્રમા વિશાખા જ આવી જતી હતી. બ્રિજ પટણા જલ્દી પહોંચવા આતુર એટલા માટે હતો કે તે જલ્દી જલ્દી વિશાખાની વાત પ્રભાને કહેવા માગતો હતો. પ્રભા હા જ પાડશે તેવો તેના દૃઢ વિશ્વાસ હતો અને મામાતો બ્રિજની વાત અવગણે જ શાંના ?

હરિબાબુનાં મહાલયમાં ચિત્ર સાવ જુદું જ હતું. હરિબાબુ ખરેખર માંદગીનાં બિછાને પડયાં હતાં. પન્ના તથા પ્રભા પલંગ પાસે જ રહેતાં હતાં.

આ સમય દરમ્યાન, પન્નાનાં ભાઈએકરેલી કેટલીક નાણાંકીય ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. હરિબાબુ આ વાતથી આંચકો અનુભવી ગયાં હતાં. પન્નાની સહાનુભૂતિ તેના ભાઈને પક્ષે હતી. એ વાતથી તો હરિબાબુએ ઊંડા આધાતની લાગણીઓ અનુભવી હતી. એ સંવેદનશીલ માનવ સ્વસ્થ રહી શક્યાં નહિ. પ્રભાનો પ્રસંગ બન્યો ત્યારે તો મને કાબુમાં રાખી શક્યાં હતાં,શક્તિ હતી, આધિપત્ય હતું અને આઘાતોને હસી કાઢવાં જેટલી કઠોરતા હતી. તેમ છતાં પણ એકાંત ખૂણે બે આંસુ ટપકી પડતા હતાં, હૃદય આદ્ર બનતું હતું. આ વિશ્વાસધાત પત્ની તરફથી હતો, જેની સાથે પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રેમ અને વિશ્વાસનાં તાંતણે બંધાયાં હતાં હરિબાબુ હૃદયરોગનાં હુમલાના ભોગ બન્યા હતાં. ડોકટરો તૈનાતમાં હતાં, પણ આશાવાદી નહોતાં. પન્ના પણ પ્રભાની સાથે સેવામાં લાગી ગઈ હતી, પરિતાપ પણ વ્યક્ત કરતી હતી, પરંતુ તો પણ હરિબાબુના મનમાં પત્ની માટે ભારોભાર નફરત જન્મી હતી. જય પણ ચાકરીમાં ખડેપગે લાગી ગયો હતો.

હરિબાબુએ બે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી.

‘જય, તાત્કાલિક બ્રિજને બોલાવી લે... તાર કરીને એકસપ્રેસ તાર કરજે.’ બીજી સૂચના પ્રભાને આપી, ‘પ્રભા તાત્કાલિક સંપત અને દુર્ગાને કલકત્તાથી બોલાવી લ ે. મારાં નામથી લખી નાખ આવી જાય બન્ને હવે મારી પાસે સમય નથી.’

બ્રિજ પટણા પહોચ્યો એ પહેલાં દુર્ગા અન તેના પપ્પા કલકત્તા થઈ આવી ગયા હતાં. સંપત હરિબાબુના જિગરી દોસ્ત હતો. બન્ને મિત્રો મળ્યાં, આંખોથી વાતચીત થઈ શકી. ખાનગીમાં મિત્રની હાલત જોઈ સંપત રડી પડ્યો. વીસ એકવીસની દુર્ગા, ગુજરાતી ઓછી પણ બંગાળી વધારે લાગતી હતી. બોલવાની લઢણ પણ બંગાળી વધારે હતી. રૂપાળી હતી, નિખાલસ અને મિલનસાર સ્વભાવની હતી. સંપતનાં આગમન પછી હરિબાબુની તબિયત સુધરવા લાગી. બીજા દિવસે તો બન્ને મિત્રો ખુશમિજાજમાં મંદ સ્વરે વાર્તાલાપ પણ કરવા લાગ્યાં. હરિબાબુએ દુર્ગા તથા પ્રભાને બોલાવ્યા. કૂતુહલવશ પન્ના અને જય પણ આવી પહોચ્યાં.

સૌની હાજરીમાં હરિબાબુએ ધીમા અવાજમાં નિવેદન કર્યું, ‘પ્રભા, આ દુર્ગાને મેં શા માટે બોલાવી છ ેએ તું જાણે છે ?’ સૌ આશ્ચર્યથી હરિબાબુને સાંભળી રહ્યાં.

‘પ્રભા, આ દુર્ગા આપણી ખાસ કરીને તારી પુત્રવધુ છે. મેં સંપતને વચન આપ્યું હતું. બ્રિજમોહનને મેં એટલે જ બોલાવ્યો છે. એ આવે એટલે વિધિ કરી નાખીએ. પન્ના પુરોહિતને સૂચના આપી દેજો આવતી કાલેજ શક્ય હોય તો વિવાહની રસમ પૂરી કરીે જે કાંઈ ખરીદી કરવી હોય તે આજે જે... દુર્ગાને શણગારવી પડશે ને ? પન્ના પ્રભા કામમાં લાગી જાવ, બ્રિજ આજે આવવો જ જોઈએ. જય સ્ટેશન પર તપાસ કરજે...’ હરિબાબુનાં વ્યક્તવ્યથી સૌ આનંદમાં ગરકાવ થઈ ગયાં. બધી દૃષ્ટિઓ દુર્ગા પર ફરી વળ. દુર્ગાનાં રૂપાળા ચહેરા પર લજ્જાની સુરખિ ફરી વળી. તે અંદર જવા માંગતી હતી પણ સંપતરાયે તેને રોકી. ‘બેટી દુર્ગા. હરિને પ્રણામ કરો. તારી સાસુ તથા પન્નાબેનને પ્રણામ કરો. આપણે બડભાગી છીએ કે હરિનાં કુટુંબ સાથે મારી દુર્ગાનો રીસ્તો જોડાય છે.’

પ્રભાની આંખો આંસુથી છલકાઈ ગઈ. પન્નાને પણ આનંદ થયો. પતિએ તેને બોલાવી હતી, સારી રીતે બોલાવી હતી, તેમના મનમાં પોતાના વિશે જે નફરતની લાગણી જામી હતી એ હવે ઓગળતી જતી હતી. બ્રિજ અને દુર્ગાનાં સંબંધની વાત તેણે હસતા મુખે સ્વીકારી લીધી.

‘સંપતભાઈ આતો સોનામાં સુંગંધ જેવું થયું.’ પન્ના બોલી ઉઠી. દુર્ગાને આર્શીવાદ આપતાં આપતાં તેનો ચહેરો પૂર્ણ રૂપે ખૂલી ઉઠ્યો. પ્રભા આનંદ વિભોર બની ગઈ

હતી. તેની એક આંક દુર્ગા પર હતી તો બીજી આંક પોતાના પર ઉપકાર કરનાર હરિબાબુ પર હતી.

દુર્ગાને તેણે બે હાથો વચ્ચે જડી લીધી હતી. દુર્ગાએ પછી તરત જ અંદરના ખંડમાં ચાલી ગઈ હતી.

તે આ ઘરમાં આવી હતી. એક મહેમાન બનીને, પરંતુ હવે એ ભૂમિકા સદતર બદલાઈ ગઈ હતી. અલબત્ત તેણે હજુ બ્રિજને જોયા જ નહોતો. માત્ર કલ્પનાને કામે લગાડવાની હતી, હા, જયને જરૂર જોયો હતો. સાંજે બ્રિજ પણ આવી ગયો, દુર્ગાએ મુસાફરીથી થાકેલા છતાં પણ અજબની સ્ફૂર્તિવાળા યુવાન બ્રિજને બારણાથી આડશમાંથી નિહાળ્યો. ધરાઈ ધરાઈને નિહાળ્યો. પ્રથમ દર્શને જ તે ગમી ગયો. એ ક્યાં જાણતી હતી કે બ્રિજનો ઉત્સાહ-આનંદ અને તાજગી વિશાકાને આભારી હતી.!

હરિબાબુની ગંભીર માંદગીનાં ઓછાયામાં બ્રિજનું કશું ચાલ્યું નહિ. બીજા જ દિવસે, શુભ ઘડીએ બ્રિજ અને દુર્ગાની વિવહ વિધ સંપન્ન થઈ હતી. બ્રિજની આંખોમાં ઉદાસી હતી, જેનું કારણ માત્ર પ્રભા જ જાણતી હતી.

રાત્રે પ્રભાએપુત્રને લાગણી ભર્યા શબ્દોથી સમજાવ્યું હતું, ‘દીકરા, મામાની ઉપરવટ ન જવાય તેમનાં આપણાં પર અગણિત ઉપકર છે, વળી આ તો સોનામાં સુગંધ જેવો સંબંધ છે, દુર્ગાને જોઈને મારી આંખ ઠરી છે.’ બ્રિજને પણહરિમામા ખૂબ વ્હાલા હતાં. તેણે પણ સમજાઈ ગયું હતું કે હરિમામાની અંતિમ માંદગી હતી. જયે ડોકટરનાં ખાનગી રિપોર્ટની વાત બ્રિજને કહી હતી. બ્રિજને ઝૂકી જવું પડ્યું હતું. દુર્ગા પ્રતિ એણે એક નિરાંતની દૃષ્ટિ પણ નહોતી નાખી.

દુર્ગાની આંખોમાં ભાવિનાં સ્વપ્ના રમતાં હતાં સગાઈની વિધિ સમયે પન્નાએ દુર્ગાને કિંમતી વસ્ત્રો અને અલંકરોથી લાદી દીધી હતી. દુર્ગા- તેની સ્વર્ગસ્થ સખીની પુત્રી હતી. આમ તેને મન બેવડો આનદ હતો.

આ પ્રસંગ પછી હરિબાબુની તબિયત સુધારા પર આવી હતી. પન્ના સાથેનો તેમનો રહ્યો સહ્યો -પૂર્વગ્રહ પણ મીણની માફક ઓગળી ગયો હતો. એ પન્ના માટે સૌથી મોટો આનંદ હતો.

પ્રભા તો હસી પડતી, ને આંસુ છલકાઈ જતાં, દુર્ગા બ્રિજને એકાંતમાં મળી, કલકતાને છોકરી લજ્જાને દેશવટો આપીને એકી ટશે બ્રિજને જોવા લાગી- જાણે ઘટ છટ ઘૂંટો પીતી ન હોય !

બ્રિજને લાગ્યું કે કશું બોલવુ જોઈએ. શું બોલવુ એ જરા જટિલ પ્રશ્ન લાગ્યો.

વિશાખા સાથે તો સાવ સહજતાથી વાતો કરતો હતો.

‘બહુ થાકી ગયા છો ?’ બ્રિજ કશું બોલે એ પહેલાં દુર્ગાએ શરૂઆત કરી. ‘ખૂબ દૂર દૂર રહો છો તમે ?’

‘હા, દુર્ગા. દૂર દૂર રહું છું એ વાત સાચી અને થાકી ગયો હતો હતો. એ પણ સાચું પણ હવે તને જોઈને થાક ઓગળી ગયો છે.’ બ્રિજથી બોલાઈ ગયું.

‘અત્યારથી વહુને મસ્કા મારવાં સારાં નહિ. બ્રિજ મોશાઈ!’ ‘દુર્ગા ખડખડાટ હસી પડી, તેનાં શબ્દો અને હાવભાવથી, બ્રિજ પણ હસી પડ્યો. તે દુર્ગાની નિર્દોષતા

અને સરળતા પર વારી ગયો. એ સમયે તેને વિશાખાની યાદ સતાવતી જ હતી. મન સતત ટપારતું હતું, બ્રિજ, શું વિશાખાને અન્યાય નથી થતો ? દૂર દૂર રહી તેને પ્રતિક્ષતી પ્રિયાને તું કેવી રીતે સાચવીશ-સંભાળીસ શું કહીશ તું તેને ? સારાં સારાં શબ્દો વડે શું વિશાખાની છલના કરીશ ? કે પછી દુર્ગાને સાચી હકીકત જણવી આ વાત પર પૂર્ણ વિરામ લાવી દઈશ ?’ તનાવગ્રસ્ત બ્રિજ સામે એક નિખાલસ છોકરી મુક્ત મને હસી રહી હતી. બ્રિજ કશું જ કરી ન શક્યો.

‘જુઓ, હવે કશે દૂર દૂર ન જશો, બ્રિજ હુ તમારાથી દૂર રહી નહિં શકું. તમારે હવે જવાની જરૂર નથી. અહીં જ રહેવાનું છે, હરિમામાની પણ એવી જ ઈચ્છા છે. મા પણ તમને નહિ જવા દે અને હું તો તમને જવા દઉં જ શાની ?’દુર્ગાનો અવાજ મીઠાં કલરવ જેવો હતો. વિશાખા ખૂબ જ ઓછા શબ્દોમા મનમાં ભાવો વ્યક્ત કરતી હતી.

એ બ્રિજ અવલોકી રહ્યો હતો.

‘તમારાં સૌની વાત સ્વીકારવી જ પડશે ને બ્રિજ હસીને જવાબ વાળ્યો. તેનું મન જુદા વિચારોમાં ડુબ્યું હતું.’

‘માત્ર મારી ઈચ્છા જહોત તો સ્વીકારો ખરાં ? દુર્ગાએ બ્રિજની સાવ સમીપ આવી ને પૂછ્યું. બ્રિજ અનુભવી હતો તેણે તરત જ દુર્ગાને બે હાથોમાં પકડી લીધે. ‘એ કાંઈ પૂછવાની વાત છે. દુર્ગા ?’ પછી જે બન્યુ એથી દુર્ગા આનંદનાં સરોવરમાં સ્નાન કરી રહી.

વિશાખાનાં દેહને તે ઓળખતો હતો. અત્યારે વિશાખા સિવાઈની અન્ય છોકરીને એ સ્પર્શી રહ્યો હતો. દુર્ગા માટે તો આ અનન્ય અનુભવ હતો. તેને ચહેરો શરમ અને સંતોષથી છલોછલ થઈ ગયો હતો.’ ભારે લુચ્ચા છો તમે તો મારે માને વાત કરવી પડશે.’ દુર્ગા પ્રભાને મા કહેતી હતી.

‘બન્ને હસી પડ્યા સાવ સાચુકલું. બસ આ પળથી જ બ્રિજનો પ્રતિકાર કરવાનો જુસ્સો શિથિલ બન્યો હતો. વિશાખા થોડી દૂર હડસેલાઈ હતી.

વિશાખા અને નવાનગર સાથે સંબંધોનો અંત લાવવાના આશયથી જ તે પટણાથી પરત આવ્યો. વિશાખાએ જે વાત કરી એથી તો એ છળી ગયો હતો. ‘અરે, આ શું થઈ ગયું ? મારાથી -એક ચીસ, મુંગી ચીસ તેના હોઠ અને હૈયૈમાં થીજી ગઈ હતી. હવે વિશાખાને જાકારો આપવો કેવી રીતે ? વાત હવે ાગળ વધી ચૂકી હતી- બ્રિજની પાસે કશો વિકલ્પ જ નહોતો. તેણે વિશાખાને આશ્વાસન આપ્યું, અને આખી સ્થિતિ પર વિચાર કરીને દુર્ગા માટે ઈન્કાર કરવાું નક્કી કર્યુ. હરિમામાને સાચી વાત કહીે વિશાખાને સ્વીકારવી એવાં મક્કમ મન સાથે એપટણા પહોંચ્યો ત્યારે હરિમામા છેલ્લો શ્વાસ લેતાં હતાં. ખલાસ આ એકજ વ્યક્તિ હતી. જેની ઈચ્છા પર બ્રિજનું ભાવિ ઘડાઈ ચૂક્યું હતું.

હવે હરિમામા પણ નહોતા. બ્રિજનાં કિસ્મતનું નિર્માણ થઈ ચૂક્યું હતું.

હરિમામાની અંતિમ ઈચ્છા હવે બ્રિજની જિંદગી હતી. બ્રિજએ સમયે સનાતનો સંપર્ક પણ સાધી નશક્યો માને પોતાના સ્ખલન, અને વિશાકાની સ્થિતિ વિશે વાતો કરવાં બે વાર પ્રયત્નો કર્યા, એક વાર પણ હોઠ ખુલી શક્યાં નહિ.

માત્ર એટલું જ બોલી શક્યો હતો, ‘મા મારે લગ્ન જ નથી કરવા...’

અરે, ગાડો થયો છું બ્રિજ હવે તારે ત્યાં જવાનું નથી. બદું ભૂલી જજે કોઈ છોકરી સાથે લગાવ હોય તો એ પણ... દુર્ગા પર મને દિકરી જેવુ વ્હાલ થાય છે. હવે મારુ આ સ્વીન તોડીશ નહિ. મારી આખી જિંદગીમાં આ એક ખુશીની પળ આવી છે...’ જયે પણ કહ્યું ‘બ્રિજ ભૈય. હવે મામીને મદદ કરવાની આપણી જવાબદારી છે. તમે જશો. હવે એવી નોકરીની જરૂર નથી. મા, મામી અને દુર્ગા ભાબી સૌનો તમારી જરૂર છે... માટે...’

દરેક કલાકે બ્રિજ પીગળતો જતો હતો. અંતે તેણે રેતીમાં માથું ખોસી દેવાની શાહમૃગ વૃત્તિ અપનાવી લીધી. પૃથ્વી પરએક કાયર પુરુષનો ઉમેરો થયો હતો.

બ્રિજની આંખોમાં અશાંતિ હતી, મનમાં તોફાન હતું. પાસેજ દુર્ગા શાંતિથી નિદ્રાં માણી રહી હતી. રાત્રિ દરમ્યાન તે એકાદ વખત જાગી પણ હતી. બ્રિજે ઊંધી ગયાનો દેખાવ કરવા આંખો મિંચી દીધી હતી. પતિને ચાદર ઓઢાડીને દુર્ગા પુનઃ પથારમાં પડી હતી.

વોલ કલોકમાં ચારનાં ટકોર મંજૂલ સ્વરે બજતાં હતાં. પરોઢ ફૂટી રહ્યું હતું. ઉજાસની ટશરો હવે પૃથ્વી પર અવતરવાની હતી. પરંતુ બ્રિજ મનમાં સમાધાન કરી શક્યો નહિ. એક વાતનં નિષ્કર્ષ પર આવ્યો હતો કે હવે વિશાખા સાથે નજર મિલાવીને એક પલક પણ જીવવું તેના માટે મુશ્કેલ હતું.લગભગ અશક્ય હતં.તેણે નક્કી કરી જ નાખ્યુ,

જય અને વિશાકા માટે અલગ રહેવું અત્યંત જરૂરી હતું. મિત્ર જય નારાયણ વ્યાસનો ફલેટ ખાલી જ હતો, પાંચમા માળે એજ બિલ્ડીંગમાં.

નવદંપતીને જરૂરી મોકળાશ, એકાંત આપવાનાં બ્હાને દુર્ગાને સમજાવી શકાય તેમ હતી. જયને પણ સમજાવી શકાશે, પૂજા અને મદ મારફથ. વિશાખા તો ખુદ સમજી જશે. વાતાવરણમાં ઉજાસ ઉગવાના અણસારો વર્તાતાં હતાં.

પૂજાએ અગાઉથી સંદેશો મોકલાવ્યો હતો તેથી બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ હતી. બંગલો સારો હતો, વિશાળ હતો, મહાનગર કરતાં અહીં મોકળાશ હતી. પહેલી દૃષ્ટિએ મન ઝૂમી ઉઠે એવું શાંત ખુશનુમા વાતાવરણ હતુ. પ્રણયીઓને એક બીજા પર ઓળધોળ થવાની ચાનક ચડે, એકાકી જીવોને પ્રેમમાં પડવાનું મન થાય એવી મોહક હવા હતી, હવામાં વ્યાપી ગયેલી મુલાયમતા હતી. ઢોળાવ પર ભૂલભૂલામણી ની માફક સંતાકૂકડી રમતા રસ્તાઓ હતાં. લીલી વનરાજીમાં વિક્ષેપ રચતાં મકાનો હતાં. ક્યાંક, ક્યાંક અવાજોની ખલેલ પણ હતી, પરંતુ એકંદરે ગિરીનગર કલરવતુ હતું. શીતળ લ્હોરોમાં નહાતું હતું.

પૂજા અને મદનને જીવન-સાથી બન્યે પાંચ છ વર્ષો વિતી ચૂક્યાં હતાં. આમ તો જય-વિશાખાનાં ‘હનીમૂન’માં સાથે આવવાનો વિચાર યોગ્ય ન જ ગણાય. પૂજાએ એવી જ ગોઠવણ વિચારેલી પણ જયના માન્યો. ‘જય, અમારે કબાબમાં હાડકીી નથી બનવું તમે બન્ને માણો.’ પૂજાએ ભાર પૂર્વક કહ્યું હતું.

બંગલી નાજુક ઘાટની હતી. ઉપરનાં માળ પર માત્ર ‘બેડરૂમ’ હતો. નાનકડી અગાસી હતી. નીચે ગ્રાઉન્ડ ફલોર પર એક ડ્રોઈગરૂમ, કીચન અને ગેસ્ટ રૂમ હતાં. વિશાખા-જયને પૂજાએ બેડરૂમ સોંપી દીધો હતો. પૂજા અને મદન, ગેસ્ટહાઉસમાં ગોઠવાયા હતાં. સ્થાનિક નોકરીની મદદથી પૂજા ે શક્ય હો. તેટલી સગવડો કરી હતી. વિશાખા ખૂબ ખુશ હતી, અથવા ખૂબ ખુશ દેખાતી હતી, ખુશી દેખાડવાની કળા તેણે આત્મસાત્‌ કરી લીધી હતી. બીજી સવારે તેની આંખો વહેલી ખુલી ગઈ. અલબત્ત એ ખાસ ઉંધી જ નહોતી. પરોઢે જયની અળગા થયા પછી થોડીવાર માટે આંખો મળી હતી. તે બેડરૂમની બહાર આવી ત્યારે જય ઘસઘસાટ નિંદ્રામાં હતો. તેનાં ચહેરા પર સતૃપ્તિની શાતા ઢળી હતી, ે વિશાખાએ નોધ્યુ. લોનાવાલ આખુ અંધકાર અને ઉજસનાં સંધિકાળમાં મહાલતુ હતું. અજાણી જગ્યા હતી. ેટલે અપરિચીતતા પણ આનંદ પમાડતીહતી. વાતાવરણમાં ઠંડી અને ધુમ્મસ છવાયાં હતાં. શાલ શરીર પર ઢાંકીને વિશાખા દાદર ઉતરીને નીચેનાં ડ્રોંઈગ રૂમમાં આવી. ખંડ વિશાળ હતો. જૂના જમાનાનું કોતરણી વાળું ફર્નિચર હતું. દિવાલ પર મોટા કદની તસવીરો ચોડેલી હતી. પૂજાના કાકા-કાકીની હશે. નીરવ શાંતિ વચ્ચે આછા ઉજાસમાં વિશાખાએ દિવાન ખંડનું નિરીક્ષણ કર્યું.

પૂજા-મદનનો ખંડ બંધ હતો. ત્યાં સાવ ચૂપકીદી હતી. વિશાખા હસી પડી. એક ખૂણામાં ટીપોઈ પર ‘ટેલીફોન’ હતો. એ ‘ડેડ’ નહોતો એ વાતની વિશાખાને જાણ હતીજ. પાસેની ડાયરીમાં ટેલીફોન નંબરો આલ્ફાબેટ મુજબ લખાયેલા હતાં. કુતુહલ ખાતર વિશાખા પાના પર નજર ફેરવવા લાગી કશું કા તો હતું નહિ, વળી, પૂજા મદન કે ખૂદ જય પણ અત્યારે અહીં આવે તેવી શક્યતા નહિવત હતી. કદાચ પૂજા આવે પણ ખરી.

ડાયરીમાં બ્રિજમોહનનાં નામે સામે ઘરનો ફોન નંબર જોઈને વિશાખાને આશ્ચર્ય થયુ. કદાચ પૂજાએ તેનાં કાકાને નંબર આપ્યો હશે. વર્ષો પહેલા આપ્યો હશે. જેથીપૂજા સાથે સંપર્ક રાખી શકે. જો કે હવે તો મદનને ત્યાં પણ ફોન હતો જ. આખી રાત દરમ્યાન, વિશાખા ભૌતિક રીતે અલબત્ત જય સાથે જહતી, જય સાથે ઓતપ્રોત હતી, પરંતુ ક્યારેક ક્યારેક માનસિક રીતે બ્રિજમોહન પાસે પણ પહોંચી ગઈ હતી. બે વિચાર- ધારાઓનાં ધ્યન્ધમાં લોણાવાલાની પહેલી રાત્રિ પસાર થઈ હતી. ડાયરીમાં બ્રિજનો ફોન નંબર જોતાં જ વિશાખાએ હોઠ ભીસ્યાં. એક વિચાર ઝબૂકી ગયો. વિશાખા બે ચાળ પણ વિચારતી રહી. ‘રીસ્ટ વોચ’ માં સાડા પાંચ થતા હતાં. અંતે નિર્ણય પર આવી.

તેણે તરત જ બ્રિજનો નંબર જોડ્યો. એસ.ટી.ડીમા તેની ધારમા પ્રમાણે જ થયું. સામે છેડે બ્રિજ જ હતો. બ્રિજ પણ ઉજાગરાની આંખો ચોળતો હતો. ત્યાંય ટીન ટીન ટીન થયુ હતું.

‘હેલો, હું બ્રિજમોહન...’વિશાખા હસી પડી. ‘હું લોનાવાલાથી વિશાખા બોલું છું.’વિશાખા અલ્લડ અવાજે બોલતી હતી, તેનાં મંદ અવાજમાં પણ માદકતા હતી. ‘જય નથી ?’ બ્રિજે પૂછ્યું હતું, વિષયને વાળવાં માટે.

‘બ્રિજ સર, જય તો સૂતો છે શાંતિથી સંતૃપ્તિનો અનુભવ હવે એ પેળવી ચૂક્યો છે. તમારાં કરતાં થોડો ઉતાવળો છે. જય, બ્રિજ સર.’ ‘વિશાખા.. આ માટે ફો કર્યો ?’ ‘હા, બ્રિજ સર, મારાથી સરખામણી થી જ જાય છે, બન્ને પુરુષોની એક વાતની દાદ દેવી પડે, સર જે મજા નવાનગરનાં આંબાવાડીયામાં કરાવી. એ અહીં જય પણ..’ બ્રિજે ફટાક કરતો ફોન મૂકી દીધો.

વિશાખા ખડખડાટ હસી પડી. ઉંદરને પંજામાં સપડાવતી બિલ્લી-જેવાં જ ભાવ તેનાં ચહેરા પર હતાં. ‘કોઈ અબુઝ છોકરી સાથે રમત કરવી સહેલી નથી, બ્રિજ સર!’ તે ધીમેથી ગણ ગણી.’ મને કઈ સ્થિતીમાં મૂકીને નાશી ગયાં હતાં. બ્રિજ મોશાય ? હુ કેવી રીતે ભૂલી શકું ? તમારી કાયરતા ક્ષમા ને લાયક નથી જ ! ત્યાં અવાજોથી જાગેલી પૂજા આવી પહોંચી. તે અસ્ત વ્યસ્ત ગાઉનમાં હતી.

‘અલી ઉઠી ગઈ ?’ પૂજા આવીને વિશાખાને વળગી પડી. ‘અધુરી... ’આટલા સમયમાં પૂજા વિશાખા વચ્ચે સંકોચનો પરદો હટી ગયો હતો.

‘ના રે ના, રમત પૂરીકરીને’ વિશાખાએ એવો જ રસિક જવાબ આપ્યો. અને તારી વાત તો કહે ?’

બન્ને સખીઓની વાત શરૂ થઈ. થોડી ગમ્મત પછી ગંભીર વાતો પણ થઈ. ‘પૂજા તારે તો હવે વિચારવુ જોઈએ, પાંચ વર્ષ તો થયાં’ વિશાખા કહેતી હતી. ‘જયની ઈચ્છા પણ બહું મોડું કરવાની નથી.’ ઘુમ્મસ વિખરાતું જતું હતું. પૂજા અને મદને ફરવાના કાર્યક્રમો ગોઠવી રાખેલા હતાં.જેનો અમલ આજ બપોર પછી કરવાનો હતો. પૂજાએ બધો સમય તૈયાર થવામાં વિતાવ્યો. તેનાં સૌદર્યનાં નિખાર માટે જે જાગૃત હતી. વળી મદનને શું ગમતુ એનો પૂજાને પૂરો અંદાજ હતો. આ બાબતમાં તે વિશાખાને સૂચનો પણ કરતી હતી, મજાક કરતાં કરતાં હળવી રીતે એ તે આ ગંભીર વિષય વિશાખાને ભણાવી રહી હતી. બંને પુરુષો તૈયાર થઈને લટ્ટાર મારવાં નીકળ્યાં હતાં. ચારેય માટેના ભોજનની વ્યવસ્થા પણકરવાની હતી. પૂજા‘ટોયલેટ’માં હતી. એ દરમ્યાન વિશાખાએ ફોન પર અમદાવાદ પ્રેમા સાથે વાત કરી લીધી. કોઈ સાંભળી શકે તેમ નહોતુ. પ્રેમા તો વિશાખાનો અવાજ સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠી હતી.

‘ઓહ! વિશુ ક્યાંથી બોલે છે ? હાઉ યુ આર ? યુ નો, હાઉ મચ, આઈ મીસ યુ’ વિગેરે વિગેરે.

ઔપચારીક વાતો પરથી તરત જ વિશાખા મૂળ વતા પર આવી હતી. ‘પ્રેમા, એ શોકીગ થીગ, ડોન્ટ સે ટુ સંજયભાઈ પ્રેમા, બ્રિજમોહન સર, જયનાં મોટા ભાઈ નીકળ્યાં.’ ‘ઓહ! વોટ ? રીયલી સો ? પ્રેમાનો અવાજ ફાટી ગયો.હાઉફ અનલકી યુ ?’ વિગતવાર પત્ર લખવાની સૂચના કરીને, વિશાખાએ ફોન, ‘ડેડ’ કર્યો. ખાસ્સો સમય લઈને પૂજા ‘ટોયલેટ’માંતી નીકળી તેના દેહ માંથી, પહેરેલાં વસ્ત્રોમાંથી સુગંધ આવતી હતી.

‘નાઉ યુ.ગો. વિશાખા તું પણ તૈયાર થઈ જ. હનીમુન પર આવી છે. હમણાં બન્ને પુરુષો આવી જશે આપણે બન્ને, ત્યાં સુધીમાં ઢીંગલીઓ બની જઈએ.’ વિશાખા માત્ર હસી, મનમાં બોલી, હા, શોભાની ઢીંગલીઓ બની જઈએ, જેથી એ રમી શકે, રમાડી શકે! તે તરત જ ટોયલેટ પ્રતિ ગઈ. બંને પુરુષો જય અને મદન પણ શીતળ પવનોથી બચતાં બચતાં ગૃહ ભણી આવી રહ્યાં હતાં.સૂરજનાં તડકામાં ઉષ્મા ઓછી હતી, પ્રેમ વધારે હતો. મદન કહી રહ્યો હતો.‘જય, આપણએ નકામાં બહાર નીકળ્યાં,અત્યારે આ સીઝનમાં બેડરૂમની સરહદ ઓળંગવી હિતાવહ ની.

જયે હસીને હોકારો દીધો. તેને વિશાખા યાદ આવતી હતી. ‘જય એ લોકો હોય છે જ એવા....’ મદન-સ્ત્રીને કેન્દ્રમા રાખીને વાત કરી રહ્યો હતો. ‘સાલ્લા-આખને આખા, આપણે પુરુષો-પીગળી જ જઈએ. ખરેખર, ઈશ્વરે આ એક અદ્‌ભૂત સર્જન કર્યું છે- બસ ખોવાઈ જ જઈએ...!

મદન બોલ્યો જતો હતો. જય મંદમંદ હાસ્ય સાથે સાંભળતો હતો. ‘કેમ, કાંઈ બોલ્યો નહિ! મદનેજયને પકડ્યો.’ ‘સાચી વાત છે રાજજા..’આખરે જય પણ ભળ્યો, બન્ને‘બિઝનેશ પાર્ટનર’ હતાં તેમજ પાડોશી પણ હતાં. વળી આત્મીય સંબંધો પણ હતાં. તેમ છતાં પણ મદન, આવી રસિક, અંગત વાત પહેલી વાર, આમ મુક્ત મને કહી રહ્યો હતો, કાંઈક લજ્જાળુ જયને પણ સામેલ થવાનું મન થયું હતું- એ વાતાવરણનો જાદુ હતો, જય એક અદ્‌ભૂત અનુભવમાંથી પસાર થઈ રહ્યો હતોસ લોનાવાલાના વાંકાચૂંકા પહાડી રસ્તાઓ પર તે ફરી રહ્યો હતો,પરંતુ તેની મનોસૃષ્ટિમાંતો વિશાખાનું મોહિની રૂપ જ હતુ. બન્ને આવ્યાં ત્યારે બન્ને સ્ત્રીઓ ખરા અર્થમા સજીધજીને બેઠી હતી, વિશાખાના નવીન રૂપને નિહાળીને જયની આખોમા ચમક આવી ગઈ, એ પૂજનાં ખ્યાલમા પણ આવી ગયું. ‘મદન -મારી સાથે આવીશ. મને એક કામ યાદ આવી ગયું. આ બન્ને ભલે આરમ કરે આપણે કામ કરી આવીએ પૂજા, ટીફીનો હમણાં આવી જશે- આપણે પેટ પૂજા સાથે જ કરીશું.’ પૂજા મદનનો હાથ પકડીને ઢસડી ગઈ. વિશાખાઅને જય બન્નેને રમત સમજાઈ ગઈ.

પૂજાએ તરત રીક્ષા રોકી અને મદનને અંદર ધકેલ્યો. ‘પૂજા-ક્યાં જવું છે ?’ મદન, હજુ પૂજાની વાતનો પૂરો મર્મ સમજ્યો નહોતો. ‘અરે, મદન-નકામું કબાબમા હડટી’બનન્નું પેલાંઓનું હનીમૂન છે. તારુ નથી મારું નથી, ચાલ ક્યાંક કોફી પીએ. પૂજા બોલી ઉઠી, પછી ઉમેર્યુ, ‘સાલું મદન આપણને પણ ઝણઝણાટી થાય ચે તો પેલા બેય તો...’ વિશાખાનો અનુભવ પ્રથમ જેવો જ રહ્યો, બ્રિજની માનસિક હાજરી તો રહી જ, પ્રયત્ન કરવાં છતાં પણ વિશાખાએ ભૂલી શકી નહિ. જયનાં અસ્તિત્વમાં બ્રિજની છાયા ભળી જતી હતી, ચૂપચાપ આવી જતી હતી. મક્કમતા પૂર્વક વિશાખાએ છાયાને હડસેલી દેતી હતી, પરંતુ તો પણ, અથાક પ્રયત્નો છતાં પણ તે નિષ્ફળજતી હતી. જયને લાગતુ કે વિશાખા ‘મુડ’માં નથી અને પછી જયમાં રહેલો પુરુષ વધુ પ્રબળ બનીને જાગી જતો.

દિવસ દરમ્યાન, વિવિધ સ્થળોની મુલાકાતો થતી જુદી જુદી હોટલેમાં‘લંચ’ અને ‘ડીનર’ થતાં, ગિરિનગરનાં સૌદર્યમાં,હરિયાળીમાં, પહાડી પરથી વહેતી જળધારાઓમાં વિશાખા ખીલી ઊઢતી, નાચી ઉઠતી ત્યારે જયને નવી વિશાખાનાં દર્શન થતાં એ પછી જ્યારે મળતાં ત્યારે જયને લાગ્યા કરતું કે આ સ્ત્રીમાં કશુંક ખૂટે છે. તેણે મદન સાથે અછડતી વાત કરી. વાત પૂજા સુધી પણ પહોંચી અને પૂજાએ વિશાખાને બે-ચાર પાઠ શીખવી દીધાં-બસ એ પછી જયને કશી ફરિયાદ ન રહી. વિશાખાએ સ્ત્રી સહજ પટુતાથી જયને જીતી લીધો. આમ જય માટે લોનાવાલ યાદગાર બની ગયું. પૂજા મદને પણ મિત્રતા નિભાવી, મિત્ર-ધર્મ સારી રીતે બજાવ્યો, અને સાથોસાથ નવેસરથી હૈયાનાં સાજ મેળવી લીધાં.

ગુસ્સાની અભિવ્યક્તિ માટે, વિશાખા પાસે એક જ વિકલ્પ હતો. તેણે ફરી પ્રભાતની શાંતિ વચ્ચે ઘરે બ્રિજ પર ફોન લગાડ્યો. ફોન દુર્ગાએ ઉપાડ્યો હતો. વિશાખાએ બ્રિજની આશા રાખી હતી, તેણે દુર્ગા સાથે ઔપચારીક વાતો કરી- દુર્ગાએ કરેલી મજાકનો પમ તેણે મજાકથી જવાબ વાળ્યો. ‘તારા બડેભૈયા તો હજુ સૂતાં છે, ગઈ કાલે ઓચિંતા જ તેમની તબિયત જરા બગડી ગઈ. હા, હા, હવે ઠીક છે, જય શું કરે છે ? તેને આ વાત ન જણાવતી. પૂર્વા, દક્ષિણા- બન્ને મઝામાં હા ડોકટરે આરામ કરવાનું કહ્યું છે. બી.પી. વધી ગયું છે, તમે લોકો આવશો ત્યારે તેમની તબિયત સારી થઈ ગઈ હશે.’ વિશાખા વિચારમાં ડૂબી ગઈ કે તેણે કરેલો વહેવાર યોગ્ય હતો કે નહિ. બ્રિજને લાગેલા આધાત કરતાં અનેક ગણો આધાત પોતે અનુભવેલો અને એ પછી તો અનેક યાતનાો પણ ભોગવેલી દેહ કરતાં મનનાં જખમો ઊંડા હતાં.

વિશાખાને લાગ્યું કે તેણે બરાબર કર્યું હતુ. બ્રિજ ત્યારે જાણતો જ હતો કે વિશાકા પોતાના કારણે વિચિત્ર સ્થિતિમાં મૂકાયેલી જ હતી, માતાને જાણ થઈ ગઈ હતી પિતાને પણ આ કારણે જ ગંભીર માંદગી અને પછી મૃત્યુ મળ્યાં હતાં. વિશાખાની જિંદગી વેરણ-છેરણ થઈ ગઈ હતી. હકીકતમાં તે વેરની આગ સાથે જ જીવતી હતી. શોધતી જ હતી બ્રિજને, અને એ અંતે મળી ગયો.

વિશાખાએ મન મનાવ્યું હતું કે આ સંબંધ જ બ્રિજ માટે સૌથી મોટી સજા હતી. વિશાખાની નજર સામે જ ગુન્હેગાર માફક જીવવું એ કાંઈ ઓછી સજા ન હતી. વિશાખાને લાગતુ ંહતું કે તે સાચા રસ્તા પર હતી. તેણે દુર્ગાની સૂચનાથી વિપરીત કર્યું. બ્રિજની માંદગીની વાત તેણે જયને કરી જ દીધી. જય પણ તરત જ ફોન પર વાત કરી, દુર્ગાએ ચિંતા ન કરવાં જણાવ્યું પરંતુ તેમ છતાં પણ, જય અને વિશાખા પરત આવવાં નીકળી ગયાં. આ પ્રમાણે જ થશે એવું વિશાખાએ ધાર્યું હતું. પૂજા અને મદનને વિશાખાને આગ્રહ કરીને રોકાઈ જવાનું કહ્યું. ‘પૂજા, અમારું ભલે અધૂરું રહ્યું, પણ તમારું તો પૂરું જ કરો. બડેભૈયાની બિમારી છે, એટલે બીજો વિચાર પણ ન કરાય.’

પૂજાને પણ વિશાખા માટે દુઃખ થયું. આમ કાંઈ આવો પ્રસંગ ટૂંકાવવો કોઈને પણ ના ગમે, વિશાખાને ઊંડે ખુશી થતી હતી. લોનાવલા તથા પૂજાને છોડતા- તેને ખાસ રંજ ન થયો. જય પણ ચિંતાતરુ હતો, બ્રિજમૈયાની ઓચિંતા બગડેલી તબિયતનો ભાર તેનાં ચહેરા પર છવાયેલો હતો. પહેલા ક્યારેય આવી બી.પી. ની ફરિયાદ નહોતી. ખૂબ જ નિયમિત બ્રિજ સ્વભાવે ગંભીર અને સ્વકેન્દ્રી હતાં. એ તો જય નાનપણથી જોતાં આવ્યો હતો. ક્યારેક પૂર્વા કે દક્ષિણા-તેમને હળવાશમાં લીવી દેતાં હતાં. બાકી તેમની પ્રકૃતિ ગંભીર હતી. તેમનાં ઈતિહાસ વિશે, વિશાખાનાં જૂના સંબંધો વિશે, ે ક્યાં કશુ જાણતો હતો ? બસ, આ અજ્ઞાન જ તેનું સુખ હતું. બાકી ત્રિકોણનાં અન્ય બે ખૂણાએ સળગતાં હતાં. દાઝતાં હતાં, સંતાપની ઘેરી મનોદશામાં પિંખાતાં હતાં, પિંજાતાં હતાં. વિશાખા શાન્ત ચિત્તે વિચારી રહી હતી. ઉદાસ પતિ પર ક્યારેક સ્નેહાળ દૃષ્ટિ ફેંતી પણ હતી. ક્યારેક વળી જયનો હાથ પકડીને દબાવી દેતી હતી. જય પણ વ્હાલ વરસાવી દેતો હતો- એવી જ રીતે, ‘સહ્યાદ્રિ એકસપ્રેસ’ મુંબઈ પ્રતિ સરકી રહ્યો હતો.

આખી રાત્રિ દરમ્યાન અતીતનાં દુઃખદ સ્મરણો યાદ કર્યા હતાં. એ કારણે મન વ્યથીત તો હતું જ , એમાં પાછુ. વિશાખાના ફોનથી બ્રિજની સ્થિતિ બદતર બની ગઈ. વિશાખાએ કશું ખોટું નહોતું કહ્યું, શબ્દે શબ્દમાં સચ્ચાઈ હતી. તેમ છતાં પણ આંતરિક સ્થિતિનાં કારણે- બ્રિજને વિશાકાની વાતો ડંખી ગઈ. સ્વસ્થતા હોત તો બ્રિજ આવું ન જ વિચારત. ‘હવે- વિશાખાએ આમ ન વર્તવું જોઈએ. પૂર્વ સંબંધોની વાતથી તો દુઃખ જન્મવાનું હતું. શો ફાયદો હતો એ ભૂતકાળ સાથે વર્તમાન જોડવાથી ? હવે ભૂલી જવાંમાં જ ડહાપણ હતું.’

દુર્ગા જાગી ત્યારે બ્રિજ ‘ફોન’ પાસેથી ખુરશી પર આંખો મિંચીને પડ્યો હતો. તેની હાલત કાંઈ સ્વસ્થ જણાતી ન હોતી. દુર્ગા તરતજ સેવામાં માગી ગઈ આરામ કર્યા પછી પણ બ્રિજની હાલત યથાવત રહી. પછી ફલેટમાં રહેતાં ડોકટરનું આગમન થયું.

