Bungalow No. 313 - Part-5 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | બંગલા નં ૩૧૩-ભાગ-૫

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બંગલા નં ૩૧૩-ભાગ-૫

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id – brgokani@gmail.com

બંગલો નં.313ભાગ : 5

વિષય : નવલકથા

પ્રકરણ : 9 અંકલની ગિફટ

પ્રકરણ : 10 લગ્ન

પ્રકરણ : 9

અંકલની ગિફટ

થોડા દિવસ બાદ ચારેય કપલ વડોદરામાં ડો.મહેતાના ઘરે એકઠા થયા.ડો.પારેખે તેમને બધાને બોલાવ્યા હતા.ડો.પારેખ તેમને લગ્નની ભેટ માટે તેઓનુ હનીમુન સ્પોનશર કરવા માગતા હતા.આથી બધાને એકઠા કર્યા.ખુબ આગ્રહપુર્વક અને પ્રેમથી ગિફટ આપવાનુ કહ્યુ ત્યારે બધા એકઠા થયા હતા.ડિનર બાદ બધા હોલમાં બેઠા હતા.

“અંકલ, આ બહુ મોટી ગિફટ કહેવાય આવડી મોટી ગિફટ ના હોય.પ્લીઝ અંકલ બહુ આગ્રહ ન કરો હવે.” વિશાલે વેબ કેમેરામાંથી લંડનથી કહ્યુ “મારે કયા સંતાન છે જે કંઇ છે તે તમે જ બધા છો.તમારા જીવનના આવડા મોટા યાદગાર પ્રસંગે હુ તમને કંઇક યાદગાર ભેટ આપવા માંગુ છુ મને ના ન કહેશો” પારેખ અંકલે કહ્યુ

“પરંતુ અંકલ આટલી મોંઘી ભેટ જરૂરી જ છે?” દિપીકાએ કહ્યુ “દીકરી પ્લીઝ,હવે તમારે મારી ભેટ લેવાની જ છે તે ગમે તેટલી સસ્તી હોય કે મોઘી.તમે બધા તમારા હનીમુન માટેના મનપસંદ સ્થળ જણાવી દો એટલે હુ ટિકિટ બુક કરાવી દઉ” પારેખ અંકલે કહ્યુ “ઓ.કે. અંકલ તમે આટલો આગ્રહ કરો છો તો અમે ના નહિ પાડીએ” વૈદિકે કહ્યુ “પરંતુ તમારા માટે મારી એક શરત એ છે કે તમારે તમારા મનપસંદ સ્થળ વિશે જણાવવાનુ છે.તેમા કોઇ જાતની કંજુસાઇ ન કરતા નહિતર મને દુ:ખ થશે” પારેખ અંકલે કહ્યુ “ઓ.કે. અંકલ તમારા પ્રેમ ખાતર અમે કોઇ જાતની કંજુસાઇ નહિ કરીએ” હેતલે કહ્યુ “ચાલો જલ્દી જલ્દી સ્થળ જણાવો અને મારી ઇચ્છા મુજબ ઓછામાં ઓછા પંદર દિવસ તો રોકાજો.કારણ કે આ દિવસો ફરીથી નહિ આવે.તમારી સૌ સૌની અનુકુળતા મુજબના દિવસ અને તારીખ કહો આથી હુ ટિકિટ,હોટેલ અને ત્યાંથી ફરવાના સાધનની સગવડ કરી આપુ” પારેખ અંકલે કહ્યુ “અંકલ યુ આર સો સ્વીટ “ પાર્થવીએ કહ્યુ ત્યારે વિશાલે પણ વેબકેમેરામાંથી આઁખની મિચકારી મારીને હામી પુરાવી.

