નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર
email id – brgokani@gmail.com
બંગલો નં.313ભાગ : 6
વિષય : નવલકથા
પ્રકરણ : 11 ડો. પારેખનું મનોમંથન
પ્રકરણ : 12 પેરિસમાં હનિમુન
પ્રકરણ : 11
ડો. પારેખનું મનોમંથન
પ્રસંગ બાદ ડો.મહેતાના રૂમમા જઇ તેના ફોટા પાસે જઇ ડો.પારેખ ગળગળા બની ગયા.આંખમા આંસુ સાથે ફોટા સામે જોઇને બોલ્યા”મારી પહેલા જતો રહ્યો ને??? વિશ્વાસઘાતી....મારી સાથે જીવનભરનો સાથ ન નિભાવી શક્યો ને??? તારી ખુબ જ યાદ આવે છે.ઘરમા આવા મંગલકારી પ્રસંગે તારી ગેરહાજરી ખુબ જ સાલતી હતી.પળે પળે એવુ લાગતુ હતુ કે ક્યાંકથી તુ દોડતો આવીને મને કોઇ કામ શોંપીશ.પરંતુ એકાએક તારી ગેરહાજરી ની યાદ આવતા આંખ ભીની બની જતી હતી. હવે અહીંની બધી જવાબદારી પૂરી થઇ ગઇ છે.મને પણ તારી પાસે હવે બોલાવી લે અને તારી સાથેની મિત્રતાની એક આ ફરજ તો પુર્ણ કર.......” આટલુ જ બોલતા ડો.પારેખ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.ક્યાંય સુધી એકલા બેસી રડતા જ રહ્યા. હર્ષલકાકાએ આવીને ડો.પારેખને પાણી આપી શાંત કર્યા.હર્ષલકાકા પાણી આપીને ડો.મહેતાને ભેટી પડ્યા અને કહ્યુ “દીકરા,બસ કર હવે.શાંત થઇ જા.નિસર્ગની યાદ બધાને આવે જ છે.આવા ખુશીના પ્રસંગે બધાની આંખના ખુણા ભીના જ હતા.ગમે તેટલી કોશિશ કરીયે પણ નિસર્ગને તો ભુલી શકાય તેમ જ નથી.પરંતુ દીકરા રડવાથી કંઇ થતુ નથી.હવે થોડો કઠણ થા. નિસર્ગ તથા વિશ્વા ઉપરથી બધુ જોઇ જ રહ્યા હશે.તેમના આર્શિવાદ તેમના સંતાનો પર વરસી જ રહ્યા છે.પ્રભુની ઇચ્છા સામે આપણું કશુ ચાલતુ જ નથી.સંતાનોના આ પ્રસંગને માણવાનુ નિસર્ગ દીકરાના નસીબમા નહી હોય.તુ હવે રડીને તેની આત્માને દુ:ખ ના પહોચવા દે.તારે જ હવે આ સંતાનોના વડિલ બની બધાને સંભાળવાના છે.ચાલ હવે નીચે આવ બધા તારી રાહ જોવે છે. “ઓ.કે કાકા,ચાલો” ડો.પારેખે કહ્યુ. નીચે ડો.પારેખના પત્ની દિવ્યાબહેન તથા વૈદિક તથા દિપીકાને જવા માટેની તૈયારી કરાવતા હતા.પાર્થવી તથા વિશાલ હનિમુન માટે નિકળી ગયા હતા.હેતલ અને દિપેન પણ કલકતા જતા રહ્યા હતા.ઋતુ અને ગીતા પોતાના એક વર્ષના હનિમુન આટે તૈયારી માટે મુંબઇ ગયા હતા. ડો.પારેખ નીચે ઉતર્યા ત્યારે દિવ્યાબહેને કહ્યુ કે પાર્થવીનો કોલ આવ્યો હતો કે તેઓ શિમલા પહોચી ગયા છે.બીજે દિવસે વૈદિક અને દિપાલી પણ હનીમુન માટે પેરીસ નીકળી ગયા.પારેખ અંકલ અને દિવ્યા આન્ટી તેમને એરપોર્ટ છોડીને ઘરે આવે છે ત્યારે ઘર ખાલી લાગે છે ડો.પારેખ તથા દિવ્યાબહેન ડો.મહેતાના ઘરે આવે છે ત્યારે સુનકાર તેમને ઘેરી લે છે.ડો.પારેખ સોફા પર ફસડાઇ પડે છે.દિવ્યાબહેન બાજુમાં બેસીને કહે છે, “ દિવ્યેશ ઉદાસ શેના થાવ છો? તમે તમારો મિત્રધર્મ સારી રીતે નિભાવી દીધો છે.