અનિયમીત, બ્લડ પ્રેશરનું કારણ જાણવા મળ્યું. ્‌ને પછી સારવાર પર શરુ થઈ ગઈ. ડૉ. પટેલ પડોશી જ હતાં.તેમણએ કોઈ પણ ચિંતા ન રાખવાની અને સ્થિતી ખાસ ચિંતાજનક ન હોવાના સૂચના આપી. માત્ર ‘ડોટલ બેડ રેસ્ટ’ની ભારપૂર્વક ભલામણ કરી. બ્રિજ- પલંગમાં પડ્યો. ગોળીની અસર નીચે ઉંઘ પણ આવી ગઈ. કેટલાક કલાકો સુધી ઉંઘતો જ રહ્યો. દુર્ગા લગભગ બધો સમય પતિ પાસે જ રહેતી હત. દક્ષિણા અને પૂર્વા પણ પપ્પાની છાયા છોડીને બીજા ખંડમાં પ્રવૃત્તિ કરતી હતી. દક્ષિણા અને પૂર્વા પણ પપ્પાની છાયા છોડીને બીજા ખંડમાં પ્રવૃત્તિ કરતી હતી. વળી ક્યારેક ક્યારેક પપ્પાનાં પલંગ પાસે છાના પગલે આવી પણ જતી હતી. આમ કિલ્લોલ ભર્યા વાતાવરણમાં વિક્ષેપ પડ્યો હતો, દુર્ગાની વાચાળતા અને કાંઈક અંશે ચંચળતા પર મર્યાદા આવી ગઈ હતી. ડૉકટર પટેલ- તેમના આત્મીય હતાં. તેમની સલાહ પર અવિશ્વાસ મકવાનું કાંઈ કારણ નહોતું. વળી બ્રિજને શાંતિથી આરામ કરતાં જોઈને પણ દુર્ગા એ રાહત અનુભવી હતી. ડૉકટર પટેલે બીજી વખત ચેક’પ પણ કરેલું- અને સ્થિતી સાવ સુધરતી બતાવી હતી. આમ દુર્ગાને હૈયે ધરપત હતી. એજ કારણકર તેણે વિશાખા સાથેની વાતોમાં હળવાશ જ રાખી હતી અને જયને વાતન જણાવવા તાકીદ કરી હતી.

તેઓ આવી રહ્યાં હતાં-એ વાત બ્રિજ સુધી પણ પહોંચી ગઈ હતી. દુર્ગાએ જ જણાવી હતી. દક્ષિણા પૂરવા તો નાચવા લાગ્યાં હતાં. ‘ચાલો સારું થયું- જય કાકા આવશે- કાકી પણ આવશે.’

પછી તો દુર્ગાને થયું કે ભલે આવતા. ઘર ફરી ભર્યુ ભર્યુ થઈ જશે. આ ખાલીપો સહ્યો જતો નહોતો. આ દરમ્યાન બ્રિજે આરામ તો ર્ક્યો જ હતો. સાથો સાથ થોડા નિર્ણયો પણ લીધા હતાં. જે તે કોઈ પણ ભોગે અમલમાં મૂકવાનો હતો, તેની દૃષ્ટિએ આ વિકલ્પ ઉત્તમ હતો.

એક વાત સ્પષ્ટ હતી કે જે યાતનાઓ વિશાખાએ સહી હતી- એ આ જન્મમાં તો ભૂલી શકે તેમ નહોતી. વળી જે સંબંધો ફરી બંધાયા હતા- એ પણ દુઃખદ અકસ્માત હતો. હવે એક છત નીચે રહેવું એ બંન્ને માટે શક્ય નહોતું. એ માટેનો કોઈ પણ પ્રયાસ વિફળ જવાનો હતો, પોતે વિશાખાનો ગુનેગરા હતો. એ નિર્વિવાદ હકીકત હતી. ક્ષમા આપવા જેટલી કક્ષાએ વિશાખા પહોંચી શકે તેમ નહોતી- એ પણ બ્રિજને સમજાઈ ગયું હતું. બ્રિજને મુંબઈ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. થોડા દિવસો પહેલાં જ તેને અખબારનાં કલકતા એડીશનનાં તંત્રી, સિંહામોશાયએ કલકત્તા આવીને ત્યાંની ઓફિસમાં કામકાજ સંભાળી લેવાનુ ં ઈજન આપ્યું હતું. બ્રિજે એનો ઈન્કાર કે સ્વીકારી કર્યો નહોતો. માત્ર વિચારીને કહેવાનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો. અલબત્ત ત્યારે તેની રજમાત્ર ઈચ્છા પણ અહીંથી ક્યાંય જવાની ન હોતી. દુર્ગા અને દીકરીઓ અહીં સ્થિર થયાં હતાં. જય પણ ખૂબ સારી રીતે ગોઠવાી ચૂક્યો હતો. વળી, એ અમદાવાદની કોઈ છોરી સાથે પરણવાનો પણ હતો. હવે એ સુખનો દરિયો કાંઈ છોડી દેવાય ? હવે ભૂમિકા બદલાઈ ચૂકી હતી.

બ્રિજ વિચારતો હતો, ‘દુર્ગાનું પિયર પણ કલકત્તામાં, તેનું વર્તુળ પણ ત્યાં ખૂબ મોટું, એથી દુર્ગાને સમજાવવામાં ખાસ મુશ્કેલી નહિ પડે. પૂર્વા- દક્ષિણાને પણ મોસાળની માયા હતી. વળી બદલી થયાની વાતમાં કશું અજુગતું પણ નહિ લાગે- એ તો સહજ ઘટના ગણી શકાય.

થોડાં અવરોધો તો આવશે પણ એ પાર પાડી શકાશે. પરંતુ આ રીતે જીવવાં કરતાં- એ બહેતર રહેશે. બ્રિજની તબિયત જોતા જય તૈયાર ન થાય. હવે જયને મન, ભાઈ-ભાભી સર્વસ્વ હતાં. વિશાખા ાવતાં એક ખાલી જગ્યાનીપૂર્તિ થઈ ગઈ હતી. સ્નેહનું વર્તુળ વિસ્તર્યું હતું. જયનાં પ્રતિકરાની બ્રિજને બીક હતી. સાંજે જય અને વિશાખા આવ્યાં. વિશાખા દુર્ગાને ભેટી પડી દક્ષિણા- પૂર્વા કાકીને વળગી ગયાં. ફલેટનાં સૂનકાર અને દુદાસી તરત જ દૂર થયાં. જય બ્રિજ પાસે પહોંચ્યો- બન્ને ભાઈઓની દૃષ્ટિ મળી, બ્રિજનાં ચહેરા પર આનંદની રેખા ઊભરી આવી, પાછળ જ દુર્ગા અને વિશાખા આવ્યાં. ‘તમે લોકો આવ્યાં, હવે હું જલ્દી સાજો થઈ જઈશ.’ બ્રિજે ક્ષીણ અવાજે કહ્યું, બ્રિજનાં ચહેરા પર હવે થાક લાચારીનાં ભાવો પણ હતાં. વિશાખાએ આ ભાવો વાંચી લીધાં - તેનાનાં રહેલો ઈન્સાન જાગી ઊઠયો, હૃદય દ્રવી ઉઠયું. તે બધુ જ ભૂલીને, મુખનાં મનોભાવોને સરળ બનાવીને બ્રિજ પાસે પહોંચી, મસ્તક નમાવીને પ્રણામ કર્યા.

‘બડેભૈયા, બધું જ ભૂલીને સ્વસ્થ થઈ જાઓ, જીવનતો પરીક્ષા જેવું જ છે. માની લો કે એક પરીક્ષા પાર થઈ ચૂકી છે, હવે તો ઈશ્વર પાસે શાંતિથી પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના જરૂર ફળશે- સાચા દિલથી વાત ઈશ્વર સાંભળે જ છે.’ વિશાખાની આંખમાંથી એક-બે અશ્રુબિન્દુ- બ્રિજનાં હાથ પર ખર્યા. બ્રિજની હથેળી વિશાખાનાં મસ્તક પર ફરી ેક-બે પળ- ગૂંચવાડા જેવી લાગી. ‘તારું આગમન-અમારાં સૌ માટે શુભ છે. સુખા થા વિશાખા,’ બ્રિજનાં અવાજમાં ખુશીનો રણકો હતો.

‘અરે, મેં ના પાડીહતી- તો પણ તમે આવી પહોચ્યોંને ભગવાન -આપણાં વચ્ચે આવી પ્રીતી જાળવી રાખે વિશાખા મારે મન તો તું મારી નાનીબહેન છું. એવી લાગણી થાય છે કે તને...’

‘કાચીને કાચી ખાઈ જાઉં બરાબરને ભાભી! જયે અધૂરું વાક્ય જલદીથી પૂરું કર્યુ. સૌ મુક્ત મને હસી પડ્યાં. ઘરમાં ફરી મીઠાં કલરવથી ઊભરાઈ ગયું.

બ્રિજ આંખો મિંચીને વિશાખાની વાતનો સંકેત સમજવા લાગ્યો. વિશાખાએ સ્પષ્ટ રીતે મનની વાત બ્રિજને કહી હતી. હવે તે અતીતી વાતો યાદ કરવાં ન હોતી માંગતી, જીવનનું એક પ્રકરણ શરૂ કરવા માગતી હતી. આ એક ચમત્કાર જેવી ઘટના હતી. ઘડી પહેલાં બ્રિજ અંતિમ પગલાનો વિચાર કરી રહ્યો હતો. મનએ દિશામાં વાળી પણ લીધું હતું, હવે માત્ર એક જ સંશય હતો કે વિશાખા આ માર્ગ પર ટકી શખશે ખરી ? તેનું મન ડગમગી જશે તો નહી ? પરિતાપ અને વેરની લાગણીઓ ફૂંફાડી મારીને પુનઃ સળવળી ઉઠશે તો નહી ? આ નિર્ણય પર આવતાં પણ વિશાખાને જરૂર મુશ્કેલીઓ પડી હશે જ, પરંતુ ગમે તેમ પણ અત્યારે પૂર્ણ વિરામ ભલે ન હોય પણ અર્ધ-વિરામ તો આવી ગયું હતુ. જીવનનો એક નવો અધ્યાય બ્રિજને ગમ્યો હતો.

તેનું મન વિશાખાનાં ચરણોમાં અપ્રત્યક્ષ રીતે નમી ગયું હતું. વિશાખા શિખર પર ઉભી હતી. માનવતાની એ ઊંચાઈ પર કે જયાં વિશાખા સિવાય કોઈ અન્ય વ્યક્તિ ન પહોંચી શકે. તેની આંખો ખુશીથી છલકાઈ ગઈ. દક્ષિણા પૂર્વા પાસે જ હતાં. દુર્ગા જય કોઈનું ધ્યાન નહોતું, માત્ર વિશાખાની બે આંખો આ દૃશ્ય નિહાળી રહી હતી. વિશાખા એ આંખો મિંચી દીધી, હૃદય કરૂણાથી ઉભરાઈ ગયું. બ્રિજની લાચારીથી તેનું મન ખિન્ન થઈ ગયું. આ એજ બ્રિજ હતો. જેને તેણે ચાહ્યો હતો, સમર્પણમાં તેણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે તે પામર પુરુષ હતો, અત્યારે બ્રિજ પામર મનુષ્ય હતો. તેને હવે શી સજા કરવી ? જેને એક વખત ચાહ્યો- તેને તેનાં હાલ પર જ છોડી દેવો જોઈએ. આ મુક્તિ જ એવી સજા છે. વાણી કે વર્તનથી સજા કરવાનો વિચાર હવે વિશાખાએ છોડી દીધો હતો. આ તેની ક્ષમા પણ નહોતાં, તેમજ બ્રિજની મુક્તિ પણ નહોતી. માત્ર વિશાખાએ સહજ શક્તિ અને વિશાળતાનાં દર્શન કરાવ્યાં હતાં. આ પછી બ્રિજને આરામ થવા લાગ્યો. ચહેરા પરનાં તણાવ અને તરફટાડ દૂર થયાં હતાં. દક્ષિણા અને પૂર્વા સાથે વાતચીત કરવાનું, ગમ્મત કરવાનું મનોબળ પ્રાપ્ત કર્યુ ંહતું. દુર્ગા માટે તો આ આનંદનો અવસર હતો.

દુર્ગા, વિશાખાને જશ આપતી હતી. ‘વિશાખા -તું આવીને તારા બડેભૈયા સાજા થઈ ગયાં. તું પ્રાર્થનાની વાત કરતી હતી ને, બસ તારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી...’ દુર્ગાએ આ વાત જયને કહી અને બ્રિજને પણ કહી, દુર્ગાને વિશાખા પરની લાગણી. અહોભાવમાં બદલાઈ ગઈ. બીજે દિવસે ડૉકટર પટેલે બ્રિજમોહનને સુધરતી તબિયતની વધામણી ખાધી, બ્રિજ હવે આરામ ખુરશી પર બેસીને વાંચન-લેખનની હળવી કામગીરી કરી રહ્યાં હતાં, ચિંતા મુક્ત બનીને આરામ ફરમાવી રહ્યાં હતાં. એથી જય, દુર્ગા અને વિશાખા પોતપોતાની રીતે રાહત અનુભવી રહ્યાં હતાં. બ્રિજમોહને રાહત જરૂર અનુભવી હતી, છતાં પમ તેણે, પોતાનો નિર્ણય હજુ તજી દીધો નહોતો. તેની દૃષ્ટિએ તેનું તથા વિશાખાનું એક છત નીચે રહેવું યોગ્ય નહોતું જ, લાગણીઓ પરનું નિયંત્રણ કોઈ પએ છેડેથી તૂટી શકે તેમ હતું.

સંજોગો જ એવાં બને કે કોઈ પણ વ્યક્તિને સંયમ તોડવો પડે જય તથા દુર્ગાનો પણ વિચાર કરવો પડે. ભલે હમણાં થોડો સમય કશું ન થાય, પરંતુ પછી વિના વિલંબેબ્રિજ કલકત્તા ચાલ્યાં જવા મક્કત હતો.

રાત્રે એકલાં મળ્યાં ત્યારે, જયે જ દુર્ગાનાં ભોળા સ્વભાવની વાત છેડી તે ટીખળમાં બોલ્યો ‘વિશું- ભાભીએ તો તને ખૂબ ઉંચી ચડાવી દીધી.’ વિશાખાએ શરારતી સ્મિત કરતાં કહ્યું, ‘ભાભીની ઉદારતા, તને ક્યાં નડી, મહેરબાન ?’

‘ભાભીની ઉદારતા જરા પણ નડી નથી. એતો ફાયદામાં ઉતરે તેમ છે. ’ જયે પણ વાત આગળ વધારી.

‘મહેરબાન, ભાભી જેટલી ઉદારતા મારામાં નથી જ. બોલો ક્યાં ફાયદો દેખાય છે ?’

જે ઉદારતા તારામાં છે એટલી પર્યાપ્ત છે, મારાં માટે હાલ તુરત એટલાથી મારૂં ચાલ્યુ જશે.’

જયની વાત પર વિશાખા ખડખડાટ હસી પડી.

‘તમને અમારી-સ્ત્રીઓની આ ઉદારતા મળી- એટલે પત્યું તમે પુરુષો સંતોષી તો ખરાં જ !

‘ના વિશાખા -અમે પુરુષો એવાં સંતોષી તો નથી જ આ સંતોષ પછી તરત જ બીજો અસંતોષ ઉદ્‌ભવે છે ફલ મળ્યાં પછી તેની નજર ફળ મેળવવાં માટે તલસે છે. વિશાકા સાવ શાંત બની ગઈ. મજાકનાં હળવાં ભાવ મુખ પરથી અદૃશ્ય બની ગયાં. સહસા પતિની આંખોમાંપરોવતા તે બોલી ઊઠી, ‘એતો અમારી પણ ઈચ્છા હોય છે. માતૃત્વની ઝંખના અને પ્રાપ્તિ સ્ત્રીત્વ સાતે જોડાયેલી ઘટના છે, તમારે તો એ એક આનંદની ઘટના હશે, અમારે તો સર્જનની વેદના અને આનંદ છે, પરિતૃપ્તિ અને અંતતૃપ્તિની ઘટના છે.

વિશાખા ધાર્યા કરતાં વધુ ગંભીર બની ગઈ, વળી જય તેનાં અતીતથી પરિચિત હતો. તેને લાગ્યું કે વાતને હળવી બનાવવી જોઈએ. કદાચ કોઈ અણગમતી વાત-તેનાં અતીતને છંછેડી બેસે.

‘વિશાખા, દુર્ગાભાબી કહેતા હતા કે તારી પ્રાર્થના ઈશ્વર તરત જ સાંભળે છે. બડેભૈયા કેવાં સાજા થઈ ગયાં ? વિશુ- તારે ડાયેરેકટ -કોટ લાઈન જેવું લાગે છે. ? ‘બોલો- તમારે કસુંકહેવરાવવું છે.-ઈશ્વર પર કોઈ સંદેશ મોકલાવવો છે. પત્ની બાબતમાં કોઈ ફરિયાદ કરવની છે ?’

‘ના, બસ એક જ વરદાન માંગવાનું છે. -‘જયે મંદમંદ હસતાં હસતાં વાત આગળ વધારી. જય એવી રીતે સ્મિત કરતો હતો કે વિશાકાને વિસ્મય થયું. ‘હું બ ોલો, જય....! તે બોલી ઉઠી. ‘ફૂલ તો મળ્યું છે- ફળ ક્યારે ?’ જય સ્હેજ અચકાતા અચકાતાં -બોલ્યો, જયની વાતથી વિશાખા ચોંકી ગઈ. ચમકને સંકેલી તેણે હસીને જયની બાહોમાં લપાઈ ને પૂછ્યું‘ જય -તમે ખરેખર ઈચ્છો છો ? જો એ જ ઈચ્છા હોય તો -તમારી ઈચ્છા- એ જ મારી ઈચ્છા. જય એમ થાય કે થોડું હરીફરી લઈએ. મુક્ત મને-એક બીજાને માણી લઈએ. થોડો અતરાલ, હળવાં હળવાં જીવીએ-અને પછી સહર્ષ- ફળ મેળવીએ...! બે-ચાર પળ મોનમાં વિતી. વિશાખા એકીશે પતિનાં વદન સામે, પરિણામ જાણવાં માગતી હોય તેવી તરસથી જોઈ રહી હતી.

‘વિશાખા- તારી વાત સાચી છે... મમારી પણ એવી જ ઈચ્છા. છે.- જ્યારે આ વરદાન માગ્યુ હશ ેત્યારે -બન્ને સંયુકત રીતે જ માંગીશું.’ જય વિશાખાને બંન્ને બાહુ વચ્ચે શરીર સસરી જડી દીધી. ‘છતાં પણ જય, તારી ઈચ્છા જાગે ત્યારે કહેજે, હું ખુશીથી ... તારી ઈચ્છામાં મારી ઈચ્છા જોડીશ.’

‘ઓ કે વિશુ’ જયે ઘેલી. પ્રિયાને હેતથી નવરાવી દીધી. તૃપ્ત ધરા જેવી વિશાખા પુનઃ તરસી બની ગઈ.

એકાદ દિવસ પછી, બ્રિજની તબિયત રાબેતા મુજબની સ્વસ્થ બની ગઈ. પૂર્વાદક્ષિણાને તો આ સમય દરમ્યાન મજા પડી ગઈ હતી. પપ્પાનું સાનિધ્ય પેટે ભરીને, બન્ને દિકરીઓ માણતી હતી. દુર્ગાની મનાને પણ ગણકારતી નહોતી સામાન્ય રીતે મિતભાષી બ્રિજ દિકરીઓ સાથે વાતો કર્યા કરતો હતો, ક્યારેક ક્યારેક હસી પણ લેતો હતો. વિશાખાનું વર્તન સાવ સહજ હતું. બ્રિજ સાથે વાત કરવાનાં પ્રસંદ -એ સિફત પૂર્વક ટાળતી હતી. દુર્ગા પાસે હળવી, ગંભીર વાતો કર્યા કરતી હતી. -દુર્ગા - તેનાં પર ખુશ હતી. -જય તો ઓળધઓળ હોય તેમાં નવાઈ જ નહોતી. નવીન પ્રણયીઓ માટે - તો આ સોનાનો સમય હતો. ભીનાં ભીનાં ભાવો વ્યક્ત કરવાનો સમય હતો. એક બીજા પર અષાઠની છલોછલ વાદળીની માફખ વરસી પડવાનો સમય હતો. જય અને વિશાખા, લજ્જાની આછી-પાતળી આડશ રાખને- એ તાજગીનો અનુબવ કરતાં હતાં. જયને વિશાખાથી સંતોષ હતો. એક લાંબા અંતરાલની એક લતા ભાંગી હતી, તેનાં જીવનમાં એક તબક્કે લોપા આવી હતી, તેના મનમાં વસી પણ હતી- પણ એ ચાલી ગઈ હતી, જય માં કાંઈ વિશેષ રસ દાખવ્યો નહોતો, જય માટે પન્ના એ વ્યવસ્થા વિચારી હતી- તેમનો અતિશય આગ્રહ પણ હતો, જય પર તેમનો અધિકરા પણ હતો, પરંતુ પન્નાએ દેખાડેલી છોકરી માટે જયનું મન ન માન્યુ, બસ ન જ માન્યું. જયે પન્નાની વાત પહેલી વાર ન સ્વીકારી. બ્રિજને દુર્ગાનું પણ હરિબાબુ તથા પન્ના એ ગોઠવ્યું હુંત. જય તો પન્નાનો પ્રેમ પાત્ર અને માનીતો ભાણેજ હતો. પન્ના એ ઘણી મોટી આશા રાખી હતી, જય પર જય ગોપીને પરણે- જય ‘બિઝનેશ’ સંભાળે અને ગોપી ઘરને સંભાળે. પ્રભાતો નહોતી, સુખ મળ્યુ. -દુર્ગા મળી પણ એ આકશું ભોગવવાનાં ન રહી રોગ તો શરીરમા ંહતો જ, તેણે છુપાવી રાખ્યો- કોઈને પણ ન કહ્યો. વેદના સહી લીધી.- અને અંતે લાંબી મઝલ પર ચાલી નીકળી જયાંથી પાછા ફરવું શક્ય નહોતું.

બ્રિજ તથા જય બન્ને ને માતાની સ્થિતિ માટે અત્યંત દુઃખ થયું હતું. મા જો પહેલાં બોલી હોત તો ? તો જરૂર બચાવી શકાત, અરે, તેની વેદના તો ઓછી કરી શકાત- મૃત્યુ પહેલાની યાતનાઓ રોકી શકાત, પરંતુ એ ક્યાં કશું બોલી હતી ? પતિએ ભેટ આપેલે રોગને એ સહેતી રહી- સાથે સાથ હસતી રહી. સનાતનને પણ કશી વાત જણાવી નહિ. હરિબાબુ તો મૃત્યુ પામ્યાં હતાં. એ કશું જાણે તેમ ન હતાં પન્નાએ અંતિમ તબક્કામાં ખબર પડી, અને બ્રિજ, દુર્ગા અને જયને તો છેક પ્રભાનાં મૃત્યુ પછી. મૃત્યુ સુધી- પ્રભાએ પતિના શરમજનક કૃત્યને ગોપિત જ રાખ્યું હતું. પન્નાને સ્વાભાવિક રીતે, જયનો ગોપી માટેનો ઈન્કાર પસંદ પડ્યો નહોતો. બ્રિજ તે સમયે કલકતાનાં એક અખબાર સાથે જોડાયેલો હતો. દુર્ગા પિતાને ગૃહે- તેનાં પ્રથમ સંતાનની પ્રતિક્ષા કરી રહી હતી. બરાબર -એ સમયે જ, જયે એક મહત્વનો નિર્ણય કર્યો. તેણે પટણા છોડી દીધું હતું. પન્નાએ પણ જયને રોક્યો નહિ. તેનું મન જય પરથી ઉઠી ગયુ ંહતું. પન્નાએ જયને પુત્રવત માન્યો હતો, પ્રેમપૂર્વક પાલન કર્યુ ંહતું. એ જય હવે પન્નાનાં કહ્યાંમાં નહોતો.

‘ગમે તેમ તોય પારકાં એ પારકાં’ લાખ ઉપાયે પણ પોતાના કેમ થઈ શકે ? નસીબમાં સુખ લખાયું ન હોય, તો ક્યાંથી મળે ? જય કરતાં તો બ્રિજમોહન... ! પન્નાનું દિલ ભાંગી ગયું. ‘બસ હવે કોઈની પણ માયા નથી રાખવી. પન્નાએ જયને રોકવા કશું ન કર્યું. જયને સમજાઈ ગયું કે મામીને રીસ ચડી હતી. ગોપી સાથે પરણવા તેની તૈયારી નહોતી. અહીં રહે તો પણ મામીની રીસ તો રહેવાની હતી.

મુંબઈ પહોંચીને જયે સૌથી પહેલું કાર્ય- મામીને સ્પષ્ટીકરણ કરતો પત્ર લખવાનું ક્યું. એ આશા રાખતો હતો કે પન્ના છેવટે ચાર લીટીનો પત્ર પણ લખશે. એ આશા ફળી નહિ. જય થોડો સમય આ બાબતમાં વ્યાકુળ રહ્યો, પરંતુ એ પછી તો અન્ય દડિધામોમાં આ વાત ક્રમશઃ ભુલાતી ગઈ, વિલાતી ગઈ. બ્રિજે જયને આ ગૃહત્યાગ બાબત કશો જ ઠપકો આપ્યો નહોતો. પત્રમાં માત્ર અછડતો ઉલ્લેખ કરેલો જોકે જયે આખી પરિસ્થિતિ સમજાવતો પત્ર બ્રિજને લખેલો.

‘મોટાભાઈ, અણગગમતી વ્યક્તિ સાથા માત્ર મામીની ઈચ્છા ખાતર જીવન કેવી રીતે જોડી શકું ? દુર્ગાભાભી આ વાત સમજી શકશે. ભાભી મેં ગોપીને બેવાર જોઈ, એકવાર થોડી વાતો પણ કરી એકાદ કલાલ સુધી આ ક્રિયા ચાલી મારું મન ન માન્યું, હને તમે કહો, મારે ગોપીને સ્વીકારીને આખી જીંદગી રગધેલી નાખવી? બેય તરફ દુઃખ જ હતું. મે પન્નાભાભીને નાખુશ કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બ્રિજને જયની વાત ગમી ગઈ જે કિંમત પોતે બતાવી ન શક્યો. એ જયે બનાની હતી મનોમન, તેમણે જયના કૃત્યને બિરદાવ્યું. સામાન્ય સંજોગોમાં પણ હજુ વિશાખા ભૂલાતી નહોતી- એ ફરી સજીવન થઈ. એ રાત્રિ, બ્રિજ માટે વસમી યાદોની રાત્રિ હતી. ‘તમને જયની વાત નથી ગમી, એ હું જાણું છું, દુર્ગા પતિની સ્થિતિ જોઈને બોલી ઉઠી હતી. ત્યારે ખુદ દુર્ગાની સ્થિતિ સારી નહોતી, પ્રથમ પ્રસુતિ હતી. વળી તબિયત પણ જોઈએ તેવી નહોતી.

‘તમે કશી ચિંતાન રાખો.’ દુર્ગા નિર્બળ સ્વરન ેસ્હેજ ઉંચો કરીને પતિને આશ્વાસન આપતા બોલી. ‘હું પન્ના મામીને સમજાવી દઈશ. આમ જય પર ઈચ્છા લાદવી સારુ ન કહેવાય’ બ્રિજને દુર્ગા પર અપાર માન ઉપજ્યું. કેટલી સમજદાર હતી. દુર્ગા ?

તેણે દુર્ગાની મસ્તક પર પ્રેમ પૂર્વક હાથ પસવાર્યો. ‘તારી વાત સાચી છે દુર્ગા. એમ જ થશે.’

અને થયું પણ એમ જ. પન્ના સાતેના સંબંધોની દોરી તાંતણા જેવી ઋણ બની ગઈ. બ્રિજ અને દુર્ગાએ ભારે મનથી સહી લીધું. મન, મોતીને કાચ, ન સંધાયા. પત્ર વહેવાર માત્ર ઔપચચારીકતા જેવો, સતત ચાલુ રહ્યો, પછી ક્રમશઃ એ સાંકળ પણ તૂટી પડી હતી.

જય-વિશાખાનાં લગ્નનાં સમાચાર દુર્ગાએ પન્નાને આદર સાથે જણાવ્યાં હતાં, પન્નાએ વિવેક પણ કશા ઊમળકા દાખવ્યાં વગર કર્યો હતો. જયને વિશાખા પહેલી નજરે જ મનમાં વસી ગઈ હતી. તેનાં લાંબા સમયની પ્રતિક્ષાનો અંત વિશાખાથી આવ્યો હતો. વિશાખા પર શું વીતી રહ્યું હતું, એથી સાવ અજામ, જય અત્યારે સુખનાં સાગરમાં મહાલતો હતો.

તેણે તેની અદમય ઝંખના, પિતૃત્વની વિશાખાને જણાવી હતી, સાથો સાથ એ પ્રાપ્ત કરવાંમાં થોડો પ્રતિક્ષાકાળ રાખવાની પત્નીની વાતમાં એ સંમત થયો હતો.

પૂજા અને મદન હજૂ આવ્યા ન હોતાં. જયે હવે ઓફિસે જવાનું શરૂ કર્યુ હતું. બ્રિજ પણ અખબારની કચેરીની મુલાકાત લીધી હતી, કામગીરી પણ આરંભી હતી. સિંહા સાહેબે કલકત્તાથી ખાસ ફોન કર્યો હતો. બ્રિજમોોહનની તબિયતની પૃચ્છા માટે, આ અખબારમાં સિંહા સાહેબનું નામ ખૂબ મોટું હતું. કોઈનાં પર તેમની જરા પણ કૃપા ઢળે, એ વ્યક્તિ તરી જાય- એવી- આ અખબારી સામ્રાજ્યની લોકવાયકા હતી.

સિંહાએ બ્રિજને ફોન કર્યા, એ ઘણી મોટી ઘટના બની ગઈ. આખો દિવસ કાર્યાલયમાં બ્રિજની આસપાસ ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ ફોનથી બ્રિજ મુંબઈનાં કાર્યાલયમાં મોટો માણસ બની ગયો હતો.

બ્રિજમોહને એ સમયે લલચાઈ ગયો હતો. થયુ ંહતું કે લાવને સિંહા સાહેબને કલકત્તા આવવાની વાતનો ઘણો દબાવી જોઉ. આખી વાતચીત દરમ્યાન- બ્રિજ આ વાત નકહી શક્યો. સિંહા સાહેબની વાતો પૂરી સમજી પણ ન શક્યો. ભૂતકાળમાં એક બે પ્રસંગો પર એ રૂબરૂ મળ્યો પણ હતો. ત્યારે પણ આ સિંહા રહસ્યમય જ લાગેલો, પહેલી નજરે સાવ ગાંડિયા લાગતો- સિહા માટે બીજી પળે અભિપ્રાય બદવો પડે-એવું તેનું વ્યક્તિત્વ હતું.

જો કે થોડા દિવસોમાં જ, સિહાં તરફથી જ ધડાકો થયો. સિંહા તરફથી બ્રિજમોહનને પત્ર મળ્યો. પ્રમોશન સાથે કલકત્તા આવવાનું આમંત્રણ હતું. બ્રિજની શક્તિનો સ્વીકાર હતો. ખાસ્સા મોટા પત્રમાં નવી કામગીરી અંગેની જાણકારી અને તેમની અપેક્ષા હતી. પત્ર એવી ભાષામાં લખાયેલો હતો કે કોઈ એનો અસ્વીકાર કરવાનો વિચાર સુદ્ધા ન કરી શકે.

બ્રિજને સૌએ અભિનંદન આપ્યાં. એક બે વ્યક્તિઓએ અસ્વીકારી કરવાનુંપણ કહ્યું. તેઓએ કદાચ. કલકત્તા અથવા સિંહાનો કડવો અનુભવ પણ થયો હોય. એકદંરે સૌએ રાજિપો વ્યક્ત કર્યો. બ્રિજ માટે તો સારી બાબત હતી, ખરેખર તો એ જ કલકત્તા જવાનાં પ્રયત્નો કરવા ઈચ્છતો હતો, આ તો સામે ચાલીને, પ્રમોશન સાથેનું આમંત્રણ હતું. દુર્ગાને ન ગમ્યું.

‘અરે, માંડ સૌ ભેગા મળ્યાં. આ વિશાખા આવી- અને બસ, જુદા પડવાનું ?’ દુર્ગા બોલી ઉઠી. ‘બ્રિજ- તમે નાં લખી નાખજો. મારે તો અહીંથી ક્યાંય જનું નથી.’ જયે પણ નનૈયો ભણ્યો. બ્રિજે તેને તો સમજાવી લીધો. ‘જય આવી પ્રમોસનની તક વારંવાર આવતી નથી. લોકો તો એ માટે તલસતા ંહોય છે તું અને વિશાખા, દુર્ગાને સમજાવજો. આમાં સેન્ટીમેન્ટસ કામ ન આવે. પટણા છોડવું જ પજ્યુ હતું ને.-’ જયને વાત ગળે ઉતરી ગઈ હતી.

વિશાખાને લાગ્યુ હતું કે બ્રિજમોહને જ ગોઠવણ કરી હશે. તેનો દુઃખ પણ થયું અને રાહત પણ થઈ. દુર્ગા, પૂર્વા, દક્ષિણાની માયા પણ લાગી હતી. એ જલ્દી મૂકી શકાય તેમ નહોતું વળી એમ પણ થતુ ંહતું કે બ્રિજે કરેલી વ્યવસ્થા યોગ્ય હતી. આમ સોષાતા સોષાતા જીવન જીવવાન કશો અર્થ નહોતો. રાત્રે પૂજાનો ફોન આવ્યો. કોઈ નહોતું. માત્ર વિશાકા જ હતી. જય હજુ આવ્યો નહોતો. મદનની ગેરહાજરીમાં ધંદાનું કામ પર રહેતુ ંહતું. બ્રિજ અને દુર્ગા પડોશમાં ગયાં હતાં, દક્ષિણા સૂતી હતી. પૂર્વા કાકી પાસે બેઠી બેઠી ટીવી નિહાળી રહી હતી. વિશાખા બ્રિજનાં પ્રેમાનાં, એવાં અવનવાં વિચારો કરતી હતી. પ્રેમાને તેણે વિગતવાર પત્ર લખ્યો હતો. બ્રિજનાં છેલ્લો નિર્ણયની વાત પણ જણાવી હતી. ભાઈ-ભાભી કશું ન જાણે- એ સૂચના પણ કરી હતી. પ્રેમા પત્ર લખે તો આવો કશો ઉલ્લેખ પણ ન કરવોએવી તાકીદ પણ કરી હતી. ‘કાકી-સ્ત્રીઓ આવાં ફોટો પડાવે ? ઓચિંતા કિશોરી પૂર્વાવિશા ખાને પ્રશ્ન પૂછી બેઠી, વિશાખાએ ટીવી સ્ક્રીન પર દૃષ્ટિ નાખી, તેને પૂર્વાનું કુતૂહલ સમજાઈ ગયું.

પૂર્વાની આંખોમાં વિસ્મય અને લઝાનાં ભાવ ડોકાતાં હતાં. વિશાખા તેની મનોદશા ઓળખી ગઈ. તેને નજીક લઈને વિશાખા બોલી, ‘પૂર્વા જે ન ગમે, એ ન જોવું, ખૂબ ઠંડો પવન વાતો હોય તો આપણે બારી બંધકરી દઈએ છીએ ને ? પૂર્વા-વિશાકાને હરખાઈને વળગી પડી.

બસ ત્યાંજ ફોનની ઘંટડી વાગી. સામે છેડે પૂજા હતી. ‘હેલો, વિશાખા- હું પૂજા-હા-હા. ત્યાં જ છું ખૂબ ખૂબ મઝા કરી. પાંચ વર્ષનો થાક એક સામટો ઉતારી નાખ્યો. એક નવી તાજગી- મેલવી લીધી, તમે હોત તો ? ખૂબ જામત. કેમ કે બડે ભૈયાને ? અરે, વિશુ, મારે તને એક ખુશખબર આપવાનાં છે. એવાં ન્યુઝ કે તું નાચી ઉઠીશ. વિશાખા-આઈએમ કેરીંગ -આઈ એમ- પ્રેગનન્ટ, મે મા બનને વાલી હું. રીયલી સરપ્રાઈઝીગ- ખરુને ડીયર વિશાખા- ભાભીને જણાવજે. મને તો તેમને કહેતા પણ નહિ ફાવે, શરમ લાગશે- અરે, મદન પણ એકદમ ખુશ છે. લોનાવાલા ફળ્યું... અમે થોડાં દિવસમાં આવીએ છીએ...’

લોનાવલાની ખુશીની એક લહર અહીં પણ દોડવા લાગી. વિશાખાને પહેલો વિચાર એ આવ્યો કે હવે કદાચ જયને સમજાવવો મુશ્કેલ બનશે, પ્રથમ સંતાન માટે અધીરા બનાય- એટલી. જય, અને વિશાખાની વય હતી. વિશાખાએ વિચારી લીધું કે આ બાબત જયની ઈચ્છાને અધીન જ રાખવી, પતિની ખુશીમાં પોતાની ખુશી માની લેવી, એ જ યોગ્ય હતું.

‘કાકી, પૂજા કાકીનો ફોન હતો.’પૂર્વા- એ વિશાકાનાં હાવભાવ પારખીને પ્રશ્ન પૂછ્યો.

‘હા- પૂર્વા- હવે તારાં પૂજા કાકીને નાનો નાનો બાબો આવશે.. ગુલાબનો ગોટા જેવો...’ વિશાખા ઉંમગ ભરે બોલી ઉઠી. વિશાખા કાકી, ખરેખર, તો રમાડવાની મઝા પડશે. પણ કાકી-બેબી પણ આવે ને ?’

વિશાખાએ પૂર્વાનાં ચહેરા પર ચમક જોઈ. ‘હાં.. પૂર્વા-તારાં જેવી બેબી પણ આવે. હજૂ તો વાર છે બેટા.’ વિશાખાએ જવાબ વાળ્યો.

વિશાખા હસી પડી. તેનો ચહેરો લાલ લાલ થઈ ગયો. ‘વાહ મારી પૂર્વા-તું તો ખરેખર મોટી થઈ ગઈ.’ વિશાકાએ પૂર્વાનાં બન્ને ગાલ ચૂમી લીધાં.

જય ધંધાના કામકાજ અંગે મદ્રાસ ગયેલો હોવાથી વિશાખા સાવ એકલી હતી. આજે બે પત્રો આવેલા હતા, એક પ્રેમનો અને બીજો કલકત્તાથી પૂર્વાનો પૂર્વાના અક્ષરો સારા મરોડદાર હતાં. પ્રેમાના અક્ષરો તો વિશાખા માટે ખૂબ ખૂબજ જાણીતા હતાં પુષ્કળ નવરાશ હતી, એટલે વિશાખાએ પત્રો વાંચવાનું કામ શરૂ કર્યુ.

પૂર્વા લખતી હતી. ‘વિશાખા આન્ટી, તમારા વિના ગમતું નથી, અહીંનું વાતાવરણ ત્યાંથી સાવ અલગ છે. લગભગ બે માસ વીત્યા. પરંતુ મુંબઈ ભૂલાતું નથી, થાય છે કે ત્યાં ચાલી આવું.’

વાંચી ને વિશાખાને દુઃખ થયું. ‘કોઈની ભૂલોના પરિણામ કોને ભોગવવા પડે છે ! પૂર્વા અંતમાં લખતી હતી, ‘પૂજા આન્ટીને મારી યાદ મદન અંકલ તથા મારી સખી અંજનાને પણ મારીયદા. આન્ટીની તબિયત સારી હશે. બાબો કે બેબીને રમાડવા ક્યારે આવું. !

દુર્ગાની ઈચ્છા પણ ક્યાં મુંબઈ છોડીને કલકત્તા જવાની હતી ? યેન કેન બ્રિજે પત્ની ને સમજાવી હતી, તૈયાર કરી હતી. જો કે દુર્ગા એ એવી કશી વાતો લખી નહોતી. દુર્ગાના પત્રમાં બ્રિજને અખબાર તરથી મળેલા ફલેટનું વર્ણન હતું. બ્રજિના મામ મરતબો વધી ગયા હતાં. મુંબઈનો દાંદિવલી ખાતેના ફલેટ કરતાં પણ આ વિશાળ હતો. વધુ સુવિધા વાળો હતો. વળી ‘પાર્કીગ પ્લેસ’માં બ્રિજના નામે એક નવીનકોર ગાડી પણ ગોઠવાઈ ચૂકી હતી.

દુર્ગાનો આનંદ પત્રમાં સુપેરે વ્યક્ત થતો હતો. તેણે વિખાલસ પણે કબૂલ કર્યુ હતું, વિશાકા અહીં આવ્યાં પછી લાગ્યુ ંકે મુંબઈ છોડવનું દુખ ખોટું હતું. તારા બડેભૈયાએ યોગ્ય નિર્ણય લીધો હતો. પુરુષો મગથી કામ લે છે, જ્યારે આપણે લાગણીઓથી દોરાઈએ છીએ બન્ને છોકરીઓ ટૂંક સમયમાં ટેવાઈ જશે.’

‘હા, સાચી વાત છે. સ્ત્રીઓ સેન્ટીમેન્ટસમાં જલ્દીથી આવી જાય છે. બ્રિજ, તમે એ પ્રમાણે જ કર્યુ છે પુરુષો મગજથી નહિં, મતલબથી કામ કરે છે. ‘વિશાખા હસી પડી તેને જયની યાદ આવી ગઈ.

જય પણ પોતાની પિતૃત્વના ઝંખના વિશાખા પર લાદી જ હતીને, અલબત્ત સાવ જળજબરીથી નહિં, પરંતુ સુંવાળા શબ્દોની આડશમાં. જોકે જયે તેનો તેના ભૂતકાળ જાણવા છતાં પણ સ્વીકારી કર્યો હતો. એ વાતનું મૂલ્ય વિશાખાને ખૂબ હતું. તે આભારવશ હતી. ઓશિંગણ હતી એ તુલનામાં પોતે જય માટ ેજ ે કરે એ ઓછું જ ગણાય, એ ખ્યાલ સતત તેનાં અંતરમાં હતો. વિશાખાએ પતિનું મન વાંચીને, તેને જ આ દિશામાં પ્રેર્યો હતો. એ તો વિશાખાનું મન રાખવાની વાત કરતો હતો. શબ્દોનું બોદાપણું તે પારખી ગઈ હતી. તેવી જ તેણે પતિની નહિ પરંતુ પોતાની ઈચ્છા જ આગળ કરી હતી. જય ખુશ ખુશ હતો, તેનો ઊમળકો વિશાખા અનુભવી રહી હતી.

જય અને વિશાખા માટે આનંદનો સમય હતો. દુર્ગા- બ્રિજભૈયાની અનુપસ્થિતી નું દુઃખ પણ ભૂલાઈ ગયુ ંહતું. આવું એકાંત કેટલું ઉપકારક હતું એ પણ ભાન થયુ ંહતું. પૂજા તથા મદન એ દંપતીનો ેઆનંદ પણ આ નવીન રસમાં ભળતો હતો. પૂજા પણ ઉત્સુક હતી. પરંતુ વિશાખાને નવા સમાચાર આપવાના નહોતાં. પૂજાએ આજે સવારે જ વિશાખાને કહ્યું હતું, ‘અલી મારી ધીરજ નથી રહેતી.. તો પછી જય ભાઈની તો શી હાલત હશે ?’

જવાબમાં વિશાખાએ થોડો ગુસ્સો કર્યો હતો, થોડું શરમાણી હતી. પ્રેમાના પત્રનો શબ્દે શબ્દ લાગણીથી ભર્યો હતો. વિશાખાને મુશ્કેલ સ્થિતીમાં ટકી રહેવા માટે ના પ્રેમ ભર્યો સૂચનો કર્યા હતાં. જીવન વિશેના મકાન લેખકોનાં અવતરણો ટાંકયાં હતાં. પત્રમાં ઘણું હતું. જેથી વિશાખાને શક્તિ મળી રહે. વિશાખા પત્ર બીજી વખત વાંચી ગઈ, જાણે એકેએક અક્ષર પી જવા ન માગતી હોય ! વિશાખાએ પ્રેમાના પત્રનો ઉત્તર તરત જ વાળી દીધો. વિચાર કરીને યોગ્ય શબ્દો ગોઠવીને તેણે સખીને પત્ર પૂર્ણ કર્યો.