“અંકલ મે તથા હેતલે નક્કી કર્યુ હતુ કે મમ્મીની તબિયત સારી નથી તો હનિમુન પર ન જવું પરંતુ ઘરના બધાનો બહુ આગ્રહ છે.આથી અમે કલકત્તામાં જ આસપાસના સ્થળે જઇશુ અમારુ બહુ દુર જવુ નથી” હેતલે કહ્યુ “હા, અંકલ અમારે બહુ દુર જવુ નથી.”દિપેને કહ્યુ. “વેલ હેતલ તથા દિપેન માટે કલકતાની ટુર ફિકસ તારીખ કે સમય કંઇ નક્કી છે?” અંકલે પુછ્યુ “હા,અંકલ લગ્ન પછી ત્રીજા દિવસે બધી વિધીપૂર્ણ થયા બાદ પપ્પાએ નીકળવાનુ કહ્યુ છે આથી અમે 24મી જુલાઇએ નીકળીશુ અને દસ દિવસ બાદ 5મી ઓગ્ષ્ટે પાછા આવીશું.7મી ઓગ્ષ્ટે મમ્મીનો જન્મદિવસ છે આથી અમે 5મી તારીખે પાછા આવી જઇશુ.” હેતલે વિગતવાર કહ્યુ “ સરસ દીકરા તમારી બંન્નેની કલકત્તાની ટુર માટેની 24મી જુલાઇથી 5મી ઓગ્સ્ટ સુધીની ટિકિટ કઢાવી આપુ છુ” અંકલે કહ્યુ “હેલો એવરીબડી સોરી મારે કલાસ છે આથી હુ મારી વાત કહી દઉ પછી મારે નીકળવાનુ છે.” વિશાલે વેબ કેમેરામાંથી કહ્યુ “શ્યોર બેટા તુ તારો પ્લાન પહેલા જણાવી દે” “મેં અને પાર્થવીએ નક્કી કર્યુ છે કે હનીમુન માટે એવુ સ્થળ પસંદ કરીએ જેમાં અમને રસ હોય જેથી હનીમુન દિવસો વિશેષ યાદગાર બની જાય.વ્યવહારિક રીતે જોઇએ તો હનીમુન માટે રોમેંન્ટીક સ્થળ પસંદ કરવાનુ હોય એક એવુ સ્થળ જયાં બે વ્યકિતઓ એવી રીતે જોડાઇ જાય કે જીંદગીભર અલગ ન પડે.હનીમુનના સ્થળે કામ ધંધો, ચિંતા બધુ છોડીને જવાનુ હોય છે.પરંતુ મારા મતે વ્યકિતને જે વસ્તુમાં વિશેષ રસ હોય તે જ મળી રહે તો મનુષ્યને અનેરો આનંદ મળી જાય છે.હુ અને પાર્થવી મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ છીએ.અમે અમારા વિદ્યાર્થીઓને પારંપરિક રીતે એલોપેથી શિખવાડીએ છીએ.એમાં થોડુ પરિવર્તન લાવવા માગીએ છીએ.ભારતનુ પ્રાચીનજ્ઞાન આયુર્વેદ વિશે જાણવા માંગીએ છીએ અને બંન્ને પધ્ધતિમાં રહેલી સામ્યતા અને ભિન્નતા જેવા મુદા સમજીને વિદ્યાર્થીઓને પણ પરિચય આપવા માંગીએ છીએ અને આ બધી માહિતી અમે હિમાલયની ખુશનુમાં તળેટી પરથી જ મેળવી શકીએ છીએ.આથી અમે બંન્ને હિમાલય જવા માંગીએ છીએ અને ત્યાંથી જ પાછા લંડન નીકળી જઇશું.અમે અહીંથી લગ્નના બીજે દિવસે એટલે 22મી જુલાઇના રાતે જ નીકળી જઇશું અને એક મહિનો ત્યાં રોકાઇને 25મી ઓગ્સ્ટે ત્યાંથી લંડન નીકળી જઇશું” વિશાલે પોતાની વાત કરી