ચારેય સંતાનોને સારા ઠેકાણા મળી ગયા છે” “હા દિવ્યા પણ નિસર્ગે જે આપણા માટે કર્યુ છે.તેની સામે આપણે તો કંઇ પણ કર્યુ નથી.નિસર્ગે તો આપણા માટે ભગવાન સમાન છે.આપણા એ દિવસો કયારેય ભુલાય એમ નથી જયારે આપણે લવમેરેજ કર્યા ત્યારે અમદાવાદમાં આપણા બંન્નેના સગા-સંબંધીઓએ સંબંધ કાપી નાખ્યો હતો.નાત-જાતના ભેદભાવને માનવાવાળા આપણા સગા-સંબંધીઓ મારી બ્રાહ્મણ તથા તારી વાળંદ જ્ઞાતિના લગ્નને સાખી ન શકતા આપણે વડોદરા જેવા અજાણ્યા શહેરમાં આવી ગયા હતા.આ અજાણ્યા શહેરમાં આવી ગયા હતા.આ અજાણ્યા શહેરમાં હોટેલમાં રહેતા આપણે જયારે ફરવા નીકળ્યા ત્યારે ઓચિંતા એ ઘટના ઘટી હતી.” “હા દિવ્યેશ એ ઘટનાને કેવી રીતે ભુલી શકાય 5મી ઓગ્સ્ટ 1985 નો એ દિવસ આપણે જયારે ફરવા નીકળ્યા હતા ત્યાં એકાએક.................................... “અરેરે, કોઇ કચડાઇ ગયુ” ટોળામાંથી કોઇક બોલ્યુ.ઘડીવારમાં તો મોટી ભીડ એકઠી થઇ ગઇ. “મદદ કરો મારા પતિને પહેલા ટ્ર્કે કચડી નાખ્યા” મે કહ્યુ ત્યારે ત્યા રહેલા લોકો તમને ડો.મહેતાના કિલનિક પર લઇ ગયા.બે ત્રણ ત્યકિતઓ પોતાના વાહન લઇને કિલનિક પર સાથે આવ્યા.મારી આઁખમાં તો આંસુ રોકાતા જ ન હતા. ડો.મહેતા એ તુરન્ત જ તમને દાખલ કરી લીધાને એક પણ સેકન્ડ બગાડયા વિના તમારી સર્જરી કરી.ડો.મહેતાએ દિવસ-રાત જોયા વગર તમારી સારવાર કરી.પુરા ત્રણ મહિના તમે કિલનિકમાં દાખલ હતા.ત્યાં સુધી રહેવાની જમવાની મારી પુરી સગવડ ડો.મહેતાએ પોતાના ઘર પર કરી આપી હતી”
“હા,દિવ્યા સારવાર બાદ જ્યારે નિસર્ગે જાણ્યુ કે મારી પાસે એમ.ડી.ની ડી.ગ્રી. છે ત્યારે તેને પોતાની કિલનિકમાં જ તેના પાર્ટનર તરીકે મને ચાન્સ આપ્યો”દિવ્યેશ પારેખે કહ્યુ
“દિવ્યેશ એ આખી વાત જ્યારે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે ઇશ્વરે આવા દેવદુત જેવા માણસોને લોકોના ઉધ્ધાર માટે ઘડયા છે” દિવ્યાબહેને કહ્યુ “ડો.મહેતાએ આપણા પરિવારને પણ અંગત રસ લઇને મનમેળ કરાવ્યો અને જયારે તેમને ખબર પડી કે આપણને કોઇ સંતાન થઇ શકે તેમ નથી ત્યારે ઋતુને આપણે સોંપી દેવા કહ્યુ હતુ.પરંતુ આપણે જ તેને એમ કહીને ના પાડી હતી કે તેમના સંતાન એ આપણા સંતાન છે.નિસર્ગનુ વ્યક્તિવ જ એવુ હતુ કે ભૂલી શકાય તેમ નથી.” ડો. દિવ્યેશે કહ્યુ. “તેઓએ પોતાના તમામ ગુણોને તેમના ચારેય સંતાનોમા રોપી દીધા છે જે આપણે જોઇ શકીએ છીએ.” દિવ્યાબહેને કહ્યુ. “નિસર્ગના બધા જ સંતાનો તેમના જેવા જ સદગુણી અને પરોપકારી છે.” ડો. દિવ્યેશે કહ્યુ. આજે આપણે જે કંઇ છીએ તે તમારા મિત્રને જ આભારી છીએ.નહી તો આ અજાણ્યા શહેરમા આપણુ શું અસ્તિત્વ હોત???આજે તેમના સંતાનો આપણા નિ:સંતાનપણાની કમી પૂરી કરી રહ્યા છે” દિવ્યાબહેન બોલ્યા. “તેમના ચારેય સંતાનોને હિસાબે આપણે ક્યારેય આપણા નિ:સંતાનપણાનો એહસાસ પણ થતો નથી” ડો. દિવ્યેશે કહ્યુ.