પત્રમાં બ્રિજમાં કલકત્તા જવાના સમાચાર ખાસ આપ્યા હતાં. ‘પ્રેમા, દેખીતી રીતે આ નિર્ણય બ્રિજનો છે સારો નિર્ણય કર્યો. એક મોટો પ્રશ્ન ઉકેલી નાખ્યો. બ્રિજના વિચારો, હવે કદાચ ઓછા આવશે. મારી વેદનાની ધાર હવે બુઠ્ઠી બની જશે જીવન સરળ રીતે વહે છે. હું અને જય બસ આવડા મોટા અવકાશમાં એકલા છીએ. સાવ એકાકી એની પણ એક મજા છે, તાજગી છે. એકાંતને માણીએ છીએ.

જયને ઉતાવળ છે, મને માતા બનાવવાની. પ્રેમા હજુ સુધી તો બાપડો નિરાશ છે. મારા તરફથી અનુકૂળ ખબરને ઝંખે છે.

‘પતિની ભૂમિકામાં, અમુક સમયે પુરુષ સાવ પામર બની જાય છે. પ્રેમા, જયની આ અવસ્થા ચાલે છે. તેને મનગમતા સમાચાર હું આપી શકતી નથી, એ માટે એ મનોમન ધૂંધવાઈ જાય છે. કદાચ મારા પર રોષ પણ જન્મતો હશે. પણ તે એ ભાવ પ્રગટ કરી શકતો નથી. બસ પ્રેમ ઢોળીને રહી જાય છે.

વિશાખાએ પહેલીવાર નનૈયો ભણ્યો ત્યારેજયનો ચહેરો વિલાઈ ગયો હતો. વિશાખાને થોડી ગમ્મત થઈ હતી. બીજી મુદતે તો ખુદ વિશાખાનો ચહેરો વિલાી ગયો હતો.

‘ચાલો, પૂજા મને એક મુદત સુધી મુક્તિ મળી ગઈ.’ તેણે પૂજાને જકડી લીધી હતી. પૂજાના પેટનો ગોળાર્ધ વિશાને અવનવી સ્પર્શની સ્પંદના જગાવી ગયો. બ્રિજ સાતેના સંબંધો તેને આવી સ્થિતિમાં મૂકવાના હતાં. તેના દેહ પર આવા જ વળાંકો હોત ! અરે, જો માતાએ સમયસર પગલાં લીધાં ન હોત તો, વિશાખા વધુ વિચારી ન શખી. હણાયેલાં માતૃત્વની વાત વિશાખાની સ્મૃતિ પણ આવી હતી. એક કંપ જન્માવી જતી હતી.

‘સોરી, જય..’ આ વખતે સમાચાર આપતા વિશાખા થોડી ઉદાસ બની ગઈ. તે પોતે દોષિત હોય એવી લાગણી થવા લાગી. નતમસ્તકે ઊભી હતી, આંખો માંથી ટપ ટપ કરતાં અશ્રુબિન્દુઓ છલકાવા લાગ્યાં.

‘ઓહ યુ ક્રાય જય ચોંકી ઉઠ્યો. તે વિશાખાની નજીક સર્યો, આંસુ હથેળીથી લુંછી નાખ્યાં. ‘અરે, કાંઈ જિંદગી હારી ગયા છીએ.’

‘ના, જય તારી આટલી ઈચ્છા પણ..’ વિશાખા આગળ કશું ન બોલી શકી. ‘વિશુ.. બધું નશીબ પર આધારીત છ ેઅને હજુ કર્યા સમય વીતી ગયો છે. તું અને હું હજુ જુવાન છીએ. તને એક વાત કહું, એક જયોતીષ એ મને કહ્યું હતું કે મારે અનેક સંતાનો નો યોગ છે...’

‘હું નહોત ોગયો.. દુર્ગાભાબીને કોઈ જાણકારે કહ્યુ હતું. હું તો આવી બાબતોમાં માન્યતા ધરાવતો નથી.’

જયે વિશાકાને મુડમાં લાવવા કહ્યું.વિશાખા, બધું ભૂલીને નોર્મલ બની જા. તારો મુડ બગાડ નહિ. જયે વિશાખાને માંડ માંડ સમજાવી. તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે હવે વિશાખા પાસે આ વાત ક્યારેય કરવી નહિ. જો કે તે પોતે આ વાત ભૂલી શક્યો નહિ.

જય ઓફિસે ગયો, પરંતુ જીવ કામમાં ન લાગ્યો. મદન સામે જ હતો, જયને અસ્વસ્થ જોઈને તે જયની પાસે આવ્યો. ‘શુ ંછે જય? તબિયત તો’ જય અને મદને એટલી આત્મીયતા હતી કે સામાન્ય રીતે જયથી કશું ન છૂપાવે જયને આ વાત છૂપાવવા જેવી લાગી તે કશું ન બોલ્યો, માત્ર હસ્યો. મદનને પૂજા દ્વારા આ વાત મળી ગી હતી. આથી તેણે ભારપૂર્વક પૂછ્યું, ‘જય, શી વાત છે ?’ તેની ઈચ્છા હતી કે જય કાંઈક કહે. જયનાં કોઠામાંથી વાત નીકળી શકી નહિ મદનને પણ લાગ્યું કે જય શરમાળ પ્રકૃતિના કારણે કશું કહેશે નહિ, આ સમયે અને સ્થળે તો નહિ જ. જયે તો વિશાખા સાતે સાવ સહજ રીતે, પહેલાની માફક જ સ્તો, વર્તવાનું ચાલું રાખ્યું, પણ વિશાખા એમ ન કરી શખી મનની છબી તેનાં ચહેરા પર, વર્તનમાં પ્રતિબિંબીત થવા લાગી. સ્વભાવ ચિંતાળું અને ચિડીયો થવા લાગ્યો. ઊંડા વિચારોમાં ડૂબી જવા લાગી. પૂજા તેની અંતરંગ સખી હતી,પૂજાને તે અથથી ઈતિ બધી જ વાતો, વિચારો, ગમે તેવા તરંગો જણાવતી પૂજા તેને યોગ્ય પ્રતિભાવ આપતી. સ મજાવતી, હિંમત આપતી.

આ પ્રશ્નમાં પણ પૂજા જ મદદરૂપ બની હતી. પૂજાએ તેને સમજાવી હતી, ‘જો વિશાખા આ કાંઈ એક વત્તા એક બરાબર બે, જેવી બાબત નથી.પરિણામ અત્યારે પણ આવે, ભવિષ્યમાં પણ આવે એનું કાંઈ સમય -પત્રક ન હોય. નસીબની વાત કાંઈ અમસ્તી જોડાઈ હશે ? હા. એક વાત સાચી, તારે તથા જય ભાઈએ મેડીકલ પરિક્ષણ કરાવવા જોઈએ જેથી ખ્યાલ આવે કે ક્યાંય ખામી તો નથી. ... વિશુ, તારે તો સવાલ નથી, બાકી એબોર્શન કે મીસ ડીલીવરીનાં દાખલામાં ક્યારેક ગફલત રહી જવાનાં કારણે પણ આમ થાય છે. કયારેક પુરુષોને પણ...’ પૂજા આટલું બોલતા હાંફી ગઈ, થાકી ગઈ. વિશાખાને તેણે પાણી આપ્યું.

‘પૂજા હવે આરામ કર મારી ચિતાંમાં તું તારી દરકાર નહિ રાખે. ખરેખર તો મારે તને ચિંતા ન કરાવવી જોઈએ, આ દિવસોમાં તો નહિ જ...’ વિશાખા લાગણી ભર્યા સ્વરે બોલી.

‘ના.ના... મને સારુ જ છે. લેડી ડોકટરને લઈ કાલે જ મળી આવી. બધું બરાબર છ ેછથાં આ તો સર્જનની પ્રક્રિયા છે. વેદના વિના સર્જન શક્ય નથી. પૂજા પાસેનાં સોફો પર આડી પડી, વિશાખા તેના લાંબા બાળવે પંપાળતી રહી.

‘પૂજા-તારુ રૂપ -લાવણ્ય ખરેખર ખીલતું જાય છે. વાતને બીજા રસ્તે લઈ જવાનાં આશયથી વિશાખા બોલી.

‘આ દિવસોમાં આવું બને. મને મારી મમ્મી કહેતા હતાં.’ પૂજા બોલી, પછી આંખો મિંચીને કાંઈક ઊંડાણમાંથી બોલાતી હોય તેમ બોલી ઉઠી. ‘સૃષ્ટિની રચના જ એવી છે. વેદનાની સાથે આનંદ છે. આ શરીર બેડોળ બને છે, સાથો સાથ ચહેરા પર સૌદર્ય ખીલે છે. નહિ તો આ સ્થિતિમાં પુરુષ આપણી સામે જુએ પણ ખરાં !’ ‘જૂઠી વાત, પૂજા, મદનભાઈ તો તારાં પર, પ્રાણ પાયરે છે.’ વિશાખા સહેજ ઉતાવળાં બોલી ઊઠી.

‘અરે, આ તો સામાન્ય વાત કરું છું. મદન અને જય જેવાં પતિઓ તો, જો શક્ય હોય તો પ્રસુતિની પીઠા પણ ભોગવે તેવાં છે. તારી અને જયભાઈની હોંશ પણ જલ્દીથી પૂરી થશે.’

પૂજાએ વાત પૂરી કરી, પણ વિશાખાનાં મનમાં આ વાત નવેસરથી શરૂ થઈ. પૂજાની અમુક વાતને તેને વિચાર કરતી કરી મૂકી, વિશાખા પણ એક વાર ગર્ભ ધારણ કરી ચૂકી હતી. ગર્ભપાત પણ કરાવ્યો હતો. નવાનગરમાં તો આમ ન કરાવી શકાય, એ માટે વિશાખાની માતાએ નજીકના શહેર પર પસંદગી ઉતારી હતી. વિશાખા આ આખી પ્રક્રિયા દરમ્યાન મુંગી રહી હતી. માતાનો રોષ સાંભળતી રહી હતી. વેદનાની એક નાનકડી ચીસ પણ, તેણે પાડી નહોતી. આંખો પર જન્મેલા આંસુને પણ લૂંછી નાખ્યા હતા. પૂજાની વાતથી તેને ફાળ પડી.

‘રખે એ સમયે રહી ગયેલી કશી કચાશ - તો - અત્યારે કારણભૂત નહિ હોય ને ?’ એ ડોક્ટરની શી લાયકાત હશે. એ પણ તે જાણતી નહોતી, કદાચ માત્ર અનુભવી પણ હોઈ શકે. અરે, આ કાર્ય ગેરકાયદેસર રીતે કર્યું હોય. ભલુ પૂછવું. માતા, બિચારી કેટલી ગોઠવણ કરી શકે ? હવે આ વાત પૂજાને પણ કહેવાય તેવી નહોતી. જય ભલે ભૂતકાળ જાણતો હતો, તો પણ તેને ન જ કહેવાય. ‘ઉપાય મારે જ કરવો રહ્યો.’ તે નિર્ણય પર આવી.

‘લાવને અમદાવાદ જઈ આવું, પ્રેમા પણ મદદમાં આવી શકે - વળી મારી ઓળખાણો પણ કામ આવે.’

એકંદરે - મુંબઈ કરતાં અમદાવાદ જ ઠીક રહે. રાત્રે તેણે જયને કહેવા વિચાર્યું. જોકે જયને એકલાં મૂકી જતાં જીવ નહોતો ચાલતો. દુર્ગાભાભી હોય તો ઠીક, વળી પૂજાની તબિયત પણ સારી નહોતી તેમ છતાં પણ વિશાખા અમદાવાદ જવા ઉત્સુક બની ગઈ.

વિશાખાનું મન અમદાવાદ પહોંચી ગયું. ભાઈ-ભાભી તથા પ્રેમા યાદ આવી ગયાં. લગ્ન પછી તે પિયર ગઈ જ નહોતી. જય મદ્રાસ હતો, ક્યારે પાછો આવે એ અનિશ્ચિત હતું. તેને એક વિચાર આવી ગયો. ‘લાવને, અત્યારે જ અમદાવાદ જઈ આવું, જય આવશે તો થોડા દિવસ પૂજા સંભાળી લેશે.’ વિશાખાએ પૂજાની સલાહ લીધી. મદ્રાસ જય સાથે ફોન પર વાત પણ કરી લીધી.

‘જય - તારાં વિરહને થોડો લંબાવવો છે. શક્ય હોય તો અમદાવાદ આવજે. લગ્ન પછી ગયાં જ નથી. મને ખૂબ જ મન થયું છે.’ મદને ‘ટીકીટ’ની વ્યવસ્થા કરી નાખી, સરપ્રાઈઝ આપવાની ગણતરીથી અમદાવાદ અગાઉથી જાણ કરી નહિ. મુસાફરી દરમ્યાન તે બધી જ ઉદાસી ભૂલીને અમદાવાદ જવાનાં આનંદમાં ડૂબી ગઈ હતી.

સુનંદા, સંજય, પ્રેમાની યાદો તીવ્ર બનીને ઝળુંબતી હતી. અમદાવાદ શાતે ગાળેલા એક એક દિવસો યાદ આવી ગયાં. આ નગર સાથેનું સાનિધ્ય - તેના જીવનનો એક હિસ્સો બની ગયુ ંહતું. મુંબઈ સાથે નાતો જોડવાનો હજી બાકી હતો. દરિયાની વિશિષ્ઠ ગંધને આત્મસાત કરવાની હજુ બાકી હતી. જય સાતે તે મુંબઈના વિશાળ બીડ વાળા રાજમાર્ગો પર ભીંસ અનુભવતી ઘૂમી હતી. પૂજા સાતે મહાલક્ષ્મીનાં મંદિરે આશીર્વાદ ઝીલી આવી હતી. શાકભાજીની ખુશ્બુની સાથોસાથ માછલીઓની ગંધ તેનાં મનને મુંઝવતી હતી. અમદાવાદનો સ્પર્શ એક પરિચિત સ્પર્શ હતો, સખીનો સ્પર્શ હતો. જ્યારે મુંબઈ એક પરપુરુષનાં સ્પર્શ જેવું લાગતું હતું. અમદાવાદની હવા શ્વાસમાં આવતાં વિશાખા અંદરથી નાચી ઉઠી. પરોઢના ઉજાસમાં આછું આછું અમદાવાદ કળાતું હતું. એક બાળકીની ઉત્સુકતાથી વિશાખા એ જોઈ રહી હતી.

કાળુપુર રેલવે સ્ટેશને ટ્રેઈન થંભી ત્યારે તો મનનો મોરલો મ્હેંકી ઊઠ્યો. કોલાહલ મચાવતાં કુલીઓ અને ફેરિયા સાથે રાડો પાડવાની ઈચ્છા થઈ આવી. ખાસ સામાન નહોતો. તેણે રિક્ષા ભાડે કરી તેની આતુર નજર બંને દિશાની પરિચિતતાને પીવા લાગી.

અત્યારે જય પણ તેનાથી અળગો હતો. દુર્ગા, બ્રિજ, પૂજા, સૌ ખૂબ ખૂબ દૂર હતા. મુંબઈનો તો પડછાયો પણ તેની આંખોમાં નહોતો. રિક્ષા જે રીતે નૃત્ય કરતી ભીડમાંતી માર્ગ કરતી રાજમાર્ગ પર સરી રહી હતી એ અમદાવાદની ખાસિયત પર તેને હસવું આવ્યું. સવારથી જ રાજમાર્ગ ઉભરાવા લાગ્યા હતા. ‘પ્રેમાને મારો પત્ર પણ મળ્યો નહિ હોય... અને હું જ મળી જઈશ ફોન તો છેક દસ પછી જ કરાશે.’ વિશાખા વિચારી રહી હતી. દરમ્યાન રિક્ષા આવીને બિલ્ડિંગનાં દરવાજા પાસે ઊભી રહી. આમ તો સવારની શીતળતા હતી, પરંતુ તો પણ પરિચિતતા, ઉષ્મા બનીને વિશાખાને વળગી પડી. ફ્લેટની ડોરબેલ પર આંગળી મૂકતાં અજબનો રોમાંચ તેમે અનુભવ્યો.

સુનંદાએ બારણું ઉઘાડ્યું કે હર્ષ અને આશ્ચર્યની અનુભૂતિઓથી ખડ ગાજી ઉઠ્યો.

‘ઓહ ! વિશાખા !’ સુનંદાના અવાજથી દોડીને સંજય પણ આવી પહોંચ્યો.

‘આવ, આવ, વિશાખા ફોન પણ ન કર્યો ? ઓચિંતા જ... સંજય પણ વિસ્મય પામ્યો. લગભગ ચાર-પાંચ માસ પછી વિશાખા મળતી હતી. વિશાખા આનંદમાં હતી. આ તેની સારી શરૂઆતની સાબિતી હતી, એ સુનંદાએ નોંધ્યું. ‘એકલી જ આવી ? જય નથી ?’ તરત જ જયની પૃચ્છા થઈ, સંવાદોના પહેલા દોરમાં સમાચારોની આપ-લે થઈ ગઈ. વિશાખાને સુખી જોઈને સંજય અને સુનંદાને નિરાંત થઈ.

વિશાખાનાં ગયા પછી ફ્લેટની ગોઠવણીમાં નાના મોટા ઘણાં ફેરફારો થઈ ગયા હતા. વિશાખાનો જૂનો ખંડ હવે નાના કંદર્પનો ખંડ બની ગયો હતો. વિશાખાનો એક જૂનો ફોટોગ્રાફ હજુ પણ મૂળ જગ્યાએ દિવાલ પર હતો. બાકીની બધી જ વ્યવસ્થામાં વિશાખાની બાદબાકી થઈ ગઈ હતી. એ વાત બે ક્ષણ માટે તેને ખટકી તેણે દરેક ખંડ, કીચન... ધરાઈને નિરખ્યાં... મનોભાવોને અપ્રગટ રાખ્યા.

‘હવે તો આ ઘરમાં મારી ભૂમિકા મહેમાનની જ ગણવી ને !’ વિશાખાએ વિચાર્યું.

લગ્ન પછી આ બધા સંબંધોએ ખૂબ ઝડપથી ઔપચારિક સ્વરૂપ પકડવા માંડ્યું હતું એ વિશાખાને ન ગમ્યું. સુનંદા તો સાવ સ્વભાવિક રીતે કરેલા પરિવર્તનોની વિગતો સમજાવી રહી હતી. સંજયને પણ આમાં કશું અસામાન્ય નહોતું લાગતું. વિશાખાને હવે ખાત્રી થઈ ગઈ કે તેનું સાચું ઘર, જયનું ઘર જ છે. આ સત્ય જેટલું જલ્દી સમજમાં આવે તેટલું લાભદાયક હતું. આ દરેક સ્ત્રી માટે સત્ય હતું, સનંદા માટે વિશાખા માટે, પૂજા માટે કે કોઈ પણ...

વિશાખાએ વિચાર્યું કે જો પોતાની કુખે જો દિકરી જન્મે તો જરૂર તે આ પરંપરા તોડશે જ દિકરી માટે એક અલાયદો ખૂણો તો જરૂર રાખશે જ, જ્યાં તે કોઈ પણ સમયે નિર્ભયપણે આવી શકે, પોતાનો માની શકે.

વિશાખાને અપાતા માન-આદર, સત્કારમાં તે પરાયી હોવાની બૂ આવતી હતી. વિશાખાએ ભારે મને વાસ્તવિકતા સ્વીકારી લીધી. ‘ભાભી-પ્રેમાનાં શા સમાચાર છે ?’ તેણે પૂછી લીધું.

‘પ્રેમા-બસ એકવાર આવી હતી. એ પછી તો તેણે મોં દેખાડ્યું જ નથી. વિશાખા... રસોઈમાં શું બનાવવું છે ? જય હોત તો વેડમી જ બનાવત...’ સુનંદાએ સંજય પ્રતિ જોયું.

‘ભાભી, કાંઈ નવીન બનાવવાની જરૂર નથી... હું થોડી મહેમાન છું...’ અને તે મુક્ત મને હસી પડી.

સુનંદાએ ઘણી વાતો કરી. દુર્ગાનાં સમાચારો તાજા કર્યા. મુંબઈના જીવન વિશે પ્રશ્નો પૂછી લીધાં. વળી કશી નવાજૂની નથી ને, એ વાતની માહિતી પણ હસતા હસતા મેળવી લીધી.

વિશાખા, વાતોથી પરવારીને પ્રાતઃકાર્યમાં લાગી ગઈ. ટ્રેનમાં તે સૂતી તો હતી પણ ઊંઘ નહોતી આવી.

પરવારીને તરત તેણે પ્રેમાની ઓફિસે ફોન જોડ્યો. સામે પ્રેમા જ હ તી. વિશાખાનું નામ સાંભળતા જ પ્રેમાના અવાજમાં આનંદનો કંપ વરતાયો. ‘ઓહ ! વિશુ ક્યાંથી બોલે છે ? અહીંથી જ ક્યારે આવી ? બડી ચાલાક છે તું... તારાં પત્રો નિયમિત મળતા હતા. મારા પણ મળતા જ હશે. હું ઠીક છું... બીજી વાતો રૂબરૂ બોલ ક્યારે મળીશું ? ઓકે સાંજે ત્યાં આવું છું... શું કરે છે તારાં ભાઈ-ભાભી ?’ આ ક્ષણે વિશાખાને લાગ્યું કે અહીં તે એક આત્મિયજનને મળી હતી. સંબંધોનું બોદાપણું અહીં નહોતું જ. પ્રેમા સાથેના સંબંધમાં જે તાજગીની અનુભૂતિ વર્ષો પહેલાં થતી હતી, એ જ અત્યારે અનુભવાણી. ભત્રીજા કંદર્પને ભેટોથી લાદી દીધો. વિશાખાએ કંદર્પની ખુશી જોઈને વિશાખાને શૈશવ યાદ આવી ગયું. સંજય ઓફિસ તરફ જવા રવાના થઈ ગયા પછી, વિશાખાએ રાતની ઉંઘ સરભર કરી સુનંદા તેનાં ખંડમાં હતા. પ્રેમા આવી ત્યારે પણ તે આળસ મરડતી હતી. પ્રેમા તેને ભેટી પડી. પ્રેમાનાં બોડી-ફિગર અને સ્મિત એવાને એવા જળવાયેલા હતા. હા, તેના વસ્ત્રોમાં થોડી ટાપટીપ વધી ગઈ હતી. કેશની સજાવટમાં પણ પરિવર્તન આવી ગયું હતું.

‘અરે, વાહ પ્રેમા તું તો ખાસ્સી બદલાઈ ગઈ...!’

વિશાખા બોલી ઊઠી. ‘કોઈ ખાસ વાત છે કે...’ ‘તું બધું માને છે તેવું નથી. વિશુ તારી વાત કહે કેમ છે તને ?’ પ્રેમાનાં વસ્ત્રોમાંથી પળભર તો આ વાસ્તવિકતા માની ન શકી, સ્વીકારી ન શકી. ‘તારાં પરિવર્તનથી મને ખુશી થઈ પ્રેમા’ વિશાખા બોલ ઊઠી, પ્રેમા મંદ મંદ હસી.

‘કહે તો ખરી, તને કોઈ ગુરુ મળી ગયા કે શું ?’ વિશાખા બોલી ઊઠી. ‘મારી વાત પછી, વિશુ પહેલાં તારી વાત કહે બ્રિજ જતાં તે ખૂબ માનસિક રાહત અનુભવી હશે, ખરું ને !’ પ્રેમાએ વિશાખાનું ધ્યાન બીજી દિશામાં દોર્યું. દેખીતી રીતે પ્રેમા પોતાની વાત કહેવા નહોતી માગતી, પોતાની માનીતી સખી વિશાખાથી પણ વાત છૂપી રહી જાત, પણ તેનાં બદલાયેલાં વેશે ચાડી ખાધી હ તી. ‘મારી વાત તું જાણે જ છે. પ્રેમા’ એમ શરૂઆત કરીને પોતાની કહાની અથથી ઈતિ સુધી અક્ષરસઃ કહી સંભળાવી સાવ ધીમા અવાજે આમ તો સુનંદા તેનાં ખંડમાં સૂતી હતી. એ સાંભળી શકે તેમ નહોતી, તેમ છતા ંપણ સાવચેતી રાખવી સારી એવું વિશાખાનું વલણ હતું.

પ્રેમાએ બધી વાત શાન્ત ચિત્તે સાંભળી વિશાખા મૌન થઈ. બે-ચાર ક્ષણો મૌનમાં સરી ગઈ.

‘વિશુ, બહુ સિમ્પલ વાત છે. આપણે ગાયનેકને મળી લઈશું એમનો અભિપ્રાય આવે એ ફાયનલ.’ પ્રેમાએ વાતનો નિચોડ લાવતા કહ્યું. ‘પ્રેમા, આ વાતનો નિકાલ મારે એક બે દિવસોમાં જ લાવવો છે. જયની ગેરહાજરીમાં જય કદાચ મદ્રાસથી અહીં આવે પણ ખરો.’ વિશાખાએ વાતને સંકેલી લીધી. કારણ કે કોઈ પગરવ નજીક આવી રહ્યાં હતાં. સુનંદા ખંડમાં આવી પહોંચી. ‘ઓહ, બંને સખીઓ ભેગી થઈ ગઈ છે. પ્રેમા તું તો આવતી જ નહોતી - વિશાખા સાથે જ સગપણ છે ?’

‘તમારી વાત આમ તો સાચી છે, ભાભી મારો દોષ છે તમે જે સજા નક્કી કરો એ ભોગવી લેવા તૈયાર છું.’ પ્રેમાએ હસીને જવાબ વાળ્યો.

‘સજા, સજામાં હમણાં ચા-નાસ્તો મોકલું છું... ’ સુનંદા કીચનમાં ચાલી ગઈ ‘હમણા કંદર્પ ણ આવવો જોઈએ સ્કૂલમાંથી...’ ‘વિશુ-હું કાલે જ વ્યવસ્થા કરું છું. કાલે પાંચ વાગે મારી ઓફિસે તારી રાહ જોઈશ.’ પ્રેમાએ વાત પૂરી કરી પછી બંને સખીઓ સુનંદા પાસે રસોડામાં પહોંચી ગઈ.

‘બહુ ફેસનેબલ થઈ ગઈ, તું તો’ સુનંદાનું ધ્યાન પણ પ્રેમાનાં વેશ-પરિવર્તન પ્રતિ દોરાયું ક્યાંય નક્કી તો કર્યું નથી ને લગ્નનું ?’ ‘ભાભી, આ શું લગ્નનાં લક્ષણો છે ?’ પ્રેમાએ સામુ પૂછી લીધું અને ત્રણે હસી પડ્યાં.

બીજે દિવસે સાંજે, પાંચ વાગે વિશાખા, પ્રેમાની ઓફિસે પહોંચી ગઈ, ત્યારે તે પ્રતીક્ષા કરતી ઊભી હતી. બંને હસ્યાં. ‘પહેલા કામ પતાવીએ ડૉક્ટર ઝવેરીની એપોઈન્ટમેન્ટ ટાઈમ ચૂકી જઈશું.’ વિશાખાના આશ્ચર્ય વચ્ચે પ્રેમા તેની સખીને મારુતિ ગાડી તરફ દોરી ગઈ. શોફર તૈયાર જ હતો. બંને પાછલી સીટ પર ગોઠવાયા અને ગાડી સ્ટાર્ટ થઈ. વિશાખા તો આભી બનીને સખીને જોઈ રહી. ગાડી અદ્યતન સગવડો વાળી વૈભવી હતી. ‘પછી બધી વાત વિશુ’ પ્રેમાએ સખીને ઈશારો કર્યો. પ્રાયવેટ હોસ્પિટલ પણ અદ્યતન હતી, સવિધાઓ અને સ્વચ્છતા મનને આકર્ષી લે તેવા હતા. રિસેપ્સનીષ્ટ સાથેની વાતચીત પરથી લાગ્યું કે પ્રેમાએ અગાઉથી ગોઠવણ કરી લીધી હતી. તેઓને તરત જ અંદર લઈ જવામાં આવ્યા. વિશાખાનાં શરીરમાં એક આછેરો કંપ ફરી વળ્યો, તેણે પ્રેમાનો હાથ સહજ રીતે પકડી રાખ્યો. ‘ગભરાતી નહિ. ડૉક્ટર ઝવેરી, ગૌતમના ખાસ અંગત વ્યક્તિ છે... આપણાં ગાઢ સંબંધો છે.’

થયું પણ એમ જ પ્રેમા ડૉક્ટરને સારી રીતે ઓળખતી હતી. બધું ફટોફટ પતી ગયું. જે કાંઈ પરીક્ષણો કરવાના હતા, એ ત્યાંને ત્યાં કરી લેવામાં આવ્યા. પ્રેમા, વિશાખાનાં પરીક્ષણો દરમ્યાન શક્ય હતું તેટલી પાસે જ રહી ભરપૂર લજ્જા સાથે, વિશાખા આખી પ્રક્રિયામાંથી પસાર થઈ.

ડૉક્ટરને તેણે આખ વાત નવાનગરના બનાવોથી શરૂ કરીને અક્ષરશ- કશું છુપાવ્યા વગર કહી સંભળાવી. જે ટેપની પટ્ટી પર આલેખાતી જતી હતી. લગભગ બે કલાક પસાર થઈ ગયા છેલ્લે કોફી અને સ્નેક્સ લેતાં લેતાં, ડૉક્ટર ઝવેરીએ હળવી હળવી વાતો કરી. ‘પ્રેમાને કહ્યું શું કરે છે ગૌતમ ?’ અને પછી છૂટા પડ્યા. બંને એજ ગાડીમાં બેસીને પ્રેમાના ઘરે પહોંચ્યા બે રૂમની જગ્યા પણ, પ્રેમાની માફક સ્તો, દીદાર બદલાઈ ગયાં હતાં.

શોફરને બે કલાક પછી આવવાની સૂચના આપીને પ્રેમા અંદર આવી ત્યારે વિશાખાનાં મુખ પર નર્યું વિસ્મય નીતરતું હતું.

‘પ્રેમા શું છે આ બધું ? તું મને આજે રહસ્યમય લાગે છે.’ મુગ્ધ બનીને બોલી ઊઠી.

‘તને બધું કહેવા જ અહીં બોલાવી છે. થોડા દિવસમાં આ નિવાસસ્થાન પણ બદલાઈ જશે. વિશુ - તને આ જાદુ જેવું લાગશે, પરંતુ આ એક જાતનું એડજસ્ટમેન્ટ છે. જે મેં પોતે જ સ્વીકાર્યું છે.’

પ્રેમાએ તરત જ રસોઈની તૈયારી શરૂ કરી. વિશાખા તેને મદદ કરવા લાગી. ‘તારો રીપોર્ટ કાલે મળી જશે, વિશુ આ ડૉક્ટર ઝવેરી ગૌતમના ખાસ દોસ્ત છે. બંનેને એક બીજા વિના ન ચાલે.’ આ તારા ટેસ્ટ વિગેરેના સહેજે પણ એકાદ હજાર રૂપિયા થાય. કહીને પ્રેમા અટકી ગઈ.

એ ગૌતમ કોણ ? મારે તેમને વિવેક પણ કરવો જોઈએ અને આભાર પણ... વિશાખાને બોલતી અટકાવીને પ્રેમા બોલી ઉઠી ‘ના, વિશુ, એવી કશી જરૂર નથી, કારણ કે તું મારી પ્રિય સખી છે.’ ‘કાંઈક સમજાય તેવું બોલ પ્રેમા’ અંતે વિશાખાને કહેવું પડ્યું. પ્રેમાનો રમતિયાળ ચહેરો ધીર-ગંભીર બની ગયો.

‘વિશાખા, તારા લગ્ન થયા, તું અને જય વિદાય થયાં, બસ, ત્યાંથી જ શરૂઆત થઈ. આખી રાત્રિ દરમ્યાન તમારા જ વિચારો આવ્યાં. જય સાથે તું કેવી સોહતી હતી. એ સાંજે ! તારા ચહેરા પર સંતૃપ્તિના ભાવ હતા, મને મારો વિચાર આવ્યો, હું પણ લગભગ તારી જ ઉંમરની હતી, છતાં પણ મારું કશું ભાવિ નહોતું. -મને પણ થતું હતું કે મને પણ કોઈ જય જેવો પુરુષ મળે જેની સાથે હું મારી અધૂરપ પૂર્ણ કરું. વાસ્તવમાં આ ક્યાં શક્ય હતું ? મારી બેન સીમા હજુ કુંવારી હતી, તેનાં લગ્ન ખર્ચ, દહેજની ગોઠવણ પણ પૂરી થઈ નહોતી એ પછી હું...! આ પરિસ્થિતિમાં હું તો ક્યાંય ચિત્રમાં નહોતી.’

પ્રેમા સ્હેજ અટકી, પાસે પડેલો પાણીનો ગ્લાસ ઊંચકીને એક બે ઘૂંટમાં પૂરો કર્યો. જોરથી એક બે શ્વાસ લીધા. પછી વાત આગળ ચલાવી.

‘વિશાખા, સાચું કહું એ દિવસોમાં તું અને જય, મને પુષ્કળ પજવતાં હતાં. મન એ જ વાત પર આવતું હતું કે મને, જય જેવો પુરુષ ક્યારે મળે.’

‘ખૂબ મંથન પછી લાગ્યું કે મારું ખ્વાજ સત્ય થવાં સર્જાયું નથી. સીમાનાં લગ્ન તો ક્યારેક શક્ય હતાં. મારી બચત એ તૈયારીમાં વપરાતી હતી. હું નિરાશ બની ગઈ.

તને લખવા વિચારતી હતી, પરંતુ ત્યાં તારે પણ બ્રિજમોહનની સમસ્યા હતી. તને કહેવાનો કશો અર્થ નહોતો.’

વિશાખા મુંગી બનીને સાંભળી રહી હતી. તે પ્રેમાથી આટલી નજીક હતી, છતાં પણ કેટલી દૂર હતી એ સમજાતું હતું. ‘ગૌતમ દવે મારા બોસ હતા, પરણેલાં હતાં, બે સંતાનો પણ હતા. વય આશરે અડતાલીસ હશે. તેમની નજર મારા પર હતી, એ જાણ તો મનો મોડેથી થઈ. એ સમયે મને તેમની સહાનુભૂતિ સાંપડી, ઓચિંતા જ જ્યારે મારે હૂંફની ખાસ જરૂર હતી, મને એ મળી.’

‘કુદરતી રીતે મારી સહાનુભૂતિ ગૌતમ પ્રતિ ઢળી, દિવસે દિવસે હું ગૌતમમય બનતી જતી હતી. એ પણ મારા માટે વિહવળ હતા. અંતે સમજૂતીની એ ક્ષણ આવી પહોંચી. ગૌતમે મને સ્પષ્ટ જણાવ્યું કે હું તેમની જરૂરિયાત હતી. લગ્ન કરીને હું સામાન્ય રીતે જે મેળવવા હક્કદાર ગણાઉં એ બધું જ તેઓ આપવા તૈયાર હતા, સિવાય કે પત્નીનો દરજ્જો. તેઓ જેવું જીવન જીવતા હતા, તેવું મને જીવાડવા માગતા હતા. ગૌતમે ભારપૂર્વક કહેલું કે પ્રેમા મારે તને બધું આપવું છે બદલામાં કસુંક પામવું છે.’

પ્રેમા ફરી અટકી. દૂધ ઊભરાતું અટકાવવા ગેસનું બટન બંધ કર્યું. વિશાખાએ કોફી બનાવી હતી. તેના ઘૂંટડા ભરતા ભરતા પ્રેમાએ વાતને સમેટી લીધી. ‘વિશુ - મેં વિચારવાનો સમય માગ્યૌ. ગૌતમે એક અઠવાડિયાનો સમય આપ્યો.

મેં મારો જવાબ બીજા દિવસે જ આપી દીધો. મેં ગૌતમની વાત સ્વીકારી લીધી. પુરુષની મારી શોધ પૂર્ણ થઈ. મને જે મળ્યું છે એ હિસાબે હું આખા વિશ્વની સૌતી સુખી સ્ત્રી છું. જે નથી મળ્યું એનો વિચાર જ નથી કરતી. હું ખૂબ સુખી છું. વિશાખા જિંદગીનું અંતિમ બિન્દુ જાણતી નથી, પરંતુ એટલું ચોક્કસ કે મને અંતિમ શ્વાસ લેતાં જિંદગી પ્રતિનો થોડો સંતોષ તો હશે જ.’

પ્રેમા શાન્ત થઈ ગઈ, ઊભી થઈને ટોયલેટમાં ગઈ. એ દરમ્યાન, વિશાખાએ પણ ભીની આંખો લૂછી નાખી. પ્રેમા શ્વાસમાં તાજી હવા ભરીને આવી, તેનાં ચહેરા પર ચમક હતી.

‘ચાલ જમી લઈએ, ભૂખ પણ જાગી છે...’ પ્રેમા હસી પડી. ‘બહુ મોટાં સંઘર્ષમાંથી પસાર થઈ પ્રેમા.’ વિશાખાથી બોલી જવાયું...

‘છતાં તારા જેવા મોટા સંઘર્ષનો સામનો કરવાનો તો નથી જ આવ્યો. વિશુ-હું કાયમ તારી ચિંતા જ કર્યા કરતી હતી.’ પ્રેમા બોલી.

‘હવે પ્રેમા-મારામાં શક્તિ આવતી જાય છે. મારી સમસ્યા હું જ સુલજાવીશ’ વિશાખાનાં અવાજમાં મક્કમતા હતી. ‘કાલે તને રીપોર્ટ મળી જશે. એ પછી કશી જરૂર જણાશો તો માયનોર સર્જરી... કોઈ ને ખબર નહીં પડે ભાઈ-ભાભી કે કોઈ પણ...’ પ્રેમાએ પૂરું કર્યું અને બહાર ગાડીનું હોર્ન વાગ્યું...

શોફરે પ્રેમાને સલામ ભરી, પ્રેમાએ માલકણની અદાથી સૂચના આપી. જમ્યા પછી એ ગાડીમાં વિશાખા પાછી ફરી. આખી રાત પ્રેમાનાં વિચારોએ તેને ઘેરી લીધી ‘શું એ સાચી હતી ?’ એ સત્ય હતું કે તેની પાસે બીજો વિકલ્પ નહોતો. બીજે દિવસે સાંજે, પ્રેમાનો ફોન આવી ગયો. સુનંદા સાથે ઔપચારિક વાર્તાલાપ કરીને તેણે વિશાખા સાથે વાતો કરી.

‘વિશાખા, કોઈ નજીક નથી ને ! ઓ.કે. રીપોર્ટ આવી ગયો છે. તું નોર્મલ જ છે. કશી ખામી નથી. તને મા બનવામાં કશી, તારા તરફથી રૂકાવટ નથી. રીપોર્ટ તને રૂબરૂ આવીને પહોંચતો કરી દઈશ. મારી તને શુભેચ્છા. બી મધર ઓફ એઈટ પ્રોડીગલ સન્સ.’ પ્રેમા રમૂજમાં બોલી અને હાસ્ય સાથે સમાપન થયું.

વિશાખા હળવીફૂલ બની ગઈ. કોઈ ગંભીર આરોપથી નિર્દોષ છુટકારો થયો હોય તેવું લાગ્યું. આ ખુશી તરત જ સમેટાઈ ગઈ. એક વિચાર ઝબક્યો. ‘તો પછી, શું જયમાં કશી ખામી હશે ?’ તરત બીજા ખ્યાલે ભરડો લીધો. ‘એમ જ હશે. એક વાર તો હું ગર્ભ ધારણ કરી ચૂકી છું. એ જય જાણે જ છે. આ રીપોર્ટથી મારી સ્થિતિ સ્પષ્ટ બનશે, જયને કશું સમજાવવાની જરૂર નહિ રહે. હવે હું કદિ ગુનેગાર જેવી લાગણી અનુભવીશ નહિ. સામે પક્ષે જયને આવી લાગણી જન્મશે.’ આ પરિસ્થિતિમાં રાહત હતી અને દુઃખ પણ હતું. વિશાખાએ નક્કી કરી નાખ્યું કે તે પતિને ડૉક્ટર પાસે જવા સમજાવશે. જો તે પોતાની રીતે સમજી શકે તો એ સૌથી ઉત્તમ વિકલ્પ હશે. જયમાં રહેલાં પુરુષને તે હીણો દેખાડવા નહોતી ઈચ્છતી. જય તેનો પતિ હતો. પતિનો અહમ્‌ પણ સચવાવો જોઈએ. સાથોસાથ પોતાની સ્થિતિ સ્પષ્ટ થઈ જવી જોઈએ. બંને વચ્ચે સમજણની ભૂમિકા સર્જાવી જોઈએ. લગ્નનો એક માત્ર હેતુ પ્રજોત્પતિ નથી, ન હોવો જોઈએ.

વિશાખા આ અનુકુલનનાં બદલામાં માતૃત્વની ઈચ્છાનો ત્યાગ કરવા તૈયાર થઈ હતી.

જો જય પણ સક્ષમતા મેળવી શકે પછી તો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. વિશાખા તૈયાર જ હતી, સ્ત્રીત્વની પૂર્તિ માટે. પ્રેમા સાથે વાત થયા પછી વિશાખા સતત આવાં વિચારોમાં રહી. ‘બેનબા- ગમતું ન હોય તો, જયને મદ્રાસ ફોન કરી બોલાવી લો.’ સુનંદાએ હળવી મજાક કરી.

‘ના રે ભાભી - જરા માથું ભારે થઈ ગયું છે.’

વિશાખાએ બચાવ કરતાં કહ્યું, ‘જય તો આવશે જ ને, મને તેડી જવા માટે તો આવશે. મારે ફોન પર બોમ્બેથી વાત થઈ છે.’ ‘નણંદબા, માથું ભારે થાય - એનો વાંધો નહિ, પણ પગ ભારે ન થાય તેનું હમણા ધ્યાન રાખજો. હરવા ફરવાના દિવસો છે.’ સુનંદાએ મોટી મજાક કરી નાખી. ‘તમારા ભાઈએ ઘણાં કાર્યક્રમો વિચારી રાખ્યા છે. બસ, જય આવે પછી શરૂ કરીએ.’ સુનંદાએ વાત પૂરી કરી.

રાત્રે મુંબઈથી જયનો ફોન આવ્યો, ત્યારે વિશાખા આ જ વિચારોમાં ઘેરાયેલી હતી.

સામાન્ય વાતો થઈ, જયનાં અવાજમાં થાક હતો. ખાસ ઊમળકાનો પણ અભાવ હતો. ‘વિશુ, હું હાલ અમદાવાદ નહિ આવી શકું. ના. ના તું તારે રહેવું હોય એ મુજબ અમદાવાદનું રોકાણ કરજે. પહેલી જ વાર લગ્ન પછી - ગઈ - કેમ છે તારા ભાઈ-ભાભી ? પ્રેમા...? મારી ચિંતા ન રાખતી, વિશુ, મદન મારી સંભાળ રાખે જ છે. પૂજા તો દિલ્હી જવાની તૈયારી કરે છે. બે ચાર દિવસમાં જશે. આવીશ - જરૂર આવીશ, ભાઈ-ભાભીને કહેજે, તને તેડવાના બહાને - અમદાવાદ આવવાનો મોકો ઝડપવાનો જ છું. બસ, મજા કર એન્જોય.’ જયે ફોન મૂક્યો ત્યારે પુષ્કળ થાકી ગયો હતો. શરીરમાં પણ થાક હતો. મન પણ થાકી ગયું હતું. મદ્રાસની ટ્રીપ ધંધાદારી રીતે ખૂબ સફળ થઈ હતી, કેટલાક બિઝનેસ - ઓર્ડરો તેની બ્રીફકેસમાં હતા. છેક છેલ્લા દિવસે - તેણે નામાંકિત ડોક્ટર પાસે મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. આવું કરવાનો નિર્ણય તેમે મદ્રાસ ટ્રીપ પર જતી વખતે લઈ લીધો હતો.