“બેટા તારી વાત સાચી છે.પરંતુ હુ એક સલાહ આપવા માંગુ છુ કે હનીમુન એ લગ્ન જીવનનો ખુબ અગત્યનો હિસ્સો છે.એ સમયને ખુબ જ આનંદપૂર્વક માણવાનો હોય છે માટે તેના માટે ખુબ જ રોમેન્ટિક તથા આહલાદક સ્થળ પસંદ કરાય.આપણા રસ તથા શોખ પુરા કરવા માટે તો આખી જીંદગી પડી છે.તેના માટે કાંઇ આવો સુંદર સમય વેડફાઇ નહી.” અંકલે સલાહ આપી “અંકલ તમે સાચુ જ કહો છો.પરંતુ માણસને જે વસ્તુનો શોખ હોય તેમાં જ તેને વિશેષ આનંદ આવે છે.આનંદ સાથે વિતાવેલી તમામ પળો જીવનભરનુ સંભારણુ બની રહે છે.”પાર્થવીએ કહ્યુ

“ઓ.કે.બેટા તમારા બંન્નેની એ જ ઇચ્છા છે તો હું હવે તમારી હિમાલયની ટિકિટ બુક કરાવી આપુ છું.” “થેન્ક્યુ વેરી મચ અંકલ હવે નીકળુ છુ.કલાસમાં બધા વેઇટ કરતા હશે.લવ યુ ઓલ.હુ દસ જ દિવસમાં ત્યાં આવુ છુ ત્યારે બધાને મળીશ.બાય અંકલ એન્ડ ગુડનાઇટ એવરીબડી” વિશાલે કહ્યુ “બાય વિશાલ” બધાએ એકસાથે કહ્યુ પાર્થવીએ ફલાઇગ કિસ આપ્યુ સામે વિશાલે સ્માઇલ આપી અને કેમેરો બંધ કર્યો.આથી પાર્થવીએ પણ વેબકેમેરો બંધ કરીને લેપટોપને શટડાઉન કર્યુ. “વૈદિક તુ તો હવે કહે તમારા બંન્નેનો શો પ્લાન છે?” પારેખ અંકલે પુછયુ.“અંકલ,તમે એક ડોક્ટર છો આથી તમને તો ખબર જ છે કે ડોક્ટરની લાઇફ એટલે જંગમા ગયેલા સૈનિક જેવી હરહંમેશ તૈયાર જ રહેવાનુ.આથી મે અને દિપીકાએ નક્કિ કર્યુ છે કે જીવનની શરૂઆત કરતા પહેલા થોડા દિવસ રોમેન્ટીક અને હળવા થઇને ગુજારીએ.આથી અમે પેરિસ જવાનુ નક્કિ કર્યુ છે.ધ મોસ્ટ રોમેંટિક પ્લેસ ઇન ધ વર્લ્ડ.તારીખ અને સમય તમે નક્કિ કરી આપો.” વૈદિકે કહ્યુ.“બેટા તને છુટ જ છે.હુ ક્લિનિક સંભાળી લઇશ.જેટલો સમય જવુ હોય્ એટલો સમય તમે જઇ શકો છો.છ મહિનાની ટિકિટ બુક કરાવી આપુ?” પારેખ અંકલે હસતા હસતા કહ્યુ.“ના ના અંકલ,કોઇ પણ વસ્તુનો અતિરેક સારો નહી છ મહિના નહી દિપીકા એક મહિનો ઠીક રહેશેને?” વૈદિકે કહ્યુ.