પ્રકરણ : 12
પેરિસમાં હનિમુન
પેરિસ મા:-
વૈદિક અને દિપીકા પેરિસ પહોંચી ગયા.પેરિસ એરપોર્ટ પર પહોચીને હોટલ પર ગયા.ડો.પારેખે તેમના માટે એફિલ ટાવર નજીક સારામા સારી હોટેલ બુક ક રાવી હતી. વૈદિક અને દિપીકા કોલેજકાળથી એક્બીજાના ગાઢ પ્રેમમા હતા.તેઓ બન્નેનો પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ ન હતુ,પરંતુ બન્ને વચ્ચેનો પ્રેમ સાચો અને પવિત્ર હતો. બન્ને એક્બીજાને ખુબ ચાહતા હતા.બન્નેને એક્બીજા વિના એક પળ પણ ચાલતુ ન હતુ.છતા પણ ક્યારેય તેઓએ મર્યાદાની હદ વટાવી ન હતી.બન્નેએ પોતાનુ પ્રથમ મિલન એટલે કે સુહાગરાત પેરિસમા મનાવવાનુ નક્કિ કર્યુ હતુ.પેરિસ એક રોમેંટિક શહેર તરિકે જાણીતુ હતુ આથી તેઓએ હનિમુન અને સુહાગરાત માટે આ સ્થળ પસંદ કર્યુ હતુ. પેરિસ પહોચીને તેઓ બન્ને ખુબ ખુશ હતા.આજે તેઓ માત્ર પ્રેમી જ નહી પણ આજથી બન્ને જીવનસાથી હતા.બંન્ને થોડા દિવસ એકબીજાના સાથમાં ગુજારવાનુ નક્કિ કર્યું.પરંતુ શહેરના આકર્ષણના લીધે તેઓ બે દિવસ બાદ જ શહેર ફરવા માટે નીકળી પડયા. વૈદિક પોતાના માતા-પિતા સાથે અહીં આવી ચુક્યો હતો.આથી તેને શહેર વિશે ઘણી માહિતી હતી.વળી તેને જુદી જુદી ભાષાઓ શીખવાનો શોખ હતો.આથી તેણે ફ્રેન્ચ ભાષા પણ શીખી હતી.તેથી તેના માટે પેરિસમાં ફરવુ અઘરુ ન હતુ. તેઓની હોટેલ એફિલ ટાવરથી નજદીક જ હતી.આથી તેમણે સૌ પ્રથમ એફિલ ટાવરની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ.હોટેલમાંથી સવારે નાસ્તો લઇને તેઓ મેટ્રોમાં નીકળ્યા.થોડી જ સેકન્ડમાં તેઓ એફિલ ટાવર પહોંચી ગયા.એફિલ ટાવરની ભવ્યતા જોઇને બંન્ને મંત્રમુગ્ધ બની ગયા.ઘડીવાર સુધી તો તેઓ એકબીજાનો હાથ પકડીને એકીટશે એફિલ ટાવર સામે જોતા રહ્યા. એફિલ ટાવર પાસે અનેક લોકો એકઠા થયા હતા.બધા પ્રવાસીઓ ટાવરની સુંદરતામાં ખોવાયેલા હતા.વૈદિક અને દિપીકાએ એફિલ ટાવરના અનેક ફોટા પાડીને પોતાના મિત્રોને સેન્ડ કરી દીધા.બંન્ને એકબીજા સાથે પણ એફિલ ટાવર નજીક ફોટોગ્રાફ પડાવી લીધા.ત્યારબાદ તેઓ એફિલ ટાવરની સફરે ગયા. એફિલ ટાવરની ચારેય બાજુ એક એક લિફટ સુવિધા હતી.જેમાં બેસીને ઉપર તરફ જઇ શકાય.ચારેય તરફ મોટી મોટી લાઇન હતી.પરંતુ બધા શિસ્તબધ્ધ રીતે લાઇનમાં આગળ વધતા હતા.વૈદિક તથા દિપિકા લાઇનમાં અડધો કલાક ઉભા રહ્યા ત્યારે તેમનો વારો આવ્યો.લિફટમાં ઉપર જઇને પેરિસ શહેરને જોવાનો રોમાંચ કંઇક અનેરો જ હતો.બંન્નેએ મન ભરીને શહેરની સુંદરતા માણી.