બે ત્રણ માસના અનુભવ પરતી તે એ નિષ્કર્ષ પર આવ્યો હતો કે તેનામાં તો કશી ખામી નહિ હોય ને. આ કાર્ય તે મુંબઈમાં કરી શક્યો હોત. પણ તેનું મન ન માન્યું. અહીં ઓળખાણો પુષ્કળ હતી, અને તે એ છાની રીતે કરવા ઈચ્છતો હતો. ડૉક્ટર બાલા - ક્રિષ્ણનને પ્રથમ પરીક્ષણ પછી આ કેસ ગંભીર લાગ્યો. તેમમ ેજયને વધુ બે ચાર દિવસ મદ્રાસ રહેવા સલાહ આપી.

એનીથીંગ સીરીયસ ડૉક્ટર ? જયની ઈંતેજારી વધી ગઈ. ‘વેરી અર્લી ટુ સે એટ ધીસ સ્ટેજ.’ ડૉક્ટરે પહોળા ઉચ્ચાર સાથે જણાવ્યું. ‘આઈ વોન્ટ ટુ બી ડબલ-સ્યોર.’

જયને બીજી વખત આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. ડૉક્ટર બાલાક્રિષ્ણન આ વિષયમાં પીઢ હતા.

જયે હોટેલમાં આ દિવસો ખૂબ બેચેનીમાં વીતાવ્યાં. તેને લાગતું હતું કે તેનું સર્વસ્વ અત્યારે જીંદગીની હોડમાં મૂકાઈ ચૂક્યું હતું. તેની ઈચ્છા છતાં પણ તે પિતૃત્વ પ્રાપ્ત કરી શક્યો નહોતો. વિશાખા પાસે તીર છૂટી ગયું હતું. નિષ્ફળતાએ તેને મૂંઝવણ ભરી સ્થિતિમાં મૂકી દીધો હતો.

વિશાખા તો એક વખત ‘કન્સીવ’ કરી ચૂકી હતી તેની નિખાલસતા અને સરળતા પર જય વારી ગયો હતો. આમ વિશાખાને કશો દોષ આપી શકાય તેમ હતું નહિ. ડૉક્ટરના જવાબે તેનાં મન પર ચિંતાનો બોજ નાખ્યો હતો. રાત્રે તો સ્થિતિ વિચિત્ર હતી. હોટેલ, કેપીટલનાં સાતમા માળની તેની રૂમમાં, તે સાવ અસ્વસ્થ બની ગયો હતો. ટેરેશ પર નીચે કૂદી પડવાનો વિચાર પણ એક નબળી ક્ષણે આવી ગયો. પછી વિશાખા યાદ આવી, બ્રિજભૈયા, દુર્ગા, પૂર્વા - દક્ષિણાનાં ચહેરા યાદ આવ્યા. ‘અરે, આવી કાયરતા.’ મારામાં ક્યાંથી પ્રવેશી ? માતાએ કષ્ટમય દિવસોમાંથી માર્ગ કરીને, શું આ માટે તો મોટાં કર્યા નહોતાં ? પ્રભાની પ્રેમાળ છબી, તેને ઠપકો આપવા માંડી. જયે બાલિશ ખ્યાલને ફગાવી દીધો.

મનને મજબૂત બનાવ્યું, ‘ના હવે કદિ, કોઈ પણ પ્રશ્ને આવી કાયરતા તો નહિ જ અપનાવું. જ્યારે વિશાખા સરખી પ્રેમાળ સાથી હતી, આવી સરસ જીંદગી હતી, ત્યારે તો નહિ જ. કોઈ પણ હલ પર વિચારીશ - પણ આવી કાયરતા...’ આ કારણે જ તેને ડૉક્ટરના આખરી નિર્ણયથી કાંઈ આંચકો નહોતો લાગ્યો. હા જબરજસ્ત આઘાત તો લાગેલો જ. તેનાં પ્રજનન તંત્રમાં એવી ગુંચવણો હતી કે જય કદિ આ જિંદગમાં પિતા બની શકે તેમ જ નહોતો. કોઈ પણ પુરુષ માટે આ ધરતીકંપ જેવા સમાચાર ગણાય. આ જવલ્લે જ બનતી ઘટના હતી. બાલાક્રિષ્મને આશ્વાસ આપ્યુ ંહતું, ખૂબ સહાનુભૂતિ દર્શાવી હતી. આ દિશામાં વિશ્વમાં કોઈ ખૂણે કાંઈ નવી શોધો - સંશોધનો થશે તો જરૂર - તેઓ જયને માહિતગાર કરશે એવી ખાત્રી પણ આપી. ‘મી. જય તારા પત્નીને સમજાવજો. એ આર્ય નારી સમજુ અવશ્ય હશે. આશા રાખું છું કે તમને પત્નીનો સહકાર મળી જશે.’

જયે બાલા સાથે હાથ મિલાવ્યા. આભારની લાગણી વ્યક્ત કરી અને જુદો પડ્યો તેને ડૉક્ટરની વાત સાચી લાગતી હતી. વિશાખા હૃદય પૂર્વક સહકાર આપશે જ, એવો તેને વિશ્વાસ હતો.

તે મુંબઈ આવ્યો - વિશાખા સાથે ફોન પર વાતો કરી. વાતો કરતાં કરતાં - એક અજાણ્યો કંપ અનુભવ્યો, એક અજાણી ભિતીએ ભરડો લીધો. હવે તે પંગુ હતો. આંધળા, લંગડા - જેવો જ !

જયે પાસેનાં સોફા પર જ લંબાવી દીધું. થોડી મિનિટો એમને એમ પડી રહ્યો. ત્યાં ફરી ફોનની રીંગ આવી. કાંઈક કંટાળાથી જયે રીસીવર કાન પર મૂક્યું. તેનાં આશ્ચર્ય વચ્ચે વિશાખાનો અવાજ સાંભળ્યો. ‘હેલો જય, હું વિશુ - તને કેમ છે ? મને તારી તબિયત કાંઈ સારી ન લાગી. તારી વાતચીતમાં લાગ્યુ ંકે તું થાકેલો છે, હતાશ છે, કશું છે, મને ચિંતા થઈ, જય, મને લાગે છે કે તને મારી જરૂર છે. હું આવતીકાલે જ ત્યાં આવું છું. ના - ના. આવું છું જ. તું ત્યાં પરેશાન હો પછી મારે અહીં રહીને શું કરવું છે ? જય - હું આવું છું...’ જયનો ઉદાસ ચહેરો ખીલી ઊઠ્યો.

જ્યારે વિશાખાએ સંજયને કહ્યું, કે હું કાલે જાઉં છું, મુંબઈ ત્યારે સુનંદાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‘વિશાખા, આટલો વિરહ પણ સહન નથી થતો કે શું ? તમે અત્યારની છોકરીઓથી તો તોબા !’ સુનંદા બોલી ઊઠી હતી. સંજયે પણ ખૂબ સમજાવી, જયને અહીં બોલાવવાનું પણ કહ્યું, પણ વિશાખા એની બે ન થઈ આ પતિઘેલી સ્ત્રીને જોઈને સુનંદાએ ટકાક્ષ પણ કર્યો, મનોમન ઈર્ષા પણ જાગી. પ્રેમાને પણ નવાઈ લાગી. તે બીજા દિવસે સાંજે સીધી સ્ટેશન પર આવી હતી. ખાસ વાતચીત તો ન થઈ શકી. સંજય-સુનંદાની હાજરી હતી. વળી સમય પણ ઓછો હતો. પ્રેમાએ ડોક્ટર ઝવેરીનો રીપોર્ટ હળવેથી વિશાખાના પર્સમાં સરકાવી દીધો. વિગતે વાત કરી શકે તેમ નહોતી. ઘડીભર તો તેને પણ થઈ આવ્યું કે વિશાખા જે કાંઈ કરી રહી હતી એ પ્રેમ હતો. સાચો પ્રેમ, જ્યારે ગૌતમ સાથે તે જે કરી રહી હતી તે ગોઠવણ હતી. આવો સાચો પ્રેમ તેનાં નસીબમાં ક્યાં હતો ? એક છાનો નિસાસો પ્રેમાથી મૂકાઈ ગયો. સંજયે વિશાખાનો સંદેશો મોકલી આપ્યો હતો. એટલે જય, બોરીવલી સ્ટેશને આવ્યો હતો. સમય કરતાં થોડો વહેલો આવ્યો હતો. પૂજા કે મદનને પણ કશાં સમાચાર જણાવ્યાં નહોતાં. પૂજા તો દિલ્હી જવાની તૈયારીમાં પડી હતી. હવે તો તેનું રોકાણ મોટું બનવાનું હતું. પૂજાના મમ્મી દિલ્હીથી દીકરીને લઈ જવા આવ્યાં હતાં. મદન પણ મદદ તથા સરભરામાં પડ્યો હતો.

વિશાખા ટ્રેનમાંથી નીચે ઊતરી - ત્યાં જય આવી પહોંચ્યો. બંને નજરો મળી. જાણે વર્ષો પછી મળતાં હોય એવી લાગણીથી બંને મળ્યાં, દુનિયાની ભૌતિક વાતો બે ક્ષણો માટે વિસરાઈ ગઈ.

વિશાખાનાં અણધાર્યા આગમનની વાતની ખબર પડતા પૂજા આવી પહોંચી.

‘વિશાખા, તું તો ભારે વરઘેલી, પિયરમાંથી દોડી આવી.’ પૂજાએ તેને પોંખી એ સાંભળીને વિશાખા પુનઃલજ્જા પામી. ‘જો વિશુ, તું આવીએ જયભાઈને તો મીઠું મધ જેવું લાગ્યું હશે, પરંતુ મને પણ ગમ્યું. એકાદ વીકમાં હું પણ દિલ્હી જાઉં છું. મમ્મી આવી છે - તેડવાં, હવે તો આપણે કોણ જાણે ક્યારેય મળીશું !’ પૂજા ઉત્સાહથી બોલી. ‘મળીશું ત્યારે એકલી થોડી હોઈશ - એક નન્હો મુન્નો પણ તારી ગોદમાં હશે.’ વિશાખા ભાવવિભોર બનીને બોલી. હવે લઝાઈ જવાનો ક્રમ પૂજાનો હતો, કારણ કે જય આ સંવાદો સાંભળી રહ્યો હતો.

‘કાંઈ કામ હોય તે કહેજે... પછી અનુકુળતાએ મમ્મીને મળી જજે.’ કહેતી પૂજા ભાગી.

પૂજાનો આનંદ સમજી શકાય તેવો હતો. આ એક એવી વંસત હતી. જેની પાસે જીવનની બધી જ વસંતો ફિક્કી ભાષતી હતી. આ સર્જનનો આનંદ હતો, એક સર્જકની અનુભૂતિ હતી.

સમય થતાં, જય અને મદન બન્ને એક સાથે ગયાં, જયનાં ચહેરા પર ખુશી હતી. એ વિશાખાના આગમનનું પરિણામ હતું. કશું જ સુઝતા, તેપતિનાં વસ્ત્રો અને સામાન વ્યવસ્થિત કરવાં લાગી, જયનો સામાન, એમને એમ અસ્તવ્યસ્ત પડ્યો હતો. પોશાકો મેલા-ઘેલા હતાં પરણ્યા પછી પતિ ખૂબ જ બેદરકાર બની ગયો હતો, એ કુદરતી ક્રમ હતો કેપોતાના પ્રગાઢ પ્રેમ અને લાજનું પરિણામ હતું- એવી ગડમથલમાં હતી, ત્યાં જ વિશાખાને જયની મદ્રાસવાળી - ‘મેડીકલ ફાઈલ’ મળી આવી. આમ તો મળે તેમ નહોતી જ, જયે જતનપૂર્વક સંતાડીને રાખી હતી. વિશાકાથી સાવ અચાનક જ એ હાથ લાગી ગઈ,કુતુહલવશ, વિશાખાએ હાથમાં લીધી, ખોલી, વાંચવા લાગી, ‘અરે, આ તો...’ તેનથી બોલાઈ ગયું.‘મારી માફક- જયે પણ ટેસ્ટ કરાવ્યો લાગે છે.’

બધું પડતું મૂકીને વિશાખા ફાઈલ વાંચવા બેસી ગઈ. ફાઈલમા ટેસ્ટોના પેપર્સ હતાં, પરીક્ષણોનાં પરિણામો પણ હતાં, ઘણાં કાગલો હતાં, કેટલાક કાગળો ટાપ્ઈપ કહેલાં હતાં, કેટલાંક હાથથી લખેલા હતાં. વિશાખા બે- ચાર વાર ફાઈલ ઉથલાવી ગઈ. ખાસ કાંઈ સમજ ન પડી.

અલબત્ત જયનાં વર્તન પરથી તારવી શકતી હતીકે રિપોર્ટમાં કશું નકારાત્મક તો હતું જ. આ રિપોર્ટ કોઈ નિષ્ણાત જ ઉકેલી શકે તેમ હતું. તો કામ નહોતું જ. તેને એક વિચાર આવ્યો, ‘આ ફાઈલ ઝવેરી ડોકટરને બતાવી હોય તો ? એ જરૂર ઉકેલી શકે. પરંતુ ફાઈલ તો જયથી છાની પ્રેમાને મોકલી ન શકાય. તેમજ અહીં કોઈને બતાવી ન શકાય.

વિશાખાએ ઝડપથી વિચાર્યું. તેને ઉકેલ મળી પણ ગયો. આ આખી ફાઈલની ઝેરોક્ષ જ કરાવી નાખવી પછી કશુ કરવાનુ રહે નહિં.

આજુ બાજુનાં વિસ્તારથી તે ખાસ્સી પરિચીત થઈ ગઈ હતી. વળી જય તો સાંજે આવવાનો હતો. તે ઝડપથી તૈયાર થઈ, પૂજાને પણ ખ્યાલ ન આવે એવી રીતે બહાર સરકી ગઈ. જે મળી એ ‘બેસ્ટ’ની બસમાં બેસી ગઈ થેલીમાં પેલી ફાઈલ સાથે એક બે સાડી પણ મૂકી હતી, ફોલ મૂકાવવા નીકળી હતી. એવું બહાનું કાઢી શકાય એ માટે. મન થોડું કોચવાતું હતું, પણ રિપોર્ટ જાણવાની ઉત્કઠા પણ એટલી જહતી. એક ઝેરોક્ષની કેબીને પહોંચી, સાવ નાની કેબીન હતી, અજાણી જગ્યા જ તે શોધતી હતી. તેને ડર હતો કે કોઈ વ્યક્તિ, જયની પરિચીત હોય એવી ન મળે. આ અડધો કલા, વિશાખા માટે માનસિક તાણનો રહ્યો. પેલો માણસ- આ મોટુ કામ મળ્યું એથી મૂડમાં આવીને ચાલુ ફીલ્મી ગીતની કડી ગણગણતોહતો, અને શાંતિતી એક પછી એક કાગળ- મશીન પર ચડાવતો હતો.ક્યારેક ક્યારેક વિશાખા જેવી સુંદર સ્ત્રી પર નજર દોડાવવાનું પણ ભૂલતો નહોતો. વિશાકાની વિહવળત છૂપી રહે તેમ નહોતું.

થોડી વારમાં કામ પૂરું થઈ ગયું. વિશાખાએ બધા કાગળો ફાઈલમાં ક્રમમા ગોઠવ્યાં, સ્ટેપલર્સથીપીન કર્યા. માગ્યા તેટલા પૈસા ચૂકવીે- તે ત્યાંથી નીકળી ગઈ. ઓટો રીક્ષામાં બેસીને નજીકની પોસ્ટ ઓફિસે પહોંચી. એક ટૂંકો પત્ર પ્રેમા પર લખ્યો.

ખૂબ ઉતાવળમા, બધાં જ પેપર્સનું પોસ્ટ પાર્સલ પ્રેમા પર ઓફિસનાં સરનામે મોકલી આપ્યુ. આ દરમ્યાન હૃદયના ધબકારા વધી ગયાં. પગોમાં એક જાતનોબોજો આવી ગયો. મન સાવ અસ્વસ્થ બની ગયું.

વિશાખા ઘરે આવે- પછી સાવ ભાગી પડી અત્યારે તેણે જે કાર્ય કર્યુ હતું- તે પતિની છલના હતી. જોકે જયે પણ કશું ક્યા ંજણાવ્યુ હતું- પ્રમાણિકતાથી. એ શું છલના નહોતી ? એક શકયતા એ પણ હતી કે કદાચ જયની કશી ખામી હોય અને એ વિશાખાને જણાવતા એ શરમાતો પણ હોય. આવી લજ્જા પુરુષ માટે સહજ હતી. વિશાખા માટે આ વાત જાણવી આવશ્યક હતી. જેથી તેપતિ સાથે યોગ્ય વર્તન દાખવી શકે. આવી સ્થિતિમા તો પુરુષને કે સ્ત્રીને વધુ સહાનુભૂતિ અને પ્રેમથી જરૂર પડે છે. જ્યે તેને સ્વીકારીને ધન્ય બનાવી હતી. હવે વિશાખા પણ એવી જ લાગણીનું પ્રદાન કરવા ઈચ્છતી હતી.

વિશાખાએ પ્રેમ સાથે ફોનથી વાત કરી લીધી. જે ફાઈલ મળે - તે તાત્કાલિક ડોકટર ઝવેરીને બતાવીને હકીકત જાણી લેવાની સૂચના આપી દીધી. એ પછી. પોતે જ પ્રેમને અનુકુળતા એ ફોન કરશે. એ પણ કહી દીધુ.

આટલુ કરતાં કરતાં તોત ેનવેસરથી હાંફી ગઈ. પહેલાં આ કામ કરવામાં રોમાંચ અને સાહસની લાગણી થઈ હતી, હવે એનું સ્થાન દુઃખ અને ગ્લાનિ એ લીધું હતું.

રાત્રે જય મોડેથી આવ્યો. વિશાખા તો સાંજથી પતિની પ્રતિક્ષા કરતી હતી. પ્રયત્ન પૂર્વક સારી રીતે તૈયાર થઈને બેઠી હતી. જયને ગમતો ડ્રેસ પણ પહેર્યો હતો. ગમગીનીની લાગણી દૂર કરવાં પણ ખાસ્સી મથામણ કરી હતી.

તૈયાર થઈને એક વખત પૂજાને ત્યાં પણ આંટો મારી ાવી હીત. ‘અરે ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ? બાકી વિશાખા તુ મસ્ત લાગે છે.’ તૈયારનાં બોજા હેઠળ પણ- તે સખીની પ્રશંસા કરવાનું નહોતું ભૂલી. ‘જયભાઈને કહ્યુ છે વહેલા આવવાનું ? મદન તો મોડા આવવાનું કહેતાં હતાં.’

‘ના આકો અમસ્તા જ તૈયાર થઈ છું. જય તો ભલે ગમે ત્યારે આવે.’ તે સ્હેજ અણગમા સાથે બોલી. પૂજા સખીનાં ભાવ સમજી ગઈ. ‘વિશાખા-એ બન્ને ભેરૂઓ તો પાગલ છે.- બિઝનેશ પાછળ ઘેલાં બની જાય તો પત્નીઓને ભૂલી જાય, અને પત્નીઓ પાછળ પાગલ બને તો બિઝનેશને ભૂલી જાય.’

પૂજા અને વિશાખા બન્ને હસી પડ્યાં. સાચે જ, એમ થયું. મદન અને જય બન્ને મોડા મોડા રાત્રે આવ્યા. વિશાખા ત્યારે થાકીને સોફી પર આડી પડી હતી. કિંમતી ડ્રેસ ચોળાતો હતો- એની પણ તેણે પરવા નહોતી કરી. જયે ઘર અને પત્ની બન્નેની સ્થિતીનો ક્યાસ કાઢ્યો. પછી પત્નીની નજીક આવીને ક્ષમાના ભાવથી બોલ્યો.‘સોરી, વિશુ- મારાથી તારો ખ્યાલ ન રહ્યો.’ વિશાખાએ આંખો ખોલી. સામે જયને દીન ભાવે ઉભેલો જોયો. તે હસી પડી- મીઠું મધ જેવુ માનો કેતેણો તેનો રોષ સંકેલી લીધો.

‘વિશુ, હવે સમયસર આવી જઈશ. આપણે ધૂમીશું. આખી દુનિયા ભૂલીને આનંદમા ડૂબી જઈશું. જય હજુ અપરાધ ભાવનામાંથી બહાર આવ્યો નહોતો. વિશાખા માની ગઈ, અને ફરી પતિ સાથે ઊમળકાથી વાતો કરવા લાગી, જાણે કશું જ બન્યું ન હોય તેમ મંદ મંદ હસવા લાગી.

તેને ઊંડે ઊંડેએક આશા હતી કે પતિ તેને પેલા રિપોર્ટ વિશે જરૂર કશું કહેશે જ, પણ એ આશા એ રાત્રે તો જ ન ફળી પણ એ પછી પણ ન ફળી. વિશાખાએ અનુભવ્યુ કે જયનાં પ્રેમની માત્રા વધી ગઈ,અનેક વસ્તુઓ મૌજુદ હતી- તેમ છતાં પણ નવી નવી ચીજો ઘરમાં આવવા લાગી. વિશાખાની આનાકાની છતાં પણ નવાં નવા ડ્રેસો, સાડીઓ જય ખરીદવા લાગ્યો. ફરવા જવાનું લગભઘ નિયમિત બની ગયુ. જય વિશાખાની પુષ્કળ દરકાર રાખવા લાગ્યો હતો. વિશાકા મુઝાવણ અનુભાવે તેટલો પ્રેમ એ પામવા લાગી.

કોઈ પણ પત્ની માટે, પતિ પ્રેમ પ્રાપ્ત થવો એ પરમ સૌભાગ્યની વાત કહેવાય. વિશાખા પણ એવી લાગણી અનુભવતી હતી. ધન્યતા અનુભવતી હતી, એમ છતાં પણ તે કે પળની પ્રતિક્ષા કરી રહી હતી, ઝનૂનપૂર્વક પ્રતિક્ષા કરી રહી હતી, જ્યારે જય તેને તેનાં મેડીકલ રિપોર્ટની વાત અક્ષરક્ષઃ જણાવે. તે પોતે પણ ઝવેરી સાહેબનાં રિપોર્ટની વાત જણાવવા માગતી હતી, પરંતુ પહેલા પતિ કહે એ તેનો આગ્રહ હતો. એક પૌરાણિક પાત્ર ગાંધારી વિશેની વાત વિશાખા સારી રીતે જાણતી હતી. અંધ પતિની વિકલાંગતા એ નારીએ પોતાની રીતે શણગારી હતી. છતી આંખે તેણે આંખે પાટા બાંધી ને અંધાપો સ્વીકાર્યો હતો. પતિની કોઈપણ ખામીને તે પણ આજ રીતે સ્વીકારવા તૈયાર હતી, પરંતુ જય નિખાલસતાની ભૂમિકા પર આવે એવી અપેક્ષા તો હતી જ.

થોડાં દિવસો પસાર થયાં. પૂજા તેનાં મમ્મી સાથે પિયર જવા રવાના થઈ. એ ફછી દનનુ ાવનજાવન વધી ગયું. એહવે સાવ એકાકી હતો. પૂજાનો વિરહ તે સતાવે એ સ્વાભાવિક હતું. સંબંધોનાં હિસાબે મદનની દરકાર પણ હવે જય અને વિશાખાએ જ કરવાની હતી કરવી ન જોઈએ. તેમ છતાં પણ પૂજા વિશાખાને ભલામણ કરતી ગઈ હતી.

‘પૂજા આલોકો ગમે તેટલી બડાઈ મારે, પણ આપણાં વિના સાવ નરમ મીણ જેવાં બની જાય છે. ખ્યાલ રાખજે મદનનો પછીટાપસી મારતા બોલી હતી.

વિશુ તારાં કોઈ સમાચાર હોય તો જણાવજે.! વિશાખા માત્ર હસી હતી. તે જાણતી જ હતી કે હવે આવાં સમાચારની શકયતા હતી જ નહિ, અથવા આશાવાદી સૂરમાં, નહિવત્‌ હતા. વિશાખાને આ બાબતનું જેટલું દુઃખ હતું એથી વિશેષ પતિની ચોરીનું હતું જય શાં માટે તેનાથી કશું છૂપાવતો હતો ? તેને પત્નીનાં શુદ્ધ પ્રેમમાં વિશ્વાસ નહોતો. આ વિશ્વાસ જ પતિ અને પત્ની વચ્ચેની કડી હતી. પ્રેમાનો જ ફોન આવ્યો. ખરેખર તો વિશાખાએ જ તેને વચન આપ્યું હતું કે તે ફોન કરશે. એક બે વખત તેને પ્રેમાને ફોન કરવાનું મન પણ થઈ આવ્યું, તે ફોન પાસે પણ ગઈ રીસીવર હાથમાં પણ લીધું પરંતુ પછી વિચાર બદલાઈ જ ગયો.

‘ના રે ના, હવે કશું જાણીને શું કામ છે ? ખંડિત જીવન બીજી વાર પણ જીવી લઈશ.’

પ્રેમા કહેવા લાગી. ‘વિશુ તે પછી કેમ ફોન ન કર્યો. કદાચ તારા સંજોગો એવા નહિ હોય. ઓકે તારી આજુ બાજુ કોઈ નહી હોય. એમ હું માનું છુ. ઝવેરીકાકાને રિપોર્ટ દેખાડયો તેમણે મને બોલાવીને કહ્યું. વિગતવાર સમજણ પાડી. વિશાખા ટૂંકમા વાત એવી છે કે...’ પ્રેમા શબ્દો ગોઠવવામાં ગુંચવાતી હતી. આ વાત કાંઈ ખુસીની નહોતી.

‘પ્રેમા મને કોઈ આધાત નહી લાગે. ગમે તેવી વાત સાંભળવા માટે સ્વસ્થ છું- પ્રેમા કહે... વિશાકાને સત્યનો એહસાસ તો થઈ ગયો હતો. વિશાકાની કિંમતથી પ્રેમા નવાઈ પામી ગઈ.

‘અરે, આ ને કમનસીબીનો ખ્યાલ આવી જ ગોય લાગે છે તેણે વિચાર્યુ. તે બોલી, વિશાખા જયભાઈની સીસ્ટમમાં એવી ખામી છે કે જે કોઈ પણ ઉપાયે સુધરી શકે તેવી નથી. ડોકટર બાલાકિષ્ણન તો આ વિષયનાં ખૂબ મોટા નિષ્ણાંત છે. તેમનો રિપોર્ટ સાવ ફાયનલ જ ગણાય. હવે જયભાાઈ...માટે આમ જ. રહેવાનું અનરીપેરેબલ. આવાં કિસ્સા તો સાવ રેર જ બને. વિશુ. તું સ્વસ્થ રહેજે તારી રીતે યોગ્ય લાગે એ રીતે પરિસ્થિતિ સંભાળજે. નિરાશ ન થતી. જિંદગીમાં આ કાંઈ મોટી ખોટ નથી. ઓ કે વિશુ . વિશાખાનાં હાથમાંથી ‘ટેલી ઈન્સ્ટુમેન્ટ’ પડી ગયું. તે હતપ્રભ બનીને પાસે કારપેટ પર બેસી ગઈ.

બ્રિજમોહને તેને માતૃત્વ આપ્યું હતું.જે તે સ્વીકારી શકી નહોતી. જ્યારે તે સ્વીકારવા તૈયાર હતી.ત્યારે જએ આપી શખે. તેમ નહોતો. ડોકટર બાલકિષ્ણનનો નિર્ણય લગભગ આખરી હતો. આ તબક્કે તો તેમ જ હતું. ભવિષ્યમાં આ દિશામાં નવું સંશોધન થાય પણ ખરું. એ રીતે આશાવાદ પોષવામાં

કશું ખોટું પણ નહોતું. ‘જય આ વાત સારી રીતે જાણતો જહતો- તે અસ્વસ્થ છે- એનું કારણ પણ આ જ હતું.’ વિશાકા વિચારતી હતી. ‘અરે, મારી આટલી આળપંપાળ કરતો હતો, પ્રેમ કરતો હતો. - એ પાછળનું પરિબળ પણ આ જ હતું.

‘જય પોતે જ બાળક ઝંખતો હતો. હું હમણાં ઈચ્છતી નહોતી. મેં મારી વાત જણાવી ત્યારે કેવો નિરાશ થઈ ગયો હતો ? આ કારણસર જ જયને મોટો પ્રંચડે. આઘાત લાગ્યો હશે. અમદાવાદ કારણસર જ ટાળ્યું હશે.’ વિશાખાને બધુ સમજાવા લાગ્યું. તે કારપેટ પર એમને એમ પડી રહી. રિસીવર ને પણ ેમ જ રહેવા દીશું. ક્રેડલ પર ગોઠવવાની દરકાર કરી નહિ.

એક પછી એક, વિચારો ઝબકવાં લાગ્યાં, પોતે તો માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હતી. વિશાખા આ વાત કહેવા જય હચમચી જાય તેમ હતું. ગમે તેમ તોય -એ પુરુષ હતો. જયની આ વિકલાંગ માનસિકતા-વિશાખાથી અજાણી નહોતી. હવે તો અજાણી નહોતી જ. જય ગમે તેવું અણધાર્યુ પગલું પણ લઈ શકે તેવો તેનો સ્વભાવ હતો. માંડ માંડ સાંપડેલુ-સૌભાગ્ય -ગુમાવવું પણ વિશાખાને પાલવે તેમ નહોતું. તેણે અંતિમ નિર્ણય લીધો. ‘જયને આ શરમજનક સ્થિતિ માંથી સાવ મુક્ત જ બનાની દેવો. બસ એ જ ઉપાય હતો. પતિ ભલે મારી સાથે છલના કરે, એ ભોગો પણ મારો સંસાર સુપેરે ચાલ તો જ જોઈએ. જયનો પ્રેમ મારા માટે પર્યાપ્ત છે. તેનાં પુરુષત્વની આળપંપાળ પણ થઈ જશે. અને મને મારા સંસાર મળી જશે. બસ હું જ જયને કહી દઈશ કે જય. મેં અમદાવાદમાં મારું પરિક્ષણ કરાવી લીધું... મારા જ..હા. મારામાંજ ખામી છે. જય, મારા કારણે તું પિતા નહિ બની શકે- સોરીજય...’

આ વાક્યો- વિશાખા બે ચાર વાર બોલી ગઈ. તેને હાંફ ચડી ગયો. આંખો અશ્રુથી છલકાઈ ગઈ છતાં તે હસી પડી. ખડખડાટ ! પુત્ર જન્મના સમાચાર મળ્યાં ત્યારથી મદનને મન ઉત્સવ હતો. તે તરત દિલ્હી પહોંચી ગયો હતો. મદન તથા પૂજાના સઘળાં સગા-સંબંધીઓ લગભગ દિલ્હીમાં હતાં. એક મદન અહી ગોઠવાયેલો હતો.

વિશાખા અને જય પણ આનંદમાં સહભાગી બન્યાં હતા. જાણે પોતાનો જ ઉત્સવ હોય. એ રીતે બન્ને મદન સાથે રહ્યાં હતા. વિશાખા અને જયે -દિલ્હી ફોન પર વાત પણ કરી હતી, અને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ખુશીની વાત કલક્તા દુર્ગાને પણ જણાવી હતી.

ગમે તેટલી આત્મીયતા હોય તેમ છતા પણ, પોતાના અને પારકા વચ્ચેની એક ભેદરેખા અવશ્ય હોય છે.

જાહેરમાં મદન સમક્ષ, જય તથા વિશાખા ખૂબ ખૂબ ખુશી પ્રગટ કરતાં હતા, પરંતુ એકાંતમાં,તેમના ઊમળકા સમી જતાં હતાં, ચહેરાઓ પર ઉદાસી છવાઈ જતી હતી.

વિશાખાને મન- તેનું દાંપત્ય, જીવન- એક તિરાડ પડેલી દીવાલ જેવું હતું. વિશ્વાસનું ચણતર હવે જિર્ણ બની ગયું હતું. હા, હવે થોડીક ઔપચારીકતા બચી હતી, જેના વડે પ્રેમ થતો હતો, વાતો થતી હતી. ફલેટમાં બન્નેના પડછાાયઓ ધૂમ્યાં કરતાં હતાં, ખડખડાટ હાસ્ય, કિલ્લોલની ઘટનાઓ ઘટતી નહોતી. એ દૂરના ભૂતકાળની વાતો બની ગઈ. વિશાખાને એ રાત્રિ હજૂ પણ યાદ હતી. જ્યારે તેણે અસત્ય ઉચ્ચારીને પણ જયનો અંહ સંતોષ્યો હતો. જે શબ્દો તે વારંવાર મનમાં ગોખી રહી હતી. એ તેણે પતિને કહ્યાં હતા.

‘જય, મારામાં જ ખામી છે. મારા કારણે, તું પિતા નહિ બની શકે. મેં અમદાવાદ ગઈ ત્યારે ટેસ્ટ કરાવ્યો હતો. સોરી, જય.! આ શબ્દો બોલતાં તેને આનંદ નહોતો થયો. મન પર પથ્થર મૂકીને તે આ શબ્દો બોલી હતી. તે પતિના ચહેરાને તાકી રહી હતી. પ્રત્યાઘાતો વાંચવા માટે પત્નીની છલના આચરતાં. એક સરેરાશ પતિની હરોળમાં જય ગોઠવાઈ ગયો, સલૂકાઈથી સ્થાન ગ્રહણ કરી લીધું હતું.

‘ઓહ! વિશું. તે આવો ટેસ્ટ કરાવ્યો ?તને ખરેખર આવી કશી ખામી છે ? સ્યોર ? વિશખા- તુ દુઃખી ના થઈશ. આપણે આપણી ઝંખના જતી કરીશું. તું સ્હેજે પણ હીન ખ્યાલના અનુભવતી, સંસરામા કેટલીય સ્ત્રીઓના કિસ્સામાં આવું બને છે. હું મારી ઈચ્છા પડતી મુકીશ વિશુ. તારા ખાતર. આ જય ગમે તેટલી કુરબાની આપવાં તૈયાર છે. પ્લીઝ વિશુ. નાવ ફરગેટ યોર ડીફેકટ જય સડસડાટ બોલી ગયો હતો. દંભનો એક અધ્યાય પૂરો થયો. જયને આ વાક્યો. ઉચ્ચારતા ખાસ કાંઈ કષ્ટ નહોતું પડ્યું. વિશાખાને થોડી આશા જરૂર હતી કે પતિ નિખાસસતાથી કહેશે કે વિશુ મારે પણ તને એક વાત કહેવાની છે...

આમ ન બન્યુ. વિશાખાના સપાટ, ભાર્વવિહીન ચહેરાને પૂરેપૂરો અવલોક્યો પણ નહિ. માત્ર ગાલ પર હથેળી દબાવી- એ એટલું જ બોલ્યો. ‘યુ સેન્ટીમેન્ટલ, આટલી વાતમા દુઃખી ન બન. મેં તને- તું જેવી છે તેવી સ્વીકારી છે એ પછી જય ખૂબ ઊંડા વિચારમાં પડી ગયો. સ્હેજ હળવો પણ બની ગયો. ‘જય... તારામાં કશી આવી ખામી હોત તો. મેં પણ આવું જ કર્યું હોત.’ વિશું હળવેથી બોલી.

જય સ્હેજ ચમક્યો, એ ચમક વિશાખાથી છાની ન રહી શકી. તેણે તરત વિશાાનાં ભાવો અવલોક્યા. શબ્દો સાવ સાહજિક રીતે બોલાયા હતા. વિશાખાએ કાળજી રાખી હતી. જયને કશુ વાંધાજનક ન લાગતાં, એ હસી પડ્યો. નિર્બળતા ને ઢાંકવા મથતો હોય એ રીતે.

આ બનાવ પછી- બન્નેના સંબંધો ઔપચારીકરતમાં સરી ગયાં હતાં. જય છેક આવો તો નહોતો જ. થોડો જિદ્દી જક્કી તો બચપણથી હતો. માતા પ્રતિ અપ્રતિમ લાગણી ધરાવતો હતો. પિતા પ્રતિ ક્યારેય પ્રેમ જન્મયો નહોતો, સમજ વિકસી પછી તો ક્યારે પણ નહિ.ં પનનાની સોબતમાં, તેનો મનમોજી સ્વભાવ દ્રઢ થયો હતો, અને છેલ્લે એ પન્નામામીની માયા પર ઘડીનાં વિલંભ વિના સંકેલી લીધી હતી. વિશાખા તેને પ્રથમ નજરે ગમી ગઈ હતી. મનમાં વસી ગઈ હતી. વિશાખા ને કે બેહદ પ્રેમ કરતો હતો. પરતુ જ્યારે પોતાની નબલી બાજુ છૂપાવવાનો મોકો પત્નીએ આપ્પોત્યારે એ ઝડપી લેતાં તે સ્હેજ પણ અચકાયો નહોતો, આ પણ તેની આગવી ધંધાકીય આવડતનો ભાગ હતો, પરંતુ -તેના કમનસીબે, વિશાખા સત્ય જાણતી હતી. કેટલુંક અજ્ઞાન જરૂર રાહતરૂપ નીવડે છે, પરંતુ વિશાખા માટે- તેનું અતિજ્ઞાન દુઃદાયક હતું. લગ્ન જીવનનું હજૂ આ દિવતીય વર્ષ હતુ. પ્રથમ લગ્ન. તિથી, જયે ધામધૂમપૂર્વક ઉજવી હતી. મિત્રો, સ્વજનોથી ફલેટ છલકાતો હતો. મદન તો એ સમયે હાજર નહોતો. એ દિલ્હી પૂજાને મળવા ગયેલો. છેક દિલ્હીથી -એ બન્ને એ શુભેચ્છા પાઠવેલી. પૂજાએ એક લાઈન ઉમેરેલી ‘આવતી લગ્ન ગાંઠે, બેનાં ત્રણ બનો એવી શુભેચ્છા.’ વિશાખા અને જય, બન્ને એ પૂજાની આ અભિવ્યક્તિ કોઈ જાતનાં ભાવ દર્શાવ્યા વગર વાંચી હતી. દુર્ગાએ પણ આવી જ કશી ઝંખના દર્શાવી હતી.

સંજય, સુનંદા અને પ્રેમા-ગૌતમે પણ શુભેચ્છા-સંદેશ તથા ભોટો મોકલાવ્યાં હતાં. આ ભૌતિક શણગારો અને ક્રિયાઓ- વચ્ચે વિશખા -એક ટાપુની માફખ એકાકી બની ગઈ હતી. પાર્ટી મસ્તીમાં હતો. વિશાખા સૌને આવકારતી હતી, થોડાં શબ્દોથી, અને ફિક્કા સ્મિતથી.

કેટલાંક મહેમાનો વિશાખાની તબિયત બાબત પૂછી ગયાં,પરંતું જયને એ જરૂરી પણ ન લાગ્યું, પાર્ટી પછી જય મદનને ફોન પર મળવા ગયો ત્યાં તો વિશાખા થાકીને સૂઈ ગઈ હતી.

અલબત્ત જયને સહકાર આપવામાં વિશાખા ક્યારેય આનાકાની નહોતી કરતી. જયને આનંદ મળી રહેતો જ્યારે વિશાખાને પત્નીના કર્તવ્ય બજાવ્યાં નો સંતોષ મળી જતો.

પૂજા- તેના મૂન્ના સાથે આવી ત્યારે તો આખી બિલ્ડીંગમાં હલચલ મચી ગઈ હતી. સાથે પૂજાના મમ્મી પણ આવ્યાં હતાં. મદનનો આ અવસર- સૌ કોઈ માટે અવસર બની ગયો. વિશાખાનો શુષ્ક થઈ ગયેલો જીવન-રસ ફરી સજીવન થઈ ગયો. તે પુનઃ બધું જ ભૂલીનેપૂજા સાથે જોડાઈ ગઈ. પૂજાનાં મુન્નાની સંભાળ લેવાનાં કાર્યમા -તે પૂજાને મદદ કરવા લાગી. ગૃહકાર્યમાં પણ પૂજાને પૂરક બનવા માંડી. વિશાખાનો મોટો ભાગનો સમય પૂજા સાથે વ્યતીત થવાં લાગ્યો. જય, આ પરિવર્તનને તટસ્થ ભાવે જોઈ રહ્યો હતો. તેને લાગ્યું હતું કે આ બહાને વિશાખું સ્વભાવ પરિવર્તન થતું હોય તો ભલે થતું. અરસિક પત્ની કયો પતિ સહી શકે ? એ પણ લગ્ન જીવનનાં પ્રારભિક સમયમાં ? થોડો સમય પસાર થયો. એક દિવસ જય તથાા વિશાખા મદને ત્યાં પહોચ્યાં. વિશાખાએ જ પ્રસ્તાવ મૂક્લો ‘ચાલો જરા મુન્નાને રમાડતા આવીએ...’ બન્ને પહોચ્યાં - ત્યારે ડ્રોઈંગ -રૂમ સાવ સૂનો હતો.ઘરમાં સાવ શાંતિ હતી.

તેઓના આગમનની કોઈને જાણ નહોતી. એક ધીમા અવાજે- બન્નેને ચમકાવી દીધાં. પૂજાની મમ્મી પૂજાને કહી રહી હતી, ખરેખર તો સમજાવી રહી હતી.

‘બેટા- પૂજા તારે ખ્યાલ રાખવો જોઈએ- ભળે તું મને રૂઢિચુસ્ત માને. એ ગમે તેટલી નિકટ હોય, પણ આખરે તો નિઃસંતાન જ ને. મારુ માન, મુન્નાને કદી વિશાખાની ગોદમાં ન આપતી. મુન્નો તો લાખોમાં એક છે, તેના પર કોઈની બૂરી નજર ન પડવી જોઈએ. એ ગમે તેમ તોય. વંઝા સ્ત્રી છે. વિશાકાના પગ ફરશ સાથે જડાઈ ગયાં.

‘હજુ તો લન્ન કર્યો માંડ એક વર્ષ પૂરુ થયું એ શું વાંઝણી સ્ત્રી ? શું એ પ્રથમ દશ માસમા જન્મ આપે- તો જ ’ તેનું મગજ ધણધણવા લાગ્યુ. ‘શું એ બૂરી નજરની ?’ એક સ્ત્રી કહી રહી હતી. -અન્ય સ્ત્રી માટે.

વિશાખા સડસડાટ દોડતી તેનાં ફલેટ પર આવી, અને બારણાં વાસી દીધાં. જયે પત્નીની આવહેલના નજરે નિહાળી હતી. તે તરતજ પત્નીની પાછળ દોડતો આવ્યો, પરંતુ બારણાં બંધ હતાં. પૂજાની મમ્મી તતા પૂજા બન્ને પગરવ સાંભળીને બહારના ખંડમાં આવ્યા તેઓએ જયને વિશું, વિશુ....’ એમ સાદ પાડીને ભાગતો જોયો. બન્ને સત્ય સમજાઈ ગયું. વિશાખા અને જય પૂજાની મમ્મીનાં શબ્દો સાંભળી ચૂક્યાં હતાં. એ વાતનો તેને ખ્યાલ આવી ગયો.

‘ઓહ! કેવડો મોટો અનર્થ ? પૂજા બરાડી ઉઠી.’ મમ્મી, આ તમે ઠીક નથી કર્યુ. વિશાખાને હું મારી નાનીબેન ગણું છું અને એ પણ મારું સર્વસ્વ છે.- તમે તેનું અપમાન કર્યુ, તેના વિશે હલકી વાત કરી.- તેને બૂરી નજરની કહી. ઓહા મમ્મી... તમે વિશુનું દિલ ભાંગી નાખ્યું.’

‘બેટી... મેં મારી માન્યતા પ્રમાણે....’

‘ના,મમ્મી, હવે હું શું કરીશ ? મદનને પણ દુઃખ થશે’ પૂજા, વિશાકાનાં ફલેટ પર પહોંચી ત્યારે દ્વાર બંધ હતાં. જય વિશાખાને એ ખોલવા માટે વિનવતો હતો, પરંતુ વિશાખા મચક આપતી નહોતી.

પૂજાએ પણ આવીને વિનંતી કરી, ‘વિશુ મને માફ કર, બારણા ખોલ. મારાં સોગન...’