“હા વૈદિક,એક મહિનો ઠીક રહેશે.હનીમુન એક જ વખત મનાવવા જવાય એવુ થોડુ છે આપણે તો દર વષે હનીમુન પર જઇશુ” દિપીકા એ જવાબ આપ્યો.“ અરે વાહ ભાભી એકદમ સાચી વાત કરી આ નાનકડી ક જીંદગીનો શો ભરોસો કયારે દગો દઇ દે કોને ખબર છે? તેના કરતા એકબીજાની સાથે ભરપુર સમય વિતાવીને જીંદગીને પુરેપુરી માણી લેવી જોઇએ” હેતલે કહ્યુ “હેતલ ખુબ જ સરસ તો દર વર્ષે તમારા બધા હનીમુન પેકેજની ગિફટ મારા તરફથી જ ફિક્સ.”પારેખ અંકલે કહ્યુ અંકલની વાત સાંભળીને બધા ખડખડાટ હસી પડયા

“એમા શું વાંધો છે આખરે તમે મારા જ સંતાનો છો”

“રાઇટ અંકલ સંતાનો તો ખરા એનો મતલબ એમ નહી કે સાવ પિતાજીનો ફાયદો ઉઠાવ્યા કરવો” વૈદિકે કહ્યુ

“ઓ.કે. બાબા તે બધુ પછી જોઇ લઇશુ અત્યારે તમારા બન્નેની પણ ૨૨ જુલાઇ થી ટિકિટ બુક કરાવી આપુ છુ.” પારેખ અંકલે કહ્યુ.“ઋતુ બેટા હવે તમે બન્ને જ બાકી છો.બોલો તમારી ચોઇસ શું છે?” પારેખ અંકલે પુછ્યુ.“અંકલ અમારા વિચાર પણ પાર્થવી દીદી સાથે મળતા આવે છે.આપણા શોખની જગ્યાએ જઇએ તો એ પ્રવાસ યાદગાર બની રહે.આથી ઋતુને ફોટોગ્રાફી અને મને પ્રવાસવર્ણન લેખનનો શોખ છે માટે અમારે આખા ભારતની સફર કરાવે છે.આથી આખા ભારતની સફર માટે અમે બન્ને એક વર્ષ માટે હનીમુન પર જવા માંગીએ છીએ.” ગીતાએ કહ્યુ.“એક વર્ષ??? Wow great” હેતલે આશ્ચર્ય સાથે કહ્યુ.“ હા એક વર્ષ અમે સાથે રહીને ભારતની અજાયબી જાણીશુ અને માણીશુ.અને અમારા જીવનનો સૌથી યાદગાર પ્રવાસ બનાવી દઇશુ.” ઋતુએ જવાબ આપ્યો.

“પ્રવાસ અને અજાયબી માણવામા ક્યાંય હનિમુનને ભુલી ન જતા બન્ને...” હેતલે કોમેંટ કરી.“ચુપ થા ઢેફલી.....” ઋતુએ મજાકમા કહ્યુ.“ભાઇ હવે તો મને ઢેફલી ન કહો.” હેતલે છણકો કર્યો.“ઓ.કે. , ઓ.કે. તમે ભાઇ-બહેન હવે મજાક બંધ કરો.ઋતુ મારી પણ તમને એ જ સલાહ છે કે આ રોમેન્ટીક પળો ને માણવાનો સમય છે.લાંબા પ્રવાસમા એ સમય વેડફી દેવો ન જોઇએ.કામ કરવા માટે ઘણો સમય પડ્યો છે આપણી પાસે પણ તમે જો નક્કિ કરી લીધુ હોય તો ક્યારે નીકળશો? કઇ રીતે જવાનુ છે? જરાક વિગતે જણાવો” પારેખ અંકલે કહ્યુ.“પરંતુ અંકલ એ પહેલા હુ તમને સ્પષ્ટા કરવા માંગુ છુ કે આટલો બધો ખર્ચ અમે તમારા પર નાખવા માંગતા નથી........ગીતા હજુ બોલતી જ હતી ત્યાં વચ્ચેથી અટકાવી પારેખ અંકલ બોલ્યા. “જો બેટા,મે પહેલા જ કહ્યુ હતુ કે તમે મારા જ સંતાનો છો.હવે કોઇએ ખર્ચા બાબતે વાત કરી તો મને એમ જ લાગશે કે તમે મને પોતાનો ગણતા જ નથી” પારેખ અંકલે કહ્યુ. “સોરી અંકલ આખા ઇન્ડિયાની ટુર છે એથી કહ્યુ વી આર સોરી હવે નહિ કહીએ” ઋતુએ કહ્યુ “બેટા ઓ.કે. હવે માફી માંગવાની જરૂર નથી.મને તારીખ, સ્થળ કહો તો હુ ટિકિટ બુક કરાવી આપુ” પારેખ અંકલે કહ્યુ “અંકલ અમારે લાંબા ટુર પર જવાનુ છે.આથી લગ્ન બાદ એકાદ મહિનો તૈયારી કરીને 24મી ઓગ્સ્ટે નીકળવા માંગીએ છીએ.એક પછી એક સ્થળ માટે પ્રોપર નકશો બનાવીને સ્થળ નક્કી કરી જણાવીશું” ઋતુએ કહ્યુ “શ્યોર બેટા પરંતુ જલ્દી કરજો.નકશો તૈયાર કરીને લગ્ન પહેલા જ આપી દેજો જેથી ટિકિટ બુકિગ માટે સરળતા રહે” અંકલે કહ્યુ “ઓ.કે. અંકલ “ઋતુએ કહ્યુ “ચાલો હવે બધા સુઇ જાવ હવે રાત્રિના સાડા અગિયાર વાગી ચુક્યા છે.સવારે મળીને વાતો કરજો હુ હવે નીકળુ છુ.મારી અર્ધાગિની ઘરે મારી રાહ જોતી હશે” પારેખ અંકલે ઉભા થઇને કહ્યુ “બાય અંકલ” બધાએ એકસાથે કહ્યુ “બાય એન્ડ ગુડ નાઇટ એવરીવન” અંકલે જતા જતા કહ્યુ

