Hu Ane Tu... in Gujarati Short Stories by Neeta Kotecha books and stories PDF | હું અને તું

Featured Books
Categories
Share

હું અને તું

નીતા કોટેચા "નિત્યા"

neetakotecha . 1968@gmail .com

9867665177

Neeta Kotecha

1/1 Garcha House

Opp Rajavadi Post Off

Ghatkoapar East

Mumbai 77

હું અને તું

હું- તું વચ્ચે આવી બેઠેલો ડેશ , ચાલને ભૂંસી દઈએ

છે જે ખાલી જગ્યા આપણાં બે વચ્ચે , ચાલને થોડી ભરી દઈયે .

હું તારો હાથ પકડું ને તું મારો હાથ પકડે

ને હૃદય વચ્ચેની તિરાડ ચાલને થોડી ભરી દઈએ

શું કામ તું મૌન છો ખબર નથી મને

પણ થોડું થોડું બોલીને ચાલને પાછું મલકી લઈએ

ક્યારે અંતિમ શ્વાસ લેશું એ નક્કી નથી જ્યારે

તો ચાલને જુના ઝગડા ભૂલીને પાછુ સાથે જીવી લઇયે

આ અને શબ્દ એટલે સંબંધ વચ્ચેની એક મોટી દિવાલ , હું અને તું , મારું અને તારું , બસ આ અને શબ્દ હટી જાય તો કોઈ પણ સંબંધ માં કડવાહટ નથી રહેતી . જ્યારે કોઈ પણ કાર્ય ભેગા મળીને થાય છે ત્યારે જ એમાં ચાર ચાંદ લાગી જાય છે . પણ આજે સંબંધો માં લાગણી ઓ ઓછી પડી ગઈ છે। કોના લીધે ? શેના લીધે ? શા માટે ? એ વાત કદી મહત્વની છે જ નહિ પણ સંબંધ તૂટતા જાય છે એ હકીકત છે . લોકો એક વાર એક બીજા થી દુર થાય છે પછી પાસે આવતા બહુ વાર લાગી જાય છે અથવા ભેગા થઇ જ નથી શકતા . અને આ અને કોઈ પણ એક વ્યક્તિ થી કદી ભુસાતો નથી એની માટે બને પક્ષે કોશિશ ની જરૂર હોય છે . આજે લોકો ધર્મ નાં કાર્ય બહુ જ કરે છે પણ તૂટેલા સંબંધો ને જોડવામાં વર્ષો કાઢી નાખે છે અને બની ચુકેલી દુરી ને જો હટાવશું નહી તો સંબંધો એક સ્વપ્ન બની જશે , સામ સામે મળવાથી કોઈ કોઈને ઓળખશે નહિ , અને સાંધતા જેટલો સમય વધારે વિતાવશું એટલું એ સંબંધ માં થી લાગણી મારી પરવારશે અને એક બીજા માટે સમ્માન ઘટશે .

કશુંક કરી બતાવવાની કશુક પામવાની એ જ નીતિ એટલે હું અને તું છે અને સાથે મળીને કરવાની ભાવના એટલે આપણે છે , હું અને તું માં સફળતા નથી. સફળતા આપણે માં છે અને કદાચ સાથે મળીને કરેલા કાર્ય માં જો નિષ્ફળતા પણ મળશે તો બધા એક બીજાને સાચવી લેશે

માનવી કદી એકલો જીવી શક્યો નથી અને જીવી શકશે નહિ અને એ સાથ ભેગા મળીને રહેવામાં જ છે। કોળીયો રોજ બધાને મળી જ જાતો હોય છે પણ એકલામાં ખાધેલો કોળીયો આંખમાં અશ્રુ સાથે લાવશે

બસ જરૂરત છે મન માં રહેલું અભિમાન હટાવવાની , લોકોને એમ છે કે મારા વગર દુનિયા ચાલશે જ નહિ , પણ કેટલાયે લોકો નાં જવા પછી પણ રોજ સૂર્યોદય થાય છે , જ્યાં સુધી શ્વાસ છે લોકો વચ્ચે લોકો માટે અને લોકોના થઈને જીવી લઈએ , કારણ બધા જાણે છે કે કઈ લઇ આવ્યા નહોતા અને કઈ લઇ જવાના નથી પણ કૈક મૂકી જરૂર જશું અને એ છે લોકો નાં હૃદય માં આપણા માટે પ્રેમ માન અને પોતાપણું , આપણે લોકોને આપેલું હાસ્ય આપને લોકોને કોઈ પણ રીતે કરેલી મદદ , તેનાથી જ આપણે જીવંત રહીશું , એક ઉદાહરણ લઇયે તો હુતુતુ ની રમત માં ટાટીયા ખેચ હોય છે , આપણે જીવન ની રમત ને હુતુતુ ની રમત બનાવી દીધી છે જીવનની રમત ને લાગણી સભર બનાવીએ તો જ જીવન અને મૃત્યુ એક ઉત્સવ બનશે

કોઈકે કેટલું સાચું કહ્યું છે કે આપના દુખ માં અને આપણા સુખમાં આપણા જ હસ્તાક્ષર હોય છે આપણા જ હાથમાં આપણી જિંદગી ચલાવાનો રીમોટ હોય છે પણ આ રીમોટ થી ફક્ત આપણી જ જિંદગી ને અસર નથી થતી , અસર થાય છે આપણી સાથે જીવવા વાળાઓની જિંદગી ને પણ , તો બીજા ની જિંદગી ને સુખ આપવા માટે પણ આપણો રીમોટ સરખી રીતે ચલાવીએ તો જ સારું રહેશે

તો ચાલો સાથે મળીને સંબંધો માં વચ્ચે રહેલો અને ભૂંસી નાખીએ અને જિંદગી ને હરખ નાં અશ્રુ થી ભરી દઈએ