આજે વિશાખા- કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી, તેનાં મર્મસ્થાન પર ઘાત થયો હતો. જયને ડર હતો કે વિશાખા કશું અજૂગતું ન કરી બેસે. અંતે, પૂજા બોલી ઉઠી. ‘વિશુ, તને મારાં મુન્નાના સોગન બારણા ખોલને મારી બેન.- હું તને વિનતુ છું. મારી બેન’

વિશાખા પીગળી, મુન્નાનાં સોગનની વાત આવતાં તેણે દ્વાર ખોલી નાખ્યાં, અને તરત જ ફરશ પર ઢગલો થઈને પડી ગઈ. પૂજા અને જય અંદર દોડી આવ્યાં.

‘હું અભાગણી છું.-પૂજા, તારા મુન્ના પર કોઈની પણ બૂરી નજર ન પડે- એ માટે હું દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરીશ. મારી બૂરી નજર ન પડે - એ માટે પ્રયત્ન કરીશ.’ વિશાખા બબડતી હતી.

જય તથા પૂજાએ વિશાખાને સંભાળપૂર્વક- પલંગ પર સુવડાવી દીધી, ત્યારે પણ વિશાખા બબડતી હતી.

‘પૂજા, હું શું વંઝા સ્ત્રી છું ? મને આવાં કલંક લગાડવાનું શું કારણ છે? હજૂ તો લગ્નની મેંદી પણ ભીની છે.’ પૂજા ગુનેગારની માફક ઊભી રહી. આ અણધારી ઘટનાથી તે સાવ હતપ્રભ થઈ ગઈ હતી.

જયે વિશાખાનાં મસ્તક અને હાથ પર, પોતાનો હાથ પસવાર્યો. વિશાખાએ જયનો હાથ પણ ફંગોળી દીધો તેનાં પર ઉન્માદ સવાર થયો હતો. ‘વિશું, આ તો મારાં મમ્મીનાં વિચારો હતા. હું ક્યાં સહમત હતી ? તારી ક્ષમા માગું છું.- તારી વેદનાનો મને ખ્યાલ છે. હજૂ તો આનંદ કરવાનાં દિવસો છે. તારે ક્યાં હજુ યોગ્ય સમય આવ્યો છે. ઈશ્વર- તને પણ...’ પૂજાએ જખનને રુઝવવાં કોશિષ કરી, તેનાં શબ્દોએ મલમનું કામ કર્યું. વિશાખા સ્વસ્થ થઈ ગઈ. ક્રમશઃ- તેનો ઉન્માદ સમી ગયો.

તેણે સાવ ધીમા સ્વરમાં કહ્યું,‘પૂજા- સ્ત્રી માટે- તો આ શબ્દ તો ગાળની ગરજ સારે. -હું ઉશ્કેરાઈ ગઈ. પૂજા- મારાં નસીબમાં માતૃત્વની રેખા જ નથી.’ ‘અરે, પગલી, આજે કેમ આવી વાતો કરે છે ? માતાજીની વાતથી આટલી છેડાઈ ગઈ તું ? મેં. -તેમને પણ ઠપકો આવ્યો. તું તો મારી નાની બેન છે. તારા વિના- મારે કોઈ પણ સુખ નથી મેળવવું. તેને દુઃખી પણ નથી જોવી. તું જરૂર મા બનીશ - હજુ ક્યાં સમય ચાલ્યો ગયો છે ?’

પૂજાનાં પ્રેમ ભર્યા વેણમાં ઠંડક હતી, શાંતિ હતી, આત્મયીયતાનો રણકો હતો, વિશાકા પુનઃહસી પડી, મંદ મંદ તારલાઓની ચમક જેવું. ‘પૂજા- તું મારી ગયાં જન્મની બેન છે. તું સાથ આપે છે- એ મને ગમે છે, તારાં સાથમાં જીવન કાંઈક જીવવા જેવું લાગે છે. તારાં જેવી જ પ્રેમા- મને ત્યાં સંભાળતી હતી. પૂજા- હું તને જે કહું છું- એ સાચું જ છે - મારે માતૃત્વનો યોગ નથીજ, આ જન્મમાં તો નહી જ. બરાબર ને ?’ વિશાખાએ જય સામે જોયું. ‘વિશુ - તારે પહેલી જરૂર શાંત થવાની છે. જીવનની ખોટ કે ખામીનો, વિચારપછી કરીશું...’ જય બોલ્યો.

‘જય- પતિને પત્ની વચ્ચે- જ્યારે વિશ્વાસનો શૂન્યાવકાશ સર્જાય છે- ત્યારે ન પૂરી શકાય - તેવી ખોટ સરજાય છે. વિશ્વાસ તો ઈંધણ છે.- જે આ જયોત અખંડ જલતી રાખે છે.’

પૂજાને વિશાખાની વાતનું હાર્દ સમજાયું. આ બન્ને વચ્ચે જ કશો અંતરાય હતો, કશો જખમ હતો.- જે મમ્મીની પેલી વાતથી સપાટી પર આવ્યો હતો, દુઃખતી નશ પર જ હાથ મૂકાઈ ગયો હતો.

પૂજા સમજી ગઈ કે દાંપત્યનાં આ નાજૂક તબક્કે. તેની હાજરી જરૂરી નહોતી વિશાખા નિખાલસપણે બોલ્યે જતી હતી. એ કદાચ એવું વચન પણ બોલી શકે જે જય ન ઈચ્છતો હોય કે કોઈ જાણી જાય. ‘અચ્છા, વિશાખા, હવે જાઉ છું. - મારી જરૂર હોય તો મને જણાવજો, જયભાઈ.

પછી આવી જઈશ.’ કહીને પૂજાએ વિદાય લીધી. જયની સ્થિતિ પણ સારી નહોતી જ. એ પણ વિશાખાની વાતો પર વિચાર કરતો હતો એ વાતો- તેને ગૂઢ લાગતી હતી. દાંપત્ય જીવનમાં વિશ્વાસની આવશ્યકતાની વાતે તેને વિચારતો કરી મૂક્યો હતો.

પત્નીની અચાનક બોલાયેલી વાતો- તો જયને જ લાગુ પડતી હતી. જયે વિશ્વાસ ભંગ કર્યો હતો, પત્નીને છેતરી હતી. અત્યારે વિશાકા આંખો મિંચીને સૂતી હતી. તે પાસે જ પલંગ પર બેઠો હતો. શ્વાસોશ્વાસ સાંભળી શકાય તેટલો નિકટ હતો. આટલાં સમીપ હતાં છતાં કેટલા દૂર હતાં ! હજૂ તો હમણાં જ પરણ્યાં હતાં. વિશાખા કહેતી હતી. એજ હજૂ પગની મેંદી ભીની હતી, સૂકાઈ નહોતી ત્યાં જ ઝંઝાવાત ફૂંકાયો હતો. જોકે તેનો આરંભ જયે કર્યો હતો. અને સત્યની જાણ થઈ ગઈ હતી.

ભલે વિલંબથી, પણ આ તબક્કો તો ક્યારેય પણ આવવાનો હતો, વાસ્તવિકતાનો સામનો કરવાનો જ હતો. અલબત પોતાની વાત પત્ની જાણતી નહોતી. જોકે તેનાં ઉચ્ચારણો રહસ્યમય હતાં.તેણે સાંભળ્યું હતું કે સ્ત્રીઓમાં એક વધારાની શક્તિ હોઈ છે તે અમુક સત્ય પારખી જ લે છે.

બાલાક્રિષ્નનની ફાઈલ- તેણે સાચવીને મૂકી હતી, એમ નહોતું કે તે વિશાખાને ક્યારેય જણાવવા નહોતો માગતો, વિશાકા જે કહેતી હકી કે પતિ-પત્ની વચ્ચેની મુખ્ય કડી પરસ્પરનો વિશ્વાસ જ છે. એ, તે પણ સારી રીતે જાણતો હતો. કાલની પળે- તે વિસાખાને મોટો આધાત આપવા નહોતો માગતો. તે ખુદ જ દ્વિધામા ંહતો, અને કોઈક માર્ગ શોધવા- થોડાં સમયગાળીની તેને જરૂર હતી.

આજે જે બનાવ બન્યો. એથી તે પણ અસ્વસ્થ થઈ ગયો હતો. વિશાખા તેની ખામીની વાત કરતી હતી.- એ વાત તેને વિચિત્ર લાગતી હતી.- એક વખત વિશાખા- ભૂતકાળમાં તો ગર્ભ ધારણ કરી ચૂકી હતી. અને પછી ગર્ભપાન પણ- કરાયેલો- કોઈ નરાધમે તેને... તો પછી- હવે ખામી ક્યાં આવે ? જોકે આ પ્રશ્નતો ગૌણ બની ગયો હતો.- બાલક્રિષ્નનના રિપોર્ટ પછી તો વિશાખાનો પ્રશ્ન તો સાવ અપ્રસ્તુત બની ગયો હતો. જ્યાં પોતાનામાં જ ખામી હતી, ન દૂર કરી શકાય - તેવી ગંભીર ખામી હતી.- ત્યાં વિશાખાનું દુઃખતો અટળ હતું, જીવનભરનું હતું. પૂજાના મમ્મી- જે મેણું અત્યારે મારી રહ્યાં હતાં. એ તો બન્ને એ કાયમ માટે સંભાળવાનુ ંહતું. વિશાકાના કાન આવી વાત સાંભળવા તૈયાર નહોતાં, પરંતુ ભવિષ્યમાં તો આ અસક્ષ્ય વેદના ભોગવવાની જ હતી. જય તો આવી ચેષ્ટાન સામનો કરી શકે તેમ હતો, તેનો સ્વભાવ પહેલાથી લડાયક હતો. સવાલ હતો વિશાકાનો. જોકે વિશાખા પણ મજબૂત હતી, સમાજ સામે બરાબર ટક્કર લઈ શકે તેવી હતી તેમ છતાં પણ જય આ તબક્કે પત્નીને કશું કહેવા તૈયાર નહોતો.

જય પોતે ડરી રહ્યો હતો. કદાચ વિશાખા- આવી સ્થિતિ માટે તૈયાર ન હોય તો ! તેના પ્રેમનો મહેલ જમીનદોસ્ત જ થઈ જાયને ? વિશાખા છંઠેડાઈ પણ જાય કદાચ. જયનું સ્થાન ડગમગી પણ જાય. ભલું પૂછવું- એ કદાચચ જયને તજી પણ દે. જય આ માટે તૈયાર નહોતો. એ કોઈ પણ ભોગે વિશાખાને ગુમાવવા માગતો નહોતો. વિશાખા- તેનાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ હતી. પ્રથમ નજરથી જય વિશાખા પર મુગ્ધ બન્યો હતો. એ લાગણી કાળનાં પ્રવાહ સાથે બળવતર થઈ હતી, હવે તેના પ્રેમમાં માલિકીભાવ પણ ભળ્યો હતો. વિશાખાની આંખો મળી ગઈ હતી. જય પલંગ પરથી ઉભો થયો, ખંડમાં આમ તેમ લટાર મારવા લાગ્યો. પત્ની જંપી ગઈ હતી તેથી તેને રાહતની લાગણી થઈ. ત્યાં જ મદન તથા પૂજા આવી પહોચ્યાં. તેઓ બન્ને ચૂપચાપ ઊભા રહ્યાં. વિશાખાને જંપી ગયેલી જોઈને પૂજાએ પતિ સામું જોયુ જય તેમને બીજા ખંડમાં દોરી ગયો. ‘જય-મમ્મીનું ખોટું ન લગાડશો- એમનો જૂનવાણી સ્વભાવ...’મદન ધીમેથી બોલ્યો.

‘અરે મદન-ભૂલી જા હવે. વિશાખાને થોડીવાર માટે ફીલીંગ થઈ બાકી હવે કોઈને કશું જ નથી. ’ જય હસ્યો. જુઓ જયભાઈ -તમારે બન્નેનું રાત્રિ-ભોજન અમારી સાથે જ છે. વિશાખા - ભલે આરામ કરતી, તમે બન્ને મિત્રો ગાયા પછી બોલાવું છુ. વિશાખાને ડીસ્ટર્બ કરતાં નહિ.’ સખી સામે એક પ્રેમ ભરી દૃષ્ટિ નાખીને પૂજાએ વિદાય લીધી.

વિશાખા જાગી ત્યારે જય તથા મદન ડ્રોઈગ રૂમમાં બેઠા બેઢા ધીમે અવાજે વાતો કરી રહ્યાં હતાં.

વિશાખાને બ્રિજમોહન યાદ આવી ગયો. તેણે કાયરતા ન દેખાતી હોત તો તે કદાચ વધુ સુખી હોત. બ્રિજે જે આપ્યું- એ આપવા માટે જય અશક્ત હતો. બાકી રહ્યો. પ્રેમ, તેમ તો મૃગજળ છે. જે કાંઈ સાંપડે -એનો પ્રેમ માની લેવો પડે. બ્રિજે પણ ક્યાં પ્રેમ કર્યો હતો ? એ તો મુગ્ધાવસ્થાનું તોફાન જ હતું. જય અત્યારે પ્રેમમાં તરબોળ હતો, પણ શું એ પ્રેમ કાયમ રહેવાનો હતો ? દૈહિક પ્રેમને બાદ કરતાં-જે કાં બચે- એજ પ્રેમ. જો કે સ્ત્રીઓ બધું જ પ્રેમ માનીને જીવતી હોય છે. આવી ભ્રમણામાં આખો સંસાર ચાલતો હોય છે. કદાચ પુરુષો પણ આવી જ લાગણીો અનુભવતાં હશે.

આવા વિચારો ચાલતા હતા ત્યાં જ પૂજા આવી. વિશાખા પલંગમાં બેસી થઈ, તે એવાં ભાવથી હસી કે પૂજાને લાગ્યું કે તેવો રોષ સમી ગયો હતો. તેમ છતાં પણ પૂજા બોલ્યા વિના ન રહી. ‘વિશુ- મમ્મીને પણ પસ્તાવો થાય છે. તેમણે તારાં વિશે. આવો વિચાર કર્યોએ ભૂલ સમજાય છે.

‘પૂજા- હવે છોડ એ વાત- મમ્મીને કશું કહેતી નહિ. તેમએ તો સ્ત્રીઓની સ્થિતિનુંસાચું નિર્દેશન કર્યું. વાસ્તવમાં આજ સત્ય છે. આપણે રમકડાં છીએ, આપણે મશીન છીએ. સંતાનો ઉતપન્ન કરવાનું.’ વિશાખા હસતાં હસતાં બોલી વિશાખા તારું મન અસ્વસ્થ છે. એથી તને આવાં વિચારે આવે છે. ખરેખર, માતૃત્વ એવી ભૌતિક બાબત નથી જેવી તું વર્ણવે છે. માતૃત્વ ધારણ કરવું- એ તો એક મંગળ ઘટના છે. જે સ્ત્રીને પૂર્ણ સ્ત્રી બનાવે છે. વિશુ મને પણ તારાં જેવાં જ વિચારો આવતા હતાં. ક્યારેક હું પણ મારી જાત ને મશીન માનવા લાગતી તી. મદન પણ રોષ પણ ઠાલાવતી હતી. પરંતુ જ્યારથી મારામાં માતૃત્વનાં અંકુર ફૂટયાં- હું સમૂળગી બદલાઈ ચૂકી. શરીરની સાથો સાથ- મનનો પણ નવો અવતાર થયો. વિશુ - એ તને અનુભાવ નથી એટલે- બાકી તું પણ આનંદ- વિભોર બની જઈશ. જ્યારે એ મંગળ ઘડી આવશે. અને વિશુ એ ઘડી અદ્‌ભૂત બની જશે. તને તો આનંદ હશે જ, પરંતુ મારો આનંદ પણ તારાંથી કમ નહિ હોય- હજૂ પગલી, તારે એ અનુભવ લેવાનો છે, લ્હાવો લૂંટવાનો છે.’ પૂજા આ વાત કરતાં કરતાં પણ રોમાંચ અનુભવતી હતી. ચ્હેરો સૂરજમુખીનાં પુષ્પની માફક ખીલી ઊઠયો હતો.

સખીની અભિવ્યક્તિમાં વિશાખાને ભળવું પડ્યું, રખે તેનું મન ભાંગી જાય. આખરે તે આ બધું -વિશાખા પ્રત્યેના પ્રેમથી બોલી રહી હતી.

પૂજા ક્યાં જાણતી હતી કે વિશાખા- આ રમત પણ રમી ચૂકી હતી. અને વિફલતા પણ મેળવી હતી. સર્જનાત્મ દુઃખ અને સમાજની ધૃણા પણ પામી હતી. પુજા વર્ણવતી હતી એથી અદકેરી ઝંખનાઓ, તેણે પણ સેવી હતી. બન્ને સખીઓ- પૂજાનાં ફલેટ પર આવી પૂજાની મમ્મી એ જ મુન્નાને વિશાખાનો સોંપ્યો તેમની આંખો ભીની બની ગઈ. દીકરી વિશાખા, તે મારી ગલતી સુધારી. આટલું બોલતાં તે વૃદ્ધા ગળગળા થઈ ગયાં. વિશાખા પણ લાગણીથી છલકાઈ ગઈ. ‘તમે મારાં પણ મમ્મી છો.-’ કહી તે મમ્મીને વળગી પડી. આ તરફ બન્ને -પુરુષોની વાતો પૂરી થઈ હતી. ‘મદન-હું લોક કરીને આવું છું.’-જયે -કહ્યું અને મદન પણ ગયો.

જય, ઘરનાં બારી-બારણા લોક કરવાં લાગ્યો, લાઈટસ ઓફ કરવાં લાગ્યો. ઓચિંતા તેની નજર ફરશ પર એક ખૂણામાં પડેલા બગલ થેલા પર પડી, કુતૂહલતાવશ તેણે એ ઉંચક્યો, ખોલ્યો, વિશાખાની અંગત ચીજો હતી- બેચાર લીલા રંગનાં કાગળો પણ હતાં. સ્વાભાવિક રીતે જ તેને એ જોવાનું મન થયું. હોસ્પીટલનાં પેપર્સ હતાં. ઉપર લાલ અક્ષરે વિશાખાનું નામ વંચાતુ હતું. નીચે મરોડદાર અંગ્રેજીમાં લખાણ હતું. જયે ઘડકતે દિલે વાંચવાનું શરૂ કર્યું. ખ્યાલ આવી ગયો કે એ શું હતું. વિશાકાનો મેડીકલ રિપોર્ટ હતો. બે પાના ભરીને વિગતો હતી. જુદા જુદા પરીક્ષણોના અર્થઘટનો હતાં- છેક છેલ્લે તારણ હતાં.

લખ્યું હતું કે વિશાખામાં કશી ખામી નહોતી તેની સીસ્ટમ બિલકુલ સંપૂર્મ અને ક્ષતિરહિત હતી. કન્સીવ કરવામાં કશી જ અડચણ નહોતી. નીચે ડોકટર, ઝવેરીની સહી અને તારીખ હતાં. ઉપર ડીસ્પેન્શરીનુ નામ થથા અમદાવાદનું એડ્રેસ હતાં.

જય રિપોર્ટ બીજી વખત વાંચી ગયો. તેનો પૂરો ખ્યાલ આવી ગયો. વિશાખા જીતી ગઈ હતી. લાગણીની રમતમાં તેને પરાજય મળ્યો હતો. આનો અર્થ એ થયો કે મળેલી નિષ્ફળતા માટે જય જવાબદાર હતો એ અક્ષમતા વિષે જાણતી હતી. જોકે એ બાલાક્રિષ્નન ના રિપોર્ટ વિશે તો જાણતી નહી હોય જ. એમ છતાં પણ વિશાખાની નજરમાં પતિની અક્ષમતા અજાણી નહોતી જ. એટલું જ નહિ, પણ ઊઠીને આંખે વળગે તેવી હતી. તે ઉઘાડો પડી ગયો હતો, કદાચ પત્નીની નજરમાં પણ નીચો ઊતરી ગયો હતો. તેણે નક્કી કરી નાખ્યું. એક અંતિમ નિર્ણય પર આવી ગયો.

‘બસ, હવે બધી સાચી વાતો વિશાકાને જણાવી દેવી તે બબડ્યો. રાત્રે તેણે તેમ કર્યુ પણ ખરું. વિશાખા સાવ હળવી બની ગઈ હતી. સાંજના બનાવ પછીના તણાવનાં કોઈ પમ નિશાન તેના ચહેરા પર નહોતાં. ‘વિશાખા, મારે તને એક ખાસ વાત કરવી છે.’જયે ગંભીર થઈને કહ્યું. ‘હું જાણું છું ! વિશાખાએ હસીને કહ્યું. અને જય હેબત ખાઈ ગયો. ‘તું મારાં અમદાવાદના મેડીકલ ટેસ્ટ વિશે કહેતાં માગે છે ને ?’ જય કશું બોલી ન શક્યો.

‘વિશાખા -એ પણ મને ખ્યાલ આવી ગયો. તું મારા ખાતર આ બાબત છૂપાવતી હતી. જેથી મને હીણપત ન લાગે. એ સ્પષ્ટ હતું કે તારી ક્ષમતા એટલે મારી અક્ષમતા જ ગણાય- તું તારાં પતિની ... જય જવા દે આ વતા- ચાલ બીજી વાતો કરીએ ! વિશાખાએ જયને અટકાવ્યો. ‘ના, વિશુ- મારે બધી વાત કરવી છે. એક બીજી વાત છે. મેં પણ તારી માફખ મદ્રાસમાં ટેસ્ટ કરાવ્યો હતો. મેં એ તારાથી છૂપાવ્યો હતો. કારણ કે ટેસ્ટ મારી નબળાઈ જાહેર કરતો હતો- એવી નબળાઈ કે જે ક્યારેય સુધરી શકે તેમ નથી હું અશક્ત છુ.- વિશાખા’

જયનો ચહેરો ઝંખવાઈ ગયો હતો. આંખોની દીનતી ડોકાતી હતી. ‘જય - એ ભૂલી જા હું આ પણ જાણતી જ હતી.- પણ હવે શું થઈ શકે ? જેવી ઈશ્વરની ઈચ્છા- આપણે સ્વીકારી લેવાંની તારાં-મારાં નસીબમાં જે લખ્યું હોય એ મિથ્યા કેવી રીતે થાય ? તતમે આજે જે આ કબૂલાત કરીએ મને ગમ્યું. નિખાલસ પતિકંઈ પત્ની ને ન ગમે ? પતિ અને પત્ની વચ્ચે વળી શેનો પરદો ? કેવો અંતરાય ? આ તો ખળ ખળ વહેતા ઝરણા જેવો નિમર્ળ સંબંધ છે. ઓ કે જય- આપણાં સંબંધો બચી ગયાં છે. હવે ગમે તેટલી કમી હશે તો પણ જીવન જીવી શકાશે. પતિ-પત્નીનાં સંબંધમાંથી વિશ્વાસ બાદ કરીએ તો શેષ કશું રહેતુ ંજ નથી. જય... વિશાખા ભાવ-વિભોર બની ને જય ને વળગી પડી તે રડી પડી આ જીતી ગયાંનો આનંદ હતો. પતિ તેનો જય જરા મોડો પડ્યો હતો પણ ખોટા રાહ પર તો નહોતો જ.

એ રાત્રિ પછીનો દિવસ, વધુ તેજસ્વી હતો, વધુ રસમય હતો. વિશાખા ધીમા અવાજે ગીત ગણગણતી હતી, તેનાં રહેરા પર ફરી રમતિયાળ સ્મિત રમતું હતું. તેનાં પગલાંમાં થનગનાટ હતો. જીવનની પાનખર પૂર્ણ થયાંની આ ઓળખ હતી. તેના હલનચલનમાં એક અજબ લાવણ્ય હતું, લાસ્ય હતું. સૌદર્ય પણ આવું સૌમ્ય હોઈ શકે - એ કોઈ હાલ વિશાખાને નજરે જુએ તો જ જાણે !

જય પણ આ નવી વસંતની વાછટને આશ્ચર્યચક્તિ થઈને નીરખી રહ્યો હતો, આસ્વાદી રહ્યો હતો જ્યાં વરસાદ વરસતો જ હોય ત્યાં ભીંજાવાનું કોને ન ગમે ? જય હળવો- ફૂલ બની ગયો. મન પરનાં તોતીંગ બોજા હરી ગયાં. એક નવીન રસધારામાં એ પણ સામેલ થઈ ગયો.

મદન અને પૂજા-મૂન્નાને લઈને મળવાં આવ્યાં ત્યારે તેઓ આ દંપતીને જોઈને આનંદીત થઈ ગયાં. બન્ને ચહેરા પર તાજગી વર્તાતી હતી. લજ્જાની નવીન લાલી. વિશાખાનાં ગાલો પર તરવરતી હતી.

‘લાવ પૂજા હવે થી આ મુન્નો -મારો જ છે. તારે તો માત્ર એને ભોજન કરાવવાનું. તે એવાં લાડભર્યા શબ્દોમાં બોલી કે બાકીના ત્રણેય હસી પડ્યાં. ‘ એક શરત પર તારી વાત મંજૂર છે. તારે તારો મુન્ના મને આપી દેવો પડશે.’

પૂજા બોલી ઊઠી. વિશાખા તો યથાવત જ રહી પરંતુ જય જરા ઝંખવાઈ ગયો. ‘મંજુર-પૂજા આપણે બન્ને તો માની જઈશું પરંતુ આપણાં પતિ દેવો કબૂલ નહી થાય. જયનો ચહેરો કેવો પડી ગયો ? વિશાખા ખડખડાટ હસી પડી. તેણે સ્ફિતપૂર્વક વાત વાળી લીધી.

રાત્રે પ્રેમાનો ફોન આવ્યો, ત્યારે જય ઘરમાં નહોતો, પ્રેમાએ જ પૂછ્યું. ‘વિશુ જય તો નથી. નજીક નહી તો તને જે વાત કહેવા માગું છું- એ ન કહું અચ્છા વિશુ મારે તને એક સારા સમાચાર આપવાના છે. આશા રાખું છું કે તને ‘સોક’ નહિ લાગે ! પ્રેમાએ શરૂ કર્યું.

‘હવે હું શોકપ્રુફ ’ બની ગઈ છું. કહે તારા ગુડન્યુઝ.... વિશાખા બોલી ઊઠી. ‘વિશાખા હું મા બનવાની છું. બિલકુલ ફીલ્મી ડાયલોક થયો ને ? ગૌતમની અનિચ્છા છતાં પણ મેં મારી જિદ ન મૂકી અંતે વિશું મારો વિજય થયો છે. તને મારી વિચિત્રતા પર ગુસ્સો આવશે જ. આવતી કાલે સમાજ પણ મારી ટીકા કરશે જ. હું એ બધાં ભયસ્થાનો સારી રીતે જાણતી હતી. તેમ છતાં પણ મેં મા બનવાનું પસંદ કર્યું છે. ગૌતમ તો હજૂ પણ મને એબોર્સન માટે સમજાવે છે પણ મારું મન માનતું નથી તું શું કહે છે વિશુ ?’

‘પ્રેમા, તે મને ખરેખર આંચકો આપ્યો છે. ઓ કે પ્રેમા મારાં અભિનંદન પહેલી નજરે તારો નિર્ણય સાચો જ છે. પરંતુ તું તારા બોસ ગૌતમને સમજાવજે તને સપ્રોટ આપે કુવારી માતા હજુ આપણા સમાજને સ્વીકાર્ય નથી જ એ ભલે, તને ગમે તેવું સ્ટેટસ આપે, પરંતુ પીઠબળ તો પૂરું પાડે જ એમાં પીછેહઠ ન થવી જોઈએ.’ વિશાખા એ સાવધાની પૂર્વક પ્રતિભાવ આપ્યો. ‘વિશાખા, તારો ડર બરાબર છે. મને પણ ખ્યાલ છે. તેમ છતાં પણ ભવિષ્યમાં બેકીં ન પણ મળે, ગૌતમ પણ વિચાર બદલી નાખે. ગમે તે સ્થિતિમાં મારી તૈયારી છે.’

‘ઓ કે. પ્રેમા, કે છે તારી તબિયત ? જો જે ક્યારેય એબોર્શન ના કરતી.’ વિશાખાએ તાકીદ રી.

‘નેવર વિશુ, એટએની કોસ્ટ- અચ્છા તારાં શા સમાચાર છે ?’ પ્રેમાએ વિષય બદલ્યો.

‘પ્રેમા, પહેલા તો જય અચકાતો હતો. તેને તેનું પૌરુષ ધવાતું લાગ્યું. ગઈ રાત્રે તેણે નિખાલસ થઈને કબૂલાત કરી. બસ પ્રેમા મને બધું મળી ગયું. મારી અપેક્ષા કાંઈ મોટી તો નહોતી જ.’

‘ચાલ ત્યારે વિશાખા પછી મળીશું. અત્યારે ફલેટનું રીનોવીએશન થાય છે, ફર્નીચર પણ નવું તૈયાર થાય છે. થોડું કામ પણ રહે છે એ અવઢવમાં છે. ક્યારેક તેને મારી વાત સાચી લાગે છે, ક્યારેક ‘એબોર્શન માટે મને આજીજી કરવાં લાગે છે. તેને પ્રેમાતો ગમે જ છે, ખરેખર તો પ્રેમાનો દેહ ગમે છે. એક દિવસ તો એવો આવશે જ

જ્યારે આ દેહનું આકર્ષણ ઘટી જશે ત્યારે આ સંબંધની દોરી કપાઈ જવાની છે. એ પહેલા જ કશું પ્રાપ્ત કરી લેવાં માગું છું. જે મને મારું પોતાનું લાગે.’ ‘ઓકે, પ્રેમા મારી તને શુભેચ્છા છે અને સપોર્ટ પણ ખરો આપણે બન્ને સખીઓ વિષમ સંજોગોમાં આપણા માર્ગ શોધીએ છીએ. જીવન જીવવાં ના, ટકી રહેવાંના ફાંફા મારીએ છીએ.’

ફોનની વાતચીત પૂરી થઈ. બરાબર એ જ સમયે જયનું આગમન થયું. વિશાખા પતિનાં ‘મૂડ’ ને બગાડવા નહોતી માગતી. ‘જય, પ્રેમાનો ફોન હતો. એ તેનાં બોસના પ્રેમમાં પડી છે ચાલો અંતે એક છોરીને પાંખો ઊગી.’ વિશાખા એ અલબડ અદાથી પતિને સમાચાર આપ્યાં. જય પણ હળવા મૂડયાં હતો. ‘બોસ પાછો પરણેલો પણ હશે. ભલુ પૂછવું અનુભવી તો ખરો ને તે ટીખળમાં બોલ્યો. ‘મીસ્ટર જય, અનુભવીઓ જ જરૂરી આ વિષયમાં અનુભવી જ સારાં, એપ્રેન્ટીઓનાં હિસાબે જય હસરી પડ્યો. ‘ચાલો, આપણે પણ હવે અનુભવીઓ જ ગણાઈએ.’ વિશાખા રણકી ‘ના રે ના હજુ બિનઅનુભવી જ ગણાઈએ.’ ‘મીસ્ટર જય. રીયાઝ કરના ચાહિયે.’

આમ હાસ્ય સાતે વાતનું સમાપન થયું બે -ચાર ક્ષણોનાં મૌન પછી એકાએક જય વિશાખાને પૂછી બેઠો.’ એક સવાલ પૂછું ? ક્યારેક ક્યારેક આવો વિચાર ઝબકી જાય છે. તને પૂંછવાનું મન થાય પણ છે. પણ પછી તને માઠુ લાગશે એ ખ્યાલથી....’ ‘અરે, એવી વળી કંઈ બાબત છે, જય ? બોલને મને માઠું નહિ લાગે .... ’ વિશાખા મીઠું ગણગણી પછી જયનાં બન્ને ખભા પકડીને આંખોમાં આંખો પરોવીને બોલી, ‘બોલ, જય’ ‘વિશુ, તને પેલો પુરુષ યાદ નથી આવતો ? ક્યારેય યાદ નથી આવતો ? જય બોલી ઊઢયો.

વિશાખા સવાલ સાંભળીને ચમકી ગઈ. તેણે પતિ સામે સાશંક થઈ જોયું. જયનાં ચહેરા પર પણ ગભરાટના ભાવ હતાં., વિસ્મયના ભાવો હતાં. ‘જય, આ જવાબ તને ક્યારેક આપીશ, વગર પૂછ્યે આપીશુ હાલ તો નહી જ.’ વિશાખા ધીમેથી બોલી, પછી ઉમેર્યુ. ‘જય વિચારો તો આવે જ, મનોતંત્ર અનિયત્રીત છે. તને જવાબ આપીશ જ.’ જય બોલી ઊઢયો, ‘વિશુ- મારો દુરાગ્રહ નથી જ એ કાપુરુષે તારી અવદશા કરી. તને છોડી મૂકી તેમ છતાં પણ યાદ તો આવી જાય ખરાબ પ્રસંગોમા ંક્યાં ભૂલી શકાય છે ? ખરેખર એ જ પજવે છે. હું મારાં પિતાની કડવી યાદો ક્યારેય ભૂલી શકતો નથી, તને પણ આવી કડવી યાદો ક્યારેક તો આવતી જ હશે. હું કાંઈ ઈર્ષાથી નથી પૂછી રહ્યો. બસ, એમ જ.....’

‘જય- તારી વિશુ પણ... તારાં જેવી જ છે- એનામાં પણ માનવીનાં બધા જ ગુણો-અવગુણો છે અને હોવાંજ જોઈએ. કોઈ સ્ત્રી દેવી નથી, કોઈ કુલ્ટા નથી બસ એ બન્ને વચ્ચે ભટકવાનું છે.’ વિશાખાનાં અવાજમાં તીવ્રતા ભળી પેલું રમતિયાળપણું ચાલ્યું ગયું, સૂર્યનાં તડકામાં ઝાકળ ઊડી જાય તેમ. ‘સોરી, વિશાખા -મેં તને નાહક દુઃખી કરી.’ જય પસ્તાઈ રહ્યો હતો. ‘ના રે- જય તને પેલા પુરુષ ક્યારેક પજવતો પણ હશે- ખૂબ સહજ વાત છે. અમને પણ આવાં વિચારો આવે જ. આથી કાંઈ પ્રેમ ઓછો થોડો થઈ જાય છે ? આ તો સામાન્ય ઈતેજારી છે - આથી જ મેં તને મારો ઇતિહાસ જણાવ્યો હતો- કાળી બાજુ પણ જણાવી હતી.’

વિશાખા- છોડ હવે આ વાત.. મેં નાહક આ વાત છેડી જય બોલ્યો...... શાંત જળમાં કાંકરી નાખવાની ખરેખર જરૂર નહોતી. ‘સારું થયું- તે પૂછી નાખ્યું જય- આવી નાની વાતોમાં મનને મુંઝવવું સારૂ નહિ. જય તારે ને મારે તો નિખાલસતા જાળવવી જ પડે- તેમ છતાં પણ આ વિષય એવો નાજૂક છે કે જય, કેટલીક વાતો ગોપીત રહે એજ સૌ માટે શ્રેયકર છે. - આ રહસ્ય જળવી રાખવામાં- જય મારે તારો સહકાર જોઈએ આપીશને ?’

‘ઓકે -વિશુ- મારે હવે કશું નથી જાણવું તું મારી છે એજ મારાં માટે સંતોષની વાત છે. વાત- હું તને શું આપી શકું તેમ છે ? મારી અસમર્થતાથી- તું તારા સુખથી વંચિત રહેવાની છું ... ! જય ગળગળો થઈ ગયો, જય- મને કશી ખોટ નથી. -અસુખ પણ નથી. જ્યારે આ અસંતોષ જાગશે... ત્યારે- એ ધરતીકંપ જ હશે... પણ હું..... એ કલ્પના કરતી... અત્યારે તો જય... પ્રેમથી જીવી લઈએ. બધુ જ ભૂલીને ! જય હસ્યો.- વિશાખા પણ હસી.

વિશાખાને લાગ્યું કે જય સાચો હતો, તેને તેની પત્ની બાબતમાં આગલાં સંબધોની જિજ્ઞાશા તો થાય જ, કોઈ પમ પુરુષ ને થાય. એ કાંઈ અસામાન્ય ન ગણી શકાય. જ્યારે વિશાખાએ તેનાં પૂર્વ સંબંધોની વાત જયને કહી હતી, ત્યારે એ એનાં ભયસ્થાનો થી સજાગ જ હતી. આ બાબત ન કહેવાં પ્રેમાએ તેને સમજાવી હતી. આ પૂર્વ કથા જાણીને ક્યો પુરુષ તેને સ્વીકારવાનો હતો ?’ પ્રેમા મક્કમપણે માનતી હતી.- પણ તેમ છતાં પણ જય માની ગયો હતો- પ્રેમાનાં, અરે ખુદ વિશાખાના આશ્ચર્ય વચ્ચે જયે હા ભણી હતી.

એ સમયે પણ- વિશાખા માનતી હતી કે ક્યારેક આ મુદ્દે તોફાન થવાની શકયતા હતી જ. પણ જયે જે કાં કૂતુહલ વ્યક્ત કર્યુ- એ કાં તોફાન તો નહોતું જ સાવ સહજ ઘટના હતી, વિશાખા ચાનાં કપમાનાં, તોફાનને ખાળી શકાવા તૈયાર હતી.- પ્રેમનાં શરગ્રથી તો ઝંઝાવાત પણ સમી જાય છે. દુર્ગાનો પત્ર આવ્યો. દુર્ગા આવી રહી હતી, થોડાં દદિસવો માટે પૂજાનાં મુન્નાને રમાડવાનું મુખ્ય કારણ હતું. બીજી ગૌમ કારણો પણ હતાં જય તથા વિશાખાને મળવાનું પણ પ્રલોભન હતું. ‘વિશાખા મને હતું કે તમે બન્ને તો કલકતા આવશો જ. પૂર્વા- દક્ષિણા તો તને ખૂબ ખૂબ યાદ કરે છે. તું ન આવી હવે હું આવું છું- મને ખૂબ ખૂબ મન હતું. તમને સૌને મળવાનું પૂજાનાં મુન્નાએ તક આપી - તારાં બડેભૈયાને કાંઈક ‘સેમિનાર ’ છે એ પમ આવશે કદાચ દક્ષિણા પણ ! છેલ્લુ ઉમેર્યુ હતું ‘વિશાખા અહીં મે મમારા જીવનનો મોટો સમય પસાર કર્યો છે. વળી સગાં- સંબંધીઓ પણ અહીં છે જ, તેમ છતાં પણ મને ત્યાં નો મોહ પણ છે જ એ ભૂલી શકાતું નથી. તું આવીને જ અમારે જવું પડ્યું. સૌએ સાથે રહેવાની ઈચ્છા પૂરી ન થઈ. ખા તો આ ઈચ્છાની પૂર્તિ માટે આવું છું.’ દુર્દાનાં પત્રને જોઈ વિશાખાને આનંદ થયો. ભલે લખ્યું પણ બ્રિજ નહિ જ આવે તેમ તેણે ગણત્રી મૂકી. અને તે સાચી પણ હતી. બ્રિજમોહનનાં શાણપણમાં - તેને ભરોસો હતો. જૂનાં જખમ તાજા થાય તેમ- એ જ ન ઈચ્છે.

આ સમાચારથી જયને ખુશી થાય જ. પૂજા અને મદન પણ આનંદમાં આવી ગયાં.

‘મને ખબર હતી જ, દુર્ગાને મમારા પર કેટલી લાગણી છે ? ‘ચાલો, આ બહાને બડેભૈયાને થોડો સમય મળી જશે વિશુ, આપણે પણ સૌ સાથે રહી શકીશું- તારી ઉદાસી પણ ગાયબ થઈ જશે. દક્ષિણા આવશે તો આપણે એસેલ વર્લ્ડનો પ્રોગ્રામ થઈ જ જશે.’ જય પણ બોજો હળવો થઈ ગયો હોય તેમ હસ્યો. બન્ને વચ્ચે જે તણાવ અનુભવાતો હતો- એ કારણસર પણ-દુર્ગા વિગેરેનું આગમન -આવકાર્ય હતું. શરૂઆતના ગળામાં તો કોઈ પણ નવદંપતી એકાંત જ ઝંખે, જ્યારે જય તથા વિશાખા એકાંત તૂટે- એમ ઈચ્છતાં હતાં.

જો એક પ્રસંગ ન બન્યો હોત તો,આ આનંદનું વાતાવરણ એમ જ જળવાઈ રહ્યું હોત, જોકે વિશાખા, તથા મદન- પૂજા માટે તો આનંદ જ હતો. એક માત્ર જય ઊંડી ચિંતામાં ધકેલાઈ ગયો હતો. તેને સમજાઈ ચૂક્યું હતું. દુર્ગા- બ્રિજ દક્ષિણાના આગમનનો દિવસ, સમય નિયત થઈ ગયો હતો ફોનથી જયે જાણી લીધું હતું. બરાબર એક દિવસ પહેલા, વિશાખાએ પ્રસ્તાવ મૂક્યો. ‘ચાલ, જય- આજે બસ બહાર નીકળી પડીએ- મને મન થયું છે. માણસોની ભીડમાં ખોવાઈ જઈએ, અજાણ્યાં થઈ જઈએ.’ દિવસ પણ મજાનો હતો. વાદળછાયુ આકાશ સૂર્યને સંતાકૂકડી રમાડતું હતું. પવન પણ ગુલાબી હતો, એમાં શીતળતાનો આછેરો સ્પર્શ હતો. ગ્રીષ્મનો કષ્ટદાયક બફારો દૂર થયો હતો. વર્ષા રાણીના આગમનની એધાણીઓ અનુભવતી હતી.

જય પણ તરત તૈયાર થઈ ગયો. આમ તો ઓફિસ કામ ખોટી થાય તેમ હતું, પરંતુ વિશાખાને નારાજ કરવા તે રજ માત્ર તૈયાર નહોતો. પૂજાને તો મુન્નાનું બંધન હતું જય તથા વિશાખા ઝડપભેર તૈયાર થઈ ગયાં- વિશાખાને જિન્સ, ટી શર્ટમાં જોઈ જય ખુશ થઈ ગયો.

વિશાખા એક અલ્હડ યુવતી જેવી દેખાતી હતી. જયે તેને છેક લોનાવલામાં આવાં રૂપમાં જોઈ હતી. બન્ને નીકળી પડયાં પ્રેમમાં પડેલાં- યુવક, યુવતીની માફક- મુંબઈને સડકો પર ઘુમવાં લાગ્યાં. બસ મળે ત્યાં બસમાં, કયાંક ટેક્ષીમાં તો ક્યાં પૈદલ આમ સફર ચાલતી રહી. જમનાનો પ્રોગામ કોઈ હોટેલમાં, તો બપોરનો સમય દરિયાના ઘૂધવાય સાંભળતા સાંભળતા પસાર કર્યો. ઓટનો સમય હતો. ભીની રેતનાં વિશાળ પટ પર એક બાજુ અંડીગો લગાવીને બેસી ગયાં મન ભરીને વાતો કરી. વિશાખાએ રેતીમાં અક્ષરો લખ્યાં, આડીઅવળી આકૃતિઓ દોરી -હસ્યાં-યૌવન સહજ મસ્તી કરીતેમ નાં જેવાં કેટલાંય યુગલો હતાં. તેઓ પણ આવી જ મસ્તીમાં મશગુલ હતાં- એકાંત તો નહોતું જ આ મહાનગરમાં એ શક્ય જ નહોતું. માનવભીડ વચ્ચે પણ કુદરતનું સાનિધ્ય હતું- અફાટ જય નિધી સામે ફેલાયેલો હતો- એવું જ અનંત આકાશ ઝંળઉખી રહ્યું હતું. એ બન્નેનાં સાનિધ્યમાં માનવભીડ પણ શાંતહતી.

બપોર ઢળવા લાગી અને વિશાખાને ઘર સાંભર્યુ. ‘બસ જય હવે જઈએ રસનાં ઘૂટડા જ સારાં કાંઈ આખો પ્યાલો થોડો પી લેવાઈ છે ? બન્ને ઉઠયાં.