પ્રકરણ : 10

લગ્ન

લગ્નનો હવે એક મહિનો જ બાકી રહ્યો હતો.બધાને તૈયારી કરવાની હતી.આથી બધા તૈયારીમાં લાગી ગયા.લગ્નની તૈયારીમાં મહિનો ક્યાં વિતી ગયો ખબર જ ન પડી.બીજી બાજુ ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ સેન્ટર બનાવવાની પણ કાર્યવાહી પુરજોશથી ચાલવા માંડી. લગ્નની આગલી રાત પણ આવી ગઇ.આગલી રાતે સંગીત સંધ્યા તથા દાંડિયા રાખવામાં આવ્યા હતા.સઘળો કાર્યક્રમ બંગલા નં.313 માં પર રાખવામાં આવેલો હતો.બંગલો આખો સજાવવામાં આવ્યો હતો.

આગલી રાત્રીનો કાર્યક્રમ બધાએ ખુબ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવ્યો.લગ્નનો દિવસ આવી પહોચ્યો.ગરીબ માણસોનુ જમણવાર હોલમા તથા આમંત્રિતોનુ જમણવાર બહાર બગિચામા રાખવામા આવ્યુ.અને લગ્નની તમામ વિધિઓ પણ બહાર બગિચામા જ રાખવામા આવી હતી.ખુબ જ શાનદાર અને ભવ્યાતીભવ્ય રીતે અને પારંપરીક રીતે લગ્નની ઉજવણી કરવામા આવી. લગ્ન બાદ બીજા દિવસે ફેમેલી અને અંગત લોકો માટે પાર્ટીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.પાર્ટી પણ ભવ્ય અને શાનદાર રીતે યોજવામા આવી.પાર્ટી પૂરી કરી રાત્રે જ પાર્થવી અને વિશાલ તો હનિમુન માટે નીકળી ગયા. આયોજન મુજબ બધુ ખુશાલીપુર્વક અને વિના વિઘ્ને પુર્ણ થયુ.પારેખ અંકલ પણ પોતાના ભાઇ સમાન મિત્રના સંતાનોની લગ્નની જવાબદારી પુર્ણ કરી હળવાફુલ બની ગયા.મનનો બોજ હવે હળવો બની ગયો હતો....

To Be Continued…………..