બીજા માળેથી તેઓ ત્રીજા માળે ગયા.જયાથી આખા શહેરના દર્શન કરી શકાતા હતા.તેઓએ ઉંચાઇથી આખા પેરિસ શહેરને જોયુ.તેઓ મન ભરીને જોતા જ રહ્યા જોતા જ રહ્યા અને સમયનુ કાંઇ ભાન જ ન રહ્યુ. પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા ત્યારે ખબર પડી કે બપોર થઇ ચુકી છે.તે દિવસનુ વાતાવરણ પણ ખુશનુમા હતુ.આથી શહેર ખુબ જ સુંદર લાગતુ હતુ.તેઓને પેરિસની સૌદર્યતા માણતા મન ધરાતુ જ ન હતુ.ઉંચાઇએથી પણ શહેરના અસંખ્ય ફોટા પાડયા.કકડીને ભુખ લાગી ત્યારે તેઓ એ એફિલ ટાવરના પહેલે માળે આવેલી રેસ્ટોરન્ટમાં લંચ લીધુ અને ત્યાં જ મીની થિયેટરમાં એફિલ ટાવર વિશેનો શો દેખાડવામાં આવતો હતો.તે શો જોયો.સાંજ ઢળવા આવી ત્યારે તેઓ નીચે ઉતર્યા.એફિલ ટાવરની ફરતે સુંદર મજાનો બગીચો અને હરિયાળી હતી.તેમાં તેઓ ક્યાંય સુધી ફર્યા પછી તેઓ ટાવર સામે બેસીને તે સુંદર ટાવરને જોતા રહ્યા. તેઓ ભારતથી ઘણા દુર હતા.વૈદિકને ઘરના બધાની ખુબ જ યાદ આવી ગઇ.આથી તેણે બધાને ફોટા મોકલાવીને એફિલ ટાવરની સુંદરતા વિશે વાત કરી.દિપિકાએ પણ પોતાના માતા-પિતા તથા ભાઇ-બહેનને ફોટા મોકલાવી વાતો કરી. સાંજ ઢળવા લાગી ત્યારે તેઓ ઉભા થયા.એફિલ ટાવરને બાય બાય કહીને બંન્ને પ્રેમી પંખીડા સીન નદીની સફર કરવા નીકળી ગયા.પેરિસની સીન નદી શહેરની વચ્ચેથી પસાર થતી હતી.સીન નદીમાં બોટમાં બેસીને તેને શહેરને નીચેથી જોયુ.પેરિસ શહેર ખુબ જ સુંદર અને સ્વચ્છ શહેર છે.બોટમાં સફર કરતા કરતા શહેરની સુંદરતાને તેઓ માણતા રહ્યા.અંધારુ ઢળવા લાગ્યુ ત્યાં સુધી તેઓએ બોટની સફર કરીને તેઓ રોમાંચ અને ઉત્સાહ સાથે તેઓ હોટેલમાં પાછા ફર્યા.
હોટેલમા આવી તેઓ ખુબ જ ખુશ હતા.વૈદિકે બધાને ફોન કરી વાતો કરી દિપીકાએ પણ બધા સાથે વાત કરી.રાત્રે ડિનર લઇ તેઓ સુઇ ગયા. બીજે દિવસે તેઓ પેરિસનો ભવ્ય ઓપેરા શો જોવા ગયા.ઓપેરા થિયેટરની ભવ્યતા અને સુંદર નક્શીકામ જોઇ બન્ને મંત્રમુગ્ધ બની ગયા.દુનિયાનુ સૌથી મોટુ સંગીત થિયેટર જોઇ તેઓનુ હૈયુ નાચવા લાગ્યુ. ઓપેરામા જેવો સુંદર સંગીત શો હતો તેનાથી પણ વિશેષ થિયેટરનુ નક્શીકામ હતુ.સંગીત શો ખરેખર ખુબ જ સુંદર હતો.તેના સંસ્મરણો હમેશાને માટે તેના હ્રદય પર છવાઇ ગયા.આજે પણ તેઓ સીન નદીમા સફરે નીકળી ગયા.
પેરિસમા આવીને હજુ ચાર જ દિવસ થયા હતા છતા પણ જાણે વર્ષોથી બન્ને સાથે અહી હોય તેવો એહસાસ તેઓને થતો હતો.
To Be Continued………