‘વિશુ- ઓકે જઈએ ટેક્ષીમાં પહેલા જય ઓફિસે જતાં આવીએ- થોડાં કાગળો જોઈ લઉ- બે ચાર‘ચેકો’ માં સહી કરી લઉ પછી નીકળી જઈશું. ઘર તરફ.... એ જ મસ્તી -મિજાજમાં- વિશાખા જયની ઓફિસમાં આવી. જયનો સ્ટાફ વિદાય લેવાની તૈયારીમાં જ હતો. બોસ આવતાં સૌ અટકી ગયાં. જયે થોડી-ઉતાવળે વાતચીત કરી, થોડાં કાગળો વાંચ્યા. સહીઓ કરી. એકાઉન્ટન્ટ સાથે જય વાતોમાં પડ્યો- બાકીનાં સભ્યો એ વિદાય લીધી.

‘હું હમણાં આવી.’ વિશાખા કેબીનની બહાર નીકળ ી ગઈ- બહારનાં પેસેજમાં જઈ- અસ્ખલિત વહેતા માનવ મહેરામણને નીરખી રહી. એ જ તી હતી- ત્યારે એક છોકરી તે ધારીને તાકી રહી હતી. જોકે વિશાખાનું ધ્યાન તેનાં પ્રતિ નહોતું ગયું. તે લીના હતી- વિશાખાની ઉંમર ની જ હતી. તે નવાનગરમાં હતી, ત્યારે તેનું નામ લીલા હતું મુંબઈ આવીને તેણે રૂપની સાથો સાથ નામ પણ બદલી નાખ્યું હતું. બીના વિશાખાને ઓળખી ગઈ, ‘અરે, આતો પેલી ઝાંસીની રાણીનું બિરુદ મેળવતી હતી- એ છોકરીજેને બ્રિજ સરે ફસાવી હતી.’ લીનાને વિશાખા સાતે અંગત સંબંધ તો નહોતો, પરંતું વિશાખા એસમયે શાળામાં બ્રિજસર સાથેનાં પ્રકરણને કારણે ચર્ચાના ચકડોળે ચડી હતી. - ત્યારે હર જબાન પણ તેનું નામ રમતું હોય. એમાં કશી નવાઈ નહોતી. આથી વિશાખાને ઓળખવામાં લીનાએ થાપ ખાદી નહોતી. અલબત્‌ જિન્સ. -ટોપ પહેરેલી એક યુવતીને તેના પંદર વર્ષ જૂના રૂપમાં ઢાળવી એ સ્હેજ મુશ્કેલ તો હતુ ંજ. લીના એ સમયે આ વિશાખાથી જલતી હતી. બ્રિજ સર કે અન્ય કોઈ.- તેની પ્રશંસા કરતાં- ે આ લીનાથી સહ્યું જતું નહિ. બસ, ત્યારથી જ -તેણે- જાણે અજાણે, વિશાખાને પ્રતિદ્વંદિનાં રૂપે સ્થાયી દીધી હતી. આમ આ ખાલી અપરિપકવતાની ચેષ્ટા હતી.- લીનાના માનસમાંતી, વિશાખા પ્રત્યેની કુભાવના ક્યારેય હટી નહોતી. એક ગર્ભીત કારણે એ પણ હતું કે લીનેને પણ બ્રિજ સર ગમતા હતાં. જોકે એ વયમાં આવું વિજાતિય આકર્ષણ સહજ ગણાય. વિશાખાની તુલનામાં એ આ બાબતમાં પાછળ રહી ગઈ. એ અસમર્થતાએ તેની વૈરવૃત્તિ સઘન કરી હતી. અત્યારે લીના, મે સોમાણી અને ગોપાણી પ્રાઈવેટ કંપનીમાં ટાઈપીસ્ટ હતી.

તેનું જીવન શુષ્ક અને હાડમારી વાળું હતું. બ્રિજ સર જેવો પતિ એ ઈચ્છતી હતી પરંતુ એક પામર મનુષ્યને પતિના સ્થાન પર સ્થાપવો પડ્યો હતો. માનસિક રીતે સ્વીકારી શકી નહોતી.

અત્યારે તે તેની કંપની વતી- એક એગ્રીમેન્ટની ફાઈલ જયને રૂબરૂ પહોંચાડવા આવી હતી. જયી ફર્મ સાથે- તેની કંપનીને વ્યાપારીક સંબંધો હતા. તે અહીં પ્રથમ વાર જ આવી હતી- અને આ પ્રથમ પ્રયાસમાં જ તેને વિશાખા સાપડી હતી- જેને તે અવાર- નવાર યાદ કરતી હતી. ‘એ છોકરી જ બીચમા આવતી હી. નહિતો... ક્યાંય છલાંગ મારીને ચાલી જાત- બ્રિજસરે પ્રેમ કરત- બ્રિજ મોહ સર તો સાવ સીધી લાઈનના માણસ હતા. એ વંઠેલ છોકરીએ જ તેમને ફસાવ્યાં, લપસાવ્યાં, અંતે સરને પણ ગામ છોડવું પડ્યું.’- અને પેસી વંઠેલ પણ...’

વિશાખાને જોયાં પછી- લીનાના મનમા જૂનાં વિચારો ચલચિત્રની માફક ઘુસવા લાગ્યાં. ‘નક્કી આ વિશાખા- અહીં જ કામ કરતી લાગે છે- પણ ના, જે ઠસ્સાથી- નીકળી એ જોતા એ કદાચ...’ લીના ઊર્ફે લીલાનું મગજ ઝડપથી કાર્યરત બની ગયું. લીના સ્મિત કરતી અંદર જયની કેબીનમાં પ્રવેશી. ‘ગુડ.ડે સર.’ લ્હેકાથી બોલી, પછી ઓચિંતા જ ભાવ પરિવર્તન કરીને બોલી, ‘સર હું સોમાણી એન્ડ ગોપાણીમાંથી આવું છું, આ એગ્રીમેન્ટની ફાઈલ,.... સર, એક્સક્યુઝ મી, પેલા બેન, હમણાં અહીંથી ગયાં- એ વિશાખા જ ને ? -મને એમ જ લાગતું હતું- વિશાખા મારી સ્કૂલ મેટ.- બિચારીનો ઈતિહાસ- ખરડાયેલો છે.. ઓહ.!

સર, એ વિશાખા કાંઈ આપના રીલેટીવ તો નથી ને ?’ લીનાએકોઈ ભારે મોટી ભૂલ કરી હોય- તેવો અભિનય કર્યો. તેણે જયના ચહેરા પરની ચમક જોઈ લીધી હતી. તેની ધારણા મુજબ, તીર નિશાના પર જ લાગ્યું હતું.

‘ના, પણ વાત શું હતી ?’ જયની ઈતેજારી જાગૃત થઈ, વળી વિશાખા ગમે ત્યારે પાછી ફરે તેમ હતું.

‘ચાલ્યા કરે, સર. કમનસીબી તો દરેકના જીવનમા આવ્યાં જ કરે. નવાનગરની ગર્લ્સ સ્કૂલમાં અમે સાથે હતાં એક શિક્ષક સાથે- વિશાખાનું નામ સંડોવાઈ ગયું. આમાં બ્રિજમોહન સરનો વાંક કઢાય તેવું નથી. વિજાતીય આકર્ષણ- આ ઉંમરે પ્રબળ હોય છે. -ભૂલ થઈ જાય- બસ થઈ ગઈ- ચાલો સર. હું જાઉ વિશાખાને કોઈ વાર મળી લઈશ. આપની ફર્મમા જ કામ કરે છે ને ?’

લીના ચાલાકીથી છટકી ગઈ. ચિનગારી ચંપાઈ ચૂકી હતી. બ્રિજમોહનનો ઉલ્લેખ સાંભળીનેજયને જબરજસ્ત આંચકો લાગ્યો. ‘તો શું બડેભૈયા અને....’ તેનું મગજ ફાટફાટ થવાં લાગ્યું. ‘ઓહ, એવો ભયંકર અનર્થ ?’

‘આ કારણસર - જ બડેભૈયા અસત વ્યસ્ત બની ગયાં ?’ જયના મસ્તિસ્કમાં ત્વરાથી લોહી વહેવા લાગ્યું. કપાળની નસો ફૂલવા લાગી. એક પછી એક દૃશ્યો.ઊભરવા લાગ્યા. મનમાં સંશયોના તાળાં મળવાં લાગ્યાં. વિશાખા તથા બડેભૈયાના વિચિત્ર વર્તનોનો તાગ પામવા લાગ્યો, સત્ય કેટલું ભંયકર હતું ? - અસહ્ય હતું. લગ્ન પહેલાં જ વિશાખાએ કબૂલાત કરી હતી- તેનો દોષ કેવી રીતે ગણાય ? એક નામ જ તેણે ગોપીત રાખેલું હતું.- એ પણ યોગ્ય હતું. તેણે પોતે પણ- એ નામ જાણવા ક્યાં ઈતેજારી દાખવી હતી ? તેને વિશાખા પહેલા દૃષ્ટિ એ ગમી ગઈ હતી. અને તે કોઈ પણ ભોગે તે પામવા ઈચ્છતો હતો. વિશાખાએ પહેલી મુલાકાત પછી પણ ઈન્કાર કર્યો હતો. બીજી મુલાકાત અને તેના હકાર માટે- તેણે જ તેને વિવશ કરી હતી. અરે, પ્રેમાની પણ મદદ લીધી હતી. વિશાખા આ ગતિવિધિથી સાવ અજાણ હતી. બાલ્કનીની ઠંડી હવા ખાતી હતી. જનપ્રવાહની સંવેદના ઝીલી રહી હતી. એ પાછી આવી ત્યારે- કેબીન બહાર પિયુન બેઠ ોહતો. એકાઉન્ટન્ટ પણ બહાર નીકળવા તૈયાર હતાં.

એ આવી ત્યારે જય ખુરશી પર આંખો મીંચીને પડ્યો હતો. તેનો ચહેરો પડી ગયો હતો.

‘અરે શું થયુ, જય ! તબિયત બગડી કે શુ ? થાક .. વિશાખા ચિંતામાં પડી ગઈ. ‘શું થઈ ગયું- દસ-પંદર મિનિટોમાં ?’ ‘ બસ થાક જ.’ જય હસ્યો, સિફતપૂર્વક- તેણે મનોમનને દાબી દીધી. એ પછી બન્ને ટેક્ષી કરીને- વાતો કરતાં તરતાં પરત આવ્યા. પૂજાએ રસોઈ તૈયાર જ રાખી હતી. રાહ પણ જોતા હતાં. ચારે જણાએ ગરમાગરમ ભોજનને ન્યાય આપ્યો આવતી કાલનો -દુર્ગા તથા બ્રિજને સ્ટેશને આવકારવાને કાર્યક્રમ નક્કી કર્યો. પૂજા તથા વિશાખાએ ઘરે રહેવાનું તેમજ મદન તથા જય બન્નેએ આવકારવા જવાનું નક્કી થયું. આખા દિવસન થાક તો હતોજ, તેમ છતાં પણ વિશાખા આનંદમાં હતી. જયના સાથમાં આખો દિવસ ખૂબ સારી રીતે પસાર થયોહતો. તેની આંખોમાં એ આનદની તાજગી વર્તાતી હતી. ઘણા સમય પછી- તે તાણ વિના શ્વાસ લેતી હતી. નિંદ્રાવશ ત્વરાથી બની ગઈ. તેનાં શાંત ચહેરા પર સરળતા લીંપાયેલી હતી.

પાસે સૂતેલા જય માટે આવું સુખ નસીબ નહોતું. લીનાની વાતે- તેને અસ્વસ્થ કરી મૂક્યો હતો.

‘અરે,કેવી રમત આ વિધાતાની ? વિશાખાને બરબાદ કરનાર, અન્ય કોઈ નહિ પણ ખુદ બડેભૈયા. જ ? માની ન શકાય એવી વાત હતી. બડેભૈયાનું ચારિત્ર આવું ન હોઈ શકે ? એ નવા નગર નામના નાના ગામમાં શિક્ષક હતા- એ વાત સાચી હતી.

અલબત વિશાખા પણ એજ ગામમાં હતી- એ વાત તેનાથી સાવ અજાણી હતી. - આમ તો લીનાની વાત વિશાખાએ કહેલી વાત સાથે બંધબેસતી હતી. બ્રિજભૈયાએ દુર્ગા સાથે લગ્ન કરવા માટે પ્રથમ આનાકાની કરી હતી. એ પણ તેને યાદ આવતું ંહતું. વિશાખા મને પરણી- અને અહીં આવી ત્યાં સુધીતો તેને પણ આ વાતની ખબર નહિ પડી હોય. પછી બ્રિજભૈયાને તો એ ઓળખીજ ગઈ હશે ને ? બન્ને ઓળખી ગયા હશે, આંચકો પણ અનુભવ્યો હશે ને ? ઓહ ! કેવી હશે એ ક્ષણ, જ્યારે એ બન્ને... એકબીજાને... જય હતાશામાં ડૂબી ગયો. ‘અરેરે... ઈશ્વર.. આવી રમત ?’

કેવી ભયાનક તંગદીલી ઊભી થઈ હશે- એ બન્ને વચ્ચે ? બડેભૈયા કલકત્તા ચાલ્યાં ગયાં. એ આ કારણસર જ હશે ને ? જયે બે હાથ વડે મસ્તક દબાવ્યું, હોઠ પીસ્યા.

‘ એ છોકરી તો રમત નહી કરતી હોઈ ને ? મને ભરમાવતી તો નહિ ને ? જયને શાંતિ નહોતી.

‘ એ વાતનો નક્કી જ હતી- હવે તે બડેભૈયા સામે નજર નહી મિલાવી શકે, વિશાખા પણ આ સ્થિતિ કેવી રીતે સહી શકે ? ખરેખર તો બડેભૈયા આવશે ન નહિ. વિશાખા, આ કારણસર જ કલકત્તા જવાની ના પાડતી હતી. નહિ તો દુર્ગાભાબીનાં કેટલાં આમંત્રણો આવી ગયા ? અરે, મેં પણ કેટલો આગ્રહ કરેલો - પણ તે માની નહોતી. હવે સહજીવન શક્ય નહોતું જ બડેભૈયા સાથેનો સંબંધ કાયમ માટે ભૂલી જવાનો ! આ મુશ્કેલ છતાં- અનિવાર્ય હતું. વિશાખા- આ યાતના માંથી પસાર થઈ જ હશેને ? બડેભૈયા પણ ? અને હવે મારે પણ એ વેદના સહેવાની હતી- અને એ રીતે કે મને આ જાણ છે, એનો અણસાર પણ કોઈને ન આવે. વિશાખા બડેભૈયા કે દુર્ગાભાબી, જીવનનો દરો કાંઈ તોડી નાખશે નહિ. જે થયું છે એ કાંઈ મિથ્યા થવાનુ નથી. હવે આ કસોટી પણ પાર કરવી જ રહી.

જય સતત વિચારતો રહ્યો, ન કરવાં જેવાં વિચારો પણ આવી ગયાં. રાત્રી વિતી રહી હતી- એ ગૂંચવાતો જતો હતો. થાકેલી પ્રિયા તો સાવ અજાણ બનીને સૂતી હતી. ભરનિદ્રાંમાં હતી. કદાચ સ્વપ્નો પણ માણતી હતી.

આટલાં સમયગાળામાં, વિશાખાએ કેટલો તણાવ અનુભવ્યો હશે ? એ પણ મને અવગત કર્યા વિના વિષમ સ્થિતિને ખાળતી હશે- આંસુ સારતી હશે ? પોતાની સાથે સંબંધ બાંધવા બદલ પણ પરિતાપ અનુભવતી હશે ? અને છેવટે- તેણએ અનુકુલન સાધ્યું હશે.

આ આખો ચિતાર જયના માનસપટ ભજવવાં લાગ્યો, એકોક વિશાખા જાગી ગઈ જયને અસ્વસ્થ જોઈને- એ ડરી ગઈ. ‘તને શું થાય છે, જય ? ઊંધ નથી આવતી ? તબિયત તો ઠીક છે ને ? મને કેમ જગાડી નહી. ચાલ તમને મીઠી- મીઢી ઊંધ આવે તેવો ઉપચાર કરું ! એમ કહીને વિશાખા જયને સોડમાં લીધો. એક હાથ વડે તેના મસ્તક, કપોલ, છાતી પર પસવારવા લાગી.

‘બધી જ ચિતા છોડી દે જય’ વિશાખો કહ્યું- પત્નીના પ્રેમો પચારની જય પર અસર થઈ, એ જંપી ગયો.

જયની તબિયત હવે સુધરી રહી હતી. ડોકટર બરજોરજીની પ્રાઈવેટ હોસ્પીટપમાં દાખલ થયો ત્યારે તેની હાલત નાજુક હતી, વિશાખા તો આઘાતથી અધમૂઈ બની ગઈ હતી,પૂજા તથા મદન પણ ચિંતામા પડી ગયાં હતા.

એ દિવસે- તેઓ બન્ને મુંબઈમાં મસ્તીથી ઘૂમ્યાં હતાં, મહાલ્યાં હતાં, અલ્લડ બનીને મન ભરીને આનદ લૂંટયો હતો. સાંજે લીના મળઈ એની જાણ વિશાખાને તો નહોતી જ . જય હતાશ થઈને બેઠો હતો. લીનાની વાત સાંભળીને કોઈપણ વ્યક્તિ સ્વસ્થ રહી શકે ખરી ?

બસ એ પછી જયની અસ્વસ્થતા વધવા લાગી, એ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ ગૂંચવાતો ગયો. દુર્ગા અને દક્ષિણા આવ્યાં હતાં, તેઓ સાથે પણ મન દઈને મળી શક્યો નહિ.

દુર્ગા ઘણાં સમય પછી કલકત્તાથી આવી હતી. હજુ તેનાં મનમાંથી મુંબઈનું આકર્ષણ ઓસર્યુ નહોતું. અહીં સૌને મલવા એ ખૂબ આતુર હતી.. જય વિશાખા, પૂજા તથા મદનની માયા તેને ખેચી લાવી હતી. પૂજાંના મુન્નાને રમવાડવાનું તો એક બહાનું જ હતું.પતિ-બ્રિજનો કાર્યર્કમ પરિવર્તીત થઈ ગયો તો પણ દુર્ગા આવી જ. જય તથા મદન સ્ટેશ પર આવકારવા આવ્યાં હતાં.જયનાં ચહેરા પર થાકના નિશાન હતા. બડેભૈયા આવ્યાં, એથી જયે જરા રાહત થઈ પરંતુ બીજી જપળે પેલો ખ્યાાલો એ કબજો લીધો હતો.

‘બડેભૈયા ન આવ્યાં એટલે લીનાની વાતને સમર્થન મળ્યું, બડેભૈયા ક્યાંથી આવે ? વિશાખાને કેવી રીતે સૂરત દેખાડી શકે ? જય દુર્ગા પ્રતિ સ્વાભાવિક રીતે વર્તી ન શક્યો, તેણે દક્ષિણાને ઊંચકી લીધી, ચૂમી લીધી, દુર્ગા સાથે ઔપચારિક વાતો કરી પરંતુ વિષાદું ઘુગ્મસ એવું ને એવું રહ્યું.

દુર્ગાએ વિશાખા પાસે સ્પષ્તટા કરી, ‘અરે છેક સુધી આવવાના હતા તારા બડેભૈયા, છેલ્લી ઘડીએ વિચાર બદલ્યો, હમણાં હમણાં ખૂબ ધૂની બની ગયા છે. સખત કામ કરે છે. જ્યારે આરામના સમય હોય ત્યારે બસ યોગીની માફક ઊંડા વિચારોમાં ડૂબી જાય છે- શરીર પણ કાંઈ સારુ નથી રહેતું ! જય પણ સાંભળતો હતો- હવે તો તે પણ સત્ય જાણતો હતો. તેણે તથા વિશાખાએ અલગ અલગ રીતે સમાન અર્થ સમજી લીધા. વિશાખાનાં ચહેરા પરની પ્રતિક્રિયા હવે જય સમજી શકતો હતો. વિશાખાનાં ચહેરા પર અનુકંપા મિશ્રિત ઉદારી હતી.

‘વિશાખા- ગમેતેમ પણ- તારાં બડેભૈયાના મનમાં કશુ અસુખ છે- એ કહી શકતા નથી. અને સહી શકતા પણ નથી.’ દુર્ગા આ વાત કહેતા કહેતા રડી પડી હતી. વિશાખા નતમસ્તકે સાંભળતી હતી- તેણે જયનાં પ્રતિભાવો અવલોક્યા હોતતો એ જરૂર છળી ગઈ હોત.

‘ભાભી, તેમને સાથે જ લાવવા હતાં ને.- અને પૂર્વાને પણ થોડા દિવસ જુના માહોલમાં તેમના પ્રિય પાત્રોની વચ્ચે રહેત તો મનને શાંતિ થાત.જુના દિવસોની યાદ તાજી થાત ! તે હસીને બોલ્યો.

જય એક એક શબ્દ સહેતુક ઉચ્ચારતો હતો અને સાથોસાથ વિશાખાની પ્રતિક્રિયાનું અવલોકન કરતો હતો. વિશાખાના ચહેરા પર કાલિમા પગરાઈ ગઈ એ જોઈને જયને ખાત્રી થઈ ગઈ કે લીનાની વાત સાચી જ હતી. કુદરતે આ ત્રણેય પાત્રોને નાટયાત્મક સ્થિતિમાં મૂકી દીધા હતાં. સદનસીબે દુર્ગા કશુ જાણતી નહોતી. આખો દિવસ પૂજાના ઘરે જ પસાર થયો. વિશાકા તથા મુખ્ય મહેમાન દુર્ગા સાથે જયને પણ જોડાવુ પડ્યુ.

દક્ષિણા તો પૂજાના મુન્નાની પાસેથી ખસતી જ નહોતી ઘેલી, પૂજાએ ઉત્સવનું વાતાવરણ ખડું કર્યુ હતુ. ડ્રોઈંગ રૂમને શણગાર્યો હતો, ભોજનમાં પણ દુર્ગાને ભાવતી વાનગીઓ બનાવી હતી. વિશાખા પણ મદદમાં લાગી ગઈહતી. દુર્ગાએ મુન્નાનો હવાલો સંભાળ્યો હતો. મદન-દુર્ગાના આગમનથી ખુશ હતો- તેના ચહેરા પર એ લાગણી રમતીહતી, જય શાંત બનીને એક ખૂણામા બેઠો હતો. ‘તમે આમ બેસી રહો- એ સારુ લાગે ? જય- ‘ખાંસ કાંઈ નથી, વિશુ.’જવાબમા જય માંડ માંડ આટલું બોલ્યો હતો.

‘ભાભીને ખરાબ લાગે, વળી પૂજા તથા મદનભાઈને પણ...’ વિશાખા જયને ટપલી મારતી ગઈ ને હસીને ટકોર કરતી ગઈ. એ પછી જય દુર્ગા પાસે ગયો, અને વાતો કરવાં લાગ્યો. વિશાખા પણ સામે આવીને બેસી ગઈ હતી.

‘પૂર્વા તો કલકત્તાથી પૂરી સેટ’ થઈ ગઈ છે. ખાસ્સી ઊચી થઈ ગઈ છે. તારા બડેભૈયા પર ગઈ છે. એમ તો મારી ઊંચાઈ પણ ખાસ્સી છે. તેનું સર્કલ પણ વધ્યુ ંછે. આસપાસના બંગાળી કુટુંબોમાં- પૂર્વા જાણતી થઈ ગઈ છે. શરૂઆતમાં થોડી અતડી રહી પણ હવે તો... ’ દુર્ગા બોલતી હતી. ‘તેને પણ લાવવી હતીને’ જય બોલી ઊઢયો હતો.

‘એ માને તો ને. .. વળી તારા બડેભૈયા એકલા થઈ જાય. તે ન આવી એ સારૂ જ થયું. દુર્ગાની દરેક વાતમાં બ્રિજનો ઉલ્લેખ આવી જ જતો, અને જય તથા વિશાખા સ્હેજ સાજ ચમકી જતાં હતાં.

લીનાએ ધાર્યુ હતુ. એમ જ થયું સશંયનો કીડો સતત સળવળતો જ રહે છે. ગણતરી પૂર્વક- થોડી વાત તેણે જયને કહી હતી. અને જય તેને શોધતો શોધતો આવશે જ- એવી તેની ધારણા સાવ સાચી પડી હતી.

‘આવો-જય બાબુ- મારા જેવી સામાન્ય સ્ત્રીનું આંગણુ પાવન કર્યું, લીના સામાન્ય ગૃહિણીનાં રૂપમા સૌમ્ય લાગતી હતી. એ સાંજે તે ધંધાદારી સેલ્સગર્લ હતી. વળી વિશાખા માટેની વેરવૃત્તિ પણ જાગૃત હતી. વિશાખાને એકાએક જોયા પછીનો પ્રથમ પ્રતિભાવ હતો. એ સમય જળની સપાટી ક્ષુબ્ધ હતી, હાલ એ સ્થિર હતી. ઘરે આવીને શાંત ચિત્તે વિચાર કરતાં લીનાનાં ખ્યાલો બદલાયાં હતાં. વિશાખા પ્રતિ સહાનુભૂતિની લાગણી જન્મી હતી. વિશાખાનો આખરે દોષ શો હતો ? ગણિતનાં શિક્ષતે- તેની લાગણી સાથે રમત કહી હતી. એ સમયે વિશાખા પર ફીટકાર વરસાવવામાં લીના નવાનગરના રૂઢિચુસ્ત સમાજની સાથે હતી. સમયસ્યક સખીઓ વિશાખાની ભરપૂર નિંદા કરતી હતી. જેઓ- એક સમયે વિશાખાના તેજસ્વી રૂપની દાઝેલા હતાં- વિશાખાની નિંદામાં પ્રમાણભાન ચૂકાઈ ગયું હતું. અરે, બ્રિજમોહનને આ છોકરીએ જ ઊંડા પાણીમાં ઉતાર્યો હશે. એવી વકોક્તિ કરવમાં પણ કોઈ અચકાતાં નહોતાં.

અત્યારે આટલાં સમયમાં પુનઃ વિચાર કરતાં લીનાને વિશાખા ઓછી દોષીત લાગતી હતી. તે જય સમક્ષ ઉતાવળે કરેલી રજૂઆત માટે પણ મનોમનપરિતાપ અનુભવતી હતી.

‘મારે આવા ભૂતકાળને ઉખેળવાની ક્યાં જરૂર હતી ? એ સુખી જ લાગતી હતી. જયની કદાચએ સેક્રેટરી પણ હોય.... કદાચ પ્રેમપાત્ર પણ હોય ? ગમે તે હોય પણ મારે આમ કૂદી પડવાની જરૂર નહોતી. કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે અઘટીત ઘટના ઘટે એ માટે એ બન્ને પાત્રો થોડા- ઝાઝા કારણભૂત તો હોવાના જ, છતાં પણ સ્ત્રી પાત્રને સહન કરવાનું ? આ પ્રકરણમાં પણ પેલાં બ્રિજ સર તો છટકી જ ગયાને.’ લીનાને અત્યારે તેની ભૂલ સમજાતી હતી. જોકે તેને ખ્યાલ હતો જય તેને મળવા અવશ્ય આવશે, જો વિશાખા તેની નિકટ હશે તો !

વ્હેમનું કોઈ ઓસડ નથી. જય લીનાને શોધતો શોધતો આવી પહોંચ્યો હતો. મનની ચંચળતાનો લાભ કોઈ પામી શક્યુ નથી. પગને વાગેલો કાંટો ખટકે - એ રીતે આ વાત જયને ખટકતી રહી. પત્નીના વર્તનથી -પણ આ હકીકત અભિવ્યક્ત થતી હતી, મોટાભાઈ નાં વર્તન સાથે પણ તાળો મળતો હતો. તેમ છતાં પણ જય લીનાને મળવા આતુર બની ગયો હતો. આ કરૂણ કથાનો આઘાત તે સહી ચૂક્યો હતો, સહી રહ્યો હતો. વિશાખાની વેદના પણ હવે તે આત્મસાત કરી રહ્યો હતો. સંવેદી રહ્યો હતો.

કુદરતના ખેલ પાસે માનવી કેટલો પામર હતો. એ સ્ય -જય પામી ચૂક્યો હતો. લીના- એક રૂમ-કિચનમાં સાવ સાદગીથી જિંદગી ગુજારી રહી હતી. તેની વર્તમાન જીંદગી પરનાં જખમો અને ઉઝરડાઓ જોઈ શકાતાં હતાં. જોકે લાખો- નગરવાસીઓનું આ સરેરાશ જીવન હતું. વિશાખા અને જય આ કરતાં અનેકગણું સારૂ જીવન જીવતાં હતાં.

‘તમારું ઘર શોધવામાં મને ખાસ મુશ્કેલી પડી નથી.’ જયે હસીને જવાબ વાળ્યો, ‘ તે દિવસે ઉતાવળથી મળ્યાં. એ પછી થયું તમને વિગતવાર મળી લંઉ -જોકે તમારી પૂર્વ સંમતિ લેવાનું ઔચિત્ય જાળવી શક્યો નથી.’ જયે ઝડપથી પૂર્વભૂમિકા બાંધી.

લીના સુંદર હતી. સુડોળ હતી, ઉંમર અને વેદનાએ તેનાં શરીર પર ખારસી અસર પહોંચાડી હતી. તેમ છતાં પણ તેનું દેહ સૌદર્ય ભવ્ય ભૂતકાળની ચાડી ખાતું હતું. ‘જયબાબુ- વિશાખાને ન લાવ્યાં ?’ લીનાએ જયને બેસવા માટે ખુરશી ધરી, અને પોતે સામે એક મુંડા પર બેસતાં બોલી.

‘અત્યારે -તો તમારું નિવાસસ્થાન શોધવાનું હતું. હવે બીજી મુલાકાતમાં વિશાખા પણ આવશે જ. જોકે લીનાબેન.. હજુ મેં વિશાખાને કશી વાત જ કરી નથી. જોકે તમને મેં વિશાખા સાથેના મારા સંબંધોની વાત પણ નથી કરી...’ ‘જય, બાબુ. પહેલી વાત-કે તમે મને લીના કહેશો તો પણ ચાલશે- વળી વિશાખા અને તમારા સંબંધો ગમે તે હોય.- પરંતુ ગાઢ તો હશે જ. એવું મારૂં અનુમાન છે. અને એ સંબંધની રૂએ હું મારી જૂની સખીને મળી શકીશ. એમ પણ માનું છું.!’

‘હવે હું તમને લીના જ કહીશ.’ જયે હસીને પ્રત્યુત્તર વાળ્યો. ‘તમે જરૂર વિશાખાને મળી શકશો. ત્યારે તો મને તમે અધૂરી મૂકેલી વાતમાં રસ છે.’

જય તરત જ મુખ્ય વાત આવી ગયો. લીનાને જયની આ તાલાવેલીનો અંદાજ હતો જ. આનો સંબંધ ઘણો જ ગાઢ હશે. એ પણ ખ્યાલ આવી ગયો, કદાચ વિશાખા જયની પત્ની કે પ્રિયતમા પણ કોઈ શકે, જયની અધીરાઈ. આ વાતની પૂર્તિ કરતી હતી. લીનાએ સંભાળપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યુ.

‘જય બાબુ- ઠંડુ ચાલશે કે ગરમ ?’તે હસીને બોલી, ‘કશું જ નહિ, લીના- હવે હું સ્પષ્ટ જણાવી દંઉ મને વિશાખાની વાત જાણવામાં રસ છે.’ જય બોલી ઊઠયો. પથી લીનાએ બાજી ખોલવી જ પડી.

જય બાબુ- અમે સ્ત્રીઓ અમુક ઉંમરે સાવ ઘેલી બની જઈએ છીએ. વિજાતીય આકર્ષણ તો બન્ને માટે સરખું જ હોય છે. પરંતુ અમે સ્ત્રીઓ લાગણીની રમતમાં સ્હેલાઈથી છેતરાઈએ છીએ.’ લીના સ્હેજ અટકી ગંભીરતા સાતે ફરી બ્યાન શરૂ કર્યું. ‘વિશાખા આમ જ છેતરાઈ હતી. એ સમયે તે મારી પ્રતિસ્પર્થી હતી, ભણવાનું નહિ પરંતુ- પ્રેમની રમતની વિશાખા તો અજાણ હતી. તે બ્રિજ સરની નજીક હતી. એ મને નહોતું ગમતું. અનેક અફવાઓ સંભળાતી હતી, છોકરી આજ વાતો. ચાની છૂપી કર્યા કરતી. એ પાછળ ઈર્ષા જવાબદાર હતી. વિશાખાના સ્થાને પહોંચવા અમે સૌ આતુર હતાં, પરંતુ બ્રિજ સર તો વિશાખા પાછળ જ...!

લીના અટકી એ જયને ન ગમ્યું, તેનાં ચહેરા પરના શાંત ભાવો વિખરાઈ ગયાં હતાં.

જયબાબુ- વિશાખા તેજસ્વી હતી. થોડી હિંમતવાન અને જીદ્દી હતી. ગમે તે બની ગયું- પણ વિશાખા પ્રેમના અંતિમ ચરણમાં હારી ચૂકી હતી, બ્રિજ સરે- આવાં સંજોગોમાં સામાન્ય પુરુષ જે વર્તન કરે- એ જ કર્યુ. વિશાખાને કફોડી હાલતમાં મૂકીને નાશી છૂટયાં તેઓ જરૂર એક સાર શિક્ષક હતાં, પરંતુ એક વ્યક્તિ તરીખે સાવ નિમ્ન નીકળ્યાં. બર આ વિશાખાનો ઈતિહાસ છે. બીજું કશું નથી ગંગાનાં જળને કોઈ દુષીત કરે- એમાં બિચારીએ શુંકરે જોકે સમાજે તો વિશાખા પર શેષ ઉતાર્યો હતો, પાર વિનાની નિંદા કહી હતી, જયબાબુ- ત્યારે હું પણ જાણે-અજાણે તેની ટીકાકાર હતી. તેમાં પતનથી, આનંદ અનુભવતી હતી. આજે પરિતાવ થાય છે. મારા વર્તનપર,’ લીના આટલું બોલતાં બોલતાં થાક અનુભવવા લાગી.

થોડી ક્ષણો મૌન છવાય ગયું. જયના ચહેરા પર ખિન્નતા હતી, વેદના હતીજ ખમ પર હાથ મૂકાઈ ગયો હોય- તેમ એ અનુભવતો હતો- એ લીના જોઈ શકી. ‘એ પછી પેલા બ્રિજસરનું શું થયું ?’ જયે અણધારોય પ્રેમ કર્યો.

લીનાએ આ પ્રશ્નની ધારણા રાખી નહોતી. કદાચ એ બંને કે વિશાખા પરના જૂલમ માટે જય વધુ તપાસ કરવા માગતો હોય, કદાચ- એ માટે જવાબ પણ માગવા ઈચ્છતો હોય. ના,-એ પછી તે ક્યારેય નવાનગરમાં આવ્યાં નહોતાં તેમના વિશે કશું સાંભળ્યું ય નહોતું, સ્કૂલના રેકોર્ડ પર પટણાનું સરનામુ હતુ. એ ગમે ત્યાં હોય- તેમના અસ્તિત્વને શો અર્થ હતો ? વિશાખાનું કુટુંબ પાયમાલ થઈ ગયું. બદનામી એટલી થઈ કે તેઓ ગામ છોડીને ક્યાંય ચાલ્યાં ગયાં. બીજો માર્ગ પણ શો હતો ?’ ‘ એ બ્રિજસર- ખરેખર આવું કાર્ય કરે- તેવાં હતા ખરા ?’ જયે પૂછ્યુ લીના બે પળ વિચારમાં પડી . જાણે કે ભૂતકાળમાં ઊંડી ઉતરી ગઈ. પથી ધીમાા સાદે બોલવા લાગી. ‘જય બાબુ માનવમનમાં ઊંડાણને માપવા માટ ેકોઈ સાધન ઉપલબ્ધ ખરુ ? બ્રિજસર સારા માણસ જણાતા હતા. ગણિતમાં ઓ એક્કા હતા. અને સૌ- તેમના આ જ્ઞાન પર આફરીત હતાં. અને તેમ છતાં પણ આ બનાન તો બન્યો જ હતો. માનવસહજ નબળાઈ જ. બીજું શું ? આમ તો સાવ શાંત સ્વભાવ, માત્ર કામથી કામ, વિશાખા આગળ પડતી, હતી. હિંમતવાન હતી. વળી તેને ગણિત પણ સારૂ આવડતું હને જયબાબુ- મને લાગે છે કે વિશાખા- તમારી છત્રછાયામાં છે, બસ તેને જાળવજો. હું તેને મળીશ તો વળી ભૂતકાળની ભૂતાવળ સજીવન થશે. તેનું મન ક્ષુબ્ધ થશે. આપમી આ મુલાકાતશક્યહોય તો ભૂલી જ્જો. માત્ર મને એક વાર એટલું જણાવો કે એ સુથી છે. મને સંતોષ થઈ જશે.’

‘લીના- એ એક રીતે સુખી જ છે- એ મારી પત્ની છે.’ જયે હસીને જવાબ વાળ્યો, લીના આ સાંભળીને આશ્ચર્ય ચક્તિ થઈ ગઈ. તેના ચહેરા પર પ્રસ્વેદબિન્દુ ઓ પ્રસરવા લાગ્યાં. ‘તેણે મને ભૂતકાળની વાતો કહી હતી, એ પછી જ લગ્ન કરવાની તેની શરત હતી. મને તેની આ સરળતા અને નિખાલસતા જ સ્પર્શી ગઈ.’ જય સહેજ હસ્યો. ‘ખરેખર જયબાબુ- તમે મહાન છો - સરેરાશ પુરુષથી તમે જુદા પડો છો.’ લીનાએ જયને બિરદાવ્યો.

જયે કશો જવાબ ન વાળ્યો. માત્ર સ્મિત ક્યું. ‘જય, બાબુ- તમે ખરેખર મહામાનવ છો નહિ તો ખરડાયેલા અતીત સાથેની છોકરીઓનું ભાગ્ય ફૂટી જાય છે.’ લીના જય પર ભાવવિભોર બની ગઈ. ‘ક્યાં તમે, અને ક્યાં પેલાં બ્રિજમોહન, સર ? આશમાન જમીનનો તફાવત !’

તે બોલ્યે જતી હતી. પરંતુ જય પરની પ્રતતિ ક્રિયાનો તેને અંદાઝ નહોતો. ‘લીના- તમે એકલાં છો ?’ વિષય બદલવાના આશયથી જયે પૂછ્યું. આ પ્રશ્નથી લીના ચમકી ગઈ. ‘જવા દો જયબાબુ- મારી જીંદગીમાં તમને રસ પડે તેવું તત્ત્વ નથી. એટલું કહીશ - કે એટલી જ છું. આ ઉંમરે, કોઈ સ્ત્રીને એકાકી- પુરુષ વિના રહેવું ન જ ગમે, મને ગમી ગયું છે. સુખી છું- કે સુખી નથી, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ છે ખરું ?’

વિદાય લેતા જય બોલ્યો, ‘લીના- તમારી નિખાલસ વાતો માટે આભાર. મારી જરૂ પડે ત્યારે બેશક મળી શકો છો - તમને મદદરૂપ બનતા આનંદ થશે.’

સત્ય કેટલું વસમું હોય છે- એ અનુભવ- જયને થતો હતો. ગમે તેટલાં પ્રયત્નો કરવાં છતાં પણ- તે સામાન્ય રહી શકતો નહોતો. થોડા સમય પહેલા- વિશાખા તથા બ્રિજ પણ આવી યાતનામાંથી પસરા થયાં ત્યારે, આવું જ વર્તન કરતાં હતાં- એ તેને યાદ આવતું હતું.

દુર્ગાએ તો વિશાખાને કહ્યું પણ ખરું. ‘વિશાખા- હમણાં હમણઆં જયની તબિયત કાંઈ સારી લાગતી નથી.’ ‘ એતો ધંધાનુ ંટેન્શન ખરું ને ? ભાભી- તમે જ પૂછી લેજોને- તમને ખોટો જવાબ નહિ આપી શકે પત્ની ને તો છેતરી પણ શકે...’ વિશાખા હસી પડી. દુર્ગા પણ હસી, જો કે દુર્ગા કશું કહી શકી નહી. એ કામ દક્ષિણાએ જ પૂરું કર્યું. ‘કાકા- તમે તો સાવ બદલાઈ ગયા છો. વિશાખાકાકી તમને બહુ વઢે છે કે શું ?તે પૂછી બેઠી. તે અવી રીતે બોલી કે જય સહિત સૌ હસી પડ્યાં. ‘એક તો જ સાચું કારણ શોધી કાઢ્યું- દક્ષિણા’ જયે ટીખળને આગળ ધપાવ્યું વળી સૌ હસ્યાં.

ત્યાં જ દક્ષિણાએ એવું વાક્ય કહ્યું કે દુર્ગા સિવાય કોઈ હસી શક્યુ નહિ. ‘કાકા- પૂજાકાકીને છે- તેવો બાબા- આપી દો ને વિશાખા કાકીને, પછી તમને નહિ વઢે.’ દક્ષિણાની બાળસહજ ચેષ્ટા આમ તો સાવ નિર્દોષ જ હતી પણ વિશાખાનો ચહેરો સાવ ઝંખવાઈ ગયો હતો.

ખાનગીમાં મળ્યાં ત્યારે દુર્ગાએ જ આ બાબત છેડી. ‘વિશાખા-દક્ષિણા ભલે બાળ સહજ બોલી પણ- એની વાત કાંઈ ખોટી નથી, તારી તથા જયભાઈની ઉંમર કાંઈ નાની તો નથી જ. હવે વિચાર કરો તો કાંઈ ખોટું તો નથી.’

વિશાકા લજ્જાનો અભિનય કરીને અનુત્તર જ રહી હતી. એમ તો પૂજા પણ અવારનવાર આવી જ વાત કરતી હતી, વિશાખા શો જવાબ આપે ? જવાબ તેનાં હોઠો પર હતો, પણ એ હોઠો ઉઘડી શકે તેમ નહોતાં.

જય સાથે એકાંતમાં- વિશાખા- શક્ય હોય તેટલી સ્વસ્થ રહેતી હતી. તે આ વાત ક્યારેય છેડતી નહોતી. પતિની આ અશક્તિ- તેના સંસારને, અસ્તવ્યસ્ત કરી નાખે- એ વિશાખાને મંજૂર નહોતું. તેણે જયને કહી જ નાખ્યું. ‘જય કોઈ ગમે તે કહે એમાં- આમ હતાશ થવાની જરૂર નથી એ કોઈ ગ્યાં આપણી સ્થિતિથી વાકેફ છે ?તેઓ તો કહે- આપણે હસી કાઢવું જ જોઈએ. તમને તો કોઈ ભાગ્યે જ કહે, દક્ષિણાએ પણ ભોળાભાવે જ કહેલું ને ? મને તો સાવ બેઘડક જ લોકો કહેતા હોય છે. એમાં કાંઈ...’

મારાં કારણે જ - વિશુ તું દુઃખી થાય છે.’ જય ધીમા સ્વરે બોલ્યો. ‘મને આ જ સાલે છે...’

‘હવે- એનો કોઈ ઉપાય નથી. નસીબ- બીજું શુ ?’ વિશાખા બોલી. જયના પડી ગયેલા ચહેરાને જોઈને ઉમેર્યુ. ‘જય શું બધાં જ દંપતી-સ ંતાનવાળા થોડાં હોય છે ? લોકોકિતનો સામનો કરી લેવો એ જ ઉપાય છે.’

વિશુ- મને ગુનાહિત લાગણીઓ થાય છે. મારાં કારણે તારી આ સ્થિતિ થાય- તું સહ્યાં કરે- અને મારે ચૂપચાપ જોયાં કરવું. કેટલીક વાર તો વિશુ એમ થયાં કરે છે કે લાવને આયખું ટૂંકાવી નાખું...’

વિશાખા હચમચી ગઈ. તેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યાં. તેનું શરીર કંપવા લાગ્યું.

‘જો જય. આવું ક્યારેય ન વિચારતો. મારો કશો વિચાર જ નથી કરતો. આમ જિદંદી હારી જવાંથી, શો ફાયદો ? આવી કાયરતા ક્યારેય નહી લાવવાની. આ કાંઈ સમસ્યાનો હલ નથી, મને કશું દુઃખ નથી. લોકો મને વાંઝણી કહેશે તો પણ મને પરવા નથી. બાકી તારો ચહેરો ઉદાસ થઈ જશે- એ સહન નહી કરી શકુ- પછી ગમેતે કરી બેસીશ. હા, તારી માફક મરવાનાં વિચાર ક્યારરેય નહી કરું.’

વિશાખા રડી પડી- ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને સાંત્વન આપતા આપતાં મધરાત વીતી ચૂકી હતી. સ્ત્રીનો પ્રેમ અને રીસબન્ને એક સરખા બળવાન હોય છે એ વાત જયને એ રાત્રિએ સમજાઈ ગી.

‘જો જય ગાંધારીની વાતો તું જાણે છેને ! પતિની દ્રષ્ટિહિનતા- પત્નીએ પણ સહર્ષ -આંખો પટ્ટી બાંધીને સ્વીકારી લીધી હતી. આ વિશાખા પણ- એ પૌરાણિક નારીથી કમ નથી.’

‘એમ તો બીજા પાત્રો પણ છે!’ જય વાતાવરણ હળવું કરવાના આશયથી બોલ્યો. ‘યાદ રાખ જય- આ વિશાખા- તેની ઈચ્છાથી- ગમેતે પાત્ર ભજવી શકે તેમ છેપણ એક કાયર વિચાર ક્યારેય સહન કરી શકુ ંતેમ નથી.’ જયને લાગ્યું કે, હવે પત્નીની રીસની સાથોસાથ રોષ પણ સહેલો પડશે. તેણે પરિસ્થિતિ સંભાળી લીધી.

થોડા કલાકો પછી- એક નવું પ્રભાત ઊગ્યું. એક નવી સમજવું એક નવી તાજગીનું.

જય અને વિશાખાના નવીન રૂપ-દુર્ગાને જોવા મળ્યાં. કોઈ સુખી દાંપત્યની આહલાદકત, જોવા મળે- એપણ એક લ્હાવો ચ.ે બધી અમી વર્ષા વરસી- દક્ષિણા પર, જય દક્ષિણાને લઈ ફરવા ઉપડ્યો. આખો દિવસ મસ્તીથી બન્ને ધૂમ્યાં, ચોતરફ વિંટળાઈ નળેલા સાગરને શ્વાસમાં ભરી લીધો.‘ડબલડેકર’ બસની ઊંચાઈ પર સરતી- મેદની નિહાળી, સાગર તટની ભીની રેતીમાં પગલીઓ પાડવાને રમત દક્ષિણા- અનેક વાર કરી ચૂકી હતી, દક્ષિણાએ ખૂબ મઝા માણી, નવેસરથી જૂની મરતો તાજી કરી. સાંજે બન્ને પાછા આવ્યાં ત્યારે થાકી ગયાં હતાં. છતાં પણ દક્ષિણાના ચહેરા પર આનંદ હતો. જય પણ તાજગી અનુભવતો હતો. વિશાખાએ રાહતનો શ્વાસ લીધો. દુર્ગા અને દક્ષિણાને જવાનો દિવસ આવ્યો ત્યાં સુધી આ વાતાવરમ જળવાઈ રહ્યું. રીઝર્વેશન અને સારા સંગાથની વ્યવસ્થા મદદને કરી હતી. ફોનથી કલકત્તા પૂર્વાને સંદેશો પહોંચાડી દીધો હતો, એથી કાં ચિતાં નહોતી.

વિદાય લેવાનો દિવસ જેમ જેમ નજીક આવ્યો- તેમ તેમ દુર્ગાને ઘર યાદ આવવા લાગ્યું, પૂર્વાની ચિંતા થવા લાગી- અને પતિની યાદ પણ તીવ્ર થવાં લાગી, વાતવાતમાં- કલકત્તાનો ઉલ્લેખ કરવાં લાગી હતી. દુર્ગા અને દક્ષિણાને મુંબઈની માયા છૂટતી નહોતી અને કલક્તા જવાનું હતું, ભારે હૈયે સૌથી વિદાય લીધી.

દક્ષિણા, વિશાખા અને જયથી છૂટી પડતાં રડી પડી, એવું રડી કે સૌની આંખો ભીની થઈ ગઈ.

‘કાકી- તમે પણ આવોને, કલકત્તા. તમારા વિના મને નહિ ગમે, ફલેટ એટલો મોટો છે કે તમે અને જય- કાકી શાંતિથી રહી શકશો.’ દક્ષિણા બોલી રહી હતી. તેનાં શબ્દોમાં - લાગણીની ભીનાશ હતી. વિશાખા- દક્ષિણાની લાગણીથી- ભીતરને ભીતર પીગળી ગઈ. શિશુપ્રેમ આટલો ઉત્કટ હોઈ શકે. એનો અનુભવ- વિશાખા માટે નવો હતો. સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રીમાં એક માતાનું સ્વરૂપ ગોપીત હોય છે જ. વિશાખામાં આવી સંવેદના અચાનક સજીવન થઈ હતી. દક્ષિણા - તેને વળગી પડી ત્યારે વિશાખા ખુદનું અસ્તિત્વ વીસરી ગઈ હતી- તેનાં રોમ રોમમાં લાગણીના પૂર ઉમટયાં હતાં. અડ આવેગ હતો. માતૃત્વનો પ્રબળ આવેગ હતો. વિશાખાના દેહમાં નવતર અનુભૂતિ જન્મી હતી. તેને લાગતું હતું કે- તે જાણે એક માતા બની ચૂકી હતી, અને દક્ષિણા- તેનાં અસ્તિત્વનો એક અંશ હતો.

દુર્ગાએ જગાડી ત્યારે- એ સુખદ અનુભૂતિમાંથી જાગી હતી, આ ઘટના તો બની ચૂકી પરંતુ, વિશાખાનાં મનમાં માતૃત્વનાં અંકુર ઊગી ચૂક્યાં હતાં. જય અજાણ હતો પરંતુ વિશાખાની દુનિયા બદલાઈ ચૂકી હતી. તેને દક્ષિણાનાં વિચારો આવતાં હતાં, પૂજાનાં મુન્નાના વિચારો આવતાં હતાં. એ વિચારતી હતી, સતત વિચારોમાં જ ડૂબી જતી હતી.

‘હું સા માટે માતા ન બની શકું ?- એ મારો અધિકારી છે, મારી છાતીમાં મુંઝારો થાય છે, ભીંસ થાય છે. પૂજા- તેના મુન્નાને છાતીએ લે છે. અને મને કેમ મીઠું મીઠું દર્દ થાય છે ? ભીતરની સરવાણીઓને મારે શાં માટે વહેતી ન કરવી ? શા માટે ભીતરને વનરાજીને વેરાન બનાવી દેવી ?’

સતત આવાં વિચારો- તેને પજવવા લાગ્યાં, જય પ્રતિ પણ જરા બેપરવા બની ગઈ. જય તેને બોલાવતો હતો, વાતો કરતો હતો. તે , એમાં ભાગીદાર અવસ્થ બનતી હતી, પરંતુ સાવ બેધ્યાન પણે.

જય સાથેની વાતોમાં- તેનાં મનની વાતો અનાયાસે ગોઠવી દેતી હતી. ક્યારેક એવું બનતું ક ેજય રોમાન્ટીક મુડમાં આવીને પ્રેમની ભાષા બોલવા લાગ્યો જ્યારે વિશાકા સાવ બેખબર બનીને પૂજાનાં મુન્નાની વાતો કરી, બેસતી તો ક્યારેક દક્ષિણા કે પૂર્વાની વાત કરતી.

જય હસી પડતો તો ક્યારેક વળી છેડાઈ પણ જતો. ‘અરે, વિશુ, તું હવે થોડી મુડી થતી જાય છે.’ તે અભિપ્રાય આપતો પણ તેમ છતાં પણ વિશાખા ખાસ પ્રતિભાવ નહોતી આપતી. વિશાખાને ક્યારેય સ્વપ્ન પણ એવા જ આવતાં હતાં. મનુષ્યને જાગૃત અવસ્થામાં જે અદમ્ય ઝંખવા હોય એ ક્યારેય સ્વપ્નોમાં પણ પ્રાપ્ત થતી નથી. વિશાખાતે પણ આવું જ બનતું હતું.

‘અરે, વિધાતા- તે મારાં લેખ આવા લખ્યાં છે. સ્વપ્નમાં પણ દુર્ભાગ્ય છોડતું નથી. માતૃત્વ મારાં નસીબમાં જ નથી. બ્રિજે તરછોડી ત્યારે તો ક્યાં આવી લાગણીનું મૂલ્ય હતું. એક શારીરિક પીડાથી વિશેષ કશું નહોતું. સો ગળણે ગાળીને જયને પસંદ કર્યો અને એ પણ અશક્ત...’

આ સમયે પેલો ગાંધારીની ભૂમિકા ભજવવાનો આદર્શો જમીન દોસ્મ બની જતાં, જય પ્રતિ પણ અમુક પાની લાણીઓ શુષ્ક બની જતી. પ્રેમાએ તેની રીતે માતૃત્વ મેળવ્યું જ હતું ને - એ ખ્યાલ તેને અકળાવી મૂક્તો. પ્રેમાએ તેની બેબીની ફોટોગ્રાફ્સ મોકલાવ્યા ંહતાં. પત્રમાં બાળકની વાતોમાં જ પાનાઓ ભરાઈ જતાં, એમ લાગતું હતું કે પ્રેમાએ તેનું સ્વર્ગ મેળવી લીદું હતું, જીવન પ્રાપ્ત કરી લીધું હતું. જીવન જીવવાનું બહાનું મળી ગયું હતુ- હવે તે પેલાં પુરુષ તેના બોસ વિશે નહોતી લખતી. વિશાખા પણ કશું પૂછતી નહોતી. તેને ડર હતો કે કદાચ, પેલો પુરુષ રમતમાંથી છટકી ગયો હોય !

બ્રિજની માફક જ સ્ત્રી ! એવું જ હશે નહિતો પ્રેમા- તેની સુખદ અનુભૂતિઓ સખીથી છુપાવે ખરી ? પ્રેમાની બેબી ફોટોગ્રાફસ માં સુંદર લાગતતી હતી. થોડી થોડી રેખાઓમાં અદલ પ્રેમા જણાતી હતી, થોડી અજાણી રેખા પણ હતી. જે પ્રેમાનાં બોસની હશે- વિશાખા અનુમાન કરતી હતી જ્યારે સમય મળતો ત્યારે વિશાખા આ રીતે અવલોકન કર્યા કરતી.

આ પરિવર્તવ જયથી કાંઈ અજાણ્યું નહોતું. જય કાંઈ બધો સમય વિશાખા સાથે ગાળતો નહોતો, ગાળી શકે તેમ પણ નહોતું. બિઝનેશ પાછળ ખાસ્સો સમય આપવો પડતો હતો. મદન હમણાં હમણાંથી બહારગામ જવાના પ્રસંગો ટા તો હતો. આથી જયને જવું પડતું હતું. જયને સામાન્ય રીતે પ્રવાસો ખેડવાનું ગમતુ ંહતું. વિશાખા એકાકી કાયમ વિરોધ કરતી હતી. શેષ અને રીસ પણ દેખાડતી હતી, પરંતુ હવે વિશાખા ખાસ પ્રતિભાવ નહોતી વ્યક્ત કરતી. એ જયે નોધ્યું હતું. જય બહારગામ જવાની વાત કરતો અને તે ચૂપચાપ તૈયારીઓ શરૂ કરતી હતી, કાળજીપૂર્વક સામાન ગોઠવવાં લાગતી હતી. મુખ પર અણગમાનાં ભાવો વ્યક્ત નહોતા થતાં. શાબ્દીક રીતે પણ વિશાખા વિરોધ વ્યક્ત કરતી નહોતી. જયને માટે આ આધાતકારક ઘટના હતી.

જવાનાં નિયત દિવસ સુધી વિશાખા સ્વસ્થ જ રહેતી. ચહેરા પર ખામોશીનાં ભાવો લીંપાઈ રહેતાં.

જયનો અનુભવ હતો કે આ દિવસોમાં તો -વિશાખા આવ વિદ્‌વળ બની જતી. વાત વાતમાં રડી પડતી, આગલી રાતે- તે પિતની પરિવર્તન કોયડા રૂપ હતું, દુઃખદ હતું.

જયને એક વિચાર- એ આવ્યો કે વિશાખાને તે લીનાને મળ્યો હતો- એ વાતની માહિતી તો મળી નથી ને ! જોક ેતે લીના સાથે બીજા આશયથી મળ્યો હતો. ક્યાંય વિજાતીય આકર્ષણનો પ્રશ્ન નહોતો. આ મુલાકાતની વાત બહાર ન પડે એ માટે જયે તકેદારી રાખી હતી. આવડા મોટો નગરમાં આ મુલાકાત ખાનગી રહી શકે. એમાં કશી નવાઈ ન ગણાય.

બીજી શકયતા જયે વિચારી એ સાચી હતી. વિશાકાની કૂખ ખાલી હતી.- વિશ્વની કોઈ પણ સ્ત્રી માટે આ એક ન સહી શકાય તેવી સ્થિતિહતી જય લાચાર હતો. એ કારણે વિશાકા પણ લાચાર હતી.

બન્નેના સંબંધોમાં શિથિલતા આવી ગઈ. ધીમે ધીમે એક ન સમજાય એવો શૂન્યાવકાશ આકાર લેવાં લાગ્યો. જયને એક ભિતી વળગી પડી. ‘આ દુઃખનાં વિશુ મનને અસ્તવ્યસ્ત તો નહી કરી નાખે ને ? માનસિક સંતુલન તો જોખમાશે નહી ને ?’

જય પત્નીને પ્રસન્ન રાખવાં અનેક પ્રયત્નો કરવા લાગ્યો.વિશાખા પણ એવાં જ

પ્રયત્નો કરતી હોય તેમ જયને લાગતું હતું. બન્ને એકબીજાને પ્રસન્ન રાખવાં મથતાં હતાં બાકી વેદનાની ધાર તો એવી પડતી હતી.

પૂજા કે મદનને ક્યાં કશું કહેવાય તેમ હતું ? અરે, ખુદ વિશાખાને પણ ક્યાં પૂછાય તેમ હતું કે તારે શું અસુખ છે ?

જખમ પર પર મલમપચ્ટા કરવાં સિવાય હવે શું બચ્યુ હતું ? પોતે કોઈ છેતરપીડીં કરી નહોતી, આ બાબતનો ખ્યાલ તો ક્યાંથી હોય ? વિશાખા આ વાત સમજતી હતી.

આ દોષ સંજોગોનો હતો. આથી પણ આગળ વધીને ભાગ્યનો હતો. જે વિકલ્પો હતા એ આચરી શકાય તેમ નહોતાં. જુદા પડી જવાંનો વિચારે- વિચ્છેદ નો વિચાર વિશાખાને પસંદ નહોતો. જયનો જ પ્રસ્તાવ હતો, પરંતુ જયને પણ જરા દિલથી ગમતો વિકલ્પ નહોતો. વિશાખા તેની વેરાન જીંદગીમા ંઊગેલી વેલ હતી. અલગ અસ્તિત્વની તો કલ્પના કરી શકાી તેમ નહોતી. જ્યારે સહ અસ્તિત્વ પણ સાવ ધૂંધળું હતું. જયને થયાં કરતું કે આના કરતાં તો આયખુ પુરુ થાય તો પણ સારૂ. વિશાખાને એ પણ ક્યાં મંજૂર હતું ? આ પરિસ્થિતી, બસ, સહી લેવી. એજ એક ઉપાય હતો, જય માટે, વિશાખા માટે.

દુર્ગા-દક્ષિણા તથા પૂર્વાનાં પત્રો કલક્ત્તાથી આવતાં હતા વિશાખા પણ એવાં જ લાગણીસભર પ્રત્યુત્તર વાળતી હતી દક્ષિણા પર વ્હાલનો વરસાદ વરસાવતી હતી, પૂર્વાને શીખને બે શબ્દો લખતી હતી.

‘પૂર્વા તું હવે યૌવનમાં ડગ ભરી રહી છે. આ ભૂમિ લપસણી છે. દીકરી સાચવી સાચવીને પગલાં ભરજે. આપણે સ્ત્રીઓએ હરપળે સાવચેત રહેવું પડે છે. જો ચૂકી જઈએ તો ખુદ ઈશ્વર પણ આપણને બચાવી શકતો નથી.’ પૂર્વા લખતી.

‘વિશાખા કાકી, તમે નાહક ડર રાખો છો. પુરુષનો ડર રાખવાની જરૂર નથી.

એ જાત તો ખૂબ જ ડરપોક છે. આંચકો અનુભવ્યોને, કાકી. ‘સાચી વાત કહું છુ.’ પ્રેમા સાથે ફોન પર લાંબી વાતો ચાલતી. વિશાખા પ્રેમાની બેબી, ડોલીની વાતો કર્યા કરતી, ડોલી. કેવડી થઈ, કેવી લાગે છે ? ચાલતા પણ શીખી ગઈ છે ? કેવું બોલે છે ? આ બધી વાતો કરતાં કરતાં એ પણ ભાવવિભોર બની જતી હતી. પૂજાનો અસીમ પણ હવે પા, પા પગલી ભરતો હતો. અસીમ સાથેની બાળચેષ્ટાઓમાં વિશાખા તેનો વર્તમાન ભૂલી જતી હતી.

જય દૂરને દૂર ઢેલાતો જતો હતો. જય માટે આ કાંઈ ગમતી વાત નહોતી. ‘ચાલો, વિશાખાના મનને શાંતિ મળતી હોય તો આ પણ મંજુર છે.’ જય મન વાળતો હતો. મદન સાથે ધંધાની આંટીઘૂંડીમાં પડી જતો ત્યારે બધુ જ ભૂલાઈ જતું. ફલેટનાં બાહણે ‘ડોરબેલ’ પર આંગળી મૂકતા તેનું મન મુંઝવણમાં પડી જતું, હૈદયના ધબકારાં વધી જતાં.

બારણું ખૂલતા, ક્યારેક પત્નીનું રૂપ, તેને ઠંડુગાર બરફ જેવું જણાતું, ક્યારેક આનંદમાં જણાતી પણ એ આનંદ જયના કારણે નહોતો ઉદભવતો , એ જય જાણતો હતો.

મોટા ભાગે તો વિશાખા બૂજાનાં મુન્ના, અસીમ સાથે રમત રમતી જણાતી. રમકડાંનો એક સ્ટોર ખરીદી લાવી હતી તે અસીમ માટે, જય આવતો ત્યારે આખો ડ્રોઈંગ રૂમ નાના મોટો રમકડાથી અસ્તવ્યસ્ત ભર્યો હોય એ બધી અસ્તવ્યવસ્થા વચ્ચે, વિશાખા અસીમને રમાડતી હોય, વ્હાલ કરતી હોય. અસીમની માફક બાળક બનીને કાલીઘેલી ભાષામાં બાળગીતો ગાતી હોય.

‘જય, જુઓ તો. અસીમે, આજે કેવી ગમ્મત કરી.’ વિશાખા અભિનય સાથે અસીમની બાળચેષ્ટાઓ જયને કહેતી. એ સમયે તેનો આનંદ અકલ્પનીય રહેતો. ચહેરો જાણે. લાલ ગુલાબી ફુલોથી છલકાઈ જતો.

દૃશ્ય એવું ખડું થતું કે જયને પણ એમાં સામેલા થવું પડતું વિશાકાનો આનંદ બેવડાઈ જતો.

‘એય હવે તો આપણાં માટે આ જ રહ્યું છે ને ?’ આમ કહી ને તે ફિક્કુ ફિક્કુ હસી પડતી. આ હાસ્યમાં વ્યથા હશે કે પોતાના પ્રતિનો ઉપહાસ એની જયને ખબર પડતી નહોતી.

વિશાખા વિચારતી હતી. ‘હું તો મન આ રીતે મનાવી લઉં છું. પરંતુ જયનું શું થતું હશે ? પુરુષની જાત સ્ત્રી જેટલી સમલ થોડી છે ? જય વિચારતો હતો. મારી ક્ષતિ મને આ પ્રમાણે યાદ અપાવવાની શી જરૂર ? બસ, હું પતિ તરીકે મટી ગયો ?’ બન્ને એકબીજા મનોવ્યાપારોથી અજામ હતાં ક્રમશઃ કાળનાં પ્રવાહમાં બન્ને વચ્ચેનું ્‌ત વધતું ગયું વધતું જ ગયું. સરિતાની મધ્યમાં વહેતું પ્રેમનું વહેણ હવે બે સમાંતર ફાંટાઓમાં વહેવા લાગ્યું એ ક તટે વહેતુ ંહતું, બીજુ સામે તટે !

થોડા કાળ પહેલાં આ ફલેટની ઈંટ સીમેન્ટની દિવાલો પર પડધતાં આનંદના ચિત્હારો હવે ભૂતકાળની ઘટના બની ગઈ હતી. પૂજા-મદન- વિશાખા અને જય- અવારનવાર સાથે અહીં ડ્રોઈગ રૂમમાં સાંજો ગુજારતાં ઔપચારિકતા સિવાઈ હવે કશું બચ્યું નહોતું વિશાખા અસીમ ને રમાડ્યાં કરતી પૂજાએ બન્નેનું ધ્યાન રાખ્યાં કરતી, મદન અને જય બિઝનેશની વાતો કર્યા કરતાં, ઓસરતી જતી ભરતી જેવી ગમગીની છવાયેલી રહેતી.

પૂજા ક્હ્યાં કરતી, ‘વિશુ, હવે તારે બાળક માટે વિચાર કરવો જોઈએ. મારાં અસીમને કંપની રહે... ક્યારેક મદન પણ સૌ ની હાજરીમાં મજાક કરી લેતો. વિશાખા હસી લેતી, જય મૌન રહેતો.

ખાનગીમાં તો હવે આવાં સંવાદો માટે કાંઈ અવકાશ જ નહોતો. બન્ને પાત્રો વચ્ચે એક ન સજાય તેવી ચૂપકીદી આકાર લેતી હતી. આ તણાવની બન્ને ને જાણ હતી જ, તેમ છતાં એ ઉકેલવા પ્રતિ કોઈ ગંભીર નહોતું.

‘આ તો ચોર કોટવાલને દંડે એવું થયું. મારો ક્યાં કશો દોષ છે ? તેનાં સંતોષ ખાતર મેં મારી લાગણીઓની પણ પરવા નથી કરી. અસીમ સાથે દિલ બહેલાવું- એપણ જયને માન્ય નથી. મારૂ નાનકડું સુખ પણ એ છીનવી લેવા માગે છે. સાવ ઈર્ષાખોર બની ગયો છે જે સુખ તે આપી શકતો નથી- એ સુખ મેળવવાની વાતો હું કરતી નથી. આ તો રણની તરસ ઝાકળથી બુઝીવવાની વાત છે- પરંતુ એ પણ... તે સહી શકતો નથી. જય હવે પહેલાનો જય નથી રહ્યો’. વિશાખા વિચારતી હતી. ‘મારી સરાસર અવગણના કરે છે. વિશાખા મારી આ ક્ષતિ ને કારણે જ અવહેલના થાય છે. જાણે- અજાણે દૂર દૂર જતી જાય છે. દોષ કોને દઉં ? હવે તો ઘર પર આકારું લાગે છે. હું મારી જાતને ગુનેગાર અનુભવું છું. અને આ ચાર દિવાલોને કારાગાર !

જય આવું વિચારતો હતો. પૂજા તથા મદન, સાવ નજીકે હોવાં છતાં કશું જાણતાં નહોતાં. પ્રેમની ઉષ્મા વિના ના દિવસ રાત મંછર ગતિથી પસાર થતાં હતાં. આ સ્થિતિમાં સામાન્યરીતે જે થઈ શકે એ જ થયું. શૂન્ય અવકાશમાં નવી હવા પ્રવેશે- એ સાવ સહજ ઘટના ગણી શકાય. વિશાખાની શૂન્યતા- અસીમ પ્રતિ માતૃત્વ ઢોળવાથી દૂર થઈ, જ્યારે જય ખાલીપાની પૂર્તિ માટે સ્વાભાવિકતાથી લીના પ્રતિ ઢળવા લાગ્યો.

જય અને લીનાની ત્રીજી મુલાકાત આવાં વાતાવરણ વચ્ચે ઉપસ્થિત થઈ. અચાનક મળેલી લીનાને જોઈને જય ખુશીતી નાચી ઉઢયો. મનોમન, આવાં કાંઈ પદર્શિત ન કર્યો. બન્ને એ સાથે, નજીકની રેસ્ટોરન્ટમાં કોફી લીધી.

‘લીના - મારો અતિથિ સત્કાર તમે કર્યો. મને આવો મોકો ક્યારે આપો છો ? જયને આનંદ તેના ચ્હેરા પર તગતગી રહ્યો હતો. ‘જય - તમે અતિથિ બની ને આવ્યા હતાં. એ વાત સાચી પમ તમારો યોગ્ય સત્કાર થઈ શક્યો નથી. એહત તો હું અપાધીત રાખું છું. મારું તમને નિમંત્રણ આપવાનું જ છે. તમે એ કેલશ ોનહિ જ એવી મને શ્રધ્ધા છે.- લીના વાચાળ હતી. તેની વાકછટામાં ઋજુતા હતી, એથી પણ વિશેષ, જયની મનોસ્થિતિ પણ એવી હતી કે તે લીના પર મુગ્ધ બને, તેના આકર્ષમાં કેન્દ્ર બને.

લીનાને વાત આગળ ચલાવી. ‘જય, આ શનિવારે મારો જન્મદિન છે. આમ તો એ દિવસ- મારાં જીવનમાં એક ઔપચારકિતા જેવો ઘટનાક્રમ છે. આ વખતે મને થાય છે કે એ દિવસની ઉજવણી કરવી, ખાસ ખાસ વ્યક્તિઓની સાથમાં સમય આનંદમાં વીતાવવો, વિશાખાતો આવી શકે તેમ નથી. એમ તમે કહો છો. ચાલો તમરાી હાજરીથી મન મનાવી લઈશ. .. સાંજે સાત વાગે સમય કાઢજો.’ ‘તમારું મન તોડવાની ઈચ્છા નથી. જરૂર આવીશ , લીના આવાં પ્રસંગોથી જીવનમાં રસ જળવાઈ રહે છે. તમારા આ ખુશીના અવસરમાં સામેલ થવાનું મને ગમશે.’ જયનું અંતર ઉછળવાં લાગ્યું. જીવનમાં કશું નવીનિ બની રહ્યુ ંહોય. એવી અનુભૂતિ થવાં લાગી. શુષ્ક ડાળીઓ પર ઓચિંતા જ નવીન કૂંપળો ફૂંટી નીકળી. આ જન્મ દિનનાં અવસર પર લીનાને કંઈ ભેટ આપવી યોગ્ય ગણાશે. એ વિચારવા લાગ્યો. મનોભાવ વાંચી લઈ ગોય એમ લીના બોલી ઊઠી.

‘અને- જુઓ જયબાબુ કોઈ ભેટ આપવાની ખટપટમાં પડશો નહિ. મને જરૂર લાગશે તો હું મને ગમતી ભેટ માગી લઈશ.’

આમ છતાં પણ જયે લીના માટે કીમતી- આકર્ષક ડ્રેસ તો ખરીદયો જ. સાડી ખરીદવી કે ડ્રેસ કે મુંઝવણમાંથી વિકલ્પ પસંદ કરવામાં જયને ખાસ્સો સમય લાગ્યો. અંતે ડ્રેસ પર પસંદદી ઉતારી. સાથો સાથ વિશાખા માટે પણ સાડી ખરીદવાનું ભૂલ્યો નહોતો. બન્ને થોડા પર સવારી કરવા માટે જયને આ જરૂરી લાગ્યું. જીવનમાં- પહેલી જ વાર આ થોડી સી બેવફાઈ’ કરવા માટે તાયૈેર થયો હતો. લીનાની દોસ્તીએ એક અવકાશ પૂર્ણ કર્યો હતો.

જય શનિવારે સમયસર જ પહોચ્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી. લીના શણકાર સજીધજીને તૈયાર થઈ હતી. કીમતી વસ્ત્રો તેનાં સુડોલ દેહ પર શોભતાં હતાં. કાળી ભમ્મર કેશલતા પર ધવલ પુષ્પોની વેણી- ખરેખર જચતી હતી. આંગણામાં મૂકેલોં બે -ચાર કૂંડામાંથી પુષ્પોની સુગંધ ફોર ીરહી હતી. ‘આવો જય- એક તમે તો સમયસર આવ્યાં જ’ લીનાએ હસીને જયને આવકાર્યો. લીના એકલી જ હતી. કોઈ અન્યોની હાજરી નહોતી- જયને આશ્ચર્ય થયું. લીનાએ સમાધાન કર્યું.

‘જયબાબુ- મેં માત્ર બે-ચાર વ્યક્તિઓને આમંત્રણો આપ્યાં છે આવાં પ્રસંગમાં કાઉડ મને ન ગમે તમારા ઉપરાંત મેં એક સખીને નિમંત્રી છે, ક્લ્યાણી મારી ખાસ સખી છે. આ મોહમચી નગરીમાં- માર ીએક માત્ર આત્મીય વ્યક્તિ છે. મારાં ખરાભ દિવસોમાં કલ્યાણીએ જ મને મદદ કરી હતી- તેની ઉષ્માને સહારે મેં આ આયખું ન ટૂંકાવ્યું. એ સમયે- મારી મનોદશા એવી હતી- કોઈ પણ સ્ત્રી જીવન ટૂંકાવવાનું જ વિચારે. જોકે જયબાબુ- એ ક્રિયા પણ કાંઈ સરળ નથી જ. આત્મધાતનાં વિચારને અમલી બનાવવાનું કાંઈ સહેલું નથી જ, કલ્યાણી મારી તારણહાર બની. તેણે મને જીવન જીવવાની રીત શીખવી - એ થોડી મોડી આવશે. એ સંદેશો હમણાં જ મળ્યો. સારુ થયું- તમે આવી ગયાં’. લીનાએ આછા સ્મિત સાથે તેનાં જીવનનાં ગંભીર પાસાને છતું કર્યું. જયે આ નાનકડી જગ્યાનું નિરીક્ષણ કર્યુ. લીનાએ વ્યવસ્થિત ગોઠવણી કરી હતી. પાસેના કિચનમાં ભોજનની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી- એમ તેને લાગ્યું. જયે મોટો ક્રાઉડની આશા તો નહોતી રાખી પરંતુ સાવ એકલો જ હશે- તેવું પણ નહોતું ધાર્યુ. લીનાના સખી પણ મોડેથી આવવાની હતી- કદાચ ન પણ આવે. ‘જયબાબુ- અકળામણ ન અનુભવશો. આવાં પ્રસંગોએ મને ભીડ પંસદ નથી પડતી- તમે આવ્યાં એ મને ખૂબ ખૂબ ગમ્યું તમે ન આવ્યાં હોત હું કેટલી નિરાશ થઈ જાત ! તમારો સમય ખૂબજ મૂલ્યાવાન હશે- એ હું જાણું છું તમે આવી ને મારૂ આંગણુ જ નહિ, પણ મારા જીવનને પણ શણગારી દીધું છે.’ લીનાની નિખાલસતા જયને સ્પર્શી ગઈ.

જય હસીને બોલ્યો, ‘લીના- મને બહુ ઊંચે ચડાવીશ નહિ. તારી મૈત્રી મને પણ ગમે છે. માણસ- પરસ્પર હૂંફ નહિ આપે તો આ સંસાર ક્યાંથી ચાલશે અને તું તો વિશાકાની સખી છે. લીના હસી પડી- મીઠું મધ જેવું.

‘લીના- આ તારાં મોટે છે.’ જયે ગીફટનું પેકેટ લીનાનાં હાથમાં મૂક્યુ.‘તને ગમશે - એવી આશા રાખું છું.’ લીનાએ હસીને કહ્યુ,‘ જયબાબુ તમે કરારનો ભંગ કર્યો છે- માર ેતો તમારી પાસેથી ભેટ માગીને લેવી હતી. જયે કશો જવાબ ન વાળ્યો, માત્ર સ્મિત કર્યુ. લીનાએ ગીફટ પેકેટ સપ્રેમ સ્વીકાર્યુ.

‘આભાર- જયબાબુ પાનખરમાં કુંપળો કૂંટી એવું લાગ્યું. આશા રાખું છું કે હવે પછી ની મુલાકાતમાં વિશાખા પણ સાથમાં હોય.’ કલ્યાણી આવા ત્યાં સુધી વાતોનો દોર ચાલતો રહ્યો. આ મુલાકાત પછી તેઓ અનેક વાર મળ્યાં- પ્રેમની ભૂખી સ્ત્રીમાં કોઈ વિચિત્રતા કે વિકૃતિ નહોતી. વાતોની ઉષ્મા ક્યારેય અન્ય રીતે વ્યક્ત થઈ નહોતી.

એક દિવસે મદને ટકોર કરી. ‘જય તું વળી ક્યાં એ બે ટકાની ઓરત પાસે પહોંચી ગયો જય, તને શો ઠપકો આપવો ? પૂજાએ મારું ધ્યાન દોર્યુ. તેણે તને બે -ત્રણ વખત એ લીના- સાથે જોયો. ઘરમાં વિસાખાભાભી એકલતાથી પીડાય છે. બાળક માટે ઝૂરે છે- અને ભાઈસાહેબ...’ મદન બાકીના શબ્દો ગળી ગયો.

જય ખળભળી ઊઠયો. તેનાં ચહેરા પર તરફટાડ ઊપસી આવ્યો. પૂજા તથા મદને તેને પકડી પાડ્યો હતો પણ એ શું અપરાધ હતો ? મૈત્રીથી વિશેષ કર્યો સંબંધ હતો ? ‘મદન, એ વિશાખાની જ સખી છે.’ તે શુષ્કભાવે બોલ્યો. ‘તો પછી ઘર પર લાવને, જો તારે કશું ન હોય તો ?’ મદનનાં શબ્દો તેને વાગ્યાં. પૂજા પણ તેને નવીન દૃષ્ટિથી જોઈ રહેતી હતી. જયની ભીતર એક તોફીન શરૂ થઈ ગયું. વિશાકા અસીમ પાછળ ગાંડી ઘેલી હતી. વિશાખા હસતી ત્યારે તેને લાગતું હતું કે એ મારી નબળાઈ પર હસી રહી હતી. વિશાખા અસીમની વાતો કરતી ત્યારે પણ તે આવી જ લાગણીએ. અનુભવતો હતો.

પરિણામ અણધાર્યુ જ આવ્યું.આ ભીંસ -જય સહી શક્યો નહિ. આખી રાત સતત અકળામણમાં વીતી, ‘ઓહ ! હું ખરેખર કાયર છું- કાયર છું.’ સવારે જય સાવ જડ બની ગયો, બેહોશ બની ગયો. જય, વિશાખા, પૂજા- સૌ સારવારમાં લાગી ગયા. બરજોરજીની પ્રાઈવેટ ડીસ્પેન્સરીમાં દાખલ કર્યો. ત્યારે પણ

એ ક્યાં ભાનમાં હતો ?

હવે તેને સારું હતું. નવ દિવસો પછી જય સ્વસ્થ લાગતો હતો. બરજોરજીે તેનાં તનની દવા કરી હતી એથી પણ વિશેષ મનની દવા કરી હતી, મદન અને પૂજા મનોમન પસ્તાતાં હતાં, ‘લીનાની વાત માટે જયને કશું કહ્યું ન હોત તો, કદાચ આ પરિણામ ન આવત.’ વિશાખાની હાલત ખરેખર ખરાબ હતી. અમદાવાદથી સંજય આવતાં - તે ભાઈને હીબકા ભરતી-વળતી પડી હતી. કલકત્તા- બ્રિજને કશું જણાવવાની વિશાખાને ના પાડી હતી.

ડૉ. બરજોરજીનાં વચન પર વિશાકાને શ્રદ્ધા હતી. દશમા દિવસે- જય સ્વસ્થતાપૂર્વક બરજોરજી સાથે વાતો કરતો હતો. વિશાકા સામે જ બેઠી હતી.

‘આવી ડાર્લિગ બેટરહાફ હોય પછી તબિયત બગડે જ કેમ, ડીકરા ?’ બરજોરજી બોલ્યાં ત્યારે વિશાખાના ગાલ પર લજ્જાની સુરખિ ફેલાઈ ગઈ હતી. મદન અને વિશાખાની જાણ બહાર, પૂજાએ તેની ગાઢ સખી-દુર્ગાભાબીને વિગતવાર પત્ર લખી નાખ્યો હતો. દુર્ગાનો ઠરકો વિશાખાને મળ્યો. ફોન પર દુર્ગાએ વિશાકાને કહ્યું, ‘વિશું તું શું અમને જુદા ગણે છે ? તું અને જય તો અમારા પ્રાણછો તે જણાવ્યુ ંજ કે નહિ ?’

વિશાખાની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. બીજે જ દિસવે જયને હોસ્પીટકમાંથી રજા મળી. નવી પ્રસન્નાથી વિસાખાનો ભીનો પાલવ ઉભરાઈ ગયો. તેણે પતિની આંખોમાં નવી અનુભૂતિઓ વાંચી.

બરજોરજીની હોસ્પિટલમાંથી મુક્ત થયા પછી, જયે અમુક ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા. બરજોરજી સમક્ષ તેણે જીવન પૃષ્ઠો ખુલ્લાં મૂકી દીધા હતા. ડોક્ટરના પિતા સમાન વહેવારે - તેને સાવ હલકો બનાવી દીધો હતો. ખૂબ ખૂબ હ વાશ અનુભવતો હતો. જય, જાણે નવો જન્મ પામ્યો - એમ લાગતું હતું. પતિના આવા રૂપથી વિશાખા પણ આનંદ અનુભવતી હતી. પૂજા તથા મદનને પણ શાંતિ થઈ હતી. જયની ગંભીર માંદગી માટે તેઓ પોતાની જાતને જવાબદાર માની રહ્યાં હતાં. લીનાની ધનિષ્ટતાની બાબત એ બંને એ જ ઉઠાવી હતી ને ? ખરેખર, એ સમયે પૂજાએ આંચકો અનુભવ્યો હતો. લીનાને જય સાથે નિકટતાથી વાતો કરતા જોઈને પૂજા થીજી ગઈ હતી. જયનો વિશાખા સાથેનો શુષ્ક વહેવાર - તેના ખ્યાલ બહાર નહોતો. પૂજા કંપની ગઈ, તેણે પતિનું ધ્યાન દોર્યું અને પછી મદને આખી પરિસ્થઇતિનો તાગ મેળવ્યો હવે મૂક રહેવાય એમ નહોતું. પૂજા અને મદને મિત્રધર્મ બજાવ્યો જ, અને પછી જે પરિણામ આવ્યું, એથી અપરાધ ભાવ પણ અનુભવવા લાગ્યા. હવે આ આખી ઘટનાનું શુભ પરિણામ આવ્યું હતું. એ જાણીને એ બંને રાહતની લાગણી અનુભવતાં હતાં.

જયની માંદગીના સમાચાર, પૂજાએ કલકત્તા પણ જણાવી દીધા હતા. વિશાખાએ તો તેમ ન કરવા જમાવ્યું હતું. હજુ હમણાં જ દુર્ગા થઈ હતી અને બ્રિજ તો ન જ આવે તેમ એ દ્રઢપણે માનતી હતી. બ્રિજમોહન, સૌના ખાસ કરીને વિશાખાના આશ્ચર્ય વચ્ચે આવી પહોંચ્યા. અમદાવાદથી સંજય-સુનંદા પણ બે-ત્રણ દિવસ માટે આવી ગયા. પૂજા તથા મદનને આથી ખૂબ ખૂબ રાહત થઈ. બ્રિજનું આગમન જયને ન ગમ્યું. લીના પાસેથી ઈતિહાસ જાણ્યાં પછી તેના મનમાં બડેભૈયાની ભવ્ય મૂર્તિ ખંડિત બની ગઈ હતી. દુર્ગા તથા તે પોતે, જે વ્યક્તિ માટે આટલો ભક્તિભાવ ધરાવતા હતા એ વ્યક્તિ આટલી વામણી ? આટલી કાયર ! બ્રિજ આવ્યાં ત્યારે જય હજુ હોસ્પિટલમાં જ હતો, એ રાત્રે જ તેણે અથથી ઈતિ - બધી વાતો નિખાલસપણે બરજોરજીને જણાવી હતી.

એ પછી જય, બ્રિજ સાથે સહજ રીતે વર્તન કરી શકતો નહોતો, તેને આવાં વહેવારમાં મુશ્કેલી પડતી હતી. તે પારાવાર યાતના અનુભવતો હતો. તે વિશાખાને યાદ કરતો તેટલી વાર બ્રિજની યાદ આવી જતી હતી. વિશાખા સાથે બ્રિજના સંબંધો યાદ આવી જતા અને પછી સ્વસ્થ રહેવાનું લગભગ અશક્ય બની જતું હતું. આટલા દિવસો દરમ્યાન, ડૉક્ટર બરજોરજીએ સરળતાથી જીવવાની ચાવીઓ શીખવી હતી. જય તથા વિશાખાના જીવનમાં શું શું ઘટ્યું, એ તેઓ જાણતા હતા, અને એના સંદર્ભમાં જ તેમણે જયને સૂચનો કર્યા હતા. આની અસર નીચે જ, જયની બડેભૈયા પરની કટુતાની તીવ્રતા મંદ બનતી જતી હતી, વિશાખાને સારી રીતે સમજવાની દૃષ્ટિ પણ મળતી જતી હતી, તે એ માટે મથતો હતો.

જય હળવો બનતો જતો હતો, એ પછી જ બરજોરજીએ તેને હોસ્પિટલમાંથી મુક્ત કર્યો હતો. જીવનની દરેક ક્રિયાને સહજ રીતે સ્વીકારવામાં કેટલી રાહત મળતી હતી, એની અનુભૂતિ તેને થઈ ચૂકી હતી.

વિશાખાની ખુશીનો પાર નહોતો, પતિ નવજીવન પામ્યો હતો. બ્રિજ માટે હજુ તેના મનમાં ભારોભાર રોષ પ્રજ્વલતો હતો, બડેભૈયાના સ્વરૂપ પ્રત્યે, તેના આળા મનમાં થોડી કરુણા જન્મતી હતી, પરંતુ એ બંનેને ભિન્ન કેવી રીતે ગણવા ? પતિની સેવા ચાકરીનાં કાર્યમાં એ અસીમને ન્યાય આપી શકતી નહોતી, એ દુઃખ પણ તેને પજવતું હતું. મદદમાં પૂજા તથા સુનંદા તો હતા જ, છતાં પણ વિશાખા તનથી સૂકાઈ ગઈ હતી. મનના ઘાવ પણ ક્યાં રુઝાયા હતાં ? વિશ્રાંતિના સમયમાં પ્રેમા યાદ આવી જતી હ તી, સાથોસાથ તેની લાડલી ડોલી ણ પાંપણ પર અંકાઈ જતી હતી. ક્યારેક દક્ષિણા, પૂર્વા તથા દુર્ગાના રમણીય યાદો મનને શીતળ બનાવતી હતી. એકાંત સુનંદાએ પેલો અણગમો વિષય પણ છેડ્યો જ હતો ને ! ‘વિશુ - બસ હવે બાળકનો વિચાર કરને, તારા બધા પ્રોબ્લેમ ઉકેલાઈ જશે.’ જવાબમાં તેના મુખ પર ઉદાસી છવાઈ ગઈ હતી.

‘શી વાત છે, વિશુ, ! શું જય ના પાડે છે ? કે પછી તું ગભરાય છે...!’ સુનંદા છળી ગઈ હતી. વિશુની મુખમુદ્રા જોઈને તેણે પછી કશું પૂછ્યું નહોતું. વિશાખાને થઈ ગયું કે ‘લાવને ભાભી પાસે હૈયું ઠાલવી દઉં, મન પર ભાર ક્યાં સુધી સહ્યે જવો ?’

પણ તેનાં હોઠો ન ખૂલ્યાં, બસ ન ખૂલ્યાં. ‘પતિની ઊણપ જાહેર કરીને, પછી શો લાભ મળવાનો હતો ? પતિને નીચે ઉતારીને તે શું ગૌરવભેર જીવી શકવાની હતી ?’ જવાબ સ્પષ્ટ હતો. વિશાખાએ, હોઠો બિડી રાખ્યા.

જય ઘરે પાછો આવી ગયો, બરજોરજીની સૂચનાએ હજુ મનમાં તાજી જ હતી. જીવનમાં બનતી ઘટનાઓને હળવી રીતે મૂલવવાનું તેણે નક્કી કર્યું હતું. ચુસ્ત રીતે એનો અમલ કરવાનું જયે શરૂ કર્યું હતું. સંજય-સુનંદા અમદાવાદ ગયાં. વિશાખા થોડી ઢીલી પડી ગઈ, રડી પડી.

‘થોડા સમય પછી તમે બંને આરામ કરવા અમદાવાદ આવજો મેં જયને કહ્યું છે,’ સુનંદાએ વિશાખાને બાથમાં લીધી, સંજય પણ લાગણીના બે બોલ બોલ્યો. બ્રિજને પણ લાગ્યું કે હવે તેણે પણ જવું જોઈએ. બ્રિજે જય સાથે આત્મિય વાતો કરી, જયે કશો પ્રતિબાવ ન દર્શાવ્યો, જયને ખૂબ કષ્ટ પડતું હતું, બ્રિજ પ્રતિની ધૃણા હજુ એવી ને એવી ધારદાર હતી. જો એ તેના બડેભૈયા ન હોત તો તે ડૉક્ટરની શિખની પરવા કર્યા વગર, હિંસક પણ બની જાત, બ્રિજ લાગણી સભર વાતો કરતાં હતાં, અને જય આંખો મિંચીને પડ્યો હતો. જાણે કે તે મન દબાવી રહ્યો હતો.

જયને લાગતું હતું કે તે કદાચ માનસિક સમતોલન ગુમાવી ન બેસે. બ્રિજને આ મનોવ્યાપારોની ક્યાં ખબર હતી ? જય પર એક વાત્સલ્યનો હાથ ફેરવીને તેમણે વિદાય લીધી. જતાં જતાં વિશાખાને મળવા ગયા. ‘વિશાખા, હું જાઉં છું...’ વિશાખા પાસે જઈને તેઓ બોલ્યાં, વિશાખાનું શરીર લેવાઈ ગયુ ંહતું. જવાબમાં તેણે સ્મિત કર્યું, કશું બોલવું જોઈએ એવી જરૂરિયાત, તેને લાગી પરંતુ તે એ પ્રમાણે કરી શકી નહિ.

‘વિશાખા, તું સુખી તો છે ને ?’ બ્રિજથી પૂછાઈ ગયું.

‘સુખ દુઃખથી હું પર છું,’ તેણે ધીમેથી જવાબ વાળ્યો. ‘મારાં ભાગ્ય જ એવાં છે કે આ જન્મમાં કોઈ મને સુખ આપી ન શકે.’ બ્રિજના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ.

જુઓ, મારું દુઃખ બડેભૈયાને કહેવાય તેમ નથી, એ જાણવા માટે તમારે બ્રિજ સરની ભૂમિકા પર આવવું પડશે. એટલું બોલીને વિશાખા બીજા ખંડમાં દોડી ગઈ. બ્રિજે તેનું ડૂસકું, સ્પષ્ટ સાંભળ્યું, ભારે હૃદયે બ્રિજે વિદાય લીધી.

આખી મુસાફરી દરમ્યાન આ વિચારોએ તેનો કેડો ન મૂક્યો. વિશાખા દુઃખી હતી. તેનો અતિત તો હવે મરી પરવાર્યો હતો, તે પોતે સહકુટુંબ કલકત્તા રહેવા ચાલ્યા ગયા હતા. જેથી જય સાથે તે નવી જીંદગી જીવી શકે. હવે જૂના બ્રિજસરને સજીવન ક્યાં કરવાના હતા ? આ કાંઈ અશક્ય કાર્ય તો નહોતું જ, હા, સ્ત્રીઓ વધુ ભાવુક હોય છે એ કબૂલ, પરંતુ વિશાખા માનસિક રીતે પરિપકવ સ્ત્રી હતી, એ કાર્ય તો કરી જ શકે. તેવી સક્ષમ હતી તો પછી આ કયું દુઃખ તેને પજવું હતું ? બ્રિજની મુંઝવણ વધતી જતી હતી, તે વિશાખા સાથે નિખાલસ પણે પૂરી વાત પણ ન કરી શક્યો. એ કેવડી મોટી લાચારી હતી ! જીવનના પહેલા પગથિયે કાયર બન્યો. બીજે પગથિયે સાવ લાચાર બની ગયો હતો, અને હવે કઈ ભૂમિકા ભજવવાનો હતો ? રેતીમાં માથુ ખોસીને સલામતી અનુભવતા શાહમૃગની ? હા, ખરેખર તો એ જ કરી રહ્યો હતો.

બ્રિજને જાત પર ધૃણા ઉપજી. આ તરફ વિશાખા અંતિમ નિર્ણય પર આવી ચૂકી હતી. પૂજા દિલ્હી ગઈ હતી, અચાનક જવું પડ્યું, મા બિમાર હતી. વિશાખાને નાના અસીમનો વિરહ સતાવતો હતો.

‘ગમે તેટલી લાગણી ઢોળું તો પણ આખરે તો પરાયો જ...’ વિશાખા વિચારતી હતી, એ તો પૂજાનો હતો હવે તો તે મને આન્ટી કહીને બોલાવતા પણ શીખી ગયો છે - અને ભાવિ જીવનમાં તો તે ક્યાં સુધી મારી પાસે રહેવાની છે ? ઈશ્વરને આપવો હોત... તો આવી રમત કરે ? મારી કૂખ ખાલી રાખત ? બ્રિજ સરને પરણી શકી હોત તો પણ માતૃત્વ પ્રાપ્ત કર્યું જ હોત ને...!’

તે વિચારતી હતી કે માતૃત્વ તો માત્ર સ્ત્રીનો વિષય હતો. એ પર વિચારવાનો અધિકાર, માત્ર સ્ત્રીને જ હોય... પુરુષોને નહિ, ન હોવો જોઈએ. જયની તબિયત સુધરી રહી હતી. હવે ‘બેડ રેસ્ટ’ની જરૂર નહોતી રહી. તે આનંદમાં રહેવા કોશિષ કરતો હતો. વિશાખા સહકાર જરૂર આપતી હતી, પરંતુ તેની શૂન્યતા જયથી છાની નહોતી. બરજોરજીના વચનો યાદ કરીને જય વાતાવરણને હળવું રાખવાં પ્રયત્નશીલ રહેતો હતો. વિશાખા પણ મનો વ્યાપારોને ગોપવા મથતી હતી. એક બપોરે બ્રિજમોહનનો કલકત્તાથી ફોન આવ્યો. જય નહોતો, મદન સાથે

બહાર ગયો હતો. હવે તેણે બિઝનેસમાં રસ લેવાનું શરૂ કર્યુ ંહતું. મદને જ સૂચવ્યું હતું.

મનને કશે ક વાળવું તો ખરું ને ?

ઘણાં મનોમંથન પછી બ્રિજે વિશાખા સાથે, માત્ર વિશાખા સાથે જ સ્પષ્ટ વાતો કરવાનું નક્કી કર્યું હતું. સમય એવો પસંદ કર્યો હતો કે જ્યારે લગભગ વિશાખા એકાકી જ હોય.

‘વિશાખા હું બ્રિજમોહન... કલકત્તા ઓફિસમાંથી બોલું છું - હા દુર્ગા-પૂર્વાદક્ષિણા સૌ કુશળ છે. જય કે કોઈ અન્ય નથી ને ? મારે તારી સાથે અંગત વાતો કરવી છે. હૈયું નિચોવીને વાતો કરવી છે. આમ ને આમ દિશા વિના ભટક્યાં કરવું નથી, વિશાખા તને સમજાય છે ?’ બ્રિજના અવાજમાં અધિરાઈ હતી.

‘બોલો...’ વિશાખાનો એકાક્ષારી જવાબ મળ્યો.

‘વિશાખા, હું તને સાંભળવા માગું છું - તારું દુઃખ જાણવા માગું છું - જેનાથી હું કદાચ અજાણ પણ હોઉ ! બ્રિજ ધીમેથી બોલ્યા. શબ્દોનો રણકો જ એવો હતો કે વિશાખામાં વિશ્વાસનું સર્જન થાય.

વિશાખાને ક્ષણભર થયું કે બધી વાત કરી જ દઉં, પરંતુ તરત મન પાછું પડી ગયું.

‘બડેભૈયા તમે મારું દુઃખ દૂર નહિ કરી શકો ક્યારે પણ નહિ. જો બ્રિજ સર બનવાની હિંમત હોય તો મને જણાવજો હું તમને મારું દુઃખ જણાવીશ.’ વિશાખાએ જવાબ વાળ્યો. બ્રિજ, સાંભળીને વિચારમાં પડી ગયા.

‘અચ્છા વિશાખા હું જ ત્યાં આવું છું. હવે મારે તારી સમસ્યાનો ઉકેલ શોધવો છે, કોઈ પણ ભોગે, કેમ છે, જયને ?’ ‘તમે આવો, જરૂર આવો. મેં તો અંતિમ નિર્ણય કરીને જ લીધો છે. જેમાં હું મક્કમ છું. જયને હું ક્યાંય મોકલી આપીશ અથવા તમારી સાથે વાત કરવા પૂરતો પ્રબંધ હું ગોઠવી શકીશ ! વાતચીત પૂરી થઈ, અને વિશાખા રડી પડી. ધ્રૂસકે ધ્રૂસકે. બ્રિજની મનોદશા પણ સારી નહોતી - એ વિશાખા જોઈ શકી. બ્રિજની વાત પરથી લાગતું હતું કે તે તરત જ આવશે. બ્રિજનું મન તે હજુ પણ વાંચી શક્તિ હતી. જૂની આદત હતી ને. હવે સવાલ હતો. થોડાં દિવસો માટે જયનાં સ્થાનાંતરનો એ તો સ્પષ્ટ જ હતું કે જયની હાજરીમાં વિશાખા બ્રિજ સાથે જે વાતો કરવાં માગતી હતી. એ ના કરી શકે.

વિશાખાએ મદનની મદદ લેવાનું નક્કી કર્યું. ‘મદન ભૈયા, તમને એક તકલીફ આપવાની છે. જય ને હજુ આરામની જરૂર છે. અહીં તો એ ક્યાં શક્ય છે ? તમે ના પાડો તો પણ તે બિઝનેશના કાર્યમાં ચંચુપાત કર્યા કરશે. એ થાકી જાય છે. સાંજે તેનો ચ્હેરો વિલાઈ પણ જાય છે. તમે જયને થોડા દિવસ ક્યાંય સ્થાન ફેર કરવા ન લઈ જાવ ? હા. આમ તો મારે જ જવું જોઈએ. પણ ભૈયા અત્યારે પૂજા પણ નથી. તમે બંને મિત્રો જ ઘૂમી આવો ને ! અમદાવાદથી પ્રેમા આવવાની છે તે ગમે ત્યારે ટપકી પડે. તમે બંને જી આવો તો આરામ પણ થાય, જયનું તન-મન સ્વસ્થ બની જાય. વળી મારી ગેરહાજરીમાં તેને મારો વિરહ થાય, મારી તરસ જાગે...! વિશાખા સાચેસાચ શરમાઈ ગઈ.

‘અને ફરી નવેસરથી ખંડાલા જવાનો પ્રોગ્રામ બનાવી શકીએ, ખરું ને !’ મદન પણ હસી પડ્યો. તેને વિશાખાની વાત થોડી સમજાણી. થોડી ન સમજાણી, પણ તેણે સ્વીકારી અવશ્ય. મદન માની ગયો. પૂજાના ખાલીપાથી તે પણ કંટાળ્યો હતો. પૂજાના મમ્મીની તબિયત હવે સારી હતી. પૂજાનો ફોન આવી ગયો હતો. જોકે તેનું આગમન હમણા થવાનું નહોતું. આ કારણસર મદનને વિશાખાનું સૂચન પસંદ પડતું.

જયને સમજાવવાનું કામ આમ તો સહેલું નહોતું મદને વડોદરાનું ધંધાનું કામ કાઢ્યું અને સાથોસાથ થોડી મજા માણી લેવાનું આયોજન પણ વિચારી રાખ્યું. અંતે વિશાખાની યોજના બર આવી.

જય તથા મદને વિદાય લીધી, અને બીજી સવારે જ બ્રિજનું આગમન થયું.

વિશાખાના આશ્ચર્ય વચ્ચે, સાથે દક્ષિણા પણ આવી હતી. ‘ખૂબ ખૂબ જિદ કરીને સાથે આવી છે, વિશાખા, તારી પાછળ તો દક્ષિણા ઘેલી છે.’ બ્રિજે સ્પષ્ટતા કરી.

દક્ષિણા વિશાખાને વ્હાલતી વળગી પડી.

‘સારું થયું - તું આવી, હું તો સાવ એકલી રહી ને કંટાળી ગઈ છું - તારા જયકાકા પણ વડોદરા ગયા છે.’ વિશાખાએ ખરેખર તો બ્રિજમોહનને સંદેશો આપ્યો. ‘કાકી, તમે કેમ કલકત્તા નથી આવતા ? હું તમને કાયમ સૂતા પહેલા યાદ કરી લઉં છું - ક્યારેક રડી પણ પડું છું. દક્ષિણા ખરેખર અશ્રુ વહાવવા લાગી. ‘અરે, મારી મીઠડી - આમ રડાતું હશે - તારા કાકા લાવશે ત્યારે હું પણ કલકત્તા આવીશ - શું કરે છે પૂર્વા ?’ વિશાખાનું હૈયું ભરાઈ ગયું. આ છોકરીના શબ્દોમાં કેટલી તાકાત હતી લાગણીની ?

વિશાખા તરત જ મહેમાનોની સરભરામાં લાગઈ ગઈ. બ્રિજને લાગ્યું કે વિશાખા થોડી હળવી બની ગઈ હતી. કદાચ પહેલી વખત જ તેને પોતાનું આગમન ગમ્યું હતું. તેને આશા બંધાણી કે વિશાખાના મનનું સમાધાન થઈ જશે. આળા હૈયા પર માત્ર લાગણીના છંટકાવથી જાણવાનું હજુ બાકી હતું. દક્ષિણા સ્નાન કરવા બાથરૂમમાં ગઈ કે તરત જ વિશાખા બ્રિજ પાસે દોડી આવી, આરામ-ખુરશી સામેના સોફા પર ગોઠવાઈ ગઈ. તેનાં દિલનાં ધબકારાં વધી ગયાં. બ્રિજ તેની મનોદશા સમજી શક્યો.

‘વિશાખા - તને સાંભળવા માટે આવ્યો છું. બોલ તારાં અંતરને ખાલી કરી દે આંગળિયા ખોલી નાખ તારી વાત સાંભળ્યા સિવાય હું અહીંથી જવાનો નથી. ખાલી હાથે તારી વિદાય લેવાનો નથી. એ મારો નિશ્ચય છે. બ્રિજે કહ્યું અને વિશાખામાં હિંમત આવી. તે ફિક્કુ હસી, પછી ગંભીર બનીને નતમસ્તકે તેની વાત કહેવા લાગી.

‘જુઓ, મારે ભૂતકાળના પોપડાં ઉખેળવા નથી. એનો હવે કશો અર્થ નથી. આખી વાતમાંથી મને માત્ર એક જ વાત ડંખે છે, માત્ર ડંખતી જ નથી, પણ મારાં જીવતરને રોળી નાખે છે. તમે અને જય, બંને મારા અપરાધી છો. તમે બંનેએ બંને પુરુષોએ મને માતૃત્વથી વંચીત રાખી છે.’

તે સ્હેજ થોભી, બ્રિજનાં ચહેરા પર વિસ્મયના ભાવો ફરી વળ્યાં હતાં. વિશાખાએ આગળ ચલાવ્યું.

‘તમે નવાનગરથી ગયા, તમે મારી સ્થિતિ જાણતા હતા છતાં ગયાં મારી એ સામે હવે ફરિયાદ નથી, પરંતુ બ્રિજસર આવી સ્થિતિમાં એક કુંવારી છોકરીની માતા શું કરે, જેના પતિ હૃદય રોગથી પીડાતા હોય ! સહજ રીતે જ, હું માતૃત્વથી વંચિત રહી ગઈ. મારું માતૃત્વ ખંડિત થઈ ગયું ત્યારે હું નાદાન હતો. સમાજમાં બદનામી થવાનો ડર હતો. એક પણ વિકલ્પ ક્યાં બચ્યો હતો ? મારું માતૃત્વ છીનવાઈ ગયું.’ વિશાખા આટલું બોલતા થાકી ગઈ. બ્રિજે ખામોશી જાળવી રાખી - તેને હજુ સાંભળવું હતું.

‘બ્રિજસર, લાંબા સમય પછી મેં મારી જાતને જય સાથે જોડી જયને મારાં અતીતના અંશો મેં જણાવ્યા હતા. એક તમારું નામ નહોતું કહ્યું. એ જણાવ્યું હોત સારું હતું, પછી જય સાથે જોડાવાનો સવાલ જ ન ઉઠત, અને હું બીજી યાતનામાંથી બચી શકી હોત એ ન બની શક્યું - તમને મેં નવી ભૂમિકામાં નિહાળ્યા - અને હું સાચા અર્થમાં છળી ઊઠી - એ વાતનો વિસ્તાર મારે નથી કરવો, કારણ કે તમે પણ એ અનુભવ્યું છે. હા, જય કશું નથી જાણતો અને મારા પ્રયાસો પણ એવાં જ હતા કે જય કશું ન જાણે નકામી કેટલી જિંદગીઓ ઓળવી ? યાતનાના વર્તુળને કેટલું વિસ્તારવું !’

વિશાખા એક પળ થોળી. ખૂબ જ ગંભીર વાત હવે તે કહેવા માગતી હતી. આ વાત કેમ કહેવી, એ પણ એક મુંઝવણ ભરી વાત હતી. જયની લાચારી એ ખુદ પોતાની જ લાચારી નહોતી શું ? હોઠો ખોલવા માટે હિંમત ભેગી કરવી પડી. ‘મારી કમનસીબીનો અંત જ નહોતો. જય પિતા બનવા માટે થનગનતો હતો.

હું પણ તૈયાર હતી, પરંતુ બ્રિજ સર, જયમાં ખામી હતી, ન સુધરી શકે તેવી ખામી, તે મને મા બનાવી શકે તેમ નહોતો.’ વિશાખાને આ શબ્દો બોલતાં ખૂબ ખૂબ કષ્ટ પડ્યું. બ્રિજે ધરતીકંપનો આંચકો અનુભવ્યો. તેનું મુખ લેવાઈ ગયું.

‘વિશાખા તને ભાન છે, તું શું બોલે છે ?’ બ્રિજથી બોલાઈ ગયું. ‘હા-બ્રિજ સર આ નગ્ન સત્ય છે. મદ્રાસના ડૉક્ટર બાલા સુબ્રહ્મણયમનો રિપોર્ટ મારી પાસે જ છે. જય પણ આ સત્ય સારી રીતે જાણે છે, મેં મન વાળવા યત્ન કર્યા, મહાભારતની ગાંધારીની માફક મારી ઝંખના પર પાટા બાંધી રાખવા નિશ્ચય કર્યો, પરંતુ હું નિષ્ફળ ગઈ. મારાં પ્રયત્નો વાંઝિયા સાબિત થયા. માતૃત્વની તરસે મારો કેડો ન મૂક્યો, એ તો પ્રબળ બનતી ગઈ. પૂજાના બાળકે મારી તરસને થોડી સંતોષી, પરંતુ એથી વિશેષ જગાડી. જય જાણે છે, સારી રીતે જાણે છે, તે અશક્તિમાન છે, એ પણ જાણે છે અને બ્રિજ સર એક સ્ત્રી તરીકે માતૃત્વ મારે મા બનવું છે, મારે મારી કૂખ ખાલી નથી રાખવી. મારે મારાં સર્જનને છાતીએ લેવું છે. હૈયે વળગાડવું છે. મારે મારું મિટાવીને કસું પામવું છે. આ વાસના નથી મારે તો... કોઈ પણ ભોગે.... મા... ! બ્રિજ અવાક્‌ બની ગયાં.

વિશાખા રડતા રડતા બોલી ! મારી ઝંખનાની પૂર્તિ જો જય ન કરી શકે તો બ્રિજ સર કરે, બ્રિજ સર પાસે તો હું માગી શકું છું. મારો અધિકાર છે મારા અધૂરાં સ્વપ્ન માટે બ્રિજ સર જવાબદાર છે. કોઈ પણ જ્ઞાન, બોધ કે નિયમ મને સ્પર્શતા નથી. મને કશું કહેશો નહિ - આ જીવન ટૂંકાવતા મને કોઈ રોકી શકશે નહી કાં મને મારું છિન્ન થયેલું સ્વપ્ન આપો અથવા મારી અંતિમક્રિયાની તૈયારી કરો...!

વિશાખાના શબ્દોમાં રોષ અને આવેશ હતાં, યાચના અને આદ્રતા હતાં, મક્કમતા હતી અને સાથોસાથ ખુન્નશ હતું. બ્રિજમોહને પણ વિશાખાના અનેક રૂપો જોયાં હતાં, એ સૌથી અલગ રૂપ આજે તે નિહાળતા હતા. ‘વિશાખા-શાન્ત થા... મને વિચારવા દે, કોઈક માર્ગ અવશ્ય મળશે જે તારી ઝંખના પૂર્ણ કરે.’

બ્રિજને થયું કે વિશાખાના મસ્તક પર હાથ મૂકીને તેને આશ્વાસન આપે ગાલ પરના આંસૂ લૂંછે. તે એમ ન કરી શક્યાં, તેમના તન-મન પણ કંપતા હતા. આ કેવી મોટી દુર્ઘટના હતી ? જય અને અક્ષમ ? જયની માંદગી પણ કદાચ આને કારણે જ હશે ! વિશાખાની વાત સાવ સ્પષ્ટ હતી, તે અંતિ નિર્ણય પર આવી હતી અને તે પહાડની માફક અડગ હતી. મોટા સંકટમાં ફસાયો હતો એ !

વિશાખાની વાતનું તાત્પર્ય હતું કે બ્રિજ સર તેનાં અપરાધી હતા, તે બદલો માગી રહી હતી. એક અનોખો બદલો તે માતૃત્વ માગી રહી હતી, યાચના કરતી હતી, આજીજી કરતી હતી. તેની યાચના પણ ભીક્ષા સ્વરૂપની હતી, તે અડગતાથી યાચી રહી હતી.

બ્રિજ માટે અગ્નિ-પરીક્ષાની ઘડી હતી. બ્રિજ-સરનું સંસ્કરણ બડેભૈયામાં થઈ ગયું હતું. હવે તેઓએ પાત્રને સજીવન કરી શકે તેમ નહોતા, એમ કરવા ઈચ્છતા પણ નહોતા. શો અર્થ હતો હવે અતીતનો ?

જયની સ્થિતિથી પણ બ્રિજને પુષ્કળ દુઃખ થયું હતું. એક માત્ર દક્ષિણા વાતાવરણને ચેતનવંતુ બનાવી રહી હતી. ‘વિશાખા કાકી, મને તો અહીં જ રહેવું ગમે, પૂર્વાને તો કલકત્તાની માયા લાગી ગઈ. તેમની બંગાળી સખીઓમાં રચ્યાં-પચ્યાં રહે છે. કાકી, તમે તો તેને ઓળખી પણ ન શકો. વેશ પણ બદલાઈ ગયો છે. ભાષા પણ બદલાઈ ગઈ છે. બંગાળી સખીઓ જેવા પહોળા પહોળા ઉચ્ચારો કરે છે, સાંભળીને હસવું જ આવે.‘ દક્ષિણા ખુદ હસી પડી, વિશાખાને પણ હસાવી દીધી.

બ્રિજમોહનનું ચિત્ત અનેક વિચારોથી ઘેરાયેલું હતું, વિશાખાનાં આ દુઃખનો તો તેને ક્યાંથી ખ્યાલ હોય ? અને શો ઉપાય હતો, તેની યંત્રણાનો ? સતત વિચારોએ તેને અંતિમવાદી બનાવી દીધી હતી. તેની વય જોતાં તેની ચિંતા યોગ્ય હતી. બ્રિજની એક વખતની કાયરતાના આવા ગંબીર પરિણામો આવ્યા હતા. હવે આ સમસ્યાનો ઉકેલ તેનાં માત્ર તેનાં હાથમાં જ હતો. શું વિશાખા માનતી હતી એ રીતે ઉકેલ શક્ય હતો ?

વિશાખાના અંતિમ શબ્દો બ્રિજમોહનના મસ્તિસ્કમાં ઘૂમતાં હતાં. ‘હવે આ વાત ફરી નહિ ઉચ્ચારું જે કાંઈ કરવાનું છે, એ બ્રિજ સરે કરવાનું છે આટલો સમય આપણી પાસે છે એ પછી આપણે એકમેકથી મુક્ત છીએ, કાયમ માટે મને એક વખત મા બનાવો - બસ તમારી જનમ જનમની ઓશિગણ બની રહીશ અને નહિ તો જનમ જનમની વેરી, જયની ચિંતા ન કરશો - એ મારી ચિંતા છે એ હું ફોડી લઈશ...’

વિશાખાના શબ્દોમાં આતશ હતો. વેદના હતી, માતૃત્વની તડપન હતી. રણની તરસ હતી. બ્રિજ માટે કસું શેષ ક્યાં રાખ્યું હતું ? એક સિવાઈ કશો વિકલ્પ જ ક્યાં બચ્યો હતો ?

એ રાત્રિ બ્રિજ માટે દુઃખદાયી બની, તેણે વિશાખાને ઉત્તર આપવાનો હતો. રાત્રિ મંથર ગતિએ સરી રહી હતી, દુઃખનો સમય ધીમી ગતિએ સરે છે. આ વિસ્તારને મહાનગરનો કોલાહલ જરા પણ સ્પર્શતો નહોતો. શાંતિ પણ જીરવાઈ તેવી નહોતી. બ્રિજને નિંદ્રા આવે તેમ નહોતું.

નવાનગરનો અતીત યાદ આવી જતો હતો. આ એ જ વિશાખા હતી, જેની સાથે, તે જોડાયેલો હતો, એક વિશિષ્ટ સંબંધે, એ સંબંધો એ સમયે પ્રસ્તુત હતા, પરંતુ હવે ? હવે અતીતના સંદર્ભનો શો અર્થ હતો ? એમાં નૈતિકતા પણ ક્યાં હતી ? જોકે વિશાખા તો એ બધાં જ બંધનો ફંગોળવાની વાત કરતી હતી. તેણે તો એ ફંગોળી જ દીધાં હતાં, અને બ્રિજમોહનને એ માટે લાચાર બનાવવા માગતી હતી, ‘કેવાં કેવાં પરિવર્તનો આવે છે ?’ બ્રિજ વિચારત હતા ‘નહિ તો વિશાખા આવી વાત કરે તેવી અધમ તો નહોતી જ.’

જીવનનું આ નવું રૂપ - બ્રિજને મુંઝવતું હતું. સામેના સાગર પરથી શીતળ પવન આ બાલ્કનીને સ્પર્શી રહ્યો હતો. બ્રિજનું શરીર પ્રસ્વેદથી લથબથ હતું - તેને થોડી રાહત થતી હતી. ક્યાંય સુધી તે સૃષ્ટિની લીલાને નિહાળતો રહ્યો. પળ ભર તો મૂળ સમસ્યાને પણ ભૂલી ગયો. વિશાખા પણ વિસરા ઈગઈ. અનંત આકાશ, અને સામે ઘુઘવતો સમુદ્ર, લાસ્ય અને રૌદ્રનું મિલન થતું હતું. અનંતતા અને લઘુતાનાં સામીપ્યમાં પણ વિરોધાભાસ નહોતો. સૃષ્ટિનું સંગીત એક તાલમાં મર્મર ધ્વનિથી વહેતું હતું. સૃષ્ટિના જાદુમાંથી જાગીને તે અંદર આવ્યો, નીરવ પગલે ગુપચૂપ - વિશાખાના ખંડ પાસે આવ્યો ખંડના દ્વાર ખુલ્લા જ હતા, સામેના ડબલ-બેડ પર વિશાખા સૂતી હતી, તેને વળગીને દક્ષિણા સૂતી હતી. નાઈટ-લેમ્પના આછા અખવાસમાં વિશાખાનો શાંત ચહેરો સ્પષ્ટ કળાતો હતો. કોઈ વિશિષ્ઠ ભાવો નહોતાં - બસ નિતાંત શાંતિ હતી, દક્ષિણા-એ જ રીતે સૂતી હતી, જેવી તે દુર્ગાના આશ્લેષમાં હોય.

બ્રિજમોહન ધીમા પગલે, પોતાના બેડરૂમમાં આવ્યા. પલંગની બાજુની ખુરસી પર બેસી ગયાં. નિંદ્રા તો આવે એ અશક્ય હતું. મન જરા સ્વસ્થ થાય, એ જરૂરી હતું. તેમને માતા યાદ આવી. પ્રભાએ કેવાં કેવાં કષ્ટોમાંથી માર્ગ શોધ્યા હતા ! પરિસ્થિતિ સાથે કેટલાં સમાધાનો કર્યા હતા ! ત્યારે તો તે લગભગ બોલી જ હતી, પ્રભાના સ્મરણે, બ્રિજને રાહત આપી, મનને થોડી શાતા આપી અને નવો વિશ્વાસ તેનાં શ્વાસોમાં વહેવા લાગ્યો.

મધરાત વહી જતી હતી. બ્રિજની મુંઝવણ હજુ એવી જ તીવ્ર હતી, તેને મામા યાદ આવ્યા, હરિબાબુ, કેવાં પ્રભાવશાળી હતા એ ? બ્રિજને યાદ હતું. હરિબાબુને ઈશ્વરમાં અણશ્રદ્ધા હતી, વિશ્વનાથના મંદિરે જવાનું તેમણે ક્યારેય ટાળ્યું નહોતું. છેલ્લી માંદગી સિવાય, કોઈ પણ ગહન પ્રશ્નોનાં ઉકેલ - તેમની પાસેથી સાંપડતા, એ બ્રિજનો જાત અનુભવ હતો. બ્રિજ તો સાવ નિકટ હતો. લગભગ પડછાયાની માફક જ તેઓની સાથે રહેતો હતો.

બ્રિજ ક્યારેય મામાને પૂછ્યો, ‘મામા - તમને દરેક પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આવડે છે ?’ તેને વિસ્મય થતું, સનાતન પણ મોટી મોટી સમસ્યાઓ રજૂ કરતો. હરિબાબુ શાંત ચિત્તે સાંભળતા, પછી થોડી ક્ષણો માટે આંખો મીંચીને ઊંડા વિચારોમાં પડી જતાં અને પછી તરત જ બોલવાનું શરૂં કરતા, બસ એ જ ઉકેલ રહેતો - ગમે તેવી કપરી સમસ્યાનો.

હરિબાબુએ બ્રિજને વ્હાલથી પંપાળીને ઉત્તર આપેલો, ‘બ્રિજ. હું જરા વાર માટે વિશ્વનાથનું ધ્યાન ધરું છું, તેનામાં તન્મય બની જાઉં છું અને મને જવાબ મળી જાય છે. હું જે કાંઈ બોલું છું - એ મારા વચનો થોડાં હોય છે ? એ તો મારો નાથ બોલાવે છે...’ બ્રિજને આ બધી વાત યાદ આવી. તેમને હસવું આવી ગયું. ‘અરે, કયા હરિબાબુ જેવું દિવ્ય વ્યક્તિત્વ - ક્યાં પોતે ? એ વિરાટ - અને એ કેટલો વામન...’ બ્રિજને હસવું આવી ગયું. આ ગંભીર સંજોગો વચ્ચે પણ, એક ઝબકારો સાનિધ્યમાં, બે હાથ જોડીને મસ્તક નમાવતો હતો, ભવ્ય શિવલિંગની સામે જોયા કરતો, શ્રદ્ધા કે અશ્રદ્ધા - એવું કશું જ નહોતું, એ સમયે, એક અનુસરણની ક્રિયા જ હતી.

લાવને, પ્રાર્થના કરું, વિશ્વનાથને સાક્ષાત કરું, સાચા દિલથી પ્રાર્થના કરું - ધ્યાન કરું, જોઉં - ભલે કશું સાંપડે કે ન સાંપડે, કશું નુકસાન તો નહોતું જ ! ખંડના એક ખૂણામાં આસન પથારીને બ્રિજ પલાઠી વાળીને ધ્યાનસ્થ થઈ ગયાં. આંખો મીંચી દીધી. ક્યારેય આવી ક્રિયા કરી નહોતી, એથી શરૂઆતમાં થોડી તકલીફ પડી, પછી તરત જ અનુકુલન મેળવી લીધું. વિશ્વનાથની છબી સ્મરણ પટ પર અંકાવા લાગી.

પહેલ ઝાંખી ઝાંખી અને પછી સાવ સ્પષ્ટ. કાળ સરવા લાગ્યો. પ્રારંભનાી થોડી ક્ષણો કપરી બની એ પછીની ક્ષણો - બ્રિજના આશ્ચર્ય વચ્ચે અદ્‌ભુત શાતાપ્રદ હતી. એક નવી અનુભૂતિ હતી બ્રિજ માટે. વર્ષો પહેલાં જે વિશ્વનાથના તેણે દર્શન કર્યા હતા - એ નાથ સાથે તાર જોડાવા લાગ્યો. તેણે ભવ્ય લિંગના દર્શન કર્યા. એ દિવ્ય વાતાવરણ ફરી સજીવન થયું. ચંદનના લેપથી આવૃત્ત નાથ જાણે સજીવન થયા. ઘંટારવ સંભળાવા લાગ્યા. સ્તવનોના પાઠ સંભળાવા લાગ્યા. હરિમામાનો પ્રચંડ સ્વર મસ્તિષ્કમાં ઘૂમવા લાગ્યો. અનેક ધૂપસળીઓ પ્રજ્વળવા લાગી. વિશ્વનાથના લિંગ પર ચંદન, જળ, પુષ્પ-ધૂપના અભિષેકો તવા લાગ્યા. અનેક દિપ- માળાઓ ભીંતરના ગર્ભદ્વારને પીળા શીતળ પ્રકાશથી અજવાળવા લાગી. એક દિવ્ય સૃષ્ટિ સજીવન થઈ. બસ, વિશ્વનાથ હતા, અને બ્રિજ હતો. હરિમામાનો સ્પર્શ પણ અનુભવાતો હતો. વિશ્વનાતનું સાનિધ્ય અનુભવાતું હતું. કેટલો સમય આમ વીત્યો - એનું ભાન બ્રિજને ક્યાં હતું ? સમાધિમાંથી જાગ્યો ત્યારે પ્રભાત ફૂટુ ફૂટુ થઈ રહ્યું હતું. તેને વિશ્વનાથની સ્મૃતિ થઈ, હરિમામા યાદ આવ્યા, અને એ પછી તરત જ દક્ષિણાને ગોદમાં લઈને સૂતેલી વિશાખા યાદ આવી. શું આ માતૃત્વ નહોતું ? બ્રિજથી બોલાઈ ગયું.

‘હા-આ માતૃત્વ જ હતું. દક્ષિણા અને વિશાખા વચ્ચે જે તાર હતો જે એકરૂપતા હતી, જે આત્મીયતા હતી - એ માતૃત્વ જ હતું,’ બ્રિજ વિચારવા લાગ્યા. ‘વિશ્વનાથ - આપણો નાથ છે, પિતા છે. જે સ્પર્શ હું ઘડી પહેલા પામ્યો. એ અદ્‌ભુત સામીપ્ય શું દક્ષિણા અને વિશાખા નહોતા અનુભવતા ? આ એ જ ભરતી હતી એ જ ઊર્મિ હતી બસ એ જ - એ જ...! બ્રિજ આશન પરથી ઊભા થઈ ગયા. તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા.’

બહારના ખંડમાં આવ્યા બે પળ વિશાખાના ખંડના દ્વાર પાસે અટક્યા, દક્ષિણા વિશાખા પ્રતિ એક અમી ભરી દૃષ્ટિ ફેંકી, બંને ભર ઊંઘમાં હતા.

બસ પછી તરત જ તેઓ પ્રાતઃ વિધિમાં પરોવાઈ ગયા. હોઠો પર હરિમામા બોલતા હતા એ સ્તવનો અનાયાસ આવી જતાહતા. બ્રિજ, બ્રિજ નહોતા રહ્યા, એક નવો જન્મ પામ્યા હોય એવું અનુભવી રહ્યા હતા. વિશ્વનાથ મંદિરની ઝાલકોનો મધુર ધ્વનિ હજુ પણ વાતાવરણમાં ખળભળતો હતો, ખળખળ વહેતા ઝરણાની માફક. દરમ્યાન વિશાખા જાગી ગઈ. દક્ષિણા તેને વળગીને સૂતી હતી. તેનો નિર્દોષગોરા મુખ પ્રતિ તે તાકી રહી.

કેવી મીઠડી લાગતી હતી ? જીવનનું આ એક અદ્‌ભુત રૂપ હતું - શૈશવ ! વિશાખાએ તેના ગોરા ગાલ પર એક ચૂમી ભરી, વિખરાયેલી કેશલતા પર વ્હાલથી હાથ પસવાર્યો.

બહારના ખંડમાં કાંઈક હલચલ થતી હતી. તેને બ્રિજની યાદ આવી. રાતભરમાં એવું કશું બન્યું ન હતું - જેવું તે ઈચ્છતી હતી. તેનું મન ધૃણાથી ભરાઈ ગયું. વસ્ત્રો જરાતરા સરખા કરી, વાળ સ્હેજ સંવારી તે બહારના ખંડમાં આવી. તેના પગલાં નિસ્તેજ હતાં - ચહેરા પર રોષ હતો.

ડ્રોઈંગ-રૂમમમાં, સોફા પર બ્રિજમોહન બેઠા હતા. તેમની સરાસર અવગણના કરતી, વિશાખા-સીધી ટોયલેટ પ્રતિ ચાલી ગઈ. બ્રિજમોહન ધીમા સ્વરે સ્તવન ગાઈ રહ્યા હતા. વિશાખાને વિસ્મય થયું કે આ વળી કયું નવું નાટક ચાલી રહ્યું હતુ.ં કાયરતાની પરિસીમા સર્જી ? થોડા સમય પછી, પ્રાતઃ વિધિમાંથી નિવૃત્ત થઈને તે બ્રિજ પાસેથી પસાર થઈ. બ્રિજનું સ્તવન અટકી ગયું.

‘વિશાખા -’ બ્રિજે ધીમા સાદે તેને બોલાવી.

વિશાખા અટકી - તેણે ભારે અણગમા સાથે બ્રિજ સામે જોયું. બ્રિજના ચહેરા પર શાન્ત ભાવ હતા, આછું સ્મિત હતું. વિશાખા ધીમા પગલે આવીને સામેના સોફા પર બેસી ગઈ. બ્રિજમાં થયેલો ફેરફાર - તેણે પણ નોંધ્યો.

‘વિશાખા - અત્યારે બ્રિજ સર તને શું કહેવા માગે છે’ બ્રિજ બોલ્યા, વિશાખા ચમકી ગઈ.

‘બ્રિજ સરની તું શિષ્યા હતી, ખરું ને ? બ્રિજ સર તારી પાસે ગુરુદક્ષિણા માગે છે, આપીશને વિશુ ?’ બ્રિજે વાતને દોહરાવી. બ્રિજના સ્વરમાં હવે વેદના પણ ભળી હતી.

‘શું બચ્યું છે મારી પાસે ? મને એકલવ્ય બનાવવા માગો છો કે શું ?’ વિશાખા બોલી ઊઠી, તેના ચહેરા પર કટુતા વ્યાપી ગઈ. ‘માગો...’ અંતે તે ચીસ પાડતી બોલી., ‘વિશાખા, ગુરુ-દક્ષિણામાં માગું છું કે પેલા કાયર, પાપી બ્રિજ સરને કાયમને માટે દફનાવી દે.’

‘દફનાવી દે એ પાત્રને, કાયમ માટે,’ બ્રિજ બોલ્યા. હવે ચમકવાનો વારો વિશાખાનો હતો.

એ બ્રિજ સર પાસે જ તે માતૃત્વની ભીખ માંગી રહી હતી, હવે એ બ્રિજ સરને મારી નાખવાની વાત હતી.

બસ, એ પછી શું બચતું હતું વિશાખા પાસે ?

આ તો નરી છળકપટની વાત હતી.

વિશાખા, ભીતર અને બહાર સળગી ગઈ તેનો દેહ કંપવા લાગ્યો. ‘વિશાખા, તારી પાસે ગુરુદક્ષઇણાની ભિક્ષા માંગું છું. આપી દે, વિશુ’ બ્રિજના સ્વરમાં આદ્રતા હતી. આંખોમાં આંસુ હતા.

વિશાખાનું સ્ત્રી-હૃદય પીગળી ગયું. ‘મને સ્વીકાર્ય છે - આ ક્ષણે જ બ્રિજસરને મુક્ત કરું છું., બસ હવે હું પણ આ ક્ષણથી મુક્ત છું...!’

વિશાખા ઊભી થઈ અને ઝડપભેર ચાલવા લાગી. ઊભી રહે. વિશાખા, બડેભૈયા - તને ખાલી હાથે નહિ જવા દે ! બ્રિજમોહન ઊભા થઈ ગયા, ‘તને સુખી જોવા તો હું અહીં આવ્યો છું...’

‘વિશાખા - હું તને માતૃત્વ પ્રદાન કરું છું. તેં મને એક દક્ષિણા આપી, હું તને મારી દક્ષિણા આપું છું. મારી પુત્રી દક્ષિણા આપું છું. તેની મા બની રહેજે તું જનેતા નથી, એથી શો ફર્ક પ ડે છે ! તને માતૃત્વ આપું છું ખુશી આપું છું. તું અને જય, સુખી રહો તારાં ચહેરા પર દુઃખની એક પણ રેખા-મારાથી જોઈ શકાય તેમ નથી. દુર્ગા ભોળી અને ઉદાર છે, તારાં પર અનહદ લાગણી છે તે માની જશે - જરૂર માની જશે વિશાખા...!’

છેલ્લાં વાક્યો બોલતા-બ્રિજમોહન ગળગળા થઈ ગયા. વિશાખા અવાક બની ગઈ. બડેભૈયા તેને માતૃત્વ અર્પી રહ્યા હતા જે તે ઝંખતી હતી.

વિશાખા તરત જ દોડી આવી. ‘ઓહ ! બડેભૈયા’ બોલતી આવીને તે બ્રિજમોહનના ચરણોમાં ઢળી પડી તે રડી રહી હતી, ધોધમાર રડી પડી હતી - એ આનંદના સાગરમાં ડૂબી ગઈ હતી એક નવી અનુભૂતિ હતી.

બ્રિજમોહને-વિશાખાના મસ્તક પર હાથ મૂક્યો હતો. બ્રિજમોહનને વિશ્વનાથના મંદિરની ઝાલર રણઝણતી હોય એવું અનુભવાતું હતું.

સમાપ્ત